Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ ~~~~ ~ ~ જ્ઞાનસાર 25 ~ ~ પરભાવરહિત જે સ્વરૂપલક્ષણરૂપ આત્મસ્વભાવ છે તેમાં આચરણ–એકતારૂપ તન્મયપણું ન થાય, તે પ્રવૃત્તિ વડે શુદ્ધ આત્મસ્વભાવના લાભારૂપ પરમાત્મપદની પ્રાપ્તિ ન થાય, અથવા રાગાદિ દોષની નિવૃત્તિ ન થાય તે તે સર્વ પ્રવૃત્તિ બાળકની કીડા જેવી છે. કારણ કે શુદ્ધ આત્મસ્વરૂપના અવલંબન સિવાય અવેદ્ય-નહિ જાણવા યોગ્ય વિષયને જાણવારૂપ જ્ઞાન તે ખરેખર જ્ઞાન જ નથી. તથા “સકલ પરભાવના સંગરૂપ ઉપાધિજન્ય આત્માના અશુદ્ધ અધ્યવસાયથી મુક્ત, અમૂર્તા, ચિન્મય અને આનન્દમય, આત્માના સહજ સ્વભાવરૂપ હું છું” એવા નિર્ધારથી રહિત તે સમ્યગ્દર્શન નથી. એ માટે મૃતથી થતું કેવળ આત્મજ્ઞાન તે અભેદજ્ઞાન અને ઉત્સર્ગ જ્ઞાન તે. શ્રુતના અક્ષરેને આધારે થતું સર્વ દ્રવ્યના ઉપયોગરૂપ ભેદજ્ઞાન છે. સર્વ અક્ષરને જાણનાર જ્યાં સુધી દ્રવ્ય કૃતનું અવલંબન લે છે ત્યાં સુધી તે ભેદજ્ઞાની છે. સમયપ્રાભૂતમાં કહ્યું છે કે “જે શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે છે તેને લેકને પ્રકાશ કરનારા ત્રષિઓ શ્રતકેવલી કહે છે. જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને પણ જિને શ્રુતકેવલી કહે છે. કારણ કે સર્વ પ્રકારનું જ્ઞાન આત્મા છે અને તેથી તે શ્રુતકેવલી છે.” કહ્યું છે કેअहमिको खलु सुद्धो निम्ममओ नाणदंसणसमग्गो। तमि ठिओ तञ्चित्तो सम्वे एए खयं नेमि // समयसार गा० 73.