Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 206 મીનાષ્ટક ખરેખર હું એક, શુદ્ધ, મમત્વરહિત અને જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું. વળી શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં રહેલે અને ચૈતન્યના અનુભવમાં લીન થયેલે હું એ બધા ક્રોધાદિ આ ને ક્ષય કરું છું.” નિર્મલ અને નિષ્કલંક જ્ઞાન-દર્શન ઉપગવાળે આત્મા છે અને તે આત્માનું જ્ઞાન તે ખરેખર જ્ઞાન છે. કહ્યું છે કે - "देहादेवलि जो वसे देव अणाइअणंत / सो परजाणहु जोईया अन्न न तं तं नमंत"। દેહરૂપ દેવલમાં જે અનાદિ અનન્ત દેવ વસે છે તે પરમ જ્ઞાની છે. તેને હે યોગીશ્વરે ! જાણે. બીજા તે તે દેવને ન નમે.” આત્મજ્ઞાનથી જ સિદ્ધિ થાય છે. સાધ્ય પણ પૂર્ણ આત્મજ્ઞાન જ છે. તે માટે અન્ય દર્શનવાળા વાદવિવાદ કરે છે, શ્વાસ-પ્રશ્વાસની રેચકાદિ પ્રાણાયામ ક્રિયા કરે છે, મૌન ધારણ કરે છે, પર્વત, વન અને ઉદ્યાનમાં ભમે છે. તે પણ અહં તે ઉપદેશેલા આગમન શ્રવણથી સ્યાદુવાદ વડે સ્વ અને પરની પરીક્ષાથી નિર્ધારિત સ્વસ્વભાવરૂપ ઔષધ સિવાય કાર્યસિદ્ધિ થતી નથી. તેથી આ પ્રાપ્ત થયેલા અવસરે આત્માને વિષે આત્મા વડે અનન્તગુણપર્યાય સ્વરૂપ આત્મજ્ઞાન કરવા યોગ્ય છે. કહ્યું છે કે - "आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते। अभ्यस्यं तद् यथा येनात्मा ज्ञानमयो भवेत्" /