Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 208 મૌનાષ્ટક વચનના નહિ ઉચ્ચારવારૂપ મૌન એકેન્દ્રિય જીવમાં સુલભ (સુખે પામીએ તેવું) છે, પરંતુ પુદગલમાં ગેની (મન-વચન-કાયાની) અવ્યાપારરૂપ અપ્રવૃત્તિ છે તે ઉત્કૃષ્ટ મૌન છે. એ જ મુનિનું મૌન છે. વચનલબ્ધિ નહિ હેવાથી વાણીની અપ્રવૃત્તિરૂપ મૌન એકેન્દ્રિમાં પણ સુલભ છે. પરંતુ તે મૌન મેક્ષસાધક નથી. પુદ્ગલસ્કન્દમાં થએલા વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ અને આકૃતિ વગેરેમાં દ્રવ્ય અને ભાવથી મન-વચનકાયાની અપ્રવૃત્તિરૂપ શ્રેષ્ઠ મૌન છે, અને શ્રેષ્ઠ હેવાથી તેનું બધા જીવોમાં વ્યાપકપણું નથી, પણ તેની વિરલતા છે. તે પુગલસ્કન્ધ પ્રતિ વીર્યની પ્રવૃત્તિ કે અપ્રવૃત્તિથી રહિત મૌન ઉત્તમ અને પ્રશંસનીય છે. ભાવાર્થ એ છે કે પરભાવને અનુકૂલ ચેતના અને વીર્યની પ્રવૃત્તિરૂપ ચપલતાને રેવી તે ઉત્કૃષ્ટ મૌન છે અને પરિણામે આત્માને હિતકારી છે. યોગની ચપલતા તે આત્માનું કાર્ય નથી, તેથી તેને રેધ કરે એ શ્રેયસ્કર છે. યેગનું સ્વરૂપ કર્મપ્રકૃતિમાં આ પ્રમાણે બતાવ્યું છે– વિર્યાન્તરાય કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થયેલ આત્માના વીર્યગુણનાં અસંખ્ય સ્થાનકે છે. તેમાં સૌથી જઘન્ય પ્રથમ યોગસ્થાનક સૂક્ષ્મનિગેદના જીવનું છે અને તે સૂક્ષ્મનિગોદમાં ઉત્પન્ન થતા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે વુિં એકેન્દ્રિમાં. પ=પણ. સુરમ=સુખેથી પ્રાપ્ત થઈ શકે એવું છે. તુ=પરતુ. પુષ-પુદ્ગલોમાં. યાનાં મન, વચન અને કાયાની. મકવૃત્તિ =પ્રવૃત્તિ ન થવી તે. ઉત્તમં છે. મૌનં-મૌન છે.