Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર છે એ જ્ઞાનનો પરિપાક-શુદ્ધ પરિણામ તે શમ કહેવાય. છે. એથી જ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એ પાંચ પ્રકારના રોગમાં સમતા નામે ચોથો યેગને ભેદ કહ્યો છે. પાંચમા જ્ઞાનાષ્ટકના કથન પછી છઠ્ઠા શમાષ્ટકને પ્રારંભ કરાય છે. જ્ઞાની જ્ઞાનવડે ક્રોધાદિથી ઉપશાન્ત થાય છે, એથી ત્યારબાદ શમાષ્ટક કહેવામાં આવ્યું છે. આત્માની કષાયાદિના યોપશમાદિથી ઉત્પન્ન થએલી પરિણતિ સ્વભાવપરિણામ રૂપે પરિણમે છે, પણ ક્રોધાદિરૂપ સંતપ્તભાવે પરિણમતી નથી તે શમ કહેવાય છે. તેમાં નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. એટલે કેઈનું શમ એવું નામ પાડવામાં આવે તે નામ શમ. શમવાળા મુનિની પ્રતિકૃતિ-ચિત્ર, મૂતિ વગેરે તે સ્થાપના શમ. અસમાધિને પરિણામ હોવા છતાં પ્રવૃત્તિને સંકેચ કરે તે દ્રવ્યશમ, શમના સ્વરૂપને જાણતા હોવા છતાં પણ તેમાં ઉપયોગરહિત તે આગમથી દ્રવ્યશમ. માયા વડે લબ્ધિની સિદ્ધિ વગેરે માટે કે દેવગત્યાદિ માટે 'ઉપકાર, અપકાર કે વિપાક ક્ષમાદિથી ક્રોધને ઉપશમ એ પણ દ્રવ્ય 1 ઉપકારી, અપકારી, વિપાક, વચન અને ધર્મોત્તર–એ પાંચ પ્રકારની ક્ષમા છે. “આ મારો ઉપકારી છે, તે તેના દુર્વચનાદિ સહન કરવા યોગ્ય છે એમ સમજી ઉપકારીને વિશે ક્ષમા રાખવી તે ઉપકારક્ષમા. હું તેના દુર્વચનાદિ નહિ સહન કરું તે તે મારો અપકાર કરશે' એ ભાવનાથી અપકારીને વિશે ક્ષમાને પરિણામ તે અપકારી ક્ષમા. નરકાદિ દુર્ગતિમાં કર્મના ફળનો અનુભવ કરવો પડશે એવા વિચારથી દુખથી ભીરુ હેવાને લીધે ક્ષમાને પરિણામ થવો તે વિપાકક્ષમા “ક્રોધ ન કરો' ઇત્યાદિ આગમને અવલંબીને ક્ષમાને