Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 102 શમાષ્ટક પરિભ્રમણ કરે છે, તે જ આત્મા આત્મસ્વરૂપને ગ્રહણ કરવાથી તત્ત્વની સાથે એકતા થતાં વૃદ્ધિ પામતું શમરૂપ પૂર વિકારને મૂળથી ઉખેડી નાંખે છે. ज्ञानध्यानतपशील-सम्यक्त्वसहितोऽप्यहो। तं नाप्नोति गुणं साधुर्यमाप्नोति शमान्वितः // 5 // જ્ઞાન-તત્ત્વને અવધ, ધ્યાન-સજાતીય પરિણામની ધારા, ઈચ્છાના નિરોધ લક્ષણ બાર પ્રકારનો તપ, શીલબ્રહ્મચર્ય, સમ્યકત્વ-તત્વનું શ્રદ્ધાન, રૂચિ એટલા ગુણે વડે સહિત હોવા છતાં પણ સાધુ તે ગુણને પ્રાપ્ત કરતે નથી કે જે ગુણને સમગુણ વડે અલંકૃત પુરુષ પ્રાપ્ત કરે છે. તત્વના અવબોધરૂપ જ્ઞાન, પરિણામની સ્થિરતારૂપ ધ્યાન, ઈચ્છાને રેકવારૂપ તપ, શીલ-બ્રહ્મચર્ય, સમ્યકત્વતત્વની શ્રદ્ધા-ઈત્યાદિ ગુણ સહિત સમ્યગ્દર્શનાદિ રત્નત્રય વડે મોક્ષને સાધનાર સાધુ પણ જે નિરાવરણ–આવરણ રહિત કેવલજ્ઞાનાદિ ગુણને પ્રાપ્ત કરતો નથી તે ગુણને સમભાવરૂપ ચારિત્રવાળે પ્રાપ્ત કરે છે. અહીં જ્ઞાનાદિ ગણે આવરણ રહિત નિર્મલ કેવલજ્ઞાનનું પરંપરા કારણ છે અને શમ-કષાયના અભાવરૂપ યથાખ્યાત સંયમ કેવલજ્ઞાનનું નિકટવતી કારણ છે. અશ્વકર્ણ, સમીકરણ અને 1 જ્ઞાનધાનતપ: સ્વસતિઃ =જ્ઞાન, ધ્યાન, તપ, શીલ– બ્રહ્મચર્ય અને સમ્યવ સહિત. સાધુ-સાધુ. =પણ. અહો આશ્ચર્ય અર્થમાં વપરાય છે. તંત્રતે. જુf=ગુણને. ન માનોતિ પ્રાપ્ત કરતો નથી. ચં=જે ગુણને. સામાન્વિત:=શયુક્ત સાધુ. પ્રાપનોતિ=પ્રાપ્ત કરે છે. 2 નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે આત્માની વિશુદ્ધિથો