Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 132 ત્યાગાષ્ટક સહિત રત્નત્રયીને પરિણામ થાય છે તે ભેદરત્નત્રયીરૂપ છે. જે સકલ વિભાવના હેયપણાના અવકન વગેરેથી રહિત છે, તથા વિચારણા, સ્મરણ અને ધ્યાનાદિથી મુક્ત છે, એક સમયે જ સંપૂર્ણ આત્મધર્મના નિર્ધારણ, ભાસન અને રમણુતારૂપ નિવિકલ્પ સમાધિમય છે તે અભેદ રત્નત્રયીનું સ્વરૂપ છે. એ સંબધે ધ્યાનપ્રકાશમાં કહ્યું છે કે - जो य वियप्पो चिरकालिओ सपरोभयालंबणे होइ। जिट्टि व्व पुरस्स चलणे निमित्तगाही भवे तेइ / સ્વ, પર અને ઉભયના આલબમાં જે વિકલ્પ લાંબા કાળથી છે, તે આગળ ચાલવામાં લાકડીની પેઠે નિમિત્તરૂપે ઉપકારી થાય છે, તે ભેદ રત્નત્રયીને પરિણામ છે. एगसमयेण नियवत्थुधम्मंमि जं गुणतिगं रमई। परदव्वाणुवओगी निमित्तचाई अभेई सो॥ એક સમયે નિજ વસ્તુધર્મમાં જે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ ગુણ રમણ કરે છે તે પરદ્રવ્યના ઉપયોગ રહિત નિમિત્તને ત્યાગ કરનાર રત્નત્રયીને અભેદ પરિણામ છે. આવા અભેદરત્નત્રયીની પરિણતિવાળાએ પ્રયાસ અને આશંકા સહિત રત્નત્રયીના ભેદને પરિણામ ત્યાગ કરવા ગ્ય છે. गुरुत्वं स्वस्य नोदेति शिक्षासात्म्येन यावता। आत्मतत्त्वप्रकाशेन तावत्सेव्यो गुरूत्तमः॥५॥ 1 ચાવતાં=જ્યાં સુધી શિક્ષાસાનઃશિક્ષાને સમ્યક્ પરિણામથી.