Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર 187 અને અવ્યાબાધ આનન્દસ્વરૂપ વડે નિરન્તર સિદ્ધપણુના શુદ્ધ પરિણામરૂપ આત્મધર્મથી બીજું કઈ પણ પ્રાપ્ત કરવા ગ્ય બાકી રહેતું નથી. કારણ કે આત્મસ્વરૂપથી બીજા ભાવ જીવે અનન્તી વાર પ્રાપ્ત કર્યા છે. બાકી રહેલ આત્મસ્વરૂપને લાભ એ જ ખરેખર લાભ છે. એમ જાણીને આત્માના ઐશ્વર્ય–સ્વરૂપ સામ્રાજ્ય વડે સહિત મુનિ જ્ઞપરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી દ્રવ્યાસવા અને ભાવાસવને ત્યાગ કરીને સર્વ શરીર, ઉપકરણ, પરિવાર, યશ અને બહુમાનાદિને વિશે નિસ્પૃહ-ઈચ્છારહિત થાય છે. કારણ કે અનાદિ કાળની તૃષ્ણ આત્મસ્વરૂપના અનુભવ સિવાય શાન્ત થતી નથી. 'संयोजितकरैः के के प्रार्थ्यन्ते न स्पृहावहैः। अमात्रज्ञानपात्रस्य निःस्पृहस्य तृणं जगत् // 2 // સ્પૃહાવાળા પુરુષો હાથ જોડીને કેની કેની પાસે પ્રાર્થના કરતા નથી-માગતા નથી? અર્થાત બધા દાતા પુરુષની પાસે માગે છે. અપરિમિત જ્ઞાનના પાત્ર એવા નિ:સ્પૃહ મુનિને તે સર્વ જગત વણતુલ્ય છે. "तिणसंथारनिसनो मुणिवरो भट्टरागमयमोहो। जं पावह मुत्तिसुहं कत्तो तं चक्कवट्टी वि // " તુણના સંથારા ઉપર બેઠેલા અને જેણે રાગ, મદ 1 સંયોજિત =હાથ જોડેલાં છે જેણે એવા. સ્થાવÈપૃહાવાળા પુરુષએ છે કેણ કેણ, પ્રાર્થન્ત પ્રાર્થના કરાતા નથી. માત્રજ્ઞાનપત્રિચ=અમર્યાદિત જ્ઞાનના પાત્ર. નિઃસ્પૃહી–નિઃસ્પૃહ મુનિને. =જગત, રૂબં–તૃણવત છે.