Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ રામાક ~ ~~~~~~~~~~~ ~~~~~~~ ~~~~ ~ ~ શમ કહેવાય છે. તે ઉપશમના સ્વરૂપમાં જે ઉપગને પરિ. ણામ તે આગમથી ભાવશમ કહેવાય છે. મિથ્યાત્વને ત્યાગ કરીને યથાર્થજ્ઞાનપૂર્વક ચારિત્રમેહનીયના ઉદયને અભાવ હેવાથી ક્ષમાદિ ગુણને પરિણામ તે ને આગમથી ભાવશમ છે. શમ લૌકિક અને લોકેત્તર એમ બે પ્રકારે છે. લૌકિક શમ વેદાન્તાદિ દર્શનવાળાને હોય છે અને જૈન પ્રવચનને અનુસરે આત્માનાં શુદ્ધ સ્વરૂપને વિશે રમણ કરવું તે લોકોત્તર શમ. પ્રથમના નગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર એ ચાર નયની અપેક્ષાએ ભાવક્ષમાદિ સ્વરૂપ ગુણના પરિણમનનું કારણ મન વચન કાયાને સંકેચ, વિપાકનું ચિન્તન અને તત્વજ્ઞાનની ભાવના વગેરે શમ કહેવાય છે. છેલ્લા ત્રણ નયની અપેક્ષાએ કષાયના પશમાદિથી થએલ ક્ષમાદિને પરિણામ. તેમાં શબ્દનયની અપેક્ષાથી ક્ષપકશ્રેણિના મધ્યવતીને, સમધિરૂઢનયની અપેક્ષાએ સૂક્ષ્મ કષાયના ઉદયવાળા સૂફમસં૫રાય ગુણસ્થાનકવાળાને અને એવંભૂતનયની અપેક્ષાએ ક્ષીણમે હાદિને શમ હોય છે. અહીં તાત્પર્ય એ છે કે ચિન્તા, સ્મૃતિ, વિપાક અને ભયાદિના કારણથી કે અન્ય કોઈ ક્ષયપશમભાવાદિના સાધનથી ક્ષાયિક શમ સાધ્ય છે. એ પ્રમાણે શમની પરિણતિ કર્તવ્ય છે. કારણ કે એ આત્માને મૂળ સ્વભાવ છે અને મૂળ ધર્મનું પરિણમન હિતાવહ છે. તે જ કારણથી પરિણામ તે વચનક્ષમા. શરીરને છેદ દાહ વગેર થાય તે પણ બીજને પકાર કરનાર સહજ ભાવે થએલે ક્ષમાને પરિણામ તે ધર્મોત્તરક્ષમા કહેવાય છે. જુઓ દશમ ષોડશક ગા. 10