Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 114 ઇન્દ્રિયજયાષ્ટક હજારે નદીઓ વડે ન પૂરી શકાય એવા સમુદ્રના ઉદરપેટ સમાન ઇન્દિને સમૂહ વત થતો નથી, એમ જાણી હે વત્સ! અન્તરાત્મા વડે સમ્યક શ્રદ્ધાન કરી તપ્ત થા. ' હે ભવ્ય ! આ ઈન્દ્રિયોને સમૂહ કદી પણ તૃપ્ત થતા નથી, કારણ કે નહિ ભેગવેલા વિષયમાં ઈચ્છા થાય છે, ભગવાતા વિષયોમાં મમતા થાય છે અને પૂર્વે ભેગવેલા વિષયોનું સ્મરણ થાય છે એ પ્રમાણે ત્રણે કાળમાં અશુદ્ધ પ્રવૃત્તિ ચાલુ છે. માટે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થએલાને તેનાથી તૃપ્તિ થતી નથી. જે ઈન્દ્રિયોને સમૂહ હજારો નદીઓના પૂર વડે ન પૂરાઈ શકે એવા સમુદ્રના ઉદર સમાન છે. આ હેતુથી ઇન્દ્રિયોની અભિલાષા પૂરવા છતાં અપૂર્ણ રહે છે અને તે શમ અને સંતોષથી જ પૂર્ણ થાય છે. તે માટે આ હિતોપદેશ છે હે ઉત્તમ પુરૂષ ! અન્તરાત્માથી-આત્માના અન્તગત સ્વરૂપથી જ તૃપ્ત થા. કારણ કે આત્મસ્વરૂપના અવલમ્બન સિવાય તૃષ્ણાને ક્ષય થતો નથી. આ જીવ સંસાર–ચકમાં ગ્રહણ કરેલા પર ભાવેને આત્મસ્વરૂપે માનતે “શરીર જ આત્મા છે એમ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ કરીને મોહથી ઘેરાયેલે બહિરાતમાં અનન્ત પુદ્ગલ પરાવર્ત કાળ સુધી ભમે છે, અને તે જ નિસર્ગ–સ્વભાવ અને અધિગમ-ગુરુના ઉપદેશાદિ બાહ્ય નિમિત્તથી સ્વ અને પરને વિવેક કરવા વડે હું શુદ્ધ આત્મ શકે એવા સમુદ્રના પેટ જેવો વિગ્રામ =ઈન્દ્રિયોને સમુદાય. તૃત્તિમાન=તૃપ્ત. (તે) ન=નથી. (માટે) અન્તરામના=અન્તર આભ વડે તૃH:સંતાજી. મકથા.