Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ ૧૫ર કિયાષ્ટક વિરાસનવડે શરીરને સંકોચે છે, અનશન કરવામાં ઉત્સુક થયેલા સંલેખન કરે છે-શરીરને કૃશ કરે છે તથા પરિહારવિશુદ્ધિ અને જિનકલ્પાદિ અભિગ્રહોને ગ્રહણ કરે છે. वचोऽनुष्ठानतोऽसङ्गक्रियासंगतिमङ्गति। सेयं ज्ञानक्रियाऽभेदभूमिरानन्दपिच्छला // 8 // વચનાનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિરૂપ અસંગક્રિયાની ગ્યતાને પ્રાપ્ત થાય છે. તે આ જ્ઞાન-ક્રિયાની અભેદ ભૂમિકા છે. કારણ કે અસંગ ભાવરૂપ ક્રિયા શુદ્ધ ઉપગ અને શુદ્ધ વીલાસની સાથે તાદાભ્ય (તન્મયતા) ધારણ કરે છે. વળી તે અભેદ ભૂમિકા સ્વાભાવિક આનન્દ રૂપ અમૃતરસથી આ ભીંજાયેલી છે. વિષ, ગર અને અન્યાનુષ્ઠાનથી દૂષિત કિયા સંસારનું કારણ છે, તેથી જે કિયા સાધનને હેતુ છે તેને કહે છે-વચન એટલે અરિહંતની આજ્ઞા, તેને અનુસરીને થતી કિયા ધર્મનું કારણ થાય છે. કારણ કે– "प्रशान्तचित्तेन गभीरभावेनैवाहता सा सफला क्रिया च / अंगारवृष्टेः सहसा न चेष्टा नासंगदोपैकगुगप्रकर्षा // " “અતિ શાન્ત ચિત્તથી અને ગંભીર ભાવથી આદર પૂર્વક કરાયેલી કિયા તે સફલ ક્રિયા છે. પણ અંગારવૃષ્ટિથી 1 વડનુષ્ઠાન =વચનાનુદાનથી.માંજીયામંતિંત્રઅસંગક્રિયાની યોગ્યતાને. લતિ પામે છે. સ=ો. યંકઆ (અસંગક્રિયા) જ્ઞાનવિજ્યાડમેમિ =જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિ–એકતારૂપ છે. (અને ) જનપિજી=આત્માના આનન્દ વડે આભીંજાયેલી છે. રે જે ક્રિયા કરતો હોય તેથી અન્ય ક્રિયામાં પ્રમોદ થવો તે