Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 202 મૌનાષ્ટક આત્માને વિષે જ ચાલવાથી-પુદ્ગલ થકી નિવૃત્તિ કરવાથી ચારિત્ર, બેધસ્વરૂપ હોવાથી જ્ઞાન અને જિનેન્દ્ર ભાવની શ્રદ્ધારૂપ હોવાથી દર્શન, એમ શુદ્ધ જ્ઞાન નય એટલે જ્ઞાનાદ્વૈત નયના અભિપ્રાય મુનિને સાધ્ય છે; તે એક વસ્તુને વ્યાવૃત્તિ-ભેદનયની અપેક્ષાએ ત્રિરૂપ કહે છે. જ્ઞાનના ફલરૂપ ક્રિયાના લાભથી ક્રિયાનયના અભિપ્રાય એકતા જાણવી, વિષયપ્રતિભાસવ્યાપારે જ્ઞાન, આત્મપરિણામ વ્યાપારે તે જ સમ્યકત્વ, અને આસવને રોકવાથી તત્ત્વજ્ઞાનવ્યાપારે તે જ ચારિત્ર, એમ વ્યાપારના ભેદથી એક જ્ઞાન ત્રિરૂપ કહેવું. આત્મસ્વરૂપમાં રમણ કરવાથી અને પરભાવની પ્રવૃત્તિને ત્યાગ કરવાથી ચારિત્ર, આત્મસ્વરૂપના અવબેઘરૂપ જ્ઞાન, અને પિતાના અસંખ્યાતા પ્રદેશમાં વ્યાપક હોવાથી “સ્વાભાવિક જ્ઞાનાદિ અનન્તપર્યાયવાળો હું છું, અન્ય પુદ્ગલાદિ તેવા પ્રકારના નથી એવો નિર્ધાર તે સમ્યગ્દર્શન. એ પ્રકારે જ્ઞાને પગ અને દર્શને પગ–એમ બે પ્રકારના ઉપયોગગુણવાળે આત્મા છે. એ પ્રમાણે ભાષ્યમાં કહ્યું છે જેઓ આત્માના બે ગુણની જ વ્યાખ્યા કરે છે, તેના મતે જ્ઞાનમાં સ્થિરતા એ ચારિત્ર છે. તેથી જ્ઞાન અને ચારિત્રને અભેદ જ છે. આત્મપરિણામના વ્યાપારવાળું જ્ઞાન તે સમ્યકત્વ. આસવને રોકવારૂપ તત્ત્વજ્ઞાનમાં એકતા તે ચારિત્ર. એમ વ્યાપારના ભેદથી જ્ઞાનની જ ત્રણ અવસ્થા છે. કહ્યું છે કે-- (તે) જ્ઞાનને શુદ્ધ જ્ઞાન નયના અભિપ્રાયે. મુને =મુનિને. જ્ઞાન તા. હરનિં=જ્ઞાન અને દર્શન. સાયંસાધ્ય છે. ત્રિજ્યાન ક્રિયાયના અભિપ્રા. ચિમત જ્ઞાનના ફલરૂપ ક્રિયાના લાભથી સાધ્યરૂપ છે.