Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર 11 निर्लेपाष्टक संसारे निवसन् स्वार्थसजः कजलवेश्मनि / लिप्यते निखिलो लोकः ज्ञानसिद्धो न लिप्यते // 1 // કાજળના ઘર જેવા સંસારમાં રહેતા સ્વાર્થમાં તત્પર સમગ્ર લોક લેપાય છે. (કર્મથી બંધાય છે) પણ જે જ્ઞાનવડે સિદ્ધ છે તે પુરુષ પાસે નથી. જે કર્મથી અલિપ્ત છે તેને તત્વમાં ચિત્તની સ્થિરતા થાય છે, પૂર્ણનન્દની તૃપ્તિ પણ નિલેપને હોય છે, તેથી અહીં નિર્લેપાષ્ટકનું વર્ણન કરવામાં આવે છે. ચિતન્યને સર્વ પરભાવના સંબન્ધને અભાવ થવાથી વ્યાપ્યત્વ, વ્યાપકત્વ, ગ્રાહકત્વ, કતૃત્વ અને લેતૃત્વ વગેરે આત્માની શક્તિએનું પ્રગટ થવું તે નિર્લેપ અવસ્થા છે. બોલાવવારૂપ જીવ અને અજીવ પદાર્થનું નિર્લેપ એવું નામ તે નામનિર્લેપ. નિગ્રંથ મુનિ વગેરેને આકાર વગેરે તે સ્થાપના નિર્લેપ. કાંસાનાં પાત્ર વગેરે તે તદુવ્યતિરિક્ત વ્યનિર્લેપ. બાકી બધું પૂર્વની પેઠે જાણવું. ભાવનિર્લેપ જીવ અને અજીવના ભેદથી બે પ્રકારે છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયાદિ અછવભાવનિલેપ અને સર્વ વિભાવના સંબન્ધથી રહિત મુક્તાત્મા તે છવભાવનિલેપ. 1 નવેમનિ કાજળના ઘર જેવા. સંસદે સંસારમાં નિયન= રહે. રસાઈલ:સ્વાર્થમાં તત્પર. નિતિ રો:=સમસ્ત ક. ક્રિક કર્મથી લેપાય છે. પણ જ્ઞાતિ =જ્ઞાન વડે સિદ્ધ-પરિપૂર્ણ ન = પાત નથી.