Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 14 સૌનાષ્ટક વસ્તુસ્વભાવને અનુસરીને તેની કારણસામગ્રીથી કાર્યની ઉત્પત્તિ થતાં આકાશની પૂર્ણતા થાય છે. જેમ કારણસામગ્રીથી ઘટની ઉત્પત્તિ થતાં ઘટાકાશની પૂર્ણતા થાય છે તેમ આત્માની બધી ક્રિયાઓ શાનદષ્ટિ વડે ચેતન્યમય થઈ જાય છે.” આત્મતત્વની એકતામાં પરિણત થયેલાનું યેગને નિગ્રહ કરવારૂપ મૌન સર્વોત્કૃષ્ટ છે. એટલે સ્વધર્મને પ્રગટભાવ કરવામાં કર્તાપણા અને ભક્તાપણામાં જેણે પિતાનું બધું વીર્ય પ્રવર્તાવેલું છે અને કમને નાશ કરવામાં અપૂર્વકરણ તથા કિટ્ટીકરણદિમાં જેણે પોતાનું વીર્ય સ્થિર કર્યું છે એવા મુનિની પરભાવમાં પ્રવૃત્તિ નહિ થતી હોવાથી ગની ચપેલતાને રોકવારૂપ તેનું મૌન ઉત્કૃષ્ટ છે. કારણ કે ગુણને ઉત્કર્ષ સાધવા માટે વીર્યની પ્રવૃત્તિરૂપ તેની ક્રિયા ચિન્મય-સ્વરૂપથી જ્ઞાનમય અથવા આત્માના અનુભવની એકતારૂપ છે. જેમ દીવાની ઊંચી, નીચી, આડી અવળી થવારૂપ બધી ક્રિયા પ્રકાશમય છે તેમ પરભાવથી રહિત એટલે પરભાવમાં વ્યાપ્ત થતી ચેતના અને અભિસંધિજ વીર્યની પ્રવૃત્તિ રહિત સહજ ભાવે થતી વન્દન, નમન વગેરે કિયા તથા ગુણસ્થાનક ઉપર ચઢવારૂપ સાધુની કિયા તત્ત્વજ્ઞાનના પ્રકાશમય હોય છે. તેથી તેનું મૌન સર્વશ્રેષ્ઠ છે. કહ્યું છે કે-“વસ્તુ સ્વભાવને અનુસરી તેની કારણસામગ્રીથી કાર્યની ઉત્પત્તિ થવામાં આકાશની પૂર્ણતા થાય છે. જેમ ઘટની ઉત્પત્તિ થતાં ઘટાકાશની પૂર્ણતા થાય છે. એમ જ્ઞાનદષ્ટિ વડે આત્માની ક્રિયાઓ જ્ઞાનમય થઈ જાય છે. એ ન્યાયથી જ્ઞાનીની ક્રિયા કાર્ય સાધનમાં ઉપકારક જાણવી. આત્મતત્વમાં એકતાના