Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 216 વિદ્યાષ્ટક જીવનુ “વિદ્યા' એવું નામ કરવામાં આવે તે નામવિદ્યા. સ્થાપનાચાર્ય, કેડા, કાષ્ઠ અને પુસ્તકાદિમાં વિદ્યાની અથવા વિદ્યાવંતની સ્થાપના કરાય તે સ્થાપનાવિદ્યા. શિલ્પાદિરૂપ લૌકિક વિદ્યા તે દ્રવ્યવિદ્યા. લોકોત્તર વિદ્યા બે પ્રકારે છેઃ ભારત, રામાયણ અને ઉપનિષદુવિદ્યા તે કુપ્રાચનિક લેકતર વિદ્યા અને આવશ્યક, આચારાંગાદિરૂપ સુપાવચનિક લે કેત્તર વિદ્યા જાણવી. જ્ઞશરીર,ભવ્ય શરીર તથા વિદ્યાને અભ્યાસ કરવા છતાં તેના ઉપયોગથી શૂન્ય હોય ત્યારે તવ્યતિરિક્ત દ્રવ્ય વિદ્યા કહેવાય છે. અથવા હેય અને ઉપાદેયની પરીક્ષા રહિત, ઉપગશૂન્ય, અપેક્ષા રહિત વાચના, પૃચ્છના, પરાવર્તન અને ધર્મકથારૂપ સર્વ પ્રકારની વિદ્યા જ્ઞાનરૂપ ચેતનાનું કારણ હોવાથી દ્રવ્યવિદ્યા કહેવાય છે. લોકોત્તર અહત પ્રણેત આગમના રહસ્યના અભ્યાસીની નિત્ય-અનિત્યાદિ અનન્ત પર્યાય સહિત ચૈતન્ય અવરૂપ આત્માની ઉપાદેયબુદ્ધિ અને વિભાવાદિ અનન્ત પરભાવના ત્યાગની બુદ્ધિ તે ભાવવિદ્યા છે. અહીં ભાવવિદ્યાના અભ્યાસને પ્રસંગ છે. - તેમાં નિગમનયથી મત્યાદિ જ્ઞાનના ક્ષપશમનું નિમિત્ત ઈન્દ્રિયાદિ વિદ્યા કહેવાય છે. બધા જીવદ્રવ્ય સંગ્રહનયથી વિદ્યારૂપ છે. પુસ્તકાદિમાં લખેલું દ્રવ્યકૃત વ્યવહાર નયથી વિદ્યા છે. વાચનાદિ પાંચ પ્રકારને સ્વાધ્યાય જુસૂત્રનયથી વિદ્યા છે. યથાર્થ ઉપયોગ તે શબ્દનયથી વિદ્યા છે. કારણકાર્યાદિના સંકરરૂપ (અભેદરૂપ) સવિકલ્પ ચેતના તે સમભિરૂઢ નયથી વિદ્યા છે. અને ક્ષાપશમિક નિર્વિ