Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 149 છે અને પૂર્વે બાંધેલી અશુભ પ્રકૃતિઓ શુભ અનુબન્ધવાળી કરે છે. ઈત્યાદિ ક્રિયાકલાપ ઉત્પન્ન થએલા સમ્યજ્ઞાનાદિ સંવેગ અને નિર્વેદરૂપ ભાવને પડવા દેતા નથી, પરંતુ નહિ ઉત્પન્ન થયેલા ધર્મધ્યાન અને શુકલધ્યાનાદિ ભાવને પણ ઉત્પન્ન કરે છે. શ્રેણિક અને કૃષ્ણ વગેરેને ગુણી જનના બહુમાનથી, મૃગાવતીને પશ્ચાત્તાપથી, આલેચના વડે અતિ મુક્ત નિર્ચીને, ગુરુભક્તિથી ચંડરુદ્રાચાર્યના શિષ્યને-ઈત્યાદિ અનેક મુનિઓને પરમાનન્દની પ્રાપ્તિ આગમમાં સંભળાય છે. क्षायोपशमिके भावे या क्रिया क्रियते तया। पतितस्यापि तदभावप्रवृद्धिर्जायते पुनः // 6 // ક્ષાપશમિક ભાવે વર્તતાં તપ-સંયમને અનુકૂલ જે ક્રિયા કરાય છે, તે ક્રિયા વડે પડી ગયેલાને પણ તે ભાવની-ક્રિયાભાવની વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે "खाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुद्वाणं। पडिवडिय पि हु जायइ पुणो वि तब्भाववुद्धिकरं"। 3 पंचाशक गा० 34 ક્ષાપશમિક ભાવમાં વર્તતાં દઢ થનથી કરેલું શુભ અનુષ્ઠાન પતિત-પડી ગએલાને પણ ફરીથી તે ક્ષાયોપથમિક ભાવની વૃદ્ધિ કરનાર થાય છે, 1 સાચોપરામિ માવૈ=ાયોપથમિક ભાવમાં. ચા=જે. ચિ== તપ -સંયમને અનુકૂલ ક્રિયા. ચિત્તે કરાય છે. તયા–તે ક્રિયા વડે. તિતર=પડી ગયેલાને. =પણ પુનઃ=ફરીથી. તાવ તેના ભાવની હિ. બા–ઉત્પન્ન થાય છે.