Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ નસાર શરીરથી ભિન્ન આત્માને જાણનાર, સ્વ–પરના વિવેકવાળે અન્તરાત્મા અત્યન્ત પવિત્ર છે. જે રાગદ્વેષરહિત સમભાવરૂપ કુંડમાં સ્નાન કરીને અને પાપથી ઉત્પન્ન થયેલા મેલને તજીને ફરીથી મલિનતા પામતું નથી તે સમ્યકત્વવાસિત આત્મા પરમ પવિત્ર છે. “વધે ળ ઘટ્ટ જય "i તે કદાપિ બન્ધ વડે અન્તઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ કરતાં અધિક બન્ધ કરતો નથી-એ શાસ્ત્રના વચનથી સમ્યગ્દષ્ટિ અંશતઃ સ્નાતક થયેલો છે, તેથી તે ઉત્કૃષ્ટસ્થિતિ બાંધો નથી. એ જ તેનું સહજ પવિત્રપણું છે. आत्मबोधो नवः पाशो देहगेहधनादिषु / यः क्षिप्तोऽप्यात्मना तेषु स्वस्य बन्धाय जायते॥ શરીર, ઘર અને ધન વગેરે પદાર્થમાં આત્મપણાની બુદ્ધિ એટલે “હું અને મારું એ અહંભાવ અને મમત્વભાવને પરિણામ તે નવીન (લેકેત્તર) પાશ છે. જે પાશ આત્માએ દેહાદિકને વિશે નાંખે છે તે પણ આત્માના (પોતાના જ ) બન્ધને માટે થાય છે. બીજે લૌકિક પાશ તે જેના ઉપર નાં હોય તેને બાંધે. દેહાદિમાં આત્મબોધરૂપ પાશ તો દેહાદિક ઉપ૨ નાંખે છે તે તેને બાંધતે નથી, પણ નાંખનારને બાંધે છે એ આશ્ચર્ય છે. ' હે ભવ્ય ! શરીર, ઘર અને ધનાદિને વિષે (ન વ: પર:) તમને આત્મજ્ઞાન એ પાશ-બન્ધનરૂપ થતું નથી. પણ દેહા 1 ધનાદ્રિષ=શરીર, ઘર અને ધનાદિમાં. માત્મવીધ =આત્મપણની બુદ્ધિ તે. નવ=નવો, અલૌકિક, પર=પાશ છે. તેવું=શરીરાદિમાં. માત્મા–આત્માઓ. ક્ષિા =નાંખલો. =જે પાશ. સ્વસ્થ પિતાના. વાચ="ધને માટે. ગાયતે થાય છે.