Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ મૌનાષ્ટક કહે છે–ત્રણે કાળે જે આત્માને જાણે તે મુનિ. તેમાં નામમુનિ અને સ્થાપનામુનિ સુગમ છે. દ્રવ્યમુનિ જ્ઞશરીર, ભવ્ય શરીર અને તદુવ્યતિરિક્તના ભેદથી ત્રણ પ્રકારે છે. ઉપગ રહિત, વેષ ધારી, દ્રવ્યક્રિયાની વૃત્તિવાળા, સાધ્યના ઉપગ રહિત, પ્રવૃત્તિના વિકલ્પાદિમાં કષાય રહિત, પરંતુ પરિણામ ધારામાં અસંયમના પરિણામવાળે દ્રવ્યનિગ્રન્થ છે. ચારિત્રમેહનીયના ક્ષપશમ, ઉપશમ અને ક્ષયથી પ્રગટ થયેલ સ્વરૂપમાં રમણતાયુક્ત, પરભાવથી નિવૃત્તિ કરનાર પરિણતિ અને વિકલ્પની પ્રવૃત્તિમાં આદિના બાર કષાયના ઉદયથી મુક્ત થયેલા ભાવમુનિ છે. - નિગમ, સંગ્રહ અને વ્યવહાર નયના અભિપ્રાયે દ્રવ્યક્રિયામાં પ્રવૃત્તિ કરતા અને દ્રવ્યાસવથી વિરક્ત થયેલાને મુનિ પણું હોય છે. જુસૂત્ર નયના મતે ભાવનિગ્રંથપણાના અભિલાષ અને સંકલ્પવાળાને મુનિપણું છે. શબ્દ, સમભિરૂઢ અને એવભૂત નયની અપેક્ષાએ પ્રમત્તગુણસ્થાનકેથી प्रभात આરંભી ક્ષીણમેહ પર્યન્ત પરિણતિના સામાન્ય વિશેષ સમુદાયરૂપ આત્મતત્વમાં તન્મયતા અને પરમ શમરૂપ અમૃતમાં મગ્ન થયેલાને મુનિ પણું હોય છે. અહીં સમ્યદર્શન, જ્ઞાન અને ચારિત્ર જેને પ્રગટ થયેલું છે એવા, દ્રવ્ય અને ભાવાવની વિરતિવાળા અને સ્વરૂપમાં રમણ કરનારા મુનિના સ્વરૂપનું વર્ણન કરવાનો અવસર છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિકા લક્ષણ સહિત જે જીવ અને અવરૂપ જગતના તત્વને યથાર્થ ઉપગ વડે, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, સ્વભાવ, ગુણ અને