Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 189 જે સ્પૃહા-લાલસારૂપવિષલતાના ફળ મુખનું સુકાવું, મૂછ અને દીનપણું આપે છે તે સ્પૃહારૂપ વિષવેલીને અધ્યાત્મજ્ઞાની પંડિત પુરુષ જ્ઞાનરૂપ દાતરડા વડે છેદે છે. તત્વજ્ઞાની જ્ઞાનરૂપ દાતરડા વડે પૃહા-તૃષ્ણરૂપ વિષવેલીને છેદે છે. જે સ્પૃહારૂપ વિષલતાનું ફળ મુખનું સુકાવું, મૂછ અને દીનપણું આપે છે. તાત્પર્ય એ છે કે પૃહારૂપ વિષલતા મુખશેષ વગેરે ફળ આપે છે. ઈચ્છનાર દીનપણું પામે છે. તેથી હલાહલ ઝેર જેવા વિષયની સ્પૃહા તજવા યોગ્ય છે. निष्कासनीया विदुषा स्पृहा चित्तगृहाद् बहिः / अनात्मरतिचाण्डालीसंगमङ्गीकरोति या // 4 // - જે (સ્પૃહા) આત્મવિરુદ્ધ પુગલની રતિરૂપ ચાંડાલીન પ્રસંગે--સહવાસ સ્વીકારે છે-આદરે છે તે સ્પૃહા પંડિતે ચિત્તરૂપ ઘરથી બહાર કાઢી મૂક્વા ગ્ય છે. આત્મસમાધિને સાધવામાં તત્પર થયેલા પંડિતે પારકી આશા મનરૂપ ઘરથી બહાર કાઢી મૂકવી જોઈએ. કારણ કે 1 જેમ વિષલતા ખાવાથી મુખશેષ–મોટું સુકાઈ જાય, મૂછ– બેભાન થઈ જાય અને દે –મોઢા ઉપર ફીકાશ આવે તેમ પૃહાથી યાચના કરતા મુખશોષ-મોટું સુકાય, મૂર્છા-આસક્તિ અને દૈન્યદીનપણું આવે. 2 વિષા=વિદ્વાને. સ્પ્રીં તૃણા. ચિત્તો-મનરૂપ ઘરથી. = બહાર. નિસનીચા કાઢી મૂકવા યોગ્ય છે. ચા=જે. ૩નાત્મફતિયા - શ્રી આત્માથી ભિન્ન પુદ્ગલમાં રતિરૂપ ચંડાલણને સંગ. સંગીરોતિ=અંગીકાર કરે છે.