Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનાશક પ્રમાણ કરે છે, અને તેમ કરીને અશુભ કર્મના ચાર સ્થાનકવાળા અનુભાગ-રસને બેસ્થાનકવાળે કરે છે અને શુભ કર્મના બે સ્થાનકવાળા રસને ચાર સ્થાનકવાળે કરે છે. તથા સુડતાળીશ ધ્રુવબંધી પ્રકૃતિને બાંધતે આયુષ સિવાય પિતપોતાના ભવને ગ્ય પરાવર્તમાન શુભ પ્રકૃતિઓને જ બન્ધ કરે છે કારણ કે અત્યન્ત વિશુદ્ધ પરિણામવાળે આયુષનો બન્ધ કરતું નથી. માટે “આયુષ સિવાય’ કહ્યું છે. જે તિર્યંચ અને મનુષ્ય હોય તે પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કરતાં દેવગતિને એગ્ય શુભ પ્રકૃતિએ જ બાંધે છે. જે દેવ અને નારક હોય તે પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કરતાં મનુષ્યગતિને વેગ્ય શુભ પ્રકૃતિઓ બાંધે છે. સાતમી નરક પૃથિવીને નારક હોય તે તિર્યંચગતિ એગ્ય તિર્યંચદ્ધિક અને નીચગેત્રને બંધ કરે છે. વળી જે પ્રકૃતિને બધ કરે છે તેની અન્તઃકટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બાંધે છે, અધિક બાંધતે નથી. યોગને લીધે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય પ્રદેશ બન્ધ કરે છે એટલે ઉત્કૃષ્ટ યુગમાં વતતે ઉત્કૃષ્ટ, મધ્યમ વેગમાં વતને મધ્યમ અને જઘન્ય ગે 1 બન્ધહેતુઓના સર્ભાવમાં જેને અવશ્ય બન્ધ થાય છે તે ધ્રુવ બધિની પ્રકૃતિ કહેવાય છે, પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, મિથ્યાત્વ, સોળ કષાય, ભય, જુગુપ્સા, તેજસ નામ, કામણ નામ, વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ અને પાંચ અન્તરાય—એ સુડતાળીશ ધ્રુવબધિની પ્રકૃતિઓ છે. ર બન્ધ અને ઉદયમાં પરસ્પર વિરૂદ્ધ પ્રવૃતિઓ પરાવર્તમાન કહેવાય છે. જેમકે મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચગતિ અને નરકગતિનામ, એ બન્ધમાં અને ઉદયમાં પરાવર્તમાન પ્રકૃતિ છે.