Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 119 જે પતંગિયાં, ભ્રમર, મત્સ્ય, હાથી અને સારંગહરણ એક એક ઈન્દ્રિયના દોષથી મરણરૂપ માઠી દશાને પામે છે, તે દોષવાળી પચે ઇન્દ્રિય વડે શું ન હોય? પતંગ રૂપમાં આસક્ત છે, મીન–મસ્ય રસમાં આસક્તિવાળો છે, ભ્રમર ગન્ધમાં આસક્ત છે, હાથી સ્પર્શમાં આસક્ત છે અને હરણ શબ્દમાં આસક્તિવાળે છે. એ પ્રાણુઓ એક એક ઈન્દ્રિયના દોષથી દુષ્ટ-દીન અવસ્થાને પામે છે એટલે મૃત્યરૂપ માઠી દશાને પ્રાપ્ત થાય છે, તે દોષવાળી પાંચે ઈન્દ્રિયે હોય તે તેથી શું દુઃખ ન થાય? આ હેતુથી જ મહાન ચકવર્તી, વાસુદેવ, માંડલિક રાજાઓ અને કંડરીક વગેરે વિષયેથી બ્રાન્તચિત્તવાળા નરકમાં દીન અવસ્થાને પ્રાપ્ત થએલા છે. વધારે શું કહેવું? માટે વિષયરૂપ વિષને પ્રસંગ કરવા ગ્ય નથી. विवेकद्वीपहर्यक्षः समाधिधनतस्करैः। इन्द्रियोंन जितोऽसौ धीराणां धुरि गण्यते // 8 // વિવેકરૂપે હાથીને હણવાને સિંહ સમાન અને નિર્વિકલ્પ ધ્યાનરૂપ સમાધિધનને લુંટવાને તસ્કર-ચારરૂપ ઇન્દ્રિવડે જે જિતાયો નથી, ઇન્દ્રિયોને વશ થયો નથી, તે ધીર પુરુષોમાં મુખ્ય ગણાય છે. સ્વ અને પરના ભેદજ્ઞાનરૂપ હાથીને મારવામાં સિંહ સમાન, સ્વરૂપાનુભવના સુખમાં સ્થિરતા રૂપ સમાધિધનને 1 વિઘા =વિવેકરૂપ હાથીને હણવાને હર્યક્ષ-સિંહ સમાન. સમાધિનત સમાધિરૂપ ધનને લુંટવાને ચેરના જેવી. ન્દ્રિ =ઈન્દ્રિયો વડે. =જે. ન નિત જિતાયો નથી. સતે. ધીરા = ધીર પુરુષોની. પુરિ=આદિમાં. આખ્ય ગણાય છે.