Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ " સામસાર જ્ઞાનસાર ~~~~ ~~ miminimuonnon કર્મકૃત વર્ણાશ્રમાદિ ભેદને નહિ ઈચ્છતો, દ્રવ્યાસ્તિક નયના મતે બ્રહ્મના અંશ-ચેતન્ય સત્તા વડે સમ-એકરૂપ વાળા ચરાચર જગતને આત્માથી અભિન્નપણે જે જુએ છે એ ઉપશમવાળે ગી ક્ષગામી થાય છે. ભગવદગીતામાં પણ કહ્યું છે કેविद्याविनयसंपने ब्रामणे गवि हस्तिनि / शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः॥ इहैव तैजितः सर्गों येषां साम्ये स्थितं मनः / निदोष हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः॥ નીતા 0 5, શો 28-21 વિદ્યા અને વિનયવાળ બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કતરામાં અને ચંડાળમાં જ્ઞાની પુરૂષ સમદષ્ટિવાળા હોય છે. જેઓનું મન સમભાવમાં રહેલું છે તેઓએ અહીં જ સંસારને જીત્યો છે, કારણ કે બ્રહ્મ નિર્દોષ અને એક સ્વરૂપ છે, તેથી તેઓ બ્રહ્મ-પરમાત્મામાં રહેલા છે. એટલી વિશેષતા છે કે ત્યાં એકાત અભેદ કહે છે અને અહીં નયના ભેદે નયની વાસના માર્ગાનુસારી છે. કર્મથી થએલા હીનાધિકપણાના ભેદને નહિ ઈચ્છતા એટલે કમના ઉદયથી થએલ ગતિ, જાતિ, વર્ણ, સંસ્થાન, બ્રાહ્મણ, ક્ષત્રિયાદિની વિવિધતાને તથા જ્ઞાન–વીર્યના ક્ષપશમરૂપ કાર્યની વિવિધતાને નહિ ઈચ્છતે, ઉદયથી અને આવરણના ક્ષપશમથી ભેદ હોવા છતાં પણ ચૈતન્યરૂપ બબના અંશ વડે, અથવા વ્યાસ્તિક નયથી અસ્તિત્વ,