Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર અને જીવિત સફલ છે, એથી જ જેમ હંસ માન સરોવરમાં મગ્ન રહે છે તેમ જ્ઞાની પુરુષ જ્ઞાનને વિશે મગ્ન રહે છે. निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः / तदेव ज्ञानमुस्कृष्टं निर्वन्धो नास्ति भूयसा // 2 // એક પણ મોક્ષના સાધનભૂત પદ-વચનની જે વારંવાર ભાવના કરાય, એથી આગમ અને શ્રતયુક્તિથી મનનું વારંવાર સ્મરણ રૂ૫ નિદિધ્યાસન બતાવ્યું, તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. કારણ કે તેથી તત્ત્વજ્ઞાન ઉપજે છે. સામાયિક પર ભાવની ભાવનાથી અનન્ત સિદ્ધ થએલા શાસ્ત્રમાં સાંભનીએ છીએ. ઘણું ભણવાનો આગ્રહ નથી. ભાવનાશાન થર્ડ હોય તો પણ ઘણું છે અને તે વિના ઘણું જ્ઞાન તે શુકશાહરૂ૫ છે. સમસ્ત કર્મના લયને નિર્વાણ અથવા મોક્ષ કહેવાય છે. તેના સાધનભૂત એક પણ સ્વાદુવાદસાપેક્ષ પદની વારંવાર આત્માના તન્મયપણથી જે ભાવના કરાય, એટલે વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા(મનન), ધર્મચિન્તન, પરિશીલન, નિદિધ્યાસનરૂપે કરવું, કતપણું, કાર્યપણું, કારણપણું, આધારપાણું, આસ્વાદ, વિશ્રામ અને સ્વરૂપમાં એક્તા કરાય તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. જેથી આત્મા સ્વરૂપમાં લીન થાય છે. અનાદિ કાળથી નહિ અનુભવેલા આત્મસુખને અનુભવે છે. તેવા એક પદને પણ અભ્યાસ, તેની વારંવાર 1 એક પિકપણ નિપરં મેક્ષનું સાધન પદ, ગુરુ= વારંવાર. માવ્યવિચારાય છે. તવ=તે જ. સાનં=જ્ઞાન. ૩ણં શ્રેષ્ઠ છે. મય=ઘણું જ્ઞાન વડે નિ :=આગ્રહ. નાહિત નથી.