Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ શિમાષ્ટક શમ–ઉપશમ રસના વર્ણન કરનારા સુભાષિત રૂ૫ સુધા-અમૃત વડે જેઓનું મન રાત્રિ-દિવસ સિંચાલું છે તેઓ કદી પણ રાગરૂપ સર્પના વિષના તરંગે વડે બળતા નથી, જે મહાત્માઓનું મન શમ-કષાના અભાવરૂપ ચારિત્રપરિણામના સૂક્ત-સુભાષિત રૂપ અમૃત વડે રાતદિવસ સિંચાએલું હોય છે તેઓ રાગ-આસક્તિ રૂપ સપના વિષની ઊર્મિ–તરંગે વડે કદાપિ બળતા નથી. રાગરૂપ સર્વે જગતના બધા જીવોને ડસેલા છે અને તેના ઝેરના તરગે વડે ભાન ભૂલીને 'ઈષ્ટ વસ્તુના સંયોગ અને અનિષ્ટ વસ્તુના વિયેગની ચિન્તાથી ભમે છે. બહુ પ્રકારની ભવિષ્યકાળની ચિન્તાઓ યુક્ત કલ્પનાઓ કરે છે, જગતના એઠવાડ રૂપ અનેક પ્રકારના પુગલસ્કન્ધને સંગ્રહ કરે છે, બહુ પ્રકારે ધન મેળવવાના ઉપાયોની યાચના કરે છે, કુવામાં પેસે છે, વહાણમાં બેસી દરિયાની મુસાફરી કરે છે, અહિતકારી દ્રવ્યાદિ વસ્તુઓને હિતકારી માને છે, પરંતુ જ્યારે તેઓ જગતના ઉપકાર કરનારા તીર્થકરનાં વા સાંભળીને સમતારૂપ ધનને પ્રાપ્ત થાય છે ત્યારે સ્વરૂપાનન્દના ભેગી થઈને સ્વભાવનું જ્ઞાન, સ્વભાવમાં રમણતા અને સ્વભાવના અનુભવ વડે હમેશાં અસંગ ભાવમાં મગ્ન થઈને આત્મગુણરૂપ નન્દન વનમાં વિચારે છે. માટે સર્વ પરભાવની તન્મયતેને છોડીને અને રાગદ્વેષરૂપ વિભાવપરિણતિને દૂર કરી શમભાવ પ્રાપ્ત કરવા યોગ્ય છે. 1 આર્તધ્યાનના ચાર પ્રકાર છે-ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ, રોગચિન્તા અને અગ્રશિૌચ-ભવિષ્યની ચિન્તાયુક્ત કલ્પના.