Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ ' ' નાનકાર 17 કલ્પ ચેતનારૂપ સાધકની અવસ્થા એવંભૂત નયથી વિદ્યા છે. તેમાં નિવિકલ્પરૂપ વિદ્યા તાત્તિવક અને પરમપદ સાધક છે. તથા કેટલાએક કેવલજ્ઞાનરૂપસિદ્ધવિદ્યાને એવભૂત નયથી વિદ્યા કહે છે. પ્રથમના ચાર ન કવ્યનિક્ષેપને માને છે તેથી તેના મતે કારણરૂપ વિદ્યાનું ગ્રહણ કર્યું છે અને છેલ્લા ત્રણ ન ભાવગ્રાહી હોવાથી તેના માટે કાર્યરૂપ ઉત્તરોત્તર સૂમ વિદ્યાનું ગ્રહણ કર્યું છે. તેમાં કારણને વિષે પ્રયત્ન કરવા વડે કાર્યમાં આદરવાળા થવું ગ્યા છે. અનિત્ય, અશુચિ અને આત્માથી ભિન્ન શરીરાદિ પદાર્થોમાં નિત્યતા, અશુચિતા અને આત્મપણાની બુદ્ધિ તે અવિદ્યા છે. અનિત્ય એટલે ચેતનથી ભિન્ન જાતિના મૂર્ત પુદ્ગલના-ગ્રહણથી ઉત્પન્ન થએલા પરસંગમાં નિત્યપણાની બુદ્ધિ તે અવિદ્યા. નવ દ્વારરૂપ છિદ્રોથી નિરંતર મળને બહાર કાઢતા શરીરાદિ અપવિત્ર પદાર્થોમાં પવિત્રતાની બુદ્ધિ અને આત્માથી ભિન્ન પુદ્ગલાદિ પદાર્થોમાં તથા શુદ્ધ સ્વરૂપને આવરણ કરનારા રાગાદિ વિભાવપરિ ણામમાં આત્મપણાની બુદ્ધિ એટલે અહંભાવ અને મમત્વભાવની માન્યતા, “આ શરીર મારું છે, શરીર એ હું જ છું, તે પુષ્ટ થતાં હું પુષ્ટ થાઉં છું” એવી બુદ્ધિ, કથન, 1 घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते तथा / __ घने खदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः // સમધરાત. . જેમ જાડું વસ્ત્ર પહેરનાર પોતાને જાડે (પુષ્ટ) માનતો નથી, તેમ પિતાનું શરીર જાડું હોય તો પણ પંડિત આત્માને પુષ્ટ ભાનતો નથી.