Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ પ૭ર વિવેકાષ્ટક ^ ^^^ ^^^^^^^^^^^ વિવેક સમજ અને શબ્દાદિ ત્રણ નયના મતે અનુક્રમે વિભાવ પરિકૃતિને દૂર કરવા રૂપ ક્ષયોપશમ ભાવના સાધન ઉપગથી માંડી ક્ષાયિક ભાવની સાધક પરિણતિ સુધી વિવેક કાણ. તેમાં આત્માની કમની સાથે જે એક્તા થયેલી છે, તેને વિવેક બતાવે છે– જ્ઞાનાવરણાદિ કર્મ અને સચ્ચિદાનન્દરૂપ જીવની દૂધ અને પાણીની પેઠે સદા એકમેકતા થયેલી છે, તેને જે લક્ષદિના ભેદથી ભિન્ન કરે છે એટલે જુદા જુદા સ્વરૂપે અનુભવે છે તે મુનિરૂપ હંસ વિવેકવાળા-ભેદજ્ઞાની છે. જીવ નિત્ય છે, પુદ્ગલસંગ અનિત્ય છે, જીવ અમૂર્ત છે, પુદુંગલો મૂત છે; જીવ અચલ છે, પુદ્ગલે ચલાયમાન છે; જીવ જ્ઞાનાદિ અનન્ત ચૈતન્યલક્ષણવાળે છે, પુદ્ગલે અચે. તન છે; જીવ સ્વરૂપને કર્તા, સ્વરૂપને ભક્તા અને સ્વરૂપની રમણતામાં સ્થિર છે. પુદ્ગલે કર્તવાદિ ભાવરહિત છે-ઈત્યાદિ લક્ષણથી ભેદજ્ઞાન કરીને જે વૈરાગ્યવત થયેલ છે તે મુનિ વિવેકયુક્ત છે એમ જાણવું. 'देहात्माद्यविवेकोऽयं सर्वदा सुलभो भवे। भवकोव्यापि तद्भेदविवेकस्त्वतिदुर्लभः // 2 // સંસારમાં શરીર, આત્મા, આદિ શબ્દથી વચન, ચિત્ત, ચિતન્યાદિને અવિવેક-અભેદ એ સદા સુલભ છે. તે 1 મસંસારમાં. સર્વતા=હમેશાં. હિમાચલ શરીર અને આત્મા વગેરેને અવિવેક. સુમ=સુખેથી પ્રાપ્ત થઈ શકે એવો છે. (પરતુ ) મોવ્યા કેટી જન્મ વડે. પિપણ ત%િ=તેનું ભેદજ્ઞાન. ગતિરુમ =અત્યન્ત દુર્લભ છે.