Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 108 ઈન્દ્રિયજયાષ્ટક જે તું સંસારથી ભય પામે છે અને મોક્ષના લાભને ઈચ્છે છે તે ઇન્દ્રિયને જય કરવાને માટે સ્કાર-દેદીપ્યમાન પરાક્રમને ફરવ, શમભાવને પ્રાપ્ત કરવામાં અન્તરાય કરનાર ઈન્દ્રિયોના સુખની અભિલાષા છે, તેથી ઇન્દ્રિયને જય કરવાથી જ શમભાવની સ્થિતિ ઘટે છે, માટે ત્યારબાદ ઈન્દ્રિયજયાષ્ટકનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં સર્વ પ્રકારના પરમ ઐશ્વયંના વેગથી 'ઈન્દ્રજવ, તેનું લિંગ-ચિ તે ઈન્દ્રિય. ઈન્દ્રિય જીવને સૂચવે છે, પ્રદશિત કરે છે, જણાવે છે, પ્રગટ કરે છે તેથી તે જીવનું ચિ છે. જીવ ઈન્દ્રિય દ્વારા વિષયને જાણે છે તેથી જીવમાં જ્ઞાયકપણું સિદ્ધ થાય છે. તેની સિદ્ધિમાં “ઉગાઢક્વો નીવો “ઉપયોગ લક્ષણવાળે જીવ છે તેથી જીવની સિદ્ધિ થાય છે. ઈન્દ્રિયે બે પ્રકારે છે– કન્સેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યેન્દ્રિયના બે પ્રકાર છે– 1 ફુન્ ધાતુને અર્થ ઐશ્વર્યવાળા થવું એવો થાય છે. ર ઈન્દ્રિયોના કન્દ્રિય અને ભાવેન્દ્રિય એ બે પ્રકાર છે. બેન્દ્રિય પુદગલરૂપ છે અને ભાવેન્દ્રિય આત્મિક પરિણામરૂપ છે. કન્દ્રિયના બે પ્રકાર છે-નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિના બે ભેદ છે. બાહ્ય નિર્વત્તિ અને અભ્યન્તર નિવૃત્તિ. ઇન્દ્રિયોને નાક કાન વગેરે બાહ્ય આકાર તે બાહ્ય નિવૃત્તિ. અને વિષય ગ્રહણ કરવાની શક્તિ સહિત સ્વચ્છ પુદ્ગલોથી બનેલો અંદરને આકાર તે અભ્યત્તર નિર્ધાત્તિ. અભ્યન્તર નિવૃત્તિની વિષય ગ્રહણ કરવાની શક્તિરૂપ ઉપકરસેન્દ્રિય કહેવાય છે. ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગ એ બે પ્રકારે છે. મતિજ્ઞાનાવરણાદિ કર્મના પશમથી થએલી, આત્માની પિતાના વિધ્યને ગ્રહણ કરવાની શકિત તે લબ્ધીન્દ્રિય અને સ્પર્શદિ વિષયને