Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 100 શમાપક ધ્યાનરૂપ વૃષ્ટિથી દયારૂપ નદીનું શમરૂપ પૂર વૃદ્ધિ પામે છે ત્યારે વિકાર-ચિત્તના અન્યથા ભાવરૂપ કાંઠાના વૃક્ષનું મૂળથી જ ઉમૂલન થાય છે, ધ્યાન-ધર્મધ્યાન અને શુક્લધ્યાન-એ પ્રશસ્ત ધ્યાન લેવાં. અન્તમુહૂર્ત સુધી ચિત્તની એક વિષયમાં સ્થિતિ તે ધ્યાન. કહ્યું છે કે"अंतोमुहुत्तमित्तं चित्तावत्थाणमेगवत्थुम्मि / छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु"॥ __ ध्यानशतक गा० 3 “અન્તમુહૂર્ત સુધી એક વસ્તુમાં ચિત્તનું રહેવું તે ધ્યાન છઘોને હોય છે અને યોગના નિધરૂપ ધયાન જિન-કેવલજ્ઞાનીને હેય છે.” અહીં ધ્યાનના નિમિત્તરૂપ દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપને વિશે અભુતપણુ વગેરે યુક્ત ચિત્તની તન્મયતા તે ધમ ધ્યાન. તેના ચાર પ્રકાર છે–૧ આજ્ઞાવિચ, 2 અપાયવિચય, 3 વિપાકવિચય અને 4 સંસ્થાનવિચય. તેમાં શ્રી જિનની આજ્ઞાનું નિર્ધારણ કરવું તે સમ્યગ્દર્શનારૂપ છે. જિનેન્દ્ર કથિત આજ્ઞાનું અનન્તપણું, પૂર્વાપર અવિરેધીપણું ઈત્યાદિ સ્વરૂપને વિશે ચમત્કારપૂર્વક ચિત્તની સ્થિરતા તે આજ્ઞાવિય ધર્મધ્યાન. એ પ્રમાણે રાગદ્વેષાદિ અપાયરૂપ છે, કર્મના પરિણામનું ચિન્તન અને લોકના સ્વરૂપની વિચારણા ઈત્યાદિનું નિર્ધારણ, ભાસન અને પૂર્વના અનુભવ સહિત ચિત્તની સ્થિરતા તે અનુક્રમે અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિય ધર્મધ્યાન છે. એમ શુકલધ્યાનનું