Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 123 થવાથી અને નહિ ભગવેલ સ્વરૂપને ઉપગ થતો હોવાથી આત્મામાં તેનું ઉપાદેયપણું છે. બાકીના બધા પર ભાવ સાંગિકપણે જાણવાથી તેનું હેયપણું જ છે. યદ્યપિ સદેવ, ગુરુ, અને ધર્મરૂપ નિમિત્તોનું, શુભ આચાર વગેરેનું અને ધ્યાન વગેરે આત્મસાધના પરિણામેનું, અનાદિ અશુદ્ધ પરિશુતિને ગ્રહણ કરવાની વૃત્તિનું નિવારણ કરવા માટે, ગ્રહણ કરાય છે, તે પણ આત્માની સિદ્ધાવસ્થામાં એ હેતા નથી, અનાદિ મિથ્યાષ્ટિ અને કુદેવાદિમાં રક્ત થએલો આત્મા છે, તે સમ્યગ્દર્શનના બળથી નિર્ધારિત કરેલા સ્વધર્મની રુચિવાળો થઈને શુદ્ધ દેવાદિ તત્ત્વને ગ્રહણ કરે છે, તે પણ તેને પરરૂપે તે જાણે છે જ. અપ્રશસ્તને ત્યાગ કરે છે અને પ્રશસ્તને ગ્રહણ કરે છે, ત્યાર બાદ પ્રશસ્તને ત્યાગ કરી સ્વસાધનની પરિણતિ ગ્રહણ કરી સિદ્ધ થાય છે. તેમાં નામ ત્યાગ તે શબ્દથી બેલવા રૂપ છે. દશ યતિધમની પૂજા વગેરેમાં ત્યાગધર્મની સ્થાપના તે સ્થાપનાત્યાગ. દ્રવ્યથી એટલે બાહ્યવૃત્તિથી અથવા ઈન્દ્રિયસુખની અભિલાષાથી કે ઉપગના શૂન્યપણાથી ત્યાગ કરે તે દ્રવ્યત્યાગ. આહાર, ઉપધિ-ઉપકરણ પ્રમુખ એક દ્રવ્ય કે અનેક દ્રવ્યને ત્યાગ કરવો તે દ્રવ્યત્યાગ. તે આગમથી અને આગમથી એમ બે પ્રકાર છે. તેમાં ત્યાગના સ્વરૂપને જાણનાર, પણ તેમાં ઉપગ રહીત આત્મા તે આગમથી દ્રવ્યત્યાગ. આગમથી ત્યાગના સ્વરૂપને જાણનાર મુનિ વગેરેનું અચેતન શરીર તે શરીર દ્રવ્યત્યાગ, ત્યાગના સ્વરૂપને ભવિષ્યમાં જાણનાર લઘુ શિષ્ય વગેરે ભવ્ય શરીર દ્રવ્યત્યાગ અને