Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર mmmmmmmmmmmmmmmmmmonwnmamaran સ્વરૂપ પણ શાથી સમજી લેવું. વ અને પરના ભાવ પ્રાણને આઘાત નહિ કરવારૂપ ભાવ દયા, અને તેની વૃદ્ધિ અને તેના રક્ષણનું કારણ હોવાથી સવ પરના દ્રવ્ય પ્રાણને રક્ષણ કરવારૂપ દ્રવ્ય દયા પણ દયારૂપે આરેપિત છે–એમ 'વિશેષાવશ્યકભાષ્યમાં ગણધરવાદના અધિકારને વિશે કહ્યું છે. દ્રવ્ય દયા કારણરૂપ છે અને ભાવ દયા દયાધમરૂપ છે. એ પ્રમાણે ધ્યાનરૂપ વૃષ્ટિ-વરસાદ થવાથી દયારૂપ નદીનું શમ રૂપ પૂર વૃદ્ધિ પામે છે, સર્વ કષાયના પરિણામની શાનિત તે શમ એટલે રાગદ્વેષને અભાવ તે રૂપ પૂર વધે છે ત્યારે વિકાર-કામક્રોધાદિ અશુદ્ધ આત્માના પરિણામ છે તે રૂપ કાંઠાના ઝાડનું મૂલથી ઉમૂલન થાય છે. એથી ધ્યાન ગથી દયાનદીનું સમભાવરૂપ પૂર વધે છે, અને તે વધતુ જતું પૂર કામક્રોધાદિરૂપ નદીના કિનારાના વૃક્ષોનું ઉચ્છેદન કરે છે–એ બતાવ્યું. આ આત્મા વિષય-કષાયના વિકારથી પીડિત થએલો સ્વગુણને આવરણ કરનારા કર્મના ઉદયથી 1 પાંચ સમિતિ અને ત્રણ ગુણિયુક્ત, સર્વથા જીવરક્ષાના પરિણામવાળા જ્ઞાની અહિંસક છે અને તેથી વિપરીત લક્ષણવાળા હિંસક છે, કારણ કે તેના અશુભ પરિણામ છે. * જે અશુભ પરિણામ છે તે નિશ્ચય નયથી હિંસા છે. તે કઈ વાર બાહ્ય જીવવાની અપેક્ષા રાખે છે અથવા રાખતા નથી. કારણ કે બાહ્ય નિમિત્ત અનૈકાતિક છે. બાહ્ય જીવઘાત થવા છતાં પણ અહિંસક હોય છે અને બાહ્ય જીવઘાત ન હોવા છતાં પણ હિંસક હોય છે. અશુભ પરિણામ પૂર્વક જે જીવને ઘાત થાય છે તે હિંસા છે. જેને અશુભ પરિણામ નિમિત્તરૂપ નથી તેને જીવઘાત થવા છતાં હિંસા નથી. જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગા. 1765-1767