Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ શમાષ્ટક આથી વાસ્તવિક રીતે મરણનું નિવારણ કરનાર અને સર્વ રેગની મુક્તિનું કારણ રસાયન જ્ઞાન છે અને તાવિક દષ્ટિથી જોતાં અનુભવ વડે ચમત્કારી જ્ઞાન જ છે. તેથી યથાર્થ બેધસ્વરૂપ અને પરભાવના ત્યાગરૂપ લક્ષણવાળું આત્મજ્ઞાન પરમ ઉપાદેય છે. અનાદિ પરભાવની પરિણતિવાળા, મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમમાં મૂઢ થએલા જીવની, પરભાવથી ઉત્પન્ન થએલી, આત્મસ્વરૂપને રેધ કરનારી પરિણતિને તવરૂપે અંગીકાર કરતો પરભાવમાં માહિત થએલો જીવ સૂક્ષ્મનિદાદિ ચૌદ જીવસ્થાનકોમાં ભમે છે અને તવજ્ઞાનરૂપ અમૃતના પરિણામવાળે આત્મા મિથ્યાત્વાદિ દોષને દૂર કરીને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની સ્થિતિને પ્રાપ્ત થઈ સ્વરૂપના અનુભવજન્ય આનન્દયુક્ત અને સર્વ દોષથી રહિત થાય છે. એથી જ્ઞાન એ અમૃત, અને રસાયનરૂપ છે, અને તેથી તેને માટે જ ઉદ્યમ કરે જોઈએ એમ જણાવ્યું. 6 शमाष्टकम् / विकल्पविषयोत्तीर्णः स्वभावालम्बनः सदा। ज्ञानस्य परिपाको यः स शमः परिकीर्तितः॥१॥ ચિત્તના વિભ્રમરૂપ વિકલ્પના વિષયથી નિવૃત્ત થએલ અને નિરન્તર આત્માના શુદ્ધ સ્વરૂપનું આલંબન જેને 1 વિશ્વવિદ્યોત્તીર્ણ =વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ. સવા= નિરન્તર. માવાન =આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન જેને છે એવો. જ્ઞાન=જ્ઞાનને. =જે. પરિપા=પરિણામ. સઃ=ો. રામ = સમભાવ. પરિર્તિત =કહેલો છે.