Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ શાનાકે અનન્તગુણ છે. તેથી બોજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનન્તગુણ છે. ત્યારબાદ તેજ બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનન્તગુણ છે. એ પ્રમાણે પ્રતિસમય છેલ્લા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સુધી કહેવું. અપૂર્વ એવા કરણ–સ્થિતિઘાતાદિ જેને વિશે છે તે અપૂર્વકરણ. તે આ પ્રમાણે-અપૂર્વકરણમાં પ્રવેશ કરતે પ્રથમ સમયે જ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અન્ય સ્થિતિબન્ધને એક સાથે આરંભ કરે છે. તેમાં સત્તાગત કર્મની સ્થિતિના અગ્રભાગથી ઉત્કૃષ્ટ સાગરોપમપૃથકત્વ-ઘણું સેંકડે સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી ૫૫મના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને ઉખેડે છે. ઉખેડીને નીચે જે સ્થિતિને ખંડન કરવાની નથી તેમાં પ્રતિસમય તે કમંદલિકને નાખે છે. અન્તમુહૂર્ત કાલમાં તે સ્થિતિખંડ સંપૂર્ણ ખાલી કરી નાંખે છે. એ પ્રમાણે બીજે, ત્રીજે એમ હજારે સ્થિતિખંડેને ઘાત કરે છે. આથી અપૂર્વકરણના પ્રથમ સમયે જે સત્તાગત સ્થિતિ હતી તેનાથી તેના છેલ્લા સમયે સંખ્યાતગુણ હીન સ્થિતિ રસઘાત-અશુભ પ્રકૃતિઓને સત્તાગત જે રસ છે તેને અનન્તમ ભાગ છોડીને બાકીના અનન્ય અનુભાગના અશેને નાશ કરે છે. ત્યારબાદ બાકી રહેલા રસને અનન્ત ભાગ છેડીને બાકીના અનુભાગને નાશ કરે છે. એ પ્રમાણે હજારે અનુભાગખંડેને એક સ્થિતિખંડમાં નાશ થાય છે અને એવા હજારે સ્થિતિખંડ વડે બીજું અપૂર્વકરણ સમાપ્ત થાય છે. અન્યસ્થિતિબન્ધ-સ્થિતિબંધને કાળ અપૂર્વકરણના પ્રથમ સમયે અન્ય-અપૂર્વ