Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 20% હોય છે. અહીં જીવના વીર્યને કેવલજ્ઞાનીની પ્રજ્ઞારૂપ શથી છેદતાં છેદતાં છેવટે જ્યારે તેના બે ભાગ ન થઈ શકે ત્યારે તે અતિમ વિભાગને અવિભાગ અંશ કહેવાય છે. વીર્યના તે અવિભાગો એક એક જીવપ્રદેશે જઘન્યથી પણ અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણે છે અને ઉત્કૃષ્ટથી પણ તેટલા જ છે. તેપણું જઘન્ય સ્થાનકના અવિભાગો કરતાં ઉત્કૃષ્ટ પદે અસંખ્યાતગુણ હોય છે. જે જીવપ્રદેશમાં સમાન સંખ્યાવાળા વીર્યના અવિભાગો હોય અને બીજા જીવપ્રદેશોમાં રહેલા વીર્યના અવિભાગે કરતાં થોડા હોય તેવા ઘનરૂપે કરાયેલા લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતા પ્રતરના પ્રદેશ રાશિપ્રમાણ જીવપ્રદેશને સમુદાય તે પ્રથમ વર્ગણ. તે ચેડા અવિભાગવાળી હોવાથી જઘન્ય વર્ગયું છે. તે જઘન્ય વર્ગણાથી જે બીજા જીવપ્રદેશે એક એક અવિભાગ વડે અધિક હોય તેવા ઘનીકૃત લેકના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતા પ્રતરના પ્રદેશ જેટલા જીવપ્રદેશોને સમુદાય તે બીજી વર્ગણ. ત્યાર બાદ બે વયવિભાગ વડે અધિક સંખ્યાવાળા જીવપ્રદેશને સમુદાય તે ત્રીજી વર્ગણા. એમ એક એક અવિભાગ વડે વધતા જીવ પ્રદેશના સમુદાયરૂપ અસંખ્યાતી વગણઓ થાય છે. તે વર્ગણાઓ ઘનીકૃત લેકની એક એક પ્રદેશની પંક્તિરૂપ સૂચિ શ્રેણિના અસંખ્યાતમે ભાગે રહેલા આકાશ પ્રદેશે જેટલી હોય તેટલી વર્ગણાને સમુદાય તે પ્રથમ સ્પર્ધક જાણવું. જ્યાં વગણએ પરસ્પર એક એક અવિભાગની વૃદ્ધિથી સ્પર્ધા કરે તે સ્પર્ધક કહેવાય છે. ઉપર કહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણાથી એક વીર્યાવિભાગ વડે અધિક