Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 180 નિલે પાષ્ટક એ કારણથી આત્મતત્વની એકતાના અનુભવ સહિત સમ્યજ્ઞાન રૂપ ભાવનાજ્ઞાનવાળા જ્ઞાની પુરુષ કર્મથી લેવાતા નથી. સર્વ પ્રકારે સન્ક્રિયાને અભ્યાસ શુદ્ધ સિદ્ધ આત્મ સ્વરૂપને પ્રગટ કરવારૂપ સાધ્યની સિદ્ધિને માટે આત્મતત્વના અનુભવજ્ઞાનવાળાને હિતકારક થાય છે. अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः। शुद्धयत्यलिप्तया ज्ञानी क्रियावान् लिप्तया दृशा।।६।। નિશ્ચય નયથી આત્મા પાએલ નથી (કર્મથી બંધાએલો નથી) અને વ્યવહાર નથી લેપાએલો છે (કર્મથી બંધાએલ છે). જ્ઞાનગી શુદ્ધ ધ્યાનથી અલિપ્ત દષ્ટિએ શુદ્ધ થાય છે અને ક્રિયાવાળે લિપ્તપણાની દૃષ્ટિએ શુદ્ધ થાય છે. લેપ ટાળવા અભ્યાસને અવલંબે છે. - નિશ્ચય નયથી આત્મા સ્વરૂપે એટલે સ્વભાવની અપેક્ષાએ અલિપ્ત–નિર્લેપ છે-કર્મના સંબન્ધરહિત છે અને વ્યવહાર નયથી બાહ્ય પ્રવૃત્તિની ઉપાધિથી આત્મા કર્મથી લેપાએલે છે. આ કારણથી પર વસ્તુના સંબધથી થયેલ વ્યવહારને ત્યાગ કરવામાં પ્રયત્ન કરવા યોગ્ય છે. એ માટે અલિપ્ત એટલે શુદ્ધ ચિદાનન્દસ્વરૂપનું અવલોકન કરવારૂપ દષ્ટિથી આત્માને આત્મસ્વરૂપે અને પર વસ્તુને 1 નિનઃનિશ્ચય નથી. સામા=જીવ. તિ:=કર્મથી બંધાએલો નથી. અને વ્યવોરેન વ્યવહાર નથી. તિ:કર્મથી બંધાએલે છે. જ્ઞાની જ્ઞાનવાળો. લતિયા દશા=અલિપ્ત દષ્ટિ વડે જુગતિ= શુદ્ધ થાય છે. અને રિયાવનઋક્રિયાવાળો. રિયા રાલિસ દષ્ટિથી શુદ્ધ થાય છે.