Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનાયક स्वद्रव्यगुणपर्यायचर्या वर्या पराऽन्यथा / इति दत्तात्मसंतुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुनेः // 5 // પિતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પિતાના શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણમાં અને પિતાના શુદ્ધ અર્થ અને વ્યંજન પર્યાયમાં ચર્યા-પરિણતિ શ્રેષ્ઠ છે, અને પરદ્રવ્ય, ગુણ અને પર્યાયમાં ગ્રહણ અને ઉત્પત્તિરૂપ પરિણતિ અન્યથા–શ્રેષ્ટ નથી. એ પ્રમાણે જેણે આત્માને સંતોષ આપે છે એવી મુષ્ટિજ્ઞાનની-સંક્ષેપથી રહસ્યજ્ઞાનની સ્થિતિ-મર્યાદા મુનિને હોય છે. એ સંબધે કહ્યું છે કેમામૈવ રન-શાન-નિવાર્થથવા " ઈત્યાદિ, અથવા મુનિને દર્શન, જ્ઞાન અને ચારિત્ર આત્મા જ છે. જ્ઞાનાદિ ગુણને આશ્રય રૂપ શુદ્ધ આત્માને વિશે, એક દ્રવ્યમાં રહેલા સહભાવી અનઃ પર્યાય વડે સહિત જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ સ્વગુણમાં અને દ્રવ્ય અને ગુણ ઉભયના આશ્રયે રહેલા અર્થ અને વ્યંજનાદિ ભેદવાળા સ્વપર્યાયને વિશે ચર્યા–તન્મયતાની પરિણતિ તે શ્રેષ્ઠ છે. કારણ કે સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયમાં પરિણતિ તે આત્માને હિતકારક છે. એ સંબધે કહ્યું છે કે - 1 સ્વચળ પર્યાયપેતાના દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં ચર્યા–પરિણતિ. =બેક. =અન્ય પરિણતિ. અન્યથા અન્ય પ્રકારે. ફતિ એમ. મુ=મુનિની. રત્તાત્મસંતુષ્ટિ આપે છે આભાને સંતોષ જેણે એવી. મુષ્ટિજ્ઞાનરથતિ =સંક્ષેપમાં રહસ્યજ્ઞાનની મર્યાદા. (છે.) ર વર્તમાન કાળના પર્યાય તે અર્થ પર્યાય અને વૈકાલિક પર્યાય તે વ્યંજન પર્યાય. જેમકે માટી તે વ્યંજન પર્યાય અને ઘટ તે અર્થપર્યાય.