Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 156 તુ ત્યષ્ટક દ્રવ્યતૃપ્તિ કહેવાય છે. તૃપ્તિપદના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવંત હોય તે આગમથી ભાવતૃપ્તિ અને સ્વરૂપથી જ્ઞાનાનન્દ વડે પૂર્ણ અને નિરન્તર સહજ આત્માનન્દના અનુભવ કરનારને આગમથી ભાવતૃપ્તિ હોય છે. નૈગમનથી જીવ અને અજીવ વડે તૃપ્તિ, સંગ્રહ અને વ્યવહારનયવડે ગ્રહણ કરવા ગ્ય દ્રવ્યની પ્રાપ્તિમાં તૃપ્તિ, બાજુસૂવનયથી ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં તૃપ્તિ અને શબ્દાદિ નયેની અપેક્ષાએ નિરાવરણ અને પૂર્ણ સ્વસ્વરૂપને નિવિદ્યપણે ઉપભોગ કરવાથી તૃપ્તિ જાણવી. આ પદ્ધતિ ઘનિર્યુક્તિની ટકામાં અહિંસામાં નયની વિચારણા 1 ઓઘનિર્યુક્તિની ટીકામાં અહિંસા અને હિંસા સંબધે નીચે મુજબ નયની વિચારણા કરી છે નિગમ નયના મતે જીવ અને અજીવને વિશે હિંસા છે. લેકમાં એમ કહેવાય છે કે એણે જીવને નાશ કર્યો, એણે ઘટનો નાશ કર્યો. અહી બધે ય હિંસા શબ્દનો સંબંધ હોવાથી નૈગમ નયના મતે જીવ અને અજીવમાં હિંસા છે. અહિંસા પણ એમ જ જાણવી. સંગ્રહ અને વ્યવહાર નયના મતે છે જીવનિકાયમાં હિંસા છે. અહીં દેશગ્રાહી-વિશેષગ્રાહી સંગ્રહ કે નૈગમની અન્તર્ગત સામાન્યરૂપ સંગ્રહ જાણો, વ્યવહાર નય સ્થૂલ વિશેપને ગ્રહણ કરનાર અને લેકમાં વ્યવહાર કરવાના સ્વભાવવાળો છે. તે સંબધે કહે છે કેલેક ઘણું કરીને છ જવનિકાયમાં જ હિંસા માને છે. ઋજુત્ર નય પ્રત્યેક જીવમાં જુદી જુદી હિંસા માને છે. શબ્દ, સમભિરૂઢ અને એવભૂત નય આત્માને જ હિંસારૂપ અને આત્માને જ અહિંસારૂપ માને છે. એ નિશ્રય નયને અભિપ્રાય છે, કારણ કે જે પ્રમાદયુક્ત જીવ છે તે હિંસક છે અને જે પ્રમાદરહિત છે તે અહિંસક છેજુઓ નિર્યુક્તિ ગાથા 75 ની ટીકા.