Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ આ શાનદાર AMAA સંક્ષિપણું અને પર્યાપ્તપણુરૂપ ત્રણ લબ્ધિઓ વડે સહિત અથવા ઉપશમલબ્ધ, ઉપદેશશ્રવણલબ્ધિ અને ત્રણ કરણના હેતુભૂત ઉત્કૃષ્ટ યુગલબ્ધિ-એ ત્રણ લબ્ધિવાળો આત્મા યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ પહેલા પણ અન્તમુહૂર્ત સુધી પ્રતિસમય અનન્તગુણ વૃદ્ધિ વડે વિશુદ્ધ થતા ચિત્તના પરિણામવાળે હેાય છે. તે ગ્રન્થિને પ્રાપ્ત થયેલા અભવ્ય જીવની વિશુદ્ધિ કરતાં વિશુદ્ધ છે. ત્યાર બાદ તેથી અનન્તગુણ વિશુદ્ધિવાળે થઈ મતિ, કૃત અને વિભંગ જ્ઞાનમાંથી કઈ પણ સાકાર ઉપગમાં વર્તતો, ત્રણ વિશુદ્ધ લેસ્થામાંની કેઈ પણ એક લેસ્થાના પરિણામવાળો, જઘન્યથી તે જેલેશ્યાના, મધ્યમપણે પદ્મશ્યાના અને ઉત્કૃષ્ટપણે શુક્લલેશ્યાના પરિણામવાળો પૂર્વે આયુષ સિવાયના સાત કમની સ્થિતિને અન્ત:કેટકેટી સાગરોપમ - 1 આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોસ, ભાષા અને મન એ છ પર્યાપિઓ છે. તેમાં જે જીવે પોતાના ભવને યોગ્ય જેટલી પર્યાપ્તિઓ છે તેટલી પૂરી કરી લીધી છે તે પર્યાપ્ત કહેવાય છે, બાકીના અપર્યાપ્ત કહેવાય છે. 2 જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અન્તરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કટાકેદી સાગરેપમ પ્રમાણ છે, મોહનીયકર્મની સિત્તેર કટાકેદી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, નામ અને ગેત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ કટાકેદી સાગરોપમ પ્રમાણ છે, અને આયુષ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપની છે. તેમાં આયુષ સિવાયનાં બાકીનાં સાત કર્મની સ્થિતિનો ક્ષય કરી પલ્યોમને અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કેટકેટી સાગરેપમ પ્રમાણ સ્થિતિ બાકી રાખે તે અન્ત ટાકેદી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કહેવાય છે.