Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005719/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંત સાર સાગર શ્રી દેવેંદ્રસૂરિ વિરચિત શ્રુતધર સ્થવિર મહર્ષિ રચિત અવસૂરિ સહિત છે દિનાકર વિવેચન સહિત ગુજરાતી ડાવાનુ ૯ Page #2 -------------------------------------------------------------------------- ________________ E & ! = = = = ૦ = ધરણંદ્ર-પદ્માવતી સંપૂજિતાય ૩ શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીર સૂરિભ્યો નમ: મેં નમ: સિદ્ધાંત સાર સાગર શ્રી દેવેંદ્રસૂરિ વિરચિત મૃતધર સ્થવિર મહર્ષિ રચિત અવસૂરિ સહિત ૭૦e o. ૦ = ૦ ૦ ૦ s_ શ્રાદ ૦ ૦ ૦ 0 s Pa = ૦ ૦ ૦ = ૦ વિવેચન સહિત ગુજરાતી ભાવાનુવાદ ૦ = ૦ ૦ = ૦ ૦ = ૦ = ૦ , 9 . .૦ P. 2. S. . ૧૦ ૦૦ E ૦ . ૦ ૦. ભાવાનુવાદ - વિવેચનકાર સિદ્ધાંત મહોદધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ સૂરીશ્વરજી મહારાજાના પાલંકાર પરમગાતાર્થ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય હીર સૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિતશેખર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજ as = ૦ ૦િ છે. હe @ @ @ e ed a The ? ' ' છે જ ? છે Page #3 -------------------------------------------------------------------------- ________________ WAY WAY સંશોધક સિદ્ધહસ્ત લેખક પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સંપાદક વિદ્વદ્ઘર્ય પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાના शिष्यरत्न पूभ्य भुनिरा श्री ધર્મશેખર વિજયજી મહારાજ પ્રકાશક श्री अरिहंत खाराधङ ट्रस्ट હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, મુંબઈ - ભિવંડી આગ્રા રોડ, ભિવંડી - ૪૨૧ ૩૦૫ ફોન - (૦૨૫૨૨) ૩૨૨૬૬, ૩૩૮૧૪ प्रथम आवृत्ति સંપૂર્ણ આર્થિક સહયોગ નયનબાળા બાબુભાઈ જરીવાળા કલ્પવેશ બાબુભાઈ જરીવાળા બી/ ૫૦૫, શ્રીપાળનગર, ૧૨, જમનાદાસ મહેતા રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૬ ફોન - ૩૬૯૬૪૩૪ ફેક્સ - ૩૬૭૩૮૦૦ વી.સં. ૨૫૨૭ નકલ - ૧૦૦૦ મૂલ્ય પતન-પાન – આચરણ भुद्र હીંકાર પ્રિન્ટર્સ 0 (0866) 567927 વિ.સં. ૨૦૫૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ સકૃત ઉદ્યાન સોહામણું પુષ્પ “શ્રાદ્ધકૃિત્ય ગ્રંથ સંપૂર્ણ આર્થિક સહકારદાતા પરિવારના સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના વિ.સં. ૨૦૫૫ ની સાલે મુંબઈ–વાલકેશ્વરસ્થિત શ્રીપાલનગર મધ્યે પૂજ્યપાદ 1. ગચ્છાધિપતિશ્રીની અનુજ્ઞાથી ચાતુર્માસ પધારેલા સર્વજ્ઞ સિદ્ધાંત મર્મજ્ઞ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાના સાન્નિધ્યમાં જ્યારે જ્યારે પણ જવાનું થાય ત્યારે 13 3 ત્યારે પૂજ્યશ્રી સ્વાધ્યાયમગ્ન જ દષ્ટિગોચર થાય. શ્રીપાલનગરનો સંઘ પણ આવા સુખદ દર્શનનો ? સદ્ભાગી બન્યો.તેમાં એક દિવસ પૂજ્યપાદ આચાર્ય ભગવંત નિત્યક્રમ મુજબ ગ્રંથ લેખનકાર્યમાં ' વ્યસ્ત-મસ્ત હતા. પરમાત્માના શાસનના પરમાર્થને પૂજ્ય ગુરુભગવંતોના શ્રીમુખેથી શ્રવણ કરી કી મળેલી સંપત્તિને સાર્થક કરવા–ધનની મૂચ્છ ઉતારવાદાનધર્મકરતા પુણ્યશાળીશ્રી કલ્પનેશભાઈ જ ન જરીવાળાએ વંદન કરી, ચુતભક્તિનો લાભ આપવા વિનંતી કરી. પૂજ્યશ્રીએ તેમની વિનંતીનો જ ' સ્વીકાર ક્ય. શ્રાદ્ધદિન કૃત્ય ગ્રંથનો વિવેચન સહિત અનુવાદ કરવામાં આવે તો ચતુર્વિધ સંઘને : તે ઉપયોગી બને. આ ગ્રંથના પ્રકાશનનો લાભ સુશ્રાવક કલ્પનેશભાઈને આપવો એવો પૂજ્યશ્રીએ કે મનોમન નિર્ણય કર્યો. પછી શુભ મુહર્ત અનુવાદનો પ્રારંભ કર્યો. પરિણામે સુશ્રાવકકલ્પનેશભાઈની 1 સંપૂર્ણ આર્થિક સહાયથી આ ગ્રંથનું પ્રકાશન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું. - શ્રી કલ્પનેશભાઈ જરીવાળા ખુબજ મિતભાષી છે. અત્યંતકૃતજ્ઞી હોવાથી અત્યાર સુધી કરેલી સુકૃતોની શૃંખલામાં પોતાનું નામ ન આપતાં સર્વ સુકૃતો પોતાના ઉપકારી પૂજ્ય માતુશ્રી - શ્રીમતી નયનબાળા બાબુભાઈ જરીવાળાના નામે જ કર્યા છે. કૃતજ્ઞતા ગુણ પરંપરાએ મોક્ષને નિફ્ટ લાવનારો વિશિષ્ટ ગુણ છે. એક લેખકે કહ્યું છે કે – કૃતજ્ઞ શબ્દમાં ગોઠવાયેલો જ્ઞ જાણવાના છે? અર્થમાં ગોઠવાયેલો છે. તમે અન્યના ઉપકારોને સમજો, સ્વીકારો અને યોગ્ય પ્રતિભાવ આપો એટલે એ ઉપકારોની પરંપરા ચાલે, વાતાવરણમાં તાજગી આવે, સહુનાં મન તા પ્રસન્નતા અનુભવે, શાંતિનું વર્તુળ સર્જાય. સમાધિ સહજ થતી જાય. સદ્ગતિ નિશ્ચિત કે થઈ જાય. અને પરમગતિ (મોક્ષ) નિકટ આવી જાય. - દેવગુરધર્મનો આપણા ઉપર જે ઉપકાર છે એ વર્ણનાતીત છે. આ જગતની કોઈપણ - પ્રકારની સામગ્રી કે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ આપણા આત્માને નુકશાનકારક નીવડે એ માટે દર Page #5 -------------------------------------------------------------------------- ________________ - જરૂરી “વિવેક આપણને એમણે શીખવ્યો છે. સંપત્તિનો અભાવકે અલ્પતા બહુબહુ તો જીવને 3 ન દુ:ખી બનાવી દે છે પણ, વિવેકનો અભાવકે વિવેકની અલ્પતા તો જીવને પાપી બનાવી દે છે. દુ:ખ આત્માને માટે દુર્ગતિ જ સરજે એવો કોઈ ફાયદો નથી જ્યારે પાપ આત્માને માટે સદ્ગતિના તે દરવાજા બંધ કરી દે છે એમાં કોઈ શંકા નથી. તેથી પાપથી બચાવે, પાપના રસ્તેથી પાછાવાળે અને :: છેવટે પાપથી મુક્ત કરે એ જ ઉપકાર મહત્ત્વનો આવા સાચા સુખના નિધાનભૂત વિવેકનું દાન કરનાર દેવ ગુરુ ધર્મના ઉપકારની તોલે આ જગતનો કોઈ જ ઉપકાર આવે તેમ નથી. અને એટલે જ તો પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સભ્યત્વના સડસઠ બોલની સક્ઝાયમાં કહી દીધું: “સમકિતદાતા ગુરુ તણો પચ્ચેવયાર ન થાય, ભવકોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. સમર્થ સિદ્ધાંત સંરક્ષક-પ્રભાવક સુવિશાલગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ નર આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મહાન સૂરિ પુરંદરના અને તેઓશ્રીના આજ્ઞાવર્તિ–નિશ્રાવર્તિ પૂજ્યોના સત્સમાગમ કલ્પનેશભાઈ અરિહંત જેવા ઉચ્ચ કોટિના દેવ અને નિગ્રંથ ગણાતા પૂજ્ય ગુરુભગવંતોના અને સૂક્ષ્મ અહિંસાપ્રેરક જૈન ધર્મના ઋણમાંથી મુક્ત બનવા કોડ અનુપમ ભક્તિ કરે છે. શ્રીપાલનગર જિનાલયમાં બારે માસ શુદ્ધ ઘીના દીપકની રોશની દ્વારા ના દીપક પૂજાના ફળ – કેવળજ્ઞાન ગુણને પ્રગટ કરવા તત્પર છે. તદુપરાંત પ્રતિદિન ભક્તિસભર હૈયે, પરમાત્મ ભક્તિ દ્વારા આઠેય કર્મોની જાળને શિથિલ કરી રહ્યા છે. વિ.સં. ૨૦૫૪ ફાગણ સુદ ૧૩નાશ્રી સિદ્ધગિરિની છ ગાઉની યાત્રામાં સાધર્મિક ભક્તિના પાલોનો એક્લાએ સંપૂર્ણ લાભ મેળવી હજારો યાત્રિકોનાહિયે પરમાત્માના શાસનની શાન પ્રજ્વલિત કરવા કટિબદ્ધ બનેલા. મુંબઈથી ત્રણ સ્પેશીયલટેનો દ્વારા લગભગ ચાર હજાર યાત્રિકો તેમજ અન્ય અનેક સ્થળેથી તો બસ દ્વારા આવેલા યાત્રિકોની સંખ્યાલગભગ ચાલીસ હજાર જેટલી હતી. ફાગણ સુદ તેરસ મંગળવારે કે દાદાને ભારોભાર સોનાના વરખની દિવ્ય અંગરચના, શ્રીમતી બીનાબેન કલ્પનેશભાઈ જરીવાળાએ પોતાની રકમમાંથી બનાવેલો ત્રણસો ત્રીશ ગ્રામ સુવર્ણનો હાર દાદાને ચઢાવ્યો, જય તળેટીએ સર્વ પ્રથમ યોજાયેલી મહાપૂજામાં ચોવીશ તોલા સુવર્ણનો વરખ વપરાયો, મોટા મોટા વેવીશ પાલોમાં છે: અનેક પ્રકારની વિશિષ્ટ ખાદ્ય સામગ્રીથી સાધર્મિકોની ભક્તિ કરાઈ. દરેકને પ્રભાવના રૂપે દ્રાક્ષની : પેટી અર્પણ કરાઈ. જરીવાળા પરિવારના રોમેરોમે વસેલા “સૂરિરામ'ના આકર્ષક ગુરુમંદિર પાસે સુશ્રાવક કલ્પનેશભાઈએ ગદ્ગદ્ કંઠે વંદના કરી વ્યવસ્થા માટે ખીસ્સામાં રાખેલાં ૫૦૦ની નોટોના જેટલાં પણ બંડલ હતાં તે બધાં જ ગુરુપૂજનરૂપેધરી અપૂર્વગુરુભક્તિપ્રદર્શિત કરી હતી. જરીવાળા પરિવારના આ ઉજ્જવળ સુકૃતની યશોગાથા જનજનના હૈયે વસી ગઈ હતી. આવી અપૂર્વતીર્થભક્તિ કરી જરીવાળા પરિવારે ખરેખર સમકિતને નિર્મળ કર્યું અને હજારો જીવોના હૃદયમાં બોધિબીજનું Page #6 -------------------------------------------------------------------------- ________________ 3 વપન કર્યું હશે. આ રીતે અપૂર્વ દર્શનશુદ્ધિ ગુણને પ્રાપ્ત કર્યો. તદુપરાંત પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની ખૂબ જ સુંદર ભક્તિ કરવા દ્વારા ચારિત્ર મોહનીય કર્મને કાપવાનો ભગીરથ પ્રયાસ આદરી રહેલા શ્રી કલ્પનેશભાઈ રત્નત્રયીનું ભાજન બજવા પ્રયત્નશીલ છે. પ્રસ્તુત ગ્રંથ કેટલો ઉપયોગી છે તેની પ્રતીતિ તો ગ્રંથ છપાતાં પૂર્વે જ થઈ ગઈ. વર્ધમાન * તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિત શેખર સૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણા - 3 (૧૩ કાંદિવલી (ઈસ્ટ) દામોદરવાડીમાં તથા શ્રી શંખેશ્વર જિનાલય – ઉપાશ્રયે એક માસકલ્પ કર્યો તે દરમિયાન ત્યાંના શ્રીસંઘે પ્રવચન માટે વિનંતી કરતાં એક મહિના સુધી શ્રોતાવર્ગને સુંદર બોધ મળે તે માટે વ્યાખ્યાન માટે પ્રસ્તુત ગ્રંથના પ્રફો પડ્યા હતા તેના આધારે પૂ. મુનિરાજશ્રી હર્ષશેખર વિ. મહારાજે પોતાની આગવી રસપ્રદ શૈલીથી પ્રવચનો શરૂ કર્યા. એક એક વિષયની સુંદર વિવેચના કરતાં કરતાં ગ્રંથનું માધુર્ય અકબંધ જળવાઈ રહે, શ્રોતાઓ જરાય નિરસતા ન અનુભવે તેની પૂર્ણ કાળજી પૂર્વક ભાવાનુવાદકાર પૂજ્યશ્રીની સખત મહેનત હોવાથી દિનપ્રતિદિનતે ગ્રંથ પરનું વિવેચન શ્રોતાઓ સમક્ષ જેમ જેમ પ્રસ્તુત થતું રહ્યું તેમ તેમ શ્રોતાજનોનો રસ પણ વધતો ગયો. શેષકાળ હોવા છતાં પ્રવચન શ્રવણની રુચિવાળા શ્રોતાઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હતા. પ્રવચનના ની છેલ્લા દિવસે લગભગ આ ગ્રંથના અગિયાર દ્વારનું વિવેચન પૂર્ણ થતાં ગ્રંથકાર, ભાવાનુવાદકાર તથા : આ ગ્રંથ પ્રકાશક વિશે શ્રોતાઓને જાણકારી આપતાં આ ગ્રંથ બહાર પડે ત્યારે મેળવવા માટે ઉત્સુકતા જ જણાઈ. આ ઉપરથી નિ:શંક કહી શકાય કે ભવિષ્યમાં કોઈપણ મંદક્ષયોપશમવાળાપૂ. સાધુ ભગવંતો પણ આ ગ્રંથના માધ્યમે શ્રોતાજનોને સારો બોધ કરાવી શકશે. પૂજ્ય સાધુ ભગવંતો તો પૂજ્યપાશ્રીની ભાવાનુવાદ શૈલીથી સુપરિચિત છે જ, પરંતુ આ ગ્રંથના માધ્યમે પૂજ્યપાદશી શ્રાવક-શ્રાવિકા સંઘમાં પણ અતિ ઉપકારી પૂરવાર થશે એ નિ:શંક છે. સિદ્ધહસ્ત ભાવાનુવાદકાર પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી રાજશેખર સૂરીશ્વરજી મહારાજાએ નાદુરસ્ત સ્વાથ્ય વચ્ચે પણ સદાય પ્રશમરસનિમગ્ન રહી ખાસકરીને પૂજનીય સાધુસાધ્વીજી ભગવંતોને અતિ ઉપયોગી ગ્રંથરત્નોના ભાવાનુવાદનો પ્રારંભેલો યજ્ઞ અવિરત ચાલ્યા કરે અને એ પ્રકાશિત કરી ચતુર્વિધ શ્રીસંઘનાકરકમલોમાં અપર્ણ કરવાનું સૌભાગ્ય “અરિહંત આરાધક ટ્રસ્ટને પ્રાપ્ત થતું રહે એ જ એક સદા શુભાભિલાષા. આ અંતે આ ગ્રંથના સંપૂર્ણ આર્થિક સહકાર દાતાશ્રીમતી નયનબાળા બાબુભાઈ જરીવાળાના સુકૃતની ભૂરિભૂરિ અનુમોદના. લિ..... શ્રીઅરિહંતઆરાધક ટ્રસ્ટનું ટ્રસ્ટીગણ Page #7 -------------------------------------------------------------------------- ________________ જિwww ભાવાનુવાદકારના ભાવોની અભિવ્યક્તિ લગાતાર પાંચ ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં શ્રાદ્ધવિધિ ગ્રંથનું વાંચન કર્યું. એ Sજ દરમિયાન એકવાર શ્રાદ્ધદિનકૃત્યનું નિરીક્ષણ કર્યું. એગ્રંથને જોયા પછી વિચાર આવ્યો કે આ ગ્રંથમાં ૨૮ દ્વારોથી વ્યવસ્થિત રીતે શ્રાવકના દૈનિક કર્તવ્યોનું વર્ણન છે. આથી ચાતુર્માસમાં આ ગ્રંથના માધ્યમથી વ્યાખ્યાન વાંચવામાં આવે તો વિશેષ લાભ થાય. આ પણ શ્રાદ્ધવિધિવગેરે ગ્રંથોમાં જણાવેલા અનેક પદાર્થો આમાં નથી તેથી મેંશ્રાદ્ધવિધિ ક વગેરે ગ્રંથોમાં જણાવેલા કેટલાક બહુઉપયોગી પદાર્થો આમાં આવી જાય તેવા વિવેચન સહિત આ ગ્રંથનો ભાવાનુવાદ કરવાનો નિર્ણય ક્ય. સાથે એ પણ વિચાર આવ્યો કે આ ગ્રંથ સાધારણ ખાતાની રકમમાંથી પ્રકાશિત થાય એ હિતાવહ છે. આથી હું શ્રુતભક્તિનો લાભ લેનારા શ્રાવકો તૈયાર થાય તેવો પ્રયત્ન કરવાના વિચારમાં હતો. જાણે મારા આ વિચારોનો પડઘો સુશ્રાવક કલ્પનેશ બાબુભાઈ જરીવાળાના હૃદયમાં પડ્યો હોય તેમ તેમણે મને શ્રુતભક્તિનો લાભ આપવા વિનંતી કરી. મેંતુરત એમની Yછે વિનંતીનો સ્વીકાર કર્યો. પરિણામે આજે આ ગ્રંથ ચતુર્વિધ સંઘના કરકમલોને ર ' શોભાવનારો બન્યો છે. શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથ ઉપર એક સ્વોપ સંસ્કૃત ટીકા છે, અને બીજી અવસૂરિ જ છે. તેમાં સ્વપજ્ઞ ટીકા બહુજ મોટી છે તથા કેટલાક સ્થળે ટીકામાં ગહન પદાર્થો લીધા છે, જે શ્રાવકોને સમજવા કઠીન પડે. અવચૂરિ સંક્ષિમ છે. પ્રસ્તુત પુસ્તકમાં અવચૂરિનો W7 ભાવાનુવાદ આપવામાં આવ્યો છે. અવચૂરિના કર્તાનું નામ વગેરે જાણી શકાયું નથી. જ જ અવસૂરિમાં ઘણા સ્થળે શબ્દપ્રયોગો સ્વોપજ્ઞટીકાને મળતા આવે છે. એથી સંભવ છે કે અ૪ કે અવચૂરિકારે સ્વોપજ્ઞ ટીકાના આધારે જ થોડા ફેરફાર સાથે અવચૂરિની રચના કરી V હોય, અને એથી જ કર્તા તરીકે પોતાના નામનો ઉલ્લેખ નક્ય હોય. મૂળ ગ્રંથકારનો , જ પરિચય આ જ પુસ્તકમાં અલગ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે મારા ઉપકારીઓ સિદ્ધાંત મહોદવિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય R Page #8 -------------------------------------------------------------------------- ________________ wwwwww જ પ્રેમ સૂરીશ્વરજી મહારાજા, મહાન શાસન પ્રભાવક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, નિસ્પૃહતાનીરધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયે હીર સૂરીશ્વરજી મહારાજા, સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા, અને વર્ધમાન તપોનિધિ પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજય 27 લલિતશેખર સૂરીશ્વરજી મહારાજાને ભાવભરી વંદના કરું છું. આત્મીયભાવથી આ ગ્રંથનું સંશોધન કરી આપનારા નિડરવક્તા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મુક્તિચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આજીવનગુર્ઘતેવાસી આચાર્ય શ્રી જયકુંજર સૂરિજી મ. ના શિષ્યરત્ન પૂર્ણિમાના જ પૂર્ણચંદ્ર સમાન સૌમ્ય આચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સૂરિજી મ. પ્રત્યે આભાર વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. મારી સાહિત્યયાત્રામાં સાથ આપનારા મુનિ શ્રી ધર્મશેખર વિજયજીની તથા જ મારા શારીરિક સ્વાસ્થ માટે અહર્નિશ પ્રયત્નશીલ રહેનારા અને પૂર સંશોધન આદિમાં સહાયભૂત થનારા મુનિશ્રી દિવ્યશેખર વિજયજીની પણ આ પ્રસંગે સ્મૃતિ થયા વિના જ રહેતી નથી. ફાઈનલ મૂકો તપાસવામાં કાંદીવલી(ઈસ્ટ)નાડૉ. મેહુલભાઈએ આપેલો પણ સહકાર પણ ભૂલી શકાય તેમ નથી. S, કોઈ કોઈ સ્થળે કથા વગેરે અન્ય ગ્રંથમાંથી આ ગ્રંથમાં ઉદ્ધત કરેલ છે. આથી તે તે તે ગ્રંથના લેખક આદિ પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. RE આ ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ જે કંઈ મારાથી લખાયું હોય તેની વિવિધ વિવિધ છે, ક્ષમા યાચું છું. આ ગ્રંથનાવાચન-ચિંતન-મનન–આચરણ આદિથી ભવ્ય જીવો પોતાની . મુક્તિને નિફ્ટ બનાવે એ જ એક શુભકામના. -આચાર્યરાજશેખરસૂરિ - વિ.સં. ૨૦૫૭, ઉ.વ.૧૩ માલદે-મારૂ રત્નત્રયી આરાધના ભવન Y, ગોવર્ધન નગર, મુલુન્ડ-પશ્ચિમ જ મુંબઈ- ૪૦૦ ૦૮૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારનો સંક્ષિપ્ત પરિચય સ્વભાવ : શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથના કર્તા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિ શાંત સ્વભાવી, ક્રિયાપ્રવર્તક, સંવેગી, વિદ્વાન, પૂર્વકાળના ગીતાર્થોને યાદ કરાવે તેવા જ્ઞાની, ચારિત્રનિષ્ઠ, શાંત, ઉપદેશક, મોટાગ્રંથકાર અને શાસનપ્રભાવક હતા. આચાર્ય જગચંદ્રસૂરિએ ક્રિયોદ્ધાર કર્યો ત્યારે ‘આચાર્ય દેવેન્દ્રસૂરિ અને પંન્યાસ દેવભદ્ર ગણિ તેમના સહયોગી હતા. સંભવ છે કે આચાર્ય દેવેન્દ્ર સૂરિને સં. ૧૨૮૫માં આચાર્યપદ મળ્યું હોય. તેમના શાંતરસવાળા વાત્સલ્યભર્યા મીઠા ઉપદેશથી જ અંચલગચ્છના ૪૪મા આચાર્ય મહેન્દ્રસિંહસૂરિએ સ. ૧૩૦૭ લગભગમાં થરાદમાં ક્રિયોદ્ધાર કરી શુદ્ધમાર્ગ સ્વીકાર્યો હતો. મેવાડનો રાણો ચૈત્રસિંહ, રાણો તેજસિંહ, રાણી જયતલાદેવી, રાણો સમરસિંહ વગેરે તેમના અનન્ય રાગી હતા. તેમના ઉપદેશથી રાણીજયતલાએ ચિત્તોડના કિલ્લા પર શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું. રાણા તેજસિંહે પણ મેવાડમાં અમારિપાલન કરાવ્યું હતું. આચાર્ય દેવેન્દ્રસૂરિવરે ગુરુદેવની સાથે શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે યાત્રાઓ કરી હતી. આચાર્ય દેવેન્દ્રસૂરિ, આચાર્ય વિજયચંદ્ર, ઉપાધ્યાય દેવભદ્ર સં. ૧૩૦૧ના ફાગણ દિ ૧૩ ને શનિવારે પાલનપુર પધાર્યા. ત્યાં વરહુડિયા આસદેવે ૩પાસ સૂત્રવૃત્તિ ગ્રં. ૧૧૨૮ લખાવી. આચાર્ય દેવેન્દ્રસૂરિએ સં. ૧૩૦૨માં વીજાપુર (ઉજ્જૈન)માં વરહડિયા કુટુંબના વરહુડિયા વીરધવલ તથા ભીમદેવને દીક્ષા આપી, તેઓનાં નામ મુનિ વિદ્યાનંદ, તથા મુનિ ધર્મકીર્તિ રાખ્યાં. સં. ૧૭૦૪માં તે બંનેને ગણિપદ આપ્યું. મહુવા- ગ્રંથ ભંડાર :-આચાર્ય દેવેન્દ્રસૂરિ તથા આચાર્ય વિજયચંદ્રસૂરિના ઉપદેશથી મહુવાના સંઘે સં. ૧૩૦૬ માં સરસ્વતી ગ્રંથભંડાર બનાવ્યો. તેઓ ત્યારબાદ સં. ૧૩૦૭માં થરાદ પધાર્યા. ત્યાં તેમને આચાર્ય મહેન્દ્રસૂરિ મળ્યા. ત્યાર બાદ આચાર્ય દેવેન્દ્રસૂરિ માળવા તરફ વિહાર કરી ગયા, અને લગભગ ૧૨ વર્ષે ગુજરાત પધાર્યા. આ બાર વર્ષના ગાળામાં આચાર્ય વિજયચન્દ્રસૂરિ ખંભાતમાં ચૈત્યવાસીઓની પાસસ્થાવાળી ‘વડીપોષાળ’માં રહ્યા. ત્યાં તે ચૈત્યવાસીઓ સાથેનો મીઠો સંબંધ, શ્રાવકો પ્રત્યેનો ગાઢપ્રેમ અને ઋદ્ધિગારવથી શિથિલાચારી–પ્રમાદી બની ગયા હતા. તેમણે ‘આચાર્ય દેવેન્દ્રસૂરિની આજ્ઞા’ છોડી, પોતાનો સ્વતંત્ર ગચ્છ બનાવ્યો. આચાર્ય દેવેન્દ્રસૂરિ પોતાના સંવેગી પરિવાર સાથે ગુજરાતમાં આવ્યા, અને સં. ૧૩૧૯માં ખંભાત પધાર્યા. આચાર્ય વિજયચંદ્રસૂરિએ ગર્વના ઘેનમાં તેમનો વિનય-સત્કાર Page #10 -------------------------------------------------------------------------- ________________ કર્યો નહીં, તેમજ શિથિલાચાર પણ છોડ્યો નહીં. આચાર્ય દેવેન્દ્રસૂરિએ ‘આ શિથિલાચારીઓની વડીપોષાળમાં ઊતરવાનું ઉચિત ન ધાર્યું. અને બીજા સ્થાનમાં ઊતરવાનો વિચાર કર્યો. આ રીતે સં. ૧૩૧૯માં બે ગુરુભાઈઓ વચ્ચે ખંભાતમાં ભેદ પડ્યો. ઘણા વિચારશીલ શ્રાવકોને ‘‘આ બંને આચાર્યો વચ્ચે ભેદ પડે’’ તે ઠીક ન લાગ્યું. સંગ્રામ સોનીના પૂર્વજ ‘‘સોની સાંગણ ઓસવાલે’’ આ બંને શાખામાં કચી શાખા સાચી છે ? તેનો નિર્ણય કરવા તપસ્યા કરી, પ્રત્યક્ષપ્રભાવિ જિનપ્રતિમાની સામે ધ્યાન ધર્યું.’’ શાસનદેવીએ સાંગણ સોનીને જણાવ્યું કે, ‘‘આચાર્ય દેવેન્દ્રસૂરિ યુગોત્તમ આચાર્યપુંગવ છે. તેમની જ ગચ્છપરંપરા લાંબા કાળ સુધી ચાલશે, માટે તારે તેમની ઉપાસના કરવી.’’ (ગુર્વાવલી : શ્લો. ૧૩૭–૧૩૮) સંગ્રામ સોની ભીમદેવ ત્યાગ અને સંયમમાર્ગની તરફેણ કરતો હતો. તેણે આચાર્ય દેવેન્દ્રસૂરિને નાની પોષાળમાં ઉતાર્યા. આથી આચાર્ય દેવેન્દ્રસૂરિનો શિષ્યપરિવાર સં. ૧૩૧૯માં ખંભાતમાં લઘુપોષાળના નામે પ્રસિદ્ધ પામ્યો. ‘‘લઘુપોષાળ એ વાસ્તવમાં તપાગચ્છનું જ નામાન્તર છે. ગુચ્છભેદ - આચાર્ય વિજયચંદ્રસૂરિનો શિષ્યપરિવાર મોટી પોષાળમાં જેમનો તેમ શિથિલ બની રહ્યો. આ શિથિલ આચારના કારણે સં. ૧૩૧૯માં ખંભાતમાં જ તપાગચ્છની મૂળ શાખાથી બીજી જૂદી શાખા વડીપોષાળના નામથી અસ્તિત્વમાં આવી. આ સમયે મૂળ શાખાનું બીજું નામ તપાગચ્છ લઘુપોષાળ, લહુડીપોષાળ, લોઢી પોષાળ પડ્યું. આચાર્ય દેવેન્દ્રસૂરિના વ્યાખ્યાનમાં સંવેગ, ત્યાગના અમોઘ રસવાળો શાંતરસનો પ્રવાહ વહેતો હતો. તેઓ ખંભાતના ચોકમાં રહેલા ‘‘કુમારપાલ વિહારના ઉપાશ્રયમાં’’ ધર્મોપદેશ દેતા હતા. મહામાત્ય વસ્તુપાલ તેમને વંદન કરવા આવ્યો. ત્યારે આચાર્ય મહારાજે ચાર વેદ ઉપર વ્યાખ્યાન આપ્યું. જેમાં જૈન અને જૈનેતર દર્શન સંબંધી સિદ્ધાંતોનું તલસ્પર્શી નિરૂપણ કર્યું. મહામાત્ય વસ્તુપાલે વ્યાખ્યાનમાં સામાયિક લઈને બેઠેલાઓને ‘‘મુહપત્તિની પ્રભાવના’’ કરી. લગભગ ૧૮૦૦ મુહપત્તિઓ ત્યારે તેમણે વહેંચી. (ગુર્વાવલી – શ્લો. ૧૧૪) પટ્ટધર :- આચાર્ય મહારાજ ત્યાંથી વિહાર કરતા પાલનપુર પધાર્યા. આચાર્ય મહારાજે અહીં સંઘની વિનંતીથી સં. ૧૩૨૨માં પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં ઉપાધ્યાય વિદ્યાનંદગણિને આચાર્યપદ અને પંન્યાસ ધર્મકીર્તિને ઉપાધ્યાયપદ આપ્યું. આ સમયે ઉપાધ્યાય ધર્મડીર્તિ આચાર્યપદની પ્રાપ્તિ પછી આચાર્ય ધર્મઘોષ સૂરિ એવા નામથી પ્રસિદ્ધ બન્યા. પેથડશાહ મંત્રી આચાર્ય ધર્મઘોષ સૂરિના ભક્ત બન્યા હતા. Page #11 -------------------------------------------------------------------------- ________________ મંદિરના મંડપમાં કેસરની દૈવી વૃષ્ટિ થઈ. લોકમાં આશ્ચર્ય અને આનંદ ફેલાયો. આચાર્યશ્રીએ આચાર્ય વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવાની આજ્ઞા આપી. અને પોતે સં. ૧૩૨૪માં વિહાર કરતાં કરતાં ફરીવાર માળવા પધાર્યા. સંભવ છે કે, તેમણે ઉપાધ્યાય ધર્મકીર્તિને માળવાના વિહારમાં પોતાની સાથે રાખ્યા હોય. સ્વર્ગઃ - આચાર્યદેવેન્દ્રસૂરિ સં. ૧૩૨૭માં માળવામાં(અગર મારવાડના સાચોરમાં) કાળધર્મ પામ્યા. આ સમાચાર મળતાં ભારતના જૈન સંઘમાં ભારે ગમગીની ફેલાઈ. ખંભાતના સંગ્રામ ભીમદેવે ‘‘તે દિવસથી અન્ન લેવાનો ત્યાગ કર્યો. સંગ્રામ સોની ભીમદેવે ૧૨ વર્ષ સુધી અનાજ ખાધું નહીં.’’ સાથેના મુનિવરોએ માળવાથી ગુજરાત તરફ વિહાર કર્યો. આચાર્ય દેવેન્દ્રસૂરિએ ‘‘દેવેન્દ્ર અંકવાળા’’ ગ્રંથો બનાવ્યા, જેનાં નામ નીચે મુજબ જાણવા મળે છે. ૧. ધર્મરત્ન પ્રકરણ – ટીકા ૨. સુĒસણાચરિય ૩, ૪, ૫. ભાષ્યત્રય ગા. ૧૫૨ ૬. સિદ્ધ પંચાશિકા ગા. ૫૦ ૭. સિદ્ધ પંચાશિકા – વૃત્તિ ગ્ર. ૮૭૫૦ ૮. શ્રાદ્ધવિધિ કૃત્ય ૯. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ (વંદાવૃત્તિ) ગ્ર. ૨૭૨૦ ૧૦. પંચ નવ્ય કર્મગ્રંથ *પ્રસ્તુત શ્રાદ્ધદિનકૃત્ય એ જ શ્રાદ્ધવિધિકૃત્ય હોય એમ સંભવે છે. ૧. કર્મ વિપાક : ગા. ૬૧ ૨. કર્મસ્તવ : ગા. ૩૪ ૩. બંધવિધાન : ગા. ૨૫ ૪. ષડશીતિ : ગા. ૮૬ ૫. શતક : ગા. ૧૦૦ ૧૧. છ કર્મગ્રંથ ટીકા ૧૨. સાસય જિણથયું. ગા. ૨૪ ૧૩. ધારણામંત્ર આ ગ્રંથો સિવાય તેમણે ‘સિરિ ઉસહવદ્ધમાણ' વગેરે સ્તવનો તથા યુગપ્રધાન સ્વરૂપયંત્રની રચના કરી હતી. (જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ત્રીજામાંથી સાભાર અક્ષરશ: સમુધૃત.) Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૦. યતિવિશ્રામણા ૧૯. વંદનાદિ ૨૧. ઉચિતયોગ, ૨૨. ગૃહગમન ૨૩. વિધિશયના ૧૮. સંસ્કાર ૨૫. સ્ત્રીસ્વરૂપ ચિંતના ૨૪. અબ્રહ્મત્યાગ ૨૬. સ્ત્રીસંગનિવૃત્તબહુમાન ૧૭. શ્રવણ ૨૭. બાધકદોષ વિપક્ષ ચિંતન ૧૬. સંવરણ ૧૫. ભોજન ૨૮. ધર્માચાર્ય સ્મરણ શ્રાદ્ધ દિન કૃત્ય ૧૪. વ્યવહાર શુદ્ધિ ૧, નમસ્કાર ૧૩. ઉચિતકરણીયા ૨. સ્મરણા ૧૨. મુનિપૃચ્છા. ૩. વ્રતો | ૪. યોગ ૧૧. શ્રવણા ainsich'ob ૯. વંદન ૮. સત્કાર ૭. જિનમંદિર ગમન ૬.પ્રત્યાખ્યાના ૫. ચૈત્યવંદન Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મ. દ્વારા લેખિત-સંપાદિત-અનુવાદિત પુસ્તકો કા પંચવર્તુકટીકાસહિત ભાવાનુવાદ ગુરુતત્ત્વ વિનિશ્ચય ભાગ ૧-૨ ટીકા સહિત ભાવાનુવાદ કા શ્રાવકનાં બાર વ્રતો યાને નવપદ પ્રકરણ ભાવાનુવાદ શ્રાવકધર્મવિધિ પ્રકરણ ટીકા સહિત ભાવાનુવાદ શ્રાદ્ધદિનકૃત્ય સૂત્રનો વિવેચન સહિત ભાવાનુવાદ ધર્મબિંદુ ટીકાસહિત ભાવાનુવાદ યોગબિંદુ ટીકા સહિત ભાવાનુવાદ યોગદષ્ટિ સમુચ્ચય ટીકા સહિત ભાવાનુવાદ વીતરાગ સ્તોત્રટીકા સહિત ભાવાનુવાદ શીલોપદેશ માલા ભાવાનુવાદ પંચાશક ભાગ ૧-૨ ગુજરાતી અનુવાદ પરિશિષ્ટ પર્વ ગુજરાતી અનુવાદ સેનપ્રશ્ન ગુજરાતી અનુવાદ હરિપ્રશ્ન ગુજરાતી અનુવાદ ચૈત્યવંદન મહાભાષ્ય ગુજરાતી અનુવાદ યતિલક્ષણ સમુચ્ચય ગુજરાતી અનુવાદ વીતરાગ સ્તોત્ર ગાથાર્થ-ભાવાર્થ ક જ્ઞાનસાર – મૂળ શ્લોકોનો ભાવાનુવાદ ક હરિભદ્રીય અટક – મૂળ શ્લોકોનો ભાવાનુવાદ પ્રશમરતિ મૂળ શ્લોકોનો ભાવાનુવાદ ક ધર્મબિંદુ મૂળ સૂત્રનો અર્થ ક તત્ત્વાર્થ મૂળ સૂત્રનો અર્થ શીલોપદેશમાલા સિરિસિરિવાલ કહા સંસ્કૃત પ્રત જીવન જીતવાની જડીબુટ્ટીઓ મૈત્રી આદિ ચાર ભાવનાઓનું વિવેચન નવકારનો જાપ મિટાવે સંતાપ વિવેચન જૈનધર્મની પ્રાચીનતા અને સમ્રાટ સંપ્રતિની શાસન પ્રભાવના નિત્ય ઉપયોગી સાધના સંગ્રહ (શ્રાવકોપયોગી અનેક વિષયોનો સંગ્રહ) સંસ્કૃત ID: Page #14 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સિદ્ધહેમશબ્દાનુશાસન પ્રેમ ગુણ ગંગામાં સ્નાન કરીએ અણગારના શણગાર સાત સકાર શ્રાવકનાં બાર વ્રતો ' પ્રભુભક્તિ મુક્તિનીદૂતી કા સાધુ સેવા આપે મુક્તિ મેવા કા માતા-પિતાની સેવા કા સત્સંગની સુવાસ મમતા મારે સમતા તારે ભવ ભાવના ભાવના ભવનાશિની ચિપ્રસન્નતાની જડીબુટ્ટીઓ ગુજરાતી વિવેચન (મહેસાણા પાઠશાળા દ્વારા) મધ્યમ વૃત્તિ ભા. ૧-૨-૩ શ્રી પ્રેમ સૂરીશ્વરજી મ. ની જીવનઝલક (ભાવસાધુનાં સાત લક્ષણો સહિત) નાની પુસ્તિકા નાની પુસ્તિકા જિનપૂજા સંબંધી વિસ્તૃત માહિતી વિવેચન વિવેચન વિવેચન વિવેચન ભવ ભાવના ગ્રંથની મૂળ ગાથાઓનો ભાવાનુવાદ કા ના અનિત્યાદિ બાર ભાવના સંબંધી વિસ્તૃત વિવેચન સદા પ્રસન્ન રહેવાની પ્રેરણા આપનાર વિવેચન આગામી પ્રકાશનો ઉપદેશમાલા યાને પુષ્પમાલા ટીકાનો ભાવાનુવાદ ભાગ ૧-૨ ભવ ભાવના ટીકાનો ભાવાનુવાદ ભાગ ૧-૨ ઉપદેશ રત્નાકરટીકાનો ભાવાનુવાદ વીતરાગ સ્તોત્ર-અવય સહિત શબ્દાર્થભાવાનુવાદ પ્રાપ્તિ સ્થાન અરિહંત આરાધક ટ્રસ્ટ C/o હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧, ગની કંપાઉન્ડ, મુંબઈ–આગ્રા રોડ, ભીવંડી (જિ. થાણા) ફોન : (૦૨૫૨૨) ૩૩૮૧૪ | નોંધ : કા નિશાનીવાળા પુસ્તકો અપ્રાપ્ય છે. | Page #15 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાંતોનો અકારા અનુક્રમ ૨૬૮ ७७ પાલક ૩૦૨ ૪૦૯ ૩૯૦ ૨૭૫ ૧૦૧ ૨૭૯ ૨૨૬ ૨૬ દૃષ્ટાંત વિષય અવંતિસુકુમાર વસતિદાન અંગુલિમાલ સત્સંગ અંબડ પરિવ્રાજક તત્ત્વજ્ઞાતા બનવું આઠ બંધુઓ અષ્ટપ્રકારી પૂજા આહીર જિનાતિશય ઈલાપુત્ર સ્ત્રી પ્રત્યે આસક્તિ ઉત્પલમાલા વસતિદાન એક માણસ થિણદ્રિનિદ્રા એલકાક્ષ રાત્રિભોજનત્યાગ કુમારપાળરાજા ઊંચા દ્રવ્યોથી પૂજા કુમારપાળરાજા ગુરુવંદન કૃતપુણ્ય સુપાત્રદાન કૃષ્ણ વાસુદેવ ગુરુવંદન કૃષ્ણ વાસુદેવ દીક્ષારાગ ગાયકવાડ નરેશ પ્રભુને પુંઠ ન કરો ગોવિંદવાચક જિનવાણી ચક્રવર્તી ગુરુવન ચમરેંદ્ર નૃત્યપૂજા ચંડપિંગલ ચોર નવકારનો પ્રભાવ ચિત્રકાર "કુસંગ ચિલાતિપુત્ર જિનવાણી જયંતીશ્રાવિકા ધર્મ માટે વહેલા ઊઠવાનું જિનદાસ નવકાર પ્રભાવ જીવાનંદ વૈદ્ય વેયાવચ્ચે દત્તરાજા સાધુષ કુસંગત્યાગ દ્રમક કોધશાંતિ ધન્ય-શાલિભદ્ર સુપાત્રદાન પેજ | દષ્ટાંત વિષય ધર્મપાલ-વસુપાલ ગુણપ્રશંસા ૩૪૬ દ્રવ્યવંદન ૨૦૪ પેથડશાહ રાત્રિભોજન ત્યાગ પ્રદેશી રાજા આચાર્યને ઉપકાર પ્રભાવતી રાણી નૃત્યપૂજા નંદમણિયાર જિનવાણી બે કાચંડા કોધ શાંતિ બે મિત્રો , વસ્તુની અછત ૩૧૪ બે નોકર સ્વદ્રવ્યથી પૂજા ૧૦૩ ભરત ચક્રવર્તી સાધર્મિક ભક્તિ ૧૬૭ ભાવડશેઠ દેવું પુર કરવા વિશે ૨૫૮ ભિલ જિનાતિશય ૧૬૪ ભિલ-ભિલડી નવકારનો પ્રભાવ ૭૮ ભોજન વગેરે દશ માનવભવની દુર્લભતા મહણસિંહ પ્રતિક્રમણ દિલથી જિનભક્તિ ૧૬૮ | મૂલદેવ સુપાત્રદાન રમેશ જિનવાણી - રવિગુણ બ્રાહ્મણ રાત્રિભોજન ત્યાગ રાજસિંહ-રત્નવતી નવકારનો પ્રભાવ ૧૮૮ રામચંદ્રજી સાધર્મિક ભક્તિ ૧૯ રેવતી શ્રાવિકા વેયાવચ્ચે રોહિણેય ચોર જિનવાણી ૧૭૮ વજબાહુ ગુરુવંદન ૩૭૪ વનમાલા રાત્રિભોજન ત્યાગ વસુભૂતિ જિનવાણી ૩૯૬ વિંડ્યૂલ વસતિદાન ૨૫૫ વાંદરી ૨૮૯ ૩૨૮ મૂલદેવ ૨૪૭ ૧૯૭ ૩૧૪ ૩૧ ૩૪૭ ૨૭ ૨૮૦ ૧૮૧ ૧૯૦ ૧૬૯ દિવાકર ૨૩૧ ૩૦૧ ૧૯૮ ૨૭૦ ૯૭ સ્વાર્થ Page #16 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાંત. વિષય ૩૬૯ ૨૯ પેજ | દષ્ટાંત વિષય ૨૧૯ | શેઠ માન ૩૬૧ શિવકુમાર નવકારનો પ્રભાવ ૨૨૪ શ્રેણિકરાજા વિનય ૧૯૫ શ્રીમતી નવકારનો પ્રભાવ ૩૯૪ શ્રેયાંસકુમાર સુપાત્રદાન સત્યકી વિદ્યાધર જિનપૂજા સુબાહુ સુપાત્ર દાન ૧૮૪ સુસઢ યતના ૧૯૪ હુંડિક યક્ષ નવકારનો પ્રભાવ ૩૦ વારત્તક સાધર્મિક ચૈત્ય વિભાષણ વિકથા વીરપ્રભુ ધર્મનિંદા ત્યાગ જિનવાણી વૃદ્ધ વૃદ્ધાવસ્થા પુષ્પપૂજા શકેન્દ્ર નૃત્યપૂજા શäભવસૂરિ જિનાગમ શૃંગીમસ્ય ધર્મશ્રવણ શીતલાચાર્ય આદિ-પ ગુરુવંદન ૨૪૬ ૨૪૪ ૩૬૨ ૩૨ ૧૪૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય મંગલાચરણ . સવાલ અનેક જવાબ એક.. દ્રવ્યવંદન વિષે પાલકનું દષ્ટાંત છે પ્રમાણ આચરણા પણ શ્રાવકનું લક્ષણ .. જિનેશ્વરના બાર ગુણો ૨૮ દ્વારોનાં નામ પહેલું નમસ્કાર દ્વાર આત્મા ઉપર દ્રવ્ય-ક્ષેત્ર-કાળની અસર બ્રાહ્મમુહૂર્તનો અર્થ . ટી.વી.ટી.વી. ટી.વી.ટી.વી.. ટી.વી.ના કારણે આધ્યાત્મિક નુકશાનો . સમયસર સૂઇને વહેલાં ઊઠવું જોઈએ . નિદ્રાના પાંચ પ્રકાર નવકાર સંબંધી વિસ્તૃત વિવેચન બીજું સ્મરણ દ્વાર ત્રીજું વ્રત દ્વાર ચોથું યોગ દ્વાર તપચિંતનનો વિધિ ૧૨ ૧૨ ૧૪ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ વહેલા ઉઠવાથી શારીરિક લાભ પણ થાય ......... ધર્મ માટે વહેલા ઊઠવાનું છે, પાપ માટે નહિ .. જયંતીશ્રાવિકાનો પ્રસંગ અને સમ્યક્ત્વનાં ભૂષણો.. ૧૯ પાપ કરાવનાર સામગ્રી ન મળે તેમાં કલ્યાણ .. શક્તિનો સદુપયોગ પ્રશંસનીય છે વહેલી સવારે મોટા અવાજથી ન બોલવું . બીજાના પાપમાં નિમિત્ત ન બનવું બીજાને પાપ કરવાની તક ન મળે તેમ વર્તવું.. નવકારના પ્રભાવ ઉપર કથાઓ ૨૧ ૨૨ ૨૩ ૨૩ ૨૬ ૩૬ ૪૫ ४७ ૪૮ ૪૮ ૪૯ ૫૦ ૫૧ પર ૫૪ ૫૫ ૫૬ પચ્ચક્ખાણનું સ્વરૂપ . ચાર પ્રકારનો આહાર પચ્ચક્ખાણના ૧૭ પ્રકારો વિષયાનુક્રમણિકા પૃષ્ઠ વિગઈના દસ પ્રકાર . શ્રાવકને લેવા યોગ્ય નિયમો દુવિહાર આદિની માહિતી . અણાહારી વસ્તુઓ .. ૪ ૬ ૬ ७ ૮ G પચ્ચક્ખાણનાં પાંચ ઉચ્ચારસ્થાનો પાંચમું ચૈત્યવંદન દ્વાર પૂજા માટે સ્નાનનો વિધિ પૂજાનાં વસ્ત્રોની માહિતી મૂર્તિપૂજામાં હિંસા-અહિંસાની વિચારણા ... જિનપૂજાથી થતા લાભો . પૂજામાં પાણી કેવું જોઇએ ? અંગલૂછણાં અંગે માહિતી પૂજાનાં પુષ્પોની માહિતી ચૈત્યવંદનના ત્રણ પ્રકાર નમુન્થુણં સૂત્ર બોલવાની વિધિ સૂત્ર બોલવાના અસ્ખલિત આદિ ગુણો . કાયોત્સર્ગના દોષો છઠ્ઠું પ્રત્યાખ્યાન દ્વાર ......... સાતમું જિનમંદિર ગમન દ્વાર તીર્થ પ્રભાવનાથી તીર્થંકર પદની પ્રાપ્તિ આઠમું સત્કાર દ્વાર પાંચ અભિગમ જિન દર્શન-પૂજનમાં જરૂરી દર્શાત્રક ત્રણ ગુપ્તિથી ગુમ બનીને પૂજા કરે પ્રક્ષાલ વગેરે પૂજાનો વિધિ . નૃત્ય પૂજામાં દષ્ટાંતો . નવમું વંદન દ્વાર સામાન્ય શ્રાવકને આશ્રયીને પૂજાવિધિ . જિનપૂજા અંગે વિવેચન અરિહંત સંબંધી વિસ્તૃત વિવેચન સંપૂર્ણપૂજા જાતે કરવી જોઈએ પૂજા સંબંધી સૂચનો આશાતના કોઈ ન કરશો ૫૮ ૫૯ ૬૦ ૬૦ ૬૧ ૬૪ ૬૫ ૬૫ ૬૬ ૭૧ ૭૧ ७२ ૭૩ ૭૫ ૭૫ ૭૬ ૮૦ ૮૦ ૮૨ ૮૩ ૮૮ ૯૦ ૯૩ ૧૦૦ પૂજા સ્વદ્રવ્યોથી કરવામાં બે નોકરની ક્થા ... ૧૦૧ પૂજા ઊંચાં દ્રવ્યોથી કરવી જોઇએ . ૧૦૩ પૂજા વિધિપૂર્વક કરવી જોઇએ . ૧૦૪ પૂજાનો ક્રમશ: વિધિ ૧૦૬ ૧૦૯ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ પ્રભુજીને પુંઠ ન કરો ન અષ્ટ પ્રકારી પૂજાનું રહસ્ય પૂજાના દુષ્ટ ૯૪ ૯૫ ૯૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૧૪૩ પ્રદક્ષિણાના કુહા ૧૧૬ દર્પણ-ચામર-ઘંટનાદ પૂજાનો હેતુ......... પૂજામાં રેશમી વસ્ત્રો. ૧૧૭ તિલક કેવી રીતે કરવું ? , ૧૧૮ પૂજાનો સમય .......... ૧૧૯ પૂજા સંબંધી કેટલાક પ્રશ્નોત્તરો . ૧૧૯ વરખપુજા નિર્દોષ છે.................. ૧૨૦ સેન પ્રશ્ન ગ્રંથના ઉપયોગી પ્રશ્નોત્તરો. ૧૨૧ અરિહંતના ચાર નિક્ષેપા .. ૧૨૨ ગુરુવન્દન અધિકાર ...... ૧૨ ૩ ગુરુવન્દનના ત્રણ પ્રકાર ......... ૧૨૩ મુહપત્તિને પડિલેહવાનો વિધિ............. ૧૨૪ મુહપત્તિના પચાસ બોલની સક્ઝાય....... ૧૩૨ ગુરુવંદનના ૨૫ આવશ્યકો....................... ૧૩૩ શિષ્યના છ પ્રશ્નો-ગુરુના છ ઉત્તરો......... ૧૩૬ ગુરુવંદનથી થતા છ ગુણો................. ૧૩૬ પાંચ વંદનીય...... ૧૩૬ પાંચ અવંદનીય ........ ૧૩૮ ગુરુવંદનનાં પાંચ ઉદાહરણો, વંદન કરવાના પાંચ નિષેધો. ૧૪૫ ગુરુ વંદનના ૩ર દોષો..... ૧૪૫ ગુરુવંદનનાં આઠ કારણો ........... ૧૪૮ વંદન ન કરવાથી થતા દોષો......... ગુરુવંદન સૂવ(વાંદણા)નો અર્થ..... ૧૫૦ ગુરુની ૩૩ આશાતના ......... ૧૫૪ ગુરુવંદન વિષે વિવેચન................. ૧૫૯ શ્રીકૃષ્ણના દષ્ટાંતથી ત્રણ બોધપાઠ......... ૧૬૪ દરરોજ બધા સાધુઓને વંદન કરવું જોઈએ. ૧૬૫ રસ્તામાં નમસ્કાર કરવાથી લાભ....... ૧૬૬ મોટા માણસોએ ખાસ નમસ્કાર કરવા જોઈએ ૧૬૬ કુમારપાળ મહારાજનું દષ્ટાંત ............... ૧૬૭ ચકવર્તીનું દષ્ટાંત ................ વજબાહુનું દષ્ટાંત..................... ૧૬૯ વંદનથી પચ્ચખાણ વિધિનું પાલન.......... ૧૭૧ સ્ત્રીઓએ દૂરથી વંદન કરવું જોઈએ........... ૧૭૧ સાધુઓ પાસે સ્ત્રીઓએ પાળવાની કેટલીક મર્યાદાઓ ૧૭૨ દશમું - પ્રત્યાખ્યાન ••••••••••••••• ૧૭૪ બારમું - યતિપૃચ્છા દ્વાર .... ૧૭૪ શ્રમણોપાસક શબ્દનો અર્થ.. ........... ૧૭૪ સાધુને કામ આદિ માટે પૂછવાથી લાભ... ૧૭૪ સાધુને પૂછવાની ટેવ રાખવી જોઈએ........ ૧૭૫ ધર્મસંબંધથી ભક્તિ વિષે એક પ્રસંગ....... ૧૭૫ પરિચયથી ભક્તિ વિષે સાધુનો અનુભવ.. ૧૭૬ સુપાત્રદાનનો વિધિ. ૧૭૭ ગ્લાન સાધુની સેવાનું મહત્ત્વ ............... ૧૭૮ સાધુ સેવા અંગે દષ્ટાંતો....................... ૧૭૮ તેરમું ઉચિત કરણીય દ્વાર .... ૧૮૩ શ્રાવક-શ્રાવિકાઓને વંદન................. ૧૮૩ અગિયારમું શ્રવણ દ્વાર ............. ૧૮૩ ભાવરોગને દૂર કરવામાં દષ્ટાંતો.............. ૧૮૪ ધર્મશ્રવણ સંબંધી દષ્ટાંતો ............ ૧૮૪ ધર્મશ્રવણ સંબંધી વિસ્તૃત વિવેચન ............ ૧૯૪ જિનમંદિરની સાર-સંભાળ રાખવી ...... ૨૦૫ જીર્ણોદ્ધારનું મહત્ત્વ........................ ૨૦૬ પૃટ આદિ ચાર પ્રકારનો કર્મબંધ........ ૨૦૭ દેવદ્રવ્યની રક્ષા-વૃદ્ધિ &............... ૨૧૦ જિનમંદિર નિર્માણનો વિધિ................. ૨૧૧ જિનમંદિરની આશાતનાનો ત્યાગ ............ ૨૧૨ જિનમંદિરની વસ્તુઓના બે પ્રકાર.......... ૨૧૩ દેવ-ગુરુ દ્રવ્યના ઉપયોગથી થતા અનર્થો... ૨૧૪ દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારને થતા લાભો....... ૨૧૫ દેવદ્રવ્યનું ભક્ષણ-રક્ષણ-વૃદ્ધિ કરવાનું ફળ ૨૧૬ સાધુઓથી મંદિરમાં ન રહી શકાય ૨૧૮ ચૈત્યના ચાર પ્રકાર ....... ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર ...... ૨ ૨૧ પંદર કર્માદાન .. ૨૨૧ વ્યવહારશુદ્ધિનું મહત્ત્વ.............. ૨૨૩ દ્રવ્યાદિ ચાર શુદ્ધિ ................ ૨૨૪ ધર્માર્થી ક્યાં રહેવાનું પસંદ કરે ? ... ૨૨૫ કુમિત્રોની સોબતનો ત્યાગ ............. ૨૨૮ પંદરમું ભોજન દ્વાર .•••••• સાધુઓની આઠ ગોચરચર્યા.............. ૨૩૬ સાધુઓને વહોરાવવાનો વિધિ............... ૨૩૭ ઉચિત આચરણ ..................... ૨૩૮ નિષ્કારણ દોષિત વહોરાવનારને અલ્પ આયુષ્યનો બંધ ૨૪૦ ગૃહસ્થથી લાગતા ગોચરીના દોષો ..... ૨૪૧ ૧૫૦ ૨૧૮ છ ૧૬૮ A Page #19 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ o સુપાત્રદાન વિશે દષ્ટાંતો ........................ ૨૪૪ મૂલગુણ-ઉત્તરગુણથી શુદ્ધ વસતિ ........ ૨૬૪ વસતિદાનમાં દષ્ટાંતો ...................... ૨૬૮ સાધર્મિક ભક્તિ સંબંધી વિસ્તૃત વિવેચન... ૨૮૧ ભાવ સાધમિકવાત્સલ્ય .......... ૨૮૭ પ્રમાદથી થતા અનર્થો........... ૨૮૮ મનુષ્યભવની દુર્લભતામાં ભોજનાદિ દશ દષ્ટાંતો ૨૮૯ ધનના ગણિમ આદિ ચાર પ્રકાર ............ ૨૯૩ અનુકંપાદાન .................... ૨૯૪ ૨૨ અભક્ષ્ય ........... ........ ૨૯૬ જીવહિંસાથી ઉત્પન્ન થતી કેટલીક વસ્તુઓ. ૨૯૭ દિવસ-રાતની અપેક્ષાએ ભોજનના ચાર ભાગા. ૩૦૦ ૩૨ અનંતકાય............................. ૩૦૫ કંદમૂળ ખાવાનું છોડો .................... ૩૦૬ આઈસ્ક્રીમ અભક્ષ્ય છે .. ................ ૩૧૦ સોળમું સંવરણ દ્વાર .......... ૩૧૨ શ્રાવકના ત્રણ પ્રકાર .................. ૩૧૨ સત્તરમું શ્રવણ દ્વાર •••••••••••••••• ૩૧ ૩. સાંજના ભોજન ક્યારે કરે ? .......... ૩૧૩ રાત્રિભોજનથી થતા અનર્થો................. અઢારમું સત્કાર દ્વાર ............................................ ૩૧૬ ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર સામાયિકનો વિધિ... ૩૧૬ આચાર્ય વગેરેને વંદન ..... ૩૧૭ સ્વાધ્યાય.......... ૩૧૭ પ્રતિકમણ ........ ૩૧૭ પ્રતિક્રમણ કરવાના હેતુઓ.... ૩૧૮ પાંચ પ્રકારનો વ્યવહાર ...... ૩૧૯ ‘આવશ્યક' શબ્દનો અર્થ.. ‘આવશ્યકના પર્યાય નામો.. ૩૨૦ પ્રતિકમણ ક્યાં કરે? .......... છ આવશ્યકો સંબંધી વિસ્તૃત વિવેચન ...... ૩૨૧ એકવીસમું ઉચિતયોગ (સ્વાધ્યાય)દ્વાર. ૩૩૨ અઢાર હજાર શીલાંગરથનું સ્વરૂપ.......... ૩૩૨ નવકારની અનાનુપૂર્વીનું ફળ .................... ૩૩૪. વીસમું યતિવિશ્રામણા દ્વાર ......... ૩૩૫ ગ્લાનની સેવા સંબંધી વિવેચન .................. ૩૩૫ બાવીસમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર ૩૪૦ પરિવારને ઉપદેશ ન આપવામાં દોષ. ........ ૩૪૦ ૩૧૩ પરિવારે કરેલા પાપનો ભાગીદાર બને..... ૩૪૧ પોષ્યનું પોષણ ..... ૩૪૧ સાધર્મિકના બે પ્રકાર ૩૪૨ શ્રાવક ક્યાં રહે? ........ ૩૪૨ સુસંગ-કુસંગ સંબંધી વિવેચન ......... ૩૪૩ કુતીર્થિકોના સંસર્ગનો ત્યાગ ........... ૩૫૧ કુતીર્થોમાં ન જવું................... ૩૫૧ ભ્રષ્ટાચારીઓના પરિચયનો ત્યાગ.......... ૩૫૧, પાંચ અણુવ્રતનો સ્વીકાર વગેરે ............. ૩૫૨ મદિરા આદિનો ત્યાગ........... ૩૫૨ ચૌદ નિયમ................................. ૩૫૪ સચિત્ત-અચિત્ત-મિશ્રનું સ્વરૂપ............. ૩૫૫ ચાર પ્રકારના અનર્થદંડનો ત્યાગ.......... ૩૫૯ યતનાનો ઉપદેશ ......... ૩૬૨ વિશેષ અભિગ્રહો .. ૩૬૩ મનુષ્યભવ આદિની દુર્લભતા........ ૩૬૬ ધર્મશ્રવણમાં અંતરાય કરનારા તેર દોષો.... ૩૬૭ ઉપમાઓથી ધર્મની પ્રશંસા .. અનુવાદ આદિમાં પુનરુક્તિ દોષ ન લાગે.... ૩૮૦ જિનપૂજા આદિમાં ઉદ્યમ કરવો જોઈએ....... ત્રેવીસમું વિધિશયન દ્વાર ........................... ૩૮૪ સાત ચૈત્યવંદન ............................. ૩૮૪ ચાર શરણ સ્વીકાર વગેરે................ ચોવીશમું અબ્રહ્મત્યાગ દ્વાર .... ૩૮૭ ગૃહવાસથી અનિવૃત્તિની નિંદા ............... ૩૮૭ પચીસમું સ્ત્રીશરીરસ્વરૂપચિંતન દ્વાર ... ૩૮૯ છવીસમું સ્ત્રીસંગનિવૃત્ત બહુમાન દ્વાર .. ૩૯૩ સતાવીસમું બાધકોષવિપક્ષ ચિંતન દ્વાર... ૩૯૪ સંસારના હેતુ કર્મોના ત્યાગનો ઉપદેશ....... ૩૯૫ કઠોર વચનથી પુણ્યનો નાશ................... ૩૯૭ શું કર્યું? શું કરવાનું બાકી છે? ઈત્યાદિ ચિંતન ૩૯૭ આત્મનિરીક્ષણ ............................ ૩૯૭ અઠાવીસમું ધર્માચાર્યસ્મરણ દ્વાર .... ૪૦૩ વિવિધ રીતે આચાર્યના ગુણોનું વર્ણન ...... ૪૦૮ શ્રાવકનાં ઉત્તમ મનોરથો................ અંતર્મુખ બનેલાઓની સ્તુતિ ............... ૪૧૫ ગ્રંથકારની નમ્રતા વગેરે ...... ......... ૪૧૬ ભાવાનુવાદકારની પ્રશસ્તિ ................... ૪૧૭ અકારાદિ અનુક્રમ.............................. ૩૮૨ ૩૮૪ ૩૨૦ ૩૨૧ ૪૧૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ ધરણંદ્ર-પદ્માવતી સંપૂજિતાય ૩ હીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીર સૂરિભ્યો નમ: ઓં નમ: સિદ્ધાંત સાર સાગર શ્રી દેવેંદ્રસૂરિ વિરચિત શ્રતધર સ્થવિર મહર્ષિ રચિત અવચૂરિ સહિત શ્રાદ્ધદિનકૃત્ય વિવેચન સહિત ગુજરાતી ભાવાનુવાદ वीरं नमिऊण तिलोयभाणु, विसुद्धनाणं सुमहानिहाणं ।। वुच्छामि सड्डाण दिणस्स किच्चं, जिणिंदचंदाण य आगमाओ ॥१॥ ત્રિભુવનભાનુ, વિશુદ્ધજ્ઞાની અને સુમહાનિધાન એવા શ્રી વીરને નમીને જિતેંદ્રચંદ્રોના આગમથી શ્રાદ્ધોના દિનકૃત્યોને કહીશ. ત્રિભુવનભાનુ- શ્રી વીર ભગવાન અસંખ્ય જિજ્ઞાસુઓના સંશયોને એકી સાથે છેડતા હોવાથી ત્રણ લોકમાં રહેલા ધર્માસ્તિકાય આદિ દ્રવ્યસમૂહને એકી સાથે પ્રકાશિત કરનારા છે. જેવી રીતે ભાનુ (સૂર્ય) પદાર્થોને એકી સાથે પ્રકાશિત કરે છે, તેમ શ્રી વીર ભગવાન વણલોમાં રહેલા સર્વ પદાર્થોને એકીસાથે પ્રકાશિત - કરતા હોવાથી ત્રિભુવનના ભાનુ સમાન છે. - વિશુદ્ધજ્ઞાની - વિશુદ્ધજ્ઞાની એટલે વિશુદ્ધજ્ઞાનવાળા જે જ્ઞાન અજ્ઞાનથી રહિત હોય તે જ્ઞાન વિશુદ્ધ છે. ભગવાનને સર્વજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલનામનું જ્ઞાન ઉત્પન્ન થયું હોવાથી ભગવાનનું જ્ઞાન અજ્ઞાનથી રહિત છે = અજ્ઞાનથી મિશ્રિત નથી. માટે શ્રી વીરભગવાન વિશુદ્ધજ્ઞાની છે. સુમહાનિધાન - જેવી રીતે નિધાન દારિયેનો નાશ કરે અને સંપત્તિને આપે તેમ શ્રી વીર ભવ્યજીવોના કષ્ટથી ભરેલી દુર્ગતિનાદુ:ખરૂપદારિત્ર્યનો ઉચ્છેદ કરે છે. અને સુગતિનું સુખ આપે છે. માટે શ્રી વીર મહાનિધારૂપ છે. અન્ય નિધાનો ક્ષય પામે છે, આ નિધાન અક્ષય હોવાથી મણનિધાન છે. આ નિધાન સર્વનિધાનોથી ચઢિયાતું હોવાથી સુ(=સુંદર) મહા નિધાન છે. શ્રી મહાવીર સુમાનિધાન છે એ વિષયમાં ગુરુપરંપરાથી આવેલો પ્રસંગ આ પ્રમાણે છે- એક વાર શ્વેતાંબાનગરી તરફ જતા શ્રીવીરને ગોવાળોએ એ રસ્તે જવાની ના કહી. છતાં શ્રીવીર ચંડકૌશિક સર્પને પ્રતિબોધ પમાડવા માટે કનકખલ નામના તાપસીના આશ્રમમાં પધાર્યા. આ ચંડકૌશિક સર્ષ પહેલા ભવમાં દેડકીને મારનાર તપસ્વી હતો, બીજા ભવમાં જ્યોતિષ્ક દેવ હતો, ત્રીજા ભવમાં કનકપલ નામના તાપસાશ્રમના કુલપતિનો પુત્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણા 2) શ્રાદ્ધદિનકૃત્ય કૌશિક નામનો કુલપતિ હતો, ચોથા ભવમાં દષ્ટિવિષચંડકૌશિક સહિતો. તે ચંડકૌશિક સપને (વનમાંદેવમંદિરમાં કાયોત્સર્ગમાં રહેલા) શ્રી વીરસ્વામીના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી (ભગવાનના ઉપદેશથી પ્રતિબોધ પામીને) અનશન કરીને આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે કુગતિરૂપ દારિયનો નાશ કરવાથી અને સુખરૂપ સંપત્તિ કરવાથી શ્રીવીર સુમહાનિધિ છે. શ્રીવીરને નમીને - નમસ્કારના (૧) દ્રવ્યથી થાય, ભાવથી નહિ, (૨) ભાવથી થાય, દ્રવ્યથી નહિ, (૩) ભાવથી નથાય અને દ્રવ્યથી પણ ન થાય, (૪) દ્રવ્યથી થાય અને ભાવથી પણ થાય, એમ ચાર ભેદ છે. તેમાં પાલક વગેરેનો નમસ્કાર દ્રવ્યથી છે, ભાવથી નથી. અનુત્તર દેવલોકના દેવોનો નમસ્કાર ભાવથી હોય, દ્રવ્યથી ન હોય. (કારણ કે તે દેવો સદા શય્યામાં સૂતાં સૂતાં પદાર્થોનું ચિંતન કરતા હોય છે. આથી મસ્તક નમાવવું વગેરે દ્રવ્ય નમસ્કાર ન કરી શકે.) કપિલા વગેરેનો નમસ્કાર દ્રવ્યથી અને ભાવથી રહિત છે. (કપિલા શ્રેણિક રાજાની દાસી હતી. અતિશય ભારેકર્મી જીવોદ્રવ્યથી પણ નમસ્કાર કરે.) જેનું વચન સુસંવરવાળું છે, અર્થાત્ સાવધથી રહિત છે, અને કાયા સુવ્યાપારવાળી છે, અર્થાત્ વિધિપૂર્વક વંદન કરવાના વ્યાપારવાળી છે, તેવો સમ્યગ્દષ્ટિ જીવ ઉપયોગ પૂર્વક જિન વગેરેને નમસ્કાર કરે ત્યારે દ્રવ્યથી અને ભાવથી નમસ્કાર હોય. નમીને એટલે વિદનસમૂહની શાંતિ માટે એકાંતિક અને અવ્યભિચારી ભાવમંગલરૂપ ચોથા નમસ્કારથી પ્રણામ કરીને. (ભાવમંગલ એકાંતિક અને અવ્યભિચારી હોય. અવ્યભિચારી એટલે અવશ્ય ફળ = નિષ્ફળ ન થાય તેવું. બીજા મંગલોનિષ્ફળ પણ થાય, જ્યારે ભાવમંગલ ક્યારેય નિષ્ફળ ન થાય. એકાંતિક એટલે અસાધારણ. જેના જેવું બીજું ન હોય તે અસાધારણ કહેવાય. ભાવ મંગલ અવ્યભિચારી છે, અને અવ્યભિચારી છે માટે જ એકાંતિક છે.). જિનેન્દ્રચંદ્ર - જિન એટલે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની. ઈન્દ્રએટલે પ્રધાન. જિનોમાં પ્રધાન તે જિનેન્દ્ર. સામાન્ય કેવલી નિર્મલકેવલજ્ઞાનરૂપ પરમેશ્વર્યથી યુક્ત હોવાના કારણે જિનોમાં પ્રધાન છે, માટે જિનેન્દ્ર છે. આથી જિનેન્દ્ર એટલે સામાન્ય કેવલી. શ્રીવીર સામાન્ય કેવલીઓમાં પણ ચંદ્ર જેવા છે. જેમ ચંદ્ર આહાદ ઉત્પન્ન કરે છે તેવી રીતે શ્રીવીર સર્વઅતિશયસંપત્તિથી આહ્માદ ઉત્પન્ન કરે છે. (અહીં તાત્પર્ય એ છે કે સામાન્ય કેવલીઓને અતિશય હોતા નથી, જ્યારે તીર્થકરોને અતિશયો હોય છે.). જિનેન્દ્રચંદ્રોના આગમથી - જિનેન્દ્રચંદ્રોના આગમથી એટલે જિનેન્દ્રચંદ્રોએ રચેલા આવશ્યક, ઉપાશકદશા વગેરે સિદ્ધાંતોમાંથી ઉદ્ધાર કરીને. ગાથામાં આવેલા શબ્દનો અર્થ આ પ્રમાણે છે– તીર્થકરોના આગમને અનુસરીને અને બહુશ્રુત એવા અશઠ પુરુષોએ આચરેલી આચરણાને અનુસરીને શ્રાદ્ધોના દિનકૃત્યોને કહીશ. શ્રાદ્ધોનાદિનકૃત્યોને કહીશ- શ્રાદ્ધ એટલે શ્રાવક, શ્રાવકનું સ્વરૂપ આપ્રમાણે છે- (શ્રાવક શબ્દમાં શ્રા, વ, ક એમ ત્રણ અક્ષરો છે. તેમાં શ્રા એટલે મજબૂત કરે, શેને મજબૂત કરે ? શ્રદ્ધાને મજબૂત કરે. વ એટલે વાવે. શું વાવે? ધનને વાવે. ક એટલે કરે. શું કરે? પુણ્યને કરે. આથી શ્રાવક શબ્દનો અર્થ આ પ્રમાણે થાય-) જિનેન્દ્રના શાસન ઉપર શ્રદ્ધાને મજબૂત કરે છે, પાત્રોમાં સતત ધનને વાવે છે, સુસાધુઓની સેવાથી પુણ્ય કરે છે, આથી પણ તેને ઉત્તમ પુરુષો શ્રાવક કહે છે.” શ્રાવકનું આ લક્ષણ ઋદ્ધિમાન શ્રાવકને આશ્રયીને કહ્યું છે. શ્રાવકનું સર્વ સાધારણ લક્ષણ આ છે Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય મંગલાચરણ ‘‘સમ્યગ્દર્શન અને પાંચ અણુવ્રત વગેરેને પામેલો જે દરરોજ સાધુઓની પાસે સાધુ–શ્રાવકની સામાચારીને (=આચારોને) સાંભળે તેને જ તીર્થંકરો અને ગણધરો શ્રાવક કહે છે.’’ 3 અહીં બંને પ્રકારના શ્રાવકોનો અધિકાર છે. તે શ્રાવકોનાં અહોરાત્રમાં કરવાનાં ‘‘નવકાર ગણતાં ઉઠવું’’ ઈત્યાદિ કર્તવ્યોને કહીશ. આ શ્લોકમાં ભગવાનના ચાર અતિશયો જણાવ્યા છે. તે આ પ્રમાણે - વીર પદથી અપાયાપગમ અતિશય, ત્રિતોમાનુ પદથી વચનાતિશય, વિશુદ્ધજ્ઞાન એ પદથી જ્ઞાનાતિશય, મુમહાનિધાન એ પદથી પૂજાતિશય જણાવ્યો છે. (ચાર અતિશયોનો અર્થ ૮મા પેજમાં જણાવવામાં આવશે.) મંગલ ચતુષ્ટય (ગ્રંથના પ્રારંભમાં મંગલ, સંબંધ, અભિધેય અને પ્રયોજન એ ચારનો નિર્દેશ કરવો જોઇએ. પ્રસ્તુતમાં એ ચારનો નિર્દેશ આ પ્રમાણે છે– વિઘ્નના વિનાશ માટે ઇષ્ટદેવ નમસ્કારરૂપ ભાવ મંગલ કરવું જોઇએ. શ્રોતાઓ આ ગ્રંથનું વાંચન કરે એ માટે સંબંધ, અભિધેય અને પ્રયોજન એ ત્રણનો નિર્દેશ કરવો જોઈએ.) મંગલ - ‘‘શ્રીવીરને નમીને’’ એ પદોથી મંગલ કરવામાં આવ્યું છે. અભિધેય - ‘‘શ્રાદ્ધોનાં દિનકૃત્યોને કહીશ’' આ ક્શનથી અભિધેય (=આ ગ્રંથમાં શું કહેવાનું છે તે) જણાવ્યું છે. = સંબંધ - અહીં ઉપાય-ઉપેયરૂપ સંબંધ છે. તે આ પ્રમાણે– પ્રસ્તુત આ શાસ્ત્ર જ ઉપાય છે – સાધન છે. તેના અર્થનું વિશિષ્ટજ્ઞાન એ ઉપેય = સાધ્ય છે. પ્રયોજન - વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષોની પ્રવૃત્તિના સામર્થ્યથી પ્રયોજન જાણી શકાય છે, અર્થાત્ વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષો જે કારણથી જેમાં પ્રવૃત્તિ કરે તે કારણ તેનું પ્રયોજન છે, એમ સમજી શકાય છે. પ્રસ્તુતમાં કર્તાનું અનંતર અને પરંપર તથા શ્રોતાનું અનંતર અને પરંપર એમ ચારે પ્રકારનું પ્રયોજન કહેવું. તે આ પ્રમાણે જીવો ઉપર અનુગ્રહ કરવો એ કર્તાનું અનંતર પ્રયોજન, મોક્ષની પ્રાપ્તિ એ કર્તાનું પરંપર પ્રયોજન છે. કહ્યું છે કે– ‘“જે દુ:ખોથી તપેલા જીવો ઉપર સર્વજ્ઞે કહેલા ઉપદેશ વડે ઉપકાર કરે છે તે જલદી મોક્ષે જાય છે.’’ પોતાનાં કર્તવ્યોનો બોધ એ શ્રોતાનું અનંતર પ્રયોજન છે, અને મોક્ષપ્રાપ્તિ એ શ્રોતાનું પરંપર પ્રયોજન છે. વાચક મુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે- ‘‘શ્રાવક વિધિથી મૃત્યુ પામીને સૌધર્મ આદિ ઇન્દ્ર, સામાનિકદેવ કે અન્ય કોઈ વિશિષ્ટ દેવ બને છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ સુખનો અનુભવ કરીને દેવ સ્થિતિનો ક્ષય થતાં મનુષ્યલોકમાં જન્મે છે. ત્યાં પુનઃ દુર્લભ એવી સર્વગુણોની સંપત્તિને મેળવીને સકલ કર્મોના કલંકથી મુક્ત બને છે, અને સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આવો જીવ વધારેમાં વધારે આઠ ભવોની અંદર નિયમા મોક્ષે જાય છે.’’ (પ્રશમરતિ ગા. ૩૦૭–૩૦૮) વિવેચન તીર્થંકરો અતિશયના કારણે અસંખ્ય જિજ્ઞાસુઓના સંશયોને એકી સાથે છેદે છે એ વિષે કેટલાંક દૃષ્ટાંતો આ પ્રમાણે છે – Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય સવાલ અનેક જવાબ એક - દષ્ટાંત ૧ એક ભીલ ત્રણ સ્ત્રીઓ સાથે ગામાંતર જતો હતો. માર્ગમાં એક સ્ત્રીએ ભીલને કહ્યું : ‘“કાંઇક ગાઓને, ઝટ માર્ગ કપાય.’’ બીજીએ કહ્યું : ‘‘થોડું પાણી લાવી આપોને, ગળું સુકાય છે.’’ ત્રીજી બોલી : ‘‘ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું શોધોને. મંગલાચરણ 4 આ ત્રણે નારીને ભીલે એક જ ઉત્તર આપતાં કહ્યું : ‘“સરો નત્થિ.’’ એટલે પહેલી સમજી કે સરો અર્થાત્ સ્વર નથી, શી રીતે ગાઉં ? બીજી સમજી કે, સરો એટલે સરોવર નથી, પાણી ક્યાંથી લાવું ? અને ત્રીજી સમજી કે સરો (શર) એટલે બાણ નથી, શી રીતે શિકાર કરું અને તને ખાવાનું આપું ? આમ સામાન્ય માણસે એક શબ્દમાં ત્રણે નારીઓને સમજાવી. પ્રભુજીની વાણી તો નિરુપમ અને અદ્ભુત છે. તો પછી એક જ શબ્દમાં અનેકને કેમ સમજાવી ન શકે ? એક જ શબ્દના અનેક અર્થો થતા હોય છે. સવાલ અનેક જવાબ એક - દષ્ટાંત ર સંગધર નામે એક ગામ હતું. ત્યાં બુઢણ નામે એક આહીર રહેતો. તે સુખી અને સમૃદ્ધ હતો. તેને સોળ પત્ની હતી. પ્રથમ પત્નીનું નામ પુષ્પવતી હતું. એક સમયની વાત છે. બુઢણ જંગલમાં ગાયો ચરાવી રહ્યો હતો. બપોર થતાં તે ભોજન કરવા માટે બેઠો. પુષ્પવતી પણ તેની સાથે ભોજન કરવા બેઠી. એ પ્રસંગે બીજી પત્નીઓ પણ ત્યાં આવી. એ દરેકે વારાફરતી પુષ્પવતીને પૂછ્યું. પહેલીએ પૂછ્યું : ‘‘આજે આટલી બધી ખીચડી કેમ રાંધી છે ?’’ બીજી બોલી : ‘‘આજે છાશ ખાટી કેમ છે ?’’ ત્રીજીએ પૂછ્યું : ‘‘પેલી દાઢી-મૂછવાળી સ્ત્રી ઘરે છે ?’’ ચોથી બોલી : ‘‘આજે તમને સારું છે ને ?’’ પાંચમીએ પૂછ્યું : ‘‘આજે કંકોડાનું શાક આખું કેમ રાંધ્યું છે ?’’ છઠ્ઠી બોલી : ‘‘આ કૂતરી કેમ ઘૂરકે છે ?’’ સાતમી બોલી: ‘‘પેલી ભેંસ ગાભણી થઈ ?’’ આઠમીએ પૂછ્યું: “આ આગળ દેખાતી સ્ત્રી થાકી ગઈ છે કે ?'' નવમી બોલી : ‘‘આજે સદાવ્રતમાં ભોજન આપે છે ?’’ દસમીએ પૂછ્યું : ‘‘આજે આ જળપ્રવાહમાં પાણી કેમ વધુ વહે છે ?’’ અગીયારમી બોલી : ‘“તમારો ચોટલો તમે વાળ્યો ?’’ બારમીએ પૂછ્યું : ‘‘કાનમાં કુંડળ પહેર્યાં છે કે નહિ ?’’ તેરમી બોલી : ‘‘આ જંગલમાં કેમ ભય નથી લાગતો ?’' ચૌદમીએ પૂછ્યું : ‘“આ ફળ લેશો ?’’ પંદરમી બોલી: ‘‘આ બકરીઓ ગણી છે કે નહિ ?'' આ દરેકે પુષ્પવતીને અલગ અલગ પ્રશ્ન પૂછ્યો હતો છતાંય તે દરેકને તેણે એક જ જવાબ આપ્યો કે ‘‘પાલી નથી.’’ આ જવાબથી દરેકને પોતાના પ્રશ્નનો સંતોષકારક જવાબ મળી રહ્યો. પહેલીને કહ્યું : ધાન્ય માપવાની પાલી હાથવગે ન મળતાં મારાથી ખીચડી વધારે રંધાઈ ગઈ. બીજીને કહ્યું : છાશ કરવાની આજે પાલી ન હતી (પાલી એટલે વારો) આથી ગઈકાલની છાશ હોવાથી તે ખાટી છે. ત્રીજીને કહ્યું : ‘‘આજે હજામતની પાલી નથી તેથી તે સ્ત્રી ઘેર જ છે. ચોથીને કહ્યું : એકાંતરો તાવ આવે છે. આથી તાવની આજે પાલી ન હોવાથી સારું છે. પાંચમીને કહ્યું : શાક સુધારવાની પાલી (છરી) નથી આથી આખા કંકોડાનું શાક કર્યું છે. છઠ્ઠીને કહ્યું : કૂતરીને કોઈએ પાલી (પાળી) નથી તેથી તે ઘૂરકે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય મંગલાચરણા સાતમીને જવાબ આપ્યો કે: પાલી નથી. (ગાય ભેંસ વગેરેને ગર્ભ રહેવાના સમયને લોકો પાલી કહે છે.) માટે ભેંસ ગાભણી થઈ નથી. આઠમીને કહ્યું: તે સ્ત્રી પાલી ( પગપાળા ચાલીને આવી) નથી. અર્થાત્ તે ચાલીને નથી આવી તેથી તે થાકી નથી. નવમીને કહ્યું: દાન દેવાની આજે પાલી (વારો) નથી. દસમીને કહ્યું: પાળ (પાલી) બાંધેલી નથી તેથી જળપ્રવાહમાંથી પાણી વહ્યું જાય છે. અગીયારમીને કહ્યું: મારા માથામાં પાલી (જુ) નથી તેથી ચોટલો બાંધેલો છે. બારમીને કહ્યું : પાલી = કાનનો અંતભાગ નથી તેથી કુંડલ કેવી રીતે પહેરાય? તેરમીને કહ્યું: આ જંગલમાં ચોર લોકોની પાલી (વસતી) નથી તેથી કોઇ ભય નથી. ચૌદમીને કહ્યું: મારે ખોળો (પાલી) નથી તેથી ફળ શેમાં લઉં? પંદરમીને જવાબ આપ્યો કે અહીં કોઇ આડશ (પાલી) બાંધેલી નથી તેથી બધી બકરીઓ શી રીતે ગણી શકાય? પુષ્પવતીના આ એક જ જવાબથી બધી જ સ્ત્રીઓને પોતાનો જવાબ મળી ગયો. સામાન્ય માણસમાં પણ આ પ્રમાણે એક જ શબ્દ કે વાક્યમાં ભિન્ન પ્રશ્નોના જવાબ આપવાની બુદ્ધિ હોય તો કેવળજ્ઞાની ભગવંતમાં તો તેવું સામર્થ્ય કેટલું બધું હોય છે. ' “અરિહંતનું એક વચન સમકાળે અનેક લોકોની સંશયશ્રેણિને એકી સાથે હરી લે છે તે ઉપર બુઢણ આહિરની સ્ત્રીઓનું દષ્ટાંત સાંભળીને વિચારવું કે તેમાં કોઈ જ આશ્ચર્ય નથી.” સવાલ અનેક જવાબ એક દષ્ટાંત ૩ આ વિષયને સમજવા માટે નીચેનું દષ્ટાંત પણ ઉપયોગી બને તેવું છે. કોઈએ ત્રણ પ્રશ્નો પૂછ્ય- તે કદી કેમ ન પીધી? તેં દવા કેમ ખાધી નહિ? પડાં ધોવા છતાં પડાંઓમાં ચમક કેમ ન આવી? આનો જવાબ ગળીનહતી” એવા એક જ વાક્યથી આપ્યો. ક્તી ગળી = મીઠી ન હતી માટે ન પીધી. દવા ગળી = મીઠી ન હતી માટેના ખાધી. ૫ડામાંકપડાને સ્વચ્છ બનાવનાર ગળીનામનો પદાર્થ નાખ્યો હતો તેથી કપડાંઓમાં ચમક ન આવી. એ રીતે બીજા ત્રણ પ્રશ્નો આ પ્રમાણે છે- રણમાં મુસાફર કેમ મરી ગયો? રાજાએ મોતી કેમ ન લીધું? તલવાર નકામી કેમ બની ? આ ત્રણ પ્રશ્નોનો “પાણી ન હતું” એવો એક જવાબ છે. રણમાં પીવાનું પાણી ન હતું. માટે મુસાફર તૃષાથી મરી ગયો. મોતીમાં પાણી નહતું, અર્થાત્ મોતી પાણીદાર ન હતું, માટે રાજાએ મોતીન લીધું. તલવાર પાણી ધાર વિનાની હતી માટે નકામી બની. બીજા પણ ત્રણ પ્રશ્નો આ પ્રમાણે છે- હોળી કેમ ન ઉજવી? કામ બરોબર કેમ ન થયું? ચિત્રકારે ચિત્રકેમ નદોર્યું? આ ત્રણ પ્રશ્નોનો “રંગન હતો' એવો એક જ જવાબછે. રંગવાનો રંગ ન હોવાથી હોળી ન ઉજવી. કામ કરનાર રંગમાં = આનંદમાં નહતો માટે કામ બરોબર ન થયું. રંગવાનો રંગ ન હોવાથી ચિત્રકારે ચિત્ર ન દોર્યું. આમ સામાન્ય માણસ પણ આ રીતે એક જ વાક્યથી અનેક પ્રશ્નોનો ઉત્તર આપી શકતો હોય તો અતિશયવંત પ્રભુ અનેક પ્રશ્નોના જવાબો એક જ વાક્યથી આપીને એકી સાથે અનેકના સંશયોને દૂર કરે એમાં શી નવાઈ? . દ્રવ્યથી નમસ્કાર થાય, ભાવથી ન થાય એ પહેલા ભાગમાં જણાવેલ પાલકનો દ્રવ્ય નમસ્કારનો પ્રસંગ Page #25 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ શ્રાદ્ધદિનકૃત્યા આ પ્રમાણે છે દ્રવ્યવંદન વિષે પાલકનું દષ્ટાંત કૃષ્ણ મહારાજાના શાંબ અને પાલક વગેરે અનેક પુત્રો હતા. એકવાર શાંબ અને પાલકે કૃષ્ણ મહારાજાની પાસે અશ્વરત્નની (ઉત્તમ ઘોડાની) માંગણી કરી. અન્ય એક હતો, અને માંગનારા બે હતા. આથી કૃષ્ણ મહારાજા અથ કોને આપવો અને કોને ન આપવોએ વિચારમાં પડ્યા. વિચારતાં તેમણે એક ઉપાય શોધી કાઢ્યો. તેમણે તે બેને કહ્યું: જે આવતી કાલે શ્રી નેમિનાથ ભગવાનને પહેલાં વંદન કરશે તેને આ અથરત્ન આપીશ. કૃષ્ણ મહારાજાની આકેવી ભાવદયા? જે વધારે કમાણી કરી લાવશે, અથવા જે મારી સેવા કરશે, તેને અશ્વ આપીશ એમ ન કહ્યું. મહાનુભાવો! આમાં તમારે પણ સમજવા જેવું છે. તમે પણ તમારા છોકરાને આવા ઉપાયથી પણ ધર્મકરાવવાનો કે ધાર્મિક અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કરી શકો. પણ તે ક્યારે બની શકે ? તમારા હૃદયમાં સંતાનોની ભાવદયા જાગે ત્યારે જ આ બની શકે. પ્રસ્તુતમાં અથરત્ન મેળવવાના લોભથી પાલક સવારના વહેલો ઊઠીને અંધારામાં ભગવાનને વંદન કરવા ગયો. શાબે ઊઠતાં જ શા ઉપરથી ઊઠીને ત્યાં જ રહીને બે હાથ જોડ્યા, પછી ભગવાનને આંખ સામે લાવીને નતમસ્તકે ભાવથી નમસ્કાર ક્ય. થોડો સૂર્યનો પ્રકાશ થતાં પાલકે કૃષ્ણ મહારાજાની પાસે જઈને કહ્યું હું શાંબ ઊઠ્યો એ પહેલાં જ ભગવાન પાસે જઈને વંદન કરી આવ્યો છું, માટે મને અથરત્ન આપો. શ્રીકૃષ્ણ કહ્યું હું એમ ન આપું. ભગવાનને પૂછીને ખાતરી કરીને પછી આપીશ. સમય થતાં કૃષ્ણ મહારાજ ભગવાનની દેશના સાંભળવા ગયા. દેશના પૂર્ણ થયા પછી ભગવાનને પૂછ્યું: શાંબ અને પાલક એ બેમાંથી કોણે આપને પહેલું વંદન કર્યું છે? ભગવાને કહ્યું શાંબે મને પહેલું વંદન કર્યું છે. કારણ કે પાલકનું વંદન અથરત્ન મેળવવાના આશયથી થયું હોવાથી દ્રવ્યવંદન છે. શાબનું વંદન આત્મકલ્યાણના ધ્યેયથી થયું હોવાથી ભાવવંદન છે. આથી કૃષ્ણ મહારાજે શાબને અથરત્ન આપ્યું. આચરણા પણ પ્રમાણ છે અહીં “તીર્થકરોના આગમને અનુસરીને અને બહુશ્રુત એવા અશઠ પુરુષોએ આચરેલી આચરણાને અનુસરીને શ્રાદ્ધોના દિનકૃત્યોને કહીશ” એમ કહીને આચરણા પણ પ્રમાણ છે એ વિષયનું સમર્થન કર્યું છે. જેમ આગમ પ્રમાણ છે, તેમ આચરણા પણ પ્રમાણ છે. આથી જયતિલક્ષણ સમુચ્ચયવગેરેમાં આગમ અને આચરણા એ બંનેને મોક્ષમાર્ગ કહ્યો છે. કેવી આચરણા પ્રમાણ છે એનું સ્પષ્ટીકરણ અહીં કર્યું છે. બહુશ્રુત એવા અશઠ પુરુષોએ આચરેલી આચરણા પ્રમાણ છે. આગમથી અવિરુદ્ધ આચરણા પ્રમાણ છે. અમુક આચરણા આગમથી વિરુદ્ધ છે કે નહિ તે બહુશ્રુત જ જાણી શકે. હવે બહુશ્રુત હોય પણ જો શઠ હોય તો પણ આગમ વિરુદ્ધ આચરણા પોતે શરૂ કરે, અથવા અન્ય કરેલી આગમ વિરુદ્ધ આચરણાને પ્રમાણ માને. માટે બહુશ્રુત એવા અશઠની આચરણા પ્રમાણ ગણાય. બહુશ્રુત બનવું હજી સરળ છે, પણ અશઠ= સરળ બનવું એ ઘણું કઠીન છે. જ્યારે શઠપુરુષો બહુશ્રુત બની જાય ત્યારે શાસનને પ્રાય: નુકસાન થાય છે. આથી જ સરળતાનું ઘણું મહત્ત્વ છે. આ વિષે પંચવસ્તુકગ્રંથમાં કહ્યું છે કે ण य किंचि अणुन्नायं, पडिसिद्धं वावि जिणवरिदेहि । तित्थयराणं आणा, कज्जे सच्चेण होअव्वं ॥ २८० ।। જિનેશ્વરોએ કોઈપણ કાર્ય માટે એકાંત વિધાનકે એકાંત નિષેધ કર્યો નથી. તેમની આજ્ઞા એટલી જ છે કે કાર્ય પ્રસંગે સત્ય = સરળ બનવું જોઈએ. દંભકરીને ખોટુઆલંબન ન લેવું જોઈએ.” Page #26 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ યતિલક્ષણસમુચ્ચય ગ્રંથમાં સંવિગ્ન બહુજનોએ કરેલી આચરણાને પ્રમાણ કહી છે. સંવિગ્ન એટલે મોક્ષના અભિલાષી. સંવિગ્ન શબ્દનો આ શબ્દાર્થ છે. સંવિગ્ન શબ્દનો તાત્પર્યાર્થ ગીતાર્થ છે. કારણ કે ગીતાર્થ વિના બીજાઓને પારમાર્થિક સંવેગ ન હોય. અહીં બહુજન એટલા માટે કહ્યું છે કે સંવિગ્ન પણ એક જન અનાભોગ અને અજ્ઞાનતા આદિથી ખોટું આચરણ કરે. તેથી એક સંવિગ્ન પણ પ્રમાણ નથી. શ્રાદ્ધદિનકૃત્ય 7 ‘‘એક સંવિગ્ન પણ પ્રમાણ નથી’’ એ નિયમ સામાન્યથી છે. વિશેષથી તો એક સંવિગ્ન પણ પ્રમાણ છે. આથી જ એક સ્થળે કહ્યું છે કે जंजी सोहिकरं, संवेगपरायणेणं दंतेण । इक्व आइन्नं, तेण उ जीएण ववहारो ॥ ५३ ॥ ‘‘સંવેગમાં તત્પર અને દાંત એવા એક પણ પુરુષે આત્મશુદ્ધિને કરનારી જે આચરણા કરી હોય તે આચરણાથી વ્યવહાર થાય. 99 એક પણ બહુશ્રુત જો અશઠ હોય (=સરળ હોય) તો તેનું આચરેલું પ્રમાણ છે. આ વિષે પંચવસ્તુક ગ્રંથમાં કહ્યું છે કે असढेण समाइन्नं, जं कल्पइ केणइ असावज्जं । न निवारियमण्णेहि अ, बहुमणुमयमेअमाइण्णं ॥ ४७६ ॥ ‘અશઠ (=રાગ-દ્વેષથી રહિત) એવા પ્રામાણિક કોઇ ગીતાર્થે કોઇ તેવા પુષ્ટકારણે સ્વભાવથી અસાવદ્ય (=પાપથી રહિત) એવું જે કંઈ આચરણ કર્યું હોય અને યોગ્ય હોવાથી જ તેનો અન્ય ગીતાર્થોએ નિષેધ ન કર્યો હોય તે આચરણ કહેવાય. આમ આ આચરણ ઘણાઓને સંમત હોય.’’ ચૈત્યવંદન મહાભાષ્યમાં આચરણનું મહત્ત્વ જણાવતાં કહ્યું છે કે तम्हा अनायमूला, हिंसारहिया सुझाणजणणी य । सूरिपरंपरपत्ता, सुत्तव्व पमाणमायरणा ॥ २५ ॥ તેથી અજ્ઞાત મૂલવાળી, હિંસાથી રહિત, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી, સૂરિ પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા સૂત્રની જેમ પ્રમાણ છે.’’ અજ્ઞાત મૂળવાળી એટલે ક્યારથી શરૂ થઇ અને કોણે શરૂ કરી તે જાણવામાં ન આવ્યું હોય તેવી. શ્રાવકનું લક્ષણ પંચાશકમાં શ્રાવકનું લક્ષણ નીચે મુજબ જણાવ્યું છે. परलोयहियं सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो । અતિવ્વવિમા, સુધ્ધોનો સાવળો થૅ ।। ૧-૨ ‘પરલોક માટે હિતકર જિનવચનને અતિતીવ્ર કર્મનો નાશ થવાથી દંભરહિત ઉપયોગપૂર્વક જે સાંભળે તે ઉત્કૃષ્ટ શ્રાવક છે.’’ પંચાશકની આ ગાથાની ટીકાનો ભાવાનુવાદ આ પ્રમાણે છે– અહીં (નો=) ‘જે’ પદથી એ જણાવ્યું છે કે ઉક્ત રીતે જે કોઈ જિનવચનને સાંભળે તે શ્રાવક છે. જેમ Page #27 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ શ્રાદ્ધદિનકૃત્ય બ્રાહ્મણકુળમાં જ ઉત્પન્ન થયેલો બ્રાહ્મણ કહેવાય છે, તેમ અમુક કુળમાં જ ઉત્પન્ન થયેલો શ્રાવક કહેવાય છે એવું નથી. કારણ કે શ્રાવકપણાનું કારણ કુળ નથી, ક્તિ વિશિષ્ટ કિયા (અહીં જણાવ્યા મુજબ જિનવચનશ્રવણની કિયા) છે. આથી ઉક્ત રીતે જે કોઈ જિનવચનશ્રવણની ક્રિયા કરે તે શ્રાવક બની શકે છે. નિણવયoi =જિનવચનને એ પદથી એ સૂચિત કર્યું છે કે જિન સિવાય બીજાનાં વચનો પ્રામાણિક ન હોવાથી તેનાથી ધર્મ-મોક્ષ રૂપ કાર્ય સિદ્ધ ન થતું હોવાથી સાંભળવા યોગ્ય નથી. પ્રશ્ન:- જિનવચન પરલોકહિતકર છે. આથી જિનવચનને સાંભળે એટલું જ ન કહેતાં પરલોકહિતકર જિનવચનને સાંભળે એમ શા માટે કહ્યું? ઉત્તર:-અપેક્ષાએ જ્યોતિષશાસ્ત્ર વગેરે પણ પરલોકહિતકર છે, તથા જિન સિવાય અન્ય દર્શનકારોનાં વચનો પણ પરલોકહિતકર છે. આથી જ કહ્યું છે કે – जे जत्तिया अ हेऊ, भवस्स ते चेव तत्तिया मुक्खे । गणणाईया लोगा, दोण्हवि पुण्णा भवे तुल्ला ॥ ओघनि ० ५४ . .. “જે અને જેટલા સંસારના હેતુઓ છે તે અને તેટલા જ મોક્ષના હેતુઓ છે. સંસાર અને મોક્ષ એ બનેનાં કારણોથી અસંખ્ય લોક સમાન રૂપે ભરેલા છે. અર્થાત્ સંસાર અને મોક્ષ એ બંનેનાં કારણો સમાનપણે અસંખ્ય છે.” જ્યોતિષશાસ્ત્ર વગેરે અને અન્ય દર્શનકારોનાં વચનો પરલોકહિતકર છે, પણ પરંપરાએ, સાક્ષાત્ નહિ. જ્યારે જિનવચન સાક્ષાત્ પરલોકહિતકર છે. આ ભેદ દર્શાવવા અહીં પરલોકહિતકર જિનવચન એમ કહેવામાં આવ્યું છે. જિનવચન ઉપયોગપૂર્વક સાંભળવું જોઈએ. ઉપયોગ વિના સાંભળવાથી લાભ થતો નથી. આથી જ કહ્યું છે કે – निद्दाविगहापरिवजिएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेअव्वं ॥ १००६ । पं. व. “નિદ્રા અને વિકથાનો ત્યાગ કરી, (ગુહિં)જિનવાણીશ્રવણ સિવાયની ક્રિયાઓનો ત્યાગ કરી, અંજલિ જોડી, જિનવાણીશ્રવણમાં એકાગ્ર બનીને, ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાનપૂર્વક જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ.” અતિ તીવ્રર્મનો નાશ થયા વિના દંભરહિત અને ઉપયોગપૂર્વક જિનવચનનસાંભળી શકાય. માટે અહીં “અતિ તીવ્રકર્મનો નાશ થવાથી” એમ કહ્યું છે. જો કે કોઈક અવસ્થામાં અભવ્ય પણ વ્યવહારથી દંભરહિત અને ઉપયોગપૂર્વક જિનવચન સાંભળે છે, પણ તેના અતિતીવ્રકર્મનો નાશ ન થયો હોવાથી તે ઉત્કૃષ્ટ શ્રાવકન કહેવાય. (અહીં પચાશકની ગાથાનો અર્થ પૂર્ણ થયો.) અરિહંતના આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશય એમ બાર ગુણો છે. આઠ પ્રાતિહાર્યો ૪૬મા પેજમાં જણાવવામાં આવશે. અતિશય એટલે બીજા કોઈમાં ન હોય તેવી વિશેષતા. ચાર અતિશયો અને તેનો અર્થ આ પ્રમાણે છે જિનેશ્વરના ચાર અતિશયો અપાયાપગમાતિશય-આમાં અપાય અને અપગમે એમ બે શબ્દો છે. અપાય એટલે દોષો. અગમ Page #28 -------------------------------------------------------------------------- ________________ ( 9 ) શ્રાદ્ધદિનકૃત્ય દ્વારા એટલે નાશ. દોષોનો નાશ થવો તે અપાયાપગમ. ભગવાનના રાગાદિ સર્વ દોષો દૂર થયા હોવાથી ભગવાનને અપાયાપરમ અતિશય હોય છે. જ્ઞાનાતિશય - સર્વોત્કૃષ્ટ જ્ઞાન એ જ્ઞાનાતિશય છે. ભગવાનને કેવલજ્ઞાન હોવાથી જ્ઞાનાતિશય હોય છે. પૂજાતિશય-સર્વોત્કૃષ્ટ પૂજાએ પૂજાતિશય છે. દેવો-ઈન્દ્રો પણ ભગવાનની પૂજા કરે છે. માટે ભગવાનને પૂજાતિશય છે. વચનાતિશય - સર્વોત્કટ વચન એ વચનાતિશય છે. ભગવાન અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. ભગવાનની એક જ ભાષામાં અપાતી દેશનાને દેવો, મનુષ્યો અને પશુ-પક્ષીઓ પોત પોતાની ભાષામાં સમજે છે. તથા ભગવાનની ૩૫ ગુણોથી યુક્તવાણી એક યોજન સુધી સંભળાય છે. આથી ભગવાનને વચનાતિશય હોય છે. (અહીં પહેલી ગાથા પૂર્ણ થઈ.) (૧) પહેલી ગાથામાં “શ્રાદ્ધોના દિનકૃત્યોને કહીશ'' એમ કહ્યું છે. આથી શ્રાવકોના દિનકૃત્યોને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર ૬ દ્વાર ગાથાઓને કહે છે नवकारेण विबोहो १, अणुसरणं २ सावओ वयाइं मे ३। जोगो ४ चिइवंदणमो ५, पच्चक्खाणं च विहिपुव्वं ६ ॥२॥ तह चेईहरगमणं ७, सक्कारो ८ वंदणं ९ गुरुसगासे । पच्चक्खाणं १० सवणं ११, जइपुच्छा १२ उचियकरणिजं १३ ॥३॥ अविरुद्धो ववहारो १४, काले तह भोयणं १५ च संवरणं १६ । चेइहरागमसवणं १७, सक्कारो १८ वंदणाईयं (इंच) १९ ॥४॥ जइविस्सामण २० मुचिओ, जोगो नवकारचिंतणाईओ २१ । गिहगमणं २२ विहिसयणं २३, सरणं गुरुदेवयाईणं ॥५॥ अब्बंभे पुण विरई २४, मोहदुगंछा सतत्तचिंता य । इत्थीकडेवराणं २५, तव्विरएसुं च बहुमाणो २६ ॥६॥ बाहगदोसविवक्खे २७, धम्मायरिए य उज्जुयविहारे २८ । एसो दिणकिच्चस्स उ, पिंडत्थो से समासेणं ॥७॥ ॥ दारगाहाओ ॥ (૧) નમરકાર - નવકાર ગણતાં જાગવું. (૨) સ્મરણ પછી હું શ્રાવક છું વગેરે યાદ કરવું. (૩) વ્રત - મારે અણુવ્રતો વગેરે કેટલાં વ્રતો-નિયમો છે તે યાદ કરવું. . (૪) યોગ - યોગ કરવો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ મુખ્ય છે. જીવને મોક્ષની સાથે જે જોડી આપે તે યોગ. સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્યારિત્ર એ ત્રણરત્ન મોક્ષનું અવધ્ય ( નિષ્ફળ ન જાય તેવું) કારણ છે, એટલે કે એ ત્રણ જીવને મોક્ષની સાથે જોડી આપે છે, આથી સમ્યજ્ઞાન Page #29 -------------------------------------------------------------------------- ________________ દ્વારો શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ત્રણ યોગ છે. એ યોગનું છ આવશ્યક કારણ છે. કારણ કે છ આવશ્યક સર્વ અતિચારોની શુદ્ધિ કરે છે. આથી ઉપચારથી છ આવશ્યક પણ યોગ છે. કારણ કે અહીં જ આગળ આ દ્વારનું વિવરણે કરતાં સૂત્રકાર યોગ શબ્દથી છ આવશ્યકનું સૂચન કરશે. અર્થાત્ છ આવશ્યક કરવાં એ યોગ છે. 10 (૫) ચૈત્યવંદન - દ્રવ્યપૂજા-ભાવપૂજારૂપ ચૈત્યવંદન કરવું. (૬) પ્રત્યાખ્યાન - નવકારશી આદિ પ્રત્યાખ્યાન કરવું. વિધિ પૂર્વ = નવકાર ગણવા વગેરે સર્વ અનુષ્ઠાનો વિધિપૂર્વક કરવાં. (૭) જિનમંદિરગમન - (સંઘના) જિનમંદિરમાં જવાનો વિધિ. (૮) સત્કાર - પુષ્પ આદિથી જિન બિંબોનું પૂજન કરવું. (૯) વંદન - પ્રસિદ્ધ ચૈત્યવંદન વિધિથી જિનબિંબોને નમસ્કાર કરવો. (૧૦) પ્રત્યાખ્યાન - ગુરુની પાસે પ્રત્યાખ્યાન કરવું, અર્થાત્ ઘરે વગેરે સ્થળે જાતે લીધેલું પચ્ચક્ખાણ ગુરુની સાક્ષીએ કરવું. (૧૧) શ્રવણ - આગમનું શ્રવણ કરવું. (૧૨) મુનિપૃચ્છા - સાધુઓના શરીર સુખની વિગત પૂછવી. આ પ્રમાણે કરવાથી વિનય કર્યો ગણાય. (૧૩) ઉચિત કરણીય - સાધુની માંદગી આદિ અવસ્થામાં ઔષધદાન અને ઉપદેશ (=બીજાને ભલામણ કરવી) વગેરે જે કરવા યોગ્ય હોય તે કરવું. અન્યથા પૂર્વે કરેલી પૃચ્છા બહુ સાર્થક ન બને. (૧૪) વ્યવહાર - અવિરુદ્ધ (=લોકમાં કે લોકોત્તરમાં નહિ નિંદાયેલો) વ્યવહાર = વ્યવસાય કરવો. (૧૫) ભોજન - હવે (૧૭૧ મી ગાથાથી) કહેવાશે તે વિધિથી મધ્યાહ્નકાળે ભોજન કરવું. તે આ પ્રમાણે– ભોજન કરતાં પહેલાં જિનપૂજા, મુનિદાન, સાધર્મિભક્તિ, ઉચિતદાન, પરિવારની સંભાળ, પચ્ચક્ખાણનું સ્મરણ વગેરે વિધિથી મધ્યાહ્નકાળે ભોજન કરવું. (૧૬) સંવરણ - ભોજન પછી ગંઠિસહિત કે દિવસચરિમ વગેરે જે પ્રત્યાખ્યાનની સંભાવના હોય તે પ્રત્યાખ્યાન કરે. (૧૭) શ્રવણ - જિનમંદિરમાં (અહીં જિનમંદિરમાં એટલે જિનમંદિરની પાસે રહેલા મંડપ વગેરેમાં) આગમનું શ્રવણ કરવું. પ્રાય: કરીને જિનમંદિરમાં આગમનું વ્યાખ્યાન થાય છે. અહીં જિનમંદિરનું ગ્રહણ આગમનું વ્યાખ્યાન કરવાનાં અન્યસ્થાનોનું ઉપલક્ષણ છે, અર્થાત્ બીજા સ્થાનોમાં પણ આગમવ્યાખ્યાન થઇ શકે છે. આથી જિનમંદિરમાં આગમનું શ્રવણ કરવું એ વિધાન સાધુઓ જિનમંદિરમાં જ રહે એવું સૂચન કરતું નથી. કારણ કે સાધુઓનું જિનમંદિરમાં અવસ્થાન મહાઆશાતનાનું કારણ છે. આ વિષયને સૂત્રકાર જ આગળ પ્રગટ કરશે. (૧૮) સત્કાર - સંધ્યાએ જિનબિંબોનું પૂજન કરવું. (૧૯) વંદનાદિ - ગુરુઓને વંદન કરવું, છ આવશ્યક કરવાં. (૨૦) યતિવિશ્રામણ - સ્વાધ્યાય, સંયમ અને વેયાવચ્ચ આદિથી થાકેલા અને પુષ્ટ આલંબનથી તેવા પ્રકારના શ્રાવક વગેરે પાસેથી પણ શરીરનો થાક દૂર કરવાને ઇચ્છતા સાધુઓનું વિશ્રામણ=અંગમર્દન કરવું. Page #30 -------------------------------------------------------------------------- ________________ દ્વારો શ્રાદ્ધદિનકૃત્ય ( 1 ) (૨૧) ઉચિતયોગ- પોતાની ભૂમિકાને યોગ્ય નમસ્કારમંત્રનું ચિંતન વગેરે વ્યાપાર(=સાધના) કરવો, ભણેલાનો સ્વાધ્યાય કરવો, આવૃત્તિ કરવી વગેરે. (૨૨) ગૃહગમન - પોતાના ઘરે જવું. પોતાના ઘરે જવું એ તો શ્રાવકના પોતાના યોગથી સિદ્ધ છે. આથી તેનું વિધાન કરવું નિરર્થક છે. માટે અહીં સૂત્રકાર પોતાના ઘરે જવું એમ કહીને સ્વપરિવારને ધર્મદેશના કરવા માટે ઘરે જવું, અર્થાત્ સ્વપરિવારને દેશના કરવી, એમ જણાવે છે. (૨૩) વિધિશયન - વિધિપૂર્વક શયન કરવું. શયનની વિધિ કહે છે- (સૂતાં પહેલાં) ધર્માચાર્ય અને જિન આદિનું સ્મરણ કરવું. ચાર શરણનો સ્વીકાર કરવો વગેરે. (૨૪) અબ્રહ્મત્યાગ-અબ્રહ્મનો પ્રાય: ત્યાગ કરવો. અબ્રહ્મનો ત્યાગ મોહની જુગુપ્સાથી થાય. આથી મોહનીય કર્મની જુગુપ્સાકરવી = મોહથી થતા સત્યદોષોને પ્રગટ કરવા, અથ ભોહના કારણે થતા દોષોનું ચિંતન કરવું. (૨૫) સ્ત્રીશરીરસ્વરૂપચિંતન - સ્ત્રીશરીરનું સ્વરૂપ વિચારવું. સ્ત્રીમાં આસક્ત ચિત્તવાળાઓને આ લોકમાં અને પરલોકમાં થતા અનર્થોનું ચિંતન કરવું (૨૬) સ્ત્રીસંગનિવૃત્તબહુમાન સ્ત્રીસંગ આદિથી નિવૃત્ત થયેલા જીવો ઉપરબહુમાનભાવ રાખવો = ભક્તિથી પૂર્ણ પ્રીતિ રાખવી. (૨૭) બાધકોષવિપક્ષ ચિંતન - પાછલી રાતે જાગ્રત અવસ્થામાં બાધક દોષોના વિપક્ષોને વિચારે = ધર્મકાયને પીડા કરનારા વિષયાભિલાષ વગેરે જે દોષો, તે દોષોના વિરોધી જે ભવવૈરાગ્ય વગેરે શુભભાવો, તે શુભભાવોનું ચિંતન કરે. (૨૮) ધર્માચાર્ય સ્મરણ - પાછલી રાત્રિમાં જાગ્રત અવસ્થામાં વિશુદ્ધચારિત્રી એવા પોતાના ગુરુ ધર્માચાર્યને ચિંતવે, અર્થાત્ હું ક્યારે તેમની સદા સેવા કરીશ એમ ભાવના ભાવે. કારણ કે તેમની પાસે જ દીક્ષા લેવાનો અધિકાર છે. * આ પ્રમાણે ઋદ્ધિસંપન્ન અને ઋદ્ધિરહિત એ બંને પ્રકારના શ્રાવકનાં દિનત્યોનો સંક્ષેપથી સામુદાયિક અર્થ જાણવો. જેવી રીતે સાધુઓએ દશ પ્રકારની ચકવાલ સામાચારી પ્રતિદિન કરવી જોઇએ તે રીતે શ્રાવકે આ કર્તવ્યો પ્રતિદિન કરવાં જોઇએ. આ પ્રમાણે છ ગાથાનો સમુદાય ( ભેગો) અર્થ છે. અવયવાર્થ (એક એક દ્વારનો અલગ અલગ અર્થ) તો દરેક દ્વારમાં સૂત્રકાર કહેશે. (૨ થી ૭ ગાથા પૂર્ણ થઈ.) (૨-૭) (W Page #31 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર 12 શ્રાદ્ધદિનકૃત્ય (૧) નમસ્કાર દ્વાર निसाविरामंमि विबुद्धएणं, सुसावएणं गुणसायरेणं । देवाहिदेवाण जिणुत्तमाणं, किच्चो पणामो विहिणारेणं ॥८ ॥ दारं १ ॥ જે પ્રમાણે ઉદ્દેશ કર્યો હોય તે પ્રમાણે નિર્દેશ કરવો જોઇએ એ નિયમ હોવાથી ‘નમસ્કાર’ એ પ્રથમ દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી ગ્રંથકાર કહે છે. - રાત્રિ ચાર ઘડી (=લગભગ દોઢ કલાક) બાકી હોય ત્યારે જાગેલા ગુણસાગર એવા સુશ્રાવકે દેવાધિદેવ એવા જિનોત્તમોને = તીર્થંકરોને વિધિથી બહુમાનપૂર્વક નમસ્કાર કરવો જોઈએ = નવકાર ગણવા જોઈએ. ગુણસાગર સુશ્રાવક - શ્રાવકના અક્ષુદ્રતા વગેરે એકવીસ ગુણો અને ભાષામાં કુશળતા વગેરે ઘણા ગુણો હોવાના કારણે ગુણોનો સાગર જેવો શ્રાવક તે ગુણસાગર સુશ્રાવક. અહીં શ્રાવક એવો શબ્દ પ્રયોગ ન કરતાં સુશ્રાવક એવો શબ્દ પ્રયોગ કર્યો છે. સુશ્રાવક કેમ છે એ જણાવવા માટે ગુણસાગર એવું વિશેષણ છે. ગુણસાગર હોવાથી સુશ્રાવક છે. દેવાધિદેવ - દેવોથી પણ જે અધિક હોય, તેના પણ જે દેવ તે દેવાધિદેવ. ભવનપતિ વગેરે દેવો છે. તે દેવોથી ઐશ્વર્ય આદિ વડે ઈન્દ્ર અધિક છે. તે ઈન્દ્રોના પણ જે દેવ તે દેવાધિદેવ. તીર્થંકરો ઈન્દ્રોને પણ પૂજ્ય હોવાથી દેવાધિદેવ છે. જિનોત્તમ - જિનોમાં ઉત્તમ તે જિનોત્તમ. જિન એટલે સામાન્ય કેવલી. સામાન્ય કેવલીઓમાં ચોત્રીશ અતિશયો વગેરેથી ઉત્તમ = પ્રધાન તે જિનોત્તમ, અર્થાત્ જિનોત્તમ એટલે તીર્થંકરો. વિધિથી - નમસ્કાર કરવાનો (=નમસ્કાર મહામંત્ર ગણવાનો) વિધિ હવે પછી કહેવાશે. વિવેચન શ્રાવકે બ્રાહ્મમુહૂર્તમાં નિદ્રાનો ત્યાગ કરવો જોઇએ. સૂર્યોદય પહેલાંના લગભગ દોઢ કલાક જેટલા સમયને બ્રાહ્મમુહૂર્ત કહેવામાં આવે છે. આરાધના માટે જેમ સારા ભાવની જરૂર છે તેમ શુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળની પણ જરૂર છે, કારણ કે શુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળથી આત્મામાં સારા ભાવ આવે છે. આત્મા ઉપર દ્રવ્ય-ક્ષેત્ર-કાળની અસર થાય છે જેમ શરીર ઉપર દ્રવ્ય-ક્ષેત્ર અને કાળની અસર થાય છે, તેમ કર્મયુક્ત છદ્મસ્થ આત્મા ઉપર પણ દ્રવ્યક્ષેત્ર અને કાળની અસર થાય છે. પુષ્ટિકારક આહારથી શરીર બળવાન બને છે. રસ-કસ વિનાના આહારથી શરીરમાં નબળાઇ આવે છે. મદિરા વગેરે માદક આહારથી મગજમાં સુસ્તી અને બ્રાહ્મી આદિ ઔષધિથી સ્ફૂર્તિ આવે છે. અપથ્ય આહારથી શરીરમાં બિમારી આવે છે. ઔષધ અને પથ્ય આહારથી શરીરમાંથી બિમારી દૂર થાય છે. આ દ્રવ્યની અસર છે. શુદ્ધ હવાવાળા ક્ષેત્રમાં તબિયત વધારે સારી બને છે, અને અશુદ્ધ હવાવાળા ક્ષેત્રમાં તબિયત વધારે ખરાબ બને છે. આ ક્ષેત્રની અસર છે. શિયાળામાં શરીરમાં વધારે જોમ આવે છે. નબળો માત્ર નામનો ઉલ્લેખ કરવો, અથવા અત્યંત સંક્ષેપથી કહેવું એ ઉદ્દેશ છે. વિસ્તારથી વર્ણન કરવું એ નિર્દેશ છે. જે ક્રમથી ઉદ્દેશ કર્યો હોય (=નામનો ઉલ્લેખ કર્યો હોય કે સંક્ષેપથી કહ્યું હોય) તે જ ક્રમથી નિર્દેશ કરવો જોઇએ = વિસ્તારથી વર્ણન કરવું જોઇએ એવો નિયમ છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 13) પહેલું નમસ્કાર દ્વાર પણ માણસ શિયાળામાં વધારે ખોરાક લઇ શકે છે. ઉનાળામાં શરીર થોડું શિથિલ બને છે. આ કાળની અસર છે. જેમ આ રીતે શરીર ઉપર શુભ અને અશુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળની શુભ અને અશુભ અસર થાય છે. તેમ આત્મા ઉપર પણ શુભ અને અશુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળની શુભ અને અશુભ અસર થાય છે. અનીતિનું ધન, દેવદ્રવ્યનું ભક્ષણ આદિ ધર્મનાં અનુષ્ઠાનોમાં શુભભાવ આવવામાં બાધક છે. આથી જ મહાપુરુષોએ ધન, આહાર, આદિ કોઈપણ પ્રકારનું દાન નીતિથી મેળવેલા ધનથી કરવાનું કહ્યું છે. લોહી, હાડકાં, મૃતકલેવર આદિવાળું ક્ષેત્ર પણ શુભભાવમાં બાધક છે. આથી જ અમુક અનુષ્ઠાનો કરતાં પહેલાં જે સ્થળે અનુષ્ઠાન કરવાના હોય તેની ચારે બાજુ સો ડગલામાં ભૂમિનું નિરીક્ષણ કરીને લોહી આદિદેખાય તો તેને દૂર કરીને ભૂમિને શુદ્ધ કરવાનું વિધાન છે. દીક્ષા સારા ક્ષેત્રમાં આપવી એવું શાસ્ત્રોમાં વિધાન છે. (૧) ભગવાનથી પવિત્ર થયેલી ભૂમિમાં દીક્ષા આપવી, એટલે કે ભગવાને જ્યાં કાયોત્સર્ગ ર્યો હોય, દેશના આપી હોય, ચાતુર્માસ રહ્યા હોય તેવા સ્થળે દીક્ષા આપવી. (૨) તેના અભાવે જિનમંદિરની બાજુમાં દીક્ષા આપવી. અથવા શેરડીની વાડીમાં, જ્યાં વડ-પીપળા વગેરે (દૂધાળા) વૃક્ષોનો સમૂહ હોય તેવા સ્થળે, કે પાણી પ્રદક્ષિણા આપતું હોય તેવા જળાશયની પાસે દીક્ષા આપવી. પણ ભાંગેલા, બળેલા, શ્મશાન વગેરેમાં કે અપવિત્ર દ્રવ્યોથી ખરાબ થયેલા ક્ષેત્રમાં દીક્ષા ન આપવી. તેવી રીતે અશુભકાળ પણ શુભભાવમાં બાધક બને છે. આથી જ શાસ્ત્રોમાં અકાળે સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. તથા દીક્ષા વગેરે શુભ ધાર્મિક કાર્યો સારા મુહુર્ત કરવાનું વિધાન છે. સારું દ્રવ્ય, સારું ક્ષેત્ર, અને સારો કાળ ધર્મના અનુષ્ઠાનોમાં ભાવવૃદ્ધિનું કારણ બને છે. આથી જ શ્રાવકને પૂજામાં સ્વશક્તિ મુજબ સારાં દ્રવ્યો વાપરવાનું કહ્યું. શ્રાવકો સાધુઓ પાસે મસ્તકે વાસક્ષેપ નખાવે છે, તેનું કારણ પણ આ છે. વાસક્ષેપ મંત્રથી અને મહાપુરુષના સ્પર્શથી અત્યંત શુભ બની જવાથી જેના મસ્તકે તે પડે છે તેના ઉપર શુભ અસર કરે છે, આથી તેના વિચારો આદિમાં પરિવર્તન આવે છે. પૂજામાં જેમ દ્રવ્યો ઊંચાં તેમ ભાવવધારે આવે. બીજા સ્થળે જિનનાં દર્શનવંદન-પૂજન આદિમાં જે ભાવ આવે તેના કરતાં તીર્થસ્થળમાં અધિક ભાવ આવે છે. આથી જ તીર્થોનો મહિમા મહાપુરુષોના પવિત્ર શરીરમાંથી શુભ પુલોનો પ્રવાહ સદા નીકળતો રહે છે. તે આજુબાજુમાં ફેલાય છે. આથી જ્યાં મહાપુરુષો બિરાજમાન હોય ત્યાનું વાતાવરણ પવિત્ર હોવાથી ત્યાં આવનારને સારા વિચારો આવે છે. તેવી રીતે ચાલુ દિવસોમાં ધર્મના અનુષ્ઠાનોમાં જે ભાવ આવે તેનાથી પર્વ દિવસોમાં અધિક ભાવ આવે. આથી પર્વદિવસોમાં ધર્મનાં અનુષ્ઠાનોથી વિશેષ લાભ મળે છે. આમાં કાળનું માહાત્મ છે. બ્રાહ્મમુહર્ત ઉત્તમકાળ છે. કારણકે સ્વાભાવિક રીતે જ તે સમયનું બાહ્ય વાતાવરણ આલ્હાદક હોય છે. બ્રાહ્મમુહુર્તના સમયે બાહ્ય વાતાવરણ તદ્દન શાંત અને સ્વચ્છ હોય છે. ઊંઘથી તન-મનને આરામ મળી ગયો હોવાથી તનમાં રૂર્તિ અને મનમાં તાજગી હોય છે. મગજ તદ્દન ફ્રેશ હોય છે. આથી તે સમયે ધર્મક્રિયા બહુજ ઉલ્લાસથી અને સ્કૂર્તિથી થાય છે. બાહ્ય વાતાવરણ બ્રાહ્મ મુહૂર્તમાં જેટલું સારું હોય છે, તેટલું સારું બીજા કોઇ સમયમાં હોતું નથી. - ધર્મક્રિયાનું ફળ ઉલ્લાસના આધારે મળે છે. ઉલ્લાસ વિના ધર્મક્રિયા કરવાથી તેનું યથાર્થ ફળ મળતું નથી. આથી દરેક ધર્મક્રિયા ખૂબ ઉલ્લાસથી કરવી જોઇએ. ધર્મક્રિયામાં જેમ ઉલ્લાસ વધારે તેમ ફળ વધારે. ધર્મમાં ફળનો આધાર બાહ્ય કિયા નહિ, કિંતુ આંતરિક ઉલ્લાસ છે. ક્રિયા જેમ વધારે, તેમ ફળ વધારે એમ નહિ, કિંતુ ધર્મક્રિયામાં જેમ ઉલ્લાસ વધારે તેમ ફળ વધારે. હોમિયોપેથિક વગેરે દવાઓમાં સો, પાંચસો, હજાર એમ પાવર આવે છે. દવા Page #33 -------------------------------------------------------------------------- ________________ ( 14 પહેલું નમસ્કાર દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય એકની એક હોય પણ જેમ પાવર વધારે તેમતેની અસર વધારે થાય. તેમ ધર્મક્રિયાઓમાં પણ જેમ ઉલ્લાસ વધારે તેમ ફળ વધારે મળે. ધર્મ ક્રિયાઓમાં કોન્ટીટી (સંખ્યા)નું મહત્ત્વ નથી, કિંતુ ક્વોલિટીનું (ગુણવત્તાનું) મહત્ત્વ છે. ધર્મક્રિયાઓ કેટલી કરી એના કરતાં કેટલા ભાવોલ્લાસથી કરી એનું મહત્ત્વ વધારે છે. ભાવોલ્લાસમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ મહત્ત્વનો ભાગ ભજવે છે. બ્રાહ્મમુહૂર્તનો કાળ ભાવોલ્લાસમાં કારણ હોવાથી શ્રાવકે બ્રાહ્મમુહૂર્તમાં નિદ્રાનો ત્યાગ કરીને ધર્મક્રિયાઓ કરવી જોઇએ. બ્રાહ્મમુહૂર્તનો અર્થ બ્રાહ્મમુહૂર્તના સમયે ચિત્તમાં ઉત્સાહ અધિક હોય છે. આથી મહાપુરુષોએ બ્રાહ્મમુહૂર્તમાં નમસ્કાર મહામંત્રનો જાપ વગેરે ધર્મારાધના કરવાનું કહ્યું છે. એક રાત્રિના ૧૫ મુહૂર્ત હોય છે. તેમાં એક મુહૂર્તનો કાળ કેટલો? એ જાણવા રાત્રિના સમયના બરોબર પંદર વિભાગ કરવાના. તેમાંનો એક વિભાગ એટલે એક મુહૂર્ત. જેમકે બાર કલાકની રાત હોય ત્યારે તેના પંદર વિભાગ કરતાં એક વિભાગ ૪૮ મિનિટનો થાય. આથી ૪૮ મિનિટનું એક મુહૂર્ત થાય. ૪૮ મિનિટને પંદરના આંથી ગુણવાથી બરોબર બાર કલાક થાય. રાત્રિના ૧૫ મુહૂર્ત હોય છે. તેમાં ચૌદમું મુહૂર્ત બ્રાહ્મમુહૂર્ત છે. આ મુર્તિનું નામ તેના ગુણ પ્રમાણે છે. બ્રહ્મ એટલે આત્મા. જેમાં આત્માની સાધના કરવાની હોય તે બ્રાહ્મ. આત્માની સાધના કરવા માટે સાધકે બ્રાહ્મમુહૂર્તમાં (સૂર્યોદયને લગભગ દોઢ કલાકની વાર હોય ત્યારે) ઊંઘનો ત્યાગ કરવો જોઇએ. બ્રાહ્મમુહર્ત આત્માની સાધના કરવા માટે છે. આથી મનુષ્યોએ બ્રાહ્મમુહુર્તમાં ઊઠીને આત્માની સાધના કરવી જોઇએ. પણ અજ્ઞાન મનુષ્યો આ મુહૂર્તમાં આત્માની સાધના કરવાના બદલે શરીરની સાધના કરે છે. આ વખતે મોટાભાગના મનુષ્યો ઊંઘતા હોય છે. જે જાગેલા હોય છે, તેમાંથી પણ બહુ જ થોડા મનુષ્યોને છોડીને બધા જ સંસારનાં કામોમાં મશગૂલ હોય છે. ટી.વી. ટી.વી. ટી.વી. ટી.વી. આજે તો ઘેર ઘેર ટી.વી. આવી ગયા છે. મોડી રાત સુધી ટી.વી. જુએ. પછી સવારે મોડા ઊઠે. આજે ટી.વી વસાવવો એ સામાજિક સભ્યતા બની ગઇ છે. પૂર્વે સભ્યતા સદાચારના પાલનમાં હતી, જ્યારે આજે ટી.વી જેવા આધુનિક મનોરંજનનાં સાધનો વસાવવામાં સભ્યતા માનવામાં આવે છે. ટી.વી. જેના ઘરમાંનહિ તે માણસ પછાત ગણાય એવું લોકમાનસ ઘડાઇ ગયું છે. આથી આજે માણસ પાસે પૈસો આવે એટલે પહેલું કામ ટી.વી. વસાવવાનું કરે છે. આજે ટી.વી કોણ નવસાવે? જેની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોય છે. આથી જેના ઘરમાં ટી.વી. નહિ તે ગરીબ એવી માન્યતા થઇ ગઇ છે. એનું પરિણામ એ આવ્યું છે કે ગરીબ માણસો પણ પોતાની ગરીબાઈને છુપાવવા ક્યાંકથી પૈસા ઉછીના લાવીને પણ ટી.વી. વસાવે છે. અજ્ઞાન માણસો ટી.વી.ને ભલે મહત્ત્વ આપે, પણ જ્ઞાન-વિવેકી માણસો ટી.વી.ને મહત્ત્વ ન આપે. કારણકે ટી.વી.થી મળતું અલ્પકાલીન મનોરંજન વ્યક્તિ, કુટુંબ, સમાજ અને દેશ માટે હાનિકારક છે. ટી.વી.ની બાળકોના મન ઉપર બહખોટી અસર થાય છે. ટી.વી.માં આવતા હિંસક અને અશ્લીલદશ્યો બાળકોના આત્મામાં કુસંસ્કારનું બીજ રોપે છે. બાળકોને પોતાના ભાવી જીવનનો કોઇ ખ્યાલ હોતો નથી. એથી ટી.વી. જોવામાં લીન બનતા બાળકો સ્કુલના અભ્યાસમાં પણ બેદરકાર બને છે. ટી.વી. આગળ સતત બેસી રહેવાથી તેમના શરીરને હરવા-ફરવાથી જે વ્યાયામ મળવો જોઈએ તે વ્યાયામ મળતો નથી. એથી શરીર નિર્બળ બને. નિર્બળ શરીરમાં રોગો વધારે થાય, અને રોગપ્રતિકારશક્તિ ઘટે. આ રીતે તન-મનથી ક્ષીણ બનેલા બાળકો મોટા થઇને કુટુંબ વગેરેને કેવી રીતે ઉપયોગી બને ? જે કુટુંબના સભ્યો પરસ્પર ઉપયોગીન બને તે કુટુંબમાં પ્રેમ કેવી રીતે રહે? જે Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 15 ) પહેલું નમસ્કાર દ્વાર સમાજમાં પરગજુ માણસોન હોય તે સમાજ કેવી રીતે ટકે? જે દેશની પ્રજા દેશ માટે ભોગ આપવા તૈયાર ન હોય તે દેશ કેર્લી રીતે ટકે? ટી.વી.માંચિત્રહારશ્રેણિમાં આવતા ફિલ્મીગીતો, પ્રેમગીતો, બિભત્સનૃત્ય, અંગોપાંગોનું પ્રદર્શન, ચુંબન, આલિંગનવગેરે દશ્યોથી નાના બાળક-બાલિકાઓ, કિશોરો-કિશોરીઓ, યુવાન-યુવતિઓ, પરિણીત પુરુષસ્ત્રીઓના માનસ વિકૃત બને છે. આવા દશ્યોથી કામવાસના પ્રબળ બને છે. પછી નિમિત્ત મળતાં કામવાસનાને શાંત કરવા ન કરવાનું કરી બેસે છે. જ્ઞાનીઓ અને અનુભવી ડાહ્યા માણસોનું કહેવું છે કે – માણસમાં જેટલી કામવાસના ઓછીતેટલો સુખી બને. કામવાસના જાગે છે તો એને શાંત કરવા માણસને નકરવા જેવું કરવું પડે છે. કામવાસનાના કારણે જ અનેક જાતની પરાધીનતાઓ આવે છે. એટલે માણસે વાસના ઘટે તેવા પ્રયાસો કરવા જોઇએ, તેના બદલે આજે ટી.વી. દ્વારા કામવાસનાને બહેકાવવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આજે જેમાં અંગોપાંગોનું પ્રદર્શન થતું હોય અને બીજી અશ્લીલ ચેષ્ટાઓથતી હોય તેવાં દશ્યોને સાસુ-સસરા, પુત્ર-પુત્રવધૂ, ભાઈ–બહેન, પતિ-પત્ની, પુત્ર-પુત્રી વગેરે સાથે બેસીને જોવા લાગ્યા છે. આમાં મર્યાદા ક્યાં રહી? લજ્જા ક્યાં રહી? આનાથી માણસો લwાહીન બનતા જાય છે. લ#ાહીન બનેલા માણસને અકાર્ય કરવામાં સંકોચ કેવી રીતે થાય? આ રીતે લ#ાહીન બનેલા અને વાસનાથી ઘેરાયેલા માણસો કુટુંબ, સમાજ અને દેશનું હિત કેવી રીતે કરે ? ડાહ્યા ગણાતા અનુભવીઓનું કહેવું છે કે – ટી.વી.ના કારણે કુટુંબ, સમાજ અને દેશને ઘણું સહન કરવું પડશે. - ટી.વી.ના કારણે આધ્યાત્મિક નુકશાન (૧) ટી.વી.ના કારણે ધાર્મિક પાઠશાલામાં બાળક-બાલિકાઓની સંખ્યા ઘટી છે. ટી.વી.માં કોઇ વિશેષ પ્રોગ્રામ હોયતો રોજ પાઠશાલાએ આવનારા બાળકો રજા પાડે છે. મોટા માણસો વ્યાખ્યાનમાં આવવાનું ટાળે છે. આથી જે સમય આત્મસાધનામાં જવો જોઇએ તે સમય પાપ સાધનામાં જાય છે. (૨) ટી.વી. જોવાનું ચાલુ હોય ત્યારે પાપ કર્મનો બંધ થાય છે. આત્મા સમયે સમયે કર્મબંધ કરે છે. આત્મા શુભ પરિણામવાળો હોય તો શુભ કર્મબંધ કરે છે અને અશુભ પરિણામવાળો હોય તો અશુભ કર્મબંધ કરે છે. ટી.વી. જોવામાં લીન બનેલા જીવો રાગાદિ અશુભ પરિણામવાળા બને છે. આથી તેમને અશુભ કર્મબંધ થાય (૩) ટી.વી.માં અદર્શનીય ચિત્રો જોઇને અને ન સાંભળવા લાયક સાંભળીને મન વિકૃત બને છે. વિકૃત મનમાં સારા-ઉચ્ચ ભાવો ન આવે. ટી.વી. જેવાથી વિકૃત બનેલા મનવાળા માણસોના આત્મામાં જિનપૂજાદિ ધર્મકાર્યો કરતી વખતે પણ ઉચ્ચભાવો આવવાની લગભગ શક્યતા રહેતી નથી. ઠીક છે, રૂટીન મુજબ જિનપૂજાદિ ધર્મકાર્યો થાય, પણ તેમાં ઉચ્ચભાવો ન આવવાના કારણે તે ધર્મકાર્યોથી જે લાભ થવો જોઇએ તે લાભ ન થાય. ધર્મક્રિયાઓના લાભનો આધાર શુભ પરિણામ છે. ધર્મક્રિયામાં જેટલા અંશે શુભપરિણામ વધારે તેટલા અંશે લાભ વધારે. આજે જગતમાં ટી.વી.નું આકર્ષણ ખૂબ વધ્યું છે. એની અસર ધર્મ જીવો ઉપર પણ પડી છે. એથી જ • આજે સારા ગણાતા શ્રાવકોના ઘરમાં પણ ટી.વી. હોય છે. શ્રાવકના ઘરમાં ટી.વી. આદિ પાપસાધનો હોય કે ધાર્મિક ઉપકરણો વગેરે ધર્મ સાધનો હોય? Page #35 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર 16 શ્રાદ્ધદિનકૃત્ય શ્રાવકના ઘરમાં બધા સાથે બેસીને ટી.વી. જુએ કે ધર્મચર્ચા કરે ? શ્રાવકના ઘરમાં સમય મળતાં ટી.વી. જોવાનો પ્રોગ્રામ હોય કે સામાયિકનો પ્રોગ્રામ હોય ? શ્રાવકો વેકેશનમાં દુનિયાની દષ્ટિએ જોવા લાયક ગણાતાં સ્થાનો જોવા જાય કે તીર્થયાત્રા કરવા જાય? શ્રાવકો રવિવાર વગેરે રજાના દિવસોમાં બહાર ફરવા ઉપડે કે વિશેષ ધર્મઆરાધના કરે ? જ્યારે સાધુઓ ટી.વી.ના અનર્થો સમજાવે છે ત્યારે ટી.વી. થી જાણકારી વધે છે એવી દલીલ કરવામાં આવે છે. આવી દલીલ કરનારાઓને મારે પૂછવું છે કે દુનિયાનું જાણવાથી આત્માને શો લાભ થાય ? દુનિયાનું જાણવાથી આત્માને લાભ તો નથી જ, બલ્કે નુકશાન છે. આ માનવભવમાં જાણવા જેવું કંઇ હોય તો તે આત્મા જ છે. આપણાં બધાં દુ:ખોનું મૂળ આત્માની અજ્ઞાનતા છે. સમયસર સૂઈને વહેલાં ઊઠવું જોઈએ દુનિયા ભલે ગમે તેમ કરે, પણ ધર્મી આત્માએ વહેલા ઊઠીને આત્મસાધના કરવી જોઇએ. કુશળધર્મી આત્માઓ સવારના વહેલા ઊઠીને ધર્મારાધના થાય એ માટે પોતાને જેટલા કલાક ઊંઘની જરૂર હોય તે પ્રમાણે રાતે સૂઈ જાય છે, અને સવારના વહેલા ઊઠીને ધર્મ આરાધના કરે છે. સામાન્યથી છ કલાક ઊંઘથી શરીરને આરામ મળી જાય છે. આમ છતાં દરેક માટે આ નિયમ લાગુ ન પડે. કોઇને છ કલાકથી ઓછી ઊંઘથી પૂરતો આરામ મળી જાય છે, જ્યારે કોઇને છ કલાકથી વધારે ઊંઘ કરવાથી આરામ મળે છે. એટલે કેટલી ઊંઘ જોઇએ, તેનો નિર્ણય શરીરબળ, શારીરિક અને માનસિક મહેનત, શરીરપ્રકૃતિ વગેરે અનેક કારણોના આધારે થઇ શકે. આથી દરેકે પોતાનું શરીરબળ આદિ કારણોથી પોતાને કેટલી ઊંઘથી આરામ મળે છે તે નક્કી કરી લેવું જોઇએ. એ નક્કી કરીને સવારે વહેલા ઊઠી શકાય તે માટે ઊંઘની જરૂરિયાત પ્રમાણે રાતના સૂઇને સવારે વહેલા ઊઠીને ધર્મ આરાધના કરવી જોઈએ. નિદ્રા વગેરે જેમ ઘટે તેમ ધર્મ વધે અહીં એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે ઊંઘ અને આહાર વગેરે જેટલા ઘટાડીએ તેટલા ઘટે અને જેટલા વધારીએ તેટલા વધે. ઊંઘ અને આહાર વગેરે જેમ વધે તેમ ધર્મ ઓછો થાય, અને જેમ ઘટે તેમ ધર્મ વધારે થાય. આ વિષે એક વિદ્વાને કહ્યું છે કે— ખાના પીના સોવના, મિલના વચનવિલાસ | જ્યોં જ્યોં પાંચ ઘટાઇએ, ત્યોં ત્યોં ધ્યાનપ્રકાશ ॥ ખાવું, પીવું, સૂવું, એક બીજાને મળવું અને બોલવું આ પાંચ જેમ જેમ ઘટાડવામાં આવે તેમ તેમ ધ્યાનનો પ્રકાશ થાય. અહીં ધ્યાન એટલે ધર્મધ્યાન. પ્રકાશ એટલે વૃદ્ધિ. આનો અર્થ એ થયો કે ભોજન વગેરે પાંચ જેમ જેમ ઘટે તેમ તેમ ધર્મ વધે. આ વાત બહુ જ સહેલાઇથી સમજી શકાય તેવી છે. ભોજન વગેરે જેમ જેમ વધે, તેમ તેમ એમાં સમય વધારે જાય. એટલે જેટલો સમય તેમાં જાય તેટલો સમય ધર્મ ઓછો થાય. ભોજન વગેરે જેમ જેમ ઘટે તેમ તેમ સમય બચે. બચેલા એ સમયનો ધર્મમાં ઉપયોગ કરી શકાય. અહીં બીજીરીતે પણ ઘટના કરી શકાય. તે આ પ્રમાણે – ભોજન વગેરે જેમ જેમ વધે તેમ તેમ આત્મામાં રાગ-દ્વેષાદિ વધે. જેમ જેમ રાગ-દ્વેષાદિ વધે તેમ તેમ ધર્મભાવનામાં ખામી આવે. ધર્મ ભાવના ઘટે. તથા ભોજન વગેરે જેમ જેમ ઘટે તેમ તેમ ધર્મભાવના વધે. આ બાબત અનુભવથી પણ સમજી શકાય તેવી છે. જેમકે કોઇ વ્યક્તિ એક દિવસ કાકાને મળવા જાય, એક દિવસ Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 17 ) પહેલું નમસ્કાર દ્વાર મામાને મળવા જાય, એક દિવસ ભાઇને મળવા જાય, તો એક દિવસ બહેનને મળવા જાય. એમ તેનો સમય મળવામાં જેટલો જાય, તેટલો સમય ધર્મ ઓછો થાય. એવી રીતે કોઇ વ્યક્તિ જેમ જેમ વધારે બોલે, તેમ તેમ તેનો ધર્મઓછો થાય, અને રાગ-દ્વેષકે નિંદા વગેરેથી પાપ બંધાય તે વધારામાં. તે પ્રમાણે માણસ જેમ ઊંઘ વધારે કરે તેમ ધર્મ ઓછો થાય. આથી શ્રાવકે નિદ્રાને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઇએ. ધર્મક્રિયામાં સુસ્તી-ઝોકાં ન આવવા જોઈએ આમ છતાં એ પણ ખ્યાલ રાખવાની જરૂર છે કે, નિદ્રા તેટલી અલ્પનહોવી જોઇએ કે જેથી ધર્મારાધના કરતાં કરતાં ઝોકાં આવે. કોઇ કોઇ ધર્મી આત્માઓ વહેલા ઊઠીને ધર્મ આરાધના કરે છે, પણ આરાધના કરતાં કરતાં ઝોકાં ખાય છે, અથવા બહુ જ સુસ્તીથી આરાધના કરે છે. કોઇ મહાનુભાવ પ્રતિક્રમણમાં ઝોકાં ખાય. કોઇ વ્યાખ્યાન સાંભળતાં ઝોકાં ખાય, તો કોઇ નવકારવાળી ગણતાં ઝોકાં ખાય. કેટલાક મહાનુભાવો પ્રતિક્રમણ વગેરેમાં ઝોકાં ન ખાય, પણ સુસ્તીથી કરે. ઊંઘ કે આળસથી થયેલી ક્રિયા નિર્માલ્ય છે. એનાથી જેવો લાભ થવો જોઇએ તેવો લાભ ન થાય. ધર્મક્રિયાઓ ખૂબ જ ઉલ્લાસ અને સ્કૂર્તિથી કરવી જોઇએ. ધર્મક્રિયાઓમાં ઊંઘ અને આળસ આવવામાં શરીર પ્રકૃતિ, જરૂરિયાત કરતાં ઓછી નિદ્રા અને ધર્મક્રિયાઓમાં રસનો અભાવ વગેરે અનેક કારણો છે. ધર્મી આત્માએ આ કારણોને તપાસીને જે કારણ હોય તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ. ધર્મી આત્માએ ધર્મક્રિયાઓમાં ઝોકાંકે આળસન આવે અને ખૂબ ઉલ્લાસ અને ર્તિથી ધર્મક્રિયાઓથઇ શકે તે પ્રમાણે નિદ્રાનું પ્રમાણ નક્કી કરી લેવું જોઇએ. નિદ્રાના પાંચ પ્રકાર શાસ્ત્રમાં નિદ્રાના પાંચ પ્રકાર જણાવ્યા છે, તે આ પ્રમાણે – નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા અને ત્યાનદ્ધિ(વીણદ્ધિ). સુખપૂર્વક એટલે કે અવાજમાત્રથી ઉઠાડી શકાય એવી નિદ્રા તે નિદ્રા. દુ:ખપૂર્વક એટલે કે ખૂબ ઢંઢોળવા વગેરેથી ઉઠાડી શકાય તેવી નિદ્રા તે નિદ્રા-નિદ્રા. બેઠાં બેઠાં કે ઊભા ઊભા જે નિદ્રા આવે તે પ્રચલા. ચાલતા ચાલતાં જે નિદ્રા આવે તે પ્રચલા-પ્રચલા. જેમાં દિવસે ચિંતવેલું કાર્યરાતે ઊંઘમાં જ કરી નાખવામાં આવે અને જાગે ત્યારે તેની ખબર પણ ન હોય, એવી ગાઢ નિદ્રા તે સ્થાનદ્ધિ કે થીણદ્ધિ. સ્થાની = સંધાતીમૂતા ગૃદ્ધિર્ફિનવિનિતાર્થ વિષયામિફ્રિ યસ્યાં સા થિણદ્ધિ નિદ્રાવાળો જીવ મરીને નરકમાં જ જાય. આ નિદ્રા વખતે ઘણું બળ ઉત્પન્ન થાય છે. તે તે કાળે યુવાનમાં સામાન્યથી જેટલું બળ હોય તેના કરતાં આઠગણું બળ વિણદ્ધિ નિદ્રામાં હોય. થિણદ્ધિ નિદ્રાવાળો પુરુષ પહેલા સંઘયણવાળો હોય તો તેમાં વાસુદેવ કરતાં અર્ધબલ હોય. કુવાના કાઠે બેઠેલા વાસુદેવના ડાબાહાથે સાંકળ બાંધેલી હોય, જમણા હાથથી લહેરથી ભોજન કરતો હોય. આવી સ્થિતિમાં તે સાંકળને પોતાના સૈન્ય સહિત સોળ હજાર રાજાઓ ખેંચે તો પણ વાસુદેવ જરાય ખેંચાય નહિ, ઉલટું જો વાસુદેવ ડાબા હાથે બાંધેલી સાંકળને ડાબાહાથથી જ ખેચે તો ખેંચનારા બધા ખેંચાઇને પોતાના પાસે આવી જાય. આટલું બળવાસુદેવમાં હોય છે. ચક્રવર્તીમાં તેનાથી બમણું બળ હોય છે. અર્થાતેને સૈન્યસહિત બત્રીસ હજાર રાજાઓ ખેંચે તો પણ ન ખેંચાય. આના ઉપરથી થિણદ્ધિનિદ્રામાં કેટલું બળ હોય તે સમજી શકાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર ( 18 ) શ્રાદ્ધદિનકૃત્ય થિણદ્ધિ નિદ્રાનાં દષ્ટાંતો એક માણસને માંસ બહુ પ્રિય હતુ. સાધુઓનો યોગ થતાં વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. તેણે એકવાર એક સ્થળે પાડાને પાતો જોયો. આથી તેને માંસ ખાવાની તીવ્ર અભિલાષા થઇ. માંસ ખાવાની અભિલાષામાં જ તે રાતે સૂઇ ગયો. તેને થિણદ્ધિ નિદ્રા આવી. તે ઊંઘમાં જ ઊઠીને બહાર ગયો. એક પાડાને મારીને તેનું માંસ ખાધું. વધેલું માંસ લાવીને ઉપાશ્રયમાં મૂક્યું. આ બધું તેણે ઊંઘમાં જ કર્યું છે. પછી તે પોતાના સ્થાને સૂઇ ગયો. સવારમાં ઊઠીને તેણે ગુરુને કહ્યું: મેંએક પાડાને મારીને તેનું માંસ ખાધું અને વધેલું માંસ ઉપાશ્રયમાં મૂક્યું, એવું મને નિદ્રામાં સ્વપ્ન આવ્યું. આને ખરેખર આવું સ્વપ્ન આવ્યું હતું કે થીણદ્ધિ નિદ્રાના ઉદયથી એણે આવું કામ કર્યું છે એ જાણવા ગુરએ તપાસ કરાવી તો ઉપાશ્રયમાં પડેલું માંસ જોવામાં આવ્યું. આથી આ સાધુને થીણદ્ધિ નિદ્રા આવી હતી એવો નિર્ણય કર્યો, પછી તેની પાસેથી સાધુવેષ લઇને તેને રજા આપી દીધી. કારણ કે થીણદ્ધિ નિદ્રાના ઉદયવાળો જીવ ચારિત્ર માટે અયોગ્ય છે. આવું જ બીજું પણ દષ્ટાંત છે. એક સાધુને શ્રાવકના ઘરે લાડવાઓ જોઇને લાડુ ખાવાની તીવ્ર ઇચ્છા થઇ. લાડુ ખાવાની તીવ્ર અભિલાષામાં જ તે સૂઈ ગયો. તેને થીણદ્ધિ નિદ્રા આવી. તે નિદ્રામાં જ ઊઠીને શ્રાવકના ઘરે ગયો. ત્યાં કબાટ ઉઘાડીને લાડવા ખાધા. બાકીના લાડવા પાત્રામાં લઈને ઉપાશ્રયે આવ્યો. પછી સૂઈ ગયો. સવારે ઊઠીને રાતના મને આવું સ્વપ્ન આવ્યું એમ ગુરુને કહ્યું. ગુરુએ તેના પાત્રામાં મોદકો જોઇને આને થીણદ્ધિ નિદ્રા આવી હતી એવો નિર્ણય કર્યો, તેની પાસેથી સાધુવેષ લઇને તેને રજા આપી દીધી. વહેલા ઉઠવાથી શારીરિક લાભ પણ થાય ધર્મ કરવા માટે વહેલા ઉઠવાની ટેવ પાડવામાં આવે તો શારીરિક દષ્ટિએ પણ લાભ થાય. વહેલા ઊઠવાથી શરીરને પણ લાભ થતો હોવાથી આયુર્વેદશાસ્ત્રમાં પણ મોડામાં મોડું સૂર્યોદય પહેલાં અવશ્ય ઊઠી જવું એમ કહ્યું છે. આ વિષે લૌકિકશાસ્ત્રમાં કહ્યું છે કે જે પ્રાણીને ઊંઘતાં જ સૂર્યોદય થાય છે તેમને બુદ્ધિ, ઋદ્ધિ અને આયુષ્યની હાનિ થાય છે.” વહેલા ઉઠવાથી વર્તમાન જીવનમાં થતા લાભ વિષે એક કવિએ કહ્યું છે કે– . રાતે વહેલા જે સૂએ, વહેલા ઊઠે વીરા બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. બીજા એક સ્થળે પણ કહ્યું છે કે– ब्राह्मे मुहूर्ते बुध्येत स्वस्थो रक्षार्थमायुषः । ततः दुःखस्य शान्त्यर्थं स्मरेद्धि मधुसूदनम् ।। પોતાના આયુષ્યની રક્ષા માટે સ્વસ્થ મનુષ્યબ્રાહ્મમુહૂર્તમાં (ચારથી પાંચ વાગ્યા સુધીમાં) ઊઠીને દુઃખની શાંતિ માટે મધુસૂદનનું( ભગવાનનું) સ્મરણ કરવું જોઈએ.” હવામાનનું વિજ્ઞાન કહે છે કે વહેલી સવારના હવામાનમાં પ્રાણવાયુનું પ્રમાણ બમણું હોય છે. સૂર્યની ગરમીના કારણે હવામાનમાં જે અશુદ્ધિઓ પેદા થવાનો સંભવ હોય છે તેનાથી વહેલી સવારનું હવામાન મુક્ત હોય છે અને પરિણામે આવશ્યક પ્રાણવાયુના સેવનથી સાચું નીરોગી આયુષ્ય મળે છે. માનવજીવનમાં હવા લોહીને શુદ્ધ બનાવે છે. માનવશરીરમાં ફેફસાં દ્વારા ઓકિસજન ( પ્રાણવાયુ) લોહીનું શુદ્ધિકરણ કરે છે, ને આ રક્તની શુદ્ધિ ઉપર જ શરીરની તંદુરસ્તીનો આધાર રહ્યો છે.” ('આયુર્વેદનું જીવનદર્શન’ પુસ્તમાંથી અક્ષરશ: સાભાર ઉદ્ધત) Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (19) પહેલું નમસ્કાર દ્વાર આત્મલાભની સાથે શરીરલાભ પણ થાય પણ ધર્મશાસ્ત્રમાં વહેલા ઉઠવાનું જે વિધાન છે તે શરીરલાભકે સંસારલાભની દષ્ટિએ નથી, તુિ આત્માના લાભની દષ્ટિએ છે. આત્મલાભ માટે વહેલા ઉઠવાથી, સાથે સાથે શરીરને પણ લાભ થઇ જાય છે. કારણકે વહેલા ઉઠીને જાપ અને પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયા કરવાની છે. જાપ વગેરેથી ચિત્ત પ્રસન્ન બને છે. ચિત્ત પ્રસન્ન બનવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ વિષે ગીતા (૨-૬૫)માં કહ્યું છે કે પ્રસન્નતનો હાશ વદ્ધિઃ પર્યવંતિકતે = પ્રસન્નચિત્તવાળામાં બુદ્ધિ જલદી નિવાસ કરે છે, અર્થાત્ પ્રસન્નચિત્તવાળાની બુદ્ધિ સારી ચાલે છે. પ્રતિકમણાદિ કિયા. ઊભા ઊભા કરવાથી શરીરને કસરત મળી રહે છે. એથી શરીરમાં બળ વધે છે. ધન પુણ્યથી મળે છે. ધર્મક્રિયાઓથી પુણ્યબંધ થાય છે. એથી ધર્મથી ધન પણ મળે છે. સવારે જુદાં જુદાં જિનમંદિરોમાં દર્શન કરવા માટે જવાનું રાખવામાં આવે તો તેનાથી આત્મા અને શરીર એ બંનેને લાભ થાય. જે શ્રાવકો નિવૃત્ત હોય તેમણે સવારે અને સાંજે જુદાં જુદાં જિનમંદિરોનાં દર્શન કરવાનું ખાસ રાખવું જોઇએ. જેથી તેમને આત્મલાભની સાથે સાથે શરીર લાભ પણ થઈ જાય. ધર્મ માટે વહેલા ઊઠવાનું છે, પાપ માટે નહિ. ધર્મ કરવા માટે વહેલા ઊઠવાનું છે, પાપ કરવા માટે નહિ. વહેલા ઊઠીને પાપ કરે તેનાં કરતાં ઊંઘે એ સારું. આ વિષે એક પ્રસંગ આ પ્રમાણે છે – શેખ સાદી નામના એક મુસ્લીમ સંત થઇ ગયા. એમની બાલ્યાવસ્થાનો એક પ્રસંગ છે. તેઓ એમના પિતાજી સાથે મઝાની હજ કરવા ગયા. એમાં એવો નિયમ હતોકે સૌએ અધરાત્રે ઊઠીને અલ્લાહની બંદગી કરવી. આ નિયમ મુજબ પિતા-પુત્ર બને અર્ધી રાતે ઊઠીને બંદગી કરવા તૈયાર થયા. શેખ સાદીએ જોયું તો કેટલાક માણસો હજુ ઊંઘતા જ હતા. એમણે પિતાને કહ્યું: અબ્બા! જુઓ તો ખરા, આ લોકો કેવા છે. ઘોર્યા કરે છે, ને બંદગી કરવા ઊઠતા નથી. અહીં (મક્કા) આવવા છતાં બંદગી કરતા નથી તો આવ્યા શું કામ? પોતાના પુત્રના મુખથી આવી નિંદા સાંભળી તેને બોધ આપવા કહ્યું : બેટા! એ લોકોનો દોષતું જુએ છે. પણ તારો દોષકેમ જોતો નથી. બીજાની નિંદા કરવી એ મોટો દોષ છે. આવી નિંદા કરવા કરતાં તું પણ આ લોકોની જેમ ઊંઘી રહ્યો હોત તો મને વધુ ગમત. બીજાની નિંદા કરવાથી તો ઊંઘી રહેવા કરતાં પણ વધુ પાપ થાય છે. શેખ સાદીને બાળપણમાં જ લાગેલી આ ચોટે એમને મોટા સંત બનાવી દીધા. જયંતીશ્રાવિકાનો પ્રસંગ અને સભ્યત્વનાં ભૂષણો આ વિષે ભગવાન મહાવીરસ્વામીએ જયંતી શ્રાવિકાને આપેલો ઉત્તર પણ જાણવા જેવો છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીના વખતમાં જયંતી નામની શ્રાવિકા થઈ ગઈ. તેવચ્છ દેશના શતાનિક રાજાની બહેન હતી. તે સાધુ-સાધ્વીઓને રહેવા માટે પોતાનાં મકાનો આપતી હતી. આથી તે શય્યાતરી' તરીકે પ્રસિદ્ધ બની. અહીં શય્યા એટલે મકાન (=રહેવાનું સ્થાન). પૂજ્ય સાધુ-સાધ્વીજીઓને મકાન આપવા દ્વારા તેમના સંયમની આરાધનાનો લાભ મેળવીને સંસારરૂપ સાગરને તરી જાય તે શય્યાતર. શય્યાતરી તરીકે પ્રસિદ્ધ બનેલી જયંતી શ્રાવિકામાં ધાર્મિક જ્ઞાન મેળવવાની બહુ તાલાવેલી હતી. આથી તે તક મળતાં પૂજ્ય સાધ્વીજીઓ વગેરેની પાસે ધાર્મિક અભ્યાસ કરવાનું ચૂકતી ન હતી. તે ભગવાન શ્રી મહાવીરસ્વામીની દેશના ખૂબ જ ઉત્કંઠા પૂર્વક સાંભળતી હતી. દેશના સાંભળ્યા પછી તેનું ચિંતન-મનન અને નિદિધ્યાસન કરતી હતી. પછી તેમાંથી જે શંકા જાગે તેનું ભગવાન શ્રી મહાવીર સ્વામીને પૂછીને નિવારણ કરતી હતી.' १. निरन्तरं विचारो यः, श्रुतार्थस्य गुरोर्मुखात् । तन्निदिध्यासनं प्रोक्तं, तच्चैकाग्रयेण लभ्यते ॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ 20 ) પહેલું નમસ્કાર દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય મહાનુભાવો! હવે તમે તમારા માટે વિચારો કે હું ગુરુ મહારાજ પાસે વ્યાખ્યાન સાંભળું છું કે નહિ? સાંભળ્યા પછી તેનું ચિંતન-મનન કરું છું કે નહિ? શ્રાવકો માટે એવું શાસ્ત્ર વિધાન છે કે “શ્રાવકે સૂક્ષ્મ બુદ્ધિ વડે જાણવા યોગ્ય એવા પદાર્થોનું ચિંતન કરવું જોઇએ. ચિંતન કરતાં જે પ્રશ્નો ઊઠે તે પ્રશ્નો ગુરુની પાસે પૂછવા જોઇએ. ગુરુ જે ઉત્તરો આપે તેને બરાબર યાદ રાખવા જોઇએ. આ વિધિનું પાલન કરનાર શ્રાવક જૈનશાસનમાં કુશળ બને છે, અર્થાત્ જૈનધર્મનું ધર્મક્રિયાઓ અને તત્ત્વો સંબંધી સારું જ્ઞાન મેળવી લે છે. જૈનશાસનમાં કુશળતા એ સમ્યગ્દર્શનનું ભૂષણ છે. જે શોભાવે તે ભૂષણ. જેમ અલંકારો શરીરને શોભાવે છે તેમ જૈનશાસનમાં કુશળતા સમ્યગ્દર્શનને શોભાવે છે-દીપાવે છે. માટે તે સમ્યગ્દર્શનનું ભૂષણ છે. આ વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે स्थैर्य प्रभावना भक्तिः, कौशलं जिनशासने । तीर्थसेवा च पञ्चास्य, भूषणानि प्रचक्षते ॥ સ્થિરતા, પ્રભાવના, ભક્તિ, જિનશાસનમાં કુશલતા અને તીર્થસેવાએ પાંચ સમ્યગ્દર્શનનાં ભૂષણો છે. સ્થિરતા- અન્ય દર્શનીઓમાં ચમત્કાર વગેરે મહિમાને જેવા છતાં જૈનધર્મથી પોતે ચલિત ન થવું = સ્થિર રહેવું અને બીજાઓને પણ જૈનધર્મમાં સ્થિર કરવા તે સ્થિરતા છે. પ્રભાવના– જૈન શાસનની પ્રભાવના કરવી = બીજાઓને જૈનશાસન પમાડવું. શાસનની પ્રભાવના સ્વપર ઉપકાર કરનારી છે, અને તીર્થંકરનામ કર્મનું કારણ છે. ભક્તિ- અરિહંત વગેરે ગુણી જીવોની ભક્તિ કરવી. જિનશાસનમાં કુશળતા– જૈન શાસનની ક્રિયાઓમાં અને જીવાદિ તત્ત્વોમાં નિપુણ બનવું. તીર્થસેવા- સંસાર સાગરથી તારે તે તીર્થ. તીર્થના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. શ્રી શત્રુંજયેવગેરે દ્રવ્ય તીર્થો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ભાવતીર્થ છે. અથવા ચતુર્વિધ સંઘ ભાવતીર્થ છે. અથવા તીર્થના જંગમ અને સ્થાવર એમ બે ભેદ છે. તેમાં શત્રુંજય વગેરે સ્થાવર તીર્થ છે. ચતુર્વિધ સંઘ જંગમ તીર્થ છે. સ્થાવર એટલે એક સ્થળે રહેનાર જંગમ એટલે એક સ્થળેથી બીજા સ્થાને જનાર. બંને પ્રકારના તીર્થોની યાત્રા-પૂજા વગેરે રીતે સેવા કરવી તે તીર્થસેવા. જયંતી શ્રાવિકાએ એક્વાર ભગવાન શ્રી મહાવીરસ્વામીને પૂછ્યું : હે ભગવંત! જીવો જાગતા સારા કે ઊંઘતા સારા ? ભગવાને કહ્યું : ધર્મીઓનું જાગવું કલ્યાણકારી છે અને પાપીઓનું ઊંઘવું કલ્યાણકારી છે. પાપ કરાવનાર સામગ્રીન મળે તેમાં કલ્યાણ પાપી આત્મા જાગીને પાપો જ કરે. અલબત્ત, ઊંઘવું એ પણ પાપ જ છે. પણ પાપી આત્મા જાગે તો મન-વચન-કાયાથી વધારે પાપો કરે. એથી એને ઊંઘમાં થતા અશુભકર્મબંધની અપેક્ષાએ જાગીને કરેલાં પાપો દ્વારા અતિશય અધિક અશુભકર્મ બંધ થાય. આનાથી સર્વસામાન્ય એક સિદ્ધાંત નક્કી થાય છે કે સારી પણ વસ્તુ પાપી આત્માને કલ્યાણકારી ન બને. આથી શરીરબળ, બુદ્ધિબળ, ધનબળ કે ઇન્દ્રિયબળ વગેરે પાપી આત્માને અકલ્યાણકારી બને. કારણકે પાપી આત્મા તેનાથી પાપ જ કરે. પાપી આત્મા શરીરબળનો ઉપયોગ બીજાને સતાવવા વગેરે દ્વારા દુ:ખ આપવામાં કરે. તે બુદ્ધિનો ઉપયોગ બીજાને શીશામાં ઉતારીને બૂચ મારવા જેવી પ્રવૃત્તિમાં કરે. અનીતિ કેવી રીતે કરવી, બીજાને કેવી રીતે ફસાવવો, અસત્યકેવી સિફતથી બોલવું, લાંચ રુશ્વત ૨. નિપુણભાવન્તિનમ, ગુરૂપે પ્રશ્નઃ, તત્રયાવધાનમ્ (ધર્મબિંદુ અ.૨) Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 21 ) પહેલું નમસ્કાર દ્વારા કેવી રીતે લેવી, ચોરી કેવી રીતે કરવી, અનાચાર કેવી રીતે કરવો વગેરે પાપો કરવામાં જ બુદ્ધિનો ઉપયોગ કરે તે ધનનો ઉપયોગ નામના મેળવવી, લાઈટમાં આવવું, લોકમાં પ્રસિદ્ધ બનવું, પોતાના નામની તકતીઓ મૂકાવવી, સ્નેહીનો સ્નેહ પોષવો, વિષયસુખનાં સાધનો મેળવીને વિષયસુખો ભોગવવા વગેરે પાપકાયમાંકરે. તે ઈન્દ્રિયોનો ઉપયોગ પરસ્ત્રીગમન, માંસ વગેરે અભક્ષ્ય-ભક્ષણ, સિનેમા, નાટક અને ટી.વી. વગેરેનું નિરીક્ષણ, સંગીત શ્રવણ વગેરે વિષયસુખો ભોગવવામાં કરે, અથવા પરનિંદા, પરદોષ દર્શન, પરદોષશ્રવણ અને પરદોષોને બોલવા વગેરે પાપકાર્યમાં પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ કરે. આથી પાપી આત્માઓને આવી શક્તિ ન મળે, તેમાં જ તેમનું શ્રેય મહાનુભાવો! તમને જે જે શક્તિ મળી છે તે તે શક્તિનો ઉપયોગ તમે કેવળ પાપ માટે જ કરો છો કે ધર્મ માટે પણ કરો છો ? તમને મળેલી શક્તિઓનો ઉપયોગ કેવળ તમારા માટે જ કરો છો કે બીજાઓ માટે પણ કરો છો? બુદ્ધિ, બળ, સત્તા અને સંપત્તિ વગેરે શક્તિઓથી ઉપકાર પણ કરી શકાય, અને અપકાર પણ કરી શકાય. પરમાર્થી માનવ એ શક્તિઓથી પરોપકાર કરે, સ્વાર્થી માણસ એ શક્તિઓથી કેવળ સ્વાર્થ સાધે અને સ્વાસ્થય માણસ એ શક્તિઓથી બીજાઓ ઉપર અપકાર કરે. પરમાર્થી જીવો બુદ્ધિનો ઉપયોગ બીજાઓને આપત્તિમાંથી મુક્ત કરવા માટે કરે છે. જ્યારે સ્વાર્થધ જીવો પોતાનો સ્વાર્થ સાધવા માટે બુદ્ધિનો ઉપયોગ બીજાઓને આપત્તિમાં મૂકવા માટે કરે છે. ફસાવવા માટે કરે છે. પરમાર્થી જીવો બળનો ઉપયોગ બીજાઓનું રક્ષણ કરવા માટે કરે. સ્વાર્થોધ જીવો બળનો ઉપયોગ બીજાઓનું ભક્ષણ કરવા માટે કરે. ત્રિપૃષ્ઠ વાસુદેવે સત્તાના બળે શય્યાપાલકના કાનમાં ધગધગતા સીસાનો રસ રેડ્યો. કુમારપાળ મહારાજાએ વિશ્વાસનો ઘાત કરનારા સામંતોને માફી આપી. ધારત તો સ્વસત્તાના બળે તેમને કડક શિક્ષા કરી શક્ત. કુમારપાળ માહારાજા, સમ્રાટ સંપ્રતિ, શ્રીપાળ મહારાજા જેવા ઉત્તમ પુરુષોએ સત્તાનો ઉપયોગ જીવરક્ષા આદિ પરોપકાર માટે કર્યો. અજયપાળ વગેરે અધમ પુરુષોએ સત્તાનો ઉપયોગ બીજાને રંજાડવા માટે ક્ય. ધના સાર્થવાહ, માઘ પંડિત વગેરે ઉદાર જીવોએ લક્ષ્મીનો પરોપકાર વગેરે કાર્યોમાં સદુપયોગ કર્યો. મમ્મણ જેવાપણ પુરુષોએ લક્ષ્મીનો કેવળ સંગ્રહ જ કર્યો. શક્તિ નહિ, પણ શક્તિનો સદુપયોગ પ્રશંસનીય છે. કોઈ પણ શક્તિ પ્રશંસનીય ત્યારે જ બને કે જ્યારે તેનો સદુપયોગ થાય. અજ્ઞાન લોકો ભલે બીજાઓની શક્તિ જોઇને ગમે તે રીતે તેની પ્રશંસા કરવા માંડે. પણ વિવેકી તેમ ન કરે. વિવેકી માણસ જે શક્તિનો દુરુપયોગ થાય તેવી શક્તિથી લેવાય ન જાય = આકર્ષાય ન જાય. અને તેવી શક્તિની પ્રશંસા ન કરે. વિવેકી માણસ પ્રશંસા શક્તિના સદુપયોગની કરે, કેવળ શક્તિની નહિ. શક્તિ પ્રશંસનીય નથી, કિંતુ શક્તિનો સદુપયોગ પ્રશંસનીય છે. એટલે જેની શક્તિનો સદુપયોગથાય, તેની શક્તિ પ્રશંસનીય બને, બીજાની નહિ. જેમકે ચોરની ચતુરાઇ પ્રશંસનીય નહિ. વાસુદેવનું બળ પ્રશંસનીય નહિ. અજયપાળ જેવા રાજાઓની સત્તા પ્રશંસનીય નહિ.મમ્મણ જેવાનું ધન પ્રશંસનીય નહિ. અભયકુમારની બુદ્ધિપ્રશંસનીય છે. મહાવીર પરમાત્માનું બળ પ્રશંસનીય છે. કુમારપાળ મહારાજા જેવાની સત્તા પ્રશંસનીય છે. ધન્ના સાર્થવાહ જેવાનું ધન પ્રશંસનીય છે. મા શક્તિની પ્રશંસા કરતાં પહેલાં એ જોવું જોઇએ કે શક્તિ ક્યાં પડી છે. જો શક્તિ કુપાત્રમાં પડી હોય તો નકામી છે. સુંદર અને સુગંધી પણ પુષ્પમાળા વિઝામાં પડે તો નકામી બની જાય છે. સુપાત્રમાં પડેલી શક્તિ કામની છે. કારણકે તેનો સદુપયોગ થાય. - કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજે વીતરાગ સ્તોત્રમાં ભગવાનની સ્તુતિ કરતાં Page #41 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર કહ્યું છે — अनेडमूका भूयासुस्ते येषां त्वयि मत्सरः । शुभोदर्काय वैकल्यमपि पापेसु कर्मसु ॥१५॥ “હે નાથ ! જેમને આપના ઉપર અસૂયા છે તે લોકો મૂંગા અને બહેરા બનો, કારણ કે પાપકાર્યોમાં ઇન્દ્રિયોની ખામી પણ ભવિષ્યના શુભ ફળ માટે થાય છે.’’ ભગવાન ઉપર અસૂયા રાખનારા જીવો પરિપૂર્ણ ઇન્દ્રિયોવાળા હોય તો ભગવાનની નિંદા કરીને કે સાંભળીને અનંત પાપને એકઠું કરે, પણ જો જીભ આદિ ઇન્દ્રિયોની ખામીવાળા હોય તો નિંદાદિ પાપોથી બચી જાય. આથી એવા જીવો માટે ઇન્દ્રિયોની ખામી ઇચ્છવી એ અહિતચિંતા નથી, કિંતુ હિતચિંતા છે. 22 શ્રાદ્ધદિનકૃત્ય પાપી આત્માઓ જાગીને પાપકાર્યમાં પ્રવૃત્તિ કરે એના કરતાં ઊંઘતા રહે એ એમના માટે સારું છે. આથી અહીં વહેલા ઉઠવાની વાત ધર્મ કરવા માટે છે, પાપ કરવા માટે નહિ. ધર્મી આત્માએ બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠીને ધર્મક્રિયાઓ કરવી જોઇએ. પૂર્વે સમયનું માપ મુહૂર્ત, ઘડી વગેરેથી થતું હતું. આજે સમયનું માપ ઘડિયાળના આધારે કલાક વગેરેથી થાય છે. એટલે ક્લાક પ્રમાણે વિચારીએ તો ધર્મી આત્માએ સવારે લગભગ સાડાચારથી સાડા પાંચ વચ્ચેના સમયમાં ઊઠવું જોઈએ. મોડામાં મોડું સાડા પાંચ વાગે તો અવશ્ય ઊઠી જવું જોઇએ અને ધર્મક્રિયાઓ કરવી જોઈએ. બાળક, બિમાર વગેરેને છોડીને બાકીના ઘરના બધા માણસો મોડામાં મોડા સાડા પાંચ વાગે ઉઠીને પોત–પોતાની નિયત ધર્મક્રિયાઓ કરતા હોય એવું જૈનઘરનું વાતાવરણ હોવું જોઇએ. વહેલી સવારે મોટા અવાજથી ન બોલવું સવારે વહેલાં ઊઠીને ધર્મક્રિયાઓ કરતાં મોટો અવાજ ન થાય તેની કાળજી રાખવી. બોલવાની જરૂર પડે તો બહુ ધીમેથી બોલવું. ખાંસી, છીંક વગેરેમાં પણ અવાજ ઓછો થાય તે માટે શક્ય પ્રયત્ન કરવો. જો મોટો અવાજ થાય તો આજુબાજુમાં રહેલા તિર્યંચો અને મનુષ્યો જાગી જાય અને પાપકાર્યમાં પ્રવૃત્તિ કરે, જેમ કે– ગરોળી જાગી જાય તો માખીને મારવાના વિચારો અને પ્રવૃત્તિ કરે. બિલાડી જાગી જાય તો ઉંદરને મારવાના વિચારો અને પ્રવૃત્તિ કરે. ખેડૂત જાગી જાય તો ખેતી સંબંધી વિચારો અને પ્રવૃત્તિ કરે. કોઇ પાણી ભરવાનું કામ કરે. કોઇ અગ્નિ સળગાવવાનું કામ કરે. આમ જેને જે કામ કરવાનું હોય તે કામ કરવા માંડે. ધર્મીજીવના અવાજથી એક માણસ જાગે અને પોતાનું કામ કરે. તે માણસના અવાજથી બીજો પણ માણસ જાગે. બીજાના અવાજથી ત્રીજો જાગે. આમ પરંપરાએ અનેક માણસો જાગી જાય. તેમાં માછીમાર જેવા હિંસક મનુષ્યો પણ જાગીને માછલા મારવા વગેરે હિંસા કરે. આથી મોટો અવાજ કરીને બીજાને જગાડનાર આવા ઘોર પાપોમાં નિમિત્ત બનીને નિરર્થક દોષોનો ભાગીદાર બને છે. માટે ધર્મી આત્માએ વહેલી સવારે મોટો અવાજ ન થાય તેની કાળજી રાખવી જોઇએ. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઇ વૃદ્ધા દહીં ખાય તેમાં જેટલો અવાજ થાય, તેનાથી પણ ઓછો અવાજ થાય તેની કાળજી રાખવી જોઈએ. આ વિષે બૃહત્કલ્પ સૂત્રની ટીકામાં સાધુઓ માટે નીચે મુજબ જણાવ્યું છે – (૧) પ્રતિબદ્ધ (=નજીકમાં જ ગૃહસ્થોના ઘરો હોય તેવી) વસતિમાં સાધુઓ પ્રતિક્રમણ મૌનપણે કરે, અથવા ગૃહસ્થો સ્વયમેવ ઊઠ્યા હોય ત્યારે કરે. (૨) પરાવર્તન કરતાં થયેલી શંકા યાદ રાખીને દિવસે પૂછે. (૩) જનરહિત ઉદ્યાનમાં પણ રાતે પશુ-પક્ષીઓ ન જાગે તેની કાળજી રાખે. Page #42 -------------------------------------------------------------------------- ________________ 23 ) શ્રાદ્ધદિનકૃત્ય પહેલું નમસ્કાર દ્વાર (૪) મોટા અવાજવાળો સાધુ ચોથા પ્રહરમાં સ્વાધ્યાય મનમાં કરે. (૫) નાના અવાજવાળો સાધુ પણ સંઘાટક સાથે પરાવર્તન ન કરે, ત્િ અલગ અલગ કરે. બીજાના પાપમાં નિમિત્ત બનવું એ વધારે ખરાબ છે વહેલી સવારે મોટો અવાજ ન કરવો એ વિધાન આપણને એ બોધપાઠ આપે છે કે આપણે જેમ બીજાના દુ:ખમાં નિમિત્ત નહિ બનવું જોઈએ તેમ બીજાના પાપમાં પણ નિમિત્ત નહિ બનવું જોઇએ. બીજાના દુઃખમાં નિમિત્ત બનવા કરતાંય બીજાના પાપમાં નિમિત્ત બનવું એ વધારે અહિતકર છે. બીજાના દુ:ખમાં નિમિત્ત ન બનનાર સારો છે, પણ બીજાના પાપમાં નિમિત્ત ન બનનાર અધિક સારો છે. આથી વિવેકી જીવ જેમ બીજાના દુઃખમાં નિમિત્ત બનવાનું પસંદન કરે તેમ બીજાના પાપમાં પણ નિમિત્ત બનવાનું પસંદ ન કરે. આથી જ બલભદ્ર મુનિએનગરમાં વહોરવા જવાનું બંધ કર્યું. એમનું રૂપ અદ્ભુત હતું. સ્ત્રીઓ એમનું રૂપ જોવામાં એવી તલ્લીન બની જતી હતી કે જેથી પોતાનું કામ બરોબર કરી શક્તી ન હતી. એના કારણે અનેક અનર્થો થતા હતા. જેમકે – કોઇ સ્ત્રી એક તરફ મુનિને વહોરાવવાનું કામ કરે તો બીજી તરફ મુનિનાં રૂપ તરફ જોવાનો પ્રયત્ન કરે. એથી વહોરાવતાં વહોરાવતાં ઢોળાઈ જાય વગેરે અનર્થ થાય. એક્વાર કૂવાના કાંઠે એક બહેન પાણી ભરવા આવી, તેણે બલભદ્ર મુનિને આવતા જોયા. તેમનું રૂપ જોવામાં એ એટલી બધી તલ્લીન બની ગઇ કે જેથી દોરડું ઘડાના કાંઠામાં નાખવાને બદલે પોતાના બાળકના ગળામાં નાખવા લાગી. સહસા મુનિની દૃષ્ટિ એ તરફ પડી. મુનિએ જાણી લીધું કે આ અનર્થનું કારણ મારું રૂપ છે. માટે મારે આજથી નગરમાં વહોરવા માટેના આવવું. જંગલમાં મુસાફરો વગેરે પાસેથી નિર્દોષ જે આહાર-પાણી મળે તેનાથી નિર્વાહ કરવો. આવો નિર્ણય કરીને તે મુનિ ત્યાંથી જ પાછા ફરી ગયા. - સ્વનિમિત્તે બીજાને પાપ કરવાની તક મળે તેવું જીવન હોવું જોઈએ આપણે બીજાને સીધી રીતે તો પાપ કરવાની પ્રેરણા નહિ કરવી જોઇએ, કિંતુ આડકતરી રીતે પણ આપણા નિમિત્તે બીજા પાપમાં ન પ્રવર્તે તેની કાળજી રાખવી જોઇએ. બીજાના પાપમાં નિમિત્ત ન બનવું એનો અર્થ બીજાને પાપની પ્રેરણા ન કરવી એટલો જ નથી, કિંતુ પ્રેરણા વિના પણ આપણા નિમિત્તે બીજાને પાપ કરવાની તક ન મળે તેવું આપણું જીવન હોવું જોઇએ. જેમકે – અનુચિત વેષ પરિધાન કરનાર સ્ત્રી બીજાને કામવિકારરૂપ પાપ કરવાની તક આપે છે. નિદા કરનાર મનુષ્ય બીજાના નિંદાશ્રવણના પાપમાં નિમિત્ત બને છે. નિંદા સાંભળનાર પણ બીજાનાનિંદા કરવાના પાપમાં નિમિત્ત બને છે. જો પોતે નિંદા કરે જ નહિતો બીજો માણસ નિંદા શ્રવણનું પાપ કરી શકે નહિ તથા જો પોતે નિંદા સાંભળે જ નહિ તો બીજો માણસ નિંદા કરી શકે નહિ. તેવી રીતે વિકથા કરવામાં કે સાંભળવામાં બીજાના પાપમાં નિમિત્ત બનીએ. બજારમાં કોઇ સારી વસ્તુ જોઇને બીજાઓની પાસે તેની પ્રશંસા કરનાર બીજાના પાપમાં નિમિત્ત બને છે. અધાર્મિક માસિક વગેરે મંગાવનાર નિરર્થક બીજાના પાપોમાં નિમિત્ત બને છે. ટી.વી. વસાવનાર બીજાઓના પાપોમાં નિમિત્ત બને છે. ટી.વી. વસાવનાર ભાવ હિંસા કરે છે. માટે ધર્મી આત્માએ આ બધું જાણીને વિવેકી બનવું જોઇએ અને નિરર્થક બીજાના પાપમાં નિમિત્ત બની જવાય તેની પૂર્ણ તકેદારી રાખવી જોઈએ. (અહીં આઠમી ગાથા પૂર્ણ થઈ.) (૮) सिजाट्ठाणं पमुत्तूणं, चिट्ठिजा धरणीयले । भावबंधुं जगन्नाहं, नमुक्कारं तओ पढे ॥९॥ નવકાર ગણવાની જ વિધિને કહે છે Page #43 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર (24) શ્રાદ્ધદિનકૃત્ય. શય્યાસ્થાનથી નીચે ઉતરીને જમીન ઉપર ઊભા રહીને કે બેસીને ભાવબંધુ અને જગન્નાથ એવા નમસ્કાર મંત્રને (=નવકારને) ગણે. ભાવબંધુ ભાવ બંધુ એટલે પરમાર્થથી બંધુ. જે સહાય કરે તે બંધુ. નમસ્કાર મંત્ર સાય કરતો હોવાથી પરમાર્થથી બંધુ છે. જગન્નાથ - જે યોગ અને ક્ષેમને કરે તેનાથ. યોગ એટલે ઇષ્ટ વસ્તુનો લાભ. શ્રેમ એટલે પ્રાપ્ત થયેલ ઇષ્ટ વસ્તુનું રક્ષણ. નમસ્કારમંત્ર પ્રાપ્ત નહિ થયેલા મહદ્વતો વગેરે ગુણોને પ્રાપ્ત કરાવનાર હોવાથી અને પ્રાપ્ત થયેલા અણુવતો વગેરે ગુણસમૂહનું રક્ષણ કરનાર હોવાથી યોગક્ષેમ કરે છે. આથી નમસ્કારમંત્ર જગતનો નાથ છે. (૯) मंताणं मंतो परमो इमुत्ति, धेयाण धेयं परमं इमुत्ति । तत्ताण तत्तं परमं पवित्तं, संसारसत्ताण दुहाहयाणं ॥१०॥ નમસ્કારમંત્ર ભાવબંધુ અને જગન્નાથ કેમ છે તે જણાવે છે – ચારગતિમાં રહેલા દુ:ખાહત ભવ્યજીવો માટે મંત્રોમાં આજ મુખ્ય મંત્ર છે. ધ્યાન કરવાલાયકવસ્તુઓમાં આ જ મુખ્ય ધ્યાન કરવા લાયક છે. પરમાર્થોમાં આ જ અતિશય પવિત્ર પરમાર્થ છે. દુખાહત - દુ:ખાહત એટલે અસાતાથી તપેલા. અથવા દ્રવ્યથી અને ભાવથી એમ બે રીતે જીવો દુ:ખાહત છે. દ્રવ્યથી દુ:ખાહત એટલે અસાતાથી પીડાયેલા. ભાવથી દુ:ખહત એટલે રાગ-દ્વેષથી ઘેરાયેલા. મુખ્યમંત્ર- ગરુડમંત્ર વગેરે મંત્રોમાં નમસ્કારમંત્ર જ મુખ્યમંત્ર છે. કારણ કે તે દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારના વિષને દૂર કરે છે. (સર્પ વગેરેનું વિષ દ્રવ્યવિષ છે. મોહ વગેરે આંતરિક દોષો ભાવવિષ છે.) મુખ્ય ધ્યાન કરવા લાયક- ધ્યાન કરવા લાયક સર્વ ઈશ્વરોમાં નમસ્કારમંત્ર જ ધ્યાન કરવા યોગ્ય છે. કારણ કે તે સર્વ કાર્યોનો સાધક છે. પરમાર્થ - જગતમાં જેટલા પરમાર્થ છે = ઉત્કૃષ્ટવસ્તુઓ છે તે બધામાં નમસ્કારમંત્ર જ અતિશય પવિત્ર પરમાર્થ = શ્રેષ્ઠ વસ્તુ છે. કારણ કે તે ર્મરૂપમલના ડાઘને દૂર કરે છે. (૧૦) . ताणं अन्नं तु नो अत्थि, जीवाणं भवसायरे । बुडुंताणं इमं मुत्तुं नमुक्कारं सुपोययं ॥११॥ નમસ્કારમંત્ર “મુખ્યમંત્ર' વગેરે કેમ છે તે જણાવે છેભવ સમુદ્રમાં ડૂબતા જીવોનું નમસ્કારમંત્ર રૂપસુવહાણને છોડીને બીજું કોઈ રક્ષણ કરનાર નથી.(૧૧) अणेगजमंतरसंचियाणं, दुहाण सारीरियमाणसाणं । कत्तो अ भव्वाण भविज नासो, न जाव पत्तो नवकारमंतो ॥१२॥ જ્યાં સુધી નમસ્કારમંત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભવ્ય જીવોના અનેક ભવોમાં એકઠાં કરેલાં રોગ વગેરે શારીરિક અને શોક વગેરે માનસિક દુઃખોનું કારણ એવાં કર્મોનો નાશ ક્યાંથી થાય? (૧૨) जलणाइभए सव्वं, मुत्तुं एगंपि जहा महारयणं । अहवाऽरिभए गिन्हइ, अमोहसत्थं जह तहेह ॥१३॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 25) પહેલું નમસ્કાર દ્વાર मुत्तुंपि बारसंगं, स एव मरणंमि कीरए जम्हा । अरिहंतनमुक्कारो, तम्हा सो बारसंगत्थो ॥१४॥ આવશ્યક ભાષ્યના પાઠથીનમસ્કારમંત્ર ઉપર બહુમાનની પ્રસિદ્ધિને પ્રગટ કરે છે. આગમમાં કહ્યું છે કે જેવી રીતે સાવધાન ચતુર પુરુષ આગ આદિના ભયમાંકણ અને પાસ વગેરે મૂકીને એક પણ વૈર્યવગેરે મહારત્નને ગ્રહણ કરે છે, અથવા શત્રુના ભયમાં શક્તિ વગેરે અમોઘ ( નિષ્ફળ ન જાય તેવા) શસ્ત્રને ગ્રહણ કરે છે, તેવી રીતે અહીં મરણ સમયે શ્રુતકેવલી પણ દ્વાદશાંગીને મૂકીને નમસ્કારમંત્રને જ યાદ કરે છે. તેથી નમસ્કારમંત્ર કાગશગીનો સાર છે. (૧૩-૧૪). तप्पणईणं तम्हा, अणुसरियव्वो सुहेण चित्तेणं । વ તૈમુૌરો, વયજુર્વ મન્નમાળri II જેમણે આનમસ્કારમંત્રની રચના કરી તેમને નમસ્કાર કરવા માટે કહે છે નમસ્કારમંત્રનો આવો પ્રભાવ હોવાથી પોતાને કૃતજ્ઞકે કૃતાર્થ માનનારા પુરુષે આ નમસ્કારમંત્રની રચના કરનારા અરિહંત અને ગણધર વગેરેને પણ શુભચિત્તથી નમસ્કાર કરવો જોઈએ. વિવેચન નમસ્કારમંત્રનો આવો પ્રભાવ હોવાથી પંચ પરમેષ્ઠીને તો નમસ્કાર કરવો જોઈએ, કિંતુ નમસ્કારમંત્રની ચના કરનારા અરિહંત-ગણધર વગેરેને પણ નમસ્કાર કરવો જોઈએ. તેમ કરવાથી કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. (૧૫) नवकाराओ अन्नो, सारो मंतो न अत्थि तियलोए । तम्हा हु अणुदिणं चिय, पढियव्वो परमभत्तीए ॥१६॥ ઉક્ત અર્થનો ઉપસંહાર કરતા ગ્રંથકાર ઉપદેશને કહે છે– ત્રણ લોકમાં નવકારથી અન્ય સારભૂત કોઈ મંત્રનથી. તેથી દરરોજ પરમભક્તિથીનવકારગણવા જોઈએ. (૧૬) उरगाईण वि मंता, अविहीए उ अहिज्जिया । विसंजओ न नासंति, तम्हा उ विहिणा पढे ॥१७॥ દાંત પૂર્વક વિધિથી નવકારમંત્રનો પાઠ કરવાનો ઉપદેશ કહે છે અવિધિથી ભણેલાસર્પઆદિના પણ મંત્રો વિષનો નાશ કરતા નથી. તેથી વિધિથી નવકારનો પાઠ કરવો જોઈએ. વિધિથી એટલે વિનય–બહુમાન આદિ પૂર્વક પાઠ કરવો એટલે ભણવું, પરાવર્તન કરવું અને સ્મરણ કરવું. Page #45 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર 26) શ્રાદ્ધદિનકૃત્ય તે સૂત્ર આ છે- નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવક્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો | મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ ll આ પાઠ પ્રસિદ્ધ છે, અને સર્વ સંમત છે. (૧૭) इहलोगंमि तिदंडी, सादिव्वं माउलिंगवणमेव । परलोए चंडपिंगल हुंडियजक्खो य दिटुंता ॥१८॥ નવકારને ગણવાથી આ લોકમાં અને પરલોકમાં થતાફળને બતાવવા માટે કહે છે આ લોકમાં ( આ જ જન્મમાં) મળતાફળની અપેક્ષાએ શ્રાવકપુત્ર શિવકુમાર, શ્રાવક પુત્રી શ્રીમતી અને જિનદાસ શ્રાવક આ ત્રણ દષ્ટાંતો છે. પરલોકમાં મળતાફળની અપેક્ષાએ ચંડ પિંગલ અને હુંડિક યક્ષ એ બેદષ્ટાંતો આ ગાળામાં જણાવેલા સર્વ દષ્ટાંતોનો ભાવાર્થ ભીલ-ભીલડીની કથાથી જાણવો. નમસ્કારના પ્રભાવ ઉપર કથાઓ ભીલ-ભીલડી પુષ્કરાઈ દ્વીપના ભરતક્ષેત્રમાં સિદ્ધાવટ નામનું સમૃદ્ધ ગામ છે. કષાયના તાપથી તપેલા લોકોને શાન્ત કરતા એવા સુવ્રત નામના આચાર્ય એક વખત ત્યાં પધાર્યા. તે વખતે વરસાદ શરૂ થઇ ગયો, પૃથ્વી પાણીથી ભરાઇ ગઇ. ભૂમિને અંકુરાવાળી તથા ત્રસજીવોથી વ્યાસ થયેલી જોઇને આચાર્યે આ પ્રમાણે સાધુઓને કહ્યું કે- “મુનિવરોને માટે વિહાર કરવો હવે ઉચિત નથી.' આમ કહીને તેઓએ પોતાના પરિવાર સાથે ગામમાં પ્રવેશ કર્યો. ગામના મુખીને વસતિદાનનું ફળ સમજાવી, વસતિની યાચના કરીને ત્યાં રહ્યા. તેમાં કેટલાક મહર્ષિઓ મહિનાના ઉપવાસ કરીને રહ્યા, કેટલાક બે મહિનાના, કેટલાક ત્રણ મહિનાના તથા કેટલાક ચાર મહિનાના ઉપવાસ કરીને રહ્યા. તેમાંથી દુર્જય એવા કામનું પણ દમન કરનારા દસાર નામના મહામુનિ ગુરુની અનુજ્ઞા મેળવી સમીપની ગુફામાં પધાર્યા. સ્થિર મનવાળા તેઓએ આહાર વિના સ્વાધ્યાય-ધ્યાનમાં તત્પર થઇને સમગ્ર ચાતુર્માસી તે ગુફામાં પૂરી કરી. ત્યાં આગળ આમ-તેમ ભમતા એક ભીલ-ભીલડીનું યુગલ આવી પહોંચ્યું અને ઋષિના દર્શનથી તેઓનું પાપ ક્ષણવારમાં નાશ પામ્યું. ઉચિત ઉપદેશને આપનારા મુનિએ યુગલને યોગ્ય જાણી, તેમને પરમેષ્ઠિનમસ્કારનો પાઠ બતાવ્યો. ભીલ-ભીલડી સરળભાવે નમસ્કારનું પઠન કરે છે. પરોપકારપરાયણ સાધુ ફરીથી તેઓને કહે છે કે- “આ પંચનમસ્કારમંત્ર, એ પરમ મંગળ છે અને સર્વ પાપને હરનાર એવા આમંત્રનું તમારે હંમેશાં ત્રિકાળ ધ્યાન ધરવું.” તેઓએ તે પ્રમાણે કર્યું અને વર્ષાકાળ પૂરો થયા બાદ મુનિ અન્યત્ર વિહાર કરી ગયા. હવે આ યુગલ હંમેશાં નમસ્કારનો પાઠ કરે છે અને મુનિના ઉપકારને યાદ કરતા ક્રમે કરીને મૃત્યુ પામ્યા. Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (27) પહેલું નમસ્કાર દ્વાર રાજસિહ-રત્નાવતી આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મણિમંદિર નામનું નગર છે, કે જ્યાંનો લોક દાન આપવામાં વ્યસની છે, અકાર્યકરવામાંડરપોક છે, ગુણ ગ્રહણ કરવામાં અસંતોષી છે, પારકું ધન હરણ કરવામાં પાંગળો છે, પરસ્ત્રીદર્શનમાં આંધળો છે અને પારકા દોષો કહેવામાં મૂગો છે. ત્યાં રાજમૃગાંક નામનો રાજા છે. તેને અતિશય સૌંદર્યવાળી વિજયા નામની રાણી છે. તેણીની કુક્ષિમાં જ્યારે ભીલનો જીવ અવતાર પામ્યો-જન્મ પામ્યો, ત્યારે તેના પિતાએ તેનો જન્મોત્સવ કર્યો અને રાજસિંહ એવું તેનું નામ પાડ્યું. ઘણી જ સહેલાઇથી બુદ્ધિશાળી એવા તેણે ગુરુની પાસેથી બહોતેર કળાઓ ગ્રહણ કરી. અતિસાર મંત્રીનો સુમતિ નામનો ગતિમાન પુત્ર તેનો મિત્ર થયો. અત્યંત રૂપસંપન્ન અને લાવણ્યથી ભરપૂર એવો કુમાર કિમે કરીને યૌવનવયને પામ્યો. માર્ગમાં ચાલતા કુમારનાં રૂપથી ખેંચાઇને યુવાન સ્ત્રીઓ ધારી ધારીને તેને જોવા લાગી, પરંતુ સદાચારી કુમાર લેશમાત્ર પણ તે સ્ત્રીઓ ઉપર મન રાખતો નથી. એક વખત કુમાર પોતાના મિત્રની સાથે બહાર ગયો અને ઘોડાઓને ખેલાવીને વૃક્ષ નીચે વિશ્રાન્તિ લેવા બેઠો. ત્યાં આવેલા કોઇ વટેમાર્ગુને જોઇને કુમાર પૂછે છે કે- હે ભાઇ ! તું ક્યાંથી આવે છે? ક્યાં જવું છે? અને કોઇ સ્થળે તેં કાંઇ અદ્ભુત બીના જોઇ છે ખરી?' | મુસાફરકુમારને નમસ્કાર કરી, પાસે બેસીને કહે છે કે- હકુમાર! સાંભળો! પદ્મપુર નામના નગરથી હું આવું છું અને પુંડરીકગણધરના નિર્વાણથી પવિત્ર થયેલું તથા જ્યાં અનેક જિનેરોએ સ્પર્શના કરેલી છે, જ્યાં અસંખ્ય મહર્ષિઓ સિદ્ધિ પામ્યા છે તથા જે સર્વ તીર્થોમાં આદિતીર્થ છે, તે શ્રી શત્રુંજય નામના તીર્થને નમસ્કાર કરવાને હું જાઉં છું. જે કાંઇ આશ્ચર્યકારી બીના મેં જોઇ છે, તે આ પ્રમાણે છે. તે સાંભળો!' આ પવપુરનગરમાં પવ નામનો પ્રતાપશાળી રાજા છે. હંસી નામની તેની રાણી છે. તેણીને સ્ત્રીઓને વિષે રત્ન જેવી રત્નવતી નામની પુત્રી છે. બુદ્ધિબળથી તે કન્યા સઘળીએ કળાઓ સુખપૂર્વક ભણી ગઇ અને કેમે કરી યૌવનવયને પામી. વિવાહને લાયક હોવાથી રાણીએ તેણીને રાજા પાસે મોકલી. રાજકન્યા પણ પિતાનાં ચરણોને નમસ્કાર કરીને પાસે બેઠી. અતિશય રૂપસંપન્ન એવી તેણીને જોઇને રાજા મંત્રીને કહે છે કે- “આ કન્યાના રૂપને યોગ્ય એવો કોઇ વર હશે કે નહીં એની મને શંકા પડે છે. મંત્રી કહે છે કે- “એના પુણ્યથી યોગ્ય વર પણ હોવો જોઇએ અને એનું પુણ્ય જ તેની યોજના કરી આપશે. એટલામાં કોઇ એકનટ આવી રાજાની સમક્ષ સંગીત કરવા લાગ્યો. ભીલના વેષમાં નૃત્ય કરતા એવા નટને જોઇને રાજપુત્રી ક્ષણવારમાં મૂચ્છ પામી. જ્યારે પિતાએ તેણીને સ્વસ્થ કરી, ત્યારે તે કન્યા કહે છે કે- ‘આજે મને જાતિસ્મરણશાન થયું છે. પૂર્વેહભીલડી હતી અને પ્રાણથી પણ પ્રિય એવો ભીલ મારો પતિ હતો. અત્યારે પણ જો એ જ પતિ મળે, તો હું પરણું; સિવાય મારે અન્યને પરણવું નથી.’ આ વાત સાંભળતાં કુમાર રાજસિંહ કંઇક મૂચ્છ પામ્યો, જાતિસ્મરણ પામ્યો અને શીતળ વાયુથી સ્વસ્થ થયો. તેને પૂર્વજન્મની પોતાની સ્ત્રી પ્રત્યે પરમ પ્રીતિ થઇ અને મુસાફરને તે પૂછે છે કે- ‘પછી શું થયું?' મુસાફર કહે છે કે પોતાની પુત્રીની પ્રતિજ્ઞા સાંભળીને પદ્મરાજા ચિંતામાં પડી ગયો કે- “આ કન્યાનો પૂર્વજન્મનો પતિ શી રીતે જાણવો?' આવૃત્તાંત સાંભળીને અનેક રાજપુત્રો દૂર દૂરથી આવીને કહી ગયાકે- “અમે પૂર્વે ભીલ હતા. પરંતુ રાજપુત્રી પૂછે છે કે- જો તમે પૂર્વજન્મમાં ભીલ હતા, તો એવું કહ્યું પુણ્ય કર્યું, કે જેથી અંહિયાં આટલી સમૃદ્ધિ પામ્યા?’ આ પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકવાથી રાજપુત્રીને ખાત્રી થઇ કે- “આ બધા Page #47 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર ( 28 ) શ્રાદ્ધદિનકૃત્ય જુઠું બોલનારા છે, સ્વાર્થી છે. અને તેથી તેણી પુરુષ માત્ર પ્રત્યે દ્વેષભાવવાળી બની છે. હવે તે કન્યા કોઇ પણ પુરુષને મળતી નથી, ફક્ત સ્ત્રીઓના પરિવારમાં જ રહે છે. વિધાતાએ તમને પુરુષરત્ન બનાવેલ છે અને તેણીને સ્ત્રીરત્ન બનાવેલ છે. જો તમારા બંનેનો સંયોગ થાય, તો વિધાતાનો પરિશ્રમ સફળ થાય.' મુસાફરની આ અદ્ભુત વાત સાંભળીને સંતોષ પામેલા કુમારે પોતાના અંગ ઉપર રહેલાં આભૂષણો તેને ભેટ આપી વિદાય કર્યો. હવે કુમાર રાજપુત્રી રત્નપતીને જોવા માટે ચિંતામાં પડ્યો. બીજી બાજુથી નગરના લોકો ખાનગીમાં રાજા પાસે એ ફરિયાદ લઇ ગયા કે- ‘આ કુમાર નગરમાં જ્યાં જ્યાં ફરે છે, ત્યાં ત્યાં એના રૂપથી મોહિત થઇને નગરની સ્ત્રીઓ મોટાં કામોને પણ પડતાં મૂકીને અને બચ્ચાંઓને પણ રડતાં મૂકીને, એની પૂઠે દોડે છે, માટે તે રાજ! ગમે તે રીતે એને નગરમાં ફરતો અટકાવો.' આ ફરિયાદ સાંભળીને પ્રજાવત્સલ રાજાએ દ્વારપાળદ્વારા કુમારને કહેવરાવ્યું કે- ‘જ્યાં સુધી કળાનો અભ્યાસ ચાલુ હોય, ત્યાં સુધી તમારે આવાસમાં રહેવું, કારણ કેબાહ્ય પરિભ્રમણ કરનારની સઘળીય કળાઓ નિષ્ફળ જાય છે.' આ સાંભળતાં જ કુમાર ચિંતામાં પડી ગયો કેપિતાજીએ આવો આદેશ કેમ ક્યો?' ત્યારે તેનો મિત્ર સુમતિ આવીને બધી હકીક્ત જણાવે છે. કુમાર તેને કહે છે કે- પિતાજીની આજ્ઞાનું પાલન મારે માટે દુષ્કર છે, કારણકે- પદ્મરાજાની પુત્રીને જોવાની મને ઘણી જ ઉત્કંઠા છે. બીજી વાત એ છે કે- દશાન્તર વિના પુણ્યની પરીક્ષા, ગુણોની પ્રાપ્તિ, ભાષામાં કુશળતા, આ બધી વસ્તુઓ પ્રાપ્ત થઇ શક્તી નથી, માટે હે મિત્ર ! મારે તો દેશાટન કરવું છે.' સુમતિ કહે છે કે- જો એવું જ છે, તો આપ ખુશીથી પર્યટન કરો અને હું આપને આ કામમાં બનતી સહાય આપીશ.' આ પ્રમાણે મંત્રણા કરી રાજપુત્ર અને મંત્રીપુત્ર બન્ને જણ સજ્જ થઇ રાત્રિના સમયે નગર બહાર નીકળી પડ્યા. કેટલેક દૂર ગયા બાદ અરણ્યમાં કોઈ એક પુરુષનો કરુણ સ્વર સાંભળવામાં આવ્યો. તે સાંભળતાં જ હાથમાં તલવાર લઇને કુમાર તે તરફ ગયો. ત્યાં તો કાખમાં કોઇ પુરુષને દબાવીને સામો આવતો સાક્ષાત્ એક રાક્ષસ તેણે જોયો. કુમાર એને સમજાવે છે કે-“ભાઈ રે! આ બિચારા માણસને છોડી દે. એણે તારું શું બગાડ્યું છે તે કહે તો ખરો.” રાક્ષસ કહે છે કે- આ માણસ મને વશ કરવા ઇચ્છતો હતો, પરંતુ સાત દિવસ થયા હું ભૂખની પીડા ભોગવી રહ્યો છું. મેં એની પાસે માંસ માગ્યું પણ તે આપી શક્યો નહિ, માટે મેં એને પકડી લીધો છે. તો બોલ કે- હવે હું મારું ભક્ષ્ય શી રીતે જતું કરું?' રાજસિંહ કહે છે કે- 'તું આ પુરુષને છોડી દે અને બદલામાં તારી મરજી મુજબ હું તને માંસ આપીશ.' રાક્ષસે માણસને છોડી દીધો અને કુમાર પાસે તે માંસ માંગે છે. સત્ત્વશાળી કુમાર પોતાના જ અંગમાંથી માંસ કાપીને આપવા જાય છે, ત્યાં તો આનંદમાં આવીને રાક્ષસ કહે છે કે-'બસ, કુમાર! તારા સત્ત્વથી હું સંતુષ્ટ થયો છું. હવે તારી ઇચ્છા મુજબ વર માગ.” કુમારને તો માણસને બચાવવા સિવાય બીજું પ્રયોજન હતું નહીં એટલે કશું જ માગ્યું નહિ, તો પણ દેવનું દર્શન નિષ્ફળ ન હોય, એ વિચારથી તેને ચિંતામણી આપીને રાક્ષસ અંતર્ધાન થઇ ગયો. કુમાર પાછો ફર્યો અને પોતાના મિત્રની પાસે આવીને રાત્રિનો તમામ વૃત્તાન્ત તેણે કહી બતાવ્યો. પછી બન્ને જણ આગળ ચાલ્યા. કેટલેક કાળે રત્નપુર પહોંચ્યા. ત્યાં તેઓએ એક સુવર્ણમય જિનાલય જોયું. તેમાં રત્નની બનાવેલી જિનપ્રતિમા હતી. ભક્તિથી જેનાં રોમાંચ ખડાં થઇ ગયાં છે, એવા કુમારે તે પ્રતિમાને નમસ્કાર કરી સ્તવના કરી. પછી ચૈત્યને નિહાળતાં ચમત્કાર પામેલો કુમાર ત્યાંના કોઈ એક પૂજારીને પૂછે છે કે- “આ મંદિર કોણે બંધાવ્યું?' પૂજારી કહે છે કે- 'સાંભળો!' Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય પહેલું નમસ્કાર દ્વાર શિવકુમાર અહિંયા યશોભદ્ર નામનો શ્રેષ્ટિ થઈ ગયો. તે ઉત્તમ શ્રાવક હતો. શિવ નામનો તેને એક પુત્ર હતો, પરંતુ જુગાર વગેરે વ્યસનોમાં તે લંપટ હતો. તેનો પિતા તેને ખૂબ ખૂબ શિખામણ આપે છે, તો પણ તે ધર્મ નથી કરતો. એક વાર તેના પિતાએ હિતશિક્ષા આપતાં કહ્યું કે- બીજું તો કાંઇ નહીં પણ જ્યારે તારા ઉપર કોઇ ભયંકર આફત આવી ચડે, ત્યારે તું પંચપરમેષ્ઠિનમસ્કારમંત્ર યાદ કરજે, જેથી તારી આફત ઉતરી જશે.' પિતાના આગ્રહથી તેણે આ વાત સ્વીકારી. તેનો પિતા પણ આરાધનાપૂર્વક મરીને દેવ થયો. ' હવે દારૂડીઆઓ, જુગારીઆઓ વગેરે દુર પુરુષોના સંસર્ગથી શિવ પોતાની તમામ સંપત્તિ ગુમાવી બેઠો. ધન વિના તો કોઈ સ્થાને આદર-સત્કાર પણ પામ્યો નહીં. કોઇ તેના સામું પણ જોતું નથી. નિસ્તેજ એવા શિવને જોઇને, કોઇ એક ત્રિદંડી જાણે દયાથી ઉભરાતો હોય, તેમ તેના દુ:ખનું કારણ પૂછવા લાગ્યો. ત્યારે શિવે પોતાની નિર્ધનતાનું દુઃખ રજૂ કર્યું. પરિવ્રાજક (ત્રિદંડી) કહે છે કે- “જો તું મારું કહ્યું માને, તો ઘરની દાસીની માફક લક્ષ્મી તને વશ થઇ જાય.' શિવ કહે છે કે- “ચોક્કસ હું આપનું કહ્યું કરીશ અને આપની કૃપાથી મારી નિર્ધનતા નાશ પામે!' પછી પરિવ્રાજકના આદેશથી શિવ કોઇ એક સ્થાનેથી અક્ષતશબ લાવ્યો. કાળીચૌદસની રાત્રિએ શિવ પાસેથી પુષ્પાદિક અને અન્ય સામગ્રી મંગાવીને ત્રિદંડી સ્વયં એક ભયાનક મશાનભૂમિ ઉપર ગયો. ત્યાં તેણે એક દેદીપ્યમાન માંડલું બનાવ્યું અને શબના હાથમાં એ તિક્ષ્ણ ધારવાળી તલવાર મૂકી. પછી શબ-મડદાના પગને તળીએ તેલ ઘસવાનો શિવને આદેશ કરી દુઝ બુદ્ધિવાળો ત્રિદંડી નિધળચિત્તે મંત્રનું સ્મરણ કરવા લાગ્યો. આ બધા કારસ્તાન ઉપરથી શિવ પણ સમજી ગયો કે- પોતે આફતમાં છે. તે વિચાર કરે છે કે- ‘ભયંકર શ્મશાનભૂમિ, કાળી અંધારી રાત્રિ, દૂર ત્રિદંડી અને ઉઘાડી તલવારવાળું આ શબ, આ બધું જોતાં લાગે છે કે– મને મારી નાંખવાનો ત્રિદંડીનો આ સમારંભ છે. બીજી વાત એ છે કે- હવે અહીંથી નાસી છૂટવું પણ શક્ય નથી, કોઇ સહાય આપે એમ પણ નથી. હવે શું કરવું?' આ ચિંતાથી તે ભયભીત થયેલો છે. તે જ વખતે પોતાના પિતાની * હિતશિક્ષા તેને યાદ આવી. એકાગ્ર મને તે પંચપરમેષ્ઠિનમસ્કાર યાદ કરવા લાગ્યો. બીજી બાજુથી ત્રિદંડીના તીવ્ર મંત્રથી શબ ઊભું થઇને ચાલવા લાગ્યું પણ તરત જ નીચે પડ્યું. ફરી સ્થિરચિત્તે ત્રિદંડી મંત્ર ભણવા લાગ્યો. ફરીથી શબ ઊભું થયું અને ફરીથી નીચે પડ્યું. શંકાશીલ બનેલો ત્રિદંડી શિવને પૂછે છે કે- ‘ભાઈ! તું કાંઇ મંત્રતંત્ર જાણે છે કે શું?' શિવને ખબર નથી કે પોતાના નમસ્કારના પાઠથી ત્રિદંડીનો મંત્ર અને પરિશ્રમ નિષ્ફળ જાય છે, એટલે એ તો ભોળાભાવથી કહે છે કે- હુંકાંઇ જ જાણતો નથી.’ પુન: બન્ને જણ પોતપોતાના મંત્રો યાદ કરવા લાગ્યા. ત્રિદંડીએ મંત્રના બળથી શબને વૈતાલથી અધિષ્ઠિત કરેલ, પણ નમસ્કારના પ્રભાવથી શિવને કંઇ જ નુકશાન થયું નહીં, બલ્ક જે દેવાધિષ્ઠિત શબથી ત્રિદંડીએ શિવને મારી નાંખવાની યોજના ઘડી હતી, તેનાથી તે પોતે જ મરાયો. શબના હાથમાં રહેલી તલવારથી તેનું જ મસ્તક કપાયું અને તેમાંથી સુવર્ણપુરુષ ઉત્પન્ન થયો. તેના દરેક અંગો સુવર્ણના હોય છે. અને સુવર્ણપુરુષ મંત્રાધિષ્ઠિત હોવાથી તેના અંગોપાંગમાંથી જેટલું સુવર્ણકાઢવામાં આવે, તેટલું જ સુવર્ણ ફરીથી બીજે દિવસે ભરાઇ જાય. પુષ્યશાળી શિવને સુવર્ણપુરુષની પ્રાપ્તિ થઇ એટલે એને ભૂમિમાં ગુમ રીતે રાખી, તેમાંથી પોતાની ઇચ્છાનુસાર સુવર્ણ મેળવી અલ્પકાળમાં તે મોટો શ્રીમંત થઇ ગયો. તેને હવે ખાત્રી થઈ ગઈકે-“આ બધુંય ધર્મનું ફળ છે, લક્ષ્મીતો વિનાશશાળી છે. આમ સમજી તે ખૂબ ખૂબ દાન દેવા લાગ્યા અને તેણે જ ચૈત્ય બંધાવ્યું છે. આ વૃત્તાંત સાંભળીને રાજસિંહકુમાર પોતાના મિત્રને કહે છે કે- 'ભાઈ જો તો ખરો, Page #49 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વારા (30) શ્રાદ્ધદિનકૃત્ય નમસ્કારનો કેવો પ્રભાવ છે, કે જેનાથી આ ભવમાં પણ તમામ આપત્તિ નાશ પામે છે.” શ્રીમતી ત્યાંથી આગળ ચાલતાં રાજપુત્ર પોતનપુર નગરે પહોંચ્યો. ત્યાં કોઇ શ્રીમંતને ઘેર મોટો મહોત્સવ ચાલી રહ્યો હતો. તે જોઇને કુમાર કોઇ પુરુષને ઉત્સવનું કારણ પૂછે છે. તે કહે છે કે- “સાંભળો. આ વૃત્તાંત ઘણો અજાયબીભરેલો છે. આ નગરમાં સુયત નામનો શ્રાવક વસે છે. તે શ્રાવકાચારમાં ઘણો જ નિપુણ છે. તેને શ્રીમતી નામની પુત્રી છે. ધર્મશાસ્ત્રના અભ્યાસથી તત્ત્વના મર્મને પામેલી તે કન્યા શુદ્ધ આચારને આચરનારી થઇ. તેના રૂપથી મોહિત થયેલા કોઇ મિથ્યાટિશ્રેષ્ઠિપુત્રે તેની માગણી કરી. અને તેના પિતાને સમજાવી મોટીધામધુમપૂર્વક તેણીને પરણ્યો અને પોતાને ઘેર લાવ્યો. ત્યાં રહી થકી શ્રીમતી ઘરનાં સઘળાય કાર્યો સુઘડતાપૂર્વક કરે છે, પરંતુ પરમ શ્રાવિકા હોવાથી પોતાના ધર્મને જરા પણ ચૂકતી નથી. તેણીની નણંદ વગેરે સઘળાય લોક ધર્મના દ્વેષથી ડગલેને પગલે તેણીના ઉપર ગુસ્સો કરે છે, તો પણ પોતાના જ કર્મનોવૈચિત્ર્યને ચિંતવતીશ્રીમતી ધર્મથી જરા પણ ચલચિત્તથતી નથી. દષ્ટિરાગને લઇને તેણીનો પતિ પણ ધીમે ધીમે તેના ઉપર વિરાગી થયો. અન્ય સ્ત્રીને પરણવાની અભિલાષાથી આને મારી નાંખવાની તેણે યોજના પણ ઘડી. ઘરના અંદરના ભાગમાં એક અંધારી ઓરડીમાં ઘડામાં તેણે સર્પ રાખીને ઘડો ઢાંકી દીધો. પછી તેણે શ્રીમતીને આદેશ કર્યો કે- “ઓરડામાં ઢાકેલા ઘડામાંથી મને પુષ્પો લાવી આપ.” પતિનો આદેશ પામતાં જ શ્રીમતી નવકાર ગણતી ગણતી ઘરના અંદરના ભાગમાં ગઇ. હૃદયમાં નવકારને સ્થાપવાથી ગાઢ અંધકારમાં પણ તેણીને ભય લાગ્યો. તેણીએ ઢાંકણ આવું કરીને ઘડામાં હાથ નાંખ્યો. નમસ્કારના પ્રભાવથી તુષ્ટ થયેલી શાસનદેવીએ સાપને ખસેડી ઘડામાં સુગંધી પુષ્પો ગોઠવી દીધાં હતાં. તે પુષ્પો લઇને તેણીએ પોતાના પતિને સોંપ્યાં. ચક્તિ થયેલા તેણે ત્યાં જઈને જોયું તો સાપ તો હતો જ નહીં પણ ઘડામાંથી દિવ્ય સુગંધ ફેલાતી હતી. હર્ષ પામેલા તેણે સહુને બોલાવી આ હકીક્ત જણાવી અને શ્રીમતીના પગમાં પડી વારંવાર પોતાના અપરાધની માફી માગી. શ્રીમતી સમજાવે છે કે- “બીજું તો નહીં પરંતુ હું એટલું ઇચ્છું છું કે- હજુ પણ આપ મારા કહેવાથી આત્મહિતને સાધો.” પછી ઉપશાન્ત થયેલા તેને શ્રીમતીએ અરિહંતપ્રભુનો ધર્મ સંભળાવ્યો, કર્મની લઘુતાથી તે પણ બોધ પામ્યો. સદ્ધર્મની કમિથી કુટુંબ પણ સંતોષ પામ્યું અને તેના હર્ષથી હે રાજપુત્ર! આ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. સુશ્રાવિકાનું આ અદ્ભુત ચરિત્ર સાંભળી અત્યન્ત હર્ષ પામેલો રાજપુત્ર પોતાના મિત્ર સુમતિને કહે છે કે- ‘મિત્ર!આલોકમાં પણ નમસ્કારનું ફળ કેટલું મોટું છે? ધન, યશ, સુખ વગેરે તમામ સુંદર સામગ્રી એના પ્રભાવથી મળી શકે છે.' | જિનદાસ રાજસિંહ અને તેના મિત્ર પોતનપુર નગરથી આગળ ચાલતાં ધીમે ધીમે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહોંચ્યા. આખા નગરને આનંદકલ્લોલ કરતું જોઇને વિસ્મય પામેલા રાજકુમારે કોઇ એક નાગરિકને નગરના હર્ષનું કારણ પૂછ્યું. નાગરિક કહે છે કે – “આનગરમાં બલનામનોબળવાન રાજા છે. એકવાર અત્યન્તવૃષ્ટિ થવાથી નદીમાં મોટું પૂર આવ્યું. લોકો તે જોવા આવ્યા. એમાં એક હોશિયાર કોટવાળ પૂરમાં તણાતા મોટા બીજોરાને જોઇને નદીમાં પડ્યો અને બીજોરું લઇને રાજાને સોંપ્યું. એનો વર્ણ, એની સુંગધ તથા એનો સ્વાદ જોઇને રાજા ખુશ થઇ ગયો. અને કોટવાળનો સત્કાર કરીને તેને પૂછ્યું કે- “તેં આ ક્યાંથી મેળવ્યું? તેણે કહ્યું કે- “નદીના પૂરમાંથી.” ત્યારે રાજાએ પણ એનું મૂળ શોધી કાઢવાનો આદેશ કર્યો. તેની શોધ માટે નદીના કિનારે કિનારે ચાલતા તેવન સુધી પહોંચી ગયો. વનમાં જવા તૈયાર થાય છે, ત્યાં પાસે રહેલા ગોવાળિયાઓ કહે છે કે- ‘ભાઇ ! જે કોઇ અહીંધી ફળ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (31) પહેલું નમસ્કાર દ્વાર લઇ જાય છે, તે અવશ્ય મૃત્યુ પામે છે, માટે ફળની લાલચ રાખીશ નહિ.' તેણે તો ખાલી હાથે પાછા ફરીને રાજાને હકીકત જણાવી. ફળની લાલસાને આધીન થયેલો રાજા પણ મર્યાદા મૂકીને કહે છે કે– ‘તારે વારાફરતી એકેક માણસને મોક્લીને હંમેશને માટે મારા માટે એક બીજોરું મંગાવવું.' નગરના તમામ લોકોના નામની પત્રિકા લખીને કોટવાળે ઘડામાં નંખાવી અને હંમેશા કુમારી કન્યા મારફત ચિઠ્ઠી કઢાવે છે. જેના નામની ચિઠી નીકળે, તેને વનમાં મોક્લી તેના દ્વારા બીજોરું મંગાવે છે. પછી તે જનારો તો બિચારો મરણ જ પામે છે. આમ રોજ એક એક માણસને મરવું પડે છે, એટલે લોકો તો બિચારા ત્રાસી ગયા. એવામાં એક વાર જિનદાસ નામના શ્રાવકનો વારો આવ્યો. હવે મરવાનું જ છે તો અન્તિમ આરાધના માટે કરી લેવી જોઇએ – એમ વિચારી, ધર્માત્મા એવો તે ગૃચૈત્યમાં પૂજા કરી, સહુને ખમાવી, આગાર સહિત પચ્ચખાણ કરી, મનની સમાધિને જાળવી બીજોરું લેવાને વનમાં ગયો. ઉચ્ચ સ્વરે નમસ્કારને ગણતો જિનદાસ વનમાં પેઠો. વ્રતની વિરાધનાથી વ્યંતરમાં ઉત્પન્ન થયેલો એક શુદ્ર દેવતાત્યાનો અધિષ્ઠાયક હતો. નવકારના શ્રવણથી તેને પોતાના પૂર્વજન્મનું ભાન થયું, એટલે શ્રાવકની પાસે આવી હાથ જોડીને તે ભક્તિપૂર્વક કહે છે કે- “આપે મને ધર્મ પમાડ્યો, માટે આજથી આપ મારા ગુરુ છો, મારા માટે પૂજ્ય છો, આપ આપના સ્થાને રહેજો. હું આપને હંમેશા ફળ આપી જઇશ.’ જિનદાસ કૃતકૃત્ય થઇ પાછો ફર્યો અને તેણે રાજાને બધી વાત કરી. રાજા અત્યંત ખુશ થઇ ગયો અને જિનધર્મની સ્તુતિ કરવા લાગ્યો. જિનદાસનો પણ તેણે ઘણો સત્કાર કર્યો. આખા નગરમાં હર્ષ ફેલાયો. અને આ કારણે તે રાજપુત્ર! હાલમાં અહીંના રાજાએ આ ઉત્સવ કરાવ્યો છે.” ઉત્સવનું કારણ સાંભળીને રાજકુમાર સુમતિને કહે છે કે- “પરમેષ્ઠિનમસ્કારનું આ કેવું ફળ છે કે આ ભવમાં જ તે સુખને આપનારો થાય છે.' હવે નમસ્કારના પારલૌકિક ફળ સંબંધી ચંડપિંગલનું દષ્ટાંત જોઇએ : ચંડપિંગલા ચોર આગળ ચાલતાં રાજપુત્ર અને તેનો મિત્ર વસંતપુર નગરે પહોંચ્યા. ત્યાં સહુ કોઇને નવકાર ગણતાં જોઇ વિસ્મય પામેલો કુમાર મિત્રને પૂછે છે કે- “અહીંનો સમસ્ત લોક ઉલટભેર નવકારનો પાઠ કરે છે, તેનું કારણ શું છે? તેની જરા તપાસ કરી જૂઓ. કોઈની પાસેથી બાતમી મેળવીને કુમાર પાસે આવીને સુમતિ કહે છે કે આ નગરમાં જિતશત્રુ રાજા હતો. તેને ભદ્રા નામની ગુણસંપન્ન રાણી હતી. ચંડપિંગલ નામનો ચોર ક્યાંકથી આવીને હંમેશાં નગરને સતાવતો હતો. એક વાર તો રાજાના ભંડારને ફોડીને તેમાંથી સુંદર હાર ચોરી ગયો અને જઇને તે જ નગરીમાં કલાવતી નામની કોઇક કલાસંપન્ન ગણિકાને તે હાર આપ્યો તથા તેણીની સાથે ભોગસુખ ભોગવવા લાગ્યો. એવામાં અનંગત્રયોદશી આવી. તે મહોત્સવ પ્રસંગે સઘળીએ વેશ્યાઓ અલંકારો પહેરી, શણગાર સજીને વનમાં ક્રીડા કરવા આવી પહોંચી. કલાવતી પણ ચોર પાસેથી મેળવેલો હાર પહેરીને સૌની સાથે આવી. તે વખતે મહારાણીની દાસીઓ પણ ઉત્સવ જોવા આવેલી. આ મનોહર હાર જોઇને તેણીએ ઓળખી લીધો અને જઇને રાણીને વાત કહી. રાણીએ રાજાને વાત કરી અને રાજાએ મંત્રીને કહ્યું કે- ‘હાલમાં આ કલાવતી કોની સાથે સંગ કરે છે તે તપાસજો.’ મંત્રીએતપાસ કરીને ચંડપિંગલ સાથે રહે છે તેમ રાજાને જણાવ્યું. રાજાએ કલાવતીના ઘરને ઘેરી લીધું. ચંડપિંગલને પકડી લીધો અને શૂળીએ ચડાવ્યો. કલાવતી વેશ્યા હોવા છતાં અલ્પાશે શ્રાવિકાનો આચાર પાળનારી હતી. તેણીને થયું કે- “અહો! ખેદની વાત છે કે- મારા પ્રમાદથી આ બિચારો આવી દશાને પામ્યો. * મારે પણ આજથી માંડીને બીજા પુરુષોથી સર્યું. હવે તો હું આને નવકાર આપું.' આમ વિચારી, શૂળી પાસે જઇને તેણીએ તેને નવકાર આપ્યો અને ‘આ નમસ્કારના પ્રભાવથી હું મારીને આ જ રાજાનો પુત્ર થાઉં” આવું નિયાણું Page #51 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર ( 32 ) શ્રાદ્ધદિનકૃત્ય એની પાસે કરાવ્યું. ચોર મરીને બરાબર રાજાનો જ પુત્ર થયો, કારણ કે- ફળપ્રદાનમાં નમસ્કાર કામધેનુતુલ્ય છે. રાજાએ જન્મોત્સવ ર્યો અને પુરંદર એવું એનું નામ પાડ્યું. તેના મરણથી ગર્ભનો કાળ જાણીને કલાવતી સમજી ગઇ કે- ‘આ રાજપુત્ર જ મારો પ્રાણપ્રિય છે.' રાજપુત્રને તેણી વારંવાર રમાડવા લાગી અને જો તે રૂદન કરતો હોય, તો કહે કે- “રડીશ નહિ!’ ચંડપિંગલને વારંવાર પોતાનું પૂર્વનું વૃત્તાંત સાંભળીને અને કલાવતીની મુખમુદ્રા જોઇને પૂર્વભવ યાદ આવ્યો. જિતશત્રુના અવસાન બાદ તે પુરંદર રાજા થયો. અને કલાવતીએ અન્ય કોઇ પુરુષનો સંગ કર્યો નથી, એવું જાણવાથી તેણીનો સ્વીકાર કર્યો. આ સઘળું નવકારનું ફળ છે, એમ જાણી જિનધર્મમાં રક્ત થયેલો રાજા હંમેશાં નવકારનું પઠન કરે છે. ત્યારથી લોક પણ નવકાર ગણવા લાગ્યો છે. આ કહેણી ખોટી નથીકે- “યથા, રાના તથા પ્રજ્ઞા ' સુમતિના મુખથી આકથાનક સાંભળી સંતોષ પામેલો રાજપુત્ર કહે છે કે- જૂઓ! આ ચોરને પરલોકમાં આ મંત્ર કેવી સુંદર રીતિએ ફળ્યો.” હવે પરલોકના ફળને દર્શાવતું હુંડિક યક્ષનું દષ્ટાન્ત વિચારીએ. | ડિક યક્ષ આગળ ચાલતાં રાજસિંહ અને સુમતિ મથુરા નગરીએ પહોંચ્યા. ત્યાં પૂર્વદિશામાં યક્ષનું મંદિર જોયું. તેની આગળના ભાગમાં શૂળીએ ચડાવેલ ચોર અને તેને અપાતો નમસ્કાર, આવું દશ્ય જોવામાં આવ્યું. આ અદ્ભુત ઘટના જોઇને રાજપુત્રત્યાના પૂજારીને પૂછે છે કે- 'ભાઇ, આ શુંબીના છે, તે જણાવતો ખરો.” પૂજારી કહે છે કેઅહીં શત્રુમર્દન રાજા છે, તથા આ નગરમાં જિનદત્ત નામનો શ્રેષ્ઠિ છે. તે શ્રાવક છે, દયાળુ છે, તથા સત્ત્વશાળી છે. એક વાર અહીંયા હુંડિક નામનો કળાબાજ ચોર ચોરી કરવા આવ્યો અને કોઇ શેઠના ઘરમાં ખાતર પાડી ચોરી કરવા ગયો ત્યાં પકડાયો. રાજપુરુષોએ પકડીને તેને રાજાને સોંપ્યો. રાજાએ પણ હુકમ કાઢયો કે- ‘વિડંબના પમાડીને એને ફાંસીએ લટકાવો.' રાજપુરુષોએ ચોરે અને ચૌટે જાહેરાત કરીને નાગરિકોને જણાવ્યું કે- ‘આહુડિક ચોરે ચોરી કરેલી હોવાથી એને વધનાં સ્થાને પહોંચાડવામાં આવે છે. બીજો પણ જો કોઇ આવો ગુન્હો કરશે, તો તેને પણ તેવી જ શિક્ષા કરવામાં આવશે. કારણ કે- આપણો ન્યાયનિષ્ઠ રાજા પોતાનો અપરાધ પણ સહન કરે તેવો નથી.' ગધેડા ઉપર બેસાડી, આખા નગરમાં ફેરવી, અનેક વિટંબણાઓ પમાડીને તેને ફાંસીના સ્થાને લઇ ગયા અને ફાંસીએ લટકાવ્યો. એ વખતે કોણ કોણ એને કઇ કઇ સહાય આપે છે, તે જાણવા માટે ચરપુરુષોને મૂકી દીધા. અતિ તાપની પીડાથી તેને બિચારાને તૃષા ખૂબ લાગી હતી, એટલે જે કોઇ પાસે જાય તેની પાસે તે પાણી માગવા લાગ્યો, પરંતુ રાજાના ભયથી કોઇ એને પાણી સુદ્ધાં આપતું નથી. હવે એ જ માર્ગે થઇને જિનદત્ત શ્રેષ્ઠિ આવ્યો. જ્યારે એની પાસે પાણી માગ્યું, ત્યારે દયાળુ શ્રેષ્ઠિએ કહ્યું કે હું તને પાણી પાઇશ, પણ તું એકાગ્ર મને નમસ્કારમંત્રને યાદ કર, કે જેથી તારી સદ્ગતિ થાય. હિંસા કરનારો, જૂઠ બોલનારો, ચોરી કરનારો, પરસ્ત્રીગમન કરનારો અને બીજા પણ નિંદનીય મહાપાપોમાં રક્ત તથા આવા પાપોને પરવશ થઇને જે દુર્ગતિમાં જવાને જ સરજાયેલ છે, એવો મનુષ્ય પણ જો આ મહામંત્રને એક છેવટની ઘડીએ પણ સાચા દિલથી સંભારી લે છે, તો તે મનુષ્ય સ્વર્ગગામી થાય છે. શ્રાવકના વચનથી તે ચોર સર્વ દુ:ખને હરનાર તે મહામંત્રને વારંવાર યાદ કરવા લાગ્યો. હવે શ્રાવક ઘેર જઇ પાણી લઇને પાછો ફરે છે, ત્યાં તો ચોર પ્રાણમુક્ત થયો અને મહર્થિક યક્ષોમાંદેવ તરીકે ઉત્પન્ન થયો. લોકમાં પણ કહેવાય છે કે- “અંતે જેવી મતિ તેવી ગતિ.” આ પછી ચરપુરુષોએ જઇને રાજાને જિનદાસનો વૃત્તાન્ત જણાવ્યો. એના માટે પણ રાજાએ ફાંસીનો હુકમ કાઢ્યો. રાજપુરુષોએ ગધેડા ઉપર બેસાડી, એની વિટંબણા કરવાની જ્યાં તૈયારી કરી, ત્યાં તો યક્ષદેવતાએ પોતાના ગુરુની આ દશા જોઇ, નગરના લોકોને Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (33) પહેલું નમસ્કાર દ્વાર શિક્ષા કરવા માટે એક પત્થરની મોટી શિલા બનાવી અને રાજા વગેરે લોકોને ઉદ્દેશીને કહ્યું કે- 'રે, અધમ પુરુષો! આ તમે શું માંડ્યું છે? કરુણાના સાગર અને મારા સ્વામી શ્રી જિનદત્તની જો વિટંબના કરી, તો સમજી લેજો કેતમને સૌને આ શિલાથી ચૂરી નાંખીશ.” આ સાંભળતાં જ રાજા વગેરે તમામ લોકો એટલા ભયભીત થઇ ગયા, કે જેની વિટંબના કરવા ધારી હતી, તેની જ પુષ્પાદિકથી પૂજા કરવા લાગી ગયા. મરણનો ભય કોને ન હોય? નમસ્કાર કરીને વિનંતી કરે છે કે- સ્વામિન્ ! અજ્ઞાનથી અમે જે અપરાધ કર્યો તેની ક્ષમા કરો.' યક્ષ કહે છે કે‘આશ્રાવકનું તમે બધા શરણું સ્વીકારો અને પૂર્વદિશામાં મારું મંદિર કરાવો.પછી રાજાએ ગંધહસ્તિ ઉપર શ્રેષ્ઠિને બેસાડીને નગરમાં પ્રવેશ કરાવ્યો અને વારંવાર પોતાની ભૂલની માફી માગી તથા શ્રાવકની પ્રતિમા સહિત હુંડિક યક્ષનું મંદિર બંધાવ્યું. આ સાંભળી હર્ષ પામેલો રાજપુત્ર પોતાના મિત્રને કહે છે કે- “નમસ્કારના સ્મરણથી આ ચોર પણ જેમ મહર્ધિક યક્ષ થયો, તેમ હું પણ પૂર્વે ભીલ હતો અને પરમેષ્ઠિમંત્રના પ્રતાપે આજે રાજકુળના સુખ ભોગવું છું.' રાજપુત્રની આ વાત સાંભળીને સુમતિ પૂછે છે કે- “આપવળી ભીલ શી રીતે હતા?' કુમાર પોતાનો પૂર્વભવ જ્યારે કહી સંભળાવે છે, ત્યારે આશ્ચર્ય પામેલો સુમતિ કહે છે કે- “ખેર ! મને તો લાગે છે કે- આપ આપના પૂર્વભવની રનવતીને પરણવા જ નીકળ્યા છો, પરંતુ તેણી તો પુરુષમાત્રની દ્રષિણી છે, એટલે એણીને જોવી પણ અશક્ય છે, તો પછી વાતચીતનો પ્રસંગ મળે જ શાનો?' કુમાર કહે છે કે- ‘મિત્ર! આવી ચિંતા શા માટે કરવી? કેમકે – જેની ચિંતવના પણ ન કરી હોય, તેવાં કાર્યો પણ વિધિ પાર પાડી આપે છે. અને પુરુષે ગમે તેટલું ધાર્યું હોય પણ જો વિધિ વિપરીત હોય, તો એક પણ કામ પાર પડતું નથી.' - કુમાર પોતાના મિત્રસહિત તે નગરથી આગળ ચાલ્યો. કેટલીક વારે તેઓ કોઈ એક સરોવરે પહોંચ્યા. તાપ ખૂબ પડતો હતો. ઉપરાન્ત રસ્તાનો થાક પણ લાગેલો, એટલે કુમારને ઘણી જ તૃષા લાગી હતી. સરોવરના કિનારે સ્નાનાદિ કરીને રાજપુત્ર વિશ્રાન્તિલેવા માટે ક્ષણવારને માટે એક વૃક્ષ નીચે સૂઈ ગયો. સુમતિ બાજુઓની લતાઓમાં જેટલામાં પુષ્પો એકઠાં કરવા ગયો, તેટલામાં તેણે આકાશમાર્ગે આવતા કોઇ વિદ્યાધરને જોયો. દેવકુમાર જેવા કુમારને જોઇને તેને ચિંતા થઇ કે- “મારી પાછળ આવતી મારી સ્ત્રી આને જોઇને જરૂર રાગી થશે.' આ ચિંતાથી તેણે લતાઓમાંથી અમુક ઔષધિ ગ્રહણ કરીને, ઘસીને, કુમારના ઉપર છાંટી. તરત જ કુમાર સ્ત્રી સ્વરૂપ થઇ ગયો. વિદ્યાધરના ગયા બાદ તરત જ એની સ્ત્રી એ માર્ગે આવી પહોંચી. સ્ત્રીના સ્વરૂપમાં કુમારને જોઇને તેણીને ચિંતા થઇ કે- ‘આ સ્ત્રીને જોઇને મારો પતિ આનામાં આસક્ત થશે.” આ વિચારથી તેણીએ બીજી ઔષધિ છાંટીને કુમારને પુરુષ સ્વરૂપમાં કરી દીધો. સુમતિ લતાઓની મધ્યે રહી આ બધું જોઈ રહ્યો હતો. કુમાર જાગ્યો એટલે એને બન્ને ઔષધિઓ બતાવી અને તેની શું અસર નીપજે છે, વગેરે વૃત્તાન્ત કહ્યો. પછી આગળ ચાલતાં તેઓ પદ્મપુરનગરે પહોંચ્યા. ત્યાં સુવર્ણમય જિનાલયમાં બન્ને જણાં સ્ત્રીનું રૂપ લઈને ગયા. રત્નાવતી પણ સ્ત્રીઓના પરિવારની સાથે તે જ સમયે ત્યાં આવી પહોંચી. પુષ્પ-ચંદનાદિથી પ્રભુપૂજા કરીને પાછા ફરતાં, રાજપુત્રીએ દેવાંગના જેવી કુમારસ્ત્રીને જોઇ, અને જોતાં જ હર્ષ પામીને પૂછ્યું કે- ‘તું ક્યાંથી આવી છો ?' મિત્રસ્ત્રીએ કહ્યું કે- “મારી સખી અન્ય સ્થાનેથી અહીં આવી છે. ફરી રત્નવતી કહે છે કે- તારી સખીને જોતાં જ મને અપૂર્વઆનંદ થાય છે– ઉલ્લાસથાય છે, તો તમે બંને મારે ઘેર પધારો. બંને કૃત્રિમ સ્ત્રીઓ ત્યાં ગઇ અને ઘણી વખત ત્યાં રહી. પ્રસંગ પામીને એક વાર કુમારસ્ત્રીએ રાજપુત્રીને કહ્યું કે- 'હજી તારા પૂર્વભવના પતિ ભીલનો પત્તો લાગી શક્યો નથી અને અનુપમ પતિ વિના ગમે તેવી રૂપસંપન્ન અને મનોહર કન્યા પણ શોભા Page #53 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વારા ( 34 ) શ્રાદ્ધદિનકૃત્ય. પામતી નથી, તો હવે તો કોઇ યોગ્ય રાજકુમારને પસંદ કરીને તું લગ્ન કરી લે તો ઠીક થાય.' રત્નાવતીએ કહ્યું કે- “મારા પૂર્વભવના પતિ સિવાય દેવેન્દ્રને પણ હું વરવાની નથી.” કુમારસ્ત્રી કહે છે કે- ‘જો એમ છે, તો અરણ્યમાં રહેલા માલતી પુષ્પની માફક ભોગ વિનાનું તારું યૌવન નિષ્ફળ જશે.' રાજપુત્રી કહે છે કે- ‘પતિ કરવાનો છે, તે ચિત્તની શાન્તિ માટે કરવાનો છે અને તે શાન્તિ મને તારાથી જ મળી રહે છે, તો મારે હવે બીજા કોઇનું કામ નથી.” કુમારસ્ત્રી પૂછે છે કે- ‘તારા પૂર્વપતિને ઓળખવો શી રીતે ? તે તો કહે.' રાજપુત્રી કહે છે કે મારી પૂર્વજન્મની કરણી જે જાણતો હોય, તે જ મારો સ્વામી છે. કુમારસ્ત્રી બોલી કે- “દમસારમહર્ષિએ બતાવેલા નમસ્કારનું નિરંતર સ્મરણ કરતાં મરીને તું રાજપુત્રી થઈ છો.' આ સાંભળતાં જ રાજપુત્રી એની સખીને પૂછે કે- “આ તારી સખી સ્વયં આ વાત જાણે છે કે કોઇની પાસેથી જાણીને મને કહે છે ?' સખી જણાવે છે કે- “આ સ્વયં જાણીને કહે છે. અને આજે તારો પૂર્વજન્મનો પતિ છે, માટે તો તારું મન આને વિષે કરે છે. બીજું એની ચેષ્ટા વગેરે પણ પુરુષને અનુરૂપ હોય એવું લાગે છે. વળી પતિસમાગમથી સ્ત્રીઓમાં જે વિકાર દેખાય, તેવા વિકારો તારામાં આના સમાગમથી થતા દેખાય છે, માટે મારું તો માનવું છે કે- “ચોક્કસ આ જે તારો પૂર્વનો પતિ છે અને કૃત્રિમસ્ત્રીનું રૂપ લઇને અહીં આવેલ હોય એમ મને લાગે છે.’ પછી રત્નપતીના આગ્રહથી બંને કૃત્રિમસ્ત્રીઓએ બીજી ઔષધિનો ઉપયોગ કરીને પોતાનું પુરુષનું સ્વરૂપ પ્રગટ કર્યું. કુમારનું રૂપ જોઇને અત્યંત હર્ષમાં આવેલી રાજકન્યાએ કહ્યું કે-હેનાથ! જેમ આપે આપનું રૂપ પ્રગટ કર્યું, તેમ કૃપા કરીને આપનું કુળ પણ અમને કહી સંભળાવો.” કુમારની આજ્ઞાથી સુમતિએ સઘળો પ્રબંધ કહી સંભળાવ્યો. રાજાએ તે વૃત્તાંત જાણ્યો અને અત્યન્ત હર્ષથી પોતાની પુત્રી રાજકુમારને આપી તથા ભક્તિથી હાથી, ઘોડા વગેરે પણ આપ્યું. રાજસિંહ ભાગ્યથી પ્રાપ્ત થયેલાં ઉત્તમ કોટિનાં ભોગસુખો ભોગવવા લાગ્યો. એના પિતાને આ વાતની ખબર પડતાં, દૂદ્વારા લેખ મોકલીને જણાવ્યું કે- “શ્રી મણિમંદિર નગરથી રાજા રાજમૃગાંક, કુમાર રાજસિંહને સ્નેહપૂર્વક-ઉત્કંઠાપૂર્વક જણાવે છે કે- ‘અમે ક્ષેમકુશળ છીએ, પરંતુ તારો વિરહ અમોને સાલે છે, તારા દર્શન માટે અમે ઝંખીએ છીએ. બીજી વાત એ કે- મારી વૃદ્ધાવસ્થા છે અને વ્રત લેવાની અમારી મન:કામના છે, તો તું જલદી આવીને રાજ્યનો સ્વીકાર કર.” કુમારને પણ પિતાને મળવાની ઉત્કંઠા થઇ. તેણે પદ્મરાજા પાસે વિદાયગીરી માંગી. તે ચતુરંગી સેના લઇને પોતાના નગરભણી ચાલ્યો. તેણે રવતીની સાથે હાથી ઉપર બેસીને નગરમાં પ્રવેશ કર્યો. તેણે ભક્તિથી માતાપિતાના ચરણોમાં નમસ્કાર કર્યો. પિતાએ તેને આશીર્વાદ આપ્યો અને વિચાર કર્યો કે- ‘પુન્ને રાજગાદીએ બેસાડીને હું હવે ધર્મનો આશ્રય કરું Page #54 -------------------------------------------------------------------------- ________________ | 35 ) શ્રાદ્ધદિનકૃત્ય પહેલું નમસ્કાર દ્વાર એટલામાં ઉદ્યાનપાલ આવી નમસ્કાર કરીને વિજ્ઞમિકરે છે કે- “રાજ ! ઉદ્યાનમાં આચાર્ય ગુણસાગર પધાર્યા છે.” રાજા આનંદ પામે છે કે- “મારું કેટલું અહોભાગ્ય કે બરાબર અવસરે ગુરુમહારાજ પણ પધાર્યા.' પછી રાજસિંહને ગાદીએ બેસાડ્યો. રાજા યાચકોને દાન આપી, જિનમંદિરોમાં પૂજા કરી, હાથી ઉપર બેસીને રાજસિંહની સાથે ગુરુ સમીપે ગયા. રાજાએ ગુરુને નમસ્કાર કરીને વિનંતી કરી કે- ભગવન્!કૃપા કરી મને દીક્ષારૂપી નૌકા આપો અને આ ભયાનક સમુદ્રથી તારો.’ ' ગુરુએ વિધિપૂર્વક રાજાને વ્રતો આપ્યાં. રાજર્ષિ પણ તપતપીને સદ્ગતિ પામ્યો. રાજસિંહ અને રત્નવતી રાણીએ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થધર્મ અંગીકાર કર્યો. પછી ગુરુને નમસ્કાર કરી રાજસિંહ રાજા પોતાને સ્થાને ગયો અને આચાર્ય મહારાજ પોતાના પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા. રાજસિંહે ચિરકાળ સુધી રાજ્યનું પાલન ક્યું. નમસ્કારના પ્રભાવથી બળવાન દુશ્મન રાજાઓ પણ તેને વશ થઇ ગયા. પોતાના સમસ્ત રાજ્યની ભૂમિને તેણે ચૈત્યોથી વિભૂષિત કરી. હવે એક વાર જ્યારે રાજા માંદો પડ્યો, ત્યારે પોતાની અંતિમ આરાધના માટે રાજાએ પ્રતાપસિંહનામના પોતાના પુત્રને ગાદીએ બેસાડ્યો અને ધર્માચાર્યને બોલાવ્યા. તેઓનાં ચરણોમાં નમસ્કાર કરી રાજાએ હાથ જોડીને કહ્યું કે- 'ભગવન હવે અવસરોચિત કંઇક આદેશ કરો.” ગુર કહે છે કે- “મહાનુભાવ! સઘળી આશંસા છોડી સખ્ય પ્રકારે આરાધના કર, જ્ઞાનાદિ આચારને વિષે લાગેલા અતિચારોનું કથનકર અને પુન: વ્રતોચ્ચારણકર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવ - એમ તમામ જીવોની સાથે ક્ષમાપના કરી લે. કોઇની પણ સાથે વૈરભાવ રાખીશ નહિ. હિંસા, જૂઠ, ચોરી વગેરે અઢારેય પાપોનો ત્યાગ કર. ભૂતકાળમાં પણ જે કોઇ પાપકાર્યો કર્યા હોય તેની આત્મસાક્ષીએ નિંદા કર. વિધિપૂર્વક દાન-શીલાદિ જે સુકૃતો કર્યા હોય, તેની મનવચન-કાયાથી અનુમોદના કર. અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનપ્રણીતધર્મ – એ ચાર શરણ કરવા લાયક છે, તેનું તું શરણું સ્વીકાર. ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર અને વારંવાર નવકારનું સ્મરણ કર. - હું કોઇનો નથી અને મારું કોઇ નથી.' - આ પ્રમાણેની ભાવનાવડે દેહમાં પણ નિર્મમ બની જિનચરણોની સેવાની જ એક આશંસા રાખ.' આ પ્રમાણે સમાધિપૂર્વકની આરાધનાથીરાજસિંહભરીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમનાં આયુષ્યવાળો દેવેન્દ્ર થયો. રત્નવતી પણ આરાધનાપૂર્વક મરીને દેવલોકમાં જ ઉત્પન્ન થઇ. ત્યાંથી ચવીને બંને આત્માઓ મોક્ષસંપત્તિને પામશે. આ પ્રમાણે નમસ્કારનાં સ્મરણથી ભીલ-ભીલડીને મળેલાદેવ-મનુષ્યનાં સુખો અને પરંપરાએ મુક્તિનું સુખ તથા બીજા દષ્ટાંતોમાં પણ જે ફળ બતાવ્યું, તે સમજીને, હે ભવ્ય જીવો! પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રને તમે નિરંતર યાદ કરો, કે જેથી તમારો પણ ભવનો ભય નાશ પામે. (‘નમસ્કાર મહામંત્ર પુસ્તકમાંથી સાભાર અક્ષરશ: ઉદ્ધત) Page #55 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર (36) શ્રાદ્ધદિનકૃત્ય નવકાર સંબંધી વિસ્તૃત વિવેચન નવકારનો જાપ મિટાવે સંતાપ આધ્યાત્મિક સાધના કરવા માટે જ્ઞાનયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, ધ્યાનયોગ અને ઉપયોગ વગેરે અનેક યોગો છે. એ બધાયોગોમાં જપયોગ અત્યંત સરળ છે. આથી જપયોગ જે કોઇ ઇચ્છે તે કરી શકે છે. વિદ્વાન હોય કે અભણ હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, પુરુષ કે સ્ત્રી, શ્રીમંત કે ગરીબ સૌ કોઇ જપયોગની સાધના કરી શકે છે. જપ એટલે ઈષ્ટદેવના નામનું કે મંત્રનું વારંવાર રટણ કરવું. જપ શબ્દમાં જ અને ૫ એમ બે અક્ષરો છે. તેમાં જ એટલે જન્મમરણના ફેરા ટાળે, ૫ એટલે પાપનો નાશ કરે. પાપોનો નાશ કરે અને જન્મ-મરણના ફેરા ટાળે તે જપ. વારંવાર બોલાતા મંત્રનાકે નામના ધ્વનિઓ શરીર પર અને ચિત્ત પર સૂક્ષ્મ અસર કરે છે, વારંવાર બોલાતા કે સંભળાતા શબ્દો શુભ હોય તો ચિત્ત ઉપર સારી અસર કરે છે અને અશુભ હોય તો અશુભ અસર કરે છે. જૈનધર્મમાં જાપ કરવા માટે અનેક મંત્રો છે. એ બધા મંત્રોમાં નમસ્કારમંત્ર સર્વોત્તમ મંત્ર છે. મંત્ર શબ્દમાં મ' અને ત્ર’ એમ બે અક્ષરો છે. તેમાં મેં એટલે મનન. ત્ર' એટલે રક્ષણ. મનન કરવાથી જે રક્ષણ કરે તે મંત્ર. નમસ્કારમંત્ર જાપ કરનારનું અવશ્ય રક્ષણ કરે છે. હા, નમસ્કારમંત્રના જાપમાં એકાગ્રતા હોવી જરૂરી છે, અને શ્રદ્ધાનો સથવારો પણ જોઇએ. શ્રદ્ધાપૂર્વક એકાગ્રતાથી કરેલા જાપથી અવશ્ય ફળ મળે. માટે જ કહ્યું છે કે– નપાત્ સિદ્ધિઃ જાપથી સિદ્ધિ થાય છે. જાપમાં એકાગ્રતા આવે એ માટે જાપકરતાં કરતાં તેના અર્થનું ચિંતન કરવું જોઇએ. આ વિષે પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે કે- તZ: તર્થમાવનમ્ =જેનો જાપ કરતા હોઇએ તેના અર્થની ભાવના સહિત જાપ કરવો જોઇએ. અર્થના ચિંતન વિના થતા જાપમાં અને અર્થના ચિંતન સહિત થતા જાપમાં ઘણો ભેદ છે. રામ” “રામ” એ પ્રમાણે પોપટ પણ બોલે અને યોગી પણ બોલે. પણ પોપટનો એ પાઠ નિષ્ફળ છે. નમસ્કારમંત્રના જાપ વખતે અર્થનું ચિંતન થઇ શકે એ માટે નમસ્કારમંત્રના અર્થને સમજવાની જરૂર છે. આથી આપણે અહીં નમસ્કારમંત્રના અર્થને અને તેના મહિમાને વિચારીએ... નમો અરિહંતાણં = અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. નમસ્કારના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. તેમાં દ્રવ્ય નમસ્કાર એટલે હાથ જોડવા, મસ્તક નમાવવું, ઘૂંટણભેર થઈને પગે લાગવું, ભૂમિનો મસ્તકવડે સ્પર્શ કરવો વગેરે. ભાવ નમસ્કાર એટલે જેમને વંદન કરતા હોઈએ તેમના પ્રત્યે સન્માનની ભાવના રાખવી, શ્રદ્ધા રાખવી, ભક્તિ રાખવી, તથા તેમના કરતાં આપણે ગુણોમાં નીચા છીએ એવો ખ્યાલ રાખવો. આમાં ભાવ નમસ્કારની મુખ્યતા છે. નમ: પદ પહેલાં કેમ મૂક્યું? પ્રશ્ન - ‘અરિહંતાણં નમો’ એમ બોલવામાં આવે કે “નમો અરિહંતાણં' એમ બોલવામાં આવે તો પણ બંનેનો ‘અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ એવો જ એક સરખો અર્થ થાય છે. તો પછી અહીં “અરિહંતાણં નમો’ એમ પાઠ શા માટે ન રાખ્યો? ઉત્તર :- ૧. નમ: શબ્દનો અર્થ નમસ્કાર છે. નમસ્કાર આરાધના છે અને અરિહંત આરાધ્ય ( આરાધનાને યોગ્ય) છે. “આરાધના અને આરાધ્ય એ બેમાં આરાધનાની મહત્તા વધારે છે.” એમ સૂચવવા નમ: પદ પહેલાં મૂકવામાં આવ્યું છે. આરાધનાનું મહત્ત્વ વધારે એટલા માટે છે કે સાક્ષાત્ અરિહંતનો યોગ ન થાય તો પણ અરિહંતની આરાધના કરનાર તરી જાય છે અને અરિહંતની આરાધના કરે તો સાક્ષાત્ અરિહંતનો યોગ થાય તો પણ નતરે સાક્ષાત્ અરિહંતનો યોગ ન થવા છતાં જંબૂસ્વામી વગેરે અરિહંતની આરાધનાથી તરી ગયા. સાક્ષાત્ અરિહંતનો યોગ થવા છતાં અરિહંતની વિરાધનાથી ગોશાળા વગેરે જીવોએ સંસારનું પરિભ્રમણ વધાર્યું. Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (37) પહેલું નમસ્કાર દ્વાર આપણને પણ ભૂતકાળમાં અનંતવાર સાક્ષાત્ અરિહંતનો યોગ થયો, પણ અરિહંતની સાચી આરાધનાન કરી, એથી આપણું કલ્યાણ ન થયું. આમ નમ: પદ પહેલાં મૂકીને જ્ઞાનીઓએ આપણને એ સૂચન કર્યું છે કે કલ્યાણ સાધવું હોય તો અરિહંતની સાચી આરાધના કરવામાં તત્પર બનો. ૨. નમ: પદ નમ્રતાનું સૂચક છે. “જે ભાવથી નમે છે – વંદન કરે છે તે જ ધર્મ પામી શકે છે.” એ સૂચવવા પણ નમ: પદ પહેલાં મૂકવામાં આવ્યું છે. ધર્મપ્રાપ્તિનું મુખ્ય કારણ વંદન ( નમન) છે. આથી જ લલિતવિસ્તરા ગ્રંથમાં કહ્યું છે કે - ધર્મ પ્રતિ મૂનમૂતા વન્દ્રના = વંદના ધર્મનું મૂળ છે. વંદના = નમસ્કાર વિના ધર્મની પ્રાપ્તિ ન થાય. નમ્રતા વિના સાચો નમસ્કાર નથાય. અહંકાર ઘટ્યા વિના નમ્રતાન આવે. આમ નમ: પદ પહેલાં મૂકીને જ્ઞાનીઓએ આપણને એ સૂચન કર્યું છે કે ધર્મ પામવો હોય તો માનથી મુક્ત બનીને નમ્રતાથી ગુણી આત્માઓને નમસ્કાર કરનારા બનો. અરિહંત શબ્દમાં ‘અરિ’ અને ‘હંત’ એમ બે શબ્દો છે. અરિ એટલે શત્રુ. સંત એટલે હણનાર. જે શત્રુઓને હણે તે અરિહંત. ક્યા શત્રુઓને હણે? રાગાદિ શત્રુઓને હણે. જે દુ:ખ આપે તે શત્રુ. સર્વ જીવોનાં સર્વ દુઃખોનું મૂળ કારણ રાગાદિ દોષો જ છે. રાગાદિના કારણે જ બીજા શત્રુઓ ઉત્પન્ન થાય છે. આથી અરિહંતો આપણને રાગાદિ શત્રુઓને ખતમ કરી નાખવાનો ઉપદેશ આપે છે. આથી રાગાદિ દોષોને જ સાચા શત્રુઓ માનીને તેમને જીતવાનો પુરુષાર્થ કરે તે જૈન. | નમો સિદ્ધાણં = સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ. સિદ્ધ એટલે કૃતકૃત્ય બનેલા, જેમને હવે કશું કરવાનું નથી રહેતું તે. આઠ કર્મોનો ક્ષય કરીને મોક્ષમાં ગયેલા જીવો સિદ્ધ કહેવાય છે. સિદ્ધજીવો સદા દુ:ખરહિત શાશ્વત સુખનો અનુભવ કરે છે. સિદ્ધભગવંતો આપણને એ બોધ આપે છે કે દુઃખથી સર્વથા મુક્ત બનવું હોય તો સિદ્ધ બનવાનો પુરુષાર્થ કરો. જો આપણે સમજીએ તો સિદ્ધો મુક્તિપદને પામવા દ્વારા આપણને મુક્તિમાં આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. જેમ પરદેશમાં ગયેલ માણસ ત્યાં સારી કમાણી કરે, એથી પોતાના સંબંધીઓને પણ ધન કમાવવા પરદેશમાં બોલાવે, તેમ મુક્તિમાં જઇને દુ:ખરહિત શાશ્વત સુખને પામેલા સિદ્ધો આલંબન બનવા દ્વારા આપણને પણ મોક્ષમાં આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. પ્રશ્ન:- સિદ્ધો ક્યાં રહે છે? ઉત્તર:- સિદ્ધો સિદ્ધશિલાની ઉપર લોકના અંતે રહે છે. | નમો આયરિયાણં = આચાર્ય મહારાજાઓને નમસ્કાર થાઓ. આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય. ‘પંચિંદિય સૂત્રમાં આચાર્યના છત્રીસ ગુણો જણાવ્યા છે. અરિહંત ન હોય ત્યારે ચતુર્વિધ સંઘમાં આચાર્ય મુખ્ય બને છે. આચાર્યના અનેક ગુણોમાં “શુદ્ધપ્રરૂપણા” મુખ્ય ગુણ છે. શુદ્ધમરૂપણા ગુણથી જ આચાર્યને તીર્થકર સમાન કહ્યા છે. શુદ્ધ પ્રરૂપણા એટલે ભગવાનની જેવી આજ્ઞા છે તેવી જ આજ્ઞા બીજાને સમજાવવી. આચાર્ય પોતાના ગચ્છના (સાધુ સમુદાયના) નાયક હોય છે. શાસનરક્ષાની મુખ્ય જવાબદારી તેમના શિરે હોય છે. તેઓ પોતાની નિશ્રામાં રહેલા સાધુઓના સંયમની દરેક રીતે કાળજી રાખે છે. તેઓ પોતે પંચાચારનું પાલન કરે છે અને ભવ્ય જીવોને તેનો ઉપદેશ આપે છે. (આચાર્યનો અર્થ આ પુસ્તકમાં ૧૩૭મા પેજમાં પણ જણાવ્યો છે.) નમો ઉવજઝાયાણં = ઉપાધ્યાય મહારાજાઓને નમસ્કાર થાઓ. જે ભણાવે તે ઉપાધ્યાય. ઉપાધ્યાય પોતે સ્વાધ્યાયમાં લીન રહે છે અને સાધુઓને ભણાવે છે. તથા પોતે Page #57 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય વિનય કરે છે અને સાધુઓને વિનય શિખવાડે છે. (ઉપાધ્યાયનો અર્થ આ પુસ્તકમાં ૧૩૭મા પેજમાં પણ જણાવ્યો છે.) નમો લોએ સવ્વસાહૂણં = લોકમાં રહેલા સર્વસાધુઓને નમસ્કાર થાઓ. S મોક્ષમાર્ગની (=જ્ઞાનદર્શન-ચારિત્રની) સાધના કરે તે સાધુ. લોએ પદનો ઉલ્લેખ શા માટે છે ? 38 પ્રશ્ન :- નમો અરિહંતાણં વગેરે ચાર પદોમાં ‘લોએ’ પદ નથી, જ્યારે પાંચમા પદમાં ‘લોએ’ પદ છે, આનું શું કારણ ? ઉત્તર :- અરિહંત વગેરે ચાર લોકના કોઇ ચોક્કસ સ્થાનમાં જ હોય છે, જ્યારે સાધુઓ અનેક સ્થળે હોય છે. તે આ પ્રમાણે – અરિહંતો કર્મભૂમિમાં જ હોય, સિદ્ધો લોકના અગ્રભાગમાં જ હોય, આચાર્યો અને ઉપાધ્યાયો કર્મભૂમિમાં જ હોય. સાધુઓ દેવે કરેલા સંહરણથી અકર્મભૂમિમાં પણ હોય. મેરુપર્વત ઉપર આવેલા જિનમંદિરોનાં દર્શન માટે જાય ત્યારે ઊર્ધ્વલોકમાં પણ હોય. નંદીશ્વરદ્વીપ વગેરે સ્થળે જિનદર્શન માટે જાય ત્યારે મનુષ્યલોકની બહાર પણ હોય. આમ સાધુઓ ભિન્ન-ભિન્ન અનેક સ્થળે હોય છે. એ બધા સ્થળે રહેલા સાધુઓને નમસ્કાર કરવા ‘લોએ’ પદ છે. અથવા લોકમાં એટલે મનુષ્યલોકમાં, માત્ર અમુક ગચ્છ વગેરેમાં રહેલા સાધુઓને નમસ્કાર થાઓ એમ નહિ, કિંતુ મનુષ્યલોકમાં રહેલા બધા સાધુઓને નમસ્કાર થાઓ. સવ્વપઠનો ઉલ્લેખ શા માટે છે ? પ્રશ્ન :- નમો લોએ સવ્વસાહૂણં એ પદમાં ‘સવ્વ’ શબ્દ શા માટે છે ? ઉત્તર :- અરિહંત વગેરે ચારમાં ભેદો નથી. જ્યારે સાધુઓમાં અનેક ભેદો છે. જેમકે – સ્થવિરકલ્પી અને જિનકલ્પી, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા અને છેદોપસ્થાપનીયચારિત્રવાળા, કેવલજ્ઞાનરહિત અને કેવલજ્ઞાની એમ અનેક ભેદો સાધુઓમાં હોય. આ બધા જ સાધુઓને નમસ્કાર કરવા અહીં ‘સવ્વ’ પદ મૂકવામાં આવ્યું છે. અથવા ભરતક્ષેત્ર વગેરે સર્વક્ષેત્રોમાં રહેલા સર્વ સાધુઓને, અથવા ચોથો આરો વગેરે સર્વ કાળમાં થનારા સર્વ સાધુઓને નમસ્કાર કરવા ‘સવ્વ’ પદ છે. અથવા સવ્વુ પદનું સંસ્કૃતમાં સાર્વ થાય. સાર્વ એટલે અરિહંતના. બુદ્ધ વગેરેના સાધુઓને નહિ, કિંતુ અરિહંતના સાધુઓને નમસ્કાર કરવા માટે ‘સવ્વ’ પદ છે. એસો પંચ-નમુક્કારો = પાંચને કરાતો આ નમસ્કાર સવ્વપાવપણાસણો = સર્વ પાપકર્મોનો મૂળથી નાશ કરે છે. મૂળથી ઉખેડેલું વૃક્ષ જેમ ફરી ઉગતું નથી, તેમ પંચપરમેષ્ઠિને કરેલા નમસ્કારથી નાશ પામેલાં કર્મો ફરી બંધાતાં નથી. સર્વપાપોનો નાશ થતાં આત્મા મુક્તિને પામે છે. આથી અહીં પંચપરમેષ્ઠિને કરેલા નમસ્કારનું ફળ મુક્તિ છે એમ જણાવ્યું છે. જિનપૂજાદિ ધર્મ કરવા પૂર્વક નવકાર ગણવાની આજ્ઞા છે. પ્રશ્ન :- નમસ્કારમંત્રથી સર્વ પાપોનો નાશ થાય છે માટે જિનપૂજા, જિનવાણી શ્રવણ અને પ્રતિક્રમણ વગેરે બીજું બધું છોડીને એકલા નવકાર જ ગણવા માંડે તો ચાલે ને ? ઉત્તર :- ન ચાલે, કારણ કે નમસ્કારમંત્ર સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર દ્વારા સર્વ પાપોનો નાશ કરે છે. આથી નમસ્કારમંત્ર ગણનારનું ધ્યેય સમ્યગ્દર્શન આદિ મેળવવાનું હોવું જોઇએ. સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિ માટે જિનપૂજા, જિનવાણી શ્રવણ અને પ્રતિક્રમણ વગેરે અનુષ્ઠાનો પણ કરવા જોઇએં. નમસ્કારમંત્રની આરાધનાથી સમ્યગ્દર્શન વગેરે મેળવવાનું જેનું ધ્યેય નથી તેની નમસ્કારમંત્રની આરાધના પ્રાય: યથાર્થ ફળ આપનારી બનતી નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ 39 ) શ્રાદ્ધદિનકૃત્ય પહેલું નમસ્કાર દ્વાર નમસ્કારમંત્રનું અનંતર ફળ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ છે અને પરંપર ફળ સર્વ પાપોનો નાશ છે. અનંતર ફળ વિનાં પરંપર ફળ ન મળે. સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થાય, વૃદ્ધિ થાય અને વધતાં વધતાં જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે સર્વ પાપોનો નાશ થાય. ભગવાનની આજ્ઞાને માન્યા વિના સમ્યગ્દર્શન ન આવે. જિનપૂજા વગેરે બધું છોડીને કેવળ નવકાર જ ગણવા એવી ભગવાનની આજ્ઞા નથી, કિંતુ પોતાની કક્ષા પ્રમાણે જિનપૂજાદિ ધર્મ કરવાપૂર્વક નવકાર ગણવાની આજ્ઞા છે. નમસ્કાર સર્વ પુણ્યનો નાશક છે એમ કેમ ન કહ્યું? પ્રશ્નઃ- દુ:ખથી સુખ વધારે ખરાબ છે. કારણકે દુ:ખમાં ધર્મની ભાવના સુલભ છે, પણ સુખમાં ધર્મની ભાવના દુર્લભ છે. સુખ ધર્મભૂલાવે છે અને પાપ કરાવે છે. આથી શાસ્ત્રમાં સાધકને સુખથી ડરવાનું કહ્યું છે, પણ દુઃખથી ડરવાનું કહ્યું નથી, બલ્ક દુ:ખને તો ચાહીને વેઠવાનું કહ્યું છે. અનુકૂળતાને છોડવાનું અને પ્રતિકૂળતાને વેઠવાનું કહ્યું છે. અનુકૂળ વિષયો આદિ મળવાથી તેમાં ફસાયેલો આત્મા આત્મકલ્યાણનું લક્ષ ભૂલી જાય એ સંભવિત છે. સુખ અને અનુકૂળતા પુણ્યથી મળે છે. આથી પુણ્ય મિત્રના લેબાશમાં શત્રુ છે. તો પછી અહીં નમસ્કારને સર્વ પાપોનો નાશ કરનારો કહ્યો, તેમ સર્વપુણ્યનો નાશ કરનારો કેમ ન કહ્યો? અર્થાત્ આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો અને સર્વ પુણ્યનો નાશ કરનાર છે એમ કેમ ન કહ્યું? ઉત્તર:- ૧. પુણ્યકર્મશત્રુ હોવા છતાં મોક્ષની સાધનામાં સહાયક પણ છે. જે આત્માઓ અસાવધ હોય તેમના માટે પુણ્યકર્મ શત્રુરૂપ છે, પણ જે આત્માઓ સાવધ છે તેમના માટે પુણ્યકર્મ મિત્રરૂપ છે. કેમકે તેમને પુણ્યકર્મ મોક્ષસાધનામાં સહાયક બને છે. મોક્ષની સાધના કરવા માટે ત્રણપણું, પચેંદ્રિયપણું, મનુષ્યભવ વગેરેની પ્રાપ્તિ થવી જોઇએ. એ બધા ભાવો પુણ્યથી જ મળે. આ ભાવો જેટલા ઓછા મળે તેટલી મોક્ષસાધના ઓછી થાય. ક્ષત્રિયમાં હજારો સામે લડી શકે તેટલી તાકાત હોય, શત્રુને જીતવાની ઇચ્છા હોય, પણ તેની પાસે તલવાર આદિ શસ્ત્ર ન હોય તો એ શું કરે? સમ્યગ્દષ્ટિ દેવોને મોક્ષ મેળવવાની પ્રબળ ઇચ્છા હોય છે. મોક્ષને મેળવવાની ઇચ્છા એટલે પાપરૂપ શત્રુનો નાશ કરવાની ઇચ્છા. સમ્યગ્દષ્ટિ દેવોને પાપનો નાશ કરવાની ઇચ્છા હોવા છતાં મનુષ્યભવ આદિ સામગ્રી ન હોવાથી બિચારા લાચાર બની જાય છે. પુષ્ય બે પ્રકારનું છે. એક એવું પુણ્ય છે કે જે ભોગસુખો અને ભોગસુખનાં સાધનો આપે છે. બીજું પુણ્ય એવું છે કે જે ધર્મ કરવાની સામગ્રી આપે છે. શાસ્ત્રમાં ભોગસુખો આપનાર પુણ્યને શત્રુ કહ્યો છે. ધર્મની સામગ્રી આપનાર પુણ્યને શત્રુ કહ્યો નથી. શાસ્ત્રમાં મજુરોનો સંસારો “અનુકૂળતા એ સંસાર છે એમ જે કહ્યું છે તે સુખની ઈચ્છાથી ભોગવાતી અનુકૂળતાની અપેક્ષાએ કહ્યું છે. મોક્ષની સાધના માટે લેવી પડતી અનુકૂળતાની અપેક્ષાએ નથી કહ્યું. સહન કરવાની તાકાત ન હોય એથી મોક્ષસાધના માટે અનુકૂળતા લે તો એ અનુકૂળતા પણ મોક્ષની સાધનામાં સહાયક બને છે. ' ૨. બીજી વાત. સર્વ પાપોનો નાશ થાય એટલે સર્વ પુણ્યનો નાશ થયા વિના ન રહે. પુણ્ય પેટમાં ગયેલા રેચક દિવેલ જેવું છે. પેટમાં ગયેલું દિવેલ પેટમાં રહેલ કચરાને કાઢીને પોતે પણ નીકળી જાય છે. તેમ પુણ્યકર્મ પાપકર્મને કાઢીને પોતે પણ નીકળી જાય છે. આનાથી એ પણ સિદ્ધ થાય છે કે પહેલાં સર્વ પાપોનો નાશ થાય છે, પછી સર્વ પુણ્યનો નાશ થાય છે. ૩. આથી શાસ્ત્રમાં ધર્મ પાપકર્મના નાશ માટે કરવાનો કહ્યો છે, પુણ્યકર્મના નાશ માટે નહિ. તસ્સ Page #59 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય ઉત્તરી’ સૂત્રમાં પાવાળું મ્માળ નિમ્બાયળદાણ (પાપકર્મોના નાશ માટે) એમ કહ્યું છે. પુળાળ મ્માનં નિમ્બાયળદાર્ (પુણ્યકર્મોના નાશ માટે) એમ નથી કહ્યું. મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલં=આ પંચપરમેષ્ઠિનમસ્કાર સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. પંચપરમેષ્ઠિ નમસ્કાર સર્વોત્કૃષ્ટ મંગલ કેમ છે ? મંગલના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. દહીંનું ભક્ષણ વગેરે દ્રવ્યમંગલ છે. આ નમસ્કાર ભાવમંગલ છે. (૧) દ્રવ્યમંગલ કેવલ ભૌતિકસુખ અને ભૌતિકસુખનાં સાધનો આપે છે. ભાવમંગલ ભૌતિકસુખ અને ભૌતિકસુખનાં સાધનો આપવા સાથે શાંતિ પણ આપે છે. (૨) કેવળ દ્રવ્યમંગલથી મેળવેલાં ભૌતિકસુખોથી પરિણામે આત્મા દુર્ગતિમાં જાય અને અનેક દુ:ખો ભોગવે. આ ભાવમંગલ ભૌતિકસુખો આપવા સાથે વિરાગભાવ પણ આપે છે. એથી ભૌતિકસુખો ભોગવવા છતાં આત્મા દુર્ગતિમાં જતો નથી અને સમ્યગ્દર્શન આદિની આરાધના કરીને થોડા જ સમયમાં મોક્ષ પામે છે. (૩) જેને કેવળ દ્રવ્યમંગલથી ભૌતિકસુખો મળ્યાં હોય તે જીવ દુ:ખમાં સમાધિ ન રાખી શકે. આ ભાવમંગલથી જેને સુખો મળ્યાં હોય તે દુ:ખમાં સમાધિ રાખી શકે છે. (૪) દ્રવ્યમંગલ પુણ્યોદય હોય તો જ ફળે, અન્યથા ન ફળે. જ્યારે આ નમસ્કારમંગલ તો નવા પુણ્યોદયને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે આ નમસ્કાર સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. નવકારનો મહિમા 40 નવકારનો મહિમા જણાવતાં મહાપુરુષોએ કહ્યું છે કે- નવકારના એક અક્ષરથી સાત સાગરોપમનાં પાપો નાશ પામે છે, એટલે કે જે કર્મો ઉદયમાં આવીને સાત સાગરોપમ જેટલા કાળ સુધી દુ:ખ આપે તે કર્મોનો ક્ષય પ્રકૃષ્ટભાવથી ગણાતા નવકારના એક અક્ષરથી થાય છે. તે રીતે નવકારના એક પદથી પચાસ સાગરોપમનાં અને સંપૂર્ણ નવકારથી પાંચસો સાગરોપમનાં પાપો નાશ પામે છે. ઉત્કૃષ્ટભાવથી જિનની અને સંઘની પૂજા કરવા પૂર્વક અખંડપણે એક લાખ નવકાર ગણનાર તીર્થંકર નામકર્મ બાંધે છે. આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર આઠસો ને આઠ (૮૦૮૦૮૮૦૮) નવકાર ગણનાર ત્રીજા ભવે મોક્ષ પામે છે. નવકારમંત્રનો આવો પ્રભાવ હોવાથી શ્રાવકે દરરોજ ઓછામાં ઓછી એક નવકારવાળી તો અવશ્ય ગણવી જોઈએ. નમસ્કાર મહામંત્રની દુર્લભતા નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. ચિંતામણિરત્ન, રાજ્ય અને સ્વર્ગ વગેરેથી પણ અધિક દુર્લભ નવકાર છે. જીવ ઘણો લઘુકર્મી બને છે ત્યારે જ તેને નવકાર મળે છે. કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ સિત્તેર્ કોડાકોડિ સાગરોપમ છે. એ સ્થિતિ ઘટતાં ઘટતાં એક કોડાકોડિ સાગરોપમ જેટલી થાય અને એમાંથી પણ થોડી (=પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી) ઘટે ત્યારે નવકારમંત્ર મળે. આયુષ્ય સિવાય સાત કર્મોની અંત: કોડાકોડિ સાગરોપમ પ્રમાણ સ્થિતિ થાય ત્યારે નવકારમંત્ર મળે. આટલી સ્થિતિ થયા વિના ભાવથી તો નવકાર ન મળે, કિંતુ દ્રવ્યથી પણ ન મળે. અંત: કોડાકોડિ સાગરોપમ પ્રમાણ કર્મસ્થિતિ થયા વિના નવકારનું એક પદ પણ ન બોલી શકાય. કર્મની આટલી લઘુતા થાય એટલે નવકાર મળે જ એવો નિયમ નહિ, પણ આટલી કર્મ લઘુતા થયા વિના નવકારમંત્ર ન જ મળે એવો નિયમ છે. આ ઉપરથી એ સમજી શકાય છે કે જેને નવકારમંત્ર મળી ગયો છે તે જીવ ઘણો જ લઘુકર્મી છે. થયેલી આટલી કર્મ લઘુતા, નવકારમંત્રની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં આવે તો જ સફળ બને. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (41) પહેલું નમસ્કાર દ્વાર નવકાર ચૌદપૂર્વોનો સાર કેમ છે? નવકાર ચૌદપૂર્વોનો સાર છે. કારણ કે – ૧. ચૌદપૂર્વો આત્મશુદ્ધિ માટે છે. ભાવથી શ્રદ્ધાપૂર્વક નવકાર ગણવાથી મોહનો ઉચ્છેદ થાય છે અને એથી આત્મશુદ્ધિ થાય છે. ૨. જેમ આગ લાગે છે ત્યારે માણસ ઘરમાંથી સારભૂત, ઝવેરાત વગેરે લઇને નીકળી જાય છે, તેમ મૃત્યુ સમયે ચૌદપૂર્વીઓ પણ નવકારનું સ્મરણ કરે છે. અંતસમયે ચૌદપૂર્વો યાદ કરવા કઠીન છે, જ્યારે નવકારને યાદ કરવો એ સરળ છે. આથી અંતસમયે ચૌદપૂર્વીઓ પણ નવકારનું સ્મરણ કરે છે. ૩. ચૌદપૂર્વે ભગવાનની આજ્ઞારૂપ છે. ભગવાનની અનેક આજ્ઞાઓમાં સારભૂત મુખ્ય આશા એક જ છે. આ આજ્ઞા છે મોક્ષે જવાની. બીજી બધી આજ્ઞાઓ આ મુખ્ય આજ્ઞાના પાલન માટે છે. મોક્ષમાં જવા માટે અરિહંત કે સિદ્ધ થવું પડે. અરિહંત કે સિદ્ધ થવા માટે સાધુ બનવું જોઇએ. આથી અરિહંતપણું, સિદ્ધપણું અને સાધુપણું એ ત્રણ ચૌદપૂર્વોનો સાર છે. નવકારમંત્રમાં આ ત્રણ જ છે. આથી જ જેમ ચૌદપૂર્વીઓ મોક્ષ પામી શકે છે તેમ વિશેષજ્ઞાન ન હોવા છતાં ભાવથી નવકાર ગણનાર પણ મોક્ષ પામી શકે છે. માટે નવકાર ચૌદપૂર્વોનો સાર છે. સાત-આઠ નવકાર ગણવાનું કારણ પ્રશ્નઃ- સવારમાં નિદ્રામાંથી જાગતાં જ કેટલા નવકાર ગણવા જોઈએ ? ઉત્તર:- સાત કે આઠ નવકાર ગણવા જોઈએ. પ્રશ્નઃ-સવારમાં નિદ્રામાંથી જાગતાં જ સાત જ નવકાર ગણવાડે આઠ જ નવકાર ગણવાએમબેમાંથી કોઈ એક જ સંખ્યાન જણાવતાં સાત કે આઠ એમ બંને સંખ્યા કેમ કહી ? ઉત્તર:- જીવસાતઆઠ ભવોમાં ચારિત્રની આરાધના કરીને અવશ્ય મુક્તિ પામે છે, અર્થાત્ અવિરાધિત ચારિત્રની આરાધનાવાળા ભવો સાત કે આઠથી વધારે થતા નથી. કોઇ જીવ સાત ભવોમાં તો કોઇ જીવ આઠ ભવોમાં ચારિત્રની આરાધના કરીને મોક્ષમાં જાય છે. ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરનાર તે જ ભવમાં મોક્ષમાં જાય. ચારિત્રની મધ્યમ આરાધના કરનાર બે, ત્રણ, ચાર, વગેરે ભવોમાં ચારિત્રની આરાધના કરીને મોક્ષમાં જાય. ચારિત્રની જઘન્ય આરાધના કરનારને પણ ચારિત્રના સાત-આઠ ભવોથી અધિક ભવો થતા નથી. આ નિયમ જીવોના ખ્યાલમાં રહે એ માટે સવારમાં નિદ્રામાંથી જાગતાં જ સાત-આઠ નવકાર ગણવાનું વિધાન હોય એમ સંભવે છે. પ્રશ્ન -સવારમાં નિદ્રામાંથી જાગતાં જ સાત-આઠ નવકાર ગણવાનો ઉલ્લેખ ક્યા ગ્રંથોમાં છે? * ઉત્તર:- યતિદિનચર્યા વગેરે ગ્રંથોમાં ઉલ્લેખ છે. નવકાર ગણવાની રીત શાસ્ત્રોમાં નવકાર ગણવાની કમળબંધ, નંદ્યાવર્ત, શંખાવર્તવગેરે અનેક રીતો બતાવી છે. તેમાં મળબંધ જાપ આ પ્રમાણે છે – હૃદય ઉપર આઠ પાંખડીવાળા કમલની રચના કરવી. તેમાં વચલી કર્ણિકા ઉપર ‘નમો અરિહંતાણં' પદની સ્થાપના કરવી. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ ચાર દિશાઓમાં ક્રમશ: નમો સિદ્ધાણં વગેરે ચાર પદોની મશ: સ્થાપના કરવી. અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન એ ચાર વિદિશાઓમાં બાકીના ચાર પદોની કમશ: સ્થાપના કરવી. આ રીતે કમળમાં નવકારની સ્થાપના કરીને નવકારનો જાપ કરવો. આ રીતે ૧૦૮ વાર નવકારનો જાપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર (12) શ્રાદ્ધદિનકૃત્ય. કમલમાં નવકારની સ્થાપના नमो सिदाणं चढयहवइमंगलं एलोपंचनमुक्कारी नमोलोएसव्वसाहा: नमो रिहंताणं नमो पायरिया - मंगलाच सव्वेर्सि सव्वपावप्पणासागो नमो उवझाया ITA જેમનાથી આ રીતે મલબંધ જાપન થઈ શકે તેમણે નંદ્યાવર્ત, શંખાવર્ત વગેરે આવર્તાથી નવકારનો જાપ કરવો. તે આ પ્રમાણે – ). - ૩ કે ] A BE પII [ (જીજી \ \ | | | નંદ્યાવર્ત રીત નં. ૧ નંદ્યાવર્ત રીત નં. ૨ અત્યંતર શંખાવર્ત CES આવૃત્ત આવર્ત હોંકાર આવર્ત બાહ્ય શંખાવત આ આવર્તા જમણા હાથે ગણવા. અભ્યાસ પાડવાથી આવર્તાથી બહુ જ સરળતાથી નવકાર વગેરેનો Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (43) પહેલું નમસ્કાર દ્વાર જાપ કરી શકાય છે આવર્તથી નવકાર જાપનું ફળબતાવતાં કહ્યું છે કે- “જે જીવ હાથના આવર્તથી ૧૦૮ વાર નવકાર ગણે છે તેને પિશાચ વગેરે હેરાન કરી શકતા નથી.” જેને આવર્તેથી પણ જાપ ન ફાવે તેમણે આવર્ત વિના જ આંગળીના વેઢાથી નવકારનો જાપ કરવો જોઇએ. જે જીવ હાથની આંગળીના વેઢાથી પણ ન ગણી શકે તેણે સુતર વગેરેની માળાથી જાપ કરવો જોઈએ. તેમાં નીચેની બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. (૧) માળા આંગળીઓ ઉપર રાખીને અંગુઠાથી મણકા ફેરવવા જોઈએ. (૨) માળા દયના ભાગમાં રહેવી જોઇએ, નાભિની નીચે ન રહેવી જોઈએ. (૩) માળા પહેરેલા વસ્ત્રને અને શરીરને ન અડવી જોઈએ. (૪) મેરુનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. (૫) એકાંતમાં બેસીને જાપ કરવો જોઈએ. (૬) પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ બેસીને જાપ કરવો જોઈએ, અથવા જિન પ્રતિમા સમક્ષ જાપ કરવો જોઈએ. (૭) એકાગ્રચિત્તે જાપ કરવો જોઈએ. (૮) નવકાર પ્રત્યે અત્યંત શ્રદ્ધા અને પ્રીતિ હોવી જોઈએ. જાપના પ્રકારો જાપના માનસ, ઉપાંશુ અને ભાષ્ય એમ ત્રણ પ્રકારો છે. ૧. માનસ - હોઠ વગેરેને હલાવ્યા વિના મનમાં થતો જાપ. ૨. ઉપાંશુ - હોઠ વગેરેને હલાવીને બીજાઓ ન સાંભળે તે રીતે થતો જાપ. ૩, ભાષ્ય:- બીજા સાંભળે તે રીતે થતો જાપ. આ ત્રણમાં માનસજાપ કષ્ટસાધ્ય હોવા છતાં સર્વોત્તમ છે. ઉપાંશુ જાપ તેનાથી ઉતરતી કોટિનો છે. ભાષ્ય જાપ તેનાથી પણ ઉતરતી કોટિનો છે. આથી ધીમે ધીમે અભ્યાસ પાડીને માનસ જાપ કરનારા બની જવું જોઈએ. નવકારમંત્રમાં તીવ્ર શ્રદ્ધા હોવી જોઈએ નવકારમંત્રનું ફળ મળવામાં શ્રદ્ધા–નિષ્ઠા મહત્ત્વનો ભાગ ભજવે છે. નવકારમંત્રથી લાભ મેળવવા માટે નવકારમંત્રમાં અત્યંત શ્રદ્ધા હોવી જોઇએ. શ્રદ્ધાપૂર્વક નવકાર ગણવાથી લાભ થાય. શ્રદ્ધા વિના ગમે તેટલા નવકાર ગણવામાં આવે તો પણ યથાર્થલાભનથાય. નવકાર પ્રત્યે અનન્ય શ્રદ્ધા હોવી જોઇએ. જેમ સ્વીચબોર્ડમાં ઇલેક્ટ્રીના વાયરનું કનેક્શન ન હોય તો સ્વીચબોર્ડ ઉપરની સ્વીચ ગમે તેટલીવાર દબાવવામાં આવે તો પણ લાઇટ ન થાય, તેમ નવકાર પ્રત્યે અનન્ય શ્રદ્ધા ન હોય તો ગમે તેટલા નવકાર ગણવામાં આવે તો પણ લાભ ન થાય. એક તરફ નવકાર ગણે અને બીજી તરફ નવકારથી મને લાભ થશે કે નહિ એમ સદા સંશય રાખ્યા કરે તો લાભક્વીરીતે થાય? નવકારથી મને લાભ થશે જ એવી શ્રદ્ધા હોવી જોઇએ. નવકાર ઘણા ગણવા છતાં કોઇ લાભ ન જણાય તો તેનું મુખ્ય કારણ શ્રદ્ધાની ખામી છે. નવકારના વિશેષ પ્રભાવનું જ્ઞાન ન હોય તો પણ અત્યંત Page #63 -------------------------------------------------------------------------- ________________ પહેલું નમસ્કાર દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય શ્રદ્ધાપૂર્વક એકાગ્રતાથી કરેલા નવકારના સ્મરણથી અવશ્ય લાભ થાય. આ વિષે શાસ્ત્રમાં અનેક દષ્ટાંતો જણાવેલાં છે. (જે આ ગ્રંથમાં ૧૮મી ગાથાના વિવેચનમાં જણાવેલાં છે.) એકાગ્રતાનો ઉપાય 44 નવકારમંત્રનું ફળ મળવામાં જેમ શ્રદ્ધા જરૂરી છે, તેમ જાપમાં એકાગ્રતા પણ જરૂરી છે. નવકારમંત્રના જાપમાં એકાગ્રતા રહે એ માટે જુદી જુદી પદ્ધતિથી જાપ કરવો જોઇએ. જેમકે – કોઇવાર નંદ્યાવર્તથી, કોઇવાર શંખાવર્તથી, કોઈવાર કમળબંધથી, કોઇવાર અનાનુપૂર્વીથી તો કોઇવાર આનુપૂર્વીથી, એમ જુદી જુદી રીતે જાપ કરવો જોઈએ. કોઈવાર અક્ષરોને પણ ઉલટા ગણવા જોઈએ. જેમકે – ગંતાėરિઅ મોન, કોઈવાર પદોને ઉલટા ગણવા જોઈએ. જેમકે પઢમં હવઈ મંગલ, મંગલાણં ચ સન્થેસિં. આમ જુદી જુદી રીતે ન ગણી શકાય તો કોઇપણ એક રીતે ગણવા. પણ એકાગ્રતા રહે તેની કાળજી રાખવી જોઈએ. મન બીજે ચાલ્યું જાય તો ઉપયોગ આવે કે તુરત મનને તેમાં જોડી દેવું જોઈએ. તથા નવકારવાળી ગણવાની હોય ત્યારે વચ્ચે વચ્ચે અમુક (પાંચ કે દશ વગેરે) નવકાર તો એકગ્રતાપૂર્વક જ ગણીશ એમ સંકલ્પ કરવો જોઈએ. આમ છતાં તેમાં પણ મન બીજે ચાલ્યું જાય તો જેટલા નવકાર એકાગ્રતાપૂર્વક ગણવાનો સંકલ્પ કર્યો હોય તેટલા નવકાર ફરીથી ગણવા. બીજીવાર પણ મન ચાલ્યું જાય તો ત્રીજીવાર તેટલા નવકાર એકાગ્રતાપૂર્વક ગણવા. કોઈવાર નવકારવાળીના પહેલા પાંચ કે દશ નવકાર એકાગ્રતાપૂર્વક ગણવાનો સંકલ્પ કરવો. કોઈવાર છેલ્લા પાંચ-દશ નવકાર એકગ્રતાથી ગણવાનો સંકલ્પ કરવો. કોઈવાર શરૂઆતના પાંચ નવકાર એકાગ્રતાથી ગણવાનો સંકલ્પ કરીને તે પાંચ નવકાર બરોબર એકગ્રતાપૂર્વક ગણ્યા પછી બીજા પાંચ નવકાર એકાગ્રતાથી ગણવાનો સંકલ્પ કરીને એકાગ્રતાથી ગણવા. આમ કટકે કટકે પાંચ પાંચ (કે પોતાને અનુકૂળ હોય તે પ્રમાણે દશ-બાર વગેરે) નવકાર એકગ્રતાપૂર્વક ગણતાં આખી નવકારવાળી પૂરી કરવી. આ રીતે સંપૂર્ણ નવકારવાળી એકગ્રતાપૂર્વક ગણાશે. આમ અહીં બતાવ્યા પ્રમાણે કે બીજી પણ પોતાને ધ્યાનમાં આવે તે રીતે એકગ્રતાપૂર્વક નવકાર ગણવા જોઇએ. નવકાર ગણવાની રીતની મહત્તા કરતાંય એકગ્રતાની મહત્તા વધારે છે. એટલે જે રીતે એકાગ્રતા રહે તે રીતે નવકાર ગણવા જોઇએ. (અહીં અઢારમી ગાથા પૂર્ણ થઈ.) (૧૮) Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 45 બીજું સ્મરણ દ્વાર (૨) સ્મરણ દ્વાર कोऽहं पुणो कंमि कुलंमि जाओ, किं सम्मदिट्ठी वयनियमधारी । યાદુ હૈં વંસમિત્તનુત્તો, થં તુ અન્ન ચ વિચિંતના ।।?? ।। વાર ૨ ।। પહેલા દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે બીજા ‘‘સ્મરણ’’ દ્વારના અવયવાર્થને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે – સૂતેલો જીવ ભૂલી જાય. આથી જાગેલા શ્રાવકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સ્મરણ કરવું જોઇએ. તે આ પ્રમાણે – દ્રવ્યથી - હું સાધુ છું કે ગૃહસ્થ ? એમ યાદ કરે. ક્ષેત્રથી - હું આર્યદેશ આદિમાં ઉત્પન્ન થયો છું. કાલથી - સવારના સમયે હું જાગેલો છું. ભાવથી - હું ઉગ્રફુલ વગેરે કયા કુલમાં ઉત્પન્ન થયો છું ? હું સમ્યક્ત્વસહિત વ્રત – નિયમધારી છું કે કેવલ સમ્યગ્દર્શનથી યુક્ત છું ? આ પ્રમાણે યાદ કરે. તથા દેશવિરતિગુણસ્થાનને ચિંતવે. દેશવિરતિગુણસ્થાનનું સ્વરૂપ હવે કહેવામાં આવશે. અહીં વ્રત–નિયમધારી એ શબ્દમાં વ્રતો એટલે મૂલગુણો અને નિયમ એટલે ઉત્તરગુણો. (પાંચ અણુવ્રતો મૂલગુણ છે. બાકીના સાત વ્રતો ઉત્તરગુણ છે.) અહીં શ્રાવકમાં દેશવિરતિ ન હોય તો પણ સમ્યક્ત્વ તો અવશ્ય હોવું જ જોઇએ. કારણ કે સમ્યગ્દર્શન ન હોય તો ધર્મ સર્વથા જ ન હોય. આગમમાં કહ્યું છે કે- ‘‘સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલા જીવનો મોક્ષ ન થાય. ચારિત્રથી (-દ્રવ્ય ચારિત્રથી) રહિત જીવો સિદ્ધ થાય છે પણ સમ્યગ્દર્શનથી રહિત જીવો સિદ્ધ થતા નથી.’’ આથી શ્રાવકે સમ્યગ્દર્શનનું અવશ્ય પાલન કરવું જોઇએ. વિવેચન આ પ્રમાણે દ્રવ્ય આદિથી વિચારણા કરવાથી બાહ્ય (=ભૌતિક) અને અત્યંતર (=આધ્યાત્મિક) એમ બંને લાભ થાય છે. જેમકે ક્ષેત્રથી હું અત્યારે અમુક સ્થળે રહેલો છું એમ વિચારવાથી કોઇ કામ માટે જવા આવવામાં પડી જવાનો ભય રહેતો નથી. અન્યથા પોતે માળ ઉપર સૂતો હોય અને નીચે સૂતો છું એમ સમજીને ચાલવા માડે, અંધારાના કારણે દાદરો ન દેખાવાથી કે દાદરાનો ખ્યાલ ન રહેવાથી નીચે પડી જાય. આવી રીતે પડી જવાની ઘણી શક્યતા રહેલી છે. અવાર નવાર આવા પ્રસંગો બનતા રહે છે. હું જૈનકુળમાં જન્મેલો છું ઇત્યાદિ વિચારણાથી આધ્યાત્મિક દૃષ્ટિએ ઘણો લાભ થાય. હું કોણ ? હું જૈન. મારા દેવ – વીતરાગ. હું વીતરાગદેવનો સેવક. હું પંચમહાવ્રતધારી સાધુઓનો સેવક. આવી વિચારણા કરવાથી યોગ્ય આત્મામાં જૈનત્વની ખુમારી આવે છે. આવી ખુમારીના કારણે કોઇ તેવા પ્રસંગે પાપથી બચી જવાય. અનીતિ કે પરસ્ત્રીગમન આદિ પાપ કરવ` પ્રસંગ આવે ત્યારે આવી ખુમારીના કારણે એમ વિચાર આવે કે વીતરાગના સેવથી આવું ન કરાય. હું વીતરાગનો સેવક છું. જો હું આવું પાપ કરું તો મારા કુળને કલંક લાગે, મારો ધર્મ નિંદાય, મારા દેવ-ગુરુને લાંછન લાગે. આવા વિચારોથી તે આત્મા પાપથી અટકી જાય. Page #65 -------------------------------------------------------------------------- ________________ બીજું સ્મરણ દ્વાર (46) શ્રાદ્ધદિનકૃત્ય પૂર્વે વેપારીઓમાં સાખની ખુમારી રહેતી હતી. આથી તે પોતાની સાખ જાય, સાખને કલંક લાગે તેવું કરતા નહિ. ગમે તેવો ભોગ આપીને અને તક્લીફો સહન કરીને પણ સાખજવા દેતા નહતા. આથી જ એક કવિએ કહ્યું છે કે લાખ ગુમાવીને સાખ રાખવી, સાખે મળશે લાખT લાખ રાખીને સાખ ગુમાવે, સાખ ગયે સબ ખાખ | જેમ સજ્જન વેપારીને સાખની ખુમારી હોય, એથી સાખ જાય તેવું પાપન કરે, તેમ સાચા જૈનને જૈનત્વની ખુમારી હોય. તેથી તે જૈનત્વને કલંક લાગે તેવું પાપન કરે. હું જૈન છું વગેરે ખુમારીથી બીજો લાભ એ થાય કે ધનહાનિ આદિના પ્રસંગમાં દીનતાન આવે. ધનહાનિ થાય ત્યારે મને ઘણું નુકશાન થયું છે, મેં ઘણું ગુમાવ્યું છે ઇત્યાદિ વિચારથી દીનતા આવે છે, શોક ઘેરી લે છે. પણ જેનામાં જૈનત્વની ખુમારી છે એને એમ થાય કે મેં જેટલું ગુમાવ્યું છે, તેનાથી અધિક મારી પાસે છે. મારી પાસે જિનધર્મ છે. મારા મસ્તકે વીતરાગદેવ છે. આથી શહેનશાહને પણ જે મળે તે મને મળ્યું છે. જેને સુદેવ-સુગુરુસુધર્મ મળવા બદલ ખુમારી હોય તે ગમે તેવી આપત્તિમાં પણ આનંદમાં રહી શકે. આ વાત શાંતિનાથ ભગવાનના સ્તવનમાં કહી છે. મારે તો તું સમરથ સાહિબ તો કિમ ઓછું માનું ચિંતામણિ જેણે ગાઠે બાંધ્યું તેને કામ કિશ્યાનું? (અહીં ૧૯ મી ગાથા પૂર્ણ થઈ.) (૧૯) આઠ પ્રાતિહાર્યો અરિહંતોને આઠ પ્રાતિહાર્યો હોય છે. બોડીગાર્ડની જેમ સદા સાથે રહે તે પ્રાતિહાર્ય. આઠ પ્રાતિહાર્યો આ પ્રમાણે છે – (૧) અશોકવૃક્ષ - સમવસરણના મધ્યભાગમાં અરિહંતની કાયાથી બારગણું ઊંચું અને ચોતરફ એક યોજન વિસ્તારવાળું અશોકવૃક્ષ હોય છે. એનો રંગ લાલ હોય છે. (૨) પુષ્પવૃષ્ટિ- દેવો સમવસરણમાં ડીટાં નીચે રહે તે રીતે પુષ્પોની એક યોજન સુધી વૃષ્ટિ કરે છે. ઘૂંટણ જેટલી ઊંચાઈ થાય તેટલાં પુષ્પો વર્ષાવે છે. (૩) દિવ્ય ધ્વનિ – ભગવાન માલકોશ રાગમાં દેશના આપે છે. ભગવાનના ધ્વનિને દેવો વીણા વગેરે વાજિંત્રોમાં પૂરે છે, અથવણા વગેરેને માલકોશ રાગમાં વગાડે છે. આથી ભગવાનનો ધ્વનિ દિવ્ય છે. તે ધ્વનિ યોજન સુધી પહોંચે છે. (૪) ચામર – પ્રભુ આગળ ચામર વીંઝાતા રહે છે. (૫) સિંહાસન - આકાશ જેવા સ્વચ્છ સ્ફટિક રત્નના બનેલા સિંહાસન ઉપર બેસીને પ્રભુ દેશના આપે છે. (૬) ભામંડલ – પ્રભુજીના મસ્તકના પાછળના ભાગમાં સૂર્યથી પણ અધિક તેજસ્વી ભામંડલ ( તેજનો પંજ) હોય છે. (૭) કુંદુભિ – આકાશમાંદુંદુભિવાગે છે. દુભિના અવાજથી ભગવાનના આગમની ખબર પડતાં ચારેબાજુના પ્રદેશોમાં રહેલા લોકો દર્શન-વંદન-ધર્મોપદેશ શ્રવણ માટે દોડી આવે છે. (૮) છત્ર - પ્રભુના મસ્તકે નાનું, મોટું, એનાથી મોટું એ ક્રમે ત્રણ છવો રહેલાં હોય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્યા (47 ) ત્રીજું વ્રત દ્વાર (૩) વ્રત દ્વારા इक्कं च दो तिन्नि व पंच सत्त, अणुव्वयाइं नियमे वयाई । एक्किक्कभेएण दुहा तिहेणं, पक्खं च मासं अह जावजीवं ॥२०॥ दारं ३॥ વ્રતો’ એ ત્રીજા દ્વારના ઘણા ભાંગાઓનો સંભવ બતાવતા ગ્રંથકાર કહે છે – શ્રાવકનાં બાર વ્રતોમાં પ્રારંભના પાંચ વ્રતો અણુવ્રતો છે, અને પછીનાં સાત વ્રતો નિયમ વ્રતો છે. શૂલપ્રાણાતિપાત વગેરે બાર વ્રતોના બાર એક એક સંયોગોમાંથી કોઇ એક વ્રત, અથવા સ્થૂલ પ્રાણાતિપાત + સ્કૂલમૃષાવાદ વગેરે બે બે પદ સ્વરૂપ છાસઠ દ્ધિક સંયોગોમાંથી કોઇ બે વ્રત, અથવા શૂલપ્રાણાતિપાત + સ્થૂલ મૃષાવાદ + સ્કૂલઅદત્તાદાન વગેરે ત્રણ ત્રણ પદ સ્વરૂપ બસોને વીસ ત્રિક સંયોગોમાંથી કોઇ ત્રણ વ્રત હોય. ગાથામાં આવેલા વા શબ્દથી ચતુષ્કસંયોગ વગેરેનું ગ્રહણ કરવું. અહીં ગાથાના ઉત્તરાર્ધમાં ભાંગાઓની સૂચના કરવા માટે કહે છે- એક એક ભેજવાળા છઠ્ઠા ભાંગાથી વ્રત હોય, તથા દ્વિવિધ–વિવિધથી એ પ્રથમ ભાંગાથી વ્રત હોય. અહીં પ્રથમ અને અંતિમ ભાંગાનું ગ્રહણ કરવાથી છ એ ભાંગા જાણવા. તે છ ભાંગા પાંચ અણુવ્રતોને આશ્રયીને સંક્ષેપથી બતાવાય છે. (૧) સ્થૂલપ્રાણાતિપાત ન કરે અને નકરાવે મન-વચન-કાયાથી. આ પ્રમાણે પહેલો ભાગો છે. (૨) નકરે અને નકરાવે મન-વચનથી, મન-કાયાથી કેવચન-કાયાથી. સામાન્યથીબેયોગોને સ્વીકારીને આ પ્રમાણે બીજો ભાગો છે. એ પ્રમાણે બધે જાણવું. (૩) નકરે અને નકરાવે કેવલ મનથી, કેવલ વચનથી કે કેવળ કાયાથી. એ પ્રમાણે ત્રીજો ભાગ છે. (૪) ન કરે અથવા ન કરાવે મન-વચન-કાયાથી. આ પ્રમાણે ચોથો ભાગો છે. (૫) ન કરે અથવા ન કરાવે મન-વચનથી, મન-કાયાથી, કે વચન-કાયાથી. આ પ્રમાણે પાંચમો ભાંગો (૬) નકરે અથવા ન કરાવે કેવળ મનથી, કેવળ વચનથી કે કેવળ કાયાથી. એક એક સંયોગ અને ક્રિકસંયોગ વગેરે સંયોગોથી શ્રાવકનાં બારવ્રતોના કુલ ભાંગા ૧૩ અબજ ૮૪ કોડ ૧૨ લાખ ૮૭ હજારને ૨૦૦ થાય. (જિજ્ઞાસુએ ધર્મસંગ્રહગુજરાતી ભાષાંતરમાંથી આ ભાંગા જાણી લેવા.) હવે કાલપ્રમાણ માટે કહે છે- આ વ્રતો મેં પખવાડિયા સુધી, માસ સુધી કે જીવનપર્યત લીધા છે એ પ્રમાણે શ્રાવક યાદ કરે. (અહીં બાર વ્રતોનાં નામ આ પ્રમાણે છે – સ્કૂલપ્રાણાતિપાત વિરમણ, સ્થૂલ મૃષાવાદ વિરમણ, સ્કૂલ અદત્તાદાન વિરમણ, સ્થૂલમૈથુન વિરમણ, સ્થૂલ પરિગ્રહ વિરમણ, દિશાપરિમાણ, ભોગોપભોગપરિમાણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, દેશાવનાશિકપૌષધ, અતિથિ સંવિભાગ. આમાં પ્રથમનાં પાંચ અણુવ્રત છે. પછીના ત્રણ ગુણવ્રત છે. છેલ્લા ચાર શિક્ષાવ્રત છે.) (૨૦) Page #67 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું વ્રત દ્વાર (48) શ્રાદ્ધદિનકૃત્ય (૪) યોગ દ્વાર छण्हं तिहीण मज्झंमि, का तिही अज वासरे । किं वा कल्लाणगं अज, लोगनाहाण संतियं ॥२१॥ दारं ४॥ હવે ‘યોગ” એ ચોથું દ્વાર છે. એ દ્વારલાઘવને માટે દેવસિક આવશ્યકના અવસરે ભાવાર્થ સહિત કહેવાશે. અહીં તો તપ સંબંધી જ કહેવાય છે. કારણ કે ત૫ જ વિશિષ્ટ નિર્જરાનું કારણ છે. કહ્યું છે કે – “પરિણામથી સઘળી પ્રવૃતિઓનો ક્ષય કહ્યો છે. પરિણામથી પ્રાય: અનિકાચિત પ્રકૃતિઓનો ક્ષય થાય છે. તપથી તો નિકાચિત પ્રકૃતિઓનો પણ ક્ષય થાય છે.” આથી છ માસી તપના કાયોત્સર્ગમાં તપ સંબંધી ચિંતન કરવા માટે (૨૧મી અને ૨૨મી એ) બે ગાથાઓ કહે છે છ તિથિઓમાં આજે કઇ તિથિ છે? અથવા આજે તીર્થકરોનું કહ્યું કલ્યાણક છે? એમ યાદ કરે. એક માસમાં સુદ-વદ એમ બે આઠમ, સુદ-વદ એમ બે ચૌદસ, પૂનમ અને અમાસ એમ છ પર્વતિથિઓ છે. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં તીર્થકરોના ચ્યવન અને જન્મ વગેરેથી ઓળખાયેલી તિથિ કલ્યાણક તિથિ છે. વિવેચન સવારે તપના કાયોત્સર્ગમાં તપ સંબંધી ચિંતન નીચે મુજબ કરવું. તપચિંતનનો વિધિ હે જીવ! વીરપરમાત્માએ ઉત્કૃષ્ટ તપ છમાસી કર્યો હતો. તું પણ તેટલો તપ કરીશ? ત્યારે મનથી જ જવાબમાં કહે કે શક્તિ નથી, પરિણામ નથી. તેમાંથી ૧ દિવસ ન્યૂન છમાસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૨ દિવસ ન્યૂન છમાસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૩ દિવસ ન્યૂન છમાસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. આ પ્રમાણે એક એક દિવસ ઓછો કરતાં કરતાં “૨૯ દિવસ ન્યૂન છમાસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી ત્યાં સુધી બોલવું. પછી પાંચ માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ચાર માસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ત્રણ માસી તપ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. બે માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. એક માસી તપ કરીશ ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૯ ઉપવાસ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૮ ઉપવાસ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૨૭ ઉપવાસ કરીશ? શક્તિ નથી. પરિણામ નથી. આ પ્રમાણે એક એક ઉપવાસ ઓછો કરતાં કરતાં “૧૭ ઉપવાસ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી” ત્યાં સુધી બોલવું. પછી Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય. 49) ચોથે યોગ દ્વાર ૩૪ ભક્તનો ત્યાગ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૩૨ ભક્તનો ત્યાગ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૩૦ ભક્તનો ત્યાગ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. આ પ્રમાણે બે બે ઓછા કરતાં કરતાં ૧૦ ભક્ત સુધી વિચારવું. પછી ક્રમશ: અઠ્ઠમ, છઠ્ઠ, ઉપવાસ, આયંબિલ, નીવિ, એકાસણું, બિયાસણું, અવ, પુરિમડુ, સાપોરિસી, પોરિસી અને નવકારશી સુધી વિચારવું. તેમાં જે દિવસે જે તપ કરવો હોય ત્યાં શક્તિ છે અને પરિણામ છે એમ કહીને અટકી જવું. પછી કાઉસ્સગ્ગ પારવો. જે તપ પૂર્વેર્યો હોય ત્યારથી શક્તિ છે પરિણામ નથી એમ બોલવું. દા.ત. ૧૬ ઉપવાસ કર્યા હોય તો ૩૪ ભક્તથી દરેકઠેકાણે શક્તિ છે, પરિણામ નથી એમ બોલવું. (૨૧) पच्चक्खाणं तु जंतंमि, दिणंमि गिव्हियव्वयं । चिंतेऊणं सुसहो उ, कुणइ अन्नं तओ इमं ॥२२॥ શ્રાવક આઠમવગેરે દિવસે ઉપવાસ વગેરે જેપચ્ચશ્માણલેવું હોય તે ચિંતવીને તે પ્રમાણે જ પચ્ચશ્માણ કરે. આવશ્યક પછી આ (હવે કહેવાશે તે) કરે. વિવેચન અહીં “ચિંતવીને તે પ્રમાણે જ પચ્ચખાણ કરે” એવા વિધાનથી સમજી શકાય છે કે જે પચ્ચખાણ ધાર્યું હોય તે પચ્ચશ્માણ સકલતીર્થ સૂત્ર બોલ્યા પછી જાતે લેવું જોઇએ. જો કયું પચ્ચશ્માણ કરવું એનો નિર્ણય મોડેથી કરવાનો હોય તો પણ ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચશ્માણ તો તે વખતે કરી લેવું જોઇએ. કેવલ ધારવાથી વિધિની ખામી ગણાય. જેને પચ્ચખ્ખાણ સૂત્ર ન આવડતું હોય તેવા ધારે એ અપવાદ રૂપ ગણાય. શ્રાવકોએ ચૈત્યવંદન વગેરેનાં સૂત્રોની જેમ પચ્ચખાણનાં સૂત્રો પણ કંઠસ્થ કરવા જોઇએ. પ્રત્યાખ્યાનનું સ્વરૂપ શ્રાવકે મુખ્યતયા દરરોજ એકાસણાનો તપ કરવો જોઇએ. જેનાથી એકાસણું વગેરે તપન થઇ શકે તેણે ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખાણ તો અવશ્ય કરવું જોઇએ. પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પ્રતિક્રમણમાં જ પ્રત્યાખ્યાન થઇ જાય છે. પ્રતિક્રમણ નહિ કરનારા શ્રાવકોએ તે દિવસે નવકારશીક પોરિસી વગેરે જે પચ્ચખાણ કરવું હોય તે પચ્ચખાણ સૂર્યોદય પહેલાં જ કરી લેવું જોઇએ. અગર તો ધારી લેવું જોઈએ. નવકારશી, પોરિસી, સાપોરિસી, પુરિમડુ અને અવડુ આ પાંચ પચ્ચખાણ કાળપચ્ચખાણ છે. કારણકે તે પચ્ચખાણમાં કાળની મર્યાદા છે. તે આ પ્રમાણે સૂર્યોદયથી બે ઘડી (૪૮ મિનિટ) ગયા બાદ નવકારશીનું પચ્ચશ્માણ પૂર્ણ થાય. સૂર્યોદયથી એક પ્રહર ગયા બાદ પોરિસીનું પચ્ચખાણ પૂર્ણ થાય. સૂર્યોદયથી દોઢ પ્રહર ગયા બાદ સપોરિસીનું પચ્ચખાણ પૂર્ણ થાય. સૂર્યોદયથી બે પ્રહર ગયા બાદ પુરિમડુનું પચ્ચખાણ પૂર્ણ થાય. સૂર્યોદયથી ત્રણ પ્રહર ગયા બાદ અવઠ્ઠનું પચ્ચખ્ખાણ પૂર્ણ થાય. Page #69 -------------------------------------------------------------------------- ________________ ચોથું યોગ દ્વારા 50 ) શ્રાદ્ધદિનકૃત્ય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના ચાર ભાગ કરવા. તેમાં એક ભાગનો એક પ્રહર થાય. જેમકે, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય બાર કલાક થાય તો ત્રણ કલાકનો એક પ્રહર થાય. આ પ્રમાણે આ પચ્ચખાણોમાં કાળની મર્યાદા હોવાથી આ પચ્ચખાણો કાળપચ્ચખાણો છે. આ પચ્ચખ્ખાણો સૂર્યોદય પહેલાં લેવાથી શુદ્ધ થાય છે. કારણ કે આ પચ્ચખાણોમાં ઉગ્ગએ સૂરે એવો પાઠ હોવાથી આ પચ્ચખાણો સૂર્યોદયથી શરૂ થાય છે. માટે આ પાંચ પચ્ચશ્માણમાંથી જે પચ્ચશ્માણ કરવું હોય તે પચ્ચશ્માણ સૂર્યોદય પહેલાં જ કરી લેવું જોઈએ, અગર ધારી લેવું જોઈએ. હવે જો નવકારશી કરવી કે પોરિસી કરવી ઇત્યાદિ નિશ્ચિત ન હોય તો સૂર્યોદય પહેલાં નવકારશી લઈને પછી તેમાં વધારો કરી શકાય. તે આ પ્રમાણે – નવકારશીનું પચ્ચખાણ આવે એ પહેલાં જ કે પછી પણ પોરિસીનું કે સામ્પોરિસી વગેરેનું પચ્ચખ્ખાણ લઇ શકાય. હવે જો સૂર્યોદય પહેલાં પોરિસીનું પચ્ચખાણ લીધું હોય અને પછી ભાવના વધતાં સાપોરિસીનું કે પુરિમનું પચ્ચખ્ખાણ કરવું હોય તો પોરિસીનું પચ્ચખાણ આવે એ પહેલાં જ કરી લેવું જોઈએ. જો સૂર્યોદય પહેલાં નવકારશીનું પણ પ્રત્યાખ્યાન ન હોય તો નવકારશી આદિ ત્રણ કાળપચ્ચાણો શુદ્ધ થતાં નથી. તથા પુરિમડુ અને અવરૃએ બે પચ્ચખાણો સૂર્યોદય બાદ પણ ધારી-કરી શકાય છે. નવકારશી આદિ ત્રણમાં અને પુરિમડુ આદિ બેમાં આ ભેદ બતાવવા માટે જ પ્રથમના ત્રણના પચ્ચખાણના પાઠમાં પણ સૂર અને પછીના બે પચ્ચખાણના પાઠમાંફૂ ા એમ પાઠ ભેદ છે. (શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલામહેસાણા તરફથી પ્રકાશિત – ભાષ્યત્રય) બાકીનાં એકાસણું વગેરે પચ્ચખાણો સૂર્યોદય પછી પણ લઈ શકાય. ચાર પ્રકારનો આહાર પચ્ચખાણમાં આહારનો ત્યાગ કરવામાં આવતો હોવાથી પચ્ચખાણનો આહાર સાથે સંબંધ છે. આથી પચ્ચખાણને બરોબર સમજવા માટે આહારને સમજવાની જરૂર છે. આહારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકાર છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે (૧) અશન - ઘઉં વગેરે ધાન્ય, મગ વગેરે કઠોળ, દૂધ વગેરે વિગઈ, શાક-ભાજી, કાચાં ફળો વગેરે અશન આહાર છે. (૨) પાનઃ- વાવ, તળાવ વગેરેનું પાણી, કાંજી (છાસની આશ), ઘઉં વગેરેનું ધોવણ, ચીભડા આદિની શ્રાદ્ધવિધિ ગ્રંથ જુઓ. પચ્ચખાણ ભાષ્યની ચોથી ગાથામાં ચાર ઉચ્ચાર સ્થાનો જણાવ્યાં છે. તેમાં નવકારશી અને પોરિસી–સાપોરિસીનો પચ્ચખાણ પાઠ૩ સૂર એમ સરખો જ હોવા છતાં ઉચ્ચાર સ્થાન ભિન્ન જણાવ્યાં છે. અહીં એવી સંભાવના કરી શકાય કે ભિન્ન ઉચ્ચારસ્થાન બતાવીને એ કહેવા માગે છે કે સૂર્યોદય પહેલાં નવકારશીનું પચ્ચખાણ ધાર્યું–કર્યું હોય તો નવકારશીનું પચ્ચખાણ પૂર્ણ થયા પછી પણ પોરિસી આદિનું પચ્ચખાણ કરી શકાય. પણ જો સૂર્યોદય પહેલાં પોરિસીનું પચ્ચખાણ ધાર્યું-ક્યું હોય તો પોરિસીનું પચ્ચખાણ પૂર્ણ થયા પહેલાં જ સાફપોરિસી આદિનું પચ્ચખાણ કરી શકાય, પૂર્ણ થયા પછી નહીં. તથા આવા બે ભેદ (નવકારશીનું પચ્ચખ્ખાણ સૂર્યોદય પહેલાં લીધું હોય તો નવકારશીનું પચ્ચખાણ પૂર્ણ થયા પછી પણ આગળનું પચ્ચશ્માણ કરી શકાય, અને સૂર્યોદય પહેલાં પોરિસીનું પચ્ચખાણ કર્યું હોય તો પોરિસીનું પચ્ચખાણ પૂર્ણ થયા પહેલાં જ આગળનું પચ્ચખાણ કરી શકાય એવા બે ભેદ) પાડવાનું કારણ પણ સહિષ્ણુ અને અસહિષ્ણુ એવા બે પ્રકારના જીવોને આશ્રયીને હોય એમ સંભવે છે. અસહિષ્ણુ જીવ પહેલાં નવકારશી ધારી-કરીને પછી આગળ વધવું હોય તો વધે. સહિષ્ણુ જીવ પહેલાં પોરિસી ધારી-કરીને આગળ વધવું હોય તો બતાવેલી મર્યાદા પ્રમાણે આગળ વધે. ટીપ્પણીમાં લખેલું આ લખાણ કોઇ ગ્રંથમાં વાંચવામાં આવ્યું નથી. “આવી સંભાવના હોઇ શકે છે.” એમ સંભાવનાની અપેક્ષાએ લખ્યું છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ 51 ) શ્રાદ્ધદિનકૃત્ય ચોથું યોગ દ્વાર અંદર રહેલાં પાણી કે એનું ધોવણ, મદિરા-આસવ વગેરે પાન આહાર છે. વિશેષ - તિવિહારના પચ્ચખાણવાળાને ધોવણ વગેરેનાં પાણી કહ્યું નહીં. પૂર આદિથી અમિશ્રિત શુદ્ધજળ કલ્પ. પૂર આદિ સ્વાદિમ વસ્તુથી મિશ્ર થયેલ પાણી દુવિહારમાં કહ્યું. (૩) ખાદિમ:-શેકેલાં ધાન્ય, શેકેલાં કઠોળ, પાકાં ફળો, મેવો વગેરે ખાદિમ આહાર છે. (૪) સ્વાદિમ-સુંઠ, મરી, પીપર, જીરૂ, અજમો, અજમોદ, જાયફળ, જાવંત્રી, તજ, તમાલપત્ર, એલચી, લવીંગ, કેશર, નાગકેશર, કસેલો, કાથો, ખરસાર, જેઠીમધ, કુઠ, વાવડીંગ, બીડલવણ, સંચળ, પાનની જડ, પીપળીમૂળ, ચણકબાવ, કચરો, મોથ, કાંટાળીઓ, પૂર, હરડે, બહેડા, સોપારી, પુષ્કરમૂળ, જવાસો, બાવચી, તુળસી, હિંગાષ્ટક, બાવળ, ધાવડી, ખેર અને ખાંડજો એ ચાર વૃક્ષોની છાલ તથા પાંદડાં વગેરે સ્વાદિમ છે. ટૂંકમાં સુંઠ વગેરે સર્વ પ્રકારના મસાલા અને જેમાં ખાંડ વગેરે ગળપણ (મીઠાશ) ન નાખી હોય તેવી સઘળી દવાઓ સ્વાદિમ ગણાય. કડવી દવાઓ અણાહારી ગણાય. વિશેષ નોંધઃ- સ્વાદિમ વસ્તુ તથા સ્વાદિમ વસ્તુવાળું પાણી દુવિહારમાં કહ્યું. વરિઆળી, સુવા અને કેરીની ગોટલી વગેરે ખાદિમ હોવાથી દુવિહારમાં વપરાતા નથી. જીરાનું પ્રવચન સારોદ્ધારમાં સ્વાદિમ કહ્યું છે, અને બૃહત્કલ્પની ટીકામાં તેને ખાદિમ કહ્યું છે. અજમો પણ ખાદિમ છે એમ કોઇ કહે છે. શાસ્ત્રોમાં મધ, ગોળ, સાકર, ખાંડ વગેરેને સ્વાદિમ કહેલ હોવા છતાં દુવિહારમાં વપરાતા નથી. સૂત્રમાં દ્રાક્ષનું પાણી વગેરેને તથા છાશ વગેરેને પાણીમાં ગણાવ્યા છે તો પણ તેતૃમિજનક હોવાથી તિવિહારમાં વાપરવાની આચરણા નથી. સ્ત્રી કે બાળક વગેરેને ચુંબન કરવાથી તિવિહાર-ચોવિહારનો ભંગ થાય, પણ દુવિહારનો ભંગ ન થાય. પચ્ચકખાણના પ્રકારો શ્રાવકે જેમ બને તેમ અધિક સમય પચ્ચખાણમાં રહેવું જોઇએ. એ પચ્ચખાણ શુદ્ધ બને એ માટે પચ્ચખાણના પ્રકારો સમજી લેવા જોઇએ. પચ્ચખ્ખાણના અનેક પ્રકારો છે. તે આ પ્રમાણે ૧. નવકારશી, ૨. પોરિસી, ૩. સાપોરિસી, ૪. પુરિમડું, ૫. અવઠ્ઠ, ૬. વિગઈ, ૭. નિવિ, ૮. આયંબિલ, ૯. બિયાસણું, ૧૦. એકાસણું, ૧૧. એકલઠાણું, ૧૨. પાણી, ૧૩. દેશાવગાશિક, ૧૪. અભિગ્રહ, ૧૫. ઉપવાસ વગેરે, ૧૬. દિવસચરિમ, ૧૭. પાણહાર. (૧-૫) નવકારશીથી અવઢ સુધીના પચ્ચખ્ખાણનો અર્થ કહેવાઇ ગયો છે. તેમાં વિશેષ આ પ્રમાણે છે– નવકારશીનું પ્રત્યાખ્યાન ચોવિહાર જ હોય. પોરિસી વગેરે ચોવિહાર અને તિવિહાર બંને પ્રકારે હોય. જેમકે કોઇને નવકારશીના પચ્ચખાણ સમયે ફક્ત પાણી વાપરવું છે, દૂધ વગેરે આહાર પોરિસીના પચ્ચસ્માણ સમયે વાપરવો છે, તો તે નવકારશી ચોવિહાર અને પોરિસી તિવિહાર એમ પચ્ચખાણ લઇ શકે છે. આનો અર્થ એ થયો કેનવકારશી સુધી ચારે આહારનો ત્યાગ. આથી નવકારશી સુધી પાણી પણ ન વાપરી શકાય. પોરિસી સુધી પાણી સિવાય ત્રણ આહારનો ત્યાગ. એટલે નવકારશી પછી પાણી વાપરી શકાય, પણ પોરિસી સુધી બાકીનો કોઇપણ પ્રકારનો આહાર ન વાપરી શકાય. એ જ રીતે પોરિસી ચોવિહાર અને સાપોરિસી તિવિહાર લઇ શકાય. કોઈને એકાસણાનું પચ્ચશ્માણ છે. હવે સપોરિસીના સમયે વાપરવા બેસવાનું છે. પણ પોરિસીના સમયે પાણી વાપરવું છે, આથી તે પોરિસી ચોવિહાર અને સાપોરિસી તિવિહાર એકાસણાનું પચ્ચખાણ લઈ Page #71 -------------------------------------------------------------------------- ________________ ચોથું યોગ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય શકે. અથવા પોરિસીના સમયે એકાસણું કરવા બેસવું હોય, પણ નવકારશીના સમયે પાણી વાપરવું હોય તો નવકારશી ચોવિહાર અને પોરિસી તિવિહાર એકાસણાનું પચ્ચક્ખાણ લઇ શકાય. કાળ પચ્ચક્ખાણ મુસિહિઅના પચ્ચક્ખાણ પૂર્વક જ કરવામાં આવે છે. માટે પચ્ચક્ખાણના આલાવામાં ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅ મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઈ એમ કાળ પચ્ચક્ખાણ પછી મુટ્ઠિસહિઅં બોલાય છે. (૬) વિગઈ – દસ પ્રકારની વિગઈઓમાંથી એક-બે વગેરે અમુક વિગઈઓનો ત્યાગ કરવો જોઇએ. વિગઈના દસ પ્રકાર વિગઈના પચ્ચક્ખાણને સમજવા માટે વિગઈનું સ્વરૂપ જાણવું જરૂરી છે. આત્મામાં જે વિકાર પેદા કરે તે વિગઈ. વિગઈ વધારે પ્રમાણમાં વાપરવાથી વિષયવાસના વધે છે અને શરીરમાં જડતા આવવાથી ધર્મક્રિયાઓમાં સ્ફૂર્તિ રહેતી નથી. ધર્મસાધનાનું ધ્યેય વાસનાથી છૂટવાનું છે. આથી સાધકે વિગઈઓનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવો જોઈએ. 52 દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા (તળેલું), મદિરા, મધ, માંસ, અને માખણ એમ દસ વિગઈઓ છે. આ દશ વિગઈઓમાં છેલ્લી ચાર (મદિરા, મધ, માંસ, માખણ એ ચાર) વિગઈઓ અભક્ષ્ય હોવાથી સર્વથા ત્યાજ્ય છે. શ્રાવકે આ ચાર વિગઈઓનો બિલ્કુલ ઉપયોગ ન કરવો જોઇએ. એ ચાર વિગઈઓ અભક્ષ્ય કેમ છે, તેનું સમાધાન બાવીસ અભક્ષ્યના વર્ણનમાં જણાવવામાં આવશે. દૂધ વગેરે છ વિગઈઓના કાચી અને પાકી એમ બે ભેદ છે. તે આ પ્રમાણે – (૧) દૂધ :- દૂધમાં ચોખા કે ચોખાનો લોટ વગેરે વસ્તુ યોગ્ય પ્રમાણમાં નાખીને અગ્નિમાં બરોબર પકાવવામાં આવે તો તે પાકી દૂધ વિગઈ ગણાય. જેમકે – દૂધપાક, ખીર વગેરે. કોઇ વસ્તુમાં થોડું દૂધ નાખ્યું હોય અને તે વસ્તુ અગ્નિમાં બરોબર પકાવી હોય તો તેમાં આવેલ દૂધ, પાકી દૂધ વિગઈ ગણાય. જેમ કે દૂધ નાખીને બનાવેલી રોટલી. કાચું દૂધ કે કોઇ વસ્તુ ભેળવ્યા વિના ગરમ કરેલું દૂધ કાચી દૂધ વિગઈ છે. આવું દૂધ ભાત આદિ સાથે વાપરવામાં આવે તો પણ કાચી દૂધ વિગઈ ગણાય. (૨) દહીં :- દહીંનું શ્રીખંડ વગેરે રીતે રૂપાંતર થઇ જાય તે પાકી દહીં વિગઈ. કોઇ વસ્તુમાં દહીં કે છાશ નાખીને તે વસ્તુને અગ્નિમાં બરોબર પકાવવામાં આવી હોય તો તે પણ પાકી દહીં વિગઈ છે. જેમકે દહીં નાખીને બનાવેલા થેપલા વગેરે. શાસ્ત્રમાં બતાવેલ પાંચ પાકી દહીં વિગઈ આ પ્રમાણે છે – 1 (૧) ઘોલ :- વસ્ત્રથી ગાળેલા દહીંને ઘોલ કહેવામાં આવે છે. (૨) ઘોલવડા :- વસ્ત્રથી ગાળેલા દહીં (=ઘોલ) સાથેનાં વડાં, અથવા દહીંનો ધોળ નાખીને બનાવેલા વડા, આને આજની ભાષામાં દહીંવડા કહેવામાં આવે છે. (૩) કરંબો :- દહીંમાં રાંધેલો ભાત વગેરે નાખીને બનાવેલ કરંબો. (૪) સલવણ :- દહીંમાં મીઠું વગેરે મસાલો નાખીને મંથન કરેલ દહીંને સલવણ કહેવામાં આવે છે. જેમકે રાયતું વગેરે. (૫) શિખરિણી :- દહીંમાં ખાંડ નાખી વસ્ત્રથી છણેલું દહીં તે શિખરિણી. આજની ભાષામાં આને શ્રીખંડ કહેવામાં આવે છે. એકલું દહીં કે માખણ કાઢ્યા વિનાની દહીંની છાશ કાચી દહીં વિગઈ છે. માખણ કાઢી નાખેલી વલોણાની Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 53 ) ચોથું યોગ દ્વાર છાશ કાચી કે પાકી કોઇ વિગઈ ગણાતી નથી. એટલે જેણે દહીંની કાચી-પાકી બંને વિગઈનો ત્યાગ કર્યો હોય તેને વલોણાની છાશ ખપી શકે. (૩) ઘી - દૂધની જેમ સમજી લેવું. (૪) તેલઃ- દૂધની જેમ સમજી લેવું. વિશેષ:- તલ, સરસવ, કસુંબી અને અળસી એ ચાર તેલ, તેલ વિગઈ છે. બાકીના તેલ તેલવિગઈન ગણાય. (૫) ગોળ:- દૂધની જેમ સમજી લેવું. વિશેષ:- ખાંડ-સાકર પાકી ગોળ વિગઈ છે. આથી કાચી-પાકી બંને પ્રકારની ગોળ વિગઈના ત્યાગીને ગોળ કે ખાંડ તથા ગોળ કે ખાંડ જેમાં નાખેલ હોય તે વસ્તુ ન ખપે. કાચી ગોળ વિગઈ ત્યાગ કરનારને ગોળ ન ખપે. કોઇ વસ્તુમાં ગોળ નાખીને તે વસ્તુ અગ્નિમાં બરોબર પકાવેલ હોય તો તે ખપે. જેમકે ગોળ નાખીને બનાવેલ શીરો કે લાપસી વગેરે તથા ખાંડ કે ખાંડવાળી વસ્તુ પણ ખપે. (૬) કડા (તળેલું) - તવી ઉપર અને ડાઇમાં એમ બે રીતે તળવામાં આવે છે. તવી ઉપર તેલકે ઘીના પોતાથી તળેલ દરેક વસ્તુ પાકી કડા વિગઈ છે. કડાઈમાં ઘણું તેલ કે ઘી નાખીને તળેલ પૂરીઓ વગેરેમાં પહેલા વણ ઘાણની (= પહેલા ત્રણ વખત તળેલી) પૂરીઓ વગેરે કાચી ડા વિગઈ છે. અને ત્યારબાદ પાકી કડા વિગઈ છે. વિશેષ:- તવીમાં સંપૂર્ણ સમાતા એક પુડલા વગેરેને તળી પછી એ જ ઘી-તેલમાં તળાયેલા બીજા પુડલા વગેરે પાકી કડા વિગઈ છે. (ઘી-તેલ નવું ઉમેર્યું હોય તો.) પહેલો પુડલો વગેરે કાચી ડા વિગઈ છે. આ પ્રમાણે વિગઈનું સ્વરૂપ જાણીને શ્રાવકે છ વિગઈમાંથી કોઇ એક બે વગેરે વિગઈનો ત્યાગ કરવો જોઈએ. અને એ માટે વિગઈનું પચ્ચખાણ લેવું જોઈએ. (૭) નીવિ- વિગઈઓ વગેરેથી રહિત આહાર એક વખતથી વધારે ન વાપરવો. (૮) આયંબિલ- બિસ્કુલ લુખો આહાર એક વખતથી વધારે ન વાપરવો. (૯) બિયાસણું- દિવસમાં બે વખતથી વધારે વખત આહાર ન વાપરવો. (૧૦) એકાસણું- દિવસમાં એક વખતથી વધારે વખત આહારનવાપરવો. (૧૧) એકલઠાણું–જે અંગોપાંગો ભોજન કરતાં શરૂઆતમાં જેવી રીતે (પલાંઠીવાળીને) રાખ્યાં હોય તેને ભોજનપૂર્ણ થતાં સુધી તેવી જ રીતે રાખીને એક વાર ભોજન કરવું તે એકલઠાણું. આમાં એક હાથ અને મુખ સિવાય કોઈ અંગ હલાવી શકાય નહીં. એકલઠાણું ચોવિહાર જ હોય. એકાસણું, નીવિ અને આયંબિલ એ ત્રણના તિવિહાર અને ચોવિહાર એમ બે ભેદ છે. જેમાં એક વખત આહાર વાપરીને ઊઠી ગયા પછી કે આહાર વાપરવા બેઠા પહેલાં પાણી વાપરી શકાય તે તિવિહાર. જેમાં એક વખત આહાર વાપરતી વખતે જ પાણી વાપરી શકાય તે ચોવિહાર એકાસણામાં લીલા શાકભાજી, ફળ, મેવો, વિગઈ વગેરે (અભક્ષ્ય સિવાયનું બધું જ વાપરી શકાય. નિવિ અને આયંબિલમાં લીલા શાકભાજી, ફળ, મેવો અને વિગઈન ખપે. નીવિ-આયંબિલમાં ભેદ – જેને વર્તમાનમાં લુખ્ખી નીવિ કહેવામાં આવે છે એવી નીલિમાં તલ, - સરસવ, કુસુંબી અને અળસીએ ચાર તેલથી અલ્પતેલથી વઘારેલા કઠોળનું શાક અને દાળ વગેરે સાધુને નીલિમાં ડા વિગઈને શાસ્ત્રમાં પક્વાન્ન વિગઈ કહેવામાં આવી છે. આમાં નવું તેલ કે ઘી ન ઉમેરવું જોઈએ. જો નવું તેલ કે ઘી ઉમેર્યું હોય તો નવેસરથી ગણતરી કરવી જોઈએ. Page #73 -------------------------------------------------------------------------- ________________ ચોથું યોગ દ્વાર (54) શ્રાદ્ધદિનકૃત્ય કલ્પી શકે, શ્રાવકને નકલ્પ, શ્રાવકને કોઈ પણ પ્રકારના વિગઈમાં ન ગણાતા હોય તેવા પણ) અલ્પ પણ તેલથી વઘારેલા કઠોળનું શાક અને દાળ વગેરે ન કલ્પે. તજ વગેરે મસાલો, વલોણાની છાશ અને વલોણાની છાશ નાખીને બનાવેલ ઢોકળા વગેરે કલ્પી શકે. આયંબિલમાં આ બધું ન લેવાય. તેમાં ફક્ત લુખો આહાર, બલવન (પાકું મીઠું) અને સૂંઠ વગેરે અમુક જ ચીજો ખપે. (૧૨) પાણી-ત્રણ ઉકાળાથી ગરમ કરેલું પાણી પીનારાએ પાણીનું પચ્ચખાણ લેવું જોઇએ. બિયાસણું, એકાસણું, નિવિ, આયંબિલ અને તિવિહાર ઉપવાસના પચ્ચખાણમાં તે તે પચ્ચખાણની સાથે જ પાણીનું પચ્ચખાણ આવી જાય છે. કારણકે તેમાં ગરમ પાણી જ વાપરવાનો નિયમ છે. પણ તે સિવાયના નવકારશી વગેરે પચ્ચશ્માણ કરનારાએ ગરમ પાણી પીવું હોય તો નવકારશી વગેરેના પચ્ચખાણની સાથે પાણીનું પણ પચ્ચખાણ લેવું જોઈએ. (૧૩) દેશાવગાશિક ચૌદ નિયમ ધારનારે દેશાવગાશિકનું પચ્ચશ્માણ લેવું જોઇએ. (૧૪) અભિગ્રહ - વિવિધ પ્રકારના નિયમો = અભિગ્રહો લઇને અભિગ્રહ પચ્ચશ્માણ કરવું જોઇએ. જેમ કે – રાત્રિભોજનનો ત્યાગ ન થઇ શકે તો, રાતે એક વખતથી વધારે વખત ભોજન નહિ કરું, અર્થાત્ એક વખત જમીને ઊડ્યા પછી કોઇ વસ્તુ મોઢામાં નહિ નાખું એમ અભિગ્રહ લઇ શકાય. ચૌદ નિયમન ધારી શકાય તો તેમાંથીદ્રવ્યની ધારણા કરી શકાય. અર્થાત્ આજે આટલા દ્રવ્યથી વધારે દ્રવ્ય નહીં વાપરું એમ નિયમ લઇ શકાય. દવાઆદિના કારણે બિયાસણું વગેરે નથઇ શકે તો દવા સિવાય અમુક વખતથી વધારે વખત ભોજન નહિ કરું એમ અભિગ્રહ લઇ શકાય. દીક્ષાનલેવાય ત્યાં સુધી અમુક વસ્તુનો ત્યાગ. આમ અનેક રીતે નિયમો લઈ શકાય. વિવિધ પ્રકારના નિયમોથી મન અને ઈન્દ્રિયો ઉપર કાબૂ આવે અને ઘણી કર્મનિર્જરા થાય. માટે જ ઉપદેશપદ વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે – “મોક્ષના અભિલાષીઓએ ક્ષણવાર પણ અભિગ્રહ વિના ન રહેવું જોઇએ. અને લીધેલા નિયમોનું બરોબર પાલન કરવું જોઇએ.” અહીં શ્રાદ્ધવિધિમાં બતાવેલા નિયમો આ પ્રમાણે છે– શ્રાવકને લેવા યોગ્ય નિયમો પ્રથમથી મિથ્યાત્વનો ત્યાગ કરવો, જૈન ધર્મને સત્ય માનવો, દરરોજ યથાશક્તિ ત્રણ વાર, બે વાર કે એક વાર જિનપૂજા કે ભગવંતનાં દર્શન કરવા અને આઠ થોયે કે ચાર થોપે ચૈત્યવંદન કરવા વિગેરેનો નિયમ લેવો. એવી રીતે કરીને, જો ગુરુનો સંયોગ હોય, તો તેમને બૃહસ્પંદન–લઘુવંદનથી વાંદરા અને ગુરુનો સંયોગ ન હોય, તો પણ પોતાના ધર્માચાર્ય (જેનાથી ધર્મનો બોધ થયેલો હોય) તેનું નામ દઇ દરરોજ વંદન કરવાનો નિયમ રાખવો. ચોમાસામાં, પાંચ પર્વમાં અષ્ટપ્રકારી પૂજા અથવા સ્નાત્રપૂજા કરવાનો, ચાવજીવદર વર્ષનવું અન્ન આવે તેનું નૈવેદ્યકરી, પ્રભુ આગળ ધરી પછીથી ખાવાનો, તેમજ દરવર્ષે જે નવાં ફળ-ફૂલ આવે, તે પ્રભુને ચડાવ્યા પછી વાપરવાનો નિયમ રાખવો. દરરોજ સોપારી બદામ વિગેરે ફળ (ચડાવવાનો), અષાઢી, કાર્તિકી અને ફાગણની પૂનમ તથા દીવાળી, પર્યુષણ વિગેરે મોટી પર્વતિથિમાં પ્રભુ આગળ અષ્ટમંગલિક (અક્ષતની ઢગલીઓ) કાઢવાનો નિરંતર પર્વતિથિમાં કે વર્ષમાં કેટલીકવાર દરેક મહિને ખાદિમ, સ્વાદિમાદિ ઉત્તમ વસ્તુઓ જિનરાજની પાસે ચડાવીને કે ગુરુને વહોરાવીને પછી જ ભોજન કરવાનો, દરમાસે કે દરવર્ષે કે દેરાસરની વર્ષગાઠે કે પ્રભુના જન્મકલ્યાણકાદિ દિવસે દેરાસરના મોટા આડંબર મહોત્સવ પૂર્વક ધ્વજા ચડાવવાનો, પ્રતિવર્ષે સ્નાત્ર પૂજા, અષ્ટપ્રકારી તથા મોટી પૂજા (અષ્ટોત્તરી પ્રમુખ) ભણાવવાનો, તેમજ રાત્રિ જાગરણ કરવાનો, નિરંતર કે ચોમાસામાં કેટલીકવાર દેરાસરમાં પ્રમાર્જન Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્યા 55 ચોથું યોગ દ્વાર કરાવવાનો, ચૂનો ઘોળાવવાનો તથા ચિત્રામણ કરાવવાનો, પ્રતિવર્ષે કે પ્રતિમાસે દેરાસરમાં અંગલુછણાં, દીવા માટે સુતરની કે રૂની પૂણી, દેરાસરના ગભારાની બહારના કામ માટે તેલ, ગભારાના અંદરના કામ માટે ઘી અને દીવા-ઢાંકણાં, પુંજણી, ધોતીયાં, અંતરાસણ, વાળાકુંચી, ચંદન, કેસર, અગર, અગરબત્તી વિગેરે કેટલીક વસ્તુઓ સર્વજનના સાધારણ ઉપયોગ માટે મૂકવાનો નિયમ કરવો. પૌષધશાળા-ઉપાશ્રયમાં કેટલાંક ધોતીયાં, બેશ, કટાસણાં, મુક્ષત્તિ, નવકારવાળી, ચરવળ, સુતર, કંદોરા, રૂ, કાંબળી પ્રમુખ મૂકવાનો, વરસાદના વખતે શ્રાવક વિગેરેને બેસવા માટે કેટલાક પાટ, પાટલા, બાજોઠ કરાવી પૌષધશાળામાં મૂક્વાનો, પ્રતિવર્ષે વસ્ત્ર-આભૂષણાદિથી કે વધારે ન બની શકે તો છેવટે સુતરની નવકારવાળીથી પણ સંઘપૂજા કરવાનો, પ્રતિવર્ષપ્રભાવના કરીને કે પોસાતીને જમાડીને કે કેટલાકશ્રાવકને જમાડીને યથાશક્તિ સાધર્મિક વાત્સલ્ય કરવાનો, કે પ્રતિવર્ષ દીનહીન દુ:ખીયા શ્રાવકને યથાશક્તિ ઉદ્ધરવાનો. દરરોજ કેટલાક લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનો, નવા જ્ઞાનનો અભ્યાસ કરવાનો કે તેમ ન બની શકે તો ત્રણસો આદિ ગાથાનો સ્વાધ્યાય કરવાનો, નિરંતર દિવસે નવકારસી આદિ અને રાત્રે દિવસચરિમ (તિવિહારચોવિહાર) વિગેરે પચ્ચશ્માણ કરવાનો, બેટાઇમના પ્રતિમણ કરવાનો, એ વિગેરે નિયમો શરૂમાં લેવા જોઈએ. (શ્રાદ્ધવિધિભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત) (૧૫) ઉપવાસ- ઉપવાસ એટલે આહારનો ત્યાગ. ઉપવાસના તિવિહાર અને ચોવિહાર એમ બે ભેદ છે. જેમાં સર્વ પ્રકારના આહારનો ત્યાગ તેચોવિહાર. જેમાં પાણી સિવાય સર્વ પ્રકારના આહારનો ત્યાગ તે તિવિહાર. ' (૧૬) દિવસચરિમ– દિવસના છેલ્લા ભાગે લેવાતું પચ્ચખાણ. આ પચ્ચખાણના ચોવિહાર, તિવિહાર અને દુવિહાર એમ ત્રણ ભેદ છે. જેમાં પાણી સિવાય ત્રણ પ્રકારના આહારનો ત્યાગ તેતિવિહાર. જેમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ તે ચોવિહાર. જેમાં પાણી અને સ્વાદિમ સિવાયના બે પ્રકારના આહારનો ત્યાગ તે દુવિહાર. જેણે તિવિહાર એકાસણાનું, નીવિનું કે આયંબિલનું પચ્ચખાણ કર્યું હોય તેણે એકાસણું વગેરે કરીને ઊઠતી વખતે દિવસચરિમંતિવિહારનું પચ્ચખાણ લેવું જોઇએ. આનો અર્થ એ છે કે હવે મારે પાણી સિવાય ત્રણે - આહારનો (આવતીકાલનાસૂર્યોદય સુધી) ત્યાગ છે. પછી સાંજે પાણીનો પણ ત્યાગ કરવા પાણહારનું પચ્ચશ્માણ લેવું જોઈએ. જેણે એકાસણું, નીવિકે આયંબિલ ઠામ ચોવિહાર કર્યું હોય તેણે એકાસણું વગેરે કરીને ઊઠતી વખતે દિવસચરિમ ચોવિહારનું પચ્ચખાણ લેવું જોઈએ. આનો અર્થ એ છે કે હવે મારે ચારે આહારનો (આવતી કાલના સૂર્યોદય સુધી) ત્યાગ છે. નવકારશી વગેરે છૂટું પચ્ચખાણ કરનારે સાંજના સૂર્યાસ્ત પહેલાં ચોવિહાર, તિવિહાર અને દુવિહાર એ ત્રણમાંથી કોઇ એક પચ્ચખ્ખાણ કરવું જોઈએ. જો રાતના પાણી ન વાપરવું હોય તો ચોવિહારનું, પાણી વાપરવું હોય તો તિવિહારનું, અને દવાદિના કારણે સ્વાદિમ આહારનો ઉપયોગ કરવાનો હોય તો દુવિહારનું પચ્ચશ્માણ લેવું જોઈએ. (૧૭) પાણહાર-એકાસણું, બિયાસણું, આયંબિલ, નીવિઅને તિવિહાર ઉપવાસ કરનારાએ સાંજે પાણહારનું પચ્ચખાણ લેવું જોઈએ. દુવિહાર-તિવિહાર-ચોવિહાર સંબંધી માહિતી નવકારશી . મુનિ-શ્રાવક બંનેને ચોવિહાર હોય. પહેલાં એકાસણું વગેરે તિવિહાર ક્યું હોય, પણ જો ઊઠતી વખતે હવે મારે પાણી વાપરવું નથી એવી ભાવના થાય તો પણ ચોવિહાર લઈ શકાય. Page #75 -------------------------------------------------------------------------- ________________ 56 ચોથું યોગ દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય મુ પોરિસી, સાપોરિસી, મુનિને તિવિહાર – ચોવિહાર (ગાઢ કારણે દુવિહાર) હોય. Lપુરિમ-અવઢ ! શ્રાવકને તિવિહાર - ચોવિહાર (કારણે દુવિહાર) હોય. એકાસન, બિયાસન -r મુનિને તિવિહાર, ચોવિહાર (ગાઢ કારણે દુવિહાર) 1 શ્રાવકને ચોવિહાર, તિવિહાર (કારણે દુવિહાર) હોય. એકલઠાણું - મુનિ-શ્રાવક બંનેને ચોવિહાર હોય. આયંબિલ, ઉપવાસ - મુનિ-શ્રાવક બંનેને તિવિહાર–ચોવિહાર હોય. નીવિ . મુનિ-શ્રાવક બંનેને તિવિહાર -ચોવિહાર હોય. અપવાદે દુવિહાર પણ હોય. રાપ્રિત્યાખ્યાન - મુનિને ચોવિહાર, શ્રાવકને દુવિહાર, તિવિહાર, ચોવિહાર હોય. અણાહારી વસ્તુઓ પ્રસંગાનુસાર અણાહારી તરીકે વપરાતી વસ્તુઓ જણાવીએ છીએ. તેમાં લીમડાનાં (લિંબોળી–પાનછાલ-મૂળ અને ફૂલ મહોર) પાંચેય અંગો, ગળો, કડુ-કરીઆતું, અતિવિષની કળી, ચીડ (તેલીઆ દેવદારનું લાકડું), સૂકડી (સુખડ), રાખ (દરેક ભસ્મો), હળદર, રોહિણી (સરોહિણી નામની ઔષધિ), વજ, ઉપલેટ, ત્રિફલા (હરડે, બહેડાં અને આમળાં ત્રણેયનું સરખે ભાગે કરેલું ચૂર્ણ), તથા અન્ય આચાર્યોના મતે બાવળની છાલ પણ અણાહારી છે; તે ઉપરાંત ધમાસો, નાહી, આસંધી (આસન), રિંગણી (ભોંયરિંગણી તથા ઉભીરિંગણી), એળિયો, ગુગળ, હરડેદળ, વણિી (?), તથા બોરડી-કંધેર અને કેરડો એ દરેકનાં મૂળિયાં, jઆડ, મજીઠ, બોળ (હીરાબોળ), બીઓ (કમરકસનું લાકડું), કુંઅર, ચિત્રક (નાં મૂળિયાં) અને કુન્દર (ધૂપમાં નાખવામાં આવે છે તે), વગેરે વસ્તુઓ, કે જેનો સ્વાદ અનિષ્ટ (ખરાબ) હોય તેવી વસ્તુઓ ચોવિહાર પચ્ચશ્માણમાં પણ રોગાદિ આપત્તિ પ્રસંગે અણાહારી તરીકે કલ્પ છે. આ સિવાય પણ અન્ય ગ્રંથોમાં અણાહારી વસ્તુ આ પ્રમાણે બતાવી છે – અગર, અફીણ, આકડાનું પંચાંગ, અંબર, ઈન્દ્રવરણાનું મૂળ, કરેણની જડ, કસ્તુરી, કાથો, ખરસાર, ખેરનું મૂળ તથા છાલ, ગૌમૂત્ર, ચીમેડ, ચુનો, જરદો, જવખાર, ઝેરી ગોટલી, ટંકણખાર, ડાભડાનું મૂળ, તગર, તમાકુ, થોરના મૂળ, દાડમની છાલ, નિર્મળી, પાનની જડ, ફટકડી, બુચકણ, બેડાની છાલ, બોરડીની છાલ, મલયાગરૂ, મરેઠી, વખમો, વડગુંદા, સુરોખાર, સાજીખાર, હિમજ, હરડાની છાલ, હીરાબોળ વિગેરેને અણાહારીમાં ગણેલાં છે. કેટલાકો તો કેસર, ખારો, ચોપચીની, ઝેરી કોપરું વિગેરેને પણ અણાહારી કહે છે. પરંતુ તેનો અણાહારી તરીકે ઉપયોગ કરવો વ્યાજબી જણાતો નથી. અહીં પ્રસંગોપાત તપસ્વીઓના ઉપકારાર્થે અણાહારી વસ્તુઓના કેટલાક ગુણો વૈદ્યોના અભિપ્રાય પ્રમાણે જણાવવામાં આવે છે. - સચિત્તના ત્યાગવાળા અચિત્ત અણહારી દવા વાપરી શકે, પણ સચિત્ત અણાહારી દવા નવાપરી શકે. જેમકે- લીલો લીમડો ન વાપરી શકે, સુકો લીમડો વાપરી શકે. એ રીતે અન્ય વસ્તુઓમાં પણ સમજી લેવું. અણાહારી વસ્તુના ગુણો (૧) અગર-તૃષા અને મૂચ્છને દૂર કરનાર, શીતળતથા વાઈ-અપસ્મારમાં ગુણકારક. (૨) અફીણउपवासाचामाम्ल निर्विकृतिकानि प्रायस्त्रिचतुर्विधाहाराणि, अपवादात् तु निर्विकृतिकानि पोरुष्यादि च द्विविधाहारमपि स्यात् । અણાહારી વસ્તુ પણ પાણી સાથે લેવાથી કે તેનો સ્વાદ જ્યાં સુધી મુખમાં હોય ત્યાં સુધી પાણી વાપરવાથી આહારી ગણાય છે, તેમજ ખાસ આપત્તિ સિવાય સહજ કારણે તે વાપરવી ઉચિત નથી, અણાહારી વસ્તુ પણ અભ્યાસને યોગે વારંવાર લેવાથી પચ્ચકખાણ ભાંગે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (57) ચોથું યોગ દ્વાર ગ્રાહી, પીડોપશામક, ઊંઘ લાવનાર તથા પરસેવો વાળનાર. (૩) અફીણ સાથે કેસર - કોલેરાને શાન્ત કરનાર, (૪) આસંધ (ઘોડા આસન)- ગ્રાહી, દમ, ઉધરસમાં લાભકારક અને પૌષ્ટિક. (૫) એળીઓ- રેચક, ઋતુ લાવનાર તથા જ્વરનાશક. (૬) આકડાનું પંચાંગ - વાતહર, કફન્ન, વામક અને પરસેવો લાવનાર. (૭) અંબર- વાયુહર, તરસ, મુંઝવણતથા પગનીગોડ શાન્તકરનાર અને પૌષ્ટિક. (૮) અતિવિષની કળી-જ્વરઘ્ન, કટુ, પૌષ્ટિક અને ગ્રાહી. (૯) ઈન્દ્રવરણાનું મૂળ-રેચક, અજીર્ણ-આમદોષ અને પિત્તનાશક. (૧૦) ઉપલેટનું લાકડું વાતહર, તૃષા-ઊલટીશામક તથા ઉષ્ણ. (૧૧) કરેણની જડ-જ્વરઘ્ન તથા મસ્તકશૂળને શાન્ત કરનાર (૧૨) કરીઆતું- જ્વરઘ્ન, સારક અને અરુચિ મટાડનાર. (૧૩) કસ્તુરી-અંગનું ખેંચાણ-આંચકી-વાયુતૃષા-ઊલટી તથા શોષનો નાશ કરનાર. (૧૪) કડુ - સારક, પાચક અને જ્વરઘ્ન. (૧૫) *કુંઆર - અપચો મટાડનાર, રેચક, ગુલ્મઘ્ન, પિત્તનાશક અને બરોલને શમાવનાર. (૧૬) *કેસર - કંઠરોગ-મસ્તકશૂળ અને ઊલટીને મટાડનાર, શીતળ, સ્તંભક અને પૌષ્ટિક (૧૭) કુંદર - ઉષ્ણ, કફઘ્ન, રક્ત-અતિસારશામક, જ્વરઘ્ન અને સ્વદલ. (૧૮) કાથો - દાંતમાંથી નીકળતા લોહીને અટકાવનાર, સ્તંભન અને શીતળ. (૧૯) કેરડાના મૂળ- રૂચિકારક, શૂળષ્મ અને વાતહર, (૨૦) ખારો- પેટનો દુઃખાવો શમાવનાર. (૨૧) ખેરસાર - કફઘ્ન, દાંતને હિતકારી તથા ખાંસી મટાડનાર. (૨૨) ખેરના ઝાડનાં મૂળ તથા છાલ રક્તશોધક. (૨૩) ગુગળવાતપ્ન તથા સોજો ઉતારનાર, (૨૪) ગળો-જ્વરઘ્ન, શીતળ, પિત્તશામક, મૂત્રલ, તૃષા-દાહ તથા ભ્રમનાશક, (૨૫) ગૌમૂત્ર-મૂત્રલ, સારક, મળાવરોધ તથા પેટના રોગને મટાડનાર, રેચક તથા ચામડીને હિતકારી. (૨૬) ચિત્રકનાં મૂળ- ઉષ્ણ, પેટના દર્દને શમાવનાર, દીપન, પાચક અને વાતહર, (૨૭) ચીમેડ-વાતહર, પૌષ્ટિક અને નેત્રને હિતકારી, (૨૮) ચીડ- (તેલીઆ દેવદારનું કાષ્ટ) – મૂત્રશોધક, મળાવરોધ-આફરો-હેડકી અને મૂચ્છમટાડનાર, વાયુહર, દીપન અને પાચક. (૨૯) સુનો શીળસ અને અજીર્ણમાંહિતકર. (૩૦) *ચોપચીનીતૃષાહર, મુંઝવણ હરનાર, પૌષ્ટિક અને વાતોપશામક. (૩૧) જરદો (તમાકુનો ભૂકો) – કફઘ્ન, વાતાનુલોમન અને વાતહર, (૩૨) જવખાર મૂત્રલ, ઉષ્ણ, દીપન અને પાચન. (૩૩) ઝેરી ગોટલી- જ્વરઘ્ન અને તૃષા ઉપશામક. (૩૪) *ઝેરી કોપરું-પૌષ્ટિક, જ્વરઘ્ન, અપચો-ઝાડા અને ચૂંકને મટાડનાર. (૩૫) ટંકણખારમૂત્રલ, ઋતુ લાવનાર તથાણ લાવનાર. (૩૬) ડાભનું મૂળ- બસ્તીશૂળ, ઊલટી અને વાયુહરનાર, રક્તસ્તંભક અને તૃમિકારક. (૩૭) તગર- ઊલટીશામક. (૩૮) તમાકુ (કોઇ મેળવણી વિનાની ખાવાની કે સુંઘવાની) – સ્નાયુની શિથિલતા અને હીસ્ટ્રીયા શમાવનાર તથા બંધાયેલા દાંત છોડનાર. (૩૯) ત્રિફળા-સારક, પિત્તશામક અને દાહ-તૃષા તથા મુંઝવણને શમાવનાર. (૪૦) થોરનું મૂળ- ઊંઘ દૂર કરનાર અને ગુલ્મશોધક. (૪૧) દાડમની છાલ- ખાંસી, કફ અને પિત્તને શમાવનાર તથા ગ્રાહી. (૪૨) ધમાસો- મૂત્રલ અને ઉલ્ટી, ખાંસી, તાવ, દાહ તથા હેડકીને રોકનાર. (૪૩) નિર્મળી- મૂત્રલ, શૂળ અને ગોળાને શમાવનાર તથા રુચિકર. (૪૪) નઈકંદ- વમન કરનાર અને સર્પનું ઝેર ઉતારનાર. (૪૫) પાનની જડ- વાતહર, ઉષ્ણ, રુચિકારક અને મોળ મટાડનાર. (૪૬) jઆડનાં બીજ- જ્વરનાશક અને ચામડીના રોગ મટાડનાર. (૪૭) ફટકડી - ગ્રાહી અને રક્તશોધક (૪૮) બુચકણ (મુચકણ-પીસ્તાનાં ફૂલ)- પિત્તની ઊલટી મટાડનાર, વાયુથી થતો માથાનો દુખાવો શમાવનાર અને તૃષાશામક. (૪૯) બેડાની છાલ-ખાંસી અને કફનાશક તથા શીતળ. (૫૦) બોરડીની છાલ' શ્રમનાશક, શોષનાશક, શામક અને ગ્રાહી. (૫૧) બોરડીનું મૂળ- જ્વરઘ્ન અને કફ-પિત્તનાશક. (૧૨) બાવળની છાલ રક્ત અતિસાર-અતિસાર અને ખાંસી મટાડનાર, (૫૩) બીઓ (મરકસનું લાડું)રક્તપિત્તનાશક, રક્તસ્તંભક અને ગ્રાહી. (૫૪) બોળ (એળીયાની જાત)- સારક, આર્તવ અને શોધક. Page #77 -------------------------------------------------------------------------- ________________ ચોથું યોગ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય (૫૫) ભોરિંગણી (ભોયરીંગણી)– જ્વરઘ્ન, પડખાનું શૂળ–દમ-ખાંસી અને હૃદયરોગને નાશ કરનાર. (૫૬) મલયાગરૂ- તૃષા, દાહ તથા જ્વરનાશક, અને રક્તપિત્તનાશક. (૫૭) મજીઠ- શૂળ, અર્શ, રક્ત અતિસાર અને પિત્તનાશક. (૫૮) મરેઠી- ગળાનો સોજો, મ્હોં આવવું અને ઉધરસ મટાડનાર. (૫૯) રાખ (સર્વ જાતની)– દાંત સાફ કરવા માટે. (૬૦) રોહની છાલ- વાતહર, પૌષ્ટિક અને શોધક. (૬૧) લીમડાંનું પંચાંગ- પૌષ્ટિક, પિત્તશામક, જ્વરઘ્ન, ઊલટી શમાવનાર, શીતળ, તૃષાહર અને મુંઝવણનાશક. (૬૨) વખમો - પેટનો દુ:ખાવો તથા આફરો મટાડનાર, ભેદક અને વાતહર. (૬૩) *વડગુંઠા- ગ્રાહી, અતિસાર અને કોલેરામાં ઉપયોગી. (૬૪) વજ- ગ્રાહી, ગળાનો શોષ-કફ અને મળાવરોધ દૂર કરનાર. (૬૫) સુરોખાર- મૂત્રલ, સ્વેદલ અને શીતળ. (૬૬) સાજીખાર- વાયુહર, દીપન અને પાચન. (૬૭) સુખડ- શીતળ અને પિત્તશામક. (૬૮) હળદર- અપચો મટાડનાર, કફઘ્ન અને પૌષ્ટિક. (૬૯) હીમજ- તૃષા અને મુંઝવણ દૂર કરનાર તથા રેચક. (૭૦) હરડેની છાલઆયુ:વર્ધક, સારક, શોધક અને રસાયણ. (૭૧) હીરાબોળ- રક્તાતિસાર, કફઘ્ન, ઉષ્ણ અને આર્તવમાં ઉપયોગી. 58 રોગનું યથાયોગ્ય નિદાન થયા પછી આવશ્યકતાનુસાર ઉપર લખેલ અણાહારી ચીજોનાં ઉપયોગથી બે લાભ થાય છે. એક તો અનેક અભક્ષ્ય ઔષધોથી બચી શકાય છે અને બીજું તપશ્ચર્યા કે અંગીકાર કરેલા વ્રતનિયમાદિનું પાલન કરી શકાય છે. * સ્ટારની નિશાનીવાળી વસ્તુઓ અણાહારી તરીકે ઉપયોગ કરતાં પહેલાં ગીતાર્થ ગુરુની અનુમતિ મેળવવી જરૂરી છે. આ નોંધ શ્રી ‘જૈન સત્ય પ્રકાશ – વર્ષ ૧૧ અંક ૧ માંથી લીધી છે. પચ્ચક્ખાણનાં પાંચ ઉચ્ચારસ્થાનો પચ્ચક્ખાણનાં ઉચ્ચારસ્થાનો પાંચ છે. પહેલા સ્થાનમાંનમુક્કારસહિઅં આદિ પાંચ કાળ પચ્ચક્ખાણો તથા ‘અંગુટ્ઠસહિઅં’ આદિ આઠ સંકેત પચ્ચક્ખાણો આવે છે. આ નમુક્કારસહિઅં આદિ કે અંગુટ્ઠસહિઅં આદિ પહેલા ઉચ્ચારસ્થાનનાં પચ્ચક્ખાણો પ્રાય: ચારેય પ્રકારના આહારના ત્યાગ રૂપ હોય છે. આ પહેલું ઉચ્ચારસ્થાન જાણવું. બીજા ઉચ્ચારસ્થાનમાં વિગઈ, નિર્વિંગઈ અને આયંબિલનાં પચ્ચક્ખાણો આવે છે, તેમાં વિગઈનું પચ્ચક્ખાણ ભક્ષ્ય છ વિગઈઓ પૈકી એકેયનો ત્યાગ ન કર્યો હોય, તો પણ પ્રાય: અભક્ષ્ય ચાર મહાવિગઈઓનો ત્યાગ કરવાથી પણ સર્વેને કરી શકાય છે. ત્રીજા ઉચ્ચારસ્થાનમાં એકાસણું-બિઆસણું–એકલઠાણું એ પચ્ચક્ખાણો તિવિહાર કે ચોવિહારપૂર્વક અપાય છે, એટલે કે – એકાસણું વિગેરે કર્યા પછી પાણી સિવાય ત્રણ આહારનો કે પાણી સાથે ચારેય આહારનો ત્યાગ કરવાના પચ્ચક્ખાણ સાથે થઇ શકે છે. ચોથા ઉચ્ચારસ્થાનમાં ‘પાળH’ વિગેરે પાઠથી સચિત્ત પાણીનો ત્યાગ કરવા રૂપ પચ્ચક્ખાણ આપી શકાય છે. પાંચમા ઉચ્ચારસ્થાનમાં પહેલેથી નિશ્ચિત કરેલા ‘સચિત્ત દ્રવ્યો વિગેરેના સંક્ષેપ રૂપ’ ચૌદ નિયમને અંગે દેશાવગાસિક વ્રતનું પચ્ચક્ખાણ અપાય છે. આ પાંચ ઉચ્ચારસ્થાનો જેમાં ભોજન કરવાનું હોય તે પચ્ચક્ખાણને અંગે જાણવાં. ઉપવાસ કે ષષ્ઠભક્ત વિગેરે તપ કરનારને તો ઉચ્ચારસ્થાન ચાર હોય છે. તેમાં પહેલા સ્થાનમાં અભક્તાર્થ (ઉપવાસ) ના પાઠનો ઉચ્ચાર, બીજા સ્થાનમાં (તિવિહાર ઉપવાસવાળાને) પાણહાર (સાથે પોરિસી આદિ) પચ્ચક્ખાણના પાઠનો ઉચ્ચાર, ત્રીજા સ્થાનમાં સચિત્ત પાણીના ત્યાગ રૂપ ‘પાળસ્સ’ વિગેરે પાઠનો ઉચ્ચાર અને ચોથા સ્થાનમાં દેશાવગાસિક વ્રત (ચૌદ નિયમ) ના પચ્ચક્ખાણનો ઉચ્ચાર કરવામાં આવે છે. (અહીં ૨૨મી ગાથા પૂર્ણ થઈ.) (૨૨) પચ્ચક્ખાણભાષ્યની ગા. ૮ માં તો ઉપવાસના પચ્ચક્ખાણવાળાને પણ સાંજના પાણહાર (ચોવિહાર) ના પચ્ચક્ખાણ સાથે પાંચ ઉચ્ચારસ્થાનો કહ્યાં છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 59 ) પાંચમું ચૈત્યવંદન દ્વાર (૫) ચૈત્યવંદન દ્વાર तसाइजीवरहीए, भूमीभागे विसुद्धए । फासुएणं तु नीरेणं, इयरेण गलिएण उ ॥२३॥ दारं ५॥ काऊणं विहिणा ण्हाणं, सेयवत्थनियंसणो । मुहकोसंतु काऊणं, गिहबिंबाणि पमज्जए ॥२४॥ પાંચમું “ચૈત્યવંદન” દ્વાર કહે છે– ત્રસાદિ જીવોથી રહિત અને વિશુદ્ધભૂમિમાં, પ્રાસુક પાણીથી, તેના અભાવમાં સચિત્ત પણ ગાળેલા પાણીથી, વિધિપૂર્વક સ્નાન કરીને પવિત્ર અને શ્વેત બે વસ્ત્રો પહેરીને, મુખકોશ કરીને, ગૃહમંદિરમાં મોરપીંછીથી બિંબોનું પ્રમાર્જન કરે. ત્રસાદ જીવોથી રહિત = કીડીના નગરા અને પંચવર્ણી નીલકૂલ વગેરે જીવોથી અસંસક્ત. વિશુદ્ધ = ઊંચાણ, નીચાણ અને પોલાણ આદિ દોષોથી અદૂષિત. વિધિપૂર્વક = પરિમિત પાણીનો ઉપયોગ, ઉડતા જીવો પાણીમાં ન પડે તેનો ઉપયોગ વગેરે વિધિથી. મુખકોશ કરીને = વસ્ત્રના છેડાના આઠ પડ કરીને તેનાથી મુખ અને નાકના ધાસનો વિરોધ કરીને. પૂજા સંબંધી વિવેચન (૧) પૂજા માટે સ્નાનનો વિધિ (૧) સ્થળ - જ્યાં કીડીઓ, નીલકૂલ, શેવાલ, કુંથુઆ વગેરે જીવો ન હોય, જ્યાં ભૂમિ વિષમ ન હોય, અર્થાત્ ખાડા-ટેકરાવાળી ન હોય, જ્યાં જમીનમાં પોલાણ નહોય, જ્યાં પાણી સૂર્યના તાપથી જલદી સુકાઈ જાય, એવા સ્થળ ઉપર સ્નાન કરવું જોઈએ. (૨) પાણીનું સ્વરૂપ - અચિત્તકે સચિત્ત ગાળેલા પાણીથી સ્નાન કરવું જોઈએ. (૩) પાણીનું માપ - પરિમિત પાણીથી સ્નાન કરવું જોઈએ. (૪) યતના - ઉડતા જીવો પાણીમાં પડીને મરીન જાય તેની કાળજી રાખવી. ગરમ પાણીમાં ઠંડુ પાણી ન નાખવું. તેમ કરવાથી ઠંડા પાણીના જીવોની હિંસા થાય, કારણ કે ગરમપાણી ઠંડા પાણીનું શસ્ત્ર છે. (૫) સ્નાન ક્યાં પછી શુદ્ધ વસ્ત્રથી શરીર લૂછવું. શરીરની શુદ્ધિ માટે સ્નાન કરવામાં આવે છે. હવે જો શરીરને લૂછવાનું વસ્ત્ર અશુદ્ધ હોય, અત્યંત મેલું હોય તો તેનાથી શરીર લુછતાં શરીર પણ મેલું થાય. ઘણા સ્થળે મંદિરોમાં અંગ લુછવાનાં સામુદાયિક વસ્ત્રો રાખેલાં હોય છે. પણ તે અતિશય મેલાં રહેતાં હોય છે. આ બરોબર નથી. (૬) પૂજાનાં કપડાં સિવાયના સૂકા વસ્ત્રથી સ્નાનથી ભીંજાયેલું વસ્ત્ર બદલવું. (૭) પછી પૂજાનાં કપડાં પહેરવાં. ૧. અહીં સ્નાન વિધિમાં જેવું સ્થળ બતાવ્યું છે તેવા સ્થળમાં સ્નાન કરનારા બહુ જ થોડા હશે. કારણકે આજે શહેરોમાં જમીનની તંગીના કારણે એવાં સ્થળો મળવા દુર્લભ છે. કદાચ મળે તો પણ તેવા જ સ્થળમાં સ્નાન Page #79 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ચૈત્યવંદન દ્વાર 60. શ્રાદ્ધદિનકૃત્ય. કરવું એવી કાળજીવાળા વિરલા હોય. પૂર્વે શ્રાવકો વાડામાં કે ફળિયામાં ખુલ્લી જગ્યામાં સ્નાન કરતા હતા, જેથી તે પાણી જલદી સૂકાઈ જતું હતું અને નીલ-ફૂલ થતી ન હતી. આજે કોઈ કોઈ શ્રાવક ઘરે પરાતમાં પરિમિત પાણીથી સ્નાન કરીને પાણીને બહાર જયણાપૂર્વક પરઠવે છે. ૨. શ્રાવકે કોઈ પણ કામમાં ગાળ્યા વિનાનું પાણી નહિ વાપરવું જોઈએ. દરેક કામમાં ગળેલા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ ન બને તો પણ કમમાં કમ જિનપૂજા માટે સ્નાન કરવામાં તો અવશ્ય ગાળેલું પાણી વાપરવું જોઈએ. ૩. સ્નાનમાં પાણી શરીરશુદ્ધિ થાય તેટલું જ વાપરવું જોઈએ. પણ આજે મોટાભાગે સ્નાનમાં પાણીનું માપ જ રહ્યું નથી, કારણ કે નળની સગવડ થઇ ગઇ છે. દુનિયા ભલે ગમે તેમ વર્તે, પણ શ્રાવકે પોતાના ધર્મપ્રમાણે વર્તવું જોઈએ. શ્રાવકનું વર્તન દુનિયાથી અલગ હોય. એટલે લોકો પાણીનો ભલે ગમે તેમ દુરુપયોગ કરે, પણ શ્રાવકે પાણીનો સ્નાન વગેરે દરેક કાર્યમાં જરાય દુરુપયોગ ન કરવો જોઇએ. વીતરાગદેવે પાણીને જીવસ્વરૂપ કહ્યું છે. પાણીના એકટીપામાં અસંખ્ય જીવો છે. પાણીના એક બિંદુમાં રહેલા જીવો જો સરસવ જેટલું શરીર ધારણ કરે તો એક લાખ યોજનના વિસ્તારવાળા આખા જંબુદ્વીપમાં ન માય. આનાથી પાણીના એક બિંદુમાં કેટલા બધા અસંખ્ય જીવો છે તેનો આછો ખ્યાલ આવી જાય છે. આજના વૈજ્ઞાનિકોએ પણ એક પાણીના બિંદુમાં અગણિત જીવો છે, એમ સિદ્ધ કરી આપ્યું છે. પણ એમાં ઘણો તફાવત છે. વૈજ્ઞાનિકોએ પાણીના એક બિંદુમાં અપકાય સિવાયના બીજા ત્રસ જીવો અગણિત છે, એમ સિદ્ધ કરી આપ્યું છે. જ્યારે તીર્થકરોએ તો ખુદ પાણીના એક બિંદુમાં અગણિત જીવો જણાવ્યા છે. આથી શ્રાવકે પાણીનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઇએ. શ્રાવકે ઘીથી પણ પાણીની કિંમત અધિક સમજવી જોઇએ. કારણ કે ઘી અચિત્ત છે, જ્યારે પાણી સચિત્ત છે. જેટલી કાળજીથી ઘીનો ઉપયોગ થાય તેનાથી અધિક કાળજીથી પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પૂજામાં કેવાં વસ્ત્રોન વપરાય સાંધેલાં, બળેલાં, ફાટેલાં, બીજાએ પહેરેલાં, મલિન થયેલાં, પસીનાથી દુર્ગંધવાળાં થયેલાં, જેનાથી ઝાડો-પેશાબ, મૈથુન, ભોજન વગેરે કર્યું હોય તેવાં વસ્ત્રો પૂજામાં નવપરાય. પૂજાનાં વસ્ત્રોની શુદ્ધિ માટે રાખવાની કાળજી (૧) ચાલુ વાપરવાનાં કપડાં અને પૂજાનાં કપડાં અલગ રાખવા. બંને ભેગાન રાખવા. ચાલુ વાપરવાના કપડાં ધોયેલાં સ્વચ્છ હોય તો ભેગા રાખવામાં બાધ જણાતો નથી. (૨) પૂજાનાં કપડાં ભૂમિ ઉપર કે મલિન વસ્તુ ઉપર ન મૂકવાં. (૩) પૂજાનાં કપડાં પહેર્યા પછી પૂજા સિવાય બીજા કોઈ કામ ન કરવા જોઈએ. પૂજા થઈ ગયા પછી તુરત પૂજાનાંપડાં બદલી નાખવા જોઈએ. પૂજાનાંપડાં પહેરીને વ્યાખ્યાન સાંભળવું, બહુ સમય બીજાની સાથે વાતો કરવી, વગેરે ઉચિત નથી. (૪) પૂજાનાં કપડાંથી શરીરનો પસીનો, ભીનાં હાથ, કેસરની વાટકી વગેરે નલૂછવું. (૫) પૂજાના કપડામાં ફૂલ, બદામ, ચોખા, ફળ વગેરે કંઈ લેવું નહિ. કયા રંગનાં વસ્ત્રો વાપરવાં પૂજામાં મુખ્યતયા અતિશય ઉત્તમ સફેદ વસ્ત્રો વાપરવાં જોઈએ. પૂજામાં રંગ કરતાંય ઉત્તમતાની મહત્તા છે. જે વસ્ત્રો ઉત્તમ હોય તે વસ્ત્રો વાપરવાં જોઈએ. એટલે પીળાં-રાતાં વગેરે પણ જો ઉત્તમ હોય તો વાપરવામાં ફાટી ગયા પછી સાંધેલા કે બેટડા જોડીને સાંધેલા એમ બંને પ્રકારે સાંધેલાં કપડાં પૂજામાં ન વપરાય. Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 61 ) પાંચમું ચૈત્યવંદન દ્વાર વાંધો નથી. આમ છતાં જો સફેદ વસ્ત્રો ઉત્તમ મળતાં હોય તો તેવાપરવા એ વધારે યોગ્ય છે. સફેદ વસ્ત્રો પણ જેમ વધારે સફૅદ તેમ વધારે શ્રેષ્ઠ ગણાય. - શેમાંથી બનેલાં વસ્ત્રો વાપરવાં રેશમ, સૂતર અને શણ વગેરેમાંથી બનેલાં વસ્ત્રો વાપરી શકાય. પણ પોતાની શક્તિ પ્રમાણે જે વધારે ઉત્તમ હોય તે વાપરવાં. પૂજા માટે કેટલાં વસ્ત્રો પહેરવા જોઈએ પૂજા માટે પુરુષે ધોતિયું અને ખેસ એમ બે વસ્ત્રો પહેરવા જોઇએ. ખેસના છેડાના આઠ પડ કરીને મુખનાક બંધાય તેમ મુખકોશ બાંધવો. પેટ ખુલ્લું ન રહે તે રીતે ખેસ પહેરવો. સ્ત્રીઓએ સાડી વગેરે ત્રણ વસ્ત્રો પહેરવાં જોઇએ, અને અંગો બરાબર ઢંકાઈ એ રીતે વસ્ત્રો પહેરવાં જોઈએ. સ્ત્રીએ રૂમાલથી મુખકોશ બાંધવો. આજે મોટા છોકરાઓ અને યુવાનો ચડ્ડી, પાટલૂન, ખમીસ વગેરે પહેરીને તથા મોટી છોકરીઓ અને યુવતિઓ ફોક વગેરે ડ્રેસ પહેરીને પૂજા કરે છે તે ઉચિત નથી. જેવી રીતે સૈનિકદળ, પોલીસખાતું, સ્કુલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલની નર્સો, બેન્ડવાળા વગેરેનો યુનિફોર્મ ( ગણવેશ) ફીક્સ હોય છે તે રીતે પૂજામાં પણ મહાપુરુષોએ ફીક્સ કરેલા વેશમાં જ પૂજા કરવી જોઈએ. મુખકોશ ખેસના છેડાના આઠ પડ કરીને મુખ-નાક બંધાય તેમ મુખકોશ બાંધવો. જેથી દુર્ગધી શ્વાસ અને થુંક વગેરે પ્રભુને ન લાગે. પ્રભુપૂજા આદર પૂર્વક કરવી જોઇએ. આદર પૂર્વક કરેલી પૂજા ફળે છે. મુખકોશ બાંધવાથી પ્રભુ પ્રત્યે આદર વ્યક્ત થાય છે. લોકોમાં પણ દેખાય છે કે જે સેવકો પોતાના સ્વામી રાજા આદિનું કાર્ય આદરથી કરે છે તો સેવકોને સેવાનું ફળ મળે છે. આથી જ પૂર્વે હજામ (વાણંદ) આઠપડવાળા વસ્ત્રથી મુખબાંધીને રાજાની હજામત વગેરે સેવા કરતા હતાં. જો નાના દેશના માલિક રાજા વગેરેની પણ આ રીતે આદરથી સેવા કરવામાં આવે તો જ ફળ મળે તો ત્રણભુવનના નાથ એવા જિનેશ્વરની તો સુતરાં આદર પૂર્વક સેવા કરવામાં આવે તો જ ફળે. અપવાદ-નાસિકા બાંધવાથી અસમાધિથતી હોય તો નાસિકા બાંધ્યા વિના પણ પૂજા કરે. બિમાર કે સુકુમાર શરીરવાળા માટે આ એક અપવાદ છે. અપવાદ એટલે સંકટ સમયની સાંકળ. તેનો નછૂટકે જ ઉપયોગ કરવો જોઇએ. આથી મુખકોશ બાંધવાથી થોડી તકલીફ થતી હોય તો પણ તે તકલીફ સહન થઇ શકતી હોય તો મુખકોશ બાંધીને જ પૂજા કરવી જોઇએ. “મુખકોશ બાંધ્યા વિના પણ પૂજા થઇ શકે એવું જાણીને અનિવાર્ય કારણ વિના મુખકોશ બાંધ્યા વિના પૂજા કરનાર વિરાધનાનો ભાગી બને છે. - મૂર્તિ પૂજામાં હિંસા-અહિંસાની વિચારણા જો કે પૂજા કરવામાં છ કાયના જીવોની હિંસા વગેરે અલ્પ વિરાધના થાય છે તો પણ કૂવાના દષ્ટાંતથી શ્રાવકે દ્રવ્યસ્તવ (પૂજા) કરવો એ યોગ્ય છે. કૂવો ખોદવામાં શરીર કાદવથી ખરડાઈ જાય છે, કપડાં મેલાં થાય છે, શ્રેમ-સુધા-તૃષા વગેરેનું દુ:ખ વેઠવું પડે છે, પણ કૂવો ખોદાયા પછી તેમાંથી પાણી નીકળતાં તૃષા આદિ દૂર થવાથી સ્વ-પરને લાભ થાય છે. જેમ કૂવો ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણામે લાભ થવાથી કૂવો ખોદવાની પ્રવૃત્તિ લાભકારી બને છે, તેમ જિનપૂજા માટે સ્નાનાદિ કરવામાં પ્રારંભમાં હિંસા રૂપ સામાન્ય દોષ લાગવા છતાં પછી પૂજાથી થયેલ શુભ ભાવો દ્વારા વિશિષ્ટ અશુભ કર્મોની નિર્જરા અને પુણ્યબંધ થતો હોવાથી પરિણામે લાભ થવાથી સ્નાનાદિની પ્રવૃત્તિ લાભકારી છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ચૈત્યવંદન દ્વાર . ( 62 ) શ્રાદ્ધદિનકૃત્ય હિંસા-અહિંસાના ત્રણ પ્રકાર આજે કેટલાક હિંસાના નામે મૂર્તિપૂજાનો વિરોધ કરે છે એ યોગ્ય નથી. જો સૂક્ષ્મદષ્ટિથી હિંસા અને અહિંસાને સમજવામાં આવે તો સ્પષ્ટ ખ્યાલમાં આવી જાય કે મૂર્તિપૂજામાં વાસ્તવિક હિંસા નથી. અહિંસાના અને હિંસાના હેતુ, સ્વરૂપ અને અનુબંધ એમ ત્રણ પ્રકાર છે. હેતુ અહિંસા - જયણા રાખવી, એટલે કે જીવન મરે તેની કાળજી રાખવી (=ઉપયોગ રાખવો) એ હેતુ અહિંસા છે. હેતુ હિંસા - જયણાન રાખવી, એટલે કે જીવો મરે તેની કાળજી ન રાખવી (=ઉપયોગ ન રાખવો) એ હેતુ હિંસા છે. હેતુ એટલે કારણ. હિંસાનું મુખ્ય કારણ અજયણા છે. જીવો ન મરે તેની કાળજી ન રાખવી એ અજયણા છે. સ્વરૂપ અહિંસા - જીવો ન મરે કે જીવોને દુ:ખ ન થાય તે સ્વરૂપ અહિંસા. સ્વરૂપ હિંસા - જીવો મરેકે જીવોને દુઃખ થાય તે સ્વરૂપ હિંસા. અનુબંધ અહિંસા - અનુબંધ એટલે પરિણામ. જે પ્રવૃત્તિથી પરિણામે અહિંસા થાય તે અનુબંધ અહિંસા. અનુબંધ હિંસાઃ- જે પ્રવૃત્તિથી પરિણામે હિંસા થાય, જેનું ફળ હિંસા હોય, તે અનુબંધ હિંસા. હેતુ હિંસા અને હેતુ અહિંસામાં મારાથી જીવહિંસા ન થઇ જાય તેની કાળજી (=તેનો ઉપયોગી છે કે નહિ તેની મુખ્યતા છે. સ્વરૂપ હિંસા અને સ્વરૂપ અહિંસામાં જીવો મર્યા છે કે નહિ તેની મુખ્યતા છે. અનુબંધ હિંસા અને અનુબંધ અહિંસામાં ધ્યેયની મુખ્યતા છે. એટલે અહિંસાનું પાલન કરવામાં ધ્યેય શું છે અને થઇ રહેલી હિંસામાં ધ્યેય શું છે તેની મુખ્યતા છે. આ ત્રણ પ્રકારની હિંસામાં હેતુ હિંસા અને અનુબંધ હિંસા પારમાર્થિક હિંસા છે. તેમાં પણ અનુબંધહિંસા મુખ્ય હિંસા છે. હવે ત્રણ પ્રકારની હિંસા અને અહિંસામાં કોને કેટલી અને કેવી રીતે હિંસા અને અહિંસા હોય તે વિચારીએ. (૧) જેના અંતરમાં અહિંસાના ભાવ નથી, તેવો જીવ ઉપયોગ વિના ચાલે અને જીવ મરી જાય તો તેને ત્રણ પ્રકારની હિંસા લાગે. અંતરમાં અહિંસાના ભાવ ન હોવાથી અનુબંધ હિંસા લાગે. ઉપયોગ વિના ચાલવાથી હેતુ હિંસા લાગે. જીવ મર્યા હોવાથી સ્વરૂપહિંસા પણ લાગે. (૨) જો અહીં જીવ ન મરે તો સ્વરૂપહિંસા સિવાય બે પ્રકારની હિંસા લાગે. સંસારમાં રહેલા લગભગ બધા જ જીવોને ક્યારેક ત્રણ પ્રકારની તો ક્યારેક બે પ્રકારની હિંસા લાગ્યા કરે છે. (૩) હવે જો તે જીવ (જેના અંતરમાં અહિંસાના ભાવ નથી તે) ઉપયોગ પૂર્વક ચાલે અને જીવન મરે તો તેને એક જ અનુબંધ હિંસા લાગે. યેયના આધારે હિંસા-અહિંસાના ભાવનો નિર્ણય થાય પ્રશ્ન:- અંતરમાં અહિંસાના ભાવ ન હોય છતાં મારાથી જીવો ન મરે તેવા ઉપયોગ પૂર્વક ચાલે એ શી રીતે બને? મારાથી જીવો ન મરે તેવો ઉપયોગ જ સૂચવે છે કે અંતરમાં અહિંસાના ભાવ છે. ઉત્તર :- આ વિષયને બહુ સૂક્ષ્મદષ્ટિથી સમજવાની જરૂર છે. મારાથી જીવો ન મરે એવા ઉપયોગ Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (63). પાંચમું ચૈત્યવંદન દ્વાર માત્રથી અહિંસાના પરિણામ છે એ નક્કી ન થાય. અહિંસાના પરિણામ છે કે નહિ તે જાણવા અહિંસાનું પાલન શા માટે કરે છે તે જાણવું જોઈએ. જેના અંતરમાં અહિંસાના પાલનમાં મોક્ષનો કે સ્વકર્તવ્યપાલનનો આશય હોય તેના જ અંતરમાં અહિંસાના પરિણામ હોય. જેના અંતરમાં અહિંસાના પાલનમાં ઉક્ત આશયનહોય, કિન્તુઅન્ય કોઇ ભૌતિક આશય હોય, તે જીવ ઉપયોગ પૂર્વક ચાલતો હોય છતાં તેનામાં અહિંસાના પરિણામ ન હોય. બગલો પાણીમાં અને પારધિ જમીન ઉપર જરાય અવાજ ન થાય તેવા ઉપયોગ પૂર્વક ચાલે છે. પણ તેના અંતરમાં અહિંસાના પરિણામ નથી. અભવ્ય જીવો ચારિત્રનું પાલન સુંદર કરે છે. મારાથી કોઇ જીવ મરી ન જાય તેની બહુ કાળજી રાખે છે. દરેક પ્રવૃત્તિ ઉપયોગ પૂર્વક કરે છે. છતાં તેમાં અહિંસાના પરિણામ નથી. કારણકે તેનું ધ્યેય ખોટું છે. ચારિત્રના પાલનથી (=અહિંસાના પાલનથી) તેને સંસારનાં સુખો જોઇએ છે. સંસારસુખ માટે જે જીવો અહિંસાનું પાલન કરે તેમને સંસારનાં સુખો મળે અને પરિણામે તે જીવો વધારે પાપકરનારા બને એથી પરિણામે હિંસાવધે. આથી સંસારસુખની પ્રાપ્તિ વગેરે દુન્યવી આશયથી અહિંસાનું પાલન કરનાર જીવો ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરે અને કોઈ જીવ ન મરે એથી તેમને હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા હોય, પણ અનુબંધ અહિંસા ન હોય. આવી હતુ અહિંસાથી હિંસા વધવા દ્વારા દુ:ખ વધે. (૪) જેના અંતરમાં અહિંસાના પરિણામ થયા છે તે મુનિ વગેરે જીવો ઉપયોગ પૂર્વક ચાલે અને જીવો ન મરે તો તેમને ત્રણ પ્રકારની અહિંસા હોય છે. ત્રણમાંથી એક પણ પ્રકારની હિંસા નહોય. (૫) હવે જો (જેના અંતરમાં અહિંસાના પરિણામ છે) તે જીવ ઉપયોગ પૂર્વક ચાલે છતાં જીવ મરી જાય ત્યારે તેને હેતુ અને અનુબંધ એ બે અહિંસા હોય, પણ સ્વરૂપ અહિંસા નહોય. અંતરમાં અહિંસાના પરિણામ છે માટે અનુબંધ અહિંસા છે. ઉપયોગ પૂર્વક ચાલે છે માટે હેતુ અહિંસા છે. જીવ મરી જવાથી સ્વરૂપથી = બાહ્યથી હિંસા થઈ હોવાથી સ્વરૂપ અહિંસા નથી. (૬) હવે જો તે જીવ પ્રમાદના કારણે ઉપયોગ પૂર્વકન ચાલે, છતાં જીવન મરે તો અનુબંધ અને સ્વરૂપ એ બે અહિંસા હોય. પણ હતુ અહિંસાનહોય,કારણકે હિંસાનો હેતુ ( કારણ) પ્રમાદ રહેલો છે. આ જીવમાં અપ્રમાદ . નથી, પ્રમાદ છે. (૭) હવે જો તે જીવ ઉપયોગપૂર્વકન ચાલે અને જીવ મરી જાય તો તેને સ્વરૂપ અને હેતુ એ બે અહિંસાન હોય, પણ અનુબંધ અહિંસા હોય. કારણ કે પ્રમાદ થઇ જવા છતાં અને જીવ મરી જવા છતાં અંતરમાં પરિણામ તો અહિંસાના જ છે. પ્રશ્ન:- ઉપયોગપૂર્વક ચાલે છતાં જીવો મરી જાય એ કેવી રીતે બને? ઉત્તર:- ઉડતા પતંગિયા વગેરે જીવો સહસા પગ નીચે આવી જાય ત્યારે અથવા સાધુ નદી ઉતરતા હોય વગેરે પ્રસંગે આવું બને. અહીં અનુબંધ અહિંસા હોય. જે જીવ જિનવચન પ્રત્યે શ્રદ્ધાળુ બનીને મોક્ષના આશયથી યતના પૂર્વક જિનપૂજા કરે તેને માત્ર સ્વરૂપ હિંસા લાગે, હેતુ કે અનુબંધ હિંસા ન લાગે. હવે જો યતના વિના જિનપૂજા કરે તો હતુ અને સ્વરૂપ એ બંને હિંસા લાગે. પણ અનુબંધ હિંસા ન જ લાગે. કારણ કે હિંસાના ભાવ નથી, ભાવ તો જિનપૂજાના જ છે. પુષ્પાદિથી જિનપૂજા કરતી વખતે જીવોને સામાન્ય કિલામણા વગેરે હિંસા થવા છતાં પૂજકને પુષ્પાદિકના જીવો પ્રત્યે હિંસક ભાવ ન હોય, કિંતુ દયાભાવ હોય. Page #83 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ચૈત્યવંદન દ્વાર ( 64) શ્રાદ્ધદિનકૃત્ય યતનાથી જિપૂજા કરનારને હિંસાનો અનુબંધ થતો નથી, અહિંસાનો અનુબંધ થાય છે, આ વિષે અધ્યાત્મસારમાં કહ્યું છે કે सतामस्यास्कस्याश्चिद् यतनाभक्तिशालिनाम् । अनुबन्धो ह्यहिंसाया जिनपूजादिकर्मणि ॥ “યતનાપૂર્વક કરાતી જિનભક્તિથી શોભતા સત્પષોના જિનપૂજાદિ કાર્યોમાં થતી હિંસાથી અહિંસાનો અનુબંધ થાય છે = હિંસાથી પણ અહિંસાનું ફળ મળે છે.” साधूनामप्रमत्तानां सा चाहिंसानुबन्धिनी । हिंसानुबन्धविच्छेदाद् गुणोत्कर्षो यतस्ततः ।। “અપ્રમત્તમુનિઓની નદી ઉતરવા વગેરેની ક્યિામાં થતી હિંસા અહિંસાનો અનુબંધ કરાવે છે. તેવી હિંસાથી હિંસાના અનુબંધનો વિચ્છેદ થઈ જતો હોવાથી (અપ્રતિબદ્ધવિહાર વગેરે) ગુણોની વૃદ્ધિ થાય છે.” જો આ પ્રમાણે હિંસા-અહિંસાના પ્રકારો ન સમજે અને કેવળ બાહ્ય અહિંસા જ જોવામાં આવે તો મુનિ પણ અહિંસકન બની શકે. કારણકે સૂક્ષ્મ હિંસાતો મુનિને પણ લાગે છે. જીવ વીતરાગ બને છે (=સર્વજ્ઞ બને છે) ત્યાર પછી પણ મોક્ષમાં ન જાય ત્યાં સુધી સૂક્ષ્મ હિંસા ચાલુ હોય. જો બાહ્યથી કોઇ પણ જાતની હિંસા ન થાય તો અહિંસક ભાવ આવે એમ માનવામાં આવે તો એકેન્દ્રિય જીવો બાહ્યથી કોઇ હિંસા કરતા નથી. તેથી તે જીવો અહિંસક બનવા જોઇએ. પણ તેમ નથી. માટે હિંસા-અહિંસામાં ભાવની (2ધ્યેયની અને પરિણામની) પ્રધાનતા છે. જિનપૂજામાં સામાન્ય હિંસા થવા છતાં તેનાથી પરિણામે લાભ થાય છે. આ વિષયને શાસ્ત્રમાં કૂવાના દષ્ટાંતથી સમજાવવામાં આવ્યો છે. કૂવાના દષ્ટાંતની ઘટના પૂર્વે પૃ કર માં સમજાવવામાં આવી છે. વ્યવહારમાં પણ જે પ્રવૃત્તિમાં થોડું નુકસાન હોવા છતાં અધિક લાભ હોય તો તે પ્રવૃત્તિ કરવા જેવી મનાય છે. લોકો કરે પણ છે. લોકો જ્યારે વેપાર કરે છે ત્યારે પહેલાં વ્યય કરવો પડે છે. છતાં લોકો પૈસા ગુમાવી દીધા એમ માનતા નથી. કારણ કે જેલો વ્યય થાય તેનાથી અધિક લાભ ભવિષ્યમાં થવાનો છે. તેમ જિનપૂજાથી પણ પરિણામે સર્વથા હિંસાથી નિવૃત્તિ થાય છે. ચેત્ય શબ્દનો અર્થ મૂર્તિપૂજાનો નિષેધ કરનારાઓ પૌષધશાળા વગેરે બનાવે છે, બીજા ગામ આદિમાં રહેલા મુનિઓને વંદન કરવા વાહનનો ઉપયોગ કરે છે, સાધર્મિક ભક્તિ માટે રસોડું વગેરે કરે છે. આમાં પણ હિંસા તો થાય છે. મૂર્તિપૂજાના નિષેધકો શાસ્ત્રમાં જિનમૂર્તિ કે જિનમંદિરના અર્થમાં આવતા ચૈત્ય શબ્દનો જ્ઞાનકે સાધુઅર્થ કરે છે તે બરોબર નથી. ચૈત્ય શબ્દનો અર્થ જિનમંદિર કે જિનમૂર્તિ થાય છે. અથવા ભગવાન જે (અશોક) વૃક્ષ નીચે બેસીને દેશના આપે છે તે વૃક્ષને ચૈત્ય કહેવામાં આવે છે. આથી જ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે સ્વરચિત શબ્દકોષમાં કહ્યું છે કેચૈત્યો નિનોનસ્તવિખ્ત, ચૈત્યો વિનમાતર:” ચૈત્ય શબ્દ જિનમંદિર કે જિનમૂર્તિ અર્થમાં છે. જે વૃક્ષની નીચે બેસીને ભગવાન ધર્મદેશના આપે છે, તે (અશોક) વૃક્ષને પણ ચૈત્ય કહેવામાં આવે છે. જિનપૂજાથી થતા લાભો (૧) જેટલો સમય જિનપૂજા થાય તેટલો સમય પાપોથી બચી જવાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (65) પાંચમું ચૈત્યવંદન દ્વાર (૨) આત્મામાં સુંદર ભાવો જાગે છે. એથી અશુભ કર્મોની નિર્જરા થવા સાથે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. અશુભ કર્મોની નિર્જરાથી સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી વિશિષ્ટ ભૌતિક સુખોની અને ધર્મસામગ્રીની પ્રાપ્તિ થાય છે. (૩) ભવિષ્યમાં ચારિત્રની પ્રાપ્તિથી સર્વથા સંસારના આરંભોથી નિવૃત્તિ થાય છે. (૪) બીજા જીવોને ધર્મ પમાડી શકાય છે. (૫) મન પ્રસન્ન રહે છે. (અહીં ૨૩-૨૪ ગાથા પૂર્ણ થઈ.) (૨૩-૨૪) गंधोदएण न्हावित्ता, जिणे तेलोक्कबंधवे । गोसीसचंदणाईहिं, विलिंपित्ता य पूयए ॥२५॥ पुप्फेहिं गंधेहिं सुगंधिएहिं, धूवेहिं दीवेहि य अक्खएहिं । नाणाफलेहिं च घएहिं निच्चं, पाणीयपुन्नेहिं य भायणेहिं ॥२६॥ પૂજાની વિધિને કહે છે ગાથાર્થ - જેમાં ઘણી સુગંધ હોય તેવા કેશર વગેરે પદાર્થોને ભેળવીને સુગંધી બનાવેલા પાણીથી ત્રિલોકબંધુ જિનેશ્વરોનો અભિષેક કરીને, ગોશીષચંદન અને પૂર આદિથી વિલેપન કરીને, સુગંધી અને તાજાં પુષ્પોથી, સુગંધી વાસક્ષેપથી, કૃષ્ણાગર વગેરે સુગંધી ધૂપથી, દીપકથી, શાલિચોખા વગેરે અક્ષતોથી, બીજોરું વગેરે વિવિધ ફળોથી, ઘીથી, સર્વપ્રકારના નૈવેદ્યથી, નિર્મલ પાણીથી ભરેલાં શંખ વગેરે પાત્રોથી દરરોજ જિનોની પૂજા કરે. વિવેચન પૂજામાં પાણી લેવું જોઈએ? (૧) પાણીના ટાંકાઓમાં શુભ નક્ષત્રમાં સંગ્રહેલું વર્ષાદનું પાણી. (૨) તે શક્ય ન બને તો નદીના વીરડાનું પાણી. (૩) તે શક્ય ન બને તો કૂવાનું પાણી. (૪) તે શક્ય ન બને તો બીજું કોઇ પણ સ્વચ્છ પાણી. અંગલુછણાં અંગે માહિતી અંગલૂછણાં સ્વચ્છ, પવિત્ર, સફેદ અને સુકોમળ તેમજ અખંડ (ફાટેલાં કેકાણાં વગરના) હોવા જોઈએ. અંગલુછણાને સ્વચ્છથાળમાં જ મૂક્વા જોઈએ. તેને પબાસણની જમીન ઉપર પણ મૂકાય નહીં. તેને આપણા શરીરનો અને વસ્ત્રોનો સ્પર્શ બિલકુલ થવા દેવાય નહીં. ધોયા પહેલાં, ધોતી વખતે અને ધોયા પછી ક્યારેય અંગ લૂછણાંને પાટલૂછણાનો સ્પર્શ થવાદેવાય નહી. બંનેને અલગ જ રાખવા જોઈએ, અલગ જ ધોવાં જોઈએ, અને અલગજ સુક્વવાં જોઈએ. સુકાઈ ગયા પછી ગડી કરીને પણ અલગ જ રાખવાં જોઈએ. લોકોનાં શરીર-વસ્ત્રોનો સ્પર્શથાય તેવા જવા-આવવાના માર્ગમાં અંગલુછણાં સુકાવાય નહિ. અંગલૂછણાં Page #85 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ચૈત્યવંદન દ્વાર 66 ) શ્રાદ્ધદિનકૃત્ય સુકવવાની દોરી પણ શુદ્ધ હોવી જોઈએ. તેને પણ વારંવાર ધોવી જોઈએ. પવનથી ઊડીને જમીન ઉપર પડી ગયેલાં અંગલુછણાં વપરાય નહીં. ધોવા માટેનાં જંગલૂછણાને પણ થાળમાં જ મૂકવા જોઈએ. જંગલુછણાં ધોવા માટેનું સ્થાન પણ પવિત્ર અને અલગ હોવું જોઈએ. ત્યાં જંગલૂછણાં ધોતાં પહેલાં એ જમીનને સારી રીતે ધોઈને સાફ કરવી જોઈએ. સુકાયેલાં અંગલૂછણાને થાળમાં જ ભેગાં કરવાં જોઈએ. એની ગડી પણ એને થાળમાં રાખીને કરવી જોઈએ. પૂજા માટે પુષ્પો કેવાં જોઈએ? (૧) પુષ્પો તાજાં તે જ દિવસે ચૂટેલાં હોવા જોઇએ. (૨) પુષ્પો બગીચા વગેરેમાંથી જાતે લાવવાં, અગર પોતાના વિશ્વાસુ માણસ પાસે મંગાવવા. સ્નાન કરી પૂજાનાં વસ્ત્રો પહેરી આઠ પડો મુખકોશ બાંધીને પુષ્પોનાં ઝાડ પાસે જાય. પછી મોરપીંછીથી પુષ્પોને પૂજે, જેથી કુંથુઆ વગેરે જીવો ઉડી જાય કે ખસી જાય. પછી પુષ્પો ચૂંટીને ચંગેરીમાં (છાબડીમાં) રાખે. (૩) લાવતી વખતે પુષ્પોને પવિત્ર વસ્ત્ર વગેરેથી ઢાંકવા. જેથી તેમાં કોઇ અપવિત્ર વસ્તુ ન પડે. (૪) લાવતી વખતે પુષ્પોને છાતી જેટલા ઉપર રાખવાં, અર્થાત્ છાતીથી નીચે ન રાખવાં. (૫) માળી પાસેથી કે ફૂલો વેચવાવાળા પાસેથી વેચાતાં ફૂલો લેનારે ફૂલો વાસી છે કે નહિ વગેરે બાબતની ચોક્કસાઈ કરી લેવી જોઇએ, અન્યથા ગમે તેવાં પુષ્પોથી જિનપૂજા કરવાથી આશાતના થવાનો સંભવ ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાં ૧૮૫ મા વ્યાખ્યાનમાં પુષ્પો લાવવાનો વિધિ નીચે પ્રમાણે બતાવ્યો છે. પુષ્પાદિ લાવવાનો વિધિ पुष्पादि-सर्वसामग्री, मेलनीयाच॑नक्षणे । अन्तर्दयापरस्तीर्थ-नाथभक्तिभराञ्चितः ॥ શ્રી તીર્થકરની ભક્તિના ભારથી શોભિત એવા શ્રાવકે અંતરમાં દયાના પરિણામ પૂર્વક જિનપૂજાના અવસરે પુષ્પાદિક સર્વસામગ્રી મેળવવી.” શાસ્ત્રમાં કહ્યું છે કે જે પુષ્પ, પત્રકે ફળ હાથમાંથી પડી ગયેલું, પૃથ્વી પર પડેલું, પગે ચંપાયેલું, માથા ઉપર ધરેલું, ખરાબ પડામાં લીધેલું, નાભિની નીચે રાખેલું, દુષ્ટ લોકોએ અડકેલું, ઘણા જળથી હણાયેલું અને કીડાએ દૂષિત કરેલું હોય તેવું પુષ્પ શ્રાવકોએ જિનપૂજા માટે વાપરવું નહિ. આ ઉપરાંત એક પુષ્પના બે ભાગ કરવા નહિ. પુષ્પની કળી પણ છેદવી નહિ, કારણકે કળી છેદવાથી કે ભાંગવાથી હત્યાનું પાપ લાગે છે. ___ आमसूत्रतन्तुभिः शिथीलग्रन्थिना गुन्थनीयो हारः ।। કાચા સૂત્રના તંતુઓથી ઢીલી ગાંઠથી હાર બનાવવો. પંચપરમેષ્ઠિના ગુણનું સ્મરણ કરતાં એકસોને આઠ પુષ્પનો હાર ગૂંથવો અથવા તૈયાર કરાવવો, અથવા જિનેશ્વર ભગવંતના ૧૦૦૮ લક્ષણની સંખ્યા સંભારીને એક હજારને આઠ પુષ્પનો હાર કરવો અથવા વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકર, ત્રણ ચોવીશીના બોતેર તીર્થકર, વિહરમાન વીશ તીર્થકર, ઉત્કૃષ્ટ કાળે વિચરતા એકસોને સીત્તેર તીર્થકર, પાંચ ભરત ને પાંચ ઐરાવત એ દશ Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 67) પાંચમું ચૈત્યવંદન દ્વાર ક્ષેત્રની દશ ચોવીશીના બસો ચાલીસ જિનેશ્વર અથવાવણકાળની ત્રણ ત્રણ ચોવીશી ગ્રહણ કરવા માટે ત્રણ ગણા કરતા સાતસોને વીસ સંખ્યા થાય. તે બધાને યાદ કરતાં કરતાં પુષ્પોનો હાર ગૂંથવો. આમ અનેકવિધ પ્રમાણે જિનેશ્વર ભગવંતનું સ્મરણ કરતાં કરતાં હાર ગૂંથવો. હાર ન ગૂંથી શકાય અને છુટાં ફૂલ મૂકવા હોય તો ભગવંતના આઠ અંગ ઉપર આઠ પ્રકારનાં કર્મના નામોચ્ચારપૂર્વક તેતે કર્મોના અભાવની યાચના કરવી અને અંગ ઉપર પુષ્પ મૂક્વા અને નવમા અંગ ઉપર નવમા તત્ત્વની-મોક્ષની માંગણી કરતાં નવમું પુષ્પ ચડાવવું. પુષ્પના સંદર્ભમાં કોઈ શંકા કરે કે –“માણસની આંગળી કાપવાથી તેને પીડા થાય છે, દુ:ખથાય છે, તેમ વૃક્ષનું અંગ પુષ્પ છે. એ પુષ્પને તોડવાથી વૃક્ષને પણ પીડા અને દુ:ખ થાય, તો એમ વૃક્ષને દુ:ખ આપવાથી મહાદોષ લાગે છે. આથી પુષ્પનો ઉપયોગ જિનપૂજા માટે યોગ્ય નથી.” આ શંકાનું સમાધાન કરતા ગુરુભગવંત કહે છે કે –“માળી બાગમાંથી ફૂલ તેની આજીવિકા માટે ચૂંટે છે. અને વિધિપૂર્વક પુષ્પ લાવે છે. કિંમત ચુકવીને પુષ્પ લેવામાં શ્રાવકોને દોષ લાગતો નથી. કારણ કે તે જીવોની દયાના હેતુથી ખરીદવામાં આવે છે. માળી પાસેથી ફૂલ ખરીદતાં શ્રાવક વિચારે છે કે – માળી પાસેથી હું ફૂલ નહિ લઉં તો તે કોઈ મિથ્યાત્વી એ ફૂલોને લઈને હોમકુંડમાં હોમશે, એમ થશે તો હોમકુંડમાં પડતાં જ ફૂલોના જીવ તુરત જ બળીને ખાખ થઇ જશે, માળી પાસેથી કોઇ વિલાસીકે વ્યભિચારી પણ ફૂલ ખરીદીને લઇ જશે, આવો માણસ તે ફૂલનો હાર કે ગુચ્છો બનાવશે. અને તે હાર કે ફૂલતે તેની કોઇ રખાત, વેશ્યા, પરસ્ત્રીને આપશે. એમ પણ બને કે તે ફૂલોની શય્યા કરે અને એ શય્યા ઉપર તે વિલાસમાં આળોટે અને કોઈ સ્ત્રીના કંઠમાંકે અંબોડામાં ફૂલને જોઇ શુભ ભાવનાથવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેથી અશુભ વિચારો આવતાં પાપબંધ જ થવાનો છે. - આથી શ્રાવક આ સમયે વિચારે છે કે “માળી પાસેથી બીજો કોઇ ફૂલ લઇ જઇને અધર્મ આચરે તેના કરતાં એ ફૂલો ખરીદીને હું તેનો ધર્મ નિમિત્તે ઉપયોગ કરું તે જ ઠીક છે. બકરો કસાઇના હાથમાં જાય એ જોઇ રહેવામાં જે દોષ છે તે દોષ મને આ ફૂલન ખરીદવામાં લાગે છે. આથી ઉપેક્ષાક્ય વિના મારે એ ફૂલ ખરીદી લેવા જોઇએ અને - તેને જિનેશ્વર ભગવંતના અંગો પર ચડાવવા જોઇએ.” ન આવી શુભ ભાવનાથી કુલ ખરીદી ત્રસ જીવ રહિત પુષ્પોનો અગાઉ બતાવેલ વિધિ પ્રમાણે હાર બનાવીને પ્રભુના કંઠે પહેરાવવો જોઇએ. પ્રભુના કંઠે પડેલા હારને જોઇને વિકારો જાગ્રત થતા નથી. મલિન અને ગંદા વિચારો આવતા નથી. તે સમયે તો એમ જ માનવું કે જેટલા સમયનું પુષ્પોએ આયુષ્ય બાંધ્યું હશે તેટલો સમય એ પુષ્પોનું છેદન, ભેદન, તોડન, વીંધન, મદન તેમજ સ્પર્શન વગેરે નહિ થવાથી એ જીવોને સુખની અનુભૂતિ થશે. ફૂલોથી ભરેલી થાળી સાથે જિનેશ્વર ભગવંત પાસે જઇને શ્રાવક પ્રભુને પ્રાર્થના કરે કે “હે ભગવંત! તમે ત્રણ જગતના હિતકારી છો. આ ફૂલોને હું હિંસકો પાસેથી છોડાવી લાવ્યો છું, આથી તમે તેમને અને મને અભય આપો.” આમ આ પ્રમાણે શુભ ભાવનાથી પુષ્પપૂજા કરવાથી કોઇ દોષ લાગતો નથી. અરિહંતે જે દેવોની પ્રશંસા કરી છે તે સમ્યક્તધારી દેવો પણ જળ અને સ્થળનાં નીપજેલાં ફૂલોથી જિનબિંબોની ભક્તિભાવથી પૂજા કરે છે. (ઉપદેશપ્રાસાદ ગુજરાતી ભાષાંતરમાંથી અક્ષરશ: સાભાર ઉદ્ધત) નીચે જણાવેલાં પુષ્પોથી પૂજા ન કરવી સુકાં, જમીન ઉપર પડી ગયેલાં, પાંખડીઓ તૂટીગયેલાં, અશુભ વસ્તુઓ સાથે સ્પર્શિત થયેલાં, ખીલેલાં ન હોય, કળીઓ કીડા વગેરેથી ખવાયેલી હોય, ચીમળાઈ ગયેલાં હોય, આગળના દિવસે ચૂંટેલાં હોવાથી વાસી Page #87 -------------------------------------------------------------------------- ________________ ( 68 ) પાંચમું ચૈત્યવંદન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય હોય, જેના ઉપર કરોળિયાએ જાળ ગુંથી હોય, જે દેખાવમાં સુશોભિત ન હોય, જે અશુભગંધવાળાંકે બિલકુલ ગંધ વિનાનાં હોય, જેની ગંધમાં ખટાશ હોય, પાસે રાખીને ઝાડો-પેશાબ વગેરે ક્યું હોય, આવાં પુષ્પોથી દેવપૂજા ન કરવી જોઈએ. (૨૫-૨૬). जओ पूयापभावेणं, सुव्वए जिणसासणे । देवत्तं नरनाहत्तं, तित्थनाहत्तणं तहा ॥२७॥ પૂજાના ફળને કહે છે – શ્રાવકદરરોજ જિન પૂજા કરે. કારણ કે જૈન શાસનમાં પૂજાના પ્રભાવથી દેવગતિ, રાજ્ય, તીર્થંકરપદ રૂપ ફલ સંભળાય છે. (૨૭) थेरीकुरुनरिंदो य, सुव्वओ जिणसेहरो । सच्चई वासुदेवो य, नारओ य महायसो ॥२८॥ દેવગતિ આદિ વિષે યથાયોગ્ય દષ્ટાંતોને કહે છે – પૂજાના ફળમાં વૃદ્ધા, કુરરાજા, આઠ વણિક બંધુઓ, જિતશેખર, સત્યકિ, વાસુદેવ અને મહાયશસ્વી નારદ એ દષ્ટાંતો છે. ગાથાનો ભાવાર્થ કથાનકોથી જાણવો. તેમાં પુષ્પ પૂજાના ભાવથી દેવગતિની પ્રામિ વિષે વૃદ્ધાનું દષ્ટાંત આ પ્રમાણે છે– વૃદ્ધાનું દષ્ટાંત ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલને પાવન કરતાં કરતાં એક વખત કાકંદી નગરીમાં પધાર્યા. ધર્મદેશના માટે દેવોએ ભક્તિથી સમવસરણની રચના કરી. ભગવાનની ધર્મદશના સાંભળવા અને વંદન-પૂજન કરવા માટે રાજા વગેરે નગરના લોકો આવવા લાગ્યા. ભગવાનની પૂજા માટે લોકોના હાથમાં ગંધ, ધૂપ, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી હતી. આ વખતે એક વૃદ્ધા પાણી આદિ માટે બહાર જઇ રહી હતી. નગરના ઘણા લોકોને ઉતાવળે ઉતાવળે એક દિશા તરફ જતાં જોઇને વૃદ્ધાએ એક ભાઈને પૂછ્યું: લોકો આમ ઉતાવળે ઉતાવળે ક્યાં જાય છે? તે ભાઇએ કહ્યું કે ભગવાન મહાવીરસ્વામીના વંદન-પૂજન માટે જાય છે. આ સાંભળી વૃદ્ધાને પણ ભગવાન મહાવીરસ્વામી પ્રત્યે ભક્તિભાવ જાગ્યો. તે વિચારવા લાગી કે – હું પણ ભગવાનની પૂજા કરું, પણ હું ગરીબ હોવાથી પૂજાનાં સાધનોથી રહિત છું. આ લોકો ભગવાનની પૂજા માટે ધૂપ વગેરે ઉત્તમ સામગ્રી લઈને જાય છે. હું તેના વિના શી રીતે પૂજા કરું? કંઇ નહિ, મને જંગલમાં ગમે ત્યાંથી પુષ્પો મળી જશે. એ પુષ્પોથી હું ભગવાનની પૂજા કરું. આમ વિચારી વૃદ્ધાજંગલમાંથી સિંદુવારનાં પુષ્પો લઇ આવી. પુષ્પો લઇને હર્ષથી સમવસરણ તરફ જઈ રહી હતી. પણ વૃદ્ધાવસ્થાના કારણે રસ્તામાં જ આયુષ્યનો ક્ષય થતાં મૃત્યુ પામી. રસ્તા ઉપર તેનું મડદું જોઇને યાળુ માણસોએ આ વૃદ્ધા મૂછ પામી છે એમ સમજીને તેના ઉપર પાણી છાંટ્યું. થોડો વખત મૂછના ઉપચાર કરવા છતાં જરાપણ ચેતના આવીનહિ. એટલે લોકોએ ભગવાનને પૂછ્યું કે- આવૃદ્ધા મરીરાઇ છે કે જીવતી છે? ભગવાને કહ્યું: તે મૃત્યુ પામી છે. તેનો જીવ દેવરૂપે ઉત્પન્ન થયો છે. દેવરૂપે ઉત્પન્ન થયેલો વૃદ્ધાનો જીવ દેવલોકમાં ઉત્પન્ન થયા પછી તુરત અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને મને વંદન કરવા આવ્યો છે. તે આ રહ્યો, એમ કહીને ભગવાને પોતાની પાસે ઊભેલા દેવને બતાવ્યો. ભગવાન પાસે આ વૃત્તાંત સાંભળીને સમવસરણમાં રહેલા બધા Page #88 -------------------------------------------------------------------------- ________________ 69 ) શ્રાદ્ધદિનકૃત્ય પાંચમું ચૈત્યવંદન દ્વાર લોકો વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે અહો !! પૂજાની ભાવનાથી પણ કેટલો બધો લાભ થાય છે. પછી ભગવાને થોડાપણ શુભ અધ્યવસાયથી બહુ લાભ થાય છે એમ કહીને જિનપૂજાનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ ભગવાને વૃદ્ધાના જીવન વૃત્તાંત જણાવતાં કહ્યું કે વૃદ્ધાનો જીવ દેવલોકમાંથી ચ્યવી વિશાળરાજ્યનો માલિક કનકધ્વજ નામનો રાજા થશે. એક વખત દેડકાને સર્પ, એસઈને કુરર, એ કુરરને અજગર, એ અજગરને મોટો સર્પ ખાઇ જવા મથે છે. એ બનાવ જોઇને તે વિચારશે કે – જેમ અહીં એક-બીજાને ખાવાને મથતા દેડકો વગેરે પ્રાણીઓ આખરે મહાસર્પના મુખમાં જ જવાના છે, તેમ સંસારમાં જીવો “મસ્યગલાગલ” ન્યાયથી પોતપોતાના બળ પ્રમાણે પોતાનાથી ઓછા બળવાળાને દુ:ખી કરે છે– દબાવે છે, પણ આખરે બધાયમરાજના મુખમાં પ્રવેશ કરે છે. આથી આ સંસાર અસાર છે. એમ વિચારીને પ્રત્યેકબુદ્ધ બનશે. દીક્ષાનું સુંદર પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થશે. પછી મે કરીને અયોધ્યા નગરીના શકાવતાર નામના મંદિરમાં કેવલજ્ઞાન પામી મોક્ષે જશે. પૂજાના વિષયમાં કુરચંદ્ર રાજાની કથા પ્રસિદ્ધ ન હોવાથી અહીં કહેવામાં આવી નથી. હવે અટપ્રકારી પૂજામાં આઠ વણિકબંધુઓની કથા છે. તે આ પ્રમાણે– આઠ વણિક બંધુઓની કથા આ જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં પુલાવતી નામની વિજય છે. તેમાં પુંડરીકિણી નામની નગરી છે. તેમાં વરસેન નામનો ચક્રવર્તી હતો. એકવાર તે નગરીમાં સુયશ નામના તીર્થકર પરિવાર સહિત પધાર્યા. વરસેન ચકવર્તી સૈન્યસહિત તેમને વંદન કરવા માટે ગયો. તેણે પ્રભુને વંદન કરીને યથાયોગ્ય સ્થાને બેસીને ધમદશના સાંભળી. તે વખતે રાજાએ સમવસરણભૂમિમાં પ્રવેશ કરતા આઠ દેવોને જોયા. તે દેવો પોતાના શરીરમાંથી નીકળતી મનોહર સુગંધથી પૃથ્વીને વાસિત કરતા હતા. પોતાના શરીરની પ્રભાથી દશે ય દિશાઓને પ્રકાશિત કરતા હતા. તેમનાં દિવ્યરૂપ અને વસ્ત્ર-અલંકારો બીજા દેવોથી અતિશય શ્રેષ્ઠ હતાં. તે દેવોએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને અને નમીને કહ્યું: હે પ્રભો! આપને તો બધું જ પ્રત્યક્ષ છે. પણ મુનિઓ દેવસંપત્તિને આગમથી જાણી શકે છે. તેથી હે દેવ!આપ આજ્ઞા આપો, જેથી અમે મુનિઓને નાટ્યવિધિ બતાવીએ. ભગવાન મૌન રહ્યા. તેથી દેવોએ નિષિદ્ધ 'અનુમતમ્ એ ન્યાયથી ભગવાનની અનુમતિ છે એમ માનીને ત્યાં સમચિત્તવાળા મુનિઓની સમક્ષ દિવ્ય નાટકો ક્ય. પછી તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભગવંત!અમે ભવ્ય છીએ કે અભવ્ય? ભગવાને કહ્યું કે તમે ભવ્ય છો. ફરી તેમણે પૂછ્યું : હે સ્વામી! અમે ક્યા ભવમાં મોક્ષ પામીશું? ભગવાને કહ્યું: દેવભવથી ચ્યવને આ વિજયમાં રાજાઓ થઇને અવસરે દીક્ષા લઇને મોક્ષ પામશો. પછી તે દેવો પ્રભુને નમીને પોતાના સ્થાને ગયા. - વરસેન રાજાએ પ્રભુને નમીને પૂછ્યું : હે સ્વામી ! આ દેવો ક્યા દેવલોકમાંથી અહીં આવ્યા છે? પૂર્વભવમાં કોણ હતા? એમણે પૂર્વભવમાં શું સુકૃત કર્યું હતું? ભગવાને કહ્યું : ધાતકીખંડના ભરતક્ષેત્રમાં મહાલયપુરમાં વસુદત્ત નામનો મહાન શેઠ હતો. તેની રુકિમણી નામની પત્ની હતી. વિશિષ્ટ વિષયસુખને સેવતા તેમને જાણે સંસારવાસરૂપ વૃક્ષનાં ફળો હોય તેમ કમે કરીને આઠ પુત્રો થયા. તેમના અનુક્રમે ધન, વિમલ, શંખ, વરસેનક, શિવ, વરુણ, સુયશ અને સુવ્રત નામ હતાં. સઘળા ય પુત્રો લાવણ્યસંપન્ન, રૂપાળા, સર્વકળાઓના જાણકાર, ગંભીર, વિનીત, દાક્ષિણ્યતાવાળા અને સ્થિર આશયવાળા હતા. એકવારતે નગરમાં સુવ્રત નામનાતાર્થકરસમવસર્યા. તે આઠેય શ્રેષ્ઠિપુત્રોવંદન કરવા માટે ગયા. ભગવાને ધર્મદશના આપી. ધર્મદેશના સાંભળીને તેમણે ભગવાનની પાસે સમ્યક્ત સહિત શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. એક વાર ભગવાને ધર્મદશનામાં કહ્યું કે જે જીવ પુષ્પો વગેરેથી અષ્ટપ્રકારી પૂજા કરે છે તેને સૌભાગ્ય, આદેયતા, ઐશ્વર્ય, Page #89 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ચૈત્યવંદન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય રૂપ, આરોગ્ય, સ્વર્ગ અને મોક્ષ મળે છે. આ પૂજાના ફલને સાંભળીને સઘળી પર્ષદાએ ત્રણવાર, બે વાર કે એકવાર પ્રતિદિન પૂજા કરવાનો નિયમ લીધો. આઠ બંધુઓએ ત્રણ સંધ્યાએ અષ્ટપ્રકારી પૂજા કરવાનો નિયમ લીધો. તેથી તે આઠે ય બંધુઓ હર્ષથી દરરોજ વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. એક એક બંધુ ક્રમશ: એક એક પૂજા કરવા દ્વારા નગરલોકને હર્ષ પમાડતા હતા. સારભૂત ધૂપ, કપૂર, કેશર, ગોશીર્ષચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી પૂજા કરતા હતા. એક ચિત્તવાળા, સર્તનવાળા, સદ્ધનવાળા તેઓ સર્વ ઋદ્ધિથી સઘળા સ્વજનોની સાથે પૂજા કરીને બધાને વિસ્મય પમાડતા હતા. સુપાત્રદાન અને અનુકંપાદાન કરતા હતા. તે બધા સદાય એક-બીજાથી છૂટા પડતા ન હતા, સદા સાથે જ રહેતા હતા. તેમણે ૨૫ લાખ પૂર્વ સુધી આ પ્રમાણે જિનપૂજા કરી. આયુષ્યપૂર્ણ થતાં સમાધિપૂર્વક મૃત્યુ પામીને મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ તેઓ પરસ્પર અનુરાગવાળા થયા. હૈ રાજન્ ! અવધિજ્ઞાનથી પૂર્વભવને જાણીને તે દેવો અત્યારે મને વંદન કરવા માટે આવ્યા છે. આ ભવમાં પણ ભાવજિન અને સ્થાપના જિનની ઉત્તમ ભક્તિ કરીને મનુષ્યભવ પામશે. ત્યાં મોક્ષ પામશે. 70 આ પ્રમાણે દષ્ટાંત સહિત પૂજાનું ફલ સાંભળીને પર્ષદાના બધાય લોકોએ શક્તિમુજબ જિનપૂજા કરવાનો નિયમ લીધો. આ પ્રમાણે આઠ વણિક બંધુઓની કથા પૂર્ણ થઇ. જિનશેખરની કથા પ્રસિદ્ધ નથી. હવે તીર્થંકરપદની પ્રાપ્તિ અંગે દષ્ટાંતો કહેવાય છે. તેમાં ઈશ્વર તરીકે પ્રસિદ્ધ બનેલા સત્યકી વિદ્યાધરનો વૃત્તાંત આ પ્રમાણે છે. સત્યકી વિદ્યાધરની કથા વૈશાલીના મહારાજા ચેડા (ચેટક) મહારાજાના પુત્રી સુજ્યેષ્ટાએ દીક્ષા લીધી હતી. તેઓ ઘણા જ સૌંદર્યવતી હતા. આરાધનામાં સતત ઉદ્યમશીલ રહેતા. તેઓ એકવાર સૂર્યની આતાપના લેતા તડકામાં ઊભા હતા. તે વખતે ત્યાંથી આકાશમાર્ગે જતા પેઢાલ નામનો કોઇ વિદ્યાધર તેમને જોતાં જ મોહિત થયો. તેણે વિદ્યાબળથી તરત ધૂમાડો ઉપજાવી, સાધ્વીને દિગ્મૂઢ કરી ભ્રમરરૂપે સેવી. તેથી તે સાધ્વીને ગર્ભ રહ્યો ને પૂર્ણમાસે પુત્ર થયો. તે શ્રાવિકા પાસે થોડો મોટો થતા પેઢાલ વિદ્યાધરે પોતાના પુત્રનું હરણ કર્યું, કારણ કે વિદ્યાગ્રહણ કરવા માટે તેનામાં ઘણી યોગ્યતા હતી. બાળકનું નામ સત્યકી પાડી તેને ભણાવ્યો ગણાવ્યો અને વિદ્યાઓ તથા મંત્રો આદિ આપ્યા. રોહિણીવિદ્યા મેળવવા સત્યકીએ પૂર્વના પાંચ ભવ સુધી પ્રયત્નો કર્યા હતા ને પાંચે ભવમાં તે રોહિણીથી જ માર્યો ગયો હતો. છઠ્ઠા ભવે તેનું છ જ માસ આયુ શેષ હતું ને વિદ્યા તુષ્ટ થઇ હતી. તેથી તે એકેયવાર પણ તેનો ઉપયોગ કરી શક્યો નહોતો. પૂર્વે આરાધેલી તેથી આ સાતમે ભવે તો તે સ્મરણ માત્રમાં પ્રસન્ન થઇને લલાટમાં છિદ્ર કરી હૃદયમાં સ્થિર થઇ ગઇ હતી. દૈવી પ્રભાવથી કપાળનું છિદ્ર દિવ્યનેત્ર જેવું જણાતું. મોટા અને સમર્થ થયેલા સત્યકીને જ્યારે ખબર પડી કે પોતે સાધ્વીનું સંતાન છે અને એના પિતાએ સતીસાધ્વીનું શીલ ખંડયું હતું ત્યારે તેણે ક્રોધના આવેશમાં પિતાને મારી નાખ્યો. માતા સાધ્વી તથા મહાવીર દેવ પાસેથી ઉપદેશ સાંભળતાં તે સુદૃઢ સમ્યક્ત્વશાલી થયો. તે સદા ત્રણે કાળ જિનેશ્વરદેવની પૂજા કરતો. જિનેશ્વરદેવની ભક્તિના પ્રભાવે તેણે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. શ્રી લોકપ્રકાશ ગ્રંથમાં કહ્યું છે કે ‘‘સત્યકી વિદ્યાધર મહાદેવ એવા બીજા નામથી પ્રસિદ્ધ અગિયારમો રુદ્ર થયો. તે આવતી ચોવીસીમાં સુવ્રત નામે અગિયારમા તીર્થંકર થશે.’’ Page #90 -------------------------------------------------------------------------- ________________ 71 ) શ્રાદ્ધદિનકૃત્ય પાંચમું ચૈત્યવંદન દ્વાર નવમા કૃષ્ણ વાસુદેવ નેમિનાથના પૂજન-વંદનથી આ ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં અમમ નામના બારમા તીર્થંકર થશે. તેનું ચરિત્ર પ્રસિદ્ધ છે. નારદ વિદ્યાધર શાશ્વત-અશાશ્વત જિનપ્રતિમાઓની ઉપાસનાથી આ ભરત ક્ષેત્રમાં આવતી ચોવીશીમાં ૨૧મા મલ્લિ નામના તીર્થકર થશે. (૨૮) अडप्पयारपूयाए, पूइत्ता जगबंधवे । मुद्दाविहाणजुत्तेणं, कायव्वं जिणवंदणं ॥२९॥ હવે દ્રવ્યપૂજાના વર્ણનનો ઉપસંહાર અને ભાવપૂજાના વર્ણનનો પ્રારંભ કરતા ગ્રંથકાર કહે છેજગબંધુ તીર્થકરોની અષ્ટપ્રકારી પૂજા કરીને મુદ્રાથી યુક્ત બનીને ચૈત્યવંદન કરવું. ચૈત્યવંદનમાં જ્યારે જે મુદ્રા કરવાની હોય ત્યારે તે મુદ્રા કરવી. ચૈત્યવંદનભાષ્યમાં કહેલી મુદ્રાઓનું સ્વરૂપ પ્રસ્તુતગ્રંથની ૫૧મી ગાથાના વિવેચનમાં જણાવવામાં આવશે. - ચેત્યવંદનના ત્રણ પ્રકાર સ્તુતિ પૂર્વક નમસ્કાર જઘન્ય ચૈત્યવંદન છે. અરિહંત ચેઇયાણ અને સ્તુતિ એ બે મધ્યમ ચૈત્યવંદન છે. સંપૂર્ણ ચૈત્યવંદન ઉત્કૃષ્ટ ચૈત્યવંદન છે, અર્થાત્ પાંચ દંડક સૂત્ર, ચાર સ્તુતિ અને પ્રણિધાન (જય વયરાય) ના પાઠથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે. આ ત્રણ પ્રકારની વંદના વિધિપૂર્વક કરવી જોઈએ. (ચૈત્યવંદન પંચાશક ગાથા બીજી) * અહીં સંપ્રદાયથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન ઈર્યાપથિકનું પ્રતિક્રમણ (=ઈરિયાવહિયા) કરવા પૂર્વક કરવું જોઇએ. આથી પહેલાં ઈપથિકીનું વ્યાખ્યાન કરવું જોઈએ. ઈપથિકીના કાયોત્સર્ગમાં વેસુ નિમ્પતયરા સુધી ચતુર્વિશતિસ્તવ (=લોગસ્સ) નું ચિંતન કરવું. કાયોત્સર્ગ પાર્યા પછી પણ સંપૂર્ણ ચતુર્વિશતિસ્તવ કહેવો. આ પ્રમાણે ઈપથિકનું પ્રતિક્રમણ કરીને ઉત્તમ છંદવાળી, શ્રેષ્ઠઅર્થવાળી અને પુનરુક્તિના દોષથી રહિત સ્તુતિઓ બોલે. (૨૯) - પંનિમUપુવૅ વ, મુદ્ધી થાજો ! तिन्नि वारे नियंसित्ता, वामं जाणुंच अंचिया ॥३०॥ હવે પ્રથમ દંડક ( નમુત્યુર્ણ) સૂત્ર બોલવાની વિધિને બે શ્લોકથી કહે છે પંચાંગ નમસ્કાર પૂર્વક મસ્તકને ત્રણવાર જમીન ઉપર સ્થાપીને, ડાબી જાનુને કંઇક ઊંચી રાખીને, વસ્ત્રના છેડાથી મુખને ઢાંકીને, યોગમુદ્રાથી અને ભક્તિથી સમ્યફ શકસ્તવને બોલે. સ્તુતિઓ બોલ્યા પછી નીચે મુજબ વિધિથી શકસ્તવ કહે. (૧) પંચાંગ નમસ્કાર કરે એટલે કે બે જાન, બે હાથ ને મસ્તક એ પાંચ અંગો જમીનને સ્પર્શે તેમ નમે. (૨) પછી પૃથ્વીનું પ્રતિલેખન – પ્રમાર્જન કરીને મસ્તકને (લલાટને) ત્રણવાર જમીન ઉપર સ્થાપે. (૩) જમણો ઢીંચણ ભૂમિ ઉપર સ્થાપીને ડાબો ઢીંચણ જમીનથી કંઇક ઊંચો રહે તે રીતે બેસે. નમુત્યુર્ણ, અરિહંત ચેઈયાણ, લોગસ્સ, પુખરવરદીવડે અને સિદ્ધાણં બુદ્ધાણં એ પાંચ. - ઈર્યાપથિકીનું વ્યાખ્યાન કરવું જોઇએ એટલે કે ઈપથિકનો અર્થ કહેવો જોઇએ. Page #91 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ચૈત્યવંદન દ્વાર (72) શ્રાદ્ધદિનકૃત્ય (૪) વસ્ત્રના છેડાથી મુખને ઢાંકે. (૫) હાથની યોગ મુદ્રા કરે. (૬) ભક્તિથી શકસ્તવ બોલે, એટલે કે અપાર સંસાર સમુદ્રમાં ડુબતા એવા મેં વહાણ સમાન જિનેશ્વરને પ્રાપ્ત ર્યા છે, આથી હું ધન્ય છું, ઇત્યાદિ ભાવનાથી આનંદના આંસુઓથી પૂર્ણ ચક્ષુવાળ બનીને બોલે. (૭) સમ્યફબોલે = અખ્ખલિત આદિ ગુણોથી યુક્ત સૂત્ર બોલવું વગેરે વિધિપૂર્વક બોલે. વિવેચન અસ્મલિતાદિ ગુણો આ પ્રમાણે છે – અખલિત:- અચકાયા વિના બોલવું, અર્થાત્ જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્રો બોલતાં ખચકાવું ન જોઇએ. અમીલિતઃ- ઉતાવળથી પદો એકી સાથે ન બોલી જતાં દરેક પદ છૂટું છૂટું બોલવું. .. " અવ્યત્યાગ્રેડિત - જ્યાં અટકવાનું હોય ત્યાં જ અટકવું, ન અટકવાનું હોય ત્યાં ન અટકવું, અર્થાત્ સંપદા પ્રમાણે બોલવું. પ્રતિપૂર્ણ - અનુસ્વાર, માત્રા વગેરે દબાઈન જાય તેમ શુદ્ધ બોલવું. પ્રતિપૂર્ણઘોષ - ઉદાત્ત, અનુદાત્ત (ઊંચેથી, ધીમેથી, લંબાવીને કે ટુંકાવીને) વગેરે જેવા ઉચ્ચારથી બોલવાનું હોય તેવા ઉચ્ચારથી બોલવું કંઠોકપ્રિમુક્ત - સૂત્રો બાલકની જેમ અસ્પષ્ટ ન બોલતાં સ્પષ્ટ બોલવાં. , ગુરુવચનોપગત - સૂત્રો ગુરુ પાસેથી શીખેલાં હોવાં જોઇએ. (૩૦) काऊण वत्थदेसेण, तओ वयणढक्कणं । जोगमुद्दाइ भत्तीए, समं सक्कत्थयं भणे ॥३१॥ विसिट्ठवन्ननासेणं, भाविंतो य पयं पयं । जिणनाहस्स बिंबंमि, दिनदिट्ठी सुहासओ ॥३२॥ પછી ઊભા થઈને સ્થાપના જિનને વંદન કરવા માટે જિનમુદ્રાથી ચૈત્યસ્તવદંડકને (અરિહંત ચેઈયાણં સૂત્રને) વિધિપૂર્વક બોલે. આ જ વિષયને સૂત્રકાર કહે છે – (૧) અભ્યપગમવગેરે સંપદાઓમાં ઉપયોગ રાખીને પ્રત્યેક પદના અર્થનું ચિંતન કરતો ચૈત્યસ્તવસૂબોલે. (૨) અક્ષરો અને પદો સ્પષ્ટ બોલે. (૩) સંપદા પ્રમાણે બોલે. આ રીતે સૂત્ર શુદ્ધ બોલે. સૂત્ર બોલતાં જિનબિંબ સિવાયની ત્રણ દિશા તરફ નજર ન કરતાં કેવળ પ્રસ્તુત જિનબિંબ ઉપર જ દષ્ટિને રાખવી. ચૈત્યવંદનમાં નિદાન વગેરે દોષોનો ત્યાગ કરવો. ચૈત્યસ્તવ બીજું દંડક સૂત્ર છે. (૩૧-૩૨) Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય. (73) પાંચમું ચૈત્યવંદન દ્વાર घोडगलयमाईए, दोसे उस्सग्गसंतिए । कांउस्सग्गे ठिओ वज्जे, नमुक्कारं विचिंतए ॥३३॥ હવે કાયોત્સર્ગના દોષોનો ત્યાગ કરવાનું અને કાયોત્સર્ગમાં ચિંતન કરવાનું સૂત્રકાર જ કહે છે– કાયોત્સર્ગમાં રહેલો શ્રાવક કાયોત્સર્ગના ઘોટક અને લતા વગેરે દોષોનો ત્યાગ કરે અને નમસ્કારમંત્રને ચિંતવે. (૩૩) घोडगलया य खंभे कुडे, माले य सबरि वह निअले । लंबुत्तरथणउद्धी संजइखलिणा य वायसकवितु ॥३४॥ सीसो कंपिय मूई, अंगुलिभमुहा य वारुणी पेहा । एए गुणविस दोसा, काउस्सग्गस्स वजिज्जा ॥३५॥ (नाही करयल कुप्पर उस्सारिय पारियंमि थुई) पाठान्तरम् । કાયોત્સર્ગના દોષો ઘોટક, લતા, સ્તંભ-કુષ્ય, માળ, શબરી, વધૂ, નિગડ, લેબુત્તર, સ્તન, ઊર્ધ્વ, સંયતી, ખલિન, વાયસ, કપિત્થ, શિરડકંપ, મૂક, અંગુલી, ભૂ, વારુણી અને પ્રેક્ષા. કાયોત્સર્ગના આ ૧૯ દોષોનો ત્યાગ કરવો. (૧) ઘોટક:- ઘોટક એટલે અશ્વ. અશ્વની જેમ બે પગો વિષમ રહે (વાંકા, ઊંચા કે નીચા રહે) તેમ શરીર રાખીને કાયોત્સર્ગ કરે, અર્થાત્ પગની જિનમુદ્રા ન કરે. (૨) લતા - લતા એટલે વેલડી. ઉગ્ર પવનના સંગથી જેમ વેલડી હાલે તેમ કાયોત્સર્ગમાં શરીર હાલે. (૩) સ્તંભ:- સ્તંભ એટલે થાંભલો. થાંભલાને ટેકો દઈને કાયોત્સર્ગ કરે. ' ' (૪) કુષ્ય:- કુષ્ય એટલે ભીત. ભીંતને ટેકો દઈને કાયોત્સર્ગ કરે. (૫) માળ - માળ એટલે માળિયું. માળિયાને મસ્તકનો ટેકો દઈને કાયોત્સર્ગ કરે. (૬) શબરી:- શબરી એટલે ભીલડી. જેવી રીતે વસ્ત્ર રહિત ભીલડી હાથોથી ગુમ અંગોને ઢાંકે તેમ હાથોથી ગુમ ભાગને ઢાંકીને કાયોત્સર્ગ કરે. (૭) વધૂઃ- કુલવધૂની માફક મસ્તક નીચું રાખીને કાયોત્સર્ગ કરે (૮) નિગડ - નિગડ એટલે બેડી. પગોમાં બેડી હોય તેમ પગોને પહોળા કરીને કે ભેગા કરીને કાયોત્સર્ગ કરે. (૯) લખુત્તર:- અવિધિથી ચોલપટ્ટાને ઉપર નાભિમંડલની ઉપર રાખીને અને નીચે જાનુ સુધી રાખીને કાયોત્સર્ગ કરે. (ચોલપટ્ટો નાભિથી ચાર આંગળ નીચે અને જાનથી ચાર આંગળ ઉપર રાખવાનો મૂળ વિધિ છે.) (૧૦) સ્તન:- ડાંસ-મચ્છર આદિનકરડે એ માટે અથવા અજ્ઞાનતાથી ચોલપટ્ટાથી સ્તનોને ઢાંકીને કાયોત્સર્ગ Page #93 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ચૈત્યવંદન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય (૧૧) ઊર્વી :- ઊર્વી એટલે ગાડાની ઉધ (કે ઉંધ). ઉધ ગાડાનું આગળનું એક અંગ છે. તે પ્રારંભમાં જરાક સાંકડું હોય પછી ક્રમશ: જરા જરા પહોળું હોય છે. ગાડાની ઉધની જેમ બંને પગની પેનીઓને ભેગી કરીને અને બહારથી પગ પહોળા કરીને કાયોત્સર્ગ કરે એ બાહ્ય ઊીં દોષ જાણવો. બંને પગના અંગૂઠા ભેગા કરીને અને બહારથી પેનીઓને પહોળી કરીને કાયોત્સર્ગ કરે તેને અત્યંતર ઊર્ધી દોષ કહ્યો છે. 74 (૧૨) સંયતી :- સાધ્વીની જેમ આખા શરીરે કપડો કે ચોલપટ્ટો ઓઢીને કાયોત્સર્ગમાં રહે. (૧૩) ખલિન :- ખલિન એટલે ઘોડાના મોઢામાં રહેતું ચોકડું. તેની જેમ રજોહરણની દશીઓ આગળ (અને દાંડી પાછળ) રહે તે રીતે રજોહરણ પકડીને કાયોત્સર્ગ કરે. (૧૪) વાયસ ઃ - વાયસ એટલે કાગડો. ભમતા ચિત્તવાળો જીવ કાયોત્સર્ગમાં કાગડાની જેમ દૃષ્ટિને ફેરવે. (૧૫) કપિર્ત્ય :- કપિત્થ એટલે કોઠો. જુના ભયથી (=જુ કરડે એવા ભયથી) ચોલપટ્ટાને કોઠાની જેમ ગુંચળાવાળું કરે. (૧૬) શિરઃકંપ :- યક્ષથી અધિષ્ઠિત પુરુષની જેમ મસ્તકને કંપાવતો કાયોત્સર્ગ કરે. (૧૭) મૂક ઃ- આડ પડતી હોય વગેરે પ્રસંગે મૂંગા માણસની જેમ હું હું કરે. (૧૮) અંગુલિ :- આલાવાઓને (=નવકાર વગેરેને) ગણવા માટે આંગળીઓ ફેરવવી. (૧૯) વ્યૂ :- યોગોની શાંતિ માટે નેત્રનાં ભવાં આમ તેમ ફેરવવા. વિશેષાર્થ :- કોઇને નેત્રનાં ભવાં સ્થિર રાખવાથી અકળામણ થતી હોય અને તેથી મનમાં શાંતિ ન રહેતી હોય. આથી મનોયોગની શાંતિ માટે નેત્રનાં ભવાં આમ તેમ ફેરવે. (૨૦) વારુણી :- વારુણી એટલે સુરા (દારૂ). કાયોત્સર્ગમાં રહેલો જીવ સુરાની જેમ અવ્યક્ત બુડ બુડ અવાજ કરે. (૨૧) પ્રેક્ષા :- કાયોત્સર્ગમાં અનુપ્રેક્ષા કરતો જીવ વાનરની જેમ હોઠ હલાવ્યા કરે. પ્રાય: સૂત્રમાં સઘળાંય અનુષ્ઠાનો સાધુને ઉદ્દેશીને કહ્યાં છે. આથી સાધુ સંબંધી વિશેષ કહે છે . નાભિ :- સાધુએ ચોલપટ્ટો નાભિથી નીચે રાખવો. કરતલ :- જમણા અને ડાબા હાથમાં અનુક્રમે મુહપત્તિ અને રજોહરણ રાખવો. કૂપર : - ચોલપટ્ટાને હાથની બે કોણીઓથી ધારણ કરવો. આ પ્રમાણે કાયોત્સર્ગ કરવો જોઇએ. કાયોત્સર્ગ પૂર્ણ થતાં નમસ્કાર વડે પારીને વંદાતા જિનની સ્તુતિ બોલવી. સ્તુતિ બોલ્યા પછી આ અવસર્પિણીમાં ભરત ક્ષેત્રમાં જે તીર્થંકરો થયા તે નજીકના ઉપકારી હોવાથી તેમની નામોચ્ચારપૂર્વક સ્તુતિ કરવા માટે ચતુર્વિંશતિ સ્તવ સૂત્ર બોલવું. ત્યારબાદ ‘જયવીયરાય’ સુધીનાં સૂત્રો બોલવાં. (૩૪-૩૫) Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 75 છઠ્ઠું પ્રત્યાખ્યાન-સાતમું મંદિરગમન દ્વાર (૬) પ્રત્યાખ્યાન દ્વાર वंदित्ता इथुत्तेहिं, गिहबिंबाणि सावओ । पच्चक्खाणं तओ गिण्हे, अप्पणा देवसक्खियं ॥ ३६ ॥ दारं ६ ॥ — હવે પાંચમા દ્વારનો ઉપસંહાર કરવા પૂર્વક છઠ્ઠા પ્રત્યાખ્યાન દ્વારને કહે છે - શ્રાવક સ્તુતિ-સ્તોત્રોથી ગૃહબિંબોને વંદન કરીને પછી જાતે દેવસાક્ષિક પ્રત્યાખ્યાન લે. (૩૬) (૭) ચૈત્યગૃહગમન દ્વાર तओ य हयगयाईहिं, जाणेहिं य रहेहि य । વંધુમિત્તપરિવિવૃત્તો, ચિત્તું પૂર્વ સ ૩ત્તમ રૂ૭॥ अन्नेसिं भव्वसत्ताणं, दायंतो मग्गमुत्तमं । વખ નિળોમિ, પમાવિતો ય સાસળ રૂ૮ ૫ વાર ૭ ।। ‘‘નવકાર ગણતાં જાગે’’ ઇત્યાદિ છ દ્વારોનું વર્ણન થયું. હવે સાતમું ‘‘ચૈત્યગૃહ ગમન’’ (=સંઘમંદિર ગર્મન) દ્વાર છે. તેમાં ચૈત્યગૃહે જવાની વિધિને બે શ્લોકોથી કહે છે– ઘરમંદિરમાં પૂજા કર્યા પછી અશ્વો, હાથીઓ વગેરે, પાલખી વગેરે સુખાસનો અને કર્ણરથ વગેરે રથોથી સદા યુક્ત અને સ્વજન–મિત્રોથી પરિવરેલો ઋદ્ધિમાન શ્રાવક પૂજામાં ઉપયોગી ઉત્તમ દ્રવ્યોને લઇને બીજા ભવ્ય જીવોને ઉત્તમ મોક્ષમાર્ગને બતાવતો અને શાસનની પ્રભાવના કરતો (સંઘના) જિનમંદિરમાં જાય. પ્રશ્ન :- આડંબરથી જિનમંદિરે જતો શ્રાવક બીજાને મોક્ષમાર્ગ કેવી રીતે બતાવે ? ઉત્તર : - તેને આ રીતે આડંબરથી જિનમંદિરમાં જતો જોઇને અન્ય ભવ્ય જીવો પણ દર્શન-પૂજન આદિ કરનારા બને. આથી તેણે તેમને મોક્ષમાર્ગ બતાવ્યો કહેવાય. કારણ કે કહ્યું છે કે – ‘શુભ કે અશુભ કાર્યમાં જેમણે પહેલાં પ્રવૃત્તિ કરી હોય, પછી તેને જોઇને બીજાઓ તેમાં પ્રવૃત્તિ કરે, તો તે પ્રવૃત્તિના કર્તા પણ ઉપચારથી જેમણે પહેલાં પ્રવૃત્તિ કરી છે તેઓ છે.’’ (૩૭–૩૮) अहो धन्नो उ एसो उ, अहो एयस्स जीवियं । अहो माणुस्सर्य जम्मं, एयस्स य सुलद्धयं ॥ ३९ ॥ શાસનની પ્રભાવનાને જ છ ગાથાઓથી વિચારે છે – અહો ! આ જ પુણ્યાત્મા છે. અહો ! ધર્મ અને કીર્તિનું ભાજન બનવાથી આનું જ જીવન ગણતરી કરવા લાયક છે= પ્રશંસા કરવા યોગ્ય છે. અહો ! સ્વ–પરને ઉપકાર કરનાર હોવાથી આનો જ મનુષ્ય જન્મ સફલ છે. (૩૯) अहो भत्ती अहो रागो, अहे यस्स आयरो | तिलोगनाहपूयाए, पुन्नवंतस्स पइदिणं ॥४०॥ અહો ! પુણ્યવંત આની ત્રિભુવનનાથની પૂજામાં પ્રતિદિન કેવી ભક્તિ છે ? અહો ! કેવો રાગ છે ? અહો! Page #95 -------------------------------------------------------------------------- ________________ સાતમું મંદિરગમન દ્વાર (76) શ્રાદ્ધદિનકૃત્ય કેવો આદર છે ? ભક્તિ એટલે મસ્તક નમાવવું વગેરે બાહ્ય સેવા. રાગ એટલે રોમરાજી વિકસ્વર બની જાય ઇત્યાદિથી જણાતી અંતરની પ્રીતિ. આદર એટલે દેહશુદ્ધિ આદિમાં તત્પરતા. (૪૦) धन्ना एयस्स रिद्धिओ, धन्नो वायं परिस्समो । धन्नो परियणो सयलो, जो एयमणुवत्तइ ॥४१॥ આની ઋદ્ધિ દાનભોગમાં ઉપયોગી બનતી હોવાથી પ્રશંસનીય છે. આનો દરરોજ જિનમંદિરમાં જવું વગેરે આ પ્રયત્ન પણ સુખનું કારણ હોવાથી પ્રશંસનીય છે. કારણકે “લોક આ લોકના કાર્યમાં સર્વપ્રયત્નોથી જેવી રીતે વિસ્તાર કરે છે તેવી રીતે જો પરલોકના કાર્યમાં લાખમા ભાગથી પણ વિસ્તાર કરે તો સુખી થાય.” (૪૧) - જે સઘળો પરિજન એને અનુસરે છે તે ધન્ય છે. કારણકે વિશિષ્ટ લોકનો સંગ પણ કલ્યાણ કરે છે. આ વિષે ઋષિઓનું વચન આપ્રમાણે છે- જેવી રીતે મેરુપર્વતમાં રહેલું ઘાસ પણ સુવર્ણ બની જાય છે, તેવી રીતે સારા લોકનો સંગ સદાચારથી રહિતને પણ સદાચારી કરે છે.” (૪૧) अहो एयस्स इत्थेव, जम्मे चेव पसन्नओ। भयवं अरिहंतुत्ति, सव्वसुक्खाण दायगो ॥४२॥ अन्नहा एरिसी रिद्धी, कहमेयस्स उत्तमा । रयणायरसेवाए, हवंति रयणवंतया ॥४३॥ અહો! આને મનુષ્ય, સ્વર્ગ અને મોક્ષ એ સર્વસુખના દાતા અરિહંત ભગવાન આ પ્રમાણે આ ભવમાં પણ પ્રસન્ન થયા છે. અન્યથા(=અરિહંતની પ્રસન્નતા વિના) આને આવી ઉત્તમ ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય? લોકો રત્નાકરની સેવામાં રત્નવાળા થાય છે. આની ઋદ્ધિત્યાગવગેરે ગુણોથી યુક્ત હોવાથી પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે, અને એથી જ ઉત્તમ છે. (૪૨-૪૩) एएण पुन्नवंतेणं, अन्नजम्मंमि वाविओ । पुन्नरुक्खो महाकाओ, सो इन्हेिं फलिओ इमो ॥४४॥ આ પુણવતે અન્ય જન્મમાં જે વિશાળ પુણ્યવૃક્ષ વાવ્યું છે, તે આ હમણાં સુખ-સંપત્તિરૂપ ફલના સમૂહથી ફળ્યું છે. (૪૪) एवं पसंसं पकुणंतयाणं, अणेगसत्ताण दुहाहयाणं । संमत्तरुक्खस्स महाफलस्स, तेसिं तु सो चेव य कारणं तु ॥४५॥ પ્રભાવનાના ફલને કહે છે – દરિદ્રતા વગેરે અસાતાથી તપેલા જે અનેક જીવો આ પ્રમાણે પ્રશંસા કરે છે તેમને સર્વશ્રેષ્ઠ મોક્ષરૂપ ફળવાળા સભ્યત્વરૂપ વૃક્ષના લાભનું કારણ આ પ્રભાવક જ છે, અર્થાત્ પ્રશંસા કરનારાઓને જે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને એના ફળ રૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમાં આ પ્રભાવક જ નિમિત્ત બને છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ 1 77 શ્રાદ્ધદિનકૃત્ય સાતમું મંદિરગમન દ્વાર સમ્યત્વથી મોક્ષની પ્રાપ્તિ થાય એ વિષે કહ્યું છે કે – ““જીવો ત્રણલોકની પ્રભુતાને પામીને પણ કાળે કરીને નીચે પડે છે. પણ સમ્યત્વ પામીને અવિનાશી સુખવાળા મોક્ષને પામે છે.” (૪૫) जत्तियगुणपडिवत्ती, सव्वन्नुमयंमि अविचला होइ । सच्चिय बीयं जायइ, बोहीए तेण नाएणं ॥४६॥ આ જ વિષયને દષ્ટાંતસહિત કહે છે – - જિનમતમાં ક્ષમા વગેરે ગુણોનો અનુમોદના આદિ દ્વારા જેટલા પ્રમાણમાં દઢ સ્વીકાર કરવામાં આવે તેટલા પ્રમાણમાં તે સ્વીકાર જ જિનધર્મની પ્રાપ્તિનું બીજ થાય છે. આ વિષયમાં ચોરનું દષ્ટાંત છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે ગુણપ્રશંસાથી જિનધર્મની પ્રાપ્તિ વિષે દષ્ટાંત કૌશાંબી નગરીમાં ધનશેઠને ધર્મપાલ નામે એક પુત્ર હતો. યક્ષ શેઠને વસુપાલ નામે એક પુત્ર હતો. તે બંને વચ્ચે બાલ્યકાળથી મૈત્રીભાવ હતો. મૈત્રીભાવ એટલો બધો ગાઢ હતોકે એકને જે ગમે તે બીજાને ગમે જ. એકને જે ન ગમે તે બીજાને પણ ન ગમે. જાણે કે બંનેનું ચિત્ત એક જ છે, માત્ર શરીર ભિન્ન છે. આથી લોકમાં તેમની એકચિત્તિયા તરીકે પ્રસિદ્ધિ થઇ. તે બંને એકવાર અન્ય લોકોને જતા જોઇને કુતૂહલથી ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળવા ગયા. ધર્મપાલને ભગવાનની વાણી ગમી, અમૃત સમાન મીઠી લાગી, તેના હૃદયમાં ઉતરી. આથી તે સમ્યગ્દર્શન (જૈનધર્મ પામ્યો. વસુપાલને જિનવાણીનગમી, રેતીના કોળીયા જેવી નિરસ લાગી, તેના હૃદયમાં ન ઉતરી. આથી તે ધર્મ ન પામ્યો. દેશના પૂરી થયા પછી બંને ઘરે ગયા. એક બીજાએ સામસામાના ભાવો વિપરીત જાણ્યા. આથી વસુપાલે ધર્મપાલને કહ્યું: બંધુ! તું ભગવંતની વાણી સાંભળીને ભાવિત થયો, હુંન થયો, આનું શું કારણ? અત્યાર સુધી આપણી એકચિત્તિયા તરીકે પ્રસિદ્ધિ છે. પણ આજે આપણા બંનેનાં ચિત્તો જુદાં પડી ગયાં છે. ધર્મપાલે કહ્યું : તારી વાત સાચી છે. મને પણ આ વિષે વિચાર આવે છે. આવતી કાલે આપણે ભગવંત પાસે જઇને આનો ખુલાસો મેળવી લઈશું. બીજા દિવસે બંને ભગવંત પાસે ગયા અને પૂર્વોક્ત પ્રશ્ન કર્યો. ભગવંતે કહ્યું: આનું કારણ એ છે કે ગતભવમાં ધર્મપાલે મુનિના ગુણોની પ્રશંસા કરી હતી. વસુપાલે નકરી. તેની વિગત આ પ્રમાણે છે – ગતભવમાં તમે બંને એક ગામના મુખીના પુત્રો હતા. યુવાનીમાં પરણવાની ઇચ્છા હોવા છતાં ધનના અભાવે એ ઇચ્છા પૂરી થતી ન હતી. આથી તમે બંને અનાર્યને લાયક ચોરીનો ધંધો કરવા લાગ્યા. એક વખત તમે બંને રાતે ગાયોનું હરણ કરીને જલદીજઇ રહ્યા હતા. પણ ખબર પડવાથી કોટવાળ વગેરે અધિકારી માણસો તમારી પાછળ પડ્યા. આથી તમે બંને એક ગુફામાં પેસી ગયા. ત્યાં એક મુનિને જોઇને ધર્મપાલે વિચાર્યું કે – આમનો જન્મ સફળ છે. આ ઉત્તમ આચારોનું પાલન કરે છે. સર્વસંગનો ત્યાગ કરીને નિર્ભયપણે શાંતિથી આ ગુફામાં રહે છે, અને આનંદ અનુભવે છે. જ્યારે અમે અધન્યમાં અધન્ય છીએ. ધનના લોભથી વિરુદ્ધ કાર્ય કરીને આત્માને પાપી બનાવીએ છીએ, લોકો તરફથી પરાભવ પામીએ છીએ. અહીંથી મૃત્યુ પામી કઈ ગતિમાં જઇશું? ખરાબ આચરણથી અમે અમારા બને લોકને બગાડ્યા છે. પાપથી રહિત નિર્મલ આ સાધુના વર્તનથી અમારું વર્તન તદ્દન વિપરીત છે. એમણે મળેલી પણ બધી સંપત્તિનો અને બધાં સુખોનો ત્યાગ કર્યો. જ્યારે અમે એ બંનેન મળ્યાં હોવા છતાં તેનો ભાવથી ત્યાગ કરી શક્તા નથી અને તેને મેળવવા માટે ચોરી આદિ પાપકાર્યો કરીએ છીએ. Page #97 -------------------------------------------------------------------------- ________________ સાતમું મંદિરગમન દ્વાર 78 ) શ્રાદ્ધદિનકૃત્ય ધર્મપાલે આ પ્રમાણે ગુણાનુરાગથી મુનિના ગુણોની પ્રશંસા કરીને આત્મામાં ધર્મના બીજની વાવણી કરી. પણ વસુપાલમુનિને જોઇને અપશુકન થયા એમ વિચારીને ઉદાસીન રહ્યો. ત્યાંથી મૃત્યુ પામી તમે અહીં આ રીતે મિત્ર બન્યા છો. ભગવાન પાસે પોતાના પૂર્વભવની વાત સાંભળીને ધર્મપાલને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વભવનો બનાવ આંખ સામે દેખાવા લાગ્યો. હવે તેને ભગવાનના વચનમાં અધિકદઢ નિશ્ચય થયો. તે ભગવાને કહેલા ધર્મનું પાલન કરીને મોક્ષમાં જશે. વસુપાલ સંસારમાં પરિભ્રમણ કરશે. આમ ગુણપ્રશંસા ધર્મનું બીજ છે. (૪૬) अलद्धपुव्वं तु भवोयहिंमि, लहंति तित्थस्स पभावणाए । तित्थेसरत्तं अमरिंदपुजं, दसारसीहो इव सेणिओ वा ॥४७॥ હવે દષ્ટાંત દ્વારા પ્રભાવનાના સર્વોત્તમ ફળને કહે છે – તીર્થની પ્રભાવનાથી જીવો સંસારરૂપ સમુદ્રમાં પૂર્વેક્યારેય પ્રાસ ક્યું નથી તેવું અને દેવેન્દ્રોને પૂજ્ય એવું તીર્થકરપદ પ્રાપ્ત કરે છે. આ વિષે કૃષ્ણ અને શ્રેણિક એ બે દષ્ટાંતરૂપ છે. સર્વ યદુવંશને પૂજ્ય એવા સમુદ્રવિજય વગેરે દસ બંધુઓની દશાઈ એવી સંજ્ઞા છે. દશાહના કુળમાં કૃષ્ણ સિંહ જેવા હોવાથી અહીં મૂળગાથામાં કૃષ્ણને દશાહસિંહ કહેલ છે. થાવગ્ગાપુત્ર દીક્ષા લીધી ત્યારે શ્રીકૃષ્ણ કરેલી તીર્થપ્રભાવના તીર્થકરપદની પ્રાપ્તિનું કારણ બની. શ્રીકૃષ્ણના આ પ્રસંગને કહેવામાં શ્રી નેમિનાથ ચરિત્રનું કથન પણ કરી શકાય. શ્રેણિક રાજાએ શ્રી વીર ભગવાનને કરેલા નમસ્કારથી = શ્રી વીર ભગવાનની કરેલી સેવા-ભક્તિથી કરેલી તીર્થ પ્રભાવનામાં શ્રેણિકનું ચરિત્ર સુપ્રસિદ્ધ છે. વિવેચન અહીં શ્રી કૃષ્ણની તીર્થકરપદની પ્રાપ્તિનું કારણ થાવચ્ચપુત્ર દીક્ષા લીધી હતી ત્યારે શ્રીકૃષ્ણ કરેલી તીર્થપ્રભાવના જણાવી છે. જ્યારે પ્રસિદ્ધિ તો શ્રી કૃષ્ણ અઢાર હજાર સાધુઓને વંદન કરતા તીર્થંકર નામકર્મ બાંધ્યું એવી છે. થાવચ્ચપુત્રની દીક્ષાનો પ્રસંગ આ પ્રમાણે છે કૃષ્ણ મહારાજાનો દીક્ષારાગનો પ્રસંગ કૃષ્ણ મહારાજાએ દ્વારિકા નગરીમાં ઘોષણા કરાવી હતી કે કોઇને દીક્ષા લેવાની ભાવના હોય, પણ કુટુંબના જીવનનિર્વાહની જવાબદારી પોતાને માથે હોવાના કારણે દીક્ષા લઇ ન શકાતી હોય, તો તેના કુટુંબના જીવનનિર્વાહની જવાબદારી હું સંભાળી લઇશ. માટે કોઇએ પણકુટુંબના જીવન નિર્વાહના કારણે સંસારમાં રહેવાની જરૂર નથી. દ્વારિકામાં થાવગ્યા નામની શેઠાણી હતી. તેનો પતિ મૃત્યુ પામ્યો હતો. આથી ઘરનો બધો કારભાર તે ચલાવતી હતી. તેને એક પુત્ર હતો. તેનો પુત્ર લોકમાં થાવચ્ચપુત્ર તરીકે પ્રસિદ્ધ બન્યો હતો. થાવગ્યા શેઠાણીએ થાવચ્ચપુત્રને શ્રીમંત ઘરની બત્રીસ રૂપવંતી યુવતિઓ પરણાવી હતી. તેમની સાથે થાવગ્સાપુત્ર દોગંદક દેવની જેમ સંસાર સુખો ભોગવતો હતો. એક વખત તેનેમનાથ ભગવાનની વાણી સાંભળવા ગયો. ઘરે આવીને માતાના પગમાં પડીને કહ્યું: માહું આજે ભગવાનની દેશના સાંભળવા ગયો હતો. માતાએ કહ્યું: બહુ સારું કર્યું. ભગવાનની Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય સાતમું મંદિરગમન દ્વાર વાણી તો રોજ સાંભળવી જોઇએ. પછી થાવચ્ચાપુત્રે કહ્યું : મને ભગવાનની વાણી બહુ ગમી. માતાએ કહ્યું : તને ભગવાનની વાણી ગમી એ બહુ સારું થયું. લઘુકર્મી જીવોને જ ભગવાનની વાણી ગમે. ભારેકર્મી જીવોને ન ગમે. પછી થાવચ્ચાપુત્રે કહ્યું : મને સંસાર ઉપર વૈરાગ્ય થયો છે. એથી મારે દીક્ષા લેવી છે. અત્યાર સુધી આનંદ પામનાર થાવચ્ચા માતા આ સાંભળીને મૂર્છિત બની ગયા. કારણ કે તેમને આ એકનો એક જ પુત્ર હતો. ખૂબ લાડકવાયો હતો. ખૂબ જ સુખશીલ હતો. મૂર્છા દૂર થતાં દીક્ષાની કઠીનતા વગેરે સમજાવીને દીક્ષા લેવાની ના પાડી. પણ થાવચ્ચાપુત્ર મક્કમ રહ્યો. આખરે માતાએ દીક્ષાની અનુમતિ આપી. દીક્ષાનો દિવસ નક્કી કર્યો. તેનો દીક્ષા મહોત્સવ કરવા જરૂરી સામગ્રી લેવા થાવચ્ચા માતા કૃષ્ણ મહારાજાને ત્યાં ગઈ. તેણે કૃષ્ણ મહારાજાને ભેટલું ધરીને કહ્યું : મારો પુત્ર દીક્ષા લેવાનો છે, મારે તેની દીક્ષાનો વરઘોડો કાઢવો છે. માટે આપ રાજને યોગ્ય મુગટ વગેરે આભૂષણો આપો. કૃષ્ણ મહારાજાએ કહ્યું : માતા ! તમે ચિંતા ન કરો. તેની દીક્ષાનો વરઘોડો હું કાઢીશ. થાવચ્ચા માતાએ તેનો સ્વીકાર કર્યો. પછી કૃષ્ણ મહારાજાએ નગરમાં ઘોષણા કરાવી કે થાવાપુત્ર દીક્ષા લેનાર છે. તેની સાથે જે કોઇ દીક્ષા લેશે તેની દીક્ષાનો વરઘોડો હું કાઢીશ, અને એના કુટુંબના જીવનનિર્વાહની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરીશ. આ સાંભળી એક હજાર શ્રાવકોએ વિચાર્યું કે ૭૨ ક્લાઓમાં કુશળ, યુવાન, રૂપવંતી ૩૨ નારીનો પતિ અને મનુષ્યલોકમાં કુબેર જેવો ધનાઢ્ય થાવચ્ચાપુત્ર ભરયુવાનીમાં દીક્ષા લે છે તો આપણે શા માટે દીક્ષા ન લઇએ. આમ વિચારીને તેમણે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. પછી તેમણે કૃષ્ણ મહારાજાને કહ્યું : અમે થાવચ્ચાપુત્રની સાથે દીક્ષા લઇશું. આ સાંભળી કૃષ્ણ મહારાજા આનંદ પામ્યા. 79 દીક્ષાના દિવસે પરિવાર સહિત કૃષ્ણ મહારાજાએ બધાનો જલથી અભિષેક કર્યો, પછી કિંમતી વસ્ત્રો પહેરાવીને આભૂષણોથી અલંકૃત કર્યા. દરેકને અલગ અલગ પાલખીમાં બેસાડ્યા. એવી રીતે એક હજાર અને એક શિબિકાઓ વગેરે આડંબરથી વરઘોડો નીકળ્યો. શિબિકાઓની આગળ ધજા હતી, અને મંગળ વાજિંત્રો વાગતા હતા. દરેકના મસ્તકે છત્ર હતું. દરેકને બન્ને બાજુ ચામર વીંઝાતા હતા. આમ અત્યંત રાજશાહી ઠાઠ સાથે કૃષ્ણ મહારાજાએ દીક્ષાનો વરઘોડો કાઢ્યો. આ દષ્ટાંતથી તેવા પ્રકારના કોઈ કારણસર દીક્ષા ન લઈ શકનાર શ્રાવકને દીક્ષા પ્રત્યે અને દીક્ષા લેનારાઓ પ્રત્યે કેવો ભાવ હોય છે તે સમજી શકાય છે. (૪૭) एवंविहाहिं वग्गूहिं, थुव्वंतो य पइदिणं । वच्चए जिणगेहंमि, जाव जिणबलाणयं ॥ ४८ ॥ ચૈત્યગૃહગમન દ્વારનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે - - અહો ! આ ધન્ય છે ઈત્યાદિ વચનોથી દરરોજ પ્રશંસા કરાતો તે જિનમંદિરમાં મંદિરના દરવાજા સુધી જાય. (૪૮) Page #99 -------------------------------------------------------------------------- ________________ આઠમું સત્કાર દ્વાર 80 ) શ્રાદ્ધદિનકૃત્ય (૮) સત્કાર દ્વાર पुप्फतंबोलमाईणि, सचित्ताणि विवजए । छत्तवाहणमाईणि, अचित्ताणि तहेव य ॥४९॥ दारं ८॥ काऊणं उत्तमंगंपि, अंजलिं भत्तिसंजुओ । भणई दिढे जिणिंदंमि, नमो भुवणबंधुणो ॥५०॥ આઠમું સત્કાર” દ્વાર છે. તેમાં જિનમંદિર પ્રવેશમાં પાંચ પ્રકારના અભિગમને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર બે ગાથાઓને કહે છે – (૧) (પોતાના ઉપભોગ માટે રાખેલી) પુષ્પ, તંબોલ, સરસવ અને દૂર્વા (ધ્રોખડ નામની વનસ્પતિ) વગેરે સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરે. (૨) (પોતાની મહત્તા બતાવવાને અનુકૂળતા માટે રાખેલી) છત્ર, વાહન, તલવાર, મુકુટ અને પાદુકા વગેરે અચિત્ત વસ્તુઓનો ત્યાગ કરે. બાકીની આભૂષણ વગેરે વસ્તુઓનો ત્યાગ ન કરે. (૩) ઉત્તરાસંગ કરે = શરીર ઉપર ખેસ નાખે. (૪) શ્રી જિનેન્દ્રના દર્શન થતાં જ ભક્તિથી યુક્ત બનીને અને મસ્તકે બે હાથ જોડવારૂપ અંજલિ કરીને “ભુવનબંધુને નમસ્કાર થાઓ” એમ કહે. (૫) મનની એકાગ્રતા કરે. વિવેચન પાંચ અભિગમ અભિગમ એટલે વિનય. જગતમાં સર્વ સ્થાનોમાં વિનયની મુખ્યતા છે. તમારે કોઈ વડાપ્રધાનને ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું હોય તો કેવી શિસ્તથી જાઓ? કપડાં સ્વચ્છ અને સુંદર પહેરો. વાળને બરોબર ઓળી લો. ઓફિસમાં પ્રવેશતાં જ વડાપ્રધાનને નમસ્કાર કરો. અત્યંત નમ્ર બનીને તેની સાથે વાત કરો. વાત કરતી વખતે તમારી દષ્ટિવડાપ્રધાન સામે જ હોય, આડા-અવળા ડાફોડિયાના મારો. કદાચવડાપ્રધાન આજુ-બાજુ નજર કરે તો પણ તમારી નજર તો વડાપ્રધાન તરફ જ મંડાયેલી રહે. વાત પૂર્ણ થયા પછી નીકળતાં આભાર વ્યક્ત કરીને નીકળો. આમ જો વડાપ્રધાન પાસે જવામાં જો આવી બધી મર્યાદા સાચવવી પડતી હોય તો ત્રિલોકના નાથની પાસે જતી વખતે તેનાથી પણ અધિક મર્યાદા સાચવવી જરૂરી છે. એ માટે પાંચ અભિગમોને બરોબર સમજીને તેનું પાલન કરવું જોઇએ. પાંચ અભિગમ આ પ્રમાણે છે:- સચિત્ત ત્યાગ, અચિત્ત અત્યાગ, ખેસ, અંજલિ અને પ્રણિધાન. (૧) સચિરત્યાગ:- પોતાના શરીરની શોભા માટે કે શોખ માટે પુષ્પો, તાંબૂલ, પુષ્પનો હાર, વેણી, માથામાં નાખેલાં પુષ્પો વગેરે સચિત્તવસ્તુનો ત્યાગ કરે, એટલે કે મંદિરની બહારના ભાગમાં મૂકીને મંદિરમાં પ્રવેશ કરે. આનું કારણ એ છે કે જગતના તમામ જીવોને અભયદાન આપનારા પરમાત્માની સમક્ષ પોતાની શોભા માટે કે શોખ માટે સચિત્તવસ્તુનો ઉપયોગ કરવા દ્વારા એ જીવોને દુ:ખ આપે તે યોગ્ય ન ગણાય. Page #100 -------------------------------------------------------------------------- ________________ 81 ) શ્રાદ્ધદિનકૃત્ય આઠમું સત્કાર દ્વાર હા, અહીં એ સમજવું ખાસ જરૂરી છે કે પોતાની શોભા માટે કે શોખ માટે રાખેલ સચિત્ત વસ્તુનો ત્યાગ કરવાનો છે, પણ પરમાત્માની ભક્તિ માટેની સચિત્ત વસ્તુનો ત્યાગ કરવાનો નથી. આથી જ પૂજા માટે પુષ્પો અને ફળો વગેરે મંદિરમાં લઈ જવામાં આવે છે. આથી જ શ્રાવક પર્વતિથિઓમાં પોતે ફળો નવાપરે, પણ ફળપૂજામાં પ્રભુસમક્ષ ફળ મૂકે. ખાવાની વસ્તુ કે દવા મંદિરમાં ન લઈ જવી જોઈએ અહીં એ પણ સમજવાની જરૂર છે કે પોતાની ખાવાની કોઇ પણ વસ્તુ કે દવા મંદિરમાં ન લઈ જવી જોઈએ, એટલું જ નહિ, પરમાત્માની એ વસ્તુ ઉપર નજર પણ ન પડવી જોઇએ. એટલે ખાવાની કોઈ વસ્તુ સાથે લઇને જિનદર્શન આદિ માટે જવાનું બને ત્યારે ભગવાનની દષ્ટિ પણ ન પડે એ રીતે ખાવાની વસ્તુ મંદિરના બહારના ભાગમાં મૂકીને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. આમ છતાં જો ભૂલથી તે વસ્તુ મંદિરમાં લઈ જવાય કે ભગવાનની દષ્ટિ તેના ઉપર પડી જાય તો તે વસ્તુ ખાવી ન જોઈએ. પ્રશ્ન:-ખીસામાં કે થેલી વગેરેમાં રહેલી વસ્તુ દહેરાસરમાં લઈ જવામાં આવે ત્યારે તે વસ્તુ ઉપર પ્રભુની દૃષ્ટિ પડતી ન હોવાથી પોતાના ઉપયોગમાં લેવામાં શો વાંધો? ઉત્તર:- પ્રભુની દૃષ્ટિ પડે કે ન પડે, પણ દહેરાસરમાં લઈ જવાયેલી ખાવાની વસ્તુનો કે દવાનો ઉપયોગ નકરી શકાય. કેમકે – વિનયના અનેક પ્રકાર છે. તેમાં આ (=મંદિરમાં લઈ જવાયેલી ખાવાની વસ્તુનખાવીતે) પણ એક પ્રકારનો વિનય છે. જમણવાર વગેરે પ્રસંગે પીરસવાની વસ્તુ કમંડલ વગેરેમાં ભરીને મંદિરના દ્વાર પાસેથી લઇ જવાની હોય ત્યારે એ વસ્તુ ભગવાનની દૃષ્ટિમાં ન આવે તેની પણ કાળજી રાખવી જોઇએ. એ માટે પડદા વગેરેની પાકી વ્યવસ્થા કરવી જોઇએ. પ્રશ્ન:- આ નિયમ પ્રમાણે તો વરઘોડામાં રસ્તામાં આવતી દુકાનોમાં રહેલી ખાવાની વસ્તુ ભગવાનની દષ્ટિમાં આવે તો તે દુકાનની વસ્તુ ન ખવાય? ઉત્તર - એ અશક્ય પરિહાર છે. એથી ચલાવી લેવું પડે છે. પણ મંદિરમાં તો આપણે તેનું પાલન કરી શકીએ એમ છીએ. માટે આરાધક જીવોએ આ વિષે કાળજી રાખવી જોઇએ. (૨) અચિત્ત અત્યાગ:- શરીરે પહેરેલાં મુગુટ સિવાયનાં અલંકારો વગેરેનો ત્યાગ ન કરે. કારણ કે ભગવાનની પાસે સ્વશક્તિ પ્રમાણે સારાં વસ્ત્રો અને અલંકારોથી અલંકૃત બનીને જવાનું શાસ્ત્રવિધાન છે. (૩) ખેસ:- પરમાત્મા પાસે ખભે ખેસ પહેરીને જવું જોઈએ. પૂર્વે વ્યવહારમાં પણ ખેસનું ઘણું મહત્ત્વ હતું. શેઠ વગેરે રાજા વગેરેની પાસે જતા ત્યારે ખેસ પહેરીને જતા. જો કે આજે પણ ચોપડાપૂજન વગેરે સમયે ખેસ રાખવામાં આવે છે. પણ નવી પ્રજામાં હવે આ પ્રથા બંધ થવા લાગી છે. દુનિયાના વ્યવહારમાં ખેસ રખાય કે ન રખાય તો પણ પરમાત્મા પાસે તો અવશ્ય ખેસ પહેરીને જવું જોઈએ. એ ખેસ સંપૂર્ણ એક વસ્ત્રનું બનેલું હોવું જોઈએ, સાંધેલું કે જોડેલું હોવું જોઈએ. તથા છેડે મુલાયમ દશીઓવાળું હોવું જોઈએ. જેથી મંદિરમાં બેસવાના સ્થાને તેનાથી જમીન પુંજીને બેસી શકાય. (૪) અંજલિ - બે હાથ જોડીને લલાટે લગાડવાને અંજલિ. પ્રભુનું દર્શન થતાં જ અંજલિકરીને મસ્તક જરા નમાવીને “નમો જિણાણ” એમ બોલવું જોઈએ. અહીં સ્ત્રીઓએ મર્યાદા સાચવવા બે હાથ ઊંચા કરીને Page #101 -------------------------------------------------------------------------- ________________ આઠમું સત્કાર દ્વારા 82 શ્રાદ્ધદિનકૃત્ય લલાટે ન લગાડવા. સ્ત્રીઓએ અંજલિર્યા વિના જ બે હાથ જોડી, મસ્તકને જરા નમાવીને “નમો જિણાણ એ પ્રમાણે બોલવું. સ્ત્રીઓ બે હાથ ઊંચા કરે તો તેમના અંગો ઉઘાડાં થાય અને કોઈકને પાપનું કારણ બને. આ ઉપરથી બેનોએ બોધપાઠ લઇને વસ્ત્રો એવાં ન પહેરવા જોઈએ એવી રીતે ન પહેરવાં જોઈએ કે જેથી અંગો ઉઘાડાં થાય. બધે આ મર્યાદા સાચવવી જોઈએ, તેમાં પણ ધર્મસ્થાનોમાં વિશેષરૂપે સાચવવી જોઈએ. (૫) પ્રણિધાન :- પ્રણિધાન એટલે મનની એકાગ્રતા. મંદિરમાં પ્રવેશ થયા બાદ મન પરમાત્માની ભક્તિમાં રહેવું જોઈએ. પરમાત્માની ભક્તિસિવાયના કોઇ વિચારો પણ ન કરી શકાય તો પરમાત્મભક્તિસિવાયના વચન કેમ બોલી શકાય અને પ્રવૃત્તિ તો કેમ જ કરી શકાય? આ પાંચ અભિગમો પુરુષ માટે છે. સ્ત્રી માટે ખેસ અને અંજલિ વિના ત્રણ અભિગમ છે. રાજા માટે પાંચ અભિગમ:- રાજાએ તલવાર, છત્ર, મોજડી, મુગટ અને ચામર એ પાંચ રાજચિહ્નોને મંદિરની બહાર મૂકી દેવા જોઇએ. કારણ કે ત્રણ ભુવનના રાજા એવા દેવાધિદેવની આગળ પોતાનું રાજાપણું દર્શાવવું તે અત્યંત અવિનય છે. રાજા પોતાનું રાજપદ મૂકીને, મંત્રી પોતાનું પ્રધાનપદ મૂકીને અને શેઠ પોતાનું શ્રેષ્ઠિપદ મૂકીને મંદિરમાં પ્રવેશ કરે. પ્રભુ પાસે તો સેવક બનીને જ જવાનું હોય, સ્વામી બનીને નહિ. આનો તાત્પર્યાર્થ એ છે કે અહંકારને છોડીને મંદિરમાં જવું જોઈએ. પણ ઘણા આત્માઓ અહંકારને સાથે લઈને મંદિરમાં પ્રવેશ કરે છે. એથી કોઇ ભૂલ બતાવે તો મારું અપમાન થયું એમ માનીને ઝગડો કરે છે, ગુસ્સે થાય છે. (૪૯૫૦) निसीहियं च काऊणं, अग्गे मज्झे तहेव य । बंधमित्ताइसंजुत्तो, करे तिन्नि पयाहिणा ॥५१॥ હવે જિનમંદિરમાં પ્રવેશની વિધિને કહે છે – નિસીહિ બોલીને બંધુ અને મિત્ર વગેરેથી યુક્ત શ્રાવક ત્રણ પ્રદક્ષિણા આપે. ૧. પહેલી નિસાહિ જિનમંદિરના અગ્રદ્વારમાં પ્રવેશતાં પહેલાં કહે. ૨. બીજી નિસાહિ જિનમંદિરમાં પ્રદક્ષિણા આપતાં પહેલાં કહે. ૩. ત્રીજી નિસાહિગભારામાં પ્રવેશતાં પહેલાં કહે. અથવા ૧. ઘરની પ્રવૃત્તિના ત્યાગરૂપ પહેલી નિશીહિ મંદિરના અગ્રદ્વારમાં કહે. ૨. મંદિરની પ્રવૃત્તિના ત્યાગરૂપ બીજી નિશીહિ ગભારામાં પ્રવેશતાં કહે. ૩. દ્રવ્યપૂજાના ત્યાગરૂપ ત્રીજી નિસાહિચૈત્યવંદન કરતાં પહેલાં કરે. અહીં ત્રણ નિસાહિઅને ત્રણ પ્રદક્ષિણાનું ગ્રહણ કર્યું હોવાથી દશેય ત્રિકો અહીં જાણવી. જિન દર્શન-પૂજનમાં જરૂરી દશત્રિક (દશ વિષયોનું ત્રણ ત્રણનું જૂથ) નિસહિ, પ્રદક્ષિણા, પ્રણામ, પૂજા, અવસ્થા, દિશિત્યાગ, પ્રમાર્જન, આલંબન, મુદ્રા અને પ્રણિધાન Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (83 આઠમું સત્કાર દ્વારા એમ દશ ત્રિક છે. ૧. નિસાહિત્રિક ( ત્રણ વાર નિશીહિ બોલવું) પહેલી નિશીહિ - નિસાહિએટલેકરાતી ધર્મક્રિયા સિવાય અન્ય ક્રિયાનો ત્યાગ. મંદિરમાં જતાં સૌથી પહેલાં દ્વારમાં પ્રવેશ કરતી વખતે પહેલીવાર નિસાહિ કહેવું. આ નિસાહિથી જિનમંદિર સિવાયના બાહ્ય વ્યાપારોનો ત્યાગ થાય છે. એટલે જિનમંદિરમાં પ્રવેશ ક્ય પછી સંસારના કોઈપણ વિચારો, સંસારની કોઇપણ વાત અને સંસારની કોઇપણ ક્રિયા ન થઈ શકે. જિનમંદિર સંબંધી કોઇ પણ કાર્ય થઇ શકે. પૂજારી, સલાટ, નોકર વગેરેને સૂચના કરવી હોય, કોઈ વસ્તુ મંગાવવી હોય, કોઇ વસ્તુ આઘી-પાછી મૂકવી હોય કે મૂકાવવી હોય વગેરે ક્રિયા થઇ શકે છે. બીજી નિસાહિઃ-ગભારામાં પેસતાં બીજી વાર નિસહિકહેવું. આ નિસાહિથી દહેરાસરનાં કાર્યોનો પણ ત્યાગ થાય છે. એટલે ગભારામાં ગયા પછી મંદિરના કાર્ય સંબંધી પણ કોઈ જાતનો વિચાર, વાણી કે પ્રવૃત્તિ ન થાય. પૂજા માટે ગભારામાં પ્રવેશ કર્યા પછી પૂજામાં જ ધ્યાન રહેવું જોઈએ. ત્રીજી નિસાહિ - દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા = ચૈત્યવંદન કરતાં પહેલાં ત્રીજી નિશીહિ કહેવી. આ નિસાહિથી દ્રવ્યપૂજા સંબંધી બધી પ્રવૃત્તિનો મન, વચન અને કાયાથી નિષેધ થાય છે. હવે ભાવપૂજામાં = ચૈત્યવંદનમાં જ એકાગ્ર બનવાનું છે. ૨. પ્રદક્ષિણાત્રિક ભમતીની ફરતે જમણી (ભગવાનની જમણી અને આપણી ડાબી બાજુથી શરૂ કરી ત્રણ પ્રદક્ષિણા આપવી જોઇએ. આ પ્રદક્ષિણા આપવાની પાછળ અનાદિકાળના ભવભ્રમણને ટાળવાનો હેતુ રહેલો છે. અનાદિકાળના ભવના ફેરા દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણની સાધનાથી ટળે. માટે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપવાની છે. ત્રણ પ્રદક્ષિણા દેતાં દેતાં ભવભ્રમણ આંખ સામે આવવું જોઇએ. એ માટે પ્રદક્ષિણા દેતાં દેતાં મહાપુરુષોએ રચેલા પ્રદક્ષિણાના ગુજરાતી દુહા બોલવા જોઈએ. (આ દુહા આ ગ્રંથમાં ૧૧૬મા પૃષ્ઠમાં છે.) ૩. પ્રણામત્રિક ૧. અંજલિબદ્ધ પ્રણામ - ભગવાનનાં દર્શન થતાં જ મસ્તકે બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કરવા તે અંજલિબદ્ધ પ્રણામ છે. જિનાલયમાં જતી વખતે અને વરઘોડા વગેરેમાં જિનમૂર્તિના દર્શન થતાંની સાથે જ અંજલિબદ્ધ પ્રણામ કરવા જોઈએ. દૂરથી સર્વ પ્રથમ જિનાલય દેખાય ત્યારે પણ અંજલિબદ્ધ પ્રણામ કરવા જોઈએ. ૨. અર્ધાવનત પ્રણામ:- અંજલિબદ્ધ પ્રણામપૂર્વકકેડથી અર્ધનમવું તે અધવનત પ્રણામ. ભગવાન સમક્ષસ્તુતિ બોલતાં પહેલાં આ પ્રણામ કરવા જોઈએ. અર્થાત્ ભગવાન સમક્ષ અર્ધાવનત પ્રણામ કરીને સ્તુતિ શરૂ કરવી જોઈએ. ૩. પંચાંગ પ્રણામ - બે ઢીંચણ, બે હાથ, એક મસ્તક એ પાંચ અંગો ભેગા કરી પ્રણામ કરવા તે પંચાંગ પ્રણામ. ચૈત્યવંદનમાં ત્રણ ખમાસમણા આપવામાં આવે છે તે પંચાંગ પ્રણામ છે. * ચૈત્યવંદન ભાષ્ય ગા. ૮ અને ચૈત્યવંદન મહાભાષ્ય ગા. ૧૯૩માં મંડપમાં પ્રવેશ કરતા બીજી નિસાહિ કહેવાનો ઉલ્લેખ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ આઠમું સત્કાર દ્વાર ( 84 ) 84. શ્રાદ્ધદિનકૃત્ય ખમાસમણું કેમદેવુંતે. પંચાંગપ્રણિપાતરૂપ ખમાસમણ મુદ્રા પ્રથમ સ્થિતિ (પ્રારંભ) દ્વિતીય સ્થિતિ (અન્ત) પંચાંગ - બે હાથ બે પગ અને મસ્તક તે વડે પ્રણિપાત = નમસ્કાર ૪. પૂજાત્રિક ૧. અંગપૂજા:- ભગવાનના અંગને સ્પર્શને જે પૂજા થાય તે અંગપૂજા છે. ૨. અગ્રપૂજા - ભગવાન સમક્ષ થોડા દૂર ઊભા રહી જે પૂજા થાય તે અગ્રપૂજા છે. ૩. ભાવપૂજા:- સ્તુતિ અને ચૈત્યવંદન એ ભાવ પૂજા છે. પૂજાના અનેક પ્રકારો છે. તેમાં આઠ પ્રકારો અસ્ત્રકારી પૂજા તરીકે પ્રસિદ્ધ છે. અપ્રકારી પૂજાનો અંગપૂજા અને અગ્રપૂજામાં સમાવેશ થાય છે. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એ આઠથી થતી પૂજા અષ્ટપ્રકારી કહેવાય છે. તેમાં જલ, ચંદન, અને પુષ્પ એ ત્રણનો અંગ પૂજામાં સમાવેશ થાય છે. કારણ કે એ ત્રણ પૂજા ભગવાનના અંગને સ્પર્શીને થાય છે. બાકીની ધૂપ આદિ પાંચ પૂજા અગ્રપૂજા છે. કારણ કે ભગવાનના સ્પર્શ વિના ભગવાન સમક્ષ થાય છે. પૂજાના દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારો પણ છે. દ્રવ્યથી ( બાહ્ય વસ્તુથી) થતી પૂજા દ્રવ્યપૂજા છે. દ્રવ્ય વિના કેવળ ભાવથી થતી પૂજા ભાવપૂજા છે. અંગપૂજા અને અગ્રપૂજા અથવા તો અષ્ટપ્રકારી પૂજા દ્રવ્યપૂજા છે. સ્તુતિ-ચૈત્યવંદન ભાવપૂજા છે. ૫. અવસ્થાત્રિક ભગવાનની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવું તે અવસ્થાત્રિક. Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (85) આઠમું સત્કાર દ્વાર ૧. પિંડસ્થ:- પિંડસ્થ અવસ્થામાં ભગવાનની જન્મ, રાજ્ય અને શ્રમણ એ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવાનું છે. જન્મ અવસ્થામાં ભગવાનના જન્મ સમયે ૫૬ દિમારિકાઓ આવીને પ્રસૂતિકાર્યકરે છે, ઈન્દ્રસિંહાસન કંપે છે. ઈન્દ્રો અને દેવતાઓ ભગવાનને મેરુ પર્વત ઉપર લઇ જઇને જન્માભિષેક કરે છે, છપ્પન દિકુમારિકાઓ, ઈન્દ્રોદેવતાઓ ભગવાનની આવી ભક્તિ કરે છે છતાં પણ ભગવાનના અંતરમાં એ બદલ જરાય ગર્વથતો નથી. આવી આવી બીજી પણ જન્મ સમયની અનેક બાબતોનું ચિંતન કરવું જોઈએ. રાજ્યવસ્થામાં ભગવાન રાજ્ય કરતા હોવા છતાં વિરાગભાવે રહે છે, ચારિત્ર મોહનીય કર્મો ખપાવવા માટે જ અનિચ્છાએ રાજ્ય ચલાવે છે, વગેરેનું ચિંતન કરવું જોઈએ. શ્રમણ અવસ્થામાં ભગવાન દીક્ષા લીધા પછી અપ્રમત્તપણે ચારિત્રનું પાલન કરે છે, ઘોર પરિષદો સહન કરે છે. ઘાતી કર્મો ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે વગેરેનું ચિંતન કરવું જોઈએ. ૨. પદસ્થ - પદસ્થ અવસ્થા = કેવલી (ક્વલજ્ઞાન પછીની) અવસ્થા. પદસ્થ અવસ્થામાં ભગવાન કેવળજ્ઞાનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળનું સઘળું જાણે છે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. દરરોજ બે પહોર દેશના આપીને અનેક જીવોને ધર્મ પમાડે છે વગેરે ચિંતવવું જોઈએ. ૩. રૂપાતીત - રૂપાતીત અવસ્થા = સિદ્ધ અવસ્થા. અરિહંત ભગવાન ઘાતી-અઘાતી સઘળાં કર્મો ખપાવીને સિદ્ધ બને છે = મોક્ષમાં જાય છે. હવે તેમને જન્મ નહિ, મરણ નહિ, શરીર નહિ, કોઈ જાતનું જરાપણ દુ:ખ નહિ, અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે વગેરે ચિંતવવું. ચૈત્યવંદન કર્યા પછી અથવા તો ચૈત્યવંદન કર્યા પહેલાં અવસ્થાત્રિકનું ચિંતન કરવું. ૬. દિશિત્યાગત્રિક ચૈત્યવંદન આદિમાં ભગવાનની મૂર્તિ જે દિશામાં હોય તે દિશામાં ભગવાન સમક્ષદષ્ટિ રાખી બાકીની ત્રણે દિશાનો ત્યાગ કરવો જોઇએ. ગમે તેમ દષ્ટિ રાખવાથી ચિત્તચંચલતા, ભગવાનનો અવિનય, આશાતના વગેરે અનેક દોષો ઉત્પન્ન થાય. ૭. પ્રાર્થનત્રિક ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં બેસવાની ભૂમિનું ત્રણ વાર પ્રમાર્જન કરવું જોઈએ. પૌષધમાં રહેલા શ્રાવકે ચરવળાથી, સાધુએ રજોહરણથી, પૌષધ રહિત શ્રાવકે ખેસનાદશીવાળાછેડાથી અને શ્રાવિકાએ રૂમાલથી પ્રમાર્જન કરવું જોઈએ. ૮. આલંબનત્રિક સૂત્ર, અર્થ અને મૂર્તિનું આલંબન એ આલંબનવિક છે. સૂત્ર આલંબન - ચૈત્યવંદન કરતાં સૂત્રોનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો અને તેમાં ધ્યાન રાખવું. અર્થ આલંબન - ચૈત્યવંદનના સૂત્રો બોલતાં તેના અર્થમાં ઉપયોગ રાખવો. મૂર્તિ આલંબન - ચૈત્યવંદન કરતાં ઉપયોગપૂર્વક ભગવાન સમક્ષ દષ્ટિ રાખવી. ૯. મુદ્રાવિક યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા એ ત્રણ મુદ્રાવિક છે. ૧. યોગમુદ્રા - આંગળીઓ પરસ્પરના અંતરે આવે અને વચમાં કમળનાડોડાની જેમ પોલા રહે એ Page #105 -------------------------------------------------------------------------- ________________ આઠમું સત્કાર દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય પ્રમાણે બે હાથ જોડીને સહેજ નમેલા કપાળ નીચે રાખવા, તથા બંને હાથની કોણીઓ પેટ ઉપર રાખવી એ યોગમુદ્રા છે. ત્રણ પ્રણિધાન સૂત્રો સિવાય બધાં સૂત્રો આ મુદ્રાએ બોલવાના છે. ૨. જિનમુદ્રા - ઊભા રહેતી વખતે બે પગ વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં ચાર આંગળથી કંઇક ઓછું અંતર રહે એ પ્રમાણે પગ રાખવા એ જિનમુદ્રા છે. ઊભા રહીને સૂત્રો બોલતી એ વખતે આ મુદ્રા રાખવાની છે. ૩. મુક્તાણુક્તિ મુદ્રા :- આંગળીઓ પરસ્પરની સામે આવે અને મધ્યભાગમાં પરસ્પર જોડેલી મોતીછીપની જેમ પોલા રહે એ પ્રમાણે બે હાથ જોડીને કપાળને અડેલા રાખવા એ મુક્તાશક્તિ મુદ્રા છે. ત્રણ પ્રણિધાન સૂત્રો બોલતાં આ મુદ્રા રાખવાની છે. ઊભા રહીને સૂત્રો બોલતી વખતની મુદ્રા 86 ચૈત્યવંદનના પ્રારંભથી ‘સ્તવન’ સુધીની ‘યોગમુદ્રા’ કાઉસ્સગ્ગ કેમ કરવો તેની મુદ્દા જિનમુદ્રા (ઉભા કાઉસ્સગની મુદ્રા). · ઊભા કાઉસ્સગ્ગ કરનારે બે પગના આગળના અને પાછળના ભાગ વચ્ચે કેટલું અંતર રાખવું તે, મુહપત્તિ અને ચરવલો કયા હાથમાં રાખવા તે, હાથ કેમ રાખવા તે, ધ્યાનને લગતી મુખમુદ્રા કેમ રાખવી તે આ ચિત્રથી સમજાશે. ઊભા રહીને સૂત્રો બોલતી વખતે હાથની યોગમુદ્રા અને પગની જિનમુદ્રા કેવી રીતે રાખવી તે આ ચિત્રથી સમજાશે. જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવિ સાહૂ તથા જયવીયરાયથી આભવમખંડા સુધીની ‘મુક્તાશક્તિ મુદ્રા’ વારિઈથી જૈન જયતિ શાસનમ્ સુધીની ‘યોગમુદ્રા’ અર્ધાજયવીયરાય બોલ્યા પછીની હાથની મુદ્રા Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (87) આઠમું સત્કાર દ્વારા ૧૦. પ્રણિધાનત્રિક જાવંતિ ચેઈઆઈ, જાવંત કવિ સાહુ અને જયવીયરાય એ ત્રણ સૂત્રો પ્રણિધાન સૂત્રો છે. અથવા મન, વચન અને કાયાની એકગ્રતા એ ત્રણ પ્રણિધાન છે. (૫૧) मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइंदिओ । इरियाए उवउत्तो, वक्खेमाणं विवजए ॥५२॥ - પ્રદક્ષિણા અને નિશીહિની વિચારણા કરતા ગ્રંથકાર પાંચ ગાથાઓને કહે છે – મનથીગુમ, વચનથી ગુમ, કાયાથી ગુમ, જિતેન્દ્રિય અને ઈસમિતિમાં ઉપયોગવાળો બને, ગીત સાંભળવું વગેરે પ્રકારની વ્યગ્રતાનો ત્યાગ કરે. અહીં જણાવેલા વિશેષણોમાં જિતેન્દ્રિય વિશેષણ હેતુ છે અને બીજાં વિશેષણો કાર્યરૂપ છે, અર્થાત્ જે જિતેન્દ્રિય બને તે મન-વચન અને કાયાથી ગુમ બને, ઈસમિતિમાં ઉપયોગવાળો બને, તથા વ્યગ્રતાનો ત્યાગ કરે. (૫૨) : मुत्तूण जं किंचिवि देवकज्जं, नो अन्नमत्थं तु विचिंतइज्जा । इत्थीकहं भत्तकहं विवजे, देसस्स रन्नो न कहं कहिज्जा ॥५३॥ દેવનાં કાર્યોને છોડીને બીજાં કાર્યોનો વિચાર ન કરે, સ્ત્રીકથા, ભક્તકથા, દેશક્યા અને રાજસ્થા એ ચાર વિકથાનો ત્યાગ કરે. (૧૩) ... मंमाणुवेहिं न वइज वक्त्रं, न जम्मकम्माणुगयं विरुद्धं । नालीयपेसुन्नसुकक्कसं वा, थोवं हिअंधम्मपरं लविज्जा ॥५४॥ કહ્યું છે કે – પરના પરસ્ત્રીગમન આદિ દોષોનું પ્રકાશન કરવું વગેરે એમને ભેદી નાખે તેવું વચન ન બોલવું. તારો પિતા ઉપપતિ હોવાથી તારો જન્મ દૂષિત છે, તું પરનો નોકર છે, તું ચોર છે, ઇત્યાદિન બોલે. નિર્ધનને ધનવાન કહેવો ઈત્યાદિ સ્વસંબંધી કે પરસંબંધી અસત્ય ન બોલે. ખોટા દોષોનો આરોપ મૂકવો. અરે! દુરાત્મા! ઇત્યાદિ અતિશય કર્કશ વચનો ન બોલે. થોડું (=જરૂર પૂરતું જ) બોલે. મધુર વચન હોવાના કારણે સાંભળનારને આહ્વાદ ઉત્પન્ન કરે તેવું હિતકર વચન બોલે. પાપથી રોકે તેવું વચન બોલે. (૫૪) जो होइ निसिद्धप्पा, निसीहिया तस्स भावओ होइ । अनिसिद्धस्स निसीहिय, केवलमित्तं भवइ सद्दो ॥५५॥ જેણે આત્માને મન-વચન-કાયાવડે અસદુ વ્યાપારોથી રોક્યો છે તેની નિશીહિ પરમાર્થથી થાય છે. આત્માને અસદ્ વ્યાપારોથી નહિ રોકનારની નિશીહિ કેવળ શબ્દમાત્ર થાય છે. (૫૫) મિહોહ૩ સવ્વાસ, નો વનિ TIPI तस्स निसीहिया होइ, इइ केवलिभासियं ॥५६॥ પરસ્ત્રીના પતિની સંમતિથી પરસ્ત્રી સાથે વ્યભિચાર કરનાર ઉપપતિ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ આઠમું સત્કાર દ્વાર (88 શ્રાદ્ધદિનકૃત્ય. જે મૈથુનસ્થા અને પૂર્વોક્ત સઘળી વિઠ્યાઓનો જિનમંદિરમાં ત્યાગ કરે છે, તેની નિસીહિ (સાચી) થાય છે એમ કેવલીઓએ કહ્યું છે. (૫૬) पुणो निसीहियं काउं, पविसे जिणमंदिरे । पुव्वुत्तेण विहाणेण, कुणइ पूर्य तओ विऊ ॥५७॥ . ગભારામાં પ્રવેશ કરવાની વિધિને કહે છે વિચક્ષણ શ્રાવક ફરી નિશીહિ બોલીને ગભારામાં પ્રવેશ કરે. પછી પૂર્વોક્ત (૨૪મી ગાથામાં કહેલ) મુખકોશ બાંધવો વગેરે વિધિથી પૂજા કરે. (૫૭) कायकंड्यणं वज्जे, तहा खेलविगिंचणं । थुइथुत्तभणनं चेव, पूयंतो जगबंधूणो ॥५८॥ વળી– જગતના બંધુશ્રી જિનેશ્વરની પૂજા કરતો શ્રાવક શરીરે ખણવું, થુંક-બળખો વગેરે કાઢવું, સ્તુતિ-સ્તોત્રો બોલવાં, એ બધાનો ત્યાગ કરે. (૫૮) घूसिणकप्पूरमीसंतु, काउं गंधोदगं वरं । तओ भुवणनाहे उ, न्हवेइ भत्तिसंजुओ ॥५९॥ સ્નાત્રની (=પ્રક્ષાલની) વિધિને કહે છે ભક્તિયુક્ત શ્રાવક પહેલાં કેસર,પુર, સર્વ ઉત્તમ ઔષધિઓ અને ચંદન વગેરે ભેળવીને પાણીને સુગંધી કરે. પછી તે પાણીથી ત્રિભુવનનાથ શ્રી જિનેશ્વરને સ્નાન કરાવે. (૫૯) गंधोदएण न्हवणं, विलेवणं पवरपुप्फमाईहिं । कुजा पूर्य फलेहिं, वत्थेहिं आभरणमाईहिं ॥६०॥ આ અર્થને તથા હવે કહેવારો તે અર્થને અન્યગ્રંથથી સંગત કરતા સૂત્રકાર જ કહે છે – શ્રાવક સુગંધી પાણીથી શ્રીજિનને સ્નાન કરાવે, કેસર વગેરેથી વિલેપન કરે, કેવડાનું ફૂલ વગેરે ઉત્તમ પુષ્પો, વાલક (=સુગંધિદ્રવ્ય વિશેષ) વગેરે, ફળો, વસ્ત્રો, આભૂષણો અને ચંદરવો વગેરેથી પૂજા કરે. (૬૦) सुकुमालेण वत्थेणं, सुगंधेणं तहेव य । गायाइं विगयमोहाणं, जिणाणमणुलुहए ॥६१॥ આ જ વિષયને કંઈક વિસ્તારના સૂત્રકાર નવ ગાથાઓને કહે છે – સ્નાન કરાવ્યા પછી મોહરહિત શ્રી જિનોનાં અંગોને અતિશય કોમળ અને સુગંધીવસ્ત્રથી (=અંગલુહણાથી) લુછે = કોરાં કરે. (૬૧) * I TI શબ્દનો ટીકામાં ચંદન અર્થ કર્યો છે પણ સંસ્કૃત-પ્રાકૃત શબ્દકોશમાં ધુળ શબ્દનો ચંદન અર્થ જોવામાં આવ્યો નથી. તથા ટીકામાં આગળ જન શબ્દ આવતો હોવાથી અનુવાદમાં હુકુળ શબ્દનો કેસર અર્થર્યો છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (89) આઠમું સત્કાર દ્વારા कप्पूरमीसियं काउं, कुंकुमं चंदणं तहा । तओ य जिणबिंबाणि, भावेण मणुलिंपए ॥६२॥ કેશર-ચંદનને પૂરથી મિશ્રિત કરીને, અર્થાત્ કેશર, ચંદન અને પૂર એ ત્રણનું મિશ્રણ કરીને તેનાથી પરમભક્તિથી શ્રી જિનબિંબોને વિલેપન કરે. (૬૨) वन्नगंधोवमेहिं च, पुप्फेहिं पवरेहि य । नाणापयारबंधेहिं, कुज्जा पूर्व वियखणो ॥६३॥ વિવિધ રીતે પુષ્પપૂજાની રચના કરવામાં કુશળ શ્રાવક સુંદર વર્ણવાળા અને સુગંધી એવા ઉત્તમ પુષ્પોને પરોવવા કે ગૂંથવા વગેરે રીતે વિવિધ રચના કરીને પુષ્પપૂજા કરે. (૬૩) वत्थगंधेहिं पवरेहिं, हिययाणंददायए । जिणे भुवणमहिए, पूयए भत्तिसंजुओ ॥६४॥ ભક્તિયુક્ત શ્રાવક ચીનાંશુક વગેરે ઉત્તમ વસ્ત્રોથી અને ઉત્તમ સુગંધી (વાસક્ષેપવગેરે) દ્રવ્યોથી હૃદયને આનંદ આપનારા અને વિશ્વપૂજિત એવા જિનોની પૂજા કરે. संखकुंदोवमेहिं च, अखंडफलिएहि य । अक्खएहिं विसिटेहिं, लिहए अट्ठमंगले ॥६५॥ શંખ અને મોગરાના પુષ્પ જેવા શ્વેત અખંડ અને ફૂટેલા ન હોય તેવા શાલી અને તંદુલ વગેરે જાતિના ઉત્તમ અક્ષતોથી અષ્ટ મંગલની રચના કરે. (૬૫) दप्पणभद्दासणवद्धमाण सिरिवच्छमच्छवरकलसा । '' સન્થિયનવાવા, ત્રિહિમ માત્મયા દુદ્દા દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, શ્રીવત્સ, મત્સ્ય, કળશ, સ્વસ્તિક અને નંદ્યાવર્ત આ આઠ મંગલો શાસ્ત્રમાં કહ્યાં છે. દર્પણ = આરિસો. ભદ્રાસન = નેતરનું આસન. વર્ધમાન = શરાવ સંપુટ, અર્થાત્ સીધા કોડિયાની ઉપર ઊંધું કોડિયું મૂક્યું હોય તેવો આકાર. અથવા એક પુરુષ ઉપર બીજો આરૂઢ થયો હોય તેવો આકાર. શ્રીવત્સ = ઉત્તમ પુરુષોના હૃદય (છાતી) ઉપર રહેલી એક ઊંચી આકૃતિ. મત્સ્ય = માછલું. કળશ = કુંભ. સ્વસ્તિક અને નંદ્યાવર્ત જાણીતા છે. પ્રશ્નઃ-ગાથામાં ગણાઇ એમ ગષ્ટ શબ્દનો બે વાર પ્રયોગ કેમ કર્યો છે? ઉત્તર:- એક પણ મંગલની અષ્ટમંગલ સંજ્ઞા છે. જેમકે એક પણ પૂજાવાળા ઉત્સવની અષ્ટાલિકા એવી સંજ્ઞા છે. અથવા પ્રત્યેક મંગલની અટાર એવી સંજ્ઞા છે. (૬૬) ચીનદેશના સારા વસ્ત્રને ચીનાંશુક કહેવામાં આવે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ આઠમું સત્કાર દ્વારા (90) શ્રાદ્ધદિનકૃત્ય कुसुमेहिं पंचवन्नेहि, पूयए अट्ठमंगले । चंदणेण विसिडेण, दले पंचंगुलीतलं ॥६७॥ પંચરંગી પુષ્પોથી અષ્ટમંગલને પૂજે. કેશરમિશ્રિત ચંદનથી પાંચ આંગળી પૂર્વક હાથના તળિયા વડે થાપો આપે. (૬૭) कुसुमेहिं पंचवन्नेहिं, पूयए भत्तिसंजुओ । चंदणेण तहेवावि, तओ पंचंगुलीतलं ॥६८॥ ભક્તિપૂર્વક શ્રાવક પંચરંગી પુષ્પોથી અષ્ટમંગલને પૂજે. પછી કેશરમિશ્રિત ચંદનથી પાંચ આંગળીપૂર્વક હાથના તળિયા વડે થાપો આપે. (૬૮) अगरकप्पूरमीसं तु, दहे धूवं वियक्खणो । आरत्तियाइपजंतं, करे किच्चं तओ पुणो ॥६९॥ ધૂપ કરવાની વિધિમાં કુશલ શ્રાવક અગર અને પુરથી મિશ્રિત લોબાન અને ગુગળ વગેરે ધૂપ દ્રવ્યોથી ધૂપ કરે. ત્યાર બાદ આરતિ આદિ સુધીનાં કર્તવ્યોને કરે. અગર એ સુગંધી કાષ્ઠ વિશેષ છે. ગુજરાતી ભાષામાં તેને અગરચંદન કહેવામાં આવે છે. પૂજાનો આ વિધિ રાજપ્રસ્ત્રીય ઉપાંગમાં પણ છે. (૬૯) देविंददाणविंदेहि, नारएणं जहा कयं । पभावईइ देवीए, तहा नढे करे विऊ ॥७०॥ આરતિના અવસરે નૃત્ય કરવું જોઈએ. આથી દષ્ટાંત સહિત નૃત્યને કહે છે – દેવોના સ્વામી શકેન્દ્ર, દાનવોના સ્વામીચમરેન્દ્ર અને પ્રભાવતીએ જે રીતે નૃત્ય ક્યું હતું તે રીતે નૃત્ય કરે. શકેન્દ્રની સ્થા વીસમા તીર્થંકરના શાસનમાં થયેલો શ્રાવક કાર્તિક શેઠ મૃત્યુ પામીને દેવોનો સ્વામી શકેન્દ્રથયો. તે કેન્દ્ર વિશાખાપુરીમાં બહુપૂર્ણક ઉદ્યાનમાં બિરાજેલા શ્રીવીર જિનની સમક્ષ ભેદ-પ્રભેદથી સહિત જે રીતે નૃત્ય કર્યું તે રીતે નૃત્ય કરવું. (શકેન્દ્ર જાતે દિવ્ય નૃત્ય કર્યું તથા ઈન્દ્રાણીઓએ અને અપ્સરાઓએ પણ વિધિપૂર્વક ગીતવાજિંત્ર પૂર્વક નૃત્ય કર્યું હતું.). ચમરેન્દ્રની કથા વંધ્ય પર્વતની પાસે રહેલા બિભેલ ગામમાં પૂરણ નામનો ગૃહસ્થ હતો. તેણે વૈરાગ્યથી તાપસી દીક્ષા લીધી. તે છઠના પારણે છઠું કરતો હતો. તે મૃત્યુ પામીને દાનવોનો સ્વામી અમરેન્દ્રથયો. તે સ્વસ્થ અવસ્થામાં રહેલા શ્રી વીરસ્વામીનું શરણું સ્વીકારીને શકેન્દ્રને (=પહેલાદેવલોકના ઈન્દ્રને) જીતવા માટે કેન્દ્રની પાસે આવ્યો. અહીં ૬૭-૬૮ એ બંને ગાથાઓનો અર્થ સમાન છે. એથી મૂળ ગ્રંથકારે ૬૮મી ગાથા સાક્ષી રૂપે બીજા ગ્રંથમાંથી અહીં લીધી હોય એવી સંભાવના છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (91) આઠમું સત્કાર દ્વાર પણ શકેન્દ્ર તેનો પરાભવ કર્યો. આથી ચમરેન્દ્ર શકેન્દ્રથી બચવા શ્રી વીરસ્વામીનું શરણ સ્વીકાર્યું. આથી શહેન્દ્ર તેને છોડી દીધો. શ્રી વીર સ્વામીનું શરણ સ્વીકાર કરવાના કારણે બચી જવાથી તે સખ્યત્વ પામ્યો. પછી તેણે સુસુષ્માપુરમાં રહેલા શ્રી વીરસ્વામીની સમક્ષ સામાનિક વગેરે દેવોની સાથે નાટક-નૃત્ય કર્યું. પ્રભાવતી રાણીની કથા ચંપાનગરીમાં સ્ત્રીલંપટ એવો એક કુમારનંદી નામનો સોની રહેતો હતો. તે પાંચસો સૌનૈયા આપીને સુંદર કન્યા પરણતો હતો. આ રીતે પરણેલી પાંચસો સ્ત્રીઓની સાથે તે કુમારનંદી એક થંભવાળા પ્રાસાદમાં ક્રીડા કરતો હતો. એક વખતે પંચશેલ દ્વીપની અંદર રહેનારી હાસા તથા પ્રાસા નામની બે વ્યંતરદેવીઓએ પોતાનો પતિ વિદ્યુમ્ભાળી ચવ્યો, ત્યારે ત્યાં આવી પોતાનું રૂપ દેખાડી કુમારનંદીને વ્યામોહ પમાડ્યો. કુમારનંદી ભોગની પ્રાર્થના કરવા લાગ્યો, ત્યારે “પંચશીલ દ્વીપમાં આવ” એમ કહી તે બન્ને દેવીઓ ચાલી ગઈ. પછી કુમારનંદીએ રાજાને સુવર્ણ આપી પડહ વજડાવ્યો કે, “જે પુરુષ અને પંચશૈલદીપે લઇ જાય, તેને હું ક્રોડ દ્રવ્ય આપું.” પડહ સાંભળી એક વૃદ્ધખલાસી તે કોટિ દ્રવ્ય લઈ, તે પોતાના પુત્રોને આપી, કુમારનંદીને વહાણમાં બેસાડી સમુદ્રમાં બહુ દૂર ગયો, અને પછી કહેવા લાગ્યો કે, “આ વડવૃક્ષ દેખાય છે, તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તળેટીએ થયેલ છે. એની નીચે આપણું વહાણ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડપક્ષી પંચશૈલદ્વીપથી આ વડ પર આવીને સૂઈ રહે છે. તેમના વચલે પગે તું પોતાના શરીરને વસ્ત્રવડે મજબૂત બાંધી રાખજે, પ્રભાત થતાં ઉડી જતાં ભારડ પક્ષીની સાથે તું પણ પંચૌલ ક્રિીપે પહોંચી જઈશ. આ વહાણ તો મોટા ભમરમાં સપડાઈ જશે.” આ પછી નિયમિકના કહેવા પ્રમાણે કુમારનંદી પંચૌલ કિપે ગયો. ત્યારે હાસા-મહાસાએ તેને કહ્યું કે, તારાથી આ શરીરવડે અમારી સાથે ભોગ કરાય નહીં. માટે અગ્નિપ્રવેશ વગેરે કર.” એમ કહી તે સ્ત્રીઓએ કુમારનંદીને હસ્તસંપુટમાં બેસાડી ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો. પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણો વાર્યો, તો • પણ તે નિયાણું કરી અગ્નિમાં પડ્યો, અને મરણ પામી પંચૌલ દ્વીપનો અધિપતિ વ્યંતર દેવતા થયો. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયો, અને તે દીક્ષા લઇ કાળ કરી બારમા અચુત દેવલોકે દેવતા થયો. એક વખતે નંદીશ્વર દ્વીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા–પ્રહાસાએ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું કે, “તું પડહગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગ્યો, એટલામાં પણ તેને ગળે આવીને વળગ્યો. કોઇ પણ ઉપાયે તે પડહ છૂટો પડે નહિ તે વખતે અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યો. જેમ ઘુવડ સૂર્યના તેજથી નાસીપાસ થાય તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યો, ત્યારે નાગિલ દેવતાએ પોતાનું તેજ સંહરીને કહ્યું કે, “તું મને ઓળખે છે?” વ્યંતરે કહ્યું “ઈન્દ્ર આદિ દેવતાઓને કોણ ઓળખે નહીં?” પછી નાગિલ દેવતાએ પૂર્વભવના શ્રાવકના રૂપે પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબોધ પમાડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું: “હવે મારે શું કરવું?” દેવતાએ કહ્યું: “હવે તું ગૃહસ્થપણામાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવ. એમ કરવાથી તને આવતે ભવે બોધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી બંતરે કાયોત્સર્ગ કરી રહેલા શ્રી મહાવીરસ્વામીને જોઇ, માહિમવંત પર્વતથી આવેલા ગોશીર્ષ ચંદનવડે તેવી જ પ્રતિમા તૈયાર કરી. પછી પ્રતિષ્ઠા કરી સવગે આભૂષણો પહેરાવી તેની પુષ્પાદિક વસ્તુવડે પૂજા કરી, અને જાતિવંત ચંદનના ડાબડામાં રાખી. Page #111 -------------------------------------------------------------------------- ________________ આઠમું સત્કાર દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય .. પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા; અને તે વહાણના ખલાસીને કહ્યું કે, ‘“તું આ પ્રતિમાનો ડાબડો સિંધુસૌવીર દેશમાંના વીતભયપત્તનમાં લઈ જા, અને ત્યાંના ચૌટામાં ‘‘દેવાધિદેવની પ્રતિમા લો’’ એવી ઉદ્ઘોષણા કર.'’ ખલાસીએ તે પ્રમાણે કર્યું ત્યારે તાપસનો ભક્ત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણા દર્શનીઓ પોતપોતાના દેવનું સ્મરણ કરી તે ડાભડા ઉપર કુહાડાવડે પ્રહાર કરવા લાગ્યા, અને કુહાડા ભાંગી ગયા પણ ડાબડો ઉઘડયો નહીં. તેથી સર્વે લોકો ઉદ્વિગ્ન થયા. બપોરનો અવસર પણ થઈ ગયો. એટલામાં પ્રભાવતી રાણીએ રાજાને ભોજન કરવા બોલાવવા માટે એક દાસી મોકલી. તે જ દાસીને હાથે સંદેશો મોકલી રાજાએ પ્રભાવતીને કૌતુક જોવાને માટે તેડાવી. 92 પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે, ‘“આ ડાબડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે, પણ બીજા કોઇ નથી. હમણાં કૌતુક જુવો.’’ એમ કહી રાણીએ ચક્ષકર્દમવડે ડાબડા ઉપર અભિષેક કર્યો અને પુષ્પની એક અંજલી મૂકીને કહ્યું કે, દેવાધિદેવ મને દર્શન આપો,’’ એમ કહેતાં જ પ્રભાતસમયમાં જેમ કમળકલિકા પોતાની મેળે ખીલે છે તેમ ડાબડો પોતાની મેળે ઉઘડી ગયો ! નહિ સુકાયેલાં ફૂલોની માળાવાળી પ્રતિમા અંદરથી બહાર દેખાઇ, અને જૈનધર્મની ઘણી ઉન્નતિ થઈ. પછી વહાણવટીનો સત્કાર કરી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પોતાના અંત:પુરમાં લઇ ગઈ, અને પોતે નવા બંધાવેલા ચૈત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી. એક વખતે રાણીના આગ્રહથી રાજા વીણા વગાડતો હતો, અને રાણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું. તેથી રાજા ગભરાઈ ગયો, અને વીણા વગાડવાની કંબિકા તેના હાથમાંથી નીચે પડી ગઈ, નૃત્યમાં રસભંગ થવાથી રાણી કોપાયમાન થઈ, ત્યારે રાજાએ યથાર્થ જે હતું તે કહ્યું. એક વખતે દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું, અને ક્રોધથી દર્પણ વડે દાસીને પ્રહાર કર્યો, તેથી તે (દાસી) મરણને શરણ થઈ. પછી તે વસ્ત્ર પ્રભાવતીએ જોયું તો સફેદ જ દેખાયું, તે દુર્નિમિત્તથી તથા નૃત્ય કરતાં રાજાને માથા વિનાનું શરીર દેખાયું, તેથી હવે પોતાનું આયુષ્ય થોડું રહ્યું છે. એવો રાણીએ નિશ્ચય કર્યો, અને સ્ત્રીહત્યાથી પહેલા પ્રાણાતિપાતવિરમણવ્રતનો ભંગ થયો, તેથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા માટે રાજા સમીપ ગઇ.રાજાએ ‘“દેવતાના ભવમાં તું મને સમ્યક્ પ્રકારે ધર્મને વિષે પ્રવર્તાવજે’’ એમ કહી આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજાને માટે દેવદત્તા નામની કુખ્યાને રાખીને પોતે ઘણા ઉત્સવસહિત દીક્ષા લીધી, અને અંતે અનશનવડે કાળ કરી સૌધર્મ દેવલોકે દેવતા થઈ. પછી દેવરૂપે રહેલા પ્રભાવતીના જીવે ઘણો બોધ કર્યો, તો પણ ઉદાયન રાજા તાપસની ભક્તિ ન મૂકે. દષ્ટિરાગ તોડવો એ કેટલો મુશ્કેલ છે ! હશે, પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃતફળ આપ્યું. તેનો રસ ચાખતાં જ લુબ્ધ થએલા રાજાને તાપસરૂપી દેવતા પોતે વિષુર્વેલા આશ્રમમાં લઇ ગયો. ત્યાં વેષધારી તાપસોએ ઘણી તાડના કરવાથી તે (રાજા) નાઠો. તે જૈનસાધુઓના ઉપાશ્રયે આવ્યો. સાધુઓએ અભયદાન આપ્યું. તેથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી દેવતા પોતાની ઋદ્ધિ દેખાડી, રાજાને જૈનધર્મને વિષે દઢ કરી, ‘‘આપદા આવે ત્યારે મને યાદ કરજે’’ એમ કહી અદશ્ય થયો. નારદે જે રીતે નૃત્યવિધિ કરી હતી તે રીતે નૃત્યવિધિ અન્ય ગ્રંથમાંથી જાણી લેવી. (૭૦) ૦ યક્ષકર્દમ એટલે કેશર, અગર, કસ્તૂરી, કપૂર અને ચંદન એ સમભાગે મિશ્ર કરેલું ચૂર્ણ. Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (93) નવમું વંદન દ્વારા (૯) વંદન દ્વારા पणिहाणं च काऊणं, करे अन्नं तओ इमं । नाणाविहाहिं भत्तीहिं, उल्लोयं जिणमंदिरे ॥७१॥ दारं ९॥ वत्थेहिं देवंगदुगुल्लएहिं, पट्टेहिं खोमेहिं य उत्तमेहिं । सुवन्नरुप्पेहिं पवालएहिं, मुत्ताहलेहिं च महालएहिं ॥७२॥ सुवन्नजुत्तेहिं सुगंधएहिं, नाणापयारेहिं सुगच्छिएहिं । पुप्फाण गेहं तु करेइ रम्मं, सुभत्तिजुत्तो जिणमंदिरंमि ॥७३॥ હવે ‘વંદન’ એ નવમું દ્વાર છે. તે ભાવપૂજારૂપ ચૈત્યવંદનને અને બાકી રહેલ દ્રવ્યપૂજાને છ ગાથાઓથી કહે છે પ્રણિધાન (=વીયરાય સૂત્ર) સુધી સંપૂર્ણ (=ઉત્કૃષ્ટ) ચૈત્યવંદન કરીને હવે જે કહેવામાં આવે છે તે કરે. તે આ પ્રમાણે – ચંદરવો :- દેવદૂષ્ય, ફૂલ, રેશમી અને સુતરના ઉત્તમ વસ્ત્રોથી વિવિધ રચનાઓ કરીને સોનું-રૂપું, પ્રવાલ અને મોટા મોતીઓથી જડેલો ચંદરવો જિનમંદિરમાં કરે. પુષ્પગૃહ - સુભક્તિથી યુક્ત શ્રાવક જિનમંદિરમાં સુંદર વર્ણવાળાં, સુગંધી, સારી રીતે ગુંથેલાં અને વિવિધ જાતનાં પુષ્પોનું મનોહર અને સમવસરણ આદિ આકારવાળું ગૃહ કરે. પ્રશ્ન:- અહીં શ્રાવકના સુભક્તિથી યુક્ત’ એવા વિશેષણનો વારંવાર ઉલ્લેખ કેમ કરવામાં આવે છે? ઉત્તર:- ભાવયુક્ત જ શ્રાવકનો સર્વક્રિયાસમૂહ મહાન નિર્જરરૂપફલવાળો થાય છે, એ જણાવવા માટે સુભક્તિયુક્ત એવા વિશેષણનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. કારણકે સુભક્તિથી રહિત અને એથી જ કીર્તિ આદિ માટે પ્રવૃત્ત થયેલાને મહાન પણ અનુષ્ઠાન નિષ્ફળ થાય એમ કહ્યું છે. કહ્યું છે કે – “ક્રિયાથી રહિતનો જે ભાવ અને ભાવથી રહિતની જે ક્રિયા એ બેનું અંતર સૂર્ય અને ખજૂઆ જેટલું જાણવું.” (૭૧-૭૨ ૭૩) , अत्थवंतेण सुद्धेणं, गीएणं करणाइणा । जिणाणं जियमोहाणं, गायए गुणपगरिसं ॥७४॥ ગીત - કેવળ વૈરાગ્યરસથી જ યુક્ત, ત્રિસ્થાનકરણ આદિથી શુદ્ધ, નૃત્યયુક્ત અને મધુરતા આદિ ગુણોથી યુક્ત ગીતથી મોહને જીતનારા જિનોના દુષ્કર તપ રૂપ લક્ષ્મી આદિ ઉત્કૃષ્ટગુણોને ગાય. વિસ્થાનકરણથી શુદ્ધ - છાતી વગેરે ત્રણ સ્થાનોમાં યિાથી જે શુદ્ધ હોય તે વિસ્થાનકરણશુદ્ધ. તે આ પ્રમાણે– ઉરો વિશુદ્ધ, કંઠવિશુદ્ધ અને શિરોવિશુદ્ધ. તેમાં જો છાતીમાં સ્વર પોતાની ભૂમિકા પ્રમાણે વિશાળ હોય તો તે ગીત ઉરોવિશુદ્ધ છે. તે જ સ્વર જો કંઠથી પ્રવર્તેલો હોય અને ફાટી ન ગયેલો હોય તો કંઠવિશુદ્ધ છે. મસ્તકને પ્રાપ્ત થયેલો તે સ્વર જો અનુનાસિક સહિત ન હોય તો શિરોવિશુદ્ધ છે. અથવા ગ્લેશ્યરહિત છાતી, કંઠ . અને મસ્તકથી જે ગીત ગાવામાં આવે તે વિસ્થાનકરણશુદ્ધ છે. (૭૪) Page #113 -------------------------------------------------------------------------- ________________ નવમું વંદન દ્વાર ( 94) શ્રાદ્ધદિનકૃત્ય ततं च विततं चेव, घणं सुसिरसुतालयं । आउज्जं एवमाईयं, वाए वायावए तओ ॥७५॥ વાજિંત્રઃ- શ્રાવક તત, વિતત, ઘન અને સુષિર ઈત્યાદિ વાજિંત્રને સંગીતશાસ્ત્રમાં કહેલાતાલના પાઠથી શુદ્ધ પોતે વગાડે અને બીજાઓ પાસે વગડાવે. તારથી યુક્ત વીણા વગેરે તત વાજિંત્ર છે. કરતાલ વગેરે વિતત વાજિંત્ર છે. ઝાંઝવગેરે ઘન વાજિંત્ર છે. વાંસળી વગેરે સુષિર વાજિંત્ર છે. (૭૫) ठाणे ठाणे तओ तत्थ, सयं देइ दवावए । रासे य चच्चरीओ य, हिययाणंददायए ॥७६॥ રાસડા -ચૈત્યપરિપાટી આદિના સમયે જિનમંદિરના આગળના આંગણા વગેરે સ્થાને હૃદયને આનંદ આપનારા રાસડા, દાંડિયારાસ અને ચર્ચરી પોતે કરે અને બીજા પાસે પણ કરાવે. મંડળરૂપે મંડળીરૂપે ભેગા થઇને ગીત-નૃત્ય કરે તેને ચર્ચરી કહેવામાં આવે છે. (૭૬) एवं विही इमो सव्वो, रिद्धिमंतस्स देसिओ । इयरो नियगेहंमि, काउं सामाइयं वयं ॥७७॥ जइ न कस्सइ धारेइ, न विवाओ य विज्जए । उवउत्तो सुसाहुव्व, गच्छए जिणमंदिरं ॥७८॥ અદ્ધિમાન શ્રાવકની પૂજાવિધિનો ઉપસંહાર કરતા સૂત્રકાર સામાન્ય શ્રાવક સંબંધી જિનમંદિરમાં જવાની વિધિને બે ગાથાઓથી કહે છે – ૩૭મી ગાથાથી પ્રારંભીને ૭૬મી ગાથા સુધી કહેલી જિનમંદિરમાં જવાની આ સઘળી વિધિઋદ્ધિમાન શ્રાવકને આશ્રયીને કહી છે. સામાન્ય શ્રાવક જો પોતાના ઉપર કોઇનું દેવું ન હોય, અથવા કોઇની સાથે તકરાર ન હોય, તો પોતાના ઘરે સામાયિક ઉચ્ચરીને સુસાધુની જેમ ઈસમિતિ આદિમાં ઉપયોગવાળો થઇને જિનમંદિરે જાય. ભાવપૂજાને અનુસરનારી ત્રણ નિશીહિવગેરે જે જે વિધિ કહી છે તેને વિધિ સામાન્ય શ્રાવક માટે પણ તે પ્રમાણે જ જાણવી. (૭૭-૭૮) काएण अत्थि जइ, किंचि कायव्वं जिणमंदिरे । तओ सामाइयं मुत्तुं, करेज करणिजयं ॥७९॥ સામાન્ય શ્રાવક પાસે પુષ્પ વગેરે સામગ્રીન હોવાથી સામાન્ય શ્રાવકને આશ્રયીને સંભવિત વિધિને કહે છે – જિનમંદિરમાં શરીરથી થઇ શકે તેવું પુષ્પોને ગુંથવા વગેરે કોઇ કાર્ય હોય તો સામાયિક પારને તે કાર્યકરે. કરતાલ એટલે હાથથી ઠોકીને વગાડવામાં આવતું કોઇ વાજિંત્ર. Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 95) નવમું વંદન દ્વાર પ્રશ્ન:- સામાયિક ભાવપૂજા છે. પુષ્પો ગુંથવા વગેરે દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજા કરતા ભાવપૂજા ઉત્તમ છે. તો અહીં ભાવપૂજારૂપ સામાયિકને છોડીને દ્રવ્યપૂજા કરવાનું કેમ કહ્યું? ઉત્તર - સામાયિક તો બીજા કાળે પણ કરી શકાય છે, અને પોતાને આધીન છે, એટલે કે સામાયિક જ્યારે કરવું હોય ત્યારે કરી શકાય છે. જિનમંદિરનું કાર્ય તો હમણાં જ થઈ શકે તેવું છે. અવસરે કરેલા જિનમંદિરના કાર્યથી વિશેષ પુણ્ય થાય એમ આગમમાં કહ્યું છે. કહ્યું છે કે- “પ્રસંગોચિત દ્રવ્યપૂજા કરવાથી જીવોને બોધિની (=સમ્યત્વની) પ્રાપ્તિ થાય, સમ્યગ્દષ્ટિ જીવોને જે પ્રિય હોય તે કરવાનું થાય, જિનાજ્ઞાપાલન, જિનભક્તિ અને શાસન પ્રભાવના થાય.” વિવેચન અહીં જિનપૂજાની વિધિનું વર્ણન પૂર્ણ થાય છે. આ વર્ણનને વિચારતાં નીચેની વિગતો અત્યંત સ્પષ્ટ થાય છે. (૧) દરરોજ જિનપૂજા કરવી જોઈએ. (૨) જિનપૂજા ભક્તિથી કરવી જોઈએ. (૩) સંપૂર્ણ જિનપૂજા જાતે કરવી જોઈએ. (૪) જિનપૂજા સ્વદ્રવ્યથી કરવી જોઈએ. (૫) જિનપૂજા ઊંચાંદ્રવ્યોથી કરવી જોઈએ. (૬) જિનપૂજા વિધિથી કરવી જોઈએ. આમાં સૌથી પહેલી વાત એ છે કે જિનપૂજા દરરોજ કરવી જોઈએ અને ભક્તિથી કરવી જોઈએ. જિનપૂજા ભક્તિથી કરવાનું મન થાય એ માટે અરિહંત પરમાત્મા પ્રત્યે બહુમાનભાવ થવો જોઈએ. અરિહંત પરમાત્મા પ્રત્યે બહુમાન થાય અને થયેલો બહુમાન વધે એ માટે એમના ઉપકારનું સતત સ્મરણ કરવું જોઈએ. અરિહંતોના ઉપકાર અરિહંતો સર્વ જીવોના હિતચિંતક છે. આ જગતમાં અરિહંતથી અધિક કોઇ ઉપકારી નથી. અરિહંતનો જીવ અરિહંત બને એ પહેલાં જગતના સઘળા જીવોની ભાવદયા ચિંતવે છે. અરિહંતના ભવથી પૂર્વે ત્રીજા ભવમાં, આ સંસારમાં કેવળ દુ:ખ જ છે, મોક્ષમાં જે સાચું સુખ છે, મોક્ષ જિનશાસનની આરાધનાથી જ મળે છે, એમ એમના હૃદયમાં જોરદાર ઠસી ગયું હોય છે. આથી તે મોક્ષના ધ્યેયથી અરિહંત આદિ પદોની જોરદાર આરાધના કરે છે. આરાધના કરતાં એમને એમ પણ થાય છે કે આ કેવી વિચિત્રતા! આ જગતમાં સૂર્ય સમાન જૈન શાસન વિદ્યમાન હોવા છતાં જગતના જીવો મોહરૂપ અંધકારમાં અથડાઇને દુ:ખો પામે છે. આથી જો મારામાં તેવી શક્તિ આવી જાય તો જગતના સઘળા જીવોને આશાસન-જૈનધર્મ પમાડી દઉં. જગતના બધા જીવોને શાસનરસિક બનાવી દઉં. આજ વાતને સ્નાત્રપૂજામાં “જો હોવે મુજ શક્તિ એસી, સવિ જીવ કરું શાસન રસી.” એ શબ્દોથી જણાવી છે. અરિહંતોએ “સવિ જીવ કરું શાસન રસી” એવી ભાવના કરી તો તમારી કમમાં કમ ગામના બધાને ધર્મ પમાડું એટલી ભાવના છે? શ્રીમંતોએ બીજાઓ પ્રભાવનાદિ દ્વારા આર્ષાઇને ધર્મકરે તેમ કરવું જોઈએ. જગતના જીવો સ્વાર્થમાં રાચે છે. સૌને પોતાની કે પોતાના માનેલ સુખોની પડી હોય છે. પારકાની કોઈને પડી હોતી નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ 96 નવમું વંદન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય પ્રાય: દરેક જીવ પોતાના જ કે જેનાથી પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય તેના જ હિતની ચિંતા કરે છે. જ્યારે અરિહંતના જીવોએ જગતના સઘળા જીવોના હિતની ચિંતા કરી. તે પણ કોઇપણ જાતના સ્વાર્થ વિના! કેવા અજોડ હિતચિંતક! કેવા અનુપમ ઉપકારી ! કેવા પરમ દયાળુ! આવી હિતચિંતા જ્યારે ઉત્કૃષ્ટ બને છે ત્યારે તીર્થકર નામકર્મનો બંધ થાય છે. જેવી ભાવના તેવી સામગ્રી જેવી ભાવના થાય તેવી સામગ્રી પ્રાય: મળે એવો કુદરતી સામાન્ય નિયમ છે. પાપની ભાવનાવાળાને પાપની સામગ્રી મળે. જેમકે રાત્રિ ભોજનનો જેને રસ હોય તેને ઘુવડ, બિલાડી, ઉંદર વગેરે ભવો મળે, જેથી ત્યાં રાત્રિભોજનનું પાપ ઘણું થાય. ધર્મની ભાવનાવાળાને ધર્મસામગ્રી મળે. અનાથી મુનિના જીવે ભાવના ભાવીકે જો રોગ જાય તો દીક્ષા લેવી. આથી થોડીવારમાં રોગ મટી ગયો અને તેણે ચારિત્રનો સ્વીકાર કર્યો. જો મુજ વેદના ઉપશમે, તો લેઉ સંયમભારા ઈમ ચિંતવતાં વેદના ગઇ, વ્રત લીધું મેં હર્ષ અપાર છે વીતરાગસ્તોત્રમાં જણાવેલ ભગવાનનો ઉપકાર अनाहूतसहायस्त्वं, त्वमकारणवत्सलः । अनभ्यर्थितसाधुस्त्वं, त्वमसम्बन्धबान्धवः ॥ વીતરાગ સ્તોત્રમાં ભગવાનનો ઉપકાર જણાવતા કહ્યું છે – “ભગવાન બોલાવ્યા વિના સહાય . આપનારા છે, નિષ્કારણ વત્સલ છે, પ્રાર્થના વિના હિતકર છે, સંબંધ વિના બંધુ છે.' (૧) જગતમાં આપણે જોઈએ છીએ કે લગભગ સહુ પોતપોતાના સ્વાર્થમાં પડ્યા છે. બીજાની કોઇને પડી નથી. સ્વાર્થી બીજાને સહાય કરે નહિ. આ જગતમાં બીજાને સહાય કરનારા વિરલા છે. સહાય કરનારાઓમાં પણ કહ્યા વિના એની મેળે સહાય કરનારા તો અત્યંત વિરલા હોય છે. જ્યાં સહાયની માંગણી કરવા છતાં જાકારો ભણી દેનારા હોય ત્યાં કહ્યા વિના સહાયકરનારા અત્યંત વિરલા જ હોય તેમાં કંઇ નવાઇ નથી. સહાયની જરૂર પડે ત્યારે સંબંધી પણ અસંબંધી બની જાય છે. પરિચિત પણ અપરિચિત બની જાય છે. મિત્ર મિત્ર રહેતો નથી. પાડોશી પાડોશી રહેતો નથી. માણસ સુખી હોય ત્યારે બધા તેને બોલાવે છે, તેનો આદર સત્કાર પણ કરે, પણ તે દુ:ખી બને ત્યારે તેને બોલાવનારા કેટલાનીકળે?“તમે કોઇ જાતની ચિંતા કરશો નહિ, અમે બેઠા છીએ.” આવું કહેનારા કેટલા નીકળે? સંબંધીઓ અમુક સંબંધીને અમુક સહાયની જરૂર છે એમ જાણવા છતાં સહાય કરતા નથી. સહાયની માગણી કર્યા પછી પણ કો’ક જ સહાય કરે છે. જ્યારે ભગવાન તો સહાયની માગણી કર્યા વગર જ સહાય કરે છે. કારણ કે ભગવાન સદા પરાર્થવ્યસની હોય છે. ધના સાર્થવાહ, સંભવનાથ ભગવાન (દુષ્કાળનો પ્રસંગ) વગેરેનાં દષ્ટાંતો આ વિષયને સમજાવે છે. (૨) જગતમાં બીજા ઉપર વાત્સલ્યભાવ રાખનારાદુર્લભ છે. વાત્સલ્યભાવ રાખનારાઓમાં પણ સ્વાર્થ વિના વાત્સલ્ય ભાવ રાખનારા અતિ અલ્પ છે. માતા વગેરે પુત્ર ઉપર વાત્સલ્યભાવ રાખે છે. પણ તેમાં સ્વાર્થ હોય છે. સ્વાર્થ દૂર થાય એટલે વાત્સલ્ય ભાવ જતો રહે છે. પુત્ર ઉપર વાત્સલ્યભાવ રાખનારી માતાને પોતાના સ્વાર્થ માટે પુત્રને મારી નાખતાં પણ વાર લાગતી નથી. આજે ગર્ભપાત કાયદેસર બન્યો છે. ગર્ભપાત કોણ કરાવી શકે? જેનું હૃદય નિપુર, કઠોર બન્યું હોય તે જ ગર્ભપાત કરાવી શકે. આ રીતે માતા પણ પુત્ર ઉપર વાત્સલ્ય ત્યાં Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (97) નવમું વંદન દ્વાર સુધી જ રાખે કે જ્યાં સુધી પોતાને કોઈ જાતનો વાંધો ન આવે. પોતાને આપત્તિ આવતાં પુત્રના ભોગે આપત્તિથી બચી શકાય તેમ હોય તો પુત્રનો પણ ભોગ આપી દે. સ્વાર્થ વિશે વાંદરીનું દષ્ટાંત એક વખત બાદશાહ અકબર અને તેનો પ્રધાન બિરબલ, એ બંને વાર્તા વિનોદ કરી રહ્યા હતા. તેમાં અકબરે બિરબલને પૂછ્યું : આ જગતમાં સસ્થી અધિક વહાલી વસ્તુ કઈ? બિરબલે કહ્યું: નેકનામદાર! સૌથી અધિક વહાલી વસ્તુ પ્રાણ છે. જીવ પોતાના પ્રાણ માટે બધું છોડવા તૈયાર થાય છે. એટલામાં અકબરની એક બેગમ બાળકને પ્યાર સાથે ચુંબન કરતી અને લાડ લડાવતી લડાવતી ત્યાં આવી. આ જોઇ અકબરે કહ્યું: બીજા માટે ભલે તમારો જવાબ સાચો હોય, પણ માતા માટે નહીં. માતાને સૌથી અધિક વહાલી વસ્તુ પુત્ર છે. માતા પુત્ર માટે ઘણું સહન કરે છે. તેના દુઃખે દુ:ખી અને સુખે સુખી રહે છે. માતા હરઘડી પુત્રની ચિંતા કરે છે. પોતે કષ્ટ વેઠીને પણ પુત્રનું રક્ષણ કરે છે. બિરબલે આ બધું ઠંડા કલેજે સાંભળ્યા કર્યું. અકબર બોલતો બંધ થયો. એટલે કહ્યું : એ તો પ્રાણ ઉપર આફત આવે ત્યારે ખબર પડે. કટોકટીના પ્રસંગમાં માતા પણ પુત્રને નબચાવે. અકબરે કહ્યું: તમે કહો છો તે અનુભવમાં દેખાતું નથી. બિરબલે કહ્યું : થોડા વખતમાં હું તમને તે બતાવીશ. પછી બિરબલે બે માસના બચ્ચા સાથે વાંદરીને મંગાવીને બગીચામાં રખાવી. બગીચામાં વીસ હાથનો ખાડો ખોદીને વાંદરીને બચ્ચા સહિત તેમાં નાખી. પછી રાજાને બોલાવીને તે ખાડામાં પાણી ભરવા માંડ્યું. વાંદરી બચ્ચાને છાતી સરખું વળગાડી પોતાનો બચાવ શોધવા લાગી. કૂદીને ખાડામાંથી બહાર નીકળવા પ્રયત્ન કર્યો, પણ ખાડો ઊંડો અને પહોળો હોવાથી કૂદાય તેમ હતું નહિ. ખાડામાં ધસમસ કરતું પાણી આવ્યું જ જતું હતું. થોડીવારમાં પેટ સુધી પાણી આવી ગયું. આથી બચ્ચાને બચાવવા ખભા ઉપર લઇ લીધું. થોડીવારમાં પાણી ખભા સુધી આવી ગયું. આથી બચ્ચાને માથા ઉપર લઈ લીધું. માથા સુધી પાણી આવી ગયું. હવે બચ્ચાને બચાવી શકાય તેમ નથી પોતાના પ્રાણ પણ જોખમમાં છે. આથી બચ્ચાને પગતળે રાખી પોતે તેના ઉપર ઊભી રહી. આ રીતે તેણે પોતાના પ્રાણને બચાવવાનો પ્રયત્ન ર્યો. પછી તુરંત બંનેને પાણીમાંથી કાઢી મુક્ત કરી દીધા. બિરબલે કહ્યું: નામદાર! પ્રાણનું જોખમ આવે છે ત્યારે છોકરાં, સ્ત્રી વગેરે કોઈ કોઈનું રહેતું નથી. આમ જીવો બીજા ઉપર વાત્સલ્ય ત્યાં સુધી જ રાખે કે, જ્યાં સુધી પોતાનો સ્વાર્થ હોય. જ્યારે ભગવાન કોઇ જાતના સ્વાર્થ વિના, બીજા જીવો ઉપર વાત્સલ્યભાવ રાખે છે. આથી જ પોતે કષ્ટ વેઠીને પણ ભવ્યજીવોનું હિત કરે છે. શ્રી મુનિસુવ્રતસ્વામીએ અને પ્રતિબોધ પમાડવા એક રાતમાં સાઠ (૬૦) યોજનાનો વિહાર કર્યો. ભગવાન શ્રી મહાવીર, લોકોની ના કહેવા છતાં, ચંડકૌશિક સપને પ્રતિબોધ કરવા ગયા. સર્પના વંશો સહન કરીને પણ તેને પ્રતિબોધ પમાડ્યો. (૩) ભગવાન પ્રાર્થના વિના બીજાનું હિત કરે છે. જગતના જીવો સ્વાર્થમાં તત્પર હોવાથી એમને બીજાના હિતની પડી હોતી નથી, એથી બીજાનું હિત કરતા નથી. વિનયપૂર્વક પ્રાર્થના કરવામાં આવે તો કદાચ કોઇક ધન વગેરે આપીને બીજાનું થોડું હિત કરે છે. જ્યારે ભગવાન તો પ્રાર્થના વિના દયાધર્મનો ઉપદેશ આપીને સર્વજીવોનું હિત કરે છે. આથી જ શકસ્તવ સૂત્રમાં ભગવાનનું ‘લોગહિઆણ' (લોકોનું = સર્વ જીવોનું હિત કરનાર) એવું વિશેષણ છે. (૪) સંસારમાં મનુષ્યો પિતાદિના સંબંધથી બંધુબને છે. જ્યારે ભગવાનનો સંબંધ વિનાજબંધુનું કાર્ય કરવાથી બધુ બને છે. દુ:ખમાંથી બચાવે તે બંધુ છે. ભગવાન દુઃખથી સર્વથા મુક્ત કરનારા હોવાથી સાચા બંધુ Page #117 -------------------------------------------------------------------------- ________________ નવમું વંદન દ્વાર ( 98 ) શ્રાદ્ધદિનકૃત્ય અરિહંતો મોક્ષમાર્ગના ઉપદેશક છે અરિહંત ભગવાન જેમ “સવિ જીવ કરું શાસન રસી” એ ભાવનાથી આપણા હિતની ચિંતા કરનારા હોવાથી ઉપકારી છે, તેમ મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા હોવાથી પણ ઉપકારી છે. જગતના જીવો અર્થ (ધન) અને કામમાં (વિષયસુખોમાં) મશગૂલ છે. અર્થ અને કામમાં જ સુખબુદ્ધિ હોવાથી તેને મેળવવાનો, ભોગવવાનો અને રક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે. બીજાઓને પણ તેવી જ સલાહ આપે છે. પણ અરિહંત પરમાત્માએ જગત ઉપર મોક્ષનો ઉપદેશ આપીને નવો પ્રકાશ કર્યો. અર્થ અને કામથી મળતું સુખ ક્ષણિક છે, દુઃખ સ્વરૂપ છે, દુઃખ ફલક છે, અને દુઃખાનુબંધી છે. માટે તે સુખનો ત્યાગ કરવો જોઇએ. સુખ માટે અર્થ અને કામની જરૂર જ નથી. આત્મામાં જ સુખ રહેલું છે. પણ કર્મરૂપ વાદળથી આવરાઈ ગયેલું છે. કર્મોનો નાશ થતાં આત્માનો મોક્ષ થાય છે, અને આત્મસુખનો અનુભવ થાય છે. કર્મોનો નાશ સમ્યગ્દર્શનાદિ ધર્મથી થાય છે. માટે ધર્મકરવો જોઇએ. અરિહંતો જગતના જીવોને આ પ્રમાણે મોક્ષના (સમ્યગ્દર્શનાદિય માર્ગનો ઉપદેશ આપીને ઉપકાર કરે છે. પ્રશ્ન:- અરિહંતો પોતાનું કંઇ આપણને આપતા નથી તો તેમનો ઉપકાર કેવી રીતે ? અરિહંતોએ ધર્મ બતાવ્યો, પણ ધર્મ કરવાની મહેનત તો આપણે જ કરવાની છે. આથી અરિહંતનો ઉપકાર કેવી રીતે? ઉત્તર: તમે કોઇ બસમાં મુસાફરી કરી. ઉતરતી વખતે બસમાં તમારો દાગીનો રહી ગયો. તમને તેની ખબર પણ ન પડી. પણ કંડક્ટરને તેની ખબર પડી અને તમને દૂરથી બૂમ પાડીને બોલાવીને તમારો દાગીનો બતાવ્યો, તો તે ઉપકારી ખરો કે નહીં? અહીં ડક્ટરે પોતાની કોઇ વસ્તુ તમને આપી નથી. તમારી જ ભૂલાઇ ગયેલી વસ્તુ તમને બતાવી છે, છતાં તે ઉપકારી છે. તેમ અરિહંતો આપણને પોતાનું કંઇ આપતાં ન હોવા છતાં મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા હોવાથી ઉપકારી છે. ભૂલા પડેલા મુસાફરને માર્ગ બતાવનાર ઉપકારી ખરો કે નહીં? વૈદ્યો માત્ર દવા બતાવે છે. દવા લાવવી, દવાનું સેવન કરવું, પથ્યનું પાલન કરવું ઇત્યાદિ દર્દી જ કરે છે. છતાં વૈદ્ય તેનો ઉપકારી છે. કારણકે જો વૈદ્ય દવા અને પથ્ય વગેરેન જણાવ્યું હોત તો દર્દી શું કરત? બસ, તે રીતે આપણે જ ધર્મ કરવાનો હોવા છતાં ધર્મ બતાવનાર અરિહંત આપણા ઉપકારી છે. જેમ સારા વૈદ્યના કહેવા પ્રમાણે ચાલવાથી શરીરનો રોગ દૂરથાય, તેમ અરિહંતના કહેવા પ્રમાણે ચાલવાથી = અરિહંતની આજ્ઞાને માનવાથી અને પાળવાથી કર્મરૂપ રોગ દૂર થાય. એક અનુભવી વેપારી, બિન અનુભવી વેપારીને વેપારની રીત શિખવાડે અને તેને વેપારની લાઇનમાં હોંશિયાર બનાવી દે, તો તેને અનુભવી વેપારીએ પોતાનું કંઇ આપ્યું ન હોવા છતાં, તેણે અનુભવીનો ઉપકાર માનવો જોઇએ કે નહિ? માનવો જ જોઇએ. સજ્જન માણસ પોતાને જેનાથી લાભ થયો હોય તેનો ઉપકાર માને, પછી ભલે તેણે પોતાનું કંઇ જ ન આપ્યું હોય. એક સજ્જન આંધળાને કે ભૂલેલાને માર્ગ ઉપર ચડાવી દે છે. અહીં સજ્જને પોતાનું કંઇ જ આપ્યું ન હોવા છતાં માર્ગ ઉપર ચડેલા માણસે તેનો ઉપકાર અવશ્ય માનવો જોઇએ. અરે કંઈ આપ્યું ન હોય, બલ્લું લીધું હોય છતાં જો તેનાથી લાભ થયો હોય તો એનો ઉપકાર માનવો જોઇએ. આથી જ શિક્ષક ફી લઇને ભણાવવા છતાં વિદ્યાર્થીએ તેનો ઉપકાર માનવો જોઇએ. બધાં સુખોનું મૂળ અરિહંત છે અરિહંતના ઉપદેશપ્રમાણે વર્તવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી મોક્ષનમળે, ત્યાંસુધી પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા સંસાર સુખ પણ પ્રાપ્ત થાય છે. અરિહંતના ઉપદેશને માનનાર અને શક્ય પાળનાર કદી દુર્ગતિમાં ન જાય, સુગતિમાં જ થાય. સુગતિમાં પણ ઉચ્ચપ્રકારના સુખોને પામે. આથી અરિહંત જેમ મોક્ષસુખનું મૂળ છે, તેમ Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 99) નવમું વંદન દ્વારા સંસારસુખનું પણ મૂળ છે. સંસારમાં જે કોઇપણ જીવ જે કંઇ સુખ પામે છે તે ધર્મનો પ્રભાવ છે. ધર્મ વિના કદી સુખ ન મળે. અધર્મી આત્માઓને પણ જે સુખ મળે છે, તે પણ જાણતાં કે અજાણતાં થઇ ગયેલા ધર્મથી મળે છે. ધર્મ બતાવનાર અરિહંતો છે. સર્વ પ્રથમ અરિહંત જ ધર્મ બતાવે છે. આથી સર્વ પ્રકારના સુખનું મૂળ અરિહંત જ છે. ઉપકારના ખ્યાલ વિના સાચી પ્રીતિ-ભક્તિ નહિ આ રીતે અરિહંત આપણા ઉપકારી હોવા છતાં આપણને જ્યાં સુધી અરિહંત ઉપકારી ન લાગે ત્યાં સુધી તેમના ઉપર પ્રેમ પણ ન થાય. અરિહંત ઉપર સાચો પ્રેમ ત્યારે જ થાય કે જ્યારે અરિહંત મારા ઉપકારી છે એમ લાગે. મારા બધાં સુખોનું મૂળ કારણ અરિહંત પરમાત્મા છે એવી શ્રદ્ધા થાય તો અરિહંત ઉપકારી લાગે. અરિહંત ઉપકારી લાગે એટલે અરિહંત ઉપર પ્રેમ થયા વિના રહે નહિ. અરિહંત પર પ્રેમ થાય એટલે તેમની ભક્તિ કરવાના ભાવ થયા વિના રહે નહિ. જેમ કામી આત્માને સ્ત્રી ઉપર પ્રેમ છે, તો તેના દર્શનથી આનંદ થાય છે, અને તેને આભૂષણો વગેરે આપે છે. તેમ અરિહંતના પ્રેમીને અરિહંતના દર્શનથી આનંદ થાય અને ભક્તિ કરે. ભક્તિ પણ દિલથી કરે, વેઠ ઉતારવાની જેમ ન કરે. જ્યાં પ્રેમ છે ત્યાં ભક્તિ દિલથી થાય છે. પ્રીતિ વિના ભક્તિ થાય, પણ સ્વાર્થ માટે કે દેખાવ માટે હોય. પ્રીતિ વિના થતી ભક્તિ કોઇ ભૌતિકસ્વાર્થ સિદ્ધ કરવા હોય, અથવા હું કેવો પ્રભુભક્ત છું એ દેખાડવા માટે થાય. નામના કે પ્રસિદ્ધિ મેળવવા થાય. આવી ભક્તિથી કદાચ બીજા પ્રભાવિત બને, પણ પોતે પ્રભાવિત ન બને. આવી ભક્તિ જોઇને કદાચ બીજા પ્રસન્ન બને, પણ પોતે પ્રસન્ન ન બને. ભક્તિથી ભક્ત પ્રસન્ન ન બને તો એ ભક્તિનો કોઈ અર્થ નથી. કારણકે ભક્તિનું ફળ મળતું નથી. ભક્તિનું તાત્કાલિક ફળ મનની પ્રસન્નતા છે. આથી જ કહ્યું છે કે- મન પ્રસન્નતાનેતિપૂર્ચમાને વિનેશ્વરે =“ભગવાનની પૂજા કરતાં મન પ્રસન્નતાને અનુભવે છે.” પરમાત્માની હાર્દિક પૂજાથી બીજાઓ પ્રસન્ન બને કે ન બને, પણ પૂજક અવશ્ય પ્રસન્ન બને. જ્યાં પ્રેમ છે, ત્યાં ભક્તિ છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભક્તિ દિલથી થાય છે એ સમજવા મૂળદેવનો પ્રસંગ છે. મૂળદેવનો પ્રસંગ એક વેશ્યાને મૂળદેવ ઉપર પ્રેમ હતો. એક વખત એક શેઠ તે વેશ્યા પાસે આવ્યો, અને વેશ્યાને પોતાની કરવા પ્રયત્ન કરવા લાગ્યો. પણ વેશ્યા કોઇરીતે મૂળદેવને છોડતી ન હતી. આથી શેઠે વેશ્યાની અઝાને પ્રલોભન આપીને, વેશ્યા પોતાની બને અને મૂળદેવને છોડી દે એવું કરવા કહ્યું. અક્કાએ વેશ્યાને મૂળદેવને છોડીને શેઠને વળગવા કહ્યું. પણ વેશ્યાએ તે માન્યું નહિ. છતાં અકા વારંવાર આ માટે તેના કાન ભંભેરવા લાગી. વેશ્યાએ અઝાને કહ્યું – “હે માતા ! હું કેવળ ધન ઉપર જ રાગવાળી નથી, કિંતુ ગુણ (આંતરિકપ્રેમ) ઉપર મારો રાગ વધારે છે. અક્કાએ ઘણું સમજાવ્યા છતાં મૂળદેવને તો નહિ. અકાતેના ઉપરકોપ પામી. તેથી વેશ્યા મૂળદેવને માટે ચંદન માગતી, ત્યારે અક્કા તેને સુકું કાર્ડ આપતી, પુષ્પની માળાને બદલે નિર્માલ્ય આપતી, શેરડીના બદલે તેનું પૂછડીયું આપતી. મદિરાને બદલે પાણી આપતી. વેશ્યાએ અક્કાને પૂછ્યું : આમ કેમ કરે છે. અક્કાએ કહ્યું: આ તારો પ્રિય મૂળદેવ જેવો નિરસ છે, તેવી જ આ વસ્તુઓ પણ તેને લાયક છે. તેથી હું તેને છોડી દે. વેશ્યાએ અક્કાને કહ્યું કે તું ગમે તેટલું કહે પણ હું મૂળદેવને છોડીશ નહિ. કારણકે તેને મારા ઉપર જેટલો પ્રેમ છે, તેટલો પ્રેમ શેઠને નથી. અક્કાને વેશ્યાની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. આથી વેશ્યાએ અક્કાને ખાતરી થાય એ માટે બંનેના પ્રેમની પરીક્ષા કરી બતાવી. બંને પ્રેમી પાસે વેશ્યાએ શેરડી મંગાવી. શેઠે શેરડીનો ભારો મોકલી આપ્યો. અક્કાએ કહ્યું : જો, શેઠની કેટલી બધી ઉદારતા છે, તારા માત્ર એક વચનથી આટલી બધી શેરડી મોકલી આપી. વેશ્યાએ Page #119 -------------------------------------------------------------------------- ________________ નવમું વંદન દ્વાર (100) શ્રાદ્ધદિનકૃત્ય, અક્કાને કહ્યું: શું હું ભેસ છું, કે જેથી આ ભારો ચાવું. મૂળદેવ જાતે બજારમાં ગયો અને જાતે તપાસીને શેરડીનો મધુર રસથી ભરપૂર એક સાંઠો ખરીદ્યો. પછી તેને છોલીને તેના નાના નાના ટુકડા બનાવ્યા. પછી ટુકડાઓને ડીસમાં મૂકી ઉપર એલચી વગેરે સ્વાદિષ્ટ, રુચિકર પદાર્થો ભભરાવ્યા. પછી દરેક ટુક્કા ઉપર સળી પરોવી. ઉપર સ્વચ્છ અને સુંદર રૂમાલ પાથરીને એડીસ દાસી દ્વારા વેશ્યાને મોકલી. આ જોઇને વેશ્યાએ અક્કાને કહ્યું: જો, મૂળદેવને મારા ઉપર કેટલો પ્રેમ છે? શેરડી ખાતાં મારા હાથ પણ ન બગડે એ માટે ટુકડાઓ ઉપર સળીઓ પરોવી છે. આવી ભક્તિ કોણ કરાવે છે? અંદર રહેલો પ્રેમ કરાવે છે. શેઠે ખર્ચ ઘણો ર્યો પણ એકે ય શેરડી મને કામ લાગે તેવી નમોકલાવી. આનાથી સિદ્ધ થાય છે કે શેઠ કરતાં મૂળદેવને મારા ઉપર પ્રેમ અધિક છે. સંપૂર્ણ પૂજા જાતે કરવી જોઈએ આ રીતે જેને અરિહંત પ્રત્યે પ્રેમ છે, તે જિનની ભક્તિ દિલથી કરે. અરિહંત પ્રત્યે પ્રેમ જાગે એટલે અરિહંતની ભક્તિ જાતે કરવાનું મન થાય છે. આજે જિનભક્તિ કરનારાઓમાં ઘણા માત્ર કેશરપૂજા કરીને પૂજા ર્યાનો સંતોષ માની લે છે. કેવળ કેશરપૂજા કરી લેવાથી અષ્ટપ્રકારી પૂજા ન થાય. અરિહંત પ્રત્યે જેને પ્રેમ થાય,. તેને જલપૂજાથી આરંભી સંપૂર્ણ પૂજા જાતે જ કરવાનું દિલ થયા વિના રહે નહિ. વધારે સમય ન હોય તો, ભલે એક જ મૂર્તિની પૂજા થાય, પણ જો જલ-પ્રક્ષાલથી પ્રારંભી અંગરચના સુધીની પૂજા જાતે જ કરવામાં આવે તો ભાવ કોઇ જુદો જ આવે છે. ઉતાવળે ઉતાવળે ગમે તેમ, ઘણા ભગવાનની પૂજા કરવા કરતાં, શાંતિથી વિધિપૂર્વક એક જ ભગવાનની પૂજાથી વધારે લાભ થાય તથા જલ પ્રક્ષાલનથી માંડી અંગરચના સુધી જાતે જિનપૂજા કરવાથી અહો! ભગવાન મારા સ્વામી છે! હું તેમનો સેવક છું! અરિહંત મારા પરમ ઉપકારી છે, એવો ભાવ જાગે છે. આ રીતે દરેક શ્રાવક જાતે પૂજા કરે તો આજે પૂજારીથી થઇ રહેલી આશાતનાઓના પાપથી બચી જવાય. આજે શ્રાવકોએ ભગવાન પૂજારીને ભળાવી દીધા છે. આજે પૂજારીને ભગવાન ભળાવી દેવાથી કેટલી બધી આશાતના થાય છે. જ્યાં આ રીતે ભગવાનની આશાતના થતી હોય, ત્યાં સંઘનો અભ્યદય થાય શી રીતે ? ઘણા બૂમ પાડે છે કેસંઘનો અભ્યય થતો નથી. પણ ક્યાંથી થાય? આ રીતે ભગવાનની આશાતનાથી અભ્યદય ન થાય. આથી અભ્યદય ઈચ્છનારા શ્રાવકોએ પૂજારીથી થતી આશાતનાઓ દૂર કરવી જોઇએ. એનો એક જ રસ્તો છે કે દરેક ભગવાનની જાતે જ પૂજા કરવી જોઇએ. પૂજારીને ભગવાનને હાથ પણ ન લગાડવા દેવો જોઇએ. પૂજારી મંદિરનું પરચુરણ કામ કરે એ બરોબર છે. ભગવાનની પૂજા કરવી એ પૂજારીનું કામ નથી. ભગવાનની પૂજા કરવી એ શ્રાવકનું કામ છે. કોઇ વસ્તુ લાવવી, લઇ જવી, કોઇ વસ્તુ આઘી પાછી મૂકવી, મંદિર સાફ રાખવું, પૂજાની સામગ્રી સંભાળવી વગેરે કામ પૂજારી કરે એ બરોબર છે. પણ પૂજા પૂજારી કરે એ ઠીક નથી. જો દરેક શ્રાવક એક એક પ્રતિમાની સંપૂર્ણ પૂજા જાતે કરવા માટે તો મંદિરમાં પ્રતિમાઓ ખૂટે. પછી મંદિરમાં પ્રતિમાઓ ઘણી છે, કોઇ પૂજા કરનાર નથી, એવી બૂમ ન આવે. મને એમ થાય છે કે આટલા બધા શ્રાવકો છે, વ્યાખ્યાન સાંભળનારા પણ ઘણા છે, ભગવાનની અષ્ટ પ્રકારી પૂજા જાતે કરવી જોઇએ, એવું વારંવાર સાંભળે પણ છે, છતાં અષ્ટપ્રકારી પૂજા કેમ જાતે નથી કરતા? આનાં અનેક કારણો હોઇ શકે છે, પણ મુખ્ય કારણ ભગવાન પ્રત્યે જોઇએ તેટલો પ્રેમ નથી, એ એક સંત પાસે બે ભક્તો દરરોજ સત્સંગ કરવા માટે આવતા હતા. સંતને એકવાર વિચાર આવ્યો કે, આ બેમાં મારા પ્રત્યે કોને વધારે પ્રેમ છે તે જોઉં. આથી સંતે તે બંનેને કહ્યું : આજે મારે શેરડી ખાવી છે. એક ભક્ત નોકર દ્વારા શેરડીના સાંઠા મોકલી આપ્યા. બીજા ભક્ત બજારમાં જાતે જ બધા સાઠાઓને તપાસીને તેમાંથી Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (101) નવમું વંદન દ્વારા મધુર રસથી ભરપૂર એક સાંઠો ખરીદ્યો. ઘેર આવી જાતે છોલીને ગંડેરી બનાવી. તેમાંથી નાના નાના પાસા બનાવી ચાંદીની મોટી ડીશમાં મૂક્યા. તેના ઉપર એલચી વગેરે સુગંધી પદાર્થો ભભરાવીને ગુલાબજળ છાંટ્યું. ડીસ ઉપર રેશમનું કપડું ઢાંકી જાતે સંતને આપવા માટે ગયો. સેવકની આ સામાન્ય વસ્તુ સ્વીકારી અને કૃતાર્થ કરો એમ કહ્યું. સંતે તે પ્રેમથી આરોગી. સંતો વસ્તુ નથી જોતાં, કિંતુ હૃદયના ભાવને જુએ છે. ભાવ વિનાના મિષ્ટાન્ન કરતાં, ભાવયુક્ત છાશમાં વધારે મીઠાશ હોય છે. એટલે સંત આદિને ભાવથી છાશની ઘેંસ આપનારને ભાવ વિના દૂધપાક આપનારથી અધિક લાભ થાય. સાંજનાબંને ભક્તો આવ્યા. ત્યાં તે પૂછ્યું: આજે તમને રોજના કરતાં જીવનમાં કોઇ વિશેષતાનું દર્શન થયું? શેરડીના સાઠા મોકલનારે ના કહી. બીજાએ કહ્યું આજે મને જીવનમાં વિશેષતાનો અનુભવ થયો છે. કોઈ દિવસ ન થયો હોય તેવો આનંદ આજે થયો છે. કદાચ મારી જિંદગીમાં આવો આનંદ પહેલ વહેલો જ હશે. એ આનંદને હું વાણીમાં ઉતારી શકું તેમ નથી. મારા બહારના જીવનમાં કોઇ વિશેષતા નથી, પણ અંદરના જીવનમાં જાણે આનંદ થયા કરે છે, જાણે કે આજે શેર લોહી ચઢયું હોય તેવું લાગે છે. આ દષ્ટાંત આપણને એ બોધપાઠ આપે છે કે અંતરમાં ભક્તિનો ભાવ આવે છે, ત્યારે એ ભાવ સ્વશક્તિ મુજબ બાહ્યભક્તિ પણ કરાવ્યા વિના ન રહે. બાહ્ય ભક્તિ પણ જાતે કરવાનું દિલ થાય છે. અંતરમાં ભાવ આવે એટલે સ્વશક્તિ મુજબ ઉત્તમ દ્રવ્યોથી જાતે સુંદર ભક્તિ કરવાનું દિલ થાય છે. એટલે કોઇ એમ કહે કે અંતરમાં ઉમંગ રાખી સામાન્યદ્રવ્યથી ભગવાનની ભક્તિ કરીશું તો સમજવું કે ભાવમાં ખામી છે. ભાવ ઉત્તમ છે, તોદ્રવ્યો સામાન્ય શા માટે? માટે અરિહંત પ્રત્યે ઉત્તમભાવ આવે એવું કરવું જોઇએ. અરિહંત પ્રત્યે ઉત્તમભાવ આવે એ માટે એમના ઉપકારનું અને ગુણોનું સ્મરણ કરવું જોઇએ. પૂજા સ્વદ્રવ્યોથી કરવી જોઈએ પૂજા સંઘનાં દ્રવ્યોથીનકરતાં સ્વદ્રવ્યોથી કરવી જોઇએ. સ્વદ્રવ્યોથી પૂજા કરવાથી વિશેષ ઉલ્લાસ-ભાવ આવે છે. એથી લાભ પણ વિશેષ થાય છે. આ વિષે બે નોકરનું દષ્ટાંત છે. બે નોકરનું દષ્ટાંત અત્યંકર નામે એક શેઠ હતા. તે ધર્મનિષ્ઠ હતા. તેમણે ઘરના કાર્ય માટે એક અને ગાયોને ચરાવવા માટે એક, એમ બે નોકરો રાખેલા. શેઠની ધર્મકરણીની અસર તે બંને ઉપર થઇ. (બીજાના સારા કાર્યની અસર યોગ્ય ઉપર જ પડે, અયોગ્ય ઉપર વિપરીત અસર થાય. જેમકે આજે ભગવાનની ભક્તિ જોઇને કેટલાકો પૈસાનો ધૂમાડો કર્યો એમ કહે છે.) આ બંને નોકરો યોગ્ય હતા. એકવાર તે બંનેએ વાતો કરતાં કરતાં શેઠની વાત કરી. આપણા શેઠના ત્રણેય કાળ સારા છે. પૂર્વભવમાં ધર્મ કાર્યો કરીને આવ્યા છે, માટે વર્તમાનમાં સુખી છે. વર્તમાનમાં ધર્મ કાર્યો કરે છે, માટે આવતા ભવમાં પણ સુખી થવાના. આપણા ત્રણે કાળ ખરાબ છે. પૂર્વભવમાં ધર્મ કરીને નથી આવ્યા, તેથી દુ:ખી છીએ, વર્તમાનમાં ધર્મ કરતા નથી, એટલે આગામી ભવ પણ ખરાબ થશે. શેઠે આ વાત સાંભળી. શેઠને થયું કે આ બંને જીવોલાયક છે. માટે આમને ધર્મ સામગ્રીનો યોગ કરી આપ્યો હોય તો ધર્મ પામી જાય. ચોમાસીના દિવસે જિનમંદિરે પૂજા કરવા જતાં બંનેને સાથે લીધા. શુદ્ધ વસ્ત્ર આદિ પહેરાવ્યા. પછી પુષ્પો આપતાં કહ્યું. આ પુષ્પોથી પૂજા કરો. બંને જણા વિચારે છે કે જેનાં પુષ્પો હોય તેને ફળ મળે, અમારે તો માત્ર મજૂરી કહેવાય. તેમણે પુષ્પોનલીધાં. શેઠે તેમને સમજાવ્યા છતાં, એકનાં બેનથયા. શેઠ તેમને ગુરુમહારાજ પાસે લઇ ગયા. શેઠે ગુરુને વિગત કહી. ગુરુને લાગ્યું કે તેઓ બંને જીવ લાયક છે. તેથી પૂછ્યું કે - તમારી પાસે થોડું Page #121 -------------------------------------------------------------------------- ________________ નવમું વંદન દ્વારા (102) શ્રાદ્ધદિનકૃત્ય પણ દ્રવ્ય છે કે નહિ? ગાયો ચરાવનાર નોકરે કહ્યું: ગુરુદેવ! મારી પાસે માત્ર પચીસ કોડી જ છે. ગુરુમહારાજ બોલ્યા:સ્વશક્તિને ગોપવ્યા વિના શુદ્ધભાવપૂર્વકથોડા પણ દ્રવ્યથી કરેલી પૂજાથી બહુલાભથાય. આ સાંભળીને તેને આનંદ થયો. પછી ત્યાંથી ઉઠીને પચીસ કોડીનાં પુષ્પો લઈને ઉલ્લાસથી જિનપૂજા કરી. જ્યારે બીજો નોકર ત્યાં જ ગુરુ મહારાજ પાસે બેસી રહ્યો. તેનું મન દ્રવ્યના અભાવે સ્વદ્રવ્યથી પૂજા ન થવાથી ઉદ્વિગ્ન હતું. તેટલામાં એક માણસને ગુરુમહારાજ પાસે પચ્ચખાણ લેતો જોયો. નોકરે ગુરુમહારાજને પૂછ્યું: ગુરુદેવ! આ માણસે શું કર્યું? ગુરુએ કહ્યું: ભદ્ર ! તેણે તપનું પચ્ચખાણ લીધું છે. આમ કહીને તેમણે તપની સમજણ આપીને તપનો મહિમા બતાવ્યો. પૈસા નથી તો પૈસા વિના પણ થઇ શકે એવો આ ઉત્તમ ધર્મ છે, એમ વિચારીને તે નોકરે ઉપવાસ ક્ય. પછી ધર્મકરવા સંબંધી હર્ષ અનુભવતા તે બંને નોકર શેઠની સાથે ઘરે ગયા. ભોજનના સમયે બંનેને તેમનાં ભાણાં મળી ગયાં. ઘરકામ કરનારે ઉપવાસ કર્યો હતો, છતાં તેનું ભાણું પીરસાયું. એણે વિચાર કર્યો કે આ ભોજન મારા કામના બદલામાં મળે છે, એટલે આ ભોજન મારા હક્કનું છે. આ ભોજન મારી કમાણી છે. આથી મારા પુણ્યયોગે જો કોઇ મુનિરાજ અત્યારે અહીં આવી જાય તો હું તેમને મારું આ ભોજન વહોરાવી દઉં. એવામાં મુનિરાજનું આગમન થયું. તેને ખૂબ હર્ષથયો. તે વિચારવા લાગ્યોકે ઉત્તમ મુનિનો યોગ અને સ્વદ્રવ્ય એ બેનો યોગ મારા માટે દુર્લભ છે, છતાં આજે યોગ થવાથી જરૂર હું ભાગ્યશાળી છું. તેણે પોતાના ભાણાનું સઘળું ભોજન મુનિરાજને વહોરાવી દીધું. શેઠને આ જોઈને આનંદ થયો. શેઠે તેના ભાણામાં બીજું ભોજન પીરસાવવા માંડ્યું. કેમકે શેઠને નોકરના ઉપવાસની ખબર નહતી. ગાય-પાલકનોકર સાથે જિનમંદિરમાં ગયા ત્યારે પાછળથી આણે ઉપવાસનું પચ્ચશ્માણ લીધું હતું. પછી તેણે એ વાત શેઠને કે કોઇનેય કરી નહિ. શેઠે ફરીથી ભોજન પીરસવાનું કહ્યું ત્યારે આપણે ના પાડી અને કહ્યુંઆજે મારે ઉપવાસ છે. શેઠે કહ્યું: તો પછી પહેલાં ભોજન શા માટે લીધું હતું ? આમ પૂછવાનું કારણ એ છે કે મુનિરાજને વહોરાવી દીધું એટલા માટે તો ઉપવાસ કરવા ઇચ્છતો નથી ને ? નોકરે કહ્યું: મારા હક્કના ભોજનથી સુપાત્રદાનનો લાભ લેવો હતો. શેઠ અધિક પ્રસન્ન થયા. હવે આ બંને નોકરો સાધર્મિક થવાથી શેઠ અધિક વાત્સલ્ય કરવા લાગ્યા. સ્વદ્રવ્યોથી પૂજા કરવામાં બે કારણો છે. (૧) ભગવાનની પૂજા દ્રવ્યની મૂછ ઉતારવા કરવાની છે. પારકાના દ્રવ્યથી પૂજા કરવામાં આ હેતુ સિદ્ધ થતો નથી. (૨) સ્વદ્રવ્યથી થતી પૂજા ઉચ્ચભાવનું કારણ છે. પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં જે ભાવ આવે તે ભાવ પારકા દ્રવ્યથી પૂજા કરવામાં પ્રાય: ન આવે. પારકા દ્રવ્યથી પૂજા કરવી એ મફતની પૂજા કહેવાય. મફતની પૂજાથી પ્રાય: ઉચ્ચભાવ ન આવે. કુમારપાળ મહારાજા પાંચ કોડિનાં ફૂલોથી પૂજા કરીને અઢાર દેશનું રાજ્ય પામ્યા. એ પ્રભાવ શેનો? જો કેવળ પાંચ કોડિના ફૂલની પૂજાથી અઢાર દેશનું રાજ્ય મળી જાય તો જગતમાં પાંચ કોડિથી પણ અધિક મૂલ્યથી પુષ્પપૂજા કરનારા ઘણા હોય છે. આથી તે બધાને રાજ્ય મળવું જોઇએ. એટલે આની પાછળ મુખ્ય કારણ શું છે તે વિચારવું જોઇએ. કુમારપાળ મહારાજા પૂર્વ ભવે એક શેઠના નોકર હતા. શેઠે શ્રી મહાવારીસ્વામીનું મંદિર કરાવ્યું હતું. પર્યુષણ પર્વમાં શેઠ પોતાના કુટુંબના માણસો સહિત છે જે જીવો સ્વદ્રવ્યથી જિનપૂજા કરવી જોઇએ એમ સમજે છે અને શક્તિસંપન્ન પણ છે, છતાં લોભવૃત્તિથી પરદ્રવ્યથી પૂજા કરનારની અપેક્ષાએ અહીં મફતની પૂજા’ સમજવી. Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (103) નવમું વંદન દ્વાર ઠાઠથી પૂજા કરવા તે મંદિરમાં આવ્યા. વિધિપૂર્વક વિસ્તારથી પૂજા કર્યા પછી શેઠે નોકરને કહ્યું: આ પુષ્પો અને પ્રભુની પૂજા કર. નોકરે વિચાર કર્યો કે પારકાનાં પુષ્પોથી પૂજા કરવાથી મને શો લાભ! એ તો પારકાને લાભ થાય. મને તો મારાં પુષ્પોથી પૂજા કરું તો લાભ થાય. આવા વીતરાગ દેવની પૂજા મારે મારા પોતાનાં પુષ્પોથી કરવી જોઈએ. આમ વિચારી પોતાની પાસે જે માત્ર પાંચ કોડિ હતી તેનાં પુષ્પો લીધાં. પાંચ કોડિથી અઢાર પુષ્પો મળ્યાં. (કોડી = તે વખતનું ચલણી નાણું) અઢાર પુષ્પોથી એણે ભગવાનની પૂજા કરી. પોતાના દ્રવ્યથી ભગવાનની પૂજા કરી હતી. એટલે પૂજા કરતાં ઉત્કૃષ્ટ શુભભાવ થવાથી અશુભ કર્મોની નિર્જરા થવા સાથે ઉત્કૃષ્ટ પુષ્યનો બંધ થયો. એ પુણ્યના પ્રતાપે બીજા ભવમાં કુમારપાળ બનીને અઢાર દેશ પામ્યા. એટલે કુમારપાળ મહારાજાને અઢાર દેશ મળ્યા. તેનું મુખ્ય કારણ પૂજા કરતાં થયેલો ઉત્કૃષ્ટ શુભભાવ છે. એ ઉત્કૃષ્ટ શુભભાવમાં પોતાના દ્રવ્યથી લીધેલાં પુષ્પો નિમિત્ત બન્યાં. આથી પૂજામાં શુભ ભાવ વધે એ માટે દરેકે પોતાના દ્રવ્યથી પૂજા કરવી જોઈએ. અલબત્ત, કોઇને સ્વદ્રવ્યથી પૂજા કરવા છતાં ઉચ્ચભાવોન થાય એવું બને. કોઇને પરદ્રવ્યથી પૂજા કરવા છતાં ઉચ્ચભાવો આવે એવું બને. આમ છતાં સામાન્યથી એમ અવશ્ય કહી શકાય કે સ્વદ્રવ્યથી થતી પૂજા ઉચ્ચભાવનું કારણ છે. પૂજા ઊંચાંદ્રવ્યોથી કરવી જોઈએ પૂજા શક્તિ મુજબ ઊંચાંદ્રવ્યોથી કરવી જોઇએ. જેમ જેમ દ્રવ્યો ઊંચાં તેમ તેમ ભાવ અધિક સારો આવે. કારણકે સારાંદ્રવ્યો સારા ભાવનું કારણ છે. પુણ્યબંધકે પાપબંધનું મુખ્ય કારણ ભાવ છે. એ ભાવનું કારણ બાહ્ય નિમિત્તો છે. ખરાબ નિમિત્તથી ખરાબ ભાવ આવે, અને સારા નિમિત્તથી સારો ભાવ આવે. સારાં નિમિત્તોમાં પણ તરતમતા હોય છે. જેમ જેમ નિમિત્ત વધારે સારું તેમ તેમ ભાવ વધારે સારો. જે શક્તિ હોવા છતાં સામાન્ય દ્રવ્યથી ભગવાનની પૂજા કરે છે, તેના મનમાં ધનના લોભની મલિનતા રહેલી છે. આથી પૂજામાં જે ભાવ આવવો જોઇએ તે ભાવ આવતો નથી. જેના પ્રત્યે પ્રેમ છે, તેને સારી વસ્તુ આપવાનું મન થયા વિના રહેતું નથી. જેમ જેમ પ્રેમ વધારે તેમ તેમ અધિક સારી વસ્તુ આપવાનું દિલ થાય. જેને સ્ત્રી પ્રત્યે જોરદાર પ્રેમ છે તે સ્ત્રીને સારામાં સારી વસ્તુઓ આપે છે. તેમ ભગવાન ઉપર જોરદાર પ્રેમ થાય તો સારામાં સારી વસ્તુથી ભગવાનની ભક્તિ કરવાનું દિલ થયા વિના ન રહે. કુમારપાળ મહારાજાનું દષ્ટાંત ભગવાનના ભક્તને ઊંચાંદ્રવ્યોથી ભગવાનની ભક્તિકરવાનું દિલ હોય. આ વિષે કુમારપાળ મહારાજાનો એક પ્રસંગ છે. કુમારપાળ મહારાજા આરતી હાથમાં લઈને પ્રભુ સમક્ષ ઊભા રહ્યા. આંગીનાં દર્શન કરતાં વિચાર આવ્યો કે મેં મંદિર સુંદર બનાવ્યું. પણ હુંરાજા હોવા છતાં છ ઋતુનાં પુષ્પોથી ભગવાનની પૂજા કરી શકતો નથી. છઋતુનાં પુષ્પોથી જિનપ્રતિમાની અંગ રચના કરી હોય તો કેવી સુંદર દેખાય? દેવોને ધન્ય છે કે તેઓ નંદનવનનાં છઋતુનાં પુષ્પોથી જિનેશ્વરની પૂજા કરે છે. કુમારપાળ મહારાજાનાં આ ઉગ્ર ભાવનાનો શાસનદેવીને કરંટ લાગ્યો. આથી તે તુરત ત્યાં આવી. આકાશમાં રહીને શાસનદેવીએ કહ્યું: રાજ! તું જરા પણ અફસોસ ન કર. તારી ભાવનાને સફળ બનાવવા હું નંદનવન સમાન બગીચો બનાવી દઉં છું. આમ કહીને શાસનદેવી અદશ્ય થઈ ગઈ. કુમારપાળ મહારાજે મંદિરની બહાર આવીને જોયું તો મંદિરની બાજુમાં નંદનવન જેવો સુંદર બગીચો જોયો. તેમાં છએ ઋતુનાં મનોહર પુષ્પો હતાં. આથી કુમારપાળ મહારાજા હર્ષમાં આવી ગયા. આથી જ મંગલદીવાના ગીતમાં “આરતી ઉતારી રાજા કુમારપાળે” એમ કુમારપાળ મહારાજાનું નામ આપ્યું. શ્રેણિક મહારાજા દરરોજ સુર્વણના Page #123 -------------------------------------------------------------------------- ________________ 104 નવમું વંદન દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય નવા નવા ૧૦૮ જવ ઘડાવીને તેનો ભગવાન સમક્ષ સાથિયો કરતા હતા. છતી શક્તિએ સામાન્ય દ્રવ્યથી પૂજા કરવાનું દિલ થાય એ ભગવાન ઉપરના પ્રેમની ખામીને સૂચવે છે. પંચાશક સૂત્રમાં ઉત્તમદ્રવ્યોથી પૂજા કરવાનું કારણ જણાવતાં કહ્યું છે કે- “ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાથી પ્રાયઃ ભાવ પણ ઉત્તમ આવે છે, તે ભાવથી અશુભ કર્મોનો ક્ષય થાય છે. કોઈ ક્લિટ કર્મવાળા જીવને ઉત્તમ દ્રવ્યોથી પણ ઉત્તમ ભાવ ન આવે એવું બને. તથા કોઇ ભાગ્યશાળી-જીવને ઉત્તમ દ્રવ્યો વિના પણ ઉત્તમ ભાવ આવે એવું બને. આથી અહીં પ્રાય: કહ્યું છે. પુણ્યોદયથી મળેલી ઉત્તમ વસ્તુઓના ઉપયોગનું, જિનપૂજા સિવાય બીજું કોઇ ઉત્તમ સ્થાન નથી. શરીર, સ્ત્રી, સંતાન આદિનો કરેલો સત્કાર સંસાર માટે થાય છે. જ્યારે વીતરાગનોકરેલો સત્કાર સંસાર નાશ માટે થાય છે. ખેડૂત પોતાના ખાવામાં હલકું અનાજ ભલે વાપરે, પણ ખેતરમાં તોબીજ ઊંચું નાખે. કેમકે એને સમજ છે કે જેવું બીજ વાવીશું તેવું અનાજ પાકશે. ખેડૂત બીજું બધું જતું. કરે, પણ ખેતરને જતું ન કરે. કેમકે એના જીવનનો આધાર ખેતર જ છે. એમ સાચા જૈનોના જીવનનો આધાર સાતક્ષેત્ર છે. તેમાં પણ જિનેશ્વર ભગવાન મુખ્ય આધાર છે એમ સમજે. આથી કહ્યું છે કે – વાચક જશકહે, મારે તું જગજીવન આધારો રે! આજે એક તો પૂજા કરનારા જ ઓછા છે. તેમાં પણ સ્વસામગ્રીથી પૂજા કરનારા બહુ જ ઓછા છે. સ્નાન કરવાનું, પૂજાનાં કપડાં, કેશર વગેરે તૈયાર મળતું હોય, તો પૂજા કરે, નહિ તો ન કરે. પારકા દ્રવ્યથી પૂજા કરનારાઓમાં પણ સંપૂર્ણ પૂજા જાતે કરનારા ઓછા છે. સ્વદ્રવ્યથી પૂજા કરનારાઓમાં પણ સંપૂર્ણ પૂજા જાતે કરનારા ઓછા. મોટા ભાગના તો માત્ર કેશરપૂજા કરીને સંતોષ માની લે છે. સ્વ દ્રવ્યથી પૂજા કરનારાઓમાં પણ શક્તિ મુજબ ઊંચી સામગ્રીથી પૂજા કરનારા ઓછા છે. પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ અહીં સુધી આપણે એ વિચાર્યું કે (૧) સંપૂર્ણ જિનપૂજા જાતે કરવી જોઈએ. (૨) સ્વદ્રવ્યથી કરવી જોઈએ. (૩) ઊંચાંદ્રવ્યોથી કરવી જોઇએ. હવે જિનપૂજા વિધિપૂર્વક કરવી જોઇએ એ વિષે વિચારીએ. જિનપૂજા વિધિપૂર્વક કરવાથી સારી થાય છે, એમાં સારોભાવ આવે છે, એથી સારું ફળ મળે છે. અવિધિથી કરવાથી આનાથી વિપરીત બને છે. લોકોમાં પણ વિધિપૂર્વક કરેલા કાર્યનું ફળ સારું મળે છે. અવિધિથી કરવાથી બિસ્કુલ ફળ મળતું નથી કે જોઇએ તેવું મળતું નથી. જેમકે દવાનું ફળ મેળવવા વૈદ્ય જ્યારે અને જે રીતે દવા લેવાનું કહ્યું હોય ત્યારે અને તે રીતે દવા લેવી જોઈએ. જે ખોરાક લેવાનું કહ્યું હોય તે ખોરાક લેવો જોઈએ. જે ખોરાકની ના કહી હોય તે ખોરાક ન લેવો જોઇએ. દવા નિયમિત લેવી જોઈએ. આ રીતે વિધિપૂર્વક દવા લેવાથી જ લાભ થાય. જો આમાં ફેરફાર કરવામાં આવે તો લાભ ન થાય, બલ્ક નુક્સાન પણ થાય. આ એક દષ્ટાંત છે. બાકી વ્યવહારનું દરેક કામ વિધિપૂર્વક કરવામાં આવે તો જ તેમાં પૂર્ણ સફળતા મળે. વ્યવહારના કામમાં તો બધાનો અનુભવ છે. વિધિના મહત્ત્વ વિષે વ્યાવહારિક દષ્ટાંત વિધિનું કેટલું મહત્ત્વ છે એ વિષે એક વ્યાવહારિક દષ્ટાંત જોઈએ. ગામડામાં રહેતો એક યુવાન બિમાર પડવાથી શહેરમાં તબિયત બતાવવા ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે રોગ તપાસીને સાત દિવસની પ્રવાહી દવા એક બાટલીમાં ભરીને દિવસમાં ત્રણવાર લેવા કહ્યું. એક વખતમાં દવાનો ડોઝ કેટલો લેવો તેની ખબર પડે – વધારે ઓછી ન થાય, એ માટે બાટલી ઉપર એક્વીસ આંક પાડેલા હતા. ઘરે જઈને પહેલીવાર દવા લીધી. દવા લેતાં જ પેટમાં ખૂબ દુ:ખવા માંડ્યું. શરીર તૂટવા માંડ્યું. મગજ ભમવા લાગ્યું, ઉલ્ટીઓ થવા માંડી. ઘરના માણસો Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય નવમું વંદન દ્વાર ગભરાઈ ગયા. શહેરમાંથી તે જ ડોક્ટરને બોલાવી લાવ્યા. ડોક્ટરને યુવાને કહ્યું : તમ ા કેવી દવા આપી ? રોગ મટવાની વાત તો દૂર રહી, આ નવી તકલીફ ઊભી થઈ. ડોક્ટરે પૂછ્યું : દવા બરોબર લીધી હતી ? દર્દીએ કહ્યું : હા, દવા તો તમે કહ્યું એનાથી પણ વધારે સારી રીતે લીધી હતી. તમે તો થોડી થોડી લેવાની કહી હતી. પણ હું તો બધી એકી સાથે જ ગટગટાવી ગયો. તમારી દવા પાણી જેવી હતી. હું આનાથી ડબલ પાણી એક સાથે પી જાઉં છું. આથી મેં તમારી બધી દવા એકી સાથે લઈ લીધી. મને એમ કે મારાથી એકી સાથે દવા ન લઈ શકાય, માટે તમે સાત દહાડા થોડી થોડી લેવાની કહી છે. પણ હું તો એકી સાથે આનાથી ડબલ દવા પણ પી જઉં એમ છું. એકી સાથે દવા લેવાથી રોગ એકી સાથે ભાગી જાય, એમ સમજી હું બધી દવા એકી સાથે ગટગટાવી ગયો. 105 આ સાંભળીને ડોક્ટરને હસવું આવ્યું. પણ તેણે હાસ્યને રોકી લીધું. દર્દીને કહ્યું : એકી સાથે ન લેવાય. દવા તો જેટલું માપ કહ્યું હોય તેટલી જ લેવાય. એકી સાથે દવા લીધી એથી જ આ તકલીફ થઈ છે. આમાં દવાનો દોષ નથી, પણ તમારો છે. પછી ડોક્ટરે દવા એકી સાથે લેવાથી થયેલ રીએક્શનના ઉપચારો કરીને દર્દીને સ્વસ્થ બનાવ્યો. પછી મૂળ રોગનો ઉપચાર કર્યો. જો આ રીતે દવા જેવી વસ્તુમાં અવિધિ થવાથી નુક્શાન થયું તો ધર્મ ક્રિયાઓમાં અવિધિ કરે અને વિધિ પ્રત્યે બહુમાન ન હોય તો નુકશાન થાય એમાં શી નવાઈ ? વિધિ પ્રત્યે બહુમાનવાળાને અવિધિ ખટકે ધાર્મિક અનુષ્ઠાનો વિધિપૂર્વક કરવાથી જ સફળ બને છે. માટે દરેક ધર્મીએ ધાર્મિક અનુષ્ઠાનોની વિધિ ગુરુ પાસેથી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિધિને જાણવા છતાં તેવા સંયોગ આદિથી અવિધિ થઇ જાય એ સંભવિત છે. છતાં જેને વિધિ પ્રત્યે બહુમાન હોય તેને તેવા સંયોગ આદિથી થતી અવિધિ ખટકે. એને એમ થાય કે ભગવાને દરેક અનુષ્ઠાન વિધિપૂર્વક કરવાનું કહ્યું છે. પણ હું કમનસીબ છું કે જેથી બરોબર વિધિપૂર્વક કરી શકતો નથી. આવો આત્મા વિધિ–વિધિ શું કરો છો ? આ કાળે વિધિ સાચવવી કઠિન છે, માટે એમ જ ચાલે. આવું ન કહે. એને જેમ પોતાનાથી થતી અવિધિ બદલ દુ:ખ હોય તેમ જે આત્માઓ વિધિનું બરોબર પાલન કરતા હોય તેમના પ્રત્યે બહુમાન હોય. વિધિ પ્રત્યે બહુમાન આવે એટલે વિધિનું પાલન કરનારાઓ પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહિ. બહુમાનનાં પાંચ લક્ષણો ૧. વિધિની જિજ્ઞાસા, ૨. વિધિ સાંભળીને આનંદ, ૩. વિધિના પાલન માટે શક્ય પ્રયત્ન, ૪. થઈ જતી અવિધિ ખટકે, પ. વિધિપૂર્વક કરનારાઓ પ્રત્યે બહુમાન. આ પાંચ વિધિબહુમાનનાં લક્ષણો છે. વિધિપ્રત્યે બહુમાનવાળો પણ ધન્ય છે શાસ્ત્રમાં વિધિ પ્રત્યે બહુમાન રાખનારને ધન્ય કહ્યો છે. ૧. જે આત્મા વિધિપૂર્વક કરે છે તે આત્મા ધન્ય છે. ૨. જે આત્મા વિધિપૂર્વક કરી શકતો નથી, પણ વિધિ ઉપર બહુમાન હોવાના કારણે વિધિપૂર્વક કરવાની ભાવનાવાળો છે, તે પણ ધન્ય છે. ૩. છેવટે વિધિની નિંદા ન કરે તે પણ ધન્ય છે. કારણ કે ભારે કર્મી આત્માઓને અવિધિ ઉપર જ પ્રેમ હોય છે. જે આત્માને વિધિ ઉપર પ્રેમ છે તે આત્મા નિટમાં મોક્ષે જનાર છે. માટે ધાર્મિક અનુષ્ઠાનોની સંપૂર્ણ સફળતા ઇચ્છનારાઓએ વિધિ પ્રત્યે બહુમાનવાળા બનીને વિધિનું પાલન કરવાની કાળજી રાખવી જોઈએ. ‘“આમ જ ચાલે’’ એવી વૃત્તિ ન રાખવી જોઈએ. Page #125 -------------------------------------------------------------------------- ________________ 106. નવમું વંદન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય વિધિને જાણવાની બેદરકારી આજે વિધિ પ્રત્યે બેદરકારી ઘણી આવી જવાથી ધર્મક્રિયાઓમાં અવિધિ ઘણી થાય છે. અવિધિ થાય છે એટલું જ નહિ, પણ વિધિને જાણવાની ઇચ્છા જ મોટે ભાગે દેખાતી નથી. આનું કારણ વિધિ પ્રત્યે જોઇએ તેવું બહુમાન નથી. વિધિ પ્રત્યે જેને બહુમાન હોય તેને વિધિને જાણવાની ઇચ્છા થાય. જેને વિધિને જાણવાની ઇચ્છા થાય તે અનુકૂળતા મુજબતે માટે પ્રયત્ન કરે. વિધિને જાણવા ગુરુની જરૂર પડે. આજે જિનપૂજા, ચૈત્યવંદન વગેરે વિધિ જાણવા ગુરુ પાસે આવનારા કેટલા? નોકરી વગેરે માટે કોઈ ઓફિસર વગેરેને મળવા જવું હોય તો તેને કેવી રીતે મળવું, તેની પાસે કેવી રીતે જવું? તેની સાથે કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તવું વગેરે બરોબર જાણી લે. કારણ કે ધન વગેરેની ગરજ છે. તેવી રીતે જિનમંદિરમાં જવા વગેરેની વિધિ જાણવા પ્રયત્ન કરનારા કેટલા? ઓફિસર વગેરેનું વિનયવગેરેથી ગમે તેટલું સાચવવામાં આવે તો પણ તે મહેરબાની કરે જ એવો નિયમ નથી. મહેરબાની કરે તો પણ આપી–આપીને કેટલું આપે ? તથા એની મહેરબાની માંદગી આદિમાં કામ લાગે નહિ. જ્યારે જિનેશ્વર ભગવાન આદિની વિનય આદિ વિધિપૂર્વક સેવા કરવામાં આવે તો અવશ્ય ફળે. વિધિપૂર્વક કરેલી ધર્મક્રિયાઓ આ લોકમાં પણ કામ લાગે, માંદગી આદિ આપત્તિમાં પણ કામ લાગે, અને પરલોકમાં પણ કામ લાગે. ઓફિસર વગેરેની મહેરબાની માંદગી આદિમાં કે પરલોકમાં કામ ન લાગે. આમ છતાં ઓફિસર વગેરેની સેવામાં જેટલી કાળજી રખાય છે તેટલી પણ કાળજી ધર્મ ક્રિયાઓમાં ન રખાય તેનું શું કારણ? એનું મુખ્ય કારણ એ છે કે ધર્મનો ઉપકાર ખ્યાલમાં આવ્યો નથી. અવિધિ થાય તો પણ વિધિ બહુમાનપૂર્વક ક્રિયા કરતા રહેવું જોઈએ એ વિધિ ઉપર બહુમાન અને વિધિનું જ્ઞાન હોવા છતાં અવિધિ થઇ જાય એમ પણ બને છતાં ધર્મક્રિયાનો ત્યાગ નહીં કરવો જોઇએ. અભ્યાસ થતાં અવિધિ દૂર થાય છે. પ્રાય: દરેક અનુષ્ઠાનમાં પ્રારંભમાં અવિધિ થઈ જાય એ સહજ છે. પણ જો અવિધિના ભયથી અનુષ્ઠાનનો જ ત્યાગ કરવામાં આવે તો ક્યારેય વિધિપૂર્વક અનુષ્ઠાનો કરવા સમર્થનબની શકાય. આથી અવિધિથઇ જાય તો પણ વિધિના બહુમાનપૂર્વક ધાર્મિક અનુષ્ઠાનો કરતાં રહેવું જોઇએ. શાસ્ત્રમાં અવિધિવાળી ધર્મક્રિયા કરનારથી બિસ્કુલ ધર્મક્રિયા નહિ કરનારને પ્રાયશ્ચિત્ત વધારે કહ્યું છે. પૂજાનો ક્રમશઃ વિધિ પૂજા વિધિપૂર્વક કરવી જોઇએ. આથી અહીં પૂજાનોમિક (=Wામથી પૂજા કરવી તે) વિધિ જણાવવામાં આવે છે. ૧. પહેલી નિસાહિ– ઘરથી મંદિર પાસે આવીને મંદિરના મૂળ દ્વારમાં પ્રવેશ કરતાં હવે હું સંસારસંબંધી સર્વ કાર્યોનો મન-વચન-કાયાથી ત્યાગ કરું છું, એમ સૂચવવા ત્રણ વાર નિસાહિ શબ્દ બોલવો. ૨. પ્રભુજીને દેખતાં જ “નમો જિણાણ” કહી અંજલિપૂર્વક મસ્તક નમાવી પ્રણામ કરવો. ૩. પછી મૂળનાયકજીને ‘નમો જિગાણ એમ બોલવાપૂર્વક અડધું અંગ નમાવવારૂપ અધવત પ્રણામ કરવો અથવા પૂર્ણ ખમાસમણ દેવારૂપ પંચાંગ પ્રણામ કરવા. (ર્ચ.મ.ભા. ગાથા ૧૮૯) ૪. ત્રણ પ્રદક્ષિણા:- પછી ભૂલનાયક જિનબિંબ પોતાની જમણી બાજુ રહે તે પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા આપવી. પ્રદક્ષિણા આપતાં બોલવાના દુહા આ ગ્રંથમાં ૧૧૬મા પેજમાં છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય. ( 107 ) નવમું વંદન દ્વારા પ્રશ્ન - જિનબિંબ પોતાની જમણી બાજુ રહે તેમ પ્રદક્ષિણા આપવાનું શું કારણ? ઉત્તર :- ઉત્તમ વસ્તુઓ પ્રાય: જમણી બાજુએ કરવી એવી મર્યાદા (=એક જાતનો વિનય) છે. પ્રદક્ષિણા આપતાં બે હાથ જોડી જિનેશ્વરના ગુણગાનવાળાં સ્તોત્રો બોલવાં. વર્તમાનમાં “કાળ અનાદિ અનંતથી” વગેરે દુહા બોલાય છે. તે દુહા બોલવાથી પ્રદક્ષિણાનો હેતુ ખ્યાલમાં આવે છે, અને મનમાં ભાવોલ્લાસ પ્રગટે છે. માટે દરેક શ્રાવકે આદુહાઓ કંઠસ્થ કરીને પ્રદક્ષિણા આપતાં બોલવા જોઇએ. તથા પ્રદક્ષિણા આપતાં શ્રી જિનેશ્વરદેવ ચારરૂપે સમવસરણમાં બિરાજમાન છે, એમ ધારીને ગભારાની બહારની ભીંતમાં મૂળનાયકની જમણી બાજુએ, પાછળ અને ડાબી બાજુએ ગોખલામાં સ્થાપેલા ત્રણ જિનબિંબોને પણ વંદન કરવું જોઈએ. મૂળયનાયકની ત્રણેય દિશામાં મૂર્તિ શા માટે? પ્રશ્ન :- શિખરબંધી દરેક દહેરાસરમાં ગભારાની બહારની ભીંતોમાં ગોખલામાં મૂળનાયકની જમણી બાજુએ, પાછળ અને ડાબી બાજુએ જિનબિંબની સ્થાપના કરવાનું શું કારણ? ઉત્તર :- સમવસરણમાં ભગવાન ચારે દિશામાં બિરાજમાન હોય છે. ગભારો સમવસરણરૂપ મનાય છે. પ્રદક્ષિણા દેતાં સમવસરણનો ખ્યાલ આવે એ હેતુથી ગભારાની ભીંતની બહારના ભાગમાં ગોખલાઓમાં ત્રણેય દિશામાં મૂળનાયકજીના નામનાં ત્રણ પ્રતિમાજી બિરાજમાન કરાવાય છે. તથા “જિનબિંબની પાછળના ભાગમાં (પછીતે) વસવું નહિ” એવો નિયમ છે. મૂળનાયકની ત્રણ દિશાઓમાં મૂર્તિ બિરાજમાન કરવાથી ચારેય દિશાઓમાં જિન મૂર્તિઓ આવવાથી ઉક્ત નિયમનું પાલન થાય છે. ૫. અષ્ટ પડ મુખકોશ બાંધીને પ્રાર્થના કરેલા પવિત્ર ઓરસીયા ઉપર કેશર અને પૂર વગેરેની સાથે ચંદન (=સુખડ) ઘસવું. તથા બીજી પણ મોરપીંછી, પાણી, વાળાકુંચી, બંગલુછણાં, પુષ્પો વગેરે બધી પૂજા સામગ્રી તૈયાર રાખવી. જે આંગળી વગેરેથી ચંદન લઈને પોતાના કપાળે તિલક કર્યું હોય તે આંગળી વગેરેને ધોયા વિના ફરી તે વાટકીમાં નાખવામાં આવે તો તેમાં રહેલ ચંદન પોતાના કપાળે અડેલા ચંદનથી મિશ્રિત થાય. આવા ચંદનથી જિનપૂજા કરવાથી મહાન દોષ લાગે. માટે જે આંગળી વગેરેથી ચંદન લઇને સ્વપાળે તિલક કર્યું હોય તે આંગળી વગેરેને ધોયા પછી જ તે વાટકીમાં નાખી શકાય.' ૬. પોતાના પાળે તિલક કરવું. (તિલક સંબંધી વિશેષ વર્ણન ૧૧૮મા પેજમાં કરવામાં આવશે.). ૭. મૂળનાયક સમક્ષ જમીન ઉપર બે ઢીંચણ અને બે હાથ મૂકીને ત્રણ વાર પ્રણામ કરવા. (ચ.વં.મ.ભા. ગાથા. ૧૯૩). ૮. અષ્ટ પડ મુખકોશ બાંધવો. ૯. બીજી નિસીહિ – “હવે હું જિનમંદિરનાં કાર્યોનો પણ ત્યાગ કરું છું.” એ સૂચવવા ત્રણ વખત નિશીહિ કહીને ગભારામાં પ્રવેશ કરવો. ૪ શ્રાવકે સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ. આથી ચંદનવગેરે પણ પોતાનું હોવું જોઇએ અને જાતે ઘસવું જોઈએ. પછી ઘસાયેલું ચંદન બે વાટકીમાં લેવું જોઈએ. એક વાટકીમાં પોતાના તિલક માટે. બીજી વાટકીમાં જિનપૂજા માટે. વિલેપન પૂજા માટે બરાસ અલગ ઘસીને એક વાટકીમાં લેવું. * ખેસના છેડાની ત્રણવાર ગડી કરવાથી આઠ પડ થાય. Page #127 -------------------------------------------------------------------------- ________________ 108 નવમું વંદન દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય ૧૦. જિનપ્રતિમાજીની ઉપરથી નિર્માલ્ય ઉતારવું ૧૧. મોરપીંછીથી પ્રતિમાજીનું પ્રમાર્જન કરવું. (જીવ-જંતુ કે પુષ્પરજ વગેરે હોય તો દૂર થાય.) ૧૨. ગભારાનું પ્રમાર્જન સ્વયં કરવું કે બીજા પાસે કરાવવું. (ચં.વં.મ.ભા. ગાથા. ૧૯૫) ૧૩. પહેલાં દૂધથી અને પછી પાણીથી *પ્રક્ષાલ પૂજા કરવી. પ્રશ્ન - અષ્ટપ્રકારી પૂજામાં જળપૂજા આવે છે, દૂધપૂજાનો ઉલ્લેખ નથી તો, પછી દૂધનો પ્રક્ષાલ શા માટે કરવામાં આવે છે? . ઉત્તર:- ભગવાનના જન્માભિષેક વખતે દેવો ક્ષીરસમુદ્રમાંથી લાવેલા પાણીથી પ્રક્ષાલ = અભિષેક કરે છે. એ પાણી દૂધ જેવું સફેદ અને અતિશય મધુર હોય છે. મનુષ્યો એ પાણી લાવી શકે નહિ. આથી દેવોની ભક્તિના અનુકરણરૂપે જલપૂજામાં પ્રથમ દૂધથી પ્રક્ષાલ કરવામાં આવે છે.* ૧૪. પ્રતિમાજીના જે ભાગમાં પાણીથી કેશર દૂર ન થઇ શકે તે ભાગમાં કેશર દૂર કરવા માટે પ્રતિમાજીને સાક્ષાત્ પ્રભુ સમજીને અત્યંત હલકા હાથે વાળાકુંચીનો ઉપયોગ કરવો. ૧૫. પબાસણ ઉપર પાટલૂછશું કરવું. ૧૬. ધૂપથી ધુપેલા એક અંગલુછણાંથી પ્રતિમાજી ઉપર રહેલું સઘળું પાણી લુછી લેવું. ૧૭. બીજા અંગલુછણાંને ધૂપથી ધૂપીને પ્રતિમાજીનાં સઘળાં અંગો ઉપર બરોબર ફેરવીને પ્રતિમાને તદ્દન કોરી કરવી. બે અંગલુછણાં કહ્યાં છે તેમાં પહેલા અંગલુછણાંથી જ પ્રતિમા કોરાં થાય તેમ કરવાનું અને બીજું તો માત્ર કોમળ-ધૂપેલું બિંબને સ્પર્શ કરવારૂપે જ કહ્યું છે. તે ધ્યાનમાં રાખવું. અર્થાત્ અંગલૂછણાં હલકી જાતિનાં વાપરવાથી પાણી ચૂસાતું ન હોય ત્યાં પણ બે જ અંગલૂછણાં કરવાં એવો નિયમ નથી. અંગલૂછણાં ઉત્તમ-પાણી ચૂસે તેવા કાપડનાં એલરહિત-સાફ રાખવાં. પહેલા કે બીજા અંગલૂછણાંથી પાણી તદ્દન સાફ થયા પછી જ ઉપર છેલ્લું મંગલૂછશું તદ્દન શુદ્ધ, બારીક અને ધૂપધૂપિત કરીને ફેરવવું. પ્રતિમાજીને પ્રક્ષાલક્ય પછી બને તેટલાં વહેલાં કોરાં–સાફ કરવા, વિલંબ થાય તો પાણી વધારે સમય સુધી રહેવાથી પ્રતિમાજીનાં અંગોમાં લીલગ અને કાલીમા (કાળાશ) થવાનો પ્રસંગ આવે, અર્થાત્ પ્રતિમા શ્યામ પડે. માટે પ્રતિમાઓને જરાય વધારે વાર ભીંજાયેલાં રાખવાં નહિ ૧૮. પછી બરાસ વગેરેથી વિલેપનપૂજા કરવી. * જિનબિંબ ઉપર ચઢાવેલું જે નિસ્તેજ થયું હોય, અર્થાત્ જેની શોભા ચાલી ગઇ હોય, જે ગંધ બદલાઇ જવાથી વિગંધ બન્યું હોય, અને તેથી દર્શન કરવા છતાં શોભાના અભાવે ભવ્ય જીવોના મનને પ્રમોદ ઉપજાવવા માટે જે અસમર્થથયું હોય, તેને બહુશ્રુતો નિર્માલ્ય કહે છે. (ધર્મસંગ્રહ) કોઇ કોઇ શ્રી જિનમંદિરોમાં શંખની તથા અષ્ટમંગલની પાટલીઓની પણ પ્રતિમાની જેમ પ્રક્ષાલપૂજા વગેરે કરતા જોવામાં આવે છે. પૂર્વકાળે અગ્રપૂજા રૂપે પાણીથી શંખ ભરીને પ્રતિમા આગળ સ્થાપના અને મોતી–અક્ષતાદિથી અષ્ટમંગલની રચના કરાતી હતી. આજે પણ તેમ કરવું વ્યાજબી જણાય છે. * નિર્માલ્ય અને પ્રક્ષાલનું પાણી જલદી સુકાઇ જાય તેવી જગ્યામાં ઢ ઢું નાખવું જેથી તેમાં જીવોત્પત્તિ દ્વારા હિંસાનો દોષ ન લાગે તથા મનુષ્યોના પગ નીચે ન આવે તેવા સ્થળે નાખવું, જેથી આશાતના ન થાય. Page #128 -------------------------------------------------------------------------- ________________ ( 109 ) શ્રાદ્ધદિનકૃત્ય નવમું વંદન દ્વાર ૧૯. પછી બે પગના અંગુઠા, બેઢીંચણ, બે હાથના કાંડા, બે ખભા, મસ્તક, પાલ, કંઠ, હૃદય અને નાભિ એ કમે નવ અંગે ચંદનપૂજા કરવી. (અહીં પૂજાનાં સ્થાનો તેર થવા છતાં અંગો તો નવ જ ગણાય.) ૨૦. પછી પુષ્પપૂજા કરવી = પ્રભુજીના અંગે પુષ્પો ગોઠવવાં.* ૨૧. પછી વરખ ચોડવા, આંગી કરવી વગેરે શક્તિ-ભાવના પ્રમાણે કરવું. ૨૨. જિન પ્રતિમાજીની ડાબી બાજુએ રહીને પ્રતિમાજી સમક્ષ ધૂપ ઉખેવવો-ધૂપપૂજા કરવી. ૨૩. જિનપ્રતિમાજીની જમણી બાજુએ શુદ્ધ ઘીનો દીપક કરવો. ૨૪. પછી હાથ વડે દર્પણ પ્રભુ સમક્ષ રાખીને દર્પણમાં પ્રભુજીને જોવા સ્વરૂપદર્પણપૂજા કરવી. ૨૫. પછી પંખાથી પૂજા કરવી = પ્રભુજીને પંખો વીંજવો. ૨૬. પછી ચામર પૂજા કરવી = પ્રભુજીને ચામર વીંજવા. ૨૭. પછી નાદ પૂજા રૂપ ઘંટ વગાડવો. ૨૮. પછી અક્ષત, નૈવેદ્ય અને ફળપૂજા કરવી, તે આ પ્રમાણે :- ચોખાનો સાથિયો કરી, ઉપર ચોખાની ત્રણ ઢગલી કરી, તેની ઉપર ચોખાની સિદ્ધશિલા બનાવવી. સાથિયા ઉપર સાકરકે સુખડી વગેરે મિષ્ટાન્ન મૂકવું. સિદ્ધશિલા ઉપર સોપારી વગેરે ઉત્તમ ફળ મૂકવું. ૨૯. ત્રીજી નિસાહિ– “હવે હું દ્રવ્યપૂજાની પ્રવૃત્તિને છોડીને ભાવપૂજામાં લીન બનું છું.” એમ સૂચવવા ત્રણવાર નિસાહિબોલવું. ૩૦. ચૈત્યવંદન કરવાની ભૂમિમાં, યોગ્ય સ્થાને રહીને દૃષ્ટિથી જોઇને આગળ-પાછળ કોમળદશીવાળા વસ્ત્રના છેડાથી વિધિથી પ્રમાર્જન કરવું. ૩૧. પ્રભુજીની સમક્ષ સ્તુતિઓ બોલવી. ૩૨. વિધિપૂર્વક ચૈત્યવંદન કરવું. ૩૩. ખમાસમણું આપીને “ઈચ્છકારી ભગવપસાય કરી પચ્ચખાણનો આદેશદેશોજી” એમ બોલીને પચ્ચખાણ કરવું. ૩૪. ખમાસમણ આપીને ભૂમિ ઉપર જમણા હાથની હથેલી રાખીને “અવિધિ-આશાતના મિચ્છામિ દુક્કડ” એમ કહેવું. દર્શન-પૂજન સંબંધી આવશ્યક સૂચનાઓ ૧. પૂજા કરવા ખાલી હાથે ન જવાય. ૨. દેરાસરની હદમાં, કમ્પાઉન્ડમાં પ્રવેશ પછી પાન, મસાલા આદિ કાંઇ પણ ખાવાથી કે પીવાથી દેરાસરની આશાતના થાય છે તેવું શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે. જે ચંદનપૂજામાંકેસર-બરાસમિશ્રિત ચંદનથી પૂજા કરવી તથા નવ અંગો સિવાય બીજા કોઇ ભાગમાં ચંદનના ડાઘનલાગે અને ચંદનના રેલા ન ઉતરે તે રીતે પૂજા કરવી. જેથી આશાતના ન થાય. * પ્રતિમાજીનાં નેત્રો અને મુખ વગેરે અંગો ઢંકાઇ ન જાય તથા અધિક સુંદર દેખાય તે રીતે પુષ્પો ગોઠવવાં. જેથી દર્શન કરનારાઓને અત્યંત ઉલ્લાસ થાય અને જિનેશ્વરની આશાતના ન થાય. Page #129 -------------------------------------------------------------------------- ________________ નવમું વંદન દ્વાર ૩. જિનમંદિરમાં ને ગભારામાં જમણો પગ મૂકીને પ્રવેશ કરવો. ૪. દેરાસરમાં હંમેશા જયણાપૂર્વક નીચે જોઈને (ઇર્યાસમિતિનું પાલન કરવા પૂર્વક) કીડી વગેરે જીવજંતુ મરી ન જાય તે રીતે ચાલવું જોઈએ. 110 શ્રાદ્ધદિનકૃત્ય ૫. પાછળનાઓને પ્રભુના દર્શનમાં અંતરાય ન થાય તે રીતે દર્શન-પૂજનાદિ કરવા જોઈએ. ૬. પ્રક્ષાલ માટેના દૂધ, જળ વગેરે દ્રવ્યોમાં આપણા હાથના આંગળા નખાય નહિ, પૂજાનાં દ્રવ્યોને વિના કારણ અડાય નહિ. દૂધ, જળ વગેરે ઉઘાડા મૂકી રાખવાથી તેમાં ત્રસ જીવો અને કચરો પડે છે. તેથી તે દ્રવ્યો અપવિત્ર બને છે અને વિરાધના થાય છે. જયણા પળાતી નથી, માટે દૂધ અને પ્રક્ષાલ જળનાં વાસણોને ઢાંકીને જ મૂકવા જોઈએ. ૭. પ્રભુની અંગપૂજા કરતાં પહેલા હાથ અવશ્ય સારી રીતે ધોવા જોઇએ અને હાથ ધોયા પછી (ધોયેલા હાથ અપવિત્ર ન બને તે માટે) આપણા શરીરના કોઈપણ અંગનો અને ભૂમિનો હાથ વડે સ્પર્શ કરાય નહિ અને પછી હાથ ધૂપી લેવા જોઇએ, તેમજ અંગપૂજાનાં દ્રવ્યોને પણ ધૂપી લેવા જોઈએ. ૮. પ્રક્ષાલ માટેના પાણીથી હાથ ધોવાય નહિ, પબાસણ ઉપર તેમજ ન્હવણની કુંડીમાં હાથ ધોવાય નહીં. ૯. મુખકોશ બાંધ્યા વિના ગભારામાં ન જવાય અને મુખકોશ વિના પ્રભુજીની નજીક પણ ન જવાય. ૧૦. મુખ અને નાક બરોબર ઢંકાય તે રીતે વ્યવસ્થિત મુખકોશ બાંધવો જોઇએ. નહીંતર આપણા શ્વાસોશ્વાસની દુર્ગંધથી પરમાત્માની આશાતના થાય. પ્રભુ પ્રતિમા એ સાક્ષાત્ અરિહંત પરમાત્મા સમાન છે. ૧૧. પ્રતિમાજી ઉપર સૌ પ્રથમ મોરપીછીંનો ઉપયોગ કરવો. પ્રતિમાજી ઉપર ફેરવવાની મોરપીંછીને પ્રતિમાજી સિવાયની બીજી કોઇ જગ્યાએ ફેરવવાય નહીં. મોરપીંછી થાળમાં જ રખાય, તેને જમીન ઉપર મુકાય નહીં. તેમજ પબાસણ ઉપર ફેરવવાની પૂંજણી અને બીજી અપવિત્ર વસ્તુઓ સાથે પણ તેને રખાય નહિ. પબાસણ ઉપર પૂંજણી ફેરવવી અને તે પ્રભુજીને અડી ન જાય તેની કાળજી રાખવી. પ્રતિમાજી ઉપર મોરપીંછી ફેરવ્યા બાદ આંગી ઉતારવી પછી ભીના વસ્ત્રથી કેસર ઉતારવું. ૧૨. ભગવાનને આંગી માટેનું ચાંદીનું ડગલું, મુગટ, કુંડળ આદિ નીચે જમીન ઉપર ન રાખી શકાય, આશાતના થાય. થાળમાં અથવા પાટલા ઉપર રાખવું. ૧૩. પ્રતિમાજીના કોઇ ભાગમાં ભરાઇ ગયેલું વાસી ચંદન ભીના અંગલૂછણાથી ન નીકળતું હોય ત્યારે જ વાળાકુંચીનો ઉપયોગ કરવો અને તે પણ વિવેક પૂર્વક એટલે કે જ્યાં કેસર ભરાયું હોય તેટલા જ ભાગ પૂરતો ખૂબ જ પોચા હાથે કરવાનો છે, વાળાકુંચી કાંઇક પોચી અને સુંવાળી બને તે માટે, તેનો ઉપયોગ કરતાં પહેલાં તેને થોડો સમય પાણીમાં પલાળી રાખવી. આપણા દાંતમાં ભરાયેલા ખોરાકના કણિયાને સળી વડે હળવા હાથે જેટલી સાવધાની પૂર્વક કાઢીએ છીએ, તેના કરતાં પણ ઘણા વધારે હળવા હાથે વધારે સાવધાની પૂર્વક પ્રતિમાજીના અંગમાં ભરાઇ ગયેલા વાસી ચંદનને કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. આમ, વિવેકપૂર્વક પ્રયત્ન કરવા છતાં વાસી ચંદન રહી જાય તો ઘણી ઓછી આશાતના લાગે છે, પણ વિના કારણ મુખ સહિત આખીય પ્રતિમાજી ઉપર ભાર દઈને વાળાકુંચી ઘસીને વિવેકરહિત પણે વાસી ચંદન કાઢવાથી પ્રભુજીની ઘણી મોટી આશાતના થાય છે. ૧૪. પાટલૂછણું કરતી વખતે પ્રભુજીને તેનો જરાપણ સ્પર્શ ન થઇ જાય તેની ખુબ કાળજી રાખવી જોઈએ. Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય નવમું વંદન દ્વાર ૧૫. પાટલૂછણું કર્યા પછી અંગલૂછણું કરતાં પહેલાં ગભારાની બહાર જઇને હાથ સારી રીતે ધોવા જોઈએ. ૧૬. પ્રભુપ્રતિમાના અને ગુરુમૂર્તિ માટેનાં અંગલૂછણાં અલગ-અલગ જ રાખવા જોઇએ. પ્રભુપ્રતિમાના અંગલૂછણાં ગુરુમૂર્તિ માટે અને ગુરુમૂર્તિ માટેનાં અંગલૂછણાં પ્રભુપ્રતિમા માટે વપરાય નહીં, નહિતર આશાતના થાય. એ પ્રમાણે દેવ-દેવી અંગે પણ જાણવું. 111 ૧૭. પૂજાના ચંદનમાં નખ બોળાય નહીં. નખ વધેલ રખાય નહીં અને પ્રભુજીને નખ ન લાગે તેની ખાસ કાળજી રાખવી. ૧૮. કેશર પોતાની જાતે જ ઘસવું જોઈએ. કદાચ ક્યારેક સમય, સંયોગોની અનુકૂળતા ન હોય તો જોઈતા પ્રમાણમાં લેવું, બગાડ ન થાય તેનો ખાસ ખ્યાલ રાખવો. થાળી, વાટકી સ્વદ્રવ્યની જ રાખવી જોઈએ. ક્યારેક લેવી પડે તો પૂજા કરી લીધા પછી ધોઈને જ્યાંથી લીધી હોય ત્યાં મૂકવી. કેશર રેલા ઉતરે તેટલું પાતળું અને પાણી જેવું ન હોવું જોઈએ. ૧૯. પૂજા કરતી વખતે પ્રભુજી અને આપણા શરીર વચ્ચે થોડું અંતર રાખવું જોઈએ. જેથી આપણા વસ્ત્રો કે શરીર પ્રભુજીને અડે નહીં. અંગપૂજાના પ્રયોજન વિના પ્રભુજીની નજીક ઊભા પણ રહેવાય નહીં. ૨૦. પ્રભુ પૂજા સંપૂર્ણ મૌનપણે પરમાત્મામાં લયલીન બનીને શુદ્ધ ભાવપૂર્વક, એકગ્ર મને, શાંત ચિત્તે, મનની સ્થિરતાથી, શાંતિથી કરવી જોઈએ. પૂજા કરવામાં ઉતાવળ ન કરાય. ૨૧. પૂજા પ્રભુજીનાં નવ અંગે જ કરવાની છે. પ્રભુજીનાં નવ અંગ સિવાય હથેળી કે લાંછન કે બીજે ક્યાંય પૂજા કરવાની નથી. ૨૨. પ્રભુજીના જમણા પગના અંગુઠે વારંવાર પૂજા કરવી યોગ્ય નથી. ૨૩. સૌ પ્રથમ મૂળનાયક ભગવાનની પૂજા કરવી, પછી આજુબાજુના આરસનાં પ્રતિમાજીની, પંચધાતુના પ્રતિમાજીની તથા સિદ્ધચક્રની પૂજા કરવી, પછી ગુરુમૂર્તિની પૂજા કરવી, પછી અધિષ્ઠાયકદેવના કપાળે અંગૂઠાથી તિલક કરવું. ૨૪. નાના ભગવાનને અભિષેક માટે લઇ જતી વખતે આજ્ઞા લેવી કે ‘હે પરમાત્મા ! કૃપા કરી મને આજ્ઞા આપો. હું પૂજા માટે આપને ગ્રહણ કરવા ઈચ્છુ છું.’’ પછી ત્રણ નવકાર ગણી બહુમાન પૂર્વક બે હાથે પ્રભુજીને ગ્રહણ કરી થાળમાં પધરાવવા. જેમાં પ્રભુજીને પધરાવ્યા હોય તે થાળ આપણી નાભિથી ઊંચે રાખવો. ૨૫. અંગલૂછણાં કરતી વખતે પ્રતિમાજીને આડા કે ઊંધા કરાય નહીં, સીધા રાખીને જ સાવધાની પૂર્વક અંગલૂછણાં કરવા. ૨૬. નવ અંગે પૂજા તથા વિલેપન અને આંગી આદિના પ્રયોજન વિના પ્રભુજીને અડાય નહીં, પૂજાના પ્રયોજન વિના પ્રભુજીના પગને અડાય નહીં. પ્રભુજીના ખોળામાં માથું મૂકાય નહીં. ૨૭. પરમાત્માની પુષ્પ પૂજા કરવાની છે. તેને બદલે પાંદડાં કે પાન ચડાવીએ તે ન ચાલે. તેમાં આશાતના થાય. ૨૮. અંગપૂજાના પ્રયોજન વિના વધુ સમય ગભારામાં રહેવાય નહીં. ૨૯. ગભારામાંથી, મંદિરમાંથી ભગવાનને સૂંઠ ન થાય તે રીતે નીકળવું જોઈએ. જે વીતરાગ, અરિહંત પરમાત્માની Page #131 -------------------------------------------------------------------------- ________________ 1 112 ) નવમું વંદન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય ભકિતથી આપણે મુક્તિ પામી શકીએ છીએ તેમના પ્રત્યે આદર, બહુમાન, વિવેક અત્યંત આવશ્યક છે. ૩૦. પ્રભુજી અને આપણી વચ્ચેના, આશાતનાટાળવા માટેના ઉચિત અંતરને અવગ્રહ કહે છે. અંગપૂજા સિવાય શક્ય હોયતો પરમાત્માથી જઘન્યથી (ઓછામાં ઓછું) ૯ હાથ દૂર રહેવું. ૩૧. ચૈત્યવંદન-સ્તવનાદિ બોલતી વખતે બીજાને અંતરાય ન થાય તેની કાળજી રાખવી જોઇએ. જોરજોરથી સ્તવનાદિ અન્યને તકલીફ થાય તે રીતે નબોલવું ધીમે અને મધુર સ્વરે પરમાત્મામાં લીન બનીને ભાવપૂર્વક બોલવું. ૩૨. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા સાથે એની રક્ષા કરવી અને જયણા પાળવાની આપણી ફરજ છે. એ ફરજ ચૂકીએ તો દેવદ્રવ્યના રક્ષણની ઉપેક્ષાનો અને અજયણાનો દોષ લાગે. ૩૩. ઘટ ધીમેથી બીજાને ખલેલ ન પહોંચે તે રીતે વગાડવો જોઇએ. ૩૪. હવણ (નમણ) પવિત્ર હોવાથી શરીરના નાભિથી ઉપરના ભાગે લગાડવું જોઈએ. ૩૫. ફૂલોમાં ત્રસ જીવો રહેલા હોય છે. આંગી ઉપરથી ઉતારેલાં ફૂલોને ન્હવણ જળમાં તથા નદી, તળાવ, સમુદ્ર વગેરેમાં પધરાવાય નહીં, નહીંતર ત્રસ જીવોની વિરાધના થાય. માટે આ બાબતનો ખાસ ખ્યાલ રાખવો. ૩૬. પ્રભુભક્તિના પ્રયોજન સિવાય દેરાસરમાં વધુ સમય રહેવાય નહીં. ૩૭. દેરાસરમાં આપણા શરીરનો કોઇપણ જાતનો મેલ પડવા દેવાય નહીં. વાછૂટ પણ કરાય નહીં. ૩૮. દેરાસરમાં દેવદ્રવ્ય સિવાયનો બીજો કોઇ ભંડાર રખાય નહીં. ૩૯. પ્રક્ષાલપૂજા વગેરે પૂજા કરતાં પૂજાના દુહા બોલવા નહિ, પણ મનમાં ચિંતવવા. ૪૦. પૂજા કરતાં પોતાનાં વસ્ત્રો પ્રતિમાજીને ન લાગે તેની કાળજી રાખવી. ૪૧. પ્રભુજીના અંગ ઉપર રહેલા વાસક્ષેપકે કેશરને લઈને પોતાના મસ્તકેન નંખાય, ન લગાડાય. ૪૨. પૂજા સિવાય પ્રભુજીને સ્પર્શવું. ૪૩. અષ્ટમંગલની પૂજા ન કરવી. ૪૪. લંછન, હથેલી, શ્રીવત્સફણા વગેરે સ્થાને પૂજા ન કરવી. ૪૫. પુરુષોએ પ્રભુજીની જમણી બાજુ અને સ્ત્રીઓએ પ્રભુજીની ડાબી બાજુ રહીને પૂજા કરવી. ૪૬. મંદિરમાંથી નીકળતાં પહેલાં અક્ષત, નૈવેદ્ય, ફલ અને પાટલાને ઉચિત સ્થાને મૂકવાનો ઉપયોગ રાખવો. તેમાં પણ કીડીઓ ન થાય એ માટે સાકર વગેરેને જલદી ઉચિત સ્થાને મૂક્વાનો ખાસ ઉપયોગ રાખવો. ૪૭. દેરાસરની જઘન્યથી દશ (૧૦) અને ઉત્કૃષ્ટથી ચોરાશી (૮૪) આશાતના ટાળવી જોઈએ. આશાતના કોઈ ન કરશો જિનમંદિરની જઘન્ય દશ આશાતનાઓ - तंबोल पाण भोयण, वाणह मेहुन्न सुअण निट्ठवणं । मुत्तुच्चारं जुअं, वजे जिणनाह जगईए ॥ ૧. તંબોલ ખાવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું૪. પગરખાં પહેરવાં, ૫. ત્રીસેવન કરવું, ૬. ધૂછ્યું, Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય નવમું વંદન દ્વાર ૭. શ્લેષ્મ ફેકવું, ૮. પેશાબ કરવો, ૯. ઝાડો કરવો અને ૧૦. જુગાર ખેલવો. જિનમંદિરની હદમાં આ દસ આશાતના તજવી. 113 જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ : દેરાસરજીમાં ૧. નાકનું લીટ નાખે, ૨. જુગાર, ગંજીફો, શેતરંજ, ચોપાટ વગેરે રમતો રમે, ૩. લડાઈ– ઝઘડો કરે, ૪. ધનુષ્ય વગેરેની કળા શીખે, પ. કોગળા કરે, ૬. તંબોલ, પાન, સોપારી વગેરે ખાય, ૭. પાનના ડૂચા, દેરાસરમાં થૂંકે, ૮. ગાળ આપે, ૯. ઝાડો, પેશાબ કરે, ૧૦. હાથ, પગ, શરીર, મોઢું વગેરે વે, ૧૧. વાળ ઓળે, ૧૨. નખ ઉતારે, ૧૩. લોહી પાડે, ૧૪. સુખડી વગેરે ખાય, ૧૫. ગુમડા, ચાંદા, વગેરેની ચામડી ઉતારીને નાંખે, ૧૬. પિત્ત નાંખે, પડે, ૧૭. ઊલટી કરે, ૧૮. દાંત પડે તે દેરાસરમાં નાંખે, ૧૯. આરામ કરે, ૨૦. ગાય, ભેંસ, ઊંટ, બકરી વગેરેનું દમન કરે, (૨૧ થી ૨૮) દાંત-આંખ-નખ-ગાલ-નાક-કાન-માથાનો તથા શરીરનો મેલ નાખે, ૨૯. ભૂત–પ્રેત કાઢવા મંત્ર સાધના કરે, રાજ્ય વગેરેના કામે પંચ ભેગું કરે, ૩૦. વાદ–વિવાદ કરે, ૩૧. પોતાના ઘર–વેપારનાં નામાં લખે, ૩૨. કર અથવા ભાગની વહેંચણી કરે, ૩૩. પોતાનું ધન દેરાસરમાં રાખે, ૩૪. પગ ઉપર પગ ચઢાવીને બેસે, ૩૫. છાણાં થાપે, ૩૬. કપડાં સૂવે, ૩૭. શાક વગેરે ઉગાડે કે મગ, મઠ આદિ સૂવે, ૩૮. પાપડ સૂવે, ૩૯. વડી, ખેરો, શાક, અથાણાં સૂવે, ૪૦. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ રહે, ૪૧. સંબંધીનું મૃત્યુ સાંભળી રડે, ૪૨. વિક્થા કરે, ૪૩. શસ્ત્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સર્જ, ૪૪. ગાય, ભેંસ વગેરે રાખે, ૪પ. તાપણું તપે, ૪૬. પોતાના કામ માટે દેરાસરની જગ્યા રોકે, ૪૭. નાણું પારખે, ૪૮. અવિધિથી નિસીહિ કહ્યા વગર દેરાસરમાં જવું, (૪૯ થી ૫૧) છત્ર, પગરખાં, શત્રુ ચામર વગેરે વસ્તુ દેરાસરમાં લાવવી, ૫૨. મનને એકાગ્ર ન રાખવું, ૫૩. શરીરે તેલ વગેરે ચોળવું–ચોપડવું, ૫૪. ફૂલ વગેરે સચિત્ત દેરાસરની બહાર મૂકીને ન આવવું, ૫૫. રોજના પહેરવાના દાગીના બંગડી વગેરે પહેર્યા વિના (શોભા વિના) આવવું, ૫૬. ભગવંતને જોતાં જ હાથ ન જોડવા, ૫૭. અખંડ વસ્ત્રનો ખેસ પહેર્યા વિના આવવું, ૫૮. મુગટ મસ્તકે પહેરવો, ૫૯. માથા પર પાઘડીમાં કપડું બાંધે, ૬૦. હારતોરા વગેરે શરીર પરથી દૂર ન કરે, ૬૧. શરત હોડ બકવી, ૬૨. લોકો હસે એવી ચેષ્ટાઓ કરવી, ૬૩. મહેમાન વગેરેને પ્રણામ કરવા, ૬૪. ગીલીદંડા રમવા, ૬૫. તિરસ્કારવાળું વચન કહેવું, ૬ ૬. દેવાદારને દેરાસરમાં પકડવો, પૈસા કઢાવવા, ૬૭. યુદ્ધ ખેલવું, ૬૮. ચોટલીના વાળ ઓળવા, ૬૯. પલાંઠી વાળીને બેસવું, ૭૦. પગમાં લાકડાની પાવડી પહેરવી, ૭૧. પગ લાંબા પહોળા કરીને બેસવું, ૭૨. પગચંપી કરાવવી, ૭૩. હાથ–પગ ધોવા, ઘણું પાણી ઢોળી ગંદકી કરવી, ૭૪. દેરાસરમાં પગ કે કપડાંની ધૂળ ઝાટકે, ૭૫. મૈથુન−ક્રીડા કરે, ૭૬. માંકડ, જૂ વગેરે વીણીને દેરાસરમાં નાંખે, ૭૭. જમે, ૭૮. શરીરના ગુપ્તભાગ બરાબર ઢાંક્યા વિના બેસે, દેખાડે, ૭૯. વૈદું કરે, ૮૦. વેપાર, લેવડ-દેવડ કરે, ૮૧. પથારી પાથરે, ખંખેરે, ૮૨. પાણી પીવે અથવા દેરાસરના નેવાનું પાણી લે, ૮૩. દેવી, દેવતાની સ્થાપના કરે. ૮૪. દેરાસરમાં રહે. આ ૮૪ આશાતના ટાળવા ઉદ્યમવંત બનવું. પ્રભુજીને પુંઠ ન કરવી જિનમંદિરમાંથી બહાર નીકળતાં પ્રભુજીને પુંઠ ન થાય તેની કાળજી રાખવી. પ્રભુજીને પુંઠ કરવાથી પ્રભુજીની આશાતના થાય. ગાયકવાડનો પ્રસંગ આ વિષે એક સત્ય ઘટના છે. બ્રિટિશ સરકારના સમયમાં ઈંગ્લેન્ડથી એક વાઈસરોય ભારતમાં આવ્યા. Page #133 -------------------------------------------------------------------------- ________________ નવમું વંદન દ્વાર 114 શ્રાદ્ધદિનકૃત્ય. તે વખતે કાયદો હતો કે વાઈસરોય આવે ત્યારે ભારતના રજવાડાના રાજવીઓએ વાઈસરોયને સન્માન આપવા જવું પડે. પાછા જતી વખતે વાઈસરોયને પુંઠ ન પડે એ માટે પાછા પગે ચાલીને જવું પડે. વડોદરા ગાયકવાડના રાજવીએ આ કાયદાનો અનાદર ર્યો. આથી તેના રાજ્યનો અનુમ નંબર બીજો હતો તેના બદલે ત્રીજો થયો. પહેલો નંબર નિઝામ રાજ્યનો હતો, બીજો નંબર વડોદરા ગાયક્વાડનો હતો, અને ત્રીજો નંબર મૈસુરનો હતો. હવે વડોદરા ગાયકવાડનો ત્રીજો નંબર થયો. જો આ પ્રમાણે લોકવ્યવહારમાં પણ મોટા ગણાતાની મર્યાદા જાળવવી પડે તો ત્રિલોકના નાથની મર્યાદા તો સારી રીતે જાળવવી જોઈએ. જો નીકળતી વખતે મંદિરમાં પ્રવેશવાના દરવાજે બહાર નીકળવાના બદલે જમણી કે ડાબી તરફના દરવાજાથી બહાર નીકળવામાં આવે તો પ્રભુજીને પુંઠ થવાનો જરાય પ્રસંગ ન આવે. અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય જળપૂજા આત્મામાં અનાદિકાળથી રહેલક્ષ્મરૂપમલદૂર કરવા કરવાની છે. ભગવાનને જળનો અભિષેકર પ્રક્ષાલ કરતાં કરતાં “જળથી જેમ શરીરનો મેલ દૂર થાય છે, તેમ જિનની જળપૂજાથી મારા આત્માનો કર્મ-મેલ દૂર થાઓ” એવી ભાવના ભાવવાની છે. ચંદનપૂજાક્ષાયોની ગરમી દૂર થાય અને આત્મા ક્ષમાદિ ગુણોથી શીતલ બને એ માટે કરવાની છે. ચંદનપૂજા કરતી વખતે “જેમ ચંદનથી શરીરમાં ગરમી દૂર થાય છે અને શીતળતા આવે છે, તેમ જિનની ચંદનપૂજાથી મારા આત્મામાં કષાયરૂપ અગ્નિ દૂર થાઓ અને સમાદિ ગુણો રૂપી શીતળતા પ્રસરો” એવી ભાવના ભાવવી જોઇએ. પુષ્પપૂજા આત્માસુગુણોથી સુવાસિત બને એ માટે કરવાની છે. ભગવાનનાં અંગે પુષ્પો ચડાવતાં “જેમ પુષ્પોથી ચોતરફ સુવાસ પ્રસરે છે તેમ જિનની પુષ્પપૂજાથી મારા આત્મામાં સુગુણો રૂપ સુવાસ પ્રસરો” એવી ભાવના ભાવવી જોઇએ. ધૂપપૂજાનો હેતુ મિથ્યાત્વને દૂર કરવાનો છે. ભગવાન સમક્ષ ધૂપ ઉવેખતાં “જેમ ધૂપથી દુર્ગધ દૂર થાય છે અને સુગંધ પ્રસરે છે, તેમ જિનની ધૂપપૂજાથી મારામાં મિથ્યાત્વરૂપ દુર્ગધ દૂર થઇને સમ્યગ્દર્શનરૂપસુગંધ વિસ્તરો.” એવું ચિંતન કરવું જોઇએ. દીપક પૂજામાં કેવળજ્ઞાનરૂપદીપક પ્રગટે એ હેતુ છે. દીપપૂજા કરતાં “જેમ દીપકથી પ્રકાશ ફેલાય છે તેમ જિનનીદીપપૂજાથી મારા આત્મામાં અજ્ઞાનરૂપ અંધકાર દૂર થાય અને કેવળજ્ઞાનરૂપ પ્રકાશ પ્રસરો” એવી ભાવના ભાવવી જોઈએ. અક્ષત પૂજામાં પહેલાં ચોખાનો સાથિયો, પછી તેની ઉપર લાઇનમાં ચોખાની ત્રણ ઢગલી, પછી તેની ઉપર અર્ધ ચંદ્રાકાર, પછી અર્ધ ચંદ્રાકારના મધ્યમાં ચોખાની એક ઢગલી કરવામાં આવે છે. આમ કરવામાં ઘણો જ સુંદર હેતુ રહેલો છે. સાથિયાના ચાર વિભાગથી દુઃખમય સંસારની ચાર ગતિઓને યાદ કરીને તેમાંથી છૂટવાની ભાવના રાખવાની છે. ચાર ગતિમાંથી છૂટવા દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણની આરાધના કરવી જોઇએ. એ ત્રણની પ્રાપ્તિ થાય એ ભાવનાથી સાથિયા ઉપર ચોખાની ત્રણ ઢગલી કરવાની છે. સમ્યગ્દર્શન આદિ ત્રણની આરાધનાથી આત્મા સર્વકર્મોનો ક્ષય કરી સિદ્ધશિલાની ઉપર લોકના અગ્રભાગે જાય છે, એ દર્શાવવા ચોખાથી અર્ધ ચંદ્રાકાર અને તેની ઉપર એક ઢગલી કરવામાં આવે છે. સિદ્ધશિલાનો આકાર અર્ધ ચંદ્ર જેવો હોય છે. નૈવેદ્યપૂજામાં અણાહારી (મોક્ષ) પદની પ્રાપ્તિનો હેતુ છે. સાથિયા ઉપર નૈવેદ્ય મૂકીને નૈવેદ્ય પૂજા કરવી. ભગવાન સમક્ષનૈવેદ્ય ધરતી વખતે “નૈવેદ્યપૂજાથી મને મોક્ષપદની પ્રાપ્તિ થાઓ.” એવી ભાવનાભાવવી જોઇએ. અર્ધચંદ્રાકાર ઉપર રહેલી ઢગલી ઉપર ફળ મૂકીને ફળપૂજા કરવી. ફળપૂજા મોક્ષરૂપફળ મેળવવાના આશયથી કરવાની છે. મોક્ષ ત્યાગથી મળે છે. આથી જેનાથી પરિણામે મોક્ષ મળે એવા ત્યાગની માગણી સાથે ભગવાન સમક્ષ ફળો મૂકવા જોઈએ. Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય. નવમું વંદન દ્વાર પૂજાના દુહા (૧) દૂધ પ્રક્ષાલના દુહા મેરુશિખર નવરાવે, હો સુરપતિ મેરુશિખર નવરાવે; જન્મકાળ જિનવરજીકો જાણી, પંચ રૂપ કરી આવે. હો સુર. ૧ રતન પ્રમુખ અડ જાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે; ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. હો સુર. ૨ એણી પરે જિનપ્રતિમાકો ~વણ કરી, બોધિબીજ માનું વાવે; અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો સુર. ૩ જલપ્રક્ષાલના દુહા જલ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફળ મુજ હજો, માંગો એમ પ્રભુ પાસ. જ્ઞાન કળશ ભરી આતમા, સમતાસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં, કર્મ હોયે ચકચૂર. ૨. ચંદન પૂજા શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ; આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ. (બરાસ, સુખડથી વિલેપન-પૂજા કરવી અને પછી કેસરથી નવે અંગે પૂજા કરવી. નખ કેસરમાં નબળાય અને નખ પ્રભુને ન અડે તે ધ્યાન રાખવું.) પ્રભુજીની નવાંગી પૂજાના દુહા ૧. જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત; ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત. ..અંગૂઠે ૨. જાનુબળે કાઉસ્સગ રહ્યા, વિચર્યાદેશ-વિદેશ; ખડા ખડા કેવળ કહ્યું, પૂજો જાનુ નરેશ. ....ઢીંચણે ૩. લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન; . કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન. ૪. માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત; ભુજા બળે ભવજલ તર્યા, પૂજો બંધ મહત. ખભે ૫. સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસીયા તેણે કારણ ભવી, શિરશિખા પૂજંત . ....મસ્તકે ૬. તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. ......પાળે . ૭. સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ; મધુરધ્વનિ સુરનર સુણે, તેણે ગળે તિલક અમૂલ. ....કઠે ૮. હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ અને રોષ; હિમ દહેવનખંડને, હૃદય તિલક સંતોષ. ..હૃદયે ૯. રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ; નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ. ....નાભિએ Page #135 -------------------------------------------------------------------------- ________________ .....૨ નવમું વંદન દ્વાર (116) શ્રાદ્ધદિનકૃત્ય ઉપદેશક નવતત્ત્વના, તેણે નવ અંગ જિણંદ, પૂજો બહુવિધ રાગશું કહે શુભવીર મુર્ણિદ. ૩. પુષ્પ પૂજા સુરભિ અખંડ કુસુમાગ્રહી, પૂજો ગત સંતાપ, સુમન જંતુ ભવ્ય જ પરે, કરીયે સમક્તિ છાપ પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર; રાજા કુમારપાળનો, વત્યુંજય જયકાર, (સુંદર, સુગંધવાળાં અને અખંડ પુષ્પો ચઢાવવાં, નીચે પડેલાં તથા વાસી પુષ્પો ચઢાવવાં નહિ.) ૪. ધૂપ પૂજા ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ, મિચ્છર દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. (પ્રભુજીની ડાબી બાજુએ ગભારાની બહાર ધૂપ પૂજા કરવી. ધૂપ પૂજા શુદ્ધ અને સુગંધી ધૂપ વડે કરવી.) ૫. દીપક પૂજા દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુ:ખહોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. ૬. અક્ષત પૂજા શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ, પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ. ' સાથીઓ કરતી વખતે ભાવવાના દુહા અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર; ફળ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ...૧ સાંસારિક ફલ માંગીને, રઝળ્યો બહુ સંસાર; અષ્ટ કર્મ નિવારવા માંગુ મોક્ષફળ સાર. ચિહંગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ; પંચગતિ વિણ જીવને, સુખ નહિ વિહું કાલ. ....૩ દર્શન – જ્ઞાન – ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. ......૪ ૭. નૈવેદ્ય પૂજા અણાહારી પદ મેંક્ય, વિગ્ગહગઈ અનંત; દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત. ન કરી નૈવેદ્ય પૂજના, ન ધરી ગુરુની શીખ લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ. (સાથિયા ઉપર સાકર, પતાસા કે ઘરની શુદ્ધ બનાવેલી ઉત્તમ મિઠાઈચડાવવી. પીપર, ચોક્લેટ મુકાય નહિ.) ૮ફળપૂજા ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજી કરી, માંગે શિવફળ ત્યાગ. (શ્રીફળ, બદામ, સોપારી, કે પાકાં ઉત્તમ ફળો સિદ્ધશિલા ઉપર મૂકવાં) ચામર પૂજાનો દુહો બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે જઇ મેરુ ધરી ઉત્કંગ, ઈન્દ્ર ચોસઠ મલીયા રંગ, પ્રભુ પાસનું મુખડું જોવા, ભવોભવનાં પાતિક ખોવા. ૧ દર્પણ પૂજાનો દુહો પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાળ, આત્મ દર્શનથી જુએ, દર્શન હોય તત્કાળ. પ્રદક્ષિણાના દુહા કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહિ પાર; તે ભવભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર. ૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 117 ભમતીમાં ભમતાં થકાં, ભવભાવઠ દૂર પલાય; દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મમરણાદિ ભય ટાળે, સીઝે જો દર્શન કાજ; રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ. ૩ જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ દેત; જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત. ૪ ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ; ચારિત્ર નિર્યુક્તિએ કહ્યું, વંદો તે ગુણગેહ. ૫ જ્ઞાન દર્શન ચારિત્ર એ, રત્નત્રયી શિવદ્વાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુ:ખભંજનહાર. ૬ દર્પણ પૂજાનો હેતુ શકાય. પ્રશ્ન :- દર્પણપૂજાનો હેતુ શો છે ? ઉત્તર :- દર્પણપૂજા દ્વારા એ વિચારવું કે જેમ દર્પણ નિર્મલ હોવાથી તેમાં પ્રભુનું પ્રતિબિંબ પડે છે તેમ મારું હૈયું આરીસા જેવું નિર્મલ બને તો જ પ્રભુનું પ્રતિબિંબ મારા હૈયામાં પડે, અર્થાત્ મારા હૈયામાં પ્રભુજી વસે. મલિન હૃદયવાળા આત્મામાં પ્રભુજી વસતા નથી. નવમું વંદન દ્વાર અથવા જેમ આ આરીસામાં પ્રભુજી દેખાય છે તેમ, કેવલજ્ઞાનરૂપી આરીસામાં આખું જગત દેખાય છે. મારે પ્રભુભક્તિથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એમ દર્પણ પૂજા દ્વારા વિચારવાનું છે. અથવા દર્પણના માધ્યમથી પોતાના હાથમાં પ્રભુજીને ધારણ કરવાનો લાભ મળ્યાની ભાવના પણ ભાવી ચામર પૂજાનો હેતુ પ્રશ્ન :- ચામરપૂજાનો હેતુ શો છે ? ઉત્તર ઃ- પ્રભુજીનું ગૌરવ કરવા ચામરપૂજા કરવામાં આવે છે. પૂર્વે રાજાઓ સિંહાસન ઉપર બેઠેલા હોય ત્યારે રાજાની બે બાજુ બે સેવકો ઊભા રહીને રાજાને ચામર ઢાળતા હતા, એમ કરીને રાજાનું ગૌરવ કરતા હતા. આથી પ્રભુભક્ત પણ પ્રભુ સમક્ષ ચામર ઢાળીને પ્રભુનું ગૌરવ કરવા દ્વારા પ્રભુભક્તિ કરે છે. પ્રભુભક્તિના અનેક પ્રકારો છે. તેમાં ચામર ઢાળવા એ પણ ભક્તિનો એક પ્રકાર છે. આથી જ ઈન્દ્ર પાંચ રૂપો કરીને પ્રભુજીને મેરુપર્વત ઉપર લઇ જાય છે ત્યારે બે રૂપો દ્વારા બે બાજુ ચામર ઢાળે છે. ઘંટનાદનો હેતુ (૧) પરમાત્માના દર્શન-પૂજનથી પોતાનો આત્મા ધન્ય બન્યો એના હર્ષમાં ઘંટારવ કરવો. (૨) શાસ્ત્રમાં પૂજાના અનેક પ્રકારો બતાવ્યા છે. તેમાં નાદપૂજા પણ છે. નાદપૂજા ઘંટ વગાડીને થાય છે. પૂજામાં રેશમી વસ્ત્રો પ્રશ્ન :- રેશમી વસ્ત્રો અગણિત કીડાઓના નાશથી થાય છે. આથી રેશમી વસ્ત્રો ધાર્મિકાર્યોમાં કેવી Page #137 -------------------------------------------------------------------------- ________________ નવમું વંદન દ્વારા 18) શ્રાદ્ધદિનકૃત્ય રીતે વાપરી શકાય? રેશમી વસ્ત્રો વાપરનાર આ હિંસાનો ભાગીદાર ન બને ? ઉત્તર:- આમાં સૌથી પહેલી વાત એ છે કે– શાસ્ત્રમાં બતાવાયેલી પૂજાની વિધિના પાલનમાં થઇ જતી હિંસા વાસ્તવિક હિંસા જ નથી. ગૃહસ્થ હિંસામાં બેઠેલો છે. હિંસામાં બેઠેલા ગૃહસ્થથી ધર્મકાર્યમાં થતી અનિવાર્ય હિંસા પાપરૂપ બનતી નથી. બીજી વાત. રેશમ સિવાયનાં ટેરેલીન અને ટેરીવલ વગેરે વસ્ત્રો પણ સર્વથા અહિંસક તો નથી. સૂતરનું કાપડ પણ સર્વથાઅહિંસક નથી. કેમકે લાખોટનમટનલો (પ્રાણીજ ચરબી) ચડાવીને તેને મર્સરાઇઝ બનાવવામાં આવે છે. કપાસના છોડવાની રક્ષા માટે જલદ દવાઓ દ્વારા હજારો જંતુઓનો નાશ કરવામાં આવે છે. એટલે કોઇ વસ્તુ હિંસાથી ઉત્પન્ન થાય તેથી તેના વાપરનારને પણ તે હિંસાનો દોષ લાગતો હોય તો સૂતરનું કાપડ વાપરનારને પણ (મટનટેલો માટે) ગાય-ભેંસ વગેરે પંચેન્દ્રિય પ્રાણીઓને તથા જીવ-જંતુઓને મારી નાખવાના પાપમાં ભાગીદાર બનવાની આપત્તિ આવે. ત્રીજી વાત. સાચી હકીકત તો એ છે કે આજે પૂજા માટે વાપરવામાં આવતાં વસ્ત્રો માટો ભાગે રેશમમાંથી નહિ, પણ આર્ટિફિશ્યલ સિલ્કમાંથી બનતા હોય છે. એટલે તેમાં રેશમના કીડાઓના નાશનો પ્રશ્ન જ રહેતો નથી. જે પ્યોર સિલ્ક બને છે તે પણ ખાસ પૂજાના કપડા માટે જ બનાવવામાં આવતું નથી, પણ સંસારી જીવોના મોજ-શોખ માટે સાડી-ઝબ્બા વગેરે માટે બનાવવામાં આવે છે. તે માટે તૈયાર થતા રેશમના દોરામાંથી પૂજાની જોડ બનાવવામાં આવે છે. માત્ર પૂજાનાં વસ્ત્રો માટે ક્યારેય કીડા મારવામાં આવતા નથી. તેથી પણ દોષ લાગવાનો સંભવ નથી. મારી સમજ મુજબ આ ઉત્તર લખ્યો છે. આમ છતાં આ વિષે ગીતાર્થ ગુરુભગવંતો શાસ્ત્ર સાપેક્ષ જે નિર્ણય કરે તે માન્ય કરવો જોઈએ. તિલક કેવી રીતે કરવું? માનવીના શરીરનાં બધાં અંગોમાં મસ્તક (લલાટ) સર્વોત્તમ અંગ છે. કારણકે માનવી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેના વિચારો પહેલાં મસ્તકમાં ઘડાય છે. આ મસ્તકથી આપણે અનેક પાપોના વિચારો અનંતવાર ક્ય, પણ ધર્મના વિચારો ન કર્યા. ધર્મના શુદ્ધ વિચારો તેને જ આવે જેના મસ્તકમાં જિનાજ્ઞાનો વાસ હોય. આથી આ મસ્તમાં હું આપની આજ્ઞાને ધારણ કરું છું એ સૂચવવા લલાટે ચંદનથી તિલક કરવાનું છે. જિનપૂજા વગેરે ધર્મ ભગવાનની આજ્ઞાને માન્યા વિના યથાર્થફળ આપનારો બનતો નથી. માટે જિનાજ્ઞાને શિરોધાર્યકરવા જિનપૂજાદિ કરતાં પહેલાં સર્વ પ્રથમ લલાટે તિલક કરવાનો વિધિ છે. તે વિધિ આ પ્રમાણે છે(૧) પવિત્ર પાટલા વગેરે ઉપર પવાસને બેસવું. (૨) તિલક માટે અલગ કરેલા કેશરથી તિલક કરવું. (૩) પુરુષોએ દીપશિખા કે બદામના આકારનું તિલક કરવું. (૪) બે બાજુના ભ્રમરના મધ્યભાગથી શરૂ કરી અર્ધલલાટ સુધી તિલક કરવું. તેમાં નીચેથી ઉપર તરફ મશ: ઓછી પહોળાઇ કરવી. જેથી તિલક બદામ જેવો કે દીપશિખા જેવા બની જશે. (૫) બહેનોએ ગોળ તિલક કરવું. (૬) પછી ક્રમશ: ગળે, હૃદયે અને નાભિમાં તિલક કરવું. કંઠમાંતિલક કરતાં આકંઠ તારા જ ગુણો ગાવા માટે Page #138 -------------------------------------------------------------------------- ________________ ( 119 ) શ્રાદ્ધદિનકૃત્ય નવમું વંદન દ્વાર છે એમ ચિંતવવું. હૃદયમાં (છાતીમાં) તિલક કરતાં આ હદય તારું જ ધ્યાન કરવા માટે છે એમ ચિંતવવું નાભિમાં તિલક કરતાં આ નાભિચમાં સદા તારો જ વાસ હો એમ ચિંતવવું. કેટલાક બહુજનાનું તિલક કરે છે. તે બરોબર નથી. તિલક થોડે દૂરથી બીજાઓ જોઇ શકે તેવું મોટું હોવું જોઇએ. શ્રાવક માટે વિધિ છે કે રસ્તામાં સાધર્મિક મળે તો પ્રણામ કરે તિલક મોટું હોય તો ઝટ નજરમાં આવી જાય અને આ સાધર્મિક છે એમ જાણીને પ્રણામ આદિ કરીને સાધર્મિકનો આદર થઇ શકે. જેવી રીતે સધવા સ્ત્રીના લલાટે રહેલ તિલક તેના સૌભાગ્યને સૂચવે છે, તેમ શ્રાવકના મસ્તકે રહેલ તિલક તેના સૌભાગ્યને સૂચવે છે. કારણકે મસ્તકે ભગવાનની આજ્ઞા ચઢાવવાથી તેના હૃદયમાં ભગવાન બિરાજમાન છે. જેના હૃદયમાં ભગવાન બિરાજમાન છે તેનું જ સૌભાગ્ય સાચું છે. પૂજાનો સમય પ્રશ્ન:- પૂજા ક્યારે કરવી જોઇએ? ઉત્તર - સવાર, બપોર અને સાંજ એમ ત્રિકાળ જિનપૂજા કરવી જોઇએ. તેમાં સવારે વાસક્ષેપ પૂજા કરવી જોઇએ. બપોરે-મધ્યાહ્નકાળે અષ્ટપ્રકારી પૂજા કરવી જોઇએ. સાંજે ધૂપ અને દીપપૂજા કરવી જોઈએ. સવારે વાસક્ષેપ પૂજા અને સાંજે ધૂપ-દીપ પૂજા સ્નાન વિના થઇ શકે છે. અષ્ટપ્રકારી પૂજા સ્નાનપૂર્વક કરવી જોઈએ. કારણ કે અષ્ટપ્રકારી પૂજામાં જલપૂજા, ચંદનપૂજા અને પુષ્પપૂજા આ ત્રણ પૂજા પ્રભુને સ્પર્શીને કરવાની હોય છે. સ્નાનથી શરીરશુદ્ધિ કર્યા વિના પ્રભુને સ્પર્શી શકાય નહીં. આના ઉપરથી સમજી શકાય છે કે આજે અત્યંત વહેલી સવારે થતી પ્રક્ષાલપૂજા અવિધિવાળી છે. આજે નોકરી-ધંધા વગેરે કારણે સવારના જિનપૂજા કરવી પડતી હોય તો પણ અજવાળું થયા પહેલાં નહિકરવી જોઇએ. લાઈટ વિના પ્રતિમાજી સ્પષ્ટ દેખાય તેવા સમયે પૂજા કરવી જોઈએ. અજવાળું થયા વિના પૂજા કરવામાં પ્રતિમાજી ઉપર રહેલાં પુષ્પોમાં કોઇ જીવ-જંતુ હોય, અથવા પ્રતિમાજી ઉપર કોઈ જીવ-જંતુ હોય તો તેની વિરાધના થાય. પૂજા જયણાપૂર્વક કરવાની છે. અંધારામાંકેલાઇટના પ્રકાશમાં જયણા થઈ શકે નહીં. આથી સંઘમાં સ્પષ્ટ અજવાળું થયા પછી જ પ્રક્ષાલપૂજા કરવાનો નિયમ હોવો જોઇએ. અનિવાર્યકારણે કોઇને વહેલી પૂજા કરવી પડે તો તે એક નાના પ્રતિમાજી એક બાજુ પધરાવી પ્રક્ષાલપૂજા વગેરે કરે એ અપવાદરૂપ ગણાય. પ્રાત:, મધ્યાહ્ન અને સાયંકાલ એ ત્રણ સંધ્યાવખતે જિનપૂજા કરવાનું જે વિધાન છે તે ઉત્સર્ગથી છે. અપવાદથી તો પોતાની આજીવિકામાં વિરોધ ન આવે તે રીતે પોતાને જે કાલ અનુકૂળ હોય તે કાળ સમજવો. - (પૂજા પંચાશક.) પૂજા સંબંધી કેટલાક પ્રશ્નોત્તરી પ્રશ્ન:- ભગવાનની ફણાની પૂજા કર્યા પછી તે જ કેશરથી બીજા ભગવાનની પૂજા કરી શકાય? ઉત્તરઃ માત્ર નવ અંગેજ પૂજા કરવાની હોવાથી ફણાની પૂજા કરવાની જરૂર નથી. આમ છતાં ફણાની પૂજા કરી હોય તો ફણા ભગવાનનું અંગ હોવાથી તે જ કેશરથી બીજા ભગવાનની પૂજા કરી શકાય. પ્રશ્ન:- નાવપૂજા કે બીજી મોટી પૂજા ભણાવવી હોય ત્યારે ક્યાં ભગવાન જોઈએ? ઉત્તર :- પહેલા નંબરમાં પંચતીર્થી પ્રતિમા જોઇએ. જો તે શક્ય ન બને તો ૨૪ જિનેશ્વરમાંથી કોઈપણ જિનની પ્રતિમા સમક્ષ સ્નાત્રપૂજા કે બીજી મોટી પૂજા ભણાવી શકાય. જેમકે કોઈ ગામમાં પંચતીર્થી સિવાયની Page #139 -------------------------------------------------------------------------- ________________ નવમું વંદન દ્વારા (120) શ્રાદ્ધદિનકૃત્ય એક જ પ્રતિમાજી હોય તો તે પ્રતિમાજી સમક્ષ સ્નાવપૂજા કે મોટી પૂજા ભણાવી શકાય. પ્રશ્ન:- જે કેશરથી શ્રી સિદ્ધચક્રજીની પૂજા કરી હોય તે કેશરથી બીજા ભગવાનની પૂજા થઇ શકે? ઉત્તર:- થઈ શકે. કારણકે ભગવાનની પૂજા એટલે ભગવાનના ગુણોની પૂજા. શ્રી સિદ્ધચક્રજી ગુણસ્વરૂપ હોવાથી શ્રી સિદ્ધચક્રજીની પૂજા એ ગુણોની પૂજા છે. એથી સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી ભગવાનની પૂજા થઈ શકે. પ્રશ્નઃ- દેવ-દેવીની પૂજા કેટલાં અંગે કરવાની હોય? ઉત્તર :- દેવ-દેવીની પૂજા ભગવાનની જેમ નવ અંગે ન કરાય, કિંતુ જમણા હાથના અંગુઠાથી માત્ર કપાળે તિલક કરવાનું હોય છે. સમ્યગ્દષ્ટિ દેવ-દેવી શ્રાવકના સાધર્મિક ગણાય. એથી જેમ એક સાધર્મિક બીજા સાધર્મિની ભક્તિ કરવા જમણા હાથના અંગુઠાથી કપાળે તિલક કરે છે તેમ તિલક કરાય, નવ અંગે પૂજાનકરાય. પ્રશ્નઃ- દેવ-દેવીને ખમાસમણ અપાય ? ઉત્તરઃ- દેવ-દેવીને ખમાસમણ ન અપાય, દ્ધિ બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરાય. '' પ્રશ્ન:- રાતે જિનમંદિર માંગલિક થયા પછી ખોલી શકાય ? ઉત્તર :- ના. દિવસે પણ માંગલિક થયા પછી અનિવાર્ય કારણ સિવાય ખોલાય નહિ, તો રાતે કેમ ખોલાય? રાતે જિનમંદિર માંગલિક થયા પછી ન ખોલવાનો રિવાજ છે અને તે વ્યાજબી છે. કારણ કે રાતે વારંવાર મંદિર ખોલવામાં ચોર-ગુંડા વગેરેનો ભય રહે... પ્રશ્ન:- ગૌતમસ્વામી વગેરે ગુરમૂર્તિની પૂજા કર્યા પછી અરિહંત પ્રતિમાની પૂજા એ જ કેશરથી થઇ શકે? ઉત્તર:-ગુરુની મૂર્તિ ગુરુની મુદ્રાવાળી અને સિદ્ધની મુદ્રાવાળી એમ બે પ્રકારની હોય છે. તેમાં ગુરુની મુદ્રાવાળી ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી એ જ કેશરથી અરિહંતમૂર્તિની પૂજા ન થાય. સિદ્ધની મુદ્રાવાળી ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી અરિહંતમૂર્તિની પૂજા થઈ શકે. ભગવાનની મૂર્તિ જેવી ગુરુમૂર્તિ હોય તે સિદ્ધની મુદ્રાવાળી ગુરુમૂર્તિ સમજવી. હાથમાં મુહપત્તિ અને ઓઘો વગેરે હોય તે ગુરુમૂર્તિ ગુરુની મુદ્રાવાળી સમજવી. સિદ્ધની મુદ્રાવાળી ગુરુમૂર્તિમાં મુહપત્તિ-ઓઘો વગેરે ન હોય. વરખપૂજા નિર્દોષ છે. પ્રશ્નઃ- સોના-ચાંદીના વરખ બનાવવા માટે બળદના આંતરચર્મનો ઉપયોગ થાય છે. બળદના આંતરચર્મ ઉપર સોના-ચાંદીને કુટીને પાતળું-પહોળું બનાવવામાં આવે છે. આથી વરખપૂજા કરવામાં પંચેન્દ્રિયની હિંસાને ઉત્તેજન ન મળે? આ રીતે આંતરચર્મને સ્પર્શતા વરખ અપવિત્ર ન બને? ઉત્તર - બળદોની હિંસા વરખ બનાવવા માટે તેનું આંતરચર્મ મેળવવા માટે થતી નથી, તુિ માંસ આદિ મેળવવા માટે થાય છે. એથી વરખના ઉપયોગથી પંચેન્દ્રિયની હિંસાને ઉત્તેજન મળે એ વાત તદ્દન ખોટી છે. બીજું – આંતરચર્મના સ્પર્શથી સોના-ચાંદીના વરખ અપવિત્ર બનતા નથી. કેમકે સોનું-ચાંદી અપવિત્રને પવિત્ર કરે છે. એથી જ પૂર્વે આભડછેડ ટાળવા સોનાના સ્પર્શવાળું પાણી (=સોનાપાણી) છાંટવામાં આવતું હતું. પ્રશ્ન :- જિનાલયમાં ગુરુમૂર્તિઓ પધરાવવામાં આવે છે. ત્યાં ગુરુમૂર્તિઓને વંદન થઇ શકે? કેમકે Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય દીક્ષાદિની ક્રિયા વખતે તો વાંદણા દેતી વખતે પ્રભુજીને પડદો કરાવાય છે. ઉત્તર :- જિનાલયમાં જિનમૂર્તિઓને વંદન કર્યા પછી ગુરુમૂર્તિઓને વંદન કરવામાં વાંધો નથી. અર્થાત્ પ્રભુની દૃષ્ટિ પડે તો પણ ગુરુમૂર્તિને વંદન કરવામાં બાધ નથી. કારણ કે દેવતત્ત્વ પછી ગુરુતત્ત્વ વંદનીય છે. દીક્ષાદિ વખતે જે પડદો કરાવાય છે તે, ગુરુ મહારાજ જ આવા મહાન ભગવાનની સામે અમને વંદન કરે તે ઠીક નથી એમ પોતાની લઘુતા બતાવવા માટે પડદો કરાવે છે. વળી આ એક વિધિ ઘણા કાળથી પ્રચલિત છે. તેમ જિનાલયોમાં ગુરુમૂર્તિઓને પડદો રાખીને વંદન કરવું એ વિધિ પ્રચલિત નથી. પણ ગુરુમૂર્તિ જિનમંદિરના બહારના ભાગમાં બિરાજમાન કરવામાં આવે તે વધારે ઉચિત ગણાય. 121 નવમું વંદન દ્વાર પ્રશ્ન :- મૂલનાયકને પ્રક્ષાલ ન થયો હોય ઈત્યાદિ કારણથી પહેલાં ધાતુના કે પાષાણ વગેરેના નાના પ્રતિમાજીની કે સિદ્ધચક્રજીની પૂજા કરી હોય, તો તે જ કેશરથી મૂલનાયકની પૂજા થઇ શકે ? ઉત્તર ઃ- થઈ શકે. પ્રશ્ન :- જે ઘરમાં સ્ત્રીઓ અંતરાય ન પાળતી હોય તે ઘરવાળા બીજાઓથી પૂજા થાય ? ઉત્તર ઃ- સ્ત્રીઓએ અંતરાયનું પાલન અવશ્ય કરવું જોઈએ. અંતરાય ન પાળવામાં મહાદોષ છે. આમ છતાં સ્ત્રી અંતરાય ન પાળે તો અંતરાયવાળી સ્ત્રી પૂજાનાં વસ્ત્રોને અને પૂજાની સામગ્રીને ન સ્પર્શે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તથા સ્નાન માટે બાથરૂમમાં પ્રવેશતાં પહેલાં બાથરૂમને પાણીથી ધોઈને સ્નાન કરી શકાય. જો અંતરાયવાળી સ્ત્રી માટે બાથરૂમ અલગ હોય તો આ પ્રશ્ન રહેતો જ નથી. પછી પૂજાનાં કપડાં પહેરીને ઘરની કોઈ વ્યક્તિનો સ્પર્શ ન કરવો વગેરે યતનાપૂર્વક જિનપૂજા કરી શકાય. સેન પ્રશ્ન ગ્રંથના ઉપયોગી પ્રશ્નોત્તરો પ્રશ્ન :- શ્રાવક દેવપૂજા માટે સ્નાન કરે, તે વખતે મસ્તક ધોવું જોઈએ ? કે કાંસકીએ વાળ ઓળી લે તો ચાલે ? ઉત્તર :- દેવપૂજાને કરવા ઇચ્છતા શ્રાવકે સામગ્રી હોય તો સર્વ અંગે સ્નાન કરવું. અને ન હોય તો કંઠ સુધી સ્નાન કરી કાંસકીએ મસ્તકના વાળ ઓળી લે તો ચાલે છે એમ આચાર પ્રદીપમાં કહ્યું છે. (૨-૨૪૭) પ્રશ્ન :- શ્રાવક પોતાના હાથે ફૂલ ચૂંટીને પૂજા કરે એમ કયા ગ્રંથમાં લખ્યું છે ? ઉત્તર ઃ- શાંતિનાથ ચરિત્રમાં ‘‘મંગળકળશ વાડીથી પોતે ફૂલો ગ્રહણ કરીને પૂજા કરે છે.’’ એવા અક્ષરો જોવામાં આવે છે. (૩–૮૨૩) પ્રશ્ન ઃ - દેરાસરમાં રાત્રિએ ગીત–ગાનાદિ કરવામાં આવે તો દેવદ્રવ્યની ઉપજ થાય છે, નહિંતર તો થતી નથી. તો તે કરવું કે નહીં ? ઉત્તર ઃ- શાસ્ત્રવિધિ મુજબ તો મૂળવિધિએ ગીત–ગાન વગેરે રાત્રિએ કરવું યુક્ત નથી. પરંતુ દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ જણાય છે. (૪–૯૨૩) પ્રશ્ન :- જિનેશ્વરદેવને નમસ્કાર કર્યા પહેલાં ઘંટ વગાડાય કે પછી ? ઉત્તર :- અન્યદ્રવ્યોથી પૂજા કર્યા પછી નાદપૂજારૂપ ઘંટ વગાડાય છે એમ પૂજા કરનાર વૃદ્ધશ્રાવકોની . પરંપરા ચાલી આવી છે. તેથી પૂજામાં ફૂલ વગેરે દ્રવ્ય પૂજા કરી રહ્યા પછી તુરત ઘંટ વગાડાય છે. ફક્ત ચૈત્યવંદન Page #141 -------------------------------------------------------------------------- ________________ નવમું વંદન દ્વારા (122) શ્રાદ્ધદિનકૃત્ય. કરવા શ્રાવક આવ્યા હોય તો સાથીયા વગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તુરત ઘંટ વગાડાય છે, એમ જણાય છે. બીજી રીતે ઘંટ વગાડવાનું થાય છે, તે તો હર્ષાવેશને સૂચવનાર લોક પ્રવાહમાં પડેલું છે. પણ પરંપરાને અનુસરતું નથી. (૩-૭૭૮) પ્રશ્ન:- દેરાસરમાં જિનેશ્વરની સમક્ષ કપાળમાં તિલક કરતાં પડદો આડો કરવો કે નહિ? ઉત્તર:- “પડદા વિના તિલક ન કરાય તેવા અક્ષરો જોયા નથી. (૧-૫) પ્રશ્ન:- જન્મસૂતકમાં અને મરણસૂતકમાં પ્રભુપ્રતિમાની પૂજા થાય કે નહિ? ઉત્તર:- જન્મ-મરણ સૂતમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી, એટલે પૂજા ન થાય તેમ જાણ્યું નથી. (૪-૯૨૪) * અરિહંતના ચાર નિક્ષેપા नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंदपडिमाओ। दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥५१॥ નામથી જિનેરો તે જિનેશ્વરના નામો, સ્થાપનાથી જિનેરો તે જિનેશ્વરોની પ્રતિમાઓ, દ્રવ્યથી જિનેશ્વરી તે જિનેશ્વરોના જીવો, અને ભાવથી જિનેશ્વરો તે સમવસરણસ્થ (=સમવસરણમાં બિરાજમાન) ભગવતો. વિશેષાર્થ:- શ્રી જિનેશ્વર ભગવંતનાં નામો તે પણ એક પ્રકારના જિનેશ્વરોજ છે, અને તે જિનેશ્વરો નામજિન (નામ જિનેશ્વર) કહેવાય છે. એ જ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓ પણ એક પ્રકારના જિનેશ્વરો જ છે. આ જિનેરો સ્થાપના જિનેશ્વર કહેવાય છે. કેવળજ્ઞાન પામી સમવસરણમાં દેશના આપવાની શરૂઆત વગેરે જાહેર રીતે જોઇ શકાય તેવી રીતે કરે, ત્યારે તીર્થકર નામકર્મનો સોદય શરૂ થાય છે. કેવળજ્ઞાન થતાં જ તેના ઉદયની શરૂઆત થાય છે, તે રસોદય તેઓ મોક્ષમાં જાય ત્યાં સુધી (એટલે કે મોક્ષમાં પધારે ત્યાં સુધી) ટકે છે. તે પણ એક પ્રકારના જિનેશ્વર ભગવંતો જ છે, અને તે ભાવ જિનેશ્વર કહેવાય છે. બધા કેવળજ્ઞાનીઓ તીર્થકર નથી હોતા, માટે “સમવસરણસ્થ વિશેષણ તીર્થકર દેવા માટે આપ્યું છે. એટલે કે જેમનું દેવો સમવસરણ રચે, અશોકવૃક્ષાદિ અષ્ટ મહા પ્રાતિહાર્યાદિની એટલે કે તીર્થકર નામકર્મને યોગ્ય બાહ્ય ઋદ્ધિ પણ જેમને હોય એવા કેવલજ્ઞાની ભગવંત તે ભાવ જિનેશ્વર કહેવાય છે. - ભાવજિનેશ્વરપણાના પહેલાંની અવસ્થામાં રહેલાશ્રી તીર્થકર ભગવંતના જીવો અથવાભાવજિનેશ્વરપણા પછીની સિદ્ધાવસ્થામાં રહેલા, તીર્થકર ભગવંતોના જીવોતે પણ એક પ્રકારના જિનેશ્વરો છે, અને તે દ્રવ્ય જિનેશ્વરી કહેવાય છે. એટલેકે તીર્થકર નામકર્મનિકાચિતર્યા પછી, કે નિકાચિત બાંધ્યા પછી, કેવળજ્ઞાનન થાય ત્યાં સુધી તે આત્મા દ્રવ્ય તીર્થકર કહેવાય છે. તેમજ, ભાવ તીર્થકર તરીકેની અવસ્થા પસાર થયા પછી સિદ્ધાવસ્થામાં પણ તે દ્રવ્ય તીર્થકર કહેવાય છે. ભલે તે વખતે તેઓ ભાવસિદ્ધ છે, પરંતુ તીર્થકર તરીકે તો તેઓ દ્રવ્ય તીર્થકર જ છે, અર્થાત્ ભાવની પૂર્વેની અને પછીની અવસ્થા તે દ્રવ્ય કહેવાય છે. જગતના સર્વ પદાર્થોને લાગુ પડતું આ ચાર નિક્ષેપાનું તાત્વિક સ્વરૂપ વિસ્તારથી ખાસ સમજવા જેવું છે. (શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા મહેસાણા તરફથી પ્રકાશિત “ભાષ્યવય પુસ્તકમાંથી .ભા.ની ૫૧ મીગાથાનો ગુજરાતી અર્થ સાભાર ઉદ્ધત) (૭લ્મી ગાથાનો અર્થ અહીં પૂર્ણ થયો.) (૭૯) Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (123) ગુરુવંદન અધિકાર ગુરુવન્દન અધિકાર હવે પછીની ૪૦મી ગાથાની અવતરણિકામાં “દશમા દ્વારમાં ગુરુની પાસે પ્રત્યાખ્યાન કરે એવું વિધાન છે. આલોચના, ક્ષમાપના અને પ્રત્યાખ્યાન વંદનપૂર્વક કરવાનાં હોય છે. આથી પહેલાં ગુરુવંદનનો વિધિ કહેવો, અને ગુરુવંદનનાં સૂત્રોનું વ્યાખ્યાન કરવું' એમ કહ્યું છે. આથી અહીંગુરુવંદન સંબંધી વિવેચન કરવા માટે ગુરુવંદનમાં ઉપયોગી કેટલાક વિષયોને ધર્મસંગ્રહ ભાગ પહેલાના ગુજરાતી ભાષાંતરમાંથી જરૂરી સુધારા-વધારાપૂર્વક ઉદ્ધત કરવામાં આવે છે – ગુરુવંદનના ત્રણ પ્રકાર ગુરુવંદન ત્રણ પ્રકારે થાય છે. એક ફેટાવન્દન, બીજે (છોભ) થોભનંદન અને ત્રીજું દ્વાદશાવર્ત વંદન. તેમાં પહેલું મસ્તક વિગેરે અંગો નમાવવાથી, બીજું (પાંચેય અંગથી) પૂર્ણ બે ખમાસમણ દેવાથી અને ત્રીજુ બે વંદન (વાંદણાં) દેવાથી થાય છે. તેમાં પણ પહેલું સકલ શ્રીસંઘને પરસ્પર કરી શકાય છે, બીજું સાધુસાધ્વીઓને થઈ શકે છે. અને ત્રીજું પદસ્થો (આચાર્ય-ઉપાધ્યાય–ગણી–પ્રવર્તક-સ્થવિર વગેરે પદવી ધરો)ને કરાય છે. (એમાં એટલું વિશેષ છેકે–ફિટ્ટાવન્દન, સાધુએ સર્વે સાધુઓને, સાધ્વીએ સર્વસાધુઓતથા સાધ્વીઓને, શ્રાવકે સર્વે સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાઓને અને શ્રાવિકાએ પણ તે ચારેયને કરવાનું છે. છોભવન્દન, સાધુએ વડીલ સાધુને જ, સાધ્વીએ સર્વ સાધુઓને તથા વડીલ સાધ્વીને, શ્રાવકે સર્વ સાધુઓને અને શ્રાવિકાએ સર્વ સાધુઓ તથા સર્વ સાધ્વીઓને કરવાનું છે. દ્વાદશાવર્તવન તો સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ તથા શ્રાવિકાઓએ સર્વેએ માત્ર પદસ્થોને જ કરવાનું છે, પણ તેમાં અપદસ્થ સાધુઓએ સર્વે પદસ્થોને તથા પદસ્થોએ પોતાનાથી વડીલ પદસ્થાને કરવાનું છે.) ગુરુને કરવાના આ દ્વાદશાવર્તવદનમાં એકસો અઠાણું સ્થાનો (કરણીય વિધાનો) કહ્યાં છે, તે આ પ્રમાણે– મુતદેહાવ-સાસુ ૫ણવીસ કુંતિ જોગં | छट्ठाणछगुरुवयणा, छच्च गुणा हुंति नायव्वा ॥१॥ अहिगारिणो य पंच य, इयरे पंचव पंच आहरणा । एगोऽवग्गह पंचा-भिहाण पंचेव पडिसेहा ॥२॥ आसायणतित्तीसं, दोसा बत्तीस कारणा अट्ठ । छद्दोसा अडनउअं-ठाणसयं वंदणे होइ ॥३॥ (श्री प्र०सा गा. ९३ थी ९५) ભાવાર્થ –“પચીસ મુહપત્તિનાં સ્થાનો, પચીસ શરીરનાં સ્થાનો, પચીસ આવશ્યક (કરવા યોગ્ય કર્તવ્યો), શિષ્ય ગુરુને પૂછવાના છ પ્રશ્નો, તેના ગુરુમહારાજે આપવાના છ ઉત્તરો, ગુરુવન્દનથી થતા છ ગુણો, વન્દન કરાવવામાં અધિકારી પાંચ વન્દનીય, અનધિકારી પાંચ અવન્દનીય, ગુરુવન્દનનાં પાંચ ઉદાહરણો, એક અવગ્રહ, ગુરુવન્દનનાં પાંચ નામો, વન્દન કરવાના પાંચ નિષેધો (ક્યા વખતે ન કરવું તે પાંચ પ્રકારો), ગુરુની તેત્રીશ આશાતનાઓ, ગુરુવન્દનમાં થનારા બત્રીશ દોષો, વન્દનનાં આઠ કારણો અને વન્દન કરનારના છ દોષો; એમ કુલ ૧૯૮ વિષયો અનુક્રમે આગળ કહેવાશે તે પ્રમાણે જાણવા.” તેમાં પહેલાં નીચે મુજબ મુક્ષત્તિનાં ૨૫ સ્થાનો જણાવે છે – Page #143 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર (124) શ્રાદ્ધદિનકૃત્ય મુહપત્તિની પડિલેહણા दिट्ठिपडिलेह एगा, पप्फोडा तिन्नि तिन्नि अंतरिआ । अक्खोडा पक्खोडा, नव नव मुहपत्ति पणवीसा ॥१॥ ભાવાર્થ. “એકદષ્ટિ પડિલેહણા, ત્રણ ત્રણ કરીને છ પ્રસ્ફોટક (પપ્પીડા) અને ત્રણ ત્રણને આંતરે નવ અક્ઝોડા તથા નવ પોડા (પ્રમાર્જના), એમ કુલ પચીસ સ્થાનો મુહપત્તિને અંગે જાણવાં.” તેમાં મુસ્પત્તિનું પડિલેહણ કરનારે બેસવામાં બે ઢીંચણ ઊભા રાખીને અને બે ઢીંચણ વચ્ચે બે હાથ રાખીને મુસ્પત્તિનું પડિલેહણ ઉત્કટ (અદ્ધર) આસને કરવુ તેમાં પહેલાં “દષ્ટિપડિલેહણા” એટલે પોતાની દૃષ્ટિ સામે મુહપત્તિને કિનારીવાળા બે છેડાથી બે હાથે પહોળી પડીને દષ્ટિથી જોવી; જીવ આદિ હોય તો જયણાથી યોગ્ય સ્થલે મૂકવું તે પછી જમણા હાથવાળું પાસું ડાબા હાથ ઉપર ફેરવવું, અર્થાત્ ડાબા હાથવાળો છેડો જમણા હાથે અને જમણા હાથવાળો છેડો ડાબા હાથે પકડીને પુન: બીજું પાસું દષ્ટિથી તપાસવું એ રીતિએ બે પાસાં દષ્ટિથી તપાસવા તે દષ્ટિપડિલેહણા કહેવાય છે. તે પછી “છ પ્રસ્ફોટક' (પફોડા) કરવા (આને “પુરિમ’ પણ કહેવાય છે.) બીજા પાસાની દષ્ટિપડિલેહણાર્યા પછી બેહાથે પહોળી પકડેલી મુહપત્તિનોડાબા હાથમાં પકડેલો ભાગ (ડો) ત્રણ વાર ખંખેરવો, ઊંચો-નીચો હલાવવો, તે પહેલા ત્રણ પ્રસ્ફોટક સમજવા; પછી પૂર્વની જેમ ફરીથી મુહપત્તિનું પાસું ફેરવીને અને દષ્ટિથી જોઈને જમણા હાથવાળો છેડો ત્રણ વાર નચાવવો, તે બીજા ત્રણ પ્રસ્ફોટક થયા સમજવા; એમ છ પ્રસ્ફોટક જાણવા. શ્રી પ્રવચનસારોદ્ધારમાં માત્ર સામાન્યથી પ્રસ્ફોટન કરવા એમ કહ્યું છે, પણ ડાબા-જમણા હાથવાળો છેડો’ એવું કહ્યું નથી. ભાષ્યમાં આને ઊર્ધ્વપ્રસ્ફોટક' કહ્યા છે. હવે નવ અખોડા' અને નવ પખોડા’ એટલે તે પછી મુહપત્તિને ડાબા કાંડા ઉપર નાખી, બે પડ થાય તેમ વચ્ચેથી કિનારીવાળો ભાગ જમણા હાથે પકડવો અને બીજી બાજુનો કિનારી વિનાનો ભાગ ડાબા હાથે પક્કવો; એમ મુપત્તિને બે પડવાળી કરીને બે હાથે એવી પડવી કે પોતાની દષ્ટિ સામે આવે; પછી જમણા હાથની ચાર આંગળીના ત્રણ આંતરામાં અંગુઠાની સહાયથી મુપત્તિનો ઘડીવાળો ભાગ ત્રણ ભાગે ભરાવી (દબાવી) બાકીની મુહપત્તિ નીચે લટકતી રહે તેમ પકડવી; આને “વધૂટક' કહેવાય છે; એમ (ત્રણ ગડીરૂપ) ત્રણ વર્ઘટક કરવાં (શ્રી પ્રવચનસારોદ્ધારમાં બે વધૂટક પણ કહ્યાં છે.) પછી એ રીતિએ જમણા હાથે પડેલી વધૂટવાળી મુક્ષત્તિ વડેબે ઢીંચણ વચ્ચે સવળા લાંબા કરેલા ડાબા હાથ ઉપર હાથને અડકે નહિ તેમ ત્રણ વાર ખંખેરવાપૂર્વક મુહપત્તિને હથેલીથી ઊંચે કોણી સુધી લઈ જવી, તે પહેલા ત્રણ અખોડા' કહેવાય છે; એ પછી કોણી તરફથી હવેલી તરફ હાથને ઘસાય તેમ ત્રણ વાર સ્પર્શપૂર્વક મુહપત્તિને નીચે (બહાર) લઈ જવી, તે “ત્રણ પકોડા” કહેવાય છે; પછી પુન: પહેલાંની જેમ હથેલીથી અંદરના ભાગમાં કોણી સુધી લઈ જતાં બીજા ત્રણ અોડા થાય છે અને વળી બહાર હથેલી તરફ લઈ જતાં બીજા ત્રણ પોડા થાય છે; પુન: ત્રીજી વાર કોણી તરફ લઈ જતાં ત્રીજી વાર ત્રણ અોડા અને પૂર્વની જેમ કોણીથી હથેલી તરફ લઈ જતાં ત્રીજી વાર ત્રણ પીડા થાય છે; એમ અખોડા પછી પોડા અને પોડા પછી અોડા એકબીજાને આંતરે આંતરે થાય છે. માત્ર ભેદ એ છે કે–પહેલાં અખોડાથી શરૂઆત થાય છે અને અોડા કરતી વખતે મુહપત્તિ હાથને સ્પર્શે નહિ તેમ અદ્ધર રાખીને હથેલીથી અંદર કોણી તરફ લઈ જવાય છે. પોડામાં તેથી ઉલટું છે. પોડાત્રણ છેલ્લા થાય છે તથા તેમાં મુહપત્તિને હાથનો સ્પર્શ કરીને પ્રમાર્જનાપૂર્વક કોણતરફથી હથેલી તરફ બહાર લઈ જવાય છે માટે પોડાને ભાષ્યમાં પ્રાર્થના પણ આ વિવેચન ગ્રંથમાં નથી, છતાં અહીં જરૂરી જાણીને લખ્યું છે. આંગળીથી ઊંચે કોણી સુધી લઈ જવી. Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (125) ગુરુવંદન અધિકાર કહેલી છે) અહીં મુપત્તિની વિશિષ્ટતા હોવાથી એ પચીસને મુહપત્તિનાં સ્થાનો કહ્યાં છે. એ પચીસ સ્થાનકોની બતાવેલી ક્રિયા કરતી વેળાએ મનની સ્થિરતા માટે ચિંતન કરવાના મુહપત્તિના ૨૫ બોલ” નીચે પ્રમાણે કહ્યા છે सुत्तत्थतत्तदिट्ठी, सणमोहत्तिगं च रागतिगं । देवाईतत्ततिगं, तहय अदेवाइतत्ततिगं ॥१॥ नाणाइतिगं तह त-व्विराहणा तिन्निगुत्ति दंडतिगं । इअ मुहणंतगपडिले-हणाइ कमसो विचिंतिजा ॥२॥ - ભાવાર્થ – “દષ્ટિપડિલેહણા કરતાં સૂત્ર-અર્થ તત્ત્વ કરી સહેં!' એમ ચિંતવવું તે એક; પહેલા ત્રણ ઊર્ધ્વ પ્રસ્ફોટક કરતાં દર્શનમોહ ત્રિક એટલે “સમકિતમોહનીય મિશ્રમોહનીય મિથ્યાત્વમોહનીય પરિહર!' એ ત્રણ; બીજા ત્રણ પ્રસ્ફોટમાં રગત્રિક એટલે ‘કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ પરિહરું!' એ ત્રણ; તે પછી પહેલા ત્રણ અોડા કરતાં દેવાદિ ત્રિક એટલે ‘સુદેવ, સુગુરુ અને સુધર્મ આદરું!' એ ત્રણ; પછી પહેલા ત્રણ પીડા કરતાં અદેવાદિ ત્રિક એટલે કુદેવ, કુગુરુ અને કુધર્મ પરિહરું!' એ ત્રણ; બીજા ત્રણ અોડા કરતાં જ્ઞાનાદિ ત્રિક એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદરી' એત્રણ; બીજા ત્રણ પોડા કરતાં તેની વિરાધના એટલે “જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના અને ચારિત્રવિરાધના પરિહરું!' એત્રણ; ત્રીજી વાર ત્રણ અોડાકરતાં ત્રણ ગુમિ એટલે ‘મનોગુમિ, વચનગુમિ અને કાયગુમિ આદરું!' એ ત્રણ; અને ત્રીજી વાર છેલ્લે ત્રણ પખોડા કરતાં ત્રણ દંડ એટલે મનોદંડ, વચનદંડ અને કાયદંડ પરિહરું!' એ ત્રણ; એમ કુલ પચીસસ્થાને પચીસબોલ ચિંતવવા; આને મુહપત્તિના પચીસ બોલ પણ કહેવાય છે. એ ગુરુવન્દનનાં ૧૬ દારો પૈકી મુક્ષત્તિનાં પચીસસ્થાનકો રૂપ પહેલું દ્વાર કહ્યું, હવે દહનાં પચીસ સ્થાનકો રૂપ ગુરુવન્દનનું બીજું દ્વાર કહેવાય છે. पायाहिणेण तिअ तिअ, बाहुसु सीसे मुहे अ हिअए अ । पिट्ठीइ हुंति चउरो, छ प्पाए देहपणवीसा ॥१॥ ભાવાર્થ– “પ્રદક્ષિણાનાકમે બે ભૂજાઓ, મસ્તક, મુખ અને હૃદય’ એ પાંચ સ્થાનોમાં ત્રણ ત્રણ એટલે પંદર તથા પીઠે ચાર અને પગમાં છ–એમ દેહપડિલેહણાનાં કુલ પચીસ સ્થાનકો છે. - શ્રી પ્રવચનસારોદ્ધાર ગાથા ૯૭ ની ટીકામાં કહ્યું છે કે – શરીરની પડિલેહણાનાં એ પચીસ સ્થાનો પુરુષને આશ્રીને જાણવાં. સ્ત્રીઓને તો ઢાંકવા યોગ્ય અંગોકપડાથી ઢાકેલાં રાખવાનાં હોવાથી ‘બેહાથ, એક મુખ અને બે પગ એમ પાંચનાં ત્રણ ત્રણ મળી પંદર સ્થાનો જ છે. મસ્તકનાં ત્રણ, હૃદયનાં ત્રણ અને ખભાનાં ચાર એમ દશ સ્થાનો તેને ઓછાં જાણવાં. આ ગાથામાં જણાવેલાં પચીસ સ્થાનોનો વિધિ આ *પ્રમાણે કરવાનો છે. મુહપત્તિના પચીસ સ્થાનોમાં છેલ્લા ત્રણ પખોડા ક્ય પછી, જમણા હાથમાં વધૂટક કરેલી તે મુપત્તિ વડે જ પહેલાં ડાબા હાથનો (પાછળનો મધ્ય ભાગ, (તથા આજુબાજુનો) જમણો અને ડાબો ભાગ, એ ત્રણ ભાગોને અનુક્રમે પ્રમાર્જવા એવામભૂજાની ત્રણ પ્રમાર્જના (પડિલેહણા) જાણવી; પછી જમણા હાથની જેમ ડાબા હાથમાં મુપત્તિને વધૂટક કરીને પડવી અને તેનાથી જમણા હાથનો (પાછળનો) મધ્ય ભાગ તથા જમણો અને ડાબો ભાગ-એમ ત્રણ ભાગોને પ્રમાર્જવા રૂપ જમણી ભૂજાની ત્રણ પ્રમાર્જના જાણવી; તે પછી વધૂટક ખોલી નાખીને, તેબે પડવાળી મુક્ષત્તિને બેહાથથી બે છેડે પકડીને મસ્તક (લલાટ)ના મધ્ય, જમણા અને ડાબા ભાગને પ્રમાર્જવાથી મસ્તની ત્રણ પ્રમાર્જનાઓ થાય; તે પછી એ જ ક્રમે મુખ(હોઠ પાસે)ના મધ્ય, જમણા અને ડાબા ભાગને જો કે આ વિધિ મૂળ ગ્રંથમાં વન્દનસૂત્રની વ્યાખ્યામાં આગળ કહેવાશે, છતાં અહીં સ્પષ્ટ સમજવા માટે જરૂરી માનીને લખ્યું છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ 126 ) ગુરુવંદન અધિકાર શ્રાદ્ધદિનકૃત્ય પ્રમાર્જતાં મુખની ત્રણ પ્રમાર્જનાઓ થાય; અને એ જ ક્રમે હૃદ્યના મધ્ય, જમણા અને ડાબા ભાગને પ્રમાર્જતાં હૃદયની ત્રણ પ્રમાર્જનાઓ થાય છે. એમ પાંચ ત્રિકની પંદર પ્રમાર્જનાઓ કર્યા પછી મુપત્તિને તે જ પ્રમાણે પકડીને જમણા ખભાની અને ખભાના પાછળના વાંસાના ભાગની પડિલેહણા, તથા ડાબા ખભાની અને ખભાના પાછળના વાંસાના ભાગની પડિલેહણા; એમ બેબે પીઠની એ ચાર પ્રાર્થનાઓ ગણાય છે. તે પછી સાધુએ ઓઘાથી અને શ્રાવકે ચરવળાથી પહેલાં જમણા પગના (ઢીંચણથી નીચેના) મધ્ય, જમણા અને ડાબા ભાગોને પ્રમાર્જવાથી ત્રણ જમણા પગની પ્રાર્થનાઓ અને તે જ રીતિએ ડાબા પગનો મધ્ય, જમણો અને ડાબો ભાગ પ્રમાર્જતાં ત્રણ ડાબા પગની પ્રાર્થનાઓ થાય છે; એમ કુલ અંગની પચીસ પ્રાર્થનાઓ કરાય છે. (શ્રી પ્રવચનસારોદ્ધારની ટીકામાં પગની પ્રાર્થનાઓ પણ મુક્ષત્તિથી કરવાની કહી છે, પણ હાલમાં તેમ કરાતું નથી; સર્વત્ર ઓઘા-ચરવળાથી કરવાનો વ્યવહાર જોવામાં આવે છે.) પૂર્વે જણાવ્યા પ્રમાણે આ પચીસમાં સ્ત્રીઓને પંદરપ્રમાર્જનાઓ જ થઈ શકે છે અને સાધ્વીને મસ્તક ખૂછું રાખવાનું વિધાન હોવાથી મસ્તકની ત્રણ વધારે ગણતાં અઢાર પ્રાર્થનાઓ થઈ શકે છે, એમ શ્રી જ્ઞાનવિમલસૂરિજીકૃત ભાષ્યના ટબામાં જણાવ્યું છે; ભાષ્યની અવચૂરીકે શ્રી પ્રવચનસારોદ્ધારમાં એસ્પષ્ટીકરણ નથી. દેહની આ પચીસ પડિલેહણાઓવખતે ચિંતવવાના પચીસબોલ પણ આ પ્રમાણે કહ્યા છે– દાસી , મયસોગ-દુછયા ય વનિના | भुअजुअलं पेहंतो, सीसे अपसत्थलेसतिगं ॥१॥ गारवतिगं च वयणे, उरि सल्लतिगं कसायचउ पिढे । पयजुगि छज्जीववहं, तणुपेहाए वि जाणमिणं ॥२॥ ભાવાર્થ– “અનુક્રમે ડાબી ભૂજાની ત્રણ પ્રમાર્જના વખતે હાસ્ય, રતિ અને અરતિ પરિહરું.’ એ ત્રણ; અને જમણી ભૂજા પ્રમાર્જતાં ભય, શોક અને દુર્ગચ્છા પરિહરું!' એ ત્રણ; એમ બે ભૂજાઓમાં હાસ્યાદિષટ્સના ત્યાગનું ચિંતવન કરવું. પછી મસ્તકે પ્રાર્થના કરતાં કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા પરિહરું!' એ ત્રણ અપ્રશસ્ત લેખ્યાઓના ત્યાગનું ચિંતવન, મુખને પ્રમાર્જતાં રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ પરિણું!' એ ત્રણ બોલનું ચિંતવન અને હૃદયને પ્રમાર્જતાં માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્ય પરિહરું !' એ ત્રણ બોલનું ચિંતવન કરવું. પછી પીઠની ચાર પ્રમાર્જનામાં અનુક્રમે ક્રોધ, માન, માયા અને લોભ પરિહરું!' એમ ચારનું ચિંતવન, અને બે પગોની પ્રાર્થના વખતે છકાય જીવોની હિંસાનો ત્યાગ, અર્થાત્ પૃથ્વીકાય, અષ્કાય અને તેઉકાયની રક્ષા કરું!' તથા વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની રક્ષા કરું !' એમ ચિંતવન કરવું. એ પ્રમાણે આ પચીસ બોલો અંગના કહેવાય છે. વસ્તુત: અહીં અંગની મુખ્યતા ગણી તેને અંગપડિલેહણા અને અંગના બોલો ક્યા છે. (ઉપર જણાવેલો આ મુક્ષત્તિ પડિલેહણાનો વિધિ ગુરુગમથી જાણીને તે પ્રમાણે કરવા ઉદ્યમ કરવો. મુક્ષત્તિની પડિલેહણા એ સામાન્ય અનુષ્ઠાન નથી, પણ તેમાં ચિંતન કરવાના આ પચાસ બોલોનું સ્વરૂપ ખ્યાલમાં લેતાં સ્પષ્ટ જણાય તેવું છે કે – એ આત્માની શુદ્ધિનું પરમ કારણ છે.) શાસ્ત્રમાં પણ કહ્યું છે કે जइवि पडिलेहणाए, हेऊ जिअरक्खणं जिणाणा य । तहवि इमं मणमक्कड-निजंतणत्थं मुणी बिंति ॥१॥ ભાવાર્થ – “જો કે મુહપત્તિ આદિનું પડિલેહણ કરવાનાં કારણો સામાન્ય રીતિએ તો જીવરક્ષા અને અહીં પરમાર્થથી રક્ષા કરું એમ હોવું જોઈએ. આથી અહીં જયણા શબ્દના સ્થાને રક્ષા શબ્દનો ઉલ્લેખ કર્યો છે. અહીં મુક્ષત્તિની સઝાય સાક્ષીપાઠ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (127) ગુરુવંદન અધિકાર જિનાજ્ઞાનું પાલન છે, તો પણ આ પડિલેહણ તે ખાસ (ચંચળ) મનરૂપીમાંકડાને વશ કરવા માટે કરવાનું છે–એમ શ્રી જિનેશ્વરદેવો કહે છે. માટે જ રાત્રિના સમયે અંધારામાં પણ મુપત્તિ પડિલેહવાનું વ્યાજબીજ છે. એ પ્રમાણે પચીસ અંગપડિલેહણાનું બીજુ દ્વાર કહ્યું. (વિશેષ સમજણ માટે પ્રબોધ ટીકાનું લખાણ અહીં થોડા સુધારા-વધારા સાથે આપવામાં આવે છે.) મુહપત્તિની પડિલેહણ વખતે વિચારવા યોગ્ય બોલો:૧. પ્રથમ ઊભડક બેસો, બે હાથ બે પગ વચ્ચે રાખો, મુક્ષત્તિની ઘડી ઉકેલો, બંને હાથથી બન્ને છેડા પકડો અને મુક્ષત્તિની સામે દૃષ્ટિ રાખો, પછી મનમાં બોલોકે (નીચે કાળા અક્ષરો આપ્યા છે, તે મનમાં બોલવાના છે તથા તેનો અર્થ વિચારવાનો છે.) સૂત્ર (આ વખતે મુક્ષત્તિની એક બાજુની પ્રતિલેખના થાય છે, એટલે કે તેની એક બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે.) ૨. પછી મુહપત્તિને ઉલટાવીને ડાબે હાથે પડેલો છેડો જમણા હાથે પકડો અને જમણા હાથે પકડેલો છેડો ડાબા હાથે પકડી, ફરી સામે લાવી, મનમાં બોલોકે– અર્થ, તત્ત્વકરી સહ (સૂત્ર તથઅર્થ ઉભયને તત્ત્વરૂપ એટલે સત્ય-સ્વરૂપ સમજું અને તેની પ્રતીતિ કરી તેના પર શ્રદ્ધા કરું. આ વખતે મુક્ષત્તિની બીજી બાજુની પ્રતિલેખના થાય છે, એટલે કે મુક્ષત્તિની બીજી બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે.) . પછી પૂર્વ મુજબ મુપત્તિને ઉલટાવીને મુહપત્તિનો જમણા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરો. તે વખતે મનમાં ધીમેથી બોલો કે– સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિશું. (દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ ખંખેરી નાખવા જેવી છે, એટલે મુહપત્તિને અહીં ત્રણ વાર ખંખેરવામાં આવે છે.) ૪. પછી ડાબા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરો, તે વખતે મનમાં બોલો કે કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહ. (ત્રણ પ્રકારના રાગ ખંખેરી નાખવા જેવા છે, એટલે મુપત્તિની અહીં ત્રણ વાર ખંખેરવામાં આવે છે.) ૫. મુહપત્તિનો મધ્ય ભાગડાબા હાથ પર નાખી, વચલીઘડી પકડી બેવડી કરો. (અહીંથી મપત્તિને સંકેલવાનું શરૂ થાય છે.) ૬. પછી જમણા હાથના ચાર આંગળાનાં ત્રણ આંતરામાં મુક્ષત્તિને ભરાવો. પછી મુહપત્તિને આંગળીથી કોણી સુધી ત્રણ પે લાવવી. તેમાં પહેલા ટપે આંગળીના મૂળ સુધી, બીજા ટપે કાંડા સુધી, અને ત્રીજા ટપે કોણી સુધી લાવવી. દરેકટપે એક એક પ્રમાર્જના કરતાં અનુક્રમે બોલો કે સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. સુદેવ, સુગુરુ અને સુધર્મવિષેની શ્રદ્ધા આપણામાં દાખલ થાય તેવી ઈચ્છા છે, તેથી મુપત્તિને આંગળીઓના અગ્રભાગથી અંદર તરફ લાવવાની ક્રિયા કરવામાં આવે છે. તેમાં પહેલાટપે મુક્ષત્તી લગભગ આંગળીનાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર (128) શ્રાદ્ધદિનકૃત્ય મૂળ સુધી લાવવી જોઈએ અને તે વખતે “સુદેવ બોલવું જોઇએ પછી બીજા ટપે મુહપત્તિને કાંડા સુધી લાવવી જોઈએ અને તે વખતે “સુગુરુ બોલવું જોઇએ અને ત્રીજા ટપે મુક્ષત્તિને કોણી સુધી લાવવી જોઈએ અને તે વખતે ‘સુધર્મ આદરું એટલા શબ્દો બોલવા જોઈએ. ૮. હવે ઉપરની રીતથી ઊલટી રીતે મુહપત્તિને ત્રણ ટપેકોણીથી આંગળીના ટેરવા સુધી લઇ જાઓ અને કંઇક કાઢી નાખતા હો તે રીતે બોલો કે કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું, (આ એક જાતનો પ્રમાર્જનવિધિ હોવાથી તેની ક્રિયા પણ તેવી જ રાખવામાં આવી છે.) ૯. એ જ રીતે ત્રણ ટપે હથેલીથી કોણી સુધી મુહપત્તિ અદ્ધર રાખી અંદર લો અને ત્રણ ટપે પ્રાર્થના કરતાં બોલો કે જ્ઞાન, દર્શન ચારિત્ર આઇ. (આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એનો ન્યાસ કરવામાં આવે છે.) ૧૦. હવે ઉપરથી ઊલટી રીતે ત્રણ ટપે કોણીથી હાથની આંગળી સુધી મુપત્તિ લઈ જાઓ અને બોલોકે– જ્ઞાન-વિરાધના, દર્શન-વિરાધના, ચારિત્ર-વિરાધના પરિશું. (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું ઘસીને પ્રમાર્જન કરવામાં આવે છે.) ૧૧. હવે મુહપત્તિને ત્રણ ટપે અંદર લો અને ત્રણ ટપે પ્રાર્થના કરતાં બોલો કે– મનોસુમિ, વચનગુણિ, કાયમુતિ આછું. (આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એનો ન્યાસ કરવામાં આવે છે.) ૧૨. હવે ત્રણ ટપે મુક્ષત્તિને કોણીથી હાથની આંગળી સુધી લઈ જાઓ અને બોલો કે મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિશું. (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું પ્રમાર્જન કરવામાં આવે છે.) શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બોલ. * (આ બોલોમાં અત્યંતર પ્રાર્થના કરવાની હોવાથી દરેક વખતે પ્રમાર્જનની ક્રિયા કરવામાં આવે છે.) ૧. હવે આંગળામાં ભરાવેલી મુહપત્તિથી પ્રદક્ષિણાકારે એટલે કે ડાબા હાથનો મધ્ય, જમણો અને ડાબો ભાગ એમ ત્રણ વાર પ્રમાઊં અને બોલોકે– હાસ્ય, રતિ, અરતિ પરિશું. ૨. એવી જ રીતે ડાબા હાથની આંગળીઓના આંતરામાં મુપત્તિ રાખી, પ્રદક્ષિણાકારે એટલે કે જમણા હાથનો મધ્ય જમણો અને ડાબો ભાગ એમ ત્રણ વાર પ્રમાર્જન કરો અને મનમાં બોલો કે– ભય, શોક, દુગંછા પરિહરું. ૩. પછી આંતરામાંથી મુહપત્તિકાઢી લઈ, બેવડીને બેવડી મુક્ષત્તિના બન્ને છેડા બન્ને હાથથી પકડી માથા ઉપર વચ્ચે અને જમણી–ડાબી બાજુએ ત્રણ પ્રાર્થના કરતાં અનુક્રમે મનમાં બોલો– કૃષ્ણ-લેશ્યા, નીલ-રયા, કાપોત-લેયા પરિશું. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ગુરુવંદન અધિકાર ૪. પછી વચ્ચે અને જમણી–ડાબી બે બાજુએ ત્રણ વાર મોં ઉપર પ્રમાર્જના કરો અને મનમાં બોલો રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિ. ૫. એમ જ વચ્ચે અને જમણી–ડાબી બે બાજુએ છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જનાં કરો અને અનુક્રમે મનમાં બોલો કે— 129 માયારશલ્ય, નિકાનશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહું. ૬. હવે મુહપત્તિ પૂર્વની જેમ જ પકડી જમણો ખભો અને ખભાની પાછળનો વાંસાનો ભાગ પ્રમાર્જો અને બોલો — ક્રોધ-માન પરિ. ૭. મુહપત્તિ એમ ને એમ બંને હાથમાં રાખી, ડાબો ખભો અને ખભાની પાછળનો વાંસાનો ભાગ પ્રમા અને બોલો કે— માયા-લોભ પરિહતું. ૮. પછી જમણા પગની (ઢીંચણથી નીચેના ભાગમાં) વચ્ચે અને બન્ને બાજુએ ચરવળાવતી ત્રણ વખત પ્રમાર્જતી વખતે બોલો કે – પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાયની રક્ષા કરું. ૯. એ જ પ્રમાણે ડાબા પગની વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જના કરો અને બોલો કે— વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. 1 2 મુહપત્તિ અને શરીરની ૫૦ પડિલેહણા અને ૫૦ બોલ સૂચના :– ચરવલાવાળાનેજ ઉભડક બેસીને પડિલેહણ કરવાનો અધિકાર છે. જેની પાસે ચરવળો ન હોય તેણે બેસીને પડિલેહણ કરવી. ૧. ઉભડક બેસો. ૨. હાથ બે પગની અંદર રાખો. ૩. મુહપત્તિને ખોલો. ૪. પછી અવલોકન કરો—તે સાથે ‘સૂત્ર’ આ બોલને મનમાં ચિંતવવું. હવે મુહપત્તિને બીજી બાજુએ ફેરવી પ્રમાર્જના કરવાની સાથે. અર્થ-તત્ત્વ-કરી સદ્દહું બોલો. પછી મુહપત્તિનો જમણા હાથ તરફનો છેડો ત્રણ વાર ખંખેરો. તે વખતે મનમાં ‘“સમ્યક્ત્વ મહોનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહતું.’’ એમ ચિંતવવું. Page #149 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર 4 8 © 130 શ્રાદ્ધદિનકૃત્ય હવે મુહપત્તિ ઉલટાવીને ડાબા હાથ તરફનો છેડો ત્રણવાર ખંખેરો, તે વખતે મનમાં— ‘‘કામ રાગ, સ્નેહ રાગ, દષ્ટિ રાગ પરિહું.’’ એમ ચિંતવવું. પછી પાંચ નંબરના ચિત્ર મુજબ મુહપત્તિને ડાબા હાથના કાંડા ઉપર નાંખવી. પછી ૬ નંબરના ચિત્ર મુજબ મુહપત્તિને જમણા હાથના ચાર આંગળાનાં ત્રણ આંતરામાં ભરાવો. પછી આંગળાથી કોણી તરફ મુહપત્તિથી ત્રણ ટપે ત્રણ પ્રમાર્જના કરો. તેમાં પહેલા ટપ્પુ મુહપત્તિને આંગળીના મૂળસુધી લાવીને ‘સુદેવ’ એમ ચિંતવવું. બીજે ટપે કાંડા સુધી લાવીને ‘સુગુરુ’ એમ ચિંતવવું. ત્રીજા ટપ્પુ કોણી સુધી લાવીને ‘સુધર્મ આઠ’ એમ ચિંતવવું. (આમાં ત્રણ ટપ્પુ ત્રણ પ્રમાર્જના સિવાય મુહપત્તિ હાથને સ્પર્શે નહિ તેમ હાથથી અદ્ધર રાખવાની છે.) હવે મુહપત્તિને હાથ ઉપર ઘસેડીને પ્રમાર્જના પૂર્વક કોણીથી આંગળીના ટેરવા સુધી લાવો, અને પૂર્વ મુજબ ત્રણ ટપ્પુ અનુક્રમે ‘ફુદેવ, ફુગુરુ, કુધર્મ પરિહ્’ એમ ચિંતવવું. ફરી આંગળીથી કોણી તરફ જતાં પૂર્વની જેમ ત્રણ ટપે અનુક્રમે જ્ઞાન-દર્શન-ચારિત્ર આઠરું’ એમ ચિંતવવું. ફરી પૂર્વની જેમ કોણીથી આંગળી તરફ જતાં ‘જ્ઞાન વિરાધનાદર્શન વિરાધના-ચારિત્ર વિરાધના પરિહ’ એમ ચિંતવવું. Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (131) ગુરુવંદન અધિકાર ફરી આંગળીથી કોણી તરફ જતાં પૂર્વની જેમ ત્રણ પે “મનગુપ્તિ, > વચનગુણિ, કાયમુર્તિ આરું એમ ચિંતવવું. - - - - - - - - - - - - - — —–––––––––– ન પ ફરી પૂર્વની જેમ કોણીથી આંગળી તરફ જતાં “મનદંડ-વચનદંડકાયદંડ પરિણુંએમ ચિંતવવું, - - - - - — — — — — — — — — — — — — — — પછી કોણીથી આંગળી તરફ મુહપત્તિથી હાથનો મધ્ય, જમણો અને # ડાબો ભાગ પ્રમાર્જતાં “હાસ્ય, રતિ, અરતિ પરિવું એમ ચિંતવવું. --------------- - - - - - - - - - - - - - - - - - - - - પછી તેવી (=વધૂટકવાળી) જ મુહપત્તિને ડાબા હાથમાં ભરાવીને » જમણા હાથમાં કોણીથી આંગળી તરફ મધ્ય, જમણો અને ડાબો ભાગ પ્રમાર્જતાં “ભય, શોક, દુગંછા પરિહરું” એમ ચિંતવવું ' ------------ પછી આંતરામાંથી મુહપત્તિ કાઢી લઈને બેવડીને બેવડી ભુપત્તિના બંને છેડા બંને ય હાથથી પકડી લલાટ ઉપર વચ્ચે અને જમણી-ડાબી ત્રણ પ્રાર્થના કરતાં અનુક્રમે “કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા, કાપોત લેશ્યા પરિશું” એમ ચિંતવવું. –––– પછી તે જ પ્રમાણે મુખની પ્રાર્થના કરતાં અનુક્રમે “સગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવ પરિહરું” એમ ચિંતવવું પછી તે જ પ્રમાણે છાતીની પ્રાર્થના કરતાં અનુક્રમે “માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિણું' એમ ચિંતવવું Page #151 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર (132) શ્રાદ્ધદિનકૃત્ય પછી તે જ પ્રમાણે જમણો ખભો અને ખભાની પાછળનો વાંસાનો ભાગ પ્રમાર્જતાં કોધ માન પરિણું” એમ ચિંતવવું. -- - – પછી તે જ પ્રમાણે ડાબા ખભે પ્રમાર્જતાં માયા લોભ પરિણું” એમ ચિંતવવું. ------------- પછી ચરવલાથી જમણા પગની વચ્ચે અને બંને બાજુએ એમ ત્રણ વાર પ્રાર્થના કરતાં પૃથ્વીકાય, અકાય, તેઉકાયની રક્ષા કરું” એમ ચિંતવવું ----------------------- પછી તે જ પ્રમાણે ડાબા પગની પ્રમાર્જના કરતાં “વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું” એમ ચિંતવવું સાધ્વીજીને નં. ૧૬, ૧૦ અને ૧૮ ની અને શ્રાવિકાઓને ૧૪, ૧૬, ૧૦ અને ૧૮ નંબર ની પડિલેહણા હોતી નથી. મુહસ્પત્તિના પચાસ બોલની સઝાય ઢાળનો રાગ – જિન જનમ્યાજી ગુટકનો રાગ – દુકાનો ઢાળ સિરિ જંબૂર, વિનય ભક્તિ શિર નામને, કર જોડી રે પૂછે સોહમ સ્વામીને; ભગવંતારે કહો શિવકાંતા કિમ મળે ? કહે સોહમ રે મિથ્યા ભ્રમ દૂરે ટળે...... (૧) : ત્રુટક દૂર ટળે વિષ ગરલ ઈહા, ઉભય માર્ગ અનુસરી; એક જ્ઞાન દૂજા કરત કિરિયા, અભેદારોપણ કરી. જિમ પંગુ દર્શિત ચરણકર્ષિત, અંધ બિહું નિજપુર ગયા; તિમ સત્ત્વ સજતાતત્ત્વ ભજતા, ભવિક કેઈ સુખીયા થયા.(૨) Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (133) ગુરુવંદન અધિકાર ઢાળ વૈકલ્ય ક્યું રે, કરે તે કરવું સોહિલું, પણ જંબૂર, જાણપણું જગ દોહિલું તેણે જાણી રે, આવશ્યક કિરિયા કરો, ઉપગરણે રે રજોહરણ મુહપત્તિ ધરો. (૩) ત્રુટક મુહપત્તિ તભાનોએતે, સોળ નિજ અંગુલ ભરી દોય હાથ ઝાલી દળ નિહાળી, દષ્ટિ પડિલેહણ કરી. ત્યાંસૂર અર્થસુતત્ત્વકરીને, સéએમ ભાવીએ નચ્ચા-વચ્ચારૂપતિગતિગ, ૫ખોડાપુલાવીએ.(૪) ઢાળ સમકિત મોહની રે, મિશ્ર મિથ્યાત્વને પરિહરું, કામ રાગ રે, સ્નેહ દષ્ટિ રાગ સંહ - એ સાતે રે, બોલ કહ્યા હવે આગળ, અંગુલિ વચ્ચે રે, વણ વધૂટક કરતલે. (૫). ત્રુટક કરતલેવાને અંજલિ કરી, અખોડાનવ કીજિયે, પ્રમાર્જનનવ તિમજ કરીએ, તિગ તિગંતર લીજિયે; સુદેવસુગુરુ, સુધર્મઆદ, પ્રતિપક્ષી પરિહરું, વળી જ્ઞાન દર્શન ચરણ આદરું, વિરાધન ત્રિક અપહરું.(૬) ઢાળ મનોગુમિરે, વચન કાય ગુમિ ભજું, મનોદંડ રે, વચન કાયદંડને તણું; પચવીશરે, બોલ એ મુહપત્તિના લક્ષ્યા, હવે અંગનારે, પરિહરું એમ સઘળા કહ્યા. (૭) 'ગુટક કહ્યા વધૂટક કરિ પરસ્પર, વામ હાથે ત્રિક કરો, હાસ્ય રતિ ને અરતિ ઠંડી, ઈતર કરત્રિક અનુસરો ભય શોક દુર્ગછા તજીને, પયામિણે આચરો, કૃષ્ણ લેશ્યા નીલ કપોત, લલાટે ત્રિક પરિહરો. (૮) ઢાળ રસ ગારવારે રિદ્ધિ સાતા ગારવા, મુખ હડે રે, ત્રણ ત્રણ એમ ધારવા; માયા શલ્યરે, નિયાણ મિથ્યાત્વ ટાળીએ, વામ ખંધે રે, ક્રોધ માન હોય ગાલીએ. (૯) ત્રુટક ગાલીયે માયા લોભ દક્ષિણે, બંધ ઉર્ધ્વઅધો મળી, ત્રિક વામ પાદે પુઢવી અપ, વળી તેની રક્ષા કરી; - જમણે પગેaણવાઉવણસઇ, ત્રસકાયની રક્ષાકરું, પચાસ બોલે પડિલેહણ, કરતજ્ઞાની ભવતરું.(૧૦) ઢાળ એહમાંહેથી રે, ચાલીસ બોલ તે નારીને, શીશ હૃદયના રે, અંધ બોલ દશ વારીને; ઈણ વિધિસ્યુ રે, પડિલેહણથી શિવ લહ્યો, અવિધિ કરીને રે, છ કાયનો વિરાધક કહ્યો. (૧૧). ત્રુટક કહ્યો કિંચિત્ આવશ્યકથી, તથા પ્રવચન સારથી, ભાવના ચેતન પાવના કહી, ગુરુવચન અનુસારથી; શિવલહેજંબૂ રહેજો શુભવીરવિજયનીવાણીએ, મનમાંડું વનવાસરમતું, વશીકરી ઘર આણીએ.(૧૨) પચીસ આવશ્યક હવે “પચીસ આવશ્યક રૂપ” ગુરુવંદનનું ત્રીજું દ્વાર કહે છે– दुओणयं अहाजायं, किइकम्मे बारसावयं । चउस्सिरं तिगुत्तं च, दुपवेसं इक्कनिक्खमणं ॥१॥ (श्री आव०नि० १२०२) ભાવાર્થ – “કૃતિકર્મ એટલે વન્દનમાં બે અવનમન, એક યથાજાત, બાર આવર્તા, ચાર મસ્તક, ત્રણ ગુમિ, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ –એમ પચીસ (અવશ્ય કરવા યોગ્ય) આવશ્યક છે.” - ' તેમાં અવનત' પોતાની વન્દન કરવાની ઈચ્છા પ્રગટરૂપે ગુરુને જણાવવા માટે ‘ચ્છામિ ઉમાસમળો! વંતિ નાવાિના વિસિદિગા' એટલે હેલમાશ્રમણ !હું મારી શક્તિપૂર્વક નિષ્પાપપણે આપને વન્દન કરવાને ઈચ્છું છું.' –એમ કહેતી વખતે મસ્તક અને કટિથી ઉપરના ભાગનું શરીર પણ કાંઈક નમાવવું તે “અવનત’ Page #153 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર (134) શ્રાદ્ધદિનકૃત્ય કહેવાય છે. એવન્દનમાં બે વાર એ પ્રમાણે કરવું તે બે “અવનત જાણવાં. ‘વથાગત” એટલે ‘જન્મની જેમ.' તેનો ભાવાર્થ એ છે કે-જન્મ બે પ્રકારે ગણાય છે. એક માતાની કુક્ષિથી નીકળવું તે મનુષ્ય રૂપે પહેલો જન્મ અને સંસાર-માયા રૂપી સ્ત્રીની કુક્ષિથી નીકળીને સાધુ બનવું તે દીક્ષા રૂપે બીજો જન્મ. તે બન્ને જન્મ વખતે જેવી આકૃતિઓ હોય તેવી આકૃતિઓ ગુરુવન્દન વખતે પણ કરવી; અર્થાત્ જેમ જન્મ વખતે બે હાથ મસ્તકે લાગેલા હોય છે, તેમ વન્દન વખતે પણ બે હાથ મસ્તકે લગાડવારૂપ કરસંપુટઅંજલિ કરવી અને જેમ દીક્ષારૂપ જન્મ વખતે ‘ચોલપટ્ટો-ઓઘો અને મુપત્તિ' એ ત્રણ જ ઉપકરણો હોય છેતે સિવાય બીજું હોતું નથી, તેમ ગુરુવન્દનમાં પણ ત્રણ ઉપકરણો જ રાખવાં. આને યથાજાત’ કહેવાય છે. આ હેતુથી રજોહરણાદિને પણ કોઈ કોઈ શાસ્ત્રમાં યથાજાત' નામથી ઓળખાવ્યાં છે. તે માટે કહ્યું છે કે पंच अहाजायाई, चोलपट्टो तहेव रयहरणं । forગ-વોમિન-નિસિઝ-ગુબત્ત તહય મુરારી II II ભાવાર્થ-“પાંચ (ઉપકરણો) યથાજાત છે. તેમાં એક ચોલપટ્ટો (કટિવસ્ત્ર), બીજું રજોહરણ (ઓશો), ત્રીજું ઊનનું તથા ચોથું સુતરાઉ એમ બે નિષધા (કે જે હાલમાં ઓઘા ઉપર વિંટાય છે તે સુતરાઉ નિશથિયું અને ઊનનું ઓઘારીયું) અને પાંચમી મુખવસ્ત્રિકા.” અથ–ચોલપટ્ટો, રજોહરણ અને મુક્ષત્તિ એ ત્રણનું નામ યથાકાત છે. અહીં જેવી રીતિએ જન્મ્યો તેયથાજાત’ કહેવાય અને યથાજાત' રૂપથઈને વન્દન કરે માટેતેવદનને પણ યથાકાત કહેવાય. એમ (વન્દનનો પાઠ બોલતાં મસ્તકે હાથની અંજલિ તથા એ ત્રણ ઉપકરણો સિવાય બાકી ઓઢવા વિગેરેનો ત્યાગ કરવારૂપ) બે વખતના વન્દનનું ભેગું “એક યથાજાત’ આવશ્યક જાણવું. ગુરુવન્દન કરતાં, ગુરુના ચરણોમાં તથા પોતાના મસ્તકે હાથ લગાડવારૂપકાયાની ચેષ્ટાકરવી, તે ‘આવત કહેવાય છે. આવાં બાર આવર્તો ‘મહોયં શ્રેય અને નામે!ઝળનું રમે એ પદો બોલતી વખતે કરાય છે. તેમાં પહેલાં ત્રણ આવ બલ્બ અક્ષરોનાં છે, માટે તેમાંનો પહેલો અક્ષર બોલતાં બે હાથની હથેલીઓ ઊંધી કરીને દશેય આંગળીયો ગુરુના ચરણે (ઓઘા ઉપર કે ચરવળા-મુહપત્તિ ઉપર) સ્થાપવી અને બીજો અક્ષર બોલતાં બે હથેલીઓ સાથે દશેય આંગળીયો સવળી (મુખ સન્મુખ) કરીને લલાટે સ્થાપવી. એમ મ+હો” એ બે અક્ષરોના ઉચ્ચાર વખતે એક આવર્ત થાય. વળ્યું એ બે અક્ષરો બોલતાં પણ એ જ પ્રમાણે બે હથેલીઓઆંગળીઓ ગુરુચરણે અને મસ્તકે લગાડવાથી બીજું આવર્ત થાય અને I+” એ બે અક્ષરો બોલતાં પણ તે જ પ્રમાણે ત્રીજું આવર્ત થાય. આ ત્રણેય આવર્તાર્યા પછી સા’ પાઠ બોલતાં ગુરુચરણે (ઓઘા ઉપર) મસ્તકને લગાડવું (લલાટથી સ્પર્શ કરવો), તે પછી ‘++મે એ ત્રણે અક્ષરોનું ચોથું આવર્ત થાય છે. તેમાં પહેલો અક્ષર બોલતાં પૂર્વની જેમ હથેલીઓ ગુરુચરણે (ઓઘા ઉપર) સ્થાપવી, પછી તરત જ હથેલીઓ સવળી કરી લલાટ તરફ લઈ જતાં વચ્ચે જ બીજો અક્ષર બોલતાં તે સહજ અટકાવવી અને ત્રીજો અક્ષર બોલતી વખતે તે લલાટે લગાડવી; એમ આ ત્રણ અક્ષરોનું ચોથું આવર્ત થાય છે. એ જ પ્રમાણે પાંચમા આવર્તમાં ‘ન++fr” એ ત્રણ અક્ષરોના ઉચ્ચાર વખતે ચોથા આવર્તની જેમ કરવું અને છઠ્ઠા આવર્તમાં નંગ્ર!' એ ત્રણ અક્ષરો ઉચ્ચારતાં પણ તેમજ કરવું. આ ચોથું પાંચમું અને છઠું-એ ત્રણ આવર્તોત્રણ ત્રણ અક્ષરોના ઉચ્ચારવાળાં છે. પહેલાં ત્રણ અને પછીનાં ત્રણ આવર્તામાં એટલું વિશેષ છેકે – પછીના ત્રણમાં વચ્ચેનો અક્ષરબોલતાંલલાટ તરફ આ પચીસ આવશ્યકોનું વર્ણન સ્પષ્ટ સમજાય તે માટે ગ્રંથમાં છે તેના કરતાં અહીં કાંઇક વિસ્તારથી લખ્યું છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (135) ગુરુવંદન અધિકાર લઈ જવાતી હથેલીઓને વચ્ચે સહજ અટકાવવી. એક વદનમાં આવાં છ આવર્તી થાય છે અને બન્ને વન્દનનાં મળી કુલ બર આવ થાય છે. (છઠ્ઠા આવર્ત પછી’ ‘વામિનવમાસમળો’ પાઠ બોલતાં પણ સામ” ની જેમ મસ્તક ગુરુચરણ (ઘા) ઉપર લગાડવું.) એ બાર આવ’નું સ્વરૂપ કહ્યું. તે પછી વડક્ષિા' એટલે ‘ચાર શિર અર્થાત્ બબ્બે વખત મસ્તક નમાવવારૂપ શિષ્ય અને ગુરુની ક્રિયા તે ચાર શિર્ષ જાણવાં. તેમાં સ્વામિ ઉમાક્ષમળો વણિમં વર્ષ એ પાઠ બોલતાં શિષ્ય ગુરુચરણે સપૂર્ણ મસ્તક (લલાટ) નમાવે તે “એક શિષ્યનું શિર,’ તથા હવે પછી જણાવાશે તે ગુરુના ઉત્તરો પૈકી મહેમવિવામિ તુમં” એમ ઉત્તર વાળતાં ગુરુ મહારાજ પણ શિષ્યને કાંઈક (સહેજ) મસ્તક નમાવે તે એક ગુરુનું શિર,’ એમ એક વન્દનમાં ગુરુ-શિષ્યનાં મળી છે અને બે વન્દનમાં બલ્બ મળી કુલ ચાર શિર જાણવાં. ‘ત્રિ’ એટલે મન, વચન અને કાયાની વન્દનની ક્રિયામાં એકાગ્રતા રૂપ ત્રણ ગુમિ જાણવી. અર્થાત્ વન્દન કરતાં મનની એકાગ્રતા કરવી, વચનથી અખલિત–શુદ્ધ ઉચ્ચારપૂર્વક વન્દનસૂત્ર બોલવું અને કાયાથી અવનત–યથાજાત-આવર્ત-શિર્ષ વિગેરેને સપૂર્ણ આચરવાં (કરવાં), એમ મન, વચન અને કાયાને વન્દન સિવાય અન્ય વ્યાપારમાં જતાં રોકવા તે ત્રણ ગુમ’ સમજવાં. ‘તુપૂવે” એટલે “ગુરુ મહારાજના આસનથી ચારેય દિશામાં સાડા ત્રણ હાથ સુધીની જગ્યાને ગુરુનો અવગ્રહ કહેવાય છે. શિષ્ય વિનયને માટે ગુરુથી સાડાત્રણ હાથ દૂર રહીને વિનય કરવાનો કહ્યો છે અને શારીરિક સેવા, વન્દન વિગેરે માટે ગુરુની આજ્ઞા માગીને અવગ્રહમાં પ્રવેશ કરવાનું કહ્યું છે. એ સામાન્ય નિયમ પ્રમાણે ગુરુવન્દનનાં ઉપર જણાવ્યાં તે આવર્તા (કરતાં ગુરુચરણોમાં મસ્તકનો સ્પર્શ કરવા માટે અવગ્રહમાં પ્રવેશ કરવાનું જરૂરી છે, માટે ‘ગણુનાગઢ મે મિડ' અર્થાત્ “મને મિત (સાડા ત્રણ હાથપ્રમાણ) અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા આપો !' એમ કહી–રજા માગી, પછી ‘નિસિરી’ કહીને અવગ્રહમાં પ્રવેશ કરે અને પછી અહો, કાર્ય વિગેરેથી કરવાનાં છ આવર્તે પૂર્ણ થતાં માસિગાઈ' પાઠ બોલતાં અવગ્રહની બહાર નીકળે. એ રીતિએ બે વન્દનનાં આવર્તો માટે ગુરુના અવગ્રહમાં બે વખત પ્રવેશ કરવો તે બે પ્રવેશ જાણવા. - “નિઝમ' અવગ્રહમાંથી બહાર નીકળવું તે એક નિષ્ક્રમણ કહેવાય છે. એટલે કે– પહેલા વન્દનનાં છ આવર્તે પૂર્ણ કરી ‘માર્વસ્લિમ' પાઠ બોલવાપૂર્વક બહાર નીકળે તે એક નિષ્કમણ જાણવું. બીજા વન્દનમાં પ્રવેશક્ય પછી બહાર નીકળવાનું નહિ હોવાથી ‘બાવસિગાઈ' પાઠ પણ બોલવાનો હોતો નથી. સપૂર્ણ વન્દન સુધી તે વખતે અવગ્રહમાં જ રહેવાનો વિધિ છે, માટે પ્રવેશ બે વાર અને નિષ્ઠમણ એક જ વાર કહ્યું છે. જો કે બીજું વન્દન પૂર્ણ થયા પછી બહાર નીકળવાનું હોય છે, છતાં તે નિષ્કમણ’ વન્દનને માટે નહિ હોવાથી વન્દનઆવશ્યમાં ગણાતું નથી. એમ બે અવનત, એક યથાજાત, બાર આવર્તા, ચાર શિર્ષ, ત્રણ ગુસ, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ મળી ‘પચીસ આવશ્યક રૂપ ગુરુવન્દનનું આ ત્રીજું દ્વાર કહ્યું. હવે શિષ્ય ગુરુને પ્રશ્નો પૂછવા રૂપ છ સ્થાનકો કહે છે કેટલાક આચાર્યોના મતે ‘સંસં’ અને ‘વામિ ઉમાસમો તેમં વીમ’ એ પાઠો બોલતાં બે વખત શિષ્ય પોતાનું મસ્તક ગુરૂચરણે લગાડે તે શિષ્યનાં બે શિર અને બે વન્દનનાં મળી એ ચાર શિર શિષ્યનાં જ જાણવાં – એમ કહ્યું છે. પ્રસિદ્ધિમાં પણ શિષ્યનાં ચાર શિર જોવામાં આવે છે. પ્રથમ જણાવેલા અવનતમાં ડથી ઉપરનું શરીર નમાવવાની પ્રધાનતા ગણી તેને “અવનત' કહ્યાં છે અને આ શિરોમાં ‘મસ્તક નમાવવાની મુખ્યતા ગણી ‘શિષ' કહ્યાં છે. વસ્તુત: તો બન્નેમાં કેડથી ઉપરનો ભાગ અને મસ્તક નમાવવાનું હોય છે જ, માત્ર શિર્ષમાં સંપૂર્ણ મસ્તક નમાવવાનું છે, માટે તેને ‘શિષ' કહ્યાં છે– એમ ભેદ સમજવો. Page #155 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર (136) શ્રાદ્ધદિનકૃત્ય इच्छा य अणुन्नवणा, अव्वाबाहं च जत्त जवणा य । નવરાટવીમા વિમ, વંવાલાયસ્ત છઠ્ઠા II II (શ્રી પ્રવસી - 38) ભાવાર્થ – “ઈચ્છા, અનુજ્ઞા, અવ્યાબાધા, સંયમયાત્રા, સમાધિ તથા અપરાધની ક્ષમા માગવી–એ ઇને અંગે તે તે પાઠથી શિષ્ય પ્રશ્ન કરે, તે શિષ્યનાં છ સ્થાનો રૂપ ગુરુવંદનનું ચોથું દ્વાર સમજવું.” એ છ પ્રશ્નોના ગુરુ છ ઉત્તરો આપે, તે છ ગુરુવચનો આ પ્રમાણે છેछंदेणऽणुजाणामि, तहत्ति तुब्भंपि वट्टए एवं । મદમવિવામિ તુમ, માતાવા વંતરિદાસ II II (શ્રી પ્રવસી - ૨૦૨) ભાવાર્થ-“૧-જેવી ઈચ્છા, ૨-અનુજ્ઞા આપું છું, ૩-તેમ જ છે, ૪-તને પણ વર્તે છે? ૫-એ જ પ્રમાણે છે અને હું પણ તમોને ખમાવું ,-એમગુરુ છ પ્રકારે ઉત્તરો આપે, એ ગુરુવંદનનું પાંચમું દ્વાર સમજવું” શિષ્ય-ગુરુના આ પ્રશ્નો અને ઉત્તરોનું વિશેષ સ્વરૂપચાલુઅધિકારમાં જ આગળવન્દનસૂત્રની વ્યાખ્યામાં તે તે સ્થાને કહેવાશે. હવે ગુરુવન્દન કરવાથી થતા છ ગુણો કહે છેविणयोवयार माणस्स-भंजणा पूअणा गुरुजणस्स । તિસ્થયાળ ય માણI, સુમધમ્માના ગરિમા II II (શ્રી પ્રવસી. – ૨૦૦). ભાવાર્થ-૧-વિનયોપચાર, ૨-માનનો ભંગ, ૩-ગુરુની પૂજા, ૪-જિનાજ્ઞાનું પાલન, ૫-મૃતધર્મની આરાધના અને ૬-અંતે મોક્ષ, –એ છ ગુણો ગુરુવન્દનથી થાય છે.” તેમાં-પહેલો વિનયોપચાર એટલે વિનયએ જ ઉપચાર તેરૂપ ભક્તિવિશેષ અથગુરુવંદનથી વિનય રૂપ ભક્તિ થાય છે, બીજો પોતાનું અભિમાન નાશ પામે છે. ત્રીજો અભિમાન રહિત આત્માએ વિનીતભાવે વજન કરવાથી ‘ગુરુજનોની સુંદર પૂજા (સેવા) થાય છે, ચોથો ‘વિનય ધર્મનું મૂળ છે માટે મોક્ષાર્થીએ વિનય કરવો’ એવી જિનેશ્વરની આજ્ઞા છે–તે શ્રી જિન-આજ્ઞાનું પાલન થાય છે, પાંચમો જ્ઞાનીને વન્દન કરવાથી જ્ઞાનની પૂજા થાય છે અને એ જ શ્રુતજ્ઞાનની આરાધનારૂપલાભ થાય છે તથા છટ્ટો અનુક્રમે કેવલજ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરી થોડા કાળમાં જ સર્વ ક્રિયાના નાશરૂપ‘અક્રિયા એટલે મોક્ષ થાય છે. એ ગુરુવન્દનથી થતાછ ગુણોરૂપગુરુવંદનનું છ દ્વાર કહ્યું. હવે સાતમા દ્વારમાં પાંચ વન્દનીયનું સ્વરૂપ કહે છે – आयरिअ उवज्झाए, पवित्ति थेरे तहेव रायणिए । પણ વિશH, યવં નિઝરાણ III” (શ્રી પ્રવસ-૨૦૨) ભાવાર્થ – “આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક –એ પાંચને કર્મની નિર્જરા કરવા માટે વન્દન કરવું.” તેમાં આચાર્ય વિગેરેનું સ્વરૂપ ટૂંકાણમાં આ પ્રમાણે કહ્યું છે– पंचविहं आयारं, आयरमाणा तहा पभासंता । आयारं दंसंता, आयरिआ तेण वुच्चंति ॥१॥ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 137 ગુરુવંદન અધિકાર बारसंगो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहेहिं । तं उवइसंति जम्हा, उज्झाया तेण वुच्वंति ॥२॥ तवसंजमजोगेसुं, जो जोगो तत्थ तं पवत्तेइ । અનુ(સ)હૈં ન નિયત્તેડું, ગળતત્તિો પવત્તી ૩ ॥૨॥ थिरकरणा पुण थेरो, पवत्तिवावारिएसु अत्थेसुं । નો નથ સીયજ્ઞ નરૂં, સંતવતો તા થિર ળડ્ ।।૪।। (શ્રી આવ૰નિગા૰ ૧૬૪-૬૬૭-૧૨૧૬ ની ટીજા) ભાવાર્થ— “જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર,–એ પાંચ આચારોનું પાલન કરનારા હોવાથી, વળી અન્ય જીવોને એ પાંચ આચારોનો ઉપદેશ વડે પ્રકાશ કરનારા હોવાથી અને પડિલેહણાદિ ક્રિયાઓ દ્વારા પંચાચારનું પાલન કરી દેખાડનારા હોવાથી ‘આચાર્ય’ કહેવાય છે. (બીજી રીતિએ આચાર્યના ૩૬ ગુણો ૩૬ પ્રકારે શાસ્ત્રમાં કહ્યા છે તે સંબોધ પ્રકરણાદિથી જાણવા.) ‘શ્રી જિનેશ્વરદેવોએ અર્થથી કહેલાં અને ગણધર ભગવંત રૂપ બુદ્ધોએ–જ્ઞાનીઓએ સૂત્ર રૂપે રચેલાં શ્રી બાર અંગો, કે જે સ્વાધ્યાય કહેવાય છે, તેનો (શ્રી આચારાંગ વિગેરે દ્વાદશાંગીનો) ઉપદેશ (એટલે પઠન-પાઠન) કરનારા–કરાવનારા હોવાથી’ તેઓ ‘ઉપાધ્યાય’ કહેવાય છે. ‘તપ, સંયમ વિગેરેની આરાધનામાં અર્થાત્ તે તે યોગોમાં જે જે આત્મા જે જે આરાધનાને માટે યોગ્ય હોય, તે તે આત્માને તે તે આરાધનામાં પ્રવર્તાવે (જોડે) અને તે તે આરાધનામાં જે અશક્ત હોય તેને તે તે માંથી રોકે, એ પ્રમાણે ગણની (સાધુસમુદાયની) સંભાળ કરનારાને ‘પ્રવર્તક’ કહ્યા છે. ‘પ્રવર્તકે તે તે આરાધનામાં જોડેલા જે સાધુઓ છતી શક્તિએ પણ પ્રમાદ કરે, તેઓને તે આરાધનામાં પુન: સ્થિર કરનારા (જોડનારા) સ્થવિરો’ કહેવાય છે. (૪)’’ અહીં વન્દનીયના પ્રકારોમાં ‘ગણાવચ્છેદક’ ને ગણ્યા નથી, તો પણ આચાર્યાદિની સાથે તેઓ પણ ગચ્છને ઉપકારક હોવાથી તેઓને પણ વન્દનીયમાં ગણવા. કહ્યું છે – उद्भावणा पहावण, खित्तोवहिमग्गणासु अविसाइ । सुत्तत्थतदुभयविऊ, गणवच्छो एरिसो होइ ॥ १ ॥ ( श्री आव०नि० गा० १९९५ वृत्ति) ભાવાર્થ— ‘‘સૂત્ર, અર્થ અને તદુભય (સૂત્રાર્થ) – એ ત્રણેય પ્રકારે શ્રુતના જાણ ગીતાર્થ, તથા જેઓ સર્વ ગણને (સાધુસમુદાયને) માટે ક્ષેત્ર (વસતિ), ઉપધિ (વસ્ત્રાદિ) તથા આહાર આદિ સંયમમાં ઉપયોગી સર્વ સામગ્રી મેળવવા માટે સતત વિહાર કરનાર (ફરનારા) અને વારંવાર પરિશ્રમ ઉઠાવવા છતાં જરાય વિષાદને (નિરુત્સાહને) નહિ કરનારા હોય, તેઓ ‘ગણાવચ્છેદક’ કહેવાય છે. (આની ટીકામાં ગણાવચ્છેદકને સ્થવિરની સાથે ભેગા ગણ્યા છે, જ્યારે ભાષ્યની અવસૂરીમાં તો રત્નાધિકને જ ગણાવચ્છેદક કહ્યા છે, માટે સંખ્યા ચારની જ ગણવી.) એ આચાર્ય વિગેરે પાંચેય (ચારેય) ચારિત્રપર્યાયથી ન્યૂન (નાના) હોય તો પણ વન્દનીય છે. તે ઉપરાંત ચારિત્ર રૂપ પર્યાયથી જે અધિક હોય (મોટા હોય) તે બધા રત્નાધિક કહેવાય, એવા પોતાનાથી દીક્ષા પર્યાયમાં જેઓ વડિલ હોય તેઓને સાધુએ વન્દન કરવું. (શ્રાવકને તો સર્વે વન્દનીય છે.) શ્રી આવશ્યકચૂર્ણીમાં તો અન્ય આચાર્યોના * સ્થવિરના ત્રણ પ્રકારો છે. જેઓ શ્રી સમવાયાંગ નામના ચોથા અંગ સુધીના સૂત્ર–અર્થને જાણનારા હોય તેઓ ‘જ્ઞાનસ્થવિર’, જેઓનો દીક્ષાપર્યાય વીસ વર્ષનો કે તેથી વધુ હોય તેઓ ‘પર્યાયસ્થવિર' અને જેઓ જન્મથી સીત્તેર કે વધુ વર્ષની ઉમ્મરવાળા હોય તેઓ ‘વયસ્થવિર’ કહેવાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર શ્રાદ્ધદિનકૃત્ય - મતે આ પ્રમાણે પણ કહ્યું છે કે- ‘‘અન્ને પુળ મતિ-અન્નોવિનો તાવિહોરાયળિઓ તો વંવેઅવ્યો, રાયળિઓ નામ નો નાળ-વંશળ-ચરળ-સાહળેનુ મુકુ પયઓ ત્તિ ’” (શ્રી આવ. સ્થૂળી- 1-વન્દ્રન અધ્ય૰) અર્થાત્~‘‘બીજા પણ જે તથાવિધ રત્નાધિક હોય તેમને વન્દન કરવું. રત્નાધિક એટલે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધનામાં સુંદર પ્રયત્નવાન હોય.’’ (તાત્પર્ય કે– તે નાના હોય તો પણ વન્દન કરવું.) એ ‘પાંચ વન્દનીય રૂપ’ ગુરુવંદનનું સાતમું દ્વાર કહ્યું. 138 હવે ગુરુવન્દનના આઠમા દ્વારથી જેમને વન્દન કરવાનો નિષેધ છે. તે ‘અવન્દનીય’ નું સ્વરૂપ કહે છે– पासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो । अहछंदो वि अ एए, अवंदणिज्जा जिणमयंमि ॥ १ ॥ ( श्री प्रव० सा० गा० १०३) ભાવાર્થ – ‘‘પાસત્થો, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ, – એ પાંચ પ્રકારના સાધુને જૈન આગમમાં અવન્દનીય કહ્યા છે.’’ તેમાં ‘પાસસ્થાનું’ સ્વરૂપ નીચે પ્રમાણે છે— જ્ઞાનાદિ ગુણોની પાસે (બાજુમાં) રહે (અર્થાત્ જેનામાં જ્ઞાનાદિ ગુણો તત્ત્વથી પ્રગટયા ન હોય) તે ‘પાર્શ્વસ્થ’, અથવા તો જે મિથ્યાત્વ વિગેરે કર્મ બંધનાં કારણો રૂપી ‘પાશ’ (બંધનો)માં રહે (રમે) તે ‘પાસ્થ્ય', એ પાર્શ્વસ્થ અને પાશસ્થ’ બન્નેને ‘પાસત્થો’ કહેવાય છે. 1 सो पासत्थो दुविहो, सव्वे देसे य होइ नायव्वो । सव्वंमि नाणदंसण - चरणाणं जो उपासम्मि ॥१॥ देसम्मि य पासत्थो, सिज्जायरभिहडरायपिंडं च । नीयं च अग्गपिंडं, भुंजइ निक्कारणे चेव ॥२॥ कुलनिस्साए विहर, ठवणकुलाणि य अकारणे विसइ । संखडिपलोयणाए, गच्छइ तह संथवं कुणइ ॥ ३ ॥ ( श्री प्रव० सा० गा० १०४ थी १०६) ભાવાર્થ— “આ પાસસ્થાના બે પ્રકારો છે. એક સર્વથા પાસસ્થો અને બીજો દેશથી પાસત્યો. તેમાં જે જ્ઞાનાદિ ગુણોની પાસે રહે (જેનામાં એ ગુણો ન હોય) –માત્ર વેષધારી હોય તે ‘સર્વપાસત્થો’ જાણવો અને જે નિષ્કારણે શય્યાતરનો પિંડ, અભ્યાહ્નતપિંડ (સામે લાવેલાં આહારાદિ), રાજપિંડ, નિત્યપિંડ કે અગ્રપિંડને વાપરે; અમુક ફુલોની (ઘરોની) નિશ્રાએ (આધારે) જીવે, સ્થાપનાકુળોમાં નિષ્કારણ વહોરે, સંખડી (જમણવાર) જોતો રહે અને પૂર્વપશ્ચાત્ સંસ્તવ (ગૃહસ્થોની પ્રશંસા) કરે, તે દેશપાસત્યો’ જાણવો. અહીં જેના મકાનમાં રહે તે મકાનનો માલિક શય્યાતર કહેવાય, તેના ઘરનો પિંડ તે શય્યાતરપિંડ કહેવાય. ગૃહસ્થે સામે લાવેલો પિંડ અભ્યાતપિંડ કહેવાય. અમાત્ય-મંત્રી-શેઠ-સેનાપતિ વિગેરે સમાંગ રાજ્યવાળો રાજા–તેનો પિંડ તે રાજપિંડ કહેવાય. હંમેશાં એક જ પ્રકારનો અમુક જ પિંડ તે નિત્યપિંડ. તૈયાર થયેલ વસ્તુની ઉપરનો (તર–તાજો) પ્રથમ પિંડ તે અગ્રપિંડ કહેવાય. (એવાં આહારાદિ વાપરે.) વળી ‘અમુક ઘરો મેં પોતે જ ધર્મી બનાવ્યાં છે, માટે મારાં પોતાનાં ભક્ત છે’ –એમ માનીને તેના જ ઘરોનો પિંડ લેવો તે કુલનિશ્રા. પ્રાથુર્ણક સાધુ આવે તેને માટે કે આચાર્યાદિ ગચ્છપતિને અંગે નિશ્ચિત કરેલાં (દરરોજ જેને ત્યાં સર્વ સાધુ ગોચરી ન જાય પણ કારણે જ જાય) તે સ્થાપિત કુલ કહેવાય. (એ બધાનો આહાર વિગેરે વાપરે.) વળી જ્યાં સામુદાયિક જમણ હોય તે સંખડી કહેવાય. તેવા જમણવારની શોધ કરતો ફરે. ગૃહસ્થની આહાર લેતાં પહેલાં કે પછીથી પ્રશંસા કરીને આહાર લે, તે સંસ્તવપિંડ કહેવાય. એવા Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 139 ) ગુરુવંદન અધિકાર દાતારની પ્રશંસા કરીને સારાં આહારાદિ મેળવે આવા પિંડને વાપરનાર સાધુને દશપાસત્યો જાણવો. હવે “ઓસન્ન નું સ્વરૂપ કહે છે. શિથિલતાથી મોક્ષમાર્ગમાં થાકેલાની જેમ ક્રિયામાં જે નિરુત્સાહી (કિયાદરિદ્રી) હોય તે ઓસન્ન કહેવાય છે. ओसन्नो वि अदुविहो, सव्वे देसे य तत्थ सव्वंमि । ૩૩(નવ)વપીઢwત્તો, વિયામોટું મનાયવો II आवस्सयसज्झाए, पडिलेहणझाणभिक्खअभत्तट्टे । आगमणे निग्गमणे, ठाणे अनिसीयण तुअट्टे ॥२॥ आवस्सयाइआइं, न करइ अहवा विहीणमहिआई । ગુરુવાવતા તહા, મળનો પણ૩મોન્નો પાર . (શ્રી પ્રવી' ૨૦૭ થી ૨૦૨) ભાવાર્થ-“આ ઓસન્ન' ના પણ સર્વ-ઓસન્નો અને દેશ-ઓસન્નો એમ બે પ્રકાર છે. તેમાં જે મવદ્ધપીત્તવ' એટલે સાધુને અંગે ચોમાસાના કાળમાં શયનાદિ માટે એક સળંગ પાટીયું (પાટ) મેળવે અને જો તેવું ન મળે તો અનેક પાટીયાને પણ વાંસડા-દોરડા સાથે બાંધીને તેના ઉપર શયનાદિ કરે તથા દર પખવાડીયે તેને છોડીને પ્રમાજીને પુન: બાંધે,'-એમ જિન-આજ્ઞા છે. તે પ્રમાણે જે પખવાડીયે પણ પડિલેહણન કરે, અગર તો જે વારંવાર ઘણીવખત શયન વિગેરે કરવા માટે સંથારાને સતત પાથરેલો જ રાખે, અથવા તો સંથારો બીલકુલ પાથર્યા વિના જ જે સૂઈ રહે, તે દરેક અવબદ્ધપીઠફલક' કહેવાય. અને કોઈ જગ્યાએ ‘૩૩વદ્ધ પાઠ છે, ત્યાં એમ સમજવું કે-ચોમાસા સિવાયના શેષ આઠ મહિનામાં જે વિના કારણે પાટ-પાટલાદિનો ઉપયોગ કરે તે "ઋતુબદ્ધપીઠફલક' કહેવાય. વળી ગૃહસ્થ વહોરાવવા માટે રાખી મૂકેલો હોય તે સ્થાપનાપિંડ કહેવાય. સાધુને વહોરાવવાના ઉદ્દેશ વહેલી કે મોડી રસોઈ બનાવે કે સાધુના આગમનને ઉદ્દેશીને લગ્નાદિ વહેલા-મોડા કરે (એમ માને કે–તે વખતે કરવાથી સાધુભક્તિનો લાભ મળે.), એ રીતિએ વહેલો-મોડો બનાવેલો પિંડ પ્રાકૃતિકાપિંડ' કહેવાય. આ સ્થાપના કે પ્રાભૂતિકા દોષવાળા પિંડને ગ્રહણ કરનારા સ્થાપિતકભોગી' કહેવાય. જે આવો અવબદ્ધપીઠફલકતથા સ્થાપિતભોગી હોય, તે સર્વથા અવસગ્ન' જાણવો. વળી પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા,’ રહેવા માટે ધર્મશાળાદિ મકાનતે ‘શય્યા,’ વાચનાપૃચ્છાદિક સ્વાધ્યાય,’ તથા વસ્ત્ર–પાત્ર વિગેરેનું પડિલેહણ,’ ધર્મધ્યાનાદિ ધ્યાન,’ આહાર-પાણી લાવવાં તે ભિક્ષા, ભોજન કે માંડલીનાં કાર્યો સાચવવાં તે ભક્તાર્થ,' બહારથી ઉપાશ્રયમાં આવવું તે ‘આગમન,’ બહાર જવું તે નિર્ગમન, કાઉસ્સગ્નાદિ માટે ઊભા રહેવું તે સ્થાન.' બેસવું તે નિષદન,’ તથા શયન કરવું તે ત્વવર્તન; આ આવશ્યક વિગેરે ઉપર જણાવ્યા તે સાધુના આચારો સર્વથા પાળે નહિ કરે નહિ) અથવા ન્યૂનાધિક કરે, એટલે કે-જ્યાં જે વખતે ન કરવાનાં હોય ત્યાં તે વખતે કરે, જેમ-તેમ કરે તથા ગુરુના કહેવા છતાં ન કરે, કરે તો ગુરુને કઠોર શબ્દથી પ્રતિકાર કરીને કરે (વિગેરે વિસ્તૃત વિવેચન શ્રી પ્રવચનસારોદ્ધાર વિગેરેમાંથી જોવું.); એ રીતિએ આવશ્યકાદિ સાધુસામાચારીમાં જે દરિદ્ર-કંગાળ હોય તે દેશ (અવસત્ર) ઓસન્નો જાણવો. (૩)” * આ પાસત્થા વિગેરેનું સ્વરૂપ આ ગ્રંથમાં નથી, છતાં સ્પષ્ટ સમજાય તે માટે શ્રી પ્રવચનસારોદ્ધારની વૃત્તિને આધારે કાંઇક વિસ્તારથી લખ્યું છે. પાસસ્થાને કેટલાક એકાન્ત ચારિત્રરહિત માને છે તે યુક્ત નથી. જો સર્વથા ચારિત્રનો અભાવ હોય તો સર્વપાસત્યો અને દેશપાસત્યો એમ ભેદ જ કેમ ઘટે ? શ્રી નિશીથચૂર્ણિની સાક્ષી આપીને શ્રી પ્રવચનસારોદ્ધારની ટીકામાં પાર્થસ્થને સર્વથા ચારિત્ર વિનાનો નહિ પણ મલિન ચારિત્રવાળો કહ્યો છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર (140) શ્રાદ્ધદિનકૃત્ય હવે “કુશીલ'નું સ્વરૂપ કહે છે. જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો ઘાત કરનારા દુષ્ટ સ્વભાવ (શીલ) વાળા હોય, તે કુશીલ કહેવાય છે. તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્ર કુશીલ-એમ ત્રણ પ્રકારો નીચે પ્રમાણે કહ્યા कालविणयाइरहिओ, नाणकुसीलो अदंसणे इणमो । निस्संकिआइविजुओ, चरणकुसीलो इमो होइ ॥१॥ कोऊअभूइकम्मे, पसिणापसिणे निमित्तमाजीवी । વ રુ દ્ધqન, ૩વની વિનમ્રતા રા (શ્રી પ્રવ. સ. TI, ૨૨૦-૨૨૩) ભાવાર્થ– “કાલ, વિનય વિગેરે જ્ઞાનના આઠ આચારોનો વિરાધક તેજ્ઞાનકુશીલ જાણવો અને નિ:શંકિત, નિષ્કાંક્ષિત વિગેરે દર્શનના આઠ આચારોનો વિરાધક તે દર્શનકુશીલ જાણવો. ત્રીજા ચારિત્રકુશીલનું લક્ષણ આ પ્રમાણે છે- કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નપ્રશ્ન, નિમિત્ત, આજીવક, કલ્કફુરકાદિ લક્ષણ, વિદ્યા તથા મંત્ર વિગેરેના બળથી જે આજીવિકાને (આહારદિને) મેળવનારો હોય તે ચારિત્રકુશીલ કહેવાય છે. તેમાં લોકોમાં પોતાની ખ્યાતિમાન મેળવવા કે સ્ત્રી વિગેરે બીજાઓને પુત્ર આદિની પ્રાપ્તિ કરાવવા માટે જાહેરમાં વિવિધ ઔષધિઓ મેળવીને તેનાં) પાણી આપે, સ્નાન કરાવે કે મૂળીયાં વિગેરે બાંધે, તે કૌતુક સમજવાં, અથવા તો મુખમાં ગોળીઓ નાખીને કાન કે નાકમાંથી કાઢવી, મુખમાંથી અગ્નિકાઢવો વિગેરે આશ્ચર્યકરવાં, તે કૌતુક સમજવાં; તાવવિગેરે બીમારીવાળાની આજુબાજુ ચારેય દિશામાં મંત્રેલી રક્ષા (ભસ્મ) નાખવી, તે ભૂતિકર્મ' કહેવાય; બીજાએ પૂછવાથી કે વિના પૂછ્યું તેના મનમાં રહેલા ભાવોને સ્વપ્નમાં આરાધેલી કોઈ વિદ્યાના કહેવાથી કે કર્ણપિશાચિકા અગર મંત્રથી અભિષેક કરેલી ઘંટડી વિગેરે દ્વારા જાણીને બીજાને કહેવા, તે પ્રશ્નાપ્રશ્ન' કહેવાય; નિમિત્તશાસ્ત્રના બળે ભૂત, ભાવિ અને વર્તમાન ભાવોને કહેવા, તે નિમિત્ત કહેવાય; આજીવક એટલે જાતિ, કુલ, તપ, શ્રત, શીલ્પ, કર્મ અને ગણ–એ સાત વડે દાતાર(ગૃહસ્થ)ની આગળ પોતે પણ તેના જેવો જ છે એમ કહી, જાતિ વિગેરેથી પોતાની સમાનતા બતાવીને, એ રીતિએ દાતારનો પોતાના તરફ આદર વધારીને આહારાદિમેળવે, તે આજીવક કહેવાય. જેમ કે કોઈ બ્રાહ્મણને કહે કે-હું પણ બ્રાહ્મણ છું, તેથી તેને સાધુ ઉપર પ્રીતિ થાય અને આહારાદિ વસ્તુઓ વહોરાવે, તે રીતિએ જાતિની સમાનતાથી આજીવિકા ચલાવનારો જાતિ-આજીવક વિગેરે સ્વયંસમજવું. વળી શઠતાથી બીજાઓને ઠગવા, તે કકુરુકા’ સમજવી. અન્ય આચાર્યો તો, પ્રસૂતિ આદિ રોગોમાં ખારપાતન કરાવવું અથવા પોતાના શરીરે લોધક વિગેરેનું ઉદ્વર્તન કરવું તેને 'કકહેવાય અને સ્નાન કરવું કે સ્ત્રી-પુરુષાદિનાં લક્ષણો કહેવા તે કુરુકા' કહેવાય-એમ જૂદી જૂદો અર્થ કરે છે. જેની અધિષ્ઠાતા દેવી હોય તે વિદ્યા અને જેનો અધિષ્ઠાતા દેવહોયતે મંત્ર,’ અગર સાધના કરવી પડે તે વિદ્યા અને સાધ્યા વિના પાઠ (ઉચ્ચાર) માત્રથી કાર્ય થાય તે મંત્ર'; સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં સ્ત્રી-પુરુષોની રેખાઓ-મસ-તલ વિગેરે લક્ષણો જોઈ ભૂત–ભાવિ ભાવોને કહેવા તે લક્ષણ, એ સિવાય પણ સ્ત્રી-પુરુષને પરસ્પર દ્વેષ કરાવવો કે દ્વેષ હોય તો મેળ કરાવવો, અથવા ગર્ભધારણ કરાવવો કે ગર્ભનાશ કરાવવો, તે મૂલકર્મ જાણવું; તથા ચૂર્ણ–યોગના પ્રયોગ, શરીરશોભા, એ કૌતુક વિગેરે ઉપર જણાવેલાં ચારિત્રને મલિન કરનારાં કાર્યોને કરનારો સાધુ ચરણકુશીલ જાણવો. હવે ‘સંસક્તનું સ્વરૂપ કહે છે– સંવેગી–અસંવેગી જેવા સાધુ મળે તેની તેની સાથે જે લેવો અને તેના જેવો વર્તાવ કરે) તે સંસક્ત’ જાણવો. કહ્યું છે કે– Page #160 -------------------------------------------------------------------------- ________________ ( 141 ) શ્રાદ્ધદિનકૃત્ય ગુરુવંદન અધિકાર पासत्थाईएसुं, संविगेसुं च जत्थ मिलई उ । तहि तारिसओ होई, पिअधम्मो अहव इयरो अ॥१॥ सो दुविअप्पो भणिओ, जिणेहिं जिअरागदोसमोहेहिं । wો ય સંવિત્તિકો, સંકિતિદ્દો તહી નો પારા (શ્રી પ્રર્વ સી૨૬૮-૨૨૦) ભાવાર્થ– “ઉપર જણાવ્યા તે પાસત્યાદિની સાથે કે સંવિગ્નોની સાથે જે જ્યાં જ્યાં મળે (જેની સાથે મળે) ત્યાં ત્યાં તેના જેવો પ્રિયધર્મી અથવા અપ્રિયધર્મી તરીકેનો વર્તાવ કરે, તે સંસક્ત કહેવાય. તેના એક “સંક્ષિણ’ અને બીજો ‘અસંક્લિષ્ટ એમ બે ભેદ રાગ, દ્વેષ અને મોહાદિનો વિજય કરનારા શ્રી જિનેશ્વરોએ કહ્યા છે.” ઉપર જણાવ્યા પ્રમાણે ગુણ અને દોષથી જે મિશ્ર થઈ જાય તે સંસક્ત કહેવાય. જેમ ગાયના ખાણના ટોપલામાં ખોળ, પાસ વિગેરે એઠું–જુઠું અને ચોખ્ખું બધું ભેગું હોય, તેમ સંસક્તમાં અહિંસાવ્રતાદિ મૂલગુણો અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો હોવા છતાં ઘણા દોષો પણ ભેગા હોય, માટે તેને સંસક્ત જણાવ્યો છે. તેમાં જે ‘પ્રાણાતિપાત, અસત્ય' આદિ પાંચ આશ્રવો (પાપો)માં પ્રવૃત્તિ કરનારો તથા ઋદ્ધિગારવાદિ ત્રણ ગારવામાં આસક્ત, સ્ત્રી પ્રતિસેવી અને ગૃહસ્થનાં ધન-ધાન્ય-ઢોર તેમજ માણસોની સંભાળ રાખનારો, એવિગેરે દોષવાળો હોય તેને સંક્લિષ્ટ સંસક્ત કહ્યો છે, અને ઉપર જણાવ્યું તેમ જે જેની સાથે ભળે–તેના જેવો થઈ જાય તેને અસંક્લિષ્ટ' સંસક્ત જાણવો. “સંક્ષિણ-સંસક્ત’ ધર્મરહિત હોય છે અને અસંક્ષિણ-સંસક્ત ધર્મપ્રિય હોય છે. એ પ્રમાણે સંસક્તનું સ્વરૂપ કહ્યું. " હવે “યથાછંદનું સ્વરૂપ કહે છે. ગુરૂઆશા કે આગમની દરકાર રાખ્યા વિના જે સર્વ કાર્યોમાં પોતાના અભિપ્રાય પ્રમાણે-જેમ ફાવે તેમ વર્તન કરે, તે યથાછંદ જાણવો. કહ્યું છે કે– उस्सुत्तमणुवइटें, सच्छंदविगप्पिअं अणणुवाई । પત્તિ વૉટ્ટ, તિબેગ રૂમો મહીછો III (શ્રી પ્રવાસી - ૨૨૨) ભાવાર્થ– “ઉસૂત્ર, જિનેશ્વરોએ નહિ કહેલું, પોતાની બુદ્ધિથી કલ્પેલું અને જે આગમને અનુસરતું ન હોય, એવું (વિરુદ્ધ) આચરણ કરનારો, એવો વિરુદ્ધ ઉપદેશકરનારોવળી ગૃહસ્થોનાં કામો કરનારો, કરાવનારો તથા તેની પ્રશંસા કરનારો અને વારંવાર ગુસ્સે થનારો; આવા સાધુને યથાછંદ જાણવો.” યથાણંદ સાધુ, ઉત્સવ આચરનારો અને જિનેશ્વરોએ નહિ કહેલું એવું પોતાની ઈચ્છા પ્રમાણે આચરનારો તથા તેવો ઉપદેશ કરનારો હોય છે અને તેથી તે સિદ્ધાન્તને અનુસરતો નથી. વળી તે ગૃહસ્થનાં સાવદ્ય કાર્યો કરવા, કરાવવા અને અનુમોદવાવાળો હોય છે તથા કોઈ સાધુનો સ્વલ્પ પણ અપરાધ થતાં વારંવાર ગુસ્સો કરે છે, તેમજ પોતાની બુદ્ધિથી કલ્પલાં નજીવાં આલંબનો આગળ કરીને એશઆરામી બને છે તથા વિગઈઓ વિગેરે ખાવામાં લોલુપી હોય છે અને રસગારવ વિગેરે ત્રણ ગારોથી યુક્ત હોય છે. પાસત્થા વગેરેને વંદન કરવાથી લાભ તો ન થાય, બલ્ક નુક્સાન થાય. કહ્યું છે કે– पासत्थाइ वंदमाणस्स, नेव कित्ती न निजरा होइ । कायकिलेसं एमेव, कुणइ तह कम्मबंधं च ॥१॥ (श्री आव०नि० गा० ११०८) ભાવાર્થ– “પાસત્યા વિગેરેને વન્દન કરવાથી કીર્તિ પણ વધતી નથી અને કર્મનિર્જરા પણ થતી નથી, માત્ર કાયકષ્ટ થાય છે અને વિશેષમાં અશુભ કર્મનો બંધ થવારૂપનુકસાન થાય છે.” Page #161 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર 142 ) શ્રાદ્ધદિનકૃત્ય વધારે શું? તેઓનો સંગ કરનારા બીજા ગુણવંત (સાધુઆચારનું પાલન કરનારા) સાધુઓનેય વન્દન કરવું વ્યાજબી નથી. કહ્યું છે કે असुइट्ठाणे पडिआ, चंपगमाला न कीरई सीसे । पासत्थाईठाणेसु, वट्टमाणा तह अपुजा ॥१॥ पक्कणकुले वसंतो, सउणीपारो वि गरहिओ होइ । રૂમ ઢિમા સુવિદિના, મલ્ફિ વસંતા સીતાનું અરા (શ્રી માવનિર્યું. TI૨૬૨૬-૨૨૨૨) ભાવાર્થ-જેમ અશુચિમાં પડેલી ચંપાના પુષ્પોની માળા પણ મસ્તકે ધારણ કરવા લાયક રહેતી નથી, તેમ પાસત્કાદિનો સંસર્ગ કરનારા (તેમની સાથે રહેનારા) ઉત્તમ સાધુઓ પણ પૂજવા લાયક રહેતા નથી. વળી ચાંડાલાદિ નીચ કુલવાળાની સોબતથી જેમ ચૌદ વિદ્યાનો પારગામી પણ નિંદાનું પાત્ર બને છે, તેમ પાસત્યાદિ દુરાચરણવાળાઓની સાથે રહેનારા સુવિહિત સાધુઓ પણ નિન્દાનું પાત્ર બને છે.” | (આ વિષયમાં શ્રી આવશ્યકનિયુક્તિવન્દન અધ્યયનમાં વિસ્તૃત ચર્ચા છે. શાસનને નુકસાન વિગેરે થાય તેવા વિશિષ્ટ કારણો સિવાય પાસત્થા વગેરેને વન્દન કરી શકાય નહિ. હા, કોઈ વિશિષ્ટ કારણે માત્ર બાહ્ય દેખાવ રૂપેદ્રવ્યવન્દન કરવાનો વિરોધ નથી, પણ તેને સુસાધુ માનીને ભાવપૂર્વક કર્મ નિર્જરાદિના ઉદ્દેશે તો વન્દન કરાય નહિ. તેવા કોઈ વિશિષ્ટ કારણે પણ જો તેવું બાહ્ય દ્રવ્યવન્દન ન કરે તો નુકશાનનું કારણ છે, વગેરે સ્યાદ્વાદ ધર્મને સમજીને કારણે નિષ્કપટી હવું, સુણો સંતાજી; એ આણા છે તંત, ગુણવંતાજી.” એ પૂ. ઉપા. મહારાજના વચનને અનુસરવું એ સાચો માર્ગ છે.) શ્રી આવશ્યકનિયુક્તિની ચર્ચાનો ભાવાર્થ એ છે કે – જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિગેરેને કારણે કોઇ વાર પાસત્થા વગેરેને પણ વન્દન કરવું તેઓ ચારિત્રથી મલિન છે, છતાં સર્વથા દર્શન (સમતિ)થી ભ્રષ્ટ જ છે, એમ નથી. આમ છતાં જેઓ કારણ વિના પણ, 'પ્રભુનો કહેલો સાધુવેષ ધારણ કરનારા હોય તે સર્વ સાધ જ છે, માટે આપણે તો પૂજ્ય છે' - એમ કહીને વન્દન કરવાનું કહે છે તે અનુચિત છે. જો વેષને વન્દન કરવામાં આવે, તો જમાલી વિગેરે નિહ્નવોને પણ વન્દન કરવાનો પ્રસંગ આવે. અહીં એ પ્રશ્ન થાય છે કે – “જો અપરિચિત સાધુના આચાર-વિચાર જાણ્યા ન હોય તો તેમને વન્દન કરવું કે નહિ? વળી સાધુઓના ભાવને કોણ જાણી શકે? સાધુ જેવી પ્રવૃત્તિ કરનારા છતાં વિનયરત્નની જેમ અભવ્યો પણ હોય અને બહારથી શિથિલ દેખાતાં છતાં સાધુતાના રાગી ઉત્તમ પણ હોય.” એનું સમાધાન એ છે કે – “પૂર્વે નહિ જોયેલા કે નહિ જાણેલા અપરિચિત સાધુને પણ પ્રથમ સત્કાર-સન્માન કરવાનો વિરોધ નથી. એમ કરવાથી તો સત્કાર કરનારનો વિનયગુણ જોઇને તે સાધુને શિથિલતામાંથી સન્માર્ગે આવી જવાનો સંભવ છે. પરન્તુ ગુરવન્દનાદિ વિશિષ્ટ વ્યવહાર તો તેમની ઉત્તમતાને જાણ્યા પછી જ કરવો. પરિચિત સાધુ માટે તો, જો તે ઉધતવિહારી હોય તો અભ્યત્યાન વન્દન વિગેરે સઘળો વ્યવહાર કરવો અને શિથિલવિહારી હોય તો સકારાદિ પણ ન કરવું. કોઇ ગાઢ કારણે તેમનો પર્યાય-બ્રહ્મચર્ય-સમાજમાં તેમનું મહત્ત્વ–પીઠબળ-ક્ષેત્રબળ-કાળબળને તેમના આગમબળનો વિચાર કરીને, ગુલાઘવતા (લાભ-હાનિનો વિચાર કરતાં જેમ ઓછું નુકશાન અને વધુ લાભ થાય તેમ સત્કાર, સન્માન વન્દન પણ કરવું.” કોઇ પ્રશ્ન કરે કે – “તીર્થંકરની પ્રતિમા નિર્ગુણી છે, છતાં તેમાં ગુણોનો આરોપ કરીને તેને પૂજન કરાય છે, તેમ ગુરુને માટે પણ તેઓને ગુણવાન માનીને વન્દનાદિ કરવું એમાં શું વાંધો છે?” તેના સમાધાનમાં જણાવવાનું કે –“તે પ્રશ્ન વ્યાજબી નથી, કારણકેતીર્થકરની મૂર્તિમાં ગુણારોપણ કરીને પૂજવા છતાં તેમાં અવગુણ નહિ હોવાથી અવગુણનું પોષણ થતું નથી, જ્યારે શિથિલાચારીઓમાં તો અવગુણો પ્રત્યક્ષ હોવાથી અવગુણનું પોષણ થાય છે, જેથી તેને તથા વન્દનાદિ કરનારને દુર્ગુણનું પોષણ કરવા-કરાવવા રૂપ અહિત થાય છે. હા, અપરિચિત પાસસ્થાદિને પણ નિષ્પક્ષપાતપણે ચકાસી જોવા છતાંય છદ્મસ્થપણાને લીધે તેમનાં દૂષણો જાણવામાં ન આવે અને તેથી સુસાધુ રૂપે માનીને તેઓની ઉપાસના કરે તો ઉપાસના કરનારને લાભ થાય છે, પણ દૂષણો જાણવા-જોવા છતાંય ઉપાસના કરે તો ભલે ભાવ શુદ્ધ હોય, પણ બન્નેનું અહિત થાય જ છે, માટે જ અભવ્ય ગુરુઓથી પણ, તેઓને અજાણપણાથી શુદ્ધ માનીને ઉપાસના કરનારાઓ તરી ગયાનાં અને જાણ થતાં જ પોતાના ઉપકારી હોય - ગુરુ હોય- શિષ્ય હોય- સ્વજનસંબંધી હોય કે ગચ્છના આચાર્ય હોય, તેવાને પણ ત્યજી દીધાનાં દષ્ટાંતો શાસ્ત્રમાં મળે છે.” અહીં એમ પ્રશ્ન થાય કે – “જે અવન્દનીય પાસત્થા વિગેરે છે તેઓનું જીવન તો સમાજ ઉપર જ છે, જો Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 143 ) 143) ગુરુવંદન અધિકાર એ પ્રમાણે ગુરુવન્દનનું “પાંચ અવન્દનીય રૂપ આઠમું દ્વાર કહ્યું. હવે પાંચ ઉદાહરણ' નામનું નવમું દ્વાર કહે છે. પાંચ પ્રકારનાં વન્દનમાં દ્રવ્ય અને ભાવ’ વન્દન કેવી રીતિએ થાય, તે સમજાવવા માટે પાંચ ઉદાહરણો કહ્યાં છે. તેમાં ૧-ગુરુના ગુણોની સ્તુતિ કરવી તે સત્કારવન્દન કહેવાય છે, ૨-દ્રવ્યથી રજોહરણાદિને ધારણ કરવાં-ભાવથી જ્ઞાનાદિ ગુણોને ધારણ કરવા તે ચિતિ (સંચય રૂ૫) વન્દન કહેવાય છે, ૩- વાંદણાનાં આવર્તો વગેરે વિધિથી વન્દન કરવું તે આવર્તવન્દન કહેવાય છે, ૪- મસ્તક નમાવવા વગેરેથી નમસ્કારવન્દન કહેવાય છે, અને ૫-વિનય કરવાથી વિનયવદન કહેવાય છે. ગુરુવન્દનભાષ્યમાં અને શ્રી આવશ્યકનિયુક્તિ વગેરેમાં આ પાંચેય વન્દનોનાં અનુક્રમે ‘વન્દનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજનકર્મ અને વિનયકર્મ-એમ નામો આપ્યાં છે. આ પાંચેયનું દ્રવ્ય અને ભાવથી સ્વરૂપ સમજાવવા માટે અનુક્રમે ૧-શીતલાચાર્યનું, ૨-ફુલ્લકાચાર્યનું ૩-કૃષ્ણજી અને વીરકનું, ૪-બે રાજસેવકોનું, અને પશામ્બ તથા પાલકનું,-એમ પાંચ દષ્ટાન્તો શાસ્ત્રોમાં કહેલાં છે. કહ્યું છે કે – दव्वे भावे वंदणे-रयहरणाऽऽवत्त-नमण-विणएहिं । લીગત-પુડુચ-ળે, સેવ પાતય-ડાદરણI III ભાવાર્થ– “૧–વન્દન, ૨-રજોહરણ આદિ સંગ્રહ, ૩-આવર્ત (વાંદણાં), ૪-નમસ્કાર અને ૫વિનય,-એ પાંચ પ્રકારનાં દ્રવ્ય અને ભાવ વન્દનોમાં અનુક્રમે ૧-શીતલ, ૨-શુલ્લક, ૩-કૃષ્ણ, ૪-સેવક અને ૫-પાલકનાં ઉદાહરણો જાણવાં.” તેઓને છોડી દેવામાં આવે તો તે બીચારાઓનું શું થાય ? આંગણે આવેલા ભિખારીને પણ નિરાશ નહિ કરવાનો શ્રાવકનો આચાર છે, તો અનુકંપાબુદ્ધિથી પાસત્યાદિની સેવા કરવામાં શું વાંધો?” એનું સમાધાન એમ સમજવું કે—“એવા પાત્રને તો અનુકંપાના પાત્ર પણ નથી માન્યા. ભિખારીને ટુકડો આપવાથી તો જૈનશાસનને નુકસાન થતું નથી, પણ ઊલટી જૈનોની ઉદારતા, દયા વગેરે ગુણોની પ્રસિદ્ધિ થાય છે, જ્યારે પાસત્યાદિને સહાય કરવાથી તેઓ દ્વારા સાધુતાની–શાસનની અપકીર્તિ થાય છે, તેઓનાં માયા-કપટ વગેરે દૂષણો પોષાય છે, એમ ઘણું નુક્સાન છે. પૂ. ઉપા. મહારાજ કહે છે કે – “દોષ કુપાત્રે પાત્રમતિ એ, નહિ અનુકંપા મારે ભવિકા.' અર્થાત્ – કુપાત્રમાં પાત્રતાની બુદ્ધિકરવી તે અનુકંપા પણ નથી, પણ તેના દુર્ગુણને પોષણ કરવારૂપદોષછે. અનુકંપાદાનદયાપાત્રને માટે છે, બાકી અવગુણીની ભિક્ષા તો પૌરષદની' કહી છે, આપનારને પણ નુકસાન કરે છે, માટે સર્વત્ર શાસ્ત્રકથિત વચનોમાં વિવેકનો આદર કરવો. ૧. શીતલાચાર્ય- આ નામના એક જૈનાચાર્ય હતા, તેમની બહેનના ચાર પુત્રોએ અન્ય ગુરુ પાસે દીક્ષા લીધી હતી. એક વખત તેઓ પોતાના મામા) શીતલાચાર્યને વન્દન કરવા માટે નીકળ્યા. તેઓ માર્ગમાં ચાલતાં વિલંબ થવાથી શીતલાચાર્યજ્યાં હતાં ત્યાં સાંજે ન પહોંચી શક્યા અને રાત્રિએ ગામની બહાર એક સ્થાનમાં રહ્યા. પછી તેઓએ પોતાના આગમનના સમાચાર શ્રી શીતલાચાર્યને પહોંચાડ્યા. આથી શીતલાચાર્ય ખૂશી થયા અને સવારે હમણાં આવશે-હમણાં આવશે” એમ રાહ જોવા લાગ્યા. અહીં તે ચારેય મુનિઓને તે રાત્રિમાં ગુરુવન્દન કરવાની નિર્મળ ભાવના રૂપ શુભ ધ્યાનને યોગે કેવલજ્ઞાન પ્રગટ થયું, જેથી તેઓ વન્દન કરવા ગયા નહિ. આખરે રાહ જોતાં શીતલાચાર્ય, અભિમાનથી તેઓ આવ્યા નહિ માટે હું તેમની પાસે જાઉં.' – એમ વિચારીને તેમની પાસે ગયા, છતાં કેવલી હોવાથી તેઓએ તેમનો સત્કાર કર્યો નહિ. આથી શીતલાચાર્યે ગુસ્સે થઇને પોતે મોટા છતાં તે સાધુઓને વન્દનછ્યું, ત્યારે કેવલી) મુનિઓએ કહ્યું કે – એ તો દ્રવ્યવન્દન કર્યું. હવે ભાવવન્દન કરો!’ આચાર્યે પૂછ્યું કે – કેવી રીતિએ જાણ્યું?’ મુનિઓ બોલ્યા કે – 'જ્ઞાનથી.’ આચાર્યે પૂછ્યું કે – ‘ક્યા જ્ઞાનથી ?' કેવલી બોલ્યા કે – અપ્રતિપાતિ (કેવલ) જ્ઞાનથી.’ આથી આચાર્યો, અરે, અરે! મેં કેવલીની આશાતના કરી” – એમ પશ્ચાત્તાપ કરીને ખમાવ્યા અને ફરીથી ભાવપૂર્વક તે ચારેયને વન્દન ક્યું. અહીં તે શીતલાચાર્યનું પહેલી વારનું વન્દનતે દ્રવ્યવન્દન’ અને બીજી વારનું વન્દન તે ભાવવન્દન’ જાણવું * ૨, ક્ષુલ્લકાચાર્ય- ગુણસુંદર નામના એક આચાર્યે નાની ઉંમરના એક ક્ષુલ્લક સાધુને આચાર્યપદવી આપી, પછી સાધુઓને - સંઘને તેમની આજ્ઞામાં સોંપી પોતે કાલધર્મ પામ્યા. સર્વે સંઘ ક્ષુલ્લકાચાર્યની આજ્ઞામાં વર્તવા લાગ્યો અને એ નવા આચાર્ય પોતે પણ ગીતાર્થો પાસે અભ્યાસ કરવા લાગ્યા. કર્મના જોરે એક વખત તેઓને ચારિત્ર છોડવાની ઇચ્છા થઇ, તેથી અંડિલને નિમિત્તે તેઓ ચાલ્યા અને સાથેના સાધુને અમુક સ્થાને રોકી પોતે આગળ ચાલી ગયા. ત્યાં માર્ગમાં એક ખીજડાના વૃક્ષની ચારેય બાજુ પીઠિકા (ઓટલી) બાંધેલી જોઈ અને Page #163 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર ( 144 ) શ્રાદ્ધદિનકૃત્યા એ દ્રવ્ય-ભાવવન્દનમાં પાંચ ઉદાહરણ રૂપ ગુરુવંદનનું નવમું દ્વાર કહ્યું. હવે ‘ગુરુના એક અવગ્રહ રૂપ દશમું દ્વાર કહે છે. ગુરુ મહારાજના આસનથી આજુબાજુ સાડા ત્રણ હાથ સુધીની જગ્યાને ‘ગુરુનો અવગ્રહ કહેવાય છે, જેનું સ્વરૂપ ચાલુ અધિકારમાં જ આગળ વદનસૂત્રના અર્થોમાં કહેવાશે. હવે ગુરુવન્દનમાં પાંચ નામોનું વર્ણન કરે છે. ઉપર ઉદાહરણોની સાથે વન્દનનાં પાંચ નામો અર્થ સાથે કહી ગયા તે અર્થથી એક જ (ગુરુવન્દન રૂપે) છે, છતાં પર્યાયથી જુદાં જુદાં જાણવાં. કહ્યું છે કે – वंदण-चिइ-किइकम्मं, पूआकम्मं च विणयकम्मं च । वंदणगस्स एए, नामाई हवंति पंचेव ॥१॥ (श्री प्रव०सा. गा० ११७) ભાવાર્થ– “વન્દન, ચિતિકર્મ-કૃતિકર્મ-પૂજાર્મ અને વિનયકર્મ,-એ ગુરુવન્દનનાં પાંચ પર્યાય નામો છે.” એ પાંચનામનું અગીઆરમું દ્વાર જાણવું. હવે કેવા પ્રસંગે ગુરુને વન્દન નકરવું, તે પાંચ નિષેધસ્થાનો રૂપ લોકોને તે વૃક્ષની પૂજા કરતા જોયા, તેથી તેમણે વિચાર્યું કે – અહીં બીજા ઉત્તમ વૃક્ષો હોવા છતાં આ કંટાળ વૃક્ષને લોકો પૂજે છે, તેમાં તેની ચારેય બાજુ પીઠ બાંધેલી છે તે જ કારણ છે. તેનો નિર્ણય કરવા માટે લોકોને પૂછવાથી પણ તે જ જવાબ મળ્યો. આથી પોતે વિચાર્યું કે – જ્ઞાનાદિ ગુણોથી ભરેલા અન્ય ઉત્તમ સાધુઓ છે તેઓ ઉત્તમ વૃક્ષો જેવા છે અને હું તો નિર્ગુણ ખીજડા જેવો છું, છતાં મને સર્વે મુનિઓ પૂજે છે તેનું કારણ મને ગુરુ મહારાજે આ રજોહરણ આદિ વેષને અંગે આચાર્ય પદ અર્પણ કર્યું છે તે છે, માટે મારે તે છોડવું જોઇએ નહિ. એવો વિચાર કરીને – તેઓ તરત પાછા આવીને ગચ્છને સંભાળવા લાગ્યા. પોતે ગીતાર્થો પાસે પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થયા. એ સુલ્તકાચાર્યને પહેલાં રહરણાદિનો સંચય હતો તે દ્રવ્યથી (ચિતિ) સંચય જાણવો અને પ્રાયશ્ચિત્ત લીધા પછીનો ભાવથી (ચિતિ) સંચય જાણવો. એ 'ચિતિ’ એટલે ઉપકરણોના સંચય રૂપ ચિતિવન્દનના દ્રવ્ય અને ભાવ પ્રકારોમાં સુલતાચાર્યનું દષ્ટાંત સમજવું. તાત્પર્યક- સાધુની જેમ સાધુનો વેષ પણ પૂજનિક છે. સુલ્લકાચાર્યે પહેલાં તેનું મહત્ત્વ નહિ સમજતાં બહુમાન વિના દ્રવ્યથીતે ધારણ કર્યો હતો, માટે તેઓનું તે દ્રવ્યચિતિવદન’ સમજવું અને પાછળથી તેનું બહુમાન સમજીને તે ભાવપૂર્વક ધારણ કર્યો માટે તે ‘ભાવચિતિવદન’ સમજવું. ૩. કૃષ્ણ અને વીરક- શ્રી કૃષ્ણ વાસુદેવનો પરમ ભક્ત અને જમાઇ વીરક' નામે એક શાળવી હતો. તે એકદા શ્રી કૃષ્ણજીની સાથે શ્રી નેમિનાથ ભગવાનને વન્દન કરવા ગયો. ત્યાં શ્રી કૃષ્ણજીએ સર્વે સાધુઓને દ્વાદશાવર્ત (વાંટણાંથી) વન્દન કર્યું. તેમની સાથે બીજા રાજાઓ વગેરે હતા, તે થોડાકને વન્દન કરતાં જ થાકવાથી બેસી ગયા, પણ આ વીરક શાળવીએ તો કૃષ્ણજીની સાથે ભાવ વિના પણ સર્વેને વન્દન કર્યું. છેલ્લે થાકેલા કૃષ્ણજીએ કહ્યું કે – 'ત્રણસો સાઇઠ સંગ્રામમાં પણ મને આટલો શ્રમ લાગ્યો નહતો. ત્યારે પ્રભુએ કહ્યું કે – 'કૃષ્ણ! તેંવન્દન કરવાથી ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત ક્યું તીર્થંકરનામકર્મ ઉપાર્જનક્યું અને સાતમી નારકીનું આયુષ્ય તોડીને ત્રીજી નારકીનું આયુષ્ય કર્યું.' આવન્દનમાં શ્રીકૃષ્ણજીની વન્દના તે ભાવ-આવત’ વન્દન અને કૃષ્ણજીની પ્રસન્નતા માટે વીરાશાળવીએ કરેલી વન્દના તે દ્રવ્ય–આવત’ વન્દના જાણવું. અર્થાત્ ભાવકૃતિકર્મમાં કૃષ્ણજીનું અને દ્રવ્યકૃતિકર્મમાં વીરા શાળવીનું દષ્ટાંત જાણવું. ૪, બે રાજસેવકો- નજીકના કોઇ ગામમાં રહેતા રાજાના સેવકોને પોતાની જમીનની સીમાને અંગે પરસ્પરવિવાદ થવાથી તેનો ન્યાય મેળવવા માટે તેઓ રાજદરબારમાં જવા તૈયાર થયા. ગામમાંથી નીકળતાં તેઓને એક સાધુ સામા મળ્યા. એકે વિચાર્યું કે – આ મુનિના દર્શનથી મારું કામ સિદ્ધ થશે, તેથી તેણે પ્રદક્ષિણાપૂર્વક ભાવથી સાધુનેવન્દના કરી, જ્યારે બીજાએ માત્ર પહેલાના અનુકરણ માટે વન્દના કરી. દરબારમાં ભાવથી વન્દના કરનારના પક્ષમાં ન્યાય મળ્યો અને બીજાનો પરાભવ થયો. અહીં પહેલા સેવકનો સાધવિનય તે ભાવવિનયકર્મ” રૂપ વન્દના અને બીજાનો વિનય તે દ્રવ્યવિનયકર્મ રૂપ વન્દના જાણવી. ૫. શાખ અને પાલક દ્વારિકામાં શ્રીકૃષ્ણજીને શામ્બ અને પાલક વગેરે પુત્રો હતા. એકદા જ્યારે શ્રી નેમિનાથ પ્રભુ ઉદ્યાનમાં પધાર્યા ત્યારે કૃષ્ણજીએ તેમને કહ્યું કે – ‘જે સવારે પ્રભુને પહેલાં વંદન કરશે તેને મારો ઘોડો આપીશ.’ તે પછી શામ્બકુમારે સવારમાં શયામાંથી ઉઠીને ત્યાં જ રહ્યા રહ્યા વન્દના કરી અને પાલકે વહેલા ઉઠીને અશ્વના લોભથી ઘોડા ઉપર બેસીને ભગવાનની પાસે જઈ વન્દના કરી. પાલક અભવ્ય હતો અને તેની વન્દના ઘોડાના લોભથી ભાવ વિનાની હતી. સવારે કૃષ્ણજીએ ભગવાનને પૂછતાં, ભગવાને કહ્યું કે – પાલકે અહીં આવી દ્રવ્ય વન્દના કરી છે અને શાસ્તુકુમારે ત્યાં રહ્યા રહ્યા ભાવવન્દના કરી છે. આથી કૃષ્ણજીએ શાસ્તુકુમારને અચરત્ન આપ્યું. અહીં શામ્બકુમારનો ભાવનમસ્કાર અને પાલકનો દ્રવ્યનમસ્કાર જાણવો. Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 145 ) ગુરુવંદન અધિકાર બારમું દ્વાર કહે છે. ૧-જ્યારે ગુરુવ્યાખ્યાન, વાચનાકે પડિલેહણા વગેરે કાર્યોમાં રોકાયેલા હોય કે કોઈ શાસનના મહત્વના કાર્યને અંગે કોઈ વાતચીત કરવામાં વ્યગ્ર ચિત્તવાળા હોય ત્યારે, ૨-અવળું મુખ કરી બેઠેલા હોયસન્મુખ ન હોય ત્યારે, ૩-ક્રોધ, નિદ્રા વગેરે પ્રમાદને વશ થયા હોય ત્યારે, ૪-આહાર કરતા હોય કે કરવાની તૈયારીમાં હોય ત્યારે, તથા ૫-સ્થડિલ, માતૃવગેરે નિહાર કરતા હોય કે કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે,-એમ પાંચ પ્રસંગે વન્દન કરવું નહિ. કહ્યું છે કે – वक्खित्त-पराहुत्ते, पमत्ते मा कयाइ वंदिज्जा । आहारं च करिते, निहारं वा जइ करेइ ॥१॥ (श्री आव०नि० गा. ११९८) ભાવાર્થ– “વ્યાક્ષિ ચિત્તવાળા, પરાવૃત્ત, પ્રમત્ત કે જ્યારે આહાર અને નિહાર કરતા હોય ત્યારે કદાપિ વન્દન કરવું નહિ.” ગુરુવન્દનનું એબારમુંદાર કહ્યું તેરમાદ્વારમાં ગુરુનીતેત્રીશ આશાતનાઓ આગળવદનસૂત્રની વ્યાખ્યામાં કહેવાશે. તે પછીનું ગુરુવન્દનના બત્રીસ દોષોનું ચૌદમું દ્વાર કહે છે. अणाढिअंच थद्धं च, पविद्धं परिपिंडिअं । टोलगइ अंकुसं चेव, तहा कच्छभरिंगिअं ॥१॥ मच्छुव्वत्तं मणसा, विपउ8 तहय वेइआबद्धं । भयसा चेव भयंतं, मित्ती गारव-कारणा ॥२॥ तेणियं पडिणीयं चेव, रुटुं तज्जियमेव य ।। सद च हीलियं चेव, तहा विपलिउंचियं ॥३॥ दिट्ठमदिटुं च तहा, सिंगं च करमोअणं । आलिद्धमणालिद्धं, ऊणं उत्तरचूलिअं ॥४॥ मूअं च ढडरं चेव, चुडलिअंच अपच्छिमं । बत्तीसदोसपरिसुद्धं, किइकम्मं पउंजए ॥५॥ (श्री आव०निर्युगा० १२०७ थी १२११) ભાવાર્થ– “આ બત્રીસ દોષોનું વર્ણન ગ્રંથકારશ્રી પોતે જ ઉપરની ગાથાઓના અર્થરૂપે જણાવે છે– ગુરુવંદનના ૩૨ દોષો ૧. અનાદતદોષ-સંભ્રમપૂર્વક અર્થાત્ આદર વિના ઉત્સુક ચિત્તે વન્દન કરવું તે. ૨. સ્તબ્ધદોષ- આઠ મદને વશ થયેલાએ મેદાન્યપણે વન્દન કરવું તે. અહીં ૧-મનથી અભિમાની અને શરીરથી અક્કડ, ૨-મનથી અભિમાની અને શરીરથી નમેલો, ૩–મનથી નમેલો છતાં (રોગાદિ કારણે) શરીરથી અક્કડ અને૪-મન તથા શરીર બન્નેથી નમ્ર,-એમ ચાર ભાંગા થાય. (તેમાં પહેલા બે ભાગાકુર છે અને ત્રીજો–ચોથો ભાંગો નિર્દોષ છે.) ' ૩. પવિદ્ધદોષ- વન્દન કરતાં વચ્ચે જ અધુરી ક્રિયાએ પડતું મૂકી ચાલ્યા જવું કે મજુરની જેમ વન્દન અધુરું કરવું તે. ( ૪. પરિપિંડિતદોષ ભેગું વન્દન કરવું તે. જેમકે ઘણા સાધુઓ એક સ્થાને હોય તે બધાને ભેગું એક વન્દન Page #165 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર ( 146 ) શ્રાદ્ધદિનકૃત્ય. કરવું, અથવા તો હાથ-પગ વિગેરે બરાબર નહિ રાખતાં પગ ભેગાં કરી ઊભા રહેવું, બેહાથ પેટ ઉપર ભેગાં રાખી વન્દન કરવું કે સૂત્રના ઉચ્ચારમાં અક્ષરોનો, પદોનો અને સંપદાઓનો યથાસ્થાને અટક્યા વિના અસ્પષ્ટ ભેગો ઉચ્ચાર કરવો વગેરે. ૫. ટોલગતિદોષ- તીડની જેમ આગળ-પાછળ કૂદતાં કૂદતાંઠેકડા મારતાં વન્દન કરવું તે. ૬. અંકુશદોષ- ઊભા રહેલા, સુતેલા કે અન્ય કાર્યો કરતાં ગુરુનો ઓઘો વગેરે ઉપકરણો, ચોલપટ્ટો, વસ્ત્ર કે હાથ પકડીને હાથીને જેમ ખેંચે તેમ અવજ્ઞાપૂર્વક ખેંચીને વન્દન કરવા માટે આસન ઉપર બેસાડીને વન્દન કરવું તે. પૂજ્ય ગુરુઓને આ રીતિએ ખેંચવા તે અવિનય રૂપ હોવાથી અયોગ્ય છે-એ એક અર્થ, બીજો અર્થ-પોતાના ઓઘા કે ચરવળાને બે હાથથી અંકુશની જેમ પકડીને વન્દન કરવું તે અને ત્રીજો અર્થઅંકુશના પ્રહારથી પીડાતા હાથીની જેમ વન્દન કરતાં પોતાનું મસ્તક ઊંચ-નીચું કરવું તે; એ રીતિએ ત્રણ પ્રકારે અંકુશદોષ જાણવો. ૭. કચ્છપરિંગિતદોષ ઊભા ઊભા તિત્તીસગ્નયર માયા ' વગેરે પાઠ બોલતાં કે બેઠા બેઠા મહો વાય વગેરે બોલતાં વિના કારણે કાચબાની જેમ આગળ કે પાછળ ખસ્યા કરવું તે. અર્થાત્ વિના કારણ વન્દન કરતાં આગળ-પાછળ ખસવું તે. ૮. મત્સ્યોદ્વર્તનદોષ- જેમ માછલું પાણીમાં એકદમ નીચે જાય, એકદમ ઉપર આવે અને એકદમ પાસું ફેરવીને બાજુમાં ફરી જાય, તેમ વન્દન કરતાં ઉછળીને ઊભો થાય, પડતાની જેમ બેસી જાય અને એને વંદન કરી બાજુમાં બીજા સાધુને વન્દન કરવા માટે ખસ્યા વિના જ માછલાની જેમ પાસું ફેરવીને વન્દન કરે વગેરે. ૯. મન પ્રદુષ્ટદોષ- ગુરુએવન્દન કરનારને કે તેના કોઈ સંબંધી વગેરેને ઠપકો આપ્યો હોય કે કઠોર શબ્દો કહ્યા હોય તેથી તેઓ પ્રત્યે મનમાં પ્રદ્વેષ રાખીને વન્દન કરવું, અથવા વંદનીય સાધુ પોતાનાથી ગુણમાંહીન હોય તેથી હું એવા ગુણહીનને કેમ વાંદું ? અથવા આવા ગુણહીનને પણ વંદન દેવરાવે છે? વિગેરે અસૂયાપૂર્વક વન્દન કરવું તે. ૧૦. વેદિકાબદ્ધદોષ- વન્દનનાં આવર્ત દેતાં બે હાથને બેઢીંચણની વચ્ચે રાખવા જોઈએ, તેને બદલે ૧-બે હાથ બેઢીંચણ ઉપર રાખે, ૨-બેઢીંચણની નીચે હાથ રાખે, ૩-બે હાથ ખોળામાં રાખે, ૪-બેઢીંચણની (બહાર) પડખે બે હાથ રાખે, કે પ-બે હાથ વચ્ચે એક ઢીંચણને રાખીને વન્દન કરે.-એમ પાંચ પ્રકારે વેદિકાબદ્ધદોષ લાગે છે. ૧૧. ભયદોષ'વન્દન નહિ કરું તો સંઘમાંથી સમુદાયમાંથી, ગચ્છમાંથી કે આ ક્ષેત્રમાંથી દૂર કરશે–બહાર કરશે” વગેરે ભયથી વજન કરવું તે. ૧૨. ભજંતદોષ- હું વન્દનાદિ સેવા કરું છું તેથી ગુરુ પણ મારી સેવા કરે છે અથવા “અત્યારે સેવા કરવાથી, મારી સેવાથી દબાયેલા ગુરુ પણ આગળ ઉપર મારી સેવા કરશે' –એમ સમજી થાપણ મૂક્વાની જેમ વન્દન કરવું તે. ૧૩. મૈત્રીદોષ- “આ આચાર્યાદિની સાથે મારે મૈત્રી છે માટે વન્દન કરવું જોઈએ, અગર વંદન કરું તો મૈત્રી થાય’–એમ સમજી વન્દન કરવું તે. Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ગુરુવંદન અધિકાર ૧૪. ગૌરવદોષ- ‘હું ગુરુવન્દન કરવું’ વગેરે વિધિમાં કુશળ છું–એમ બીજાઓ પણ જાણે,’ માટે વિધિપૂર્વક આવર્ત વગેરે સાચવીને ‘પોતે વિધિવાળો છે એમ જણાવવા માટે' અભિમાનથી વન્દન કરે તે. 147 ૧૫. કારણદોષ- જ્ઞાનાદિ સિવાયની વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુઓ ગુરુ પાસેથી મેળવવા માટે વન્દન કરવું. અગર ‘હું જ્ઞાન વગેરે ગુણોથી લોકોમાં પૂજાઉં ’ – એવા પૂજાવાના આશયથી જ્ઞાનાદિ ગુણો મેળવવા વન્દન કરવું, અથવા ‘વન્દનથી વશ થયેલા ગુરુ મારું કહ્યું કરે’ માટે વશ કરવા વન્દન કરું, એવાં દુષ્ટકારણોથી વન્દન કરવું તે. ૧૬. સ્ટેનદોષ- સ્ટેન એટલે ચોર; ‘કોઈ વન્દન કરતાં દેખશે તો મને હલકો માનશે—હું નાનો દેખાઈશ’– એવા ભયથી ચોરની જેમ બીજા સાધુઓની આડમાં છૂપાઈને કોઈ દેખે–કોઈ ન દેખે તેમ જલદી વન્દન કરવું તે. ૧૭. પ્રત્યેનીકદોષ- પહેલાં કહી ગયા તે પ્રમાણે જ્યારે ગુરુ વ્યગ્ર ચિત્તવાળા, અવળા બેઠેલા, પ્રમાદવશ કે આહાર–નિહાર કરતા હોય અથવા કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે વન્દન કરવાનો નિષેધ છે, છતાં વન્દન કરવું તે. ૧૮. રુષ્ટદોષ- ગુરુ રોષાયમાન હોય કે વન્દન કરનારને પોતાને કોઈ કારણે ક્રોધ થયો હોય, તે વખતે ક્રોધયુક્ત વન્દન કરવું તે. (અહીં ક્રોધની મુખ્યતા માનીને આ દોષ સત્તરમા દોષમાં આવી જવા છતાં જૂદો કહ્યો છે.) ૧૯. તર્જનાદોષ- ‘તમો વન્દન નહિ કરવાથી ગુસ્સો નથી કરતા અને કરવાથી પ્રસન્ન થતા નથી, અર્થાત્ તમો વન્દન કરનારાના કે નહિ કરનારાના ભેદને ઓળખતા જ નથી’– એમ બોલીને તર્જના કરવાપૂર્વક, અથવા ‘ઘણા લોકોની હાજરીમાં મને વન્દન કરાવો છો, પણ એકલા હશો ત્યારે ખબર પાડીશ–’ એવી બુદ્ધિથી કે તર્જની આંગળીથી કે મસ્તકથી અપમાન કરવાપૂર્વક વન્દન કરવું તે. ૨૦. શઠદોષ- માયાથી ગુરુને કે લોકોને ‘આ ભક્ત છે’– એમ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે વન્દન કરવું અથવા કપટથી માંદગી વગેરેનું બહાનું કાઢી જેમ-તેમ વન્દન કરવું તે. ૨૧. હીલિતદોષ- ‘અરે, ગુરુ ! હે વાચકજી ! તમોને વાંદવાથી શું ફળ મળવાનું છે ? વગેરે બોલીને અવજ્ઞાપૂર્વક વન્દન કરવું તે. ૨૨. વિપરિકુંચિતદોષ- અર્ધ વન્દન કરી વચ્ચે દેશથાદિ વિક્થાઓ કરવી તે. ૨૩. દષ્ટાદષ્ટદોષ- ઘણાઓની સાથે વન્દન કરતાં બીજાની આડથી જ્યારે ગુરુ દેખી ન શકે ત્યારે કે અંધારું હોય ત્યારે વન્દન નહિ કરવું–બેસી રહેવું અને ગુરુ દેખે એટલે વન્દન કરવા માંડવું તે. (સ્તનદોષમાં ‘લોકો દેખે– ન દેખે’ તેમ અને અહીં ‘ગુરુ દેખે-ન દેખે’ તેમ–એ ભેદ સમજવો.) ૨૪. શૃંગદોષ- પહેલાં જણાવ્યું તેમ વન્દનમાં ‘અજ્ઞો જાય’ વગેરે બોલીને આવર્તો કરતાં બે હથેલી જે લલાટના મધ્ય ભાગે લગાડવી જોઈએ તે લગાડે નહિ કે લલાટની બાજુમાં જમણી–ડાબી તરફ લગાડે તે. ૨૫. કરદોષ- કર એટલે રાજાદિના ટેક્ષ–દાણની માફક ‘અરિહંત ભગવાને કહેલો આ વન્દન રૂપી કર પણ અવશ્ય ચૂકાવવો જોઈએ’ –એમ માનીને વન્દન કરવું તે. ૨૬. મુક્તદોષ- ‘દીક્ષા લેવાથી રાજા વગેરેના લૌકિ કરોમાંથી તો અમે છૂટયા, પણ આ વન્દન રૂપી કરમાંથી છૂટાય તેમ નથી, અર્થાત્ ક્યારે છૂટીએ ? એમ માની વન્દન કરવું તે. ૨૭. આશ્લિષ્ટાનાશ્લિષ્ટદોષ- પહેલાં ‘અહો જાય' વગેરે બોલીને બાર આવર્ત કરવાનાં કહ્યાં છે, તેમાં બે Page #167 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર (148) શ્રાદ્ધદિનકૃત્ય હથેલીથી નીચે રજોહરણને અને ઉપર લલાટને સ્પર્શ કરવાનું કહ્યું છે તેને અંગે ચતુર્ભગી થાય છે. ૧રજોહરણ અને લલાટ બન્ને સ્થલે હથેલીઓનો સ્પર્શ કરે, ૨. રજોહરણને સ્પર્શે-લલાટને ન સ્પર્શે, ૩. લલાટને સ્પર્શ-રજોહરણને સ્પર્શે, અને૪. બન્નેને સ્પર્શે – એ ચારમાં પહેલો ભાંગો નિર્દોષ છે અને બાકીના ત્રણ ભાંગાથી આ દોષ લાગે છે. ૨૮. ન્યૂનદોષ- વન્દનસૂત્રના અક્ષરોનો પૂર્ણ ઉચ્ચારનકરવો, અથવા બે અવનત વગેરે પહેલાં કહેલાં પચીસ આવશ્યકો પૂર્ણન કરવાં-અધુરાં કરવાં તે. ૨૯. ઉત્તરચૂડાદોષ- વન્દન પૂર્ણર્યા પછી મોટા અવાજ પૂર્વક મન્થાઇ વંમ એમ ફરીથી શિખા ચઢાવવાની જેમ વધારે બોલવું તે. ૩૦. મૂકદોષ-મુંગાની જેમ વન્દનસૂત્રના અક્ષરો, આલાવા વગેરે મનમાં જ વિચારવા–પ્રગટ બોલવા નહિ (અથવા અવ્યક્ત–સમજાય નહિ તેમ ગણગણ બોલવા) તે. ૩૧. ઢઢરદોષ- સૂત્રનો ઉચ્ચાર મોટા અવાજથી કરવો, અર્થાત્ અસભ્ય લાગે તેમ ઘાટા પાડીને સૂવ બોલવું તે. ૩૨. ચૂડલિદોષ- ચૂડલિ એટલે સળગાવેલું ઉંબાડીયું. જેમ બાળક ઉંબાડીયાને છેડેથી પકડીને ભમાવે તેમ ઓઘાને છેડેથી પકડીને ભમાવતાં વન્દન કરવું તે, અથવા હાથ લાંબો કરીને હું વન્દન કરું છું'-એમ બોલતાં વન્દનકરવું કે બધા સાધુની સામે હાથ ભમાવીને સર્વનેવાંદું છું એમ બોલીને વન્દન કરવું તે. આ મુજબ ગુરુવન્દન કરતાં ઉક્ત બત્રીશ દોષોને ટાળીને વિધિપૂર્વક શુદ્ધ ગુરુવન્દન કરવું. કહ્યું છે કેकिइकम्मं पि कुणंतो, न होइ किइकम्मनिज्जराभागी। बत्तीसामन्नयरं, साहू ठाणं विराहतो ॥१॥ बत्तीसदोसपरिसुद्धं, किइकम्मं जो पउंजइ गुरूणं । સો વિરૂ નિવ્વાળ, વોળ વિમાનવાાં તા રા (શ્રી માવનિર્યું. ૨૨૦૫-૨૨૧૭) ભાવાર્થ-“ગુરુવન્દન કરવા છતાં પણ જે સાધુ આ બત્રીશ દોષોમાંનો એક પણ દોષ લગાડે (સેવે) છે તે ગુરુવન્દનથી થતી કર્મનિર્જરા રૂપફળને પામતો નથી, તથા જે આબત્રીશ દોષરહિત શુદ્ધ અને વિધિપૂર્વક ગુરુને વંદન કરે છે તે અલ્પકાળમાં મોક્ષને પામે છે કે વૈમાનિક દેવ થાય છે.” ગુરુવંદનના આઠ કારણો એ બત્રીશ દોષો રૂપ ગુરુવંદનનું ચૌદમું દ્વાર કહ્યું હવે પંદરમા દ્વારમાં ગુરુવન્દન કયા કયા કારણે કરવું જોઈએ, તેનાં આઠ કારણો કહેવાય છે. पडिक्कमणे सज्झाए, काउस्सग्गावराहपाहुणए । ગાતોગળસંવરને, ૩ત્તમદ્ મ III (શ્રી માવ નિ TV શ૦૦) ભાવાર્થ– “સર્વે અનુષ્ઠાનો પ્રથમથી જ સાધુઓને ઉદ્દેશીને સૂત્રોમાં કહેલાં છે, તેમાંથી જેટલાં જે જે રીતિએ ઘટતાં હોય તેટલાં તે તે રીતિએ શ્રાવકને પણ કરવામાં સમજવાં. શાસ્ત્રની એ મર્યાદા હોવાથી અહીં વંદનના આઠ કારણો કહ્યાં છે તે મુખ્યતયા સાધુને ઉદ્દેશીને છે-એમ સમજવું. તેમાં ૧-પ્રતિક્રમણમાં સવારે તથા સાંજે ચાર ચાર વખત બબ્બે વંદન દેવાય છે તે બધાં ભેગાંગણીને અહીં બધાયનું એક જ પ્રતિક્રમણ’ કારણ ગણ્યું છે, Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્યા 149 ) ગુરુવંદના અધિકાર એટલેકે–એક વન્દનપ્રતિક્રમણ કરતાં કરવું. ૨-વાચના વગેરે સ્વાધ્યાયમાં ત્રણ વખત વંદન દેવાય છે, તે ત્રણેયને ભેગા ગણીનેં એક સ્વાધ્યાય કારણ કહ્યું છે. તેમાં એવો વિધિ છે કે-સાધુ સવારમાં પહેલાં જ સક્ઝાય પઠવતાં વન્દન કરે, બાદ પ્રવેદન (પdયણું) કરતાં વન્દન કરે અને તે પછી જે સૂવાદિનો ઉદ્દેશ-સમુદેશ કર્યો હોય તે ભણે આ ઉદેશ-સમુદેશનાં વન્દનોને પ્રવેદનના વન્દનમાં જ ગયાં છે. તે પછી એ રીતિએ ભણતાં (સ્વાધ્યાય કરતાં) જ્યારે સૂર્યોદયથી પોણો પ્રહર (પાદોન પોરિસી) જેટલો સમય થાય, ત્યારે જો તે ભણવાનું (બાકી) ન હોય તો તે જ વખતે વજન કરીને પછી પાત્રો પડિલેહે, અથવા પછી પણ ભણવાનું હોય તો વન્દન ર્યા વિના જ પાત્રો પડિલેહણ કરે અને પછી ભણે તથા કાળ વખતે વન્દન કરીને કાળનું પ્રતિકમણ કરે =કાળ પડિમે), એ ત્રીજું વન્દન. (એમ પૂર્વકાલીન સાધુસામાચારીનો ક્રમ હતો. આ ક્રમ તૂટી ગયો છે. વર્તમાનમાં તો માત્ર યોગોદ્રહન કરનારો સાધુ ગુરુની સમક્ષ ૧. સક્ઝાય પઠવતાં, ૨. પ્રવેદન કરતાં અને ૩. કાળ પ્રતિક્રમતાં-એમ ત્રણ વખત યોગની ક્રિયારૂપે જ વન્દન આપે છે.) એ ત્રણ વન્દન સ્વાધ્યાયને કારણે દેવાંતે વન્દનનું બીજું કારણ સ્વાધ્યાય જાણવું. એ પ્રમાણે પ્રતિક્રમણનાં ચાર અને સ્વાધ્યાયનાં ત્રણ મળીને સાત વંદન સવારે દેવાય છે. અનુજ્ઞાનાં વન્દન આમાં જ અંતર્ગત થાય છે. સવાર પ્રમાણે સાંજે પણ સાત વંદન દેવાય છે. દરરોજ નિયમિત દેવાનાં હોવાથી ઉપવાસવાળા સાધુને આ ચૌદ વન્દનો ધ્રુવવન્દન’ કહેવાય છે, જ્યારે ભોજન કરનાર સાધુને તો આગળ કહેવાશે તે પચ્ચખાણને અંગેનાં વન્દન (ચૌદ ઉપરાંત) વધારે ગણાય છે. કહ્યું છે કે– चत्तारि पडिक्कमणे, किइकम्मा हुँति तिन्नि सज्झाए । पुव्वण्हे अवरण्हे, किइकम्मा चोद्दस हवंति ॥१॥ (श्री आव. नि. गा० १२०१) ભાવાર્થ– “ચારવન્દનો પડિમાણમાં અને ત્રણ વંદનો સ્વાધ્યાયમાં થાય છે, તે મધ્યાહ્ન પહેલાંના સાત અને એ જ પ્રમાણે મધ્યાહ્ન પછીનાં સાત મળીને ચૌદ વંદન (દરરોજ ધ્રુવ) થાય છે.” આ પ્રમાણે સ્વાધ્યાય રૂપ વંદનનું બીજું કારણ કહ્યું. ૩-સાધુને યોગોદ્રહનમાં એક દિવસ વિગઈ વાપરવાની અને બીજે દિવસે આચાર્મ્સ (આયંબીલ) કરવાનો સામાન્યત: નિયમ છે, છતાં આયંબીલના દિવસે કારણવશાત્ પુન: વિગઈ વાપરવાની જરૂર પડે તો પાળી પાલટવાનો વિધિ છે. તે વિધિમાં કરાતો કાઉસ્સગ તે અહીં કારણ રૂપ સમજવો, અર્થાત્ પાળી પાલટવાનો કાઉસ્સગ્ન કરવા માટે વંદન કરવું તે કાઉસ્સગ્ગ રૂપ ત્રીજું કારણ જાણવું. ૪. ગુરુના વિનયનું ઉલ્લંઘન, અર્થાત્ તેમની આજ્ઞા વગેરેનું ઉલ્લંઘન કરવા રૂપ અપરાધ થવાથી ખમાવવા માટે પહેલાં વંદન દેવું અને પછી ક્ષમાપના કરવી, તે ચોથું કારણ 'અપરાધ' નામનું સમજવું. પખી ખામણાનાં વંદન વગેરે આ અપરાધ રૂપકારણમાં જ ગણાય છે. પ–બહારથી કોઈ અન્ય મુનિઓ વિહાર કરીને આવે અને જો તેઓ મોટા હોય તો વંદન કરવું, તે પ્રાદુર્ણક નામનું કારણ જાણવું. એમાં આ પ્રમાણે વિધિ કહ્યો છે– संभोइ अण्णसंभो-इआ य दुविहा हवंति पाहुणया । संभोइए आयरिअं, आपुच्छिता उ वंदंति ॥१॥ इअरे पुण आयरिअं, वंदित्ता संदिसाविअ तहय । પછી વંતિ નપું, નયમોદી ગદવ (1) વંલાવે ારા ભાવાર્થ– “આવનાર સાધુઓમાં એક સાંભોગિક (એક સામાચારીવાળા) અને બીજા અસાંભોગિક (ભિન્ન સામાચારીવાળા) –એમ બે પ્રકારના હોય. તેમાં જો આવનારા એક સામાચારીવાળા હોય તો પોતાના Page #169 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર 150 ) શ્રાદ્ધદિનકૃત્ય આચાર્ય મહારાજને પૂછીને તેઓને વંદન કરે અને જો આવનારા ભિન્ન સામાચારીવાળા હોય તો પહેલાં પોતાના આચાર્ય મહારાજને વંદન કરીને–તેઓનો આદેશ મેળવીને તેઓને વંદન કરે, કારણ કે જો આવનારાઓ યોગ્ય હોય તો તેઓ આદેશ આપે નહિ તો નિષેધ કરે.” એ વંદન કરવાનું પાંચમું કારણ પ્રાઘુર્ણક-પરોણા સમજવું. ૬–સંયમમાં જો કોઈ “અતિક્રમાદિ દોષ લાગ્યો હોય તો તેની આલોચના કરતાં-પ્રાયશ્ચિત્ત લેતાં વંદન કરીને આલોચના કરવાનું વિધાન છે, તે છઠું કારણ આલોયણા' જાણવું. (શ્રી આવનિર્યુ વૃત્તિમાં વિહાર કરતાં ગુરુને વંદન કરવામાં આવે છે તે પણ આમાં અંતર્ગત ગયું છે.) ૭-ભોજન કર્યા પછી ફરીથી વિવસરિમ તિવિરાર-વોવિહાર' આદિ વધુ રાખેલા આગારોના પણ ત્યાગ રૂપ વિશેષ પચ્ચષ્માણ કરવામાં આવે ત્યારે, અથવા એકાસણાદિનું પચ્ચખ્ખાણ કર્યું હોય તે ઉપવાસાદિનું કરે ત્યારે, એમ પુન: પચ્ચખાણ કરવા માટે વંદન કરવું તે સાતમું સંવર’ નામનું કારણ જાણવું, અને ૮-ઉત્તમાર્થ એટલે અનશન, અર્થાત્ અંતકાળે સંલેખના કરવા માટે કરાતું વંદન તે ‘ઉત્તમાર્થ-વંદન’ કહેવાય છે, એ ‘અનશન રૂપ-અંતિમ આરાધનારૂપ ગુરુવન્દનનું આઠમું કારણ જાણવું. ગુરુવંદનનાં આઠ કારણોનું આ પંદરમું દ્વાર કહ્યું. હવે છેલ્લા સોલમા દ્વારથી ગુરુવન્દન નહિ કરવાથી થતા દોષો કહે છેमाणो अविणय खिंसा, नीआगोयं अबोहि भववुड्डी । अनमंते छ दोसा, एवं अडनउअसयमिहयं ॥१॥ ભાવાર્થ– “ગુરુવન્દનનહિકરવાથી ૧-અભિમાન વધે છે, ૨-ગુરુનો અવિનય થાય છે, ૩-શાસનની અપભ્રાજના (નિંદા) થાય છે, ૪-નીચ ગોત્રનો બંધ થાય છે, પ-બોધિ (સમકિત પ્રામિ) દુર્લભ થાય છે, અને ૬-સંસારની વૃદ્ધિ થાય છે,-એમ છ દોષો થાય છે.” એ પ્રમાણે (પૃ. ૧૨૩માં) ગુરુવંદનની દ્વારગાથામાં જણાવ્યા પ્રમાણે સોલ દ્વારથી ગુરુવન્દનનાં એકસો અઠાણું સ્થાનો (કરણીય) જણાવ્યાં. હવે ગુરુવનસૂત્ર (વાંદણા) ની વ્યાખ્યા કહે છે. ગુરુવંદન (=વાંદણા) સૂત્રનો અર્થ મોટું (દ્વાદશાવર્ત) વન્દન કરવાની ઈચ્છાવાળો (શિષ્ય) સાધુ પહેલાં લઘુવન્દન (ખમાસમણ) પૂર્વક સંડાસા,માજીને બેઠાં બેઠાં જ પૂર્વેજણાવ્યા પ્રમાણે પચીસબોલથી મુક્ષત્તિ અને પચીસ બોલથી શરીર પડિલેહે. તે પછી પરમ વિનયપૂર્વક પોતે મન, વચન અને કાયાથી શુદ્ધ થઈને, ગુરુના આસનથી પોતાના દેહપ્રમાણ ભૂમિ રૂપ સાડા ત્રણ હાથ અવગ્રહની બહાર ઊભો રહીને, “દોરીએ ચઢાવેલું ધનુષ્ય જેમ વાંકુ વળેલું હોય તેમ કેડ ઉપરથી અર્ધશરીરમસ્તક સાથે નમાવીને (કાંઈક નીચો નમીને) અને હાથમાં ઘો-મુક્ષત્તિ લઈને વન્દન કરવા માટે આ પ્રમાણે બોલે— ___इच्छामिखमासमणो वंदिउं जावणिज्जाए निसीहिआए, अणुजाणह मे मिउग्गह, निसीहि । अहो-कार्य જમણા તથા ડાબા પગોને કેડથી નીચે સુધી તથા આગળનો મધ્ય ભાગ – એમ આગળની ત્રણ પ્રમાર્જના, એ જ પ્રમાણે પાછળની ત્રણ પ્રમાર્જના તથા અવગ્રહમાં પ્રવેશ કરતાં ત્રણ વાર જમીન પ્રમાર્જવી એ ત્રણ મળી નવપ્રમાર્જના; વળી જમણા હાથની નીચેની કોણીથી ઉપરનો સંપૂર્ણ હાથ છેક લલાટ સુધી અને એ જ પ્રમાણે ડાબો હાથ લલાટથી નીચેની કોણી સુધી – એમ બે હાથની બે મળી અગીઆર પ્રમાર્જના; ઢીંચણ ઉપર મુહપત્તિ મૂક્તાં સાધુને ત્રણ વખત ઢીંચણની પ્રમાર્જના; અને ઓઘા ઉપર ગુરુચરણની ધારણા કરી ત્રણ વખત ઓઘાની પ્રમાર્જના; એમ કુલ સત્તર પ્રાર્થના થાય છે. ગૃહસ્થને, ઢીંચણને બદલે કટાસણા કે ચરવળા ઉપર મુપત્તિ સ્થાપન કરતાં ત્રણ પ્રમાર્જના અને અવગ્રહની બહાર નીકળતાં ત્રણ પ્રમાર્જના એમ સત્તર પ્રમાર્જના કહી છે. આ વિષયમાં જુદા જુદા સ્થળોએ જુદા જુદા ઉલ્લેખો મળે છે, માટે બહુશ્રુતો જે કહે તે પ્રમાણ કરવું. Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ગુરુવંદન અધિકાર कायसंफासं, खमणिज्जो भे! किलामो, अप्पकिलंताणं बहुसुभेण भे! दिवसो वइक्कतो ? जत्ता भे! जवणिजं च भे! खामेमिखमांसमणो देवसिअंवइक्कम, आवस्सियाए पडिक्कमामिखमासमणाणं देवसिआए आसायणाए तित्तीसन्नयराए जंकिंचि मिच्छाए मणदुक्कडाए वयदुक्कडाए कायदुक्कडाए कोहाए माणाए मायाए लोभाए सव्वकालिआए सव्वमिच्छोवयाराए सव्वधम्माइक्कमणाए आसायणाए जो मे अइयारो कओ तस्स खमासमणो पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि। તેમાં છામિ' એટલે હું ઈચ્છા કરું છું.' આશબ્દથી કોઈના બલાત્કારથી વન્દન કરતો નથી પણ મારી ઈચ્છાથી વન્દન કરું છું –એમ જણાવ્યું. હવે માસમળો (ક્ષમાશ્રમ)માં “લમ્' ધાતુને આર્ષપ્રયોગથી મલ્િ પ્રત્યય આવીને વ્યાકરણના નિયમ પ્રમાણે સ્ત્રીલિંગે ક્ષમા શબ્દ થયો છે અને એનો ‘સહન કરવું એવો અર્થ થાય છે, તથા શ્રમ્' ધાતુને ‘નન્યાયિત્વર્તિરિ મનન એ નિયમથી ‘મન’ પ્રત્યય આવતાં શ્રમને થયું છે. તેનો અર્થ એ છે કે-સંસારના કષ્ટોમાં જે થાકે-ખેદ પામે તે ‘શ્રમ” અથવા તો તપ કરે તે શ્રમ” એ બન્ને શબ્દો મળીને ક્ષમાપ્રધાનઃ શ્રમણ ક્ષમાશ્રમr:’ થયું છે, અર્થાત્ ક્ષમાપૂર્વક જે તપ કરે તે ક્ષમાશ્રમણ. સંબોધન અર્થે ‘રો” પ્રત્યય આવવાથી એનું પ્રાકૃત વમાસમણો’ એવું રૂપ થયું છે. અહીં ક્ષમા' શબ્દથી તેની સાથે માદવ (લઘુતા), આર્જવ (સરલતા) વગેરે ગુણો પણ સમજી લેવા. તાત્પર્ય એ છે કે-ક્ષમા વગેરે ગુણોથી પ્રધાન એવા શ્રમણ એટલે યતિ–સાધુતે ક્ષમાશ્રમણ.’ આ વિશેષણથી તેઓ પોતાના આવા ગુણોને યોગે સાચા વન્દનીય (વન્દનને યોગ્ય) છે એમ સૂચન ક્યું.બન્ને પદોનો સમસ્ત અર્થ “હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું છું એમ થયો. હવે શું કરવાને ઈચ્છું છું? - તે જણાવે છે ‘વંતિક” (ન્દ્રિતું) –આપને નમસ્કાર કરવાને કેવી રીતિએ નમસ્કાર કરવાને? તે માટે કહે છે કે‘નાવળિઝા, નિશીહિમાઈ' ('થાપનીયા-નૈવિયા') એમાં ‘નધિયા’ એ વિશેષ્ય અને ચાનીયા” એ વિશેષણ છે. “મૈથિયા’ નો અર્થ પ્રાણાતિપાતાદિ પાપો જેમાં નથી એવી કાયા (શરીર) વડે અને ‘પાપની યા’ નો અર્થ શક્તિસમન્વિત-સશક્ત કાયા વડે–એમ છે. સમગ્ર વાક્યનો અર્થ એ છે કે- “હે સમાદિ ગુણયુક્ત શ્રમણ (તપસ્વિન) !વંદન કરવામાં હિંસાદિ પાકિયાન થાય તે રીતિએ મારી સશક્તકાયા(સારા શરીર) વડે હું તમોને વંદન કરવા ઈચ્છું છું.” અહીં સુધી પહેલી સંપદા-વિસામો જાણવો અને વન્દન કરનારના જે છ પ્રશ્નોસ્થાનો પૃ. ૧૩૬ માં કહ્યું છે તે પૈકી શિષ્યને પોતાની ઈચ્છાનું નિવેદન કરવા રૂપ આ પહેલું સ્થાન જાણવું. - શિષ્ય એ પ્રમાણે કહ્યા પછી ગુરુ જો બીજા કાર્યમાં વ્યગ્રતા વગેરે હરકતવાળા હોય તો પ્રતીક્ષસ્વ' અર્થાત્ હમણાં નહિ–થોડી વાર પછી એમ કહે. એ નિષેધ કરવાનું કારણ જો જણાવવા યોગ્ય હોય તો તે કારણ પણ કહે અને કહેવા યોગ્ય ન હોય તો માત્ર નિષેધ કરે–એમ શ્રી આવશ્યક ચૂર્ણિકારનો મત કહ્યો. શ્રી આવશ્યક ટીકાકારનો મત તો એવો છે કે-ગુરુ ત્રિવિધેન” કહે, અર્થાત્ ગુરુમન, વચન અને કાયાથી વન્દન કરવાનો નિષેધ કરું છું એમ કહે એ પ્રમાણે કારણે જો ગુરુ નિષેધ કરે તો શિષ્ય સંક્ષેપથી ફટ્ટાવન્દનકરે. હવે જો વ્યગ્રતાદિકારણોન હોય તો તેને વન્દન કરવાની અનુજ્ઞા-રજા આપવા માટે ગુરુ ઇન્વેન'=‘મપ્રયેળ” અર્થાત્ તું વન્દન કરે તે મને પણ અભિપ્રેત છે, ખૂશીથી ઈચ્છા પ્રમાણે કરો,-એમ કહે. ગુરુના છ ઉત્તરો પૃ. ૧૩૬માં જણાવ્યા તેમાંનો આ પહેલો ઉત્તર જાણવો. તે પછી વન્દન કરનાર ત્યાં જ (સાડા ત્રણ હાથ દૂર) ઊભો રહીને કહે કે- “મણુનાદ બે મિટિં ('મનુનાનીત મિતાડવBર્દ') અર્થાત્ “એ” મને, મિત” એટલે આપના સાડા ત્રણ હાથપ્રમાણ, ‘ગવપ્રદ એટલે જગ્યામાં પ્રવેશ કરવાની, ‘મનુગાનીત' અનુમતિ આપો! અહીં આચાર્ય મહારાજથી ચારેય દિશાઓમાં પોતાના શરીરપ્રમાણ (સાડા ત્રણ હાથ) જમીન તે અવગ્રહ કહેવાય છે, તેમાં તેઓની અનુમતિ વિના પ્રવેશ કરી શકાય Page #171 -------------------------------------------------------------------------- ________________ 152 ) ગુરુવંદન અધિકાર શ્રાદ્ધદિનકૃત્ય નહિ. કહ્યું છે કે आयपमाणमित्तो, चउद्दिसि होइ उग्गहो गुरुणो । अणणुण्णायस्स सया, न कप्पए तत्थ पविसेउं ॥१॥ ભાવાર્થ-“ચારેય દિશામાં આત્મ (શરીર) પ્રમાણ મિત્ત (માપવાળી) ભૂમિતે ગુરુનો અવગ્રહ કહેવાય છે. અનુમતિ મેળવ્યા વિના કદાપિ ત્યાં પ્રવેશ કરવો કલ્પ નહિ.” (આ પૃ. ૧૩૩ માં કહેલા અવગ્રહનું સ્વરૂપ જાણવું અને) આ રીતિએ રજા માગવી તે શિષ્યનું બીજાં સ્થાન (પ્રશ્ન) જાણવું. તેના જવાબમાં ગુરુ કહે કે- ‘મધુનામિ' અર્થાત્ હું પ્રવેશ કરવાની અનુમતિ આપુ છું.” ગુરુનો આ બીજો ઉત્તર (જવાબ) જાણવો. તે પછી શિષ્ય જમીન પ્રમાર્જતો નિશીહિં કહેવાપૂર્વક અવગ્રહમાં પ્રવેશ કરે (ગુરુની નજીક જાય). અહીં નિસીતિનો અર્થ ‘સર્વ અશુભ (પાપ) વ્યાપારનો ત્યાગ કરવાપૂર્વક એમ જાણવો. પછી સંડાસાની પ્રાર્થના કરવાપૂર્વક નીચે બેસે અને ગુરુ મહારાજના ચરણો પાસે જમીન ઉપર ઓધો મૂકીને તેઓઘામાં ગુરુના ચરણોની સ્થાપના (કલ્પના) કરે, તે પછીડાબા હાથે પકડેલી મુહપરિવડે ડાબા કાનથી જમણા કાન સુધી લલાટને તથા સંપૂર્ણડાબા ઢીંચણને ત્રણ વખત પ્રમાજીને મુહપત્તિડાબા ઢીંચણ ઉપર સ્થાપે; તે પછી ‘મરો” પદના ‘કારનો ઉચ્ચાર કરતી વેળાએ બે હાથની હથેલીઓની દશેય આંગળીઓ વડે ઘાને સ્પર્શ કરીને રો’ અક્ષરના ઉચ્ચાર વખતે લલાટને સ્પર્શ કરે; તે પછી, ‘ય’ પદના ‘’ અક્ષરનો ઉચ્ચાર કરતાં પુન: એ રીતિએ ઓઘાને સ્પર્શ કરીને યં અક્ષરનો ઉચ્ચાર કરતાં લલાટને સ્પર્શ કરે અને ‘ય’ પદના ' અક્ષરનો ઉચ્ચાર કરતાં ત્રીજી વાર ઘાને સ્પર્શીને ચં' અક્ષરનો ઉચ્ચાર કરતાં લલાટને સ્પર્શ કરે તે પછી ‘સં' પદ બોલતાં બે હાથ અને મસ્તકથી ઓઘાને સ્પર્શ કરે તે પછી ગુરુના મુખ સામે દષ્ટિ રાખીને બે હાથથી મસ્તકે અંજલિ કરી ‘વમણિજ્ઞો મેકિતાનો થી આરંભીને ‘દિવસો વફતો’ સુધીનો પાઠ બોલે. એ પદોનો અર્થ આ પ્રમાણે છે- ‘મહોય” (મધોwાય) એટલે ગુરુની અધોકાયને અર્થાત્ આપનાં ચરણોને, ‘ય’ (કાન) એટલે બે હાથ અને મસ્તકરૂપમારી કાયા વડે, સા' (સંસ્પર્શ) એટલે સ્પર્શ કરું છું. બકરું છું એ અધ્યાહારથી લેવું. અર્થાત્ “આપના ચરણોને હું બે હાથ અને મસ્તક વડે પ્રણામ કરું છું,’ આની અનુમતિનો સંબંધ પણ “મને આજ્ઞા આપો એમ પહેલાં માગેલી અનુમતિ સાથે સમજવો, કારણ કે- અનુમતિ વિના ગુરુને સ્પર્શ કરવાનો પણ અધિકાર નથી; તે પછી વમણિનો' (સમળીયા) એટલે ક્ષમા કરવા યોગ્ય છે, મે” (મદ્ધિ ) એટલેહે ભગવંત! આપે (તમારે) તિામો' (વર્તમ!) એટલે તમારા સ્પર્શથી આપના શરીરે થતી) બાધા, અર્થાત્ હે ભગવંત! મારા સ્પર્શથી આપના શરીરે જે ગ્લાનિ (બાધા) થાય તે આપે ક્ષમા કરવા યોગ્ય છે,' તથા પૂજિત્તતા” (મજ્યવત્તાનાનામ) એટલે અલ્પમાત્રગ્લાનિ–પીડાવાળા આપને, વાયુમેળ’ (ચંદુશુમેન) એટલે બહુ સુખપૂર્વક, મે” (મવત) હે ભગવંતઆપનો, ‘દિવસો વફર્વતો' (વિવો વ્યતિક્રાન્તા) એટલે દિવસ પૂર્ણ થયો? સળંગ અર્થ - હે ભગવંત! અલ્પ માત્ર બાધા (બાધારહિત શરીર)વાળા આપને સુખપૂર્વક દિવસ પૂર્ણ થયો?અહીં દિવસ શબ્દથી રાત્રિ, પક્ષ, ચતુર્માસ અને સંવત્સર’ પણ સમજી લેવા. શિષ્યના પ્રશ્નરૂપ આ ત્રીજું સ્થાન જાણવું. એ રીતિએ બે હાથ જોડીને ગુરુનો ઉત્તર સાંભળવા ઈચ્છતા શિષ્યને ગુરુ જવાબ આપે કે–‘તદત્તિ એટલે તેમજ, અર્થાત્ તું પૂછે છે તેમ મારો દિવસ સુખપૂર્વક પૂર્ણ થયો છે. (ગુરુનો આ ત્રીજો ઉત્તર (વચન) જાણવો.) આ પ્રશ્નોત્તરમાં ગુરુ મહારાજના શરીરની સુખશાન્તિને અંગે પૂછવામાં આવ્યું. હવે તપ-નિયમ સંબંધી કુશળતા પૂછે છે. ‘નત્તા ” માં અનુદાત્ત'સ્વરથી ‘વ’ કારનો ઉચ્ચાર કરતી વેળાએ બહથેલીઓની દશેય આંગળીઓથી Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ગુરુવંદન અધિકાર ઓઘાને સ્પર્શ કરવો, પછી હથેલીઓ સવળી કરી લલાટ તરફ લઈ જતાં મધ્યમાં (હૃદય સામે) આવે ત્યારે ‘ત્તા’ નો ‘સ્વરિત’ સ્વર વડે ઉચ્ચાર કરવો અને પોતાની દૃષ્ટિ ગુરુના મુખ સામે રાખી તે હથેલીઓથી લલાટને સ્પર્શ કરતાં ‘ઉદાત્ત’ સ્વરથી ‘મે’ અક્ષર બોલવો. અહીં ‘નત્તા’ (યાત્રા) એટલે યાત્રા, ‘મે’ (મવતાં) એટલે ભગવંત આપને, તાત્પર્ય કે– હે ભગવંત ! આપની ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક ભાવવાળી સંયમ, તપ અને નિયમ રૂપ યાત્રા વૃદ્ધિવાળી છે ? અર્થાત્ આપને સંયમ, તપ અને નિયમમાં વિશેષ વિશુદ્ધિ છે ? શિષ્યના પ્રશ્ન રૂપ આ ચોથું સ્થાન જાણવું. તે અવસરે ગુરુ પણ ઉત્તર આપે કે— ‘તુમઁપિ વટ્ટ ?’ (તવાવિ વર્તતે ?) એટલે તારે પણ તેમ છે ? અર્થાત્ તું પૂછે છે તેમ મારી તો સંયમયાત્રા નિર્વિઘ્ન અને વિશુદ્ધ છે, તારે પણ સંયમયાત્રા તેવી છે ? (વધતી છે?) ગુરુનો એ ચોથો ઉત્તર જાણવો. 153 તે પછી નિગ્રહ કરવા લાયક ‘મન અને ઈન્દ્રિયોને અંગે’ કુશળતા પૂછવા માટે ‘નવશિષ્ત્ર = મે ?’ એ પાઠ ખોલે. તેમાં ‘અનુદાત્ત’ સ્વરે પ્રથમ ‘ન’કારનો ઉચ્ચાર કરતાં પૂર્વની જેમ બે હથેલીઓથી ઓઘાને સ્પર્શ કરે, પછી હથેલીઓ સવળી કરી લલાટ તરફ લઈ જતાં વચ્ચે અટકીને ‘સ્વરિત’ સ્વરે ‘વ’કારનો ઉચ્ચાર કરે અને લલાટે લગાડતાં ‘ઉદાત્ત’ સ્વરથી ‘નિ’ અક્ષર બોલે. એ ત્રણ અક્ષરો બોલવા છતાં પ્રશ્ન અધૂરો હોવાથી જવાબની રાહ જોયા વિના જ પુન: ‘અનુદાત્ત’ ‘i’ અક્ષર બોલતાં બે હથેલીઓથી પહેલાંની જેમ ઓઘાને સ્પર્શ કરે, ત્યાંથી પાછી તે લલાટ તરફ લઈ જતાં મધ્યમાં અટકાવીને ‘સ્વરિત’ સ્વરે ‘7’ અક્ષરનો ઉચ્ચાર કરે અને બે . હાથ લલાટે લગાડતાં ‘ઉદાત્ત’ સ્વરે ‘મે’ અક્ષર બોલે, તે પછી ગુરુના જવાબની રાહ જોતો તે જ રીતિએ બેસી રહે. અહીં ‘નવનિષ્ન’ (યાપનીય) એટલે કાબૂમાં રાખવા લાયક આપની ઈન્દ્રિયો અને મન, ઉપશમ વિગેરે પ્રકારોના સેવનથી અબાધિત છે ? તથા ‘=’ એટલે વળી અને ‘મે’ (મવતાં) એટલે આપનું, અર્થાત્~‘વળી હે ભગવંત ! ઉપશમન કરવા લાયક જે આપની ઈન્દ્રિયો અને મન, તેના ઉપશમન વિગેરે દ્વારા આપનું શરીર અબાધિત છે ? તાત્પર્ય કે – આપના શરીરે ઈન્દ્રિયાદિકની બાધા તો નથી ને ?’ (અહીં ‘શરીર’ અધ્યાહારથી સમજવું .) એમ ભક્તિપૂર્વક પૂછતા શિષ્યે આ રીતિએ પૂછવાથી, ગુરુનો વિનય કર્યો ગણાય છે. શિષ્ય ગુરુને નિરાબાધતા પૂછવા રૂપ આ પાંચમું સ્થાન જાણવું. તેનો જવાબ ગુરુ આપે કે– ‘i’= હા ! એમ જ છે.’ અર્થાત્ ઈન્દ્રિયાદિકથી હું અબાધિત છું. ગુરુના ઉત્તર રૂપ પાંચમું વચન જાણવું. તે પછી શિષ્ય ઓઘા ઉપર બે હાથ અને મસ્તક લગાડીને પોતાના અપરાધોને ખમાવવા માટે આ પ્રમાણે કહે– ‘વામેમિ વમાસમળો ! તેવસિઞ વામ' (ક્ષમયામિ ક્ષમાશ્રમળ ! વૈવત્તિ વ્યતિમં) એટલે ‘હે ક્ષમાશ્રમણ! હું દિવસમાં થયેલા વ્યતિક્રમો (અપરાધો)ને ખમાવું છું.’ અર્થાત્—‘હે ક્ષમાદિગુણયુક્ત શ્રમણ ! આજે આખા દિવસમાં અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનોમાં થયેલી વિરાધના રૂપ મારા અપરાધોને હું ખમાવું છું– આપની પાસે ક્ષમા માગું છું’– આ અપરાધ ખમાવવા રૂપ શિષ્યનું છઠ્ઠું સ્થાન જાણવું. અહીં ગુરુ જવાબમાં કહે કે – ‘અવિ હામેમિ’ (અત્તિ ક્ષમામિ) એટલે ‘હું પણ તમને ખમાવું છું ’ અર્થાત્ ‘પ્રમાદને વશ મારાથી આખા દિવસમાં તમારા પ્રત્યે હિતશિક્ષા વિગેરેમાં પણ અવિધિ આદિ કરવા રૂપ જે કોઈ અપરાધ થયો હોય તેને હું પણ ખમાવું છું.’ એ ગુરુનું છઠ્ઠું વચન જાણવું. એ પ્રમાણે શિષ્ય પ્રણામ કરવાપૂર્વક ખમાવીને પણ પાછળની જમીન પ્રમાર્જવાપૂર્વક અવગ્રહમાંથી બહાર નીકળતાં ‘ઞવસ્લિમ’ બોલે તથા પછી ‘પદ્મિમામિ’ થી આરંભીને ‘નો મે અઞરો ઓ’ સુધીનો પાઠ બોલે. આ પાઠ પોતાના અપરાધોના (અતિચારોના) નિવેદન રૂપ હોવાથી ‘આલોચના’ નામના પહેલા Page #173 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર 154 શ્રાદ્ધદિનકૃત્ય પ્રાયશ્ચિત્તને સૂચવનાર છે, અર્થાત્ એ પાઠથી પોતાના અતિચારોનું નિવેદન કરવારૂપ‘આલોચના' નામનું (દોષોને કહી સંભળાવવા રૂપ પહેલું) પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. તે પછીનો ‘ત વમાસમનો પશ્ચિમામિ વિગેરે પાઠ ‘પ્રતિક્રમણ નામના પ્રાયશ્ચિત્તનો સૂચક છે, તે ફરી હું એવા દોષો નહિ કરું અને આત્માની શુદ્ધિ કરીશ' –એવી બુદ્ધિથી બોલે. આ પાઠથી, પુન: એવી ભૂલો નહિ કરવાના નિર્ણયપૂર્વક આત્માની શુદ્ધિ કરવા માટે મિચ્છામિ દુક્કડ'દેવારૂપ (અર્થાત્ પોતે કરેલી ભૂલો અંગે ગુરુની સન્મુખ મિચ્છામિ દુક્કડં દેવારૂપ) પ્રતિક્રમણ નામનું બીજું પ્રાયશ્ચિત્ત કરે તે પાઠનો અર્થ આ પ્રમાણે છે- ‘માવલ્લિકા' (બાવચા) એટલે‘ચરણસિત્તરી-કરણસિત્તરી રૂપ અવશ્ય કરવા યોગ્ય કાર્યોને અંગે જે અયોગ્ય વર્તન થયું હોય તેનું પડિમમિ' (તિમમિ) એટલે પ્રતિક્રમણ કરું છું, અર્થાત્ તેનાથી પાછો ફરું છું. એ રીતિએ સામાન્યથી કહીને વિશેષથી સ્પષ્ટ રૂપે કહે છે- ‘વમાસમાં ફેવસિમાણ માસાયTIઈ' (ક્ષમાશ્રમUIનાં વેવસવા માગતનયા) એટલે ક્ષમાશ્રમણ પ્રતિ (ગુરુ પ્રત્યે) આખા દિવસમાં કરેલી જ્ઞાનાદિ લાભોનો નાશ કરનારી વિષિાઓ રૂપ‘આશાતનાઓ વડે થયેલા અપરાધોનું હું પ્રતિક્રમણ કરું છું – એમ સર્વ વાક્યોમાં સંબંધ જોડવો. હવે કયી કયી કેટલી આશાતનાઓ વડે?' તે જણાવે છે. તિરસન્નયRાઈ' (ત્રશ્ચિચતયા) એટલે ગુરુની તેત્રીશ આશાતનાઓ કહી છે તે પૈકી કોઈપણ એક-બે-ત્રણ કે તેથી અધિક જે જેટલી આશાતનાઓ થઈ હોય તે દરેક આશાતનાઓ રૂપ અપરાધને, અહીં આખા દિવસમાં અનેક આશાતનાઓ થવાનો સંભવ હોવાથી એક-બે અગર સઘળી આશાતનાઓ એમ કહ્યું છે. તે આશાતનાઓ નીચે પ્રમાણે છે– ગુરુની ૩૩ આશાતનાઓ (૧) ગુરુની આગળ ચાલવાથી આશાતના’ –નિષ્કારણ ગુરુની આગળ ચાલવાથી શિષ્યને વિનયનો ભંગ થવારૂપ આશાતના થાય છે. માર્ગદેખાડવા કે કોઇ વૃદ્ધ, અંધ વિગેરેને સહાય કરવા માટે આગળ ચાલવામાં દોષ નથી, (૨)‘ગુરુની સાથે જ બાજુએ જમણાકડાબા પડખે ચાલવાથી અને (૩)‘ગુરુની પાછળ ચાલવાથી; પાછળ પણ બહુ નજીકમાં તેઓની લગોલગ ચાલવાથી નિશ્વાસ, છીંક, શ્લેષ્મ વગેરે લાગવાનો સંભવ હોવાથી આશાતના થાય. એ ચાલવાની આશાતનાઓની જેમ (૪) નિષ્કારણ ગુરુની આગળ, (૫) બરાબર બાજુમાં, અને (૬) પાછળ પણ બહુ નજીકમાં-એમ ત્રણ રીતિએ ‘ઊભા રહેવાથી’ ત્રણ આશાતના થાય. વળી એ જ રીતિએ નિષ્કારણ (૭) ગુરુની આગળ, (૮) બરાબર બાજુમાં જ, તથા (૯) બહુ નજીક પાછળના ભાગમાં– એમ ત્રણ સ્થાને બેસવાથી પણ ત્રણ આશાતનાઓ થાય. (૧૦) ગુરુની-આચાર્યની સાથે અંડિલ ગયેલા સાધુ પોતે ગુરુની પહેલાં દેહશુદ્ધિ વગેરે આચમન કરે તે “આચમન’ નામની આશાતના, (૧૧) કોઈ ગૃહસ્થાદિની સાથે ગુરુને વાત કરવાની હોય કે જેમને ગુરુએ બોલાવવાનો હોય, તે માણસને શિષ્ય પોતે જ ગુરુની પહેલાં બોલાવીને વાત કરે તે પૂર્વાલાપન' નામની આશાતના, (૧૨) આચાર્યની સાથે બહાર ગયેલો કે ત્યાંથી પાછો આવેલો શિષ્ય ગુરુની પહેલાં જ ગમનાગમન આલોચે (ઈરિયાવહિ કરે) તે ગમનાગમન આલોચના” નામની આશાતના, (૧૩) ભિક્ષા (ગોચરી) લાવ્યા પછી ગુરુની સમક્ષ તેની આલોચના ક્ય કહી જણાવ્યા) પહેલાં જ કોઈ નાના સાધુની સમક્ષ આલોચના કરીને પછી ગુરુ સમક્ષ આલોચના કરે તે આશાતના, (૧૪) એ જ પ્રમાણે ભિક્ષા લાવીને ગુરુને દેખાડ્યા પહેલાં જ બીજા કોઈ નાના સાધુને દેખાડી પછી ગુરુને દેખાડવાથી આશાતના, (૧૫) ભિક્ષાલાવીને ગુરુને પૂછ્યા વિના જ નાના સાધુઓને તેઓની ઈચ્છાનુસાર માગે તેટલુંઘણું આપી દેવાથી આશાતના, (૧૬) ભિક્ષાલાવીને પહેલાં કોઈનાના સાધુનેવાપરવા માટે નિમંત્રણ કરી પછી ગુરુને નિમંત્રણ કરવાથી આશાતના, Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 155) ગુરુવંદન અધિકાર (૧૭) પોતે ભિક્ષા લાવીને આચાર્ય (ગુરુ) ને કંઈક માત્ર આપીને ઉત્તમ વર્ણ—ગંધ-રસ–સ્પર્શવાળી સ્નિગ્ધ (ઘણી વિગઈવાળી) તથા મધુર-મનને ગમેતેવી વસ્તુઓ-આહારકેશાક વગેરે પોતે જવાપરી જવાથી આશાતના, (૧૮) રાત્રિએ ગુરુ મહારાજ પૂછે કે – હે સાધુઓ! કોણ કોઈ જાગો છો કે ઊંઘો છો? ત્યારે પોતે જાગતો છતાં જવાબ નહિ આપવાથી આશાતના, (૧૯) એપ્રમાણે દિવસે કે અન્ય સમયે પણ ગુરુએ પૂછવાછતાં જવાબ નહિ આપવાથી આશાતના, (૨૦) ગુરુ બોલાવે ત્યારે જ્યાં બેઠા કે સુતા હોય ત્યાંથી જ ઉત્તર આપવાથી, અર્થાત્ શિષ્યને ગુરુ બોલાવે ત્યારે આસન કે શયન ઉપરથી ઉઠીને પાસે જઈને ત્થા વંમિ’ કહીને તેઓ કહે તે સાંભળવું જોઈએ-તે પ્રમાણે વિનયપૂર્વક નહિ કરવાથી આશાતના, (૨૧) ગુરુ બોલાવે ત્યારે શિષ્ય ‘મસ્થા, વંમ કહી પાસે જવું જોઈએ, તેને બદલે ‘શું છે? શું કહો છો ?’ વગેરે પ્રકારનો ઉત્તર આપવાથી આશાતના, (૨૨) શિષ્ય ગુરુની સામે તું-તારું' વગેરે અપમાનજનક તુંકાર બોલવાથી આશાતના, (૨૩) જ્યારે કોઈ પ્લાન (માંદા–બાલ-વૃદ્ધ) વગેરેનીયાવચ્ચ માટે અમુક કામ કરો –એમગુરુ શિષ્યને કહે, ત્યારે તેના જવાબમાં ‘તમે કેમ કરતા નથી? મને કહો છો ?'–એમ શિષ્ય બોલે; જ્યારે ગુરુ કહે કે તું આળસુ છે, ત્યારે શિષ્ય કહે કે- તમો આળસુ છો; એમ ગુરુજે વચન કહે તે જ વચન શિષ્ય ગુરુને સામે સંભળાવે તે ‘તજાતવચન' કહેવારૂપ આશાતના, (૨૪) ગુરુની આગળ ઘણું બોલવાથી, કઠોર (કરડાં) વચન બોલવાથી કે મોટા અવાજે બોલવાથી આશાતના, (૨૫) જ્યારે ગુરુવ્યાખ્યાન કરતા હોય ત્યારે ‘આહકીક્ત આમછે' –એમ વચ્ચે બોલવાથી આશાતના, (૨૬) ગુરુજે ધર્મકથા (વ્યાખ્યાન) કરતા હોય તેમાં આ અર્થતમોને સ્મરણમાં નથી, તમોતે ભૂલી ગયા છો, તમે કહો છો તે અર્થ સંભવતો નથી'– એમ શિષ્ય બોલવાથી આશાતના, (૨૭) જ્યારે ગુરુ ધર્મ સંભળાવતા હોય ત્યારે તેમના પ્રત્યે મનમાં પૂજ્યભાવ નહિ હોવાથી શિષ્ય ચિત્તમાં પ્રસન્નનહિથવું, ગુરુના વચનની અનુમોદના નહિ કરવી અને ‘આપે સુંદર સમજાવ્યું–એમ પ્રશંસા નહિ કરવી તે ઉપહતમનસ્વ' નામની આશાતના, (૨૮) જ્યારે ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે અત્યારે તો ભિક્ષા લેવા જવાનો સમય છે, સૂત્ર ભણવાનો અવસર છે, ભોજન કરવાનો સમય થઈ ગયો છે વગેરે કહીને સભાને તોડવાથી આશાતના, (૨૯) જ્યારે ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે શિષ્ય “એ વાત હું તમોને કહીશ'-એમ શ્રોતાઓને કહી ગુરુની કથાને તોડી નાખવી, તે ક્યાછેદન' નામની આશાતના, (૩૦) ગુરુએ વ્યાખ્યાન આપ્યા પછી-સભા ઉક્યા પહેલાં જ ત્યાં શિષ્ય પોતાની ચતુરાઈ વગેરે જણાવવા માટે ગુરુ કરતાં પણ જાણે વિશેષ જાણતો હોય તેમ ધર્મકથા કરવાથી આશાતના, (૩૧) ગુરુની આગળ શિષ્ય ગુરુથી ઊંચા આસને કે તેમની બરાબર આસને બેસવાથી આશાતના, (૩૨) ગુરુનાં શય્યાસંથારો-કપડાં વગેરેને પગલગાડવાથી કે તેમની રજા વિના હાથ લગાડવાથી અને એ પ્રમાણે કરવા છતાં ક્ષમાનહિ . માગવાથી આશાતના. કહ્યું છે કે संघट्टइत्ता काएणं, तहा उवहिणामवि । खमेह अवराहं मे, वइज न पुणत्ति अ ॥१॥ (श्री दशवै० अ० ९-उ० २-१८) ભાવાર્થ-“ગુરુને તથા તેઓનાંપડાં વગેરે વસ્તુઓને જો શરીરથી સ્પર્શથઈ જાયકે તેમની રજા સિવાય સ્પર્શ કરે, તો ‘મારા અપરાધને ક્ષમા કરો –એમ કહીને શિષ્ય ક્ષમા માગે અને ફરીથી આવી ભૂલ નહિ કરું – એમ કહે.” તથા (૩૩) ગુરુની શય્યા-સંથારા-આસન વગેરે ઉપર ઊભા રહેવાથી, બેસવાથી અને શયન કરવાથી (અથપત્તિએ તેઓનાં વસ્ત્ર–પાત્રાદિ કોઈ પણ વસ્તુને પોતે વાપરવાથી) આશાતના થાય છે. ગુરુની આ તેત્રીશ Page #175 -------------------------------------------------------------------------- ________________ 156 ) ગુરુવંદન અધિકાર શ્રાદ્ધદિનકૃત્ય આશાતનાઓને જણાવનારી ગાથાઓ શાસ્ત્રમાં નીચે પ્રમાણે જણાવેલી છે. पुरओ-पक्खासन्ने, गमणं ३ ठाणं ६ निसीअणं ९ ति नव । सेहे पूव्वं आयमई १०, आलवइ ११ य तहय आलोए १२ ॥१॥ असणाइअमालोएइ १३, पडिदंसइ १४ देइ १५ उवनिमंतेइ १६ । सेहस्स तहाहाराइ-लुद्धो निद्धाइ गुरुपुरओ १७ ॥२॥ राओ गुरुस्स वयओ, तुसिणि सुणिरो वि १८ सेसकाले वि १९ । तत्थगओ वा पडिसुणइ २०, बेइ किं ति व २१ तुमं ति गुरू २२ ॥३॥ तज्जाए पडिहणइ २३, बेइ बहुं २४ तह कहतरे वयइ । एवमिमं ति अ २५ न सरसि २६, नो सुमणे २७ भिंदई परिसं २८ ॥४॥ छिंदइ कह २९ तहाणु-ट्ठिआइ परिसाइ कहइ सविसेसं ३० । गुरुपुरओ वि निसीअइ, ठाइ समुच्चासणे सेहो ॥५॥ संघट्टइ पाएणं, सिज्जासंथारयं गुरुस्स तहा ३२। तत्थेव ठाइ निसीअइ, सुअइ व सेहोत्ति तेत्तीसं ॥६॥ (આ ગાથાઓનો ભાવાર્થ ઉપર ૩૩ આશાતનાઓના વર્ણનમાં કહ્યો તે પ્રમાણે સમજવો.) ગુરુની આ આશાતનાઓ સાધુની જેમ યથાસંભવ (જેને જે થવાનો સંભવ હોય તે) શ્રાવકને પણ લાગે છે, તે શ્રાવકોએ પણ સમજીને વર્જવી. (આ ગુરુ સંબંધી આશાતનાઓ પૈકી એક, બે કે સઘળી આશાતનાથી થયેલા અપરાધનું પ્રતિક્રમણ કરું છું એમ સંબંધ સમજવો.) હવે એજ આશાતનાઓ સંબંધી કાંઈક વિશેષથી કહે છે- ‘ગંર્વિવિમિચ્છીપ' (વિન (મધ્યયા) = જે કાંઈ ખરાબ-જુઠાં, જેવાં-તેવાં નિમિત્ત લઈને મિથ્યા એટલે ખોટા ભાવથી કરી હોય તેવી આશાતનાથી, વળી ‘મળતુડાણ વધુધડા વાયદુક્કડી” (મનોકુતિયા-વાતુવૃતયા-ઝાયડુતયા) એટલે દુષ્ટ મનથી અર્થાત્ પ્રષિ વગેરે દ્વારા, દુષ્ટ વચનથી એટલે અસભ્ય-કઠોર વગેરે દુષ્ટ વચન દ્વારા અને દુષ્ટ કાયાથી એટલે નજીકમાં (પાસ) ચાલવું, બેસવું વગેરે દુર કાયિક પ્રવૃત્તિ દ્વારા- એ રીતિએ થયેલી આશાતનાઓથી, તેમાં પણ મોહાણ માળા માયા તોમાઈ' (ક્રોધ-માન-માયા-તોમા) એટલે ‘ક્રોધસહિત-માનસહિત-માયાસહિતલોભસહિત અર્થાત્ ક્રોધાદિ ચાર કષાયોથી કરેલી આશાતનાઓથી, તાત્પર્યક–જોધવગેરે કષાયોને વશ થઈને જે કોઈ વિનયભંગ વગેરે રૂપ આશાતનાઓ કરી હોય તેનાથી, એ પ્રમાણે દિવસ સંબંધી કરેલી આશાતનાઓને કહી; હવે પખવાડીયું, ચતુર્માસ કે વર્ષમાં કરેલી તથા આ ભવમાં કે અન્ય ભવોમાં કરેલી, કરાતી કે થનારી ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની સઘળી આશાતનાઓને જણાવવા માટે કહે છે કે- સવ્વાતિમા' (સર્વાતિવયા) એટલે સર્વ (ત્રણેય) કાળની આશાતનાઓથી અહીં ભવિષ્યકાળ સંબંધી આશાતના કેવી રીતિએ થાય ? તેનું સમાધાન કરતાં કહે છે કે–“આવતી કાલે અગર અમુક વખતે હુંગુરુ પ્રત્યે અમુક અમુક અનિષ્ટવર્તન કરીશ’ –એમ વિચારવાથી ભવિષ્યકાળની આશાતના જાણવી. એ જ પ્રમાણે ભવાન્તરમાં પણ તેઓનો વધ વગેરે કરવાનું નિયાણુકરવારૂપ અન્ય જન્મની પણ ભવિષ્યની આશાતના બની શકે છે. એમ ત્રણેયકાળની આશાતનાઓથી, Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (157) ગુરુવંદન અધિકાર વળી વ્યમિચ્છોવાઈ' (સર્વમિથ્થોપવારા) સર્વ દંભ-પટ-માયાભરેલી ખોટી પ્રવૃત્તિ રૂપ અસત્ ક્રિયા (કાર્યો) કરવા રૂપ આશાતનાથી, તથા સર્વાધમાધમUIણ' (સર્વધર્મતિમયા) એટલે ‘આઠ પ્રવચનમાતાનું પાલન અથવા સામાન્યથી સંયમ આરાધનાને અંગે કરવા યોગ્ય સર્વ કાર્યો,' તે રૂપ સર્વ ધર્મોમાં જે અતિક્રમણ એટલે ઉલ્લંઘન અર્થાત્ વિરાધના કરવારૂપ આશાતના, તેનાથી, ‘માસાયTI,ગોમે મારો ગો” (માતનયા યો યાતિવારઃ કૃતિ ) એટલે એ પ્રમાણે ગુરુની આશાતનાઓ દ્વારા મેં જે કોઈ અતિચાર એટલે અપરાધ કર્યો હોય, ‘ત માસમણો પડિલીમામિ' (તી સમશ્રમ!પ્રતિદ્રમામિ) એટલે હે ક્ષમાશ્રમણ ! હું તે અતિચારોનુંઅપરાધોનું તમારી સાક્ષીએ પ્રતિક્રમણ કરું છું. અર્થાત્ ફરીથી નહિ કરવાની ભાવનાપૂર્વક તે અપરાધોથી મારા આત્માને પાછો હઠાવું છું, તથા ‘નિંદ્રામ વિદ્યામિ ગપ્પાને વોસિરામિ' (નિંદ્રામ-ર્દેિ-માત્માનં વ્યસૃજ્ઞામિ) એટલે તે અપરાધો રૂપ દુષ્ટ કાર્ય કરનારા મારા ભૂતકાલીન આત્માની (આત્મપર્યાયની) સંસારથી વિરક્ત થયેલા મારા પ્રશાન્ત ચિત્ત વડે (વર્તમાનકાલીન આત્માના શુદ્ધ અધ્યવસાયો વડે) નિન્દા કરું છું, આપની સાક્ષીએ તેવા દુષ્ટ કાર્યો કરનારા મારા તે આત્માની ગહ કરું છું અને દુષ્ટ કર્મ કરનારા મારા તે આત્માને તેની અનુમોદના નહિ કરવારૂપે તળું છું-વોસિરાવું છું. (અર્થાત્ મેં અયોગ્ય કર્યું છે એમ હું કબૂલ કરું છું.) એ પ્રમાણે ગુરુવન્દનક સૂત્ર બોલવાપૂર્વક પહેલી વખત વન્દનકરીને, પુન: અવગ્રહની બહાર ઊભા ઊભા અર્ધશરીર નમાવીને, બીજી વખત વન્દન કરવા માટે ‘ચ્છામિ મસમો થી શરૂ કરીને વોસિરામિ' સુધી બીજી વખત સંપૂર્ણ પાઠ બોલે, પણ એટલું વિશેષ સમજવું કે–બીજી વખતના વન્દનમાં અવગ્રહથી બહાર નીકળ્યા વિના જ ‘માવસ્તિના પાઠ છોડીને બાકીનો બધો સૂરપાઠ બોલે. (અહીંગુરુવંદનના ત્રણ પ્રકાર (પૃ. ૧૨૩) થી પ્રારંભીને અહીં સુધીનું લખાણ ધર્મસંગ્રહ ભાગ પહેલાના ગુજરાતી ભાષાંતરમાંથી થોડા સુધારા-વધારા સાથે સાભાર ઉદ્ધત કર્યું છે.) સુગુરુવંદન (વાંદણા) અવનતવંદન મુદ્રા (અહીંઆ ઊભા ઊભા વંદન શરૂ કરો ત્યારે પ્રારંભમાં આ મુદ્રા કરવાની છે.) Page #177 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર (158) શ્રાદ્ધદિનકૃત્ય સુગુરુવંદન પ્રસંગના ૬ આવર્તી વાંદણા વખતે બે હાથ, ચરવલો અને મુહપત્તિ ક્યાં અને કેવી રીતે રાખવા તે ચિત્રમાં જુઓ. અબોલતી વખતે બે હાથ ક્યાં મૂક્યા અને બોલતી વખતે ક્યાં મૂક્યા, જ..તા...ભે માં ત્તા બોલતી વખતે ક્યાં અટકવું તથા બીજા અક્ષરો શરીરના ક્યા સ્થાન પાસે બોલવા તે તથા શીર્ષ નમન વગેરે કેમ કરવું તે અહીંથી શરૂ થતા ચિત્રોમાં બતાવ્યું છે. ચિત્રોનો ક્રમ નીચેથી ઉપર તરફ છે તે ખાસ ધ્યાન રાખવું. ચિત્ર / / ) ) [‘સંફાસં” અને “ખામેમિ . ખમાસમણો' બોલતી| ચિત્ર ( વખતે ચિત્રમાં બતાવ્યા '' V મુજબ શિર્ષનમન કરવું | ખામેમિ W 90 ખમાસમણો - a સંફાસ છે આ બે ણિ ભે & ૪ - તા 20 હો યં ય A A A ચિત્ર : | I A A વત્તા વ ચ A A A A > VVA | | | -> Zimછે [અ કા કા Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ગુરુવંદન અધિકાર ગુરુવંદન વિષે વિવેચન સાધુ સેવાના અનેક પ્રકારો છે. તેમાં મુખ્ય ત્રણ છે. ૧. ગુરુવંદન, ૨. જિનવાણીશ્રવણ, ૩. અને સુપાત્રદાન. જ્યારે જ્યારે સાધુનો યોગ થાય ત્યારે ત્યારે શ્રાવકે દરરોજ ગુરુવંદન વગેરે કરવું જોઈએ. ગુરુવંદનથી માનકષાયનો નાશ થાય છે. માનકષાય ભયંકર દોષ છે. અભિમાની જીવ અક્કડ રહે છે. અક્કડ રહેનાર બીજાને નમી શકે નહિ. અક્કડ રહેનાર વર્તમાનમાં પ્રત્યક્ષ ઉપકારી એવા માતા-પિતાને પણ નમી શકે નહિ. જે માતા–પિતાને પણ ન નમે તે ગુરુઓને ક્યાંથી નમે ? જેને ગુણી કે ઉપકારીઓને નમવામાં શરમ આવે છે તેનામાં અહંકાર છે એ સૂચિત થાય છે. મા-બાપને નમવામાં શરમ દૂષણ છે આજના યુવાનોને મા–બાપને નમસ્કાર કરવામાં શરમ આવે છે. આ શરમ ખોટી છે. સારા કામમાં શરમ દૂષણ છે. ખરાબ કામમાં શરમ આવવી જોઈએ, સારા કામમાં નહિ. કેટલાકને મા–બાપને નમસ્કાર કરવામાં પોતાનું વ્યક્તિત્વ હણાતું હોય એમ લાગે છે. મા-બાપને નમસ્કાર કરવામાં વ્યક્તિત્વ હણાતું નથી, કિન્તુ અધિક સમૃદ્ધ બને છે. વિનીત પુત્ર મા-બાપને નમસ્કાર કરીને ગૌરવ અનુભવે. આથી તેને મા-બાપને નમસ્કાર કરવામાં જરાય શરમ ન આવે. 159 પ્રણામની ક્રિયા કૃત્રિમ નથી આજે ઘણા કહે છે કે, આ પ્રમાણે પ્રણામ કરવાથી શો લાભ ? આ તો બાહ્મક્રિયા છે. બાહ્યક્રિયા એ કૃત્રિમતા છે. પણ આમ કહેનારાઓએ એ સમજવાની જરૂર છે કે બાહ્ય ક્રિયા અંતરમાં રહેલા બહુમાન ભાવની સૂચક છે. બાહ્યથી પ્રણામ થાય છે એ જ સૂચવે છે કે અંતરમાં બહુમાન તથા નમ્રતા છે. અંતરમાં પ્રગટેલી નમ્રતા શક્તિ અને સંયોગો પ્રમાણે પ્રણામ વગેરે બાહ્યક્રિયા કરાવ્યા વિના રહેતી નથી. આ એક સામાન્ય નિયમ છે કે, અંતરમાં શુભ કે અશુભ જે ભાવ પ્રગટે તે ભાવ મુજબ બાહ્યક્રિયા કરવાનું મન થાય છે. આથી નમ્રતા પ્રગટે એટલે બાહ્ય પ્રણામાદિ ક્રિયા કરવાનું પણ મન થાય છે. નમ્રતા વિના નમન થાય નહિ. આથી જ ઘણાને અહંકાર નડવાથી પ્રણામ કરવામાં શરમ આવે છે. પ્રણામની ક્રિયા કૃત્રિમ લાગે છે એનું કારણ પણ અહંકાર છે. અહંકારથી પોતે નમી શકે નહીં. તથા પોતે નમતો નથી એ ભૂલ હોવા છતાં અહંકારને કારણે એ ભૂલનો સ્વીકાર થતો નથી, અને એના બચાવ માટે પ્રણામની ક્રિયા કૃત્રિમ છે, એમ કહેવામાં આવે છે. અલબત્ત, કોઈક અંતરમાં ભાવ ન હોવા છતાં સ્વાર્થ આદિ ખાતર નમે એવું બને. આથી જ ‘‘દગાબાજ દુગુના નમે’’ આવી કહેવત પ્રચલિત છે. “નમન નમનમેં ફેર હૈ, બહુત નમે નાદાન’ એ પંક્તિ પણ દંભનું સૂચન કરે છે. પણ આવું થોડાઓ માટે બને, અતિશય ખરાબ માણસો માટે બને, સારા માણસો માટે નહીં. અહીં આપણે · પ્રણામની વાત સારા મનુષ્યની અપેક્ષાએ જ કરી રહ્યા છીએ. ભાવ વિના પણ પ્રણામ કરવાથી ભાવ આવે કેટલાક યોગ્ય આત્માઓ માટે એવું પણ બને છે કે, પ્રારંભમાં ભાવ વિના પ્રણામ કરે, પણ પછી પ્રણામ કરતાં કરતાં જ ભાવ આવી જાય, કેટલાક જીવો ભાવ વિના બાહ્મક્રિયા કરતાં કરતાં ભાવવાળા બની જાય એ વિશે એક સ્ત્રીનો પ્રસંગ જોઈએ. એક સ્ત્રીએ તેના વકીલ પાસે જઈને કહ્યું : વકીલ સાહેબ ! હું મારા પતિથી કંટાળી ગઈ છું. મારે તેની સાથે છૂટાછેડા લેવા છે. તથા હું ઈચ્છું છું કે એનું જીવન એના માટે કપરું બની જાય. બાહોશ વકીલે સલાહ આપતાં કહ્યું: તો તમે આજથી તમારા પતિની પ્રશંસા કર્યા કરો. તથા તેમની એવી સેવા-ભક્તિ કરો કે જેથી તેમને તમારા વિના ન ચાલે. જ્યારે તેમને તમારા વિના ન ચાલે એવું વાતાવરણ સર્જાશે ત્યારે તમે છૂટાછેડા લેશો તો તે દુ:ખી થયા વિના નહિ રહે. તમારી સેવા-ભક્તિથી તમારા પતિ તમારા પર આધાર રાખતા થઈ જાય Page #179 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર 160) શ્રાદ્ધદિનકૃત્ય ત્યારે તમે છુટાછેડા માટે કેસ દાખલ કરી દેજો. એટલે તે અત્યંત દુઃખી બની જશે. સ્ત્રીને આ સલાહ ગમી. એ જ ઘડીથી તેણે વકીલની સલાહને અમલમાં મૂકી. બે-ત્રણ મહિના પછી એક સમારંભમાં તે સ્ત્રીની સાથે વકીલનો ભેટો થઈ ગયો. એટલે વકીલે તેને પૂછ્યું: મેં આપેલી સલાહ પ્રમાણે વર્તો છોને? સ્ત્રીએ કહ્યું: હાજી. વકીલે ફરી પૂછ્યું: તો હવે છૂટાછેડા લેવા માટે ક્યારે અરજી દાખલ કરું? સ્ત્રીએ સ્મિત વેરતાં કહ્યું તમારું ભેજું ગેપતો નથી થઈ ગયું ને? હું એમને છૂટાછેડા શા માટે આપું? હું તો તેમને અંતરથી ઈચ્છું છું, ચાહું છું. જેમ અહીં ભાવ વિના પતિની સેવા-ભક્તિ કરવાથી ભાવ આવી ગયો, તેમ કેટલાકને ભાવ વિના પ્રણામ કરતાં કરતાં ભાવ આવી જાય. એટલે પ્રણામ કરવાથી બે લાભ થાય. ૧. અંતરમાં ભાવ ન હોય તો તે આવે. ૨. અંતરમાં થયેલા ભાવમાં વૃદ્ધિ થાય. આથી પ્રણામની ક્રિયામાં કૃત્રિમતા નથી. પ્રણામ કરવાની ક્રિયામાં કૃત્રિમતા નથી એ વાત જેને જચી જાયતે ઉપકારીઓને પ્રણામ કરવામાં જરાય સંકોચ ન અનુભવે. પોતે શિક્ષિત હોય, ઊંચો હોદ્દો ધરાવતો હોય, અને ઉપકારી તેવા શિક્ષિત ન હોય, તેથી તદ્દન સામાન્ય હોય, તો પણ તેવા ઉપકારીને પ્રણામ કરવામાં જરાય સંકોચન અનુભવે. તેમા-બાપ વગેરેને (ઉપકારીને) ખાનગીમાં જ નમસ્કાર કરવામાં સંકોચ ન અનુભવે એમ નહિ. કિન્તુ જાહેરમાં અનેક લોકોની વચ્ચે પણ નમસ્કાર કરવામાં જરાય સંકોચ ન અનુભવે. જયાં નમસ્કાર નથી ત્યાં ધર્મ નથી નમન વિના ધર્મના આવે. આથી જ લલિતવિસ્તરા ગ્રંથમાંઘર્ષપ્રતિ મૂતમૂતાવન્દ્રના = "વંદના ધર્મનું મૂળ છે” એમ કહ્યું છે. નમસ્કારવિના ધર્મની પ્રાપ્તિનથાયએસૂચવવા નમસ્કાર મહામંત્રમાં નમો અરિહંતાનું એમ નમ: પદ પહેલાં મૂક્યું છે. નમો અરિહંતાળ એમ બોલો કે અરિહંતાણં નમો એમ બોલો, એબનેનો અર્થ તો “અરિહંતોને નમસ્કાર થાઓ” એવો એક જ થાય છે. આમ છતાં નમસ્કાર મહામંત્રમાં રહેતા નમો એવી રચના કરવાના બદલે નમો અરિહંતા એવી રચના “નમસ્કાર વિના ધર્મ નથી” એમ સૂચવવા કરી છે. નમ્રતા વિના સાચો નમસ્કાર ન થાય. અહંકાર ઘટ્યા વિના પણ ભૌતિક સ્વાર્થ, દેખાવ, ગતાનુગતિક્તા વગેરે અનેક કારણોથી નમસ્કાર થાય. પણ આ નમસ્કાર સાચો નથી. આજે ઘણા એવા જોવા મળશે કે જ્યાં પોતાનો સ્વાર્થ હોય ત્યાં ઓફિસર વગેરેને અત્યંત નમ્ર બનીને નમસ્કાર કરતા હોય. ઓફિસર વગેરેને કુકીઝૂકીને નમનારાઓ પણ પોતાના મા-બાપને ગાળો પણ દે છે, તેમના પ્રત્યે તોછડાઈથી વર્તે છે. આવાઓ દેખાવ માટે નમસ્કાર કરે તો પણ ધર્મ પામેલા તો ન હોય, કિન્તુ ધર્મ પામવાને પણ લાયક ન હોય. આંતરિક નમ્રતા આવ્યા વિના ધર્મ પામવાની યોગ્યતા પણ ન આવે. આંતરિક નમ્રતા વિના સાચો નમસ્કાર ન થાય, અને સાચા નમસ્કાર વિના ધર્મની પ્રાપ્તિ ન થાય, એટલે એમ અવશ્ય કહી શકાય કે જ્યાં નમસ્કાર નથી ત્યાં ધર્મ નથી. વિનય વિનાવિદ્યા ના આવડે જ્યાં ભાન કષાય હોય ત્યાં વિનયન હોય. અભિમાનથી વિનયનો નાશ થાય છે. આથી જ કહ્યું છે કેમના વિનયપધાતમનોતિ = માનથી ગુણીઓનો વિનય થઈ શકતો નથી. વિનય વિના વિદ્યા-જ્ઞાન ન આવે. જ્ઞાન વિના ધર્મના આવે. મહાપુરુષોએ સ્પષ્ટ કહ્યું છે કે દુ:ખનો નાશ અને સુખની પ્રામિ ધર્મથી જ થાય. ધર્મની આરાધના કરવા ધર્મનું જ્ઞાન હોવું જરૂરી છે. ધર્મના જ્ઞાન વિના ધર્મની આરાધના ન થાય. વિનય વિના ધર્મનું જ્ઞાન ન થાય. આ વિષે શ્રેણિકરાજાનું દષ્ટાંત છે. શ્રેણિક રાજાનું દષ્ટાંત રાજગૃહી નગરીમાં ચંડાલોના આગેવાનની પત્નીને ગર્ભના કારણે આમ્રફલ ખાવાનો દોહલો થયો. દોહલો Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ગુરુવંદન અધિકાર પૂર્ણ ન થવાથી દરરોજ તેના સર્વ અંગો દુર્બલ થવા લાગ્યાં. પત્નીને દુર્બલ થયેલી જોઈને પતિએ તેનું કારણ પૂછ્યું. પત્નીએ દોહલાની વિગત કહી. પતિએ કહ્યું: જો કે અત્યારે કેરીની મોસમ નથી તેથી કેરી મળવી મુશ્કેલ છે. તો પણ ગમે તે રીતે તારો દોહલો પૂરો કરીશ. વિચાર કરતાં ચંડાળને યાદ આવ્યું કે શ્રેણિક રાજાના બગીચામાં સર્વઋતુનાં ફળો થાય છે. તે બગીચાની બહાર ઊભા રહીને તેણે પાકેલા આમ્રફલવાળું વૃક્ષ જોયું. રાતે બગીચાની બહાર ઊભા રહીને જ અવનામિની વિદ્યાના પ્રભાવથી આમ્રવૃક્ષની ડાળી નમાવીને આમ્રફલો લીધાં. પછી ઉજ્ઞામિની વિદ્યાથી ડાળીને પહેલાં જેવી ઊંચી કરી લીધી. હર્ષ પામેલા તેણે આમ્રફલો પત્નીને આપ્યાં. 161 બીજા દિવસે રાજા ઉદ્યાનમાં ફરવા આવ્યો. વૃક્ષોને જોતાં જોતાં તેની નજર આમ્રવૃક્ષ ઉપર પડી. આગલા દિવસે જોયેલાં ફળોની લંબ આજે ખાલી જોઈને તેણે રખેવાળ પુરુષને પૂછ્યું: અહીંથી આમ્રફળની લંબ કોણે તોડી? રખેવાળે જવાબ આપ્યો: હે દેવ ! બગીચામાં બીજો કોઈ માણસ આવ્યો નથી. આવતા જતા માણસના પગલાં પણ જમીનમાં દેખાતાં નથી. આથી મને આશ્ચર્ય થાય છે. મનુષ્ય સિવાય બીજા કોઈનું આ કામ જણાય છે. રાજાએ પોતાના મુખ્ય મંત્રી અભયકુમારને આ વિગત જણાવીને ચોરને પકડી લાવવાનો હુકમ કર્યો. અભયકુમારે બુદ્ધિ વાપરીને ચંડાળને પકડી પાડ્યો. અભયકુમારે તેને પૂછ્યું: તેં ફળો કેવી રીતે લીધાં ? ચંડાળે સત્ય હકીકત કહી દીધી. અભયકુમારે બધી વિગત શ્રેણિક રાજાને જણાવી. શ્રેણિક રાજાએ ચંડાળને કહેવડાવ્યું કે, તારી વિદ્યાઓ જો તું રાજાને આપે તો તું છૂટી શકીશ, નહીંતર તને ફાંસીની સજા થશે. ચંડાળ વિદ્યા આપવાનું સ્વીકારીને રાજા પાસે આવ્યો. રાજાએ રાજસિંહાસન ઉપર બેસીને વિદ્યા ભણવાનું શરૂ કર્યું. વારંવાર પદો બોલીને ગોખવા લાગ્યા. ઘણી મહેનત કરવા છતાં રાજાને વિદ્યા આવડી નહિ. આથી રાજાએ ગુસ્સે થઈને ચંડાળને કહ્યું: તું મને વિદ્યા બરોબર આપતો નથી. આ વખતે અભયકુમારે કહ્યું: હે દેવ ! આપને વિદ્યા આવડતી નથી તેમાં ચંડાળનો જરા પણ દોષ નથી. વિદ્યા વિનયથી શિખવામાં આવે તો આવડે. વિનયથી શિખેલી વિદ્યાઓ સ્થિર રહે છે, અને ફળ આપનારી થાય છે. આથી ચંડાળને સિંહાસન ઉપર બેસાડીને અને આપ નીચે બેસીને ભણો, જેથી વિદ્યા આવડી જાય. રાજાએ તે પ્રમાણે કર્યું તો તુરત વિદ્યા આવડી ગઈ. પછી રાજાએ તેનો સ્નેહીજનથી પણ અધિક સત્કાર કર્યો. આ દષ્ટાંતનો ઉપનય એ છે કે–જો લોકનાં તુચ્છ કાર્યો સાધી આપનાર વિદ્યા પણ હૃદયમાં બહુમાનપૂર્વક વિદ્યાદાતાનો વિનય કરીને મેળવી શકાય, તો પછી સમસ્ત મનોવાંછિત વસ્તુઓ આપવા સમર્થ એવા જિનધર્મને વિનય વિના કેવી રીતે જાણી શકાય ? ન જ જાણી શકાય. ગુરુવંદનથી વિનય થાય છે. અભિમાનથી ધર્મમાં પ્રગતિ ન થાય માનકષાયના કારણે વિનય થઈ શકે નહિ. વિનય વિના જ્ઞાન ન આવે, જ્ઞાન વિના ધર્મની પ્રાપ્તિ ન થાય. આમ માનકષાય ધર્મમાં બાધક છે. ધર્મ પામ્યા પછી પણ ધર્મમાં આગળ વધવામાં માનકષાય નડે છે. સંપત્તિ અને સ્ત્રી આદિના ત્યાગથી પણ માનનો ત્યાગ કઠીન છે. સંપત્તિનો ત્યાગ હજી સુકર છે, સ્ત્રીનો ત્યાગ પણ હજી સુકર છે, પણ માનનો ત્યાગ દુષ્કર છે. આથી જ સંત શ્રી તુલસીએ કહ્યું છે કે— કંચન ત્યાગવો સહેલ છે, સહેલ છે સ્ત્રિયા કો નેહ, માન, બડાઈ, ઈર્ષ્યા, તુલસી દુર્લભ એહ ।। બાહુબલિજીને યાદ કરો ! બાહુબલિજીએ રાજ્ય છોડ્યું. સ્વજન-પરિવાર છોડ્યો, ધન–વૈભવનો ત્યાગ કર્યો, પછી પણ કેવાં કષ્ટો સહન કર્યા ! બાર બાર મહિના એક જ સ્થળે કાયોત્સર્ગમાં રહ્યા, શિયાળામાં કાતીલ ઠંડીમાં પણ જરા ય ઉદ્વિગ્ન બન્યા નહીં. ઉનાળામાં પ્રચંડ તાપમાં પણ જરાય અકળાયા નહિ. ચોમાસામાં Page #181 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર (162) શ્રાદ્ધદિનકૃત્યા મૂશળધાર વરસાદ પડવા લાગ્યો. મુનિના આખા શરીર ઉપર ઘાસ અને વેલડીઓ એટલી બધી વીંટળાઈ ગઈ હતી કે, જેથી મુનિનું શરીર દેખી પણ ન શકાય તે રીતે ઢંકાઈ ગયું હતું. સર્પવગેરે પ્રાણીઓ તેના શરીર પર ફરતાં હતાં. ઘણાં પક્ષીઓએ તેમની દાઢી વગેરેમાં માળા બનાવ્યા. આ રીતે તે મહાત્માએ ઘોર ક્યો સહન ક્ય. શા માટે આ બધાં કષ્ટો સહન ક્ય? કેવલજ્ઞાન મેળવવા આવાં કષ્ટો સહન ક્ય. છતાં કેવળજ્ઞાન ન થયું. કારણ કે માનકષાય નડતો હતો. બધું છોડ્યું પણ માનકષાય ન છોડ્યો. માન છોડ્યું એટલે તુરત કેવલજ્ઞાન આવીને ઊભું રહ્યું. અભિમાનથી ધર્મનો નાશ થાય અભિમાનથી ધર્મની પ્રામિન થાય, ધર્મની પ્રાપ્તિ થયા પછી તેમાં પ્રગતિ ન થાય, અને પ્રાસ પણ ધર્મનો નાશ થાય. ધર્મ પામ્યા પછી પણ સાવધાન રહે અને એથી માનને આધીન બને તો મળેલો ધર્મ પણ ગુમાવી દે એવું બને. આ વિષે ગોષ્ઠામાહિલ વગેરે નિહ્નવોદષ્ટાંતરૂપ છે. જે જે નિદ્ભવો થઈ ગયા તે બધા જ સભ્યત્વધર્મથી પણ ભ્રષ્ટ બન્યા. જ્યાં સમત્વન હોય ત્યાં ચારિત્રધર્મ પણ નહોય. નિહ્નવો ધર્મથી ભ્રષ્ટ બન્યા એનું મૂળ અહંકાર છે. ભૂલ થતાં થઈ ગઈ. પણ પછી બીજાઓના સમજાવવા છતાં અહંકારના કારણે ભૂલનો સ્વીકાર નર્યો. અભિમાની પોતાને જ મહાપુરુષ માને મહાનુભાવો! તમારે ધર્મ પામવો છે? ધર્મમાં આગળ વધવું છે? જો જવાબ હકારમાં હોય તો હું કંઈક છું એના બદલે હું કંઈ નથી' એમ માનો. હું લક્ષ્મીવાળો છું, હું સત્તાવાળો છું, હું બહોળા પરિવારવાળો છું, મારામાં આવડત-હોંશિયારી છે, લોકો મારો ભાવ પૂછે છે, આવા કોઈ વિચારથી “હું કંઈક છું” એમ થતું હોય તો એનો ત્યાગ કરો. અને હું કંઈ નથી' એમ માનો. લક્ષ્મી આદિના અભિમાનથી હું કંઈક છું એમ માનનાર બીજા ગુણી જીવોને મહાપુરુષ તરીકે માને નહિ. એવો જીવ પોતાને જ મહાપુરુષ માને. કારણ કે મહાપુરુષ એટલે મોટો પુરુષ. એ પોતાના છોકરાઓથી મોટો હોય, પોતાની પત્નીનો માલિક હોય, સ્વજન-પરિવારમાં મોટો હોય, બે માણસો તેને પૂછતા હોય, આથી તેને પોતાની જાતે જ મહાપુરુષ તરીકે જણાય. આવાઓને સાધુઓ મહાપુરુષ જણાય નહિ. એથી તે સાધુ પાસે આવે નહિ. એથી જ ધર્મ પામી શકે નહિ. નમ્ર જીવ મોટો શ્રીમંત હોય તો પણ એક નાના પણ સાધુ પાસે પોતાને ગરીબ સમજે. કારણ કે એ સમજતો હોય છે કે નાના પણ સાધુ પાસે જે રત્નત્રયી રૂપી લક્ષ્મી છે તેની અપેક્ષાએ મારી લક્ષ્મી કોઈ વિસાતમાં નથી. આમ માનકષાય અત્યંત ભયંકર છે. વંદનથી માનકષાય નાશ પામે છે. આથી સાધકે ગુરુ વિદ્યમાન હોય ત્યારે દરરોજ ગુરુવંદન કરવું જોઈએ. ગુરુવંદનથી આત્માને ઘણો લાભ થાય છે. આ વિષેકૃષ્ણ મહારાજાનો પ્રસંગ જાણવા જેવો છે. ગુરુ વંદનના ફળ વિષે શ્રીકૃષ્ણનું દષ્ટાંત. એકવાર નેમનાથ ભગવાનની દેશના પૂર્ણ થયા પછી કૃષ્ણ મહારાજાએ એમનાથ ભગવાનને વિનંતી કરી કે, હે સ્વામી! હું બીજાઓને દીક્ષા અપાવું છું, તેમના કુટુંબીઓને પાળું છું, પરંતુ હું જાતે દીક્ષા લઈ શક્તો નથી. વિરતિ વિના અત્યંત દુ:ખમય આ સંસારરૂપસમુદ્રમાંથી મારા આત્માનો ઉદ્ધાર કેવી રીતે કરવો ? કૃષ્ણ મહારાજની આ વિનંતિથી સમજી શકાય છે કે અરિહંતનો સેવક સંસારને દુ:ખરૂપ જ માને, અને વિરતિ વિના સંસારમાંથી આત્માનો ઉદ્ધાર ન થાય એમ પણ માને. એથી પોતે વિરતિ ન સ્વીકારી શકે એ બદલ એને ભારે દુઃખ હોય. કૃષ્ણ મહારાજાની આ વિનંતિ સાંભળીને ભગવાને કહ્યું: જેઓ ચારિત્રધર્મ સ્વીકારવા અસમર્થ હોય તેમણે ચારિત્રધર્મ સ્વીકારવાનું સામર્થ્ય આવે એ માટે દરરોજ દેવની ભક્તિ, સાધુની સેવા, સાધર્મિકનું વાત્સલ્ય, Page #182 -------------------------------------------------------------------------- ________________ 163 શ્રાદ્ધદિનકૃત્ય ગુરુવંદન અધિકાર દુઃખી મનુષ્યોની અનુકંપા, અને પશુ-પક્ષીઓની દયા વગેરે ધર્મકરવો જોઈએ. ભગવાને આ પ્રમાણે કહ્યું એટલે કૃષ્ણ મહારાજાએ પ્રશ્ન થેંકે હે, ભગવંત!સાધુની સેવા કેવી રીતે કરવી અને તેનાથી કેવો લાભ થાય? ભગવાને કહ્યું. સાધુસેવાના માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ પ્રકાર છે. મનમાં સાધુ પ્રત્યે બહુમાન ભાવ રાખવો, હૃદયમાં પ્રેમ રાખવો ઈત્યાદિ માનસિક સાધુસેવા છે. સાધુના ગુણોની પ્રશંસા કરવી વગેરે વાચિક સાધુ સેવા છે. સાધુને વંદન કરવું, સુપાત્રદાન કરવું, પગ દબાવવા વગેરે કાયિક સેવા છે. આ સર્વેમાં સાધુને વંદન કરવું એ તમારા માટે વિશેષ લાભનું કારણ છે. ગુરુ વંદનના લાભો સાધુને (ગુરુને) વંદન કરવાથી અશુભ કર્મોની નિર્જરા થાય છે, અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. સાધુને વંદન કરનાર નીચગાવકર્મઅપાવે છે અને ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. અનાદેયનામકર્મનો ક્ષય કરે છે, અને આદેય નામ કર્મ બાંધે છે. શ્રી ગૌતમસ્વામીજીએ શ્રી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછ્યો: હે ભગવંત! ગુરુવંદન કરવાથી જીવને શો લાભ થાય ? ભગવાને ઉત્તર આપ્યો: હે ગૌતમ ! ગુરુવંદનથી જીવ જ્ઞાનાવરણીય વગેરે (અશુભ) કર્મો ગાઢ બંધાયેલાં હોય તેને શિથિલ કરે છે, (અશુભ) કર્મોની લાંબી સ્થિતિને ટુંકી કરે છે, તીવ્રરસ મંદ કરે છે, કર્મોના દલિકો પણ ઘટાડી નાખે છે. તથા તે જીવ સંસારમાં લાંબાકાળ સુધી પરિભ્રમણ કરતો નથી. - ગુરુવંદનથી છ લાભો જણાવ્યા છે. તે આ પ્રમાણે :- ૧. વિનય થાય છે. ૨. અહંકારનો નાશ થાય છે. ૩. ગુરુની પૂજા (=સત્કાર) થાય છે. ૪. તીર્થંકરની આજ્ઞાનું પાલન થાય છે. ૫. શ્રતધર્મની આરાધના થાય છે. (વંદનપૂર્વક જશ્રુત ભણી શકાય, માટે વંદન કરવાથી શ્રુતની પણ આરાધના થાય છે.) ૬. પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી નેમિનાથ ભગવાનના મુખે સાધુવંદનનું ફળ સાંભળીને શ્રી કૃષ્ણ વિચાર કર્યો કે, વંદન કરવામાં સમય ઓછો લાગે અને લાભ વધારે થાય. આથી સાધુવંદન એટલે ઓછા સમયમાં વધારે નફાનો વેપાર. આમાં તો મૂડી પણ ન રોકવી પડે, વગર મૂડીનો વેપાર. તો પછી હું આ લાભ કેમ ન લઉં? અહીં અઢાર હજાર સાધુઓ બિરાજે છે. આ બધા સાધુઓને હમણાં જ વંદન કરું. આમ વિચારીને કૃષ્ણ મહારાજાએ વીરા સાળવી સાથે અઢાર હજાર સાધુઓને વંદન કર્યું. વંદન કરતાં શરીર ખૂબ શ્રમિત અને પશીનાથી રેબઝેબ થઈ ગયું. પછી ભગવાન પાસે આવીને શ્રીકૃષ્ણ મહારાજાએ કહ્યું હે ભગવંત!અઢાર હજાર સાધુઓને વંદન કરવાથી હું ઘણો શ્રમિત થઈ ગયો છું. મેં આજ સુધીમાં ત્રણસો સાઠ યુદ્ધો કર્યા છે. પણ તેમાં કોઈ વખત આવો થાક લાગ્યો નથી. ભગવાને કહ્યું અઢાર હજાર સાધુઓને વંદન કરવાથી તમને થાક લાગ્યો છે એ ખરું, પણ તમને લાભ ઘણો થયો છે. વંદનથી તમને ત્રણ મહાન લાભ થયા છે. ૧. વંદનથી તમે અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનસિક એ સાત મોહરાજાના બલવાન સુભટોનો ખુરદો કાઢી નાખ્યો છે. આથી તમે ક્ષાયિક સમત્વને પામ્યા છો. ૨. તીર્થકર નામ કર્મનો બંધ થયો છે. આથી તમે આવતી ચોવીસીમા અમમ નામના બારમા તીર્થંકર થશો. ૩. તમે સાતમી નારકીનું આયુષ્ય બાંધ્યું હતું. પણ વંદનથી ચાર નારકીનું આયુષ્ય ઘટી જવાથી હવે ત્રીજી નરકનું આયુષ્ય થયું છે. ઉલ્લાસ વિના પણ ધર્મક્રિયા કરવી - આદષ્ટાંત જેમ ગુરુવંદનની મહત્તાને સમજાવે છે, તેમ ધર્મક્રિયાની મહત્તાને પણ સમજાવે છે. ધર્મક્રિયાનું ફળ ઉલ્લાસને આધારે મળે છે. જેટલો ઉલ્લાસ વધારે તેટલું ફળ વધારે. આમ ધર્મક્રિયામાં ઉલ્લાસનું મહત્ત્વ છે. આથી કિયા ઉલ્લાસપૂર્વક કરવી જોઈએ. આમ છતાં ઉલ્લાસ ઓછો હોય કે તદ્દન ન હોય તો પણ ધર્મક્રિયા કરતા રહેવું Page #183 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર શ્રાદ્ધદિનકૃત્ય જોઈએ. કારણ કે ધર્મક્રિયા ચાલુ હશે તો કોઈક દિવસ તીવ્ર ઉલ્લાસ આવી જશે. ધર્મક્રિયાઓને ઝવેરાતના વેપારીના વેપારની સાથે ઘટાવી શકાય, ઝવેરાતની દુકાનમાં દરરોજ ઘરાક આવે જ એવો નિયમ નથી. છતાં ઝવેરી દરરોજ દુકાન ખુલી રાખે છે. કારણ કે જ્યારે ઘરાક આવશે ત્યારે મોટો વેપાર થશે અને એથી દરરોજનું સાટું વળી જશે. આ જ ઘટના ધર્મક્રિયામાં ઘટે છે. ધર્મક્રિયામાં અતિશય ઉલ્લાસ પ્રાય: દરરોજ ન આવે, ક્યારેક જ આવે. આમ છતાં ક્યારેક આવેલા તીવ્ર ઉલ્લાસથી એવો લાભ થઈ જાય કે જેથી જીવન સફલ થઈ જાય. 164 પ્રસ્તુતમાં કૃષ્ણ મહારાજાએ સાધુ વંદન અત્યારે પહેલી જ વાર નથી કર્યું, પહેલાં પણ અનેકવાર સાધુવંદન કર્યું છે. છતાં આવો ઉલ્લાસ ન આવ્યો. આ વખતે જ વંદન કરતાં કરતાં આવો ઉલ્લાસ આવી ગયો અને તેમનો બેડો પાર થઈ ગયો. રાવણને યાદ કરો. રાવણ રાજાએ અષ્ટાપદ પર્વત ઉપર અનેકવાર જિનભક્તિ કરી છે. પણ તેમાં દરેક વખતે વિશિષ્ટ ઉલ્લાસ ન આવ્યો. એકવાર વિશિષ્ટ ઉલ્લાસ આવી ગયો અને તીર્થંકર નામ કર્મ બંધાઈ ગયું. અઈમુત્તા મુનિવરે અનેકવાર ઈરિયાવહી કરી. પણ દરેક વખતે તીવ્ર પશ્ચાત્તાપ ન થયો. પણ એકવાર ઈરિયાવહી કરતાં તીવ્ર પશ્ચાત્તાપ થયો. એથી શુભધ્યાનમાં ચઢીને કેવલજ્ઞાન મેળવી લીધું. આપણો પણ અનુભવ છે કે દેવદર્શન આદિમાં દરેક વખતે ઉલ્લાસ નથી હોતો. પણ ક્યારેક ક્યારેક ખૂબ ઉલ્લાસ આવી જાય છે. ક્યારેક ક્યારેક આવતાં ઉલ્લાસથી ઘણો લાભ થઈ જાય છે. માટે ઉલ્લાસ ઓછો હોય કે તદ્દન ન હોય તો પણ ધર્મક્રિયા ચાલુ રાખવી જોઈએ. આ સાંભળી શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું: હે ભગવંત! ફરીથી અઢાર હજાર સાધુઓને વંદન કરું, જેથી બાકી રહેલું ત્રણ નરકનું આયુષ્ય પણ ખપી જાય. ભગવાને કહ્યું: હે ધર્મશીલ ! રાઈના ભાવ રાતે ગયા. હવે તેટલો લાભ નહિ થાય. કારણ કે તેવો ભાવ નહિ આવે. હવે ગમે તેવા ઉલ્લાસથી તમે વંદન કરશો તો પણ બાકીનું નરકનું આયુષ્ય નહિ ખપે. કારણ કે હવે જે વંદન કરશો તે દ્રવ્યવંદન થશે, અને ફળ તો ભાવવંદનથી મળે. આ વિષે ઉપદેશમાલાની રામવિજયજી ગણિની ટીકામાં કહ્યું છે કે – ‘‘હવે તમને તેઓ ભાવ નહીં આવે. કારણ કે તમોએ લોભમાં પ્રવેશ કર્યો છે.’’ શ્રી રત્નપ્રભસૂરિ કૃત ટીકામાં કહ્યું છે કે ‘‘ફરી પણ પાપક્ષય માટે તમે વંદન કરો તો પણ તે વંદન સમ્યક્ વંદન ન થાય. કારણકે આશાવાળું સદનુષ્ઠાન કર્મનિર્જરા કરતું નથી.’’ પછી કૃષ્ણ મહારાજાએ ભગવાનને પૂછ્યું: મને સાધુવંદનથી આટલો બધો લાભ થયો, તો મારા અનુયાયી વીરા સાળવીને કેટલો લાભ થયો છે ? ભગવાને કહ્યું – એને તો માત્ર કાયક્લેશ થયો છે. કારણ કે તેણે તો માત્ર તમારી અનુવૃત્તિથી જ વંદન કર્યું છે. આથી તેનું વંદન દ્રવ્ય વંદન છે. શ્રીકૃષ્ણના દૃષ્ટાંતથી ત્રણ બોધપાઠ શ્રી કૃષ્ણ મહારાજાનું દષ્ટાંત આપણને ત્રણ બોધપાઠ આપે છે. ૧. ધર્મક્રિયા ભાવપૂર્વક કરવામાં આવે તો જ લાભ થાય. ૨. ધર્મક્રિયા મોક્ષના આશયથી કરવી જોઈએ. ૩. સાધુવંદન અતિશય કર્મનિર્જરાનું કારણ છે. ધર્મક્રિયા ગતાનુગતિકપણું, દેખાદેખી, ભય, લોભ વગેરે કારણોથી કરવામાં આવે તો તેનાથી યથાર્થ લાભ થતો નથી. આથી ધર્મક્રિયા ભાવથી કરવી જોઈએ. હવે પ્રશ્ન થાય કે ક્યા ભાવથી કરવી જોઈએ ? આનો ઉત્તર એ છે કે મોક્ષના ભાવથી (=મોક્ષ મેળવવાના આશયથી) ધર્મક્રિયા કરવી જોઈએ. મુખ્યતયા તો ધર્મ અમુક દુ:ખને દૂર કરવા, કરવાનો નથી. તાવ આવે કે બીજી બિમારી આવે ત્યારે નવકાર પણ આવી પડેલા રોગના દુ:ખને દૂર કરવા ગણવાના નથી, કિંતુ સમાધિ માટે ગણવાના છે. ધર્મ કરવાથી દુન્યવી સુખો મળે અને આવી પડેલાં દુ:ખો જતા રહે એ વાત ચોક્કસ છે. પણ મુખ્યતયા ધર્મ એટલા માટે કરવાનો Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ગુરુવંદન અધિકાર નથી. ધર્મ તો મોક્ષ માટે કરવાનો છે. મોક્ષના ભાવથી ધર્મ કરવાથી મોક્ષ નહિ મળે ત્યાં સુધી દુન્યવી સુખો મળશે, અને આવી પડેલાં દુ:ખો પણ દૂર થશે. તો પછી શા માટે કેવળ આ લોકના કે પરલોકના સુખ માટે અથવા આવી પડેલા કોઈ અમુક દુ:ખને દૂર કરવા માટે જ ધર્મ કરવો ? 165 પ્રશ્ન :- ધર્મ કરવાનું મૂળ ધ્યેય તો દુ:ખ દૂર કરવાનું જ છે. સંસારમાં દુ:ખ છે અને મોક્ષમાં જરાય દુ:ખ નથી. આથી સંસાર જાય અને મોક્ષ મળે એ માટે ધર્મ છે. આમાં દુ:ખને દૂર કરવા જ ધર્મ કરવાનું સૂચિત થાય છે. આથી જ જયવીયરાય સૂત્રમાં ભગવાન પાસે ‘યુવવવવો' એમ કહીને દુ:ખક્ષયની માગણી કરવામાં આવે છે. તથા ‘જુવાનવય મ્મવન્વય નિમિત્તે જાડKમાં હું ?' એમ દુ:ખક્ષયના નિમિત્તે કાઉસગ્ગ કરવામાં આવે છે. તો અહીં દુ:ખ દૂર કરવા ધર્મ ન થાય એમ કેમ કહો છો? - ઉત્તર ઃ- ધર્મ દુ:ખને દૂર કરવા કરવાનો છે એ વાત બરોબર છે. પણ તે આવી પડેલા કોઈ અમુક જ દુ:ખને દૂર કરવા નહિ, કિંતુ સામાન્યથી સંસારમાત્રનાં દુ:ખોને દૂર કરવા ધર્મ કરવાનો છે. અર્થાત્ કોઈ અમુક દુ:ખ જાય એમ વિભાગ પાડ્યા વિના સંસારનાં સર્વ પ્રકારનાં દુ:ખોને દૂર કરવા ધર્મ કરવાનો છે. જયવીયરાય સૂત્રમાં ભગવાન પાસે દુ:ખક્ષયની માગણી અને દુ:ખક્ષય નિમિત્તે કાઉસ્સગ્ગ સામાન્યથી સંસારનાં સર્વદુ:ખોને દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવે છે, નહિ કે આવી પડેલા કોઈ અમુક દુ: ખને દૂર કરવા. બીજી વાત–ભગવાન પાસે દુ:ખક્ષયની માગણી અને દુ:ખક્ષય માટે કાઉસ્સગ્ગ વર્તમાનકાલીન દુ:ખ દૂર કરવા માટે પણ થાય. પણ તે કેવાં દુ:ખો ? ધર્મમાં અંતરાય કરે, અસમાધિ ઊભી કરે, ધર્મમાં વિક્ષેપ પડે તેવી અશાંતિ ઊભી કરે તેવા વર્તમાનકાલીન વિશેષ દુ:ખો દૂર કરવા ભગવાન પાસે દુ:ખક્ષયની માગણી અને દુ:ખક્ષય માટે કાઉસ્સગ્ગ થઈ શકે. તેવાં દુ:ખો દૂર કરવા મહાપુરુષોએ જ્યારે જરૂર પડી ત્યારે સ્તોત્રોની રચના આદિથી યથાયોગ્ય પ્રયત્ન પણ કર્યો છે. પણ એનો ભાવ તો અસમાધિ દૂર કરવાનો કે ધર્મ કરવાનો જ છે. એથી દુ:ખ આવે ત્યારે પણ અસમાધિ ન થાય એ માટે ધર્મ કરવાનો છે. એટલે સામાન્યથી તો આવી પડેલા કોઈ અમુક દુ:ખને દૂર કરવા ધર્મ કરવાનો નથી એમ જ માનવું જોઈએ, અને કહેવું જોઈએ. આથી જ શ્રી નેમનાથ ભગવાને કૃષ્ણ મહારાજાને કહ્યું કે, તમે હવે જે વંદન કરશો તે દ્રવ્યવંદન થશે, અને ફળ તો ભાવવંદનથી મલે. કોઈ અમુક દુ:ખને દૂર કરવા ધર્મ થઈ શકતો હોત તો શ્રી નેમનાથ ભગવાન નરકના દુ:ખને દૂર કરવા ધર્મ કરવાની ઈચ્છાથી થતા વંદનને દ્રવ્યનંદન કહેત જ નહિ. પ્રશ્ન :- શ્રીપાળ મહરાજાનો કોઢનો રોગ દૂર કરવા આચાર્ય મહારાજે નવપદમય શ્રી સિદ્ધચક્રની આરાધના કરવાનું કેમ કહ્યું ? એ આરાધના આવી પડેલા વર્તમાનકાલીન દુ:ખ દૂર કરવા માટે જ હતી ને ? ઉત્તર ઃ- એ આરાધના આવી પડેલા વર્તમાનકાલીન દુ:ખ દૂર કરવા માટે ન હતી, પણ શાસનની અપભ્રાજના દૂર કરવા માટે હતી. જો એ દુ:ખ દૂર થાય તો જ અજ્ઞાન લોકોથી થતી શાસનની નિંદા દૂર થાય. એટલે એ આરાધનાનું મુખ્ય ધ્યેય તો શાસનની નિંદા-અ ૫–અપભ્રાજના અટકાવવાનું હતું. દરરોજ બધા સાધુને વંદન કરવું જોઈએ આ દષ્ટાંત ઉપરથી ત્રીજો બોધપાઠ એ મળે છે કે સાધુવંદન ઉત્તમ ધર્મ છે. તેનાથી મહાન કર્મનિર્જરા થાય છે. શ્રાવકે સાધુનો યોગ હોય તો દરરોજ સાધુવંદન કરવું જોઈએ. જેમ શ્રાવકથી જિનદર્શન-પૂજન વિના મોઢામાં પાણી પણ ન નંખાય, તેમ સાધુવંદન વિના મોઢામાં પાણી પણ ન નખાય. આથી જ શ્રાવક જ્યાં જિનમંદિર ન હોય અને સાધુનો યોગ ન મળે તેવા સ્થાનમાં રહેવાનું પસંદ ન કરે. હવે તમે તમારા માટે વિચારો કે સાધુઓનો યોગ હોય તો વંદન કર્યા વિના મોઢામાં પાણી ન નાખવું એવો નિર્ણય છે ? કદાચ આટલું ન બની શકે તો આખા દિવસમાં Page #185 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર શ્રાદ્ધદિનકૃત્ય એકવાર પણ સાધુવંદન કર્યા વિના રહેવું નહિ એવું પણ ખરું ? તથા જેટલા સાધુ હોય તેટલા બધાને વિધિપૂર્વક વંદન કરવું જોઈએ. તેમ ન બની શકે તો પણ મુખ્ય–મુખ્ય સાધુઓને વિધિપૂર્વક વંદન અને બાકીના સાધુઓને બે હાથ જોડી નમસ્કાર કરવાનું નહિ ચૂકવું જોઈએ. દરરોજ આમ કરવાથી સાધુ પ્રત્યે બહુમાન ભાવ જળવાઈ રહે છે. રસ્તામાં નમસ્કાર કરવાથી લાભ 166 તથા સાધુ મહારાજ રસ્તામાં સામા મળે કે તમે જે સ્થાને હો તે સ્થાન આગળથી સાધુ મહારાજ પસાર થતા દેખાય તો બે હાથ જોડીને નમસ્કાર કરવા જોઈએ. તેમાં પણ શ્રીમંત અને સત્તાવાળા માણસોએ ખાસ નમસ્કાર કરવા જોઈએ. એનાથી પોતાને તો લાભ થાય જ, પણ બીજા પણ અનેક જીવોને લાભ થઈ જાય. શ્રીમંતાઈ આદિથી સુખી અને મોટા ગણાતા માણસોને રસ્તામાં આ રીતે સાધુ મહારાજને નમસ્કાર કરતા જોઈને ભદ્રિક લોકોને થાય કે આવા મોટા–સુખી માણસો પણ આમને નમસ્કાર કરે છે. માટે આમનો ધર્મ બહુ જ સારો હશે. આવી પ્રશંસાથી તેઓ બોધિબીજ પામી જાય. શાસ્ત્રમાં એક વાત આવે છે કે આચાર્ય મહારાજ બહાર સ્થંડિલભૂમિએ એકથી વધારે વખત ન જાય. કારણ કે આચાર્ય મહારાજ બહાર જાય એટલે રસ્તામાં દુકાનો વગેરે સ્થળે બેઠેલા જૈનો ઊભા થઈને તેમનો વિનય કરે. હવે જો આચાર્ય મહારાજ વારંવાર બહાર ગમનાગમન કરે તો જૈનો વારંવાર કેટલા ઊભા થવું એવો ભાવ થવાથી ઊભા થઈને વિનય કરવામાં આળસુ બની જાય. એમને એમ થાય કે, આચાર્ય મહારાજ તો વારંવાર આવે છે. અમારે કેટલી વાર ઊભા થવું? આમ થવાથી જૈનેતરો આચાર્ય મહારાજ પ્રત્યે અપ્રીતિવાળા બની જાય એવું બને. તે આ રીતે – શરૂઆતમાં જૈનો આચાર્ય મહારાજને જોઇને ઊભા થતા હતા અને નમસ્કાર કરતા હતા. આ જોઈને કેટલાક ભદ્રિક અને જિજ્ઞાસુ જીવોને આવા મોટા માણસો એમનો વિનય કરે છે માટે એ મહાત્મા છે, માટે ચાલો આપણે તેમની પાસે જઈને ધર્મ સમજીએ, એવો વિચાર આવે. આથી તેઓ આચાર્ય મહારાજ પાસે ધર્મ સમજવા આવતા થઈ જાય. પણ પછી આચાર્ય મહારાજ વારંવાર બહાર આવ–જાવ કરે એથી જૈનો વિનય કરવામાં આળસુ બની જાય. આ જોઈને જે લોકો આચાર્ય મહારાજ પાસે ધર્મ સમજવા આવતા હતા તે લોકો વિચારે કે, આ લોકો હવે આચાર્યનો વિનય કરતા નથી. માટે જરૂર આચાર્ય શિથિલ થઈ ગયા લાગે છે એમ વિચારીને આચાર્ય મહારાજ પાસે આવતા બંધ થઈ જાય. આના ઉપરથી આપણે એ સમજવાનું છે કે શ્રીમંતાઈ આદિથી સારા ગણાતા માણસો જો આ રીતે સાધુઓનો વિનય કરે તો બીજા ભદ્રિક જીવો પણ ધર્મ પામી જાય. માટે સાધુ મહારાજ, પછી ભલે તે દીક્ષાપર્યાયમાં સાવ નાના હોય, કે બહુ ભણેલા ન હોય, સામે મળે તો દરેક જૈને બે હાથ જોડી નમસ્કાર કરવાં જોઈએ. તેમાં પણ શ્રીમંતાઈ આદિથી સારા-સુખી ગણાતા માણસોએ તો ખાસ નમસ્કાર કરવા જોઈએ. મોટા માણસોએ ખાસ નમસ્કાર કરવા જોઈએ વકીલ, ડૉક્ટર, શેઠ વગેરે જો જૈનધર્મથી ભાવિત બન્યા હોય અને જૈન સાધુ રસ્તામાં મળે ત્યારે કે દૂરથી દેખાય ત્યારે ભાવથી બે હાથ જોડી માથું નમાવી વંદન કરે તો પોતાને તો લાભ થાય, પણ વધારેમાં બીજા પણ અનેક જીવો ધર્મ પામી જાય. વકીલ સાધુને વંદન કરતો હોય તે વખતે બીજો કોઈ તેને પૂછે કે તમે આટલા મોટા વકીલ છો છતાં આ સાધુને વંદન કેમ કરો છો ? તો વકીલ કહે કે હું તમારો વકીલ છું, પણ મારા વકીલ આ સાધુઓ છે. કારણ કે કર્મના અટપટા કાયદાઓ તો એ જ જાણે છે. કર્મની કોર્ટમાં જીત મેળવવા માટે મારે તેમની સલાહ લેવી પડે છે. દુનિયાના કાયદા ભલે હું જાણું છું, પણ અધ્યાત્મના કાયદા તો એ મહાપુરુષો જ જાણે છે. માટે એ અમારા વંદનીય છે. ડૉક્ટર સાધુને વંદન કરતો હોય તે વખતે બીજો કોઈ તેને પૂછે કે તમે આટલા મોટા ડૉક્ટર છો છતાં આ સાધુને વંદન કેમ કરો છો ? તો ડૉક્ટર કહે કે હું તમારો ડૉક્ટર છું પણ મારા ડોક્ટર એ સાધુઓ છે. હું તો માત્ર Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 167) ગુરુવંદન અધિકાર શરીરની જ દવા જાણું છું, જ્યારે એ મહાપુરુષો આત્માની દવા જાણે છે. આત્માની દવા કરવા માટે મારે તેમની પાસે જવું પડે છે. માટે સાધુઓ મારા વંદનીય છે. એવી રીતે શેઠ પણ કહે કે હું તમારો શેઠ છું, પણ મારા શેઠ સાધુઓ છે. હું ભૌતિક સંપત્તિનો માલિક છું. જ્યારે સાધુઓ આધ્યાત્મિક સંપત્તિના માલિક છે. મારી સંપત્તિ વિનાશશીલ અને પરિણામે દુ:ખ આપનારી છે, જ્યારે આધ્યાત્મિક સંપત્તિ અવિનાશી અને શાંતિને આપનારી છે. આથી સાધુઓ મારા વંદનીય છે. કુમારપાળ મહારાજનું દષ્ટાંત આ પ્રમાણે વકીલ વગેરે કહે તો સામો માણસ યોગ્ય હોય તો સારી અસર થયા વિના ન રહે. માટે શ્રીમંત વગેરેએ સાધુ સામે મળે તો બે હાથ જોડી માથું નમાવી ખાસ વંદન કરવું જોઈએ. કુમારપાળ મહારાજાએ જેવાતેવા પણ જૈન સાધુને મારે વંદન કરવું એવો નિયમ લીધો હતો. એક વખત રાજમાર્ગે હાથી પર બેસીને સૈન્ય સહિત કુમારપાળ મહારાજા જઈ રહ્યા હતા. આ વખતે તેમણે એક જૈન સાધુને જોયા. તે સાધુએક હાથમાં પાનનું બીડું પકડીને અને એક હાથ વેશ્યાના ખભા ઉપર મૂકીને કામની ચેષ્ટા કરતો હતો. તેના પગમાં જોડાતા. આચારથી ભ્રષ્ટ પણ તે મુનિને જોઈને રાજાએ હાથી ઉપર બેઠાં બેઠાં બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ ક્ય. મુનિની શિથિલતા માટે તેમણે વિચાર કર્યો કેઆમાં મુનિનો દોષ નથી. તેવાં બળવાન કર્મો તેની પાસે આકરાવે છે. જ્યારે કર્મોને હઠાવવા પ્રયત્ન કરે છે ત્યારે કર્યો અને જીવ એ બેનું યુદ્ધ ચાલે છે. તેમાં ક્યારેક જીવ બલવાન બનીને કોં ઉપર વિજય મેળવે છે. ક્યારેક જીવ નબળો બની જવાથી કે કર્મો બહુ બલવાન હોવાથી ર્મો વિજય મેળવે છે. આવો વિચાર કરીને તેમણે મુનિ શિથિલ હોવા છતાં તેમના ઉપર જરાય દ્વેષ કર્યો નહિ. આ જોઈ વાભઠ્ઠમંત્રીને શરમ આવી અને દુ:ખ થયું. રાજા જેવા સમજદાર માણસો પણ સુ અને કુનો ભેદ ન જુએ તો કુગુરુઓને (=અનાચારને) પ્રોત્સાહન મળે. લોકો તો “મદીનનોવેન તિઃ સન્ધાઃ ' =“મોટા માણસો જે રસ્તે જાયતે માર્ગ છે એમ માનીને મોટા કરે તે પ્રમાણે કરનારા બને છે. રાજા જો ગુરુઓને નમે તો પ્રજા પણ તેમને નમે. આમ થવાથી કુગુરુઓને પ્રોત્સાહન મળે. કુગુરુઓને પ્રોત્સાહન એટલે શિથિલાચાર–અનાચારને પ્રોત્સાહન. આથી રાજાને આચારથી રહિત મુનિને નમસ્કાર કરતા જોઈને વાગભટ્ટ મંત્રીને દુઃખ થયું. વામ્ભટ્ટ મંત્રીએ આવાત આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મહારાજને કરી. આચાર્યદેવે કુમારપાળ મહારાજાને સુગુરુ અને કુગુરુનો ભેદ સમજાવીને કુગુરુને વંદન ન કરવું જોઈએ, સુગુરુઓને વંદન કરવું જોઈએ, એમ કહ્યું. કુગુરુઓને વંદન કરવાથી કીર્તિકે નિર્જરા થતી નથી, બલ્ક કાયલેશ અને અશુભ કર્મબંધ થાય છે. આથી રાજાએ સુગુરુને જે વંદન કરવાનો નિર્ણય કર્યો. * ભગવાનનો વેશ જ જોઈને નમસ્કાર કરનારાઓએ આ પ્રસંગ વિચારવો જોઈએ. માત્ર ચારિત્રનો વેશ જોઈને નમસ્કાર કરનાર કાચ અને ચિંતામણિરત્નને સમાન માનનારની જેમ અજ્ઞાન છે. એવાઓ ભોજન વખતે આપણને તો માત્ર શાક જોઈએ એમ વિચારીને ગમે તેવું શાક વેચાતું લે છે કે પછી બરોબર જોઈને લે છે? આપણે તો માત્ર કાપડ જોઈએ એમ વિચારીને ગમે તેવું કાપડ લઈ લે છે કે પછી જાત-પોત, રંગ વગેરે તપાસીને લે છે ? સુ અને કુના ભેદમાં પંચાત માનનારાઓ કોઈની પાસે સો રૂપિયા લેવાના હોય અને પેલો ન આપતો હોય તો કેટલી પંચાત કરે છે? સુ અને કુના ભેદમાં પંચાત માનનાર વાસ્તવિક રીતે ધર્મને પામ્યો જ નથી. શ્રાવક વ્યક્તિરાગી બની જાય કોઈ અમુક જ સાધુનો રાગી બની જાય તે પણ ઠીક નહિ ઉપકારી હોય તેથી વિશેષ ભક્તિ કરે એ બરોબર છે. પણ બીજાની ઉપેક્ષા ન કરવી જાઈએ. Page #187 -------------------------------------------------------------------------- ________________ 168. ગુરુવંદન અધિકાર શ્રાદ્ધદિનકૃત્ય. હવે તે મુનિનું શું થયું તે જોઈએ. રાજાએ નમસ્કારક્ય એટલે તે મુનિને શરમ આવી. મુનિ યોગ્ય હોવાથી વિચારવા લાગ્યા કે –“અધમ પુરુષોમાં શિરોમણિ સમાન મને ધિક્કાર છેઅતિ દુર્લભ ચારિત્રવ્રતરૂપ ચિંતામણિ પામીને મેં પ્રમાદરૂપ સાગરમાં ફેંકી દીધો. પૂર્વનામુનિઓએ મળેલા ભોગોનો ત્યાગ કરીને વ્રતનો સ્વીકાર કર્યો હતો. જ્યારે હુંવ્રતધારી બનીને ભોગોની ઈચ્છા કરું છું. શક્તિનહોવાથી જે પુરુષ ચારિત્રનો સ્વીકાર કરતો નથી, તે હજી કંઈક સારો, પણ વ્રત લઈને અનાચાર સેવનાર પુરુષ સારો નથી. આવા ધર્મી રાજાને મેં પણ વંદન કરાવ્યું. આથી દુનિયામાં મારા જેવો કોઈ ખરાબ નથી....આથી હવે હું અનાચારનો ત્યાગ કરી સુંદર ચારિત્ર પાળું. જેથી હું અને રાજા બને પણ કોઈ વખત લાને પાત્ર બનીએ નહિ.” આમ વિચારી મુનિએ પ્રાયશ્ચિત્ત લઈને ફરીથી ચારિત્રનો સ્વીકાર કર્યો. ચારિત્રનો સ્વીકાર કરી પાપની શુદ્ધિ માટે જીવન પર્યત અનશનનો સ્વીકાર કર્યો. અર્થાત્ જીવન પર્યત આહારનો ત્યાગ કર્યો. આખા પાટણ શહેરમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. નગરના લોકો દરરોજ તેમનાં દર્શન માટે આવવા લાગ્યા. કુમારપાળ મહારાજા પણ તેમના દર્શન-વંદન માટે આવ્યા. રાજાને વંદન કરતા જોઈને મુનિએ કહ્યું- હેરાજ! તમે મને વંદન કરો. તમે તો મારા ગુરુ છો. આ સાંભળી રાજા આશ્ચર્ય પામ્યા. હું તેમનો ગુરુ કેવી રીતે? હું ગૃહસ્થ આ સાધુનો ગુરુ કેવી રીતે બની શકું? રાજા મુનિને આ વિષયમાં પ્રશ્ન કરે એ પહેલાં જ મુનિએ ખુલાસો કરી દીધો. તે વખતે આપે મને વંદન કર્યું ન હોત તો મારો પ્રમાદ દૂર ન થાત. રાજાએ મુનિના પરાક્રમની પ્રશંસા કરીને ના કહેવા છતાં મુનિને વંદન ક્યું. કેટલાક દિવસો પછી મુનિ દેવલોક પામ્યા. આપણે અહીંએ વિચારવાનું છે કે રાજાએ જેવાતેવા પણ સાધુને વંદન કરવાનો નિર્ણયએ ભલે ઠીક નર્યું, પણ એમને સાધુ પ્રત્યે બહુમાન કેવું હતું એ જોવાનું છે. પોતે રાજા હોવા છતાં નાના-સામાન્ય સાધુને પણ વંદન કરવામાં સંકોચ અનુભવતા ન હતા. હું રાજા છું, આ સાધુ નાના-સામાન્ય છે, તો હું તેમને વંદન કેમ કરું? એમ તેમને નાના સાધુને વંદન કરવામાં શરમ આવતી નહતી. નાના-સામાન્ય સાધુને વંદન કરવાનું, અને તે પણ પ્રજા અને સૈન્ય વગેરેના દેખતા કરવાનું હૈયામાં કેટલી બધી નમ્રતા હોય અને સાધુ પ્રત્યે બહુમાન હોય ત્યારે આ બને. તમે રાજા તો નથી ને ? છતાં આજે ઘણાઓને રસ્તામાં સાધુઓને વંદન કરવામાં શરમ આવે છે. સારાં કાર્યોમાં શરમ દોષરૂપ છે. શરમ ખરાબ કાર્યમાં આવવી જોઈએ, નહિ કે સારા કામમાં. શ્રદ્ધાળુ શ્રાવક જેમ રસ્તામાં જતાં જિનમૂર્તિનાં દર્શન થાય તો બે હાથ જોડીને વંદન કરે, તેમ રસ્તામાં મુનિનાં દર્શન થાય તો પણ બે હાથ જોડીને વંદન કરે. શ્રદ્ધાસંપન્ન અને ભાવનાશીલ શ્રાવક જેમ મુસાફરી વગેરેમાં જિનમંદિર દેખાય ત્યારે શક્ય હોય તો જિનમૂર્તિનાં દર્શન કરવા જાય, તેમ મુનિનો યોગ થાય ત્યારે શક્ય હોય તો મુનિનાં દર્શન કરવા જાય. તેને મુનિનાં દર્શનથી અનહદ આનંદ થાય. ચકવર્તીનું દષ્ટાંત આ વિશે ચક્રવર્તીનું દષ્ટાંત છે. એક સ્થળે એક મુનિ કાયોત્સર્ગમાં શુભધ્યાનમાં રહેલા હતા. એ સ્થળેથી ચકવર્તી સૈન્ય સહિત જઈ રહ્યો હતો. ચક્રવર્તી સ્ત્રીઓને નૃત્ય કરાવતો અને વાંજિત્રોને વગડાવતો જઈ રહ્યો હતો. તેણે તે મુનિને જોઈને વિચાર્યું કે “અહો આ મુનિ આત્મામાં કેવા મગ્ન છે, જેથી મારા આડંબર તરફ દષ્ટિ પણ કરતા નથી.” એક તરફ આમુનિની મગ્નતા જુઓ અને બીજી તરફ આપણી ધર્મક્રિયામાં કેવી સ્થિતિ છે તે જુઓ. શ્રોતાઓ વ્યાખ્યાન સાંભળતા હોય અને એ દરમિયાન બાજુના રસ્તામાંથી વાજિંત્ર વગેરેનો અવાજ આવે તો કુતૂહલ થાય અને એ તરફ દષ્ટિ કરે. આવા સમયે રસ્તા તરફ જરાય દષ્ટિ ન કરે તેવા વિરલા હોય. પ્રતિક્ષ્મણની ક્રિયા ચાલતી હોય ત્યારે જરાક આજુબાજુથી અવાજ આવે તો તુરત કુતૂહલ થાય અને ક્રિયામાંથી ચિત્ત ખસીને Page #188 -------------------------------------------------------------------------- ________________ 169 ) શ્રાદ્ધદિનકૃત્ય. ગુરુવંદન અધિકાર બીજામાં જાય. મંદિરમાં ભગવાનની પૂજા કરનારા પણ બહાર રસ્તામાંથી વાજિંત્ર વગેરેનો અવાજ આવે તો કુતૂહલથી પૂજા કરતાં કરતાં મંદિરની બહાર દોડી જાય. આવી છે આપણી એકાગ્રતા આપણે ક્રિયામાં પૂર્ણ એકાગ્ર નથી બની શક્તા એનું કારણ હજી ધર્મના (આત્માના) આર્ષણ કરતાંય પુદ્ગલનું આકર્ષણ વધારે છે. જ્યાં સુધી પુગલનું આકર્ષણ જાય નહિ ત્યાં સુધી ધર્મક્રિયામાં પૂર્ણ એકાગ્રતા ન આવે. માટે અનિત્યાદિ ભાવનાઓના ચિંતનથી પુદ્ગલનું આકર્ષણ ઘટાડવું જોઈએ. અહીં ચક્રવર્તીએ મુનિની પ્રશંસા કરીને હાથી ઉપરથી ઉતરીને મુનિને વંદન કર્યું. તમે મોટરમાં જતા હો અને રસ્તામાં મુનિ દેખાય તો મોટર ઊભી રાખીને મોટરમાંથી ઉતરીને મુનિને વંદન કરો ને? મુનિ કાઉસગ્ગ પારે તો તેમનો પરિચય વગેરે થાય એ હેતુથી વંદનક્ય પછી ચક્રીએ બે હાથ જોડીને કહ્યું-“હે મુનિ! હું ચક્રવર્તી રાજા તમને વાંદું છું.” આમ વારંવાર રાજાએ કહ્યું છતાં મુનિએ કાઉસગ્ગ પાર્યો નહિ. આ રીતે ચક્રવર્તી અર્ધા પહોર (દોઢ કલાક) સુધી મુનિ સામે જોઈને બેસી રહ્યો, તો પણ મુનિએ ધ્યાન છોડ્યું નહિ. પછી રાજા મુનિના ગુણોની પ્રશંસા કરતાં કરતાં વિદાય થયો. આ પ્રસંગ બે બોધપાઠ આપે છે. ૧. ચક્રવર્તીને એમ થતું નથી કે આ મુનિ અહંકારી છે. મારી સામે પણ જોતા નથી. તમને કેવા સાધુ ગમે ? તમારી સામું જુએ તે? કે સ્વાધ્યાય આદિ પોતાની સાધનામાં લીન હોવાના કારણે તમારી સામું ન જુએ તે ? તમે વંદન કરો અને સાધુ સ્વાધ્યાય આદિમાં લીન હોય એથી તમને ધર્મલાભ ન કહે તો તમને શું થાય? મહારાજ અહંકારી લાગે છે, ધર્મલાભ પણ આપતા નથી, એમ મનમાં થાય કે નહિ? ૨. બીજો બોધપાઠઃ-મુનિ કેવાનિ:સ્પૃહા મનુષ્યોમાં સર્વોત્કૃષ્ટ ચક્રવર્તી સામે પણ જોતા નથી. જો સાધુમાં નિ:સ્પૃહતા ન હોય તો કોઈ શેઠ આવે તો તેને ફુલાવવા “ઓ! મગનલાલ શેઠ આવ્યા” એમ બોલી ઉઠે. સ્વાધ્યાય ચાલતો હોય તો શેઠને જુએ કે તરતસ્વાધ્યાયમૂકી દે. મુનિએ ધ્યાનનછોડ્યું. આક્યારે બને? સાધુમાં નિ:સ્પૃહતા અને શ્રાવમાં સાધુ પ્રત્યે ભક્તિભાવ (સાધુતા ઉપર રાગ) આવે તો આ બને. વજબાહુનું દષ્ટાંત રસ્તામાં સાધુનાં દર્શન થાય તો વંદન કરવા વિષેવજબાહુનો પ્રસંગ પણ અત્યંત અદ્ભુત છે. રાજકુમાર વજુબાહુમનોરમા નામની રાજકન્યાને પરણીને પોતાના નગર તરફ જઇ રહ્યો હતો. સાથે ઉદયસુંદર નામનો સાળો અને બીજા પચીસ રાજકુમારો હતા. રસ્તામાં વજબાહુએ પર્વત ઉપર કાઉસગ્ગ ધ્યાને રહેલા એક મુનિને જોયા. મેઘને જોઈને મયૂરને હર્ષ થાય, ચંદ્રને જોઈને ચકોર પક્ષીને આનંદ થાય, તેમ મુનિને જોઈને વજબાહને અતિશય આનંદ થયો. મેઘની ધારાથી જેમ કદંબપુષ્પ વિકસિત બને તેમ મુનિદર્શનથી થયેલા હર્ષથી વજબાની રોમરાજી વિકસ્વર બની ગઈ. તુરત રથને થોભાવીને વજકુમાર બોલ્યો- અહા! આ કોઈ મુનિ મહાત્મા વંદન કરવા યોગ્ય છે. તે ચિંતામણિરત્નની જેમ ઘણા પુણ્યથી મારા જોવામાં આવ્યા. કેવો છે આ વજબાહુ! એ લગ્ન કરવા ગયો ત્યારે તેને પુણ્યોદય યાદ ન આવ્યો, અને અત્યારે મુનિને જોતાં પુણ્યોદય યાદ આવ્યો. મહાનુભાવો તમને તમારો પુણ્યોદય ક્યારે યાદ આવે? તમે જિનમંદિર, ઉપાશ્રય વગેરે આરાધનાનાં સ્થાનોને જુઓ ત્યારે પુણ્યોદય યાદ આવે કે તમારો બંગલો, મોટર, દુકાન, વગેરેને જુઓ ત્યારે પુણ્યોદય યાદ આવે? જિનમંદિર વગેરે આરાધનાનાં સ્થાનો અને બંગલો વગેરે ભૌતિક સુખનાં સ્થાનો એ બંને પુણ્યથી મળે. પણ તમારે મન ક્યા પુણ્યનું મહત્ત્વ છે? તમને બીજાઓ નમસ્કાર કરે ત્યારે તમારો પુણ્યોદય યાદ આવે કે તમને સુગુરુને વંદન કરવાની તક મળે ત્યારે તમારો પુણ્યોદય યાદ આવે? જે પુણ્ય પાપ કરાવે તે પુણ્યને વિવેકી જીવ મહત્ત્વન આપે. વજબાહુએ મુનિને વંદન કરવા જવા માટે રથને ત્યાંજ થોભાવી દીધો. આ વખતે સાળા ઉદયસુંદરને Page #189 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર (170) શ્રાદ્ધદિનકૃત્ય બનેવીની મશ્કરી કરવાનું મન થયું. મજાક ઉડાવતાં ઉદયસુંદર બોલ્યો – કુમાર ! કેમ દીક્ષા લેવાની ઈચ્છા છે? વજબાહુએ કહ્યું – હા, તેમ કરવાનું મારું મન છે. સમ્યગ્દષ્ટિ આત્માનું મન તો દીક્ષા લેવાનું જ હોય. સમ્યગ્દષ્ટિ જીવ તેવા સંયોગ વગેરેના કારણે દીક્ષા ન લઈ શકે એ બને, પણ તેની ભાવના દીક્ષા લેવાની હોય. વજબાહુએ “દીક્ષા લેવાનું મન છે.” એમ કહ્યું એટલે ઉદયસુંદર બોલ્યો - જો તમારું મન હોય તો વિલંબ કરો નહિ. હું તમને મદદ કરીશ. વજબાહુ સમજતો હતો કે કેટલાક માણસો માત્ર બોલવામાં હોય છે, કરવામાં નહિ. આથી જ તેવા માણસોને બોલીને ફરી જતાં વાર લાગતી નથી. ઉદયસુંદર બોલીને ફરી ન શકે એ માટે પાર્ક કરવા વજબાહુએ કહ્યું– સમુદ્ર મર્યાદાને નતજે, તેમ તમે તમારા બોલેલા વચનનો ભંગ કરશો નહિ. ઉદયસુંદરે ‘બહુ સારું એમ કહ્યું. વજબાહુ વાહનમાંથી ઉતરી બધાની સાથે પર્વત પર ચઢવા લાગ્યો. ઉદયસુંદર વાત ઉપરથી જાણી લીધું કે વજુબાહ ચોક્કસ દીક્ષા લેશે. આથી ઉદયસુંદરે કહ્યું – તમે દીક્ષા લેશો નહિ. મારા આ મશ્કરીના વચનને ધિક્કાર થાઓ. આપણા બંને વચ્ચે દીક્ષા વિષે ફક્ત મશ્કરીનાં જ વચનોહતાં. મશ્કરીના વચનનું ઉલ્લંઘન કરવામાં દોષ નથી. પ્રાય: વિવાહના ગીતની જેમ મશ્કરીનાં વચનો સત્ય હોતાં નથી. તમે અમને સઘળી આપત્તિઓમાં સહાયકારી થશો એવા અમારા મનોરથને દીક્ષા લઈને ભાંગશો નહિ. હજુ તો આ તમારા હાથે વિવાહની નિશાનીરૂપ માંગલિક મીંઢોળ બંધાયેલા છે. મારી બહેન સાંસારિક સુખથી વંચિત રહેશે. પછી તેનું શું? ઉદયસુંદરના લાંબા વક્તવ્યનો ટૂંકમાં જવાબ આપતાં વજબાહુએ કહ્યું – મનુષ્યજન્મરૂપ વૃક્ષનું સુંદર ફળ ચારિત્ર છે. કારણ કે મનુષ્યભવ સિવાય બીજા કોઈ ભવમાં ચારિત્રનું પાલન થઈ શકતું નથી. તમારી મશ્કરીનાં વચન મને પરમાર્થરૂપ થયાં છે. તમારી બહેનને ઉલ્લાસ થતો હોય તો મારી સાથે દીક્ષા લઈ શકે છે. નહિ તો તેનો માર્ગ કલ્યાણકારી થાઓ, અર્થાત્ સંસારમાં રહીને ઉત્તમ ધર્મ આરાધના કરી શકે છે. આમ વાતો કરતાં કરતાં બધા મુનિ પાસે આવી પહોંચ્યા. વજબાહુએ પોતાની દીક્ષા લેવાની ભાવના જણાવીને વૈરાગ્યનો ઉપદેશ આપવાની વિનંતી કરી. મુનિની વૈરાગ્યમય દેશના સાંભળીને બધા પ્રતિબોધ પામ્યા. વબાહુ, ઉદયસુંદર, મનોરમા અને પચીસ રાજકુમારો એમ અઠાવીસ મહાનુભાવોએ દીક્ષા લીધી. સારથિએ વાજબાના પિતાને આ સમાચાર કહ્યા. પિતા વિચારમાં પડ્યા: એ (વજબાહ) બાળક છતાં ઉત્તમ છે. જેથી આવા સંયોગોમાં પણ દીક્ષા લીધી. હું વૃદ્ધ છતાં ઉત્તમ નથી. કારણ કે હજી સંસારમાં પડ્યો છું. આવી વિચારણાથી પ્રબળ વૈરાગ્ય થતાં પિતાએ પણ દીક્ષા લીધી. અહીં સાળાના મશ્કરીનાં વચન બનેવીને જગાડનારાં બની ગયાં. ઉત્તમ આત્માઓને અશુભ પણ શુભ માટે થાય છે. ચંડરુદ્રાચાર્યના શિષ્યના મિત્રોએ કરેલી મશ્કરી અંડરુદ્રાચાર્યના શિષ્યના સારા માટે થઈ. સનસ્કુમાર ચકવર્તીના શરીરમાં ક્ષણવારમાં અનેક રોગો પ્રગટ્યા. એનાથી સનસ્કુમાર ચેતી ગયા. એ રોગો જોઈને આર્તધ્યાન કે રોગના ઉપાયો કરવાના બદલે સંયમનો સ્વીકાર ક્ય. છ ખંડની સમૃદ્ધિ છોડીને સનસ્કુમાર ચાલી નીકળ્યા. ત્યારે ચૌદ રત્નો, સ્ત્રીરત્ન, નવનિધાનો, નગર લોકો અને રાજાઓ વગેરે તેમની પાછળ પાછળ છ છ મહિના સુધી ફર્યા, છતાં એક ક્ષણવાર પણ તેમના ઉપર નજર સુધ્ધાં ન કરી. સિંહ જતાં જતાં પાછું ય જુએ, પણ આમણે તો પાછું વળીને પણ ન જોયું. તેમનો પરિવાર કરુણ રુદન કરવા લાગ્યો. એ રુદન સાંભળીને પક્ષીઓને પણ રુદન આવે તેવું કરુણ રુદન તેમના પરિવારનું હતું. છતાં સનસ્કુમાર ચક્રીએ જરા પણ તેમની દયા ન ખાધી. પ્રસ્તુતમાં વજબાહુકુમારને લગ્ન જેવા વિલાસના-મોહના પ્રસંગમાં પણ મુનિને વંદન કરવા જવાનું મન થયું. એ તેમના અતિશય ધર્મપ્રેમને સૂચવે છે. ધર્મપ્રેમી આત્માઓ સાંસારિક પ્રસંગોમાં પણ ધર્મને ન ભૂલે, એટલું Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (171) ગુરુવંદન અધિકાર જ નહિ, પણ સાંસારિક પ્રસંગોમાં પણ ધર્મની પ્રધાનતા રાખે. જ્યાં ધર્મપ્રેમ ઓછો હોય ત્યાં આમ તો રોજ ધર્મ થાય, પણ સાંસારિક તેવા પ્રસંગો આવતાં ધર્મગૌણ બની જાય, જેનામાં ધર્મપ્રેમ પ્રબળ ન હોય તે રોજ પ્રતિક્રમણ કરે, પણ લગ્ન જેવા પ્રસંગોમાંનકરે. રોજ પૂજા કરે, પણ બહારગામ જવાનું હોય તો ન કરે. રોજ રાત્રિભોજન ન કરે. પણ બિમારી આવે તો રાત્રિભોજનકરે. ઘરમાં અભક્ષ્યનું ભક્ષણ નકરે. પણ બહાર કરે. પણ જેનામાં ધર્મપ્રેમ પ્રબળ છે તે ગમે તેવા સંયોગોમાં પોતાની નિત્ય ધર્મક્રિયાને ન મૂકે, અને નિત્ય નિયમોનું પાલન કરે. આના જે કારણે કોઈ જીવને તેવું નિમિત્ત મળતાં વિશિષ્ટ લાભ થઈ જાય. આવિષે એક યુવાનનો પ્રસંગ છે. આ પ્રસંગ અકબર બાદશાહને પ્રતિબોધ કરનાર આચાર્યશ્રી હીરસૂરિ મહારાજના સમયમાં બન્યો છે. રાજસ્થાનના સિરોહી શહેરમાં વરસિંઘ નામના યુવાનનો લગ્ન મહોત્સવ ચાલી રહ્યો હતો. લગ્ન માટે ઘરના આંગણે વિશાળ મંડપ બાંધ્યો હતો. નારીઓ લગ્નનાં ગીતો ગાતી હતી. વાજિંત્રોના મધુર શૂરો કાનને આનંદ આપતા હતા. જમણવાર માટે વિવિધ મિષ્ટાન્નો તૈયાર થઈ રહ્યા હતા. આમંત્રિત સગા સંબંધીઓ આવી રહ્યા હતા. પણ વરસિંઘ અત્યંત ધર્મપ્રેમી હતો. આથી આવા સમયે પણ તે પોતાની નિત્ય ધર્મક્રિયામાં જરાય ખામી આવવા દેતો ન હતો. એક દિવસ તે સવારે ઉપાશ્રયમાં સામાયિક લઈને ધર્મક્રિયા કરી રહ્યો હતો. શિયાળાના દિવસો હોવાથી ઠંડીના કારણે તેણે કામળી ઓઢી હતી. મોટું બરાબર ન દેખાય તે રીતે કામળી ઓઢી હતી. આ સમયે કેટલીક બહેનો ગુરુને વંદન કરવા આવી. તે બહેનોમાં વરસિંઘની ભાવી પત્ની પણ હતી. બહેનોએ ઉપાશ્રયમાં બિરાજમાન સાધુઓને વંદન કર્યું. તેમાં વરસિંઘને પણ સાધુ મહારાજ સમજીને વંદન કર્યું. વરસિંઘ પોતાની ધર્મક્રિયામાં મસ્ત હોવાથી તેને આની ખબર ન પડી. પણ પાસે બેઠેલા ભાઈને આની ખબર પડી. આથી બહેનોના ગયા પછી તે ભાઈએ વરસિંઘને હસતાં હસતાં કહ્યું – વરસિંઘ! હવે તારાથી પરણાશે નહિ, હવે તારે પરણવું ન જોઈએ. કારણકે તારી ભાવી પત્ની તને સાધુસમજીને હમણાં જ વંદન કરી ગઈ. વરસિંઘે તુરત જ કહી દીધું - હું તમારા કથનને માન્ય રાખું છું. હવે મારી ભાવી પત્ની મને સાચી રીતે વંદન કરશે તે તમે જોજો. સામાયિક પારીને ઘરે આવીને વડીલોને પોતાની દીક્ષા લેવાની ભાવના જણાવી. બધા આશ્ચર્યમુગ્ધ બની ગયા. બધાએ તેને દીક્ષા ન લેવા સમજાવ્યો. પણ તે પોતાના વિચારમાં મક્કમ રહ્યો. આથી વડીલોએ દીક્ષાની રજા આપી. હવે લગ્ન મહોત્સવ દીક્ષા મહોત્સવ બની ગયો. લગ્નમંડપ દીક્ષામંડપ બની ગયો. લગ્નદિવસ દીક્ષાદિવસ બની ગયો. લગ્નમુહર્ત દીક્ષામુહર્ત બની ગયું. દીક્ષા થતાં વિદ્યાવિજય’ એવું નામ રાખવામાં આવ્યું. સમય જતાં તે મહાત્મા પંન્યાસપદથી વિભૂષિત બન્યા અને એકસો આઠ શિષ્યોના ગુરુ બન્યા. વંદનથી પચ્ચખાણ વિધિનું પાલન આપણો મૂળ વિષયગુરુવંદન છે. શ્રાવકે દરરોજ ગુરુવંદન કરવું જોઈએ. ગુરુવંદન કરવાથી પચ્ચખ્ખાણવિધિનું પણ પાલન થાય. નવકારશી વગેરે પચ્ચશ્માણ દેવ, ગુરુ અને આત્માએ ત્રણની સાક્ષીએ લેવાનો વિધિ છે. પહેલાં આત્મસાક્ષીએ પચ્ચખાણ લેવું જોઈએ, અર્થાત્ પહેલાં જાતે પચ્ચખાણ લેવું જોઈએ કે ધારવું જોઈએ. પછી જિનમંદિરમાં ભગવાનની સમક્ષ એ પચ્ચખાણ લેવું જોઈએ. પછી ગુરુ પાસે પચ્ચશ્માણ લેવું જોઈએ. આ રીતે ત્રણની સાક્ષીએ લીધેલું પચ્ચખાણ પૂર્ણ શુદ્ધ બને છે. આથી જ શ્રાવક માટે દવ-ગુરુને વંદન કર્યા વિના મોઢામાં પાણી પણ ન નખાય” એવો નિયમ છે. સ્ત્રીઓએ દૂરથી વંદન કરવું જોઈને સ્ત્રીઓએ ગુરુની બહુ નજીક આવીને વંદન ન કરવું જોઈએ. આથી જ શાસ્ત્રમાં સ્ત્રીને આશ્રયીને ગુરુનો Page #191 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન અધિકાર (172) શ્રાદ્ધદિનકૃત્ય અવગ્રહ પુરુષ કરતાં વધારે જણાવ્યો છે. ગુરુની રજા વિના પ્રવેશનકરી શકાય તેટલી ગુરુની ચારે બાજુની ભૂમિને અવગ્રહ કહેવામાં આવે છે. પુરુષને આશ્રયીને ગુરુનો અવગ્રહ ૩ હાથ છે. અને સ્ત્રીઓને આશ્રયીને ગુનો અવગ્રહ ૧૩ હાથ છે. આ અવગ્રમાં ગુરુની રજા વિના ન જઈ શકાય. આ અવગ્રહથી મર્યાદાનું પાલન વગેરે અનેક લાભો થાય છે. પુરુષોએ ગુરુથી યા હાથ દૂર રહેવું જોઈએ. જો વા હાથથી નજીક જવું હોય તો ગુરુની રજા લેવી જોઈએ. સ્ત્રીઓએ ગુરથી ૧૩ હાથ દૂર રહેવું જોઈએ. ૧૩ હાથથી નજીક જવું હોય તો ગુરુની રજા લેવી જોઈએ. આનાથી એ સિદ્ધ થાય છે કે ખાસ કારણ વિના સ્ત્રીઓથી સાધુઓની બહુ નજીક ન અવાય. એટલે સ્ત્રીઓએ સાધુઓને દૂર રહી વંદન કરવું જોઈએ. આ મર્યાદાનો ભંગ થાય તો નુકશાનની સંભાવના રહે. આ મર્યાદાના ભંગે તો એક ઉત્તમ આત્માની જીવનપર્યતની સાધનાને ખતમ કરી નાખી. બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવનો એક પ્રસંગ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી પૂર્વભવમાં સંભૂતિ નામના મુનિ છે. ચિત્ર અને સંભૂતિ નામના બે બંધુઓએ સાથે દીક્ષા લીધી. ઘણા કાળ સુધી સંયમનું પાલન કર્યા પછી બંનેએ અનશન કર્યું. એકવાર સનસ્કુમાર ચક્રી પોતાના સ્ત્રીરત્ન સુનંદા આદિ પરિવાર સહિત આ તપસ્વી મુનિઓને વંદન કરવા આવ્યો. સુનંદાએ મુનિઓની નજીક જઈને વંદન કર્યું. વંદન કરતાં સંભૂતિ મુનિને સુનંદાના કેશના ચોટલાનો સ્પર્શ થયો. અત્યંત સુકોમળ કેશનો સ્પર્શ થતાં જ મુનિ રોમાંચિત બની ગયા. એ સ્પર્શે એમના અંતરને હલબલાવી નાખ્યું. મુનિ મોહના ઝપાટામાં આવી ગયા. આથી સનમાર ચકીના ગયા પછી તેમણે નિયાણું કર્યું કે “જે મારા આ દુષ્કર તપનું ફળ હોય તો હું ભાવિ જન્મમાં આવા સ્ત્રીરત્નનો પતિ થાઉં.” ચિત્ર મુનિએ આવુંનિયાણું છોડી દેવા ઘણું સમજાવ્યું. પણ સંભૂતિ મુનિએનિયાણું છોડ્યું નહિ. આ નિયાણાથી સંભૂતિ મુનિએ બધી સાધનાનું લીલામ કરી નાખ્યું. નિયાણું એટલે સાધનાનું લીલામ. સુનંદાનાશનો સ્પર્શન થયો હોત તો આમનબનત. જો રાણીએ મર્યાદાનું પાલન કરવા દૂરથી વંદન કર્યું હોત તો આ ન બનત. માટે સ્ત્રીઓએ સાધુને દૂરથી વંદન કરવું જોઈએ. સાધુઓ પાસે સ્ત્રીઓએ પાળવાની કેટલીક મર્યાદાઓ સ્ત્રીઓએ સાધુ આગળ આ સિવાય બીજી પણ કેટલીક મર્યાદાઓનું પાલન કરવું જોઈએ. જેમ કે – (૧) વ્યાખ્યાનના સમય સિવાય સ્ત્રીઓએ સાધુ પાસે ન જવું જોઈએ. આથી જ સુવિશુદ્ધસંયમી અને સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના સમુદાયના સાધુઓ માટે વ્યાખ્યાનના સમય સિવાય સ્ત્રીઓ સાધુ પાસે ન આવે એ માટે પ્રયત્ન કર્યો હતો. કદાચ વ્યાખ્યાનના સમય સિવાય સાધુ પાસે જવું પડે તો પણ અકાળે તો ન જ જવું જોઈએ. સવારના સૂર્યોદય પહેલાં, બપોરે બારથી ચાર વાગ્યા સુધી, સાંજના સૂર્યાસ્ત બાદ, આ સમય સામાન્યથી અકાળ છે. (૨) સ્ત્રીઓએ સાધુઓ પાસે વધારે સમય ન બેસવું જોઈએ. કંઈ પૂછવું હોયકે કહેવું હોય તો જેમ બને તેમ જલદી પતાવવું જોઈએ. બિનજરૂરી વાતો સાધુ પાસે જરાય ન કરવી જોઈએ. સાધુ પાસે બિનજરૂરી વધારે સમય બેસી રહે અને વિવિધ વાતો કરે એવું આજે વધતું જણાય છે. એનાથી સાધુઓને ઘણું નુકશાન થઈ રહ્યું છે. ક્યારેક ગૃહસ્થો પણ આવું જોઈને સાધુ પ્રત્યે અરુચિવાળા બની જાય છે. (૩) રસ્તામાં સાધુ સાથે વાત ન કરવી જોઈએ, કંઈ પૂછવું ન જોઈએ, પચ્ચખાણ પણ ન લેવું જોઈએ. સાધુઓએ પણ આની પૂર્ણ કાળજી રાખવી જોઈએ. (૪) સાધુ પાસે એક્લી સ્ત્રીએ જવું ન જોઈએ. (૫) સાધુઓએ સ્ત્રીનો પરિચયન કરવો જોઈએ. સાધુઓ સ્ત્રીનો પરિચય કરે તો સ્ત્રી તેમની પાસે આવે, Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (173) ગુરુવંદનથી થતા લાભો બેસે, વાતો કરે વગેરે થાય. પણ જો પરિચય જ ન કરે તો આનબને. શાસ્ત્રમાં સાધુઓને દિસંવિંન ની એમ કહીને પુરુષનો પણ નકામો પરિચય કરવાનો નિષેધ કર્યો છે. તો પછી સ્ત્રીનો પરિચય કેવી રીતે કરી શકાય? અર્થાત્ ન કરી શકાય. (અહીં ગુરુવંદન અધિકાર પૂર્ણ થયો.) अह धम्मदेसणत्थं च, तत्थ सूरी समागओ । पुव्वं पच्छाव दायव्वं, विहिणा वंदणं जओ ॥८०॥ દશમા દ્વારમાં ગુરુની પાસે પ્રત્યાખ્યાન કરે એવું વિધાન છે. આલોચના, ક્ષમાપના અને પ્રત્યાખ્યાન વંદનપૂર્વક કરવાનાં હોય છે. આથી પહેલાં ગુરુવંદનનો વિધિ કહેવો, અને ગુરુવંદનના સૂત્રોનું વ્યાખ્યાન કરવું. ગ્રંથકાર પ્રસ્તુત વિષયને કહે છે – હવે જો આચાર્ય ત્યાં ધર્મદિશના કરવા માટે કે સ્નાત્ર આદિને જોવા આવ્યા હોય તો ધર્મદશનાની પહેલાં કે પછી પૂર્વોક્ત (=ઉલ્મી ગાથા પૂર્ણ થયા પછી ગુરુવંદનના અધિકારમાં કહેલ) વિધિથી આચાર્યને દ્વાદશાવર્ત વંદન કરે. કારણ કે હવે કહેવાશે તે પ્રમાણે ગુરુવંદનથી ઘણા લાભો થાય છે. (૮૦) नीयागोयं खवे कम्म, उच्चागोयं निबंधए । सिढिलं कम्मगंठिं तु, वंदणेणं नरो करे ॥८१॥ ગુરુવંદનથી થતા લાભને જ કહે છે – મનુષ્ય ગુરુવંદનથી પૂર્વે બાંધેલ નીચગોત્ર નામકર્મને ખપાવે છે, ઉચ્ચગોત્ર નામકર્મને અતિશય બાંધે છે. જ્ઞાનાવરણીય વગેરે કર્મરૂપ ગાંઠને શિથિલ = ઢીલી કરે છે. (૮૧). तित्थयरत्तं संमत्त-खाइयं सत्तमीइ तइयाए । आउं वंदणएणं, बद्धं च दसारसीहेण ॥८२॥ ગુરુવંદનના ફળને દષ્ટાંતથી કહે છે – શ્રીકૃષ્ણ ગુરુવંદનથી તીર્થકર નામકર્મ બાંધ્યું, સાયિક સમ્યક્તપ્રાપ્ત કર્યું, પૂર્વે બંધાયેલા સાતમી નરકના આયુષ્યને ત્રીજી નરકનું કર્યું. (૮૨) विणओवयार १ माणस्स भंजणा २ पूयणा गुरुजणस्स ३ । तित्थयराण य आणा ४, सुयधम्माराहणा ५ किरिया ६ ॥८३॥ ગુરુવંદનના પૂર્વે કહેલા છ ગુણોને કહે છે – ગુરુવંદનથી (૧) વિનયરૂપ ભક્તિ થાય છે, (૨) માનનો નાશ થાય છે, (૩) ગુરુજનની પૂજા થાય, (૪) તીર્થકરની આજ્ઞાનું પાલન થાય, (૫) શ્રતધર્મની આરાધના થાય, (૬) સર્વ ક્રિયાઓનો અભાવ થવાથી જલદી મોક્ષ થાય. (૮૩) જે પૂર્વે સાધુઓ ગામ-નગરની બહાર યક્ષ આદિના મંદિરમાં, ઉદ્યાનમાં કે ગામ-નગરની અંદર ગૃહસ્થના મકાનમાં નિવાસ કરતા હતા. જિનમંદિરની પાસેના સ્થાનમાં ધર્મદેશના આપતા હતા અને દર્શનાદિ માટે જિનમંદિરમાં આવતા હતા. આથી અહીં “ધર્મદેશના કરવા માટે સ્નાત્ર આદિને જોવા માટે આચાર્ય પધાર્યા હોય” ઇત્યાદિ કહ્યું છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ દશમું પ્રત્યાખ્યાન-બારમું યતિપૃચ્છા દ્વાર (174) શ્રાદ્ધદિનકૃત્ય (૧૦) પ્રત્યાખ્યાન દ્વાર. (૧૨) યતિપૃચ્છા દ્વાર પāવવાળ તુ કvi, (દા.૨૦) પુછણ (દા.૨૨) લે વું कायव्वं च मणे काउं तओ, अण्णं करे इमं ॥८४॥ હવે દશમું, બારમું અને તેરમું એ ત્રણ દ્વારોને કહેવાની ઈચ્છાથી સૂત્રકાર કહે છે ગાથાર્થ– ઘર વગેરે સ્થળે સ્વયં લીધેલું નવકારસી વગેરે પચ્ચશ્માણ ફરી ગુરુ સાક્ષીએ = ગુરુની પાસે કરવું. અહીં બારમા યતિપૃચ્છા અને તેરમા ઉચિત કરણીય એ બે દ્વારમાં ઓછું કહેવાનું હોવાથી અગિયારમાં શ્રવણદ્વારને છોડીને બારમા અને તેરમા દ્વારને કહે છે– ગુરુની પાસે પચ્ચખાણ લીધા પછી સાધુઓના ધર્મમાં (=સંયમમાં) કોઇ બાધા છે કે નહીં? શરીરે કોઇ બાધા છે કે નહિ? ઇત્યાદિ બધી વિગત પૂછે. આ રીતે પૂછવું એ મહાનિર્જરાનું કારણ છે. કહ્યું છે કે – “ગુરુની સામે જવાથી, વઇન-નમસ્કાર કરવાથી, સુખસાતા પૂછવાથી કે જરૂરિયાત વગેરે સંબંધી પૂછવાથી લાંબાકાળથી પણ બાંધેલાં ક્ષણવારમાં ખપી જાય છે.” આ રીતે પૂછયા પછી સાધુને માંદગી આદિના કારણે ઔષધ વગેરે જેની જરૂર હોય તે મનમાં બરોબર ધ્યાનમાં રાખીને એટલેકે સાધુઓ ઘરે પધારશે ત્યારે આ ઔષધ વગેરે આપીશ ઇત્યાદિ બરોબર ધ્યાનમાં રાખીને પછી પોતાની શક્તિ મુજબતે પ્રમાણે બરોબર કાર્યકરે. ત્યાર બાદ હવે જે કહેવાશે તે બીજું કરે. સાધુભક્તિ સંબંધી વિવેચન શ્રમણોપાસક શબ્દનો અર્થ શાસ્ત્રમાં શ્રાવકોને શ્રમણોપાસક કહ્યા છે. શ્રમણોપાસક એટલે ભક્તિથી સાધુ-સાધ્વીઓની સેવા કરનાર એટલે જેને ભક્તિથી સાધુસેવા કરવાની ભાવના નથી તે પરમાર્થથી શ્રમણોપાસક નથી. ચર્તુવિધસંઘમાં શ્રાવકશ્રાવિકાને પણ સ્થાન છે. પણ કેવા શ્રાવક-શ્રાવિકાને ચર્તુવિધસંઘમાં સ્થાન છે તે સમજવાની જરૂર છે. સાધુની ભક્તિથી સેવા કરવા દ્વારા સાધુપણું પામવાની ઈચ્છાવાળા શ્રાવક-શ્રાવિકાને ચતુર્વિધ સંઘમાં સ્થાન છે. જેને કોઈ સંસ્થામાં દાખલ થવું હોય તેને તે સંસ્થાએ નક્કી કરેલી ફી ભરવી પડે છે. એ વિના સંસ્થામાં દાખલન થઈ શકે. તેમ અહીં જૈનશાસનરૂપી સંસ્થામાં દાખલ થવા માટે ગૃહસ્થોએ સાધુસેવારૂપફી ભરવી જોઈએ. આથી જેને સાધુસેવા કરવાની ભાવના જ નથી તેને જૈનશાસનમાં સ્થાન નથી. સાધુસેવા પણ વેઠ ઉતારવાની જેમ કરવાની નથી, કિંતુ આદર-બહુમાનથી કરવાની છે. સાધુને કામ વગેરે માટે પૂછવાથી પણ ઘણો લાભ શ્રાવકે દરરોજ સાધુ-સાધ્વીની સંભાળ રાખવી જોઈએ, અને તેમની દરેક જરૂરિયાતને પૂરી પાડવી જોઈએ. ઈચ્છકાર સૂત્રનો શો ભાવ છે? સાધુ આગળ માત્ર ઈચ્છકાર સૂત્ર બોલી જાય, પણ સાધુની જરૂરિયાત માટે કશું કરે નહિ તો એ પાઠ બોલવાનો શો અર્થ? શ્રાવક માટે દરરોજનો એ વિધિ છે કે-વ્યાખ્યાન સાંભળ્યા પછી કોઈ કામ છે ? ઔષધ વગેરેની જરૂર છે? કોઈ તકલીફ નથી ને?” વગેરે ગુરુને પૂછવું. આ રીતે ભાવથી ગુરુને પૂછવા માત્રથી પૂર્વે (૨૮૪મી ગાથાના ભાવાનુવાદમાં) કહ્યું તેમ ઘણાં કર્મોની નિર્જરા થાય. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય બારમું યતિપૃચ્છા દ્વાર જો આ રીતે પૂછવા માત્રથી આટલો બધો લાભ થાય તો તેમની જરૂરિયાત પૂરી પાડવાથી અતિશય અધિક લાભ થાય એ સહજ છે. આથી પૂછ્યા પછી ગુરુ કોઈ કામ બતાવે તો યાદ રાખીને ચીવટથી ગુરુએ જે કામ જે પ્રમાણે કરવાનું કહ્યું હોય તે કામ તે પ્રમાણે બરોબર કરવું જોઈએ. ઔષધ વગેરેની જરૂર હોય તો સમયસર લાવી આપવું જોઈએ. કોઈ તકલીફ હોય તો દૂર કરવી જોઈએ. દરરોજ આ રીતે પૂછવાથી ક્યારેક ઉત્તમ લાભ મળી જાય. એ લાભ જીવનભર ન ભૂલાય એવું પણ બને. એમની દરરોજ આહાર–પાણીથી ભક્તિ કરવાથી જે લાભ થાય તેના કરતાં અવસરે કોઈ ખાસ કામ હોય તે કરવાથી કદાચ ઘણો અધિક લાભ થઈ જાય. એ જ પ્રમાણે તેમની તેવી કોઈ તક્લીફ દૂર કરવાથી પણ વિશેષ લાભ થઈ જવાની શક્યતા છે. જેમ કે ભગવાન મહાવીર સ્વામીના જીવે નયસારના ભવમાં ભૂલા પડેલા સાધુઓની આહર–પાણીથી ભક્તિ કરીને રસ્તે ચઢાવવામાં સમ્યગ્દર્શન મેળવી લીધું. 175 સાધુને પૂછવાની ટેવ રાખવાથી ક્યારેક ઉત્તમ લાભ મળી જાય આજે પણ ભક્તિવાળા શ્રાવકો તેવા અવસરે સાધુનું કામ કરીને અપૂર્વ લાભ મેળવી લે છે. જેમ કે, એકવાર સાધુને દવાની જરૂર પડી. સાધુ અધ્યાત્મમાં લીન રહેતા હતા. એટલે દવાની જરૂર હોવા છતાં શ્રાવકો આવે ત્યારે કહેવાનું ભૂલી જાય. આવનારા શ્રાવકો આપને દવા વગેરેની કોઈ જરૂર છે ? એમ કોઈ પૂછે નહિ, અને સાધુને યાદ આવે નહિ. એમ કરતાં ત્રણ-ચાર દિવસો નીકળી ગયા. પછી એક શ્રાવકે તેમને દવાની જરૂરિયાત અંગે પૂછ્યું. આથી સાધુ મહારાજને પોતાને દવાની જરૂર છે એમ યાદ આવ્યું. અને એ શ્રાવકને લાભ આપ્યો. જો ત્રણ-ચાર દિવસ દરમિયાન આવનારા શ્રાવકોમાંથી કોઈએ તેમ પૂછ્યું હોત તો તેમને લાભ મળત. પણ ન પૂછવાથી આ લાભથી વંચિત રહ્યા. શ્રાવને બહારગામ જવાનું હોય ત્યારે પણ હું બહારગામ અમુક સ્થળે જવાનો છું. ત્યાંનું આપનું કોઈ કામ છે ? એમ પૂછવાથી પણ ક્યારેક ઉત્તમ ભક્તિનો લાભ મળી જાય. આજે ઉપયોગવાળા શ્રાવકો આ રીતે સાધુઓને પૂછે છે, અને અવસરે ઉત્તમ સાધુભક્તિનો લાભ મેળવી લે છે. આમાં ખર્ચનો કે સમય જવાનો પ્રશ્ન નથી. માત્ર ઉપયોગની જરૂર છે. ક્યારેક સાધુને ભણવા માટે પુસ્તક વગેરેની જરૂર હોય, અને શ્રાવકને જ્યાં જવાનું હોય ત્યાંના ભંડારમાંથી કે કોઈ ગૃહસ્થને ત્યાંથી લાવવાનું હોય, અને તેમાં વધારે સમય જાય તેવું પણ ન હોય, તેથી આકામ પૈસાના ખર્ચ વિના અને સમયના ભોગ વિના થઈ શકે. છતાં આમાં લાભ વિશેષ મળે. કારણ કે સાધુનું જે કામ વિશેષ અગત્યનું હોય તે કરવાથી વિશેષ લાભ મળે. આથી શ્રાવકે દરરોજ સાધુને કામ વગેરે માટે પૂછવાની ટેવ રાખવી જોઈએ. ધર્મસંબંધથી ભક્તિ વિષે એક પ્રસંગ કેટલાક શ્રાવકો માટે એવું પણ બને છે કે પરિચિત કે ઓળખાણવાળા મહારાજ આવે ત્યારે તેમની પાસે જાય અને કામ વગેરે માટે પૂછે. અપરિચિત કે ઓળખાણ વિનાના સાધુ પાસે જાય પણ નહિ, તો પછી પૂછવાની વાત જ ક્યાં રહી ? આ બરોબર નથી. આ વિષે એક પ્રસંગ જાણવા જેવો છે. એક સાધુના સંસારી ભાઈએ તે સાધુને ૩૦૦ રૂપિયાની પસમીનાની કામળી વહોરાવવા માંડી. સાધુએ વહોરવાની ના પાડી. સંસારીભાઈએ પૂછ્યું: કેમ ના પાડો છો ? સાધુએ કહ્યું: વહોરવાથી તને ખાસ લાભ નહિ થાય માટે ના પાડું છું. સંસારીભાઈએ પૂછ્યું: સાધુને વહોરાવવાથી લાભ ન થાય? સાધુએ હ્યું: સાધુને વહોરાવવાથી તો બહુ લાભ થાય. સાધુને ૩૦૦ રૂપિયાની આવી કામળી તો ઠીક, Page #195 -------------------------------------------------------------------------- ________________ બારમું યતિપૃચ્છા દ્વાર (176) શ્રાદ્ધદિનકૃત્ય પણ મુપત્તિનો એક ટુકડો વહોરાવવાથી પણ મહાન લાભ થાય. પણ તું સાધુને ક્યાં વહોરાવે છે? તું તો તારા ભાઈને વહોરાવે છે. આજે તું મને ૩૦૦ રૂપિયાની કામની વહોરાવે છે, પણ આવતી કાલે તું કોઈ સાધુની પડખેય નહિચઢે, અને મુહપત્તિનો ટુક્કોય નહિ વહોરાવે. આ ભાઈ કોઈ સાધુ પાસે જતા નહોતા. મારા સંસારીભાઈ સાધુ પાસે જતા થાય તેવું કરવાની સાધુની અંતરની ઈચ્છા હતી. એ માટે એઓ તક જોઈ રહ્યા હતા. આ તક ઝડપીને તેમણે ભાઈના પ્રમાદને ખંખેરી નાખ્યો. જો કે તેમને સાધુઓ પ્રત્યે અરુચિ હતી એવું ન હતું. પણ ધર્મનો પ્રેમ બરોબર થયો ન હતો. અને તેથી સાધુતાના રાગથી સાધુસેવાની ભાવના જાગી નહતી. અવાર-નવાર ભાઈ સાધુ પાસે જાય અને ભક્તિ કરે. ભાઈમહારાજે કરેલી ટકોરની તે ભાઈના હૈયામાં અસર થઈ. હવેથી દરેક સુસાધુ પાસે જઈશ, અને તેમની સેવા-ભક્તિ કરીશ, તેવું કબૂલ કર્યું. આથી સાધુએ તેની પાસેથી કામની વહોરી. આ પ્રસંગથી આપણે એ જોવાનું છે કે સાધુનીકે શ્રાવકની ભક્તિ ધર્મના સંબંધથી જ કરવી જોઈએ. એ ત્યારે જ બને કે જ્યારે વાસ્તવિક ધર્મપ્રેમ આવે. આજે પણ એવા શ્રાવકો છે કે પરિચિત સાધુ આવે ત્યારે તેમની પાસે આવે, તેમને કામ-કાજ માટે પૂછે, તેમની ભક્તિ કરે, પણ એ મહારાજ જાય પછી બીજા મહારાજ આવે તો એ બધું બંધ થઈ જાય. અલબત્ત, નવા જોડાયેલાજીવો માટે આટલું પણ સારું કહેવાય. પણ જે જૂના થઈ ગયા હોય તે પણ આવું જ કરે તો તેની પાછળ ક્યું કારણ હોય? પ્રાય: તો ધર્મપ્રેમની ખામી કારણ હોઈ શકે. પરિચયથી ભક્તિ વિષે સાધુનો અનુભવ આજે ઘણા શ્રાવકો એવા છે કે પરિચિત સાધુની સેવા-ભક્તિવધુ કરે. અપરિચિતની તેટલીનકરે. આ વિષે એક સાધુનો અનુભવ જાણવા જેવો છે. ત્રણ સાધુઓ વિહાર કરીને એક ગામમાં ગયા. ગામમાં જતાં પહેલાં રસ્તામાં વડીલ સાધુએ સાથેના બે સાધુને કહ્યું આપણે આ ગામમાં કદાચ શ્રાવકોના આગ્રહથી એક-બે દિવસ રોકાવું પડશે. પછી સાધુઓ ગામમાં ગયા. સાધુઓ ગામમાંથી આહાર-પાણી લઈ આવ્યા. સાધુઓને આહારપાણીમાં જેવા આદર-બહુમાનની સંભાવના હતી તેવા આદર-બહુમાન ન દેખાયા. બીજે દિવસે સવારે ત્રણે સાધુઓએ વિહાર કર્યો. ઉપાશ્રયથી થોડે દૂર ગયા ત્યાં બે-ત્રણ શ્રાવકો સામે મળ્યા. તેમણે સાધુઓને ફેટાવંદન કરીને કહ્યું: અરે! સાહેબ, આપ અહીં ક્યારે પધાર્યા? સાધુઓએ કહ્યું: ગઈ કાલે સવારના અમે આવ્યા હતા. શ્રાવકોએ કહ્યું. આપ પધાર્યા છો એની અમને ખબર પણ ન પડી. અમે ગઈ કાલે સાધુઓને ગોચરી જતાં જોયાતો હતા, પણ આપ પધાર્યા છો એની તો અમને કલ્પના પણ ન હતી. અમે તો સાવ અંધારામાં જ રહ્યા. તો હવે વિહારની ઉતાવળ ન કરો. અમને એક દિવસ લાભ આપવો પડશે. સાધુઓએ કહ્યું અમારે તો દરરોજ તમને શ્રાવકોને જ લાભ આપવાનો છે. અમે પાસે થોડું જ કંઈ રાખીએ છીએ. જેટલો વખત અહીં રહીશું તેટલો વખત બીજા શ્રાવકોને લાભ નહિ મળે, અમે જઈશું તો તેમને લાભ મળશે. આમ કહીને મહારાજે વિહાર કરવા માંડ્યો. પણ શ્રાવકોએ આડા પડીને મહારાજને રોક્યા. આખરે સાધુઓને પાછા ફરીને તે દિવસે ત્યાં જ રોકાવું પડ્યું. હવે આહાર-પાણીની ભક્તિમાં પૂછવાનું જ શું હોય? સાધુઓને પણ થયું કે “ઓળખાણ એ ખાણ છે.” એમ વ્યવહારમાં જે કહેવાય છે તેનો આપણને આજે સાક્ષાત્કાર થયો. કાલે પણ આપણે જ હતા, અને આજે પણ આપણે જ છીએ. છતાં ઓળખાણથી કેટલો ફેર પડી ગયો! આપણે અહીં એ વિચારવાનું છે કે જો બધા સાધુતાના રાગથી સાધુભક્તિ કરતા હોય તો આવો તફાવત ન પડે. જો આ શ્રાવકો સાધુતાના જ રાગી હોત તો ઉપાશ્રયમાં જે કોઈ સુસાધુ આવે તેને વંદન કરવા આવનારા હોત. જો તેમ હોત તો પોતાના પરિચિત મહારાજ આવ્યા છે તેની ખબર આગલા દિવસે પડી ગઈ હોત. આમને તો Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 177 ) બારમું યતિપૃચ્છા દ્વાર ગઈ કાલે મહારાજને ગોચરી જતા જોયા હોવાથી કોઈ સાધુ આવ્યા છે એવી ખબર હતી. પણ તેમને સાધુતા તરીકે સાધુનો રાગ થયો ન હતો. આવાં દષ્ટાંતોકે પ્રસંગો સાંભળીને દરેક શ્રાવકે પોતાના માટે વિચાર કરવો જોઈએ કે હું સાધુઓની ભક્તિ કરું છું કે નહિ? જો કરું છું તો કેટલી? અને ક્યા હેતુથી કરું છું હુંસાધુની ભક્તિઓળખાણથી જ કરું છું? કુલરિવાજથી જ કરું છું કે ધર્મપ્રેમથી ધર્મના સંબંધથી જ કરું છું? આમ વિચારતાં ધર્મસંબંધ સિવાય બીજો કોઈ હેતુ જણાય તો તેનો ત્યાગ કરવો જોઈએ, અને ધર્મસંબંધથી ભક્તિ કરવાનું મન થાય તેમ કરવું જોઈએ. એ માટે આત્મામાં વાસ્તવિક કોટિનો ધર્મપ્રેમ જગાડવો જોઈએ. આત્મામાં વાસ્તવિક કોટિનો ધર્મપ્રેમ આવે એટલે સાધુની ધર્મસંબંધથી ભક્તિ કરવાનું દિલ થયા વિના રહેશે નહિ. આર્થિક સ્થિતિ આદિના કારણે ભક્તિમાં ભેદ પડે અલબત્ત, આર્થિક સ્થિતિ, સંયોગ, ઉપકાર આદિના કારણે સેવા-ભક્તિમાં તફાવત પડે. પણ તે તફાવત ધર્મસંબંધનો બાધક બનતો નથી. જેમકે અમુક સાધુ પોતાના ઉપકારી છે, એથી તેમની વિશેષ ભક્તિ કરે તો તેમાં દોષ નથી. આ વિષે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –“શ્રાવકે ભેદભાવ વિના બધા સાધુઓને દાન કરવું જોઈએ. જે શ્રાવક ગરીબ હોવાથી બધા સાધુઓને વસ્ત્રાદિ આપી ન શકે તે શ્રાવક જે સાધુ પાસે વસ્ત્રાદિ ન હોય તેને આપે. જો બધા સાધુઓ પાસે વસ્ત્રાદિ ન હોય તો જે લબ્ધિહીન (વસ્ત્રાદિ મેળવવાની શક્તિ વિનાના) હોય, તેમને આપવું જોઈએ. હવે જો બધા પાસે વસ્ત્રાદિ હોય અને તેઓ બધા જ લબ્ધિવાળા કે લબ્ધિવિનાના હોય, અથવા બધા સાધુ પાસે વસ્ત્રાદિ ન હોય અને એ બધા જ લબ્ધિવાળા હોય–આ રીતે બધા સાધુ સરખા હોય તો કોને આપવું? આના : ઉત્તરમાં જણાવ્યું છે કે આવા સંજોગોમાં ગરીબ શ્રાવક જે સાધુ પોતાના ઉપકારી હોય તેમને કે તેમના પરિવારને આપે.” સુપાત્રદાનનો વિધિ શ્રાવકે દરરોજ આહાર-પાણીથી પણ સાધુની ભક્તિ કરવી જોઈએ. આ વિષે એવો વિધિ છે કે-શ્રાવક વ્યાખ્યાન પછી સાધુને ભાત-પાણીનો લાભ આપવાની વિનંતી કરે. (આજે વંદન કરતાં ઈચ્છકાર’ સૂત્રનો પાઠ બોલીને વિનંતિ કરવામાં આવે છે.) પછી ભોજનનો સમય થાય ત્યારે શ્રાવક સાધુ પાસે આવીને નિમંત્રણપૂર્વક સાધુને પોતાના ઘરે લઈ જાય. આમ ન થઈ શકે તો શ્રાવકે દરરોજ જમતાં પહેલાં ઘરમાં પૂછવું જોઈએ કે આજે આપણા ઘરે પૂજ્ય સાધુ-સાધ્વીજી વહોરવા પધાર્યા હતા કે નહિ? જો પધાર્યા હતા એમ ખબર પડે તો તેની અનુમોદના કરવી જોઈએ. જો ‘પધાર્યા ન હતા એમ ખબર પડે તો લલાટે હાથ મૂકીને આજે સુપાત્રદાન વિના ભોજન કરવું પડે છે એમ દુઃખ અનુભવવું જોઈએ. નામ પૂર્વક સર્વ વસ્તુની વિનંતિ કરવી જોઈએ સાધુ વહોરવા આવે ત્યારે જે જે આપવા યોગ્ય વસ્તુ હોય તે બધી વસ્તુઓ તેમને વહોરાવવી જોઈએ. બરોબર યાદ રાખીને અમુક વસ્તુનો જોગ છે એમ નામ પૂર્વક સર્વ વસ્તુઓની વિનંતિ કરે. જો શ્રાવક નામપૂર્વક વિનંતિ ન કરે તો અમુક વસ્તુ ઘરમાં હોવા છતાં અને સાધુને જરૂરિયાત હોવા છતાં લાભ ન મળે. સાધુ કોઈ વસ્તુ માગીને વહોરે નહિ. કારણ કે અમુક વસ્તુની જરૂર છે એમ નામપૂર્વક ગૃહસ્થ પાસેથી માગીને વહોરવામાં સાધુને દોષ લાગે. સાધુએ જુદા જુદા ઘરે ફરીને ભિક્ષા મેળવવાની છે. તેમાં ગૃહસ્થ જે વસ્તુની વિનંતિ કરે તે વસ્તુની પોતાને જરૂરિયાત હોય તો વહોરે. પણ અમુક વસ્તુ લો’ એમ નામપૂર્વક માગણી કરે તો સાધુને દોષ લાગે. અલબત્ત, શ્રાવક ઉપયોગ ન રાખે, એથીનામપૂર્વક દરેક વસ્તુની વિનંતિ કરે, અને સાધુને અમુક વસ્તુની જરૂર Page #197 -------------------------------------------------------------------------- ________________ બારમું યતિપૃચ્છા દ્વારા 178 ) શ્રાદ્ધદિનકૃત્ય હોય, તે વિના ચાલી શકે તેમ ન હોય, તો સાધુ માગણી કરીને પણ લે. આમ છતાં તેમને દોષ તો લાગે છે. આથી જ સાધુના પ્રતિક્રમણ (=પગામ સિજ્જાએ) સૂરમાં સાધુઓ મોહાસન મિક્વાણ એમ બોલીને માગીને લેવાથી લાગેલા દોષનું મિચ્છામિ દુક આપે છે. માગીને લેવાથી દોષ લાગતો હોવાથી જ ઘણા સાધુઓ પોતાને જરૂરિયાત હોવા છતાં માગીને લેતા નથી. આયંબિલમાં પાકા મીઠા જેવી વસ્તુની જરૂર હોય તો પણ માગીને નવહોરે ગૃહસ્થ વિનંતિ કરે તો વહોરે. નહિ તો એના વિના ચલાવી લે. આનાથી ગૃહસ્થ એ સમજવાની જરૂર છે કે પોતે નામપૂર્વક દરેક વસ્તુની વિનંતિ કરવાની ટેવ ન રાખે તો ક્યારેક પોતાને ત્યાં વસ્તુ હોય, નિર્દોષ હોય, સાધુને જરૂર પણ હોય, છતાં લાભથી વંચિત રહે. એથી શ્રાવકને મોટું નુકસાન ગણાય. જો શ્રાવક નામપૂર્વક દરેક વસ્તુની વિનંતિ કરવાની ટેવ રાખે તો ક્યારેક ઘેંસ જેવી સામાન્ય વસ્તુથી પણ જરૂરિયાતના કારણે એવો મહાન લાભ મળી જાય કે કદાચ ઉત્તમ વસ્તુ વહોરાવવાથી પણ તેનો લાભ ન મળે. ક્યારેક એવું પણ બને કે જરૂરિયાત હોવા છતાં ભૂલી જવાથી સાધુ ન માગે. પણ નામપૂર્વક વિનંતિ કરવાથી સાધુને તે વસ્તુ યાદ આવી જાય, અને વહોરે. ગ્લાન સાધુની સેવાનું મહત્ત્વ શ્રાવકે જેમ આહાર-પાણી વહોરવીને સાધુની ભક્તિ કરવી જોઈએ, તેમ ઔષધિ આદિ વહોરાવીને પણ ભક્તિ કરવી જોઈએ. અસાતા વેદનીય કર્મના ઉદયથી સાધુઓને પણ રોગ થાય. આથી શ્રાવકે સાધુઓને દવાની પણ વિનંતિ કરવી જોઈએ. ઔષધના દાનથી જીવ સાતવેદનીય આદિ શુભ કર્મ બાંધે છે. તેથી પરભવમાં નિરોગી શરીર વગેરેની પ્રાપ્તિ થાય છે. સાધુની બિમારીમાં દવા વહોરાવવા ઉપરાંત બીજું પણ જે કંઈ કરવાની જરૂર પડે તે કરવું જોઈએ. એમાં જે જાતે થાય તે જાતે કરવું જોઈએ, જાતે ન થઈ શકે તે બીજા દ્વારા કરાવવું જોઈએ. ગ્લાન સાધુની સેવામાં મહાન લાભ છે. ગ્લાનસાધુની સેવાનું મહત્ત્વ બતાવતાં ભગવાને ત્યાં સુધી કહ્યું છે કે, “જે ગ્લાનની સેવા કરે છે તે મારી સેવા કરે છે. જે મારી સેવા કરનારો હોય તે ગ્લાનની પણ સેવા કરનારો હોય” વેયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે ગ્લાન સાધુવગેરેની સેવાને વેયાવચ્ચ કહેવામાં આવે છે. વેયાવચ્ચ ઉત્તમગુણ છે. તેમાં પણ ગ્લાન સાધુની વેયાવચ્ચ અત્યંત શ્રેષ્ઠ ગુણ છે. શાસ્ત્રમાં વેયાવચ્ચ ગુણને અપ્રતિપાત કહ્યો છે. વેયાવચ્ચ અપ્રતિપાતી છે એનો અર્થ એ છે કે વેયાવચ્ચથી બંધાયેલા પુણ્યનો કોઈપણ રીતે નાશ થતો નથી. જેમકેદાનાદિ ધર્મર્યા પછી પાછળથી પશ્ચાત્તાપ થાય તો તેનું ફળ ન પણ મળે. મમ્મણશેઠને પૂર્વભવમાં સિંહકેશરિયા લાડુ વહોરાવ્યા પછી પશ્ચાત્તાપ થયો તો તેનું ફળ જતું રહ્યું. વેયાવચ્ચમાં આમ ન બને. તેનું ફળ અવશ્ય મળે. પશ્ચાત્તાપ કરવાથી પણ તેના ફળનો નાશ ન થાય. આ અપેક્ષાથી વેયાવચ્ચગુણ અપ્રતિપાતી છે એમ જણાય છે. વિશેષ ખુલાસો બહુશ્રુતો પાસેથી જાણી લેવો.) વેયાવચ્ચગુણ અપ્રતિપાતી હોવાથી શ્રાવકે સાધુઓની વેયાવચ્ચ કરવા તરફ બહુ લક્ષ આપવું જોઈએ. સંસારી સંબંધીઓનું સ્નેહ વગેરેથી કરેલું વેયાવચ્ચ સંસાર વધારનારું બને છે. સાધુઓનું ગુણાનુરાગથી કરેલું વેયાવચ્ચ સંસાર ઘટાડનારું બને છે. આ વિષે જીવાનંદ વૈદ્યનું દષ્ટાંત જાણવા જેવું છે. જીવાનંદ વૈદ્યનું દષ્ટાંત ભગવાન ઋષભદેવનો જીવસમ્યકત્વ પામ્યા પછીનવમા ભવે જીવાનંદ વૈદ્યપણે ઉત્પન્ન થયો. તે આયુર્વેદ વિદ્યામાં નિષ્ણાત હતો. તેને કેશવ વગેરે પાંચ મિત્રો હતા. તે છએ મિત્રો જાણે સગાભાઈ હોય તેમ નિરંતર સાથે Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (179) બારમું યતિપૃચ્છા દ્વાર રમતા હતા, અને પરસ્પર એકબીજાના ઘરે એકઠા થતા હતા. એક વખત જીવાનંદના ઘરે છએ બેઠા હતા. તેવામાં ગુણાકર નામનાં મુનિ ત્યાં વહોરવા પધાર્યા. તે મુનિનું શરીર તપથી કૃશ થઈ ગયું હતું. તથા અકાળે અને અપથ્ય ભોજન કરવાથી કૃમિકુષ્ઠથી ઘેરાઈ ગયું હતું. અહીં એક બાબત વિચારવા જેવી છે. આજે કેટલાક કહે છે કે સાધુઓ તોતપસ્વી હોય. એથી એમને રોગ શાનો થાય? આમુનિ તપસ્વી હતા. છતાં તેમને રોગ થયો હતો. તેવાં નિમિત્તોથી સાધુઓને પણ રોગ થતાં. અહીં તપસ્વી મુનિને રોગ થવામાં બે કારણ જણાવ્યા છે. એક કારણ અકાળે ભોજન અને બીજું કારણ અપથ્ય ભોજન. રોગના અનેક કારણોમાં અકાળે ભોજન એ પણ એક કારણ છે. સાધુઓ પોતે રસોઈ બનાવતા નથી. જુદાં જુદાં ઘરોમાં ફરીને આહાર લાવવાનો હોય છે. એટલે સાધુચર્યાના નિયમ મુજબ વર્તવામાં સુધા લાગી હોય ત્યારે આહાર ન લેવાય, સુધા વિના આહાર લેવાય, દરરોજ નિયમિત સમયે આહાર ન લેવાય, વગેરે રીતે સાધુઓને અકાળે ભોજન થાય. તથા ગરમાગરમ તાજી રસોઈ વાપરી શકાય નહિ. ઠંડી રસોઈ વાપરવી પડે. તેમાં પણ આહાર પચ્ય જ મળે એવો નિયમ નહિ. અપથ્ય પણ વાપરવું પડે. જુદાજુદા દેશોનો જુદો જુદો આહાર હોય. દરેક સાધુનું શરીર એવું ન હોય કે ગમે તેવો આહાર અનુકૂળ જ આવે. એટલે કોઈક સાધુ માટે એવું પણ બને કે અમુક દેશનો આહાર અનુકૂળ ન હોય છતાં શરૂઆતમાં તે આહારથી બહાર કોઈ વિયિાદેખાય નહિ. એટલે સાધુ અનુકૂળ સમજીને આહારલે. પછી લાંબા ગાળે અંદર રોગ વધી જતાં બહાર એની વિઝિયાદેખાય. કેટલાક સાધુઓને માટે એવું પણ બને કે, સાધુપણામાં આહાર સંબંધી કોઈ ભૂલ ન થઈ હોય, પણ સંસાર અવસ્થામાં આહાર સંબંધી ભૂલ થઈ હોય, કે કરી હોય. તે વખતે રોગનો પ્રારંભ હોવાથી રોગ બહુ જ અલ્પ હોવાથી બહાર ન દેખાય. પછી એ રોગ અંદર ધીમે ધીમે વધતો જાય. લાંબા ગાળે ખૂબ વધી જતાં સાધુપણામાં બહાર દેખાય. કદાચ બહારનું કોઈ ખાસ કારણ ન હોય તો પણ અસાતા વેદનીય કર્મ તો સાધુને પણ હોય છે. એટલે એના ઉદયથી પણ સાધુઓને રોગ થાય. આમ અનેક કારણોથી સાધુઓને પણ રોગ થાય. અહીં તપસ્વી મુનિના આખા શરીરમાં કૃમિ થઈ ગયા હતા. તે મહાત્મા કાયા ઉપર નિરપેક્ષ હતા. આથી રોગનો ઉપાય કરતા ન હતા. ઉત્સર્ગ માર્ગે તો મુનિએ રોગનો ઉપાય કરવો ન જોઈએ. જ્યાં સુધી સમાધિ રહેતી હોય ત્યાં સુધી દવાન કરાવવી જોઈએ. અસમાધિથી બચવાકે અધિક નુકસાનથી બચવા રોગનો ઉપાય કરવાનો છે. એટલે વા કરાવવી એ અપવાદ માર્ગ છે. જો અસમાધિ થાય તેમ હોય કે પરિણામે અધિક નુકશાન થાય તેમ હોય તો અપવાદથી ઔષધ કરાવવાની છૂટ છે. મુનિએ જીવાનંદના ઘરના આંગણામાં પ્રવેશ કર્યો. છએ મિત્રોએ મુનિને વંદન કર્યું. મુનિનું શરીર રોગથી ઘેરાયેલું છે એમ તેમને ખ્યાલ આવી ગયો. એક મિત્રે જીવાનંદને કહ્યું આ મુનિ રોગી છે. માટે તમારે તેની દવા કરવી જોઈએ. જીવાદે કહ્યું તારી વાત સત્ય છે, યોગ્ય છે. મારું જ્ઞાન અને મારું ઔષધ આવા મહાત્માઓના કામમાં ન આવે તો એ શાકામનાં? પણ હું આમાં થોડો લાચાર છું. આમુનિનો રોગ દૂર કરવા ઔષધની જે સામગ્રી જોઈએ તે સામગ્રી બધી મારી પાસે નથી. આ મુનિનો રોગ દૂર કરવા લક્ષપાક તેલ, રત્નકમ્બલ અને ગોશીષચંદન એ ત્રણ વસ્તુઓ જોઈએ. તેમાં લક્ષપાક તેલ મારી પાસે છે. પણ રત્નકમ્બલ અને ગોશીષચંદન એ બે મારી પાસે નથી. આ સાંભળી મિત્રોએ કહ્યું આ બંને વસ્તુઓ અમે લાવી આપીએ છીએ. પછી પાંચે મિત્રો બજારમાં આવ્યા. એક વૃદ્ધ વેપારીને પૂછ્યું: તમારી પાસે રત્નકમ્બલ અને ગોશીષચંદન છે? વેપારીએ હા કહી. શું મૂલ્ય છે એમ પૂછ્યું એટલે વેપારીએ કહ્યું દરેકનું એક લાખ રૂપિયા મૂલ્ય છે. મિત્રોએ કહ્યું: લો આ બે લાખ રૂપિયા અને તે બંને વસ્તુઓ આપો. વેપારીએ કહ્યું: પહેલાં તમે એ તો કહો કે આ બેની તમને જરૂર કેમ પડી ? મિત્રોએ કહ્યું. એક મહાત્માના રોગની ચિકિત્સા કરવી છે. એમ કહીને વિગતવાર બધી હકીક્ત જણાવી. આ સાંભળી વૃદ્ધ વેપારી વિસ્મય પામ્યો. મુખ ઉપર આનંદની રેખાઓ ઉપસી આવી. તેની આંખો Page #199 -------------------------------------------------------------------------- ________________ ( 180 ) બારમું યતિપૃચ્છા દ્વાર 180) શ્રાદ્ધદિનકૃત્યા પહોળી બની ગઈ. હૃદય પ્રફુલ્લિત બની ગયું. રોમરાજી વિકસ્વર બની ગઈ. તે વિચારવા લાગ્યો : આ યુવાનોનું શરીર યુવાન છે, પણ મતિ તો વૃદ્ધ છે, વિવેવાળી છે. યૌવન અને વિવેક એ બેનો યોગ દુર્લભ છે. આ યુવાનો માટે તે સુલભ બની ગયો છે. આથી મારા જેવા વૃદ્ધ માણસોએ કરવા લાયક કામ આ યુવાનો કરે છે. આમ વિચારી તેણે કહ્યું આ બંને વસ્તુઓ તમે લઈ જાવ. ક્ષય પામનારું મૂલ્ય મારે જોઈતું નથી. મારે તો ધર્મરૂપી અક્ષય મૂલ્યની જરૂર છે. મુનિ મહાત્માની સેવામાં મારી વસ્તુઓનો સદુપયોગ થાય એવા મારા અહોભાગ્ય ક્યાંથી? તમે બધા મુનિ મહાત્માની સેવા કરી રહ્યા છો. તેમાં મને પણ આ બે વસ્તુઓ લઈને ભાગીદાર બનાવો. યુવાનોએ મૂલ્ય આપવા ઘણો આગ્રહ કર્યો પણ વેપારીએ મૂલ્ય લીધું જ નહિ. પછી તે બધા ચિકિત્સાની સામગ્રી લઈને જીવાનંદ વૈદ્યની સાથે મુનિ પાસે ગયા. મુનિ ગામ બહાર વડલા નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હતા. મુનિને નમસ્કાર કરીને ચિકિત્સા કરવા માટે અનુજ્ઞા લીધી. મુનિએ કાયોત્સર્ગ પાર્યો, અને ચિકિત્સા કરવાની અનુજ્ઞા આપી. આથી તેઓ તરતમાં મરેલી ગાયનું મડદું ત્યાં લઈ આવ્યા. પછી મુનિના દરેક અંગમાં લક્ષપાક તેલથી મદન ક્યું. મુનિની નસેનસમાં તે તેલ વ્યાપી ગયું. તેલથી વ્યાકુળ થયેલા ચામડીમાં રહેલા કૃમિઓ શરીરમાંથી બહાર નિકળ્યા. પછી વૈદ્ય મુનિના આખા શરીર ઉપર રત્નકમ્બલ નાખી દીધી. તેલની ગરમીથી વ્યાકુળ બનેલા કૃમિ શીતલ રત્નકમ્બલમાં આવી ગયા. પછી તે કૃમિઓને પીડા ન થાય તેમ સાવધાનીથી રત્નકમ્બલમાંથી લઈને ગાયના મડદામાં મૂકી દીધા. પછી ગોશીષચંદનના વિલેપનથી મુનિને સ્વસ્થ . આ પ્રમાણે ચામડીમાં રહેલા કૃમિઓ બહાર નીકળી ગયા એટલે માંસમાં રહેલા કૃમિઓબહાર કાઢવાફરીથી મુનિના શરીરે લક્ષપાક તેલનું મર્દન કર્યું. આથી માંસમાં રહેલા કૃમિઓ બહાર નીકળ્યા. પૂર્વની જેમ એ કૃમિઓ રત્નકમ્બલમાં લઈને ગાયના મડદામાં મૂકી દીધા. પછી પૂર્વની જેમ મુનિને ગોશીષચંદનથી સ્વસ્થ ર્યા. પછી પૂર્વોક્ત પ્રક્રિયાથી હાડકામાં રહેલા કૃમિઓ બહાર કાઢીને ગાયના મડદામાં મૂકી દીધા. પછી ગોશીષચંદનના વિલેપનથી મુનિને સ્વસ્થક્ય. આમ સર્વ કૃમિઓ નીકળી જવાથી મુનિ નિરોગી અને સુવર્ણકાંતિવાળા થયા. પછી તે યુવાનોએ મુનિ પાસેતક્લીફ આપવા બદલ ક્ષમા માગી. અહીં વિચારવા જેવું છે કે મુનિને તકલીફ આપીકે તક્લીફ ઓછી કરી? ભક્ત માણસ ભક્તિપાત્રની પોતે કરેલી ભક્તિ તરફ લક્ષ ન આપતાં ભક્તિ નિમિત્તે પણ તેમને જે તક્લીફ થઈ હોય તે તરફ લક્ષ આપે છે. આ કોણ કરાવે છે? હૃદયમાં રહેલી ભક્તિ કરાવે છે. આ યુવાનોમાં સાધુપ્રત્યે ભક્તિભાવ હતો. આથી તેમણે મુનિની જે ભક્તિ કરી તે તરફ લક્ષન આપ્યું અને ભક્તિ નિમિત્તે મુનિને પડેલી તકલીફ તરફ લક્ષ આપ્યું. આથી એ બદલ સમાપના માગી. ભક્તિપાત્ર પ્રત્યે હૃદયમાં સાચો બહુમાન જાગે છે ત્યારે ભક્ત તેના દોષો તરફ લક્ષ્ય આપતો નથી. તેના ગુણો તરફજ લક્ષ્ય આપે છે. તેવી રીતે પોતે જે ઉપકાર કર્યો તે લક્ષ્યમાં લેતો નથી, પણ નાનો પણ અપકાર ભૂલથી થઈ ગયો હોય તો તે અપકાર આંખના કણિયાની જેમ તેને ખેંચે છે. અપકારની સ્મૃતિ હૃદયને હચમચાવી મૂકે છે. આના ઉપરથી તમે વિચાર કરો કે તમારા માટે જે જે ભક્તિપાત્ર છે તે દરેક પ્રત્યે તમારું આવું હૃદય છે? શિષ્યને ગુરુ આદિપ્રત્યે અને પુત્રને મા-બાપ આદિ પ્રત્યે સાચો ભક્તિભાવ જાગી જાય તો આજે ગુરુશિષ્ય અને પિતા-પુત્ર, માતા-પુત્ર આદિ સંબંધોમાં જે અનિચ્છનીય બને છે તે બને નહિ અહીં જેમ જ યુવાનોએ મુનિને ઔષધિ દ્વારા નિરોગી કર્યા, તેમ વર્તમાનકાળમાં દરેક શ્રાવકે પોતાની શક્તિ અને સંયોગ પ્રમાણે બિમાર સાધુની ઔષધી આદિથી યથાયોગ્ય વેયાવચ્ચ કરવી જોઈએ. વેયાવચ્ચ કરતાં કરતાં શુભ ભાવના વધી જાય તો તીર્થકર નામકર્મ પણ બંધાય. તીર્થકર નામકર્મ બાંધવાનાં કારણોમાં વેયાવચ્ચે પણ આવે છે. આ વિષે ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનમાં કહ્યું છે કે – Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 181) બારમું યતિપૃચ્છા દ્વારા वेयावच्चेणं भंते किं जणयइ ? वेयावच्चेणं तित्थयरनामगोत्तं कम्मं बंधई। હે ભગવંત! જીવ વેયાવચ્ચેથી ક્યું કર્મ બાંધે વેચાવચ્ચથી જીવ તીર્થકર નામકર્મ બાંધે.” રેવતી શ્રાવિકાએ શ્રી મહાવીર ભગવાનની વેયાવચ્ચ કરીને તીર્થકર નામકર્મ બાંધ્યું. તેનો પ્રસંગ આ પ્રમાણે છે રેવતી શ્રાવિકાનું દષ્ટાંત ગોશાળે શ્રીવીરપ્રભુના શરીર ઉપર તેજોલેસ્યા મૂકી. આથી ભગવાનને લોહીના ઝાડા થઈ ગયા. તથા પિત્તજ્વર થવાથી ભગવાનનું શરીર કૃશ થઈ ગયું. ભગવાને તેનો કોઈ ઉપચાર નર્યો. સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ તથા શ્રાવિકાઓએ ઉપચાર કરવા ઘણી પ્રાર્થના કરી. પણ ભગવાને કોઈની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. પ્રભુ ઉપચાર કરાવતા નથી, અને વ્યાધિ ઉગ્ર છે. જેના ઉપર તેજોવેશ્યા પડે તે છ માસથી વધુ ન જીવે. આથી લોકોમાં એવો પ્રવાદ ચાલ્યો કે, ગોશાળાની તેજલેશ્યાથી શ્રી વીરપ્રભુ છ માસમાં મૃત્યુ પામી જશે. આ વાત ફેલાતી ફેલાતી સિંહનામના મુનિના કાને આવી. આવાત સાંભળતાં જ ભગવંત પ્રત્યે અતિશય રાગવાળું તેનું હૃદય શોકથી વ્યામ બની ગયું. આંખોમાંથી રુદનનાં અશ્રુઓ વહેવા માંડ્યાં. મુનિને લાગ્યું કે હું હવે આ રુદનને રોકી શકીશ નહીં. એટલે તે મુનિ એકાંતમાં જઈને ઊંચા સ્વરે રુદન કરવા લાગ્યા. પ્રભુએ કેવલજ્ઞાનથી આ જાણી લીધું. આથી ભગવાને તે મુનિને પોતાની પાસે બોલાવી લીધા. સિંહમુનિ રડતાં રડતાં પ્રભુ પાસે આવ્યાં. ભગવાનના ચરણમાં મસ્તક મૂકીને અધિક રડવા લાગ્યાં. કરુણાસાગર ભગવાને સિંહમુનિને આશ્વાસન આપતાં કહ્યું : અરે ભદ્રા લોકોની વાત સાંભળીને શા માટે ભય રાખે છે? હૃદયમાં પરિતાપ શા માટે પામે છે? તીર્થકરો કદી પણ એવી આપત્તિથી મૃત્યુ પામતા નથી. સંગમક વગેરેના પ્રાણાંત ઉપસર્ગો પણ વૃથા થયા એ તું શું નથી જાણતો? સિંહ મુનિ થોડા સ્વસ્થ થયા અને બોલ્યા: હે ભગવન્! આપનું કથન સંપૂર્ણ સત્ય છે. પણ આપનું આ દુ:ખ લોકોથી અને મારાથી જોયું જવાતું નથી. હે પ્રભુ! આપના આદુ:ખથી મને જેટલું દુઃખ થયું છે તેટલું દુ:ખ મને મારા શરીરે આવી પીડા હોત તો પણ ન થાત. આ બધું આપ જાણો છો. આથી હે પ્રભુ! મારા જેવાના મનની શાંતિ માટે આપ ઔષધનું સેવન કરો. હવે આમાં વિલંબ મારા માટે અસહ્ય છે. સિંહ મુનિના આગ્રહથી ભગવાને કહ્યું: રેવતી શ્રાવિકાને ત્યાંથી ઔષધ લઈ આવ. તેને ત્યાં કોળાપાક અને બિજોરાપાક એમ બે પાક છે. તેમાં કોળાપાક તેણીએ મારા માટે જ બનાવ્યો છે, તે લાવીશ નહીં. બિજોરાપાક પોતાના ઘરના માટે બનાવ્યો છે માટે તે લઈ આવ. જો, કેવળ તારા સંતોષ ખાતર તારા આગ્રહથી હું આ ઔષધ લઉં છું. સિંહ મુનિએ કહ્યું: આપની પરમકૃપા માનું છું. હર્ષઘેલા સિંહ મુનિ રેવતી શ્રાવિકાના ઘરે ગયા. મુનિનો ધર્મલાભ એ ધ્વનિ સાંભળતાં જ રેવતી શ્રાવિકાએ ‘પધારો' કહીને મુનિનું સ્વાગત કર્યું. મુનિ ઘરની અંદર આવ્યા એટલે તેણીએ એક પછી એક બધી વસ્તુઓની વિનંતિ કરી. મુનિએ બિજોરાપાક લેવાનું કહ્યું અને સાથે સાથે “ભગવાન માટે જરૂર છે એમ પણ કહ્યું. આ સાંભળી રેવતી એટલી બધી આનંદમાં આવી ગઈ કે એની કોઈ હદ જ ન રહી. એના જીવનમાં આટલો આનંદ આ પહેલ વહેલો જ હતો. એની આંખોમાંથી હર્ષાશ્રુની ધારા વહેવા લાગી. એક તો આ ઔષધ સાધુને કલ્પે તેવું નિર્દોષ છે. અને બીજું ખૂદ ભગવાન આનો ઉપયોગ કરવાના છે. આ તો સોનામાં સુગંધનો સુયોગ થયો. જગતમાં ઘણા પુરુષો અને સ્ત્રીઓ છે. તે બધામાં મને જ ખૂદ ભગવાનને સાતા પમાડવાનો અપૂર્વલાભ મળ્યો. આથી મારો આ જન્મ સફળ થયો, મારું સ્ત્રીપણું સાર્થક થયું... આવી આવી અતિશય ઉચ્ચભાવનાથી તેણીએ બિજોરાપાક વહોરાવ્યું. આથી બિજોરાપાક વહોરાવતાં તેણે તીર્થકર નામકર્મ બાધ્યું. તે આવતી ચોવીસીમાં સમાધિ નામે Page #201 -------------------------------------------------------------------------- ________________ 182 ) બારમું યતિપૃચ્છા દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય સત્તરમાં તીર્થકર થઈમોક્ષમાં જશે. રેવતી શ્રાવિકાની આ ભક્તિભાવના નોંધપાત્ર છે. તેણી જેમ ભક્તિભાવનાવાળી હતી તેમ અવસરની જાણ પણ હતી. આથી તેણીએ ભગવાન માટે કોળાપાક તૈયાર રાખ્યો હતો. ગરમી દૂર કરવા માટે કોળાપાક બહુ જ શ્રેષ્ઠ ઔષધ છે. પ્રભુએ તે ન લીધું એ જુદી વાત છે. પણ તેણીએ તો પોતાની ફરજ બજાવી. સાધુભક્તિની ભાવના ઉત્તમ હોય, પણ ક્યા અવસરે કેવી રીતે સાધુની ભક્તિ થઈ શકે વગેરેનું જ્ઞાન ન હોય, એ વિષયમાં આવડત ન હોય, તો ભક્તિની ભાવના હોવા છતાં અવસરે લાભના મેળવી શકે એવું પણ બને. આ માટે સાધુના આચારોનું જ્ઞાન હોવું જોઈએ. સાથે સાથે ઉત્સર્ગ–અપવાદનું પણ જ્ઞાન હોવું જોઈએ. સામાન્યથી તો સાધુ માટે બનાવેલું સાધુને ખપે નહિ. પણ રોગ વગેરે ઉપસ્થિત થતાં સાધુના માટે બનાવેલું પણ અપવાદથી ખપે. કોઈ કારણ ન હોય ત્યારે સાધુએ દોષિત આહાર આદિ નહિ વહોરવું જોઈએ, અને શ્રાવકે નહિ વહોરાવવું જોઈએ. કારણ વિના સાધુ માટે જ બનાવેલો આહાર વગેરેથી વહોરનાર અને વહોરાવનાર બંનેને દોષ લાગે છે. એ જ આહારથી માંદગી આદિ કારણ હોય તો વહોરનાર અને વહોરાવનાર બંનેને લાભ થાય છે. ગૃહસ્થ કારણ વિના આહારાદિ નિર્દોષ વહોરાવવા જોઈએ. આથી જ અતિથિસંવિભાગ શબ્દમાં આવેલા સંવિભાગશબ્દનો નિર્દોષ દાન' એવો અર્થ ર્યો છે. અર્થાત્ સાધુઓને નિર્દોષ આહારાદિનું દાન તે અતિથિ સંવિભાગ છે. ભગવતી સૂત્રમાં (શર.ઉ.પ.) તુંગિયા નગરના શ્રાવકોનું વર્ણન છે. તેમાં તુંગિયાનગરના શ્રાવકો પ્રાસ્ક (અચિત્ત) અને નિર્દોષ આહાર આદિનું સાધુઓને દાન કરતા હતા એમ જણાવ્યું છે. આમ મુખ્યતયા સાધુઓને નિર્દોષ આહાર આદિનું દાન કરવું જોઈએ. વિના કારણે સાધુ દોષિત વાપરે અને શ્રાવક દોષિત વહોરાવે તો બંનેને દોષ લાગે. નિષ્કારણ દોષિત વાપરનાર સાધુનો સંસાર વધે. આ વિષે (ઓઘનિગા૪૪૬માં) કહ્યું છે કે, “સાધુતાથી રહિત જે લાલચુ સાધુ જ્યાંથી જે મળે તે સદોષકે નિર્દોષ વહોરે, તે જ્ઞાની હોય તો પણ દીર્ઘ સંસારી થાય.” નિષ્કારણ દોષિત વહોરાવનાર આગામી ભવનું આયુષ્ય ટૂંકું બાંધે. આ વિષે (ભગ. સૂ. ૨૦૩માં) જે કહ્યું છે તેનો ભાવ આ પ્રમાણે છેસાધુને નિષ્કારણ દોષવાળાં આહાર-પાણી વગેરે વહોરાવનાર નિચેટું આયુષ્ય બાંધે છે'', માંદગી આદિપ્રસંગે સાધુને દોષિત આહાર લેવો પડે તો તેવા પ્રસંગે ગૃહસ્થ તેનો ઉપયોગ રાખવો જોઈએ. કેવી માંદગી છે? તેમાં કેવા આહારની કે વા ઔષધની જરૂર પડે વગેરે પણ ખ્યાલ રાખવું જોઈએ. આનો ખ્યાલ કેવી રીતે આવે ? જો સાધુઓની પાસે આવીને સાધુઓનો પરિચય કરે, અત્યારે કોની કેવી સ્થિતિ છે વગેરેનો વિચાર કરે, તો જ આનો ખ્યાલ આવે. સાધુઓની પાસે આવે નહિ, અથવા આવે, પણ વંદન કરીને ચાલતો થાય તો કશી ખબર ન પડે. આનો ખ્યાલ આવે એ માટે તો આ૮૪મીગાથામાં તથા શ્રાદ્ધવિધિવગેરે ગ્રંથમાં વ્યાખ્યાન બાદ“આપને વૈદ્ય-ઔષધ વગેરેની જરૂર છે?” ઈત્યાદિ પૂછવાનો વિધિ જણાવ્યો છે. (અહીં ૮૪ મી ગાથા પૂર્ણ થઈ.) (૮૪) Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (183) તેરમું ઉચિત કરણીય - અગિયારમું શ્રવણ દ્વાર (૧૩) ઊંચિત કરણીય દ્વાર साहुसाहूणिमाईणं, काऊणं च जहोचियं । समणोवासगमाईणं, वंदं वंदं ति जंपई ॥८५॥ दारं १३॥ ૮૪મી ગાથામાં “બીજું કરે એમ કહ્યું છે. આથી બીજું જે કરવાનું છે તે કહે છે – સાધુ-સાધ્વીઓને યથાયોગ્ય થોભવંદન કે (મસ્થળ વંમિ એમ બોલીને) વાણીથી નમસ્કાર વગેરે વંદન કરીને શ્રાવક-શ્રાવિકાઓને પણ વેવે વંદે એમ કહે. વ વધે એટલે હું સર્વશ્રાવકોને અને સર્વશ્રાવિકાઓને નમસ્કાર કરું છું. શ્રાવક જેમ દરરોજ સંયમમાં ઉઘત સાધુઓને વંદન કરે તેમ તેવા (વિશિષ્ટ) કારણથી અવસરે શિથિલ સાધુઓને પણ વંદન કરે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. નિશ્રાકૃત (શિથિલ સાધુઓની નિશ્રાવાળા) જિનમંદિરમાં શિથિલ સાધુઓ પણ હોય. (૮૫) (૧૧) શ્રવણ દ્વાર नासन्ने नाइदूरंमि, नेव उच्चासणे विऊ । समासणं तु वजिजा, चिट्ठिजा धरणीयले ॥८६॥ - હવે પૂર્વોક્ત અગિયારમું “શ્રવણ દ્વાર છે. તેમાં શ્રવણવિધિને ચાર ગાથાઓથી કહે છે – ગુરુની સેવા કરવામાં નિપુણ શ્રાવક ધર્મશ્રવણ કરતી વખતે ગુરુની બહુ નજીકમાં ન બેસે. કારણ કે શિષ્યને ઉશ્વાસ વગેરેથી ગુરુની આશાતનાથવાનો સંભવ છે. ગુરથી બહુદૂરનબેસે, કારણકે બરોબર સંભળાય નહિ વગેરે દોષનો સંભવ છે. ગુરુના આસનથી ઊંચા આસને ન બેસે, સમાન આસને પણ ન બેસે, જંતુઓથી રહિત ભૂમિ ઉપર બેસે. (૮૬) न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्ठओ। નય સમાણિજ્ઞા, વિદિના ગુરુતિ ૮૭|| ગુરુના જમણા-ડાબા પડખે (બાજુમાં, નબેસે. કારણકે તેમ બેસવાથી અવિનયથાય. ગુરુના આગળના ભાગમાં પણ ન બેસે. કારણ કે વંદન કરનારા બીજાઓને વંદનમાં અંતરાય થાય. ગુરુની પાછળ પણ ન બેસે. કારણ કે પાછળ મુખ કરીને શ્રોતાને જોવો પડે અને તેથી ગુરુને બાધા થાય અવિનય થવાના ભયથી ગુરુની પાસે સાથળ ઉપર પગ રાખીને ન બેસે. (૮૭) . नेव पल्हत्थियं कुजा, पक्खपिंडं च संजए । पाए पसारए वावि, न चिटे गुरुणंतिए ॥८॥ અહીં જિનમંદિરમાં એટલે જિનમંદિરની અંદર એમ ન સમજવું, ડુિ જિનમંદિરની પાસેના મકાન વગેરેમાં” એમ સમજવું. Page #203 -------------------------------------------------------------------------- ________________ ( 184 ) અગિયારમું શ્રવણ દ્વાર (184) શ્રાદ્ધદિનકૃત્ય શ્રાવક ગુરુની પાસે પલાંઠી વાળીને, બે હાથથી બે પગને બાંધીને કે પગ પહોળા = લાંબા કરીને ન બેસે. (૮૮) निदं विकहं वज्जित्ता, काऊणं अंजलिं सिरे । कण्णंजलीहिं भत्तीए, घुटे सिद्धंतमोसहं ॥८९॥ નિદ્રા-વિકથાનો ત્યાગ કરીને, મસ્તકે અંજલિ કરીને, બે કર્ણરૂપ અંજલિથી ભક્તિ-હર્ષપૂર્વક સિદ્ધાંતરૂપ ઔષધનું પાન કરે. જેવી રીતે ઔષધ દ્રવ્યરોગને દૂર કરે છે તેવી રીતે સિદ્ધાંત ભાવરોગને દૂર કરે છે. માટે અહીં સિદ્ધાંતને ઔષધની ઉપમા આપવામાં આવી છે. (૮૯). अन्नाणमोहमिच्छत्त-महावाहिविरेयणं । कुग्गहविसघत्थाणं महामंतो जिणागमो ॥१०॥ આ જ અર્થને વિશેષથી વિચારતા સૂત્રકાર કહે છે - જિનાગમ અજ્ઞાનમોહ-મિથ્યાત્વરૂપ મહાવ્યાધિનો નાશ કરે છે. અજ્ઞાન = તત્ત્વ અને અતત્ત્વના જ્ઞાનનો અભાવ. મોહ = ધન આદિમાં અતિશય આસક્તિ. મિથ્યાત્વ = મિથ્યાદર્શન પ્રત્યે રાગ. આ ત્રણ જીવના અનંત દુ:ખનું કારણ હોવાથી મહાવ્યાધિ છે. આ મહાવ્યાધિઓનો જિનાગમ તત્કાલ નાશ કરે છે. આ વિષે શવ્યંભવસૂરિ, ચિલાતિપુત્ર, અને ગોવિંદવાચક વગેરેના દષ્ટાંતો છે. શ્રી શય્યભવસૂરિનું ચરિત્ર શ્રી ચરમ કેવળી શ્રી જંબૂસ્વામી મોક્ષે ગયા પછી કાત્યાયનકુલમાં ઉત્પન્ન થયેલ શ્રી પ્રભવસ્વામી તીર્થની પ્રભાવના કરતા વસુધાતળને પાવન કરવા લાગ્યા. એકવાર આવશ્યકસૂત્રના પાઠથી શ્રમિત થયેલ શિષ્યવર્ગ સુઈ જતાં યોગનિદ્રામાં રહેલા પ્રભવસ્વામી અર્ધ રાત્રિએ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે –“જે સંસારસાગરમાં સંઘને નૌકા સમાન થઈને તારે અને જૈનધર્મરૂપકમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્યસમાન થાય એવો મારો ગણધર કોણ થશે?” આવા પ્રકારની ચિંતામાં લીન થઈ પોતાના ગચ્છમાં અને સંઘમાં ઈટ વસ્તુને જણાવવામાં પ્રદીપ સમાન એવો તેમણે ઉપયોગ આપ્યો, પણ પ્રસરતા સૂર્યના તેજ સમાન જ્ઞાન પ્રકાશથી જોતાં શાસનનો અવિચ્છિન્નપણે ઉદ્યોત કરે એવો પુરુષ તેમના જોવામાં ન આવ્યો; પછી તેવા નરના અર્થી એવા તેમણે અન્ય દર્શનોમાં પણ ઉપયોગ આપ્યો; કારણકે કાદવમાંથી પણકમળલઈ લેવાલાયક હોય છે. એવામાં રાજગૃહી નગરીમાં યજ્ઞકરતા આસદભવ્ય અને વત્સકુળમાં ઉત્પન્ન થયેલા શäભવ બ્રાહ્મણને તેમણે જોયા; પછી ‘એક સ્થળે ન રહેવાના આચારવાળા એવા સાધુઓએ અન્ય અન્ય સ્થળે વિચારવું જોઈએ,’ આવું કારણ બતાવીને તે જ નગરમાં તેઓ ગયા અને ત્યાં બે મુનિઓને આજ્ઞા આપી કે તમે યજ્ઞશાળામાં જાઓ અને ત્યાં ભિક્ષાના અર્થી થઈ ધર્મલાભરૂપ આશિષકહો. કદાચ ત્યાં યજ્ઞધર્મશાળાના બ્રાહ્મણો ભિક્ષા આપ્યા સિવાય તમને પાછા વાળે તો પણ પાછા વળતાં તમારે આ પ્રમાણે બોલવું કે- ‘મહો મદો , તત્ત્વન જ્ઞાયતે પરં I’ ‘અહો! બહુ ખેદની વાત છે કે આટલું કષ્ટ કર્યા છતાં તત્ત્વ તો કંઈ જણાતું નથી.” પછી જ્યાં દ્વાર પર તોરણ બાંધેલું છે, જ્યાં ધ્વજાઓ ઊંચે લટકાવેલી છે, આચમનને માટે જ્યાં દ્વાર Page #204 -------------------------------------------------------------------------- ________________ ( 185 ) શ્રાદ્ધદિનકૃત્યા અગિયારમું શ્રવણ દ્વાર આગળ જળપાત્ર મૂકેલ છે, જ્યાં બ્રહ્મચારીઓ સમિધ(કાષ્ઠ)ના કામમાં વ્યાકુળ છે, યજ્ઞસ્તંભમાં જ્યાં બકરાને બાંધવામાં આવેલ છે, જ્યાં વેદિકામાં અગ્નિ પ્રદીપ્ત કરેલ છે, હોમદ્રવ્યથી જ્યાં અનેક પાત્રો ભરી દીધેલ છે, બ્રાહ્મણો જ્યાં એકત્ર થયા છે અને મંત્રોચ્ચાર પૂર્વક યજ્ઞદ્રવ્ય સમર્પણ કરવા જ્યાં યાજ્ઞિક બ્રાહ્મણો વ્યગ્ર થઈ રહ્યા છે, એવા યજ્ઞવાડામાં ગુરુની આજ્ઞાથી ભિક્ષા સમયે તે બંને મુનિઓ ગયા. ત્યાં ભિક્ષા આપ્યા વિના બ્રાહ્મણોએ તેમને પાછા વાળ્યા, એટલે ગુરુમહારાજના કહ્યા પ્રમાણે તેઓ ‘પદો કઈ ઈત્યાદિ ઊંચેથી કહેવા લાગ્યા. તે યજ્ઞમાં શય્યભવ નામનો એક દીક્ષિત બ્રાહ્મણ યજ્ઞવાડાનાદ્વાર પાસે બેઠો હતો. તેણે તે મુનિનું વચન સાંભળ્યું અને વિચારવા લાગ્યો કે ઉપશમપ્રધાન આ સાધુઓ કદી મૃષા બોલે જ નહિ, તેથી અહીં તત્ત્વને માટે મારું મન શંકાવાળું બની ગયું છે. આ પ્રમાણે સંદેહરૂપ હિંચોળા પર આરૂઢ થયેલા મનથી સુજ્ઞશિરોમણિ એવા તે બ્રાહ્મણે ઉપાધ્યાયને પૂછ્યું કે 'તત્ત્વ શું છે ?’ એટલે ઉપાધ્યાયે કહ્યું કે સ્વર્ગ અને મોક્ષને આપનારા વેદો એ જ તત્ત્વ છે. વેદોથી અતિરિક્તકંઈ તત્ત્વ નથી એમ તત્ત્વજ્ઞજનો કહે છે. શય્યભવબોલ્યોકે–‘વેદો એ જ તત્ત્વ છે, એમ યજ્ઞ આદિની દક્ષિણાના લોભથી બોલતા તમે મારા જેવા મુગ્ધજનોને ખરેખર છેતરો છો; કારણ કે રાગ અને દ્વેષ રહિત નિર્મમ નિષ્પરિગ્રહી અને શાંત એવા આ મહર્ષિઓ કદી અસત્ય બોલે જ નહિ; માટે દુરાશય! તમે ખરા ગુરુ જણાતા નથી; પણ તમે જન્મથી આ જગતને છેતર્યું છે, તેથી આજે તમે ખરેખર શિક્ષાપાત્ર બન્યા છો, છતાં પણ વંચક! યથાવસ્થિત તત્ત્વ કહી દો, નહિ તો હું તમારું શિર છેદી નાખીશ, કારણકે દુષ્ટનો નિગ્રહ કરવામાં કાંઈ દોષ નથી.” એમ કહીને તેણે માનમાંથી તલવાર ખેંચી કાઢી. પછી તલવારને ઊંચે કરતો શય્યભવ જાણે તેના મરણને વાંચવાને માટે હાથમાં પત્ર લીધેલ હોય એવો સાક્ષાત્ યમ જેવો ભાસવા લાગ્યો; આથી ભયભીત થઈને તેના ઉપાધ્યાય પણ વિચારવા લાગ્યા કે–“આ મને મારવાને તૈયાર થયો છે, માટે આજે યથાવસ્થિત તત્ત્વ કહેવાનો ખરેખરો સમય આવ્યો છે, વળી વેદોમાં પણ એમ કહ્યું છે અને અમારો સદાને માટે આમ્નાય પણ એવો છે કે શિરચ્છેદનું કષ્ટ પ્રાપ્ત થતાંયથાસ્થિતતત્ત્વ કહી દેવું, અન્યથા કહેવું નહિ; માટે યથાર્થતત્ત્વ એને કહી દઉં કે જેથી જીવતો રહી શકું, કારણ કે “જીવતો નર કલ્યાણ પામે.” આ પ્રમાણે વિચાર કરી પોતાની કુશળતાનો વિચાર કરતાં ઉપાધ્યાય બોલ્યા કે“આ યજ્ઞસ્તંભની નીચે જિનની પ્રતિમા સ્થાપેલી છે અને ગુમરીતે નીચે જ તે જિનપ્રતિમાનું પૂજન કરવામાં આવે છે. તેના પ્રભાવથી આ અમારું યજ્ઞ આદિ કર્મનિર્વિઘ્ન પાર પડે છે; નહિતો મહાતપસ્વી, સિદ્ધપુત્ર અને પરમશ્રાવક એવા નારદજી જિન પ્રતિમા વિના યજ્ઞનો અવશ્ય નાશ કરે છે.” પછી તે સ્તંભને ઉપાડીને ઉપાધ્યાયે યથાસ્થિત રત્નની બનાવેલી તે જિન પ્રતિમા બતાવીને કહ્યું કે-“આ પ્રતિમા જે શ્રી જિનની છે તેમણે કહેલ ધર્મતે જ તત્ત્વ સમજવું. આ યજ્ઞ આદિ તો વિડંબના માત્ર છે. શ્રી જિનેશ્વર ભગવંતે કહેલ ધર્મ જ જીવદયારૂપ છે, પશુહિંસારૂપ આ યજ્ઞમાં ધર્મની સંભાવના માત્ર પણ ક્યાં છે? બહુ ખેદની વાત છે કે અમે આ પ્રમાણે મોટી માયાજાળ પાથરી જીવીએ છીએ. માટે હે મહાભાગ! તું આતત્ત્વને સમજી અમને મુક્ત કરી અને તું પરમ શ્રાવક થા. હે ભદ્રા અમારા ઉદરપૂરણ માટે અમે તને ચિરકાળ સુધી છેતર્યો છે, હવે હું તારો ઉપાધ્યાય નથી. હે ભદ્ર! તારું કલ્યાણ થાઓ.” આ પ્રમાણે સાંભળીને શય્યભવે તે યજ્ઞોપાધ્યાયને નમસ્કાર કરીને કહ્યું કે-“સત્ય તત્ત્વને બતાવી આપવાથી તમે મારા ઉપાધ્યાય જ છો.” આ પ્રમાણે કહી અત્યંત સંતુષ્ટ થઈ શäભવે સુવર્ણ અને તાંબાના પાત્ર વિગેરે યજ્ઞનાં બધાં ઉપકરણો તેને આપી દીધા અને પોતે તે બંને મહર્ષિની શોધ કરવા બહાર નીકળ્યો. અનુક્રમે તેમને પગલે ચાલતાં તે પ્રભવસ્વામી પાસે આવ્યો, ત્યાં તેણે પ્રભવસ્વામીનાં ચરણોને તથા અન્ય સર્વ મુનિઓને વંદન કર્યું, એટલે તેમણે આપેલ ધર્મલાભરૂપ આશિષથી આનંદિત થઈ તે બેઠો અને અંજલિ જોડી પ્રભવસ્વામીને Page #205 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું શ્રવણ દ્વાર ( 186) શ્રાદ્ધદિનકૃત્ય તેણે વિનંતિ કરી કે-“હે ભગવન્! મોક્ષના કારણભૂત ધર્મતત્ત્વ મને કહો.” આ પ્રમાણે તેની જિજ્ઞાસા જાણીને પ્રભવસ્વામી બોલ્યા કે –“હે ભદ્ર! અહિંસા એ જ સર્વોત્તમ ધર્મ છે અને આગામી કાળે સુખકારી હોવાથી સદા ચિંતનીય છે. વળી જેમ પોતાના આત્માને સુખ પ્રિય છે તેમ ઈતર આત્માને પણ સુખ જ પ્રિય હોય છે. પ્રિય, પરિમિત, સત્ય તથા બીજાને બાધાનકરે તેવું વચન બોલવું. જેનાથી પરને બાધા થાય એવું સત્ય પણ નબોલવું. અદત્તવસ્તુ કદી લેવી નહિ, નિરંતર સંતોષધારી થવું, સંતોષી માણસ આલોકમાં પણ મોક્ષસુખનો ભાગીદાર થાય છે. મૈથુનનો સર્વથા ત્યાગ કરતાં સુજ્ઞજન અત્યંત તેજસ્વી અને બળવાન થાય છે. ખરેખર મૈથુન એ સંસારરૂપ વિષવૃક્ષની ઈચ્છા સમાન છે. અપુનર્ભવ (મોક્ષ)ને ઈચ્છતા સુજ્ઞજને સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરીને પોતાના શરીરમાં પણ નિ:સ્પૃહ થઈ આત્મસ્વરૂપમાં રમણતા કરવી યોગ્ય છે. આ પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહરૂપ પાંચ વ્રતોનું આરાધન કરી સંસારથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવો.” આ પ્રમાણે તત્ત્વ જાણીને શય્યભવ તત્કાળ સંસારથી ઉદ્વિગ્ન થઈ ગયો અને પ્રભવસ્વામીના ચરણોને નમસ્કાર કરીને આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યો કે-“હે ભગવન્! કુગુરુના વચનથી મેં ચિરકાળ પર્યત અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ રાખી; કારણકે પિત્ત રોગથી ઉન્મત્ત થયેલો માણસ માટીના પિંડને પણ સુવર્ણ જ સમજે છે. માટે આજે તત્ત્વને સમજનાર એવા મને આપ દીક્ષા આપો, કારણ કે સંસારરૂપ કૂપમાં ડૂબતા પ્રાણીને તે હાથના આલંબન સમાન છે.” પછી પ્રભવસ્વામીએ સંસારરૂપ શત્રુથી ભયભીત થયેલા તે શય્યભવ મહાબ્રાહ્મણને પ્રવ્રજ્યા આપી. પછીતપસ્યા કરતા તે મહાશય પરિષહોથી લેશમાત્ર પણ ભય ન પામ્યા, પણ કર્મખપાવવાનો આ સારો અવસર છે એમ વિચારીને સંયમમાં વધારે ઉત્સાહી થયા. સૂર્યની જેમ તેજથી અતિ દેદીપ્યમાન થયેલા તે મહાત્મા એક ઉપવાસ, અને અઠમ વિગેરે દુષ્કર તપ આચરવા લાગ્યા. ગુરુચરણની સેવા કરતા તેમના પ્રસાદથી મહાપ્રાશ એવા તે અનુક્રમે ચૌદપૂર્વધારી થયા. પછી શ્રુતજ્ઞાનથી તેમને પોતાના રૂપાંતર તુલ્ય સમજી પોતાના પદે સ્થાપીને પ્રભવસ્વામી પરલોકસાધનામાં તત્પર થયા. હવે શય્યભવે જ્યારે દીક્ષા લીધી, ત્યારે તેની ભાર્યાને યૌવનવતી જોઈને બધા લોકો શોક કરતા આ પ્રમાણે કહેવા લાગ્યાકે–‘અહો! આશયંભવ ભટ્ટનિષ્ફર કરતાં પણ નિષ્ફર છે, કે જેણે પોતાની યૌવનવતી અને સુશીલ સ્ત્રીને પણ તજી દીધી. સ્ત્રીઓ પતિ વિના માત્ર પુત્રની આશાએ જ જીવી શકે છે, પણ એને તો પુત્ર પણ નથી, તો એ બિચારીનું શું થશે?”આમ દયાની લાગણીથી લોકો તેને પૂછવા લાગ્યા કે-“હે ભદ્ર! તારા ઉદરમાં શું કંઈ ગર્ભની સંભાવના છે?' એ પ્રમાણે જ્યારે તેને પૂછવામાં આવતું, ત્યારે તે પણ માયમ્' (કંઈક) એમ પ્રાકૃત ભાષામાં જવાબ આપતી; કારણકે તે વખતે ગર્ભને અલ્પકાળ થયો હતો, પછી ધીમે ધીમે આશાની જેમ તેનો ગર્ભવૃદ્ધિ પામવા લાગ્યો અને સંપૂર્ણ અવસરે તેના મનરૂપ સમુદ્રને પ્રસન્ન કરવામાં ચંદ્રસમાન એવા પુત્રનો જન્મ થયો. પૂર્વે બ્રાહ્મણીએ ‘મણય’ એવો જવાબ આપ્યો હતો, તેથી તે બાળક પણ મણક એવા નામથી પ્રસિદ્ધ થયો. પછી પોતે જ માતા અને પોતે જ ધાવમાતા એવી તે બ્રાહ્મણીથી પાલન કરાતો તે બાળક અનુક્રમે ચાલતા શીખ્યો અને આઠમું વર્ષ પસાર થઈ જતાં તે માતાને પૂછવા લાગ્યો કે-“હે માત ! તું વેષમાં તો અવિધવા (સૌભાગ્યવતી) લાગે છે; માટે મારા પિતા ક્યાં છે?' માતા બોલીકે-“હે વત્સાજે વખતે તું ગર્ભમાં હતો, ત્યારે તારા પિતાએ દીક્ષા લીધી છે, તેથી મેંતને ઉછેરીને મોટો કર્યો છે. હે ચિરંજીવ વત્સ! તેં તારા પિતાને પૂર્વે જોયા નથી, તેમ તારા પિતાએ તને પણ જોયો નથી. પહેલાં એકવાર તારા શય્યભવ પિતા યજ્ઞ કરતાં હતા. એવામાં કેટલાક ધૂર્ત સાધુઓએ છેતરીને તેમને દીક્ષા આપી દીધી.” આ પ્રમાણે સાંભળતાં તે બાળક શય્યભવ મહર્ષિના Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (187) અગિયારમું શ્રવણ દ્વાર દર્શન કરવાને ઉત્સુક થયો અને પોતાની માતાને છેતરીને તે ઘરની બહાર ચાલ્યો ગયો. તે વખતે શય્યભવાચાર્ય ચંપાનગરીમાં વિચરતા હતા, એટલે તે બાળક પણ જાણે પુણ્યરાશિથી આકર્ષિક થયો હોય તેમ ત્યાં જ ગયો; એવામાં કાયચિંતાદિકને માટે નગરીની બહાર નીકળતા આચાર્યો દૂરથી આવતા અને કમળ જેવા નેત્રવાળા તે બાળકને જોયો. ચંદ્રમાને જોતાં સાગરની જેમ તે બાળકને જોવાથી શય્યભવાચાર્યને સ્નેહાતિશયથી અધિકાધિક ઉલ્લાસ થયો ને તે મુનિરૂપ ચંદ્રને દૂરથી જોઈને કુમુદસંપુટની જેમ તે બાળકનું વદન પણ તત્કાળ વિકસિત થયું; પછી આચાર્યે અત્યંત હર્ષિત થઈને તે બાળકને પૂછ્યું કે-“હે ભદ્ર! તું કોણ છે? ક્યાંથી આવે છે? કોનો પુત્ર છે અને કોનો પૌત્ર છે?” આ સાંભળીને બાળક બોલ્યો કે, હું રાજગૃહી નગરીથી અહીં આવું છું અને વત્સગોત્રવાળા શäભવ બ્રાહ્મણનો હું પુત્ર છું. હું ગર્ભમાં હતો તે વખતે મારા પિતાએ દીક્ષા લઈ લીધી છે, તેની શોધ કરવાને હું નગરે નગર ભણું છું, મારા શય્યભવ પિતાને જો આપ જાણતા હો તો મારી પર પ્રસન્ન થઈ આપ બતાવો કે તે ક્યાં છે? જો હું પિતાને નજરે જોઉં તો હું પણ તેમની પાસે દીક્ષા લઈ લઉં. જે તેમની ગતિ તે મારી ગતિ !” આ પ્રમાણે સાંભળી આચાર્ય બોલ્યાકે-“હે ચિરંજીવિ! હું તારા પિતાને જાણું છું. તે મારા મિત્ર છે. તે અને હું શરીરથી અભિન્ન છીએ, માટે તે જ હું છું એમ સમજી લે. માટે હે શુભાશય! મારી જ પાસે તું પ્રવ્રજ્યા સ્વીકારી લે. પિતા અને કાકામાં શો ભેદ રાખવો?’ પછી ‘આજ સચિત્તનો લાભ થયો એમ વિચાર કરતાં આચાર્ય તે બાળકને લઈને ઉપાશ્રયે આવ્યા અને પ્રૌઢ બુદ્ધિશાળી એવા તે બાળકને આચાર્યે સર્વસાવદ્ય યોગની વિરતિની સમજણ આપીને પ્રવજ્યા આપી; પછી તેનું આયુષ્ય જાણવાને ઉપયોગ આપ્યો એટલે જણાયું કે તેનું આયુષ્ય માત્ર છ માસનું જ બાકી હતું. આથી તેમણે વિચાર્યુંકે–“અલ્પ આયુષ્યવાળો આબાળક મૃતધર શી રીતે થશે?'' દશપૂર્વી અથવા ચૌદપૂર્વી કોઈ કારણસર મૃતના સારનો ઉદ્ધાર કરી શકે એમ પૂર્વ પુરુષો કહી ગયા છે, અને મણકમુનિને પ્રતિબોધ આપવારૂપ આ કારણ ઉપસ્થિત થયેલ છે. માટે હું સિદ્ધાંતાર્થના સારનો ઉદ્ધાર કરું.” એમ વિચારી શય્યભવાચાર્યે તે વખતે સિદ્ધાંતમાંથી સાર ઉદ્ધરીને દશવૈકાલિક નામનું શ્રુતસ્કંધ પ્રકાર્યું. તે વિકાસ (=સંધ્યા) વેળાએ કરેલ તથા દશ અધ્યયનથી ગર્ભિત હોવાથી દશવૈકાલિકસૂત્ર એવા નામથી પ્રસિદ્ધ થયું. પછી કૃપાવંતમાં અગ્રેસર તથા નિગ્રંથવર્ગમાં શ્રેષ્ઠ એવા શ્રીમાન્ શય્યભવાચાર્ય તે ગ્રંથ મણકમુનિને ભણાવવા લાગ્યા, અને પોતે આચાર્ય મહારાજે તેને આરાધનાદિ કૃત્ય કરાવ્યું, એટલે છ માસને અંતે મણમુનિ કાળ કરીને સ્વર્ગ ગયા. મણમુનિનું અવસાન થતાં શ્રીશäભવાચાર્યશરદઋતુના મેઘની જેમ પોતાના નયનમાંથી અશ્રુજળવરસાવવા લાગ્યા; એટલે દુઃખિત અને વિસ્મિત થઈને યશોભદ્ર આદિ શિષ્યોએ આચાર્યને વિનંતિ કરી કે-“હે ભગવન્! તમારી આ અયોગ્ય ચેષ્ટા કેવી? આમાં એવું કારણ શું છે કે જેથી આપ આટલા દિલગીર થાઓ છો?” પછી સુતના સંબંધથી મનોહર એવો મણકનો તેના જન્મથી મરણ પર્યતનો વૃત્તાંત આચાર્યએ શિષ્યોને કહી સંભળાવ્યો; અને પ્રાંતે કહ્યું કે–વયે બાળક છતાં અલ્પકાળમાં પણ નિર્મળ ચારિત્ર પાળી તેણે સમાધિપૂર્વક કાર્યો માટે તે વયે બાળક છતાં ચારિત્રથી પ્રૌઢ હતો.” એવા સંબંધથી અકસ્માત્ મારા નેત્રમાં અશ્રુ આવી ગયા; કારણ કે પુત્રસ્નેહદુત્યજ છે.” એટલે યશોભદ્ર આદિ શિષ્યોએ મસ્તક નમાવીને કહ્યું કે હે ભગવન્! અપત્ય (પુત્ર)નો સંબંધ આપશ્રીએ પ્રથમ અમને કેમ જણાવ્યો નહીં?” “આ મણકમુનિ આપનો પુત્ર છે' એમ જો આપશ્રીએ અમને સહજ ઈશારો કરી જણાવ્યું હોત તો ‘ગુરુપુત્રનું પણ ગુરુની જેમ માન રાખવું આ કહેવતને તેની ઉપાસનાથી અમે સત્ય કરી બતાવત.” શિષ્યોના આવા ઉદ્ગારોથી આચાર્ય અત્યંત હર્ષિત થઈને બોલ્યા કે'તપોવૃદ્ધ એવા તમારા વૈયાવૃત્યરૂપ ઉત્તમ તપથી તેને સદ્ગતિ મળી છે. મારા પુત્ર તરીકેનો સંબંધ જો તમારા જાણવામાં આવ્યો Page #207 -------------------------------------------------------------------------- ________________ 188 ) અગિયારમું શ્રવણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય હોત તો મણકમુનિ પાસે તમે સેવા ન કરાવત અને તેથી તે મુનિ પોતાના સ્વાર્થને ભૂલી જાત. મેં એ મુનિને અલ્પાયુષ્યવાળો જાણીને તેને મૃતધર બનાવવાને માટે સિદ્ધાંતનો સાર ઉદ્ધરીને દશવૈકાલિકસૂત્ર બનાવ્યું છે. એ સૂત્રમણમુનિને માટે બનાવ્યું હતું અને તેનાથી તેનો ઉદ્ધાર થયો. હવે એને યથાસ્થાને ગોઠવી તેનું સંવરણ કરી લઉં છું.” આ પ્રમાણે ગુરુમહારાજનો વિચાર જાણી યશોભદ્ર આદિ મુનિઓએ શ્રી સંઘને કહ્યું કે-“આચાર્ય મહારાજ દશવૈકાલિક સૂત્રનું સંવરણ (સંકોચી લેવું) કરી લેવા ધારે છે એટલે શ્રીસંઘે આચાર્યશ્રી પાસે જઈને અભ્યર્થના કરી કે- હે ભગવન્! મણકમુનિને માટે બનાવેલ દશવૈકાલિક સૂત્ર સમસ્ત જગતના ઉપકાર નિમિત્તે થાઓ. હવે પછી ભવ્યજીવો બહુ અલ્પબુદ્ધિવાળા અને અલ્પાયુષ્યવાળા થશે, માટે તેઓ મણકમુનિની જેમ તમારા પ્રસાદથી તેનો લાભ લઈને કૃતાર્થ થાઓ. વળી શ્રુતરૂપકમળના પરાગ સમાન આ દશવૈકાલિકનું વારંવારે આચમન (શ્રવણ) કરીને અણગારરૂપમધુકરો પ્રમુદિત થાઓ.” આ પ્રમાણેના શ્રીસંઘના આગ્રહથી આચાર્ય મહારાજાએ દશવૈકાલિક સૂત્રનું સંવરણ ન કર્યું. પછી શ્રીમાન્ શય્યભવસૂરિએ ધૃતસાગરના પારંગત એવા મહામુનિ યશોભદ્રને પોતાના પદપર સ્થાપિત ક્ય અને પોતે સમાધિપૂર્વક મરણ પામીને સ્વર્ગસ્થ થયા. જગતમાં દીપક સમાન એવા શ્રુતકેવળી શું પોતાનું કાર્ય સાધવામાં પ્રમાદ કરે? ન જ કરે. ચિલાતીપુત્રનું દષ્ટાંત રાજગૃહનગરમાં ધન નામનો શેઠ હતો. તેના પાંચ પુત્રો હતા. સમય જતાં તેની પત્નીએ એક પુત્રીને જન્મ આપ્યો. તેનું સુસુમા નામ રાખ્યું. તે શેઠની ચિલાતી નામની દાસી હતી. તે દાસીનો ચિલાતીપુત્ર નામનો પુત્ર હતો. ધનશેઠે પોતાની બાળકીને સાચવવા-રમાડવા માટે ચિલાતીપુત્રને સેવક તરીકે રાખ્યો. પરંતુ તે અતિશય કજિયાખોર અને ખરાબ ચાલનો હોવાથી ધનશે તેને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. ભમતો ભમતો તે ચોરોની પદ્ધિમાં આવ્યો. પલિપતિનો આશ્રય લઈને તેત્યાંરહ્યો. બાહુબળવગેરે ગુણોથીતે પલિપતિને બહુમા થયો. પલિપતિના મૃત્યુ પછી પોતાના પરાક્રમથી ચિલાતીપુત્ર આગેવાન થયો. એક્વાર તેણે ચોરોને કહ્યું: રાજગૃહમાં ધન નામનો શેઠ છે. તેની પાસે ધન ઘણું છે. તેની સુસુમા નામની પુત્રી છે. આજે આપણે ત્યાં ઘાડ પાડવા જઈએ. તેમાં ધન તમારે લેવું, અને સુસુમા હું લઈશ. ચોરોએ આ વાતને સ્વીકારી. તેઓ રાતે રાજગૃહ નગરમાં ગયા. અવસ્થાપિની વિદ્યાથી ધનશેઠના કુટુંબને નિદ્રાધીન કરીને તેમણે ઘરમાં પ્રવેશર્યો. સારભૂત વસ્તુઓ લઈને ઘરમાંથી નીકળી ગયા. પદ્વિપતિએ સુસુમાને લીધી. આવૃત્તાંત જાણીને ધનશેઠે કોટવાળોને કહ્યું તમે મારી પુત્રી સુસુમાને પાછી લાવો તો ચોરેલું બધું જ ધન તમારું. કોટવાળો જલદી ચોરોના માર્ગે ચાલ્યા. ધનશેઠ પણ પુત્રોની સાથે તેમની પાછળ ચાલ્યો. સૂર્યોદય થતાં કોટવાળોએ દૂરથી બધા જ ચોરોને જોયા, અને ચોરોથી વધારે દૂર સુસુમા સહિત ચિલાતીપુત્રને પણ જોયો. બખ્તર ધારણ કરીને તૈયાર થયેલા કોટવાળોએ ચોરોને પકડી પાડ્યા. ચોરોને હત–પ્રહત કરીને તેમની પાસેથી બધું ધન ખૂંચવી લીધું. આ વૃત્તાંતને જોઈને ચિલાતીપુત્ર વધારે ઝડપથી આગળ ચાલવા લાગ્યો. આ દરમિયાન કોટવાળોએ ધન શેઠને કહ્યું અમે ઘણા દૂર આવી ગયા છીએ. ખૂબ ભૂખ્યા તરસ્યા થયા છીએ. આ અટવી ઉપદ્રવવાળી છે. આથી હવે અમે આગળ આવી શકીએ તેમ નથી. આમ કહીને કોટવાળો પાછા ચાલ્યા ગયા. ધનશેઠ પુત્રોની સાથે આગળ ચાલ્યો. પુત્રસહિત ધનશેઠને પોતાની નજીકમાં આવેલો જોઈને સુસુમાને ઊંચકીને ઝડપથી ચાલવા માટે અસમર્થ બનેલા મૂઢ ચિલાતીપુત્રે આ મારી પણ ન થાઓ અને એમની પણ ન Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય અગિયારમું શ્રવણ દ્વાર થાઓ એમ વિચારીને સુસુમાનું મસ્તક તલવારથી છેદી નાંખ્યું. મસ્તક હાથમાં લઈને તે ઝડપથી આગળ ચાલવા માંડ્યો. આ જોઈને ધનશેઠ અને તેના પુત્રો શોકાતુર બની ગયા. ભૂખ-તરસથી પીડાતા તે સુસુમાના ધડને લઈને પાછા ફર્યા. થોડું ચાલ્યા પછી તેઓ વૃક્ષની છાયામાં બેઠા. અહીં પિતાએ પુત્રોને કહ્યું: અહીં તીવ્ર ભૂખ તરસથી હેરાન થયેલા તમે એક પગલું પણ જવા સમર્થ નથી. તેથી હમણાં એક તો વૃદ્ધાવસ્થાથી પકડાયેલા અને બીજું પુત્રીમરણના દુ:ખથી પીડિત થયેલા મને મારીને તમે ભોજન કરો. આમ કરો તો જ તમે સુખપૂર્વક પોતાના ઘરે જઈ શકો. પુત્રોએ કહ્યું: હા ! હા ! હૈ પિતા ! આ વચન અયુક્ત છે. આવું કરીને અમે કોને મોઢું બતાવીએ ? પછી મોટા પુત્રે કહ્યું: તો પછી મને મારીને ખાઓ. તેમણે તે વચન પણ ન માન્યું. આ પ્રમાણે ક્રમશ: બધાએ કહ્યું. પછી પિતાએ કહ્યું: તો પછી જેમ મુનિઓ ચાંદામાં મલમની જેમ શરીરને ટકાવવા પૂરતો જ રાગ વિના આહાર કરે છે તેમ, તમે બહેનના આ મૃત શરીરને જ રાગ વિના ખાઓ. પછી તે બધા મૃત શરીરનું માંસ ખાઈને ઘરે ગયા. 189 આ તરફ ચિલાતીપુત્રે એક મુનિને કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા જોયા. તેણે મુનિને કહ્યું: હે શ્રમણ ! મને સંક્ષેપથી ધર્મ કહો, અન્યથા આ મસ્તકની જેમ તમારું પણ મસ્તક છેદી નાંખીશ. મુનિએ જ્ઞાનથી જાણ્યું કે આ જીવ પ્રતિબોધ પામશે. આથી ‘‘ઉપશમ, વિવેક, સંવર.’’ એ ત્રણ પદો કહીને મુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ચિલાતીપુત્ર એ ત્રણ પદોનો અર્થ વિચારવા લાગ્યો. ક્રોધના ઉદયને રોકવાથી, એટલે કે ક્રોધ ન કરવાથી, અને ઉદયમાં આવેલા ક્રોધને નિષ્ફળ કરવાથી, એમ બે રીતે ક્રોધનો ત્યાગ કરવો તે ઉપશમ. હવે જીવનપર્યંત મારો ક્રોધ દૂર થાઓ. એમ વિચારીને તેણે તલવાર મૂકી દીધી. મુનિએ બીજા પદમાં મને જે વિવેક કહ્યો તેનો પણ ભાવાર્થ ધન, સ્વજન અને વૈભવ વગેરેનો ત્યાગ કરવો એવો છે. હવે જીવનપર્યંત આ સંબંધનો પણ ત્યાગ થાઓ. આમ વિચારીને સુસુમાનું મસ્તક મૂકી દીધું. સંવર એટલે કર્મોને આવતા રોકવા. ઈન્દ્રિયો અને મનને વિષયો વગેરેમાં જતા અટકાવવાથી સંવર થાય છે. અત્યારે કાયાનો ત્યાગ કરીને સંવરનો પણ મેં સ્વીકાર કર્યો છે. આમ વિચારીને તે મહાત્મા કાયોત્સર્ગમાં રહ્યા. એટલામાં લોહીની ગંધથી આવેલી વજ્રની તીક્ષ્ણધાર જેવા મુખવાળી કીડીઓએ પગના તળિયાથી માંડીને મસ્તક સુધી તેમના શરીરનું ભક્ષણ કરવાનું શરૂ કર્યું. તો પણ તે ધ્યાનથી જરાપણ ચલિત ન થયા. તેમનું શરીર ચાલણી સમાન કાણાવાળું થઈ ગયું. અઢી દિવસ થતાં તે મરીને (આઠમા) દેવલોકમાં ગયા. ગોવિંદવાચકનું દૃષ્ટાંત કોઈ નગરમાં ગોવિંદ નામનો બૌદ્ધ પંડિત હતો. એકવાર એ નગરીમાં શ્રીગુપ્ત નામના આચાર્ય ભગવંત પધાર્યા. આચાર્ય ભગવંત સ્વ-પર દર્શન શાસ્ત્રોના જ્ઞાતા હતા. ગુણને જાણનારા ભવ્યજીવો તેમની ધર્મશ્રવણ ઈત્યાદિથી ઉપાસના કરતા હતા. એ નગરમાં વાત ફેલાણી કે આ સૂરિ સમાન અન્ય કોઈ વિદ્વાન નથી. આ સાંભળીને ગોવિંદ પંડિતને થયું કે મારાથી અધિક વિદ્વાન બીજો કોઈ ન હોઈ શકે. આથી એ આચાર્યની સાથે વાદ કરીને લોકોને બતાવી આપું કે મારાથી અધિક વિદ્વત્તા અન્ય કોઈમાં નથી. આમ વિચારી તે આચાર્ય મહારાજ પાસે વાદ કરવા ગયો. આચાર્ય ભગવંતે જરાવારમાં તેને વાદમાં હરાવી દીધો. આથી તે વિલખો બની ગયો. તેણે વિચાર્યું કે જ્યાં સુધી જૈન સિદ્ધાંતનું ઊંડું રહસ્ય ન મેળવાય ત્યાં સુધી તેને જીતી નહિ શકાય. આથી ત્યાંથી દૂરના કોઈ સ્થળે રહેલા કોઈ આચાર્ય મહારાજ પાસે બનાવટ કરીને દીક્ષા લીધી. જલદી ભણીને જૈન સિદ્ધાંતમાં કુશળ બનીને તે આચાર્યને હરાવી દઈશ એવા આશયથી તે જૈન શાસ્ત્રો ભણવા લાગ્યો. થોડા દિવસો બાદ દીક્ષા છોડી બૌદ્ધ પંડિત બનીને તે આચાર્યની પાસે વાદ કરવા ગયો. બીજીવાર પણ આચાર્ય મહારાજે તેને હરાવી દીધો. ફરી અન્ય કોઈ સ્થળે જઈ જૈન આચાર્યની પાસે બનાવટી દીક્ષા લીધી. શાસ્ત્રો ભણીને દીક્ષા છોડી દીધી. બૌદ્ધ પંડિત Page #209 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું શ્રવણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય બનીને ત્રીજી વાર આચાર્ય મહારાજની પાસે વાદ કરવા ગયો. વાદમાં આચાર્ય મહારાજે તેને નિરુત્તર કરી દીધો. ફરી ત્રીજીવાર અન્ય દેશમાં જઈને કોઈ આચાર્ય મહારાજ પાસે બનાવટી દીક્ષા લીધી. આ વખતે આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં વનસ્પતિમાં જીવોની સિદ્ધિ કરનારી યુક્તિઓ તેના વાંચવામાં આવી. આ યુક્તિઓ વાંચીને તે આશ્ચર્ય ચક્તિ બની ગયો. કેટલી સરસ યુક્તિઓ છે ! અત્યાર સુધી તે વનસ્પતિમાં જીવો માનતો ન હતો. પણ હવે માનવા લાગ્યો. જૈનધર્મ તેને સત્ય જણાયો. હવે તેને જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ. આથી ગુરુ પાસે જઈને અત્યાર સુધી બનાવટ કરીને મેં દીક્ષા લીધી હતી વગેરે વિગત જણાવી. તેનું પ્રાયશ્ચિત્ત લીધું. ફરી એ જ ગુરુ પાસે ભાવથી દીક્ષા લીધી. પછી વાચકપદ પ્રાપ્ત કરીને યુગ પ્રધાન થયા. આમ, ગોવિંદ પંડિતે પહેલાં દ્રવ્યદીક્ષા લીધી હતી. પણ સ્વાધ્યાય કરવાથી તેનામાં શ્રદ્ધા થઈ અને ભાવથી દીક્ષા લીધી. પહેલાં તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન હતું. શ્રદ્ધા થવાથી તેનું જ્ઞાન સમ્યજ્ઞાન બની ગયું. અહીં બીજાને જીતવાના આશયથી જિનવાણીનું શ્રવણ = વાંચન કર્યું તો પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. તો પછી સમ્યગ્દર્શન મેળવવાની ઈચ્છાથી જિનવાણીનું શ્રવણ કરવામાં આવે તો સમ્યગ્દર્શન કેમ ન થાય ? 190 કુગ્રહ રૂપ વિષથી વ્યાપ્ત જીવો માટે જિનાગમ મહામંત્ર છે. ફુગ્રહ એટલે દુષ્ટ મનુષ્યોના ઉપદેશથી ઉપકાર નહિ કરનારા જીવો ઉપર પણ ઉપકાર કરનારા તીર્થંકરો આદિ વિષે પણ ‘‘આ છેતરનારા છે’ એવો અભિપ્રાય. આ કુગ્રહ વિશિષ્ટચૈતન્યનો નાશક હોવાથી વિષ સમાન છે. જિનાગમ અચિંત્ય પ્રભાવના કારણે પ્રશસ્ત ચૈતન્યને પ્રાપ્ત કરાવનાર હોવાથી મહામંત્ર સમાન છે. આ વિષે રોહિણીયો ચોર વગેરેનાં દૃષ્ટાંતો છે. રોહિણેય ચોરનું દૃષ્ટાંત શ્રી વીરભગવાન લોકોનો અનુગ્રહ કરવાની ઈચ્છાથી નગર, ગામ, ખીણ અને દ્રોણમુખ (ખેડુત લોકોના ગામડા) વગેરેમાં વિહાર કરતા હતા. તે સમયે રાજગૃહી નગરીની પાસેના વૈભારગિરિની ગુફામાં જાણે મૂર્તિમાન્ રૌદ્રરસ હોય તેવો લોહખુર નામે એક ચોર રહેતો હતો. જ્યારે રાજગૃહી નગરીમાં લોકો ઉત્સવાદિમાં રોકાયેલા હોય ત્યારે તે ચોર છિદ્ર મેળવીને પિશાચની જેમ ઉપદ્રવ કરતો હતો. તે દ્રવ્ય લઈ આવતો હતો અને પરસ્ત્રીઓને ભોગવતો હતો. તે નગરના બધા ભંડારો અને મહેલો તે પોતાનાજ માનતો હતો. તેને ચોરી કરવાની વૃત્તિમાંજ પ્રીતિ હતી, બીજામાં નહોતી. ‘‘રાક્ષસો માંસ વિના બીજા ભક્ષ્યથી તૃપ્ત થતા નથી.’’ તેને રોહિણી નામની સ્ત્રીથી આકૃતિ અને ચેષ્ટામાં તેનાજ જેવો રૌહિણેય નામે પુત્ર થયો. જ્યારે લોહખુર ચોરને મૃત્યુ સમય પ્રાપ્ત થયો ત્યારે તેણે રૌહિણેયને બોલાવીને કહ્યું કે, ‘હે પુત્ર ! જો તું મારા કહ્યા પ્રમાણે અવશ્ય કરે તો હું તને કાંઈક જરૂરનો ઉપદેશ આપું.’ તે બોલ્યો કે—‘તમારું વચન મારે અવશ્ય કરવું જ જોઈએ. પૃથ્વીમાં પિતાની આજ્ઞાને કોણ ન ઉઠાવે ?’ પુત્રનું આવું વચન સાંભળી લોહખુર હર્ષ પામ્યો અને પુત્રની પીઠ ઉપર હાથ ફેરવતો આ પ્રમાણે નિષ્ઠુર વચન બોલ્યો—‘‘જે આ દેવતાના રચેલા સમવસરણમાં બેસીને મહાવીર નામના યોગી દેશના આપે છે, તેના ભાષણને તું કોઈવાર સાંભળીશ નહીં, બાકી બીજે ઠેકાણે ભલે સ્વેચ્છાએ વર્તજે.’’ આવો ઉપદેશ આપીને લોહખુર પંચત્વને પામી ગયો. પિતાની મૃતક્રિયા કર્યા પછી રોહિણીઓ પણ જાણે બીજો લોહખુર હોય તેમ નિરંતર ચોરી કરવા લાગ્યો. પોતાના જીવિતવ્યની જેમ પિતાની આજ્ઞાને પાળતો તે પોતાની સ્ત્રીની જેમ સમગ્ર રાજગૃહી નગરીને લુંટવા લાગ્યો. આ સમયે નગર ગામ અને ખાણો વગેરેમાં વિહાર કરતા ચૌદ હજાર મુનિઓથી પરિવરેલા, ચરમ તીર્થંકર શ્રી વીરપ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા. દેવતાઓએ સંચાર કરેલા સુંદર સુવર્ણ કમળ ઉપર પગલાં મૂકતા મૂકતા પ્રભુ Page #210 -------------------------------------------------------------------------- ________________ - 191 ) શ્રાદ્ધદિનકૃત્યા અગિયારમું શ્રવણ દ્વારા નજીમાં આવ્યા, એટલે વૈમાનિક, જ્યોતિષિ, ભુવનપતિ અને વ્યંતર દેવતાઓએ મળીને પ્રભુનું સમવસરણ રચ્યું. તેમાં બેસીને શ્રી વીરપ્રભુએ યોજન સુધી પ્રસરતી સર્વ ભાષાનુસારી વાણી વડે ધર્મદશના આપવા માંડી. તે વખતે પેલો રૌહિણેય ચોર રાજગૃહી નગરી તરફ જતો હતો, ત્યાં માર્ગમાં આ સમવસરણ આવ્યું. તે જોઈને તેણે વિચાર્યું કે, જો હું આ માર્ગે ચાલીશ તો મહાવીરનાં વચન સાંભળી લઈશ, તેથી પિતાની આજ્ઞાનો ભંગ થશે અને આ સિવાય રાજગૃહીમાં જવાનો બીજો માર્ગ પણ નથી. ત્યારે શું કરવું? આવો વિચાર કરી બે કાન આડા હાથે રાખી તેજ માર્ગે રાજગૃહી નગરીમાં ગયો. એવી રીતે પ્રતિદિન ગમનાગમન કરતાં એક વખતે સમવસરણની પાસેજ તેના પગમાં કાંટો વાગ્યો. ઉતાવળે ચાલતા તે કાંટો ગાઢ રીતે પગમાં ખેંચી ગયો. તેથી તેને કાઢ્યા સિવાય તે એક પગલું ભરવાને પણ શક્તિવાન્ રહ્યો નહીં. જ્યારે બીજો કંઈ ઉપાય સુયો નહીં ત્યારે તેણે કાન ઉપરથી હાથ લઈને કાંટો કાઢવા માંડ્યો. તે વખતે પ્રભુના મુખની વાણી આ પ્રમાણે તેના સાંભળવામાં આવી. “જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, નેત્ર નિમેષ રહિત હોય છે, પુષ્પમાળા ગ્લાનિ પામતી નથી અને શરીર પ્રસ્વેદથી તથા રજથી રહિત હોય છે તે દેવતા કહેવાય છે.” આટલાં વચન સાંભળવાથી મેં ઘણું સાંભળી લીધું, તેથી મને ધિક્કાર છે' એમ વિચારતો, ઉતાવળે પગમાંથી કાંટો કાઢી અને પાછા કાન પર હાથ મૂકી રોહિણેય ત્યાંથી પોતાને કામે ગયો. હવે તે ચોર પ્રતિદિન શહેરમાં ચોરી કરતો, તેથી કંટાળીને ગામના શેઠીઆઓ શ્રેણિક રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે, “હદેવ!તમે રાજ્ય કરતા છતા અમને બીજો કંઈ પણ ભય નથી પણ અદશ્ય ચેટક(ભૂત)ની જેમ કોઈ ચોર અદશ્ય રહીને અમને લુંટે છે.બંધુની જેમ તેમની આ પીડા સાંભળીને શ્રેણિકરાજાએ કોપ કરી કોટવાળને બોલાવીને કહ્યું કે-“અરે કોટવાળ! શું તમે ચોર થઈને કે ચોરના ભાગીદાર થઈને મારો પગાર ખાઓ છો ? કે જેથી તમારી ઉપેક્ષાવડે આ પ્રજાજનને ચોરો લુંટે છે.' કોટવાળ બોલ્યો કે-“મહારાજા કોઈ રૌહિણેયનામનો ચોર નગરજનોને એવી રીતે લુંટે છે કે, તેને અમે જોઈએ છીએ, તો પણ તે પકડી શકાતો નથી. વિજળીના ઉછળતા કિરણોની જેમ તે ઉછળી, વાનરની જેમ ઠેકી, એક હેલામાત્રમાં તે એક ઘેરથી બીજે ઘેર પહોંચી જાય છે, અને નગરનો કિલ્લો પણ ઓળંગી જાય છે. અમે તેના જવાનો માર્ગે પાછળ જઈએ છીએતો ત્યાં તે જોવામાં આવતો નથી. અને જો એક પગલા માત્ર તેને છોડ્યો તો તે સોપગલાં અમારાથી દૂર જતો રહે છે. હું તો તેને પકડવાને કે હણવાને શક્તિમાન્ નથી, માટે આ તમારો કોટવાળપણાનો અધિકાર ખુશીથી પાછો લઈ લ્યો.” પછી રાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી સૂચવ્યું, એટલે અભયકુમારે કોટવાળને કહ્યું કે, “તમે ચતુરંગ સેનાને સજ્જ કરીને નગરની બહાર રાખો; પછી જ્યારે ચોર અંદર પેસે ત્યારે લશ્કરે ફરતું ફરી વળવું અને અંદરથી તે ચોરને ત્રાસ પમાડવો, એટલે પાશલામાં હરણ આવીને પડે તેમ તે વિજળીના ઝબકારાની જેમ ઉછળીને સ્વયમેવ સૈન્યમાં આવી પડશે, પછી જાણે તેના જામીન હોય તેમ એ મહાચોરને પ્રમાદરહિત સાવધાન રહેલા સુભટોએ પકડી લેવો.” આ પ્રમાણેની અભયકુમારની આજ્ઞાનું પ્રમાણ કરી કોટવાળ ત્યાંથી નીકળ્યો અને ગુપ્ત રીતે સેનાને સજ્જ કરી. રાજાએ આજ્ઞા કરી તે દિવસે રૌહિણેય બીજે ગામ ગયેલો હતો તેથી આ વાતની તેને ખબર પડી નહીં. એટલે તે બીજે દિવસે પાણીમાં હાથી પેસે તેમ નગરમાં પેઠો અને ત્યાંથી નગર ફરતા ફરી વળેલા સૈન્યની જાળમાં મીનની જેમ સપડાઈ ગયો. તેને બાંધીને કોટવાળે રાજાની પાસે રજુ કર્યો. “રાજનીતિ પ્રમાણે પુરુષોની રક્ષા અને દુર્જનોનો નિગ્રહરાજાએ કરવો જોઈએ, તેથી આનો નિગ્રહ કરો.” એમ કહીને રાજાએ તેને અભયકુમારને સોંપ્યો. અભયકુમારે કહ્યું કે-૧છળવડે પડાયેલો હોવાથી ચોરીના મુદ્દા અથવા તેની કબુલાત સિવાય આ ચોર નિગ્રહ કરવાને યોગ્ય થતો નથી. માટે તેનો નિગ્રહ વિચારીને કરવો જોઈએ.” એટલે રાજાએ રૌહિણેયને પૂછ્યું કે–તું ક્યાંનો રહેવાસી છે તારી આજીવિકા કેવા Page #211 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું શ્રવણ દ્વાર (192) શ્રાદ્ધદિનકૃત્યા પ્રકારે ચાલે છે? તું આ નગરમાં શા માટે આવ્યો હતો? અને તારું નામ રોહિણેય કહેવાય છે તે ખરું છે? પોતાના નામથી શંતિ થઈ તેણે રાજાને કહ્યું કે, “હું શાલિગ્રામમાં રહેનારો દુર્ગચંડ નામે કુટુંબી (કણબી) છું. કોઈ પ્રયોજેને કૌતુક થતાં આજે અહીં આવ્યો હતો અને કોઈદેવાલયમાં રાત્રિ રહ્યો હતો. રાત્રિઘણી ગયા પછી ત્યાંથી પાછો ઘેર જવા નીકળતાં રાક્ષસ જેવા કોટવાળ અને તેના સીપાઈઓએ મને સપડાવ્યો, એટલે તેનાથી ભય પામીને હં કિલ્લો ઓળંગી ભાગવા ગયો, આપ જાણો છો કે, “પ્રાણીને સર્વથી મોટામાં મોટો ભય પ્રાણનો છે,’ મધ્યના રક્ષકોના હાથમાંથી જેમ તેમ હું છુટી ગયો, પણ પાછો બાહ્ય રક્ષકોના હાથમાં, માછીના હાથમાંથી છુટેલું માછલું જેમ જાળમાં આવી પડે તેમ આવી પડ્યો. એટલે તેઓ મને નિરપરાધીને ચોરની જેમ બાંધીને અહિ લાવ્યા. માટે હે નીતિમા રાજા! હવે ન્યાયપૂર્વક વિચારીને જે કરવું હોય તે કરો.” પછી રાજાએ તેની પ્રવૃત્તિના ખબર જાણવાને માટે તેણે કહેલા ગામમાં ગુપ્ત રીતે પુરુષો મોકલ્યા. પરંતુ તે ચોરે અગાઉથી તે ગામના લોકોની સાથે સંકેત કરી રાખ્યો હતો; કેમકે કેટલાક ચોરલોકોના મનમાં પણ વિચિત્ર ચિંતવન થયા કરે છે. રાજપુરુષે તે ગામમાં જઈને પૂછ્યું. એટલે લોકોએ કહ્યું કે હા, અહીં એક દુર્ણચંડના કુટુંબી રહે છે, પણ તે હમણાં અહીંથી બીજે ગામ ગયેલો છે.' રાજપુરુષોએ રાજાને તેવા ખબર આપ્યા, એટલે અભયકુમાર વિચારમાં પડ્યોકે, “અહો! સારી રીતે રચેલાં દંભના અંતને બ્રહ્મા પણ પામતા નથી.” પછી અભયકુમારે દેવતાના વિમાન જેવો મહામૂલ્યવાળા રત્નોથી જડિત સાત માળનો એક મહેલ તેને રહેવા આપ્યો. તે મહેલ જાણે સ્વર્ગમાંથી પડેલો અમરાવતીનો એક ખંડ હોય તેવો જણાતો હતો. તેમાં ગંધર્વો સંગીતનો મહોત્સવ કરતા હતા, તેથી તે અકસ્મા ઉત્પન્ન થયેલા ગંધર્વનગરની શોભાને સૂચવતો હતો. અભયકુમારે તે ચોરને મદ્યપાન કરાવીને બેશુદ્ધ કર્યો અને પછી દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવી તે મહેલમાં શય્યા ઉપર સુવાડ્યો. જ્યારે તેનો નશો ઉતરી ગયો ત્યારે તે ચારે બાજુ જોવા લાગ્યો, તો અકસ્માત્ વિસ્મયકારી અપૂર્વ દિવ્ય સંપત્તિ તેના જોવામાં આવી. એ સમયે અભયકુમારની આજ્ઞાથી નરનારીઓના સમૂહે “જય પામો, જગતમાં આનંદ કરો” એવા મંગળ ધ્વનિપૂર્વક તેના પ્રત્યે કહ્યું કે, “હે ભદ્ર! તમે મોટા વિમાનમાં દેવતા થયા છો, તમે અમારા સ્વામી છો અને અમે તમારા કિંકરો છીએ, તેથી આ અપ્સરાઓની સાથે ઈદ્રની જેમ ક્રિીડા કરો.”આવી રીતે ઘણા ખુશામતનાં વચનો ચતુરાઈયુક્ત તેઓ કહેવા લાગ્યા. તે સાંભળી શુહું દેવતાથયો?' એમ રોહિણીઓ વિચારવા લાગ્યો. તેવામાં ગંધર્વોએ સંગીતનું કામ શરૂ કર્યું. એટલામાં સુવર્ણની છડી લઈ કોઈ પુરુષ આવ્યો, તેણે ગંધર્વોને કહ્યું કે, “અરે! એકદમ આ શું આપું?' ગંધર્વોએ ઉત્તર આપ્યો કે–“અરે પ્રતિહાર! અમે અમારા સ્વામી પાસે અમારું વિજ્ઞાનકૌશલ્ય બતાવવાનો આરંભ કર્યો છે. પ્રતિહાર બોલ્યો કે બહુ સારું, તમે તમારું કૌશલ્ય સ્વામીને બતાવો.” પણ એની પહેલાં દેવલોકના આચાર તેમની પાસે કરાવો.” ગંધર્વો બોલ્યા કે, “શું શું આચાર કરાવવાના છે?' પ્રતિહાર આક્ષેપપૂર્વક બોલ્યો કે, “અરે! શું એ પણ નવા સ્વામીના લાભમાં ભૂલી ગયા કે? સાંભળો, પ્રથમ તો અહીં જે નવા દેવ તરીકે ઉત્પન્ન થાય, તે પોતાના પૂર્વભવના સુકૃત્ય અને દુષ્કૃત્ય જણાવે, પછી તે સ્વર્ગના સુખભોગનો અનુભવ કરે.' ગંધર્વોએ કહ્યું કે-“હે દેવ! અમે તો નવા સ્વામીના લાભથી તે બધું ભૂલી ગયા છીએ, માટે તમે બધીદેવલોકની સ્થિતિ કરાવો.” આ પ્રમાણે તેઓએ કહ્યું, એટલે તે પુરુષે રોહિણેય ચોરને કહ્યું, “હે ભદ્ર ! તમે તમારા પૂર્વના સુકૃત્ય દુષ્કૃત્ય યથાર્થ અમને કહો, પછી સ્વર્ગના ભોગ ભોગવો.” તે સાંભળી રોહિણીઓ વિચારમાં પડ્યોકે, શું આ સત્ય હશે? અથવાશું મને મારી કબુલાતવડે પકડવાને અભયકુમારે આ પ્રપંચ રચેલો હશે? પણ હવે તેની ખાત્રી શી રીતે કરવી ?' આ પ્રમાણે વિચારતાં તેને પગમાંથી કાંટો કાઢતી વખતે સાંભળેલું વીરપ્રભુનું વચન યાદ આવ્યું, એટલે વિચારવા લાગ્યો : શ્રી વીરપ્રભુની પાસેથી મેં જે વચન સાંભળ્યું છે, તે પ્રમાણે દેવતાનાં ચિહ્ન જો મળતાં આવશે તો તો હું આનો સત્ય ઉત્તર આપીશ, અન્યથા તેનો જેમ Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (199) અગિયારમું શ્રવણ દ્વાર ઠીક લાગશે તેવો ઉત્તર આપીશ.” આવો વિચાર કરી તેણે પ્રતિહારી, ગંધર્વો, અપ્સરાઓ વિગેરેની તરફ જોયું તો તે બધાને પૃથ્વી પર સ્પર્શ કરતા, પ્રસ્વેદથી મલીન થયેલા, પુષ્પની માળા કરમાયેલા અને નેત્રમાં નિમેષવાળા (મટકું મારતા) દીઠા. પ્રભુનાં વચનને આધારે તે બધું કપટ જાણીને રોહિણીએ ઉત્તર આપવાનો વિચાર કરી લીધો. ફરીને પેલો પુરુષ બોલ્યો કે,–“કહો, તમારો ઉત્તર સાંભળવાને આ સર્વદેવ દેવીઓ ઉત્સુક થયેલા છે.' પછી રોહિણેય બોલ્યો કે –“મેં પૂર્વજન્મમાં સુપાત્રને દાન આપ્યાં છે, જિનચૈત્ય કરાવ્યાં છે, જિનબિંબ રચાવ્યાં છે, અષ્ટપ્રકારની પૂજાવડે તેમને પૂજ્યા છે, તીર્થયાત્રાઓ કરી છે અને સદ્ગુરુની સેવા કરી છે. આ પ્રમાણે મેં પૂર્વ જન્મમાં સુકૃત્યો કરેલાં છે.' પછી પેલો દંડધારી બોલ્યો કે, હવે જે દુષ્કૃત્ય કર્યા હોય તે પણ કહો.' રોહિણેય બોલ્યો કે–“સાધુના સંસર્ગથી મેં કાંઈ પણ દુષ્કૃત્ય તો કર્યું જ નથી. પ્રતિહાર ફરીથી બોલ્યો કે– એક સરખા સ્વભાવથી આખો જન્મ વ્યતીત થતો નથી, તેથી જે કાંઈ ચોરી, જારી વિગેરે દુષ્કૃત્ય કર્યા હોય તે પણ કહો.” રૌહિણેય બોલ્યોકે–‘જો આવાંકૃત્યર્યા હોય તો તે શું સ્વર્ગલોકને પામે? શું આંધળો માણસ પર્વત ઉપર ચઢી શકે ?' પછી છડીદારે આ બધું અભયકુમારને કહ્યું અને અભયકુમારે શ્રેણિકરાજાને જણાવ્યું. શ્રેણિક બોલ્યા કે- “આટલા ઉપાયોથી પણ જે ચોર તરીકે પકડી ન શકાય તેવા ચોરને છોડી મૂક્વો જોઈએ. કારણ કે નીતિનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી.” રાજાનાં આ પ્રમાણેનાં વચનથી અભયકુમારે રોહિણેય ચોરને છોડી મૂક્યો. “કોઈવાર વચના કરવામાં ચતુર એવા પુરુષોથી ડાહ્યા પુરુષો પણ ઠગાય છે.” ત્યાંથી છુટી ગયા પછી રોહિણેય વિચાર્યું કે, “મારા પિતાની આજ્ઞાને ધિક્કાર છે કે જેથી હું ભગવંતના વચનામૃતથી આજ દિન સુધી નિર્ભાગી રહ્યો. આટલું એક પણ પ્રભુનું વચન જો મારે કાને ન આવ્યું હોત તો અત્યારે હું વિવિધ પ્રકારની વ્યથા ભોગવી યમરાજના દ્વારે પહોંચી ગયો હોત. તે વખતે મેં અનિચ્છાથી ભગવંતનું વચન ગ્રહણ કર્યુ હતું, છતાં પણ તે રોગીને ઔષધની જેમ મને જીવનરૂપથઈ પડ્યું. અહંનાં વચનનો ત્યાગ કરીને આજ સુધી મેં ચોરની વાણીમાં પ્રીતિ કરી ! આ તો કાગડાની જેમ આમ્રફળને છોડી દઈને લીંબડાના ફળમાં પ્રીતિ ક્ય જેવું મેંકર્યું. મને ધિક્કાર છે જેના ઉપદેશના એક લેશે આટલું ફળ આપ્યું, તો જો તેમનો સર્વઉપદેશ સાંભળ્યો હોય તો શું ફળ ન આપે?' મનમાં આ પ્રમાણે વિચાર કરીને તે તરતજ ભગવંતની પાસે ગયો. પ્રભુના ચરણમાં પ્રણામ કરીને તેણે આ પ્રમાણે વિશમિ કરી હે નાથ ! ઘોર વિપત્તિરૂપી અનેક મગરમચ્છોથી આકુળવ્યાકુળ એવા આ સંસારસાગરમાં લોકોમાં પ્રસરતી તમારી દેશનાની વાણી નૌકાની પેઠે આચરણ કરે છે. હું ત્રણ જગતના ગુરુ! આમ છતાં અનામપણાને માનતા એવા મારા પિતાએ તમારાં વચન સાંભળવાનો નિષેધ કરીને મને આટલોવખત સુધી ઠગ્યો છે. હેત્રિલોપતિ! જેઓ કજલિરૂપ સંપુટથી તમારા વચનામૃતને શ્રદ્ધાપૂર્વક પીવે છે તેઓને ધન્ય છે. હું એવો પાપી હતો જે તમારાં વચનને નહિ સાંભળવાની ઈચ્છાએ કાને હાથ દઈને આ સ્થાનને ઓળંગી જતો હતો. તેવામાં એકવાર ઈચ્છા વગર મેં તમારું વચન સાંભળ્યું હતું, પરંતુ મંત્રાક્ષર જેવા તે વચનવડે રાજારૂપ રાક્ષસથી મારી રક્ષા થઈ છે. હે જગત્પતિ જેવી રીતે મને મરણથી બચાવ્યો છે તેવીજ રીતે આ સંસારસાગરમાં ડુબી જવાથી પણ મને બચાવો.” પછી પ્રભુએ તેની ઉપર કૃપા કરીને નિવણિપદને આપનારી શુદ્ધ ધર્મદશના આપી. તે સાંભળી પ્રતિબોધ પામીને રૌહિણેય બોલ્યો કે, “હે સ્વામિ! હું યતિધર્મને યોગ્ય કે નહીં?” પ્રભુએ કહ્યું કે, યોગ્ય છે. એટલે તે બોલ્યો કે-“હે વિભુ! એમ છે તો હું વ્રતને ગ્રહણ કરીશ, પણ એની પહેલાં મારે રાજા શ્રેણિકને કાંઈક કહેવાનું છે. શ્રેણિક Page #213 -------------------------------------------------------------------------- ________________ 194 ) અગિયારમું શ્રવણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય રાજા સભામાં જ બેઠેલા હતા, તેમણે કહ્યું કે, 'તારે જે કહેવાનું હોય તે વિકલ્પ કે શંકા રહિત થઈને કહે, એટલે રૌહિણેય બોલ્યો કે-“હે રાજન્ ! તમે જેને લોક્વાતથી સાંભળ્યો હતો, તે જ હું તમારા નગરને લુંટનાર રોહિણેય ચોર છું. પરંતુ આ પ્રભુનું એક વચન સાંભળવાથી તેના આધારવડે વહાણવડે નદીની જેમ હું અભયકુમારની દુર્લધ્ય બુદ્ધિનું પણ ઉલ્લંઘન કરી ગયો છું. હે રાજરવિ! તમારા બધા નગરને મેં જ લુંટેલું છે, તેથી તમારે હવે કોઈ બીજો ચોર શોધવો નહીં. અત્યારે મારી સાથે કોઈને મોક્લો કે જેથી તેને હું ચોરીનો માલ બતાવું અને પછી દીક્ષા લઈને મારા જન્મને સફળ કરું.” પછી શ્રેણિકરાજાની આજ્ઞાથી અભયકુમાર અને બીજા લોકો કૌતુWીતે ચોરની સાથે ચાલ્યા. રોહિણીએ પર્વત, નદી, કુંજ અને સ્મશાન વગેરેમાં દાટેલું ચોરીનું ધન અભયકુમારને બતાવ્યું. અભયકુમારે જે જેનું હતું, તે તેને સોંપી દીધું. “નીતિજ્ઞ અને નિર્લોભી મંત્રીઓની બીજી મર્યાદા હોય નહીં.” પછી પોતાના માણસોને જે વાત હતી તે બધી સમજાવીને શ્રદ્ધાળુ રૌહિણેય પ્રભુની પાસે આવ્યો. અને શ્રેણિકરાજાએ જેનો નિષ્ક્રમણ મહોત્સવ કરેલો છે, એવાતે રૌહિણેયે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી. પછી તેણે અનુક્રમે કર્મનું ઉમૂલન કરવાને માટે ચતુર્થ (એક ઉપવાસ)થી માંડીને છમાસી ઉપવાસ સુધીનું ઉજ્વળ તપ આચર્યું. પ્રાંતે તપસ્યાથી કૃશ થઈ, ભાવસંલેખના કરી, શ્રી વીરપ્રભુની રજા લઈને તેણે વૈભારપર્વત ઉપર પાદપોપગમન અનશન કર્યું. શુભ ધ્યાનપૂર્વક પંચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરતાં રૌહિણેય મહામુનિ મનુષ્ય દેહને ત્યજી દઈને સ્વર્ગે ગયા. (વિ.સ.પુ. ચરિત્રમાંથી સાભાર ઉદ્ધત) ધર્મશ્રવણસંબંધી વિવેચન ધર્મશ્રવણમાં શૃંગીમજ્યનું દષ્ટાંત સંસારમાં રહેલા માણસને ધન-કુટુંબ વગેરેની ચિંતા કરવી પડે છે. એને પોતાનો અને પોતાના કુટુંબનો નિર્વાહ થાય એ માટે ધન મેળવવાનો પ્રયત્ન કરવો પડે. લગ્નપ્રસંગો વગેરે સાચવવાના હોય છે. બીજા પણ વ્યાવહારિક પ્રસંગો સાચવવા પડે છે. આથી તેનો ઘણો સમય સંસારનાં કામોમાં જાય. આમ છતાં સાત્ત્વિક શ્રોતા કોઈપણ રીતે થોડો સમય કાઢીને ધર્મશ્રવણકરે. આ વાતને શાસ્ત્રમાં શૃંગીમસ્યના દષ્ટાંતથી સમજાવવામાં આવી છે. આ સમસ્ય ખારા સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. ખારા સમુદ્રમાં બધે ખારું પાણી હોવા છતાં ક્યાંક ક્યાંક મીઠા પાણીની સરવાણીઓ હોય છે. શૃંગીમસ્યની એ ખાસિયત હોય છે કે ખારા પાણીમાં રહેવા છતાં ક્યાંક ક્યાંક નીકળતા મીઠા પાણીને જ પીએ છે. તેમ સંસારમાં રહેલો સાત્ત્વિક શ્રોતા કુટુંબઆદિની ચિંતામાં પણ ધર્મશ્રવણ માટે થોડો સમય કાઢી લે છે. જેમ આર્થિક ભીંસવાળો માણસ ખાન-પાન પહેરવેશ વગેરેમાં થોડી થોડી કરકસર કરીને પૈસો બચાવે. એમ ધર્મી જીવ આહાર, નિદ્રા, વેપાર આદિમાંથી થોડી કાપ-કૂપ કરીને પણ ધર્મશ્રવણ આદિ ધર્મ માટે સમય કાઢે. ધર્મ માટે સમય નકાઢનારે એ સમજવું જોઈએ કે દુઃખ આવશે ત્યારે ઓ ભગવાન! બચાવ” એવી બૂમો પાડવા છતાં કોઈ નહિ સાંભળે. તે વખતે પુણ્યકર્મ કહેશે કે તને ધર્મ માટે સમય મળતો ન હતો તો મને પણ હમણાં તારી મદદે આવવા સમય નથી. દરરોજ ધર્મશ્રવણની જરૂર સાત્ત્વિક શ્રોતાને દરરોજ ધર્મશ્રવણ કરવા જોઈએ. કોઈ દિવસ ધર્મશ્રવણ ન થાય તો એને બેચેની આવી *शृङ्गी यथा क्षारजले पयोनिधौ, वसन्नपि स्वादुजलं पिबेत् सदा । तथैव जैनामृतवाणीमादराद्, भजेद् गृही संसृतिमध्यगोऽपि सदा ॥ Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (195) અગિયારમું શ્રવણ દ્વાર જાય. ધર્મશ્રવણની મહત્તાને નહિ સમજનારા ઘણા પ્રશ્નો કરે છે કે રોજ શું સાંભળવાનું? આની સામે મારો પ્રશ્ન છે કે રોજ શું કામ નાહવાનું? ભોજન રોજ શા માટે કરવું? અહીં બધા કહેશે કે શરીર રોજ મેલું થાય છે, માટે સ્વચ્છ કરવા રોજ સ્નાન કરવું જોઈએ. શરીરને રોજ ભોજન ન મળે તો શરીર નિર્બળ બની જાય, માટે રોજ ભોજન કરવું જોઈએ. શરીર માટે જે નિયમ છે એજ નિયમ મન માટે છે. મન રોજ મેલું થાય છે. માટે એને સ્વચ્છ કરવા રોજ ધર્મશ્રવણ કરવું જોઈએ. મલિન વિચારોથી મન મલિન થાય છે. ધર્મશ્રવણથી મલિન વિચાર દૂર થાય છે. એટલે ધર્મશ્રવણ મનનું સ્નાન છે. મનને મજબૂત બનાવવા માટે શુદ્ધવિચારોની જરૂર છે. મન અશુદ્ધ વિચારોથી નબળું બને છે, અને શુદ્ધ વિચારોથી મજબૂત બને છે. ધર્મશ્રવણથી શુદ્ધ વિચારો આવે છે. માટે ધર્મશ્રવણ મનનું ભોજન છે. દરરોજ ધર્મશ્રવણથી મન તાજું અને શુદ્ધ રહે છે. કેટલાક જીવોને ધર્મશ્રવણથી તાત્કાલિક લાભ થઈ જાય. મેઘકુમારને પહેલી જ વાર ભગવાનની વાણી સાંભળતાં વૈરાગ્ય થઈ ગયો. બધાને આટલો જલદી લાભ ન થાય તો પણ દરરોજ સાંભળતાં રહે તો ધીમે ધીમે અસર થતાં સમય જતાં લાભ થાય. જેમ રોગ દૂર કરવા દરરોજ એકનું એક ઔષધ લેવામાં આવે છે, ધન મેળવવા રોજ એની એ જ નોકરી કે વેપાર કરવામાં આવે છે, એમ આત્મશુદ્ધિ માટે રોજ એકનો એક ધર્મોપદેશ સાંભળવો જોઈએ. દરરોજ ધોમધખતા તાપથી ગરમ બનેલી જમીન ઘણા દિવસો સુધી વરસાદ પડે તો ઠંડી થાય. વૃદ્ધનું દષ્ટાંત એક વૃદ્ધ દરરોજ સંત પાસે જાય ખરા, દર્શન વંદન કરે, પણ ધર્મશ્રવણ નકરે. એકવાર તેણે સંતને કહ્યુંમારા અંતરને ટાઢ કરો. સંતે કહ્યું – અંતરને ટાઢું કરવું હોય તો દરરોજ ધર્મશ્રવણ કરવું જોઈએ. ધર્મશ્રવણથી ધર્મનો બોધ થાય છે. ધર્મબોધથી અંતર ટાટું થઈ જાય. પણ વૃદ્ધ સંતને ધર્મશ્રવણના વાયદા ઉપર વાયદા કરતા જાય. પછી સંતે જવાની વાત કરી એટલે વૃદ્ધે કહ્યું- સ્વામી! આ બેઠો, કરો ટાટું. સંતે વૃદ્ધને પૂછ્યું- તમને કેટલાં વર્ષો થયાં? પોણોસો. અત્યારે કયો મહિનો ચાલે છે? જેઠ મહિનો. તાપકેવો પડે છે? બહુ આકરો તાપ પડે છે. હવે અત્યારે પૃથ્વી ઉપર વર્ષાના બે ઝાપટાં પડે તો પૃથ્વી ઠંડી થાય? ન થાય. પોણોસો વરસથી તમારું અંતર તપેલું છે. તેને એકાદ કલાકના ધર્મશ્રવણથી ટાઢું કેવી રીતે કરી શકાય? લગાતાર બે ચાર દિવસ વરસાદ પડે તો પૃથ્વી કંઈક ઠંડી થાય, તેમ તમે લગાતાર અનેક દિવસો સુધી સંત પાસે ધર્મવાણી સાંભળો તો તમારું અંતર ટાટું થાય. દરરોજ અને નિયમિતપણે અનેક દિવસો સુધી ધર્મશ્રવણ થાય તો તેનાથી ધર્મબોધ થાય. એ ધર્મબોધરૂપી જલથી અંતર ટાઢું બની જાય. લોકોનું અંતર આધિ, વ્યાધિ અને ઉપાધિથી અત્યંત સંતપ્ત બનેલું છે. ધર્મબોધરૂપી જલ એમાં રેડાય તો એ ટાટું થઈ જાય. એ માટે દરરોજ નિયમિતપણે ધર્મશ્રવણ કરવું જોઈએ. શબ્દો માટે સામાન્યથી નિયમ છે કે જે શબ્દો નિયમિત કાને અથડાય, વારંવાર સંભળાય, એ શબ્દોની ઊંડી અસર થાય છે. આથી જ વેપારીઓ વગેરે પોતાના માલની વારંવાર જાહેરાતો આપતા રહે છે. જાહેરખબરની કળામાં કુશળ માણસો સમજે છે કે, વારંવાર સંભળાતા શબ્દોનોમન ઉપર ઘણો પ્રભાવ પડે છે. આને આપણે એક વ્યાવહારિક દષ્ટાંતથી જોઈએ. કોઈ વ્યક્તિ ટુથપેસ્ટ લેવા દુકાનમાં જાય છે. દુકાનદાર તેને પૂછે છે કે કયું ટુથપેસ્ટ જોઈએ છે? ઘરાક તરત કહે છે કે કોલગેટ. કોલગેટ ટુથપેસ્ટ એને કેમ જોઈએ છે? શું એ કોલગેટ ટુથપેસ્ટ વાપરવાથી આટલો–આટલો આવી–આવી રીતે લાભ થાય છે એવી ખાતરી કરીને માગે છે? નહિ. તો શા માટે માગે છે એટલા માટે કેન્દૈનિકપત્રોમાં, દિવાલોમાં, રેડિયોમાં, સિનેમામાં, ટેલિવિઝનમાં વારંવાર તેની જાહેરાત વાંચે છે. કોલગેટથી દાંત કેવા સ્વચ્છ થાય છે એ બતાવવા છપાવાતી સુંદર દાંતવાળી સ્ત્રીની તસવીરો જુએ છે, Page #215 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું શ્રવણ દ્વાર 196) શ્રાદ્ધદિનકૃત્ય તસ્વીરમાં દાડમના દાણા જેવા સફેદ ચમક્તા દાંત જુએ છે. રોજ કોલગેટ' એવા શબ્દો વાંચવાથી અને સાંભળવાથી મનમાં તેની ઊંડી અસર થાય છે. એટલે એને કોલગેટ ટુથપેસ્ટ વાપરવાનું મન થાય છે. જો આ રીતે વારંવાર સાંભળવામાં કે વાંચવામાં આવવાથી શબ્દોનો પ્રભાવ પડે છે તો ધર્મશ્રવણ' વારંવાર નિયમિત થાય તો તેનો પ્રભાવ કેમ ન પડે? જરૂર પડે. ધર્મનો ઉપદેશ સાંભળવાથી થતા લાભને જણાવતાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે सद्धर्मश्रवणादेवं, नरो विगतकल्मषः । ज्ञाततत्त्वो महासत्त्वः, परं संवेगमागतः ।। धर्मोपादेयतां ज्ञात्वा, संजातेच्छोऽत्र भावतः । दृढं स्वशक्तिमालोच्य, ग्रहणे संप्रवर्तते ॥ શુદ્ધ ધર્મના શ્રવણથી મનુષ્ય મિથ્યાત્વાદિ પાપોથી રહિત, તત્ત્વોનો જ્ઞાતા, મહાપરાક્રમી અને ઉત્કૃષ્ટ સંવેગથી યુક્ત બને છે. આથી તે ધર્મ જ એક ઉપાદેય છે એમ જાણીને ભાવથી ધર્મમાં ઈચ્છાવાળો બને છે. અને સૂક્ષ્મ દૃષ્ટિથી પોતાની શક્તિ વિચારીને ધર્મનો સ્વીકાર કરે છે.” - મિથ્યાત્વ વગેરે પાપોથી રહિત બન્યા વિના તત્ત્વજ્ઞાતા ન બની શકાય. માટે અહીં પ્રથમ મિથ્યાત્વાદિ પાપોથી રહિત' એમ કહ્યું. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા. માનવના મનમાં લાંબા કાળથી ઘર કરી ગયેલી અમુક ખોટી માન્યતાઓ નીકળે નહિ ત્યાં સુધી તે તત્ત્વજ્ઞાતા બની શકે નહીં. તત્ત્વનો જ્ઞાતા પરમાર્થથી મહાપરાક્રમી અને ઉત્કૃષ્ટ સંવેગથી યુક્ત બને છે. આથી તત્ત્વનો જ્ઞાતા” એમ કહ્યા પછી મહાપરાક્રમી અને ઉત્કૃષ્ટ સંવેગથી યુક્ત એમ કહ્યું. તત્ત્વના જ્ઞાનથી રહિત માનવ મહાપરાકમવાળો હોય તો તે મહાપરાક્રમનો ઉપયોગ ભૌતિક સાધનામાં કરશે. આથી તેનું મહાપરાક્રમ પરિણામે સ્વ-પરના દુ:ખનું કારણ બને. જ્યારે તત્ત્વજ્ઞાતાનું મહાપરાક્રમસ્વપરના સુખનું કારણ બને. રોહિણીયો ચોર મહાપરાક્રમી હતો. ભલભલા વીરપુરુષો અને બુદ્ધિશાળીઓ પણ તેને પકડી શક્તા ન હતા. પણ એ મહાપરાક્રમ શા કામનું? પછી જ્યારે ભગવાન મહાવીરની વાણી સાંભળીને તત્ત્વજ્ઞાતા બન્યો તો તેણે સંયમનો સ્વીકાર ર્યો. હવે એ સાચા અર્થમાં મહાપરાક્રમી બન્યો. આમ તત્ત્વજ્ઞાતા બન્યા વિના મહાપરાક્રમી બની શકાતું નથી. માટે અહીં ‘તત્ત્વજ્ઞાતા' એમ કહ્યા પછી મહાપરાક્રમી એમ કહ્યું. તથા સંવેગ એટલે મોક્ષની અભિલાષા. અહીં સંવેગથી યુક્ત’ એમ ન કહેતાં ઉત્કૃષ્ટ સંવેગથી યુક્ત એમ કહ્યું છે. કારણ કે વિશેષ તત્ત્વજ્ઞાન વિના પણ સવેગ હોઈ શકે. પણ તીવ્ર સંવેગ ન હોય. તત્ત્વજ્ઞાનથી તીવ્ર સંવેગ આવે છે. ધર્મશ્રવણ નકરવાનું કારણ ધર્મશ્રવણ નહિ કરનારાઓને ધર્મગુરુઓ તમે ધર્મશ્રવણ કેમ કરતા નથી એમ પૂછે છે ત્યારે મોટા ભાગના લોકોનો સમય નથી મળતો એ જવાબ હોય છે. કેટલાક માટે આ જવાબ સાચો હોઇ શકે. પણ મોટા ભાગના લોકોનો આ જવાબ ખોટો હોય છે. ધર્મશ્રવણ માટે સમય નથી મળતો, એવું કહેનારાઓને છાપું વાંચવાનો, રેડિયો સાંભળવાનો, ટી.વી. જોવાનો, સિનેમામાં જવાનો, મિત્રો સાથે ફરવા જવાનો, કોઇક મળી જાય તો તેની સાથે ગપ્પાં મારવાનો સમય મળે છે. માત્ર ધર્મશ્રવણ માટે જ સમય મળતો નથી. ધર્મશ્રવણ માટે સમય નથી મળતો એવું કહેનારા સમય પસાર કરવા માટે પાનાથી રમે છે, રેડિયો સાંભળે છે, મિત્રોની પાસે જઇને દુનિયાની ચર્ચા કરે છે, રાજકારણની વાત કરે છે. ધર્મશ્રવણ માટે સમય મળતો નથી એનું ખરું કારણ એ છે કે ધર્મની જિજ્ઞાસા નથી. ધર્મની જિજ્ઞાસા નથી, એનું કારણ ધર્મની જરૂરિયાત લાગી નથી. જેને ધર્મની જરૂરિયાત લાગે તે માણસ કોઇપણ રીતે ધર્મને મેળવવાનો અને જાણવાનો પ્રયત્ન કરે. આ એક સર્વ સામાન્ય નિયમ છે કે માણસને જે વસ્તુની જરૂરિયાત લાગે છે તે વસ્તુને શક્તિ અને સંયોગો પ્રમાણે મેળવવાનો પ્રયત્ન કર્યા વિના રહેતો નથી. આપણે ધનનો Page #216 -------------------------------------------------------------------------- ________________ 197 ) શ્રાદ્ધદિનકૃત્ય અગિયારમું શ્રવણ દ્વારા જ દાખલો લઈએ. બધા લોકોને ધનની જરૂરિયાત લાગે છે. તો બધા પોતાની શક્તિ અને સંયોગો પ્રમાણે ધન મેળવવાનો પ્રયત્ન કરે છે. ધન મેળવી શકાય એ માટે વર્ષો સુધી અભ્યાસ કરે છે. કોઇ ધન મેળવવા કારમી મજૂરી કરે છે. કોઈ ધન મેળવવા પોતાનું વતન છોડીને બીજે જાય છે. લોકમાં કહેવાય છે કે ગનની નન્મભૂમિશ્ચ સ્વપ રીયલી = માતા અને જન્મભૂમિ એ બે સ્વર્ગથી પણ અધિક છે. સ્વર્ગથી પણ અધિક જન્મભૂમિને માણસ પૈસા માટે છોડવા તૈયાર થાય છે. એટલે જ મહાપુરુષો કહે છે કે જગતના લોકોને ધનની જેટલી જરૂરિયાત લાગે છે તેટલી જરૂરિયાત ધર્મની લાગે તો તે ધર્મર્યા વિના ન રહે. જો કે ધનથી પણ ધર્મની જરૂરિયાત અધિક છે. તેમ છતાં ધન જેટલી પણ ધર્મની જરૂરિયાત લાગે તો માણસને દરરોજ ધર્મશ્રવણ કરવું જોઇએ એમ લાગ્યા વિના ન રહે. જિનવાણીનો પ્રભાવ - રમેશનું દષ્ટાંત જિનવાણીના પ્રભાવથી ભયંકર પાપી પણ તરી જાય છે. જિનવાણી મહાન હિંસકને અહિંસક, મહાન લુચ્ચાને શાહુકાર, ભયંકર ડાકુને સાધુ, અતિશય અનાચારીને પણ સદાચારી, મહાચોરને પણ સંત બનાવી દે છે. ઈચ્છાવિના પણ જિનવાણીના બે શબ્દો રીહિણેય ચોરના કાને પડી ગયા તો તે ચોર મટીને સાધુ થઇ ગયો. જો કે બધાને આટલો જલદી અને આટલો મહાન લાભ ન થાય. તો પણ નિત્ય જિનવાણી શ્રવણથી થોડો પણ લાભ અવશ્ય થાય. નિયમિત જિનવાણીના શ્રવણથી પરલોકમાં તો લાભ થાય જ, પણ આ લોકમાં પણ લાભ થાય. જિનવાણીના પ્રભાવથી નાસ્તિક પણ આસ્તિક બની જાય. શ્રીમંત પુત્રની માતાએ મરતી વેળાએ રમેશ નામના પુત્રને અને પુત્રવધૂને ભલામણ કરી કે મારી પાછળ જિનમહોત્સવ કરવો. પુત્ર ગ્રેજ્યુએટ થયો હતો, પણ પશ્ચિમી સંસ્કૃતિનો પૂજારી હતો. પરદેશી ફિલોસોફી અને સાહિત્યના પુસ્તકોનું ઘરમાંકબાટ ભરેલું હતું. માતાના મૃત્યુ બાદ ઘણો સમય વીતી જવા છતાં તેણે જિનમહોત્સવ નર્યો. કારણ કે તેને ધર્મમાં શ્રદ્ધા જ ન હતી. પત્ની વારંવાર યાદ કરાવતી હતી. પણ તેનો એક જ જવાબ હતો કે તું કરાવી લે. હું તને પૈસા આપી દઉં. પત્ની કહેતી હતી કે એમ ન ચાલે. બધું વિધિસર થાય. આમ વિવાદમાં ઘણો સમય પસાર થઇ ગયો. એકવાર રમેશ એક શેઠને મળવા ગયો. શેઠ ઘેર ન હતા. જિનવાણીનું શ્રવણ કરવા ગયા હતા. શેઠને તાત્કાલિક મળવાની જરૂર હતી. આથી રમેશટેક્ષીકરીને ઉપાશ્રયમાં પહોંચ્યો. ત્યાં જોયું તો ૪૦૦-૫૦૦ માણસો પ્રવચન સાંભળી રહ્યા હતા. આટલા બધાની વચ્ચે શેઠને શોધવા કેવી રીતે? પ્રવચન સાંભળવા બેઠો. ઇચ્છા વિના પણ પાક્લોક પ્રવચન સાંભળ્યું. પ્રવચન પૂરું થતાં શેઠ સાથે જરૂરી વાત કરી લીધી. પ્રવચનમાં રસ પડવાથી બીજા દિવસે પ્રવચન સાંભળવા આવ્યો, ત્રીજા દિવસે પણ આવ્યો. એમ અનેક દિવસો સુધી પ્રવચનો સાંભળ્યાં. આ રીતે પ્રવચન સાંભળતાં એને સમજાયું કે સાચા જ્ઞાનનો ભંડાર તો અહીં જ ભર્યો છે. પશ્ચિમના ફિલોસોફરો તો હજી અંધારામાં ફાંફા મારે છે. આથી તેણે ખોટા માર્ગે દોરનારા પુસ્તકોને ઘરમાંથી કાઢી નાખવાનો વિચાર કર્યો. બધાં પુસ્તકો દરિયામાં પધરાવી દીધાં. પત્નીએ કહ્યું – દરિયામાં શા માટે પધરાવ્યાં? કોઇ લાયબ્રેરીમાં આપી દેવા હતાં. રમેશે કહ્યું – અહીં તારી ભૂલ થાય છે. એ જ્ઞાન ન હતું, કિંતુ ઝેર હતું. દૂધમાં ઝેર પડ્યું હોય તો કોઇને અપાય? ઢોળી જ નાખવું જોઇએ. પછી સાધુઓનો પરિચય થયો. એમની સલાહ-સૂચનથી ઘરમાં ઉપયોગી ધાર્મિક પુસ્તકો વસાવ્યાં. બહુ જ ઉલ્લાસથી અને ઉદારતાથી માતાના સ્વર્ગારોહણ નિમિત્તે જિનેન્દ્રભક્તિ સ્વરૂપ મહોત્સવ કર્યો. પંદર મિનિટના કથાના શ્રવણે પણ જીવનનો રાહ કેવો પલટી નાખ્યો! Page #217 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું શ્રવણ દ્વાર 198) શ્રાદ્ધદિનકૃત્ય એક કલાક સાંભળેલી જિનવાણીનો પાવર ૨૩ કલાક રહે સંસારમાં રહેલા માણસને ધન મેળવવા પ્રયત્ન કરવો પડે. એમાં કોઇવાર લાભના બદલે નુકસાની થાય એવું બને. કોઇવાર હાથમાં આવેલી રકમ સરકી જાય. ક્યારેક સ્વજનો અનુચિત વર્તન કરે. ક્યારેક અસહ્ય અપમાન પણ થાય. ક્યારેક શારીરિક માંદગી વગેરે દુ:ખ આવે. આમ સંસારમાં રોગ વગેરે શારીરિક દુ:ખ અને નુકસાન, નિષ્ફળતા, સંઘર્ષ, અપમાન વગેરે માનસિક દુ:ખના પ્રસંગો આવે. પણ જે આત્મા નિયમિત જિનવાણી શ્રવણ કરે છે અને તેને પોતાના આત્મામાં પરિણમાવે છે તે આવા દુ:ખના પ્રસંગોમાં પણ દુ:ખી ન બને. એક કલાક સાંભળેલી જિનવાણીની અસર બાકીના ત્રેવીસ કલાક સુધી થાય છે. એકવાર લીધેલ ઇજેક્શનનો પાવર ૨૪ કલાક રહે છે, ઘડિયાળને એક્વાર આપેલી ચાવીની અસર ૨૪ કલાક રહે છે, તેમ દિવસમાં એક્વાર સાંભળેલી જિનવાણીની અસર આખો દિવસ અને આખી રાત રહે છે. બજારમાં ગયા અને ક્માણી નથઇ, બલકે ખોટ ગઇ, તો સંસારમાં લાભ-હાનિ, સફળતા-નિષ્ફળતા સ્વાભાવિક છે એવી જિનવાણીને યાદ કરીને આત્મા સ્વસ્થ બની જાય. સ્વજનને કે મિત્રને મળવા ગયા, અને માનન મળ્યું, બલકે અપમાન થયું, તો માન-અપમાન પુલરૂપ છે ઇત્યાદિ જિનવાણીને વિચારીને આત્માસ્વસ્થ બની જાય. અપમાનની અસરનથવાદે. ઓચિંતીકોઇ શારીરિક પીડા થઇ તો આકર્મનોવિપાક છે ઇત્યાદિ જિનવાણીનું ચિંતન કરીને આત્મા શાંતિથી પીડાને ભોગવે. વર્તમાનમાં પ્રાય: એવા જીવો કોઇ નથી કે જેમને ઉપર કહ્યા તેવા દુ:ખના પ્રસંગો ક્યારેય ન આવે. અવાર-નવાર આવા પ્રસંગો આવ્યા કરે. આ વખતે તે જિનવાણીનું ચિંતન ન કરે તો અનેક પ્રકારના ખોટા વિચારો અને ચિંતાઓ કરીને વર્તમાનમાં તો દુ:ખી થાય, પણ અશુભ કર્મ બંધ કરીને ભવાંતરમાં પણ દુ:ખી થાય. આજે દુનિયા તરફ નજર કરવામાં આવે, દુનિયાના જીવોની પરિસ્થિતિનો વિચાર કરવામાં આવે, તો સ્પષ્ટ ખ્યાલ આવે કે આજે લોકો (જેમની પાસે સુખનાં સાધનો છે, એવા પણ લોકો) નિરર્થક ચિંતા, શોક, દીનતા વગેરે દુ:ખની આગમાં શેકાઈ રહ્યા છે. પણ નિયમિત જિનવાણી શ્રવણ કરનાર આ આગથી પ્રાય: બચી જાય. - જિનવાણીનો સંગ લાવે જીવનમાં રંગ માટે જ મહાપુરુષોએ કહ્યું છે કે જેને જિનવાણી ગમી ગઇ, તેનું દુ:ખગયું, અને તેના સુખનો પ્રારંભ થયો. કારણકે તેને સુખ–દુ:ખના વાસ્તવિક સ્વરૂપનો અને સુખ-દુ:ખના વાસ્તવિક કારણોનો ખ્યાલ આવી જાય છે. આથી તે સુખના પ્રસંગે તો સુખી હોય, પણ દુઃખના પ્રસંગે પણ સુખી હોય. જેને જિનવાણીનો સંગ થાય તેના જીવનમાં આનંદ આવ્યા વિના ન રહે. મૂર્ખાઓ ભલે કહે કે “જ્યાં કોકાકોલાનો સંગ ત્યાં વાતવાતમાં જામે રંગ”, પણ હું તો કહીશ કે “જ્યાં જિનવાણીનો સંગ ત્યાં ક્ષણે ક્ષણે જામે રંગ”. કોકાકોલાના પાનથી રંગ જામે જ એવો નિયમ નહિ. કદાચ રંગ જામે તો પણ ક્ષણિક હોય. કોકાકોલાનું પાન થતું હોય એ દરમિયાન અશુભ સમાચાર આવે તો આનંદ ચાલ્યો જાય. પછી કોકાકોલા પીવાનું ન ગમે. શ્રાવક બીજાને જિનવાણીનું શ્રવણ કરનારા બનાવે - વસુભૂતિ જેને જિનવાણીનો આવો પ્રભાવ સમજાઈ જાય તે પોતાના આશ્રિતોને, સ્વજન-સ્નેહીઓને અને પરિચયમાં આવનારાઓને પણ જિનવાણીનો મહિમા સમજાવે, અને જિનવાણીનું શ્રવણ કરનારા બનાવે. એને વધુને વધુ જીવો જિનવાણીનું શ્રવણ કરનારા બને એવી ભાવના હોય, અને એ માટે એ શક્ય પ્રયત્ન પણ કરે. એ માટે ધનનો વ્યય કરવો પડે તો યથાશક્તિ ધનનો વ્યય પણ કરે. આ વિષે વસુભૂતિ શેઠનો પ્રસંગ જાણવા જેવો છે. વસુભૂતિ શેઠ આર્યસુહસ્તિસૂરિના મુખથી જિનવાણી સાંભળીને જૈન બન્યા. પણ તેના ઘરના માણસો જૈનધર્મ Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય અગિયારમું શ્રવણ દ્વાર પામ્યા ન હતા. આથી વસુભૂતિએ પોતાની પત્ની અને પુત્રો વગેરેને આર્યસુહસ્તિસૂરિ મહારાજ પાસે ધર્મશ્રવણ કરવા જવાનું કહ્યું. પણ કોઇએ તેની વાત ઉપર લક્ષ્ય ન આપ્યું. શેઠે વારંવાર પ્રેરણા કરી, પણ જરાય અસર ન થઇ. શેઠે વિચાર્યું : મારા પુણ્યની તેટલી ખામી છે. જેથી આ લોકોને હિતકર મારી વાતની અસર થતી નથી. છતાં નિરાશ બન્યા વિના મારે આ લોકો જિનવાણીનું શ્રવણ કરે તેવો ઉપાય શોધીને કરવો જોઇએ. એમ વિચાર કરતાં તેને એક ઉપાય મળી આવ્યો. તેણે આર્યસુહસ્તિસૂરિ મહારાજને કહ્યું – મારા ઘરના માણસો અનેકવાર પ્રેરણા કરવા છતાં આપની પાસે ધર્મ સાંભળવા આવતા નથી. આથી આપ તેમને જૈનધર્મ પમાડવા મારા ઘરે વ્યાખ્યાન વાંચો એવી મારી વિનંતી છે. આચાર્ય મહારાજે તેની વિનંતીનો સ્વીકાર કર્યો. દરરોજ તેમના ઘરના વિશાળ ચોગાનમાં આચાર્ય મહારાજ વ્યાખ્યાન કરવા લાગ્યા. આથી તેના ઘરના માણસો પણ વ્યાખ્યાન સાંભળવા લાગ્યા. છોકરાઓ સાધુઓ પાસે જતા થાય અને સાધુઓથી ભાવિત બને એ માટે શેઠ અવાર–નવાર છોકરાઓને કોઇ કામનું બહાનું કરીને આચાર્ય મહારાજ પાસે મોકલે. ક્યારેક સાધુઓને ગોચરી માટે બોલાવી લાવો એમ કહીને મોકલે. આમ અવાર–નવાર સાધુઓ પાસે જવાથી છોકરાઓને સાધુ પાસે જવાનો ક્ષોભ જતો રહ્યો. એમ કરતાં ઘરના બધા માણસો જૈન ધર્મી બન્યા. 199 જિનવાણીથી કુટુંબમાં શાંતિ જો આખું કુટુંબ ધર્મ સાંભળે તો એ કુટુંબનું પરલોક તો સુધરે જ, પણ વર્તમાનમાં પણ એ કુટુંબમાં ખૂબ શાંતિ અને પ્રેમ હોય. એનાથી ઘરની ઘણીય ઉપાધિઓ ટળી જાય. આજે ઘરમાં છોકરાઓ વગેરે વાતવાતમાં રીસાતા હોય છે. કેટલીકવાર વર્તમાન શિક્ષણ, તેવી સોબત વગેરેના કારણે યુવાન છોકરા–છોકરીઓ ન કરવાનું કરીને કુટુંબને કલંકિત બનાવે છે. જિનવાણી શ્રવણથી પ્રાય: આનો ભય ન રહે. મોટાઓ પોતાના સ્વાર્થ અને અહંને પોષવા ઝગડતા હોય છે. જિનવાણી શ્રવણથી આ બંધ થઇ જાય. પાપોદયથી આર્થિકસ્થિતિ નબળી હોય અથવા નબળી થઇ જાય તો પણ ઘરમાં એ નિમિત્તે જરાય દુ:ખ કે ક્લેશ ન થાય. આર્થિક ભીંસના કારણે આવતી તકલીફોને દીનતા કર્યા વિના વેઠી લે. બધાય એકબીજાના દુ:ખમાં ભાગીદાર બને. કારણકે કર્મસત્તાને સમજતા હોય છે. પોતાના ધર્મને=કર્તવ્યને સમજતા હોય છે. આથી ઘરમાં જે કોઇ એક ધર્મ પામ્યો હોય, જિનવાણીની મહત્તા સમજ્યો હોય, તેણે પોતાની શક્તિ-પુણ્ય પ્રમાણે ઘરના બીજાઓને પણ જિનવાણીનું શ્રવણ કરનારા બનાવવા જોઇએ. જિનવાણીથી ભાવિત કુટુંબમાં લેવાના ઝગડા ન હોય, દેવાના ઝગડા હોય, ખાવા-પીવાના ઝગડા ન હોય, કિંતુ ખવડાવવા–પીવડાવવાના ઝગડા હોય, પહેરવા ઓઢવાના ઝગડા ન હોય, કિંતુ પહેરાવવા– ઓઢાવવાના ઝગડા હોય. આવા કુટુંબમાં અજબ શાંતિ હોય. જિનવાણી શ્રવણથી સમ્ભાન થાય ધર્મશ્રવણથી સાચી સમજણ થાય છે. સાચી સમજણથી રુચિ થાય છે. રુચિથી આચરણ થાય છે. સમજણ એટલે જ્ઞાન: રુચિ એટલે દર્શન. આચરણ એટલે ચારિત્ર. આનો અર્થ એ થયો કે જ્ઞાનથી સમ્યગ્દર્શન થાય છે, અને સમ્યગ્દર્શનથી સમ્યગ્યારિત્ર આવે છે. જ્ઞાન વિના સમ્યગ્દર્શન ન થાય. સમ્યગ્દર્શન વિના સમ્યક્ચારિત્રન આવે. સમ્યજ્ઞાન જિનવાણીના શ્રવણથી થાય છે. ગમે તેની વાણીના શ્રવણથી સમ્યજ્ઞાન ન થાય. જે જીવ ચિંતન–મનનપૂર્વક જિનવાણીનું શ્રવણ કરે છે તેને સમ્યજ્ઞાન થાય છે. ઉપદેશપદમાં જિનવાણીનો મહિમા જણાવતાં કહ્યું છે કે – કોઇજીવ આર્યદેશમાં અને આર્યકુળમાં ઉત્પન્ન થયો હોય, અત્યંત બુદ્ધિશાળી હોય, ઉદારતા, દાક્ષિણ્ય, પ્રિયવચન અને પરોપકાર વગેરે ગુણોથી યુક્ત હોય, આવા ગુણોના કારણે બધાને પ્રિય બન્યો હોય, મોહ ઘણો Page #219 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું શ્રવણ દ્વાર (200) શ્રાદ્ધદિનકૃત્ય ઘટી ગયો હોય, મોક્ષમાર્ગને અનુકૂળ વૈરાગ્યથયો હોય, આટલું બધું હોવા છતાં જિનવાણી વિના તેનામાં મોક્ષમાર્ગમાં પ્રવેશવાની લાયકાત આવતી નથી. સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં પ્રવેશ થયા પછી જિનવાણી વિના તેમાં સ્થિર ન રહી શકાય. મોક્ષમાર્ગમાં પ્રવેશ થયા પછી પણ જો જિનવાણીનું શ્રવણ-વાંચન ન થાય તો જીવ મોક્ષમાર્ગથી પતિત થાય એવું બને. આથી જ હરિભદ્રસૂરિ મહારાજે ધર્મબિંદુમાં કહ્યું કે “નિનવાનશ્રવાઃ વર્મયોપશમતિઃ સચદ્દર્શનમ્ =“જિનવચનનું શ્રવણવગેરેથી કર્મનો ક્ષયોપશમ વગેરે દ્વારા સમ્યગ્દર્શન પ્રગટે છે.”કર્મનાલયોપશમ વિના સમ્યગ્દર્શન ન પ્રગટે, કર્મનો ક્ષયોપશમ શાથી થાય ? એ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે – જિનવચનશ્રવણ, જિનપૂજા, ગુરુવંદન, સુપાત્રદાન વગેરે ધર્મક્રિયાઓથી કર્મનો ક્ષયોપશમ થાય. અહીં જિનવચન શ્રવણનો સાક્ષાત્ ઉલ્લેખ કરીને અને જિનપૂજા વગેરેનો આદિ શબ્દથી નિર્દેશ કરીને દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમના ઉપાયોમાં જિનવચનશ્રવણની મુખ્યતા જણાવી છે. થયેલી પણ ધર્મશ્રદ્ધા જિનવાણી શ્રવણ વિના જતી રહે આનાથી ઉલટું, જિનવાણીનું શ્રવણ નકરવામાં આવે તો થયેલું પણ સમ્યગ્દર્શન ચાલ્યું જાય એવું બને. જમીનમાં બીજ વાવ્યું હોય, તેમાંથી અંકુરો પણ ફૂટ્યો હોય, પણ પછી જરૂરી વરસાદ ન આવે અને સખત તાપ પડે તો એ અંકુરો બળીને ખાખ થઈ જાય. અહીં બીજના સ્થાને સમ્યગ્દર્શન છે. અંકુરાના સ્થાને સમ્યજ્ઞાન છે. વરસાદના સ્થાને જિનવાણી શ્રવણ છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયા પછી જો જિનવાણી શ્રવણ કરવામાં ન આવે તો એ બંને ચાલ્યા જાય એવું બને. આ વિષે નંદમણિયારનું દષ્ટાંત છે. નંદમણિયારનું દષ્ટાંત નિંદમણિયાર ખુદ ભગવાનથી ધર્મ પામ્યો હતો. તેણે ભગવાન શ્રી મહાવીરસ્વામીની દેશના સાંભળીને વૈરાગ્ય થવાથી સમ્યક્ત સહિત બારવ્રતોનો સ્વીકાર કર્યો હતો. એકવાર તેણે ઉનાળામાં ઔષધસહિત ચોવિહાર અઠ્ઠમ તપ ક્ય. પૌષધમાં રહેલા તેને ત્રીજી રાતે પાણીની ખૂબ તરસ લાગી. તૃષાથી પીડાયેલા તેણે વિચાર્યું કે જેમણે નગરની બાજુમાં પવિત્ર જળથી ભરેલી સુંદર વાવડીઓ બંધાવી છે, તે લોકો ધન્ય છે, અને કૃતિપુણ્ય છે. કારણકે વાવડીઓમાં નગરના લોકો પાણી પીને, તૃષા શાંત કરે, સ્નાન વગેરે કરે. આથી વાવડી બંધાવવાથી મોટું પુણ્ય થાય. “પુણ્યબંધનાં નવ કારણો – ૧. અન્યને ભોજન આપવું. ૨. અન્યને પાણી પીવડાવવું. ૩. અન્યને પહેરવાવો આપવાં. ૪. અન્યને બેસવા આસન આપવું. ૫. અન્યને સૂવા પથારી આપવી. ૬. મનથી અન્યનું હિત ચિંતવવું. ૭. અન્ય માટે હિતકરવચન બોલવાં. ૮. અન્યના સારા કામ આદિની પ્રશંસા કરવી. ૯. અન્ય માટે હિતકર પ્રવૃત્તિ કરવી, જેમકે – અન્યની સેવા કરવી, સત્કાર કરવો, સહાયતા આપવી. આ નવમાં પાણીનો પણ સમાવેશ થાય છે. અન્યને પાણી આપવાથી પુણ્ય બંધાય. વાવડી બંધાવનાર અન્યને પાણી આપીને પુણ્ય બાંધે છે. આથી હું વાવડી બંધાવીશ. સવાર થતાં પૌષધ પારીને સ્નાનાદિ કાર્યો ક્ય પછી તે ભેટવું લઈને રાજા પાસે ગયો. રાજાને ભેટનું ધરવાપૂર્વક પ્રણામ કરીને વાવડી બનાવવાની રજા માંગી. રાજાએ સંમતિ આપી. આથી તેણે થોડા જ સમયમાં વાવડી બંધાવી. આ વાવડી સામાન્ય ન હતી, કિંતુ આકર્ષક અને અનેક સગવડોથી ભરપૂર હતી. વાવડીની ચારેબાજુ કોતરણીવાળો સુંદર કિલ્લો બનાવ્યો હતો. વાવડીની અંદર વિવિધ જાતિના સુગંધી કમળો રોપ્યાં હતાં. આથી આજુ-બાજુનું વાતાવરણ સુગંધી રહેતું હતું. વાવડીની ચારે બાજુ ચાર વિશાળ બગીચાઓ બનાવ્યા હતા. દરેક બગીચાને ફરતી વાડ બનાવી હતી. આવાડ ખેડૂતો બનાવે છે તેવી કાંટાવાળી નહતી, કિંતુવિવિધવૃક્ષો Page #220 -------------------------------------------------------------------------- ________________ 201 ) શ્રાદ્ધદિનકૃત્ય અગિયારમું શ્રવણ દ્વાર અને અનેક પ્રકારની લતાઓથી સદા લીલીછમ અને સુગંધી રહેતી હતી. ચાર બગીચાઓમાં પણ નૃત્યશાળા વગેરે શાળાઓ બનાવી હતી. એક બગીચામાં ચિત્રશાળા હતી. તેમાં કાષ્ઠની અને માટીની વિવિધ પૂતળીઓ ગોઠવવામાં આવી હતી. પડદા ઉપર વિવિધ નયનરમ્ય ચિત્રોચિતર્યા હતાં. ભીંતો ઉપર અનેક પ્રકારનું આકર્ષક ચિત્રામણ અને શિલ્પશાસ્ત્ર પ્રમાણે વિવિધ કોતરણીઓ વગેરે હતું. તેમાં જ એક તરફ વિશાળ નૃત્યશાળા હતી. એ નૃત્યશાળામાં દરરોજ મનોરંજન કરે તેવાં વિવિધ નૃત્યોબતાવવામાં આવતાં હતાં. એક તરફ કથાશાળા પણ હતી. તેમાંથાકારો માણસને જકડી રાખે તેવી કથાઓ કરતા હતા. આ બધું ચિત્રશાળામાં હતું. બીજા બગીચામાં ભોજનશાળા હતી. તેમાં મુસાફરી, યાત્રિકો, ગરીબો, ભિખારીઓ, સંતો વગેરેને સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવતું હતું. ત્રીજા બગીચામાં ઔષધશાળા હતી. તેમાં સારા સારા વૈદ્યો રાખ્યા હતા. બધી જ દવાઓ ત્યાં જ સારા વૈદ્યોની દેખરેખ નીચે બનાવવામાં આવતી હતી. ચોથા બગીચામાં ધર્મશાળા હતી. ત્યાં યાત્રિકો, મુસાફરો વગેરે ઉતરતા હતા. તેમાં સંડાસ-બાથરૂમ વગેરે સર્વ પ્રકારની સુવિધાઓ હતી. આવી આકર્ષક વાવડી ધીમે ધીમે પ્રસિદ્ધ બનવા લાગી. સમય જતાં આવાવડી આખીરાજગૃહી નગરીમાં, આખા મગધ દેશમાં અને પરદેશમાં પ્રસિદ્ધ બની. કોઈ ઔષધ માટે, કોઇ નૃત્ય જોવા માટે, તો કોઇ વાવડી જોવા માડે, દૂરદૂરથી ત્યાં આવતા હતા. વગર પૈસેકે નજીવી કિંમતથી આવી અનુકૂળતાઓ અને મોજશોખ મળતા હોય એટલે લોકો વાવડીની અને વાવડી બંધાવનારની પ્રશંસા કરે એ સ્વાભાવિક છે. લોકો નંદમણિયારની મુક્તકો પ્રશંસા કરતા હતા. પ્રશંસા સાંભળીને શેઠ આનંદ પામતા હતા, શેઠની છાતી ગજગજ ઉછળતી હતી. શેઠ દિવસે દિવસે વાવડીમાં ખૂબ આસક્ત બનતો ગયો. “આ વાવડી મેંબંધાવી, આ વાવડી મેંબંધાવી” એમ અહંકારથી કૂલાતો ગયો. “આ વાવડી મારી, આ વાવડી મારી.” એમ મમતાવાળો બનતો ગયો. જીવનના અંતે તેના શરીરમાં ૧૬ રોગ ઉત્પન્ન થયા. વૈદ્યોએ અનેક ઉપચારો ક્ય, પણ બધા ઉપચારો નકામા ગયા. તેણે નગરમાં જાહેરાત કરી કે “મારા આ રોગમાંથી એકપણ રોગનો નાશ જે કરશે તેને દરિદ્રતાનો નાશ થાય તેટલું ધન આપીશ.” છતાં કોઇપણ વૈદ્ય તેના એક પણ રોગને દૂર કરી શક્યો નહીં. અંતે આર્તધ્યાનથી મરીને એ જ વાવડીમાં દેડકો થયો. જેને સાક્ષાત્ મહાવીરસ્વામી દેવ મળ્યા, જેણે તેમની પાસેથી શ્રાવકનાં બારવ્રતોનો સમ્યત્વસહિત સ્વીકાર ર્યો, જે ધોમધખતા ઉનાળામાં પણ ચોવિહાર અઠ્ઠમ જેવી તપશ્ચર્યાકરતો હતો, તે જીવ મરીને તિર્યંચગતિમાં ગયો. તેનું શું કારણ? તેનું કારણ મમતા છે. મમતાનું કારણ સભ્યત્વનો નાશ છે. સમત્વનો નાશ થવાથી મમતા થઈ. જો સભ્યત્વકાયમ રહ્યું હોત તો આવી મમતાનજ થાત. સભ્યત્વના નાશનું કારણ શું? સમ્યત્વના નાશનું કારણ જિનવાણી શ્રવણનો અભાવ છે. જિનવાણી શ્રવણ ન થવાથી સમ્યકત્વ ચાલ્યું ગયું. જિનવાણીનું શ્રવણ ન થવાનું કારણ સાધુઓના યોગનો અભાવ છે. સાધુઓનો યોગ ન થવાથી જિનવાણી શ્રવણ ન થયું. જિનવાણીનું શ્રવણ નથવાથી સમ્યત્વનો નાશ થયો. સમ્યત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એ ત્રણના પરિણામ શુભ નિમિત્તને પામીને પ્રગટ થાય. અને અશુભ નિમિત્તને પામીને જતા રહે એવું બને. એક જ જીવને એક જ ભવમાં તેવા નિમિત્તોથી અનેકવાર સમ્યત્વ વગેરે પ્રગટે અને જાય. એક જ જીવને એક જ ભવમાં સખ્યત્વ અને દેશવિરતિ બે થી નવ હજાર વખત આવે અને જાય, સર્વવિરતિ બેથી નવા સો વાર આવે અને જાય. સમત્વની કિયા અને સભ્યત્વના પરિણામ એ બંને એક નથી, જુદા છે. એટલે એવું પણ બને કે જીવ સમ્યકત્વની ક્રિયા કરતો હોય, છતાં તેનામાં સમત્વના પરિણામ નહોય. આવું જ દેશવિરતિ અને સર્વવિરતિ માટે બને. પૂર્વે કહ્યું Page #221 -------------------------------------------------------------------------- ________________ 202 અગિયારમું શ્રવણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય. તેમશુભનિમિત્તોથી સમ્યક્તવગેરેના પરિણામ પ્રગટે છે. અને અશુભ નિમિત્તોથી નાશ પામે છે. માટે મહાપુરુષો કહે છે કે સાધકે સદા શુભનિમિત્તામાં રહેવું જોઇએ, અને અશુભ નિમિત્તોનો ત્યાગ કરવો જોઈએ. અહીંનંદમણિયાર શેઠને સાધુનો યોગ અને જિનવાણી શ્રવણરૂપશુભનિમિત્તન મળવાથી તેનું સમ્ય ચાલ્યું ગયું. સમ્યકત્વનો નાશ થવાથી વાવડી પ્રત્યે મમતા થઈ. વાવડી પ્રત્યે મમતા થવાથી દુર્ગતિ થઈ. આમ નંદમણિયાર શેઠની દુર્ગતિનું મૂળ કારણ સાધુઓના યોગનો અભાવ છે. આ ઉપરથી સમજી શકાય છે કે સાધકને સાધુયોગ અને સાધુસેવા અત્યંત જરૂરી છે. હવે નંદમણિયાર શેઠનું આગળ શું થયું તે જોઈએ. વાવડીમાં રહેલા તેણે લોકોના મુખેથી બોલાતા “આવી વાવડી બંધાવનાર નંદમણિયાર શેઠને ધન્ય છે.” વગેરે શબ્દો સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગુરુયોગનો અભાવ વગેરે કારણોથી મેં મળેલા દેશવિરતિ ધર્મને ગુમાવ્યો, વગેરે તેના ખ્યાલમાં આવ્યું. હવે ફરીથી ભાવથી દેશવિરતિની હું આરાધના કરું એવો નિર્ણય તેણે કર્યો. પછી અભિગ્રહર્યો કે આજથી હું સદા છઠ્ઠના પારણે છઠ તપકરીશ. પારણામાં જુની-સુકી સેવાળ, જળનો મેલ વગેરે અચિત્ત વસ્તુનો ઉપયોગ કરીશ. આ અભિગ્રહને બરોબર પાળવા લાગ્યો. સમય જતાં એક દિવસ શ્રી મહાવીરસ્વામી રાજગૃહી નગરી પાસે પધાર્યા. વાવડીમાં સ્નાન વગેરે કરતા લોકોના મોઢે “શ્રી મહાવીરસ્વામી પધાર્યા છે.” એમ તેણે જાણ્યું, આથી તે મહાવીરસ્વામીનાં દર્શન કરવા ઉત્સુક બન્યો. પાણી ભરતી સ્ત્રીના પાણીના બેડામાં પ્રવેશીને તે બહાર આવ્યો. પછી શ્રી મહાવીરસ્વામી તરફ ઉતાવળથી ચાલવા લાગ્યો. પણ રસ્તામાં જ શ્રેણિક રાજાના ઘોડાના પગ નીચે ચગદાઈ ગયો. તુરત અનશનનો સ્વીકાર કરીને પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો. સમાધિથી મૃત્યુ પામીને સૌધર્મદેવલોકમાં દરાકનામે દેવ થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ચારિત્ર લઈને મુક્તિમાં જશે. નંદમણિયારનું આ દષ્ટાંત સાધુયોગ, સાધુસેવા અને જિનવાણી શ્રવણની મહત્તા સમજાવે છે. (અહીં ૯૦મી ગાથા પૂર્ણ થઈ.) (૯૦) धम्माधम्मं तहा किच्चं, जुत्ताजुत्तं तहेव य । देवा य देवलोगा य, सिद्धा नेरइया तहा ॥९१॥ जं एमाइं पयत्था, आगमेंण वियाणइ । उज्झित्ता सव्ववावारं, तओ य तं निसामए ॥१२॥ અહિંસા વગેરે ધર્મ, જીવહિંસા વગેરે અધર્મ, ચૈત્યવંદન વગેરે મુક્ત કર્તવ્ય, કુતીર્થિકોની પાસે જવું અને પાખંડીઓની પ્રશંસા કરવી વગેરે અયુક્ત કર્તવ્ય, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક વગેરે દેવો, દેવોનું આયુષ્ય, દેવોનું શરીર વગેરે, દેવોના આશ્રય વિશેષ, દેવલોક, સિદ્ધો, નારકો, નરકાવાસો, નારકોનું આયુષ્ય, નારકોનું શારીરિક દુઃખ – આ બધા પદાર્થો જીવ આગમથી જાણી શકે છે. આથી શ્રાવક બીજા સર્વ વ્યાપારોને છોડીને જિનાગમનું શ્રવણ કરે. (૯૧-૯૨). अन्नं च जीवाईणं, कुणइ सद्दहणं तहा । ससंकियाण अत्थाणं, कुजा पुच्छं विअक्खणो ॥१३॥ વળી બીજું Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય અગિયારમું શ્રવણ દ્વાર જીવાદિ નવ પદાર્થો આગમમાં જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે તે પદાર્થોની શ્રદ્ધા કરે = આ સત્ય છે એવો વિશ્વાસ કરે. તે પદાર્થો (સંક્ષેપમાં) આ પ્રમાણે છે— 203 ચૈતન્યરૂપથી બધા જીવો એક પ્રકારે છે = સમાન છે. ત્રસ અને સ્થાવર એ બે ભેદોથી જીવો બે પ્રકારે છે. વેદોથી ત્રણ પ્રકારે છે. ગતિથી ચાર પ્રકારે છે. ઈન્દ્રિયોથી પાંચ પ્રકારે છે. કાયોથી છ પ્રકારે છે. પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય એમ નવ પ્રકારે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય આ સાતના પર્યામા અને અપર્યામા એમ બે ભેદથી જીવો ચૌદ પ્રકારે છે. સૂક્ષ્મ પૃથ્વીકાય આદિ પાંચ, બાદર પૃથ્વીકાય આદિ પાંચ, પ્રત્યેક વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, સંજ્ઞી–અસંજ્ઞી પંચેન્દ્રિય એ સોળના પર્યામ–અપર્યાય એ બે ભેદોથી બત્રીસ પ્રકારે છે. આ ૩૨ ભેદના ભવ્ય અને અભવ્ય એવા બે ભેદોથી ૬૪ પ્રકારે છે. અથવા કર્મ પ્રકૃતિના ભેદોથી જીવો અનેક પ્રકારે છે. વળી જીવોના શરીરો, આયુષ્ય, ભવસ્થિતિ અને કાયસ્થિતિ વગેરે કહેવું. તથા અજીવતત્ત્વ આદિ વિષે પણ જાણવું. શાસ્ત્રમાં કહેલા આ બધા પદાર્થોની વિચારણા નવતત્ત્વ અને સંગ્રહણી આદિ ગ્રંથોમાંથી જાણી લેવી. આ પદાર્થોને સાંભળીને શ્રદ્ધા કરવા છતાં કોઈક રીતે કોઈક પદાર્થમાં શંકા થાય તો વિચારણા કરવામાં નિપુણ શ્રાવક શંકાવાળા પદાર્થો જ્ઞાની ગુરુને પૂછે. (૯૩) सम्मं वियारियव्वं, अत्थपयं भावणापहाणेहिं । विसय ठावियव्वं, बहुसुयगुरुणो सगासाओ ॥९४॥ તે જ વિષયને કહે છે ભાવનાની પ્રધાનતાવાળા બનીને અર્થાત્ ભાવાર્થને પ્રધાન રાખીને શંકાવાળા (કે બીજા પણ) સૂત્રના અર્થપદોની સમ્યક્ વિચારણા કરવી જોઈએ. અને બહુશ્રુત ગુરુઓ પાસેથી જાણીને જે અર્થપદનો જે અર્થ થતો હોય તે અર્થ કરવો જોઈએ. મુત્તત્થો હતુ પઢમો (આવ.નિ.ગા.૨૪) ઇત્યાદિ આગમોક્ત રીતે થતી વિચારણા સમ્યક્ વિચારણા છે. તે આ રીતે– (૧) સૂત્રનું વ્યાખ્યાન કરનાર ગુરુએ શિષ્યને પહેલાં માત્ર સૂત્રાર્થ કહેવો = સૂત્રનો માત્ર શબ્દાર્થ કહેવો. (૨) પછી સૂત્રને સ્પર્શતી = સૂત્રના અર્થને જણાવનારી નિર્યુક્તિના અર્થથી સહિત સૂત્રાર્થ કહેવો. (૩) ત્યાર બાદ વિસ્તારથી સૂત્રનો સંપૂર્ણ અર્થ કહેવો, અર્થાત્ સૂત્રનો ભાવાર્થ જણાવવો. અહીં બધા સ્થળે જિનાજ્ઞા સાર છે, બીજું કાંઈ નહિ, એવું તાત્પર્ય એ ભાવાર્થ છે. આ ભાવાર્થને લક્ષમાં રાખીને શંકાવાળા સૂત્રોના અર્થોની વિચારણા કરવી જોઈએ. આવી વિચારણા સમ્યક્ વિચારણા છે. ‘‘ભાવાર્થને પ્રધાન રાખીને’’ એક્શનનો ભાવ આ પ્રમાણે છે— પૂર્વાપરના સૂત્રાર્થના સંબંધને યાદ રાખીને *અર્થપદોની વિચારણા કરવી જોઈએ. અનેક પ્રકારના સૂત્રોને જોવા માત્રથી મૂઢ ચિત્તવાળા ન બનવું જોઈએ. એથી પરસ્પર વિરોધ ન આવે તે રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષા રાખીને, અર્થાત્ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો વિચાર કરીને, સ્યાદ્વાદ સિદ્ધાંતનું ઉલ્લંઘન ૐ વિના અર્થપદોની વિચારણા કરવી જોઈએ. જેમકે— • અર્થ બોધક પદો તે અર્થ પદો. Page #223 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું શ્રવણ દ્વાર (204) શ્રાદ્ધદિનકૃત્ય મન-વચન-કાયાથી સર્વ જીવોની હિંસા ન કરવી. માત્ર શબ્દો પકડીને આ સામાન્ય વાક્યનો અર્થ વિચારવામાં આવેતો જિનમંદિર બંધાવી શકાય. પણ અહીંકહ્યું તેમ પૂર્વાપરના સૂત્રાર્થનો સંબંધ વગેરેને લક્ષમાં રાખીને અર્થ વિચારવામાં આવે તો “વિધિ પૂર્વક જિનમંદિર કરવામાં દોષ નથી.” એવું સમાધાન થાય. વિષયે વિધ્યાતિસૂત્રો... વિધિસૂત્ર, નિષેધસૂત્ર, ઉત્સર્ગસૂત્ર, અપવાદસૂત્ર ઇત્યાદિ અનેક સૂત્રો છે. ઉક્ત રીતે વિચારણા કરીને શંકાવાળા પદનો વિધિ આદિ જે સૂત્રમાં સમાવેશ થતો હોય તે સૂત્રમાં સમાવેશ કરવો સ્થાપન કરવું. (૯૪) संसया जायए मिच्छं, मिच्छत्ताओ भवो भवे । નવોદિપિત્તા, નવા લુહસીયરો ૨૬ સંશયનો ઉચ્છેદન થાય તો દૂષણ થાય એમ કહે છે સંશયથી મિથ્યાત્વ થાય. મિથ્યાત્વથી સંસાર થાય. ભવરૂપ સમુદ્રમાં પડેલા જીવોને દુ:ખસાગર થાય, અર્થાત્ ભવ સમુદ્રમાં પડેલા જીવો દુ:ખસમુદ્રમાં પડે છે. સંશય એટલે તત્ત્વમાં સંદેહ મિથ્યાત્વી જીવ પહેલા ગુણસ્થાને રહે છે. તત્ત્વ જિજ્ઞાસાની અપેક્ષાથી રહિત સંશય વિપર્યયની પણ સમકક્ષાનો જનક હોવાથી મિથ્યાત્વથાય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – સંશય થાય ત્યારે જો તત્ત્વ જિજ્ઞાસા = સત્યને જાણવાની ઈચ્છા ન હોય તો સત્યને સમજવાનો પ્રયત્ન ન થાય. સત્યને સમજવાનો પ્રયત્નનથાયતો સંભવ છે કે એ સંશય વિપર્યયને ઉત્પન્ન કરે. વિપર્યય એટલે યથાર્થવસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હોય તેવું “આ આમ જ છે” એવું જ્ઞાન. ટુંકમાં વિપર્યય એટલે વિરુદ્ધ જ્ઞાન. જ્યાં વિરુદ્ધજ્ઞાન હોય ત્યાં મિથ્યાજ્ઞાન હોય. આમ સંશયને દૂર ન કરવામાં આવે તો મિથ્યાત્વ આવે. મિથ્યાત્વથી સંસાર સર્જાય. સંસાર એટલે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવને અનુભવવો. સંસાર સર્જનથી જન્મ-જરા-મરણ વગેરે દુ:ખી આવે. (૫) तम्हा उ नायतत्तेणं, सुत्तं अत्थं अहिजिउं । નિસંવિણ તોયબૅ, સંવડો મો નદી ઉદ્દા ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે આ પ્રમાણે સંશયમાં દોષ હોવાથી એ નક્કી થયું કે શ્રાવકે સૂત્ર-અર્થ ભણીને તત્ત્વના જ્ઞાતા બનવું જોઈએ. તત્વના જ્ઞાતા બનીને શંકા રહિત બનવું જોઈએ. આ વિષે અંબડ અને અભયકુમારનાં દષ્ટાંતો છે. સૂત્ર-અર્થનો અભ્યાસ કરવો એ તત્ત્વના જ્ઞાતા બનવાનો સત્ય ઉપાય છે. માટે અહીં સૂત્ર-અર્થને ભણીને તત્ત્વના જ્ઞાતા બનવું એમ કહ્યું. અબડની કથા વિહાર કરતા શ્રી મહાવીર ભગવાન ચંપા નગરીમાં પૂર્ણભદ્ર ચૈત્યમાં સમવસર્યા. તે વખતે ભગવાનને વંદન કરવા માટે નગરના લોકોની સાથે સંબડ નામનો પરિવ્રાજક આવ્યો. તેણે શ્રી વીરને ત્રણ પ્રદક્ષિણા કરીને તેમનો ઉપદેશ સાંભળ્યો. પછી તે જ્યારે રાજગૃહ જવાની ઈચ્છાવાળો થયો ત્યારે ભગવાને તેને કહ્યું – તારે મારા આદેશથી નાગરથિની પત્ની સુલતાને ધર્મપ્રવૃત્તિ પૂછવી. આથી પરિવ્રાજક ભગવાનમાં વીતરાગનો સંશય કરવા Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય અગિયારમું શ્રવણ દ્વાર લાગ્યો. (સ્ત્રીને ધર્મપ્રવૃત્તિ પૂછનાર વીતરાગ કેમ હોય? આવો સંશય તેને થયો.) પછી આકાશ દ્વારા સુલસાના ઘરે આવીને સુલસાની પરીક્ષા કરવા માટે ભિક્ષાચરનું રૂપ કરીને તેણે સુલસાના ઘરમાં પ્રવેશ કર્યો. આ વખતે સુલસાએ કહ્યું – હું શીલથી શોભતા સાધુ સિવાય બીજાને (=સુપાત્રબુદ્ધિથી) દાન આપતી નથી. પછી તેણે ઘરમાંથી નીકળીને પૂર્વદિશામાં વિદ્યાબળથી બ્રહ્માનું સુંદર રૂપ કરીને બ્રહ્માને દેવ માનનારા નગરલોકોને ધર્મનો ઉપદેશ આપ્યો. બીજા દિવસે દક્ષિણ દિશામાં વિષ્ણુનું રૂપ કરીને વિષ્ણુના ભક્તોને ઉપદેશ આપ્યો. ત્રીજા દિવસે ઉત્તર દિશામાં મહેશનું રૂપ કરીને મહેશના ભક્તોને ધર્મનો ઉપદેશ આપ્યો. ચોથા દિવસે પશ્ચિમ દિશામાં તીર્થંકરનું રૂપ કરીને સમવસરણમાં ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાં પણ સુલસા ન આવી. આથી તેને બોલાવવા માટે અંબડે માણસ મોક્લ્યો. તો પણ તે ન આવી. આમ પરીક્ષાથી સુલસાને નિશ્ચલ સમ્યક્ત્વવાળી જોઈને સઘળા પ્રપંચને સંહરી લીધો. પછી તે સુલસાના ઘરે ગયો. 205 તે સમયે અંબડે સુલસાને શ્રી વીર ભગવાને તમારી ધર્મપ્રવૃત્તિ પૂછી એમ કહ્યું. તેના મુખથી આ સાંભળીને સુલસાએ શ્રી વીરને વંદન કર્યું. અંબડે સુલસાને કહ્યું – બ્રહ્મા વગેરેએ સ્વયં અવતરીને નગર લોકોને ધર્મનો ઉપદેશ આપ્યો. તે વખતે તમે કેમ ન આવ્યા ? સુલસાએ કહ્યું – વીતરાગ, વીદ્વેષ અને સર્વજ્ઞને જોઈને બીજાઓને જોવા માટે કોણ ઉત્સાહ રાખે ? આ પ્રમાણે સુલસાની સ્થિરતાને જોઈને શ્રી અંબડ શુભમનવાળો થયો = હર્ષ પામ્યો. પછી સુંદર ધર્મોન્નતિને કરતા તેણે મૃત્યુ પામીને દેવલોકને પ્રાસ કર્યો. ક્રમે કરીને પંદરમા તીર્થંકર થશે. અભયકુમારની ક્થા તો શ્રેણિકચરિત્રથી જાણવી. સંક્ષેપથી અહીં કહેવાય છે – અભયકુમારે વીર ભગવાનને પૂછ્યું – હે પ્રભુ ! છેલ્લા રાજર્ષિ કોણ થશે ? ભગવાને કહ્યું – હમણાં જ દીક્ષિત થયેલ આ ઉદાયન રાજા છેલ્લા રાજર્ષિ છે. અભયકુમારે મનમાં દીક્ષાનો નિશ્ચય કરીને રાજ્યનો સ્વીકાર ન કર્યો અને દીક્ષા લીધી. (૯૬) निस्सामित्ताय सिद्धंतं, तओ किच्चं निरूवए । एयं च इत्थ कायव्वं, एवं उद्धरियव्वयं ॥९७॥ तं तु सव्वं निरूवित्ता, करे जं करणिज्जयं । સો ય પરો ચેવ, જાયવ્વનિળવિ ૫૮ ॥ શ્રવણ દ્વારમાં જ મંદિરના ઉદ્ધારની ચિંતા વગેરે કર્તવ્યોને બે ગાથાઓથી કહે છે– સિદ્ધાંતનું શ્રવણ કર્યા પછી મંદિર સંબંધી કાર્યની ચિંતા કરે. જેમકે – અહીં આ મુખમંડપ વગેરે નથી માટે કરાવવો જોઈએ. અહીં આ પ્રેક્ષામંડપ છે, પણ જીર્ણ થઈ ગયો હોવાથી તેનો ઉદ્ધાર કરવો જોઈએ. તે બધું વિચારીને જિનમંદિરમાં જે કરવા જેવું હોય તે પોતાની શક્તિ હોય તો જાતે જ કરે. પોતાની શક્તિ ન હોય તો બીજા દ્વારા પણ કરવું જોઈએ. (૯૭–૯૮) तं नाणं तं च विन्नाणं, तं कलासु य कोसलं । सा बुद्धी पोरिसं तं च, देवकज्जेण जं वए ॥९९॥ ♦ ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાં અંબડનો જીવ બાવીસમા તીર્થંકર થશે, અને સુલસાનો જીવ પંદરમા તીર્થંકર થશે એમ જણાવ્યું છે. આથી અહીં સ્વર્ગે પ્રાપ્તઃ અને મેળ એ બે પદોની વચ્ચેનો પાઠ લેખક આદિના દોષથી છૂટી ગયો હોય એમ જણાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું શ્રવણ દ્વાર (206) શ્રાદ્ધદિનકૃત્ય આ જ ગૃહસ્થાવાસનો સાર છે એમ કહે છેતેજ જ્ઞાન, વિજ્ઞાન, કળાઓમાં કૌશલ્ય, બુદ્ધિ, શરીર આદિની શક્તિ સારભૂત છે કે જે મંદિરના કામમાં આવે. જ્ઞાન = શાસ્ત્રના અર્થોનું જ્ઞાન વિજ્ઞાન ક્રિયાઓમાં ચાતુર્ય, કળાઓમાં કૌશલ્ય = વિદ્યાઓમાં કુશળતા. બુદ્ધિ = ભવિષ્યકાળની દષ્ટિ, અર્થાત્ ભવિષ્યનો વિચાર કરવાની શક્તિ. (૯) જીર્ણોદ્ધારનું મહત્ત્વ जिणभवणाई जे उद्धरंति भत्तीइ सडियपडियाई । ते उद्धरंति अप्पं, भीमाओ भवसमुद्दाओ ॥१०॥ હવે જીર્ણોદ્ધારના ફળને દશ ગાથાઓથી કહે છે જીર્ણ થઈ ગયેલાં કે શિખર આદિ પડી જવાના કારણે પડી ગયેલાં જિનમંદિરોનો ઉદ્ધાર બહુમાનપૂર્વક જેઓ કરે છે તે ભયંકર ભવસમુદ્રથી પોતાનો ઉદ્ધાર કરે છે. જેવી રીતે સમુદ્રમાં મગરમચ્છ અન્ય પ્રાણીઓને ગળી જતા હોવાથી સમુદ્ર ભયંકર છે તેવી રીતે આ સંસારમાં જન્મ, જરા અને મરણ વગેરે દુ:ખસમૂહ જીવોને ગળી જાય છે માટે સંસાર ભયંકર છે. સંસાર એટલે નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ. જિનમંદિરોનો ઉદ્ધાર બહુમાનથી કરવો જોઈએ, કીર્તિ આદિને મેળવવાની ઈચ્છાથી નહિ. (૧૦૦) अप्पा उद्धरिओ च्चिअ, उद्धरियो तह य तेहिं नियवंसो । अन्ने य भव्वसत्ता, अणुमोयंता उजिणभवणं ॥१०१॥ . અથવા જિનમંદિરનો ઉદ્ધાર કરનારાઓએ પોતાનો તો ઉદ્ધાર કર્યો જ છે. વધારામાં તેમણે સ્વવંશનો અને જિનમંદિરની અનુમોદના કરનારા અન્ય ભવ્ય જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે. જિનમંદિરનો ઉદ્ધાર કરનારાઓએ જીર્ણોદ્ધાર વગેરે સત્કાર્યો કરવાના કારણે પોતાનો તો ઉદ્ધાર કર્યો જ છે. વધારામાં તેમણે સ્વવંશનો પણ ઉદ્ધાર કર્યો છે. કારણ કે સ્વવંશમાં થયેલા પિતા અને દાદા વગેરે પૂર્વજો સ્વર્ગ વગેરેમાં ગયા હોય અને અવધિજ્ઞાન આદિથી તેના સુકૃતને જાણીને અનુમોદના કરે એ સંભવિત છે. અથવા પોતાના પુત્ર અને પૌત્ર વગેરેનો સત્કાર્યમાં પ્રવૃત્તિ આદિથી ઉદ્ધાર કરે છે. (લઘુકર્મીપુત્ર વગેરે પિતાના જીર્ણોદ્ધારના કાર્યમાં સહકાર આપવા દ્વારા સત્કાર્યમાં પ્રવૃત્તિ કરે એ સહજ છે.) સ્વવંશ સિવાયના બીજા ભવ્ય જીવોકે જે જીવોનિટમુક્તિગામી છે તે જીવો તેણેસમરાવેલા જિનમંદિરની અનુમોદના કરે. અનુમોદના કરતા તે જીવો અનુમોદના સિવાય બીજા ધાર્મિક અનુષ્ઠાન કરતા હોય તો પણ તેમનું કલ્યાણ થાય છે. આથી જિનમંદિરનો ઉદ્ધાર કરાવનારાઓએ જિનમંદિરની અનુમોદના કરનારા ભવ્ય જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે. (૧૦૧) खवियं नीयागोयं, उच्चागोयं च बंधियं तेहिं । कुगइपहो निट्ठविओ, सुगइपहो अजिओ य तहा ॥१०२॥ Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 207 ) અગિયારમું શ્રવણ દ્વાર જિનમંદિરનો ઉદ્ધાર કરનારાઓએ નીચોવકર્મ ખપાવી દીધું છે, ઉચ્ચગોત્રકર્મ બાંધ્યું છે, નરક વગેરે કુગતિનો માર્ગ બંધ કરી દીધો છે, અને દેવગતિ વગેરે સદ્ગતિનો માર્ગ પ્રાપ્ત કર્યો છે. નીચગોત્ર = હલકા કુળોમાં ઉત્પત્તિ. ઉચ્ચગોત્ર = સુકુલમાં જન્મ. સુકુલમાં જન્મેલ જીવ ઘણા લોકોથી પૂજાય છે. માટે ઉચ્ચગોત્રકર્મ બહુજન પૂજ્યતાનું કારણ છે. સ્કૂટ, બદ્ધ અને નિધત્ત અવસ્થાવાળું પૂર્વે બાંધેલું નીચગોત્રકમ સત્તામાં પડ્યું હોય તો જિનમંદિરના ઉદ્ધારકો શુભપરિણામથી ઉદ્ગલનાકરણ વગેરે દ્વારા તે કર્મને ખપાવી નાખે છે, અને ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. વિવેચન પૃટ વગેરે ચાર પ્રકારના બંધનો અર્થ આ પ્રમાણે છે– સ્કૃષ્ટ– પરસ્પર અડેલી સોયો સમાન. જેમ પરસ્પર અડીને રહેલી સોયોને છૂટી કરવી હોય તો અડવા માત્રથી છૂટી કરી શકાય તેમ, કર્મો વિશેષ ફળ આપ્યા વિના સામાન્યથી (=પ્રદેશોદયથી) જોગવાઈને આત્માથી છૂટા પડી જાય તેવો બંધ સ્પૃટ બંધ છે. જે જીવ પાપ કરવાની ઈચ્છા ન હોવા છતાં ચાલે તેમ ન હોવાથી દુભાતા દિલે પાપ કરે તેનો બંધ અત્યંત શિથિલ હોય છે. આવાં કર્મો હૃદયના પશ્ચાત્તાપથી નાશ પણ પામી જાય. બદ્ધ- દોરામાં પરોવેલી સોયો સમાન. જેમ દોરામાં પરોવાયેલી સોયોને છૂટી કરવી હોય તો જરા પ્રયત્ન કરવો પડે તેમ, કર્મો થોડું ફળ આપીને છૂટાં થાય તેવો બંધ બદ્ધબંધ છે. ઈચ્છાથી કરેલાં પાપોથી આ બંધ થાય. નિધત્ત-દોરામાં પરોવેલી અને કટાઈ ગયેલી સોયો સમાન. આવી સોયોને છૂટી પાડીને ઉપયોગમાં લેવી હોય તો તેલમદન આદિ ઘણી મહેનત કરવી પડે છે, એ પ્રમાણે કોંઘણું ફળ આપીને છૂટાં થાય તેવો બંધતે નિધત્ત બંધ. ઈચ્છાથી અને રાજી થઈને કરેલાં પાપોથી આવો કર્મબંધ થાય. નિકાચિત-ઘણથી કુટીને એકમેક બનાવેલી સોયો સમાન. જેમ આવી સોયો ઉપયોગમાં લઇ શકાય, તેમાંથી નવી સોયો બનાવવાની મહેનત કરવી પડે, તેમકર્મો પોતાનું અત્યંત ઘણું ફળ આપીને જ વિદાય થાય તેવો બંધ નિકાચિત બંધ. અત્યંત રાચી–માચીને, રસપૂર્વક, આનંદ અને ઉત્સાહથી કરેલા પાપથી આવો બંધ થાય. પ્રથમના ત્રણ પ્રકારના બંધનાફળમાં શુભાશુભ અધ્યવસાયના આધારે ફેરફાર (=વધારેમાંથી ઓછું અને ઓછામાંથી વધારે) થઈ શકે, પણ નિકાચિત બંધમાં કોઈ જાતનું પરિવર્તન ન થાય. સામાન્ય રીતે જેવી રીતે બાંધ્યું હોય તેવી જ રીતે ભોગવવું જ પડે. કર્મસાહિત્યમાં આઠરણ બહુપ્રસિદ્ધ છે. તેમાં સંમકરણ છે. સંકમકરણના વર્ણનની અંતર્ગત ઉદ્વલના કરણનું વર્ણન આવે છે. કષાયમિશ્રિત અધ્યવસાય અને યોગના બળને કરણ કહેવામાં આવે છે. ઉદ્વલના એટલે ઉખેડવું = ક સત્તામાંથી નિર્મૂળ થાય તે ઉદ્ગલના કરણ. જિનમંદિરનો ઉદ્ધારક જીવ તેવા વિશિષ્ટ શુભ અધ્યવસાયથી સત્તામાં પડેલા નીચગોત્ર કર્મનાં દલિકોને સત્તામાંથી નિર્મૂળ કરી નાખે છે. (૧૨) इहलोगंमि सुकित्ती, सुपुरिसमग्गो य देसिओ होइ । अन्नेसिं भव्वाणं, जिणभवणं उद्धरंतेहिं ॥१०३॥ - જિનમંદિરના ઉદ્ધારકોની આ ભવમાં પણ સુકીર્તિ = સુપ્રશંસા થાય. તથા તેમણે અન્ય ભવ્ય જીવો સમક્ષ સુપુરુષોનો તીર્થોદ્ધારરૂપ માર્ગ પ્રગટ કર્યો છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ( 208 ) અગિયારમું શ્રવણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય તીર્થનો ઉદ્ધાર કરવો એ સુપુરુષોનો માર્ગ છે. સગરચકીના પુત્રો વગેરેએ અષ્ટાપદ વગેરે તીર્થનો ઉદ્ધાર કર્યો હતો. (૧૦૩) सिझंति केइ तेण वि, भवेण इंदत्तणं च पावंति । इंदसमा केइ पुणो, सुरसुक्खं अणुभवेऊणं ॥१०४॥ मणुयत्ते संपत्ता, इक्खागकुलेसु तहय हरिवंसे । सेणावई अमच्चा, इब्भसुया चेव जायंति ॥१०५॥ જિનમંદિરના ઉદ્ધારકોમાંથી જેમનાં સર્વ કર્મોનો ક્ષય થઈ ગયો છે તેવા કેટલાક મનુષ્યો તે જ ભવમાં મોક્ષને પામે છે. જેમનાં કર્મોહજી બાકી રહ્યાં છે, તેવા કેટલાક મનુષ્યો ઈન્દ્રપદને પામે છે. કેટલાક ઈન્દ્રસમાન થાય છે. બીજા પણ કેટલાક મહર્થિક દેવ થાય છે. ત્યાં દિવ્યસુખને અનુભવીને મનુષ્યભવમાં ઈક્વાકુ વગેરે) સુકુલમાં કે હરિવંશમાં જન્મ પામેલા તે જીવો હાથી, અશ્વ, રથ અને પગે ચાલનારા સૈનિકોએ ચતુરંગી સેનાના માલિક એવા મહાન રાજા થાય, અથવા મહામંત્રી, શ્રેષ્ઠિપુત્ર કે સાર્થવાહપુત્ર થાય. (૧૦૪-૧૦૫) कलाकलावे कुसला कुलीणा, सयाणुकूला सरला सुसीला । सदेवमच्चासुरसुंदरीणं, आणंदयारी मणलोयणाणं ॥१०६॥ જિનમંદિરના ઉદ્ધારક જીવો લિપિ અને ગણિત વગેરે કળા સમૂહમાં કુશળ થાય છે. માતૃપક્ષ અને પિતૃપક્ષ વિશુદ્ધ હોય તેવા કુલીન હોય છે, સદાય અનુકૂલ હોય છે = સ્વ–પરનો ભેદ વિના બધાઓનું હિત કરનારા હોય છે, સરળ હોય છે, સુશીલ હોય છે = અપકાર કરનારા ઉપર પણ ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય છે, ઉત્તમ ગુણોના યોગથી દેવો, મનુષ્યો અને અસુરોની સુંદરીઓના મન-નેવીને આનંદ આપનારા હોય છે. (૧૦૬) चंदुव्व सोमयाए, सूरो वा तेयवंतया । रइनाहुव्व रूवेणं, भरहो वा जणइट्ठया ॥१०७॥ कप्पडुमुव्व चिंतामणिव्व, चक्की व वासुदेवा वा। पूइजति जणेणं, जिन्नुद्धारस्स कत्तारो ॥१०८॥ भुत्तूण वरे भोए, काऊणं संजमंच अकलंकं । खविऊण कम्मरासिं, सिद्धिपयं झत्ति पाविति ॥१०९॥ જિનમંદિરના ઉદ્ધારકો સૌમ્યતાથી ચંદ્ર જેવા, તેજથી સૂર્ય જેવા, રૂપથી કામદેવ જેવા, લોવાંછાને પૂરવા માટે ભરત ચક્રવર્તી જેવા, કલ્પવૃક્ષ જેવા, ચિંતામણી જેવા, ચક્રવર્તી કે વાસુદેવ થાય છે, લોથી પૂજાય છે, ઉત્તમ ભોગોને ભોગવીને કષાયની મલિનતાથી રહિત એવા યથાખ્યાત ચારિત્રને પામીને કર્મસમૂહને ખપાવીને જલદી સિદ્ધિ પદને પામે છે. (૧૦૭-૧૦૯-૧૦૯) इय जिन्नुद्धारो जिणवरेहिं, सव्वेहिं वन्निओ गुरुओ। मुक्खंगनाणसुरसंप-याण इह कारणं परमं ॥११०॥ Page #228 -------------------------------------------------------------------------- ________________ 209 શ્રાદ્ધદિનકૃત્ય (209) અગિયારમું શ્રવણ દ્વારા જીર્ણોદ્ધારનો ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે આ પ્રમાણે સર્વ તીર્થકરોએ દ્રવ્યસ્તવમાં જીર્ણોદ્ધારને જ મહાન કહ્યો છે. કારણ કે જીર્ણોદ્ધાર મોક્ષનાં અંગ સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમારિત્રનું અને સુરસંપત્તિનું પરમ કારણ છે. અંગ એટલે કારણ. મોક્ષનાં અંગ એટલે મોક્ષનાં કારણ. સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન–સમક્યારિત્ર એ ત્રણ મોક્ષનાં અવંધ્ય (=નિષ્ફળન થાય તેવાં) કારણો છે. આ ભવમાં તે ત્રણની પ્રાપ્તિનું કારણ જીર્ણોદ્ધાર છે. આ વિષયમાં શ્રી મલ્લિનાથના જિનમંદિરનો ઉદ્ધાર કરનાર પુરિમતાલ નગરના વાગુરુ (?વાગુરિ) શેઠ વગેરેનાંદષ્ટાંતો છે. તેવા પ્રકારના સંઘયણ આદિની પ્રાપ્તિન થવાથી જીર્ણોદ્ધાર કરનારાઓ તેજ ભવમાં સિદ્ધિને પ્રાપ્ત કરે તો જીર્ણોદ્ધાર પરલોકમાંદેવસંપત્તિઓનું કારણ બને. તે આ પ્રમાણે – મંદિરમાં સાધુઓ આવે નિર્મલ આશયવાળો તે સુદેશનાને સાંભળીને સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનને પામે છે. જલદી દેશથીકે સર્વથી ચારિત્રને પામે છે. આમ જીર્ણોદ્ધાર કરનાર મનુષ્ય દેવલક્ષ્મીનું અને મોક્ષલક્ષ્મીનું ભાજન બને છે. (૧૧૦) पुणोवि चिंतए तत्थ, समुग्गाईण किच्चयं । - अन्नं वा दुत्थियं जंतु, तं सव्वं सुत्थियं करे ॥१११॥ જીર્ણોદ્ધારની વિચારણા કર્યા પછી બીજા કર્તવ્યને કહે છે શ્રાવક જિનમંદિરના ભંડારનું સારી રીતે રક્ષણ કરે.આય-વ્યયનાં સ્થાનો જોવા વગેરે બીજાં પણ કાર્યોની કે ચિંતા કરે = સંભાળ રાખે. પૂજારી અને પહેરીગર વગેરે પોતપોતાનું કાર્ય બરોબરનકરતા હોય તો બરોબર કરે તેમ કરે અથવા પૂજારી અને પહેરીગર વગેરેની આજીવિકા અલ્પ હોવાના કારણે પરિસ્થિતિ બરોબર નહોય તો સારી પરિસ્થિતિવાળા કરે. ટુંકમાં કહેવાનું કે જિનમંદિરનું જે જે કાર્ય બરોબર ન થતું હોય તે તે કાર્ય બરોબર થાય તેમ કરે. (૧૧૧) __ भक्खेइ जो उविक्खेइ, जिणदव्वं तु सावओ । ' પન્નાદીનો મોક, નિષ્પાપાવલHT I??રા. આ પ્રમાણે જિનમંદિરની ચિંતા કરનારા કોઈ શ્રાવકથી દેવદ્રવ્યનો વિનાશ પણ થાય. આથી દેવદ્રવ્ય વિનાશ સંબંધી જે કહેવા યોગ્ય છે તેને ચૌદ ગાથાઓથી કહે છે જે શ્રાવક દેવદ્રવ્યનું કે દેવદ્રવ્યની સામગ્રીનું ભક્ષણ કરે = સ્વયં ઉપયોગ કરે, અથવા ઉપેક્ષા કરે એટલે કે બીજાઓ દેવદ્રવ્યનું કેવદ્રવ્યની સામગ્રીનું સ્વયં ભક્ષણ કરતા હોય તો તેમને શક્તિ હોવા છતાં રોકે, તે પ્રજ્ઞાહીન થાય છે, તે પાપકર્મથી લેપાય છે. પ્રજ્ઞાહીન થાય- પ્રજ્ઞાહીન થાય એટલે લાભ-નુકશાનનો વિચાર કર્યા વિના વહીવટ કરે. એથી અંગ ઉદ્ધાર દાન વગેરેથી દેવદ્રવ્યનો વિનાશ થાય. અંગ શબ્દના અનેક અર્થો થાય છે. તેમાં સાધન અર્થ પણ થાય છે. અહીં સાધન એટલે જિનમંદિરમાં ઉપયોગમાં આવતા સાધનો. આમાં દેવદ્રવ્ય પણ આવી જાય. આથી અંગ ઉદ્ધારદાનથી દેવદ્રવ્યનો વિનાશ થાય, એનો અર્થ આ પ્રમાણે થાય–જિનમંદિરનાં સાધનોકે દેવદ્રવ્ય વ્યાજ લીધા વિના ઉદ્ધાર આપે. એથી દેવદ્રવ્યનો વિનાશ થાય. ' દ્રવ્યસમતિકા ગ્રંથની ટીકામાં પ્રજ્ઞાહીનત્વનો બીજો અર્થ આ પ્રમાણે છે– અથવા મંદબુદ્ધિ હોવાના Page #229 -------------------------------------------------------------------------- ________________ 210) અગિયારમું શ્રવણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય, કારણે થોડો ખર્ચ કરવાથી કામ બરોબર થશે કે વધારે ખર્ચ કરવાથી ? એવી સમજણ ન હોવાથી દેવદ્રવ્યનો વિનાશ થાય. (૧૧૨) धम्मं व सो न याणेइ, जिणं वा वि जिणागमं । भक्खेइ जो उविक्खेइ, जिणदव्वं तु सावओ ॥११३॥ જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે કે ઉપેક્ષા કરે છે તે ધર્મને, જિનને કે જિનાગમને જાણતો નથી. અહીં મૂળગાથામાં ભક્ષણનો અને ઉપેક્ષાનો ફરી જે ઉલ્લેખ કર્યો તે ભક્ષણ અને ઉપેક્ષા મહાદોષ છે એવું જણાવવા માટે કર્યો છે. (૧૧૩) अहवा नरयाउयं तेण, बद्धं चेव न संसओ । तत्तोवि सो चुओ संतो, दारिदेण न मुच्चइ ॥११४॥ અથવા દેવદ્રવ્યનું ભક્ષણ અને ઉપેક્ષા કરનારે નરકનું આયુષ્ય બાંધી જ દીધું છે, એમાં કોઈ સંશય નથી. નરમાંથી નીકળીને બીજે જન્મેલો તે દરિદ્રતાથી મૂકાતો નથી. (૧૧૪) पमायमित्तदोसेणं, जिणरित्था जहा दुहं । पत्तं संकाससड्डेणं, तहा अन्नो वि पाविही ॥११५॥ જેવી રીતે સંકાશ શ્રાવકે માત્ર પ્રમાદ દોષથી દેવદ્રવ્યનો ઉપયોગ કરવાના કારણે દુ:ખને પામ્યો તેમ બીજે પણ શ્રાવક દુ:ખ પામશે. (૧૧૫) संकासगंधिलावइ, सक्कवयारंमि चेइए कहवि । चेइय दव्वुवओगी, पमायओ मरणसंसारे ॥११६॥ तन्हा छुहाभिभूओ, संखिजे हिंडिऊण भवगहणे । પાયખવાદ વુન્નબ-વિયTISાવતું વદુસો - સંકાશ શ્રાવકનું દષ્ટાંત ગંધિલાવતી નગરીમાં સ્વભાવથી જ ભવનાવૈરાગ્યવાળો સંકાશનામનો શ્રાવક હતો. તે ત્યાં“શકાવતાર” નામના જિનમંદિરમાં સાર-સંભાળ કરતો હતો. કોઈક વખત બીજાં કાર્યોમાં રોકાવાના કારણે અજ્ઞાન-સંશયવિપર્યાસરૂપ પ્રમાદથી દેવદ્રવ્યનો ઉપયોગ કર્યો. તેનું આલોચન-પ્રતિક્રમણ કર્યા વિનાતે મૃત્યુ પામ્યો. ત્યાર પછી સંસારમાં ભૂખ-તરસ વગેરે દુ:ખથી પરાભવ પામતા તેણે સંખ્યાતા ભવો સુધી ભવોમાં પરિભ્રમણ કર્યું. તેમાં તેણે ઘાતન-વાહન અને ચૂર્ણન એ ત્રણ વેદનાઓ દરેક ભવમાં અનેકવાર સહન કરી. ઘાતન એટલે તલવાર અને ભાલા આદિથી છેદાવું. વાહન એટલે મીઠાની ગાડી વગેરે વાહનને ખેંચવું. ચૂર્ણન એટલે મુગર વગેરેથી કુટાવું. (૧૧૭) दारिद्दकुलुप्पत्तिं, दरिद्दभावं च पाविउं बहुसो । बहुजणधिक्कारं तह, मणुएसु वि पाविउं बहुसो ॥११८॥ તે જીવ અનેક વાર દરિદ્રકુળમાં ઉત્પન્ન થયો. ત્યાં કોઈ કારણથી કે કારણ વિના પણ ઘણા લોકોના અવર્ણવાદને-તિરસ્કારને પામ્યો. મનુષ્યોમાં ઉત્પન્ન થવા છતાં પુત્ર અને સ્ત્રીઆદિથી નિંદનીય એવું બીજું પણ Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય દુ:ખ વારંવાર પામ્યો. (૧૧૮) तगराएं इब्भसुओ, जाओ तक्कम्मसेसयाओ अ । दारिद्दमसंपत्ती, पुणो पुणो चित्तनिव्वेओ ॥ ११९॥ 211 અગિયારમું શ્રવણ દ્વાર પછી તે તગરા નગરીમાં શ્રેષ્ઠિપુત્ર થયો. સંકાશના ભવમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરીને ઉપાર્જન કરેલા લાભાંતરાય વગેરે કર્મનો અલ્પ અંશ હજી ભોગવવાનો બાકી રહેલો હતો. તેથી ત્યાં પણ દરિદ્ર બન્યો, અને મનોવાંછિતની પ્રાપ્તિ થતી ન હતી. વારંવાર ચિત્તમાં ઉદ્વેગ રહ્યા કરતો હતો. (૧૧૯) केवलिजोगे पुच्छा, कहणे बोही तहेव संवेओ । િથમુચિŌિ, વેડ્વનવ્વસ વૃદ્ધિત્તિ ॥૨૦॥ એક વાર તેને કેવળી ભગવંતનો યોગ થયો. તેણે કેવળી ભગવંતને પૂછ્યું – હે ભગવન્ ! મેં પૂર્વભવમાં કયું કર્મ કર્યું કે જેથી હમણાં મારા મનોરથો પૂરાતા નથી. કેવળી ભગવંતે સંકાશના ભવથી માંડીને અત્યાર સુધીના ભવોનો વૃત્તાંત કહ્યો. આથી તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. અંતરમાં સંવેગ પ્રગટ્યો. આથી તેણે કેવળીને પૂછ્યુંહે ભગવન્ ! મેં દેવદ્રવ્યનો ઉપયોગ કરવાનો જે અપરાધ કર્યો તે વિષે હમણાં મારે શું કરવું યોગ્ય છે ? કેવળીએ કહ્યું– જિનમંદિર, જિનપ્રતિમા, રથયાત્રા, સ્નાત્રમહોત્સવ વગેરેની પ્રવૃત્તિ થાય એ માટે સુવર્ણ આદિની વૃદ્ધિ કરવી એ ઉચિત છે. (૧૨૦) गासच्छायणमित्तं, मुत्तुं जं किंचि मज्झ तं सव्वं । चेइयदव्वं नेअं, अभिग्गहो जावजीवा ॥ १२१ ॥ પછી તેણે વેપાર કરતાં મને ભોજન અને વસ્ત્રોથી અધિક જે કંઇ મળે તે બધું દેવદ્રવ્ય જાણવું, મારે એનો ઉપયોગ ન કરવો, આવો અભિગ્રહ જીવનપર્યંત લીધો. (૧૨૧) सुहभावपवित्तीए, संपत्ती भिग्गहंमि निच्चलया । ચેÍહારવાં, તથૅ સયા મોનસુન્દ્રી ?૨૨૫ આવો અભિગ્રહ ધારણ કરનારા તે મહાત્માને શુભભાવ થવાથી દેવદ્રવ્યનું દેવું ચૂકવી દેવાની ઇચ્છાથી વિશિષ્ટ આશય વધતો રહ્યો. આથી લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ થયો. આથી અતિશય ઘણી સંપત્તિ મળી. સંપત્તિ પ્રાપ્ત થતાં તે પોતાના નિયમમાં દઢ રહ્યો. ‘‘જેમ લાભ વધે તેમ લોભ વધે’’ એ વચનાનુસાર તેને તે દ્રવ્યનો પોતાના માટે, ઉપયોગ કરવાની સ્વપ્નમાં પણ ઈચ્છા ન થઈ. પછી તેણે તે જ તગરાનગરીમાં જિનમંદિર બંધાવ્યું. (તત્ત્વ સયા મોરિસુદ્ધી=) જિનમંદિર બંધાવવામાં તે શાસ્ત્રને આધીન બનીને વિચાર કરતો હતો. શાસ્ત્રને આધીન બનીને સર્વત્ર ભૂમિ આદિની શુદ્ધિ રાખતો હતો. જિનમંદિર નિર્માણનો વિધિ કહ્યું છે કે – ભૂમિશુદ્ધિ, દલશુદ્ધિ, ભૃતકાસંધાન, સ્વાશયશુદ્ધિ અને યતના એ જિનમંદિર નિર્માણનો વિધિ છે. ભૂમિશુદ્ધિ- દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી શુદ્ધ એમ બે પ્રકારે શુદ્ધભૂમિ છે. હાડકાં અને બીલો વગેરે શલ્યથી રહિત ભૂમિ દ્રવ્યથી શુદ્ધ છે. જ્યાં જિનમંદિર બંધાવવાથી અન્ય લોકોને અપ્રીતિ ન થાય તે ભૂમિ ભાવથી શુદ્ધ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્યા અગિયારમું શ્રવણ દ્વાર (212) દલશુદ્ધિ- જેનાથી મંદિરનું નિર્માણ થાય તે કાષ્ઠ અને ઈટો વગેરે દલ છે. દલ બનાવનારાઓ પાસેથી ઉચિત મૂલ્ય આપીને ખરદ અને બળદ આદિને દુ:ખ ન થાય તે રીતે લાવેલું દલશુદ્ધ છે. ભૂતકાસંધાન- કામ કરનારા માણસોને વેતનમાં ( પગારમાં) છેતરવા નહિ. સ્વાશયશુદ્ધિ- પશ્ચાત્તાપ આદિ દોષોનો ત્યાગ કરીને સ્વચિત્તના ઉત્સાહ પૂર્વક જિનમંદિર બંધાવવું. યતના- વઢથી ગાળેલા પાણીનો ઉપયોગ કરવો વગેરે યતના છે. અથવા સયામોગપરિશુદ્ધી પદનો અર્થ આ પ્રમાણે છે– જિનમંદિર બંધાવવામાં બેસવા વગેરેની ક્રિયા કરવામાં પણ સદા હવે કહેવાશે તે આશાતનાઓનો ત્યાગ કરવો. (૧૨૨) निट्ठीवणाइकरणं, असक्कहाणुचियआसणाई य । आययणमि अभोगो, इत्थ देवा उदाहरणं ॥१२३॥ આશાતનાઓને કહે છે (જિનમંદિરમાં કે જિનમંદિરની હદમાં) થુંકવું, રાજક્યા વગેરે વિસ્થા કરવી, અનુચિત આસન ઉપર બેસવું, અથર્ વડિલ વગેરેના આસનથી ઊંચા આસને કે સમાન આસને બેસવું. પલંગ વગેરે ઉપર બેસવું, ઈત્યાદિ બધું જિનમંદિરમાં ભોગ છે, અર્થાત્ જિનમંદિરનો દુરુપયોગ છે. આ રીતે જિનમંદિરનો દુરુપયોગ કરવો એ મહાઆશાતનાના ફળવાળું હોવાથી દુર્ગતિનું કારણ છે. અહીં વિકથા અને અનુચિત આસન એ બે જિનની આશાતનારૂપ હોવાથી આશાતનાના વર્ણનમાં તે બે આવી જાય છે, આમ છતાં “આબે મહાઅવજ્ઞારૂપ હોવાથી એબનો અતિશયત્યાગ કરવો જોઇએ એ જણાવવા માટે અહીં તે બેનો અલગ ઉલ્લેખ કર્યો છે. અહીં આશાતનાના ત્યાગમાં ભવનપતિદેવો વગેરેનું ઉદાહરણ છે. (૧૨૩) તેવદાયંમિતેવા, વિવિમોહિયાવિન વાયાવિ . . સરસહિં સિમ, હાgિટ્ટાવિન વુતિ ૨૨૪ો . દેવો પણ આશતાનાનો ત્યાગ કરે છે એ વિષયને વિચારે છે– દેવોને વિષયરૂપઝેરે મૂઢબનાવી દીધા હોવા છતાં દેવોનંદીશ્વર વગેરે સ્થળે રહેલા જિનમંદિરમાં પ્રાણથી પણ અધિક પ્રેમનું સ્થાન બનેલી અપ્સરાઓની પણ સાથે ક્યારે ય હાસ્ય, કીડા, મજાક, વિચિત્ર હાસ્યવચનો વગેરે પણ કરતા નથી. તથા મોટી બધી આશાતનાઓનો ત્યાગ કરે છે. (૧૨૪) इय सो महाणुभावो, सव्वत्थ वि अविहिभावचाएण । चरिउं विसुद्धधम्मं, अक्खलिआराहओ जाओ ॥१२५॥ આ પ્રમાણે સંકાશશ્રાવકમાંપ્રશસ્ત સામર્થ્યપ્રગટ થયું. તેણે સર્વકાર્યોમાં અનુચિપ્રવૃત્તિનો ત્યાગ કર્યો. શ્રુત-ચારિત્રરૂપ વિશુદ્ધ ધર્મની નિરતિચાર આરાધના કરીને તે મોક્ષનો સાધક બન્યો. (૧૨૫) चेइयदव्वं साहारणं, च जो दुहइ मोहियमईओ । धम्मं च सो न याणइ, अहवा बद्धाउओ नरए ॥१२६॥ Page #232 -------------------------------------------------------------------------- ________________ 213 શ્રાદ્ધદિનકૃત્ય. (213) અગિયારમું શ્રવણ દ્વાર દેવદ્રવ્ય અંગે જે કહેવા યોગ્ય છે તેને દષ્ટાંત સહિત કહીને હવે દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના વિનાશ વગેરેમાં સમાન દોષ છે એ પ્રગટ કરવાની ઈચ્છાથી સૂત્રકાર કહે છે ક્લિષ્ટ કર્મના ઉદયથી મૂઢચિત્તવાળો જે મનુષ્ય દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો વિનાશ કરે છે, અથવા વ્યાજે લઈને વ્યવહાર કરવો વગેરે રીતે પોતે તેનો ઉપયોગ કરે છે, તે ધર્મને જાણતો નથી, અથવા તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે. દેવદ્રવ્ય પ્રસિદ્ધ છે. જિનમંદિર, પુસ્તક અને આપત્તિમાં આવેલા શ્રાવક વગેરેનો ઉદ્ધાર કરવાને યોગ્ય એવું જે દ્રવ્ય ઋદ્ધિમાન શ્રાવકોએ એકઠું કરેલું હોય તે દ્રવ્ય સાધારણ દ્રવ્ય છે. (૧૨૬) चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए । साहू उविक्खमाणो, अणंतसंसारिओ भणिओ ॥१२७॥ ચાંદી–સુવર્ણાદિ દેવદ્રવ્યનો વિનાશ તથા જિનમંદિરની કાષ્ઠ, પથ્થર, ઈટીવગેરે બે પ્રકારની “વસ્તુઓનો વિનાશકોઇ કરી રહ્યો હોય ત્યારે સર્વસાવઘવ્યાપારોથી નિવૃત્ત થયેલો પણ સાધુજો ઉપેક્ષા કરે = ઉપદેશવગેરેથી નાશ થતો અટકાવે નહિ, તો અનંતસંસારિક થાય, અર્થાત્ દુર્લભબોધિ થાય. કહ્યું છે કે – દેવદ્રવ્યનો નાશ કરવાથી, મુનિનો ઘાત કરવાથી, શાસનની અપભ્રાજના કરવાથી, અને સાથ્વીના ચોથા વ્રતનો ભંગ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિના મૂળમાં અંગારો મૂકાય છે, અર્થાત્ અનંત કાળ સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી.” અહીં ભક્ષણરૂપકે ઉપેક્ષાદિરૂપ વિનાશ જાણવો. વસ્તુઓના બે પ્રકાર હવે પછીની ગાથામાંકહેશે. (૧૨૭) जोग्गं अईयभावं, मूलुत्तरभावओ अहव कहें । जाणाहि दुविहभेयं, सपक्खपरपक्खमाई वा ॥१२८॥ જિનમંદિરની વસ્તુઓના બે પ્રકાર કહે છે' જિનમંદિરની વસ્તુઓના યોગ્ય અને અતીતભાવ એમ બે પ્રકાર છે, અથવા મૂલ અને ઉત્તર એમ બે પ્રકાર છે, અથવા વિનાશના સ્વપક્ષ અને પરપક્ષ એ બે પ્રકાર છે. યોગ્ય એટલે વાપરવાને યોગ્ય, અર્થાત્ જિનમંદિરમાં વાપરવા માટે નવી લાવેલી કાષ્ઠ, ઈટ, પત્થર વગેરે વસ્તુયોગ્ય વસ્તુ છે. અતીતભાવ એટલે જુની થઈ ગયેલી, અર્થાત્ જિનમંદિરમાં લગાડ્યા પછી કાઢી લીધેલી હોય તેવી વસ્તુ અતીતભાવ છે. થાંભલા અને કુંભીઓ વગેરે મૂળ દ્રવ્ય છે. છત વગેરે ઉત્તર દ્રવ્ય છે. સ્વપક્ષ એટલે સાધર્મિક વર્ગ. પરપક્ષ એટલે અન્ય ધર્મલોક. સ્વપક્ષથી જે વિનાશ થાય તે સ્વપક્ષવિનાશ. પરપક્ષથી જે વિનાશ થાય તે પરપક્ષ વિનાશ. આમ અનેક રીતે જિનમંદિરની વસ્તુઓના બે પ્રકાર છે. (૧૨૮) “સમુ શબ્દનો અર્થ સંપુટ, ડાભડો, પેક કરેલી પેટી વગેરે થાય છે. અહીં તેનો ભાવાર્થ જ લખ્યો છે. અથ સાતે ક્ષેત્રમાં વાપરી શકાય તેવું દ્રવ્ય સાધારણદ્રવ્ય કહેવાય. વિનાશ કરવા યોગ્ય વસ્તુઓ બે પ્રકારની હોવાથી વિનાશ બે પ્રકારે છે. અહીં વિનાશના બે પ્રકાર કહ્યા હોવા છતાં સમજવામાં સરળતા રહે એ દષ્ટિએ અનુવાદમાં વસ્તુઓના બે પ્રકાર કહ્યા છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું શ્રવણ દ્વાર 214 શ્રાદ્ધદિનકૃત્ય चेइयदव्वं उ विभज्ज, करिज्ज कोई नरो सयट्ठाए । समणं वा सोवहियं, विक्किज्जा संजयट्ठाए ॥१२९॥ एयारिसंमि दव्वे, समणाणं किं न कप्पए घित्तुं । चेइयदव्वेण कयं, मुल्लेण व जं सुविहियाणं ॥ १३० ॥ દેવદ્રવ્ય વિનાશના દોષને અને પ્રસંગથી ગુરુદ્રવ્ય વિનાશના દોષને વ્યવહાર ભાષ્ય સૂત્રની ગાથાઓથી બતાવે છે– પ્રશ્ન :- ચોરો ભેગા થઈને દેવદ્રવ્યને ચોરે, ચોરેલા દેવદ્રવ્યના વિભાગ કરીને કોઈ (ચોર) મનુષ્ય એ દેવદ્રવ્યમાંથી પોતાના માટે મોદક વગેરે આહાર બનાવે, હવે તે આહાર સાધુઓને આપે તો, તે આહાર સાધુને ગ્રહણ કરવું શું ન કલ્પે ? અથવા કોઈ મનુષ્ય સાધુ માટે (=સાધુને વસ્ત્રાદિ આપવા માટે) ઉપધિસહિત સાધુને વેચે, તે વેચાણથી આવેલા ધનથી ખરીદેલ પ્રાસુકવસ્ત્ર વગેરે સાધુઓને આપે તો, તે વસ્ત્ર વગેરે સાધુઓને ગ્રહણ કરવું શું ન પે ? ઉત્તર ઃ- ન ૫ે. જે દેવદ્રવ્યથી અને સાધુના વેચાણના ધનથી જે પોતાના માટે કરેલું હોય, તે આપવામાં આવે તો કલ્પે નહિ. (૧૨૯–૧૩૦) तेणपडिच्छा लोए, वि गरहिया उत्तरे किमंग पुणो । चेइयजइपडिणीया, जो गिण्हइ सो वि हु तहेव ॥ १३१ ॥ કેમ ન કલ્પે ? એમ પૂછવામાં આવે, જવાબ કહે છે— ચોરે ચોરી કરીને લાવેલું ગ્રહણ કરવું એ લોકમાં પણ નિંદનીય ગણાય છે, તો પછી, લોકોત્તરમાર્ગમાં તે નિંદનીય ગણાય તેમાં તો પૂછવું જ શું ? લોકોત્તર માર્ગમાં તે વધારે નિંદનીય ગણાય. તેથી દેવ અને મુનિના શત્રુના હાથમાંથી જે લે છે, તે પણ નિશ્ચે તેવો જ છે = દેવ-મુનિનો શત્રુ જ છે. (૧૩૧) चेइयदव्वं गिण्हित्तु, भुंजए जो उ देइ साहूणं । सो आणा अणवत्थं, पावइ लिंतो वि दिंतो वि ॥१३२॥ આ જ અર્થનું સમર્થન કરતા સૂત્રકાર કહે છે– દેવદ્રવ્ય અને પૂર્વોક્ત પ્રકારનું ગુરુદ્રવ્ય જે સાધુ લઈને સ્વયં તેનો ઉપયોગ કરે છે, અને બીજા સાધુઓને આપે છે, તેને લેનાર સાધુ અને આપનાર સાધુ પણ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના દોષને પામે છે. આજ્ઞાભંગ- પ્રવચનમાં જેનો નિષેધ કર્યો છે તે આચરે છે માટે આજ્ઞાભંગ દોષ લાગે. અનવસ્થા- તેને આચરતો જોઇને બીજાઓ પણ તેવી કુપ્રવૃત્તિ કરે, તેથી અનવસ્થા દોષ થાય. મિથ્યાત્વ- જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે તે પ્રમાણે ન કરવાથી મિથ્યાત્વ (=અસત્યપણું) થાય. Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (215) અગિયારમું શ્રવણ દ્વાર વિરાધના- વિરાધનાના સંયમ, આત્મ અને પ્રવચન એમ ત્રણ ભેદ છે. વસ્તુ અન્યાયથી લીધી હોવાથી સંયમ વિરાંધના થાય. શત્રુ દેવ વગેરે છળે એથી આત્મવિરાધના થાય. ચોરની વસ્તુ લેવાથી પ્રવચનના મૂળ આધારભૂત સાધુ અને જિનમંદિરને ઉપદ્રવ થવાથી પ્રવચનવિરાધનાથાય એતો સારી રીતે પ્રસિદ્ધ છે. (૧૩૨) देवद्रव्येण या वृद्धि-गुरुद्रव्येण यद्धनम् । तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥१३३॥ વેદાંતમાં કહ્યું છે કે દેવદ્રવ્યથી જે ધનવૃદ્ધિ થાય અને ગુરુદ્રવ્યથી જે ધન થાય તે ધન કુળના નાશ માટે = સ્વસંતાનના ઉચ્છેદ માટે થાય, અને દેવદ્રવ્ય આદિનું ભક્ષણ કરનાર તે મરીને પણ નરકમાં જાય. (૧૩૩) प्रभास्वे मा मतिं कुर्याः.प्राणैः कण्ठगतैरपि। अग्निदग्धाः प्ररोहन्ति, प्रभादग्धो न रोहति ॥१३४॥ કંઠે પ્રાણ આવી જાય તો પણ તું પ્રભાદ્રવ્ય લેવાની બુદ્ધિ ન કર. કારણ કે અગ્નિથી બળેલાં વૃક્ષો વગેરે જલસિંચન આદિથી ફરી પલ્લવિત થાય છે, પણ પ્રભાદ્રવ્યનો વિનાશ કરવાના કારણે પાપરૂપ અગ્નિથી બળેલો જીવ પલ્લવિત થતો નથી, અર્થાત્ સદાય દુ:ખી રહેવાથી ફરી સુખને પામતો નથી. (૧૩૪) प्रभास्वं ब्रह्महत्या च, दरिद्रस्य च यद्धनम्। गुरुपत्नी देवद्रव्यं, स्वर्गस्थमपि पातयेत् ॥१३५॥ પ્રભાધન, બ્રહ્મહત્યા, દરિદ્રનું ધન, ગુરુપત્ની અને દેવદ્રવ્યસ્વર્ગમાં રહેલાને પણ પાડે છે, અર્થાત્ ...ભાધનનું ભક્ષણ કરવું, બ્રાહ્મણની હત્યા કરવી, દરિદ્રનું ધન ચોરવું, ગુરુની પત્ની સાથે અનાચાર કરવો અને દેવદ્રવ્યનું ભક્ષણ કરવું એ મહાપાપ છે. (૧૩૫) . • પર્વનો નિશ્ચિંતુ, સટ્ટો મમ વિક્ષge 1 विसं सो भक्खए बालो, जीवियट्ठी न संसओ ॥१३६॥ આ પ્રમાણે સ્વશાસ્ત્રમાં અને પરશાસ્ત્રમાં કહેલું જાણીને જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે કે તેની ઉપેક્ષા કરે છે, અજ્ઞાન તે નિલે જીવવાની ઈચ્છાવાળો થઈને વિષનું ભક્ષણ કરે છે. (૧૩૬) जे पुणो जिणदव्वं तु, वुद्धिं निति सुसावया । ताणं रिद्धी पवड्ढेइ, कित्ती सुक्खं बलं तहा ॥१३७॥ પુત્તા ઉંતિ રે મા, જીંડી વૃદ્ધિસંગુયા છે सव्वलक्खणसंपन्ना, सुसीला जणसंमया ॥१३८॥ જે સુશ્રાવકો દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે તેમની ઋદ્ધિ, કીર્તિ, સુખ અને બલ વધે છે. તેમને ભક્ત, પરાક્રમી, બુદ્ધિશાળી, સર્વશારીરિક લક્ષણોથી પૂર્ણ, સુશીલ અને જનમાન્ય પુત્રોની પ્રાપ્તિ થાય છે. (૧૩૭–૧૩૮) જે કોઈ પણ ધર્મકાર્યમાં ઉપયોગ કરી શકાય તે રીતે એકઠા કરેલા ધર્મદ્રવ્યને લોકમાં પ્રભાધન કહેવામાં આવે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું શ્રવણ દ્વાર 216 संकासो विव भित्तूणं, कम्मगंठिं सुनिव्वुडो । जाहिही सो उ निव्वाणं, महासत्तो न संसओ ॥ १३९ ॥ દેવદ્રવ્યની વૃદ્ધિ કરનાર મહાસત્ત્વશાલી તે શ્રાવક સંકાશની જેમ કર્મગ્રંથિને ભેદીને અને સંયમમાં લીન બનવાના કારણે અહીં જ મુક્તિસુખનો આસ્વાદ ચાખીને નિશ્ચે મોક્ષમાં જશે, આમાં જરાય સંશય નથી. શ્રાદ્ધદિનકૃત્ય પ્રશ્ન:- પૂર્વે ૧૩૭મી ગાથામાં ‘‘જે શ્રાવકો’’ એમ બહુવચનનો પ્રયોગ કર્યો અને આ ગાથામાં ‘“તે શ્રાવક’’ એમ એકવચનનો પ્રયોગ કેમ કર્યો ? ઉત્તર ઃ- આવો મહાસત્ત્વશાલી કોઈક જ હોય છે એ જણાવવા માટે આ ગાથામાં ‘તે શ્રાવક’ એમ એકવચનનો પ્રયોગ કર્યો છે. (૧૩૯) नो माया न पिया भज्जा, न सरीरं न बंधवा । पिच्छए तत्थ ठाणंमि, जत्थ अत्थं तु पिच्छए ॥१४०॥ अलुद्धो जो उ दव्वंमि, जिणदव्वं नेय वित्थरं । एएणं सो महासत्तो, वुच्चए जिणसासणे ॥ १४१ ॥ મહાસત્ત્વપણાને જ કહે છે– પ્રાય: દરેક જીવ સદા ય અનાદિથી કષ્ટથી જીતી શકાય તેવા લોભરૂપ ગ્રહથી દબાયેલો હોવાથી તે ધનને જ પરમ ધ્યેય બુદ્ધિથી જુએ છે અને એથી જે સ્થાનમાં ધનનું રક્ષણ અને વૃદ્ધિ થઇ શકે તે સ્થાનમાં માતા, પિતા, પત્ની, શરીર અને બંધુઓને જોતો નથી. દરેક જીવ ધન માટે ઘણા ય ક્લેશોને સહન કરે છે. જેમકે – ધનથી (=ધન લોભથી) જેમની બુદ્ધિ વિવેક રહિત બની ગઈ છે તેવા મનુષ્યો દુ:ખથી ફરી શકાય તેવી અટવીમાં ભમે છે, ભયવાળા દેશાંતરમાં જાય છે, ગહન સમુદ્રમાં પ્રવેશ કરે છે, ઘણા ક્લેશવાળી ખેતીને કરે છે, ગજસમૂહની રચના કરી હોવાથી જેની પાસે દુ:ખથી જઈ શકાય તેવા કૃપણ સ્વામીની સેવા કરે છે, ધનવાનોની તરફ દોડે છે. આ બધી ધનલોભની રમત છે. (ધનલોભ આવો હોવાથી) જે પુરુષની અંત:કરણની વૃત્તિ સંતોષરૂપ સુધાસારના સમૂહથી સિંચાયેલી છે અને એથી તેવા પણ ધનમાં સર્વથા આસક્તિ રહિત બનીને દેવદ્રવ્યનો વધારો કરે છે, તે ખરેખર જૈન શાસનમાં એ કારણે મહાસત્ત્વશાળી કહેવાય છે. (૧૪૦-૧૪૧) जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदंसणगुणाणं । भक्तो जिणदव्वं, अनंतसंसारिओ होइ ॥ १४२॥ દેવદ્રવ્યનું ભક્ષણ-રક્ષણ અને વૃદ્ધિ કરવાના ફળને ક્રમરાઃ ત્રણ ગાથાઓથી કહે છે– જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન–દર્શન ગુણોની વૃદ્ધિ કરનાર એવા દેવદ્રવ્યનું જે ભક્ષણ કરે તે અનંત સંસારી થાય. જો દેવદ્રવ્ય હોય તો દરરોજ જિનમંદિરમાં પૂજા અને સત્કાર થાય, તથા (જિનમંદિર વગેરે હોય તો) સાધુઓનું આગમન થાય, તેમના વ્યાખ્યાનનું શ્રવણ વગેરે થાય, આ રીતે જિનશાસનની ઉન્નતિ થાય, અને એ Page #236 -------------------------------------------------------------------------- ________________ 217 ) શ્રાદ્ધદિનકૃત્ય (217) અગિયારમું શ્રવણ દ્વાર પ્રમાણે જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ થાય. (૧૪૨) जिणपवयणवुड्विकरं, पभावगं नाणदसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ॥१४३॥ જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શનગુણોની વૃદ્ધિ કરનાર એવા દેવદ્રવ્યનું જે રક્ષણ કરે તે અલ્પસંસારી થાય. અલ્પસંસારી થાય એનો અર્થ એ છે કે નજીકમાં જ મુક્તિમાં જવાના કારણે સંસારમાં અલ્પકાળ જ રહેનારો થાય.(૧૪૩) जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदंसणगुणाण । वटुंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥१४४॥ જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શનગુણની વૃદ્ધિ કરનાર એવા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનાર તીર્થંકરપદને પામે છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારને અરિહંતની અને પ્રવચનની અતિશય ભક્તિ કરવાના કારણે તીર્થકરપદનો લાભ સુપ્રસિદ્ધ જ છે. (૧૪૪) एवं नाऊण जे दव्वं, वुद्धिं निति सुसावया । जरामरणरोगाणं, अंतं काहिंति ते पुणो ॥१४५॥ દેવદ્રવ્યના વર્ણનનો ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે આ પ્રમાણે દેવદ્રવ્યની વૃદ્ધિથી જિનશાસનની ઉન્નતિ વગેરે જાણીને જે સુશ્રાવકો દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે તે શ્રાવકો જરા-મરણ-રોગોનો અંત કરશે, અર્થાત્ ભોક્ષપદને પામશે. (૧૪૫) अह धम्मदेसणत्थं, तत्थ सूरी न आगओ। . पुव्वुत्तेण विहाणेणं, वसहीए गच्छए तओ ॥१४६॥ શ્રવણદ્વારમાં જ વિશેષ વિધિને કહે છે– હવે જો કોઈ કારણથી જિનમંદિરમાં આચાર્ય ભગવંતન પધાર્યા હોય તો પૂર્વોક્ત વિધિથી સાધુના ઉપાશ્રય જાય. પૂર્વોક્ત વિધિથી ઋદ્ધિમાન શ્રાવક અથ-હાથી વગેરે રીતે આડંબરથી જાય, અને સામાન્ય શ્રાવક સામાયિક સ્વીકારવાની વિધિથી જાય. (૧૪૬) जइविन आहाकम्मं, भत्तिकयं तहवि वजयंतेहिं । મરી નુ હોય, નિપા નો વિડિંતો ૨૪૭ | સાધુઓ જિનમંદિરમાં જ કેમ નથી રહેતાએવી શંકાને વ્યવહાર ભાષ્યની ગાથાઓથી દૂર કરતા * વ્યવહાર સૂત્રના નવમા ઉદ્દેશામાં આ ગાથાઓના અનુક્રમે ૭૦-૭૧-૭૨-૭૩ નંબર છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ 218 ) અગિયારમું શ્રવણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય સૂત્રકાર કહે છે જો કે જિનમંદિર વગેરે ભક્તિથી કરાયું છે, આધાકર્મ (=સાધુ માટે કરાયેલું) નથી, તો પણ તેમાં રહેવાનો ત્યાગ કરનારાઓએ નિચે જિનેશ્વરોની ભક્તિ કરી છે. આ તો લોકમાં પણ જોવામાં આવ્યું છે. (૧૪૭) बंधित्ता कासवओ, वयणं अट्ठपुडसुद्धपुत्तीए । पत्थिवमुवासए खलु, वित्तिनिमित्तं भया चेव ॥१४८॥ આ જ વિષયને જણાવે છે– ગૃહસ્થ આજીવિકા માટે કે રાજાના ભયથી આઠપડવાળા વસ્ત્રથી મુખ બાંધીને રાજાની સેવા કરે છે. પ્રસ્તુતમાં રાજાના સ્થાને તીર્થંકર પ્રતિમા છે. સાધુઓ ભક્તિ માટે જિનમંદિરમાં પ્રવેશ કરે છે, પણ ત્યાં જ રહેતા નથી.(૧૪૮). दुन्भिगंधपरिस्सावी, तणुरप्पेस ण्हाविया । दुहा वाउपहो चेव, तेणटुंति न चेइए ॥१४९॥ तिन्नि वा कड्डइ जाव, थुईओ तिसिलोइया । ताव तत्थ अणुन्नायं, कारणेण परेणवि ॥१५०॥ સાધુઓ શા કારણે જિનમંદિરમાં રહેતા નથી તે જણાવવા કહે છે સ્નાન કરાવેલી પણ કાયાદુર્ગધ અને પરસેવાને ઝરાવે છે, તથા અધોવાયુનો અને ઉચ્છાસ-નિ:શ્વાસનો સંચાર એમ શરીરમાં બે પ્રકારનો વાયુમાર્ગ છે. તે કારણથી સાધુઓ જિનમંદિરમાં રહેતા નથી. અથવા શ્રુતસ્તવ ( પુખરવરદીવડે સૂત્ર) પછી સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્રની ત્રણ સ્લોક પ્રમાણ ત્રણ સ્તુતિઓ કહેવાય ત્યાં સુધી જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે. કારણ હોય તો વધારે સમય સુધી પણ રહેવાની અનુજ્ઞા છે. પ્રશ્ન:- અહીં સિદ્ધાણં–બુદ્ધાણં સૂત્રની ત્રણ સ્તુતિઓ બોલવાની કહી છે, જ્યારે હમણાંનતમેસરો વગેરે પાંચ ગાથાઓ કેમ બોલાય છે? ઉત્તર:-બહુશ્રુતોની આચરણાથી પાંચ ગાથાઓ બોલાય છે. બઘુતોએ આચરેલું હોવાથી પર્યુષણમાં ચોથના દિવસે સંવત્સરી પ્રતિક્રમણની જેમ વિરુદ્ધ નથી. (૧૪૯-૧૫૦) ચેત્યના ચાર પ્રકાર निस्सकडे ठाइ, गुरू कइवयसहिओ इयरा वए वसहिं । अह तत्थ अनिस्सकडं, पूरिति तहिं समोसरणं ॥१५१॥ આ પ્રમાણે સાધુઓને જિનમંદિરમાં રહેવાનું નિરાકરણ કરીને જિન મંદિરમાં જ વ્યાખ્યાનની વિધિને કહે છે ચૈત્યના (જિનમંદિરના) શાશ્વત ચૈત્ય, ભક્તિચૈત્ય, મંગલ ચૈત્ય અને સાધર્મિક ચૈત્ય એમ ચાર પ્રકાર છે. તેમાં નંદીશ્વરદ્વીપ વગેરે સ્થળે શાશ્વત ચૈત્યો છે. ભક્તિ ચૈત્યના ( ભક્તિ માટે કરાયેલા ચૈત્યના) અનિશ્રાકૃત અને નિશ્રાકૃત એમ બે પ્રકાર છે. સાધુની સત્તાથી રહિત ચૈત્ય અનિશ્રાકૃત ચૈત્ય છે. જેમકે અષ્ટાપદ વગેરે. સાધુની Page #238 -------------------------------------------------------------------------- ________________ ( 219 શ્રાદ્ધદિનકૃત્ય અગિયારમું શ્રવણ દ્વાર નિશ્રાથી જે ચૈત્ય કરવામાં આવે તે નિશ્રાકૃત ચૈત્ય છે. (અર્થા શિથિલ સાધુઓની સત્તાવાળું ચૈત્ય નિશ્રાકૃત ચૈત્ય છે.) મંગલ માટે ઉત્તરંગ વગેરેમાં (=ઘરના બારણા ઉપર મધ્યભાગ વગેરેમાં) ઘડાવેલી પ્રતિમા ભક્તિ ચૈત્ય છે. મથુરાનગરીમાં ભક્તિચૈત્ય હોય છે. સાધર્મિકનું ચૈત્ય તે સાધર્મિકચૈત્ય. જેમકે વારત્તક મુનિની પ્રતિમા. ગુરુ નિશ્રાકૃત ચૈત્યમાં વ્યાખ્યાન આપવા માટે કેટલાક પરિણત સાધુઓની સાથે રહે. બીજા નવદીક્ષિત વગેરે સાધુઓ વસતિમાં જાય. હવે જો ત્યાં અનિશ્રાકૃત્ય ચૈત્ય હોય તો તે ચૈત્યમાં પરિવાર સહિત ગુરુ રહે. વિવેચન વારત્તક મુનિની પ્રતિમાનો વૃત્તાંત આ પ્રમાણે છે એક સાધુ વારત્તકનામના મંત્રીના ઘરે વહોરવા ગયા. મંત્રીની પત્નીએ સાધુને વહોરાવવા ઘી-ખાંડથી મિશ્રિત ખીરનું પાત્ર ઉપાડ્યું. તેમાંથી ઘીનું એક બિંદુ નીચે પડી ગયું. આ આહાર છદિત દોષથી દૂષિત છે એમ જાણીને સાધુ વહોર્યા વિના જ પાછા ગયા. ઝરુખે બેઠેલા મંત્રીએ આ જોયું. સાધુ વહોર્યા વિના કેમ ગયા તે વિચારતા હતા, તેવામાં મંત્રીએ જોયું કે ખીરના બિંદુ ઉપર માખીઓ આવીને બેઠી. માખીઓને પકડવા ગીરોળી આવી. ગીરોળીને પકડવા બિલાડી આવી પહોંચી. બિલાડીને પકડવા એક બાજુથી (મંત્રીના) મહેમાનનો કૂતરો આવી પહોંચ્યો. તો બીજી બાજુથી પાડોશીનો કૂતરો આવી પહોંચ્યો. બંને કૂતરા લડવા માંડ્યા. તેમને છોડાવવા બંને માલિકો આવ્યા. માલિકો વચ્ચે બોલાચાલી થતાં બંને માલિકો ઝગડી પડ્યા, અને મારામારી ઉપર આવી ગયા. આ બધું સાક્ષાત્ જોઈને મંત્રીએ વિચાર્યું: મુનિવહોર્યા વિના પાછાકેમ ગયા તે હવે સમજાયું. ઘીનું માત્ર બિંદુ પડવાથી પણ આવું અનર્થકારક પરિણામ આવે એમ સમજી મુનિ પાછા ફર્યા હતા. ધન્ય છે તેમના ધર્મને! સર્વજ્ઞ વિના આવો નિર્દોષ ધર્મ કોણ બતાવી શકે? માટે એ ધર્મના પ્રરૂપક ખરેખર વીતરાગ સર્વજ્ઞ જ છે. હવેથી તે જ મારા દેવ, અને તેમનો કહેલો ધર્મ જ મારો ધર્મ છે. આમ વિચારીને વારત્તક મંત્રી સંસાર સુખથી વિરક્ત થયો. શુભધ્યાનમાં રહેલા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. દીક્ષાના પરિણામ થતાં દેવતાએ તેમને સાધુ વેષ આપ્યો. દીર્ઘકાળ સુધી સંયમ પાળીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધ થયા. પછી તેમના પુત્રે સ્નેહથી જિનમંદિર કરાવ્યું, અને રજોહરણ–મુપત્તિને ધારણ કરનારી પિતાની પ્રતિમા તેમાં (રંગમંડપમાંગોખલા વગેરેમાં) સ્થાપિત કરી. ત્યાં દાનશાળા પ્રવર્તાવી. (૧૫૧) उसन्नावि य तत्थेव, इंती चेइयवंदया । | તેસિંનિસ તં મવર્ગ, સાહિં પરં પરા. નિશ્રાકૃત ચૈત્યમાં ગુરુ પરિવાર સાથે કેમ રહેતા નથી તે કહે છે નિશ્રાકૃત ચૈત્યમાં શિથિલ ( ચારિત્ર પતિત) સાધુઓ પણ ચૈત્યવંદન કરવા માટે આવતા જ હોય છે. કારણકે જિનમંદિર શ્રાવકોએ કરાવ્યું હોવા છતાં તેમની નિશ્રાથી (=તેમનો અધિકાર રહે તે રીતે) કરાવ્યું છે.(૧૫૨) सेहाणं मंदसद्धाणं, दटुं ताणं तु चिट्ठियं । मंदा सड्डा जओ होइ, अणुट्ठाणे जिणाहिए ॥१५३॥ તેથી શું? એ વિગત જણાવે છે- નવદીક્ષિત અને મંદશ્રદ્ધાવાળા અતિપારિણામિક આદિ સાધુઓની શ્રદ્ધા ચિનોક્ત અનુષ્ઠાનમાં (=વ્રત, Page #239 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું શ્રવણ દ્વાર (320) શ્રાદ્ધદિનકૃત્ય સમિતિ આદિ ક્રિયા સમૂહ્માં) મંદ થઈ જાય. શિથિલ સાધુઓ સચિત્તજલનું પાન કરે, વિવિધપુષ્પોનો ભોગ કરે, આમ્ર વગેરે ફળોનું ભક્ષણ કરે, આધાકર્મ આદિદોષવાળા આહારવગેરેલે, ગૃહસ્થનાવેપાર વગેરે કાર્યો કરે, સંયમથી વિરુદ્ધ આચરે. (ઉપદેશમાલા ૩૪૯) શિથિલ સાધુઓની આવી પ્રવૃત્તિને જોઈને નવદીક્ષિત અને મંદશ્રદ્ધાવાળા *અતિપરિણત આદિ સાધુઓની શ્રદ્ધા જિનોક્ત અનુષ્ઠાનોમાં મંદ થઈ જાય. (૧૫૩) एएवि साहुणो लोए, अम्हे वि मलकिण्णया । एएण कारणेणं तु, वसहिं पेसंति साहुणो ।।१५४॥ મંદશ્રદ્ધાવાળા સાધુઓ શ્રદ્ધા મંદ હોવાના કારણે ત્યાં જે વિચારે છે તે કહે છે આવા પણ સાધુઓનોલોમાં વંદન આદિથી સત્કાર કરાય છે, અમે એમજમલથી ખરડાયેલા શરીરવાળા અને ઉપધિવાળા છીએ. આવો વિચાર કરવાથી જિનાજ્ઞાનો અપલાપ કરનારા તેમનું ભાવચારિત્ર પણ જતું રહે તે કારણથી આચાર્ય નવદીક્ષિત વગેરે સાધુઓને વસતિમાં મોકલે. (૧૫૪) विहिणा तत्थ वंदित्ता, सुणित्ता धम्मदेसणं । तओ य घरवावारे, कुणई सुद्धे सुसावओ ॥१५५॥ પ્રસ્તુત વિષયને કહે છે– બંને પ્રકારનો શ્રાવકવસતિમાં ત્રણ નિસાહિકરવાપૂર્વક પ્રવેશ કરીનેવંદનના ૧૯૮ સ્થાનોને સાચવવાના કમથી ગુરુ વગેરેને વંદન કરીને અને ગુરુની પાસે ધર્મદેશના સાંભળીને, પછી પોતાના સ્થાને આવીને સ્વકુળને ઉચિત શુદ્ધ વ્યવહારને (આજીવિકાના વ્યવસાયને) કરે. હવે પછીની ગાથામાં કહેવાશે તે પંદર કર્માદાનના ધંધાનો અને કૂટ ક્ય (અલ્પ–અધિક ક્ય) વગેરે દોષોનો ત્યાગ કરીને થતો વ્યવહાર શુદ્ધ વ્યવહાર છે. વિવેચન અહીં સ્વકુળને ઉચિત વ્યવહાર કરે એમ જે કહ્યું તેમાં “વ્યવહાર કરે એ અંશ ઉપદેશ રૂપે નહિ, પણ અનુવાદરૂપે છે. કારણ કે એ તો ઉપદેશ વિના પણ જીવો સ્વયં કરે છે. માત્ર “સ્વકુળને ઉચિત શુદ્ધ" એ અંશ વિધાનરૂપે છે. કારણ કે ધર્મ જીવોને સ્વયંસિદ્ધ હોતો નથી. ધર્મ કરવા માટે જીવોને પ્રેરણા-ઉપદેશની જરૂર રહે છે. જે વિષયમાં પ્રેરણાની જરૂર હોય એ વિષયનો જ ઉપદેશ કરવો એ સાર્થક છે. ગૃહસ્થ ધન મેળવવું જોઈએ, ભૂખ્યાને ભોજન કરવું જોઈએ ઈત્યાદિ પ્રેરણાઓ નિરર્થક છે. કારણકે તે તો અનાદિકાળથી સર્વ જીવોને સિદ્ધ છે. માટે પારલૌકિક હિત સંબંધી આત્મહિત સંબંધી ઉપદેશ આપવો એ જ સાર્થક છે. એ પ્રમાણે આગળના વર્ણનમાં પણ “જીવને જે જે વિષયસ્વયંસિદ્ધનથીતેતે વિષયમાંજ આપેલો ઉપદેશ સફલ થાય છે એમ સમજવું.(૧૫૫) * સાધુઓના અપરિણત, અતિપરિણત અને પરિણત એમ ત્રણ પ્રકાર છે. અપરિણત = ઉત્સર્ગમાં જ મતિવાળા. અતિપરિણત = અપવાદમાં જ મતિવાળા. પરિણત = ઉત્સર્ગ–અપવાદ ઉભયમાં મતિવાળા. ગુરુવંદનના ૧૯૮ સ્થાનો છે. આ સ્થાનો પ્રસ્તુત ગ્રંથમાં ગુરુવંદનના અધિકારમાં પ્રારંભમાં જ જણાવ્યાં છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ( 221 શ્રાદ્ધદિનકૃત્ય ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વારા (૧૪) વ્યવહારશુદ્ધિ દ્વાર लक्खं विसं च लोहं च इंगाल-वणछेयणं । भाडिं फोडिं च, वजिजा दंतसंखवणिजयं ॥१५६॥ दारं १४ ॥ वजे रसकेसवाणिजं, तहा जंताण पीलणं । સર-હ-તાસો, વાતાવયં તદા ૧૭ હવે શ્રવણ દ્વાર પછી ચૌદમું “વ્યવહારશુદ્ધિ દ્વાર” છે. તેમાં પહેલાં પંદર કર્માદાનના ત્યાગ માટે બે ગાથાઓને કહે છે પંદર કર્માદાન *અંગારકર્મ, વનકર્મ, શટકર્મ, ભાટકર્મ, સ્ફોટકકર્મ, દંતશખવાણિજ્ય, લાક્ષાવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષવાણિજ્ય, યંત્રપલણ, નિલઇન, દવાગ્નિદાપનક, સરદ્રતતડાગશોષણ, અસતીપોષણ એ પંદર કર્માદાનનો શ્રાવક ત્યાગ કરે. અંગારકર્મ - અંગારા કરવા, ભટ્ટી કરવી, ઘડા બનાવવા, લોઢું અને સોનું (વગેરે ધાતુ) બનાવવું, તાંબા વગેરે ધાતુનાં વાસણો બનાવવા, ઈટો પકાવવી વગેરે અંગાર કર્મ છે. (ટૂંમાં અગ્નિની અને અગ્નિદ્વારા બીજા જીવોની પણ હિંસા થાય તે અંગારકર્મ છે.) વનકર્મ - છેદેલા કે નહિ છેદેલા વનના પત્ર, પુષ્પ અને ફલને વેચીને અને કણોને દળવા વગેરેથી આજીવિકા ચલાવવી તે વનકર્મ છે. (ટૂંકમાં, જેમાં વનસ્પતિકાયની અને વનસ્પતિદ્વારા બીજા જીવોની પણ જેમાં હિંસા થાય તે વનકર્મ છે.) શકટકમ - ગાડાં બનાવવા, હાંકવાકે વેચવા એ શટકર્મ છે. મોટર =કાર) વગેરે આધુનિક સાધનો બનાવવા કે વેચવા તે પણ શટર્મ છે. ભાટકકર્મ - ગાડું, બળદ, પાડો, ઊંટ, ગધેડો, ખચ્ચર, અશ્વ વગેરેને ભાર વહન કરાવીને આજીવિકા ચલાવવી તે ભાટકકર્મ છે. સ્કુટર, મોટર, રીક્ષા વગેરે ભાડે ફેરવવી તથા ટુર એંડ ટ્રાવેલ્સ પણ ભાટકકર્મ છે. - સ્ફોટકકર્મ - તળાવ-કૂવા વગેરે ખોદવું તથા પત્થરો ફોડવા વગેરે સ્ફોટક કર્મ છે. બોરીંગ અને વોટર વર્ડ્સ વગેરે પણ સ્ફોટકકર્મ છે. દંતશખવાણિજ્ય - પંચેંદ્રિય અને વિકલૈંદ્રિય જીવોના દાંત, વાળ, નખ, શિંગડા, રૂવાટાં, હાડકાં, પીંછા, કોડી, શંખ, છીપ વગેરે અંગોને તેના સ્થાનમાં ખરીદવા, અર્થાત્ ઉત્પત્તિ સ્થાનમાં ખરીદવા, એટલે કે જે લોકો (ભીલવગેરે) પ્રાણીઓનાં દાંત વગેરે અંગો એકઠાં કરતા હોય તેની પાસેથી સીધા ખરીદવા, તેતશખવાણિજ્ય છે. (અહીં તાત્પર્ય આ પ્રમાણે છે – મૂળમાં તો શ્રાવકર્માદાનનો ધંધો ન કરે એ નિયમ મુજબ દંતશખવાણિજ્ય નકરે. જો આજીવિકાનું અન્ય કોઈ સાધન હોયજ નહિતો ઉત્પત્તિસ્થાનેથી તો ન જ ખરીદે, વેપારી પાસેથી ખરીદે. આમાં પરિણામોની નિર્બેસતા વગેરે દોષ અલ્પ થાય.) * અહીં જણાવેલા કમને બદલીને પ્રસિદ્ધ કમથી અનુવાદ ક્ય છે. *વગ્નિદાપનકનું બીજું પ્રસિદ્ધ નામ દવદાન છે. સહદ્રતડાગશોષણનું બીજું પ્રસિદ્ધ નામ જલશોષણ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય લાક્ષાવાણિજ્ય :- લાખ, મન:શીલ, ગળી, ધાતકી, ટંકણખાર વગેરે વસ્તુઓને વેચવી તે લાક્ષાવાણિજ્ય. (લાખના રસમાં કીડા ઉત્પન્ન થાય છે. ટંકણખાર અને મન:શીલ ત્રસ જીવોના ઘાતક છે. ગળી બનાવવામાં અનેક જીવોની હિંસા થાય છે. ધાતકીનાં પાંદડાં અને ફૂલો વગેરેમાંથી દારૂ બને છે, તેના રસમાં કીડા ઉત્પન્ન થાય છે.) 222 રસવાણિજ્ય :- માખણ, ચરબી, મધ, મદિરા વગેરે રસોને વેચવા તે રસવાણિજ્ય. કેશવાણિજ્ય :- બે પગવાળા અને ચાર પગવાળા પ્રાણીઓને વેચવા તે કેશવાણિજ્ય. (દાસ, દાસી, ગુલામ, ગાય, બળદ, હાથી, ઘોડા વગેરે જીવોનો વેપાર કરવાથી તે તે જીવોને પરાધીનતા, માર, બંધન, ક્ષુધા, તૃષા, પરિશ્રમ, વગેરે અનેક દુ:ખો થતાં હોવાથી કેશવાણિજ્ય ત્યાજ્ય છે.) વિષવાણિજ્ય :- વિષ, અફીણ, સોમલ, લોખંડ, શસ્ત્ર, હળ, યંત્ર, હરતાલ વગેરે વસ્તુઓને વેચવી તે વિષવાણિજ્ય છે. લોખંડનો વિષવાણિજ્યમાં સમાવેશ થઈ જતો હોવા છતાં લોખંડનો જુદો ઉલ્લેખ લોખંડ અતિશય સાવદ્યનો હેતુ છે, તે જણાવવા માટે છે. યંત્રપીલણ ::- તલ, શેરડી, સરસવ, એરંડો વગેરે વસ્તુઓને યંત્રથી પીલવી, જલયંત્ર (=ફુવારો વગેરે) ચલાવવું અને લોટ પીસવાની ચક્કી ચલાવવી વગેરે યંત્રપીલણ છે. નિર્ણાંછન :- પ્રાણીઓનાં નાક વીંધવાં, શરીરમાં અંક (=ચિહ્ન) કરવાં, વૃષણોને છેદવા (=ખસી કરવી), પીઠને ગાળવી (=મોટી પીઠને નાની કરવી કે ઊંચી-નીચી પીઠને સમાન કરવી), કાન અને કંબલનો (=ગાય વગેરેના ગળે લટકતી ગોદડીને) છેદ કરવો વગેરે નિર્વાંછન કર્મ છે. ઠવાગ્મિઠાપનક ઃ- ઉપદ્રવને દૂર કરવા કે પુણ્યબુદ્ધિથી જંગલમાં કે ખેતર વગેરેમાં અગ્નિ સળગાવવો. સરહતડાગશોષ ઃ- ખેતી થાય વગેરે માટે સરોવર, પાણીનો ધરો, તળાવ વગેરેનું શોષણ કરવું. અસતીપોષણ :- ધન કમાવવા માટે મેના, પોપટ, બિલાડી, શ્વાન, કુકડો, મોર વગેરેનું તથા દાસીનું (=દુરાચારિણી દાસી, વેશ્યા વગેરેનું) પોષણ કરવું તે અસતીપોષણ છે. (આમ કરવાથી દુરાચાર અને હિંસાદિ પાપોનું પોષણ થાય છે.) પંદર કર્માદાન ઉપલક્ષણ હોવાથી શ્રાવક જેમાં ઘણી હિંસા થતી હોય તેવા બીજા પણ ધંધાનો અને બહુપાપવાળા કોટવાળ વગેરેના અધિકારોનો પણ ત્યાગ કરે. (૧૫૬–૧૫૭) कूडं माणं तुलं चेव, वज्जे तप्पडिरूवयं । लोए लोउत्तरे चेव, निंदियं जं वणिज्जयं ॥ १५८ ॥ હવે ફૂટવાણિજ્યનો નિષેધ કરવા માટે કહે છે– શ્રાવક ફૂટતુલ, ફૂટમાન અને તત્પ્રતિરૂપ વ્યવહારનો ત્યાગ કરે. ફૂટ એટલે ન્યૂનાધિક કરવું. તુલ એટલે જોખી શકાય તેવી વસ્તુઓને જોખવાનું સાધન (=ત્રાજવું વગેરે). માન એટલે સેતિકા, કર્ષ વગેરે માપવાનું સાધન. તત્કૃતિરૂપ :- તેમાં તેના જેવું નાખવું તે તત્પ્રતિરૂપ. જેમકે શુદ્ધડાંગરમાં પલંજી (=શુદ્ધડાંગર જેવા ફોતરા), ઘીમાં ચરબી અને મજીઠમાં ચિત્રક ઈત્યાદિ ભેળસેળ કરે. Page #242 -------------------------------------------------------------------------- ________________ 223 ) શ્રાદ્ધદિનકૃત્ય ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર અહીં ટુંકમાં ભાવ એ છે કે લોકમાં ફૂટક્ય વગેરે જે વેપાર નિંદિત હોય તે અલ્પપાપવાળો હોય તો પણ ન કરે. તથા લોકોત્તરમાં તલ અને કરિયાણાની દુકાન વગેરે જે નિંદિત હોય તે વેપાર કરે. (૧૫૮) ववहारसुद्धी धम्मस्स, मूलं सव्वन्नु भासए । ववहारेणं सुद्धेणं, अत्थसुद्धी जओ भवे ॥१५९॥ ઉત્તરોત્તર ગુણરૂપ વ્યવહારશુદ્ધિને જ ત્રણ ગાથાઓથી કહે છે હમણાં કહેલી વ્યવહાર શુદ્ધિ જ ધર્મનું મૂળ ( પ્રથમ કારણો છે એમ તીર્થકર કહે છે. કારણ કે ધનશુદ્ધિ પણ વ્યવહાર શુદ્ધિથી જ થાય. વ્યવહાર શુદ્ધિ એટલે મન-વચન-કાયાની સરળતા. તીર્થકર કહે છે – “ધર્મ શુદ્ધ આત્મામાં હોય, અશુદ્ધ આત્મામાં ન હોય. શુદ્ધિ સરળ આત્મામાં હોય.” (ઉત્તરા. ૩–૧૨) (૧૫૯) सुद्धेणं चेव अत्थेणं, आहारो होइ सुद्धओ। आहारेणं तु सुद्धेणं, देहसुद्धी जओ भवे ॥१६०॥ શુદ્ધ જ ધનથી અશન વગેરે આહારશુદ્ધ થાય છે. શુદ્ધ આહારથી દેહશુદ્ધિ થાય છે. પ્રશ્ન:શુદ્ધ જ ધનથી આહારશુદ્ધિ થાય એમાં પ્રમાણ શું છે ? ઉત્તર :- આવશ્યક સૂત્ર પ્રત્યાખ્યાન આવશ્યમાં શ્રાવક વ્રતના અધિકારમાં આપેલું સૂત્ર પ્રમાણ છે. તે સૂત્ર આ પ્રમાણે છે. - नायागयाणं कप्पणिज्जाणं अन्नपाणाइणं दव्वाणं देश-काल-सद्धा-सक्कार-कमजुअं पराए भत्तीए आयाणुग्गहबुद्धीए संजयाण दाणं अतिहिसंविभागो। આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે – “ન્યાયથી મેળવેલી અને કલ્પનીય એવી આહાર-પાણી વગેરે વસ્તુઓનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, અને કમથી ઉત્તમ ભક્તિપૂર્વક સ્વ–આત્મકલ્યાણની બુદ્ધિએ સંયમીઓને દાન કરવું તે અતિથિસંવિભાગ વ્રત છે.” આ પાઠમાં ન્યાયથી મેળવેલી વસ્તુઓનું દાન કરવાનું કહ્યું છે એથી સિદ્ધ થાય છે કે શુદ્ધ જ ધનથી આહાર શુદ્ધ થાય. શુદ્ધ આહારથી દેહ શુદ્ધિ થાય. જો કે શરીરમાં બાહ્ય મેલ રહેલો છે, તો પણ શરીર જિનાજ્ઞામાં રહેલું હોવાથી કર્મમલદૂર થવાથી દેહ શુદ્ધ જ ગણાય. (૧૬૦). सुद्धणं चेव देहेणं धम्मजोग्गो उ जायइ । जंजं कुणइ किच्चं तु, तं तं से सफलं भवे ॥१६१॥ શુદ્ધ જ દેહથી ધર્મને યોગ્ય થાય છે. જેવી રીતે સ્નાનથી શરીરને શુદ્ધ કરનાર મનુષ્ય સારા અલંકારોને યોગ્ય થાય છે, તેમ આ રીતે શુદ્ધ શરીરવાળો શ્રાવક ધર્મરૂપ અલંકારોને યોગ્ય થાય છે. આ રીતે શુદ્ધ શરીરવાળો શ્રાવક દેવપૂજા અને દાનવગેરે જે જે અનુષ્ઠાન કરે છે તે તે તેને સફલ થાય છે? અવશ્ય સ્વર્ગ-મોક્ષરૂપફળ આપનાર થાય છે. કહ્યું છે કે – સદ્ગુણસંપન્ન જે સુશ્રાવકોતપ, નિયમ અને Page #243 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર (224) શ્રાદ્ધદિનકૃત્ય શીલથી યુક્ત છે તેમને મોક્ષ અને વૈમાનિક દેવલોકનાં સુખો દુર્લભ નથી = સુલભ છે.” (૧૬૧) अन्नहा अफलं होइ, जं जं किच्चं तु सो करे । ववहारसुद्धिरहिओ य, धम्मं खिसावए जओ ॥१६२॥ વ્યવહારશુદ્ધિના અભાવથી થતા નુકશાનને કહે છે વ્યવહારશુદ્ધિ આદિથી રહિત શ્રાવક જે જે ધર્મકૃત્ય કરે છે તે નિરર્થક થાય. કારણ કે વ્યવહારશુદ્ધિ રહિત જીવ સરળતગુણથી સાધી શકાય તેવા જૈનધર્મની અવિવેકી લોકો દ્વારા નિંદા કરાવે છે. (૧૨) धम्मखिंसं कुणंताणं, अप्पणो य परस्स य । अबोही परमा होइ, इइ सुत्ते वि भासियं ॥१६३॥ આ જ વિષયને વિચારતા સૂત્રકાર કહે છે– ધર્મની નિંદા કરનારાઓ પોતાની અને બીજાઓની બોધિને ઘણી દુર્લભ કરે છે, અર્થાત્ પોતાનો અને બીજાઓનો સંસાર અનંત કરે છે. આ વિષે છેદસૂત્રોમાં પણ કહ્યું છે કે – “તીર્થકર, સંઘ, દ્વાદશાંગીરૂપ શ્રુત, આચાર્ય, ગણધર, અને (મહર્ધિકક) વૈકિયલબ્ધિ-વાદલબ્ધિ વગેરે લબ્ધિધારી મહાત્માની અનેક રીતે આશાતના કરનારો જીવ અનંતસંસારી થાય છે.' આ વિષે શ્રીવીર ભગવાનનું દષ્ટાંત છે– શ્રી વીર એકવાર પિતાના મિત્ર દૂઈજંતગ નામના કુલપતિના તાપસાશ્રમમાં ચાતુર્માસ રહ્યા. બીજે ઘાસ ન મળવાના કારણે ગાયો આશ્રમના ઘાસને ખેંચતી હતીeખાતી હતી ત્યારે તાપસો લાકડી અને ઢેફા વગેરેથી ગાયોને પીડતા હતા. તેમણે કુલપતિ પાસે જઈને કહ્યું: હે ભગવંત! આપનો પ્રિય આ દેવાર્ય કેવો છે કે જે પોતાના આશ્રમનું પણ રક્ષણ કરતો નથી. તેથી કુલપતિએ પ્રભુ પાસે આવીને આશ્રમને લગભગ નાશ પામેલું જોઈને કહ્યું: હે વત્સ! આ પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે, તો પછી આપ આશ્રમનું રક્ષણ કેમ કરતા નથી ? આ પ્રમાણે કહીને કુલપતિ જતો રહ્યો ત્યારે ભગવાને વિચાર્યું કે “આ તાપસી દુર્લભબોધિથઈને અનંતસંસારને ન પામો.” આ પ્રમાણે વિચારીને ચાતુર્માસ પૂર્ણ થતાં (કલ્પસૂત્રનાથન પ્રમાણે ચોમાસામાં જ) ભગવાન ત્યાંથી અસ્થિકગામમાં ગયા. ત્યાં ભગવાને બ્રહ્મરાક્ષસને પ્રતિબોધિત કર્યો. (૧૬૩) तम्हा सव्वपयत्तेणं, तं तं कुज्जा वियक्खणो। जेणं धम्मस्स खिंसं तु, न करे अबुहो जणो ॥१६४॥ આ પ્રમાણે વ્યવહારશુદ્ધિથી થતા લાભને અને વ્યવહારશુદ્ધિના અભાવથી થતા નુકશાનને બતાવીને ઉપદેશ આપવા માટે કહે છેતેથી વિચક્ષણ પુરુષે સર્વ પ્રયત્નપૂર્વક તેવાં કામો કરવા, કે જેથી અજ્ઞાન લોકો ધર્મની નિંદા ન કરે. | વિવેચન દ્રવ્યાદિ ચાર શુદ્ધિ શ્રાવકે ધર્મને બાધા ન પહોંચે અને ધર્મની નિંદા ન થાય તેની પૂર્ણ કાળજી રાખવી જોઈએ. આ માટે જ ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર શુદ્ધિનું પાલન કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે– Page #244 -------------------------------------------------------------------------- ________________ ( 225. શ્રાદ્ધદિનકૃત્ય ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર દ્રવ્યશુદ્ધિ- પંદર દાન વગેરે પાપના ધંધાન કરવા જોઈએ. જેમાં અતિશય અલ્પ પાપ હોય તેવો વેપાર વગેરે વ્યવસાય કરવો. પંદર કર્માદાનનું વર્ણન આ ગ્રંથમાં ૧૫૬મી ગાથામાં કર્યું છે. ક્ષેત્રશુદ્ધિ-જ્યાં સ્વ-પરરાજ્યનો ભય નહોય, માંદગી (=સામુદાયિક રોગચાળો) નહોય, બીજાં પણ સંકટો વગેરે ઉપદ્રવો ન હોય, જ્યાં (જિનમંદિર–ગુરુ-સાધર્મિક વગેરે)* ધર્મ સામગ્રી હોય ત્યાં વેપાર કરવો. આનાથી અન્ય સ્થળે ઘણો લાભ થાય તો પણ વેપાર કરવો નહિ, કારણકે તેથી ધન, પ્રાણ કે ધર્મનો પણ નાશની સંભાવના રહે. જ્યાં દુરાચારી કે હિંસક વગેરે નઠારા મનુષ્યો રહેતા હોય ત્યાં પણ વ્યવસાય ન કરવો. ધર્માર્થી ક્યાં રહેવાનું પસંદ કરે? ધર્માર્થી જીવને ધર્મજીવોની સોબત ગમે, અધર્મી જીવોની સોબત ન ગમે. આથી તે તેવા સ્થાનમાં જ રહેવાનું પસંદ કરે છે જ્યાં સારી સોબત મળે. જિનધર્મી જીવ જ્યાં જિનમંદિર હોય, સુગુરુનો યોગ થતો હોય, સાધર્મિક રહેતા હોય ત્યાં રહેવાનું પસંદ કરે. જિનમંદિર હોય તો જિનભક્તિનો લાભ થાય. ચૈત્યવંદન, જિનપૂજા આદિથી કરેલી જિનભક્તિથી મિથ્યાત્વનો નાશ થાય છે, અને સભ્યત્વની વિશુદ્ધિ થાય છે. સાધુઓને વંદન કરવાથી ગુણબહુમાન દ્વારા પાપ નાશ પામે છે. તેમની પાસે ધર્મશ્રવણ કરવાથી જીવાદિતત્ત્વોમાં શંકા રહેતી નથી. તેમને નિર્દોષ દાન કરવાથી નિર્જરા થાય છે, કારણકે દાનથી સાધુઓના જ્ઞાનાદિનું પોષણ થાય છે. સાધર્મિક સાથે રહેવાથી સાધર્મિક ધર્મમાં સ્થિર કરે, સાધર્મિક વાત્સલ્ય કરે. સાધર્મિક વાત્સલ્ય શાસનનો સાર છે. સાધર્મિકની પ્રશંસા આદિ દ્વારા સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં સાધર્મિકને સહાય કરવાથી સાધર્મિક જિનધર્મથી ચલિત બને નહિ. (શ્રા.પ્ર.ગા. ૪૧) આ પ્રમાણે ધર્માર્થી જીવ સારી સોબત મળે તેવા સ્થાનમાં રહેવાનું પસંદ કરે. કાળશુદ્ધિ- પર્યુષણ અને આસો-ચૈત્રની ઓળી એમ ત્રણ અઠ્ઠાઈઓ, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, દરેક મહિનાની બે આઠમ, બે ચૌદસ અને સુદ પાંચમ એમ પાંચ તિથિઓ વગેરે પર્વ દિવસોમાં વેપાર ન કરવો જોઈએ. તથા વર્ષાઋતુ વગેરે જે જે ઋતુમાં જે જે વેપાર કરવામાં વિશેષ જીવહિંસાદિ થાયતે તે ઋતુમાં તેતે વેપાર નકરવો જોઈએ. .. આજે સરકારના કાયદા મુજબ અઠવાડિયામાં એક દિવસ વેપાર બંધ રાખવામાં આવે છે. તેના બદલે જૈનો તેવો પ્રયત્ન કરીને બે આઠમ અને બે ચૌદસ એ ચાર દિવસ વેપાર બંધ રાખે તો પર્વતિથિની આરાધનામાં વૃદ્ધિ થાય. અઠવાડિયામાં એક દિવસ વેપાર બંધ રાખવાથી મહિનામાં ચાર દિવસ થાય છે. તથા બે આઠમ અને બે ચૌદસ વેપાર બંધ રાખવાથી પણ મહિનામાં ચાર દિવસ થાય છે. આમ દિવસની દૃષ્ટિએ બંને રીતે દિવસો સરખા થાય છે. - શ્રાવકોએ પર્વતિથિઓમાં જેમ વેપાર કરવો જોઈએ તેમ કપડાં ધોવાં વગેરે આરંભ-સમારંભના કામો પણ નકરવાં જોઈએ કે જેમ બને તેમ ઓછો કરવા જોઈએ. તથા ધર્મ આરાધના રોજ કરતાં વિશેષ કરવી જોઈએ. જેમકે (૧) દરરોજ જે જિનમંદિરમાં દર્શન-પૂજન કરતા હોઈએ તે સિવાયના બીજા પણજિનમંદિરમાં દર્શનપૂજન વગેરે કરવું જોઈએ. * જ્યાં બધી ધર્મસામગ્રી મળતી હોય અને જીવનનિર્વાહ માટે ધન પણ મળતું હોય તો તે સ્થળને લોભના કારણે છોડીને આફ્રિકા, લંડન વગેરે સ્થળે જનારાઓએ આ અંગે વિચાર કરવો જોઈએ. Page #245 -------------------------------------------------------------------------- ________________ 226 ) ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય. (૨) રોજ કરતાં વિશેષ તપ કરવો જોઈએ. (૩) શાકભાજી અને કાચાં-પાકાં ફળો વગેરે લીલોતરી ખાવાનો ત્યાગ કરવો જોઈએ. કદાચ વિશેષતપ ન થઈ શકે તો પણ લીલોતરીનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જેથી આજે પર્વ તિથિ છે એવી સ્મૃતિ રહેવા સાથે પર્વ તિથિઓ પ્રત્યે બહુમાન ભાવ પ્રગટ થાય. ભાવશુદ્ધિ- (૧) ઘાતક શસ્ત્રો વગેરે રાખનારા ક્રૂર માણસો સાથે લેવડદેવડનો વ્યવહાર રાખવો. (૨) ઉધાર વેપાર ન કરવો. ઉધાર વેપાર કરવો પડે તો પરિચિત અને સારા માણસો જોડે જ કરવો. (૩) ધન વ્યાજે આપવું હોય તો વધુ કિંમતનાં ઘરેણાં વગેરે લઈને આપવું. વ્યાજ ઉચિત લેવો. અનુચિત વ્યાજ લેવાથી પોતાની અને ધર્મની નિંદા થાય. પરિણામે જૈનશાસનની અપભ્રાજના થાય. (૪) બીજા પાસેથી પૈસા લીધા હોય તો મુદત પહેલાં કે મુદત થતાં સુધીમાં આપી દેવા. જો તેમ ન કરવામાં આવે તો વિશ્વાસઘાત થાય. એક્વાર વિશ્વાસઘાત કરવાથી ફરીવાર ધનની જરૂર પડે ત્યારે ન મળે. એથી વ્યવહાર તૂટવાનો પ્રસંગ આવે, માટે દેવું આપવામાં વિલંબ ન કરવો. આ વિષે કહ્યું છે કે धर्मारम्भे ऋणच्छेदे कन्यादाने धनागमे । शत्रुघातेऽग्निरोगे च, कालक्षेपं न कारयेत् ॥ “ધર્મ કરવામાં, દેવું આપવામાં, કન્યાને પરણાવવામાં, આવતું ધન લેવામાં, શત્રુતાનો નાશ કરવામાં, દાવાનલાદિ ઉપદ્રવને દૂર કરવામાં અને રોગનો નાશ કરવામાં વિલંબ ન કરવો જોઈએ.” જો બીજાનું દેવું રહી જાય તો ભવાંતરમાં લેણદારને ત્યાં નોકર, પાડા, બળદ આદિ રૂપે જન્મીને દેવું પુરું કરવું પડે. આ વિષે ભાવડ શેઠનું દષ્ટાંત આ પ્રમાણે છે– ભાવડ શેઠનું દાંત ભાવડ નામે એક શ્રેષ્ઠી હતો. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો. તે વખતે ખોટાં સ્વપ્ન આવ્યાં તથા શ્રેષ્ઠીની સ્ત્રીને દોહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણાં અપશુકન થયાં. સમય પૂર્ણ થયે શ્રેષ્ઠીને મૃત્યુયોગ ઉપરકુટ પુત્ર થયો. તે ઘરમાં રખાય નહીં, તેથી માહણી નદીને કાંઠે એક સુકાયેલા વૃક્ષની નીચે તે બાળકને મૂક્યો. તે બાળકે પ્રથમ રુદન કરીને અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ સોનૈયા હું તમારી પાસે માંગુ છું તે આપો, નહીં તો તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેષ્ઠીએ તે પુત્રને ઘરે લાવીને તેનો જન્મોત્સવ કર્યો. છ દિવસે એક લાખ સોનૈયા વાપર્યા ત્યારે તે બાળક મરણ પામ્યો. એ જ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સોનૈયા આપ્યા ( તેના માટે વાપર્યા, ત્યારે મરણ પામ્યો. ત્રીજો પુત્ર થવાને અવસરે સ્વપ્ન તથા શુકન પણ સારા થયા. પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “મારે ઓગણીશ લાખ સોનૈયા લેવાના છે.” એમ કહી તેણે માબાપ પાસેથી ઓગણીસ લાખ સોનૈયા ધર્મ ખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સોનૈયા ખરચીને કાશ્મીર દેશમાં શ્રી ઋષભદેવ ભગવાન શ્રી પુંડરીક ગણધર અને ચકેશ્વરી દેવીએ ત્રણની પ્રતિમા લઈ ગયો. દસ લાખસોનૈયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શત્રુંજય ગયો. ત્યાં લેપ્યમય પ્રતિમાઓ હતી. તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી રત્નની પ્રતિમાઓ સ્થાપન કરી. આ રીતે ત્રણ ભવાંતરે વાળવું પડે એ વિષય ઉપર ભાવડ શ્રેષ્ઠીની કથા કહી. Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર આજે પણ અનેક માણસોના હજારો અને લાખો રૂપિયા ડૂબી જાય છે એ પ્રત્યક્ષ દેખાય છે. આમાં પણ પૂર્વભવનું ઋણ કારણ હોઈ શકે છે. અથવા અનીતિથી ધન મેળવ્યું હોય એ પણ કારણ હોઈ શકે છે. 227 (૫) લેણદારે દેવાદાર સર્વથા દેવું આપવા અસમર્થ હોય તો માગવું નહિ, કારણ કે તે માગવા છતાં આપી શકે નહિ, તેથી બંનેને આર્તધ્યાન અને ક્લેશ વગેરે થવાથી પાપકર્મોનો જ વધારો થાય. આથી તેવા દેવાદારને આશ્વાસન આપવું કે ચિંતા કરીશ નહીં. જ્યારે સગવડ થાય ત્યારે આપજે. છતાં ન આપી શકે તો હું મારું લેણું ધર્મવ્યય તરીકે ગણું છું. એમ કહીને છોડી દેવું. લેણદારે દેવું ન આપી શકે તેવા સાથે પોતાનો લેણદાર તરીકેનો સંબંધ રાખવો નહીં, અર્થાત્ આની પાસે મારા આટલા રૂપિયા લેણા છે એમ મનમાં રાખવું નહીં. કારણકે જો એવી અવસ્થામાં મૃત્યુ થઈ જાય તો ભવાંતરમાં બંનેને વૈર–વિરોધ થવાનો પ્રસંગ આવે એવું બને. ભવાંતરમાં હું આની પાસે આટલા માગું છું એમ ખબર ન હોવા છતાં પૂર્વભવના સંસ્કારને કારણે લેણદારને દેવાદાર પાસેથી ધન પડાવવાનું મન થાય. દેવાદાર આપે નહિ એટલે પરસ્પર વૈર–વિરોધ થાય. જો કે દેવાદારને આડકતરી રીતે પણ લેણદારનું દેવું ચૂકવવું જ પડે છે. પણ બંને વચ્ચે વૈર–વિરોધ થાય. જો લેણદારે પૂર્વભવમાં મારે આની પાસે લેણું નથી, એમ માનીને મૂર્છા છોડી દીધી હોય તો પણ દેવાદાર પાસેથી આડકતરી રીતે પણ તેને ધન મળ્યા વિના ન રહે. પણ જો તેણે પૂર્વભવમાં મૂર્છા ન છોડી હોય તો વૈર–વિરોધપૂર્વક મળે એવું પણ બને. એનાથી આત્માનું અહિત થાય. માટે વિવેકી લેણદારે ન આપી શકે તેવા દેવાદારનું લેણું માંડી વાળવું જોઈએ. હવે જો માંડી વાળ્યા પછી કોઈ તેવા સંયોગો ઉપસ્થિત થતાં દેવાદાર લેણું આપે તો તેનો ધર્મમાં વ્યય કરવો. (૬) પોતે જેનો વેપાર કરતો હોય તેની અછત થાય તો સારું, જેથી મને વધારે નફો મળે, એમ ચિંતવવું નહિ. કારણકે એમ ચિંતવવાથી વસ્તુની અછત થાય જ એવો નિયમ નહિ. અછત ચિંતવવાથી અછત થાય કે ન થાય પણ પોતાને પાપબંધ તો અવશ્ય થાય. વસ્તુની અછત થાય તો લોકોને એ નિમિત્તે અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે, અનેક હાડમારીઓ સહન કરવી પડે, અનેક કષ્ટો વેઠવા પડે. એટલે તેવું ચિંતવનારને અછત ન થાય તો પણ પાપબંધ થયા વિના ન રહે: આના ઉપરથી જાણી જોઈને માલનો સંગ્રહ કરીને કે તેવા બીજા ફૂડ-કપટોથી માલની અછત ઊભી કરનારા વેપારીઓને કેવો જોરદાર પાપબંધ થતો હશે તે સમજી શકાય છે. આવું કરનાર વેપારીઓના હૃદયમાં દયાનો છાંટો ન હોય. એમના દિલ પથ્થર જેવા કઠણ હોય. વસ્તુની અછત ઈચ્છવા વિષે બે મિત્રોનું દૃષ્ટાંત આ પ્રમાણે છે— બે મિત્રોનું દૃષ્ટાંત બે વેપારીઓ સાથે ખરીદી કરવા જઈ રહ્યા હતા. તેમાં એક ઘીની ખરીદી કરવા અને બીજો ચામડાની ખરીદી કરવા જઈ રહ્યો હતો. રસ્તામાં એક ડોશીમાને ત્યાં ભોજન કરવા રહ્યા. ડોશીમાએ તેમનો ભાવ જાણીને ઘી ખરીદનારને ઘરની અંદર અને બીજાને ઘરની બહાર બેસાડીને જમાડ્યા. બંને જણા ખરીદી કરીને પાછા તે જ ડોશીમાના ઘરે જમવા આવ્યા. આ વખતે ડોશીમાએ ચામડાં ખરીદનારને અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ્યા. ઘીવાળાએ કહ્યું : ડોશીમા ! મને બહાર બેસાડવામાં તમે ભૂલ્યા કે શું ? ડોશીમાએ કહ્યું : ના, હું ભૂલી નથી. ઘીવાળાએ પૂછ્યું : તો પછી પહેલાં મને અંદર બેસાડીને જમાડ્યો અને હમણાં બહાર બેસાડીને કેમ જમાચો? ડોશીમાએ ખુલાસો કર્યો : જ્યારે તમે ખરીદી કરવા જઈ રહ્યા હતા, ત્યારે “ઢોર આબાદ રહો’’ એવી તમારી ઈચ્છા હતી. કારણ કે ઢોર આબાદ હોય તો ઘી સોંઘુ મળે. ચામડું ખરીદનારને ‘‘ઢોર મરો’’ એવી ઈચ્છા હતી, કારણ કે ઢોર મરે તો ચામડું સોંઘું મળે. અત્યારે બંનેની ઊલટી ઈચ્છા છે, કારણ કે કમાણી વધારે થાય. જતી Page #247 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય વખતે તમારું મન શુદ્ધ હોવાથી તમને અંદર બેસાડ્યા અને અત્યારે ચામડું ખરીદનારનું મન શુદ્ધ હોવાથી તેને અંદર બેસાડ્યો. 228 આ પ્રમાણે ધનલોભી માણસો ધનખાતર બીજાનું અહિત ઈચ્છીને પોતાનું મન મલિન બનાવે છે. (૭) પોતે જે વસ્તુનો વેપાર કરતો હોય તેની અછત થાય તો સારું એમ ન ચિંતવવા છતાં, કોઈ કારણથી તે વસ્તુની અછત થાય અને વધારે નફો થાય તો પણ ‘“અછત થઈ તો સારું થયું, જેથી મને ઘણો નફો થયો.’’ એમ અનુમોદના ન કરવી. અન્યથા મન મલિન,બનવાથી ઘોર પાપ બંધાય. (૮) કોઈપણ જાતની અનીતિ ન કરવી. તોલા—માપ ખોટાં રાખવાં, તોળવામાં ન્યૂનાધિક કરવું, સારી–નરસી વસ્તુઓની ભેળસેળ કરવી, અનુચિત વ્યાજ લેવું, લાંચ આપવી લેવી, ખોટાં કે ઘસાયેલાં નાણાં વગેરે સારામાં ખપાવવા, વેચાણ–ખરીદને કબૂલ ન કરવા – ફરી જવું, બીજાના ગ્રાહકોને ભરમાવવા, સારી વસ્તુ બતાવીને ખરાબ વસ્તુ આપવી ઈત્યાદિ કોઈપણ પ્રકારની અનીતિ ન કરવી. અનીતિ કરીને જેઓ બીજાને ઠગે છે, તેઓ ખરેખર તો પોતાને જ ઠગે છે. આ અંગે કહ્યું છે કે— विधाय मायां विविधैरुपायैः, परस्य ये वञ्चनमाचरन्ति । ते वञ्चयन्ति त्रिदिवापर्वग-सुखान्यहो मोहविजृम्भितानि ॥ જેઓ અનેક પ્રકારે કપટ કરીને બીજાઓને ઠગવાનું કામ કરે છે, તેઓ ખરેખર ! પોતાના આત્માને સ્વર્ગ કે મોક્ષનાં સુખોથી ઠગે છે. અહો ! મોહનો વિલાસ કેવો છે !’’ તથા સ્વામી, મિત્ર, વિશ્વાસુ, દેવ, ગુરુ, વૃદ્ધ, બાળ વગેરેનો દ્રોહ કરવો કે કોઈની થાપણ ઓળવવી વગેરે પાપવાળાં કાર્યો તો હત્યા કરવા બરાબર હોવાથી સર્વથા છોડવાં. (૯) સાક્ષી રાખ્યા વિના કોઈને પણ પોતાનું ધન આપવું નહિ. કારણકે ધન મળ્યા પછી લેનારની બુદ્ધિ ફરી જાય એ ઘણું જ સંભવિત છે. ધનના લોભથી ભલભલા માણસોની બુદ્ધિ ફરી જાય છે. આથી તમે માગવા જાઓ ત્યારે તેં મને નથી આપ્યા એમ કહે. સાક્ષી ન હોય તો કોર્ટ આદિથી પણ કંઈ ન થાય. આથી સાક્ષી રાખીને જ ધન આપવું. સાક્ષી રાખીને ધન આપ્યું હોય તો પાછું મળે એ વિષયમાં રમૂજી અને બોધપ્રદ દષ્ટાંત જાણવા જેવું છે ઘંટી, ઘાણી અને ઉઘરાણી એ ત્રણે ફરતાં સારાં એવું સમજનાર એક વાણિયો, ઉઘરાણી કરવા ગામડે ગયો. બન્યું એવું કે પાછા વળતાં ચોરો તેને ઘેરી વળ્યા. ધન માગ્યું. વણિકે કહ્યું : મારે તો આપવાના જ છે. આવતા ભવના ઉધારે આપીશ. આ ભવમાં પાછા નહિ લઉં. પણ નીતિનો નિયમ છે કે કંઈ પણ આપવું હોય તો સાક્ષી રાખીને આપવું. ચોરો તો રાજી થયા. સાક્ષી માટે એક જંગલી કાબરચિત્રા બિલાડાને પકડી લાવ્યા. બિલાડાને બતાવીને ચોરો બોલ્યા : આ અમારો જામીન–સાક્ષી છે. શેઠે પોતાની પાસે હતું એટલું ધન આપી દીધું. વણિક તે સ્થાનને બરોબર ખ્યાલમાં રાખીને પોતાના ગામે ગયો. થોડા વખત પછી તે ચોરો કોઈ કામે વણિકના ગામમાં આવ્યા. વણિકે તેમને ઓળખી લીધા. વિણકે તેમની પાસે પોતાના ધનની માગણી કરી. ચોરોએ ના પાડી એટલે લહ થયો. છેવટે તે મામલો રાજેંદ્વારે પહોંચ્યો. ન્યાયાધીશે વણિકને પૂછ્યું : ધન આપ્યું ત્યારે કોઈ સાક્ષી હતું ? વણિકે પાંજરામાં રાખેલા એક બિલાડાને બતાવીને કહ્યું : આ મારો સાક્ષી છે. ચોરો બોલી ઊઠ્યા : તે આ નથી. તે તો કાબરચિત્રા વર્ણનો હતો, અને આ તો કાળો Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર છે. આ રીતે પોતાના મુખે જ ચોરોએ ધન લીધાનું કબૂલ કર્યું. આથી ન્યાયાધીશે ચોરોની પાસેથી વણિકને તેનું ધન પાછું અપાવ્યું. 229 સાક્ષી રાખીને જ ધન આપવું એમ આ દૃષ્ટાંત સમજાવે છે. (૧૦) વેપાર વગેરેમાં સોગન ખાવા નહિ. તેમાં પણ દેવ-ગુરુ-ધર્મના સોગન તો બિલકુલ ખાવા નહિ. દેવ-ગુરુ-ધર્મના સોગન ખાનારને ભવાંતરમાં ધર્મ દુર્લભ બને છે. (૧૧) ધન કે શસ્ત્ર વગેરે વસ્તુ ખોવાઈ જાય કે ચોરાઈ જાય અને પાછી મળવાનો સંભવ ન રહે તો તેનો ત્યાગ કરવો, અર્થાત્ તે વસ્તુ વોસિરાવી દેવી. આમ કરવાથી એ વસ્તુનો ચોર વગેરે પાપમાં ઉપયોગ કરે તો તે દ્વારા થતા પાપના ભાગીદાર ન બનાય. વિવેકી પુરુષે પાપનો અનુબંધ કરનારી અનંતા ભવ સંબંધી શરીર, ઘર, ધન, શસ્ત્ર આદિ સર્વ વસ્તુનો આ રીતે ત્યાગ કરવો જોઈએ, અર્થાત્ વોસિરાવી દેવી જોઈએ. આમ ન કરવામાં આવે તો અનંતાભવ સુધી તે વસ્તુના સંબંધથી થનારાં પાપોના ભાગીદાર બનાય. આ વિષે ભગવતી સૂત્ર પાંચમાં શતકના છઠ્ઠા ઉદ્દેશમાં કહ્યું છે કે ‘‘શિકારીએ હરણને માર્યો ત્યારે જે ધનુષ્ય વગેરેથી હરણ હણાયો તે ધનુષ્ય વગેરેના મૂળ જીવોને પણ હિંસાદિ પાપક્રિયા લાગે.'' આવા પાપથી બચવા દરેક શ્રાવકે એકવાર તો અવશ્ય નાણસમક્ષ ‘‘અતીતભવ પુદ્ગલ વોસિરાવવાની’’ ક્રિયા કરી લેવી જોઈએ. (૧૨) ધનહાનિ વગેરે વિપત્તિ આવે ત્યારે દિલગીર ન થવું. આ વિષે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે દિલગીરી ન કરવી એ જ લક્ષ્મીનું મૂળ છે. દૃઢ નિશ્ચયવાળો કુશળ, ગમે તેટલા ક્લેશને સહન કરનારો માણસ ફરી લક્ષ્મીને મેળવવા સમર્થ બને છે. કરમાયેલું વૃક્ષ પાછું નવપલ્લવિત થાય છે, અને ક્ષીણ થયેલો ચંદ્ર પણ પાછો પરિપૂર્ણદશામાં આવે છે, એમ વિચાર કરનારા સત્પુરુષો આપત્તિ કાળ આવતાં મનમાં ખેદ કરતા નથી. (૧૩) વેપાર આદિમાં વિઘ્ન ટળે અને ઈચ્છિત લાભ વગેરે થાય એ માટે વેપાર આદિના પ્રારંભમાં શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું, શ્રી ગૌતમસ્વામી આદિનું નામ જપવું. (૧૪) જેટલું ધન મળશે, તેમાંથી આટલું ધન દેવ-ગુરુ-સાધર્મિકની સેવામાં વાપરીશ એવો નિર્ણય કરવો જોઈએ. આમ કરવાથી તેવાં નિકાચિત પાપકર્મોનો ઉદય ન હોય તો પ્રારંભેલ કાર્યમાં અવશ્ય સફળતા મળે. કારણકે દરેક કાર્યોની સિદ્ધિમાં ધર્મનું જ પ્રધાનપણું છે. ધન મેળવવા ઉદ્યમ કરનારે ‘“સાત ક્ષેત્રોમાં ધનનો સદુપયોગ કરીશ.’’ વગેરે શુભ મનોરથો કરવાં જોઇએ, અને ધન મળતાં એ મનોરથોને સફલ પણ કરવાં. કહ્યું છે કે ववसायफलं विहवो, विहवस्स फलं सुपत्तविणिओगो । तदभावे ववसाओ, विहवो वि अ दुग्गइनिमित्तं ॥ વ્યાપારનું ફલ વૈભવ છે, વૈભવનું ફળ સુપાત્રદાન છે, આથી સુપાત્રદાન વિના વ્યાપાર અને વૈભવ બંનેય દુર્ગતિનાં કારણ બને છે.’’ આ પ્રમાણે વ્યવહારશુદ્ધિથી મેળવેલી ઋદ્ધિ ધર્મકાર્યમાં વાપરવાથી ધર્મઋદ્ધિ બને છે. નહિ તો તે ભોગ ઋદ્ધિ કે પાપઋદ્ધિ બને છે. કહ્યું છે કે ‘‘મ્નિદ્વી મોશિદ્ધી, વિદ્ધી ફેંગ તિા મને ફદ્ધી | સા મળફ ધર્મિટ્ટી, નાળિજ્ઞફ ધમ્મજ્ઞેયું ? I' ‘મા મોળિઠ્ઠી નિષ્નર, સરીરમોમિ નીફ વોનો । ના વાળમોગરહિઞ, સાપાવિડ્ડી અળસ્થા ર્॥’ “ધર્મઋદ્ધિ, ભોગઋદ્ધિ અને પાપઋદ્ધિ એમ ઋદ્ધિના ત્રણ પ્રકારો છે. તેમાં જે ધર્મકાર્યમાં વપરાય તેને ‘ધર્મઋદ્ધિ’, જે શરીર અને ભોગોમાં વપરાય તેને ‘ભોગઋદ્ધિ', અને દાનમાં કે ભોગમાં એકેયમાં ન વપરાય તેને Page #249 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વારા (230) શ્રાદ્ધદિનકૃત્ય અનર્થ કરનારી પાપઋદ્ધિ જાણવી.” માટે કરવા યોગ્ય દિવપૂજા દાન વગેરે દૈનિક કાર્યોમાં કે “સંઘપૂજા ‘સાધર્મિક ભક્તિ' વગેરે વાર્ષિક કાર્યોમાં ખર્ચને લક્ષ્મીને પુણ્યોપયોગી બનાવવી. (૧૫) ખર્ચ પણ કમાણીને અનુસાર કરવો. કહ્યું છે કે– “पादमायान्निधिं कुर्यात्, पादं वित्ताय कल्पयेत् । धर्मोपभोगयोः पादं, पादं भर्त्तव्यपोषणे ॥१॥" કમાણીના ચોથા ભાગનો સંગ્રહ કરવો, ચોથો ભાગ વ્યાપારમાં, ચોથો ભાગ ધર્મ માટે અને ભોગઉપભોગમાં ખર્ચવો અને ચોથો ભાગ પોતાના આશ્રિતોને અંગે ખર્ચવો (આપવો).” કોઈ એમ પણ કહે છે“आयादड़ नियुञ्जीत, धर्मे समधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यत्नतः तुच्छमैहिकम् ॥१॥" "કમાણીનો અડધો કે તેથી વધારે ભાગ ધર્મમાં ખર્ચવો, અને બાકીનાથી આ લોકના ભોગ વગેરે સઘળાં તુચ્છ કાર્યો (જયણાથી) કરકસરથી કરવાં.” અહીં કેટલાક વિવેક કરે છે કે- ઉપર કહેલાં ચાર ભાગો સામાન્ય વૈભવવાળાને અને બે ભાગો શ્રીમંતને અંગે સમજવા. (અહીં ૧૬૪મી ગાથા પૂર્ણ થઈ.) (૧૬૪) कुसीलाणं तु संसग्गी, धम्मखिंसाई कारणं । इह लोए परलोए य, महादुक्खाण दायगा ॥१६५॥ . વળી બીજું જુગારી, પરસ્ત્રીગામી, વ્યભિચારી, અને નટવગેરે કુશીલ માણસોની સોબત ધર્મનિંદા આદિનું કારણ છે. તથા આલોકમાં અને પરલોકમાં મહાન દુ:ખ આપનારી છે. (૧૫) वरं वाही वरं मच्चू, वरं दारिद्दसंगमो । वरं अरनवासो य, मा कुमित्ताण संगमो ॥१६६॥ શરીરે રોગ થાય એ હજી સારું છે, મૃત્યુ થાય એ હજી સારું છે, દારિયનો યોગ થાય એ હજી સારું છે, વનવાસ હજી સારો છે, પણ કુમિત્રોની સોબત સારી નથી. (૧૬ ૬) विसं हालाहलं भुत्तं, जह पाणा विणासए । एवं कुमित्तसंजोगो, दुक्खहेऊ न संसओ ॥१६७॥ આ જ વિષયને દષ્ટાંત સહિત કહે છે જેવી રીતે ખાધેલું હલાહલ વિષ પ્રાણોનો નાશ કરે છે તે રીતે કુમિત્રોની સોબત દુ:ખનું કારણ છે, એમાં કોઈ સંશય નથી. (૧૬૭) इक्मि चेव जम्मंमि, मारयति विसाइणो । कुमित्ताणं तु संजोगो, जम्मे जम्मे दुहावहो ॥१६८ ॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 231 ) ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર વિશેષ કહે છેવિષ વગેરે એક જ જન્મમાં મારે છે. કુમિત્રોની સોબત તો અનેક જન્મો સુધી દુ:ખને લાવે છે. (૧૬૮) कुमित्तसंगमाओं य, लहंति पाणिणो दुहं । सुमित्ताओ परं सुक्खं, इत्थं नायं दिवायरो ॥१६९॥ કુમિત્ર-સુમિત્રની સોબતમાં અનુક્રમે દોષ-ગુણને પ્રગટ કરવા પૂર્વક દાંત બતાવવા માટે સૂત્રકાર કહે છે– જીવો કુમિત્રની સોબતથી દુ:ખને પામે છે, સુમિત્રની સોબતથી ઉત્તમ સુખને પામે છે. આ વિષે દિવાકરનું દષ્ટાંત છે. દિવાકરની કથા આ ભરતક્ષેત્રમાં વંગ દેશમાં વિશ્વાપુરીમાં જય નામના રાજાનો ચતુર્ભુજ નામનો પુરોહિત હતો. તેનો દિવાકર નામનો પુત્ર હતો. તે નિર્મલ બુદ્ધિવાળો હોવા છતાં જુવાનીમાં વિદ્યા ભણ્યો નહિ. પરલોકમાં જતી વખતે પિતાએ તેને કહ્યું: વિદ્યા સર્વ જીવોને સુખ આપનારી છે. તેમાં પણ બ્રાહ્મણોને વિશેષથી સુખ આપનારી છે. વિદ્યારહિત પુત્રથી શું કહ્યું છે કે – “ગર્ભ ગળી જાય એ હજી સારું, તુકાળમાં સ્ત્રીગમન ન કરવું એ હજી સારું છે, મરેલો પુત્ર જન્મે એ હજી સારું છે, કન્યા જન્મે એ પણ હજી સારું છે, પત્ની વંધ્યા રહે એ હજી સારું છે, ગૃહવાસમાં પ્રયત્ન ન કરવો = લગ્ન ન કરવાં એ હજી સારું છે, પણ અવિદ્વાન પુત્રરૂપ, ધન અને બલથી પણ યુક્ત હોય તો પણ સારો નથી.” હવે તને બીજી વાત કહું છું – વિદ્યારહિત પણ તું જો ઉત્તમની સેવા કરીશ તો તને ઉત્તમગુણોની પ્રાપ્તિ થશે. કહ્યું છે કે – “સુસંગ કરવો, કુસંગ ન કરવો. કારણકે જે જેવાની સાથે મૈત્રી કરે છે તે જલદી તેના જેવા થાય છે. પુષ્પોની સાથે રહેતા તલ પણ પુષ્પ જેવી ગંધવાળા થઈ જાય છે.” આંબો અને લીમડો એ બંનેના મૂળિયાં ભેગાં થયાં, તેમાં લીમડાના સંગથી આંબો નાશ પામ્યો-લીમડાના ધર્મને પામ્યો = કડવો બની ગયો.” | દિવાકરે તે પ્રમાણે સ્વીકાર્યું. પિતાના મૃત્યુબાદ તે કેટલાક દિવસો પછી પુરોહિતપદથી ભ્રષ્ટ થયો. આથી તેણે વિચાર્યું. પહેલાં અધમ માણસની સેવા કરું. તેનું શું પરિણામ આવે છે તે જોઉં. પછી ઉત્તમની સેવા કરું. આમ વિચારીને તે પરદેશમાં ગયો. ત્યાં ગામમાં વૃદ્ધ ઠાકોરની સેવા કરવા લાગ્યો. તેના નોકર પિંગલની સાથે મૈત્રી કરી. પિંગલની પત્ની મિત્રસેનાની સાથે મૈત્રી કરીને તે રાજા વગેરે લોકોને તેવા વચનોથી અને વિજ્ઞાનથી ખુશ કરે છે. એક્વાર રાજાએ એક શ્લોકનો “સમાનશીલવાળાઓમાં અને સમાનવ્યસનવાળાઓમાં મૈત્રી હોય” આવો ચોથો પાદ કરીને કહ્યું: આ સમસ્યાને જે પૂરે તેને હું વરદાન આપીશ. આ સાંભળીને દિવાકરે તે સમસ્યાને પૂરી. તે આ પ્રમાણે – મૃગલાઓ મૃગોની સાથે, ગાયો ગાયોની સાથે, મૂર્ખાઓ મૂર્ખાઓની સાથે અને બુદ્ધિશાળીઓ બુદ્ધિશાળીઓની સાથે સંગ કરે છે. કારણ કે સમાનશીલવાળાઓમાં અને સમાન વ્યસનવાળાઓમાં મૈત્રી હોય. ખુશ થયેલા રાજાએ કહ્યું: હે ભદ્ર! હું તને શું આપું? તેણે કહ્યું: મારા દારિદ્રયનો નાશ કરો. તેથી રાજાએ તેને એકસો ને સાડા આઠ ગામો આપ્યા. કોઈવાર દુવચન બોલનારા પિંગલને રાજાએ જિહાછેદ દંડ કર્યો. દિવાકરે મિત્ર પિંગલને જીવિતદાન અપાવ્યું. એક્વારતેની ગર્ભવતી પત્ની મિત્રસેનાને મોરનું માંસ ખાવાનો દોહલો થયો. તેણે દિવાકરને આ વાત કહી. દિવાકરે કહ્યું: રાજાના મોર સિવાય બીજો કોઈ મોર મળી શકે તેમ નથી. તેથી Page #251 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય રાજાનો મોર ઘરના આંગણે આવશે ત્યારે તારા સ્નેહથી તેને જ હું મારીશ. ઘરના આંગણે આવેલા મોરને મિત્રસેનાની સમક્ષ લઈને તે બહાર ગયો. મોરને દેવમંદિરમાં મૂક્યો. પછી બીજું માંસ લઈને ‘‘આ મોરનું માંસ છે’’ એમ કહીંને મિત્રસેનાને આપ્યું. દોહલો પૂર્ણ થવાથી તે ખુશ થઈ. 232 ન આ તરફ શોધવા છતાં મોર ન મળવાથી ગુસ્સે થયેલા ઠાકોરે પડહ વગડાવીને જણાવ્યું કે જે કોઈ મોર આપશે તેને હું ૧૦૮ સોનામહોર અને અભય આપીશ. જો કોઈ નહિ કહે અને પછી ખબર પડશે તો શરીરનિગ્રહરૂપ દંડ થશે. આ સાંભળીને મિત્રસેનાએ વિચાર્યું : હમણાં કહેવામાં આવે તો લાભ છે, અને પછી નિગ્રહ થશે, તેથી હમણાં કહું તે સારું છે. પછી તેણે મોરમાંસનો દોહલો થયો વગેરે વિગત કહી દીધી. દિવાકર ઉપર ઠાકોર ગુસ્સે થયો. દિવાકરે આ જાણીને પિંગલને સત્ય હકીકત કહીને તે પિંગલના ઘરમાં છુપાઈ ગયો. પછી ઠાકોરે કહ્યું : દિવાકરને કોણ જલદી અહીં લાવશે ? પિંગલે કહ્યું : હે દેવ ! હું લાવું છું. પછી તે દિવાકરને ત્યાં લઈ આવ્યો. ઉપકાર ન કરનારાઓ ઉપર ઉપકાર કરનારા પ્રશંસનીય છે. ઉપકારી ઉપર અપકાર કરનારાઓનું નામ પણ લેવા યોગ્ય નથી. કૃતઘ્ન ઠાકોરે કહ્યું : દિવાકરની આંખોને ફોડી નાખો, હાથ અને પગ કાપી નાખો. પિંગલે કહ્યું : દેવની આજ્ઞાને હું કરુ છું. આ વખતે દિવાકરના પરિજનોએ કહ્યું : અમારા આ એક અપરાધની ક્ષમા કરો. ઠાકોર ક્ષમા કરતો નથી. આથી પરિજનોએ ફરી પણ કહ્યું : દેવ જેટલા ધનની આજ્ઞા કરે તેટલું ગણું ધન આપીએ. આ પણ ઠાકોરે ન માન્યું એટલે પરિજને ફરી અપરાધને માફ કરવાનો આગ્રહ કર્યો. ઠાકોરે કહ્યું : જો આ તે જ મોરને લઈ આવે તો હું તેને છોડી દઉં. પછી દિવાકરે જલદી મોર લાવીને ઠાકોરને આપ્યો. ઠાકોરે કહ્યું : તારો આ અપરાધ માફ કર્યો. હવે તેવું ન કરીશ. દિવાકરે તે પ્રમાણે સ્વીકાર્યું. દિવાકરે દુષ્ટજનના સંગનો દોષ જોઈ લીધો. આથી તે ત્યાંથી નીકળી ગયો. હવે તે મંગલપુર નગરમાં ગયો. ત્યાં પૂર્ણચંદ્ર નામનો રાજા છે. તેનો ગુણચંદ્ર નામનો પુત્ર છે. ગુણચંદ્ર ઉત્તમગુણી હોવાથી દિવાકર તેની સેવા કરવા લાગ્યો. તથા તેણે મનોરથદત્ત શેઠ અને વસંતસેના વેશ્યાની સાથે પ્રીતિ કરી. હવે એકવાર વિપરીત લક્ષણવાળો ઘોડો ગુણચંદ્ર કુમારને જંગલમાં લઈ ગયો. ખબર પડતાં દિવાકર તેની પાછળ જંગલ તરફ દોડ્યો. રસ્તામાં તેણે પાકેલાં ત્રણ આમળાં લીધાં. કંટાળેલા સાગરચંદ્ર દોરી મૂકી દીધી એટલે અશ્વ ઊભો રહી ગયો. આ અવિનીત છે એમ વિચારીને સાગરચંદ્રે એ ઘોડાનો ત્યાગ કર્યો. થોડીવારમાં સાગરચંદ્રે દિવાકરને જોયો. પછી બંને નગર તરફ પાછા ફર્યા. રસ્તામાં સાગરચંદ્રે દિવાકરને કહ્યું : મને ઘણી તરસ લાગી છે. માટે પાણી લાવી આપ. વધારે પાણી ન મળે તો છેવટે એક અંજલિ જેટલું પણ આપ. આથી દિવાકરે પાણી શોધ કરી. પણ ક્યાંય પાણી ન મળ્યું. ગુણચંદ્રને પોતાના હાથોમાં લઈને દિવાકર આગળ ચાલ્યો, તેટલામાં પાણી વિના ગુણચંદ્રના કંઠે પ્રાણ આવી ગયા. આથી દિવાકરે એક આમળું તેને આપ્યું. જેથી તેને થોડી રાહત થઈ. થોડું આગળ ગયા પછી અનુક્રમે બીજું અને ત્રીજું આમળું આપ્યું. પછી રાજાએ મોકલેલું સૈન્ય મળ્યું. રાજાએ ઉત્સવપૂર્વક ગુણચંદ્રનો નગરપ્રવેશ કરાવ્યો. પછી ગુણચંદ્રે વિચાર્યું–દિવાકરે આપેલાં ત્રણ આમળાં અમૂલ્ય છે. હે જીવ ! જો તું કૃતઘ્ન ન હો તો દિવાકરના ઉપકારને ભૂલીશ નહિ. સમય જતાં ગુણચંદ્ર રાજા બન્યો. તેણે દિવાકરને મંત્રી બનાવ્યો. દિવાકરની મનોરથદત્ત શેઠ સાથે અને વસંતસેના વેશ્યાની સાથે પ્રીતિમાં વધારો થયો. એક વાર રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. થોડો મોટો થયો ત્યારે રમતો રમતો તે મંત્રીના ઘરે આવ્યો. દિવાકરે તેને ભોંયરામાં ગુપ્તપણે રાખી દીધો. ભોજન સમયે રાજાએ કુમારને બોલાવ્યો. પણ તે જોવામાં આવ્યો નહિ. રાજાએ ચારે બાજુ શોધ કરાવી. રાજાના પરિજને કહ્યું : હે દેવ ! અમે કુમારને મંત્રીના ઘરમાં પ્રવેશતો જોયો હતો. પણ પછી નીકળતો જોયો નથી. રાજાએ મંત્રીને પૂછાવ્યું એટલે મંત્રીએ કહ્યું : કુમાર અહીં આવ્યો હતો, પણ તે જ વખતે પાછો જતો Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર રહ્યો હતો. રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે જેને કુમારના સમાચાર મળ્યા હોય તેણે રાજાને કહેવું. સમાચાર મળવા છતાં જો કોઈ નહિ કહે અને પાછળથી ખબર પડશે તો તેને મૃત્યુદંડ થશે. લોકમાં સર્વત્ર વાત ફેલાણી કે કુમાર મંત્રીના ઘરે ગયો હતો અને ત્યાંથી તે પાછો વળ્યો નથી. આથી ભય પામ્યો હોય તેમ દિવાકર મનોહરદત્ત શેઠની પાસે જઈને કહ્યું : મારી ગર્ભવતી પત્નીને માંસનો દોહલો થયો હતો. આથી મેં કાર્યાકાર્યનો વિચાર કર્યા વિના રાજાના બાળકને મારીને તેનું માંસ મારી પત્નીને આપ્યું. હે મિત્ર ! હવે મારે શું કરવું તે આપ કહો. પછી મંત્રી અનંગસેનાની પાસે જઈને શેઠને જણાવેલી વિગત તેને પણ જણાવી. તેણે પણ મંત્રીને શેઠની જેમ આશ્વાસન આપ્યું. શેઠે રાજાની પાસે જઈને કહ્યું : હે સ્વામી ! હું અહીં આવીને કુમારને તેડીને દાદરો ઉતરી રહ્યો હતો ત્યારે પગથિયું ચૂકી જવાથી કુમાર મારા હાથમાંથી નીચે પડી ગયો અને મૃત્યુ પામ્યો. શેઠ આ પ્રમાણે કહી રહ્યા ત્યારે વેશ્યા આવી. વેશ્યાએ કહ્યું કે- હે પ્રભુ ! તિલક કરવાના સમયે હું આવી ત્યારે મેં કુમારને કેડમાં લીધો. ક્ષોભ પામીને મેં એને મર્મસ્થાનમાં જોરથી માર્યું. આથી કુમાર મરી ગયો. રાજાએ વિચાર્યું : એક પુત્રને બે વ્યક્તિઓએ કેવી રીતે માર્યો ? પછી રાજાએ મંત્રીને બોલાવીને ઉક્ત વિગત કહીને પૂછ્યું : આમાં સત્ય શું છે ? દિવાકરે કહ્યું : વિશિષ્ટ માણસોની આ વિશેષતા છે. રાજાએ કહ્યું : મને આમાં કંઈ સમજ પડતી નથી. કંઈક સ્પષ્ટ કહો. મંત્રીએ પત્નીને માંસ ખાવાનો દોહલો થયો વગેરે કહીને કુમારને મેં માર્યો છે એમ જણાવ્યું. 233 આ બંને જે કહી રહ્યા છે તે મને બચાવવા માટે કહી રહ્યા છે. રાજાના પરિજને મંત્રીને કહ્યું : હે અધમ પુરુષ ! રાજાની મહેરબાની પામીને આવું કર્યું ? તને ધિક્કાર થાઓ ! રાજાએ કહ્યું : મંત્રીઉપર જે આક્રોશ કરશે તે મારો શત્રુ છે. પછી મંત્રી પોતાના ઘરે ગયો. કુમારનું મૃતકાર્ય કરીને રાજા પૂર્વવત્ રાજ્યનું સંચાલન કરવા લાગ્યો. એકવાર અવસર જોઈને મંત્રીએ રાજકુમારને વસ્ત્ર-અલંકારોથી વિભૂષિત કરીને રાજાના ખોળામાં બેસાડ્યો. પોતાના પુત્રને જોઈને વિસ્મય પામેલા રાજાએ મંત્રીને પૂછ્યુ : આ શું ? મંત્રીએ સઘળી સત્ય હકીકત કહીને રાજાની પ્રશંસા કરતાં કહ્યું : હે સ્વામી ! ખરેખર આપ ઉત્તમપુરુષ છો. જેથી હું આપના પુત્રનો ખૂની હોવા છતાં આપે એ બદલ કશું કર્યું નહિ અને મારા ઉપર તેવી જ પ્રીતિ ધારણ કરી. આ સાંભળીને રાજાએ કહ્યું : મારી ઉત્તમતા વળી કેવી ? તમે અણીના અવસરે મને ત્રણ આમળાં આપીને જે ઉપકાર કર્યો છે તેની આગળ મેં તમારા માટે કશું જ કર્યું નથી. આ શેઠ અને ગણિકા ઉત્તમ છે, કે જેથી ઉપકાર ન કરનારા ઉપર ઉપકાર કરવા તૈયાર થયા. મંત્રીએ કહ્યું: મોટા માણસો ક્યારેય પોતાની મહત્તાને પોતાના મુખથી બોલતા નથી. પણ આપ જગતમાં ઉત્તમ છો એ સુનિશ્ચિત છે. એકવાર મંત્રીએ પાછલી રાતે શુભ વિચારણા કરતાં વિચાર્યું કે, જગતમાં ક્યાંક કોઈક સર્વોત્તમ હોય છે. મેં ઉત્તમપુરુષની સેવા કરી. હવે સર્વોત્તમની સેવા કરું. મંત્રીને પ્રતિબોધ પમાડવાનો સમય જાણીને આનંદ નામના આચાર્ય ભગવંત નગરીના ઉદ્યાનમાં પધાર્યા. મંત્રીએ તેમને વંદન કરીને કહ્યું : હે ભગવંત! જગતમાં સર્વોત્તમ કોણ છે તે મને કહો. ગુરુએ કહ્યું : જો સર્વોત્તમને જાણવાની ઈચ્છા છે તો ત્રણ મિત્રોનું દૃષ્ટાંત સાંભળો. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જિતશત્રુ રાજા છે. તેને સોમદત્ત નામનો કુશળ મંત્રી હતો. અવસરે રક્ષણ કરે એ માટે તેણે ત્રણ મિત્રો કર્યા. તે ત્રણ મિત્રોના અનુક્રમે નિત્યમિત્ર, પર્વમિત્ર અને પ્રણામમિત્ર એવાં નામ હતાં. મંત્રી નિત્યમિત્રનું દરરોજ ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો, અલંકારો, વિલેપનો અને આહાર વગેરેથી ઘણું જ લાલન–પાલન કરતો હતો. બીજા પર્વમિત્રનું પર્વના કે ઉત્સવના દિવસોમાં આમંત્રણ આપીને વસ્ત્રો, માળા, અલંકાર વગેરેથી સન્માન કરતો હતો. ત્રીજો પ્રણામમિત્ર ક્યારેક માર્ગ વગેરેમાં મળી જાય તો તેને પ્રણામ કરતો હતો, અને મધુરશબ્દોથી Page #253 -------------------------------------------------------------------------- ________________ ( 234 ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વારા (234) શ્રાદ્ધદિનકૃત્ય બહુમાનપૂર્વક તેની સાથે વાત કરતો હતો. એકવાર તેવો કોઈ પ્રસંગ બની જતાં રાજા મંત્રી ઉપર ખૂબ ગુસ્સે થયો. આથી મંત્રી ભય પામીને રાતના એકલો પોતાના ઘરેથી નીકળીને નિત્યમિત્રના ઘરે ગયો. તેણે નિત્યમિત્રને કહ્યું: રાજા મારા ઉપર રુટ થયો છે. રાજા મારું શું કરે તે કહેવાય નહિ. કદાચ મને મારી પણ નાખે. આથી અત્યારે હું તારા શરણે આવ્યો છું. તું મારી રક્ષા કરી નિત્યમિત્રે કહ્યું: આપણી મૈત્રી છે એ વાત સાચી. પણ અત્યારના સંયોગોમાં હું તારું રક્ષણ કરી શકું તેમ નથી. અત્યારે રાજાનો ભય છે. તારા એકના રક્ષણ માટે કુટુંબ સહિત મારી જાતને આપત્તિમાં હું મુકી શકું નહિ. તેથી તું, અહીંથી જલદી ચાલ્યો જા. આ પ્રમાણે નિત્યમિત્રે મંત્રીનું રક્ષણ ન કર્યું અને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂક્યો. આથી મંત્રીએ વિચાર્યું : કાર્ય-અકાર્ય, ભસ્ય-અભક્ષ્ય, પેચ-અપેય વગેરેને વિચાર્યા વિના જેનું મેં પાલન-પોષણ કર્યું તે આવા સમયે મને કામમાં આવ્યો નહિ. પછી મંત્રી પર્વમિત્રના ઘરે ગયો. મંત્રીએ વિગત કહીને રક્ષણની માગણી કરી. પર્વમિત્રે ગૌ વાણીથી કહ્યું: હે મિત્ર! આપણે પર્વના દિવસોમાં એકબીજાનું સન્માન કરીએ છીએ. આપણા બેની નેહવાળી મૈત્રી છે. તને હું મારું બધું આપી દઉં તો પણ ઓછું ગણાય. એથી અત્યારે તારું રક્ષણ કરવું એ મારી ફરજ છે. તારા માટે હું પ્રાણ આપવા તૈયાર છું. પણ મારા કુટુંબનું શું? તું મને પ્રિય છે તેમ કુટુંબ પણ મને પ્રિય છે. આથી મારે વ્યાવ્રતટી ન્યાય ઉપસ્થિત થયો છે. આ બાળકોનું પાલનપોષણ કરવું એ મારી ફરજ છે. માટે હે મિત્ર! આ બાળકો ઉપરકરુણા કરીને તું બીજે ક્યાંય જતો રહે. આથી મંત્રી ત્યાંથી નીકળી ગયો. પર્વમિત્ર ચોરા સુધી તેને વળાવવા ગયો. મંત્રીએ વિચાર્યું: આ બે મિત્રો માટે મેં ઘણો ભોગ આપ્યો છતાં અવસરે તે બંને મને કામમાં ન આવ્યા. હવે પ્રણામમિત્રના શરણે જાઉં. પણ ત્યાં ય મને રક્ષણની આશા દેખાતી નથી. કારણ કે તેની સાથે તો માત્ર વાત કરવાની અને પ્રણામ કરવાની જ મૈત્રી છે. છતાં ત્યાં જઉં અને તે શું કરે છે તે જોઉં. આમ વિચારીને તે પ્રણામમિત્રના ઘરે ગયો. પ્રણામમિત્રને પોતાની બધી વિગત જણાવી. પ્રણામમિત્રે કહ્યું: તારા વિનય અને પ્રણામથી હું તારો ણી . હમણાં તને સહાય કરીને ઋણથી મુક્ત બનીશ. તું જરા પણ ભય ન પામે. હું તારું રક્ષણ કરીશ. મારા જીવતાં કોઈની તાકાત નથી કે તારા રૂંવાડાનું અહિત કરી શકે. પછી પ્રણામમિત્રે તેને કોઈન જાણી શકે તેવા ગુણસ્થાનમાં સુરક્ષિત રાખ્યો. ત્યાં મંત્રી ઘણો સમય નિ:શંકપણે સુખપૂર્વક રહ્યો. ' આ કથાનો ઉપનય આ પ્રમાણે છે– સોમદત્તમંત્રીના સ્થાને જીવ જાણવો. નિત્યમિત્રના સ્થાને શરીર છે. શરીરનું સારી રીતે રક્ષણ કર્યું હોય તો પણ કર્મરૂપી રાજા તરફથી મરણરૂપ આપત્તિ આવે છે ત્યારે શરીર જીવને મરણથી બચાવતું નથી, અને જીવની સાથે એક પગલું પણ જતું નથી. સ્વજનો પર્વમિત્ર સમાન છે. તેમના ઉપર ઘણો ઉપકાર ર્યો હોય તો પણ મૃત્યુ સમયે આકંદન કરતા શ્મશાન સુધી આવીને પાછા જતા રહે છે. ધર્મ પ્રણામમિત્ર સમાન છે. તે પરલોકમાંજીવની સાથે જાય છે. જીવો મુખ્યપણે પોતાના ગૃહસ્થપણાના કાર્યમાં (શરીર અને કુટુંબના પાલનમાં) મશગુલ રહે છે, ધર્મ તો ક્યારેક કરે છે. આમ છતાં પરલોકમાં માત્ર ધર્મ જ સહાયક છે. આ લોકમાં પણ આપત્તિના અવસરે ધર્મ જ સહાય કરે છે. આ પ્રમાણે ઉપનયબતાવ્યા પછી આચાર્યભગવંતે મંત્રીને કહ્યું- હેમહાનુભાવ! આ જગતમાં જિનકથિત ધર્મ જ સર્વોત્તમ છે. સર્વસંગના ત્યાગથી તે ધર્મ સંપૂર્ણ થઈ શકે છે. આ પ્રમાણે સાંભળીને મંત્રીએ રાજાને ધર્મ પમાડીને શ્રાવક બનાવ્યો, અને પછી સ્વયં દીક્ષા લીધી. આ પ્રમાણે દિવાકરે પહેલાં ઉત્તમની અને પછી સર્વોત્તમ ધર્મની સેવા કરી. તે સંસારમાં મનુષ્ય-સ્વર્ગલોકનાં સુખોને પામીને મોક્ષસુખને પ્રાપ્ત કરશે. Page #254 -------------------------------------------------------------------------- ________________ 235 ) શ્રાદ્ધદિનકૃત્ય ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર કુમિત્રની સોબત ન કરવી અને સુમિત્રની સોબત કરવી એ આ દષ્ટાંતનો સાર છે. (૧૬) तम्हा जे सीलसंजुत्ता, गीयत्था पावभीरुणो । ते मित्ता सव्वहा कुजा, इच्छंतो हियमप्पणो ॥१७०॥ આ પ્રમાણે કુમિત્ર અને સુમિત્રની સોબતનું ફલ દષ્ટાંત સહિત બતાવીને સત્સંગનો ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે તેથી આત્માના ઉભયલોકના હિતને ઈચ્છતા શ્રાવકે શીલસંયુક્ત, ગીતાર્થ અને પાપભીરુએવા પરમધાર્મિક ગૃહસ્થોને મન-વચન-કાયાથી મિત્રો કરવા જોઈએ. શીલસંયુક્ત-શીલસંયુક્ત એટલે સદાચારસંપન્ન, અથવા સદ્ગતયુક્ત. સદાચારની વ્યાખ્યા આ પ્રમાણે છે- “લોકાપવાદનો ભય, દીન-દુ:ખી જીવોનો ઉદ્ધાર કરવામાં આદર, ઉપકારીના ઉપકારને નહિ ભૂલવા રૂપ કૃતજ્ઞતા, પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને પણ અન્યની યોગ્ય પ્રાર્થનાનો ભંગ ન કરવા રૂપ સુદાક્ષિણ્ય – આ સદાચારો છે.” તથા “વિપત્તિમાં દીન ન બનવું, મહાપુરુષોના પગલે ચાલવું, ન્યાયયુક્ત આજીવિકા ઉપર પ્રેમ રાખવો, પ્રાણ જાય તો પણ મલિન કામ ન કરવું, અસપુરુષોની પાસે પ્રાર્થના કરવી, મિત્ર પણ અલ્પધનવાળો હોય તો તેની પાસે યાચના ન કરવી, પુરુષોનું તલવારની ધાર સમાન આ વિષયવ્રત કોણે કહ્યું છે?” ગીતાર્થ ગીતાર્થ એટલે સૂત્ર અને અર્થને જાણનારા સાધુઓ. કહ્યું છે કે –“સૂત્રને ગીત કહેવામાં આવે છે. સૂત્રના વ્યાખ્યાનને અર્થ કહેવામાં આવે છે. ગીતથી અને અર્થથી સાધુને ગીતાર્થ જાણ.” ગીતાર્થ સાધુઓની સેવા કરવાના કારણે શ્રાવકો પણ ઉપચારથી ગીતાર્થ કહેવાય છે, અર્થાત્ ગીતાર્થ એટલે પ્રવચન કુશલ. (શ્રાવકો સાધુઓની સેવા કરીને પ્રવચનકુશલ બને છે માટે ગીતાર્થ કહેવાય છે.) પાપભીરુ પાપભીરુ એટલે ગાઢકર્મબંધના ભયથી તીવ્ર આરંભનો ત્યાગ કરનારા કહ્યું છે કે – “શ્રાવક તીવ્ર આરંભનો (=જેનાથી ઘણા જીવોને પીડા થાય તેવા કઠોર ધંધાનો) ત્યાગ કરે. કદાચ નિર્વાહન થાય એથી તીવ્ર આરંભ કરે તો પણ ઈચ્છા વિના (=અનાદરભાવથી) કરે. આરંભરહિત લોકની (=સાધુઓની) પ્રશંસા કરે, તથા સર્વ જીવો પ્રત્યે દયાળુ હોય.” (ધ.ર...ગા.૬૫) (૧૭) Page #255 -------------------------------------------------------------------------- ________________ 236 ) પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય (૧૫) ભોજન દ્વાર तओ भोयणवेलाए, आगयाइ सुसावओ । पुइत्ता जहसत्तीए, गिहबिंबाणि वंदए ॥१७१॥ હવે પંદરમા “ભોજન દ્વારનું વિવરણ કરતા ગ્રંથકાર કહે છે– ન્યાયથી વ્યવસાયર્યા પછી ભોજનવેળા થયે છતે સુશ્રાવક ગૃહબિંબોની યથાશક્તિ પૂજા કરીને પ્રસિદ્ધ ચૈત્યવંદનની વિધિથી વંદન કરે. અહીંમધ્યાહસમય ભોજનળા છે. અથવા પોતાની પ્રકૃતિને અનુકૂળ ભોજનવેળા સમજવી. (૧૭૧), ढोइत्ता अग्गकूरंतु, तओ साहू निमंतए । दिट्ठा य नियघरे इंता, तओ गच्छिज्ज संमुहो ॥१७२॥ दारं १५॥ પછી રસોઈ તૈયાર થયે છતે ગૃહબિંબોની આગળ-ઉત્તમ ચોખાથી બનાવેલા * ભાત વગેરે આહારંધરે. પછી સાધુઓને નિમંત્રણ કરે. જો અષ્ટગોચરચયના કમથી ઉચ્ચ-નીચ ઘરોમાં ફરતા સાધુઓ સ્વયમેવ પોતાના ઘરે આવતા જોવામાં આવે તો શ્રાવક તેમની સન્મુખ જાય. અષ્ટ એટલે આઠ. સાધુઓની આઠ ગોચર ચર્યા આ પ્રમાણે છે– કન્વી, ગત્વા પ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવીથિ, પેટા, અર્ધપેટા, અત્યંતરસંબૂકા અને બહિ:શબૂકા એ આઠ ગોચર ભૂમિ છે. આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધસંપ્રદાયથી જાણવો. વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે– ૧. અજવી- ક્વી એટલે સરળ. ઉપાશ્રયમાંથી નીકળેલો સાધુ સીધા માર્ગે એક્રેણિમાં રહેલા ઘરોમાં મશ: ફરતાં છેલ્લા ઘર સુધી આવે, આટલા ઘરોમાંથી ભિક્ષા ન મળે તો પણ બીજે ક્યાંય ગયા વિના સીધા માર્ગ ઉપાશ્રયમાં પાછો આવે તે ઋક્વી. ૨. ગcપ્રત્યાગતિ– જેમાં ગત્વા એક શ્રેણિમાં ફરીને પ્રત્યાગતિ પાછા ફરતાં બીજી શ્રેણિમાં વહોરતો આવે તે ગ–પ્રત્યાગતિ. ઋક્વીની જેમ એક ગૃહશ્રેણિમાં ફર્યા પછી પાછો ફરતો સાધુ સીધા માર્ગે બીજી ગૃશ્રેણિમાં છેલ્લા ઘર સુધી ફરીને ઉપાશ્રયમાં આવે તે ગ–પ્રત્યાગતિ. ૩. ગોમૂત્રિકા-ગોમૂત્રિકાએટલે બળદના જમીન ઉપર પડેલા પેશાબના આકારના જેવી. સામ સામે શ્રેણિમાં રહેલા ઘરોમાં ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, પુન: જમણી શ્રેણિના ઘરથી ડાબી શ્રેણિના ઘરમાં, વળી પુન: ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, એમ બંને શ્રેણિઓમાં એક એક ઘરમશ: ફરે તે ગોમૂત્રિકા. ૪. પતંગવીથિ- જેમાં પતંગની જેમ વીથિ = ફરવાનો માર્ગ હોય તે પતંગવીથિ. જેમ પતંગ ઉડી ઉડીને અનિયત ગતિથી ઉ–ફરે તેમ સાધુ વચ્ચે વચ્ચે ઘર છોડીને અનિયત કમથી ફરે તે પતંગવીથિ. * ટીકામાં રહેલા પર શબ્દનો અર્થ આ પ્રમાણે છે - મા એટલે પહેલાનો ભાગ. નૂર એટલે ભાત. પહેલાના ભાગરૂપે ભાત તે અગ્રક્ર. આ શબ્દાર્થ છે. પહેલાં દેવને ધરવાના ભાત તે અગ્રક્ર. ભાતના ઉપલક્ષણથી પહેલાં દેવને ધરવાનો કોઈ પણ પ્રકારનો આહાર તે અગ્રકૂર એવો ભાવાર્થ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ 237 શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર ૫. પેટા– પેટા એટલે પેટી. પેટી જેવા ચોરસ વિભાગમાં ઘરોને કલ્પને વચ્ચેના ઘર છોડી દે અને છેડે રહેલા ઘરોમાંચારેય દિશામાં સમશ્રેણિએ ફરે તે પેટા. ૬. અર્ધપેટા-અર્ધપેટાના આકાર જેવું પરિભ્રમણ જેમાં થાય તે અર્ધપેટા. પેટાની જેમ ઘરોની કલ્પના કરીને ચારને બદલે બે જ દિશામાં રહેલી બે જ ગૃહશ્રેણિમાં ફરે તે અર્ધપેટા. ૭. અભ્યતરશખૂકા– શબૂક એટલે શંખ. શંખના આવર્તની જેમ ગોળ પરિભ્રમણ જેમાં થાય તે બંધૂકા. જેમકે – ક્ષેત્રના મધ્યભાગથી ફરવાનું શરૂ કરીને શખના આવર્તની જેમ ગોળાકાર રહેલા ઘરોમાં ફરતો સાધુ છેલ્લે ક્ષેત્રની બહાર આવે તે અત્યંતરસંબૂકા. ૮. બહિશખૂકા ક્ષેત્રના બહારના ભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે ફરતો સાધુ ક્ષેત્રના મધ્યભાગમાં આવે તે બાહ્ય શબૂકા. શ ત્રિક ગત્વા પ્રત્યાગતિ ઉપાજી: પ્રજ્જવી Souછે. ' 'પતંગવિર્થ LG ) બાહ્ય થાણૂક પેટા . Ges છે 'P ૬ . અન્યન્તર અખ્તર શક્લક્ષ છે છે @ અર્ધ પણ વિવેચન - સાધુઓ વહોરવા પોતાના ઘરે આવે ત્યારે સન્મુખ જવું એ શ્રાવકોનો વિનયરૂપ આચાર છે. આ વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – “ગુરુને જોતાંની સાથે જ ઊભા થવું, તે આવે ત્યારે સન્મુખ જવું, તેઓને બે હાથ જોડીને મસ્તકે અંજલિ કરવી, પોતે જાતે આસન આપીને બેસવા માટે વિનંતી કરવી, તેઓ આસન ઉપર બેસે પછી પોતે બેસવું, તેમને વંદન કરવું, તેમની શરીરસેવા કરવી, તેઓ જાય ત્યારે પાછળ વળાવવા જવું ઈત્યાદિ ગુરુનો આદરરૂપ વિનય છે. (૧૭૨) आसणेण निमंतित्ता, तओ परियणसंजुओ । वंदए मुणिणो पाए, खंताइगुणसंजुए ॥१७३॥ ઘરે આવેલા સાધુઓને આદરપૂર્વક વહોરાવવાની વિધિને છ ગાથાઓથી કહે છે. ઘરે પધારેલા ક્ષમા આદિ ગુણોથી યુક્ત મુનિને આસન ઉપર બેસવાની વિનંતી કરીને પરિજનયુક્ત શ્રાવક તેમના ચરણોને વંદન કરે. * ક્ષમા આદિ ગુણોથી યુક્ત એ સ્થળે રહેલા આદિ શબ્દથી નમ્રતા, સરળતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, Page #257 -------------------------------------------------------------------------- ________________ ( 238 ) પંદરમું ભોજન દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય. શૌચ ( ધર્મનાં ઉપકરણો ઉપર આસક્તિનો અભાવ) અપરિગ્રહ અને બ્રહ્મચર્યનું ગ્રહણ કરવું. વિવેચન અહીં જણાવેલા દસ ગુણો યતિધર્મ છે. આથી ક્ષમા આદિ ગુણોથી યુક્ત સાધુ એટલે યતિધર્મથી યુક્ત સાધુએવો અર્થ થાય. યતિધર્મથી યુક્તસાધુ ભાવસાધુ છે. યતિધર્મથી રહિત સાધુદ્રવ્યસાધુ છે. શ્રાવકે ભાવસાધુને વંદન કરવાનું છે, આ વાત પૂર્વે આવી ગઈ છે. હવે એ પ્રશ્ન થાય છે કે – દ્રવ્યસાધુને વહોરાવાય કે નહિ? આનો જવાબ આપ્રમાણે છે – આ વિષે ભગવતીજી (શ.૮ ઉ. ૬ સૂ. ૩૩૨)માં કહ્યું છે કે – “હે ભગવન્! તથાવિધ અસંયત-અવિરતને પ્રાસુક કે અપ્રાસુક એષણીય કે અષણીય આહારાદિ આપનાર શ્રાવકને શું ફળ મળે? હે ગૌતમ! તેને એકાંતે પાપકર્મ બંધાય છે, જરા પણ નિર્જરા થતી નથી.” આનાથી નિશ્ચિત થયું કે દ્રવ્યસાધુને વહોરાવાય નહીં. કારણ કે વહોરાવવાથી તેના અસંયમનું પોષણ થાય, અને એથી પાપકર્મ બંધ થાય. આ સામાન્યથી વિધાન છે. આમાં વિશેષ એ છે કે – દ્રવ્ય સાધુને આમને આપવાથી મારો સંસારથી છૂટકારો થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે એમ ભક્તિથી મોક્ષ માટે દ્રવ્યસાધુને દાન આપે તો કર્મબંધ થાય. પણ અનુકંપાથી દાન આપવામાં કર્મબંધ ન થાય. અથવા ઔચિત્યથી દ્રવ્યસાધુને આંપવામાં કર્મબંધ ન થાય. આ વિષે શ્રાદ્ધવિધિમાં લખ્યું છે કે અન્યદર્શની ભિક્ષુકો આપણે ઘેર ભિક્ષાને અર્થે આવે તો તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની ભિક્ષાને અર્થે આવે તો તેને વિશેષ કરી દાન અવશ્ય આપવું. જો કે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેના ગુણને વિષે પક્ષપાત નથી, તો પણ આવેલાનું યોગ્ય આદરમાન કરવું એ ગૃહસ્થનો ધર્મ છે.” ઉચિત આચરણ ઘરે આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું. આસનાદિકના માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે યોગ્ય આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લોકોને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ, આંધળા, બહેરા, રોગી વગેરે દુઃખી લોકો ઉપર દયા કરવી, તથા તેમને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુ:ખમાંથી કાઢવા એ ધર્મ સર્વદર્શનીઓને સમ્મત છે. શ્રાવકોને એ લૌકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું, એનું કારણ એ છે કે– જે માણસો ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લોકોત્તર પુરુષની સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મને વિષે શી રીતે કુશળ થાય? માટે ધર્માર્થી લોકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે કે “સર્વઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખવો. દોષને વિષે મધ્યસ્થપણું રાખવું અને જિનવચનને વિષે રુચિ રાખવી, એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણ છે.” સમુદ્રો પોતાની મર્યાદા મૂક્તા નથી, પર્વતો ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરુષો ઉચિત આચરણો છોડતા નથી. જગતના ગુરુ એવા તીર્થકરો પણ ગૃહસ્થપણામાં માતાપિતાના સંબંધમાં અભ્યત્થાન (મોટા પુરુષ આવે ત્યારે આદરથી ઊભું થવું) વગેરે કરે છે.” (અહીં શ્રાદ્ધવિધિનો પાઠ પૂર્ણ થયો.) * અથવા ભાવઅનુકંપાબુદ્ધિથી દાન આપવામાં કર્મબંધ ન થાય. ઘરે આવેલા સંન્યાસી વગેરેને દાન ન Page #258 -------------------------------------------------------------------------- ________________ 239 શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર આપવામાં આવે તો સંભવ છે કે સંન્યાસીને અને લાગતા-વળગતા બીજાઓને એમ થાય કે આમનો ધર્મ કેવો કે જેથી ઘરે આવૈલાને દાન પણ આપતા નથી. આ રીતે તે લોકો જૈન ધર્મની નિંદા કરીને બોધિદુર્લભ બને. આમ તેમના પ્રત્યે ભાવઅનુકંપાબુદ્ધિથી દાન કરવામાં કર્મબંધન થાય. આવી (દ્રવ્યઅનુકંપા, ઔચિત્ય કે ભાવઅનુકંપા) બુદ્ધિ વિના દ્રવ્યસાધુને દાન આપવાથી કર્મબંધરૂપ નુકશાન જ થાય. આ વિષે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દાનધ્રાવિંશિકામાં કહ્યું છે કે – “આ મારા આપેલા આહારાદિ લેનાર પરિવ્રાજક આદિના અસંયમ, મિથ્યાત્વ વગેરે રૂપદોષોનું જ પોષણ થવાનું છે, એવું જાણીને પણ (અનુકંપાનો અવસર ન હોવા છતાં ભક્તિથી) તે દોષ પોષણની ઉપેક્ષા કરીને આહારાદિનું દાન કરતો શ્રાવક ચંદનને બાળીને કોલસા પાડવાની કષ્ટમય આજીવિકા ઊભી કરવા જેવું કરે છે. ચંદનનો ચંદન તરીકે જ વ્યાપાર કરનાર ચંદનના કોલસા પાડીને કોલસાનો વ્યાપાર કરનાર કરતા ઘણો સારો લાભ પામી શકે છે, અને કોલસા પાડતી વખતની ગરમી વગેરે કરમાંથી બચી શકે છે. સુપાત્રમાં દાન કરવા યોગ્ય સ્વસંપત્તિ એ ચંદન છે. કુપાત્રમાં એનું દાન એ કોલસા પાડવા જેવું છે. ભક્તિથી અપાતા દાનથી લાભને બદલે નુકશાન ન થઈ જાય એ માટે દાનવીર શ્રાવકે સ્વયં બુદ્ધિથી પાત્રની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષામાં પાસ થનાર પાત્ર સાધુ, શ્રાવક અને અવિરત સમ્યગ્દષ્ટિ એમ ત્રણ પ્રકારે છે. (૧૭૩) देसं खित्तं तु जाणित्ता, अवत्थं पुरिसंतहा । . विजोव्व रोगियस्सेव, तओ किरियं पउंजए ॥१७४॥ જેવી રીતે વૈદ્ય દેશ-કાલ વગેરે જાણીને રોગીની ચિકિત્સા કરે તેમ શ્રાવક દેશ, ક્ષેત્ર, દ્રવ્ય, અવસ્થા અને પુરુષને જાણીને સાધુને વહોરાવે. દેશ- મગધ, અવંતિ વગેરે ક્યો દેશ છે? અથવા આ દેશ સાધુના વિહારને યોગ્ય છે કે નહિ? ઇત્યાદિ જાણીને વહોરાવે. ક્ષેત્ર- આ ક્ષેત્ર સંવિગ્ન ભાવિત છે કે અભાવિત છે ઇત્યાદિ જાણીને વહોરાવે. દ્રવ્ય- અમુક દ્રવ્ય સુલભ છે કે દુર્લભ ઇત્યાદિ જાણીને વહોરાવે. અવસ્થા- હમણાં ભિક્ષા સુલભ છે કે દુર્લભ ઇત્યાદિ જાણીને વહોરાવે. પુરૂષ- આચાર્ય, ઉપાધ્યાય, બાલ, વૃદ્ધ, ગ્લાન, *સહુ અને અસહુ વગેરે જાણીને વહોરાવે. અહીં તાત્પર્ય એ છે કે સાધુઓના શરીરનો અને સંયમનો નિવહથાય તથા જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ થાય તે ખ્યાલમાં રાખીને તે પ્રમાણે સાધુઓને આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર વગેરે વહોરાવે. (૧૭૪) संथरणंमि असुद्धं, दुण्हवि गिण्हंतदितयाणहियं । आउरदिटुंतेणं, तं चेव हियं असंथरणे ॥१७५॥ દાન કરવામાં જ ઉત્સર્ગ અને અપવાદ બતાવે છે– . પ્રાસુક (=અચિત્ત) અને એષણીય (=દોષોથી રહિત) આહાર વગેરેની પ્રાપ્તિ થતી હોય અને એથી સાધુઓના જીવનનો નિવહ થતો હોય ત્યારે અશુદ્ધ (સચિત્ત કે બેતાલીસ દોષોમાંથી કોઈ પણ દોષથી દૂષિત) | * સહ એટલે સહન કરી શકે તેવા. અસહ એટલે સહન ન કરી શકે તેવા. ' Page #259 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વારા 240 શ્રાદ્ધદિનકૃત્ય આહાર લેનાર અને આપનાર એ બંનેનું અહિત કરે. કારણકે લેનારને સંસારની વૃદ્ધિ થાય અને આપનારને અલ્પ આયુષ્યનો બંધ થાય. પણ જ્યારે દુકાળ કે બિમારી આદિ અવસ્થામાં પ્રાસુક અને એષણીય આહાર વગેરેની પ્રાપ્તિ ન થતી હોય અને એના કારણે સાધુઓના જીવનનો નિર્વાહન થતો હોય ત્યારે અશુદ્ધ પણ આહાર લેનાર અને આપનાર એ બંનેનું હિત કરે. જેવી રીતે વૈદ્ય દેશ-કાલ વગેરે વિચારીને રોગીની ચિકિત્સા કરે છે, તેમ શ્રાવક દેશ-કાલ વગેરે જોઈને સાધુને વહોરાવે. રોગીને કોઈક અવસ્થામાં જે પથ્ય હોય તે જ વસ્તુ અન્ય અવસ્થામાં અપધ્ય થાય. કોઈક અવસ્થામાં જે અપથ્ય હોય તે જ અન્ય અવસ્થામાં પથ્ય થાય. તે રીતે પ્રસ્તુતમાં આગમને જાણનારાઓ દુર્ભિક્ષ અને બિમારી વગેરે અવસ્થામાં અવસર પ્રમાણે ઘણા ગુણોના લાભની ઈચ્છાથી અપવાદથી અશુદ્ધ પણ દાન ગ્રહણ કરે અને શ્રાવક આપેતો દોષ માટે થતું નથી. આ વિષે (ઓ.નિ.ગા. ૪૭મા) કહ્યું છે – સર્વ પ્રવૃત્તિમાં સંયમની રક્ષા કરવી. સંયમની રક્ષા કરતાં જો પ્રાણોનો નાશ થતો હોય તો સંયમમાં અપવાદ સેવીને પણ પ્રાણોની (શરીરની) રક્ષા કરવી. કારણ કે એમ કરવાથી સંકટથી મુક્ત થઈ શકાય. સંકટથી મુક્ત થયા પછી અપવાદસેવવામાં લાગેલા દોષોની પ્રાયશ્ચિત્ત દ્વારા વિશુદ્ધિ કરી શકાય છે, અને એમ કરવાથી (સંયમ રક્ષાનો શુદ્ધ આશય હોવાથી) અવિરતિ થતી નથી - અવિરતિ જન્યકર્મબંધ થતો નથી.” વિવેચન વિશિષ્ટ કારણ વિના સાધુ આહાર લે તો તેને સંસારની વૃદ્ધિ થાય. આ વિષેઓઘ.નિ.ગા. ૪૪૬ માં કહ્યું છે કે જે સાધુ આહાર-ઉપધિવગેરે જેવું મળે તેવું ગ્રહણ કરે છે, એટલે કે દોષિત છે કે નિર્દોષ છે એમ જાણ્યા વિના દોષિત કે નિર્દોષ જેવું મળે તેવું ગ્રહણ કરે છે, તેને સંસારની વૃદ્ધિ કરનારો કહ્યો છે.” આ વિષે યતિદિનચર્યામાં પણ કહ્યું છે કે– જે પિંડની શુદ્ધ છે કે અશુદ્ધ એવી તપાસ કરતો નથી તે ચારિત્રરહિત છે. એમાં સંશય નથી. ચારિત્રન હોય તો સંપૂર્ણ દીક્ષા નકામી છે.” નિષ્કારણ દોષિત આહાર વહોરાવનારને અલ્પ આયુષ્યનો બંધ થાય. આ વિષે ભગવતીજી સૂત્રમાં પાઠ આ પ્રમાણે છે- “શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે- હે ભગવંત! જીવો ક્યા કારણે અલ્પ આયુષ્યવાળું કર્મ બાંધે છે? ઉત્તરમાં મહાવીર ભગવાન કહે છે કે - હે ગૌતમ! જેઓ જીવ હિંસા કરનારા હોય, જુ બોલનારા હોય, તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને અપ્રાસુક (સચિત્ત) તથા અષણીય (=દોષિત) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વહોરાવનારા હોય, એવા જીવો નિશ્ચયથી અલ્પ આયુષ્યવાળું કર્મ બાંધે છે.” પ્રશ્ન- અહીં અશુદ્ધ દાયકને અલ્પ આયુષ્યનો બંધ કઈ અપેક્ષાએ છે? ઉત્તર–શુદ્ધ દાન આપનારની અપેક્ષાએ અલ્પ આયુષ્યનો બંધ સમજવો. શુદ્ધ દાયકને દીર્ઘ આયુષ્યનો બંધ થાય અને અશુદ્ધદાયકને શુદ્ધદાયની અપેક્ષાએ અલ્પ શુભ આયુષ્યબંધ થાય. પુષ્ટ તેવા કારણથી સાધુ અશુદ્ધ આહાર લે તો પણ નિર્દોષ છે. આ વિષે વ્યવહારભાષ્ય-પીઠિકામાં કહ્યું છે કે “અપવાદને સેવીને હું મોક્ષમાર્ગને અખંડ રાખીશ, અથવા જ્ઞાનાદિનો અભ્યાસ કરીશ, અથવા તપઉપધાનમાં વિશેષ ઉદ્યમ કરીશ, અથવા ન્યાયથીગણની સાર-સંભાળ કરીશ. આવાશુદ્ધ આલંબનથી અપવાદને સેવવા છતાં તે મોક્ષને પામે છે.” Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 241 ) પંદરમું ભોજન દ્વાર પુણકારણથી અશુદ્ધ આહાર આપનાર અંગે પણ ભગવતીજી (શ.૮ ઉ. ૬ સૂ. ૩૩૨) માં કહ્યું છે કે–હે ભગવંત ! શ્રાવક તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને અપ્રાસુક (સચિત્ત) અને અષણીય ( દોષિત) અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વહોરાવે તો તેને શું ફળ મળે? હે ગૌતમ તેને ઘણી નિર્જરા થાય અને અલ્પ પાપ કર્મ બંધાય. પ્રશ્ન- પુષ્ટ કારણથી અશુદ્ધ આપે છે, તેથી જિનાજ્ઞાનું પાલન કરે છે. તેથી આ દાનમાં કેવળ નિર્જરા થવી જોઈએ, અલ્પ પાપકર્મ કેમ બંધાય ? ઉત્તર- જેવી રીતે દ્રવ્યપૂજા પૂજા કરનારના નિર્મલ અધ્યવસાયનું કારણ હોવાથી અને પૂજા કરનાર જિનાજ્ઞાની આરાધનામાં પ્રવૃત્ત થયો હોવાથી પૂજા કરનારને પુણ્યબંધ થાય છે, પણ સ્નાન વગેરેમાં ષયના આરંભમાં પ્રવૃત્તિ થવાથી કંઈક અશુભ કર્મબંધ થાય છે. તેવી રીતે પ્રસ્તુતમાં પુટકારણ હોવાથી અશુદ્ધ દાન કરનારના નિર્મલ અધ્યવસાયનું કારણ હોવાથી અને દાન કરનાર જિનાજ્ઞાની આરાધનામાં પ્રવૃત્ત થયો હોવાથી ઘણી નિર્જરા થાય છે, પણ સાધુ માટે આરંભ કરે છે માટે કંઈક અશુભ કર્મબંધ પણ થાય. . શ્રાવકના ત્રણ પ્રકાર અહીં નુકસાન કરતા લાભ વધારે છે. ડાહ્યા માણસો થોડી હાનિ ભોગવીને પણ વધારે લાભ મેળવવાની ઈચ્છાવાળા હોય છે. આથી પુણકારણ હોય ત્યારે પણ અશુદ્ધ દાન આપવાની બુદ્ધિ જે શ્રાવકને ન થાય તે શ્રાવક અપરિણત છે. શ્રાવકનાં પરિણત, અપરિણત અને અતિપરિણત એમ ત્રણ પ્રકાર છે. ઉત્સર્ગના સમયે ઉત્સર્ગ અને અપવાદના સમયે અપવાદમાં મતિવાળો હોય તે પરિણત શ્રાવક છે. અપવાદના સમયે પણ ઉત્સર્ગમાં જ મતિવાળો હોય તે અપરિણત છે. અપવાદની જરૂર ન હોવા છતાં અપવાદમાં જ મતિવાળો હોય તે અતિપરિણત છે. આ ત્રણ પ્રકારમાં પરિણત શ્રાવક હિત સાધી શકે છે. માટે શ્રાવકે ઉત્સર્ગ–અપવાદનું અને સાધુને ભિક્ષામાં લાગતા દોષોનું જ્ઞાન મેળવીને અવસર પ્રમાણે દાન કરનારા બનવું જોઈએ. - ગૃહસ્થથી લાગતા ગોચરીના કેટલાક દોષો . શ્રાવકે સાધુના શરીરની કાળજી રાખવા સાથે સંયમની પણ કાળજી રાખવી જોઈએ, એટલે કે સાધુને દોષ નલાગે, અગર ઓછો લાગે, અને સંયમનું પાલન થાય એ માટે શ્રાવકે પોતાનાથી શક્ય હોય તેટલી સહાય કરવી જોઈએ. આ માટે શ્રાવકે સાધુના આચારો અને ગોચરીના બેતાલીસ દોષો વગેરે જાણવું જોઈએ. આ બોધ તો શ્રાવક શબ્દના અર્થ ઉપરથી પણ મળે છે. સાંભળે તે શ્રાવક. શું સાંભળે? એના જવાબમાં કહ્યું કે સાધુની અને શ્રાવકની સામાચારી સાંભળે તે શ્રાવક. શાસ્ત્રમાં (બુક.ભા.રા.માં) કહ્યું છે કે, “ગોચરી ગયેલ સાધુ ગોચરીના દોષોના અજાણ ગૃહસ્થને સંક્ષેપથી ‘આધાકર્મ વગેરે દોષો જણાવે. જાણકારને પણ અવસરે ગોચરીના દોષો કહે” ગોચરીના બેતાલીસ દોષો છે. તેમાં કેટલાક દોષો આ પ્રમાણે છે– (૧) આધાક- સાધુ માટે જ દૂધ-ચા વગેરે ઉકાળે. સાધુની ભક્તિ કરવા માટે જ શીરો વગેરે બનાવે. સાધુને વહોરાવવા માટે જ ફળો સમારે. આ દોષ ગોચરીના બધા દોષોમાં સૌથી મોટો દોષ છે. (૨) મિશ્ર પોતાના માટે અને સાધના માટે એ બંનેના માટે ખીચડી વગેરે બનાવે. સાધુઓ વધારે હોય, સાંજના વહેલું વાપરનારા શ્રાવકો ઓછા હોય વગેરે સંયોગોમાં ગૃહસ્થ પોતાની રસોઈ સાથે સાધુના માટે પૂજામાં કંઈક અશુભ કર્મ બંધાય એ વિગત ઉપદેશ રત્નાકર અંશ૪ તરંગ ૫ માં જણાવી છે. તેના આધારે દાનમાં પણ આ વાત ઘટી શકે છે. પૂજા પંચાશકની દસમી ગાથાની ટીકામાં પણ આ વિષયનું સમર્થન કર્યું છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર (242 શ્રાદ્ધદિનકૃત્ય પણ થોડી વધારે બનાવે તો મિશ્ર દોષ ગણાય. (૩) સ્થાપના- સાધુને વહોરાવવા લુખ્ખી રોટલી, મોળી દાળ વગેરે રાખી મૂકે. આયંબિલવાળા સાધુનો લાભ મળે એ માટે લુખ્ખી રોટલી, વઘાર્યા વિનાની મોળી દાળ વગેરે રાખી મૂકે તો તે સ્થાપના દોષ ગણાય. આયંબિલવાળા સાધુ માટે સ્પેશિયલ રોટલી, દાળ વગેરે બનાવવામાં આવે તેના કરતાં પોતાના માટે બનાવેલમાંથી લુખ્ખી રોટલી મોળી દાળ વગેરે રાખી મુકવામાં દોષઘણો ઓછો લાગે. સાધુ માટે રાખેલી મોળી દાળને ફરી ગરમ ન કરવી જોઈએ. જો ફરી ગરમ કરવામાં આવે તો સાધુ માટે સ્પેશિયલ દાળ બનાવવામાં જે (આધાકર્મ) દોષ લાગે તે જ દોષ લાગે. (૪) પ્રાદુષ્કરણ- અંધારું હોય તેથી સાધુને વહોરાવવા લાઈકરવી,દીવો કરવો વગેરેથી પ્રાદુષ્કરણ દોષ લાગે. (૫) કીત- સાધુ માટે મૂલ્ય આપીને ખરીદવામાં આવે તો દીત દોષ લાગે. આજે કાપડ, પાત્રો, દવા વગેરેમાં ; સાધુઓને મોટા ભાગે ફ્રીત દોષ લાગે છે. પૂર્વે સાધુઓ ગૃહસ્થના ઘરે તેમના માટે ઉપયોગમાં લેવા માટે જે કાપડ કે વસ્ત્રો પડ્યાં હોય તેમાંથી લઈ આવતા. પાત્રો અને દવાઓ વગેરે પણ ગૃહસ્થોના ઘરેથી નિર્દોષ મળી જતું હતું. આજે લોકોના પહેરવેશ, રહેણી-કરણી, રીત-રિવાજ વગેરેમાં ઘણું પરિવર્તન આવી ગયું. એથી આજે કાપડ વગેરે તદ્દન નિર્દોષ મળવું દુર્લભ બની ગયું. આમ છતાં આજે જો ઉઘાપનની (=ઉજમણાનો) પ્રચાર વધે અને ગૃહસ્થો તેમાં ચારિત્રનાં ઉપકરણો વિશેષ પ્રમાણમાં મૂકતા થાય તો સાધુઓને નિર્દોષ ઉપકરણ થોડા સુલભ બને. (૬) અભ્યાહત-સાધુની સામે લાવેલું, અર્થાત્ સાધુને વહોરાવવા જ્યાં સાધુ હોય ત્યાં લઈ જઈને વહોરાવે તો અભ્યાહત દોષ લાગે. ઉકાળેલું પાણી પોતાના ઘેરથી સાધુ પાસે લઈ જઈને વહોરાવવામાં અભ્યાહત દોષ લાગે. કોઈ વૃદ્ધ સાધુ હોય, વરસાદ ઘણો આવતો હોય વગેરે કારણે ઘેરથી સાધુ પાસે લઈ જાય તો તે અપવાદ ગણાય. (૭) પૂર્વકર્મ- સાધુનેવહોરાવવા માટે હાથને કાચા પાણીથી ધોવે, વહોરાવવાના વાસણવગેરેને કાચા પાણીથી ધોવા વગેરે રીતે પૂર્વ કર્મદોષ લાગે. (૮) પશ્ચાત્કર્મ- સાધુને વહોરાવ્યા પછી વહોરાવતાં ખરડાયેલાં હાથ, વાસણ વગેરેને કાચા પાણીથી ધોવે. (૯) છદિત આપવાની વસ્તુ નીચે ઢોળતાં ઢોળતાંવહોરાવે. વહોરાવતાં દૂધ વગેરે ઢોળાયકે તેના છાંટા પડે તો નીચે રહેલા જીવોની વિરાધના થાય, અથવા નીચે પડેલા છાંટાની ગંધ વગેરેથી આકર્ષાઈને કીડી વગેરે જીવો આવે અને ગૃહસ્થના પગ નીચે ચગદાઈને મરી જાય. આ વિષે એક દષ્ટાંત આ ગ્રંથમાં ૧૫૧મી ગાથાના અર્થમાં જણાવ્યું છે. (અહીં ૧૭૫મી ગાથા પૂર્ણ થઈ.) (૧૭૫) एवं देसं तु खित्तं तु, वियाणित्ता य सावओ। फासुयं एसणिजं च, देइ जं जस्स जुग्गयं ॥१७६॥ આ પ્રમાણે ઉત્સર્ગ - અપવાદ બતાવીને જે કરવા યોગ્ય છે તે કહે છે આ પ્રમાણે રોગીના દષ્ટાંતથી પૂર્વોક્ત દેશ, ક્ષેત્ર, અવસ્થા અને પુરુષને જાણીને શ્રાવક ગ્લાન અને બાલ વગેરે જેને જે યોગ્ય હોય તે પ્રાસુ અને એષણીય આપે. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (243) પંદરમું ભોજન દ્વારા પ્રાસુક એટલે અચિત્ત (=વ રહિત). એષણીય એટલે “ઉદ્ગમ વગેરે દોષોથી રહિત. (૧૭૬) असणं पाणगंचेव, खाइमं साइमं तहा । ओसहं भेसहं चेव, फासुंयं एसणिजयं ॥१७७॥ સુવર્ણ, ચાંદી અને સોપારી આદિ સિવાય સાધુઓને જે યોગ્ય છે તેને બતાવે છે– જે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ અને ભૈષજ્ય પ્રાસુક અને એષણીય હોય તે સાધુઓને આપવા યોગ્ય છે. અશન = ભાત વગેરે. પાન = કાંજીનું પાણી વગેરે. ખાદિમ = દ્રાક્ષ અને ખજૂર વગેરે. સ્વાદિમ = સુંઠ અને મરી વગેરે. જેમાં એક જ દ્રવ્ય હોય તે ઔષધ. જેમાં ઘણી ઔષધિઓ હોય તે ભૈષજ્ય. પ્રશ્નઃ- ૧૭૬મી ગાથામાં પ્રાસુક અને એષણીય એ બે શબ્દોનું ગ્રહણ કર્યું હોવા છતાં આગાથામાં ફરી તેનું ગ્રહણ કેમ કર્યું? . ઉત્તરઃ- શુદ્ધ દાન જ એકાંતે નિર્જરાનો હેતુ છે, એ જણાવવા માટે અહીં ફરી પ્રાસુક અને એષણીય એ બે શબ્દોનું ગ્રહણ કર્યું છે. વિવેચન આ વિષે ભગવતી સૂત્ર (શ.૮ ૧.૬ સૂ૩૩૩)માં કહ્યું છે કે – “હે ભગવંત! શ્રાવક તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વહોરાવે તો તેને શું ફળ મળે? હે ગૌતમ!તેને એકાંતે નિર્જરા થાય. અને પાપકર્મનબંધાય.” સાધુને પ્રાસુક અને એષણીય આહારનું દાન કરનારને સમાધિની પ્રાપ્તિ થાય છે. આ વિષે ભગવતી સૂત્ર (શ.૭ ઉ.૧ સૂ.૨૬૪)માં કહ્યું છે કે – સુસાધુને પ્રાસુક અને એષણીય આહારનું દાન કરનાર શ્રાવક સાધુને સમાધિ ઉત્પન્ન કરે છે. સાધુને સમાધિ ઉત્પન્ન કરવાથી તેને સમાધિની પ્રાપ્તિ થાય છે.' - ' ભગવતી સૂત્ર (શ.૭ ઉ.૧ સૂ.૨૬૪)માં સુપાત્રમાં શુદ્ધદાનનો મહિમા જણાવતાં કહ્યું છે કે - “સુસાધુને પ્રાસુક અને એષણીય આહારનું દાન કરનાર જીવિતનો (= જીવન નિર્વાહના કારણભૂત અન્નાદિનો) ત્યાગ કરે છે, દુષ્કર કરે છે – અપૂર્વકરણથી ગ્રંથિભેદ કરે છે, દુર્લભને = અનિવૃત્તિકરણને પામે છે, બોધિનો અનુભવ કરે છે અને કેમે કરીને સિદ્ધ થાય છે, સર્વ દુઃખોનો અંત કરે છે.” (૧૭૭) - વલ્થ પત્ત વપુલ્થ વ, વત્ન પાયjછvi IT - વંદું સંથારયંતિગં, ઝૂંબંવિવિ સુ ?૭૮. આ પ્રમાણે શરીરના પોષણનું કારણ એવું દાન બતાવીને સંયમના પોષણનું કારણ એવું દાન કહે છે વસ્ત્ર, પાત્ર, પુસ્તક, કામળી, રજોહરણ, દાંડો, સંથારો, શય્યા અને બીજું પણ જે કાંઈ શુદ્ધ હોય સંયમમાં ઉપકારક હોય તે બધું શ્રાવક સાધુને વહોરાવે. આહારના ઉદુમમાંaઉત્પત્તિમાં ગૃહસ્થથી થતા ૧૬ દોષો ઉદ્દગમ દોષો છે. આહારના ઉત્પાદનમાં મેળવવામાં સાધુથી થતા ૧૬ દોષો ઉત્પાદન દોષો છે. આહારની એષણામાં શુદ્ધ છે કે અશુદ્ધ તેની તપાસ કરવામાં ગુહસ્થ અને સાધુ બંનેથી લાગતા ૧૦ દોષો એષણા દોષો છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર (244) શ્રાદ્ધદિનકૃત્ય. અહીં વસ્ત્ર વગેરેનું સ્વરૂપ, પ્રમાણ અને ગ્રહણ કરવાનું કારણ સંક્ષેપથી કહેવામાં આવે છે – વસ્ત્ર એટલે શરીરને ઢાંકવાનું સાધન. સાધુઓનાં બે સૂતરના અને એક ઉનનો એમ ત્રણ પડાં વગેરે વસ્ત્રો છે. કપડાંઓનું પ્રમાણ આ પ્રમાણે છે–પડાં શરીર પ્રમાણે, અર્થાત્ શરીરે ઓઢીને ખભા ઉપર નાખેલો છેડો રહી શકે તેટલાં, એટલે કે સાડા ત્રણ હાથ લાંબાં અને અઢી હાથ પહોળા રાખવા. તેમાં બે સૂતરના અને એક ઉનનો હોય. કપડાં રાખવાનું કારણ આ છે–નબળા સંઘયણવાળા સાધુઓને ઠંડીમાં કપડાં ઓઢી લેવાથી ઘાસન લેવું પડે અને અગ્નિનો ઉપયોગ ન કરવો પડે, તથા સમાધિ રહેવાથી ધર્મધ્યાન અને શુક્લધ્યાન થઈ શકે, ગ્લાનને ઓઢવામાં કામ લાગે, મૃતકને ઢાંકવામાં કામ લાગે. એ માટે જિનેશ્વરોએ ક્યૂડાં રાખવાનું કહ્યું છે. પાત્રના પાત્ર અને માત્ર એમ બે પ્રકાર છે. (માત્રક એટલે ચાર ખોબા જેટલું સમાય તેટલું નાનું પાત્ર.) કામળી પડદો વગેરે સ્વરૂપ છે, અર્થાત્ કામળી પડદો વગેરે કરવામાં ઉપયોગી બને છે. દાંડો બાહુ પ્રમાણ હોય. સંથારો અઢી હાથ પ્રમાણ હોય, અને શય્યા સંપૂર્ણ શરીર પ્રમાણ હોય. આ સિવાય મુક્ષત્તિ વગેરે બીજાં બધાય ઉપકરણો શ્રાવક સાધુઓને ઉદ્ગમ વગેરે દોષોથી રહિત આપે. (૧૭૮) जओ सुपत्तदाणेणं, कल्लाणं बोहि उत्तमा । देसिया सुहविवागंमि, अक्खाया दस उत्तमा ॥१७९॥ શ્રાવક સુપાત્રદાનમાં આટલો પ્રયત્ન કેમ કરે છે તે કહે છે– કારણ કે સુપાત્રદાનથી દેવ-મનુષ્યભવમાં વિશિષ્ટ–અધિક વિશિષ્ટ સુખનો અનુભવ થાય, તથા દરેક ભવમાં ઉત્તમ ધર્મની પ્રાપ્તિ થાય. આ વિષે વિપાશ્રુત નામના અગિયારમાં અંગમાં સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધમાં દસ અધ્યયનરૂપ ઉત્તમ દસ આખ્યાનો કહ્યાં છે. (૧૭૯). सुबाह १ भद्दनंदी य, २ सुजाय ३ वासव ४ तहेव जिणदासा५ । धणवइ ६ महब्बला, ७ भद्दनंदि ८ महचंद ९ वरदत्ता १० ॥१८०॥ દસ આખ્યાનોને જ કહે છે સુબાહુ, ભદ્રનંદિ, સુજાત, વાસવ, જિનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનંદિ, મહાચંદ્ર, વરદત્ત એ દસ આખ્યાનો છે. સુબાહુની વક્તવ્યતાનું( વિગતનું) પ્રતિપાદન કરનાર ગ્રંથનો વિભાગ સુબાહુ આખ્યાનક છે. એ પ્રમાણે બીજા આખ્યાનકો માટે પણ જાણવું. ભાવાર્થ તો તેમના ચરિત્રોથી જાણવો. તેમાં સુબાહુની કથા આ છે– સુબાહુની કથા આ ભરતક્ષેત્રમાં હસ્તિશીર્ષનામનું નગર હતું. તેમાં અદીનશત્રુ નામનો રાજા હતો. તેની ધારિણી નામની રાણી હતી. તેમને કેટલોક કાળ ગયા પછી સિંહસ્વપ્નથી સૂચિત પુત્ર થયો. તે સર્વગુણોથી સુંદર હોવાથી તેનું સુબાહુએવું નામ આપ્યું. તે પાંચ ધાવમાતાઓથી પાલનકરાતો વધવા લાગ્યો. તેને કેટલાક કાળ સુધી અધ્યાપકે ભણાવ્યો. કર્મ કરીને તે યુવાન બન્યો. માતા-પિતાએ તેને પુષ્પચૂલા વગેરે પાંચસો રાજકન્યાઓ પરણાવી. તેમને રહેવા માટે પાંચસો મહેલ ક્ય. સુબાહુ તેમની સાથે સદાય વિષયસુખ ભોગવે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (245) પંદરમું ભોજન દ્વાર એક્વાર પુષ્પકરંડકનામના ઉદ્યાનમાં શ્રી વીર ભગવાન સમવસર્યા. સેવકે રાજાનેવધામણી આપી. રાજાએ વધામણી આપનારને સાડાબાર લાખ સોનામહોરનું દાન આપ્યું. પછી રાજા રથ ઉપર બેસીને વંદન કરવા માટે ગયો. સુબાહુકુમાર પણ રથ ઉપર બેસીને વંદન કરવા માટે ગયો. સુબાહુએ ઉપદેશથી પ્રતિબોધ પામીને શ્રાવકધર્મનો સ્વીકારર્યો. શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું: સુંદર દેખાવડો આ સુબાહુ ક્યાકર્મથી સર્વલોકને પ્રિય બન્યો છે? ભગવાને કહ્યું: પૂર્વભવમાં હસ્તિનાપુર નગરમાં સૂક્ષ્મ નામનો ધનાઢય વણિક હતો. એકવાર સુદત્ત નામના તપસ્વી મુનિ માસખમણના પારણે સૂક્ષ્મ વણિકના ઘરે ગયા. મુનિને જોઈને અત્યંત હર્ષ પામેલા સૂક્ષ્મ વણિકે વિચાર્યું. આ તપસ્વી માસખમણના પારણે મારા ઘરે પધાર્યા. એથી હું માનું છું કે મને ચિંતામણિરત્ન, કામધેનુ અને કલ્પવૃક્ષની પ્રાપ્તિ થઈ છે. સાત-આઠ પગલા મુનિની સામે ગયો. વંદન વગેરે કરીને અંજલિ જોડીને મુનિને વિનંતી કરી કે હે નાથ! આહાર ગ્રહણ કરીને મારા ઉપર અનુગ્રહ કરો. તમારી કૃપાથી હું પણ જલદી ભવસાગરને તરી જઈશ. મુનિએ વહોરવા માટે પાત્ર ધર્યું એટલે હર્ષનાકારણે સૂક્ષ્મશેઠની રોમરાજી વિકસ્વર બની ગઈ. આંખોમાં ચમક આવી. મુખ વિકસિત બન્યું. આ રીતે પરમભક્તિથી યુક્ત બનીને સૂક્ષ્મ શેઠે મુનિને વહોરાવ્યું. મુનિને વહોરાવીને પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યો. આ રીતે અતિશય હર્ષથી કરેલા સુપાત્રદાનથી તેણે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કર્યો. જિનધર્મને સુલભ બનાવ્યો. મનુષ્ય આયુષ્યનો બંધ કર્યો. સંસારને પરિમિત ર્યો. તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા. તે આ પ્રમાણે–૧. દેવોએ દુંદુભિનો નાદ કર્યો. 2-3-4. વસ્ત્રોની, સુવર્ણની અને પંચવર્ણા પુષ્પોની વૃષ્ટિ કરી. 5. આકાશમાં અહો સુદાન અહો સુદાન એવી ઘોષણા કરી. તે વખતે ત્યાં રાજા વગેરે ઘણા લોકો ભેગા થયા અને સૂક્ષ્મશેઠની પ્રશંસા કરી. તે ઘણા કાળ સુધી ભોગો ભોગવીને સમાધિથી મરીને આ સૌભાગ્યાદિ ગુણોથી યુક્ત સુબાહુકુમાર થયો છે. પછી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે ભગવંત ! આ ચારિત્ર લેશે? ભગવાને કહ્યું: હા, ચારિત્ર લેશે. હવે એક્વાર પૌષધવ્રતમાં અઠ્ઠમતપ પૂર્ણ થતાં મધ્યરાત્રિએ સુબાહુએ વિચાર્યું: જ્યાં ભગવાન વિચરે છે તે ગામ, નગર અને રાજા વગેરે ધન્ય છે. જો ભગવાન અહીં પધારે તો હું તેમની પાસે ચારિત્ર લઉં. તેના આવા ભાવને જાણીને ભગવાન મહાવીરસ્વામી સુબાહુને બોધ પમાડવા માટે ત્યાં પધાર્યા. સુબાહુકુમારે ભગવાનની વાણી સાંભળીને ભગવાનને કહ્યું: હે ભગવંત! હું માતા-પિતાને કહીને આપની પાસે વ્રત લઈશ. પછી સુબાહુએ માતા-પિતાની પાસે દીક્ષાની વાત કરી એટલે માતા-પિતાએ બહુ વિલાપ કર્યો. અને અમારા મૃત્યુ પછી દીક્ષા લેજે એમ કહ્યું. સુબાહુએ કહ્યું: સંસાર અનિત્ય છે. મૃત્ય, બાળ, વૃદ્ધ, યુવાન, નિર્ધન કે ધનવાન કોઈને ય છોડતું નથી. હું તમારા મૃત્યુ પછી મરીશકે પૂર્વે મરીશ તે જાણતો નથી. આ શરીર વિવિધ આધિ અને વ્યાધિઓનું ઘર છે. જીર્ણ થયેલા ઘરની જેમ નાશવંત છે. માટીના વાસણની જેમ દુર્બલ આ શરીર પહેલાં કે પછી અવશ્ય છોડવાનું છે. સ્ત્રીઓ અને ભોગો પહેલાં કે પછી અવશ્ય છોડવાના જ છે. તો પછી હું એ બધું હમણાં જ છોડી દઉં એ જ હિતકર છે. આ પ્રમાણે યુક્તિઓથી માતા-પિતાને સમજાવીને દીક્ષાની રજા મેળવી. છેલ્લે માતા-પિતાએ કહ્યું: તું એક દિવસ રાજ્યને ભોગવ. સુબાહુએ એ માન્ય કર્યું. આથી તેનો રાજ્યાભિષેક કર્યો. પછી તને હું શું આપું? એમ પિતાએ પૂછ્યું: સુબાહુએ કહ્યું: મને રજોહરણ અને પાત્ર આપો. આથી રાજાએ કુત્રિકાપણમાંથી બે લાખ આપીને તે બંને મંગાવ્યા. પછી સુગંધી પાણીથી સ્નાન કરાવ્યું વગેરે વિધિ કરી. જેમાં સો થાંભલા અને પૂતળીઓ હોય, તથા હજાર પુરુષોથી ઉપાડી શકાય તેવી શિબિકામાં બેઠો. તેની આગળના ભાગમાં 108 અધો, હાથીઓ અને રથ વગેરેનો વિસ્તાર હતો. આ રીતે તેણે શ્રીવીરની પાસે જઈને દીક્ષા લીધી. ત્યારબાદ સુબાહુએ છ8-અટ્ટમ વગેરે વિવિધ તપો કર્યા. અગિયાર અંગના જ્ઞાતા બન્યા. મૃત્યુ પામીને સૌધર્મદિવલોમાં ઉત્પન્ન થયો. ત્યાર બાદ Page #265 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર (246) શ્રાદ્ધદિનકૃત્ય તે મનુષ્યમાં ઉત્પન્ન થશે. ત્યાર બાદ અનુક્રમે મનુષ્ય, પાંચમો દેવલોક, મનુષ્ય, સાતમો દેવલોક, મનુષ્ય, નવમો દેવલોક, મનુષ્ય, અગિયારમોદેવલોક, મનુષ્ય, સર્વાર્થસિદ્ધ, મહાવિદેહમાં મનુષ્યભવમાં ઉત્પન્ન થશે. ત્યાં મોક્ષને પામશે. આ પ્રમાણે દાનના પ્રભાવથી તે ચૌદભવોમાં મોક્ષ પામશે. - ભદ્રનંદિ વગેરેની સંક્ષેપમાં વિગત આ પ્રમાણે છે– ઋષભપુરનગરમાંધનાવહ રાજા અને સરસ્વતી રાણી હતી. તેમનો ભદ્રનંદિનામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં પુંડરીકિણી નગરીમાં વિજય નામનો કુમાર હતો. વીરપુર નગરમાંકૃષ્ણમિત્ર રાજા અને શ્રીદેવીરાણી હતી. તેમનો સુજાત નામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં ઈષકાર નગરીમાં ઋષભદત્ત વ્યવહારી હતો. વિજયપુરનગરમાં વાસવદત્તરાજા અને કૃષ્ણા રાણી હતી. તેમનો વાસવનામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં કૌશાંબી નગરીમાં ધનપાલ નામનો રાજા હતો. સૌગંધી નગરીમાં અપ્રતિહત રાજા અને સુકૃષ્ણા રાણી હતી. તેમનો જિનદાસ નામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં મધ્યમમિત્રા નગરીમાં મેઘરથ નામનો રાજા હતો. કનકપુરનગરમાં પ્રિયચંદ્રરાજા અને સુભદ્રા રાણી હતી. તેમનો ધનપતિ નામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહમાં મણિપતિકા નગરીમાં મિત્ર નામનો રાજા હતો. મહાપુરનગરમાં બલ નામનો રાજા અને સુભદ્રા રાણી હતી. તેમનો મહાબલ નામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહમાં સોમણિપુર નગરમાં નાગદત્ત નામનો વણિક હતો. સુઘોષપુરનગરમાં અર્જુન નામનો રાજા અને તત્ત્વવતી નામની રાણી હતી. તેમનો ભદ્રનંદિનામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાઘોષ નગરમાં ધર્મઘોષ નામનો વણિક હતો. ચમ્પાનગરીમાં દત્તનામનો રાજા અનેદાવતી રાણી હતી. તેમનો મહાચંદ્રનામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં નેગિચ્છિનગરમાં જિતશત્રુ નામનો રાજા હતો. સાક્તનગરમાં મિત્રનંદિ નામનો રાજા અને શ્રીકાંતા નામની રાણી હતી. તેમનો વરદત્ત નામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં શદ્વાર નગરમાં વિમલવાહન નામનો રાજા હતો. આ બધાએ ભાવથી સાધુઓને વહોરાવ્યું હતું, બધાયને ૫૦૦ પત્નીઓ હતી, બધાયે શ્રી વીર પ્રભુની પાસે દીક્ષા લીધી હતી. બધાયને ચૌદ ભવોમાં મુક્તિની પ્રાપ્તિ થશે, ઈત્યાદિ બધું સુબાહુક્યરિત્રમાંથી કહેવું. (૧૦૦) इहयं चेव जम्मंमि, उत्तमा भोगसंपया ।। सिजंसो इव पावंति, मूलदेवो जहा निवो॥१८१॥ સુપાત્રદાનના આ ભવ સંબંધી ફળને દષ્ટાંત સહિત કહે છે સુપાત્રદાનથી આ જ ભવમાં શ્રેયાંસકુમાર અને મૂલદેવ રાજાની જેમ ઉત્તમ ભોગસંપત્તિઓને પામે છે. શ્રેયાંસકુમારની કથા આ પ્રમાણે છે– શ્રેયાંસકુમારની કથા હસ્તિનાપુરમાં બાહુબલિ રાજાનો પુત્ર સોમપ્રભ રાજા હતો. તેનો શ્રેયાંસ નામનો કુમારહતો. એકવાર તે નગરમાં શ્રીઋષભજિનને આવતા જોઈને તે સામે આવ્યો. પ્રભુના ચરણમલને નમીને ત્રણ પ્રદક્ષિણા કરીને હર્ષના Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર આંસુઓરૂપ જલપૂરથી પ્રક્ષાલન કરતો તે હૃદયમાં વિચારે છે કે, ‘‘મેં આવું રૂપ પૂર્વે ક્યાંક જોયું છે.’’ આ પ્રમાણે વિચારતો તે જાતિસ્મરણજ્ઞાન પામ્યો. પછી શ્રી ઋષભદેવને જાણીને અને નમીને ‘મેં ભવસમુદ્રને તરવા માટે આ વહાણ પ્રાપ્ત કર્યું એમ વિચાર્યું. આ અવસરે કોઈક ઈશ્વરસથી ભરેલા ઘડા ભેટ આપવા માટે લઈ આવ્યો. તેથી કુમારે ભગવાનને કહ્યું : હે પ્રભુ ! આ નિર્દોષ રસને ગ્રહણ કરો. મારા ઉપર અનુગ્રહ કરો. ભગવાન જેટલામાં ઈશ્વરસને ગ્રહણ કરે છે તેટલામાં પંચ દિવ્ય પ્રગટ થયા. તે આ પ્રમાણે– 247 સાડાબાર ક્રોડ ઉત્તમ સુવર્ણ–રત્નોની, સુગંધી જલની, પંચવર્ષી પુષ્પોની અને વસ્ત્રોની વૃષ્ટિ થઈ. આકાશમાં દેવદુંદુભિ વાગી, આ ભરતમાં આ પ્રથમ દાન છે, આ સુદાન છે અને મહાદાન છે એવી ઘોષણા થઈ. તેથી સોમપ્રભ રાજા વગેરે લોકો કૃતપુણ્ય અને ધન્ય એવા શ્રેયાંસની પ્રશંસા કરે છે. એક હજાર વર્ષ પછી શ્રી ઋષભ જિનેશ્વરને ઘાતિર્મોનો ક્ષય થતાં લોકાલોકમાં પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી શ્રેયાંસકુમારે ધર્મ સાંભળીને નિષ્પાપ પ્રવ્રજ્યાને સ્વીકારી. ઘોરતપ કરીને સુપાત્રદાનના પ્રભાવથી સિદ્ધિસુખને પ્રામ કર્યું. કહ્યું છે કે – સુપાત્રદાનના પ્રભાવથી ભવન ધનથી ભરાઈ ગયું. ભવન યશથી ભરાઈ ગયું. ભગવાન રસથી ભરાઈ ગયા. આત્મા નિરુપમ સુખથી ભરાઈ ગયો. સુપાત્રદાન બહુમૂલ્ય અને મહાફળવાળું છે.’’ આ પ્રમાણે શ્રેયાંસકુમારે આત્માનો નિસ્તાર કર્યો. દાનના આ ભવસંબંધી ફળમાં શ્રેયાંસની કથા પૂર્ણ થઈ. હવે મૂલદેવની કથા આ પ્રમાણે છે. * મૂલદેવની સ્થા ગૌડદેશમાં પાટિલપુત્ર નામનું નગર હતું. ત્યાં અનેક કલાઓના આશ્રયસ્થાન સાહસિક બુદ્ધિના મૂલ સમાન મૂલદેવ નામનો રાજપુત્ર હતો. ધૂર્તવિદ્યા–શિરોમણિ, કૃપણો અને અનાથોનો બંધુ, ફૂટ ચેષ્ટા કરનારમાં કૃષ્ણ સરખો, રૂપ અને લાવણ્યમાં કામદેવ સમાન, તે ચોર સાથે ચોર, સાધુ સાથે સાધુ, વાંકા સાથે વાંકો, સરળ સાથે સરળ, ગામડીયા સાથે ગામડીયો, ચતુર સાથે ચતુર, જાર સાથે જાર, ભટ સાથે ભટ, જુગારી સાથે જુગારી, વાતોડીયા સાથે વાતોડીયો, સ્ફટિકરત્ન માફક તરત જ બીજાના સ્વરૂપને પકડી લેતો હતો. ત્યાં આગળ આશ્ચર્યકારી કુતૂહલોથી લોકોને વિસ્મય પમાડતો તે મહાબુદ્ધિશાળી વિદ્યાધરની માફક ઈચ્છા પ્રમાણે ફરતો હતો. જુગાર રમવાના વ્યસનના આસક્તિદોષથી પિતાથી અપમાન પામેલો તે દેવતાઈ નગરીની શોભા જિતનારી ઉજ્જયિની નગરીમાં ગયો. ગુટિકાના પ્રયોગથી તે કૂબડો અને વામન બનીને નગર–લોકોને આશ્ચર્ય પમાડતો હતો. કલાઓથી ત્યાં તે ખ્યાતિ પામ્યો. તે નગરીમાં રૂપ, લાવણ્ય અને લા–વિજ્ઞાનની કુશળતા વડે રતિને શરમાવનારી દેવદત્તા નામની ઉત્તમ ગણિકા હતી. કળાવાળાઓના જે ગુણ હોય, તેમાં તે નિષ્ણાત બની હતી, ચતુર એવી તેને રંજન કરનાર બીજો સમોવડીયો કોઈ પણ ન હતો. તેથી કરી તેના ઘર પાસે મૂળદેવે તેને ક્ષોભ પમાડવા માટે પ્રાત:કાળમાં સાક્ષાત્ દેવ-ગાંધર્વ તુંબરૂ માફક તેણે ગાવાનું શરૂ કર્યું. દેવદત્તાએ પણ સાંભળીને ‘આ મધુર સ્વર કોનો છે ?’ એમ વિસ્મય પામીને બહાર તપાસ કરાવી. બહાર તપાસ કરીને આવેલી દાસીએ કહ્યું – હે દેવી ! દેખાવમાં વામન પણ પૂર્ણ ગુણોવાળો હોવાથી અવામન એવો કોઈક ગાયન ગાય છે. ત્યાર પછી દેવદત્તાએ માધવી નામની કૂબડી દાસીને તેને બોલાવવા માટે મોકલી. ‘ઘણે ભાગે વેશ્યાઓ કલાપ્રિય હોય છે.’ તેણે તેની પાસે જઈને કહ્યું – હે ભાગ્યશાળી કલાભંડાર ! મારી સ્વામિની તમને ગૌરવથી બોલાવે છે. મૂલદેવે તેને કહ્યું – ‘હે કુઞ્જિકા ! હું નહીં આવીશ, કુટ્ટિનીને આધીન એવા વેશ્યાના ઘરમાં સ્વાધીનતાવાળો કોણ પ્રવેશ કરે ? પાછી ફરતી તે દાસીને વિનોદ કરવાની ઈચ્છાથી કલા-કૌશલના યોગથી નીચે અફાળીને કમળના નાળ માફક તે કૂબડીને સારી સીધી બનાવી. નવીન શરીર મેળવીને આનંદ પામેલી તે દાસીએ દેવદત્તા પાસે પહોંચીને * અહીં ટીકામાં ક્થા અત્યંત સંક્ષિમ હોવાથી યોગશાસ્ત્રના ગુજરાતી અનુવાદમાંથી અક્ષરશ: સાભાર ઉદ્ધૃત કરવામાં આવી છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર (248) શ્રાદ્ધદિનકૃત્ય. તેની ચેષ્ટા જણાવી. દેવે આપેલા વરદાનની જેમ તેના વડે પણ તે કૂબડી દાસીને સારી બનાવેલી દેખીને દેવદત્તા અત્યંત આશ્ચર્ય પામી. ત્યાર પછી દેવદત્તાએ કહ્યું કે, આવા ઉપકારીને તારી આંગળી છેદીને પણ તે ચતુરને લાવ. ત્યાર પછી સારી રીતે પ્રાર્થના કરીને મધુર અને ચતુર પુરુષોચિત મધુર વચનોથી પ્રાર્થના કરીને દાસીએ તે ધૂર્તરાજને તે વેશ્યાના ઘર તરફ ચલાવ્યો. તેણે બતાવેલ માર્ગે પ્રવેશ કરાવ્યો અને ત્યાર પછી રાધાને ત્યાં જેમ માધવ તેમ દેવદત્તાના સ્થાનમાં તેને બેસાડ્યો. કાન્તિ અને લાવણ્યથી શોભાયમાન તે વામનને દેખીને તેને ગુરૂ દેવતા સરખા માનતી તેણે આસન પર બેસાડ્યો. ત્યાર પછી માહો માંહે તુલ્ય ચતુરાઇવાળા બંનેના હૃદયની એક્તા સ્વરૂપ વાતોચીતોવાળી સુંદર ગોષ્ઠી પ્રવર્તી, તેટલામાં ત્યાં પ્રવીણ બુદ્ધિવાળો એક વીણા વગાડનાર આવ્યો, એટલે દેવદત્તાએ તેની પાસે અતિકૌતુક્શી વીણા વગડાવી. પ્રગટ ગ્રામ અને શ્રુતિ-સ્વરવાળી વીણા તે વગાડતો હતો, ત્યારે દેવદત્તા પણ મસ્તક ધૂણાવતી તેની પ્રશંસા કરવા લાગી. લગાર હાસ્યકરતાં મૂલદેવે પણ કહ્યું કે, ઉજ્જયિનીના લોકો ખરેખર બહુનિપુણ અને ગુણ-અવગુણના તફાવતને સમજનાર છે! શંકાવાળી તેણે કહ્યું કે, શું આમાં કંઈ ખામી છે? ‘ચતુરોની ચતુર પ્રશંસામાં ઉપહાસની શંકા પ્રગટે છે.' તેણે કહ્યું કે તમારા સરખાને ખામી શું છે, એમ કહેવું તે નવાઇની વાત છે. પરંતુ આ વીણા ગર્ભવાળી અને વળી વાંસ પણ શલ્યવાળો છે. કેવી રીતે જાણ્યું? એમ પૂછાએલા તેણે વીણા ગ્રહણ કરીને વાંસમાંથી પત્થરનો ટુકડો ખેંચીને કેશ બતાવ્યો. તે વીણાને બરાબર સરખી તૈયાર કરીને શ્રોતાના કાનમાં અમૃતનાં છાંટણાં ફેંક્યો હોય તેમ પોતે વગાડવા લાગ્યો. ત્યારે દેવદત્તાએ તેને કહ્યું: હકલાનિધિ ! તમો સામાન્ય નથી, નરરૂપ પામેલા તમો સાક્ષાત્ સરસ્વતી છો.” વીણાવાળો તેના પગમાં પડીને કહેવા લાગ્યો: હે સ્વામી! હું આપની પાસે વીણા વગાડવાનું શિખીશ, માટે મારા પર કૃપા કરો. મૂલદેવે કહ્યું હું બરાબર જાણતો નથી, પરંતુ જેઓ સારી રીતે વીણાવાદના જાણે છે, તેમને જાણું છું. ત્યારે દેવદત્તાએ તેને પૂછ્યું કે ‘તેઓનું નામ શું છે? અને ક્યાં રહે છે?' તેણે કહ્યું: પૂર્વમાં પાટલિપુત્રપાન છે. તેમાં મહાગુણવાળા વિકમસેન નામના કલાચાર્ય છે. હંમેશાં તેમની પાસે રહેનારો મૂળદેવ નામનો સેવક છે. આ સમયે વિશ્વભૂતિ નામના નાટ્યાચાર્ય આવ્યા ત્યારે દેવદત્તાએ તેને કહ્યું કે, સાક્ષાત્ આ ભરત જ છે. મૂલદેવે પણ કહ્યું: બરાબર આ એવા જ હશે. તમારા સરખીને તેણે કળાઓ ભણાવી જણાય છે. ત્યાર પછી વિશ્વભૂતિએ ભરત-નાટ્ય વાતો ચલાવીત્યારે તેને તે ઘમંડી જણાયો. માત્ર બાહ્ય અર્થ જાણનારા તેવા જ પ્રકારના હોય છે. મૂલદેવે આ પોતાને પોતે વિદ્વાન માને છે, પરંતુ તાંબા ઉપર સુવર્ણરસ ઢોળ્યો હોય, તેના સરખા તેને હું અંદરનાં દર્શન કરાવું. સ્વચ્છંદપણે વાક્યાતુરી કરતા ભરત સંબંધી તેના વ્યાખ્યાનમાં પૂર્વાપરના દોષો ગ્રહણ ક્ય. ત્યાર પછી વિશ્વભૂતિ કોપથી વગર સંબંધનું બોલવા લાગ્યો. “ચતુરક પંડિતોવડે પૂછાએલા ઉપાધ્યાયોક્રોધથી પોતાની અજ્ઞાનતા છૂપાવે છે.” “નાટ્યવિષયમાં તમે સ્ત્રીઓના નાટ્યાચાર્યો, પણ બીજે નહિ એ પ્રમાણે મૂલદેવે હાસ્યર્યું, એટલે તે મૌન થઇ ગયો. વિકસિત નેત્રવાળીદેવદત્તા પણ હર્ષથી વામન તરફ નજર કરતી ઉપાધ્યાયજીના પરાભવને દૂર કરવા માટે બોલી કે, હાલતો તમો થોડા સમયમાં જવાની ઇચ્છાવાળા છો, તો આ પ્રશ્નના વિષયમાં શાંતિથી વિચાર કરીને આ વિજ્ઞાનશાલી પુરુષને જવાબ આપજો. એટલે તેણે કહ્યું: હદેવદત્તા! નાટક ભજવવાનો સમય થયો છે, એટલે અત્યારે અમો જઈએ છીએ અને તે પણ તૈયાર થા.' એમ કહીને વિશ્વભૂતિ ગયો. દેવદત્તાએ દાસીને આજ્ઞા કરી કે, 'અમને બંનેને સ્નાન કરવા માટે સારી રીતે કળાપૂર્વક અંગ-મદન કરનાર કોઈકને બોલાવી લાવ.' ત્યારે આ ધૂર્તરાજે કહ્યું છે સુંદર નેત્રવાળી! અંગમર્દકને નબોલાવો, જો તું અનુમતિ આપેતો તારું મર્દન હું કરીશ, શું આ પણતમે જાણો છો? ત્યારે તેણે કહ્યું. હું જાણતો નથી. પણ તેના જાણકાર પાસે રહેલો છું. દેવદત્તાની આજ્ઞાથી પકાવેલાં તેલો આવી ગયાં, એટલે માયાવી વામને અભંગ કરવાનું કાર્ય શરૂ કર્યું. કોમળ, મધ્યમ અને સખત સ્થાનને યોગ્ય હાથથી Page #268 -------------------------------------------------------------------------- ________________ 249 ) શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર મસળતા મૂળદેવે તેના અંગમાં એવી રીતે મર્દન કર્યું, જેથી અપૂર્વ સુખનો અનુભવ થયો. આણે સર્વ વિષયમાં કળાની ચતુરાઇ મેળવી છે, આટલી કળા બીજા કોઇનામાં ન હોઇ શકે, આ સામાન્ય માનવી જણાતો નથી. તેની કળાથી પ્રભાવિત થયેલી દેવદત્તા પગમાં પડીને કહેવા લાગી કે, ગુણો વડે તમે કોઇ ઉત્તમ પુરષ છો એમ ખાત્રી થઈ છે, પરંતુ કપટ કરીને વંચક તરીકે આત્માને કેમ છૂપાવો છો? કૃપા કરો અને આત્માને પ્રગટ કરીને દર્શન આપો, વારંવાર મુંઝવણમાં કેમ નાખો છો ? દેવતાઓ પણ ભક્તવર્ગના આગ્રહથી સાક્ષાત્ થઈ દર્શન આપે છે. મુખમાંથી ગુલિકા બહાર કાઢીને રૂપ બદલીને તેણે તે જ ક્ષણે નટ માફક પોતાનું રૂપ પ્રગટ કર્યું. કામદેવ સરખા લાવણ્ય-પૂર્ણ સુંદર અંગવાળા તેને દેખીને વિસ્મય પામેલી તેણે કહ્યું કે, મારા ઉપર સુંદર કૃપા કરી. સ્નાન કરવા યોગ્ય વસ્ત્ર તેને આપીને અનુરાગવાળી દેવદત્તાએ પ્રીતિ પૂર્વક પોતાના હાથે તેનું અત્યંગ ક્યું. પિછાતક-સુગંધી પદાર્થથી મસ્તક ચોળવા પૂર્વક નવશેકા પાણીની ધારાવડે બંનેએ સ્નાન કર્યું. દેવદત્તાએ આપેલાં બે રેશમી વસ્ત્રો તેણે પહેર્યા અને બંનેએ સુગંધયુક્ત સ્વાદિષ્ટ ભોજન સાથે કર્યું. મિત્ર બનેલા તેઓનો એકાંતમાં કલાનાં રહસ્યોની માંહોમાંહે કથા કરવામાં સુખમય સમય પસાર થયો. ત્યાર પછી તે કહેવા લાગી કે, હે નાથ! લોકોત્તર ગુણો વડે તમે મારું હૃદય હરણ કર્યું છે, તો પણ હું આપની પાસે પ્રાર્થના કરું છું કે, હે સુંદર! જેવી રીતે આપે મારા હૃદયમાં સ્થાન ક્યું છે, તેવી રીતે હંમેશા આ ઘરે પધારવાની પણ કૃપા કરવી.’ મૂલદેવે પણ તેને કહ્યું કે, 'નિર્ધન, વિદેશી અમારા સરખા પર તમારે આ પ્રમાણે મમત્વભાવ કરવો યોગ્ય નથી. વળી વેશ્યાઓને જો ગુણોના પક્ષપાતના કારણે નિર્ધન ઉપર અનુરાગ થાય, તો કમાણી વગર તમારું આખું કુટુંબ સદાય.” દેવદત્તાએ પ્રત્યુત્તર આપ્યો કે, કેસરી જેવા તમારા સરખાને પરદેશ જેવું શું છે? ‘ગુણી જનોને સર્વ સ્વદેશ છે. જે મૂMઓ ધનથી અમને ઈચ્છે છે, તેઓ અમારા માટે બહાર છે. માટે હે ગુણમંદિર! તમારા વગર મારા અંતરમાં કોઇ પ્રવેશ મેળવી શકે નહીં. હે સોભાગી! સર્વથા તમારે આ મારું વચન સ્વીકારવું,’ એ પ્રમાણે મૂલદેવને વિનંતિ કરતાં તેણે પણ વચનથી સ્વીકાર ક્યું. ત્યાર પછી સ્નેહપૂર્વક વિવિધ વિનોદ વડે તેઓ ક્રીડા કરી રહ્યા હતા, ત્યારે રાજદ્વારપાળે આવીને કહ્યું કે, ચાલો, હવે નૃત્ય કરવાનો સમય થઇ ગયો છે. મૂલદેવને છૂપાવેષમાં રાજસભામાં સાથે લઇ રાજા પાસે રંભા માફક હાવ-ભાવ વગેરે વડે ઉજ્જવલકરણવાળું નૃત્ય શરૂ કર્યું. ઈન્દ્રના દુંદુભિ વગાડનાર જેવા તેના ધ્વનિનો વિસ્તાર કરવામાં ચતુર મૂળદેવે પણ નિપુણતાથી દુંદુભિ વગાડી. રાજા તેના શાસ્ત્રીય હાવ-ભાવવાળા કરણયુક્ત નૃત્યથી પ્રભાવિત થયો એટલે પ્રસાદ માગવા કહ્યું, ત્યારે તેને થાપણ તરીકે અનામત રખાવ્યું. પછી ભૂલદેવ સાથે સંગીત અને નૃત્ય કર્યું. તુષ્ટ થએલા રાજાએ તેને પણ પહેરેલ આભૂષણ આપ્યું. પાટલિપુત્રના રાજાના દ્વારપાળ વિમલસિંહે ખુશ થઈને એમ કહ્યું કે, પાટલિપુત્રમાં બુદ્ધિશાળી ભૂલદેવનો આલાપ્રર્ષ છે, અથવા તેની પાસેથી ચોરેલ છે. ત્રીજા કોઈનો પણ નથી. તેથી આને મૂલદેવ પછી કલાવાલાઓમાં પ્રથમ પ્રમાણપત્ર આપવું અને નર્તન કરનારીઓમાંઆને પ્રમાણપત્રની પતાકા આપવી. ત્યાર પછી તે પ્રમાણે રાજા આપવા લાગ્યા ત્યારે દેવદત્તાએ કહ્યું: ‘આ મારા ગુરુ છે, તેથી તેની અનુજ્ઞાથી સ્વીકારીશ.” રાજાએ પણ તેને કહ્યું કે, મહાભાગ્યશાળી! તું તેને રજા આપ. પૂર્વે પણ કહ્યું કે, દેવ જે આજ્ઞા કરે, તેમ કર. આ સમયે જાણે બીજો દેવગાંધર્વ હોય તેવી રીતે સર્વના મનને હરણ કરતાં ધૂર્તરાજે સ્વયં વીણા વગાડી. ત્યાર પછી વિમલસિંહે કહ્યું: હે દેવ! નક્કી આ છૂપાવેલા રૂપવાલા મૂલદેવ જ છે, આવી કળા બીજામાં ન સંભવે. વિજ્ઞાનના અતિશયવાળા આ પ્રશ્યને મૂલદેવ સિવાય બીજો કોઇ પામી શકે તેમ નથી. માટે હે દેવ! સર્વથા આ તે જ છે.' રાજાએ કહ્યું: જો એમ છે, તો તું પ્રગટ થા. રત્ન જેવા મૂલદેવનાં દર્શન કરવા હું ઘણો આતુર છું. મૂલદેવે પણ મુખમાંથી ગુટિકા બહાર કાઢી એટલે તે જ વખતે મેઘમાંથી બહાર નીકળેલા ચંદ્ર માફક કાંતિવાળો પ્રગટ થયો. હવે બરાબરતુંકળાવાળો છે.' એમ જણાયું એમ બોલતાંવિમલસિંહે ધૂર્તસિંહને આલિંગન Page #269 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર ( 250) શ્રાદ્ધદિનકૃત્ય. કર્યું. પછી ભૂલદેવ પણ રાજાના ચરણ કમળમાં પડ્યો. રાજાએ પણ તેને પ્રસાદ આપવાપૂર્વક ગૌરવથી પૂજ્યો. એ પ્રમાણે તેના પર અનુરાગવાળી દેવદત્તા પણ પુરુરવા સાથે ઉવર્શીની માફક તેની સાથે વિષય-સુખ અનુભવવા લાગી. હવે મૂલદેવ પણ ધૂતકીડા કર્યા વગર રહી શકતો નથી. ‘ભવિતવ્યતાના યોગે ગુણીઓને પણ કોઈ દોષ વળગેલો હોય છે.” દેવદત્તાએ પણ માગણી કરી કે, 'ધૂત ધિક્કારવા યોગ્ય છે, માટે તેનો તમે ત્યાગ કરો. મૂલદેવે તેનો ત્યાગ નર્યો, કારણ કે સ્વભાવ એ ત્યાગ કરવો મુશ્કેલ છે. તે નગરીમાં ધન વડે કુબેર સરખો અચલ નામનો સાર્થવાહ જાણે સાક્ષાત્ કામદેવ હોય તેવા રૂપવાળો હતો. તે મૂળદેવની પહેલાં દેવદત્તામાં અનુરાગવાળો અને પગારથી તેનો સ્વીકાર કરી તેની સાથે નિરંતર ભોગ ભોગવતો હતો. તે મૂલદેવ પર મોટી ઈર્ષ્યા કરતો હતો, અને ઉપદ્રવ કરવાની ઈચ્છાથી તેના વાંક ખોળતો હતો. તે શંકા સાથે ભૂલદેવ પણ કંઇક બાનાથી તેના ઘરે ગયો. “અવિહડ રાગીઓનો રાગ ઘણે ભાગે પરવશતા કરાવનાર થાય છે. માતાએ દેવદત્તાને કહ્યું કે, હે પુત્રી ! નિર્ધન, જુગારી અને ધૂર્ત મૂલદેવનો તું ત્યાગ કર. દરરોજ વિવિધ દ્રવ્ય આપનાર આ અચલ ઉપર કુબેરપુત્ર પર જેમ રંભા તેમ તું નિશ્ચલ રતિવાળી બન. ત્યારે દેવદત્તાએ પ્રત્યુત્તર આપ્યોકે, “હે માતાજી! હુંએકાન્તથી ધનની અનુરાગિણી નથી, પણ ગુણરાગિણી છું.' ત્યારે કોપથી માતાએ કહ્યું : આ જુગારીમાં વળી ગુણો કેવી રીતે રહી શકે? એટલે દેવદત્તાએ માતાને કહ્યું: આ ધીર, ઉદાર, પ્રિય વાણી બોલનાર વિદ્યા અને કળા જાણનાર, ગુણાનુરાગી, પોતે ગુણવાળો, વિશેષ સમજનારો અને શરણ કરવા યોગ્ય છે. ખરેખર આનો ત્યાગ મારાથી થઇ શકશે નહિ. ત્યાર પછી પટવાળી કુટ્ટિનીએ વૈરી સરખી ઇચ્છા મુજબ વર્તનારી પુત્રીને ધૂર્તની સાથેની પ્રીતિ છોડાવવા માટે ઉપાયો શરૂ ક્ય. દેવદત્તા જ્યારે માતા પાસે પુષ્પમાળા માગે, ત્યારે તે વાસી પુષ્પોની કરમાયેલી માળા આપે, શરબત માગે ત્યારે પાણી આપે, શેરડીના ટુકડા માગે ત્યારે વાંસના નિરસ ટુકડા આપે, સુખડ માગે ત્યારે કદંબનો કટકો આપે. કપટી કુટ્ટિનીએ કોપ કરતાં કહ્યું: “હે પુત્ર! તું કોપન કરીશ; કારણકે જેવો યક્ષ હોય તેના અનુસારે જ બલિ અપાય. જેમલતા કાંટાળા વૃક્ષને વળગે, તેમ આને શા માટે વળગીને રહી છે? માટે અપાત્ર એવા મૂલદેવ પતિનો સર્વથા તું ત્યાગ કર.' ત્યારે દેવદત્તાએ કહ્યું કે, હું માતા! તું મુંઝાય છે શા માટે? પરીક્ષા કર્યા વગર પુરુષને પાવકે અપાવકેમ કહી શકાય?' ત્યારે તિરસ્કારપૂર્વક માતાએ કહ્યું: તો પછી પરીક્ષા કરો.” હર્ષ પામેલી દેવદત્તાએ પોતાની દાસીને આજ્ઞા કરી અચલને આ પ્રમાણે કહેવરાવ્યું કે, દેવદત્તાને આજે શેરડી ખાવાની અભિલાષા થઈ છે, તો તમારે શેરડી મોકલી આપવી. દાસીએ જઈને સાર્થવાહને કહ્યું, એટલે પોતાને ધન્ય માનતા તેણે હર્ષથી શેરડીના સાંઠાનાં ગાડાં ભરીને તરત મોકલી આપ્યાં. હર્ષ પામેલી કુટ્ટિનીએ પુત્રીને કહ્યું: હે પુત્રિ! ચિંતામણિ જેવા અચલ સ્વામીના અચિત્ય ઔદાર્ય તરફ તું નજરકર.' ખેદ પામેલી દેવદત્તાએ માતાને કહ્યું કે, “શું હું હાથણી છું? કે મૂળ અને આગળનાં પાંદડા સાથે આખીને આખી શેરડી ખાવા માટે ફેંકી ! હવે તમે ભૂલદેવને આ ખાવા માટે કહેવરાવો, એટલે હે માતાજી! બેના વિવેમાં કેટલું અંતર છે, તે ખબર પડશે.' દાસીએ મૂલદેવને કહ્યું, એટલે ચતુર એવા તેણે પાંચ છ શેરડી લઈ ને મૂલ અને અગ્રભાગ કાપીને તરત છોલી નાખી, તેના પર્વોની ગાંઠ કઠણ હોવાથી તેનો ત્યાગ કર્યો અને બબે આંગળના ટૂકડાવાળી અમૃત-કંડિકા સરખી ગંડેરી તૈયાર કરી. (તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસર) ચતુર્થાત વસ્તુથી સંસ્કાર આપી, કપૂર વડે સુગંધી બનાવી, શૂલમાં પરોવી, વર્ધમાન-શકોરાના સંપુટમાં ગોઠવીને તેને મોકલાવી. દેવદત્તાએ પણ તેને જોઈને કુટ્ટણીને કહ્યું: ‘સુવર્ણ અને પિત્તળ માફક ધૂર્તરાજ અને અચલનો આંતરો જોઇ લે.” કુટ્ટણી વિચારવા લાગી: “અહો! મહામોહના અંધકારમાં અટવાતી મૃગલી જેમઝાંઝવાના જળ તરફ દોડે તેમ આ પુત્રી પણ ધૂર્ત તરફ દોડી રહી છે! અતિઉષ્ણ જળ સિંચવાથી જેમ મહાસર્પ, તેમ તેવો કોઇ ઉપાય કરવો, જેથી Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ન પંદરમું ભોજન દ્વાર નગરમાંથી તેને હાંકી કઢાય. કુટ્ટણીએ મૂલદેવને ખસેડવા માટે અચલને વાત કરી અને ખાનગી મંત્રણા કરી નક્કી કર્યું કે, તારે બહારગામ જવાનું બનાવટી બાનું બતાવવું. હે સાર્થવાહ ! તારે “હું ગામ જાઉં છું’” એમ જૂઠું કહીને દેવદત્તાને વિશ્વાસ પમાડવી, ત્યાર પછી તને બહારગામ ગયેલ સાંભળીને તે ધૂર્ત (મૂલદેવ) નિશંક થઇને દેવદત્તા પાસે આવશે. જ્યારે તે દેવદત્તા સાથે નિશ્ચિન્ત બનીને ક્રીડા કરતો હોય, તે અવસરે મારા સંકેત પ્રમાણે હે સુંદર ! તું સર્વ સામગ્રી સાથે આવજે, પછી તું કોઇ પણ પ્રકારે તેનું અપમાન કરજે, કે જેથી તે તેતર તેતરીના જેવી દેવદત્તાને ફરી ન ભોગવી શકે. તે પ્રમાણે સ્વીકારી ‘હું ગામ જાઉં છું’ એમ દેવદત્તાને કહીને તથા દ્રવ્ય આપીને અચલ નીકળી ગયો. ત્યાર પછી તેણે નિર્ભયપણે મૂલદેવનો પ્રવેશ કરાવ્યો એટલે કુટ્ટણીએ તેવા પ્રકારના જારપુરુષના સેવકોથી પરિવરેલા અચલને બોલાવ્યો. અણધાર્યા તેને પ્રવેશ કરતો દેખીને દેવદત્તાએ પાંદડાંના કરંડિયા માફક મૂલદેવને પલંગ નીચે સંતાડ્યો. તેવા પ્રકારે રહેલા મૂલદેવને કુટ્ટણીએ અચલને જણાવ્યો, એટલે હસતા મુખવાળો અચલ પલંગ પર પલાંઠી વાળીને બેઠો. બનાવટી નાટક કરતાં અચલે કહ્યું : ‘હે દેવદત્તા ! હું થાકી ગયો છું, સ્નાન કરીશ, માટે તૈયાર થા. વિલખી બનેલી અને કૃત્રિમ હાસ્ય કરતી દેવદત્તાએ કહ્યું કે, તો પછી આપ સ્નાનને યોગ્ય સ્થાનમાં સ્નાન કરવા પધારો, આ પ્રમાણે આદરપૂર્વક દેવદત્તાએ ત્યાંથી ઉઠાડવા માટે સમજાવ્યા છતાં પણ અચલ પલંગમાં જ સ્થિર આસન કરીને બેસી રહ્યો. તે વખતે ધૂર્તરાજ ત્યાં રહેવા કે નીકળી જવા માટે અસમર્થ બન્યો. ‘ઘણો ભાગે મન અસ્વસ્થપણામાં વર્તતું હોય, ત્યારે શક્તિઓ પણ ઘટી જાય છે.’ અચલે કહ્યું : ‘હે દેવદત્તા ! અત્યંગ કરેલાં વસ્ત્રસહિત મેં આ પલંગ ઉપર સ્નાન કર્યું, એવું મને સ્વપ્ન આવ્યું છે; તે સ્વપ્નને સાર્થક કરવા માટે હું આવ્યો છું. સત્ય કરેલ આ સ્વપ્ન શુભ આબાદી કરનારું થાય છે. ત્યાર પછી કુદ્ધિની કહેવા લાગી : ‘હે પુત્રી’ તારા જીવિતેશની આજ્ઞાને માન્ય કેમ કરતી નથી ? સ્વામિની ઇચ્છા પ્રમાણે અનુસરવાની વાત તેં શું સાંભળી નથી ? દેવદત્તાએ કહ્યું: ‘હૈ આર્ય ! આવી રેશમી દેવદૂષ્યથી બનાવેલી કિંમતી ગાદી વિનાશ કરવી, તે તમને યોગ્ય ગણાય ?’ અચલે કહ્યું: ‘હે ભદ્રા ! આવી કૃપણતા રાખવી એ તને યોગ્ય છે ?’ તારા સરખી સ્ત્રીઓ પતિ ખાતર શરીર પણ અર્પણ કરે છે. જેનો પતિ અચલ છે, એવી તને બીજી તળાઇઓ નહિ મળે ? જેનો મિત્ર સમુદ્ર હોય, તે લવણથી સીદાય ખરો ?’ ત્યાર પછી ભાટી–ધનથી પરાધીન દેવદત્તાએ પલંગ પર બેઠેલા અચલને તેલ–માલીશ તથા સ્નાન કરાવ્યું. ત્યાર પછી સ્વામીને સ્નાન કરાવતાં મહાદેવના સેવક ચંડ માફક મૂલદેવ સ્નાનના મલિન જળાદિથી ચારે બાજુથી ભીંજાઈ ગયો. કુટ્ટણીએ અચલના ભટોને દષ્ટિસંજ્ઞાથી બોલાવ્યા અને ધૂર્તને ખેંચી કાઢવાના કાર્ય માટે અચલને પ્રેરણા આપી. જેમ કૌરવે દ્રૌપદીને કેશ પકડીને ખેંચી તેમ, કોપાયમાન બનેલા અચલે મૂલદેવને કેશ પકડી ખેંચ્યો, તેને કહ્યું : ‘તું નીતિ જાણનાર છે, વિદ્વાન છે, બુદ્ધિશાળી છે. આજે તારા કર્મને અનુરૂપ કઇ શિક્ષા છે ? તે કહે.’ ધનને આધીન શરીરવાળી આ વેશ્યાની સાથે તું ક્રીડા કરવાની અભિલાષા રાખે છે ? તો ગામના પટ્ટાની માફક આને તેં ઘણા ધનથી કેમ ન ખરીદી ?' તે વખતે મૂલદેવ પણ સ્તબ્ધ થઈ, આંખો બંધ કરીને રહ્યો હતો. ફાળ ચુકેલો દીપડો હોય તેવી અવસ્થા અનુભવતો હતો. ત્યાર પછી અચલ સાર્થવાહ વિચારવા લાગ્યો : આ મહાત્મા દૈવ યોગે આવી દશા પામ્યો છે, તો તે નિગ્રહ કરવા યોગ્ય નથી. તેણે મૂલદેવને કહ્યું : ‘હું ’ આ ગુનાથી તને આજે મુક્ત કરું છું. તું કૃતજ્ઞ છે. તો સમય આવે ત્યારે તારે મારા પર ઉપકાર કરવો.’ તેણે ધૂર્તરાજને છોડી મૂક્યો એટલે ઘરથી નીકળીને યુદ્ધમાં ઘાયલ થયેલા હાથી માફક ઉતાવળા ઉતાવળા ચાલતા તેણે ગામના છેડે આવેલ મોટા સરોવરમાં પહોંચી સ્નાન કર્યું. તે જ ક્ષણે ધોયેલા વસ્ત્રવાળો તે શરદ સમય માફક શોભવા લાગ્યો. અચલનો અપકાર કે ઉપકાર કરવાના મનોરથમાં આરૂઢ થયેલો તે ધૂર્તરાજ વેણાતટ તરફ ચાલ્યો. પોતાની દુર્દશાની પ્રિયસખી સરખી, ફાડી ખાનારાં જાનવરોવાળી, બાર યોજન લાંબી અટવી પાસે તે આવી પહોંચ્યો. અપાર સમુદ્ર પાર પામવાની 251 - Page #271 -------------------------------------------------------------------------- ________________ 252) પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્યા ઈચ્છાવાળો જેમ નાવડીને, તેમ આ મહાઅટીનો પાર પામવા કોઈ સથવારો મેળવવા મૂલદેવ વિચારવા લાગ્યો. તે સમયે જાણે આકાશથી પડ્યો હોય તેમ અણધાર્યો હાથમાં ભાતાની પોટલીવાળો ટક નામનો કોઈક બ્રાહ્મણ આવ્યો. અસહાયને સહાયભૂત એવો તે વિપ્રને આવેલો જાણી, જેમ વૃદ્ધ પુરુષ લાડીને મેળવીને હર્ષ પામે, તેમ મૂલદેવ હર્ષ પામ્યો. મૂલદેવે તે વિપ્રને કહ્યું: ‘અટવામાં સહાયક મેળવવાની ઈચ્છાવાળા મને મારી છાયા સરખો બીજો તું ભાગ્ય યોગે મળી આવ્યો. તે ઉત્તમ વિપ્ર! આપણે બંને ઈચ્છા પ્રમાણે વાતો કરતાં કરતાં માર્ગ કાપીશું. કારણ કે, માર્ગમાં વાતો એ માર્ગનો પરિશ્રમ દૂર કરનારી વિદ્યા છે. ત્યારે વિપ્રે કહ્યું: હેબડભાગી! તારે કેટલે દૂર અને કયે સ્થાને જવાની અભિલાષા છે? તે કહે અને માર્ગની મૈત્રી વશ કર. વળી વિપ્રે કહ્યું કે, હું તો આ જંગલને છેડે રહેલું વીરનિધાન નામનું સ્થાન છે, ત્યાં જવાનો છું, હવે તું ક્યાં જવાનો છે? તે કહે. મૂલદેવે કહ્યું: હું વણાટ નગરમાં જવાનો છું. ત્યારે વિષે કહ્યું: તો ચાલો, ઘણા દૂર સુધી આપણો એક જ માર્ગ છે. બંને મળ્યા પછી તેઓને ચાલતાં ચાલતાં બરાબર મસ્તક તપાવનાર સૂર્ય મધ્યાહ્નમાં આવ્યો, ત્યારે તેમને એક સરોવર પ્રાપ્ત થયું. મૂલદેવ હાથ, પગ અને મુખને જળથી ધોઈને વચમાં તડકા વગરની એકસરખી વૃક્ષ-છાયાવાળા ભૂતલમાં બેસી ગયો. તે વિપ્ર પોટલીમાંથી સાથવો કાઢી પાણી સાથે મસળી રંકની માફક એકલો ખાવા લાગ્યો. ધૂર્ત વિચાર્યું કે, પ્રથમ મને ભોજન આપ્યા વગર ભોજન કરવા માંડ્યો છે, તેને અતિભૂખ લાગી હશે, એટલે તે જમી રહ્યા પછી મને આપશે. પરંતુ વિપ્રતો પોટલી બાંધી ઉભો થયો. એટલે ધૂર્ત વિચાર્યું કે, “આજે ન આપ્યું, તો આવતી કાલે આપશે. બીજા દિવસે પણ તે પ્રમાણે આપ્યા વગર ભોજન કર્યું. મૂલદેવે તે જ આશાથી ત્રણ દિવસ પસાર ક્ય. પુરુષોને આશા એ જ જીવિત છે.' બંનેનો માર્ગ બદલાવાનો સમય આવ્યો, ત્યારે વિપ્રે ધૂર્તરાજને કહ્યું કે, હે ભાગ્યશાળી ! તારું કલ્યાણ થાઓ. હવે હું અહીંથી મારા માર્ગે જઈશ. ત્યારે મૂલદેવે તેને કહ્યું કે, તારી સહાયથી મેં બાર યોજન લાંબી અટવી એક કોશ માફક ઉલ્લંઘી છે. હું વેણાટ નગરે જઈશ. મારું નામ મૂળદેવ છે, ત્યાં મને કંઈક કાર્ય હોય તે કહેજે અને તારું નામ પણ મને કહે. લોકોએ નિધૃણશમાં એવું બીજું નામ પાડેલું છે અને અસલનામ તો ‘સદ્ધડ’ વિઝ છે.” એમ કહીને તેટક્કસાથીદારજુદો પડ્યો. ત્યાર પછીણા ટતરફ જતા મૂલદેવે માર્ગમાં પ્રાણીઓને વિશ્રામસ્થાન સરખાએક ગામને દેખ્યું. ભૂખથી ઊંડી કુક્ષિવાળા તેણે ત્યાં પ્રવેશ કર્યો. અને ભિક્ષા માટે ભ્રમણ કરતાં કોઈક ઘરેથી બાફેલા અડદ(બાકળા) પ્રાપ્ત કર્યા. ગામમાંથી બહાર નીકળતાં તેને સામે દેહધારી પુણ્યના ઢગલા સરખા કોઈ માસોપવાસી મુનિ મળ્યા. તેમને દેખીને હર્ષ પામ્યો કે, અહો ! મારો પુણ્યકર્મોદય! ખરેખર ભવસમુદ્રમાંથી તારનાર યાનપાત્ર સરખા ઉત્તમ તપસ્વી મુનિનું પાત્ર મને પ્રાપ્ત થયું. ત્રણ રત્નવાળા સાધુ ભગવંતને અડદના બાકળાનું દાન કરીને આજે લાંબા કાળના મારા વિવેક–વૃક્ષનું ફળ મને પ્રાપ્ત થાઓ. દાન આપતાં તેની ભાવનાથી હર્ષિત થએલા દેવતાએ આકાશવાણીથી કહ્યું કે, “હે ભદ્ર! તું અર્ધા શ્લોકથી માગણી કર કે તને શું આપવું?' તરત જ મૂલદેવે તે દેવી પાસે પ્રાર્થના કરી કે ‘ળાવેવત્તેમસદ પાચમતુ મો’ ગણિકા દેવદત્તા અને હજાર હાથીઓવાળું મને રાજ્ય હો. દેવીએ કહ્યું: 'ભલે એમ હો.' મૂલદેવ પણ તે મુનિને પ્રતિભાભીને અને વંદન કરીને ગામમાં જઈ ભિક્ષા લાવીને પોતે જમ્યો. આમ માર્ગ વટાવતો ક્રમે કરીને તે વેણાટ નગરે પહોંચ્યો. પછી એક ધર્મશાળામાં સૂઈગયો અને નિદ્રાસુખ પામ્યો. સૂતેલા તેણે રાત્રિના છેલ્લા પહોરમાં એક સ્વપ્ન જોયું કે, પૂર્ણમંડલવાળા ચંદ્ર મારા મુખમાં પ્રવેશ કર્યો. તે જ સ્વપ્ન કોઈ બીજા મુસાફરે પણ ત્યારે જ દેખ્યું. જાગેલા તેણે તે બીજા મુસાફરને કહી દીધું. તે મુસાફરોમાંથી એકે એ સ્વપ્ન આ પ્રમાણે વિચાર્યું કે, નજીકના કાળમાં તને ખાંડ, ઘી સાથે પુડલો પ્રાપ્ત થશે. હર્ષ પામેલો તે મુસાફર ‘એમ હો” એમ બોલ્યો. કારણકે, શિયાળને તો બોર મળી જાય, તો પણ મહોત્સવ સરખો આનંદ થાય છે. ધૂર્તરાજે પોતાનું સ્વપ્ન તે અજ્ઞાનીઓને ન કહ્યું. “મૂર્ખાઓને રત્ન બતાવે તો આ પત્થરનો Page #272 -------------------------------------------------------------------------- ________________ 253 ) શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર કટકો છે– એમ જ કહે.” ઘર ઢાંકવાના પર્વ દિવસે મુસાફરે પુડલો મેળવ્યો. ઘણે ભાગે વિચારના અનુસાર સ્વપ્ન ફળે છે. ધૂર્ત સવરે બગીચામાં જઈ પુષ્પો એકઠા કરવા માટે માળીને સહાય કરવા લાગ્યો, એટલે તે ખુશ થયો. તેવા પ્રકારનું કાર્ય પણ લોકોને પ્રીતિ કરનાર થાય છે. તે માળી પાસેથી પુષ્પો અને ફળો ગ્રહણ કરી પવિત્ર થઈ, સ્વપ્નશાસ્ત્રનિપુણ પંડિતના ઘરે ગયો. ત્યાર પછી મૂલદેવ તેના જાણકાર ઉપાધ્યાયને નમન કરી પુષ્પો, ફળો આપીને પોતાનું સ્વપ્ન કહ્યું હર્ષ પામેલા તે વિદ્વાને કહ્યું: હે વત્સ! સારા મુહૂર્ત હું તને સ્વપ્ન-ફલ કહીશ, આજે તું અમારો અતિથિ બન. મૂલદેવને ગૌરવથી નવરાવી, ભોજન કરાવીને ઉપાધ્યાય પરણાવવા માટે કન્યા લાવ્યો. મૂલદેવે પણ કહ્યું: હે પિતાજી! અજાણ્યા કુળવાળાને તમે કન્યા આપો છો, તો કંઈ વિચાર કેમ કરતા નથી ? ઉપાધ્યાયે કહ્યું કે, તમારી આકૃતિથી જ કુલ અને ગુણો સર્વથા જણાઈ ગયા છે, માટે મારી આ કન્યાને તમે પરણો. તેના વચનથી મૂલદેવે પણ તે કન્યા સાથે લગ્ન ક્ય. ભવિષ્યમાં થનારી કાર્યસિદ્ધિનું મંગળ શકુન જાણે પ્રગટ કેમ ન થયું હોય? સાત દિવસની અંદર તું અહીં રાજા થશે.' એ પ્રમાણે ઉપાધ્યાયે તેને સ્વપ્નફલ નિવેદન કર્યું. હર્ષ પામેલો ત્યાં વસતો ધૂર્તરાજ નગર બહાર જઈને પાંચમા દિવસે ચંપવૃક્ષની નીચે સુઈ ગયો. તે વખતે તે નગરમાં મૂળ વગરના વૃક્ષ માફક પુત્ર વગરનો આગલો રાજા મૃત્યુ પામ્યો, ત્યારે નવીન રાજાની શોધ માટે મંત્રથી પવિત્ર કરેલા હાથી, ઘોડા, છત્ર, કળશ અને ચામરો સાથે નગરમાં ભમ્યા, પણ રાજ્ય યોગ્ય કોઈને મળ્યો. ‘તેવા પ્રકારનો પુરુષ પ્રાપ્ત થવો મુશ્કેલ જ હોય.” ત્યાર પછી બહાર ફરતાં ફરતાં તેઓએ ચંપવૃક્ષ નજીક નરદેવ-પદને ઉચિત ભૂલદેવને દેખ્યો, ઘોડાએ હેષારવ શબ્દ ક્ય, હાથીએ જોરથી ગર્જના કરી, કળશવડે તેની પૂજા, બે ચામરોથી વીંઝવાનું, સુવર્ણદંડથી શોભાયમાન જાણે વિજળી ન હોય તેમ શરદના મેઘ સરખું ઉજ્જવલ શ્વેત છત્ર મસ્તક ઉપર શોભવા લાગ્યું. જયકુંજર હાથીએ તેને પોતાના સ્કંધપ્રદેશ પર બેસાડ્યો. સ્વામીની પ્રાપ્તિથી હર્ષ પામેલા પ્રજાજનો ‘જય જય’ શબ્દપોકારવા લાગ્યા. મોટા વાજિંત્રોના શબ્દો વડે દિશાઓ પૂરતા કુબેર જેમ અલકામાં તેમ ભૂલદેવે નગરમાં પ્રવેશ ક્ય, હાથી પરથી નીચે ઉતરી તે રાજમહેલમાં સિંહાસન પર બેઠો. હવે આકાશમાંદેવતાએ કહ્યું કે, દેવતાઓના પ્રસાદથી કળાઓનો ભંડાર આ વિક્રમરાજ નામનો રાજા થયો છે. આ રાજાની આજ્ઞામાં જેઓ નહીં વર્તે, તેઓને પર્વતને જેમ વજ ચૂરી નાખે, તેમ હું શિક્ષા કરીશ. તે દેવતાની વાણીથી સર્વપ્રકૃતિમંડલ વિસ્મય અને ભય પામ્યું અને મુનિઓને જેમ ઈન્દ્રિય-સમુદાય, તેમ હંમેશાં તેને વશ બન્યું. ત્યાર પછી વિષયસુખ અનુભવતા તે રાજાએ ઉજ્જયિનીના રાજા સાથે માંહોમાંહે વ્યવહાર કરતાં પ્રીતિ કરી. " તે વખતે દેવદત્તાએ પણ તેવા પ્રકારની ભૂલદેવની વિડંબના દેખીને તિરસ્કાર પૂર્વક અચલને કહ્યું કે, હું ધનના અહંકારમાં અંધ બનેલા! શું હું તારા ઘરની કુલગૃહિણી છું, એમ સમજે છે કે મરવાની ઇચ્છાવાળા હે મૂર્ખ! મારા ઘરમાં તે આવો વ્યવહાર કર્યો? હવે પછી તારે મારા ઘરે ન આવવું.’ એ પ્રમાણે તેને ઘરમાંથી બહાર કાઢી રાજા પાસે ગઈ. તેણે રાજા પાસે આગળ આપેલું વરદાન માગ્યું. રાજાએ કહ્યું: તારી ઈચ્છા પ્રમાણે માગ, જેથી તેને આપું. હવે આપે મૂલદેવ સિવાય બીજા કોઈને મારા પ્રત્યે આજ્ઞાન કરવી અને મારે ઘરે આવતા આ અચલને બંધ કરવો.” રાજાએ કહ્યું: ભલે એમ હો, પરંતુ આમાં કારણ શું? એમ પૂછ્યું, એટલે દેવદત્તાએ નેત્રસંજ્ઞાથી માધવીને કહેવા જણાવ્યું, એટલે તેણે સર્વ હકીક્ત કહી. આ સાંભળી કોપથી જેની ભૂલતા ચલાયમાન થઈ છે, એવા જિતશત્રુ રાજાએ તે સાર્થવાહને બોલાવી તિરસ્કાર પૂર્વક આમકહ્યું કે, મારા નગરના બીજા રત્નસરખા આ બંને આભૂષણો છે, મૂર્ખ એવા તેં ધનમાં અભિમાની બની પથ્થર માફક તેની અવગણના કરી. આ કારણે આ અપરાધની શિક્ષા, તારા પ્રાણનો નાશ કરવા હું આજ્ઞા કરું છું. આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે દેવદત્તાએ તેનું નિવારણ કરાવ્યું. તને આણે બચાવ્યો છે, તો પણ તારું રક્ષણ ત્યારે થશે કે ગમે ત્યાંથી તારે મૂલદેવને પાછો મેળવી આપવો, આ પ્રમાણે Page #273 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય રાજાએ કહ્યું. ત્યાર પછી રાજાને પ્રણામ કરીને તે ગયો. હવે સાર્થવાહ ખોવાએલા રત્ન માફક ચારેબાજુ મૂલદેવની શોધ કરવા લાગ્યો. એક બાજુ દેવદત્તાની ન્યૂનતાથી અને મૂલદેવને ન દેખવાથી તે ભય પામ્યો અને વેપારની વસ્તુઓ વહાણમાં ભરીને તરત પારસફૂલ દેશમાં ગયો. આ બાજુ મૂલદેવ પણ વિચારવા લાગ્યો કે, લવણ વગરના ભોજનની જેમ દેવદત્તા વગરની અતિશય રાજ્યલક્ષ્મીથી પણ શું ? ત્યાર પછી તેણે દેવદત્તા માટે જિતશત્રુ રાજા પાસે ભેટણાસહિત ચતુર દૂતને મોકલ્યો. દૂતે ઉજ્જયિની નગરીમાં પહોંચી જિતશત્રુ રાજાને વિનંતી કરી કે, દેવતાએ આપેલી રાજ્યલક્ષ્મી ભોગવતો મૂલદેવ આપને આ પ્રમાણે સંદેશો કહેવરાવે છે કે, “દેવદત્તામાં મારો પ્રેમ કેટલો છે ? તે આપને વિદિત છે. જો તેની ઈચ્છા હોય તો આપ તેને મોકલશો.’ ત્યારે અવંતી રાજાએ કહ્યું : અરે તેણે આટલી પ્રાર્થના કેમ કરી ? વિક્રમરાજા સાથે અમારે રાજ્યમાં ભેદ નથી. ઉજ્જયિનીપતિએ દેવદત્તાને બોલાવી કહ્યું : ‘હે ભાગ્યશાળી ! ભાગ્યયોગે લાંબા કાળે તારા મનોરથો પૂર્ણ થયા. દેવના પ્રસાદથી મૂલદેવ રાજા થયો છે અને તને બોલાવવા માટે પોતાના મુખ્ય પુરુષોને મોકલ્યા છે, માટે તું ત્યાં જા. પ્રીતિથી જિતશત્રુની આજ્ઞાથી દેવદત્તા અનુક્રમે વેણાતટ નગરે પહોંચી. વિક્રમ રાજા પણ મહોત્સવપૂર્વક પોતાના ચિત્ત સરખા વિશાળ મહેલમાં તેને લઈ ગયો. જિનભક્તિ કરતા અને પોતાની પ્રજાનું સમ્યક્ પ્રકારે પાલન કરતા, દેવદત્તાની સાથે ક્રીડા કરતાં ત્રણે વર્ગો બાધા પામતા ન હતા. 254 આ બાજુ જલથી પૂર્ણ જેમ મેઘ તેમ પારસકૂલથી ઘણી ખરીદવા લાયક વસ્તુઓ સાથે અચલ ત્યાં આવ્યો. લક્ષ્મીના મહત્ત્વને કહેનાર રત્ન, મણિ, મોતી, પરવાળા વગેરેથી મોટો થાળ ભરીને તે રાજા પાસે આવ્યો. રાજાએ તો અચલને તરત ઓળખ્યો. ચતુર પુરુષોને તો દેખીને પૂર્વજન્મના સંબંધ પણ યાદ આવે છે. ‘આ મૂલદેવ રાજા છે’ તેમ અચલ ઓળખી ન શક્યો. વેષ પહેરેલા નટને અલ્પબુદ્ધિવાળા જાણી શકતા નથી. તું ક્યાંથી આવે છે? એમ રાજાએ પૂછતાં તેણે પારસકૂલથી એમ જવાબ આપ્યો અને પરદેશથી વેચવા માટે લાવેલા માલને જોવા માટે પંચકુલ–મહાજનની માગણી કરી. કૌતુકથી રાજાએ તેને કહ્યું કે, હું જાતે જોવા આવીશ, ત્યારે તેણે ‘મહાપા’ એમ કહ્યું. તેવા પુરુષોના કોપને કોણ સમજી શકે ? ત્યાર પછી પંચકુલ સાથે રાજા તેના આશ્રયે ગયો અને તેણે પણ મજીઠ, કાપડ, સૂતર વગેરે લાવેલો માલ જકાત નક્કી કરવા બતાવ્યો. રાજાએ પૂછ્યું: ‘શું આટલો જ માલ છે ? સત્ય કહી દો.’ એમ પૂછાએલા શેઠે કહ્યું સત્ય જ કહું છું, આટલો જ માલ છે. રાજાએ ફરી કહ્યું: બરાબર ચોકસાઈ કરી નિવેદન કરો; કારણ કે અમારા રાજ્યમાં દાણ–ચોરી કરનારને શારીરિક શિક્ષા કરવામાં આવે છે. અચલે કહ્યું કે, અમે બીજા પાસે પણ ફેરફાર બોલતા નથી, તો પછી આપ દેવની પાસે કેમ અન્યથા બોલાય ? પછી રાજાએ કહ્યું : ‘આ સત્ય બોલનારા શેઠ પાસેથી અર્ધું દાન લેવું અને તેના માલની તપાસ બરાબર કરી લેવી.’ તે પછી પંચકુલે પગના પ્રહારથી વાંસ અંદર ઉતારીને તપાસ્યું, તો અસાર માલ વચ્ચે છૂપાવેલા સારભૂત માલની શંકા થઈ. ઉત્પન્ન થએલી શંકાવાળા રાજપુરુષોએ ક્ષણવારમાં દાણચોરોનાં હૃદયોની માફક ચારે બાજુથી કરિયાણાં રાખેલાં સ્થાનો ભેદી નાખ્યાં. તેઓને જેમ માલ માટે શંકા થઈ, તે જ પ્રમાણે ધન માટે શઠતા જણાઈ. ‘અધિકારીઓ હંમેશાં બીજાના નગર અને અંત:કરણ સુધી પહોંચનાર હોય છે.’ તેની શઠતા જાણી કોપાયમાન થએલા રાજાએ તરત જ તેને બંધાવ્યો. સામંતો પણ રાજાના આદેશથી બંધાય, તો પછી આ વેપારી કયા હિસાબમાં? ત્યાર પછી તેને મહેલમાં લઈ જઈ બંધન છોડાવીને રાજાએ પૂછ્યું કે, મને ઓળખો છો? ત્યારે અચલે પણ એમ કહ્યું કે, જગતને પ્રકાશિત કરનાર સૂર્યને અને આપને કયો એવો મૂર્ખ–શિરોમણિ હોય કે ન ઓળખે ? હવે તારા ખુશામતનાં વચનો બંધ કર, તું બરાબર મને જાણે છે કે કેમ ? તે કહે. રાજાએ આ પ્રમાણે અચલને કહ્યું, ત્યારે જવાબ આપ્યો કે, ‘હું જાણતો નથી.’ દેવદત્તાને બોલાવીને રાજાએ તેને દેખાડી. માનીઓની મનની સિદ્ધિ ઇષ્ટ સ્વજનો દેખે, તો પોતાને Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર કૃતાર્થ થએલા સમજે છે. અચલ દેવદત્તાને દેખીને એકદમ શરમાઈ ગયો અને અતિકષ્ટવાળી દશા પામ્યો. ‘સ્ત્રી આગળ પોતાની અપભ્રાજના થાય, તે પીડા પુરુષને મરણ કરતાં પણ અધિક હોય છે.’ દેવદત્તાએ અચલને કહ્યું કે, ‘આ તે મૂલદેવ છે, જેને તમે તે સમયે આ પ્રમાણે સંક્ટ આપ્યું હતું અને મને પણ મુશ્કેલીમાં મૂકી હતી. આજે દૈવયોગે તમે પણ સંકટ પામ્યા છો. જો કે તમે અત્યારે પ્રાણ–સંક્ટ પામ્યા છો, છતાં પણ આર્યપુત્ર તમને માફ કરે છે. આવા મહાપુરુષો તુચ્છનો ઘાત કરનારા હોતા નથી.’ ત્યાર પછી શરમાઈ ગયેલ તે વેપારીએ તે બંનેના પગમાં પડીને કહ્યું કે, ‘તે વખતે કરેલા મારા સર્વ અપરાધની આપ ક્ષમા આપો, તે અપરાધથી જિતશત્રુ રાજા મારા પર રોપાયમાન બન્યા છે, તે તમારા વચનથી મને ઉજ્જયિનીમાં પ્રવેશ કરવા દેશે.’ મૂલદેવે કહ્યું કે જ્યારે દેવદત્તાએ તમારા પર કૃપા કરી છે, ત્યારે જ મેં તમને ક્ષમા આપી છે. ત્યાર પછી તેના ઉપર રહેમ નજર રાખી સાથે એક દૂત આપીને રાજાએ ઉજ્જયિની નગરીમાં જવા માટે અચલને રજા આપી. મૂલદેવના વચનથી અવંતિનાથે તેને અવંતિમાં દાખલ કર્યો. કારણ કે કોપનું કારણ તે હતો. 255 મૂલદેવના રાજ્યને સાંભળીને સિદ્ધડ પણ ત્યાં આવ્યો. તેને પણ મૂલદેવે ગામ આપ્યું. મૂલદેવ ક્રમે કરીને સ્વર્ગ અને મોક્ષમાં જશે. આ પ્રમાણે દાનના આલોક સંબંધી ફળમાં મૂલદેવની કથા પૂર્ણ થઈ. (૧૮૧) धन्नेणं सालिभद्देणं, कयवन्नेणं तहेव य । इहलोए परलोए य, जहा पत्ता सुसंपया ॥ १८२ ॥ अन्नो वि पावही एवं नत्थि इत्थं तु संसओ । પૂછ્હી મુળિળો નો ૩, મત્તિમંતો સુસાવો ૮૩૫ યુઘ્નમ્ । દાનના જ ઉભયલોકસંબંધી ફળને દષ્ટાંત સહિત કહે છે–– જેવી રીતે ધન્ય, શાલિભદ્ર અને કૃતપુણ્ય શેઠે આ લોકમાં અને પરલોકમાં સુસંપત્તિઓને પ્રામ કરી, તેવી રીતે અન્ય પણ જે ભક્તિમંત સુશ્રાવક મુનિઓની પૂજા કરશે તે આ પ્રમાણે આ લોક અને પરલોકમાં સુસંપત્તિઓને પ્રાપ્ત કરશે એમાં સંશય નથી. આ લોકમાં એટલે મનુષ્યભવમાં. પરલોકમાં એટલે સર્વાર્થ સિદ્ધ વગેરે ભવમાં. અહીં દષ્ટાંતો કહેવામાં આવે છે. તેમાં ધન્ય અને શાલિભદ્રનાં દૃષ્ટાંતો આ છે— ધન્ય-શાલિભદ્રની કથા પ્રતિષ્ઠાનપુરમાં જિતશત્રુ નામનો રાજા છે. તેના ગામમાં એક ગામનું કુળ આવેલું છે. તે કુળમાં એક બાળક દાતા અને વિનીત છે. તે આજીવિકા માટે લોકોના વાછરડાઓને ચરાવતો હતો. એકવાર વાછરડાઓને વનમાં મૂકીને તે ઘરે આવ્યો. પછી તેણે માતાને કહ્યું : હે મા ! હમણાં મને ખીર આપ. ગરીબ હોવાના કારણે તે ખીર ન બનાવી શકી. પુત્રને ખીરની પ્રાપ્તિ ન થવાથી તે રડી. તેથી પાડોશી બહેનોએ તેનું રુદન સાંભળીને દુ:ખનું કારણ પૂછ્યું અને દૂધ વગેરે આપ્યું. તેનાથી તેણે સાકર-દ -ઘીથી યુક્ત ખીર બનાવીને પુત્રને પીરસી. પછી તે અન્ય કામ માટે ઘરના અંદરના ભાગમાં ગઈ. આ તરફ જાણે તે બાળકના સુકૃતોથી આકર્ષાયા હોય તેમ એક મુનિ માસખમણના પારણે તેના ઘરે Page #275 -------------------------------------------------------------------------- ________________ 256 પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય આવ્યા. મુનિને જોઈને અતિશય ભક્તિવાળો બાળક ખીરની થાળી ઉપાડીને ઊભો થઈ ગયો. પછી તેણે મુનિને કહ્યું હે ભગવંત! સ વિત્ત, સત્ ચિત્ત અને સત્પાત્ર એ ત્રણનો મેળકરનાર ત્રિવેણી સંગમને મેં પ્રાપ્તર્યો છે. તેથી આ ખીરને ગ્રહણ કરો. મારા ઉપર અનુગ્રહ કરો. મુનિએ પાત્ર ધર્યું એટલે પોતાને ધન્ય માનતા બાળકે ખીર વહોરાવી. તે વખતે સુપાત્રદાનથી તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. માતાએ ફરી આપેલી ઘણી ખીર તેણે ખાધી. તે સાંજે વાછરડાઓને જોઈ રહ્યો હતો ત્યારે મુનિને જોઈને હર્ષપૂર્વક નમીને બેઠો. તેમની પાસે ધર્મદશનાને સાંભળતો તે વિસૂચિકાથી કરીને તે નગરમાં શેઠની પત્નીનો પુત્ર થયો. તેથી શેઠ ધનથી અધિક વધ્યો. શેઠે જન્મોત્સવમાં તેનું ધન્ય એવું નામ આપ્યું. પછી ચાર છોકરાઓની પરીક્ષા માટે શેઠે બત્રીસ રૂપિયા આપીને કહ્યું: તમારે આનો વેપાર કરીને લાભ બતાવવો. તેઓ વેપાર કરવા પ્રવૃત્ત થયા. ધન્ય બલવાન બકરાને રાજપુત્રના બકરા સાથે લડાવ્યો. તેમાં હજાર સોનામહોરની શરત કરી હતી. રાજકુમારનો બકરો હારી ગયો એટલે ધન્ય હજાર સોનામહોર લઈને ઘરે ગયો. બંધુઓ લાભ મેળવ્યા વિના આવ્યા. બીજા દિવસે તેમણે પિતાને કહ્યું: ફરી પરીક્ષા કરો. માતાપિતાએ તેમને ચોસઠ રૂપિયા આપ્યા. સર્વપ્રયત્નથી જ્ય-વિજ્યકરવા માટે પ્રવૃત્ત થયા. પણ લાભ મેળવ્યો નહિ. ઉપાયને જાણનાર ધન્ય બજારમાં ઊભો રહ્યો. તેનગરમાં કૃપણોમાં અગ્રેસર એવો મહાધન નામનો શેઠ હતો. તે ધર્મમાં કંઈ આપતો ન હતો. સ્વજનોને અને ગરીબને કંઈ પણ આપતો ન હતો. સારાં વસ્ત્રો પહેરતો ન હતો. તેણે ઘરના ભોંયરાને ધનથી ભર્યું. તથા ખાટલાની પોલાણમાં ઉત્તમ રત્નો ભર્યા. મૂછથી મૂઢચિત્તવાળો તે ખાટલાને ખાડા ઉપર મૂકીને ખાટલા ઉપર રહે છે. વૃદ્ધાવસ્થાથી ખખડી ગયેલો તે મૃત્યુ પામ્યો. સ્વજનોએ ખાટલાની સાથે ઉપાડીને તેને શ્મશાનમાં મૂક્યો. શ્મશાનનો માલિક તે ખાટલાને વેચવા માટે નગરમાં લઈ ગયો. ધન્ય તે ખાટલાને વેચાતો લઈને પોતાના ઘરે લઈ જઈને ખાટલામાંથી રત્નો કાઢયાં. ખુશ થયેલા તેણે તે રત્નો માતા-પિતાને આપ્યા. તેથી તેમની લક્ષ્મી વધી. ધન્યની ઉજવલ કીર્તિ પણ વધી. પુણ્યહીનતેના બંધુઓને ધન્ય પ્રત્યે ઘણી ઈર્ષા થઈ. ભાભીઓએ ધન્યને પુત્રની જેમકહ્યું: તારા ભાઈઓ તને મારી નાખવાની મંત્રણા કરે છે. તેથી તેણે કહ્યું: મેં એમનો કોઈ અપરાધર્યો નથી. ભાભીઓએ કહ્યું : હે વત્સ ! દુષ્ટ માણસો આવા (=અપરાધ વિના પણ ઈર્ષ્યા કરનારા) હોય છે. કારણકે જગતમાં અસંખ્ય પુરુષો વગર કારણે રોષકરે છે. કારણે રોષ કરનારા સંખ્યાતા હોય છે. કારણમાં પણ રોષનકરે તેવા પુરુષો પાંચ કે છ હોય. પછી ધન્ય વિચાર્યું કે મારે અહીં રહેવું યોગ્ય નથી. આમ વિચારીને તે ઘરમાંથી એકલો નીકળી ગયો. પૃથ્વીમાં ર્યો. એકવાર માર્ગની નજીકમાં આવેલા ખેતરમાં રહેલા એક ખેડૂતે તેને શ્રેષ્ઠ આકૃતિવાળો જોઈને ભોજન માટે આમંત્રણ આપ્યું. તે ભોજન કરવા માટે બેઠો એટલે ખેડૂતની પત્નીએ તેને ખીર પીરસી. ખેડૂત હળ ખેડી રહ્યો ત્યારે હળના અગ્રભાગથી સુવર્ણપૂર્ણ કળશ પ્રગટ થયો. ખેડૂતે તે કળશ તમારા ભાગ્યથી આ પ્રગટ થયો છે માટે ગ્રહણ કરો. એમ કહીને ધન્યને આપ્યો. ધન્ય તે કળશ ખેડૂતને આપ્યો. ધન્ય ક્રમે કરીને રાજગૃહ નગરમાં આવ્યો. તેને માળી પોતાના ઘરે લઈ ગયો અને તેની સુંદર ભક્તિ કરી. આ તરફ શાલિગ્રામ નામના ગામમાં સંગમ નામનો બાળક ગોપાલ વાછરડાઓને ચરાવતો હતો. બધી ખીર સાધુને વહોરાવી દીધી. માતાએ ફરી પીરસેલી ખીરનું તેણે ભોજન કર્યું. ઈત્યાદિ બધી વિગત અહીંધીના ચરિત્રની જેવી જ જાણવી. સાંજના અજીર્ણ થવાથી સાધુને યાદ કરતો તે સંગમ મૃત્યુ પામ્યો. દાનપુણ્યથી રાજગૃહ નગરમાં ગોભદ્રશેઠની પત્ની ભદ્રાનો પુત્ર થયો. જન્મોત્સવમાં તેનું શાલિભદ્ર એવું નામ આપ્યું. ધાવમાતાઓથી લાલન કરાતો તે યૌવનને પામ્યો. તે નગરના શ્રેષ્ઠીઓએ પોતાની બત્રીસ કન્યાઓ તેને પરણાવી. તેમની સાથે સુખપૂર્વક તે આનંદ માણે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર હવે શ્રેણિક રાજાની સોમશ્રી, શાલિભદ્રની બહેન સુભદ્રા, માળીની પુષ્પવતી એ ત્રણ પુત્રીઓ એક જ દિવસે જન્મી હોવાથી પરસ્પર સખીઓ થઈ. આપણે એક જ પતિને કરીશું એમ પુષ્પવતીએ સોમશ્રીને કહ્યું. સોમશ્રીએ આ વાત રાજાને કરી. તેથી શ્રેણિકે ત્રણેય ધન્યને પરણાવી. ધન્ય પણ ભોગોને ભોગવ્યા. ગવાક્ષમાં બેસીને તેમની સાથે ક્રીડા કરતા ધન્ય માતા–પિતાને જોયા. માતા–પિતાને બોલાવીને સારાં વસ્રો-આભૂષણોથી અલંકૃત કરીને ધન્ય પત્નીઓની સાથે નમ્યો. તેણે પૂછ્યું : આપનું અહીં આગમન શાના કારણે થયું ? તેમણે કહ્યું: તારા રાજ્યને સાંભળીને શરમાતા તારા ભાઈઓ નગરથી બહાર રહ્યા છે. પછી ધન્યે તેમને જુદા જુદા ગામો આપ્યાં. 257 ગોભદ્ર શ્રીવીરની પાસે દીક્ષા લઈને સ્વર્ગલોકને પામ્યો. શાલિભદ્રના પૂર્વના પ્રકૃષ્ટ પુણ્યથી તે દેવ તેના ઉપર વાત્સલ્ય કરવાની અત્યંત ઈચ્છાવાળો થયો. ત્યાર પછીનું શાલિભદ્રનું ‘“ભદ્રામાતાએ તેની પત્નીઓના પગ લુછવા માટે રત્નકંબલો લીધી વગેરે’’ સઘળુંય ચરિત્ર પ્રસિદ્ધ જ છે. : આ સમયે ઉદ્યાનમાં ધર્મઘોષસૂરિ પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળીને સંસારને છોડવાની ઈચ્છાવાળા શાલિભદ્ર સૂરિને પૂછ્યું : હે ભગવન્ ! કયા કર્મથી જીવોનો અન્ય સ્વામી ન થાય ? સૂરિએ કહ્યું : જેઓ દીક્ષા લે છે તેઓ સર્વ જીવોના નાથ થાય છે. આ પ્રમાણે સાંભળીને શાલિભદ્ર દીક્ષા લેવાની ઈચ્છાવાળો થયો. સૂરિએ તેને કહ્યું : આ વિષે પ્રમાદ ન જ કરવો. પછી ઘરે જઈને શાલિભદ્રે માતાને કહ્યું : હે મા ! હું દીક્ષા લઈશ. માતાએ કહ્યું: હે વત્સ ! તું દિવ્ય ભોગોથી લાલન કરાયો છે. તેથી દુષ્કર દીક્ષા કેવી રીતે લઈશ ? શાલિભદ્ર દીક્ષા લેશે એ સાંભળીને શાલિભદ્રની બહેન અને ધન્યની પત્ની સુભદ્રા રડવા લાગી. ધન્ય રડવાનું કારણ પૂછતાં તેણે કહ્યું : સુખો છોડીને દીક્ષાની ભાવનાવાળો મારો ભાઈ શાલિભદ્ર (રોજ એક એક પત્નીને છોડવી ઇત્યાદિ રીતે) તુલના (=અભ્યાસ) કરી રહ્યો છે. આથી હું રડું છું. ધન્ચે કહ્યું : ભોગો છોડવા સહેલા છે. એમાં તુલના શી કરવી? ત્યારે સુભદ્રાએ હસીને કહ્યું : જો એમ છે તો તમે કેમ ભોગોને છોડતા નથી. ધન્ચે કહ્યું : એ પ્રમાણે જ થાઓ. પછી ધન્ય ત્યાં પધારેલા શ્રીવીરની પાસે દીક્ષા લીધી. ધન્યને દીક્ષિત થયેલો સાંભળીને શાલિભદ્રે પણ દીક્ષા લીધી. પછી ધન્ય અને શાલિભદ્ર મુનિ શ્રી વીરના સમુદાયમાં નિરતિચાર ચારિત્રનું પાલન કરવા લાગ્યા. એકવાર વીરના સમુદાયમાં વિહાર કરતા તે બે મુનિઓ ફરી રાજગૃહ નગરમાં આવ્યા. વીરને નમીને લોકો ગયા. ધન્ય સહિત શાલિભદ્રે માસખમણના પારણે ભિક્ષા લેવા જવા માટે પ્રભુની અનુજ્ઞા માગી. પ્રભુએ કહ્યું : આજે માતાના હાથથી તારું પારણું થશે. આ પ્રમાણે જાણીને તે બંને નગરમાં બધા સ્થળે જઈને ભદ્રાના ઘરના દ્વારમાં એક ક્ષણ સુધી ઊભા રહ્યા. પણ મેલથી મલિન શરીરવાળા તેમને કોઈએ પણ ઓળખ્યા નહિ. પછી તે બંને જ્યારે નગરમાંથી બહાર નીકળ્યા ત્યારે શાલિભદ્રની પૂર્વભવની માતા ધન્યાએ તેમને જોયા. નગરમાં પ્રવેશ કરતી તેણે તેમને દહીં વહોરાવ્યું. શાલિભદ્રે પ્રભુને કહ્યું : હે નાથ ! માતાથી મારું પારણું કેવી રીતે થયું ? સર્વજ્ઞ ભગવાને પૂર્વનું સઘળું ચરિત્ર કહ્યું. પછી પારણું કરીને વૈભાર પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં પાદપોપગમન નામનું અનશન કર્યું. હવે ભદ્રા શ્રેણિકની સાથે ભગવાનને વંદન કરીને વૈભારગિરિ ઉપર ગઈ. ધન્ય અને શાલિભદ્ર મુનિને વંદન કરીને ઘણો વિલાપ કરવા લાગી. આ જોઈને શ્રેણિકે ભદ્રાને કહ્યું : હર્ષના સ્થાને શોક કેમ કરે છે ? કારણ કે પૂર્વે શાલિભદ્ર દાનવીર અને ભોગવીર થયો અને હમણાં તપોવીર થયો છે. જગતમાં સર્વ શ્રેષ્ઠ અને જગદ્ગુરુ એવો તારો પુત્ર છે. તેથી તે પૃથ્વીતલને પવિત્ર કર્યું છે. તેથી નિરર્થક શોક ન કર. પછી તે બંને તેમને નમીને ઘરે ગયા. બંને મહામુનિઓ અનશન પૂર્વક કાળ કરીને સર્વાર્થસિદ્ધ દેવલોકમાં અહમિન્દ્ર એવા ઉત્તમદેવ થયા. ત્યાં તેત્રીસ સાગરોપમ Page #277 -------------------------------------------------------------------------- ________________ 258 પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય સુધી સુખ અનુભવીને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં દીક્ષા લઈને મોક્ષમાં જશે. આ પ્રમાણે ધન્ય-શાલિભદ્રની કથા પૂર્ણ થઈ. *કૃતપુષ્યની કથા આ છે– કૃતપુણ્યનું દષ્ટાંત | વિજયપુર નામના શહેરમાં વિજયસેન રાજા નીતિથી ધનભંડાર, કોઠાર વગેરે સંપત્તિથી સમૃદ્ધ અને સાત અંગવાળા રાજ્યનું પાલન કરતો હતો ત્યારે, ધનવસુ શેઠને પદ્મશ્રી પત્નીથી વસુદત્ત નામનો પુત્ર થયો. તેનો જન્મ થતાં જ ધનવસુશેઠ મૃત્યુ પામ્યો. તેનું મૃત્યુ થતાં તેનું સઘળું ધન નાશ પામ્યું. પદ્મશ્રી ખિન્ન બની ગઈ. ત્યાં પોતાના નિર્વાહને નહિ જોતી તેણે વિચાર્યું: માન એ જ જેમનું ધન છે એવા લોકોને ધન અને માન ન રહે ત્યારે વિદેશમાં જવું એ જ ઉચિત છે, નોકરી આદિથી જીવનનિર્વાહ કરીને સ્વદેશમાં જ રહેવું ઉચિત નથી. આ પ્રમાણે વિચારતી તે વસુદત્ત પુત્રને લઇને શ્રીપુર નામના નગરમાં ગઈ. ત્યાં કોઇ શેઠનો આશ્રય લઈને રહી. વસુદત્તને તે શેઠના જ ઘરે વાછરડાઓનું પાલન કરવા રાખ્યો. શેઠના સંબંધથી પાડોશી લોકોના વાછરડાઓની પણ સંભાળ તે જ રાખવા લાગ્યો. પછી કેટલાક દિવસો જતાં એકવાર તે વાછરડાઓને ચારવા માટે નગરની બહારની ભૂમિમાં ગયો. ત્યાં તેણે એક મહામુનિને જોયાં અને ભાવપૂર્વક વંદન ક્યું તે દિવસે તે નગરમાં લોકોનો ખીર ખાવાનો મહોત્સવ હતો. તેથી આ વસુદત્ત બાળક કોઈક સમયે વાછરડાઓને ચરાવીને ઘરે આવ્યો ત્યારે તેણે ઘરે ઘરે ખીર રંધાતી જોઈ. તેણે માતા પાસે માગણી કરી કે, હે મા! મને આજે ખીર આપ. માતાએ સ્વપતિના કાળને યાદ કરીને વિચાર્યું: દુ:ખે કરીને રોકી શકાય એવા ભાગ્યના વિલાસને જો. આ ધનવસુ શેઠનો પુત્ર થઈને કેવી રીતે અન્યથી દયા કરવા યોગ્ય અવસ્થાને પામ્યો ? એ મારી માતાને આટલી પ્રાપ્તિ ક્યાંથી થાય ? એ જાણતો નથી. આ પ્રમાણે વિચારતી તેણે રડવાનું શરૂ કર્યું. તેનું રુદન સાંભળીને પાડોશી સ્ત્રીઓને દયા આવી. તેમણે આવીને પૂછ્યું : હે બહેન ! કહ કહ એવા ધ્વનિથી તારા ગળાનો માર્ગ અટકી ગયો છે, અર્થાત્ તારું ગળું રહી ગયું છે, તું આ રીતે કેમ રડે છે? તને શું નથી મળતું? જો કહેવામાં વાંધો ન હોય તો કહે. તેથી તેણે કહ્યું: જેનો આવો વિલાસ છે તે મારા ભાગ્યને જ તમે પૂછો. આમ કહીને તેણે પુત્રનોવૃત્તાંત કહ્યો. તેમણે કહ્યું: જો એમ છે તો તું રડ નહિ. અમે જ ખીરની સામગ્રી મેળવી આપીશું. પછી કોઈએ ચોખા, કોઈએ દૂધ, કોઈએ ગોળ-ખાંડ વગેરે એને આપ્યું. આ આપીને તેમણે કહ્યું : આ સામગ્રીથી તારે સવારે પુત્રના મનોરથો પૂરા કરવા. બીજા દિવસે સવારે જ તેણે વસુદત્તને કહ્યું: હે વત્સ! આજે તારા લાયક ખીર કરીશ. આથી તારે જલદી આવવું. આથી તે બે પ્રહર જેટલો સમય થતાં આવી ગયો. ઘરમાં ભોજન કરવા માટે બેઠો. માતાએ ખીરની થાળી ભરીને તેને આપી. આ દરમિયાન તેને પૂર્વે જે મહામુનિનાં દર્શન થયાં હતાં તે જ મહામુનિ માસખમણના પારણે આવ્યા. તેમણે કોઈ પણ રીતે તેના જ ઘરમાં પ્રવેશ કર્યો. ઉલ્લસિત ભક્તિવાળા વસુદત્તે મુનિને જોયા. તેણે વિચાર્યું: ખરેખર! હું પણ કંઈક પુણ્યનો ભાજન છું, જેથી આવી સામગ્રી મને મળી. કારણકે કહ્યું છે કે – “પૃથ્વીમાં કેટલાક માણસોને ચિત્ત અને વિત્ત મળે છે, પણ દાનને યોગ્ય પાત્ર મળતું નથી. બીજાઓને ગુણવાન પાત્ર પ્રાપ્ત થાય છે, પણ ઉચિત ચિત્ત અને વિત્ત પ્રાપ્ત થતાં નથી. કેટલાકને ચિત્ત હોય છે, પણ વિત્ત અને પાત્ર હોતાં નથી. કોઈને ચિત્ત અને પાત્ર હોય છે, પણ * અહીંટીકામાં કથા સંક્ષિસ હોવાથી શ્રાવકના બારવ્રતો યાને નવપદ પ્રકરણના ગુજરાતી અનુવાદમાંથી અક્ષરશ: ઉદ્ધત કરવામાં આવી છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ '259 શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર ધન ન હોય, કોઈકને ચિત્ત હોય છે, પણ વિત્ત અને પાત્ર હોતાં નથી. *બને તેટલાં દુર્લભ નથી, જેટલાં સમગ્ર (ત્રણ) દુર્લભ છે.” આ પ્રમાણે વિચારતા તેનું શરીર અતિશય શ્રદ્ધાથી થયેલા ઘણા રોમાંચોના સમૂહથી યુક્ત બન્યું. આવી વિચારણા કરતાં અને આવી કાયાથી તેણે ખીરની થાળી લઈને ત્રીજા ભાગનું મુનિને વહોરાવીને ચિત્તમાં વિચાર્યું કે, આ બહુથોડું છે, આનાથી મુનિનો અર્થો આહાર પણ નહિ થાય, આથી ફરી ત્રીજો ભાગ વહોરાવ્યો. હજી પણ આ ઓછું છે. પૂર્ણ નહિ થાય. જો આની અંદર બીજું ખરાબ અન્ન પડશે તો આ પણ નાશ પામશે બગડી જશે. અથવા આ મહામુનિ કેટલું ફરશે? તેથી સંપૂર્ણ જ આપું. આ પ્રમાણે વિચારતાં તેણે ફરી બધી જ ખીર મુનિના પાત્રમાં નાખી. મુનિ તે લઈને ગયા. તેની માતાએ તેને બીજી ખીર આપી. તેણે ઇચ્છા મુજબ ખીર ખાધી. ભોજન કર્યા પછી વાછરડાઓને ચારવા માટે તે જંગલમાં ગયો. ભવિતવ્યતાના કારણે તે દિવસે વરસાદ થયો. તેના ભયથી વાછરડાં જુદી જુદી દિશાઓમાં ચાલ્યાં ગયાં. તેમને ભેગા કરતાં સૂર્યાસ્ત થઈ ગયો. અંધકારના સમૂહથી ઊંચા-નીચા વિભાગો નહિ દેખાવાના કારણે રાત્રિ કષ્ટથી ચાલી શકાય તેવી બની ગઈ. નગરના દરવાજા બંધ થઈ ગયા. તેથી તેનગરનાદ્વાર આગળજ ગઢની ભીંતના ખૂણાનો આશ્રય લઈને રહ્યો. કેટલાક સમય બાદ શીતપવન વગેરેથી દુ:ખી કરાતા એને સ્નિગ્ધ આહારના અજીર્ણ દોષથી વિશુચિકા (=પેટપીડા) થઈ. અત્યંત ગાઢ ફૂલ ઉપડ્યું. તેનાથી તે મૃત્યુ પામ્યો. સ્વભાવથી જ ભદ્રક વગેરે મધ્યમ ગુણોના યોગથી એણે મનુષ્ય આયુષ્ય બાંધ્યું હતું. રાજગૃહનગરમાં ધન શેઠની કુવલયાવલી નામની પત્ની હતી. તેને એક પણ સંતાન થયું ન હતું. આથી તે પુત્ર માટે અનેક માન્યતાઓ કરીને ખિન્ન બની ગઈ હતી. વસુદત્ત તેના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. બારમા દિવસે એનું કૃતપુણ્યક એવું નામ પાડ્યું. આઠ વર્ષનો થયો ત્યારે તેને કળાઓનો અભ્યાસ કરાવ્યો. ઉત્તમ યૌવનને પામ્યો ત્યારે ધનશેઠે તેને વૈશ્રમણશેઠની કન્યાકાંતિમતી પરણાવી. એકવાર કોઈ પણ રીતે માધવસેના વેશ્યાના ઘરમાં તેણે પ્રવેશ ર્યો. ત્યાં તેણે માધવસેનાને જોઈ. તે મનોહરરૂપથી અતિશય શોભતી હતી, કામની જાણેકે ત્રિભુવન ઉપર મેળવેલા વિજયની સૂચક જયપતાકા ન હોય તેવી હતી, સર્વ અંગોનાં આભૂષણોથી અલંકૃત શરીરવાળી હતી, પલંગના મધ્યભાગમાં બેઠી હતી, મોટા મણિના આરીસામાં પોતાના શરીરની શોભા જોઈ રહી હતી. આવી માધવસેનાને જોઈને તેણે વિચાર્યું: અહો! આનું લાવણ્ય! અહો! જગતને જીતનારું રૂપ! અહો! વિશ્વને વિસ્મય કરનારી સૌભાગ્યસંપત્તિ! આ દરમ્યાન માધવસેનાએ પણ તેને જોયો. તેણે ઊભી થઈને વિલાસ સહિત અનેક કળાપૂર્વક વાત-ચીતોથી તથા ટાક્ષ સહિત નિરીક્ષણોથી જેનું હૃદય (માધવસેના તરફ) ખેંચાઈ રહ્યું છે એવા તેને વિનયસહિત પલંગ ઉપર બેસાડ્યો. તેના પ્રત્યે અનુરાગથી પરવશ મનવાળા તેણે પણ પોતાના ઘરેથી પુષ્પ અને તાંબૂલ વગેરે મંગાવીને એની ઉચિત સેવા કરી. તેના વિયોગને સહન Hકરનારતે તેના ઘરે જ તેની સાથે રહ્યો. કામભોગમાં આસક્ત અંત:કરણવાળોતે દરરોજ માધવસેનાની કુટ્ટણીને ભાડાનું મૂલ્ય એક સો આઠ સોનામહોરો આપતો હતો. આ તેની માતા મોકલતી હતી. પોતાના ઘરેથી આવતા ભોગસાધનોનો તે સતત ઉપયોગ કરતો હતો. આ રીતે તેણે બાર વર્ષ પસાર કર્યા. તે વખતે ક્યારે તેના માતા-પિતા મૃત્યુ પામ્યા તેની એને ખબર ન પડી. તેની પત્ની કાંતિમતી તે જ પ્રમાણે સોનામહોર વગેરે મોકલતી હતી. કેટલાક દિવસો બાદ સઘળું ધન પૂર્ણ થઈ ગયું. એક દિવસ તેણે ચોખાની કણિક સહિત પોતાનું આભૂષણ મોકલ્યું. આ જોઈને માધવસેનાની કુટ્ટણીએ વિચાર્યું : અહો! પતિવ્રતાપણાનું પાલન *ચિત્ત અને વિત્ત, ચિત્ત અને પાત્ર, વિત્ત અને પાત્ર એમ બે બે. સમગ્ર ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણ. * વેશ્યાઓ ઉપર કાબૂ રાખનારી વડીલ સ્ત્રી. Page #279 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર 260 શ્રાદ્ધદિનકૃત્ય કરતી જેણે પતિની ભક્તિથી પોતાનું આભરણ પણ મોકલ્યું તે મહાસતી છે! વળી ચોખા આદિ સહિત આભૂષણ મોકલ્યું તેનાથી એણે પોતાની આજીવિકા જેટલું જ ધનબાકી રહ્યું છે એમ સૂચન કર્યું છે. તેથી આલેવું યોગ્ય નથી. તેથી પોતાના એકસો આઠ દ્રમ્મથી (તે વખતનું ચલણી નાણું) તેના આભૂષણની પૂજા કરીને તેને જ પાછું મોકલી આપ્યું. પછી તેણે માધવસેનાને કહ્યું: હે વત્સ ! હમણાં આ કૃતપુણ્યક રસરહિત અળતા તુલ્ય છે, આથી એને છોડી દે. માધવસેનાએ કહ્યું: હેમા ! એની કૃપાથી આપણે ઘણું ધન મેળવ્યું છે. આથી એનો ત્યાગ કરવો યોગ્ય નથી. કુટ્ટણીએ કહ્યું: હે પુત્રી ! તું વેશ્યાઓના આચારની જાણકાર નથી. કારણ કે વેશ્યાઓ ઋજુસૂત્ર નયના અભિપ્રાયવાળાઓની જેમ ભૂતકાળ અને ભવિષ્યકાળનો ત્યાગ કરીને વર્તમાનકાળમાં જ આદર કરે છે. હમણાં તો આ મુનિની જેમ ધનરહિત છે. તેથી એનાથી શું? તેથી માધવસેનાની ઇચ્છા ન હોવા છતાં તેણે કૃતપુણ્યનું અપમાન કર્યું. બીજાઓ તો કહે છે કે, દારૂ પીવડાવીને ખબર ન પડે તે રીતે કાઢી મૂક્યો. પોતાના ઘરે ગયો. પોતાની પત્નીએ ચરણપ્રક્ષાલન વગેરે ક્રિયા કરી. પછી માતા-પિતાના મૃત્યુનો વૃત્તાંત જાણ્યો. ચિત્તમાં અતિશય ખેદ કર્યો. કેટલાક દિવસ રહીને કાંતિમતીની કુક્ષિમાં ગર્ભનું સ્થાપન કરીને વહાણથી વેપાર કરનારા વેપારીઓ સાથે (સમુદ્રના) બીજા કાંઠે જવા તૈયાર થયો. સાંજના સમયે પોતાના ઘરથી નીકળીને નગરની બહાર વસેલા સાઈની નજીક દેવમંદિરમાં પોતાની પત્નીએ પાથરેલા ખાટલામાં સૂતો. આ તરફ તે જ રાજગૃહ્માં સૂર નામનો શેઠ ચાર પત્નીઓ સહિત પોતાની માતાને મૂકીને પોતે વેપાર કરવાની બુદ્ધિથી દિશાઓમાં પરિભ્રમણ કરવા ગયો. તે કોઈ પણ રીતે પરદેશમાં જ મૃત્યુ પામ્યો. કોઈએ સૂરશેઠ મૃત્યુ પામ્યા છે એવા સમાચાર ચિઠ્ઠી દ્વારા તેની માતાને મોકલાવ્યા. માતાએ પણ પોતાની વહુઓને એકાંતમાં વિગત જણાવીને કહ્યું:તમે પુત્રરહિત છો. તેથી ધન રાજકુલમાં જશે. (=રાજા લઈ લેશે.) માટે તમે પુત્રની ઉત્પત્તિ માટે અને ધનના રક્ષણ માટે કોઈ અન્ય પુરુષને પ્રવેશ કરાવો. તેમણે કહ્યું: હેમા! કુલવધૂ એવી અમને આ ઉચિત નથી. માતાએ કહ્યું: તમે જાણતી નથી. અવસ્થાને ઉચિત પ્રવૃત્તિ કરવામાં સ્મૃતિશાસ્ત્રમાં દોષ કહ્યો નથી. કહ્યું છે કે– ૧. પતિ નાશી ગયો હોય, ૨. મરી ગયો હોય, ૩. દીક્ષિત થયો હોય, ૪. નપુંસક હોય કે પ. દુરાચારી બન્યો હોય, આ પાંચ આપત્તિઓમાં સ્ત્રીઓનો અન્ય પતિ કરવામાં આવે છે. વળી – “કુંતીએ ધર્મરાજાથી યુધિષ્ઠિરને, વાયુથી ભીમને અને ઈદ્રથી અર્જુનને ઉત્પન્ન ક્યો' ઇત્યાદિ લોકૃતિ છે. કુંતી અકુલીન નથી. તેથી અવસરથી આવેલું આ પણ કરવું જોઈએ. આ પ્રમાણે સાસુના વચનને માનીને વહુઓએ એ સ્વીકાર્યું. કારણ કે “એક તો અનાદિકાળથી સંસારમાં રહેલા જીવોએ આ વિષયસુખનો સદા અભ્યાસ કર્યો છે, તેમાં વળી જો એ વિષે વડીલજનની આજ્ઞા પણ મળી, તો ખરેખર! ઇંદ્રિયોનો મહાન મહોત્સવ થયો. આ તો ઘરડા બિલાડાને દૂધની પાસે રાખ્યો એ ન્યાય થયો.” તેથી તેઓ તે જ રીતે પુરુષને શોધવા માટે પ્રવૃત્ત થઈ તેટલામાં સાર્થની નજીક દેવમંદિરમાં ખાટલા ઉપર ભર ઊંઘમાં સૂતેલા એલા તપુણ્યકને જોયો. ભર ઊંઘમાં પડેલા તેને ખાટલા સહિત ઉપાડીને પોતાના ઘરે લઈ ગઈ. તેને મહેલમાં રાખીને રોવા લાગી, વચ્ચે વચ્ચે બોલતી હતીકે, તમે ઘણા કાળથી આવ્યા, આટલો કાળ ક્યાં રહ્યા? અમારા વિરહમાં તમોએ સુખ કે દુઃખ શું અનુભવ્યું ? નહિ જોયેલું, નહિ સાંભળેલું અને નહિ અનુભવેલું વેશ્યા સંબંધી આ શું છે ? એમ વિચારતા કૃતપુણ્યકે પણ શૂન્યપણે હુંકાર વગેરે આપ્યું. જે થાય તે થાઓ, કાર્યના પરિણામને જોઉં, એવા આશયથી તે ત્યાં જ રહ્યો. તેમની સાસુએ તેને કહ્યું: હે વત્સ! પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા ઉત્તમ પુણ્યસમૂહના પ્રભાવથી પ્રાપ્ત થતા સર્વ ઈચ્છિત પદાર્થોને અને આ ચાર દિવ્ય પત્નીઓ સાથે ઉદાર ભોગોને ભોગવ. આ બધી ય લક્ષ્મી તારી છે. તેથી તને સુખ ઉપજે તેમ આ પદાર્થોના ત્યાગ અને ભોગમાં તત્પર રહે. તેણે પણ કહ્યું: હે મા ! તું જેમ કહે છે તેમ કરું છું. Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર મહાનિધાનને પ્રાપ્ત કરી લેનાર કોણ દરિદ્રતાને ઈચ્છે ? એમ કહીને તે ત્યાં જ રહ્યો. કામ–ભોગમાં આસક્ત મનવાળા એના દિવ્ય દેવલીલાથી બાર વર્ષો પસાર થઈ ગયાં. તે ચારેને પુત્રો થયા. આ દરમ્યાન ફરી સાસુએ વહુઓને એકાંતમાં રાખીને કહ્યું : તમને પુત્રો થઈ ગયા છે, ઇચ્છિત દ્રવ્યની રક્ષા થઈ ગઈ છે. તેથી એને બહાર કાઢો, આ પરપુરુષને રાખવાથી શું ? તેમણે કહ્યું : આટલો વખત રાખીને હવે એનો ત્યાગ કરવો એ ઉચિત નથી. જો તમારો આગ્રહ હોય તો એના યોગ્ય કંઈ પણ ભાતું આપીને એનો ત્યાગ કરીએ. સાસુએ કહ્યું : એમ થાઓ. તેથી ભાતાને યોગ્ય મોદકોમાં ચંદ્રકાંત અને જલકાંત વગેરે રત્નોને નાખીને એ મોદકોની એક થેલી ભરી. ભવિતવ્યતાના કારણે અર્ધીરાતના સમયે લોકો ભરઊંઘમાં સૂતેલા હતા ત્યારે જ તે જ સાથે અન્ય દેશથી આવીને તે જ સ્થાનમાં પડાવ નાખ્યો. સ્ત્રીઓએ કૃતપુષ્પકના ખાટલામાં ઓશીકા આગળ ભાતાની થેલી મૂકી દીધી. પછી પૂર્વ પ્રમાણે જ ખાટલામાં સૂતેલા અને મદિરાના ઘેનથી ચેતનારહિત બનેલા મૃતપુણ્યકને (ખાટલા સહિત) લઈને તે જ દેવમંદિરમાં મૂકી દીધો. 261 કેટલાક સમય પછી કૃતપુણ્યકને ચૈતન્ય આવ્યું. આથી તે શું આ સ્વપ્ન છે કે સાચું છે ઇત્યાદિ વિચારવા લાગ્યો. તેની પત્ની સાર્થના આગમનના સમાચાર જાણીને રાત લગભગ પૂર્ણ થઈ ગઈ ત્યારે તે સ્થાને આવી. ઓશીકા પાસેથી ભાતાની થેલી લઈને અને ખાટલાને ઉપાડીને કૃતપુણ્યકને પોતાના ઘરે લઈ ગઈ. એના શરીરનું લાવણ્ય અખંડ હતું. એનાથી વિવિધ વિલાસોને અનુભવવાના કારણે એનું શરીર તંદુરસ્ત જણાતું હતું. એણે કપૂર અને કસ્તૂરી વગેરેની દિવ્ય સુગંધથી દિશાઓના મધ્યભાગોને વાસિત કરી દીધા હત' પત્નીએ સ્નાન વગેરે ઉચિત કાર્યો કરાવવાનું શરૂ કર્યું. આ દરમ્યાન પાઠશાળાથી તેનો પુત્ર આવ્યો. માતાએ તેને એના ચરણોમાં પ્રણામ કરાવ્યા. પછી તે બોલી : આ તમારો પુત્ર છે. પુત્રે માતાને કહ્યું : મને ભોજન આપ, જેથી ભોજન કરીને પાઠશાળામાં જઈને ભણ્યું. તેથી કાંતિમતીએ તે જ થેલીમાંથી એક મોદક તેને આપ્યો. મોદક ખાતા તેણે તેમાં એક મણિ જોયો. મણિ લઈને પાઠશાળામાં ગયો. બીજા વિદ્યાર્થીઓને તે મણિ બતાવ્યો. તેમણે કહ્યું : જો આને કંદોઈની દુકાને વેચવામાં આવે તો ઈષ્ટ ખાવાનું મળે. તેથી તેણે તે પ્રમાણે જ કર્યું. આ તરફ કાંતિમતીએ મોદકો વાપરવાનું શરું કર્યું ત્યારે વિચિત્ર પ્રકારના મણિઓ મળ્યા. તેથી તેણે કૃતપુષ્પકને પૂછ્યું : શું ચોરોના ભયથી આ મણિઓ આ પ્રમાણે કર્યા છે ? તેણે કહ્યું : એ પ્રમાણે જ છે. એકવાર શ્રેણિક રાજાનો સેચનકહાથી પાણી પીવા માટે સરોવરમાં ઉતર્યો. પાણીમાં પ્રવેશેલા તેને ઝુડ નામના જલચર પ્રાણીએ પડ્યો. (કોઈ પણ રીતે) છોડાવી શકાતો ન હતો. અભયકુમારને આ બીના જણાવી. અભયકુમારે પડહ વગાડીને ઘોષણા કરાવી કે, જે આ હાથીને ઝુડથી છોડાવશે તેને રાજા રાજ્યની અર્ધી લક્ષ્મી સાથે પોતાની પુત્રી આપશે. તેથી આ ઘોષણાને સાંભળીને તે કંદોઈએ કૃતપુષ્પકના પુત્રની પાસેથી મેળવેલા જંલકાંત મણીથી હાથીને છોડાવ્યો. પછી તે રાજાની પાસે ગયો. રાજાએ અભયકુમારને કહ્યું : નીચ જાતિવાળા આ કંદોઈના પુત્રને પુત્રી કેવી રીતે આપવી? તેથી અભયકુમારે કંદોઈને કહ્યું : તને આ મણિ ક્યાંથી મળ્યો ? રાજકુલના ભંડારને અને શ્રીમંત શેઠના ઘરને છોડીને બીજે આવાં રત્નોનો સંભવ નથી. તેથી સત્ય કહે. અન્યથા રાજા તને મહાદંડથી દંડ કરશે. કંદોઈએ કહ્યું : જો સાચું પૂછો તો કૃતપુણ્યકના પુત્ર પાસેથી મળ્યો છે. તેથી કૃતપુણ્યકને બોલાવ્યો. તેને અર્ધરાજ્યની લક્ષ્મી સાથે પુત્રી આપી. કોઈ સમયે કોઈ વાતના અવસરે અભયકુમારે કૃતપુણ્યકને પૂછ્યું : કયા દેશોમાં તમે પર્યટન કર્યું ? અને અસંભવિત આ રત્નો ક્યાંથી મેળવ્યાં ? કૃપુણ્યકે કહ્યું : જો સાચું પૂછો : ૦ પૂર્વે જે સાર્થની સાથે જવા કૃતપુષ્પક તૈયાર થયો હતો તે સાર્થ. Page #281 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર (262) શ્રાદ્ધદિનકૃત્ય છો તો હંરાજગૃહનગરથી બીજે ક્યાંય ગયો નથી. પછી મૂળથી આરંભીને બધો સ્વવૃત્તાંત કહ્યો. પણ તેના ઘરમાં હું કેવી રીતે પ્રવેશ્યો અને કેવી રીતે નીકળ્યો તે હું જાણતો નથી. તેથી અભયકુમારે વિચાર્યું: અહો! વણિકપત્નીનું બુદ્ધિકૌશલ્યા જેનાથી અમે પણ જિતાયા. પછી અભયકુમારે દેવમંદિર કરાવ્યું. તેમાં અસલ કૃતપુણ્યકના જેવી કૃતપુણ્યની કળીચુનાની પ્રતિમા કરાવી. નગરમાં પડહ વગડાવીને ઘોષણા કરાવી કે, આ નગરમાં જે કોઈ સ્ત્રીઓ હોય તેમણે પોતાના પુત્ર અને પૌત્ર વગેરેની સાથે આ દેવમંદિરમાં આવીને નૂતન પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજા કરવી. તેથી તે ઘોષણાને સાંભળીને નગરની બધી જ સ્ત્રીઓ આવવા લાગી. બીજા દિવસે તે શ્રેષ્ઠિપત્ની પણ પોતાના પુત્રસહિત ચાર વહુની સાથે તે દેવમંદિરમાં આવી. કૃતપુણ્યકે તેને જોઈને અભયકુમારને કહ્યું. આ દરમ્યાન તે બાળકો દેવમંદિરમાં રહેલી કૃપુષ્યના જેવા આકારવાળી પ્રતિમાને જોઈને તે આ અમારા પિતા છે એમ બોલતા જલદી જ પ્રતિમાના ખોળામાં જઈને બેસી ગયા. તેથી અભયકુમારે તે શ્રેષ્ઠિપત્નીને બોલાવી, અને ભયંકર ભ્રકુટી બતાવીને કહ્યું કે, જો કે તું મહાન દંડને યોગ્ય છે, તો પણ તને દંડ કરતા નથી. ફક્ત વહુઓ સહિત ઘરનો સાર કૃતપુણ્યકને આપ, અન્યથા તું નહિ રહે. આ પ્રમાણે તેને ગભરાવીનેકૃતપુણ્યકને તેના ઘરનો સ્વામી કર્યો. કૃતપુણ્યકે ફરી પણ તે ચારે ય પત્નીઓનો સ્વીકાર કર્યો. તે માધવસેનાએ પણ પોતાની માતાએ જ્યારથી કૃતપુણ્યકને ઘરમાંથી કાઢ્યો ત્યારથી જ શરીરના શણગારનો ત્યાગ ક્ય, વેણીને બાંધી રાખી, અથવાળ ઓળવાનો ત્યાગ કર્યો. સતત તેની શોધ કરવા છતાં તે મળ્યો નહીં. તેણે અન્ય પુરુષનો ત્યાગ ર્યો. તે વખતે દેવમંદિરમાં વૃત્તાંત જાણીને યક્ષની પૂજા કરવા આવી. ત્યાં તેણે અભયકુમારની સાથે પ્રેમની વાત કરતાકૃતપુણ્યકને જોયો. અનુપમ આનંદને અનુભવતી એકૃતપુણ્યકને મળી. તેણે કૃતપુણ્યકને કહ્યું: મારા પુરુષો બાર વર્ષ સુધી વિશ્વમાં સંપૂર્ણ પૃથ્વીમંડલમાં ફર્યા, તો પણ ક્યાંય તમારા સમાચાર ન મળ્યા, પણ આજે રાત્રિના છેલ્લા પ્રહરમાં સ્વપ્નમાં તમારા જેવા કોઈએ પ્રિયાની જેમ મને આલિંગન કર્યું, અને હું જાગી ગઈ. ઘરમાંથી નીકળતી હતી ત્યારે શુભ શકુન થયા, અને ડાબી આંખ ફરકવી વગેરે થયું. આ બધું જે રીતે થયું તેનાથી મેં જાણ્યું કે ચોક્કસ આજે પ્રિય આપની સાથે મારાં દર્શન (મારો મેળાપ) થશે. તેથી આ મારા માટે પુણ્યથી મેઘ વિના અમૃતની વૃષ્ટિ જેવું થયું. તેથી કૃતપુણ્યકે એનો પણ સ્વીકાર કર્યો. ત્યારથી સાત પત્નીઓની સાથે નિર્દોષ, ત્રિવર્ગમાં સારભૂત અને જ્ઞાનીઓથી પ્રશંસનીય એવા જીવલોકના સુખને અનુભવતા તેનો કેટલોક કાળ પસાર થયો. આવું સુખ તેને જન્માંતરમાં મહામુનિને આપેલા દાનના પ્રભાવથી ઉપાર્જન કરેલા પ્રકૃષ્ટ પુણ્યસમૂહથી પ્રાપ્ત થયું હતું એકવાર અનુપમ, ત્રણ ભુવનમાં સર્વથી ચઢિયાતી અને ઘાતકર્મના ક્ષયથી પ્રગટેલીકેવલજ્ઞાનરૂપી સંપત્તિને અનુભવતા, અને દેવસમૂહથી પૂજાઈ રહ્યા છે ચરણરૂપી કમલ જેમનાં એવા, ભગવાન શ્રી મહાવીર ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. જ્ઞાતકુલના તિલક સમાન શ્રી મહાવીર ભગવાન તેમાં પૂર્વ તરફ મુખ રાખીને બેઠા. સાયિક સખ્યત્વ વગેરે ગુણોની શ્રેણિને પ્રાપ્ત કરનાર શ્રેણિકરાજા ઉઘાનપાલક પાસેથી ભગવાનનું આગમન જાણીને અભયકુમાર અને કૃતપુણ્યક વગેરેની સાથે વંદન કરવા માટે આવ્યા. ભક્તિપૂર્વક ત્રિલોકબંધુને વંદન કર્યું. ઉચિતભૂમિમાં બેસીને પરમગુરુની દેશના સાંભળી. દેશનામાં અભયકુમારે હાથ રૂપી મલની કળીઓને લલાટતટે રાખીને પૂછ્યું : હે સ્વામિન્ ! આ કૃતપુણ્યકે પૂર્વભવમાં શું કર્યું? કે જેના પ્રભાવથી વચ્ચે થોડો કાળ વિચ્છેદ પામનારા ભોગોને પ્રાપ્ત કર્યા. તેથી ભગવાને કૃતપુણ્યકનો પૂર્વભવ કહ્યો, તેમાં અધ્યવસાયનોનાશ થવાથી ખીરનું દાન ત્રણ ભાગથી આંતરાવાળું કર્યું. તેનાથી એનું વિષયસુખ વિચ્છેદ પામ્યું. પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (263) પંદરમું ભોજન દ્વાર અતિશય સંવેગ (મોક્ષાભિલાષ) થવાથી કૃતપુણ્યકે તે કાલને ઉચિત કર્તવ્યો કરીને ખૂબ ધામધૂમથી ભગવાનના ચરણોમાં દીક્ષાને સ્વીકારી. આયુષ્ય સુધી દીક્ષાને પાળીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિધિ પૂર્વક મરણની આરાધના કરીને દેવપણે ઉત્પન્ન થયો. કૃતપુણ્યકનું દષ્ટાંત પૂર્ણ થયું. (૧૮૨-૧૮૩) मणेणं तह वायाए, काएणं च तहेव य । अप्पाणं कयकिच्चं तु, मन्नमाणो सुसावओ ॥१८४॥ एयं मे अत्थसारं तु, एयं वत्थं पडिग्गहं । जं मए अज साहूणं, निग्गंथाणं तु नीणियं ॥१८५॥ દાનના ઉભયલોકના ફળ સંબંધી દષ્ટાંતોને કહીને હવે બે ગાથાઓથી દાનમાં જ ભક્તિને પ્રગટ કરતા ગ્રંથકાર કહે છે– મનથી, વચનથી અને કાયાથી પોતાને કૃતકૃત્ય માનતો સુશ્રાવક મારી અન્ન-પાણી વગેરે એ જ વસ્તુ સારભૂત છે, એ જ વસ્ત્ર–પાત્ર સારભૂત છે, કે જે મેં આજે નિગ્રંથ સાધુઓને આપી હોય, એમ માને. પ્રશ્નઃ ૧૮૩મી ગાથામાં સુશ્રાવક એવો ઉલ્લેખ કર્યો છે તો ફરી આ ગાથામાં સુશ્રાવક એવો ઉલ્લેખ કરવાનું શું કારણ ? ઉત્તરઃ અનિત્ય ધન વગેરે વસ્તુસમૂહના સારપણાને અને અસારપણાને સુશ્રાવક જ જાણી શકે છે એ જણાવવા માટે ફરી અહીં સુશ્રાવક શબ્દનો ઉલ્લેખ કર્યો છે. (૧૮૪–૧૮૫) न कयावि पुनरहियाणं, गेहे इंति सुसाहुणो । निम्ममा निरहंकारा, खंता दंता जिइंदिआ ॥१८६॥ મમતા રહિત, નિરભિમાની, સાંત, દાંત, જિતેંદ્રિય એવા સુસાધુઓ પુણ્યહીનોના ઘરમાં ક્યારેય જતા નથી.. . દાંત એટલે મનના દમનથી દાંત. (૧૮૬) कत्थ मरुत्थलीसु कप्पपायवो, मायंगगेहे मत्तअइरावणो । दारिद्दगेहे य हिरन्नवुट्ठी, तिमिस्स गुहाए रयणप्पईवो ॥१८७॥ આ જ વિષયને દષ્ટાંત પૂર્વક દઢ કરે છે– મરભૂમિમાં ( મારવાડમાં) કલ્પવૃક્ષ ક્યાંથી હોય ? ચંડાલના ઘરમાં મત્ત ઐરાવણ ક્યાંથી હોય ? દરિદ્રના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ ક્યાંથી હોય? તમિસ્રા ગુફામાં રત્નદીપક ક્યાંથી હોય ? જેમાં પૃથ્વીમંડલ પ્રચંડ સૂર્યકિરણ સમૂહના સંપર્કથી થયેલા તાપથી રેતીના કણો જાણે અગ્નિકિરણ જેવા થઈ ગયા હોય તેવું તપી ગયું છે, જેમાં સમસ્ત પૃથ્વી પ્રદેશની શ્રેણિ બોરડી અને કેરડા વગેરે હલકાં વૃક્ષોથી પણ રહિત છે, તેવી મરભૂમિમાં, ઘણી ઈચ્છાઓના સમૂહને પૂરી કરવા માટે સમર્થ અને ભયંકર દરિદ્રતારૂપી મુદ્રાના તાપનો જેણે નાશ કરી નાખ્યો છે તેવું કલ્પવૃક્ષ ક્યાંથી હોય? પેટરૂપી તપેલી ધાન્યસમૂહથી પુરી ન ભરાવાના કારણે ઝગડતા અને દુર્દાત બાળકોનો સમૂહ જેમાં છે Page #283 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર ( 264 શ્રાદ્ધદિનકૃત્ય એવા દરિદ્રના ઘરમાં ચહ્યું અને મનને તુષ્ટ કરનારી સુવર્ણવૃષ્ટિ ક્યાંથી હોય? અતિશય ઘણો અંધકારસમૂહરહેલો હોવાના કારણે પદાર્થસમૂહને જોવામાં સહાય કરનારી તમિસ્ત્રાગુફામાં જેનાથી નજીકમાં રહેલી સર્વવસ્તુઓ અતિશય દીપી રહી છે તેવો સુંદર રત્નદીપક ક્યાંથી હોય? અહીં આશય આ છે. જેમાં શુભ પદાર્થો પ્રગટ થવા એ અસંભવિત છે તેવા મરભૂમિ વગેરે સ્થાનોમાં કદાચ અતિશય ઘણા ભાગ્યસમૂહથી મેળવી શકાય તેવા પણ કલ્પવૃક્ષ વગેરે પદાર્થો પ્રગટ થાય. (૧૮૭) कत्थ एयारिसा साहू, कत्थ अम्हारिसत्ति य । ता धन्नो सुकयत्थो हं, पुण्णा मज्झ मणोरहा ॥१८८॥ તે પ્રમાણે કહે છે-- તે પ્રમાણે સ્વર્ગ–મોક્ષને આપનારા પ્રગટગુણ સમૂહરૂપમણિઓને ધારણ કરવામાં સમુદ્ર સમાન સાધુઓ ક્યાં? અને તેવા પ્રકારના શ્રેષ્ઠ અને પવિત્ર પુણ્યથી રહિત અમારા જેવાઓ ક્યાં ? (૧૮૮) ता धन्नो सुकयत्थोहं, पुन्ना मज्झ मणोरहा । जं मए परमभत्तीए, साहुणो पडिलाभिया ॥१८९॥ આમ છતાં એવાઓનો પણ સંયોગ થયો છે તેથી શું થયું તે કહે છે-- તેથી હું ધન્ય બન્યો છું, અને સારી રીતે કૃતકૃત્ય થયેલો છું. મારા મનોરથો પૂર્ણ થયા છે. કારણ કે મેં પરમભક્તિથી સાધુઓને વહોરાવ્યું છે. (૧૮૯) तओ परमभत्तीए, वंदित्ता मुणिपुंगवे । सव्वदाणप्पहाणाए, वसहीए निमंतए ॥१९॥ હવે સર્વશ્રેષ્ઠ દાનને બતાવતા સૂત્રકાર કહે છે અન્નાદિનું દાન કર્યા પછી પરમભક્તિથી ઉત્તમ મુનિઓને વંદન કરીને આપવા યોગ્ય સર્વ વસ્તુઓમાં ઉત્તમ એવી વસતિનું (=સાધુઓને રહેવા માટે સ્થાનનું) નિમંત્રણ કરે, અર્થાત્ પોતાની વસતિમાં રહેવા માટે સાધુઓને વિનંતી કરે. મૂલગુણ આદિ દોષોથી અને કાલાતિકાંત વગેરે દોષોથી રહિત વસતિનું નિમંત્રણ કરે. | વિવેચન વસતિના મૂલગુણ-ઉત્તરગુણ સંબંધી વિસ્તૃત બોધ માટે તથા કેવી વસતિમાં સાધુથી ન રહી શકાય એ જણાવવા માટે પંચવસ્તુક ગ્રંથની ૭૦૮મી વગેરે ગાથાઓનો ગુજરાતી અનુવાદ અહીં ઉદ્ધત કરવામાં આવે છે તેમાં કેવી વસતિ મૂલગુણથી દુર છે તે કહે છે – વસતિ મૂલગુણથી યુક્ત અને ઉત્તરગુણોથી યુક્ત એમ બે પ્રકારની છે. તેમાં પૃષ્ટિવંશ = મોભમાં મધ્યભાગમાં આડું રાખેલું લાકડું, જેના ઉપર પૃષ્ઠવંશ રાખવામાં આવે છે તે બે ઊભા થાંભા, એક થાંભાની બે બાજુ બે વળી અને બીજા થાંભાની બે બાજુ બે વળી એમ ચાર વળી, આ સાત વસ્તુ મકાનના આધારભૂત હોવાથી મૂલગુણ કહેવાય છે. જે વસતિમાં પ્રષ્ટિવંશ, બે થાંભા અને ચાર વળી એ સાત હોય તે વસતિ મૂલગુણોથી Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 265 ) પંદરમું ભોજન દ્વારા યુક્ત છે. (પણા ૩ કરાડ વહિક) પૃષ્ટિવંશ વગેરે જેમાં સાધુ માટે બનાવ્યા હોય તે વસતિ મૂલગુણયુક્ત છે, પણ શુદ્ધ નથી = આધાર્મિકી છે. (૭૦૭) (ઉત્તરગુણોમાં મૂલ ઉત્તરગુણો અને ઉત્તર ઉત્તરગુણો એવા બે ભેદો છે. તેમાં અહીં) ઉત્તરગુણોમાં મૂલ (ઉત્તર) ગુણો જણાવે છે અહીં વૃદ્ધોએ કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. વંશક = ભીંત ઉપર આડા મૂકેલા દાંડા (=વાંસડા). કટના મકાનને ઢાંકવાદાંડા ઉપર નાખેલી સાદડી (ચટાઈ). અવલંબન = છત બાંધવા દાંડાઓને બાંધવા. છાદન = ઘાસ વગેરેથી ઢાંકવું. લેપન = ભીંતો લીંપવી. દ્વાર = (બારણું બનાવવું અથવા) બારણાને મોટું બનાવવું. ભૂમિ = ભોયતળિયાની વિસમભૂમિને સમાન કરવી. સાધુ માટે આ સાત જેમાં બનાવ્યા હોય તેવી વસતિ ઉત્તરગુણોથી સપરિકર્મ છે, અર્થાત્ ઉત્તરગુણોથી અશુદ્ધ છે. (૭૦૮) (મૂલગુણોના સાત અને મૂલઉત્તર ગુણોના સાત એ ચૌદ દોષો અવિશુદ્ધિ કોટિ છે. અવિશુદ્ધિકોટિ એટલે તે તે દોષિત ભાગ કાઢી નાખવા છતાં તે મકાન નિર્દોષ ન થાય. ઉત્તર ઉત્તરગુણો વિશુદ્ધિકોટિ છે. વિશુદ્ધિકોટિ એટલે તે તે દોષિતભાગ કાઢી નાખવાથી તે મકાન નિર્દોષ થાય.) વસતિનો ઉપઘાત કરનારા વિશુદ્ધિકોટિ ઉત્તર ઉત્તરગુણો આ છે– દૂમિતા = ચૂના વગેરેથી સફેદ કરેલી. પૂમિતા = દુગંધવાળી હોવાથી ધૂપ વગેરેથી ધૂપેલી. વાસિતા = દુગંધવાળી હોવાથી સુગંધી ચૂર્ણ વગેરેથી વાસિત કરેલી. ઉઘોતિતા = રત્ન, દીપક આદિથી પ્રકાશવાળી કરેલી. ' બલિતા = જેમાં ચોખા આદિથી બલિ કર્યો હોય. સંસૃષ્ટા = (સાવરણી આદિથી) સાફ કરેલી. આવી વસતિ વિશુદ્ધિકોટિ છે, અર્થાત્ અવિશુદ્ધિકોટિ નથી. આ પ્રમાણે વૃદ્ધકૃત વ્યાખ્યાથી બે ગાથાનો અર્થ કહ્યો. (૭૦૯) હવે સામાન્યથી જ વસતિના દોષો જણાવે છે-- કાલાતિકાતા, ઉપસ્થાના, અભિક્રાંતા, અનભિક્રાંતા, વર્યા, મહાવર્યા, સાવદ્યા, મહાસાવદ્યા અને અલ્પક્રિયા એમ વસતિના નવ ભેદો છે. જે કાલને ઓળંગી ગઈ છે તે કાલાતિકતા, જેનું નજીમાં સ્થાન છે તે ઉપસ્થાના, જે બીજાઓથી અભિક્રાંત થયેલી છે = સેવાયેલી છે તે અભિક્રાંતા, જે બીજાઓથી અભિક્રાંત થયેલી નથી = સેવાયેલી નથી તે અનભિક્રાંતા, પ્રસ્તુત વસતિ સિવાય બીજી વસતિ કરનારાઓ પ્રસ્તુત વસતિને છોડી દે તે વર્યા, જે વસતિના સેવનથી પરલોકમાં દુ:ખ આવે તે મહાવર્યા, જે પાંચ પ્રકારના શ્રમણો માટે કરી હોય તે સાવદ્યા, જે (જૈન) સાધુઓ માટે જ કરી હોય તે મહાસાવધા, જે વસતિ નિર્દોષ હોય તે અલ્પ ક્રિયા, ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. (૭૧૨) વિસ્તારથી અર્થ તો ગ્રંથકાર સ્વયં કહે છે-- જે વસતિમાં ચોમાસામાં ચાર મહિનાથી અધિક કાળ અને શેષ કાળમાં એક મહિનાથી અધિક કાળ રહેવામાં આવે તે વસતિ કલાતિકાંતા છે. (બીજાઓ ૩૩ માd પાઠના સ્થાને ૩૩ વાર એવા પાઠાંતર પ્રમાણે Page #285 -------------------------------------------------------------------------- ________________ 266 ) પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય ઉક્ત અર્થકરે છે.) શેષ કાળમાં બે મહિના પહેલાં અને ચાતુર્માસમાં આઠ મહિના પહેલાં ફરી તે જ વસતિમાં આવે તો તે વસતિ ઉપસ્થાના છે. જે વસતિ સર્વસામાન્ય હોય = જે કોઈ આવે તેના માટે હોય તે વસતિમાં ચરક વગેરે અથવા ગૃહસ્થો રહ્યા હોય અને સાધુઓ રહે તો તે વસતિ અભિકાતાછે. તે (=સર્વસામાન્ય) જ વસતિનો બીજા કોઈએ ઉપયોગ ન કર્યો હોય અને સાધુઓ રહે તો તે વસતિ અનભિકતા છે. ગૃહસ્થ પોતાના માટે કરેલી વસતિ સાધુને આપી દે અને પોતાના માટે નવી બનાવીને તેમાં રહે તો સાધુને આપેલી તે વસતિ વર્યા છે. શ્રમણ, માહણ વગેરે સર્વ પાખંડીઓ માટે બનાવેલી વસતિ મહાવર્યા છે. પાંચ પ્રકારના શ્રમણો માટે નવી બનાવેલી વસતિ સાવઘા છે. નિગ્રંથ ( જૈન સાધુઓ), શાક્ય (બૌદ્ધ સાધુઓ), તાપસ (જટાધારી વનવાસી સંન્યાસી), બૈરુક (ગેરુથી રંગેલાં વસ્ત્રો પહેરનાર ત્રિદંડી) અને આજીવક (ગોશાળાના મતને અનુસરનાર) આ પાંચ શ્રમણ છે. કેવળ જૈન સાધુઓ માટે નવી બનાવેલી વસતિ મહાસાવદ્યા છે. જે વસતિ ઉપર્યુક્ત દોષોથી રહિત હોય, ગૃહસ્થ પોતાના માટે કરાવી હોય, ઉત્તરગુણો સંબંધી પરિકર્મથી રહિત હોય તે વસતિ અલ્પક્રિયા છે. અહીં અલ્પાબ્દ અભાવ વાચક છે. (૭૧૩ થી ૭૧૭) ઉપર સટ્ટા (સ્વાર્થ) એમ કહ્યું, આથી સ્વાર્થ શબ્દનો વિશેષ અર્થ કહે છે-- જે વસતિ માલિકે પોતાના ઉપયોગ માટે કરાવી હોય, અથવા જિનબિંબની પ્રતિષ્ઠા કરવા માટે કરાવી હોય, અથવા જિનપૂજા જેવાં કાર્યોમાં કામ આવે એ માટે કરાવી હોય, તે વસતિ સ્વાર્થ (પોતાના માટે બનાવેલી) છે. (૭૧૮). વસતિ શ્રી આદિથી રહિત જોઈએ એ વિષે જણાવે છે - જ્યાં સ્ત્રીઓનાં સ્થાન અને રૂપન દેખાય, શબ્દોનસંભળાય, તથા સ્ત્રીઓ પણ પુરુષોનાં સ્થાન અને રૂપ ન જોઈ શકે અને શબ્દો ન સાંભળી શકે, તે વસતિ સ્ત્રીવર્જિત જાણવી. (૭૨૦) આ જ વિષયને કહે છે-- સ્ત્રીઓ જ્યાં બેસીને ગુમ વાતો કરે તથા સુવું બેસવું વગેરે શરીર કાર્યો વગેરે કરે તે તેઓનું સ્થાન છે. જ્યાં સ્થાન હોય ત્યાં નિયમ રૂપ હોય = રૂપ દેખાય, સ્થાન દૂર હોય તો કદાચ શબ્દ ન પણ સંભળાય, પણ રૂપ અવશ્ય દેખાય. આથી સ્થાન દેખાય તેવી વસતિનો ત્યાગ કરવો જોઈએ. (૭૨૧) સ્થાન દેખાય તેવી વસતિમાં રહેવામાં થતા દોષો કહે છે - પ્રતિષિદ્ધવસતિમાં રહેવાથી બ્રહ્મચર્યનો ભંગ થાય, પરસ્પરલજ્જાનો નાશ થાય, આસક્તિપૂર્વક વારંવાર જોવાથી પ્રેમ વધે, કારણ કે જીવનો તેવો સ્વભાવ છે, લોકો “અહો! આ સાધુઓ તપોવનમાં રહે છે એમ મશ્કરી-નિંદા કરે, લોકો વસતિ અને બીજી વસ્તુઓ સાધુઓને ન આપે, લોકો સાધુ પાસે આવતા બંધ થાય, એથી (નવા જીવો ધર્મમાં ન જોડાવાથી) તીર્થનો વિચ્છેદ થાય. (૨૨) સ્થાનાદિથી થતા દોષોને વિશેષથી કહે છે-- સ્ત્રીઓની લીલાપૂર્વકની ઊભા રહેવું, અંગો ભરડવા, અધ આંખકે કટાક્ષ વગેરેથી જોવું, ભવાં ચઢાવવા, હસતું મોટું, શણગારો વગેરે અનેક પ્રકારની સ્ત્રીઓની વિશિષ્ટ ચેષ્ટાઓ જોઈને મુક્તભોગી સાધુઓને સ્મૃતિ વગેરે અને અભુક્તભોગી સાધુઓને કૌતુક વગેરે દોષો થાય. (૭૨૩) રૂપદર્શનથી સ્ત્રીઓમાં થતા દોષો કહે છે - Page #286 -------------------------------------------------------------------------- ________________ 267) શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર (રૂપાળા સાધુઓને જોઈને સ્ત્રી વિચારે કે) સાધુઓના શરીરનાં અંગો અતિશય મળથી ખરડાયેલાં હોય છે, અભંગ, ઉદ્વર્તન, સ્નાન વગેરેથી રહિત હોય છે, છતાં સાધુપણામાં પણ શરીરની લાવણ્યશોભા અત્યંત રૂપાળી દેખાય છે. આથી હું માનું છું કે ખરેખર આ સાધુઓની લાવણ્યશોભા ગૃહવાસમાં શતગણી હતી.(૭૨૪) શબ્દશ્રવણથી થતા દોષો કહે છે - સ્ત્રીઓનાં ગીતો, વચનો, હાસ્યો, મધુર સંભાષણો, અલંકારના શબ્દો અને રહસ્યોને સાંભળીને ભુક્તભોગી સાધુને સ્મૃતિ વગેરે અને અભુક્તભોગીને કૌતુક વગેરે દોષો થાય. (૭૨૫) શબ્દશ્રવણથી સ્ત્રીઓમાં થતા દોષો કહે છે - (સાધુના મધુર શબ્દો સાંભળીને સ્ત્રી વિચારે કે) સાધુઓના સ્વાધ્યાયનો પણ સ્વર ગંભીર, મધુર, સ્પષ્ટ, મોટો, આકર્ષક અને સુંદર રાગવાળો છે, આથી જ મનોહર છે, તો પછી તેમના ગીતનો તો સ્વરકેવો હશે? અત્યંત સુંદર હશે. (૭૨૬). આ પ્રમાણે દુર્જય મોહનીયકર્મના દોષથી પરસ્પર ગાઢ રાગ થાય, આથી સ્ત્રી પ્રતિબદ્ધ વસતિનો ત્યાગ કરવો. લોકમાં મોહાનિથી બળેલા જીવોની પશુ અને નપુંસકોના નિમિત્તથી પણ પૂર્વભવના અભ્યાસથી અશુભ પ્રવૃત્તિ થાય છે. આથી મમત્વથી રહિત અને આ લોક (આ લોકના સુખ) આદિમાં નિરાશસ સાધુ ઉપર્યુક્ત દોષોથી રહિત વસતિમાં રહે, દોષિત વસતિમાં રહેવાથી આજ્ઞાભંગ વગેરે દોષો લાગે. (૭૨૭થી ૭૨૯) અહીં ૧૦મી ગાથા પૂર્ણ થઈ. (૧૯૦) दाणाण दाणं वसही पहाणं, तद्दाणओ जं सयलंपि दिन्नं । सज्झायज्झाणासणपाणओही, सुक्खं बलं बुद्धिचरित्तसोही ॥१९१॥ (બધા) દાનોમાં વસતિની પ્રધાનતાને દષ્ટાંત સહિત બતાવે છે - વસ્ત્ર અને અન્નદાન વગેરેદાનોમાં વસતિનું દાન જમુખ્યદાન છે. કારણ કે વસતિનું દાન કરવાથી સ્વાધ્યાય, ધ્યાન, અશન, પાન, ઉપધિ, સુખ, બલવૃદ્ધિ અને ચારિત્રશુદ્ધિ એ બધું જ આપેલું માનવું. તક્લીફથી રહિત વસતિમાં માસભ્ય આદિ વિધિથી રહેલા સાધુઓનો વાચના વગેરે પાંચેય પ્રકારનો સ્વાધ્યાય અસ્મલિતપણે વિસ્તરે છે = વધે છે. ધર્મધ્યાન આદિ ધ્યાન સુખપૂર્વક સાધી શકાય છે. તે ક્ષેત્રમાં સાધુઓને જે અશન, પાન અને ઉપધિ એ ત્રણ ઘણા મળે તો પણ વસતિ આપનારે જ આપ્યા ગણાય. ઠંડીગરમી વગેરે સાધારણ હોય (બહુ ન હોય) તેવી વસતિ હોવાના કારણે શરીરનું સ્વાસ્ય જળવાઈ રહે. - દસ પ્રકારની વેયાવચ્ચમાં ઉધત સાધુઓના વાત-પિત્ત આદિનો પ્રકોપ ન થવાથી વિશિષ્ટ સામર્થ્યની વૃદ્ધિ થાય. નિર્વિદને અધ્યયન આદિ થવાથી જ્ઞાન આદિની પુષ્ટિ થાય. સ્ત્રી, પશુ, નપુંસક અને ત્રસજીવોથી સંસક્ત વગેરે વસતિના દોષોથી દૂષિત ન હોય તેવી વસતિમાં રહેનારા સાધુઓની ચારિત્રશુદ્ધિ થાય એ સુપ્રસિદ્ધ જ છે. આ બધું ય વસતિના દાનથી પરમાર્થથી શય્યાતરે આપેલું છે. કારણ કે વસતિના અભાવમાં આ બધાનો પણ અભાવ થાય. (૧૯૧) इहेव जमंमि सुकित्तिभोगा, हवंति सत्ताण जिणा भणंति । बिमुक्कमोहाण सुसंजयाणं, जे दिति सत्ता वसहिं पहिट्ठा ॥१९२॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર (268) શ્રાદ્ધદિનકૃત્ય વસતિદાનનું આ લોક સંબંધી ફળ કહે છે – જે જીવ બીજાનાદબાણ આદિથી પરાધીન બનીને નહિ, સ્વેચ્છાથી હર્ષપૂર્વક, વસતિઆદિમાં મમત્વરહિત સુસાધુઓને વસતિ આપે છે તે જીવોને આ જ ભવમાં સુકીર્તિ અને ઉત્તમભોગો પ્રાપ્ત થાય છે, એમ જિનેશ્વરો કહે છે. કારણ કે અતિશય ઉગ્ર પુષ્ય આ લોકમાં પણ ફળ આપે છે. (૧૯૨). देवा य देवलोएसु, हुंति ते सुमहिड्डिया । इंदा वा इंदतुल्ला वा, दिति जे उ उवस्सयं ॥१९३॥ વસતિદાનનું પરલોક સંબંધી ફળ કહે છે– જે જીવો હર્ષપૂર્વક સાધુઓને ઉપાશ્રય આપે છે તે જીવો દેવલોકમાં સુમહર્થિક દેવો, ઈદ્રોકે ઈદ્રતુલ્ય થાય જે દેવોને દિવ્યવિમાન અને દેવાંગનાઓ વગેરે ઋદ્ધિ અતિશય વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય તેવો મહર્થિક છે. ઈદ્ર એટલે સૌધર્મ વગેરે સંપૂર્ણદેવલોકનો અધિપતિ દેવ. ઈદ્રતુલ્ય એટલે ઈદ્રની સમાન ઋદ્ધિવાળા. (૧૩) अवंतीसुकुमालो य, वंकचूलो नराहिवो । उप्पया गणिया चेव, दिटुंता एवमाइया ॥१९४॥ હવે વસતિદાનના આ લોક સંબંધી અને પરલોક સંબંધી ફળને દષ્ટાંત સહિત કહે છે-- વસતિના દાનમાં અવંતિસુકમાલ, વંકચૂલ, ઉત્પલમાલા આદિદષ્ટાંતો છે. (અહીંઆદિશબ્દથી (કલ્પક મંત્રીના પિતા) કપિલ બ્રાહ્મણ વગેરે દષ્ટાંતો જાણવા.) અવંતિસુકુમાલની કથા એકવાર વિહાર કરતાં કરતાં આર્યસહસ્તી ઉજ્જયિનીમાં જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરવા પધાર્યા. તે વખતે ભગવાન સુહસ્તી બાહ્ય ઉદ્યાનમાં રહ્યા અને વસતિ માગવા બે મુનિઓને નગરમાં મોકલ્યા. તેઓ ભદ્રા નામની કોઈ શેઠાણીને ઘરે ગયા. એટલે તેણે નમસ્કાર કરીને તેમને પૂછ્યું કે – હે ભગવન્! શી આજ્ઞા છે ?” મુનિઓ બોલ્યા – હે કલ્યાણી ! અમે આર્યસહસ્તીના શિષ્ય છીએ, અને તેમના આદેશથી વસતિ માગવા આવ્યા છીએ.’ એટલે તેણે વસતિ માટે એક વિશાળ વાહનકુટી (તબેલો) કાઢી આપી. પછી સુહસ્તી સપરિવાર ત્યાં આવીને રહ્યા. એકવાર સંધ્યા વખતે આચાર્ય નલિની ગુલ્મ નામના શ્રેષ્ઠ અધ્યયનનું પરાવર્તન કરવા લાગ્યા. તે વખતે ભદ્રાનો દેવ સમાન અવંતિસુકુમાલ નામનો પુત્ર આવાસના સાતમા મજલાપર વિલાસ કરતો હતો. સ્વર્ગની સુંદરી સમાન બત્રીસ રમણીઓ સાથે ક્રિીડા કરતાં કર્ણને રસાયન જેવું તે અધ્યયન તેના સાંભળવામાં આવતાં તેનું મન તેમાં રોકાયું, અને તેને સમ્યપ્રકારે સાંભળવા માટે વિલાસ બુદ્ધિવાળો એવો તે ભદ્રાપુત્ર મહેલ પરથી તરત નીચે ઊતરીને વસતિદ્વાર પાસે આવ્યો. ‘પછી આવું મેં ક્યાંક અનુભવ્યું છે' એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તે આચાર્ય પાસે ગયો. તેમને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે – હે ભગવન્! હું ભદ્રાનો પુત્ર મૂળગાથામાં વંચૂલનું નtifથા એવું વિશેષણ છે. વંકચૂલ રાજા ન હતો. ટીકામાં આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આથી અનુવાદમાં તેનો ઉલ્લેખ ક્ય નથી. Page #288 -------------------------------------------------------------------------- ________________ ( 269 ) શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર છું, પૂર્વે નલિની ગુલ્મ વિમાનમાં હદેવતા હતો. હમણાં જાતિસ્મરણથી તે નલિની ગુલ્મ વિમાનનું મને સ્મરણ થયું છે. હવે પુન: ત્યાં જ જવા માટે હું આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું, માટે મને દીક્ષા આપો.' એ પ્રમાણે પ્રાર્થના કરતા તેને આચાર્ય કહેવા લાગ્યા – હે વત્સ! તું સુકુમાર છે, વળી લોહના ચણા ચાવવા અને અગ્નિનો સ્પર્શ કરવો સુલભ છે, પણ જિનપ્રણીત વ્રતો અતિચાર રહિત પાળવા દુષ્કર છે. એટલે ભદ્રાપુત્ર બોલ્યો – હે પ્રભો! દીક્ષા લેવાને હું અત્યંત ઉત્કંઠિત છું, પરંતુ સાધુ સામાચારીને ચિરકાળ પાળવાને અસમર્થ છું, તેથી પ્રથમથી જ હિંમત ધરીને હું અનશન સહિત દીક્ષા લઈશ. કારણ કે તેમ કરવાથી કષ્ટ બહુ અલ્પ લાગે છે. ગુરુ બોલ્યા – હે મહાભાગ! જો તારે દીક્ષા લેવાની ઈચ્છા હોય તો આ કામમાં તું તારા બંધુવર્ગની અનુજ્ઞા મેળવ. પછી અવંતિસુકુમાલે ઘરે જઈને અંજલિ જોડી પોતાના બંધુઓ પાસે રજા માગી, પણ તેઓએ અનુજ્ઞા આપીનહિ. એટલે તેણે પોતે પોતાને હાથે જ કેશનો લોચકરી નાખ્યો અને ગૃહવ્યવહારથી વિમુખ થઈ સાધુનોવેષ ધારણ કરી લીધો. પછી પોતાના શરીર પર નિ:સ્પૃહએવોતે ભદ્રાપુત્ર તે જ વેષે આર્યસુહસ્તી આચાર્ય પાસે ગયો. એટલે ‘આ સ્વયમેવ સ્વતંત્ર વેષધારી ન થાય' એમ ધારીને ગુરુમહારાજે પ્રવ્રજ્યાનો વિધિ કરાવીને તેને દીક્ષા આપી. પછી લાંબાકાળ પર્યત દુષ્કર તપ કરીને ર્મની નિર્જરા કરવાને અસમર્થ એવા ભદ્રાપુને અનશનની ઈચ્છાથી ગુરની આજ્ઞા માગી અને આજ્ઞા મેળવીને ત્યાંથી બીજે ગયા. રસ્તે જતાં સુકુમાર પગ હોવાથી તેમાંથી નીકળતા રક્તબિંદુઓથી પૃથ્વીને જાણે ઈન્દ્રગોપ (કીટવિશેષ) સહિત કરી દીધી હોય એવી તે દેખાવા લાગી. પછી સ્થાને સ્થાને ચિતાની ભસ્મથી ક્યાં પૃથ્વીતલધુસરી થઈ ગયેલ છે તેવા અને જાણે યમનું ક્રીડાસ્થાન હોય એવા સ્મશાનમાં તે ગયા. ત્યાં કંથારિકાકુડંગ(વૃક્ષ વિશેષ)ની અંદર (નીચે) સમાધિપૂર્વક પંચ પરમેષ્ઠીમંત્રનું સ્મરણ કરતા તે અનશન લઈને કાયોત્સર્ગ રહ્યા. એવામાં તેમના (ભૂમિમાં પડેલા) લોહીવાળા પગલાને ચાટતી કોઈક શિયાલણી પોતાના બાળકો સહિત તે પ્રદેશમાં આવી અને તેમના પગમાંથી ઝરતા રક્તના ગંધથી તે બાળકો સહિત કંથારિકાના વનમાં પેઠી. ત્યાં શોધ કરતાં રક્તથી વ્યાપ્ત થયેલા તેમના પગ જોઈને યમની બેન જેવી તે શિયાલણી તેને ખાવા લાગી. ચમને ચટચટ કરીને, માંસને ત્રટવટ કરીને, મજ્જાને ધગધગ કરીને, અને હાડકાને કટક્ટ કરીને ભક્ષણ કરતી તે શિયાલણી તેનો એક પગ રાત્રિના પહેલા પહોરે સંપૂર્ણ ખાઈગઈ; અને તેના બાળકો તેનો બીજો પગ ખાઈ ગયા. તો પણ તે સાત્ત્વિક મહાત્મા ચલાયમાન ન થયા, તેમણે તો પગનું ભક્ષણ કરનારી એવી તેને જાણે પગની સંવાહિકા (દાબનારી) હોય એવી માની લીધી. એ પ્રમાણે બીજે પહોરે તેમના બે ઉરુ (સાથળ) તેઓ ખાઈ ગયા. તે વખતે પણ આ જીવ ભલે તૃમ થાય એવી ભાવનાથી તેમણે તેની દયા જ ચિંતવી. ત્રીજે પહોરે તે તેમનું ઉદર ખાવા લાગી. તે વખતે મુનિએ વિચાર્યું કે – “આ મારા ઉદરનો નાશ કરતી નથી, પણ મારા કર્મનો નાશ કરે છે. ચોથા પહોરે તો તે મહાસાત્ત્વિક મરણ પામીને નલિની ગુલ્મ નામના વિમાનમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયા. પછી આ મહાનુભાવ અને મહાસાત્વિક વંદ્ય છે.” એમ ધારીને દેવતાઓએ તેમના શરીરનો મહિમા કર્યો. અહીંઅવંતિસુકુમાલ જોવામાં ન આવવાથી તેની સ્ત્રીઓએ આર્યસુહસ્તી મહારાજને પૂછ્યું- હે ભગવન્! અમારા પતિનું શું થયું તે કહો.” એટલે ઉપયોગદેવાવડે બધી હકીક્ત જાણીને આચાર્યે મધુર વાણીથી તે સ્ત્રીઓને તેનો સર્વવૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે અવંતિસુકમાલની પત્નીઓએ ઘરે જઈને ભદ્રામાતાની આગળ તે બધો વૃત્તાંત નિવેદન ર્યો. પછી પ્રભાતે અવંતિસુકુમાલની માતા ભદ્રા કંથારિકાના વનથી યુક્ત એવા સ્મશાનમાં ગયા. ત્યાં નૈઋત્ય દિશામાં પડેલા પુત્રના કલેવરને જોઈને ભદ્રામાતા આંસુના બહાનાથી જાણે જળદાન દેવાને ઉદ્યત થઈ હોય તેમ રુદન કરવા લાગી. પુત્રવધૂઓ સહિત રુદન કરતી તે બોલવા લાગી કે, 'હે વત્સ! અમારી જેમ તેં પ્રાણોને Page #289 -------------------------------------------------------------------------- ________________ ( 270 ) પંદરમું ભોજન દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય. પણ શા માટે તજી દીધાં? તું આવો નિર્દયકેમ થયો? વળી હે વત્સ! દીક્ષા લીધા પછી એક દિવસ પણ વિહારથી અમારું ગૃહાંગણ કેમ અલંકૃત ન કર્યું? હવે એવી કલ્યાણકારી તે કઈ રાત્રિ થશે કે જે રાત્રિ સ્વપ્નમાં અમને તારું દર્શન કરાવીને જીવાડશે? હે વત્સ!વ્રતની ઇચ્છાથી નિર્મોહી થઈને અમારો તો કદાચ ત્યાગ કર્યો, પણ ગુરુમહારાજ પર પણ તું કેમ નિર્મોહી થયોકે તેમને પણ તજી દીધા. આ પ્રમાણે અતિશય વિલાપકરીને ભદ્રામાતાએ ક્ષિપ્રા નદીના તટપર શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તેના મરણ સંબંધી વિધિ કર્યો. તેની ભિનાં વસ્ત્રોવાળી પુત્રવધૂઓએ પણ વારંવાર વિલાપ કરીને ક્ષિપ્રાનદીમાં અસ્થિસમર્પણનો (હાડકાતરાવવાનો) વિધિર્યો. પછી પુત્ર મરણનાશીકરૂપ અગ્નિથી વ્યાકુળ થઈ ગયેલ ભદ્રાને સમતારૂપી અમૃતની નદી સમાન પ્રવ્રજ્યા લેવાની ઈચ્છા થઈ. તેથી ઘરે જઈને માત્ર એક સગર્ભા વધૂને ત્યાં મૂકીને અન્ય પુત્રવધૂઓની સાથે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી પેલી સગર્ભા વધૂથી જન્મેલા પુત્ર અવંતિસુકુમાલના મરણસ્થાનપર એક મોટું દેવમંદિર કરાવ્યું. અવંતિના ભૂષણરૂપ તે મંદિર આજે પણ વિદ્યમાન છે અને લોકમાં મહાકાલ પ્રાસાદના નામથી સારી રીતે પ્રસિદ્ધ છે. આર્યસુહસ્તી ભગવાન્ પણ અંત સમયે એક શ્રેષ્ઠ શિષ્યને ગચ્છ સોંપીને અનશનપૂર્વક દેહનો ત્યાગ કરી સુરલોકના અતિથિ થયા. (પરિશિષ્ટ પર્વના ગુજરાતી અનુવાદમાંથી સાભાર ઉધૃત) વંકચૂલની કથા ઢીંપુરી નામના નગરમાં વિમલયશ રાજા રાજ્ય કરે. તેમને પુષ્પચૂલ–પુષ્પચૂલા નામના કુંવર-કુંવરી. હતા, બંને ભાઈ-બહેનોમાં અતિ સ્નેહહતો. પુષ્પચૂલનાનપણથી બલિષ્ઠ, જીદ્દી અને ઉદ્ધત હતો. તે મોટો થયો. તેને પરણાવ્યો છતાં તે સુધર્યોનહીં. વાંકા કામ કરનારો હોઈ તે પુષ્પચૂલ મટી લોકમાં વકચૂલના નામે પ્રસિદ્ધ થયો. દિવસે દિવસે તેની રંજાડ વધતી ગઈ ને ફરીયાદો આવવા લાગી. કોઈ મોટા અપરાધથી કુદ્ધ થયેલા રાજાએ તેને સીમાપાર ચાલ્યા જવાની શિક્ષા આપી. તેની સાથે તેની બહેન અને પત્ની પણ અનુરાગવશ ચાલ્યા. આગળ જતાં કોઈ ઘોર જંગલમાંતે ચોરની પલ્લીમાં જઈ ચડ્યો. ચોરોની સાથે તે ભળી ગયો. ત્યાં તેની બધી અપરાધવૃત્તિને બધું અનુકૂળ હતું. એમ કરતાં પોતાની તથા પ્રકારની યોગ્યતાને આધારે તે ચોરોનો નાયક અને પલ્લીનો સ્વામી થયો. એ સિંહગુહા નામની પલ્લીમાં કેટલાક શિષ્યો સાથે એક આચાર્ય મહારાજ આવી ચડ્યા. તેમણે વંકચૂલને બોલાવી જણાવ્યું -“અમે માર્ગભૂલવાથી અહીં આવી ચડ્યા છીએ. સમીપમાં કોઈનગર નહીંને ચોમાસું બેસે છે. ચોમાસામાં અમારે વિહાર પણ કરાય નહીં. માટે વર્ષાકાળ સુધી અહીં રહેવા સ્થાન આપો.' - વંકચૂલે કહ્યું – “મહારાજ ! એ તો મારા ભાગ્યની વાત કે આપને અમે ઉતારો આપીએ. પરંતુ આપની સંગત અમને પોષાય તેવી નથી. આપના સિદ્ધાંતથી સાવ ઉંધું અમારું જીવન છે. આપની વાણીમાં ઘણું ઓજસ હોય છે. તેથી મારા સાથીઓના હૃદય પરિવર્તનની ઘણી મોટી સંભાવના ઉભી થાય છે. માટે જો આપને અહીં રહેવું હોય તો એ નક્કી કરવું પડશે કે મારી જગ્યામાં ઉપદેશ નહીં આપો.' આચાર્યશ્રીએ કહ્યું – “સરદાર ! હૃદય પરિવર્તન કાંઈ માત્ર ઉપદેશથી થતા નથી, મૌન આચરણથી પણ થાય છે. જો તમારી ઉપદેશ સાંભળવાની ઈચ્છા જે ન હોય તો મારો શો આગ્રહ હોઈ શકે? પણ એટલું તમેય ધ્યાનમાં રાખજો કે જ્યાં સુધી અમે છીયે ત્યાં સુધી તમારે આ ભૂમિમાં હિંસા આદિ પાપો કરવા-કરાવવા નહીં. વચૂલે કહ્યું- “આટલો વિવેક તો અમે અવશ્ય સાચવીશું.” અને મહારાજજી શિષ્યો સાથે પલ્લીની ગુફાઓમાં ચોમાસું રહ્યા. વખત જતાં કાંઈ વાર લાગતી નથી. ચોમાસું પૂરું થયું. મહારાજજી જેવા માટે તૈયાર થયા. કહ્યું છે કે – સાધુ, પક્ષી, ભમરાના ટોળા, ગોકુળ અને મેઘ એક જગ્યાએ લાંબો સમય રહેતા નથી. વંકચૂલ વિહાર કરવા તૈયાર થયેલા ગુરુ મહારાજને વળાવવા ચાલ્યો. તેની સીમા પૂરી Page #290 -------------------------------------------------------------------------- ________________ ( 271 ) શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર થતાં સહુ ઊભા રહ્યાં. વંકચૂલ આદિ અહીંથી પાછા ફરવાના હતા. ગુરુજીએ કહ્યું – “ભાઈ, જતા જતા થોડો ઉપદેશ સાંભળ. ઉપદેશથી ધર્મની પ્રાપ્તિ સરલ બને છે, એમ કરતાં ધર્મ મળી જાય તો જીવ ભવોભવ સુખી થઈ જાય.” વંકચૂલે કહ્યું ભલે – “એકાદ ઉપદેશ સાંભળવામાં અમને કશો જ વાંધો નથી. આપ સુખેથી કહો.' ગુરુમહારાજે નિયમની મહત્તાનો ઉપદેશ આપતા ફરમાવ્યું કે, “સમસ્ત વિશ્વનિયમને આધીન છે. નિયમહીન જીવનઅભિશાપ છે, ઇત્યાદિ ઉપદેશ પૂર્ણ થતાં ગુરુમહારાજે વાત્સલ્યભાવે કહ્યું: ‘વંકચૂલીકાંઇક નિયમલે. જેથી અમારો થોડોક પણ સમાગમ સફળ થાય.” વંડ્યૂલે કહ્યું: ‘આપ દયાળુ છો. અમારું ભલું ઇચ્છો છો. પણ અમારી વિકટ પરિસ્થિતિ છે. જેને આપ પાપ કહો છો, અમે એને જીવિકા-જીવવાનું સાધન કહીયે છીએ. હું શું લઈ શકું? અમ હતભાગીના ભાગ્યમાં વળી નિયમ કેવા? સૂરિરાજે કહ્યું- 'તું સહેલાઈથી પાળી શકે તેવા નિયમ બતાવું?' “હા, બતાવો, મારાથી પાળી શકાય તેવા હશે તો અવશ્ય સ્વીકારીશ.” ગુરુમહારાજે તેને કહ્યું: જો તને ખાવાપીવાનો કોઇ વિવેક નથી. બીજું કાંઇ નહીં તો (૧) અજાણ્યા ફળ ન ખાવાનો નિયમ કર. હિંસા કદી સારી નથી. કોઈને પણ મરાય નહીં છતાં (૨) કોઈના પણ ઉપર ઘા કરતાં પૂર્વેસાત-આઠડગલા પાછા ખસી જવું. આ નિયમ લે. સદાચાર એ જ જીવનનું તત્ત્વ છે. આચારની શક્તિ સર્વોપરિ સામર્થ્ય છે. વધારે નહીં તો (૩) રાજરાણીનો સમાગમ ન કરવો આ નિયમ લે. માંસ ખાનાર રૌરવમાં પચે છે. (૪) કાગડાનું માંસ ન ખાવું. એટલો નિયમ તો કર.” વંચૂલે સાંભળીને વિચાર ક્યું કે આ નિયમો ઘણાં જ સુગમ છે, આ પાળવામાં ક્યાંય અવરોધ નથી. એમ સમજી ગુરુમહારાજ સામે હાથ જોડી ચારે નિયમ ગ્રહણક્ય. ગુરુજીને પ્રણામ કરીને પાછો ફર્યો. કર્મોની વિષમતાનો વિચાર કરતા મહારાજશ્રીએ વિહાર આદર્યો. એકવાર ચોરી કરી પાછો ફરેલો વંકચૂલ સાથીઓ સાથે જંગલમાર્ગે જતો હતો. આડે રસ્તે જતાં ઘણો સમય થઈ ગયો. થાકીને બધા છાયામાં બેઠા. ભૂખ તો એવી કકડીને લાગેલી કે જે મળે તે રાંધ્યા વગર ખાઈ જાય. વંકચૂલના સાથીઓ જંગલમાં રખડી મજાનાં સુગંધીને મધુરાં ફળ હરખાતા હરખાતા લઈ આવ્યા. પાંદડા પર તેના કક્કા કરી ગોઠવ્યાને પોતાના સરદાર વંડ્યૂલને આવ્યો. સરદારે હાથમાં એ સુંદર મધુર ફળનો ક્કો લઈ પૂછ્યું"ફળતો સરસ છે. આનું નામ શું છે?' ક્ષણવાર તો કોઈને કાંઈ સૂઝયું નહીં. પણ પછી એકે કહ્યું- જંગલી આંબા જેવું છે. તો કોઈએ ‘આના જેવું છે, ને તેના જેવું છે એમ કહ્યું પણ કોઈ સંદેહ વિના સાચું નામ બતાવી શક્યું નહીં. ભૂખ અસહ્ય લાગી હતી. પોતાનું સ્થાન દૂર હતું. સાથીઓનો સબળ આગ્રહ હતો. છતાં ફળનું નામ કોઈ જાણતું ન હોઈ તે અજાણ્યું ફળ નિયમ પ્રમાણે વંકચૂલે ખાધું નહીં. બીજા બધાએ ફળ ખાધાં ને થોડી જ વારમાં તેમની નસો ખેંચાવા લાગી. પ્રતીકારનો વિચાર પણ કરવામાં આવે તે પૂર્વે તો તેઓ મૃત્યુ પામ્યા. વિષાદ અને આશ્ચર્ય પામેલો વંકચૂલ બોલી ઉઠ્યો – “ધર્મનો જય થાવ. નિયમે મને બચાવ્યો. નિયમનું પ્રત્યક્ષ જ આવું ઉત્તમ ફળ દેખાય છે.' ત્યાંથી તે ઉઠ્યોને મોડી રાત્રે પોતાની પલ્લીમાં પહોંચ્યો. શયનખંડમાં પોતાની પત્નીને કોઈ યુવાન જોડે ભર ઉંઘમાં પડેલી જોઈ તેના શરીરમાં વિદ્વેષની કંપારી આવી ગઈ. તેણે કયું નહોતું કે પોતાની પત્ની આવી હોઈ શકે! પહેલાં વિચાર કર્યો કે “આ પુરુષને જ મારું. પછી વિચાર્યું: આવી પત્નીની હવે શી જરૂર છે?માટે બંનેને મારી નાખું.” ક્રોધથી તેના ગાત્રો કંપતા હતા. આંખમાંથી આગ વરસતી હતી. બદલો લેવા હાથ તરસતા હતા. તેણે તલવાર ઉગામી ત્યાં ગુરુમહારાજે આપેલ નિયમ યાદ આવ્યો. ઉગામેલી તલવારે જ તે સાત-આઠ ડગલા પાછો ફર્યો. ઉંધો ચાલતો હોઈ તે દિવાલે ઢાલ-તલવાર સાથે ભટકાયો ને ઢાલ પડતાં જ ખખડાટ થયો. Page #291 -------------------------------------------------------------------------- ________________ 272. પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય. પલંગ પર પુરુષવેશે સૂતેલી પુષ્પચૂલા જાગી, બોલી કોણ છે?' સ્વરથી બહેનને ઓળખી ગયેલાવંકચૂલે વિસ્મિત થઈ પૂછ્યું – “અરે પુષ્પચૂલા! તેં આપડાકેમ પહેર્યા છે?' પુષ્પચૂલાએ કહ્યું – હું કહું છું, પણ તમે આવા બાઘા જેવાકેમ દેખાવ છો, તમે આજે કેવી રીતે મને જોઈ રહ્યા છો? હુંને ભાભી બાજુના ગામડે નર્તકના ખેલ જોવા ગયા હતા, એટલે મેં તમારા કપડાં પહેરી લીધાં. ગામડે જવું હતું, તમારા વેશથી અમને ઘણી સગવડ થઈ રહી. અસલ પુરુષ જેવી લાગું છું કેમ ખરું ને? પાછા ફરતાં મોડું થયું, તેથી ભાઈ! થાકીને લોથ થઈ ગઈ. તમારું ધાર્યું નહીં, ક્યારે આવો એટલે હું તો કપડાં બદલ્યા વિના જ ભાભી જોડે સૂઈ ગઈ. પણ તમે તલવાર ઉઘાડીને શું. કરવા માગો છો? વંડ્યૂલે કહ્યું – ‘તમને બંનેને મારી નાંખવા. હું સમજ્યો કે સુંદરી કોઈ અજાણ્યા જવાન સાથે સૂતી છે. હું હમણાં તમને બંનેને મારી નાખત, ને પછી જીવનભર રોતો ફરત. આપણે બધા બચી ગયા. ધન્ય છે ગુરુમહારાજને. તેમનો જય થાવ.” આ સાંભળી ગભરાઈ ગયેલી પુષ્પચૂલાએ ભાભીને જગાડતાં કહ્યું – 'ભાભી! આમ જુઓ ! આજે આપણે બંને મરી જાત. ભાઈને જોઈને તો મને બીક લાગે છે.” વંચૂલે બધી વાત કરી. ગુરુમહારાજની પ્રશંસાપૂર્વક તેમનો ઉપકાર પ્રકટ કર્યો. બધાં ગુરુમહારાજને યાદ કરતા પાછા સૂઈ ગયાં. કેટલાક સમય વીત્યા પછી તે જ આચાર્યના શિષ્યો પાછા તે પલ્લીમાં આવી ચડ્યા. વંથૂલ આદિ વંદન કરીને બેસી ગયા. મુનિરાજે ધર્મદશનામાં જિનમંદિરનું માહાત્મ સમજાવ્યું. દ્રવ્યસ્તવ ભાવસ્તવનું અનન્ય કારણ છે.' ઇત્યાદિ જાણીવંકચૂલને જિનપ્રાસાદ બંધાવવાની તીવ્ર ભાવના જાગી. પલ્લીથી થોડે દૂર ચર્મણવતી નદીને કાંઠે તેણે શ્રી મહાવીર પરમાત્માનું સુંદર મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી. તેનો મહિમા ધીરે ધીરે વધતો ગયો ને તીર્થધામ તરીકે તે પ્રસિદ્ધિ પામ્યું. એકવાર કોઈ મહાજન પત્ની સાથે યાત્રાએ નિકળ્યા હતા. તે વહાણમાં બેસી ચર્મણવતી નદીના માર્ગે આવતા હતા. ત્યાં દૂરથી દહેરાનું શિખર દેખાતા શેઠાણીએ તીર્થને વધાવવા રત્નમય ક્યોળામાં કેશર કંકુ આદિ લઈ છાંટણા નાંખતાતેકચોળું હાથમાંથી છટકી નદીમાં પડી ગયું. શેઠાણી ઉદાસ થઈ ગયા. શેઠે ગભરાઈ જતાં કહ્યું- “અરે! તે આ શું કર્યું? એ અમૂલ્ય ક્યોથું રાજાએ આપણે ત્યાં ગિરવે મૂક્યું છે. પૈસાનો પ્રશ્ન તો છે જ, પણ હું રાજાને ઉત્તર શું આપીશ?' તે તીર્થનો મહિમા ત્યાં ચારે તરફ હતો. હોડી હાંકનારમાંઝી અને તે પંથકના ચોરો પણ તીર્થની પવિત્રતા જાળવતાને તીર્થે આવનારને જરાય ક્લેશ ન થાય તેવી ભાવના રાખતા. શેઠની વાત સાંભળી ખેવટીયો બોલ્યો – “શેઠ! પાણીની ધારા તેજ છે ને જળ ઊંડું પણ છે. છતા હું પ્રયત્ન કરું જો ક્યોળું મળે તો લાવી આપું.” તે પાણીમાં ડૂબકી મારીને જુએ છે તો નદીમાં એક પાર્શ્વનાથ પ્રભુની સુંદર પ્રતિમા બિરાજે છે ને તેમના ખોળામાં તે રત્નમય ક્યોળું પડ્યું છે. ક્યોનું લઈ ખેવટીયો બહાર આવ્યો ને તેણે જગ્યાનું બરાબર એધાણ કરી લીધું. કચોળું મળ્યાથી શેઠ દંપતી ઘણાં રાજી થયા. ખેવટીયાએ કહ્યું – અહીંનો મહિમા જ એવો છે કે કોઈનું કશું ખોવાતું જ નથી.' શેઠે તેને રાજી ર્યો. ખલાસીએ શ્રી પાર્શ્વપ્રભુની વાત વિચૂલને કરી. નદીમાંથી કઢાવી મંગાવી વંકચૂલે ભગવાનનો સારી રીતે પ્રવેશ કરાવ્યો. શ્રી મહાવીર પ્રભુનાપ્રાસાદમાં રંગમંડપના ગોખમાં બિરાજમાન ર્યા પછી નૂતન ચૈત્ય કર્યું. તેમાં પધરાવવા તે પ્રતિમાજીને ઘણા લોકો ભેગા થઈ ઉપાડવા લાગ્યા પણ પ્રતિમાજી જરાય હલ્યા નહીં. તેથી તે ત્યાં જ રહ્યા. થોડા દિવસ પછી ખલાસીએ ફરી આવીને વેડ્યૂલને જણાવ્યું કે – ‘પૂર્વે જ્યાંથી પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજી મળ્યા હતા તેની પાસેના ભાગમાં હજી એક પ્રતિમાજી તથા એક સોનાનો રથ છે.' આ સાંભળી ચક્તિ થયેલા વંકચૂલે પલ્લીના માણસોને ભેગા કરી પૂછ્યું કે – “આ નદીમાં આ પ્રતિમાજી ક્યાંથી આવ્યા? વળી સોનાનો રથ પણ નદીમાં ક્યાંથી હોઇ શકે? તમે કોઈ આનો ઇતિહાસ જાણતા હો તો કહો.” Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (273) પંદરમું ભોજન દ્વાર આ સાંભળી એક વૃદ્ધ સરદારે કહ્યું- “મહારાજ! પૂર્વે પાસેનાનગરના મહારાજા પ્રજાપાલ પરશત્રુએ ચડાઈ કરતાં ભીષણ સંગ્રામ જામ્યો હતો. શત્રુ બળવાન અને ઉદંડ હતો. શત્રુના ભયથી ત્રસ્ત થયેલી રાણીએ, બે પ્રતિમાજી તેમજ પોતાની સારભૂત વસ્તુ સોનાના રથમાં લઈ ચર્મણવતી નદીના મધ્યમાં તરતા બેડા પર મુકામ કર્યો. તે જગ્યાએ રક્ષણની પાકી વ્યવસ્થા અને દાસી આદિ પરિવાર હતો, ત્યાં કોઈ દુષ્ટ શત્રુપક્ષના માણસે રાણીને ખોટા સમાચાર આપ્યા કે “રાજા લડાઈમાં માર્યા ગયા છે. આ સાંભળી ભયભીત થયેલી રાણીએ માણસો દાસીઓને કાંઠે ચાલ્યા જવા જણાવ્યું કે પોતે બેડામાં કાણું પાડી જળસમાધી લીધી. પ્રતિમાજી-રથ સાથે પોતે જળમાં ડૂબી ગઈ. લાગે છે કે તે રાણીબા દેવી થયા છે, નહીં તો આ જિનપ્રતિમાનો આટલો પ્રભાવ–મહિમા કોણ કરે? એક બિંબ આપણને મળ્યું અને બીજું ત્યાં જ રહ્યું લાગે છે. તે પણ આપણે લઈ આવવું જોઈએ.’ આ બધી વાત સાંભળી વંડ્યૂલ આનંદ-વિસ્મયને વિષાદની મિશ્ર લાગણી અનુભવતો સાથીઓ સાથે નદીમાં જ્યાં પ્રતિમાજી હતા ત્યાં આવ્યો. તે પ્રતિમાજીને પાણીમાંથી બહાર કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. પ્રતિમાજી પાણી બહાર આવ્યા જ નહીં. વંકચૂલ આદિ ‘અધિષ્ઠાયકદેવતાની ઈચ્છા આવી હશે.” એમ માની પાછા ફર્યા. શ્રી મહાવીરપ્રભુના તીર્થનીને તેથી પણ વધારે નદીમાંથી મળેલા પાપ્રભુના બિંબની દિવસે દિવસે મહિમાવતી ઉન્નતિ થવા લાગી. શ્રી મહાવીર પ્રભુના ભવ્ય બિંબની પાસે આ પાર્થપ્રભુનું બિંબ નાનું લાગતું હોઈ તે ચિલ્લણ પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ થયું. તે મેવાડ પ્રાંતની ભીલ આદિ આદિવાસી પ્રજા પણ ચેલ્લણ પારસનાથ કહેવા ને ઉપાસના કરવા લાગ્યા. આગળ જતાં સિંહગુહાપલ્લીની જગ્યાએ ટિંપુરી નામનું મોટું નગર વસ્યું. (મૂળ ગ્રંથમાં લખ્યું છે કે આજે પણ શ્રી વીરપ્રભુ તેમજ ચેલ્લણપાર્શ્વનાથની યાત્રા કરવા અનેક સંઘો ત્યાં આવે છે ને યાત્રા દર્શન-પૂજન કરી સંતોષ પામે છે.) ચલ્લણપાર્શ્વનાથ તીર્થનો કલ્પ રચનારા શ્રી જિનપ્રભસૂરિજીએ આ પ્રમાણે લખ્યું છે– श्री पार्श्वचेलणाभिख्यं, ध्यात्वा श्रीवीरमप्यथ । कल्पं श्री टीम्पुरीतीर्थ-स्याभिधास्ये यथा श्रुतम् ॥१॥ पारेतजनपदान्त-श्चर्मणवत्यास्तटे महानद्याः । नानाघनवनगहना जयत्यसौ टिम्पुरीति पुरी ॥२॥ - ' અર્થ-શ્રી ચેલ્લણપાર્શ્વનાથ તથાતત્રસ્થ શ્રી મહાવીરસ્વામીનું ધ્યાન ધરીને શ્રીટીપુરી (ચેલ્લણપાર્શ્વનાથ) તીર્થનો કલ્પ ગુરુપરંપરામાં જેમ સાંભળ્યો છે તેમ કહીશ. પારેત નામક જનપદના મધ્યમાં ચણવતી મહાનદીના કિનારે, વિવિધ-ગાઢ વનથી ગહનટીપુરી નામની નગરી જય પામે છે. (અભિધાન રાજેન્દ્રનાકવર્ગમાં ટીપુરીનું વર્ણન છે.). - એકવાર વંકચૂલને અનિચ્છાએ પણ ચોરી કરવા ઉયિની જવું પડ્યું. પોતાની અભૂત ચતુરાઈથી તે મહેલમાં પેસી ગયો. રાત્રિનો પ્રહર વીતી ગયો હતો. ત્યાં પલંગમાં જાગતી પડેલી રાણીએ તેને જોઈ લીધો. ઝડપથી તેની પાસે જઈ પૂછ્યું – તું કોણ છે?' તેણે કહ્યું - હું ચોર છું.' રાણી બોલી – “આવો સુંદર યુવાનને ચોર ? કશો વાંધો નહીં, તું ખરે જ ચોર છે. તે તો મારું ચિત્તડું પણ ચોરી લીધું. મુંઝાવાની જરૂર નથી.' એમ કહીરાણીએ ચોરનો હાથ પકડ્યો. પંડ્યૂલના શરીરમાં વીજળી દોડી ગઈ. રાણીએ કહ્યું – જરાય ભયનું કારણ નથી. મારી પાસે આવ.' ભાગ્યયોગે આપણો મેળ થયો છે. તું શય્યાભાગીથા. તને હું માલંમાલ કરી દઈશ. તારે ચોરી કરવાની હોય નહીં. એકાંત અને સુંદર પુરુષનો સાથ. રાણી તો બહાવરી બની ગઈ. વંચૂલે પૂછ્યું – તમે કોણ છો?' તેણે કહ્યું – “માળવાની મહારાણી છું.” ચોરે કહ્યું – “બસ, દૂર રહેજો.' એમ કહી તે પાછો જવા લાગ્યો. રાણીએ કહ્યું – “એમ! તારું આવું સાહસ? પાછો વળ નહીં તો ભયંકર પરિણામ આવશે.' Page #293 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય વંકચૂલે તેની વાત ગણકારી નહીં ને રાણીએ પોતાના હાથે જ શરીર પર નખ લગાડ્યા ને કપડાં ફાડી પુકાર કર્યો કે, ‘બચાવો, દોડો, ચોર જાય.’ તરત આરક્ષકો દોડી આવ્યા ને ભાગતો ચોર ઝડપાઈ ગયો. સવારે તેને બાંધી રાજા સામે ઉપસ્થિત કરવામાં આવ્યો. રાજાએ પૂછ્યું– ‘તું કોણ છે ને કેમ કરતાં પકડાયો ?’ વંકચૂલે કહ્યું– ‘હું ચોર છું મહારાજ ! મારા દુર્ભાગ્યે રાણી મને જોઈ ગયા અને પકડાવી દીધો.’ તેથી વિશેષ કાંઈ જ વંકચૂલે કહ્યું નહીં. રાજા તેની વાત સાંભળી પ્રભાવિત થયા ને બોલ્યા– ‘ખરેખર તું અસામાન્ય માણસ છે, રાતની આખી ઘટના હું જાણું છું. હું રાણીવાસ આવ્યો ત્યારે તારી ને રાણીની વાત ચાલતી હતી. તે મેં પદડા પાછળથી સાંભળી છે, તારી ગંભીરતા પણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે.’ પછી રાજાએ તરત તેને બંધનમુક્ત કરતાં કહ્યું– ‘તું નિર્ભય છે.’ આજથી હું તને સામંતના પદ પર નિયુક્ત કરું છું. પછી શુદ્ધ થયેલા રાજાએ રાણીને કોરડો લઈ મારવા લીધી. વંકચૂલે વચ્ચે પડી તેને બચાવી. વંકચૂલ તો નિયમનું આવું ફળ જોઈ વારે વારે ગુરુ મહારાજને મનમાં ને મનમાં વાંદવા લાગ્યો ને ધર્મને વખાણવા લાગ્યો. 274 એકવાર શત્રુ રાજા ઉજ્જયિની પર ચડી આવ્યો. વંકચૂલ સેનાનાયક થઈ યુદ્ધમાં મોટું સૈન્ય લઈ ઉપડ્યો. ત્યાં તેણે શત્રુને એવો માર માર્યો કે તે જીવ લઈને નાઠો. પરંતુ વંકચૂલ શત્રુના સૈનિકોથી ગંભીર રીતે ઘવાયો. તેને સૈનિકો ઉઠાવી મહેલમાં લાવ્યા. રાજા ને પ્રધાનમંડળ ચિંતાતુર થઈ ઉભા પગે તેની ચિકિત્સા કરાવવા લાગ્યા. રાજવૈદ્યે કહ્યું – ‘પ્રહાર મર્મમાં થયા છે, પરિસ્થિતિ ગંભીર છે, ભવિષ્ય કટોકટી ભર્યું છે. છતાં સામંતરાય સાજા થઈ શકશે. સમયસર ઔષધ–અનુપાન અને પથ્યની ચોક્કસાઈ રાખવાની રહેશે.’ એમ કહી ઔષધ તૈયાર કરવા પોતાના માણસોને જણાવી વૈદ્યરાજે રાજાને કહ્યું – ‘આ ઔષધ કાગડાના માંસમાં લેવાનું છે. તેથી આશ્ચર્યકારી આરોગ્ય લાભ જોઈ શકાશે.’ આ સાંભળી વંકચૂલે કહ્યું – ‘વૈદ્યરાજ ! તમારી ભલી લાગણી માટે આભાર. મારે કાગડાના માંસનો ત્યાગ હોઈ હું તે નહીં લઈ શકું.' વૈદ્યરાજે, રાજાએ, રાજપરિવારે, વંકચૂલના પરિવારે અને સાથીઓએ તેને ઔષધરૂપે લેવાથી વાંધો આવતો નથી. નિયમમાં અપવાદ પણ હોય છે. શરીર હશે તો ધર્મ પણ થશે. ઇત્યાદિ ઘણી રીતે સમજાવ્યો પણ તે ન માન્યો. પાસેના ગામડામાં જિનદાસ નામે ધર્મિષ્ઠ વણિક વસતો હતો. જે વંકચૂલનો પરમ મિત્ર હતો. તેનું વચન વંકચૂલ કદી ઠેલતો નહીં. માટે રાજાએ વંકચૂલને મનાવી શકાય તે માટે જિનદાસને તેડું મોકલ્યું. ઉજ્જયિની આવતા જિનદાસે ઉપવનમાં બે સુંદર બાઈઓને ઉદાસ જોઈ કારણ પૂછ્યું. તેમણે કહ્યું – ‘અમે સુધર્મ દેવલોકની દેવીઓ છીએ. અત્યારે જેને તમે સમજાવવા જઈ રહ્યા છો તે પુણ્યવાન અમારો પતિ થાય તેમ છે. પણ તમારા કહેવાથી તે કાગમાંસ ખાઈ નિયમ તોડશે તો દેવલોક નહીં પામે અને અમને આવો સારો પતિ પણ નહીં મળે. માટે અહીં સુધી આવવું પડ્યું છે ને એ જ મોટું વ્યથાનું કારણ છે.’ જિનદાસે કહ્યું – ‘હું વીતરાગદેવનો ઉપાસક છું. જીવન અધ્યાત્મથી સમૃદ્ધ છે, શરીરથી નહીં. તમે ચિંતા ન કરો. હું તેને નિયમમાં ઢીલો નહીં થવા દઉં. ઉલ્ટાના વધુ દૃઢ કરીશ. એમ તો એ પોતે પણ ઘણા સ્વસ્થ મનનો માણસ છે.’ ઇત્યાદિ તેની વાત સાંભળી બંને દેવીઓ પ્રસન્ન થઈ. જિનદાસ રાજમહેલે આવ્યો. જોયું તો વંકચૂલ અસહ્ય વેદનામાં જાણે વિંટળાઈ પડ્યો હતો. અનેક લોકો ચિંતાતુર થઈ તેને ઘેરી બેઠા હતા. રાજાએ આખી વિગત સમજાવતાં તેને કહ્યું – ‘ભાઈ ! તારા વિના કોઈ આને સમજાવી શકે નહીં અને આ બીજા કોઈનું માને પણ નહીં. માટે તને બોલાવેલ છે. તું એને સમજાવ એટલે ઔષધ આપીએ. બધું જ તૈયાર જ છે.’ જિનદાસે કહ્યું – Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (275) પંદરમું ભોજન દ્વાર મહારાજા, માણસને આખી પૃથ્વીનું રાજ્ય ઘણીવાર મળી શકે છે, પણ નિયમ લેવાનું-પાળવાનું સૌભાગ્ય સહેજે સાંપડતું નથી. વંકચૂલ! તારી દઢતા જોઈ ઘણો આનંદ અને સંતોષ થાય છે. તારા જેવી ધર્મનિષ્ઠા, નિયમમાં અડગતા અમે ક્યારે કેળવશું? અમે કોઈ પરી પરીક્ષામાંથી સુખે સુખે પસાર થઈએ એવી ઘણી ઈચ્છા થાય. કાયર પુરુષો શોક, ભય અને ચિંતાનો આશરો લે છે, ભાઈ! આપણને તો મોટો આશરો અરિહંતનો છે, આપણને ક્યાં દુ:ખ જ હતું?' બધા ચક્તિ થઈ જિનદાસની વાણી સાંભળતા રહ્યા. વચૂલ પરમ સંતોષ પામ્યો ને નવકાર સાંભળતાં મૃત્યુ પામી બારમા દેવલોકે દેવ થયો. જિનદાસ પાછો ફરતો હતો ત્યારે ઉપવનમાં પેલી બંને દેવીને ત્યાં જ પાછી રડમસ ચહેરે ઉભેલી જોઈ. કારણ પૂછતાં તે બોલી: “મહાનુભાવ! તમે કરાવેલી આરાધના એટલી ઉચ્ચકોટિની નીવડી કે તે બારમા દેવલોક પહોંચ્યા. અમારું તો ત્યાં ગમનાગમન પણ નથી. માટે અમારી આ દશા તો એવી ને એવી રહી. હશે, ભાગ્ય વિના શું મળી શકે એમ છે?” આ બધી વિચિત્રતાનો વિચાર કરતો જિનદાસ ઘરે આવ્યો ને નિયમ ધર્મમાં તત્પર થયો. ટીપુરી કે ઢીપુરી તીર્થ અને વચૂલની ખ્યાતિ થઈ. વચૂલચોર છતાં નિયમ દઢતાથી બારમા સ્વર્ગનો સોભાગી દેવ થયો. તેવી જ રીતે સર્વ અભક્ષ્યનો ત્યાગ કરી ભવ્ય જીવ મુક્તિને પામે છે. (ઉપદેશપ્રાસાદ ગ્રંથના ગુજરાતી અનુવાદમાંથી સાભાર ઉધૃત) ઉત્પલમાલાનું દષ્ટાંત - કૌશાંબી નગરીમાં પ્રસન્નચંદ્ર નામનો રાજા હતો. તેની ચંદ્રમતી નામની રાણી હતી. તે નગરમાં ચોસઠ કલાઓમાં કુશળ અને અઢાર દેશની ભાષાને જાણનારી ઉત્પલમાલા નામની વેશ્યા હતી. એક્વાર ઋષભસેન નામના ગુરુએ બે સાધુઓને વસતિને શોધવા માટે મોકલ્યા. તે સાધુઓએ નગરની બહાર સાધુઓ રહી શકે તેવું એક ઉદ્યાન જોયું. સાધુઓએ ઉદ્યાનરક્ષકોને પૂછ્યું : આ ઉદ્યાન કોનું છે? તેમણે કહ્યું: ઉત્પલમાલા વેશ્યાનું આ ઉદ્યાન છે. સાધુઓએ ચારમહેલવાળાતે ઉદ્યાનની માગણી કરી. ઉદ્યાનરક્ષકોએ વેશ્યાને પૂછીને ઉદ્યાનમાં રહેવાની રજા આપી. સાધુઓએ ઉદ્યાનમાંવસતિનું પડિલેહણ કરીને ગુરુને જણાવ્યું. આથી ગુરુભગવંતત્યાં રહ્યા. ઉદ્યાનરક્ષકો દરરોજ દુ:ખને હરનારા ગુરુવચનને સાંભળે છે. તેથી તેઓ ધર્માભિમુખ થયા. એકવાર ગુરુએ વેશ્યાને ઉદ્યાનરક્ષકો દ્વારા ધર્મલાભ કહેવડાવ્યો. હર્ષ પામેલા તેમણે વેશ્યાને ગુરુએ કહેલો ધર્મલાભ કહ્યો. તેઓ સદા વેશ્યાને ગુરુના નિર્મલ ગુણોને કહે છે. આથી વેશ્યા ભદ્રક ભાવવાળી બની. એક્વાર પોતાના પરિવારથી પરિવરેલી તે ગુરુને વંદન કરવા માટે આવી. આચાર્ય ભગવંતે તેને યોગ્ય સમ્યગૂ ધર્મ કહ્યો. તથા નમસ્કાર મંત્ર તેને આપ્યો. પછી હર્ષ પામેલી તે પોતાના સ્થાને ગઈ. હવે તેણે ભક્તિથી નમસ્કાર મંત્રને ગણતાં ઘણો કાળ પસાર કર્યો. ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરુએ બીજા સ્થળે વિહાર કર્યો. એકવાર સુરપ્રભ નામના ચોરે રાણીનો હાર ચોરીને તે વેશ્યાને આપ્યો. ઉત્સવમાં તે હાર પહેરીને વેશ્યા ઉદ્યાનમાં ગઈ. રાણીની દાસીઓએ તે હાર જોયો. તેમણે રાજાને હારની આ વાત કહી. આથી રાજાના આદેશથી રાજસેવકોએ તે ચોરને પકડીને શૂળી ઉપર ચડાવ્યો. ઉત્પલમાલાને ખબર પડતાં તેણે વિચાર્યું. મારા પ્રમાદથી આની આવી દશા થઈ છે. તો આવા સમયે એના ઉપર કંઈક ઉપકાર કરું. તથા આજે નવકારનો પ્રભાવ જોઉં. આમ વિચારીને તે ત્યાં જઈને ચોરને નવકાર સંભળાવે છે, તથા નિયાણું કરાવે છે. તે આ પ્રમાણે – જો આ નવકાર મંત્રનો પ્રભાવ હોય તો આ નવકારમંત્રના પ્રભાવથી હું આ નગરના રાજાનો પુત્ર થાઉં. પછી મૃત્યુ પામીને રાણીના Page #295 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર (276) શ્રાદ્ધદિનકૃત્યા ઉદરમાં ઉત્પન્ન થયો. પછી ઉત્પલાએ રાણીને કહ્યું: નવકારના પ્રભાવથી તમને સુંદર પુત્ર થશે. રાણીએ ઉત્પલાને કહ્યું: જો મારે સુંદર પુત્ર થશે તો જન્મ થતાં જ તે પુત્ર તને આપીશ. પછી હર્ષ પામીને ઉત્પલમાલા પોતાના ઘરે ગઈ. રાણીને એક દિવસ ચંદ્રપાન કરવાનો દોહલો થયો. શ્રેષ્ઠ બુદ્ધિશાળી પુરુષોએ તેનો તે દોહલો પૂર્ણ કરાવ્યો. એક્વાર તેને ધર્મશ્રવણની ઈચ્છા થઈ. આથી તેણે વેશ્યાને કહ્યું: હે સખી! તે ગુરુનો મને યોગ કરાવી આપ, જેથી તેમની પાસે જિનોક્ત ધર્મને સાંભળું. વેશ્યાએ કહ્યું: તે ગુરુ અત્યારે બીજે ક્યાંક વિચરે છે. કારણકે આવા ગુરુઓ એક સ્થળે રહેતા નથી. પરંતુ અહીં સુવ્રતા નામના પ્રવર્તિની છે. તેમની પાસે તમે ધર્મ સાંભળો. પછી રાણીએ સુવ્રતા સાધ્વીજીની પાસે ધર્મ સાંભળ્યો. પછી પ્રવર્તિનીનું રૂપ જોઈને વિસ્મય પામેલી તેણે કહ્યું: હે ભગવતી ! ક્યા કારણથી આપે વૈરાગ્ય પામીને આવી દીક્ષા લીધી? સાધ્વીજીએ કહ્યું: સાંભળ. ઈદ્રપુરનગરમાં ઈદ્રસેન નામનો રાજા છે. તેની ગુણવતી નામની રાણી છે. તેમને ઋષભસેન અને ગુણસેન નામના બે પુત્રો છે. તે રાજાએ વૈરાગ્ય પામીને, રાજ્ય ઉપર નાના પુત્રને સ્થાપીને, મોટા પુત્ર ઋષભસેન (અને રાણીની) સાથે દીક્ષા લીધી. કર્મ કરીને તે સર્વકર્મનો ક્ષય કરીને મુક્તિને પામ્યા. તે ઋષભસેન સાધુકમ કરીને આચાર્ય બન્યા. ગુણવતી સાધ્વીજી પ્રવર્તિની બની. તે હું છું. આ સાંભળીને ચંદ્રમતી પોતાના ઘરે ગઈ. કાળે કરીને તેણે પુત્રરત્નને જન્મ આપ્યો. પિતાએ તેનો દસ દિવસ સુધી જન્મ મહોત્સવ કરાવ્યો. તેનું નવકારચંદ્ર એવું નામ કર્યું. ઉત્પલમાલા વગેરે પાંચ ધાવમાતાઓથી લાલન-પાલન કરાતો તેમે કરીને આઠ વર્ષનો થયો. પછી તેણે કલાચાર્યની પાસે કળાઓનો અભ્યાસ શરૂ કર્યો. ઉદ્યમથી અનેગુરુકૃપાથી થોડા જ સમયમાં સઘળી કળાઓનો અભ્યાસ કરી લીધો. પછી યુવાન થતાં તેના શ્રીમતી નામની કન્યાની સાથે લગ્ન થયાં. તેની સાથે ભોગસુખો ભોગવતાં તેણે ઘણો કાળ પસાર કર્યો. હવે એકવાર વૈરાગ્યને પામેલી ઉત્પલમાલાએ વિચાર્યું: જગતમાં જિનધર્મનો પ્રભાવ ફુરે છે. કારણ કે નમસ્કારમંત્રની આરાધનાથી ચોર પણ રાજપુત્ર થયો. તો પછી દુ:ખનું ઘર એવાઘરવાસને છોડીને જિનેન્દ્ર કહેલા શ્રેષ્ઠ ધર્મની આરાધના કેમ ન કરવી ? આમ વિચારીને તેણે રાજાને કહ્યું: હે દેવી! હવે હું દીક્ષા લઈશ. રાજાએ તેને પૂછ્યું: તમને વૈરાગ્ય કેવી રીતે થયો? આથી તેણે પૂર્વોક્ત સઘળાવૃત્તાંત કહ્યો. તે સાંભળીને રાજાએ નવકારચંદ્રને રાજ્ય ઉપર સ્થાપીને ઉત્પલમાલા અને રાણીની સાથે ઋષભસેન ગુરુની પાસે દીક્ષા લીધી. તેણે ઘણા કાળ સુધી ઘણા તપ કરીને અંતે અનશનપૂર્વક મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવેલા તે ત્રણેકમે કરીને મોક્ષમાં જશે. હે મહાનુભાવો! વસતિદાનમાં ઉત્પલમાલાનું ચરિત્ર સાંભળીને સદા સાધુઓને વસતિદાન આપો, જેથી તમે પણ જલદી મોક્ષને પામો. (૧૯૪) लहंति सुक्खं तु अणुन्नतुलं, आउं सुदीहं अवमच्चुहीणं । सुदंसणा गाढसुगिज्झवक्का, विसाललच्छीइ जुया महप्पा ॥१९५॥ વસતિનું દાન કરનારાઓને દેવલોકમાંથી ચ્યવન થયા પછી જે સુખ મળે છે તે સુખને બતાવવા સૂત્રકાર કહે છે – વસતિનું દાન કરનાર મહાત્માઓ સ્વર્ગમાંથી ચ્યવીને મનુષ્યભવમાં બીજાઓથી અધિક સુખ, અપમૃત્યુથી રહિત સુદીર્ઘ આયુષ્ય, સુંદરરૂપ, સુસખ્યત્વ અને વિપુલ પ્રમાણમાં લક્ષ્મીને પામે છે. તેઓનું સુઆયનામકર્મ Page #296 -------------------------------------------------------------------------- ________________ 277 ) શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર ગાઢ હોય છે, અર્થાત્ બીજાઓ ઘણી ભક્તિથી તેના વાક્યને સારી રીતે સ્વીકારે છે. (૧૫) वायंति सत्थं तह चिंतयंति, पाढंति भव्वे तह सावयंति । कुणंति वक्खाणमणन्नसत्ती, धन्नस्स गेहे मुणिणो सयावि ॥१९६॥ વસતિદાન સર્વદાનોમાં શ્રેષ્ઠ છે એમ પૂર્વે જે કહ્યું હતું તેને હેતુપૂર્વક પ્રગટ કરતા સૂત્રકાર કહે છે વસતિનું દાન કરનાર ભાગ્યશાળીના ઘરમાં અસાધારણ શક્તિવાળા મુનિઓ સદા શાસ્ત્રને વાંચે છે, શાસ્ત્રોનું ચિંતન કરે છે, ભવ્યજીવોને ભણાવે છે, ઉત્તર આપે છે, અર્થાત્ એક પણ ભવ્ય જીવને પૂછેલા અર્થનો ઉત્તર આપે છે, પર્ષદામાં વ્યાખ્યાન કરે છે. (૧૬) राया देसो नगरं भवणं, तह गिहवई यसो धन्नो । विहरति जत्थ साहू, अणुग्गहं मन्नमाणाणं ॥१९७॥ કેવળ વસતિસ્વામી જ ધન્ય છે, એમનહિ કિન્તુ અનુમોદના કરનારા બીજા પણ ધન્ય છે એ વિષે કહે છે-- - સાધુઓ વિચરે છે એ બદલ મહાકૃપા માનનારાઓના જે ક્ષેત્રમાં સાધુઓ વિચરે છે તે ક્ષેત્રનો રાજા ધન્ય છે, તે દેશના લોકો ધન્ય છે, તે નગરના લોકો ધન્ય છે, તે ઘરના લોકો ધન્યછે, સામંત રાજા વગેરે ધન્ય છે.(૧૯૭) जो देइ उवस्सयं मुणिवराण गुणसयसहस्सकलियाणं । • તે વિન્નાવસ્થ#પાન-સયUTIકવિપપ્પા ૨૮. વસતિદાનના પ્રભાવનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે - લાખો ગુણોથી યુક્ત ઉત્તમ મુનિઓને જે ઉપાશ્રય (=રહેવાનું સ્થાન) આપે છે, તેણે વિવિધ વસ્ત્રો, અન્ન-પાણી, શય્યા અને આસનો આપેલાં છે. (૧૯૮) .. तओ तेसु नियत्तेसु, गच्छइ जाव दारयं । वंदित्ता मुणिणो ताहे, करे अन्नं तओ इमं ॥१९९॥ દાનવિધિમાં જ અન્ય કર્તવ્યને બતાવતા ગ્રંથકાર અન્ય કર્તવ્યની પ્રસ્તાવના કરવા માટે કહે છે વહોરીને મુનિઓ પાછા વળે ત્યારે શ્રાવક બારણા સુધી તેમની પાછળ જાય. તે વખતે મુનિઓને વંદન કરીને પછી આ (હવે પછીની ગાથામાં કહેવાશે તે) અન્ય કર્તવ્યને કરે. (૧૯) साहम्मियाण वच्छल्लं, कायव्वं भत्तिनिब्भरं । देसियं सव्वदंसीहि, सासणस्स पभावणं ॥२००॥ અન્ય કર્તવ્યને જ કહે છે - શ્રાવકે સાધર્મિકોનું વાત્સલ્ય કરવું જોઈએ. કારણકે સર્વજ્ઞોએ હવેની ગાથામાં કહેવાશે તેદષ્ટાંત બતાવવા દ્વારા સાધર્મિવાત્સલ્યને શાસનની પ્રભાવના કરનારું કહ્યું છે. સાધર્મિક વાત્સલ્ય બહુમાનપૂર્વક કરવું જોઈએ, નહિ કે કીર્તિ આદિ માટે. • વાત્સલ્ય એટલે વસ્ત્ર-અન્ન-પાન આદિથી સન્માન. (૨૦૦) Page #297 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર 278 महाणुभावेण गुणायरेणं, वयरेण पुव्वं सुयसायरेणं । सुयं सरंतेण जिणुत्तमाणं, वच्छल्लयं तेण कयं तु जम्हा ॥२०१॥ શ્રાદ્ધદિનકૃત્ય તે પ્રમાણે જ કહે છે— કારણ કે ક્ષીરાશ્રવ આદિ મહાલબ્ધિઓના પ્રભાવથી યુક્ત, અનાસક્તિ આદિ ગુણોના નિવાસ, દસપૂર્વરૂપ જલના સાગર સમાન એવા શ્રી વજ્રસ્વામીએ પણ પૂર્વે જિનેશ્વરોના ‘“સાધર્મિક વાત્સલ્યમાં પ્રયત્નશીલ બનો’’ ઇત્યાદિ આગમને યાદ કરીને સાધર્મિકોનું દુર્ભિક્ષ વગેરે આપત્તિમાંથી ઉદ્ધાર કરવા રૂપ વાત્સલ્ય કર્યું હતું. (૨૦૧) तम्हा सव्वपयत्तेणं, जो नमुक्कारधारओ । સાવો સોવિ ધ્રુવો, ના પરમવંધવો ૨૦૨૫ આ પ્રમાણે સાધર્મિક વાત્સલ્યને કર્તવ્ય તરીકે નિશ્ચિત કરીને હવે સાધર્મિકવાત્સલ્ય જેવી રીતે કરવું જોઈએ તેવી રીતે દષ્ટાંત સહિત છ ગાથાઓથી કહે છે—— તેથી જે શ્રાવક માત્ર સમ્યગ્દર્શનને ધારણ કરનાર હોય તેને પણ સર્વ પ્રયત્નથી પરમબંધુના જેવો જાણવો, અર્થાત્ તેનું પરમબંધુની જેમ સર્વપ્રયત્નથી સાધર્મિકવાત્સલ્ય કરવું. (૨૦૨) विवायं कलहं चेव, सव्वहा परिवज्जए । साहम्मिएहिं सद्धिं तु, जओ एयं वियाहियं ॥ २०३॥ સાધર્મિકોની સાથે વિવાદ, કલહ, મુઠ્ઠી વગેરેથી મારવું એ બધાનો ત્યાગ કરે. સુશ્રાવક સાધર્મિક સિવાય બીજાઓની સાથે પણ આ બધું ન કરે તો પછી સાધર્મિકોની સાથે તો સર્વથા ન કરે. કારણ કે પૂર્વાચાર્યોએ હવે પછીના ગાથામાં કહેવાશે તે કહ્યું છે. વિવાદ એટલે રાજકુલમાં ફરિયાદ કરવી, અર્થાત્ કોર્ટમાં કેસ કરવો. (૨૦૩) कि हड़ साहम्मियंमि कोवेण दंसणमयंमि । आसायणं तु सो कुण, निक्किवो लोगबंधूणं ॥ २०४ ॥ પૂર્વાચાર્યોએ જે કહ્યું છે તે કહે છે- સમ્યગ્દર્શનયુક્ત સાધર્મિકને જે કોપથી મારે છે, નિર્દય તે અરિહંતોની આશાતના કરે છે. (૨૦૪) तं अत्थं तं च सामत्थं, तं विन्नाणं सुत्तमं । साहम्मियाण कज्जंमि, जं विच्वंति सुसावया ॥ २०५ ॥ તે જ અર્થ અતિશય પ્રધાન છે, તે જ સામર્થ્ય અતિશય પ્રધાન છે, તે જ વિજ્ઞાન અતિશય પ્રધાન છે કે જેને સુશ્રાવકો સાધર્મિકોના કાર્યમાં સફલ કરે છે. અહીં અર્થ એટલે ધન-ધાન્યાદિનો સંગ્રહ. સામર્થ્ય એટલે મોટાઈ અથવા શરીર બળ. વિજ્ઞાન એટલે રાજકુલ આદિમાં વર્ણન કરવું કે રજુઆત કરવી વગેરેમાં હોંશિયારી. (૨૦૫) अन्नन्नदेसाण समागयाणं, अन्नन्नजाईइ समुब्भवाणं । साहम्मियाणं गुणसुट्ठियाणं, तित्थंकराणं वयणेट्ठियाणं ॥ २०६ ॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (279) પંદરમું ભોજન દ્વાર वत्थन्नपाणासणखाइमेहिं, पुप्फेहिं पत्तेहि य पुप्फलेहिं । सुसावयाणं करणिजमेयं, कयं तु जम्हा भरहाहिवेणं ॥२०७॥ સૌરાષ્ટ્ર, મારવાડ, માલવ આદિ અન્ય અન્ય દેશોથી તીર્થયાત્રા માટે આવેલા, પોરવાલ, પલિવાલ આદિ વંશમાં ઉત્પન્ન થયેલા, અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ કુળમાં ઉત્પન્ન થયેલા, સભ્યત્વ અણુવ્રત વગેરે અને ક્ષમા વગેરે ગુણોમાં અતિશય રહેલા, અસ આગ્રહનો ત્યાગ કરીને જિનાજ્ઞાનું પાલન કરનારા શ્રાવકોનું વસ્ત્ર, અન્ન, પાન, અશન, ખાદિમ, પુષ્પો, પત્રો અને ફળોથી વાત્સલ્ય કરવું એ સુશ્રાવકોનું કર્તવ્ય છે. કારણ કે ભરતરાજાએ પણ સાંધર્મિક વાત્સલ્ય કર્યું હતું. અહીં અન્નશબ્દથી દુકાળ વગેરેમાં ધાન્યથી વાત્સલ્ય કરવાનું સમજવું. ભરત મહારાજાએ કરેલું સાધર્મિક વાત્સલ્ય આ પ્રમાણે છે– ભરત મહારાજાનું સાધર્મિક વાત્સલ્ય એકવાર ભરત ચક્રવર્તી દીક્ષિત બનેલા લઘુબંધુઓની ભક્તિ કરવા પાંચસો મોટાં ગાડાં ભરી આહાર મંગાવ્યો. લઘુબંધુઓને આહારનો લાભ આપવા વિનંતી કરી. આ વખતે પ્રભુએ કહ્યું: સાધુ માટે બનાવેલો આહાર સાધુઓને ન ખપે. આથી ભરત મહારાજાએ ઈન્દ્રને પૂછ્યું: અહીં લાવેલા આ આહારનું મારે શું કરવું? ઈન્દ્ર કહ્યું: વિશેષ ગુણવાન સાધર્મિકોને આપી દેવું. આથી ભરત મહારાજાએ એ આહારથી સાધર્મિકોની ભક્તિ કરી. એક્વાર સાધર્મિક ભક્તિ કરવાની વિશેષ ભાવનાથતાં ભરત મહારાજાએ અયોધ્યામાં રહેલા સર્વશ્રાવકોને બોલાવીને કહ્યું: હસાધર્મિક બંધુઓ! તમારે હંમેશા ભોજન માટે મારે ઘેર પધારવું. કૃષિવગેરે કાર્યનકરતાં તમારે સ્વાધ્યાયમાં પરાયણ રહીને, નિરંતર અપૂર્વજ્ઞાનને ગ્રહણ કરવામાં તત્પર થવું. ભોજન કરીને મારી પાસે આવી દરરોજ તમારે આ પ્રમાણે બોલવું – નિતો મવાનું વર્તત મીતમન્નાહનમાં હન (તમે જીતાયેલા છો, ભય વૃદ્ધિ પામે છે, માટે ન હણો, નહણો.) ચકીનું એ વચન સ્વીકારી તેઓ હંમેશા ભરતરાજાને ઘરે જમવા લાગ્યા અને સ્વાધ્યાય કરવા લાગ્યા. દેવતાઓની જેમ રતિમાં મગ્ન થયેલા અને પ્રમાદી એવા ચક્રવર્તી નિતો મવાનું વગેરે શબ્દને સાંભળવાથી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા–“અરે! હુંકષાયોથી જીતાએલો છું અને એ કષાયોથી જ ભય વૃદ્ધિ પામે છે, તેથી આત્માને હણો નહીં; એવી રીતે આ વિવેકીઓ મને નિત્ય સ્મરણ કરાવે છે; તો પણ અહો! મારું કેવું પ્રમાદીપણું અને કેવી વિષયલુબ્ધતા છે! ધર્મને વિષે મારું આ કેવું ઉદાસીનપણું! આ સંસારમાં મારે કેવો રાગ ! અને આ મારો મહાપુરુષને યોગ્ય એવો આચારનો કેવો વિપર્યય કહેવાય! આવા ચિંતવનથી સમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ એ પ્રમાદી રાજામાં ક્ષણવાર ધર્મધ્યાન પ્રવત્યું પરંતુ પાછા વારંવાર શબ્દાદિક ઈદ્રિયાઈમાં તે આસક્ત થવા લાગ્યા; કારણકે ભગફળકમને અન્યથા કરવાને કોઈ પણ સમર્થનથી. એક વખત રસોડાના ઉપરીએ આવી મહારાજાને વિજ્ઞપ્તિ કરી કે ભોજન કરનારા ઘણા થવાથી આ શ્રાવક છે કે અન્ય છે? એમ જાણવામાં આવતું નથી.” તે સાંભળી ભરતરાજાએ આજ્ઞા આપી કે તમે પણ શ્રાવક છો, માટે આજથી તમારે પરીક્ષા કરી ભોજન આપવું. પછી તેઓ સર્વને પૂછવા લાગ્યા કે તમે કોણ છો?' જો તેઓ કહે કે “અમે શ્રાવક છીએ તો તમારામાં શ્રાવકનાં કેટલાં વ્રત છે?' એમ પૂછતાં. તેઓ કહેતા કે “અમારે નિરંતર પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત છે.” એવી રીતે પરીક્ષા કરેલા શ્રાવકોને તેઓ ભરતરાજાને બતાવવા લાગ્યા, એટલે મહારાજા જ્ઞાન, દર્શન અને ચારિત્રના ચિહ્નવાળી ત્રણ રેખાઓ કાંકિણી રત્નથી ઉત્તરાસંગની જેમ તેમની શુદ્ધિને માટે કરવા લાગ્યા. એમ દરેક છ છ મહિને નવીન શ્રાવકોની પરીક્ષા કરીને કાંકિણી રત્નથી તેઓને Page #299 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વારા (280) શ્રાદ્ધદિનકૃત્ય. નિશાની કરતા હતા. ચિહ્નથી તેઓ ભોજન મેળવી ગિતો મવાનું ઇત્યાદિ પઠન ઊંચે સ્વરે કરવા લાગ્યા, તેથી તેઓ મદન એવા નામથી પ્રસિદ્ધ થયા. તેઓ પોતાના બાળકો સાધુઓને આપવા લાગ્યા. તેમાંથી કેટલાએક સ્વેચ્છાથી વિરક્ત થઈ વ્રત ગ્રહણ કરવા લાગ્યા અને પરિષહ સહન કરવાને અસમર્થ એવા કેટલાક શ્રાવકો થયા. કાંકિણી રત્નથી લાંછિત થયેલા તેઓને પણ નિરંતર ભોજન મળવા લાગ્યું. રાજાએ એ લોકોને ભોજન આપ્યું તેથી લોકો પણ તેમને જમાડવા લાગ્યા; કારણ કે પૂજિતે પૂજેલા સર્વથી પૂજાય છે. તેઓને સ્વાધ્યાય કરવા માટે ભરતે અરિહંતોની સ્તુતિ તથા મુનિ-શ્રાવકોના આચારોથી પવિત્ર એવા ચાર વેદ રચ્યા. સમય જતાં તેઓ માહનને બદલે બ્રાહ્મણ એવા નામથી પ્રસિદ્ધ બન્યા. કાંકિણીરત્નની રેખાઓ જનોઈ રૂપ થઈ. ભરત રાજાની ગાદીએ આવેલા સૂર્યયશા રાજાએ કાંકિણીરત્નના અભાવથી સુવર્ણની જનોઈ કરી. ત્યારબાદ મહાયશા વગેરે રાજાઓએ રૂપાની જનોઈ કરી. પછી સૂતરની જનોઈ થઈ. (૨૦૬-૨૦૧૭) वजाउहस्स रामेणं, जहा वच्छल्लयं कयं । ससत्ति अणुरूवं तु, तहा वच्छल्लयं करे ॥२०८॥ કોઈને રાજાએ પકડ્યો હોય ઇત્યાદિ આપત્તિ આવી હોય તો એ આપત્તિમાંથી ઉદ્ધાર કરવારૂપ સાધર્મિક વાત્સલ્યને જ દષ્ટાંત સહિત કહે છે-- જેવી રીતે શ્રી રામચંદ્રજીએ વજાયુધ રાજાનું સાધર્મિક વાત્સલ્ય કર્યું હતું તે રીતે શ્રાવક પોતાની શક્તિ પ્રમાણે સાધર્મિક વાત્સલ્ય કરે. સાધર્મિક ભક્તિમાં શ્રી રામચંદ્રજીનું દષ્ટાંત જે વખતે શ્રીરામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી સીતાજી વનવાસ કરી રહ્યા હતા તે વખતનું આ દષ્ટાંત છે. એક વખતે એ ત્રણે જંગલમાં ચાલ્યા જતા હતા. ચાલતાં ચાલતાં શ્રી સીતાજી થાકી ગયા. આથી વિશ્રામ લેવા માટે એ ત્રણે એક વડની નીચે બેઠા. શ્રીરામચંદ્રજીએ ત્યાં ચારે બાજુ દષ્ટિ કરી. પછી તેમણે શ્રીલક્ષ્મણજીને કહ્યું : આ પ્રદેશ કોઈના ભયથી હમણાં જ ઉજ્જડ થઈ ગયો લાગે છે. કારણ કે આ વાડીઓ પાણીથી ભીની છે, ખેતરો શેરડીના સાંઠાઓથી ભરેલાં છે, ખળાંઓ અન્નથી ભરેલાં છે. એટલામાં કોઈ પુરુષત્યાંથી પસાર થયો. શ્રીરામચંદ્રજીએ તેને આ પ્રદેશ ઉજ્જડ થવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું: આ અવંતી દેશ છે. તેમાં અવંતી નગરી છે. અવંતિનગરીમાં સિહોદર નામનો રાજા રાજ્ય કરે છે. આ જ દેશમાં દશાંગપુર નગરમાં વાયુધ રાજા રાજ્ય કરે છે. તેનું બીજું નામ વજકર્ણ છે. તે રાજા સિંહોદર રાજાના તાબામાં છે. વજાયુધ રાજાએ એક વખત જૈનમુનિના ઉપદેશથી જૈનધર્મનો સ્વીકાર કર્યો. આથી અરિહંતદેવ અને જૈન સુસાધુ સિવાય બીજા કોઈને હું નમીશ નહિ એવો અભિગ્રહર્યો. એક વખત સિંહોદર રાજાની પાસે જવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. આથી તેને વિચાર આવ્યો કે મારે અરિહંતદેવ અને જૈન સાધુ સિવાય બીજા કોઈને નહિ નમવાનો નિયમ છે. સિંહોદર રાજાને મારે નમવું પડશે. જો નહિ નમીશ તો તે મારો વેરી થશે, અને મને હેરાન કરશે. આમ વિચારીને તેણે નિયમ ન ભાંગે અને સિંહોદર વૈરી પણ ન બને એવો ઉપાય શોધી કાઢ્યો. તેણે હાથની વીંટીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મણિમય પ્રતિમા જડાવી. પછી જ્યારે જ્યારે સિંહોદર રાજાની પાસે જાય ત્યારે ત્યારે સિહોદર રાજાની સામે નમસ્કાર કરતો હતો, પણ મનમાં લક્ષ્ય વીંટીમાં રહેલ પ્રતિમાજીનું રાખતો હતો. આથી ભાવથી જિનપ્રતિમાને જ નમસ્કાર થાય અને સિંહોદર રાજા સમજે કે આ મને નમસ્કાર કરે છે. વાયુધ રાજા આ રીતે પોતાના નિયમનું પાલન કરતો હતો. Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (281) પંદરમું ભોજન દ્વાર કોઈ દુષ્ટપુરુષને આની ખબર પડી ગઈ. આથી તેણે સિંહોદર રાજાને વાત કરી. આથી સિંહોદર રાજા વજાયુધ રાજા ઉપર કોપાયમાન થયો. હવે તેણે વજાયુધને અને તેના પરિવાર વગેરેને મારવાનો નિર્ણય કર્યો. પછી તેણે મોટા સૈન્ય સહિત દશાંગપુર આવીને નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. પછી દૂત મોકલાવીને વજાયુધને કહેવડાવ્યું કે તે પ્રણામ કરવામાં માયા કરીને મને છેતર્યો છે. આથી હવે આંગળીમાં વીંટી પહેર્યા વિના આવીને મને પ્રણામ કર. નહિ તો કુટુંબ સહિત તને મારી નાખીશ. વજાયુધે કહેવડાવ્યું કે મારે અરિહંત દેવ અને જૈન સાધુ વિના બીજાને નમસ્કાર નહિ કરવાનો નિયમ હોવાથી હું આમ કરું છું. મને પરાક્રમનું અભિમાન નથી પણ ધર્મનું અભિમાન છે. આથી આપ નમસ્કાર સિવાય મારું બધું જ લઈ લો અને મને ધર્મદ્ગાર આપો, જેથી હું ધર્મ માટે બીજે ચાલ્યો જાઉં. ધર્મજ મારું ધન થાઓ. વજાયુધે આ પ્રમાણે કહેવડાવ્યું તો પણ તેણે ન માન્યું. હજી તેનગરીને ઘેરો ઘાલીને રહેલો છે, અને દેશને લૂંટી રહ્યો છે. તેના ભયથી આ પ્રદેશ ઉજ્જડ થઈ ગયો છે. આ સમાચાર સાંભળી શ્રીરામચંદ્રજી સાધર્મિક શ્રી વજાયુધને મદદ કરવાદશાંગપુર આવ્યા. ત્યાં નગરની બહાર રહેલા જિનમંદિરમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં દર્શન-વંદન કર્યા. પછી શ્રી લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું: હે સ્વામી! મને આજ્ઞા કરો કે જેથી ભોજન લઈ આવું. શ્રીરામચંદ્રજીએ કહ્યું: વજાયુધ રાજા આવી સ્થિતિમાં છે એ આપણા જાણવામાં આવ્યું છે. તેથી હમણાં આપણે ભોજન કરવું એ યોગ્ય નથી. એને આ સંકટમાંથી મુક્ત ર્યા પછી જ ભોજન કરવું યોગ્ય છે. શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી શ્રીલક્ષ્મણજી સિંહોદર રાજાને સમજાવવા મોકલ્યા. સમજાવવા છતાં અભિંસાની સિંહોદર રાજા સમજ્યો નહિ. આથી બંને વચ્ચે યુદ્ધ થયું. તેમાં શ્રી લક્ષ્મણજીએ બાહુબળીથી સિંહોદરને તેના જ વસ્ત્રથી પશુની જેમ ગળામાંથી બાંધી લીધો. પછી ગાયની જેમ ખેંચીને શ્રી રામચંદ્રજી પાસે લઈ ગયા. પછી વજાયુધ રાજા પણ ત્યાં આવ્યો. વજાયુધ અરિહંત દેવ અને જૈન સાધુ સિવાય બીજાને પ્રણામ નહિ કરવાના મારા દઢ નિયમને સિહોદર રાજા સહન કરે એ કબૂલાત કરાવીને છોડી દેવા માટે શ્રી રામચંદ્રજીને વિનંતી કરી. શ્રી રામચંદ્રજીએ તેમ કર્યું. શ્રી રામચંદ્રજીનાઆપત્તિમાં આવેલા સાધર્મિકને સહાય કરવાના આ પ્રસંગને સાંભળીને શ્રાવકોએ અવસરે પોતાની શક્તિ પ્રમાણે આવી ભક્તિ કરવી જોઈએ. સાધર્મિક ભક્તિ સંબંધી વિવેચન સાધર્મિક સંબંધની દુર્લભતા અત્યાર સુધીમાં અનંતા જીવો સાથે અનંતા સંબંધો થઈગયા. કારણકે અત્યાર સુધીમાં આપણા અનંતા જન્મ-મરણો થઈ ગયા છે. દરેક જીવની સાથે પિતા-પુત્ર, માતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ–ભાઈ, ભાઈ– બહેન, કાકા-ભત્રીજો, સ્વામી-નોકર વગેરે બધા સંબંધો પ્રાય: અનંતીવાર થઈ ગયા છે. એક ભવમાં જેનો જે પિતા હતો તે પછીના ભવમાં તે તેનો પુત્ર બન્યો. એક ભવમાં જે જેની માતા હતી તે પછીના ભવમાં તેની તે પત્ની બની. આમ અનેક રીતે પ્રાય: બધા સંબંધો બધા જીવો સાથે થઈ ગયા છે. આથી સંસારના સંબંધો દુર્લભ નથી. સાધર્મિકનો સંબંધ બહુજ દુર્લભ છે. કેમકે સામો અને આપણે એ બંને ધર્મ પામેલા હોઈએ તો સાધર્મિકનો સંબંધ થાય. સામો ધર્મ પામેલો હોય પણ આપણે ધર્મ પામેલાન હોઈએ તો સાધર્મિક સંબંધન થાય તે રીતે આપણે ધર્મપામેલા હોઈએ પણ સામો-બીજો ધર્મ પામેલો ન હોય તો સાધર્મિક સંબંધ ન થાય. જ્યારે બંને ધર્મ પામેલા હોય અને બંનેનો યોગ થાય તો સાધર્મિક સંબંધ થાય. સંસારમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ હોવાથી સાધર્મિક સંબંધ પણ દુર્લભ છે. સાધર્મિકનો સંબંધ થયા પછી શક્તિ હોવા છતાં જેઓ સાધર્મિક ભક્તિ કરતા નથી તેઓ આમનુષ્ય જન્મને હારી Page #301 -------------------------------------------------------------------------- ________________ 282 પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય જાય છે. આથી જ મહાપુરુષોએ કહ્યું છે કે – “જેમણે જિનેશ્વર દેવને દયમાં ધારણ કર્યાનથી, જેમણે દીનનો ઉદ્ધાર ક્ય નથી, જેમણે સાધર્મિકની ભક્તિ કરી નથી, તે મનુષ્યભવને હારી જાય છે.” સાધર્મિક વાત્સલ્યનું મહત્ત્વ જૈનધર્મમાં સાધર્મિક વાત્સલ્યનું મહત્ત્વ ઘણું છે. પણ તે મહત્ત્વતેને જ સમજાય કે જેને જિનધર્મનું મહત્ત્વ સમજાય. કારણ કે સાધર્મિકનો સંબંધ ધર્મના કારણે છે. જેને ધર્મનું મહત્ત્વન સમજાય તેને ધર્મને બતાવનાર દેવગુરુ ઉપર અને ધર્મ કરનારાઓ ઉપર વાસ્તવિક પ્રેમ ન જાગે. જેને ધર્મનું મહત્ત્વ સમજાય છે, તેને પોતાના કુટુંબ કરતાં પણ સાધર્મિક ઉપર અધિક પ્રેમ હોય. એ સમજતો હોય છે કે કુટુંબના પાલન-પોષણથી સંસારની વૃદ્ધિ થવાથી મારું દુ:ખ વધે છે, જ્યારે સાધર્મિક ભક્તિથી સંસારની હાનિ થવાથી મારું સુખ વધે છે. સાધર્મિક વાત્સલ્યનું મહત્ત્વ જણાવતાં મહાપુરુષોએ કહ્યું છે કે- “બુદ્ધિરૂપી ત્રાજવાના એક પલ્લામાં સર્વધર્મો મૂકવામાં આવે અને બીજા પલ્લામાં સાધર્મિક વાત્સલ્ય મૂકવામાં આવે તો બંને પલ્લા સમાન થાય.' આનો ભાવ એ છે કે – એક મનુષ્ય સર્વ ધર્મોનું આરાધન કરે છે અને બીજો મનુષ્ય સાધર્મિક વાત્સલ્ય કરે તો બંનેને સમાન લાભ થાય. આ વાત ટાઢા પહોરના ગપ્પા નથી, કિંતુ અનંતજ્ઞાનીઓએ કહેલી હોવાથી પરમ સત્ય છે. આનું કારણ એ છે કે– કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણથી સમાન લાભ મળે છે. સાધર્મિક વાત્સલ્ય કરનાર સઘળા સાધર્મિકોના ધર્મની અનુમોદના કરે. દરેક સાધર્મિકમાં જુદો જુદો વિશેષ ધર્મ હોય છે. જેમકે કોઈ સાધર્મિકમાં તપધર્મ વિશેષ હોય છે, કોઈ સાધર્મિકમાં કિયાધર્મ વિશેષ રૂપે હોય, કોઈ સાધર્મિમાં દેવભક્તિ વિશેષરૂપે હોય. સાધર્મિક ભક્તિ કરવાથી બધા જ ધર્મોની અનુમોદના થાય. અનુમોદનાથી એ બધા ધર્મોનો લાભ મળે છે. સાધર્મિક વાત્સલ્યના પ્રકારો સાધર્મિવાત્સલ્ય એટલે સાધર્મિક ભક્તિ. ભક્તિના અનેક પ્રકારો છે. આજે ઘણા સાધર્મિક વાત્સલ્ય એટલે સાધર્મિકને જમાડવા એટલો જ અર્થકરે છે, પણ એ અજ્ઞાનતા છે. સાધર્મિકને જમાડવાએ સાધર્મિક ભક્તિ છે એમાં જરાય ના નથી. પણ એ જ સાધર્મિક ભક્તિ છે એવું નથી. જેમ (૧) સાધર્મિકને જમાડવા એ સાધર્મિક ભક્તિ છે તેમ (૨) વસ્ત્રો વગેરે આપીને સન્માન કરવું, (૩) આપત્તિમાં મૂકાયેલા સાધર્મિકની આપત્તિદૂર કરવી, (૪) અંતરાયકર્મના ઉદયથી જેની લક્ષ્મી ચાલી ગઈ છે, તેને તેના ઉપાયોથી પગભર કરવા, (૫) અંતરાયર્મના ઉદયથી જે સાધર્મિક પ્રથમથી જ ગરીબ હોય તેને તેની આજીવિકા સારી રીતે થાય તેવો પ્રયત્ન કરવો વગેરે પણ સાધર્મિક ભક્તિ છે. સાધર્મિકને જમાડવા આદિથી ભક્તિ કરવાનું જણાવતાં મહાપુરુષોએ કહ્યું છે કે – “પુત્ર આદિનો જન્મ, વિવાહ, વગેરે સાંસારિક પ્રસંગો અને તપની પૂર્ણાહુતિ, જિનમહોત્સવ વગેરે ધાર્મિક પ્રસંગોમાં સાધર્મિકોને આમંત્રણ આપીને શક્તિ મુજબ ભોજન કરાવીને વસ્ત્રો આદિ આપીને સન્માન કરવું.” વાત્સલ્યના ચાર પ્રકાર આર્થિકસ્થિતિથી નબળા ગણાતા સાધર્મિકોની ભક્તિમાં કુમારપાળ મહારાજાનું દટાંત પ્રેરક છે. તેઓ જિનધર્મ પામ્યા પછી ૧૪વર્ષ સુધી જીવ્યા. આ ૧૪વર્ષદરમ્યાન તેમણે ૧૪ કોડ ધનનો સાધર્મિક ભક્તિમાં વ્યય કર્યો. તથા રાજ્યમાં જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ હતી ત્યાંત્યાં શ્રાવકોને રાખ્યા. મહેલમાંકે ઘરકામમાં પણ પહેલી પસંદગી નિર્ધન શ્રાવકોની કરતા હતા, અને તેમને સારો પગાર આપતા હતા. તેમણે ઘણા શ્રાવકોને વેપાર આદિમાં Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર જોડીને સુખી બનાવ્યા હતા. કારણકે તેઓ સમજતા હતા કે ઉપકાર વાત્સલ્ય વગેરે વાત્સલ્યથી આત્માનું કલ્યાણ ન થાય, કિંતુ સાધર્મિક વાત્સલ્યથી જ આત્માનું કલ્યાણ થાય. 283 વાત્સલ્યના ઉપકાર વાત્સલ્ય, અપકાર વાત્સલ્ય, સ્નેહ વાત્સલ્ય, અને સાધર્મિક વાત્સલ્ય એમ ચાર પ્રકાર છે. મારા ઉપર ઉપકાર કરશે એવી ભાવનાથી શ્રીમંત, શેઠ, ઓફિસર વગેરેનું વાત્સલ્ય કરવું એ ઉપકાર વાત્સલ્ય છે. મારા ઉપર અપકાર કરશે, મને દુ:ખ આપશે, મને મુશ્કેલીમાં મૂકશે વગેરે આશયથી ભયથી દુર્જન વગેરેનું વાત્સલ્ય કરવું એ અપકાર વાત્સલ્ય છે. સ્નેહના કારણે સ્વજન આદિનું વાત્સલ્ય કરવું એ સ્નેહ વાત્સલ્ય છે. ઉપકાર આદિના આશય વિના માત્ર ધર્મબુદ્ધિથી શ્રીમંત–ગરીબ આદિના ભેદભાવ વિના સાધર્મિકનું વાત્સલ્ય કરવું તે સાધર્મિક વાત્સલ્ય છે. પ્રથમ ત્રણ વાત્સલ્યમાં ધર્મબુદ્ધિ ન હોવાથી તે વાત્સલ્યો નિરર્થક છે. સાધર્મિક વાત્સલ્ય જ સાર્થક છે. ન સાધર્મિક પ્રેમ અને ઉદારતા વિના સાધર્મિકવાત્સલ્ય ન થઈ શકે શ્રીમંતોએ કુમારપાળ વગેરેનાં દષ્ટાંતોથી પ્રેરણા લઈને આપણે દરવર્ષે સાધર્મિકભક્તિમાં ઓછામાં ઓછા આટલા ધનનો વ્યય કરવો જ જોઈએ એમ નિર્ણય કરવો જોઈએ. કુમારપાળ મહારાજા જેવા સાધર્મિક ભક્તિ કરે તો આપણે કેમ ન કરીએ ? કદાચ કોઈ એમ વિચારે કે એ તો રાજા હતા. તેમની પાસે ધન ઘણું હતું. અમારી પાસે આટલું ધન ક્યાં છે ? તો તેમણે એ સમજવાની જરૂર છે કે – રાજા જેટલું ધન ભલે ન હોય, પણ જેટલું છે તેમાંથી શક્તિ પ્રમાણે અમુક ધનનો વ્યય ન કરી શકાય? પણ એ ક્યારે બને ? પૈસા હોય એટલા માત્રથી કંઈ સાધર્મિકભક્તિ થઈ શકે ? ઓછા પૈસા હોય, ગરીબ હોય તો પણ સાધર્મિભક્તિ થઈ શકે. એટલે સાધર્મિકભક્તિ કરવા માટે મુખ્ય કઈ વસ્તુ જોઈએ ? સાધર્મિકભક્તિ કરવા માટે ધન ગૌણ વસ્તુ છે. મુખ્ય તો સાધર્મિક પ્રેમ અને ઉદારતા જોઈએ. માણસ આમ ઉદાર હોય પણ સાધર્મિકનું મહત્ત્વ ન સમજાયું હોય અને તેથી સાધર્મિક પ્રત્યે પ્રેમ ન હોય તો એની ઉદારતાનો ઉપયોગ ક્યાં થાય ? ઉદાર માણસ પોતાની ઉદારતા કર્યા વિના ન રહે. એટલે ઉદાર પણ જો જૈન ધર્મ ન પામેલો હોય તો એની લક્ષ્મી બીજા માર્ગે ખર્ચાય. હવે સાધર્મિક પ્રેમ હોય, લક્ષ્મી હોય, પણ ઉદારતા ન હોય તો ? ઉદારતાને કોણ રોકે છે ? ધનની મૂર્છા. ધનની મૂર્છા એવી છે કે સાધર્મિકપ્રેમવાળા ધનવાનને પણ સાધર્મિભક્તિમાં ધન ખર્ચવાનો ઉલ્લાસ ન જાગવા દે. ઘણું ધન હોવા છતાં કૃપણ સાધર્મિકભક્તિ ન કરી શકે, અને થોડું ધન હોવા છતાં ઉદાર સાધર્મિકભક્તિ કરી શકે. એટલે સાધર્મિકભક્તિમાં મુખ્યતા કોની ? ઉદારતાની. પુણિયા શ્રાવક પાસે લક્ષ્મી કેટલી હતી ? છતાં રોજ સાધર્મિકભક્તિ કરતો હતો ને ? કેમ ? તેનામાં સાધર્મિક પ્રેમ અને ઉદારતા એ બંને હતા. અલબત્ત, ગૃહસ્થ ધનમૂર્છાથી તદ્દન રહિત હોય એ ન બને. પણ વિવેકી ગૃહસ્થ અને એમાં પણ વિવેકી જૈનની મૂર્છા એવી ન હોવી જોઈએ કે જેથી છતી શક્તિએ પણ બિલકુલ સાધર્મિકભક્તિથી વંચિત રહે. અમે શું કરીએ ? અમે સંસારમાં બેઠા છીએ, અમારે બધું જોવું પડે, અમે કેટલા ઠેકાણે પહોંચીએ ? આ જ કહ્યા કરે અને મૂર્છાને વશ બનીને છતી શક્તિએ પણ સાધર્મિકભક્તિ પ્રત્યે આંખ આડા કાન કરે તો હૈયામાં જે થોડો ઘણો સાધર્મિક પ્રેમ જાગ્યો હોય તેને પણ જતા વાર ન લાગે. ધર્મપ્રેમ-સાધર્મિકપ્રેમ બંને સાથે જ રહે જ્યાં સાધર્મિક પ્રેમ ન હોય ત્યાં સાચો ધર્મપ્રેમ પણ ન હોય. કારણ કે ધર્મપ્રેમ અને સાધર્મિકપ્રેમ એ બંને એક બીજા વિના હોય નહિ. કોઈ કહે કે મને સાધર્મિક પ્રત્યે પ્રેમ નથી પણ ધર્મ પ્રત્યે પ્રેમ છે તો માનવું કે એનું કહેવું ખોટું છે. ત્યારે કોઈ એમ કહે કે મને સાધર્મિક પ્રત્યે પ્રેમ છે પણ ધર્મ પ્રત્યે પ્રેમ નથી તો તેનું કહેવું પણ ખોટું જ છે. આકાશમાં સૂર્ય Page #303 -------------------------------------------------------------------------- ________________ 284 પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય હોય અને આછો પણ પ્રકાશન હોય એ બને નહિ. પ્રકાશ હોય અને આકાશમાં સૂર્યન હોય એ બને નહિ. જેમ સૂર્ય અને તેનો પ્રકાશ એ બંને એક બીજા વિના ન હોય, તેમ ધર્મપ્રેમ અને સાધર્મિક પ્રેમ એક બીજા વિના ન હોય. . દયા અને ઉદારતા વિના અનુમાન થઈ શકે જેમ સાધર્મિકની ભક્તિમાં સાધર્મિક પ્રેમ અને ઉદારતાની મુખ્યતા છે, તેમ દીન-દુ:ખી જીવોની અનુકંપામાં પણ ભાવદયા ( દુ:ખીને જોઈને તેના દુ:ખને દૂર કરવાની હાર્દિક ભાવના) અને ઉદારતાની મુખ્યતા છે. એ બેમાં પણ ઉદારતાની મુખ્યતા છે. કારણ કે ભાવદયા હોવા છતાં ઉદારતા નહોય- ધનની મૂર્છા હોય તો શક્તિ પ્રમાણે અનુપાન થઈ શકે. ધનની મૂચ્છ એવો દુર્ગુણ છે કે જેની હયાતિમાં ઉદારતાદિ ગુણો આવે નહિ, અને આવેલા, પણ દયાભાવ વગેરે ગુણો જતા રહે. ધારો કે એક મનુષ્યમાં ભાવદયા છે, એટલે કે દુ:ખીના દુ:ખને દૂર કરવાની ભાવના છે, પણ ધનની મૂચ્છના કારણે ભાવદયાને અમલમાં મૂક્તો નથી. એટલે દ્રવ્યહ્યા કરતો નથી, તો તે દિવસે તેનું પરિણામ એ આવે કે તેના હૈયામાં જાગેલી ભાવદયા જતી રહે. હૈયું જે થોડું કોમળ બન્યું હતું તે કઠોર બની જાય. અને જ્યાં હૈયું કઠોર બને એટલે ધર્મક્યાં રહે? ધર્મી અને હૈયું કઠોર હોય = ભાવદયાથી રહિત હોય એ કદી બને નહીં. આથી જ મહાપુરુષોએ સ્પષ્ટ કહ્યું છે કે __दीनहीनं जनं दृष्टा कृपा यस्य न जायते । सर्वज्ञभाषितो धर्मस्तस्य हृदि न विद्यते ॥ “દીન અને ગરીબને જોઈને જેના હૃદયમાં ધ્યાનથી તેના હૃદયમાં સર્વજ્ઞ ભગવાને કહેલો ધર્મ પણ નથી.” આથી ધર્મી આત્માએ બહુ સાવધ રહેવું જોઈએ. ધર્મી આત્મામાં ધનની મૂચ્છહોય એની ના નહીં, પણ જો ધર્મી સાવધાન રહે અને ધનની મૂચ્છને પંપાળે તો જતે દિવસે દયાહીન અને સાધર્મિક પ્રેમ રહિત બનીને ધર્મને ખોઈ નાખે. પછી કદાચ પૂર્વના અભ્યાસના કારણે ધર્મક્રિયા કરતો હોય તો પણ ધર્મના પરિણામ ન હોય. આથી ધર્મએ નિર્ણય કરવો જોઈએ કે તિજોરીને ખાલીનકરીએ તો પણ તિજોરીને પંપાળવી તો નહીં. તિજોરીને પંપાળીએ તો ધર્મરહિત બની જઈએ, અને ધર્મ રહિત બની જઈએ તો સંસારમાં રખડી જઈએ. વિશિષ્ટ સાધર્મિકની ભક્તિ જેમ આપત્તિમાં આવેલા સાધર્મિકની આપત્તિ દૂર કરીને અને ગરીબ સાધર્મિકની આર્થિક સહાયથી સાધર્મિક ભક્તિ કરવી જોઈએ, તેમ વિશિષ્ટ ધર્મ કરનારા સાધર્મિકની પણ ભોજન-પહેરામણી આદિથી ભક્તિ કરવી જોઈએ. જેમકે – કોઈ વિશિષ્ટ તપસ્વી હોય, કોઈ દીક્ષાની ભાવનાવાળો હોય, કોઈ યુવાનીમાં બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરે, કોઈ પ્રતિકમણ વગેરે ક્રિયામાં રુચિ હોવાથી પ્રતિક્રમણ વગેરે ક્ષિા બીજાઓ કરતાં વધારે સારી રીતે અને ઉલ્લાસથી નિયમિત કરતો હોય, કોઈ જિનભક્તિમાં રુચિ હોવાથી બીજાઓ કરતા વધારે સારી રીતે અને ઉલ્લાસથી નિયમિત જિનભક્તિ કરતો હોય, કોઈ ખૂબ કાળજીથી વેયાવચ્ચ કરતો હોય, કોઈ વ્રતધારી હોય, પાઠશાળાના શિક્ષક-શિક્ષિકાઓ વગેરે જે જે સાધર્મિમાં જે જે વિશિષ્ટ ગુણો હોય તે લક્ષ્યમાં રાખીને એ ગુણોની અનુમોદના નિમિત્તે તે તે સાધર્મિકને આમંત્રણ આપીને ઘરે જાતે જમાડીને પહેરામણી આદિ આપીને તેનું બહુમાન કરવું જોઈએ. આનાથી ઘણા લાભ થાય. (૧) પોતાને અનુમોદના દ્વારા એના ધર્મનો પણ લાભ મળે. (૨) જિનાજ્ઞાનું પાલન થાય. (૩) જેનું બહુમાન કરવામાં આવે તે ધર્મમાં સ્થિર થાય, કે આગળ વધે. (૪) બીજા લઘુ કર્મી ભવ્ય જીવો આવું જોઈને ધર્મમાં જોડાય. (૫) શાસનની પ્રભાવના થાય. આ રીતે વિશિષ્ટ ધર્મ કરનારા સાધર્મિકની ભક્તિ કરવાથી ઘણા લાભો થાય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (285) પંદરમું ભોજન દ્વાર સાધર્મિક ભક્તિ પ્રત્યે ઉપેક્ષાભાવ ન થવો જોઈએ વર્તમાનકાળની દૃષ્ટિએ વિચાર કરીએ તો આજે સાધર્મિક ભક્તિ તરફ જૈનોનું જેટલું લક્ષ્ય હોવું જોઈએ તેટલું લક્ષ્ય નથી. વિશિષ્ટ રીતે સાધર્મિક ભક્તિ તો શ્રીમંતો કરી શકે. ગરીબો કે મધ્યમ સ્થિતિના માણસો સાધર્મિક ભક્તિન જ કરી શકે એમ નહિ, તેઓ પણ પોતાની શક્તિ, ભાવના અને સંયોગ પ્રમાણે સાધર્મિક ભક્તિ કરી શકે, પણ શ્રીમંતો જેટલી વિશિષ્ટતાથી કરી શકે તેટલી વિશિષ્ટતાથી સામાન્ય સ્થિતિના કે મધ્યમસ્થિતિના માણસો ન કરી શકે. શ્રીમંતો સાધર્મિક ભક્તિ તરફ જેટલું લક્ષ્ય આપવું જોઈએ તેટલું આપતા નથી. પહેલી વાત તો એ છે કે શ્રીમંતો પોતાની શક્તિ પ્રમાણે ધર્મમાં જેટલો ખર્ચ કરવો જોઈએ તેટલો પ્રાય: કરતા નથી. એટલે કે પોતાની શક્તિ ગોપવે છે. હવે ધર્મમાં જે ધન વ્યય કરે છે, તેમાં પણ જે રીતે ધન વ્યય કરવો જોઈએ તે રીતે વિવેકથી ધનવ્યય કરનારા ઓછા છે, એમ મને લાગે છે. શ્રાવકે ધનવ્યય કેવી રીતે કરવો એ અંગે મહાપુરુષોએ કહ્યું છે કે જે વખતે જે ક્ષેત્ર સીદાતું હોય તે વખતે તે ક્ષેત્ર તરફ લક્ષ્ય રાખીને તેમાં ધનનો અધિક વ્યય કરવો જોઈએ. ધર્મમાં ધન ખર્ચવાના જિનભક્તિ, ગુરભક્તિ, સાધર્મિક ભક્તિ, અમારી પ્રર્વતન, અનુકંપાદાન, ઔચિત્યદાન, ઉપધાન તપ, ઉજમણું, જિનમહોત્સવ, છરી પાલતો સંઘ વગેરે અનેક પ્રકારો છે. શ્રીમંતોએ ક્યારે ક્યા ક્યા પ્રકારના ધર્મમાં ધન ખર્ચવાથી અધિક લાભ થાય તે રીતે વિચારીને ધનનો સદુપયોગ કરવો જોઈએ. તથા કોઈ એક પ્રકારમાં જ ધનનો ખર્ચ કરીને બીજા પ્રકારોની ઉપેક્ષા ન કરતા બીજા પ્રકારોમાં પણ ઉચિત રીતે ધનનો ખર્ચ કરવો જોઈએ. કોઈ શ્રાવક માટે એવું પણ બને છે કે કોઈ અમુક પ્રકારમાં ધનનો વ્યય કરીને બીજા પ્રકારો તરફ ઉપેક્ષા સેવવામાં આવે છે. જેમ કે ઉપધાન, ઉપધાનની માળ, છરી પાલતો સંઘ, ઉજમણું, જિન મહોત્સવ વગેરેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરનારા સાધર્મિક ભક્તિ અને અનુકંપા વગેરેમાં કેટલો ખર્ચ કરે છે તે વિચારણીય છે. ઉપધાન વગેરે અનુષ્ઠાનો ન કરાવવા એમ નહિ, પણ તે દરેકમાં સાધર્મિક ભક્તિ વગેરેને પણ ન ભૂલવા જોઈએ. ઉપધાન વગેરે દરેક પ્રસંગે જેટલો ખર્ચ થાય તેના હિસ્સા પ્રમાણે સાધર્મિક ભક્તિ વગેરેમાં પણ ખર્ચ કરવો જોઈએ. જેમ કે – ઉપધાનમાં એક લાખ રૂપિયાનો સદુપયોગ કરનારે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાનો ગરીબ સાધર્મિકોની ભક્તિમાં, તે પ્રમાણે અમુક પ્રમાણમાં જીવદયામાં અને અનુકંપાદાનમાં સદુપયોગ કરવો જોઈએ. જેનશાસનમાં અનેકાંતવાદ છે જો કે આજે કેટલાક જ્યારે સાધર્મિકો ભૂખે મરે છે, ગરીબો અન્ન માટે ટળવળે છે ત્યારે ઉજમણા, ઉપધાનો, ઉત્સવો વગેરે ધર્મના ઠઠારા શા? આ બધું બંધ કરીને ગરીબોને અને સાધર્મિકોને સહાય કરો વગેરે કહીને ધર્મનાં અનુષ્ઠાનોની અવગણના કરે છે. આવું બોલનારા ધર્મનાં મર્મને પામ્યા નથી. જીવો દુ:ખી હોય, સાધર્મિકો ગરીબ હોય એટલા માત્રથી ધર્મનાં અનુષ્ઠાનો બંધ ન થાય. દુ:ખી જીવો ન હોય એવો ક્યો કાળ છે? બધા જ કાળમાં ઓછાવત્તા અંશે દુ:ખી જીવો અને ગરીબ સાધર્મિકો રહેવાના. એટલે દુ:ખી જીવો અને ગરીબ સાધર્મિકો હોવા માત્રથી જો ધર્મનાં અનુષ્ઠાનો ન થઈ શકે તો ક્યારેય ધર્મનાં અનુષ્ઠાનો ન થઈ શકે. ત્યારે ભગવાને એમ પણ નથી કહ્યું કે પહેલાં ગરીબ જીવોની અનુકંપાકરવી, ગરીબ સાધર્મિકોને મદદ કરવી, પછી મહોત્સવ વગેરે કરવું. કોઈ જીવ દુઃખી ન રહે અને કોઈ સાધર્મિક ગરીબન રહે ત્યારે જ જિનમહોત્સવ વગેરે ધર્મ અનુષ્ઠાન કરવાં એમ કહ્યું નથી. ત્યારે શું કહ્યું છે? એ જ કે શ્રાવકે જિન મહોત્સવ વગેરે શાસન પ્રભાવક કાર્યો કરવા જોઈએ, અને સાથે સાથે અનુકંપા દાન વગેરે પણ કરવું જોઈએ. . ધર્મ એ પ્રાણ છે, તો, ધર્મનાં અનુષ્ઠાનો ધર્મરૂપ પ્રાણને રહેવાનું શરીર છે. શરીર વિના પ્રાણ ન ટકે તેમ Page #305 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય ધર્મનાં અનુષ્ઠાનો વિના ધર્મ ન ટકે. સાધર્મિકો ગરીબ છે માટે જિન મહોત્સવ વગેરે અનુષ્ઠાનો ન કરવું એમ કહેવું ઉચિત નથી. જૈન શાસનમાં અનેકાંતવાદનો સિદ્ધાંત છે. સાધર્મિક ભક્તિ જ કે અનુકંપાદાન જ કરવું, જિન. મહોત્સવ વગેરે અનુષ્ઠાનો ન કરવાં એ એકાંતવાદ છે, તે પ્રમાણે જિનમહોત્સવ વગેરે અનુષ્ઠાનો જ કરવાં સાધર્મિક ભક્તિ વગેરે ન કરવું એ પણ એકાંતવાદ છે. જિન મહોત્સવ વગેરેની સાથે સાધર્મિકભક્તિ વગેરે કરવું એ અનેકાંતવાદ છે. જેમ જમણવારમાં મિષ્ટાન્ન વગેરે ભોજન સાથે શાક વગેરે હોય તો જમણવાર સારો બને, તેમ જિનમહોત્સવ વગેરે સાથે સાધર્મિકભક્તિ વગેરે થાય તો જિનમહોત્સવ વગેરે દીપી ઉઠે. 286 પૂર્વે થઈ ગયેલા શાસન પ્રભાવક પુણ્યશાળી શ્રાવકોનાં દષ્ટાંતો વિચારીશું તો તેમના જીવનમાં આ બેનો (જિનમહોત્સવ વગેરે અને સાધર્મિકભક્તિ વગેરે એ બેનો) સુમેળ હતો એ જણાઈ આવશે. વસ્તુપાળ મંત્રીએ અનેક તીર્થયાત્રાઓ, અનેક સંઘો, અનેક પ્રતિષ્ઠાઓ, અનેક જિનબિંબો, અનેક જિનમહોત્સવો વગેરે કરાવીને તેમાં કરોડો રૂપિયાનો સદુપયોગ કર્યો હતો, પણ સાથે દીન-દુ:ખી જીવો માટે મફત ઔષધાલયો, ભોજનશાળાઓ વગેરે, યાત્રાળુઓ અને મુસાફરોને અનુકૂળતા રહે એ માટે ધર્મશાળાઓ, પરબો વગેરેમાં પણ ખૂબ ખૂબ ધન વ્યય કર્યો હતો. આથી તે વખતે જૈનશાસનની ખૂબ જ પ્રભાવના થઈ હતી. ઠેર ઠેર ‘જૈન જયતિ શાસનમ્' એ નાદ · ગુંજતો હતો. લુચ્ચાના કારણે લાયકની અવગણના-ઉપેક્ષા ન થાય જ્યારે સાધર્મિકભક્તિની વાત આવે છે ત્યારે ઘણા કહે છે કે આજે માગવા આવનારા સાધર્મિકો લુચ્ચાઈ કરે છે, એમને માગવાની ટેવ પડી ગઈ હોય છે, મળેલા પૈસાનો દુરુપયોગ કરે છે. માગવા આવનારા બનાવટી હોય છે. આવું કહેનારે નીચેની બાબતો ઉપર બરોબર લક્ષ્ય રાખવાની જરૂર છે. ન (૧) માગવા આવનારા કે મદદ લેનારા બધા લુચ્ચા કે બનાવટી હોતા નથી. કોઈ લુચ્ચા કે બનાવટી પણ હોય. કોઈ લુચ્ચા કે બનાવટી હોય તેથી સારા કે યોગ્ય સાધર્મિકની અવગણના કે ઉપેક્ષા ન કરાય. સાધુઓમાં પણ સુ અને કુ એમ બંને પ્રકારના સાધુઓ હોય છે. કોઈ કુસાધુ પણ હોય એથી સુસાધુઓની ભક્તિ ન કરવી એમ માનનાર અજ્ઞાન જ છે. ધર્મમાં જ નહિ, પણ દુનિયામાં પણ સુ અને કુ હોય છે. વેપારી, ઘરાક, શેઠ, નોકર વગેરે સુ અને કુ એમ બંને પ્રકારના હોય છે. ત્યાં કોઈ કુ પણ હોવાના કારણે સુ ની અવગણના કે ઉપેક્ષા કરતું નથી. ત્યાં તપાસ કરીને કુ ની ઉપેક્ષા થાય છે અને સુ નો સ્વીકાર થાય છે. કોઈ વાર ભૂલ થઈ જવાથી કુ નો સ્વીકાર થઈ જવાથી નુકશાન વેઠવું પડે છે. છતાં કોઈ સુ નો ત્યાગ કે ઉપેક્ષા કરતું નથી. કારણ કે ગરજ છે. તેમ અહીં સાધર્મિકભક્તિની ગરજ જાગે તો કોઈ કુ સાધર્મિક આવી જાય એથી સુસાધર્મિકની અવગણના કે ઉપેક્ષા ન થાય. કોઈ કુ સાધર્મિક આવી જાય તેથી સુ સાધર્મિકની અવગણના કે ઉપેક્ષા કરવી એ તો પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવું છે. ભરત મહારાજાના વખતે લુચ્ચા-બનાવટી સાધર્મિકો ઘુસી ગયા હતા. આથી રસોઈયાએ ભરત મહારાજને ફરિયાદ કરી કે બનાવટી સાધર્મિકો પણ આવે છે, તેથી અમને ખબર પડતી નથી કે કોણ સાચો સાધર્મિક છે ને કોણ બનાવટી સાધર્મિક છે. આ સાંભળીને ભરત મહારાજાએ સાધર્મિકભક્તિ બંધ ન કરી, કિંતુ સાચાને ઓળખવાનો પ્રયત્ન કર્યો. સાચા ઓળખાય તેટલા માટે જનોઈની વ્યવસ્થા કરી. બનાવટી સાધર્મિકથી નુક્શાન નથી ભરત મહારાજાના વખતમાં કાળ સારો હતો. હમણાં કરતાં લોકો સારા હતા, તો પણ બનાવટી સાધર્મિકો હતા, તો હમણાં બનાવટી સાધર્મિક-શ્રાવકો હોય તેમાં નવાઈ નથી. સાધર્મિકની ભક્તિ કરતાં કોઈ બનાવટી Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (287) પંદરમું ભોજન દ્વારા સાધર્મિક આવી જાય તો તેમાં નુકશાન જેવું કાંઈ નથી. કારણ કે ભક્તિ કરનારે સુ સમજીને ભક્તિ કરી છે, અને સાધર્મિક ભક્તિથી જે ભાવ જાગવો જોઈએ તે ભાવ જાગવાથી કર્મનિર્જરા આદિથી લાભ જ છે. બીજી રીતે જોઈએ તો દુનિયાદારીમાં તમે કાળજી રાખવા છતાં ક્યાં નથી ફસાતા ? માલ લેવા જાવ ત્યારે વેપારીથી ફસાવાનું થાય, વેપાર કરતાં ઘરાકથી ફસાવાનું બને, ભાગીદારીથી ફસાવાનું બને, એનાથી હજારો રૂપિયાનું નુકશાન થાય એવું બને, જ્યારે સાધર્મિક ભક્તિમાં ફસાઈ જવાથી નુક્શાન થઈથઈને કેટલું થાય? જો કે સાધર્મિક ભક્તિમાં સાધર્મિકની પણ ભક્તિ થઈ જાય તો પણ ઉપર કહ્યું તેમ નુકશાન થતું નથી. છતાં ઘડીભર બાહ્યદષ્ટિએ નુકશાન થાય છે એમ માની લઈએ તો પણ દુનિયાદારીમાં ફસામણીના કારણે થતા નુકશાનની અપેક્ષાએ મામુલી છે. બીજાને લુચા કહેનારા પોતે કેવા છે? બીજાને લુચ્ચાકે બનાવટી કહેનારે એ વિચારવું જોઈએ કે હું કેવો છું? હેલુચ્ચાઈ કરું છું કે નહીં? આજે બીજાને લુચ્ચા કે બનાવટી કહેનારા જાતે લુચ્ચાઈ કે બનાવટી કરતા હોય છે. ગરીબ સાધર્મિક કે અનુકંપાશીલ દીન-દુ:ખી જીવો બનાવટ કરી કરીને કેટલી કરે ? જ્યારે કેટલાક શ્રીમંતો તો હજારોની અને લાખો રૂપિયાની બનાવટ કરે છે. આજે બે ચોપડા નહિ રાખનારા કેટલા? બે ચોપડા રાખવા એ બનાવટ છે, કે બીજું કાંઈ? હવે એ વિચારો કે જે લોકો બનાવટ નથી કરતા તે લોકો બનાવટ કરવાની જરૂર પડતી નથી કે સંયોગો મળતા નથી માટે બનાવટ નથી કરતા કે બનાવટ પાપ છે માટે બનાવટ નથી કરતા? બનાવટ કરવી એ પાપ છે એમ સમજીને બનાવટ નકરે એવા કેટલા? તેમાં પણ ખરેખર જરૂરિયાત હોય અને સીધી રીતે મળે તેમ ન હોય છતાં બનાવટને પાપ સમજીને બનાવટ નહિ કરનારા તો વિરલા જ નીકળેને? આથી બીજાને લુચ્ચા કે બનાવટી કહેનારે આનો બરોબર વિચાર કરવો જોઈએ. પોતે જ એ સ્થિતિમાં મૂકાયો હોય તો શું કરે? એ પણ વિચારવું જોઈએ. લુચ્ચા પણ યોગ્ય હોય તો ઉદારતાથી સારા બની જાય જો સાધર્મિક ભક્તિ કરનારા ઉદારતાથી અને વિધિપૂર્વક સાધર્મિક ભક્તિ કરે તો લુચ્ચા પણ સાધર્મિક યોગ્ય હોય તો સુધરી જાય. પૂર્વના મહાપુરુષોએ ઉદારતાથી ચોરને પણ શાહુકાર બનાવી દીધા, હિંસકને પણ અહિંસક બનાવી દીધા. તો આજના શ્રીમંતો યોગ્ય લુચ્ચા સાધર્મિકને કેમ ન સુધારી શકે? પણ આજે સાધર્મિક પ્રત્યે પ્રેમની અને ઉદારતાની ખામી છે. (૨૦૦૮). साहम्मियाण वच्छल्लं, एवं अन्नं वियाहियं । . धम्मट्ठाणेसु सीयंतं, सव्वभावेण चोयए ॥२०९॥ હવેદ્રવ્ય સાધર્મિક વાત્સલ્યનો ઉપસંહાર કરતા અને ભાવસાધર્મિકવાત્સલ્યનો ઉપદેશ આપતા સૂત્રકાર કહે છે સાધર્મિકોનું આ બીજું ભાવવાત્સલ્ય આગમમાં કહ્યું છે, તે આ પ્રમાણે – પૂજા કરવી વગેરે કર્તવ્યોમાં પ્રમાદ કરતા શ્રાવકને સર્વ ઉદ્યમથી સારણા આદિથી પ્રેરણા કરે = હિત શિક્ષા આપે. (૨૦૦૯) सारणा वारणा चेव, चोयणा पडिचोयणा । सावएणावि दायव्वा, सावयाणं हियट्ठया ॥२१०॥ સારણા આદિને જ કહે છે Page #307 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર ( 288 ) શ્રાદ્ધદિનકૃત્યા કેવળ સાધુએ જ નહિ, કિંતુ સુથાવકે પણ શ્રાવકોના હિત માટે ઉભય લોક્યાં સુખ લાવનારા અપ્રમાદ માટે સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા કરવી જોઈએ. સારણા એટલે ભૂલાઈ ગયેલા ધર્મકર્તવ્યને જણાવવું = યાદકરાવવું. વારણા એટલે કુસંગ આદિ અકૃત્યનો નિષેધ કરવો=અકૃત્યથી રોકવું. સતત સારણા અને વારણા કરવા છતાં ઘણા પ્રમાદવાળા કોઈ શ્રાવક નિયમમાં પ્રમાદ વગેરે કરે તો આવા કુળમાં ઉત્પન્ન થયેલા તમને આ પ્રમાણે વર્તવું એ યુક્ત નથી ઇત્યાદિ વચનોથી ઠપકો આપવા પૂર્વક પ્રેરણા કરવી તે ચોયણા. તથા તે જ વિષયમાં અનેક વખત પ્રમાદ વગેરે કરે તો તારા જન્મ અને જીવનને ધિક્કાર છે ઈત્યાદિ કઠોર વચનોથી અતિશયદઢપ્રેરણા કરવી તે પડિચોયણા. કહ્યું છે કે – “ભૂલાયેલાનું સ્મરણ કરાવવું તે સારણા, અશુભ આચરણથી રોકવાતે વારણા, ભૂલકરનારાઓને પ્રેરણા કરવીતે ચોયણા (વારંવાર ભૂલ કરનારાઓને) કઠોરવચનોથી પ્રેરણા કરવી તે પડિચોયણા કહેવાય છે.” પાંચમાં આરાના દોષથી ઘણા શ્રાવકો પ્રમાદમાં તત્પર બનશે એમ જણાવવા માટે અહીં શ્રાવકોના એ પ્રમાણે બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. (૨૧૦) रुसऊ वा परो मा वा, विसं वा परियत्तउ । भासियव्वा हिया भासा, सपक्खगुणकारिया ॥२११॥ જે શ્રાવક અપ્રીતિના ભયથી સાધર્મિકની ઉપેક્ષા કરે હિતશિક્ષા ન આપે તેને આશ્રયીને આ કહે છે સારણા વગેરે કરાતું હોય ત્યારે અન્ય કોઈક અસહિષ્ણુ હોવાના કારણે રોષ પામે અથવા સહિષ્ણુ હોવાના કારણે રોષ ન પામે, અથવા ભારે કર્મી કોઈકને સારણા વગેરે વિષની જેમ ઉગ કરનાર થઈને પાછું ફરે, અર્થાત્ ખોટું લાગે, તો પણ અનુગ્રહબુદ્ધિથી સ્વપક્ષને ગુણકરનારી હિતકર એવી સારણા આદિ ભાષા કહેવી જોઈએ. સ્વપક્ષને ગુણ કરનારી એટલે પ્રમાદના ત્યાગથી ધર્મરૂપ કાયાની પુષ્ટિ આદિ ગુણને કરનારી. હિતકર ભાષા એટલે ટુ ઔષધ આદિની જેમ જલદી મિથ્યાત્વરૂપ રોગને દૂર કરવાથી સુંદર ભાષા. (૨૧૧). पमायमइरामत्तो, सुयसायरपारओ । अणंतं णंतकायंमि, कालं सो वि य संवसे ॥२१२॥ કારણ કે પ્રમાદીઓને મોટામાં મોટો અનર્થ થાય. ગ્રંથકાર તે પ્રમાણે કહે છે-- નિદ્રા-વિકથાધિરૂપ મઘથી મત્ત બનેલા સંપૂર્ણ દ્વાદશાંગીના જ્ઞાતા પણ જ્ઞાનાદિ આચારોની વિરાધના કરવાથી વિશિષ્ટ ચૈતન્યથી રહિત બનીને સાધારણ વનસ્પતિરૂપ અનંતકાયમાં અનંતઉત્સર્પિણી–અવસર્પિણીરૂપ અનંતકાળ સુધી રહે. કહ્યું છે કે- “ચૌદ પૂર્વી, આહારક શરીરી, મન:પર્યવજ્ઞાની અને *વીતરાગીઓ પ્રમાદને આધીન બનીને તરત જ ચારગતિઓમાં પરિભ્રમણ કરનારા થાય છે.' આ રીતે જો બહુશ્રુત પણ પ્રમાદથી અનંતકાયમાં અનંતકાળ સુધી રહે તો અબહુશ્રુત માટે તો શું કહેવું? આથી શ્રાવકને પ્રમાદ દૂર કરવા માટે કહેવું જોઈએ. – અહીં ઋજુમતિ મન:પર્યવજ્ઞાની સમજવા. * ઉપશમ શ્રેણિમાં અગિયારમા ગુણસ્થાને વીતરાગી બનેલા. Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 289 कल्लं पोसहसालाए, नेव दिट्ठो जिणालए । साहूणं पायमूलंमि, केण कज्जेण साहि मे ॥२१३॥ કેવી રીતે કહેવું તે કહે છે- કાલે તમે પૌષધશાળામાં, જિનમંદિરમાં કે સાધુઓની પાસે જોવામાં આવ્યા ન હતા. કયા કારણથી જોવામાં આવ્યા ન હતા તે મને કહો. (૨૧૩) तओ य कहिए कज्जे, जइ पमायवसंगओ । वत्तव्वो सो जहाजोगं, धम्मियं चोयणं इमं ॥ २१४॥ પંદરમું ભોજન દ્વાર પછી શું કરવું તે કહે છે- પછી તે શ્રાવક કારણ કહે ત્યારે જો તે પ્રમાદને આધીન બનેલો હોય તો કર્ણને આનંદ ઉપજાવે તેવું – હે સૌમ્ય ! હે મહાત્મા ! ઇત્યાદિ સંબોધન કરીને યથાયોગ્ય હવે પછીની છ ગાથાઓમાં કહેવાશે તેવી ધાર્મિક પ્રેરણા તેને કરવી. (૨૧૪) दुल्लो माणुसो जम्मो, धम्मो सव्वन्नुदेसिओ । સાદુસામ્નિયાળ ય, સામળી પુળ વ્રુદ્ધાર ॥ તે જ પ્રેરણાને છ ગાથાઓથી કહે છે મનુષ્યજન્મ દુર્લભ છે. સર્વજ્ઞકથિત ધર્મ દુર્લભ છે. તથા સાધુ-સાધ્વીઓનો સંયોગ દુર્લભ છે. આ જીવ એકવાર મનુષ્યજન્મ પામ્યા પછી ફરી મનુષ્યજન્મને દુ:ખથી પામે છે. કારણ કે ધર્મ ન કર્યો હોવાથી ઘણા *અંતરાયોથી યુક્ત છે. જે જે ઘણા અંતરાયોથી યુક્ત હોય તે તે બ્રહ્મદત્ત ચક્રવર્તીના ઘરે બીજીવાર ભોજનની પ્રાપ્તિ આદિનાં દૃષ્ટાંતોની જેમ દુ:ખથી પ્રાપ્ત કરી શકાય છે. તે દશ દષ્ટાંતો આ પ્રમાણે છે– ભોજન, પાશક, ધાન્ય, દ્યૂત, રત્ન, સ્વપ્ન, ચક્ર, ચર્મ, યુગ પરમાણુ. ૧. ભોજન :- ભોજનનું દૃષ્ટાંત સંક્ષેપથી કહેવાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીનો બાલ્યાવસ્થામાં એક બ્રાહ્મણ મિત્ર હતો, તે બ્રહ્મદત્તના સુખમાં સમાનપણે સુખી થતો હતો અને દુ:ખમાં પણ સમાનપણે દુ:ખી થતો હતો. બ્રહ્મદત્તે એકવાર મિત્ર બ્રાહ્મણને કહ્યું : હું રાજ્ય પામું ત્યારે તારે મારી પાસે આવવું. જેથી હું તારું ઉચિત કરું. બ્રહ્મદત્ત ચક્રવર્તીનો રાજ્યાભિષેક થતા તે બ્રાહ્મણ બ્રહ્મદત્તની પાસે ગયો. પણ ગરીબ હોવાથી રાજાનાં દર્શન કરી શકતો નથી. આથી તેણે પોતાની બુદ્ધિથી ઉકરડો વગેરે સ્થળે રહેલા અતિશય જીર્ણ પગરખાઓની માલા બનાવી. તે માલાને વાંસના આગળના ભાગમાં રાખી. રાજા જ્યારે (આડંબર સહિત) બહાર નીકળ્યો ત્યારે તે બ્રાહ્મણ (પગરખાંની માળાવાળા વાંસને ઊંચો રાખીને) ધજા ઉપાડનારાઓની મધ્યમાં ચાલે છે. આ કંઈક અપૂર્વ છે એમ લાંબા કાળ સુધી તેની તરફ જોતા રાજાએ તેને ઓળખ્યો. તેથી રાજા હાથી ઉપરથી ઉતરીને તેને આદરપૂર્વક ભેટી પડ્યો. લક્ષ્મી ઘણી વધી જાય તો પણ મોટા માણસોનું મન ચંચલ બનતું નથી = લક્ષ્મી ન હતી ત્યારે જેવું મન હોય તેવું જ મન રહે છે, અર્થાત્ મન અભિમાની બનતું નથી. બ્રહ્મદત્તે બ્રાહ્મણને કહ્યું : હે મહાયશ ! બોલ, આજે તું જે માગે તે હું તને આપું. સ્વીકારેલાનું પાલન કરવું એ જ સત્પુરુષોના પ્રાણ છે. બ્રાહ્મણે કહ્યું : હે ઉત્તમ નર ! પોતાના *અહીં શબ્દાર્થ ‘‘ઘણા અંતરાયોથી વ્યવધાનવાળું છે’' એવો થાય. Page #309 -------------------------------------------------------------------------- ________________ ( 290 ) પંદરમું ભોજન દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય ઘરથી પ્રારંભીને ભરતક્ષેત્રના સઘળાંયગામ-નગરોના ઘરોમાં (દરરોજ એક એક ઘરે એમ) મને ભોજન આપ. હે બ્રાહ્મણ ! તેં આ અતિતુચ્છ માગ્યું. મારી પાસે રત્ન વગેરે બીજું કંઈ માંગ. રાજાએ રત્ન વિગેરે બીજું માંગવા માટે વારંવાર કહ્યું છતાં તે બ્રાહ્મણ બીજું ઈચ્છતો નથી. રાજાએ વિચાર્યું: અહો! બ્રાહ્મણની ભોજનમાં આસક્તિને જો. અથવા પાણી ઘણું હોય તો પણ કુતરું જીભથી પાણીને ચાટે છે. રાજાએ બ્રાહ્મણની માગણીનો સ્વીકાર ક્ય. પહેલા દિવસે પોતાના ઘરે જમાડીને એક સોનામહોર અને વસ્ત્રયુગલ આપ્યું. આ પ્રમાણે રાજા દરેક ઘરે બ્રાહ્મણને ભોજન કરાવે છે. પોતાનું આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધીમાં તે એક નગરમાં પણ બધા ઘરોમાં ભોજન ન કરી શકે. તો પછી ભરતક્ષેત્રના બધા ઘરોમાં ભોજન કેવી રીતે કરી શકે? કદાચ કોઈપણ રીતે સંપૂર્ણ ભરતક્ષેત્રના બધા ઘરોમાં ભોજન કરી શકે તો પણ મનુષ્યભવથી ભ્રષ્ટ થયેલો જીવ ફરી મનુષ્ય જન્મને પામતો નથી. ૨. પાશક - પાશ એટલે પાશા. પાશા જુગાર રમવાના ઉપકરણ વિશેષ છે, અને લોકમાં પ્રસિદ્ધ છે. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે. ચંદ્રગુપ્ત રાજાના રાજ્યભંડારમાં ધનની વૃદ્ધિ કરવા માટે ચાણક્ય દેવતાની સાધનાથી અજેય પાશા મેળવીને એક પુરુષને પાશાથી જુગાર રમવાનું શીખવા કહ્યું. વરદાનથી અપાયેલા પાશાઓથી તે લોકોને કહેવા લાગ્યો કે પાશાની રમતમાં જે મને જીતે તેને હું સોનામહોરોનો થાળ આપું, અને હું જીતું તો તમારે મને એક જ સોનામહોર આપવી. લોભથી હણાયેલ સર્વ લોક તેની સાથે રમે છે. વરદાનથી અપાયેલા પાશાઓથી રમતા તેને કોણ જીતે? કદાચ કોઈ પુરુષ તેને પણ જીતે, તો પણ મનુષ્ય જન્મ ફરી મળતો નથી. ૩. ધાન્ય - તલવગેરે ધાન્ય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે – અસદ્ભાવસ્થાપનાથી (=માનસિક કલ્પનાથી) ભરતક્ષેત્રમાં તલ, મગ, અડદ વગેરે જેટલાં ધાન્યો છે તે બધાય એક જ સ્થળે ભેગા કરવાના (મોટો ઢગલો કરવાનો). તેમાં એક પ્રસ્થ પ્રમાણ સરસવ નાખવાના. પછી ફેરવી ફેરવીને બધાય સરસવોને ધાન્યોમાં અત્યંત ભેળવી દેવાના. પછી અત્યંત જીર્ણ શરીરવાળી કોઈ વૃદ્ધા તે સરસવને લેવા માટે એક એક સરસવને શોધે. આ પ્રમાણે સરસવને ગ્રહણ કરતી તે વૃદ્ધા સરસવોનાપ્રસ્થનેશું પૂર્ણ કરે ? કદાચદેવતાના પ્રભાવથી તેવું બને પણ ખરું. પણ ફરી મનુષ્ય જન્મ મળતો નથી. ૪. જુગારઃ- રાજ્ય લઈ લેવાની ઈચ્છાવાળો પુત્ર જીતશત્રુ રાજાને હણવાની ઇચ્છાવાળો થયો. કારણ કે વિષયતૃષ્ણા આદિથી જીવો નિંદાને ગણકારતા નથી. મંત્રીએ આ વાત રાજાને કહી. જીતશત્રુરાજાએ પુત્રને કહ્યું અમારા કુળમાં જે મર્યાદાનો ભંગ કરીને જલદી રાજ્યને ઈચ્છે છે તે જુગાર રમીને રાજ્ય જીતીને ગ્રહણ કરે. તેથી, મારી સાથે જુગાર રમ. રાજકુમારે આનો પણ સ્વીકાર કર્યો. રાજાની સો થાંભલાઓથી બનાવેલી રાજસભા હતી. એક એક થાંભલામાં એક સો આઠ વિભાગો (હાંસો) હતા. તે રમતમાં એક દાવ પુત્રનો અને બાકીના બધાય દાવ રાજાના, અર્થાત્ એકવાર પુત્રદાવ નાખે અને જીતે તો એક વિભાગ (હાસ) જીત્યો ગણાય. પછી જેટલા વિભાગ છે તેટલા બધાને જીતવા રાજા દાવ નાખે. પછી નવેસર રમત શરૂ થાય. આ પ્રમાણે એક એક વિભાગને એક સો આઠ વારજીતીને રાજ્ય પ્રાપ્ત કરી શકાય. આકેવી રીતે બની શકે? આમ છતાં કદાચદેવી પ્રભાવથી આ બને પણ ખરું. પણ ફરી મનુષ્ય જન્મ ક્યાંથી મળે? અર્થાત્ ફરી મનુષ્ય જન્મ મળતો નથી. ૫. રત્ન:- કોઈ વૃદ્ધ વણિકના ઘરમાં વિવિધ રત્નો હતાં. તે જે નગરમાં રહેતો હતો તે નગરમાં (એવો રિવાજ હતોકે) ઉત્સવના દિવસોમાં જે ધનવાનના ઘરમાં જેટલા ક્રોડ ધન હોય તેટલી ધજાઓ તે પોતાના ઘર ઉપર ફરકાવે. પણ આવૃદ્ધવણિક પોતાના ઘર ઉપર ધજાઓ ફરકાવતો નહતો. કેમકે (ધન એટલું બધું હતું કે જેથી) તે ધનની સંખ્યા જાણતો નહતો. તેબીજે ક્યાંક ગયો એટલે તેના છોકરાઓએ જુદા જુદા દેશોમાંથી આવેલા વણિકોને Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર તે રત્નો મૂલ્યથી આપી દીધા. ઘર ઉપર ધજાઓ ફરકાવવાની ઈચ્છા રાખતા તે છોકરાઓએ ઘર ઉપર ધન પ્રમાણે ધજાઓ ફરકાવી. ઘરે આવેલો તે વૃદ્ધ રત્નોને ઓછા મૂલ્યથી વેચાવાના કારણે છોકરાઓ ઉપર ગુસ્સે થયો. ઝગડો કરતા તેણે છોકરાઓને કહ્યું : રત્નો જલદી પાછા લઈ આવો. તેથી સંભ્રાંત થયેલા પુત્રો રત્નો પાછા લાવવા માટે જલદી નીકળ્યા. જેમને રત્નો આપ્યાં હતાં તે જુદા જુદા બીજા દેશોમાં જતા રહ્યા હતા. આ પ્રમાણે શોધ કરાયેલાં તે રત્નો કેવી રીતે મળે ? કદાચ કોઈ પણ રીતે તે રત્નોને મેળવે, પણ મનુષ્ય જન્મને ફરી ન મેળવી શકે. 291 બે ૬. સ્વપ્ન :- બેભિખારીઓએ સ્વપ્નમાં પોતાના મુખમાં પ્રવેશતો સંપૂર્ણ ગોળચંદ્ર જોયો. એક ભિખારીએ અજ્ઞાન માણસોને સ્વપ્ન કહ્યું. અજ્ઞાનતાથી તેમણે કહ્યું : તું આજે ભિક્ષામાં એક આખો ખાખરો ઘી સાકર સાથે પામશે. તેણે પણ તે પ્રમાણે એક ખાખરો પ્રામ કર્યો. બીજા ભિખારીએ સ્નાન કરીને હાથમાં ફલ પુષ્પો લઈને કોઈ સ્વપ્નશાસ્ત્રના જ્ઞાનીને સ્વપ્ન કહ્યું. જ્ઞાનીએ કહ્યું તને સાત દિવસમાં રાજ્ય મળશે. તે નગરમાં પુત્ર વિનાનો રાજા મરણ પામ્યો. આથી અશ્વ વગેરે દિવ્યોથી અભિષેક કરાયેલો તે રાજા થયો. બીજા ભિખારીએ કોઈક રીતે આ વૃત્તાંત જાણ્યો. તેણે વિચાર્યું : હું પણ જ્ઞાનીઓને સ્વપ્ન કહીશ. બીજા કોઈ સમયે તેવું સ્વપ્ન મેળવવા માટે તેવો જ (=પૂર્ણચન્દ્ર મારા મુખમાં પ્રવેશી રહ્યો છે. તેવો જ) વિચાર કરીને અને ઘણું દહીં ખાઈને તેવા સ્વપ્નની પ્રાપ્તિ થાય એ માટે સૂઈ ગયો. શું તેવું સ્વપ્ન પ્રાપ્ત થાય ? કદાચ કોઈ પણ રીતે દિવ્ય પ્રભાવથી તેવું સ્વપ્ન પ્રાપ્ત થાય. પણ જીવોને ફરી મનુષ્યજન્મ ક્યાંથી મળે ? અર્થાત્ ન મળે. ૭. ચક્ર :- ચક્રનું દષ્ટાંત આ પ્રમાણે છે – લોખંડના થાંભલામાં આઠ ચક્રો હતાં. તેમાંથી ચાર ચક્રો જમણી તરફથી ડાબી તરફ ફરતાં હતાં. ચાર ચક્રો ડાબી તરફથી જમણી તરફ ફરતાં હતાં. પ્રત્યેક ચક્રમાં બાર આરા હતા. તે ચક્રોની ઉપર તીર્થી મૂકેલી પૂતળીની આંખને વીંધવામાં ભૂલ થાય તો પુરુષો મારવા માટે તૈયાર રહેલા છે. બીજા પણ ઘણા શત્રુઓ ઘણા ઉપસર્ગો કરે છે. આવી સ્થિતિમાં અતિ નિપુણ અને અપ્રમત્ત કોઈ પુરુષ નીચે દષ્ટિ* રાખીને લક્ષ્ય તરફ રાખેલા બાણ વડે ચક્રોના આંતરાથી પૂતળીની ડાબી આંખને વીંધે. જેવી રીતે આ અતિશય દુષ્કર છે તેવી રીતે મનુષ્ય જન્મ દુર્લભ છે. ૮. ચર્મ :- અહીં ચર્મ શબ્દથી મહાન સરોવરની ઉપર રહેલી ઘણી અને અતિશય ઘટ્ટ શેવાળ અભિપ્રેત છે. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. પથ્થરના સમૂહ જેવા ઘટ્ટ શેવાળથી સર્વત્ર ઢંકાયેલા અને લાખયોજન પ્રમાણ વિશાલ સરોવરમાં કાચબો રહેતો હતો. સો સો વર્ષ વીતતાં ડોકને વિસ્તારતો હતો. હવે કોઈવાર કોઈક રીતે શેવાળમાં છિદ્ર પડ્યું. પૂનમની રાતે ડોકને વિસ્તારતા તેણે કોઇપણ રીતે છિદ્રથી ચંદ્રની જ્યોત્સ્નાથી સફેદ ગગનના સંપૂર્ણ આંગણાને જોયું. પણ પૂર્વે નહિ જોયેલા તેને જોઈને વિસ્મય પામેલો અને સ્નેહથી મૂઢ હૃદયવાળો તે ત્યાંથી નીકળીને જાતે જ સ્વજનોની પાસે ગયો. તમે આવો તમને અપૂર્વ બતાવું એમ કહીને સ્વજનોની સાથે જેટલામાં ત્યાં આવે છે તેટલામાં તે છિદ્રને જોતો નથી. સરોવર વિશાળ હતું અને પવનથી છિદ્ર પૂરાઈ ગયું. બધી તરફ ભમતો પણ આ પોતાના સ્નેહને નિંદવા લાગ્યો. આ પ્રમાણે સ્વજનના સ્નેહથી બંધાયેલા જીવો મનુષ્ય જન્મને હારીને દુર્ગતિમાં જાય છે. અને ત્યાં વિલાપ કરે છે. કોઈપણ રીતે ફરી મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો નથી. ૦ પટ્ટહસ્તી, પટ્ટઅશ્વ, છત્ર, ચામર યુગલ અને મંત્રપૂર્ણ કળશ એ પાંચ દિવ્ય છે. * સવ્વારૂં સવ્ય શબ્દનું બહુવચન છે. સવ્ય=ડાબી તરફ. * અંતારૂં યા ધાતુથી બનેલા વર્તમાન ગંત શબ્દનું બહુવચન છે. ખંતારૂં = જનારા =ફરનારા. * નીચે તેલનું તપેલુ રાખેલુ હોય. જેથી તેમાં ઉપર ફરતી પૂતળી દેખાય. Page #311 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વારા (292) શ્રાદ્ધદિનકૃત્યો ૯. યુગ-યુગ ગાડીનું પ્રસિદ્ધ ઉપકરણ છે. (યુગ એટલે ગાડીની ધોસરી. તેને બે બળદોની ખાંધ ઉપર રાખીને બળદોને ગાડીમાં જોડે છે.) તેનું ઉદાહરણ આ પ્રમાણે છે – સમુદ્રના પશ્ચિમના છેડે સમિલા (ધૂસરીમાં નાખવાની લાકડાની ખીલી) નાખી અને ધોંસરી પૂર્વના છેડે નાખી. અતિશય ભમતી પણ સમિલા શું ધોંસરીના છિદ્રમાં પ્રવેશ કરે ? કોઈપણ રીતે પ્રચંડ પવનથી ઉછળેલા તરંગોથી હડસાયેલી સમિલા કદાચ ધોંસરીના છિદ્રમાં પ્રવેશ કરે, પણ મનુષ્ય જન્મથી ભ્રષ્ટ થયેલો જીવ ફરી મનુષ્ય જન્મને પામતો નથી. ૧૦. પરમાણુ-પરમાણુનું દષ્ટાંત આ પ્રમાણે છે. દેવે મોટા થાંભલાને તોડીને પરમાણુ જેટલા ટુક્કા કર્યા. તે ટુકડાઓને નળીમાં નાખ્યા. મેરુપર્વતના શિખર ઉપર ચડીને ફેંકીને તે ટુડા દિશાઓમાં નાખ્યા. શું તે જ પુલોથી ફરી થાંભલો કોઈ કરે? જો કે દેવ આદિના સાંનિધ્યથી કોઈપણ રીતે સ્તંભ કરવા માટે સમર્થ થવાય, તો પણ જેમણે સુકૃતો ક્યાં નથી તેવા જીવોને મનુષ્ય જન્મ મળતો નથી. આ પ્રમાણે મનુષ્યજન્મની દુર્લભતાને જણાવનારાં શાસ્ત્ર પ્રસિદ્ધ આ દસ દષ્ટાંતો છે. આ મનુષ્યજન્મ અનેક બીજા જન્મોની પ્રામિરૂપ ઘણા અંતરાયોથી યુક્ત છે. તેથી મનુષ્યજન્મ દુર્લભ તથા મનુષ્યજન્મની પ્રાપ્તિ થયા પછી પણ સર્વજ્ઞકથિત ધર્મનું શ્રવણ પણ દુર્લભ છે. કારણ કે આળસ વગેરે ઘણા અંતરાયોથી યુક્ત છે. આગમમાં કહ્યું છે કે – “આળસ, મોહ, અવજ્ઞા, માન, કોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ, કુતુહલ અને રમત આ તેર કારણોથી જીવ અત્યંત દુર્લભ પણ મનુષ્યજન્મ મેળવીને હિતકારી તથા સંસાર સાગરથી પાર ઉતારનાર જિનવચનને સાંભળી શકતો નથી.” પૂર્વોક્ત દસ દષ્ટાંતોની જેમ જિનધર્મ દુર્લભ છે. જિનકથિત ધર્મ અનેક બીજા ધર્મોની પ્રાણિરૂપ ઘણા અંતરાયોથી યુક્ત છે. આથી જિનકથિત ધર્મદુર્લભ છે. દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરે , બચાવે તે ધર્મ તથા મનુષ્યભવ અને જિનકથિત ધર્મની પ્રાપ્તિ થયા પછી પણ સાધુ-સાધ્વીઓનો સંયોગ દુર્લભ છે. કારણ કે પાંચમા આરાના દોષથી ધાર્મિક લોકો ઘણા ઓછા હોય છે. કહ્યું છે કે – “ચારિત્રસંપન્ન સાધુ દૂર રહો, તેવા પ્રકારના વેષધારી સાધુઓ પણ સર્વત્ર હોતા નથી. સૂત્રમાં જેવો કહ્યો છે તેવો સમ્યગ્દષ્ટિ જીવ પણ હમણાં દુર્લભ છે." પૂર્વોક્ત દશ દષ્ટાંતોની જેમ સાધુ-સાધ્વીઓનો સંયોગ દુર્લભ છે. કારણકે સાધુ-સાધ્વીઓનો સંયોગ અનેક બીજા મુસાધુઓની પ્રામિરૂપ ઘણા અંતરાયોથી યુક્ત છે. આથી સાધુ-સાધ્વીઓનો સંયોગ દુર્લભ છે. (૨૧૫) चलं जीयं धणं धन्नं, बंधुमित्तसमागमो । खणेण ढुक्कए वाही, ता पमाओ न जुत्तओ ॥२१६॥ તેથી જ્યાં સુધી આ પ્રમાણે સંપૂર્ણ પણ *સામગ્રી મળી છે ત્યાં સુધીમાં ધર્મમાં જયત્ન કરવો જોઈએ. કારણ કે* પડિ = ફરી. પડિ અવ્યય છે. * “સંપૂર્ણ પણ સામગ્રી” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે – જીવને સંપૂર્ણ સામગ્રી મળવી દુર્લભ છે, અપૂર્ણ સામગ્રી મળે છે. એથી અપૂર્ણ સામગ્રી અનેકવાર મળી છે. જ્યારે વર્તમાનમાં તો સંપૂર્ણ પણ સામગ્રી મળી ગઈ છે. તેથી જ્યાં સુધી સંપૂર્ણ પણ સામગ્રી મળી છે ત્યાં સુધીમાં ધર્મમાં જ યત્ન કરવો જોઈએ. Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર આયુષ્ય, ધન, ધાન્ય, બંધુ, મિત્ર ગમાગમ આ બધું ક્ષણવિનશ્વર છે, શરીરમાં ક્ષણવારમાં વ્યાધિ પ્રવેશ કરે છે, તેથી પ્રમાદ કરવો એ યુક્ત નથી. 293 (૧) આયુષ્ય ક્ષણ વિનશ્વર છે. કારણ કે આયુષ્ય ઘણા વિઘ્નોને આધીન છે. જેમકે – શસ્ત્ર, વ્યાધિ, વિષ, અગ્નિ, પાણી, ભય, સાપ, વેતાલ, શોક, ઠંડી, ગરમી, ક્ષુધા, તૃષા, ગર, નિર્જન પ્રદેશ, પવનનિરોધ, મૂત્રનિરોધ, વિષ્ઠાનિરોધ, વિવિધ પ્રકારના ક્ષુદ્ર ઉપદ્રવો, અધિક ભોજન, રોગ, અતિશ્રમ, શરીરમાં પ્રહાર – આ વિઘ્નો લાંબા પણ આયુષ્યને સંહરી લે છે = ટુંકું કરી દે છે. ( ૨ ) ધન પણ ક્ષણ વિનશ્વર છે. ધન એટલે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય એમ ચાર પ્રકારનું કરિયાણું. ગણિમ = ગણીને જેની લેવડ–દેવડ થાય તે સોપારી વગેરે. ધરિમ = જોખીને જેની લેવડદેવડ થાય તે ગોળ વગેરે. મેય = માપીને જેની લેવડ-દેવડ થાય તે ઘી વગેરે. પરિચ્છેદ્ય = પરીક્ષા કરીને જેની લેવડ-દેવડ થાય તે રત્ન વગેરે. (૩) ધાન્ય પણ ક્ષણવિનશ્વર છે. ધાન્ય ચોખા વગેરે અનેક પ્રકારનું છે. (૪) બંધુઓનો અને મિત્રોનો સમાગમ પણ ક્ષણ વિનશ્વર જ છે. કારણ કે આ સમાગમ કર્મને આધીન છે. તેમાં બંધુઓ એટલે જ્ઞાતિજનો. એક સ્થળે કુટુંબવાસ વૃક્ષસમાન છે. જેવી રીતે પક્ષીઓ રાતે એક વૃક્ષમાં ભેગા રહીને સવાર થતાં ચારે દિશાઓમાં જતા રહે છે તેવી રીતે પોતપોતાના કર્મથી બંધાયેલા બંધુઓ કુટુંબમાં કેટલોક કાળ ભેગા રહીને ચાર ગતિઓમાં જતા રહે છે. (૫) દુષમામાં(=પાંચમા આરામાં) મનુષ્યો પ્રાય: કરીને અસાતાની બહુલતાવાળા હોવાથી શરીર ક્ષણવિનશ્વર જ જણાય છે. આ બધું ક્ષણ વિનશ્વર હોવાના કારણે ધર્મમાં અનાદરરૂપ પ્રમાદ કરવો એ વિવેકીઓ માટે યોગ્ય નથી. (૨૧૬) न तं चौरा विलुंपंति, न तं अग्गी विणासए । નતં નૂ વિહારિષ્ના, નં ધર્મામ પમત્તો ।।૨૬।। ચોરો તે વિનાશ કરતા નથી કે જે વિનાશ ધર્મમાં પ્રમાદી મનુષ્ય કરે છે. અગ્નિ તે વિનાશ કરતો નથી કે જે વિનાશ ધર્મમાં પ્રમાદી કરે છે. મનુષ્ય જુગારમાં તે હારી જતો નથી કે જે ધર્મમાં પ્રમાદી હારી જાય છે. ધર્મમાં પ્રમાદી જીવ દેવગતિ આદિ (ઉત્તમ) ભવનો વિનાશ કરે છે, અને મનુષ્યભવની પ્રાપ્તિને હારી જાય છે. એથી પોતાના મૂલનો પણ છેદ કરે છે. અહીં ભાવાર્થ આ છે – સંસારમાં મનુષ્યભવ એ મૂલ છે = મૂલધન છે. દેવગતિ વગેરે શુભગતિ એ લાભ છે = કમાણી છે. ધર્મ ન કરવાથી દેવગતિ વગેરે શુભગતિ ન મળવાથી લાભ તો ન થાય, અને મળેલો પણ મનુષ્યભવ હારી જવાથી મૂળનો (=મૂળધનનો) પણ છેદ કરે છે. અતિશય દુષ્ટ પણ ચોરો વગેરે મૂળનો છેદ કરતા નથી. (ચોરો કમા' નું ધન ચોરી જાય, પણ મૂળધનને (દુકાન વગેરેને) ચોરી શકતા નથી. અગ્નિ વસ્તુઓને બાળી શકે છે, પણ જમીન અને સુવર્ણ વગેરેને બાળી શકતો નથી. જુગારમાં કમાવેલું ધન હારી જાય એ બને, પણ દુકાન વગેરે મૂળધનને ન હારે . જ્યારે પ્રમાદી માણસ માનવભવરૂપ મૂળધનને હારી જાય છે.) (૨૧૭) Page #313 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર 294 किण्हसप्पं करग्गेणं, घट्टए घुंटए विसं । निहाणं सोपमुत्तूणं, कायखंडं तु गिण्हई ॥ २९८ ॥ આપ્રમાણે મહાપુરુષોથી ઉપદેશ અપાતો પણ જે મનુષ્ય પ્રમાદ ન છોડે તે શું કરે છે તે કહે છે– ધર્મમાં પ્રમાદી માનવ હાથના અગ્રભાગથી કાળા સર્પને સ્પર્શે છે, ઝેરને પીએ છે, નિધાનને મૂકીને કાચના ટુકડાને ગ્રહણ કરે છે. (૨૧૮) તા સોમ ! તેં વિયાળતો, માં સવ્વધ્રુવેસિયં । પમાયં ખં ન મિન્હેતિ, તેં સોનિ મવન્નવે ।।૨૬।। શ્રાદ્ધદિનકૃત્ય ઉપસંહાર કરવા માટે ગ્રંથકાર કહે છે- હે સૌમ્ય ! (શ્રદ્ધાથી સુંદર આશયવાન !) તું સર્વજ્ઞોએ કહેલા મોક્ષમાર્ગને જાણતો હોવા છતાં પ્રમાદને મૂકતો નથી, તેથી ભવસમુદ્રમાં પડેલો તું શોક કરીશ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણ મોક્ષમાર્ગ છે. આ મોક્ષમાર્ગ મનુષ્યભવ આદિ સામગ્રીથી દુર્લભ છે, અર્થાત્ મનુષ્યભવ આદિ સામગ્રી મળે તો મોક્ષમાર્ગ મળે. મનુષ્યભવ આદિ સામગ્રી દુર્લભ છે, માટે મોક્ષમાર્ગ દુર્લભ છે. આ વિષે આગમમાં કહ્યું છે કે ‘‘દુ:ખથી પ્રાપ્ત કરી શકાય તેવા મનુષ્યભવને મેળવીને જે જીવ પરલોકનું હિત કરતો નથી તે જીવ પરલોકમાં જવાના સમયે શોક કરે છે. જેવી રીતે પાણીના મધ્યભાગમાં ફેંકાયેલો હાથી, ગલથી પકડાયેલું માછલું, જાળમાં પડેલું હરણ, તોફાનમાં ફસાયેલો પક્ષી શોક કરે છે, તેવી રીતે મૃત્યુ અને વૃદ્ધાવસ્થાથી નષ્ટ કરાયેલ, મરણદશામાં ફેંકાયેલો, રક્ષણ કરનારને નહિ પ્રાપ્ત કરતો અને કર્મસમૂહથી પ્રેરાયેલો તે જીવ (=પ્રમાદી જીવ) શોક કરે છે. તેથી દશ દષ્ટાંતોથી દુ:ખથી પ્રાપ્ત કરી શકાય તેવા અને વિદ્યુત્સતાની જેમ ચંચલ એવા મનુષ્યભવને મેળવીને જે ધર્મમાં પ્રમાદ કરે છે તે નીચપુરુષ છે, સત્પુરુષ નથી.” (૨૧૯) एवंविहाहिं वग्गूहिं, चोइयव्वो य सावओ ભાવવચ્છજીયં ણ્ય, વાયવ્યં ચ વિષે વિને ૨૨૦॥ ભાવવાત્સલ્યનો ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે– અનુકંપાદાન આવા પ્રકારની વાણીથી શ્રાવકને પ્રેરણા કરવી. આ ભાવવાત્સલ્ય દરરોજ કરવું જોઈએ. (૨૨૦) नेव दारं पिहावेइ, भुंजमाणो सुसावओ । અનુપા નિળિવેર્દિ, સટ્ટાખ્ખોન નિવારિયા ॥૨૨॥ ભોજન દ્વારમાં જ અન્ય કર્તવ્યને કહે છે– સુશ્રાવક ભોજન કરતી વખતે દ્વાર બંધ કરાવે નહિ. કારણ કે જિનેશ્વરોએ શ્રાવકોને અનુકંપાદાનનો નિષેધ કર્યો નથી. (૨૨૧) सव्वेहिं पि जिणेहिं, दुज्जयजियरागदोसमोहेहिं । અનુપાવાળું સકૂવાળ, ન િિષ પઽિસિદ્ધ ॥૨૨૨૫ Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર આ જ અર્થને વિશેષથી વિચારતા સૂત્રકાર કહે છે— દુર્જય એવા રાગ–દ્વેષ–મોહને જિતનારા સઘળાય જિનેશ્વરોએ શ્રાવકોને અનુકંપાદાનનો અંગ કે ઉપાંગ આદિ કોઈ સૂત્રમાં નિષેધ કર્યો નથી, બલકે દેશના દ્વારા અનુકંપાદાનનું સમર્થન કર્યું છે. (૨૨૨) पेससुण्हाइवग्गस्स, काउं भोयणचिंतणं । 295 भुंजए जं च साहूणं, दिन्नं असणमाइयं ॥२२३॥ બાકીના કર્તવ્યને કહે છે- શ્રાવક નોકર અને પુત્રવધૂ વગેરે બીજાઓના ભોજનની ચિંતા કરીને સાધુઓને વહોરાવેલા અશન આદિનું ભોજન કરે. વિવેચન આ વિષે અન્યસ્થળે પણ કહ્યું છે કે – “ઉત્તમપુરુષોએ પિતા, માતા, બાળકો, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધો, રોગીઓ - આ બધાને જમાડ્યા પછી ભોજન કરવું જોઈએ.’’ વળી ‘‘ધર્મનો જાણકાર ગૃહસ્થ સર્વ પશુઓની અને (કોઈ કારણથી) કબજે રાખેલા મનુષ્યોની પણ સંભાળ કર્યા પછી ભોજન કરે, તે વિના નહિ.’’ (૨૨૩) अणंतकायं बहुबीयवत्थं, तुच्छोसहिं चेव विवज्जिऊणं । विगईण दव्वाण य काउ संखं, भुंजेइ तत्तो समयाविरुद्धं ॥२२४॥ ભોજનદ્વારમાં જ બાકીની વિધિને કહે છે—— અનંતકાય, બહુબીજ વસ્તુ, તુચ્છઔષધિ અને બીજાં પણ અભક્ષ્મ દ્રવ્યોનો ત્યાગ કરીને, વિગઈઓની અને દ્રવ્યોની સંખ્યા કરીને શ્રાવક શાસ્ત્રથી અવિરુદ્ધ ભોજન કરે. અનંતજીવોનું એક શરીર હોય તેવી કંદ વગેરે વનસ્પતિ અનંતકાય છે. પંપોટા અને રીંગણાં વગેરે દ્રવ્યો બહુબીજ છે. મગ વગેરેની કોમળ શિંગો તુચ્છ=અસાર ઔષધિ છે. તુચ્છ ઔષધિઓ તૃપ્તિનું કારણ ન હોવાથી અને બહુ સાવદ્ય (=ઘણી હિંસાવાળી) હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. અહીં વિગઈ શબ્દથી દૂધ વગેરે ભક્ષ્ય વિગઈઓ સમજવી. કારણ કે શ્રાવકને અભક્ષ્ય વિગઈઓનો સદા માટે ત્યાગ હોય. દિવસના પચ્ચક્ખાણોમાં વિગઈનું પચ્ચક્ખાણ હોય છે. એ પચ્ચક્ખાણમાં વિગઈઓનો સંક્ષેપ કરવો જોઈએ. અર્થાત્ વિગઈઓનો સંક્ષેપ કરીને = અમુક વિગઈનો ત્યાગ કરીને વિગઈનું પચ્ચક્ખાણ લેવું જોઈએ. તથા શ્રાવકે સચિત્ત અને અચિત્ત વગેરે દ્રવ્યોની સંખ્યા કરવી = પોતે નક્કી કરેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો. શાસ્ત્રથી અવિરુદ્ધ ભોજન કરે, અર્થાત્ જે ભોજન શાસ્ત્રથી વિરુદ્ધ હોય તે ભોજન ન કરે. જેમ કે – જેમાં જીવોત્પત્તિ થઈ હોય તેવાં ફલ, પુષ્પ અને પત્રવાળું બોળ અથાણું શાસ્ત્રથી વિરુદ્ધ છે. આથી શ્રાવક આવું બોળ અથાણું વગેરે જે ભોજન શાસ્ત્રથી વિરુદ્ધ હોય તેનો ત્યાગ કરે. વિવેચન આ ગાથાનો તાત્પર્ય એ છે કે શ્રાવક અભક્ષ્ય આહારનો ત્યાગ કરે. શાસ્ત્રમાં બાવીસ અભક્ષ્ય વસ્તુઓ છે. તે આ પ્રમાણે – ચાર મહા વિગઈઓ, ઉદુમ્બર વગેરે પાંચ પ્રકારનાં ફળો, બરફ, વિષ, કરા, માટી, રાત્રિભોજન, Page #315 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય બહુબીજ, અજાણ્યાં ફળો, સંધાન, અનંતકાય, વેંગણ, ચલિતરસ, તુચ્છળ અને કાચા ગોરસ સાથે દ્વિદળ. ૨૨ અભક્ષ્ય (૧ થી ૪) મદિરા, મધ, માંસ અને માખણ, આ ચાર અભક્ષ્ય છે. આ ચારેયમાં તેના જેવા અસંખ્ય સૂક્ષ્મ જીવો સદા ઉત્પન્ન થાય છે અને મરે છે. 296 (૧) મદિરા :- મહુડા, દ્રાક્ષ અને તાડી વગેરે વસ્તુઓને કોહરાવીને મદિરા બનાવવામાં આવે છે. કોહરાવવામાં અસંખ્ય કીડાઓ ઉત્પન્ન થાય છે. પછી ગરમ કરવાથી તે કીડાઓનો નાશ થાય છે. તથા મદિરા તૈયાર થયા પછી પણ તેમાં તેના જેવા વર્ણવાળા અસંખ્ય જીવો સતત ઉત્પન્ન થાય છે અને મરે છે. મદિરાના પાનથી માણસ લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ, ધર્મ વગેરેથી રહિત બની જાય છે. દારૂના નશામાં માણસ લજ્જાહીન બનીને ન કરવા જેવું કરે છે. એકવાર દારૂનું વ્યસન પડ્યા પછી માણસ તેનાથી છૂટી શકતો નથી. એથી એ વ્યસન માટે નિરર્થક ધનને બરબાદ કરે છે. મદિરાના વ્યસનથી જ્ઞાનતંતુઓ ઉપર ખોટી અસર પડે છે. એથી ધીમે ધીમે જ્ઞાનતંતુઓ નબળા પડતા જાય છે. મદિરાના કેફમાં હોય ત્યારે માણસ બુદ્ધિહીન બની જાય છે એ તો પ્રત્યક્ષ જોવામાં આવે છે. મદિરાના વ્યસનવાળાને પ્રાય: ધર્મની ભાવના ન થાય. કદાચ કોઈને ધર્મની ભાવના થાય તો પણ વિશેષ ધર્મ ન કરી શકે. તથા તેને ધર્મમાં તેવા ઉત્કૃષ્ટ ભાવ પણ આવવા દુર્લભ છે. મદિરાના કેફમાં માણસ હિંસા, મારામારી વગેરે કરી નાખે છે અને એથી એનું જીવન બરબાદ બની જાય છે. દ્વારિકા નગરી બળીને ખાખ થઈ ગઈ એનું મૂળ મદિરાપાન હતું. મદિરાના સેવનથી શરીર પણ ધીમે ધીમે કમજોર બનતું જાય. જઠરાગ્નિ મંદ પડતો જાય છે. પરિણામે શરીરમાં અનેક રોગો ઘર કરી જાય છે. દારૂની જેમ સ્પીરીટ, આલ્કોહૉલ, આસવ, તાડી, નીરો વગેરે માદક પદાર્થો પણ અભક્ષ્ય છે. વિવેકી શ્રાવકે જેમાં મદિરાના તત્ત્વો આવતા હોય તેવી દવાઓનો પણ ઉપયોગ નહિ કરવો જોઈએ. આયુર્વેદિક દવાઓમાં દ્રાક્ષાસવ વગેરે આસવો પણ અભક્ષ્ય છે. કેમકે બધી જ જાતના આસવો દારૂની જેમ ઔષધિઓને કોહરાવીને બનાવવામાં આવે છે. જરૂરી વસ્તુઓ ભેગી કરીને તે વસ્તુઓને થોડા દિવસો સુધી જમીનમાં રાખવામાં આવે છે. આ દરમિયાન તેમાં જંતુઓ ઉત્પન્ન થઈ જાય છે. (૨) મધ :- મધમાખીઓ મધપુડો બનાવે છે, અને એ મધપુડાને લેવા માટે મધપુડા આગળ ધુમાડો કરીને મધમાખીઓને અતિશય ત્રાસ આપવામાં આવે છે. ત્રાસથી મધમાખીઓ ઊડી જાય છે. પણ ઉડવા માટે અશક્ત તેના બચ્ચાઓ મરી જાય છે. તથા લાખો ઝીણાં માખીનાં ઇંડાં મરણ પામે છે. મધમાખીઓએ ઘણી મહેનતે બનાવેલો મધપુડો આ રીતે લઈ લેવામાં મધમાખીઓને કેટલું દુ:ખ થતું હશે ? તમે ક્લ્પના કરો કે એક માણસે ઘણાં વર્ષો સુધી મહેનત કરીને ધન એકઠું કર્યું હોય અને ચોર તે ધન ચોરી જાય તો તેને કેટલું દુ:ખ થાય ? આ રીતે હિંસાથી મેળવેલું મધ કેવી રીતે વાપરી શકાય ? વળી મધમાં નિરંતર અસંખ્ય સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે. (૩) માંસ :- માંસ અંગે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – કોઈપણ જીવનો ઘાત થતાં જ તેના માંસમાં તેના જેવા વર્ણવાળા અનંત જીવો ઉપજે છે. કાચા કે પકાવેલા એ બંને પ્રકારના માંસમાં અનંતા જીવો સતત ઉપજે છે અને મરે છે. જીવહિંસા વિના માંસ ન મળે. માંસનું વ્યસન માણસને નિર્દય બનાવે છે. હૃદય કેટલું બધું નિર્દય બને Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 297 ) પંદરમું ભોજન દ્વાર ત્યારે માણસ માંસ ખાઈ શકે. માંસ ખાનાર પંચેન્દ્રિય પ્રાણીઓની હિંસા કરે છે. પૂર્વે આ આર્યદેશમાં માંદા પશુની પણ માવજત કરતા. આજે માંદા પશુની માવજતની તો વાત દૂર રહી, સાજા પશુઓને પણ તલખાને મોકલીને કમોતે મારવામાં આવે છે. ઘી-દૂધના અભાવના બહાને ઇંડાનો અને અનાજની તંગીના બહાને માછલા-માંસનો ઉપયોગ વધવા માંડ્યો છે. આનું કારણ મુખ્યતયા એક જ છે અને તે કારણ એ છે કે પરલોક ભૂલાયો છે. જો પરલોક આંખ સામે રહે તો આજે ઇંડાં અને માંસ-માછલાના ભક્ષણનો જે પ્રચાર થઈ રહ્યો છે તેન થાય. હું અહીં જીવતા જીવને મારીને ખાઈ જઉં છું. પણ પરલોકમાં મારું શું થશે? આવો વિચાર જ આવતો નથી. એટલે જ ટેસ્ટથી ઇંડાં અને માંસ-માછલાનું ભક્ષણ થઈ શકે છે. કદાચ પુણ્યોદય હશે તો આ ભવમાં વાંધો નહિ આવે, પણ પરભવમાં તેનું ફળ મળ્યા વિના નહિ રહે. કારણ કે યાહૂ વિતીચંતે તાતાદ્યતે તમ્ = “આપણે જેવું બીજાને આપીએ તેવું આપણને તેનું ફળ મળે.” એ કુદરતનો નિયમ છે. જીભના શોખીનો ભલે આ નિયમને ન માને, એની અવગણના કરે, પણ આ નિયમ ત્રિકાલાબાધિત પરમ સત્ય છે. તમે બીજાને દુ:ખ આપશો તો તમને દુઃખ મળશે. તમે બીજાને સુખ આપશો તો તમને સુખ મળશે. માંસાહારથી જીવોને દુ:ખ જ આપવામાં આવે છે. માસ માટે જીવતા જીવને મારવામાં આવે છે, ત્યારે એ જીવની કરુણ દશા થાય છે. અંતરમાં બહુ જ સંતાપ પામે છે. અતિશય ભયભીત બની જાય છે. બચાવો બચાવો એમ બોલવાનું મન થાય છે. પણ વાચા ન હોવાથી બિચારા બોલી શક્તા નથી. આવી રીતે જીવોને દુઃખી કરીને પેદા થતું માંસ ખાવાથી શું પરલોકમાં સુખ મળે ? કદી જ નહિ. અહીં એક અગત્યની વાત વિચારી લઈએ. માંસાહારના અનેક દોષોમાં જીવહિંસા મુખ્ય દોષ છે. એટલે જીવહિંસાના પાપથી બચવા જેમ માંસનો ત્યાગ કરવો જોઈએ તેમ જીવહિંસાથી બનતી વસ્તુનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. જીવહિંસાથી તૈયાર થતી વસ્તુઓમાં કોઈ વસ્તુ વર્તમાન સંયોગોના કારણે જીવન જરૂરિયાતની બની ગઈ હોય તેથી તેનો ત્યાગ ન થઈ શકે તો પણ શોખની વસ્તુઓનો તો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. કારણકે તેવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી જીવહિંસાને ઉત્તેજન મળે છે. જેમકે(૧) ચમક્તા અને મુલાયમ બુટ-ચંપલ ગર્ભવતી ગાયની હિંસાથી બને છે. (૨) રેશમી સાડી વગેરે કીડાની હિંસાથી બને છે. (૩) હાથીદાંતની બનાવટો હાથીની હિંસાથી બને છે. (૪) સાબુમાં ચરબીનો ઉપયોગ થાય છે. (૫) બ્રશ વગેરે વાટીવાળાં સાધનો ભુંડ વગેરે પ્રાણીઓની હિંસાથી થાય છે. (૬) ચહેરાને સુંદર બનાવવા વપરાતાં ક્રીમ પણ પ્રાણીઓને દુ:ખી કરીને તૈયાર થાય છે. જાણવા મુજબ ક્રિીમમાં વપરાતું એસ્ટોજન એ ગર્ભિણી ઘોડીનું મૂત્ર છે. તેને મેળવવા માટે ઘોડીઓને હંમેશા બંધનમાં રાખી તેમને અકુદરતી ખોરાક આપવામાં આવે છે. તેમને હરવાફરવાની છૂટ આપવામાં આવતી નથી. (૭) સાંભળવા મુજબ કેકમાં ઇંડાં વપરાય છે. (૮) જીલેટીન નામનો પદાર્થ કતલ કરેલા જનાવરના હાડકાં, ચામડા વગેરેમાંથી બને છે. આ જીલેટીન રબર જેવી પીપરમીટ, દવા, કેટલાક આઇસ્ક્રીમ, કેસ્યુલ, ચોકલેટ, ટોફી વગેરેમાં વપરાય છે. - (૯) લીપસ્ટીકમાં મધમાખીનું મીણ વપરાય છે. એમીણ હજારો માખીઓ ભરે ત્યારે થોડું મળે છે. માખીને ઉડાડીને મધપૂડો મેળવવામાં આવે છે એટલે માખીઓનો ખોરાક ઝૂંટવી લેવામાં આવે છે. આથી તેમને Page #317 -------------------------------------------------------------------------- ________________ 1 298 પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય રસનો અંતરાય થાય છે. એમાં નિમિત્ત બનનારને અંતરાય કર્મનો બંધ થાય. (૧૦) શેમ્પ નામના સૌંદર્ય પ્રસાધનની પરીક્ષા સસલાની આંખમાં નાંખીને કરવામાં આવે છે. જે સસલાની આંખમાં નાંખવામાં આવે તે થોડા દિવસો ઘોર બળતરા સહન કરીને અંધ બની જાય છે. પછી તેને મારી નાંખવામાં આવે છે. (૧૧) અનેક જાતનાં બ્રશ વગેરે પશુઓના વાળમાંથી બને છે. (૧૨) કેટલાંક બટન, ફેન્સી ચીજો વગેરે પશુઓના શીંગડામાંથી બને છે. (૧૩) ફેશનેબલ હેટ, નરમ ગાદી-તકીયા, કેટલીક ફેન્સી ચીજો પક્ષીઓના પીંછામાંથી બને છે. (૧૪) નરમ પાકીટ, પટ્ટા, રમકડાં તથા અનેક પ્રકારની ફેન્સી ચીજો ચામડામાંથી કે જીવતા પ્રાણીઓની ચામડીમાંથી બને છે. શીંગડા, વાળ, પીંછા, ચામડાં અને ચામડી મેળવવા પશુ-પક્ષીઓની કતલ કરવામાં આવે છે. તેમને અનેક પ્રકારે દુ:ખ આપવામાં આવે છે. તેમના જીવતા જ શરીરમાંથી ચામડી વિગેરે ઉતારી લેવામાં આવે છે. (૧૫) મોતી મેળવવા માટે હજારો છીપ મર્યા પછી એકાદ બે છીપલામાંથી મોતી મળે છે. એટલે મોતીની બનાવટો અહિંસક નથી. (૧૬) કલ્ચર મોતી પણ અહિંસક નથી. કલ્ચર મોતી બનાવવા છીપને પકડીને તેમના શરીરમાં નાનું ઓપરેશન કરી મોતી માટે દાણો મૂકાય છે. પછી ૨-૩ વર્ષે મોતી પાકે એટલે છીપને મારીને મોતી લઈ લે છે. (૧૭) રેશમની ચીજો પણ હિંસાથી થાય છે. ૧૦૦ ગ્રામ રેશમી કાપડ બનાવવામાં ૧૫૦૦ જીવતા કોશેટાને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે. (૧૮) એક સ અત્તર તૈયાર કરવામાં ૮૭૫૨ રતલ ગુલાબનાં પુષ્પોનો વિનાશ થાય છે. (૪) માખણ - છાશમાંથી અલગ ર્યા પછી તરત તેમાં તેના જ જેવા વર્ણવાળા સફેદ અતિસૂક્ષ્મ જીવો સતત ઉપજે છે અને મરે છે, માટે માખણ પણ અભક્ષ્ય છે. મદિરા, મધ, માંસ અને માખણ એ ચાર જૈનશાસ્ત્રોમાં મહા વિગઈ તરીકે પ્રસિદ્ધ છે. મહાવિગઈ શ્રાવકો માટે સર્વથા અભક્ષ્ય છે. (૫૯) ઉદંબર પંચક - વડ, પીપળો (પારસ પીપળો), ઉદુંબરનું (ગુલર) વૃક્ષ, પ્લેક્ષ (પીપળાની જાતિનું ઝાડ) અને કાકોદુબરી (કસુંબર) એ પાંચેય પ્રકારના વૃક્ષોનાં ફળો (ટેટા)માં અતિસૂક્ષ્મ ઘણા ત્રસ જીવો હોય છે. (૧૦) બરફ અસંખ્ય અકાય જીવોના સમૂહરૂપ હોવાથી અભક્ષ્ય છે. જો કે પાણી પણ અસંખ્ય અષ્કાય જીવોના સમૂહરૂપ છે. આમ છતાં પાણીના એક બિંદુમાં જેટલા અકાય જીવો હોય તેના કરતાં બરફના તેટલા જ બિંદુમાં અતિશય વધારે અસંખ્ય જીવો હોય છે. કારણ કે પાણી પ્રવાહી છે. બરફ ઘન છે. એટલે દસ ગ્રામ પાણીમાં જેટલી વિરાધના થાય તેનાં કરતાં દસગ્રામ બરફમાં વધારે વિરાધના થાય. બીજી વાત. બરફ વિના માણસ ચલાવી શકે છે, પણ પાણી વિના ચલાવી શકે નહિ. પાણી અનિવાર્યવસ્તુ છે. બરફ અનિવાર્ય વસ્તુનથી. પાણી અનિવાર્ય હોવા છતાં શ્રાવકે પાણી જેમ બને તેમ ઓછું વપરાય તેની કાળજી રાખવી જોઈએ. શ્રાવકે પાણી વાપરવામાં ઘી કરતાય વિશેષ ઉપયોગ રાખવો જોઈએ. પાણીના એક ટીપામાં રહેલા જીવોનું શરીર સરસવ જેટલું કરવામાં આવે તો આખા જંબુદ્વીપમાં પણ ન સમાય એટલા જીવો પાણીના એક ટીપામાં હોય છે. આથી વિવેકી Page #318 -------------------------------------------------------------------------- ________________ 299 ) શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર શ્રાવકે બરફનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, અને પાણી પણ જેમ બને તેમ ઓછું વાપરવું જોઈએ. ક્યાંક ક્યાંક સંઘ જમણમાં બરફનો ઉપયોગ થતો હોય છે. તે તદ્દન ધર્મવિરુદ્ધ છે. (૧૧) કરા? - વરસાદ વખતે ક્યારેક ક્યારેક બરફ જેવા નાના ટુક્કા પડે છે તેને કરા કહેવામાં આવે છે. આકરા પણ બરફની જેમ અસંખ્ય અકાય જીવોના સમૂહરૂપ હોવાથી અભક્ષ્ય છે. (૧૨) વિષ:- અફીણ, સોમલ, વચ્છનાગવગેરે વિષ અભક્ષ્ય છે. કારણકે વિષ પેટમા જતાં જ અંદર કૃમિ આદિત્રસજીવોનો ઘાત કરે છે. જે દવામાં અફીણ વગેરે વિષ આવતું હોય તેવી દવાઓ પણ કટોકટીના સમય સિવાય નહિ વાપરવી જોઈએ. જો કે જે ઔષધમાં વિષ ભેળવેલું હોય તે ઔષધ ઘણું જ પ્રભાવશાળી અને શક્તિવાળું થાય છે. આથી તુરત રોગ મટાડીને આરામ આપે છે. પણ પરિણામે વધારે નુકશાન કરે છે. કારણકે એ ઝેરો પોતાનો પ્રભાવ બતાવે છે. શરીરમાં જેટલું ઝેર વધારે તેટલું મૃત્યુ વધારે નજીક આવે. આ પ્રમાણે વિષ હિંસાની દષ્ટિએ અને વર્તમાન જીવનની દૃષ્ટિએ પણ અભક્ષ્ય છે. (૧૩) માટી: સર્વપ્રકારની (સચિત્ત) માટી અભક્ષ્ય છે. કારણકે તેમાં અસંખ્ય જીવો હોય છે. લીલા આંબળા પ્રમાણ સચિત્ત પૃથ્વીમાં રહેલા જીવોનું શરીર જો કબૂતર જેટલું બનાવવામાં આવે તો આ લાખયોજન ગોળાકૃતિવાળા જંબુદ્વીપમાં ન માય. આટલા જીવો એક આંબળાના જેટલી સચિત્ત પૃથ્વીમાં હોય છે. મીઠું સચિત્ત પૃથ્વીકાય છે. મીઠાના એક કણિયામાં અસંખ્ય જીવો હોવાથી શ્રાવકે સચિત્ત મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. પૃથ્વીમાંથી ખાણ ખોદીને કાઢેલું, સમુદ્રના પાણીથી અગરમાં જમાવેલું, લાલસંધવ, ખાર વગેરે પ્રકારનું મીઠું અગ્નિનું શસ્ત્ર ન લાગે ત્યાં સુધી સચિત્ત હોય છે. મીઠું અગ્નિથી શેકાયા વિના અચિત્ત થતું નથી. કારણ કે તેમાં અસંખ્યાતા પૃથ્વીકાય જીવો એવા સૂક્ષ્મ હોય છે કે તેને ગમે તેટલું ખાંડવાથી, દળવાથી કે વાટવાથી પણ અચિત્ત થતું નથી. માટે કુંભારના નિભાડામાં કે સુખડીયાની ભઠ્ઠીમાં નીચે માટીના વાસણમાં મીઠાને સીલ કરીને રાખવાથી અગ્નિના તાપથી તે અચિત્ત થાય છે. આ મીઠું બે–ચાર વર્ષ સુધી તો અચિત્ત રહે છે. તે પછી તે સચિત્ત થાય તેવું સાંભળ્યું નથી, છતાં ઘણાં વર્ષોનું બલવન વાપરવું ઠીક નથી. શ્રાવકો પોતાના ઘરમાં દળેલા મીઠામાં મીઠા કરતા ડબલ પાણી નાખીને તેને ઉકાળીને જેમ સાકરકે મોરસની ચાસણી કરી બુરૂ ખાંડ બનાવે છે, તેમ એકરસ બનાવી ઠારીને અચિત્ત મીઠું (બલવન) બનાવે છે. આ મીઠું તત્કાલ તો અચિત્ત થાય છે, પણ તે પાણીના સંયોગે ઉકાળેલું હોવાથી બે-ચાર મહિના પછી સચિત્ત થવાનો સંભવ છે. વિના પાણીએ સ્વયમેવ મીઠાનો જ રસ બની ભઠ્ઠીથી જે મીઠું પાડ્યું હોય, તેના જેટલો તેનો કાળ ગણાય નહિ. તે સિવાય તાવડી વગેરેમાં શેકીને પણ કેટલાક મીઠાને અચિત્ત કરે છે. પણ તે બહુશેકાઈ લાલ વર્ણવાળું બની જાય તો જ અચિત્ત સમજવું. માત્ર થોડુંક શેકવાથી તો સચિત્ત રહેવા સંભવ છે. મુનિરાજ શ્રી વીરવિમલજી કૃત સચિત્ત-અચિત્ત સક્ઝાયમાં કહ્યું છે કે અચિત્ત લવણ વર્ષા દિન સાત, સીયાલે દિન પન્નર વિખ્યાત માસ દિવસ ઉન્હાલા માંહી, આઘો રહે સચિત્તતે હોઈ ” આ કાળમાન તાવડીમાં શેક્વાથી પકાવેલા મીઠાનું સંભવે છે. ભઠ્ઠીમાં પકાવેલા મીઠાનો કાળ તો પ્રવચન સારોદ્ધારમાં ઘણો એટલે બે ચાર વર્ષ કે તેથી પણ વધારે કહ્યો છે. શ્રાવકે બીજું સચિત્ત ન છોડી શકાય તો સચિત્ત નિમક તો છોડવું જ જોઈએ. Page #319 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર ( 300 ) શ્રાદ્ધદિનકૃત્ય, (૧૪) રાત્રિભોજન:- રાત્રિભોજનને જૈનધર્મમાં બહુ જ મોટું પાપ ગણવામાં આવ્યું છે. રાત્રિભોજનનો જૈનશાસ્ત્રમાં જ નિષેધ છે એવું નથી. અન્યશાસ્ત્રમાં પણ રાત્રિભોજનનો નિષેધ છે. અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે मृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल । अस्तंगते दिवानाथे, भोजनं क्रियते किमु ॥ સામાન્ય સ્વજનના મરણથી પણ સૂતક લાગે છે, તો સૂર્યના અસ્ત થવાથી ભોજન કેમ કરી શકાય.?? કે मद्यमांसाशनं रात्रौ, भोजनं कन्दभक्षणम् । ये कुर्वन्ति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ॥ જેઓ મદિરા પીએ છે, માંસ ખાય છે, રાત્રિભોજન કરે છે અને કંદમૂળ ખાય છે, તેઓની તીર્થયાત્રા તથા તપ-જપ નિષ્ફળ થાય છે.” મહાભારતના ૧૮મા પર્વમાં જણાવ્યું છે કેनोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर । तपस्विना विशेषेण, गृहस्थेन विवेकिना ॥ “હેયુધિષ્ઠિર! વિવેકીગૃહસ્થ રાત્રે પાણી પણ પીવું જોઈએ, તપસ્વીએ તો વિશેષરૂપે આનું પાલન કરવું જોઈએ.” મહાભારતમાં જ બીજા સ્થળે લખ્યું છે કેअस्तंगते दिवानाथे, आपो रुधिरमुच्यते । अन्नं मांससमं प्रोक्तं, मार्कण्डेयमहर्षिणा । સૂર્યનો અસ્ત થયા પછી પાણી લોહી સમાન છે, અને અન્ન માંસ સમાન છે, એમ માર્કન્ડેય ઋષિએ કહ્યું છે. चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायिके ।। “નરકમાં જવાના ચાર દ્વાર છે. તેમાં પહેલું રાત્રિભોજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજું બોળ અથાણાનું ભક્ષણ અને ચોથું અનંતકાય (કંદમૂળ)નું ભક્ષણ.” સ્કંધ પુરાણમાં કપાલમોચન સ્તોત્રમાં કહ્યું છે કેएकभक्ताशनान्नित्य-मग्निहोत्रफलं लभेत् । अनस्तभोजनान्नित्यं, तीर्थयात्राफलं लभेत् ॥ “હમેશા એકવાર ભોજન કરવાથી અગ્નિહોત્રનું અને રાત્રિભોજનના ત્યાગથી તીર્થયાત્રાનું ફળ મળે છે.” બીજા કોઈ શાસ્ત્રમાં પણ કહ્યું છે કેनैवाहुतिर्न च स्नानं, न श्राद्धं देवताऽर्चनम् । दानं वा विहितं रात्रौ, भोजनं तु विशेषतः ॥ “રાત્રિએ યજ્ઞકર્મ, સ્નાન, શ્રાદ્ધભોજન, દેવપૂજા કે દાન કરાય નહિ અને રાત્રિભોજન તો સર્વથા કરાય નહિ.” પુરાણ વગેરેમાં કહ્યું છે કેवासरे च रजन्यां च, यः खादन्नेव तिष्ठति । शृङ्ग-पुच्छ परिभ्रष्टः, स्पष्टं स पशुरेव हि ॥ . “દિવસકે રાત્રિનો ભેદ રાખ્યા વગર જે ખાધા જ કરે છે તે શિંગડા અને પૂંછડા વગરનો સ્પષ્ટ પશુ જ છે.” Page #320 -------------------------------------------------------------------------- ________________ ( 301 ) શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यमसङ्गता । मद्य-मांस-मधुत्यागो रात्रिभोजनवर्जनम् ॥ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહતા એ પાંચનું પાલન કરવું જોઈએ, અને મદિરા, માંસ, મધ અને રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ.” करोति विरतिं धन्यो, यः सदा निशि भोजनात् । सोऽर्धपुरुषायुषस्य, स्यादवश्यमुपोषितः ॥ જે ભાગ્યશાળી સદા રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે પોતાના આયુષ્યના અર્ધા ભાગના દિવસો સુધી ઉપવાસી બને છે. અર્થાત્ તેને આયુષ્યના અર્ધાભાગના દિવસો જેટલા ઉપવાસનું ફળ મળે છે.” ये रात्रौ सर्वदाहारं, वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ॥ “જેઓ સદા રાત્રિભોજનનો ત્યાગ કરે છે તેમને એક મહિનામાં પંદર ઉપવાસનું ફળ મળે રાત્રિભોજનથી જીવ અન્યભવમાં ઘૂવડ, બિલાડા, ગીધ, સાપ, ગિરોળી વગેરે અવતારો પામે છે. રાત્રિભોજન કેવો મહાન દોષ છે એ જાણવા રામાયણનો એક પ્રસંગ જાણવો જરૂરી છે. તે પ્રસંગ આ પ્રમાણે છે * રાત્રિભોજન ત્યાગમાં વનમાળાનું દષ્ટાંત લક્ષ્મણ અને સીતાજીની સાથે શ્રી રામચંદ્રજી વનવાસના કાળમાં કુબેર નામના ગામ બહાર એક વડવૃક્ષ નીચે રાતવાસો રહ્યા હતા. કુબેરનગરના રાજા મહીધરને વનમાળા નામની સુંદર કન્યા હતી. લક્ષ્મણના પ્રભાવશાળી વ્યક્તિત્વથી તે તેના ઉપર અંત:કરણથી અનુરાગિણી બની હતી. પણ જ્યારે તેણે સાંભળ્યું કે લક્ષ્મણ તો વનવાસી થયા છે ત્યારે તેણે આત્મહત્યાનો નિર્ણય કર્યો, અને તે જ રીતે જે વનમાં રામ વગેરે રાતવાસો રહ્યા હતા તે જ વનમાં ત્યાં ગળે ફાંસો ખાવાની તે તૈયારી કરવા લાગી. જાગતા ચોકીપહેરો કરી રહેલા લક્ષ્મણે આ જોયું. તેની પાસે જઈને આત્મઘાતનું કારણ પૂછ્યું. વનમાળાએ પોતાની સત્યબીના (હકીક્ત) કહી. લક્ષ્મણે તુરંત તેનો ફાંસોતોડી ખાતરી આપી કે પોતે જ લક્ષ્મણ છે. ગાંધર્વવિવાહથી બંને ત્યાં ને ત્યાં પરણ્યા. આથી વનમાળાને આનંદ થયો. પછી લક્ષ્મણે વનમાળાને કહ્યું: હમણાં તું તારા પિતાને ત્યાં રહે. વનવાસ પૂર્ણ થતાં હું તને જલદી લઈ જઈશ. પણ વનમાળાને વિશ્વાસ ન આવ્યો. એને એમ થયું કે પછી કોણ જાણે ક્યારે આવે? લક્ષ્મણજીએ હું જલદી લઈ જઈશ, એમ ઘણું સમજાવ્યું. પણ વનમાળાને વિશ્વાસ ન આવ્યો. આથી લક્ષ્મણજીએ કહ્યું: જો હું વનવાસ પૂર્ણ થતાં તને જલદી લેવા ન આવે તો સ્ત્રી હત્યા કે ગોહત્યા વગેરે પાપ લાગે, અર્થાત્ આવા પાપનો ભાગીદાર થાઉં. ત્યારે વનમાળાએ કહ્યું: તમે એમ કહો કે વનવાસ પૂર્ણ થતાં હું તને જલદી લેવા ન આવે તો રાત્રિભોજન કરનારને જે પાપ લાગે તે પાપનો હું ભાગીદાર થાઉં. જો તમે આવી પ્રતિજ્ઞા કરો તો હું પિતાને ઘરે રહીને તમારી વાટ જોઈશ. નહિતો હવે તમને છોડીને ક્યાંય જવું નથી. લક્ષ્મણે પ્રતિજ્ઞા કરી એટલે વનમાળાને વિશ્વાસ થયો. પછી તે પિતાને ઘરે ગઈ. આનાથી એ સમજાય છે કે સ્ત્રી હત્યા વગેરેથી પણ રાત્રિભોજનના પાપને વનમાળાએ વધુ ગળ્યું હતું. આથી પાપભીરુ જીવે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. રાત્રિભોજનના ત્યાગથી શારીરિક લાભ રાત્રિભોજનના ત્યાગથી શારીરિક દષ્ટિએ પણ વિશેષ લાભ થાય છે. આથી જ આયુર્વેદમાં રાતે ખાવાનો Page #321 -------------------------------------------------------------------------- ________________ 1 302 ) પંદરમું ભોજન દ્વાર (302) શ્રાદ્ધદિનકૃત્ય નિષેધ છે. આયુર્વેદમાં કહ્યું છે કે हृन्नाभिपद्मसंकोचश्चण्डरोचिरपायतः । अतो न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥ “સૂર્ય અસ્ત થતાં હદયમળ અને નાભિકમળ બંને સંકોચાઈ જાય છે, અને સૂક્ષ્મ જીવો ભોજનમાં ખવાઈ જવા માટે રાત્રિભોજન કરવું નહિ.” આજે પણ સારા વૈદ્ય-ડૉક્ટરો જૈનધર્મમાં બતાવેલા રાત્રિભોજનના ત્યાગની અને નવકારશીના પચ્ચખાણની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. રાત્રે ન ખાવાથી અને સૂર્યોદય બાદ બે ઘડી સુધી ન ખાવાથી હોજરીને ઘણો આરામ મળે છે. એથી ખાધેલો આહાર બરોબર પચી જાય છે. આ રીતે રાત્રિભોજનમાં ઘણા દોષો હોવાથી અને રાત્રિભોજનના ત્યાગમાં ઘણા ગુણો હોવાથી શ્રાવકોએ રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. પૂર્વે કુમારપાળ મહારાજા, વસ્તુપાળ-તેજપાળ-પેથડશાહ મંત્રી જેવા શ્રાવકો રાત્રિભોજન કરતા હતા. તેમાં પણ પેથડશાહ મંત્રીને તો સૂર્યાસ્તથી પહેલાં બે ઘડીથી આહાર-પાણી બંનેનો ત્યાગ હતો. તેમનો આ નિયમ એક પ્રસંગ ઉપરથી જાણી શકાય છે. તે પ્રસંગ આ પ્રમાણે છે પેથડશાહ એકવાર શ્વેતાંબર જૈન સંઘ ગિરનાર તીર્થની યાત્રા કરવા માટે ગયો. જે દિવસે શ્વેતાંબર સંઘ ગિરનાર પહોંચ્યો તે જ દિવસે દિગંબર સંઘ પણ ત્યાં આવ્યો. એ બંને વચ્ચે તીર્થની માલિકી માટે વિવાદ થયો. શ્વેતાંબરોએ કહ્યું કે આ તીર્થ અમારું છે. દિગંબરોએ કહ્યું કે આ તીર્થ અમારું છે. ઘણી ચર્ચા થયા પછી છેવટે નક્કી થયું કે ઉછામણી બોલીને ઈદ્રમાળ પહેરવી. જે ઈદ્રમાળ પહેરે તેનું આ તીર્થ બને. ઉછામણી શરૂ થતાં વધતાં વધતાં પેથડશાહ ૫૬ ઘડી સુર્વણ બોલ્યા. પછી દિગંબર સંઘમાં કોઈ જ બોલ્યું નહિ, આથી પેથડશાહે ઈદ્રમાળા પહેરી અને ગિરનાર તીર્થ શ્વેતાંબરોનો છે એ નક્કી થયું. પછી પેથડશાહે નિર્ણય કર્યો કે જ્યાં સુધી ઉછામણીનું દ્રવ્યન આવે ત્યાં સુધી મારે આહાર-પાણી લેવા નહિ. તુરત માંડવગઢ તરફ સાંઢણીઓ મોકલી. પૂર્વે રેલ્વે કે મોટર ગાડીઓ હતી નહિ. ગાડાં કે પશુઓ દ્વારા માલ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાતો હતો. બીજા દિવસે સાંજે સૂર્યાસ્તને બેઘડી બાકી હતી ત્યારે સુવર્ણઆવ્યું સુવર્ણ આવ્યું કે તુરત બધાએ ભેગા મળીને પેથડશાહને આહારપાણી વાપરવાનું કહ્યું. પણ પેથડશાહે આહારપાણી ન લીધા. તેમણે ખુલાસો કર્યો કે સૂર્યાસ્તને બે ઘડી વાર હોય ત્યાર પછી મારે આહાર–પાણીનો ત્યાગ છે. કેટલાક પશુઓ અને પંખીઓ પણ રાતે ખાતા નથી. તો પછી મનુષ્યથી તો રાતે કેમ જ ખવાય ? આ વિષે એક મુનિએ ગુજરાતી કાવ્યમાં કહ્યું છે કે ઉત્તમ પશુપંખી પણ રાતે, હાલે ભોજન ટાણો! તમે તો માનવી નામ ધરાવો, કિમ સંતોષન આણી રે !! રાત્રિભોજનના ત્યાગીએ દિવસે પણ રાતે બનાવેલું ભોજન નવાપરવું જોઈએ. દિવસ અને રાતની અપેક્ષાએ ભોજનના ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે – (૧) દિવસે બનાવેલું ભોજન રાતે ખાવું. (૨) રાતે બનાવેલું ભોજન રાતે ખાવું. (૩) રાતે બનાવેલું ભોજન દિવસે ખાવું. Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 303 પંદરમું ભોજન દ્વાર (૪) દિવસે બનાવેલું ભોજન દિવસે ખાવું. આ ચાર ભાંગામાં ચોથો ભાંગો જ શુદ્ધ છે. જો કે રાતે બનાવેલું ભોજન દિવસે વાપરવામાં રાત્રિભોજનના નિયમનો ભંગ ન થાય, આમ છતાં અતિચાર જરૂર લાગે. કારણ કે જીવહિંસાથી બચવા રાત્રિભોજન છોડવામાં આવે છે. રાતે બનાવેલ ભોજન દિવસે વાપરવામાં જીવહિંસા તો થાય જ છે. આ વિષે રત્નસંચય ગ્રંથ (શ્લોક ૪૫૪) માં કહ્યું છે — ‘રાત્રિએ તથા અંધકારમાં સૂક્ષ્મ જીવો જોઈ શકાતા નથી, તેથી રાત્રિએ બનાવેલું દિવસે ખાય તો પણ રાત્રિભોજન તુલ્ય છે.’’ મુખ્યતયા શ્રાવક માટે એકાસણાનું વિધાન છે. આમ છતાં જો એકાસણું ન થઈ શકે અને એથી સાંજે વાપરવું પડે તો પણ સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં ભોજન કરી લેવું જોઈએ. જો ઘરમાં બધા જ માણસો આ પ્રમાણે વહેલા જમી લે તો વાસણ માંજવા વગેરે કામ પણ અજવાળે અજવાળે થઈ જાય અને બહેનો પણ સમયસર પ્રતિક્રમણ વગેરે અનુષ્ઠાન કરી શકે. સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં ભોજન કરી લેવા વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે ‘‘રાત્રિભોજનના દોષોને જાણનાર જે મનુષ્ય સૂર્યોદયથી બે ઘડી વીત્યા બાદ અને સૂર્યાસ્તથી બે ઘડી પૂર્વે ભોજન કરે છે તે પુણ્યશાળી છે.’’ હવે સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં ભોજન ન કરી શકાય તો ઓછામાં ઓછું સૂર્યાસ્ત પહેલાં પાંચ મિનિટ તો અવશ્ય વાપરી લેવું જોઈએ. હવે સૂર્ય હશે કે નહિ એવા શંકાવાળા સમયે ભોજનનો અવશ્ય ત્યાગ કરવો હિતાવહ છે. આ રીતે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લીધા પછી તુરત તિવિહાર કે ચોવિહારનું પચ્ચક્ખાણ લઈ લેવું જોઈએ. કારણ કે શ્રાદ્ધવિધિમાં ઉત્સર્ગ માર્ગે દિવસે જ દિવસ ચરિમ (ચોવિહાર, તિવિહાર કે દુવિહાર) પચ્ચક્ખાણ કરી લેવું એમ કહ્યું છે. અપવાદથી તો સૂર્યાસ્ત બાદ પણ દિવસચરિમનું પચ્ચક્ખાણ લઈ શકાય. આ રીતે દરરોજ રાતે ચોવિહારનું પચ્ચક્ખાણકરનાર ભાગ્યશાળીને એક મહિને પંદર ઉપવાસનું ફળ મળે છે. જો સવારે પોરિસીનું અને સાંજે ચોવિહારનું પચ્ચક્ખાણ કરે તો આરોગ્યની દષ્ટિએ પણ લાભ થાય. આ વિષે ઈટાલીયન કવિતાનો ભાવ નીચે મુજબ છે :– પાંચ વાગે ઉઠવું, અને નવ વાગે જમવું, પાંચ વાગે વાળુ અને નવ વાગે સૂવું, એથી નેવું ને નવ વરસ જીવાય છે. જો દરરોજ બિયાસણું કરવામાં આવે તો આ નિયમ બરોબર સચવાઈ રહે. આ દેશમાં જમવાનો વખત સામાન્ય રીતે મજુર વર્ગમાં ત્રણ વખતનો છે અને શિષ્ટવર્ગમાં બે વખતનો છે. શિષ્ટવર્ગમાં બાળકો સિવાય બે જ વખત જમવાનો રિવાજ હતો. હાલમાં ચાના પ્રચાર પછી સવારે કાંઈ પણ લેવાનો રિવાજ રૂઢ થઈ ગયો છે. નહીંતર સવારે ખાસ કારણ વિના કોઈપણ ખાવાનું રાખતા નહીં, માત્ર લગભગ ૧૦ વાગે જમવાનું અને સાંજે ઋતુ પ્રમાણે પાંચ વાગ્યાની આજુબાજુ જમવાનો રિવાજ હતો. એટલે દિવસે સૂર્યના પ્રકાશથી જઠરાગ્નિ તેજ રહે અને ૭–૮ ક્લાકના અંતરમાં બપોરનું પચી જાય અને સાંજે પાંચ-છ વાગ્યે ખાધેલું હોય તે આખી રાતના લગભગ ૧૬ કલાકની મદદથી પચી જાય. એટલે ખરી ભૂખમાં જ ખવાતું હતું. મારવાડમાં હજુ આ રિવાજ જોવા મળે છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વારા (304). શ્રાદ્ધદિનકૃત્ય હાલમાં સવારે ખવાય, બપોરે અનિયમિત વખતે ખવાય અને સાંજે કે રાતે ખવાય, આમ વિષમ આહાર થવાથી, ઉપરાઉપર ખવાતું હોવાથી ઘણાને પિત્તની બિમારી કાયમ રહે છે. રાત્રિભોજનથી શારીરિક અને આધ્યાત્મિક એમ બંને દષ્ટિએ નુકશાન થાય છે. રાતે પાચનશક્તિ મંદ પડી જાય છે. આથી ખોરાકનું બરાબર પાચન ન થવાથી શરીરમાં અનેક રોગો થાય છે. રાતે પૂરતા પ્રકાશના અભાવે કરોળિયો વગેરે ખાવામાં આવી જાય તો કોઢ વગેરે રોગ થાય. આમ રાત્રિભોજનથી શારીરિક નુકશાન થાય. રાત્રિભોજનથી જીવહિંસા થતી હોવાથી આધ્યાત્મિક નુકશાન થાય. રાતે ભોજન તૈયાર કરવામાં જીવહિંસા થાય. પછી કીડી, માખી, મચ્છર વગેરે જીવો પીરસાયેલી રસોઈમાં કે રસોઈવાળા વાસણમાં પડીને મરી જાય પછી વાસણ માંજવા-ધોવા વગેરેમાં જીવહિંસા થાય. પ્રશ્નઃ-લાડુ વગેરે તૈયાર મીઠાઈ, ખજૂર વિગેરે પદાર્થો રાતે ખાવામાં રસોઈ કરવાની હોતી નથી. તથા વાસણ ધોવા વગેરે આરંભ કરવો પડતો નથી. તથા માખી વગેરે ઉડતા જીવોનો પણ નાશ ન થાય, આથી તેવા પદાર્થો રાતે ખાવામાં શો વાંધો? ' ઉત્તર - રાતે ગમે તેવો પ્રકાશ હોય તો પણ લાડવા વગેરે આહાર ઉપર ચઢેલા કુંથુઆ અને પનક (નીલ-ફૂગ) વગેરે સૂક્ષ્મ જીવો બરાબર જોઈ શકાતા નથી. આથી તેવો આહાર પણ રાત્રે ખાવાથી જીવહિંસા થાય. આ વિષે નિશીથભાષ્યમાં કહ્યું છે કે –“જો કે લાડુ વગેરે દિવસે બનાવેલા હોય તો પણ રાતે (તે લાડુ વગેરે ઉપર રહેલા) કુંથુઆ, નીલ, ફુગવગેરે સૂક્ષ્મ જંતુઓ ખાતા નથી. તેથીકેવલજ્ઞાનીઓ પોતાના જ્ઞાનથી તે સૂક્ષ્મજીવોને જાણી શકતા હોવા છતાં રાત્રિભોજન કરતા નથી.” (૧૫) બહુબીજ - જે ફળોમાં અંતરપટ (આંતરા) વિના ઘણા બીજો હોય તે બહુબીજ કહેવાય. ખસખસ, રાજગરો, રીંગણા, પટોળા અને પંપોટા વગેરે બહુબીજ છે. દાડમકે ટિંડોડા વગેરેમાં ઘણા બીજ હોવા છતાં બે બીજની વચ્ચે પડ હોવાથી બહુબીજ ન ગણાય. (૧૬) અજાણ્યાં ફળો - ભોજન કરનાર કે કરાવનાર એ બંનેમાંથી કોઈપણ જે ફળોની જાતિ અને ગુણદોષ વગેરેને ન જાણતા હોય તેવા અજાણ્યાંફળો અભક્ષ્ય છે. કારણકે તેઝેરી હોયતો ખાવાથી મરણ થાય, અથવા પોતે જેનો ત્યાગ કર્યો હોય તે વસ્તુ ખવાઈ જવાય તો નિયમ ભંગ થાય. * (૧૭) સંધાન:સંધાન એટલે બોળ અથાણાં, અથાણાની વસ્તુ કેરી વગેરે બરોબર સૂકાય નહિ અને એથી પાણીના અંશવાળી રહે (હવાવાળી રહે) તે વસ્તુનું અથાણું બોળ અથાણું કહેવાય. અથાણા માટે એવો નિયમ છે કે જે વસ્તુનું અથાણું બનાવવું હોય તે વસ્તુને ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બરોબર તડકો આપવો જોઈએ. પછી જ્યારે બરોબર સૂકાઈ જાય, પાણીનો અંશ જરાય ન રહે ત્યારે વિધિપૂર્વક બનાવેલું અથાણું ભક્ષ્ય બને. આવા અથાણાં પણ તેલવૂડ હોવા જોઈએ. આવાં અથાણાં બગડે નહિ ત્યાં સુધી ખપે છે. તડકો બરોબર ન દેવાયો હોય, એથી લીલાશ રહે તો તેવું અથાણું બોળ અથાણું કહેવાય. બોળ અથાણાં માટે ભક્ષ્યાભઢ્યનો નિયમ: - જે ફળમાં ખટાશ છે તેનું અથવા ખટાશવાળી વસ્તુ સાથે ભેળવેલ વસ્તુનું બોળ અથાણું ત્રણ દિવસ સુધી ભક્ષ્ય છે. ત્રણ દિવસ પછી અભક્ષ્ય બને છે. કેરી કે લીંબુ વગેરેની સાથે નહિ ભેળવેલા ગુવાર વગેરેના અથાણા કે જેમાં ખટાશ નથી તે અથાણા તો રાત્રિ વિત્યે બીજા જ દિવસે અભક્ષ્ય થાય. Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર ખટાશવાળાં કે ખટાશવાળી વસ્તુ સાથે ભેળવેલાં અથાણામાં પણ જો મેથી નાખી હોય તો બીજા જ દિવસે વાસી થવાથી અભક્ષ્ય બને. કારણ કે મેથી ધાન્ય છે. 305 છુંદા-મુરબ્બા તડકે સૂકવીને અને ચૂલા ઉપર ચડાવીને એમ બે રીતે બનાવવામાં આવે છે. તડકે સૂકવીને બનાવાતા છુંદા–મુરબ્બામાં પાણીનો અંશ બરોબર સૂકાઈ ગયો હોય તો ભક્ષ્ય બને છે. ચૂલા ઉપર ચડાવીને બનાવેલા છુંદા–મુરબ્બા જો પાકી ચાસણીવાળા હોય તો ભક્ષ્ય બને છે. ચાસણી ત્રણ તારવાળી બને તો જ પાકી ચાસણી કહેવાય એમ અનુભવીઓનું કહેવું છે. (૧૮) અનંતકાય :- જે કંદમૂળ વગેરે વસ્તુમાં એક શરીરમાં અનંત જીવો હોય, અર્થાત્ સોયની અણી જેટલા ભાગમાં અનંતજીવો હોય તેને અનંતકાય કહેવામાં આવે છે. અનંતકાયના બત્રીસ ભેદ (૧) સૂરણનો કંઠ :- જેનાથી હરસના જીવોનો નાશ થાય છે તે સૂરણ પ્રસિદ્ધ છે. - (૨) વાછંદ : - એક છંદ વિશેષ છે, યોગશાસ્ત્રની ટીકામાં તેનું વજ્રતરુ નામ કહ્યું છે. (૩) લીલી હળદર : - પ્રસિદ્ધ છે. દરેક જાતની નહિ સૂકાયેલી હળદર. (૪) આદુ :- લીલી સૂંઠ. (૫) લીલો ચૂરો - સ્વાદમાં તીખો હોય છે. (૬) શતાવરી :- વેલડી વિશેષ. (૭) વિરાલી :- વેલડી વિશેષ, તેને કોઈ સોફાલી પણ કહે છે. (૮) કુમારી-કુંઆર :- પ્રસિદ્ધ છે. જેના પત્રો બે ધારોમાં કાંટાવાળા લાંબા, પરનાળના આકારના હોય છે. (૯) થોહરી :- દરેક જાતિના થોરીયા અનંતકાય છે. તેને સ્નેહીવૃક્ષ પણ કહે છે. (૧૦) ગડૂચી :- દરેક જાતિની ગળોના વેલા, જે લીમડા વગેરે વૃક્ષો ઉપર હોય છે. (૧૧) લસણઃ- પ્રસિદ્ધ છે. (૧૨) વંશકારેલ :- કોમળ નવા વાંસનો અવયવવિશેષ, તે પ્રસિદ્ધ છે.. (૧૩) ગાજર :- પ્રસિદ્ધ છે. (૧૪) લવણક :- લૂણી વનસ્પતિ વિશેષ, જેને બાળવાથી સાજીખાર બને છે. (૧૫) લોઢક :- પદ્મિની નામની વનસ્પતિનો કંદ. (પાણીમાં પોયણાં થાય તે.) (૧૬) : ગિરિકર્ણિકા :- એક જાતની વેલડી, કચ્છમાં પ્રસિદ્ધ છે, જેને ગરમર પણ કહે છે. (૧૭) કિસલય પત્રો ઃ- દરેક વનસ્પતિના પ્રૌઢ પાંદડાની પૂર્વાવસ્થાના કોમળ પાંદડાં અને દરેક બીજમાંથી પ્રથમ નીકળતા અંકુરાઓ, તે અનંતકાય જ હોય છે. જ્યારે તે રૂઢ બને ત્યારે પણ પ્રત્યેક વનસ્પતિના હોય તે જ પ્રત્યેક વનસ્પતિ થાય. બીજા તો અનંતકાય જ રહે. જેમ મેથીની ભાજીના મૂળમાં રહેલા જાડાં પત્રો અનંતકાય હોય છે, તેમ દરેક વનસ્પતિના પણ પ્રથમ ઉગતાં પત્રો અનંતકાય હોય છે, અને પ્રથમ નીકળતા અંકુરા પણ અનંતકાય હોય છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ 306 ) પંદરમું ભોજન દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય (૧૮) ખરસઈઓ - કબ્દવિશેષ. જેને કસેર-ખીરિશુક પણ કહે છે. (૧૯) ઘેગની ભાજી - પ્રસિદ્ધ છે. તેનો પાંખ પણ થાય છે. જે જુવારના જેવો ચોમાસામાં ઘણા સ્થળોએ વેચાય છે. (૨૦) લીલી કોથઃ- પ્રસિદ્ધ છે. જળાશયોમાં કાંઠે કાંઠે થાય છે અને પાકે ત્યારે કાળી થાય છે. (૨૧) લવણ નામના વૃક્ષની છાલઃ- તેને ભ્રમરવૃક્ષ પણ કહે છે. હાલ સિવાય તેના બાકીના અંગો પ્રત્યેક વનસ્પતિ છે. (૨૨) ખિલ્લડો - ખિલ્લુડ નામે કંદ, લોકમાં તે પ્રસિદ્ધ છે. (૨૩) અમૃતવેલ - તે નામનો વેલો. (૨૪) મૂળાનો કંદઃ પ્રસિદ્ધ છે. (મૂળાના કંદ સિવાયનાં ડાળી, ફૂલ, પત્ર, મોગરા અને દાણા એ બધાય અંગો પ્રત્યેક હોવા છતાં અભક્ષ્ય ગણાય છે. તથા કંદ તો ધોળો અને રાતો, જે દેશી અને પરદેશી કહેવાય છે તે બંને પ્રકારનો પણ અનંતકાય જ છે.) (૨૫) ભૂમિહઃ- જેનું લોકોમાં ભૂમિફોડા નામ છે, તે ચોમાસામાં થાય છે, અને તેને બિલાડીનો ટોપ પણ કહે છે કે જે છત્રના આકારે હોય છે. (૨૬) વિરૂદ્ધઃ- કઠોળમાંથી નીકળતા અંકુરા. જ્યારે ચણા, મગ વગેરેને પલાળવામાં આવે છે ત્યારે તે વધુ વખત પાણીમાં રહેતાં તેમાં સફેદ અંકુરાઓ નીકળે છે. પછી તેની દાળ બનાવી હોય કે શાક તરીકે બાક્યા હોય તો પણ તેનું ભક્ષણ કરનારને અનંતકાયભક્ષણનો દોષ લાગે છે. માટે તે બહુ વખત . પલાળી રાખવા નહિ. પરધર્મીને ત્યાં જમવા જતાં આ વિષયની કાળજી ન રખાય તો નિયમભંગ થવા સંભવ છે.) (૨૭) હક્કપત્થલ - વત્થલો તે નામે પ્રસિદ્ધ એક શાક છે. તે પ્રથમ ઉગતી વખતે અનંતકાય છે અને કોમળતા મટી કઠિન બને ત્યારે પ્રત્યેક ગણાય છે. (૨૮) શૂકરેલ્લી:- તેને શ્કરવાલ-ચૂકવેલી પણ કહે છે. જેની જંગલમાં મોટીવેલડીઓથાય છે. (ધાન્યમાં જે વાલ ગણેલા છે તે અનંતકાય નથી.) (૨૯) પલ્ચક-તે પાલખની ભાજી તરીકે પ્રસિદ્ધ છે. (૩૦) કુણી આંબલી:- જેમાં ઠળીયા-બીજ ન થયા હોય તેવા કુણા આંબલીના કાતરા અનંતકાય છે. (૩૧) આલુકંદ - જેને રતાળુ કંદ કહેવાય છે તે પ્રસિદ્ધ છે. (૩૨) પિંડાળુ -ડુંગળી નામે પ્રસિદ્ધ છે. કંદમૂળ ખાવાનું છોડો....... આપણે બટાટા વગેરે કંદમૂળ ખાઈને કેટલા બધા અનંત જીવોનો સંહાર કરીએ છીએ. કંદમૂળમાં એક સોયની અણી જેટલા ભાગમાં પણ અનંતજીવો હોય છે. એ જીવોને છેદવા વગેરેથી કેવું દુઃખ થાય છે તે શાસ્ત્રમાં દષ્ટાંતથી બતાવ્યું છે. એક માણસ જન્મથી બહેરો, મુંગો અને આંધળો છે. તેના પગ, જાંઘ, ઢીંચણ, ગ્રાળ, પેટ, કેડ, વસો, બાહુ, હાથ, આંગળીઓ, ગળું, હોઠ, જીભ, તાળવું, કાન, નાક, આંખ, મસ્તકને કોઈ છે. આ વખતે Page #326 -------------------------------------------------------------------------- ________________ (307 ) શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર તેને જેટલી વેદના થાય તેટલી જ વેદના અનંતકાયના જીવોને છેદવા વગેરેથી થાય. ફેર એટલો જ છે કે મનુષ્યને વેદના વ્યક્ત હોય છે. જ્યારે અનંતકાયને વેદના અવ્યક્ત છે. જો છેદવા વગેરેથી આટલું દુઃખ થાય તો તે જીવોને આપણે જીવતા જ ખાઈએ, તો તેમને કેટલું દુઃખ થાય તે વિચારવાની જરૂર છે. જે જીવો કંદમૂળ ન ખાવું જોઈએ એમ જાણવા છતાં છોડતા નથી તેમને કંદમૂળ ઉપર અત્યંત રગ-પ્રેમ છે એ નક્કી થાય છે. શાસ્ત્ર કહે છે કે જ્યાં પ્રેમ ત્યાં જન્મ, જ્યાં પ્રીતિ ત્યાં ઉત્પત્તિ, જેવો ભાવ તેવો ભવ. આથી રસપૂર્વક કંદમૂળ ખાનારાઓ મરીને કંદમૂળમાં ઉત્પન્ન થાય તો નવાઈ નહિ. કંદમૂળમાં ઉત્પન્ન થયેલ જીવનું ૨૫૬ આવલિકાનું આયુષ્ય હોય છે. એ જીવ વારંવાર ત્યાં જ જન્મે છે અને મરે છે. એ જીવ ત્યાં જ એક મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) ૬૫,૫૩૬ ભવ કરે છે, અર્થાત્ ૬૫,૫૩૬ વાર જન્મે છે અને મારે છે. આ પ્રમાણે જીવ અનંતકાળ સુધી કંદમૂળમાં અનંતકાયમાં જન્મ-મરણ કરે છે. આ બધું વિચારીને વિવેકવાળા બનીને કંદમૂળ ખાવાનું સર્વથા છોડી દેવું જોઈએ. કંદમૂળ ભક્ષણ એટલે અનંતા જીવોની કતલ. આપણે કંદમૂળ ખાઈને આપણા મોઢાને અનંતા જીવોને મારવાનું કતલખાનું બનાવી દઈએ છીએ. અરરર! થોડા સ્વાદ ખાતર અનંતા જીવોનો નાશ. માટે હવે નિર્ણય કરો કે આજથી કંદમૂળનો ત્યાગ, ગમે તેવી તકલીફ પડશે તો પણ આજથી કંદમૂળને મોઢામાં નાખીશ નહિ અને અડીશ પણ નહિ. પ્રશ્ન:- આદુ અનંતકાય છે, પણ સુકાઈ ગયા પછી તે સુંઠ બને છે. જો અનંતકાયમાંથી બનેલી સુંઠ ખપી શકે છે તો તળેલી બટાકાની કતરીઓ કેમ ન ખપે? કારણકે તે અચિત્ત બની ગયેલ છે. ઉત્તર:-સુંઠનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે, પેટ ભરવા માટે નહિ. જ્યારે તળેલી બટાટાની કતરીઓ તો માણસો સ્વાદ માટે અને પેટ ભરવા માટે વાપરે છે, ઔષધ તરીકે નથી વાપરતા. માટે તળેલી બટાકાની કતરીઓ અચિત્ત હોવા છતાં ન ખપે. કંદમૂળ વગેરે અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કરવાથી ત્રણ લાભ થાય છે. તે આ પ્રમાણે (૧) જીવદયાનું પાલન થાય છે. (૨) આપણી પ્રકૃતિ તામસી બનતી નથી. બટાટા, રીંગણા અને માંસ વગેરે તામસ પ્રકૃતિવાળો ખોરાક છે. કસાઈ અને મુસલમાન વગેરે વાતવાતમાં ઉકળી જઈને મારામારી અને છરા આદિનો ઉપયોગ કરે છે તેનું કારણ તામસી આહાર છે. (૩) રસની આસક્તિ ઘટે છે. અભક્ષ્ય વસ્તુઓ પ્રાય: અધિક સ્વાદિષ્ટ હોય છે. પ્રશ્ન :- સોયની અણી જેટલા ભાગમાં અનંત જીવો કેવી રીતે રહી શકે? આ ઉત્તરઃ- એક કરોડ દવાઓ ભેગી કરીને તેની ચપટી અલ્પ પાણીમાં નાંખવામાં આવે, પછી તે પાણી સોયની અણીમાં લેવામાં આવે તો સોયની અણીમાં રહેલા પાણીમાં કેટલી દવાઓ છે? કોડ દવાઓ છે એમ માનવું જ પડે. દવાઓ તોરૂપી છે. જો રૂપી દવાઓ સોયની અણી જેટલા ભાગમાં કોડ રહી શકે છે તો અરૂપી જીવો અનંત કેમ ન રહી શકે? અવશ્ય રહી શકે. એક રૂમમાં લાખ દીવડા મૂક્વામાં આવે તો આંગળીના નખ જેટલા ભાગમાં લાખ દીવડાનો પ્રકાશ છે. ' (૧૯) વૃન્તાક વૃત્તાક એટલેગણ-રીંગણા. રીંગણાનિદ્રા અનેકામને વિષયવાસનાને) વધારનાર હોવાથી અભક્ષ્ય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ભોજન દ્વાર 308 ) શ્રાદ્ધદિનકૃત્ય (૨૦) ચલિતરસ - રસ એટલે સ્વાદ. જે વસ્તુમાં સ્વાદચલિત થઈ ગયો હોય, અર્થાત્ ફરી ગયો હોય, બગડી ગયો હોય, તે વસ્તુ ચલિત રસ છે. રસના ઉપલક્ષણથી જે વસ્તુના વર્ણ, ગંધ, સ્પર્શ વગેરે બદલાઈ ગયા હોય, બગડી ગયા હોય, તે વસ્તુઓ પણ ચલિતરસ કહેવાય. કોહવાઈ ગયેલું ભોજન ચલિતરસ ગણાય. ફાટી ગયેલ-બગડી ગયેલ દૂધ-દહીં વગેરે ચલિતરસથવાથી અભક્ષ્ય ગણાય. વાસી ભોજન પણ ચલિતરસ છે. જે ભોજન પાણી સાથે રાંધ્યું હોય અને આખી રાત રહ્યું હોય તે ભોજન વાસી ભોજન છે. જેમકે રોટલી, નરમ પૂરી (લોચા પૂરી), ભાત, દાળ, શાક વગેરે બીજા દિવસે ચલિતરસ બને. જે ખાદ્ય પદાર્થમાં જરા પણ પાણીનો અંશ ન હોય તેવા ખાખરા, ડક પૂરી, સુખડી વગેરે પક્વાન્ન, પાકી ત્રણતારની ચાસણીથી બનાવેલ મીઠાઈ, મુઠિયા તળ્યા પછી એના ચૂરાને શેકીને બનાવેલ ચૂરમાના લાડવા, તેલમાં કે ઘીમાં તળીને બનાવેલ સેવ, ગાંઠિયા, સેકેલા ચણા, મમરા, ધાણી વગેરે પદાર્થો વાસી ભોજનને ગણાય. આવી વસ્તુઓ કેટલા દિવસ સુધી ભક્ષ્ય ગણાય તેનો નિયમ આ પ્રમાણે છે. પકવાન્નવગેરે વસ્તુઓ બની હોય તે દિવસથી વર્ષાકાળમાં ૧૫ દિવસ, શીતકાળમાં એક માસ અને ઉનાળામાં ૨૦ દિવસ કહ્યું છે. પણ જો આ કાળ પહેલાં સ્વાદ વગેરે બદલાઈ જાય તો અભક્ષ્ય બને. દહીં-છાશ - દહીં જે દિવસે જમાવ્યું હોય તે દિવસથી બે રાતનું ઉલ્લંઘન થાય તો અભક્ષ્ય બની જાય. જેમકે જે દહીં રવિવારના રોજ સૂર્યોદયથી આરંભીને રાતના બાર વાગ્યા સુધીમાં ગમે ત્યારે મેળવ્યું હોય તે દહીં મંગલવારના સૂર્યોદય થતાં જ અભક્ષ્ય થઈ જાય. કારણકે રવિવાર અને સોમવાર એ બેરાતનું ઉલ્લંઘન થઈ ગયું છે. પણ જો સૂર્યોદય પહેલાં તે દહીંમાં પાણી નાંખીને દહીંને બરોબર વલોવીને છાશ બનાવી દેવામાં આવે તો તે છાશ ભક્ષ્ય છે. છાશ માટે પણ દહીં પ્રમાણે જ નિયમ છે. એટલે કે જ્યારથી છાશ બનાવી હોય ત્યારથી બે રાતનું ઉલ્લંઘન થાય તો તે છાશ અભક્ષ્ય બની જાય. રવિવારના સૂર્યોદય પછી ગમે ત્યારે બનાવેલી છાશ મંગળવારના સૂર્યોદય થતાં અભક્ષ્ય બની જાય. પણ જો સૂર્યોદય પહેલાં એ છાશ કોઈ વસ્તુમાં નાંખીને રાંધવામાં આવે તો એ વસ્તુ ભસ્ય ગણાય અને તે વસ્તુ બીજા દિવસે પણ ખપે. ત્રીજા દિવસે અભક્ષ્ય બની જાય. છાશ કે દહીં નાંખીને બનાવેલ વસ્તુ માટે પણ દહીં પ્રમાણે નિયમ છે. એટલે કે દહીં-છાશ નાંખીને બનાવેલી વસ્તુ જ્યારથી બનાવી હોય ત્યારથી બે રાતનું ઉલ્લંઘન થાય તો અભક્ષ્ય બને. અહીં એટલું ખ્યાલમાં રાખવું જોઈએ કે જે દિવસે સૂર્યોદય પહેલાં દહીંકે છાશ નાખીને કોઈ વસ્તુ બનાવી હોય તે વસ્તુ બીજા દિવસે સૂર્યોદય થતાં જ અભક્ષ્ય બને. કારણ કે સૂર્યોદય પહેલાં બનાવેલ હોવાથી એ રાત ગણાઈ જાય. જેમકે રવિવારના સૂર્યોદય પહેલાં છાશ કે દહીં નાખીને કોઈ વસ્તુ બનાવી હોય તો તે વસ્તુ સોમવારના સૂર્યોદય થતાં જ અભક્ષ્ય બની જાય. કારણ કે રવિવારના સૂર્યોદય પહેલાં બનાવેલ હોવાથી રવિવારની રાત ગણાય. એટલે રવિવાર અને સોમવાર એ બે રાતનું ઉલ્લંઘન થયું ગણાય. ટુંકમાં સૂર્યોદય પહેલાં દહીં જમાવવામાં આવે, છાશ બનાવવામાં આવે કે દહીં-છાશ નાંખીને કોઈ ખાદ્ય વસ્તુ બનાવવામાં આવે તો તે દહીં-છાશ અને વસ્તુ બીજા દિવસે સૂર્યોદય થતાં અભક્ષ્ય બની જાય. છાશ-ભાત - રાંધેલો ભાત સંપૂર્ણ ડૂબી જાય તે રીતે ઘાટી છાશમાં રાખેલો હોય તો તેનો કાળ આઠ પહોર સુધીનો છે. છાશમાં રાખેલા ભાતનો એક-એક દાણો છૂટો કરી નાંખવો જોઈએ, અને છાશ ઘાટી હોવી જોઈએ, અને ભાત સંપૂર્ણ ડૂબી જાય તેટલી હોવી જોઈએ. ચૂરમાના લાડુ - મૂઠિયાતળીને બનાવ્યા ન હોય તો બીજા દિવસેવાસી થાય. પરંતુ સારી રીતે તળેલા Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (309) પંદરમું ભોજન દ્વાર ઉત્તમ મૂઠિયા બનાવ્યા હોય અને એ મૂઠિયાઓનો ચૂરો કરી તેને બરોબર શેકી નાખ્યો હોય તો વાસી ન થાય. દૂધનો માવો - દૂધનો માવો જે દિવસે ર્યો હોય તે જ દિવસે ભક્ષ્ય છે. રાત્રિએ અભક્ષ્ય થાય છે. પણ જો તે માવાને લાલચોળ થાય તે પ્રમાણે શેકી નાખ્યો હોય તો તે માવો વધારે દિવસો સુધી ભક્ષ્ય રહી શકે. જે મિઠાઈમાં માવો કાચો હોય તે મિઠાઈ બીજા દિવસે અભક્ષ્ય બને છે. જે મિઠાઈમાં માવો પાકો (લાલચોળ થાય એ પ્રમાણે શેકીને) નાખેલો હોય તે મિઠાઈ વધારે દિવસો સુધી ભસ્થ રહી શકે છે. ચાસણીઃ- જે મિઠાઈ ચાસણી કરીને બનાવવામાં આવી હોય તે મિઠાઈ જો કાચી ચાસણીથી બનાવી હોય તો બીજા દિવસે અભક્ષ્ય બને છે. જો પાકી (ત્રણ તારની) ચાસણીથી બનાવી હોય તો વધારે દિવસો સુધી ભક્ષ્ય રહી શકે છે. લોટ-આટો ચાળ્યો ન હોય તો મિશ્ર (કંઈક સચિત્ત અને કંઈક અચિત્ત એમ મિશ્ર) રહે છે. ચાળ્યો હોય તો બે ઘડી પછી અચિત્ત થઈ જાય છે. ચાળ્યા વિનાનો આટો નીચે જણાવેલા સમય સુધી મિશ્ર રહે છે. વગર ચાળેલો આટો શ્રાવણ-ભાદરવામાં પાંચ દિવસ, આસો-કાર્તિકમાં ચાર દિવસ, માગશર–પોષમાં ત્રણ દિવસ, મહા-ફાગણમાં પાંચ પહોર, ચૈત્ર-વૈશાખમાં ચાર પહોર અને જેઠ-અષાઢમાં ત્રણ પહોર સુધી મિશ્ર રહે છે. આટલા સમય પછી ચાળ્યા વિના પણ અચિત્ત બને છે. અચિત્ત થયા પછી આટો ક્યાં સુધી અચિત્ત રહે તેનો કાળ શાસ્ત્રમાં જોવામાં આવતો નથી. પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય કે તેમાં જીવોની ઉત્પત્તિ થાય તો અભક્ષ્ય ગણવો જોઈએ. કેરી - આદ્રનક્ષત્ર પછી કેરીનો રસ ચલિત થતો હોવાથી અભક્ષ્ય છે. પછી ફરી વિશાખા નક્ષત્રથી કેરી અભક્ષ્ય ન ગણાય. પાપડ - શેકેલા પાપડ, ખીચીયા બીજા દિવસે રૂપાંતર થવાથીવાસી થાય. તેલ કે ઘીમાં તળેલાં પાપડ– ખીચીયા બીજા દિવસે વાપરી શકાય. ચોમાસામાં કાચા (શેક્યા વિનાના) પાપડ ઉપર નીલફૂગ થઈ જવાનો ઘણો જ સંભવ હોવાથી, ચોમાસામાં પાપડ-ખીચીયા ન વપરાય તે સારું ગણાય. ચોમાસામાં આસો માસમાં તડકો વધારે પડતો હોવાથી નીલ-ફૂગની સંભાવના ન હોવાથી પાપડ વાપરવામાં બાધ જણાતો નથી. ચટણી - કોથમીર વગેરેની ચટણીમાં પાણી કે દાળિયા વગેરે કાંઈન નાંખ્યું હોય તો ત્રણ દિવસ સુધી ખપી શકે. પાણી કે દાળિયા વગેરે કાંઈ નાખ્યું હોય તો તે જ દિવસે ભક્ષ્ય છે. ફળઃ- કોઈપણ પાકેલા ફળ, તેમાંથી બી કાઢ્યા પછી બે ઘડી બાદ અચિત્ત થાય. એટલે સચિત્ત ત્યાગીને ફળમાંથી બી કાઢ્યા પછી બે ઘડી બાદ ખપી શકે. શેરડીનો રસ - શેરડીનો રસ કાઢ્યા પછી બે ઘડી બાદ અચિત્ત થાય અને બે પ્રહર બાદ અભક્ષ્ય બની જાય છે. દૂધઃ- દૂધ બીજા દિવસે અભક્ષ્ય બને છે. જો બગડી જાય તો એ દિવસે પણ અભક્ષ્ય બની જાય છે. પાણી - જ્યાં સુધી ત્રણ ઉકાળાથી પૂર્ણ ઉકળે નહિ ત્યાં સુધી ઉકાળેલું પાણી પણ મિશ્ર છે. ત્રણ ઉકાળા પછી જ તે અચિત્ત બને છે. (પ્ર.સા.ગા. ૮૮૧, પિંડનિ. ગા. ૧૮) આરીતે અચિત્ત થયેલું પાણી ઉનાળામાં પાંચ પ્રહર પછી, ચોમાસામાં ત્રણ પ્રહર પછી અને શિયાળામાં ચાર પ્રહર પછી ફરી સચિત્ત થઈ જાય છે. પાણી સચિત્ત થાય એ પહેલાં તેમાં યોગ્ય પ્રમાણમાં ચૂનો નાંખવામાં આવે તો એ પાણી બહોતેર કલાક સુધી અચિત્ત રહે છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ | 310 ) શ્રાદ્ધદિનકૃત્ય, પંદરમું ભોજન દ્વારા (10) પ્રશ્ન:-ચુનો કેટલો નાંખવો? ઉત્તર :- છાશની ઉપરની આશના જેવો પાણીના કલરનો દેખાવ થાય તેટલો ચૂનો નાંખવો જોઈએ, તેનાથી ઓછું નાખે તો ન ચાલે. સાકરનું કે ત્રિફલા વગેરેનું પાણી - સચિત્ત પાણીમાં સાકર, ત્રિફલા કે ચુનો વગેરે નાખ્યા પછી બે ઘડી બાદ અચિત્ત થાય અને તેનો અચિત્ત રહેવાનો કાળ દરેક ઋતુમાં ત્રણ ઉકાળાથી ઉકાળેલા પાણીની જેમ સમજવો. (૨૧) તુચ્છ ફળો:- તુચ્છ એટલે અસાર. જેનાથી ભૂખ ભાંગે નહિ અને શક્તિ આવે નહિ તેવાં ફળો અભક્ષ્ય છે. ચણીબોર, ગુંદી, મહુડાં, જાંબુ, ટિંબરુ, પીલુડાં, કરમદા, ગુંદા, પીચફળ, બોરસલી વગેરે ફળો તથા મગ વગેરેની કોમળ શીંગો વગેરે તુચ્છ ફળ છે. આવા પદાર્થોમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું ઘણું હોવાથી સુધા શમે નહિ અને જીવહિંસા વધારે થાય. (૨૨) કાચું ગોરસ - કાચા દૂધ-દહીં-છાશ અને શીખંડ વગેરે ગોરસને ગરમ કર્યા વિના તેની સાથે દ્વિદલ (કઠોળ) ભળવાથી કેવલીગમ્ય અતિસૂક્ષ્મ ત્રસ (બેઇંદ્રિય) જીવોની ઉત્પતિ થાય છે. માટે તે અભક્ષ્ય છે. દ્વિદલનું લક્ષણ આ પ્રમાણે છે બેફાડથાય તેવાજે ધાન્યને પીલવાથી તેલનીકળેનહિતેને દ્વિદલ કહેવામાં આવે છે. આ વિષે મહાભારતમાં પણ કહ્યું છે કે गोरसं माषमध्ये तु, मुद्गादिषु तथैव च । भुज्यमानं भवेन्नूनं, मांसतुल्यं युधिष्ठिर ! ॥ ભાવાર્થ:- “હે યુધિષ્ઠિર ! કાચા ગોરસને અડદમાં તથા મગ વગેરેમાં મેળવીને ખાવું તે નિશ્ચયથી માંસ બરોબર છે.” આઈસ્કીમ અભક્ષ્ય આઈસ્ક્રીમ બનાવવામાં બરફ અને મીઠાનો ઉપયોગ થાય છે. (૧) બરફમાં પાણીના અસંખ્ય જીવો અને (૨) મીઠાના અસંખ્ય જીવો નાશ પામે છે. ઉપરાંત (૩) જીલેટીન-હાડકાના પાવડરનો ઉપયોગ થાય છે. (૪) કેક તથાઈડાનો રસ વપરાય છે. (૫) સ્વાદ માટે રસાયણ-કેમીક્લવપરાય છે. (૬) વાસી દૂધમાં બેક્ટરિયાના જંતુ હોય છે. સાથે બીજા અનેક ત્રસજીવો ઉત્પન્ન થાય છે. (૭) આઈસક્રીમ જઠરાગ્નિનો પાચનશક્તિનો નાશ કરે આઈસ્ક્રીમથી ગળાનાકાડા, સ્વરનળી, અન્નનળીમાં સોજો આવે છે. એથી કફ, ખાંસી, શરદી અને તાવ આવે છે. માટે વૈદ્યો પણ આઈસ્ક્રીમ, આઈસ્કૂટ, બરફના ગોળા તેમ જ વાસી સરબતનો ત્યાગ કરવાનું કહે છે. સરબતની બોટલો અનેક રોગિષ્ટ માનવીઓએ મોંએ માડેલી–એંઠી હોય છે. એમાં વારંવાર સંમૂર્છાિમ જીવો અને ત્રસ જીવો પણ ઉત્પન્ન થાય છે. એથી રોગના જંતુઓનો ચેપ લાગે છે. આંતરડા અને અન્નનળીમાં સડો થાય છે. સાથે અલ્સર અને કેન્સર જેવા રોગો થાય છે. આઈસ્ક્રીમમાં સ્ટ્રોબેરી ફુટનો સ્વાદ લાવવા માટે તેમાં બેઝિલ એસટેટ નામનું રસાયણ તથા નાઇટ્રેડ જેવા તીવ્ર તેજાબના સોલવંટ તરીકે વપરાય છે. તે હોજરી ઉપર ખૂબ ખરાબ અસર કરે છે. વળી આઈસ્કીમમાં કેળા જેવો સ્વાદ લાવવા માટે એમિલ એસટેટનો ઉપયોગ થાય છે. જે ઓઈલ પેઈન્ટ પાતળો બનાવવા વપરાય Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (311) પંદરમું ભોજન દ્વાર છે. એ આપણા પાચક રસો ઉપર બહુ માઠી અસર કરે છે. કેટલાક લોકોનું કહેવું છે કે આઈસ્ક્રીમમાં ઈડાનો રસ નાંખવામાં આવે છે. આમાં પંચેન્દ્રિય ગર્ભજ જીવોની હત્યાનું પાપ લાગે છે. વળી કેકમાં ઈડાનો રસ તથા પાકા રંગને ભૂંસવા માટે વપરાતો ડીથીલ લૂકોઝનો પણ ઉપયોગ કરે છે. તેથી લોહીના કણોમાં ખૂબ નુકશાનકારક અસર થાય છે. પ્લાસ્ટીક અને રબરમાં એલ.ડી.હાઈડ સી ૧૭ નામનું રસાયણ જે વપરાય છે તે આઈસ્ક્રીમમાં સ્વાદ લાવવા માટે વપરાય છે. આંતરડામાં અને પેટમાં ફોલ્લા પાડે તેવો આ પદાર્થ હોય છે. ઈથીલએસીટ - આચામડાઅનેકાપડને સાફ કરવામિલોમાં વપરાતો પદાર્થ છે. ત્યાં કામ કરનારાના ફેફસાં, હૃદય અને લીવરને આથી નુકશાન થયું છે. આ પદાર્થ આઈસ્ક્રીમમાં અનાનસનો સ્વાદ લાવવા માટે વપરાય કાજૂ, બદામ કે પીસ્તાનો સ્વાદ લાવવા તેની એક બે કતરી નાખ્યા પછી બુદ્રાલહેડ નામનું રસાયણ આઈસ્ક્રીમમાં નાંખે છે, જે પદાર્થ રબર, સીમેન્ટ બનાવવાના ઉપયોગમાં લેવાય તેવો અશુદ્ધ હલકો છે. પીપરોહાલનામનું એક જાતનું અસરકારકઝેર છે. જે અનેક જંતુઓનુંનાશક છે. તેવેનીલા આઈસ્ક્રીમમાં ઉપયોગમાં લેવાય છે. જે પેટમાં જતાં જ આંતરડાને નુકશાન કરે છે. (અહીં ૨૨૪મી ગાથા પૂર્ણ થઈ.) (૨૨૪) Page #331 -------------------------------------------------------------------------- ________________ સોળમું સંવરણ દ્વાર 312 (૧૬) સંવરણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય देवे गुरुं च वंदित्ता, काउं संवरणं तहा । મંતિયે સાધૂમાડ્ળ, પ્ના સાાયમુત્તમં ॥૨૨॥ વાર ?૬ ॥ જેમાં ગૃહસ્થધર્મનો વિસ્તાર છે તેવી શ્રાદ્ધદિનનૃત્યની વૃત્તિમાં આ પ્રમાણે સુસંપ્રદાયને અનુસરીને મધ્યાહ્ન કર્તવ્યસંબંધી સદ્વિધેય પ્રસ્તાવનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે સોળમા ‘સંવરણ’ દ્વારનું વિવરણ કરતા સૂત્રકાર કહે છે— શ્રાવક ભોજન કર્યા પછી ચૈત્યવંદનથી દેવને અને ગુરુવંદનથી ગુરુને વંદન કરીને દિવસચરિમ કે ગ્રંથિસહિત વગેરે પચ્ચક્ ખાણ કરે. ત્યાર બાદ ગીતાર્થ સાધુઓ, પ્રવચનકુશલ શ્રાવક, સિદ્ધપુત્ર વગેરેની પાસે ઉત્તમ સ્વાધ્યાય કરે. (દીક્ષા છોડીને માથે ચોટલી રાખે અને સ્ત્રીની સાથે રહે તે સિદ્ધપુત્ર.) સ્વાધ્યાયના વાચના, પૃચ્છના, પરાવર્તના, ધર્મકથા અને અનુપ્રેક્ષા એમ પાંચ પ્રકાર છે. તેમાં નિર્જરા માટે યથાયોગ્ય સૂત્રાદિ આપવું કે લેવું તે વાચના. સૂત્રાદિમાં શંકા પડતાં ગુરુને પૂછવું તે પૃચ્છના. પૂર્વે ભણેલા સૂત્રાદિ ભૂલી ન જવાય વગેરે માટે અભ્યાસ (=આવૃત્તિ) કરવો તે પરાવર્તના. જંબૂસ્વામી વગેરે સ્થવિર ભગવંતોનું ચરિત્ર સાંભળવું કે કહેવું તે ધર્મકથા. મનથી જ સૂત્રાદિનું સ્મરણ કરવું તે અનુપ્રેક્ષા. પાંચે ય પ્રકારનો આ સ્વાધ્યાય નવતત્ત્વ આદિના સૂક્ષ્મ બોધ માટે છે. શ્રાવકના ત્રણ પ્રકાર વળી બીજું – સ્થૂલહિંસાદિથી અનિવૃત્ત, મદ્ય-માંસ આદિનો ત્યાગી અને નમસ્કાર મંત્રને ધારણ કરનાર જઘન્ય શ્રાવક છે. ધર્મયોગ્ય ગુણોથી યુક્ત અને બાર વ્રતધારી ઉત્કૃષ્ટ શ્રાવક છે. સદાચારી ગૃહસ્થ મધ્યમ શ્રાવક છે. (૨૨૫) Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (313) સત્તરમું શ્રવણ દ્વાર (૧૭) શ્રવણ દ્વાર उस्सग्गेणं तु सड्ढो उ, सचित्ताहारवजओ । इक्कासणगभोई य, बंभयारी तहेव य ॥२२६॥ दारं १७॥ હવે આગમ શ્રવણનાફલરૂપ ઉત્સર્ગવિધિને પ્રગટ કરવાની ઈચ્છાથી ગ્રંથકાર કહે છે-- શ્રાવક ઉત્સર્ગથી તો સચિત્ત આહારનો ત્યાગી હોય, એકવાર ભોજન કરે, તથા બ્રહ્મચારી હોય. શ્રાવક ઉત્સર્ગથી તો શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કરનારો હોવાથી સચિત્ત આહારનો ત્યાગી હોય. સચિત્ત આહારનો સર્વથા ત્યાગ કરવા અસમર્થ હોય તો સચિત્ત પરિમાણ પણ કરે. કહ્યું છે કે – નિરવઘ અને નિર્જીવ આહારથી શરીરને ધારણ કરે = ટકાવે, અથવા (તેમ ન બની શકે તો અનંતકાયનો ત્યાગ કરીને પ્રત્યેક વનસ્પતિકાયવાળા આહારથી શરીરને ધારણ કરે, આવા સુશ્રાવકો હોય છે.” શ્રાવક ઉત્સથી તો એકવાર ભોજન કરે, અર્થાત્ એકાસણું વગેરે તપ કરે. (૨૨૬) अह न सक्कड़ काउं, जे एकभत्तं जओ गिही। दिवसस्स अट्ठमे भागे, तओ भुंजे सुसावओ ॥२२७॥ જે એકાસણું કરવા અસમર્થ હોય તેની વિધિને કહે છે હવે જો કોઈ પણ રીતે જે કોઈ પણ સુથાવકએકાસણું કરવા માટે સમર્થન હોયતો દિવસના આઠમા ભાગમાં ભોજન કરે. દિવસનો આઠમો ભાગ એટલે અંતિમ બે મુહર્ત, અર્થાત્ દિવસની છેલ્લી ચાર ઘડી. શ્રાવક રાત્રિની શરૂઆત (સૂર્યાસ્ત) થયા પછી ભોજન ન કરે. કારણ કે રાત્રિભોજનથી મહાદોષની પ્રાપ્તિ થાય છે. (૨૨૭) तजोणियाण जीवाणं, तहा संपाइमाण य । निसिभत्ते वहो दिट्ठो, सव्वदंसीहिं सव्वहा ॥२२८॥ તે જ દોષોને કહે છે રાત્રિભોજન કરવામાં સાથવો વગેરે અન્નમાં ઉત્પન્ન થયેલા નિગોદ અને ઈયળ વગેરે જીવોનો, ઉડીને અત્રમાં પડનારા કુંથુઆ અને કીડી વગેરે જીવોનો તથા કડી વગેરે ખાવામાં આવી જવાથી બુદ્ધિ આદિનો નાશ થવાના કારણે પોતાનો (=રાત્રિભોજન કરનારનો) સર્વથા નાશ થાય એમ સર્વજ્ઞોએ જોયું છે. નિશીથભાષ્ય (ગા. ૩૪૧૧-૩૪૧૨)માં કહ્યું છે કે – “જો કે ભાત વગેરે પ્રાસુક (=અચિત્ત) છે શ્રાદ્ધવિધિમાં નીચે પ્રમાણે પાઠ છે – અન્યમુદત વૈાનિ પતિ “દિવસના છેલ્લા મુહર્ત (Rછેલ્લી બે ઘડી) પહેલાં જ સાંજનું , ભોજનકરે.” આનો અર્થ એ થયો કે શ્રાવક જો સાંજે ભોજન કરે તો ઉત્સર્ગથી છેલ્લી બે ઘડી પહેલાં ભોજનકરે, અને અપવાદથી સૂર્યાસ્ત પહેલાં ભોજન કરે. પ્રસ્તુતમાં દિવસના આઠમા ભાગે ભોજન કરે ઇત્યાદિ કહીને ઉત્સર્ગ–અપવાદ બંને જણાવી દીધા છે. * કોશમાં રેળા શબ્દ જોવામાં આવ્યો નથી. સંબંધના આધારે પ્રસ્તુતમાં તેનો ઈયળ” અર્થ કર્યો છે. ' . Page #333 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું શ્રવણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય હોય તો પણ રાતે તેમાં ઉડીને પડનારા (કે ચઢેલા) કુંથુઆ વગેરે જીવો અને તેમાં ઉત્પન્ન થયેલા નિગોદ (=ફૂગ) વગેરે જીવો બરોબર જોઈ શકાતા નથી. વળી પ્રત્યક્ષ જાણનારાઓ (=અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાનીઓ) પણ સ્વજ્ઞાનથી કુંથુઆ વગેરે જીવોને જોઈ શકતા હોવા છતાં રાત્રિભોજન કરતા નથી. જો કે દીપક વગેરેના પ્રકારાથી કીડીઓ વગેરે (મોટા જીવો) જોઈ શકાય છે, તો પણ તીર્થંકર, ગણધર અને આચાર્યોએ રાત્રિભોજન આચર્યું નથી. કારણ કે રાત્રિભોજનથી મૂળવતોની વિરાધના થાય.’’ (૨૨૮) निसिं जे नहि वज्जंति, बाला कुग्गहमोहिया । ત્નાoવ યુવવાડું, નહંતે મરુો નહીં ।।૨૨૬।। રાત્રિભોજન કરનારાઓને દષ્ટાંત દ્વારા અનર્થને બતાવે છે- 314 સત્–અસત્ વિવેકથી રહિત અને (તેથી જ રાત્રિભોજન કરવામાં કશો દોષ નથી ઇત્યાદિ) રાત્રિભોજન સંબંધી અસદ્ આગ્રહથી આસક્તિને પમાડાયેલા જે જીવો રાત્રિભોજનનો ત્યાગ કરતા નથી તે જીવો એલકાક્ષ અને રવિગુપ્તબ્રાહ્મણની જેમ દુ:ખોને પામે છે. ગાથાનો ભાવાર્થ કથાથી જાણવો. તે કથા આ પ્રમાણે છે– એલકાક્ષની કથા આ ભરતક્ષેત્રમાં દશાર્ણપુર નગરમાં ધન નામે સાર્થવાહ હતો. તેની ધનવતી નામની પત્ની હતી. તેમની ધનશ્રી નામની પુત્રી મિથ્યાદષ્ટિ ધનદેવને પરણી. પરણ્યા પછી પતિ તેની હાંસી કરતો હોવા છતાં તે શ્રાવકધર્મનું પાલન કરતી હતી. એકવાર પતિના પુછવાથી તેણે રાત્રિભોજનના દોષો પતિને કહ્યા. પછી તેણે પતિને દિવસચરિય પચ્ચક્ખાણ કરાવ્યું, અર્થાત્ રાત્રિ ભોજનનો નિયમ કરાવ્યો. તેથી દેવી તેની પરીક્ષા કરવા માટે તેની બહેનનું રૂપ કરીને રાતે સ્વાદિષ્ટ ભોજન લઈ આવી. ભોજન જોઈને ખાવા માટે લલચાઈ ગયો. ધનશ્રીએ તમારે રાત્રિભોજનનો નિયમ છે એમ યાદ કરાવ્યું. આમ છતાં તે ભોજન કરવા માટે બેઠો, ખાવા લાગ્યો. તેવામાં દેવીએ એવો જોરથી તમાચો માર્યો કે જેથી તેની બે આંખોના ડોળા બહાર નીકળીને નીચે પડી ગયા. શાસનનો અપયશ થશે એમ વિચારીને દેવીને બોલાવવા માટે ધનશ્રીએ કાયોત્સર્ગ કર્યો. દેવી હાજર થઈ. તેના કહેવાથી દેવીએ તત્કાળ મરેલા બોકડાનાં નેત્ર લાવીને તે પુરુષને લગાડ્યાં. સવાર થતાં લોકોને આ વૃત્તાંતની ખબર પડતાં લોકમાં તેનું એલકાક્ષ એવું નામ પ્રસિદ્ધ થયું. પછી એલકાક્ષ ધર્મમાં શ્રદ્ધાવાળો થયો. ધર્મની ઉત્તમ આરાધના કરીને સ્વર્ગ– મનુષ્યોનાં સુખો ભોગવીને મોક્ષસુખને પામ્યો. રવિગુપ્ત બ્રાહ્મણની કથા આ ભરતક્ષેત્રમાં કાંપિલ્યનગરમાં મધુ બ્રાહ્મણનો વામદેવ નામનો પુત્ર હતો. એકવાર તે શ્રાવકમિત્રની સાથે જાનમાં ગયો. રસ્તામાં એક ગામમાં જાન રોકાણી. રાત્રિભોજન ત્યાગી શ્રાવકોનો ઉપહાસ કરતાં તેણે કહ્યું : શું કોળિયો તમારા કાનમાં પ્રવેશે છે ? જેથી તમે રાતે ભોજન કરતા નથી. હવે બન્યું એવું કે ધૂમાડાથી પીડાયેલું સર્પનું બચ્ચું તેના ભોજનની થાળીમાં પડ્યું. થાળીમાં પડતાં જ તેના ટુકડે ટુકડા થઈ ગયા. તેવું ભોજન ખાવાથી તેને ઝેર ચડ્યું. લોકો તુરત તેને નજીકના દશપુર નગરમાં લઈ ગયા. રાજાએ તેનું ઝેર દૂર કર્યું. પછી તે કેવળીની પાસે ધર્મ સાંભળીને પ્રતિબોધ પામ્યો. પછી તેણે શ્રાવકોનો જે ઉપહાસ કર્યો હતો અને રાત્રિભોજનથી પોતાને જે દુ:ખ થયું Page #334 -------------------------------------------------------------------------- ________________ 315. શ્રાદ્ધદિનકૃત્ય સત્તરમું શ્રવણ દ્વાર તે વિગત કેવલીને જણાવી. પછી કવલીએ કહ્યું: હે વત્સ! રાત્રિભોજનથી તે પૂર્વે આનાથી એ અનંતગણું દુઃખ અનુભવ્યું છે. તેણે પૂછ્યું: હે ભગવંત! મેં પૂર્વ કેવું દુ:ખ અનુભવ્યું? કેવલીએ કહ્યું: અહીં વિશાલા નામની મોટી નગરી છે. તેમાં તું રવિકુમ નામનો બ્રાહ્મણપુત્ર હતો. રૂપ-યૌવનથી ગર્વિત થયેલો તે વેશ્યા વ્યસન આદિમાં આસક્ત બન્યો. રાત્રિભોજનમાં વિશેષથી આદરવાળો થયો. રાત્રિભોજનનકરનારા શ્રાવકોની હાંસી કરતો હતો.તેના પિતાનું મૃત્યુ થતાં તે ઘરનો સ્વામી થયો. તેથી વિશેષથી પાપમાં આસક્ત થયો. રાત્રિભોજનના કારણે તેને ઊલટી વગેરે અનેક રોગો થયા. તે રોગોથી આર્ત-રૌદ્રધ્યાનથી મારીને ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં સેવકૃત, પરમાધામીકૃત અને પરસ્પરોટીરિત એમ ત્રણ પ્રકારની વેદના અનુભવી. પછી અનંતભવો ભમીને તું અહીં ઉત્પન્ન થયો. પોતાના પૂર્વભવોના સ્વરૂપને સાંભળીને તે શ્રાવકોની સાથે કપિલ્યપુર આવ્યો. તેણે મિથ્યાષ્ટિ પિતાને પ્રતિબોધ પમાડ્યો. પછી પિતા અને પુત્ર એ બંનેએ દીક્ષા લીધી. આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગમાં જઈને ક્રમે કરીને મોક્ષમાં જશે. (૨૨૯) Page #335 -------------------------------------------------------------------------- ________________ અઢારમું સત્કાર-ઓગણીસમું વંદનાદિ(આવશ્યક)દ્વાર 316 (૧૮) સત્કાર દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય तओ वियालवेलाए, अत्थमंते दिवायरे । पुव्वत्तेण विहाणेणं, पुणो वंदे जिणुत्तमे ॥ २३० ॥ दारं १८ ।। હવે અઢારમા ‘સત્કાર’ દ્વારને કહે છે- ત્યાર બાદ અંતિમ મુહૂર્ત(=બે ઘડી) રૂપ સંધ્યાસમયે સૂર્ય અર્ધો ડૂબે એ પહેલાં પૂર્વોક્ત વિધિથી પૂજા કરીને ફરી પ્રસિદ્ધ ચૈત્યવંદનવિધિથી જિનેશ્વરોને વંદન કરે. (૨૩૦) (૧૯) વંદનાદિ (આવશ્યક) દ્વાર तओ पोसहसालाए, गंतूणं तु पमज्जए । ठावत्ता तत्थ सूरिंतु, तओ सामाइयं करे ।। २३१ ।। दारं ९९ ।। હવે ઓગણીસમા ‘વંદન રૂપ’ ઉપલક્ષણથી જણાયેલા ‘આવરચક’ દ્વારને કહે છે— શ્રાવક ત્રીજી પૂજા કર્યા પછી પૌષધશાલામાં જઈને પૌષધશાલાનું યતનાથી પ્રમાર્જન કરે. પછી નમસ્કારમંત્ર પૂર્વક સ્થાપનાચાર્યને સ્થાપીને જ વિધિથી સામાયિક કરે, સ્થાપનાચાર્ય સ્થાપ્યા વિના સામાયિક વગેરે ન કરે. : પ્રશ્ન :- શ્રાવકને પણ આગમમાં ક્યાંય સ્થાપનાચાર્યની સ્થાપના કહી છે ? ઉત્તર ઃ- કહી છે એમ અમે કહીએ છીએ. કેમકે गुरुविरहंमि ठवणा, गुरुवएसोवदंसणत्थं च । નિવિરહમિ નિળવિવ-સેવળામતળ સહત યુ.વં. મા. રૂ૦ ॥ ઈત્યાદિ વિશેષ વચન પ્રમાણ છે. તેનો અર્થ આ પ્રમાણે છે– ‘“સાક્ષાત્ ગુરુનો વિરહ હોય ત્યારે ગુરુની સ્થાપના કરાય છે, અને તે સ્થાપના ગુરુનો આદેશ બતાવવા માટે હોય છે. જેમ સાક્ષાત્ તીર્થંકરનો વિરહ હોય ત્યારે તેમની પ્રતિમાની સેવા અને આમંત્રણ સફલ થાય છે તેમ ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના સમક્ષ કરેલી ધર્મક્રિયા સફલ થાય છે.’’ પ્રશ્નઃ• સાધુસંબંધી સામાયિકસૂત્રના અવસરે મવન્ત શબ્દનું વ્યાખ્યાન કરતા ભાષ્યકારે ‘ગુરુવિરમિ’ ઇત્યાદિ સાધુને આશ્રયીને કહ્યું છે, શ્રાવકને આશ્રયીને નહિ. ઉત્તર :- અમે તમને પૂછીએ છીએ કે સામાયિકને ઉચ્ચરતો શ્રાવક મવન્ત શબ્દ બોલે કે નહિ ? જો બોલે છે તો સાક્ષાત્ ગુરુના અભાવમાં સાધુની જેમ તે પણ સ્થાપનાચાર્ય સ્થાપે છે. કારણ કે ન્યાય બંનેમાં સમાન છે. મવન્ત શબ્દ ન બોલે એ બીજો પક્ષ ઘટતો જ નથી. કારણ કે મવન્ત શબ્દ વિના સામાયિક અરિહંતથી જ ઉચ્ચરી શકાય છે. આ વિષયનું વિશેષ વર્ણન વૃત્તિથી જાણી લેવું. (૨૩૧) Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (317) ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર काऊण य सामाइयं, इरियं पडिक्कमिय गमणमालोए । वंदित्तु सूरिमाई, सज्झायावस्सयं कुणई ॥२३२॥ હવે પૌષધશાળામાં સાધુઓ પણ છે અને શ્રાવકે ઘરે સામાયિક ક્યું હોય, તો એ શ્રાવક સાધુ પાસે જઈને શું કરે તે કહે છે– સાધુની સાક્ષીએ ફરી સામાયિક કરીને (કરેમિ ભંતે સૂત્ર ઉચ્ચરીને), ઈરિયાવહિયા પ્રતિક્રમણ કરીને, ગમણગમણે આલોવે. પછી આચાર્યવગેરેને વંદન કરે. પછી સ્વાધ્યાયકરે. આવશ્યના (=પ્રતિમણના) સમયે આવશ્યક કરે. (૨૩૨) जावइयं चेव कालंतु, सड्डो सामाइयं करे । तत्तियं चेव कालं तु, विन्नेओ समणो जहा ॥२३३॥ હવે શ્રાવક સામાયિક ર્યા પછી કામ આવી જતાં (સામાયિકનો સમય પૂર્ણ થતાં) સામાયિક પારે. તેથી શ્રાવકનું સામાયિક ક્ષણવાર = અલ્પ સમય રહેનારું છે. તેથી શ્રાવક ફરી ફરી સામાયિક કરે તો સામાયિકના કાળની વૃદ્ધિ થાય. આ રીતે સામાયિકની કાલવૃદ્ધિનું ફળ બતાવવા માટે ગ્રંથકાર કહે શ્રાવક વારંવાર જેટલો કાળ સામાયિક કરે વારંવાર તેટલો જ કાળ તેને સાધુ જેવો જાણવો. આ જ કારણથી અનેકવાર સામાયિક કરે. આ વિષે આવશ્યકનિયુક્તિ (ગાથા ૮૦૦-૮૦૨) માં કહ્યું છે કે – “સામાયિક કર્યો છતે શ્રાવક સાધુની સમાન થાય છે, એ કારણથી શ્રાવક બહુવાર સામાયિક કરે. જીવ ઘણા પ્રકારનાં કાર્યોમાં અને ઘણીવાર ઘણા પ્રમાદવાળો છે. આ કારણથી ઘણીવાર સામાયિક કરે.” પ્રશ્ન:- એક સામાયિકમાં રહેવાનો કાળ કેટલો? ઉત્તર: એક સામાયિકમાં રહેવાનો કાળ મુહર્ત (Rબે ઘડી, અર્થાત્ ૪૮ મિનિટ) વગેરે છે. અર્થાત્ એક સામાયિકનો ઓછામાં ઓછો કાળ એક મુહૂર્તનો છે. (વગેરે શબ્દથી ચિત્તમાં સમાધિ રહેતો બે ઘડીથી વધારે કાળ સુધી પણ સામાયિકમાં રહી શકાય.) (૨૩૩) सावजजोगपरिवजणट्ठा, सामाइयं केवलियं पसत्थं । गिहत्थधम्मा परमंति नच्चा, कुजा बुहो आयहियं परत्थं ॥२३४॥ આ પ્રમાણે શ્રાવકના સામાયિકનું સ્વરૂપ બતાવ્યું, એથી કોઈ મુગ્ધમતિ જીવ સાધુના સામાયિકમાં ગૌણબુદ્ધિવાળો ન બને એ માટે સાધુના સામાયિકની પ્રધાનતા પ્રસિદ્ધ કરવા પૂર્વક ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે સાવધયોગના (=ાપવાળી પ્રવૃત્તિના) ત્યાગ માટે સંપૂર્ણ સામાયિક (=સાધુનું સામાયિકો શ્રેષ્ઠ છે. આ જ સામાયિક ગૃહસ્થધર્મથી પ્રધાન છે. નિપુણ જીવ આ પ્રમાણે જાણીને આત્મોપકારક સામાયિક મોક્ષ માટે કરે. અહીં સામાયિક મોક્ષ માટે કરે, દેવલોની પ્રાપ્તિ માટેન કરે, એમ કહીને નિદાનનો ત્યાગ કરવાનું સૂચવ્યું Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય, ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર (318) છે. (૨૩૪) जो समो सव्वभूएसु, तसेसुं थावरेसु अ । तस्स सामाइअंहोइ, इइ केवलिभासिअं ॥२३५॥ (કેવા જીવને સામાયિક હોય તે કહે છે ) રસ અને સ્થાવર એ સર્વ જીવો વિષે જે સમભાવવાળો હોય, અર્થાત્ સર્વ જીવોને જે પોતાના આત્મા જેવા માને, તે જીવને સામાયિક હોય એમ કેવલીએ કહ્યું છે. (૨૩૫) संमत्तमाइयाणं, अइयाराणं विसोहणं । आवस्सयं च कायव्वं, सड्डेणं तु दिणे दिणे ॥२३६॥ પ્રસંગથી આવેલ સાધુના સામાયિકનો ઉપદેશ આપ્યો. જેણે સામાયિક કર્યું છે તેવો શ્રાવક પ્રતિક્રમણનો સમય થાય ત્યારે આવશ્યક ( પ્રતિકમણ) કરે. આથી હવે આ વિષયને જ કહે છે : સમ્યત્વના અને અણુવ્રત આદિનાએકસો ચોવીસઅતિચારોની વિશુદ્ધિકરનારું અને પૂર્વાચાર્યપરંપરાથી આવેલું છ પ્રકારનું આવશ્યક દેશવિરતિધર શ્રાવકે દરરોજ સવાર-સાંજ કરવું જોઈએ. મૂળગાથામાં શબ્દનો ઉલ્લેખ કરીને એ સૂચવ્યું છે કે પ્રતિક્રમણ ત્રીજા ઔષધ તુલ્ય હોવાથી જેને અતિચાર ન લાગ્યા હોય તેણે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. મૂળગાથામાં તુ શબ્દનો પ્રયોગ કરીને એ સૂચવ્યું છે કે માત્ર દેશવિરતિધર જે પ્રતિક્રમણ કરે એવું નથી, અભ્યાસ આદિ માટે યથાભદ્રક (અને સમ્યગ્દષ્ટિ) પણ દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ કરે. (૨૩૬). पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे पडिक्कमणं । असद्दहणे य तहा, विवरीयपरूवणाए य ॥२३७॥ પ્રશ્ન:- (અતિચારોની શુદ્ધિ માટે પ્રતિક્રમણ છે. જેણે વિરતિનો સ્વીકાર કર્યો હોય તેને અતિચારો લાગે. એથી તેને પ્રતિક્રમણ હોય. પણ) વિરતિથી રહિતને પ્રતિક્રમણથી શું? (ગામ હોય તો ગામની સીમા (રહદ) હોય.) જો ગામ જ ન હોય તો સીમા કરવાથી શું? ઉત્તરઃ- કેવલ અતિચારોનું જ પ્રતિક્રમણ નથી, ક્તિ ચાર સ્થાનોમાં પ્રતિક્રમણ છે. આથી જ સૂત્રકાર કહે છે – પ્રતિષિદ્ધ કરવું, કર્તવ્ય નકરવું, અશ્રદ્ધા અને વિપરીત પ્રરૂપણા આ ચાર કારણોથી પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિષિદ્ધ કરવું - જેણે યથાવસ્થિત ભવસ્વરૂપ જાણ્યું છે એવો શ્રાવક, ભગવાને જેનો નિષેધ કર્યો હોય તે કરે. જેમકે- જેમ કુલવધૂઓ વેશ્યા ઘરે ન જાય, તેમ શ્રાવકોએ અન્ય ( જૈનેતર) તીર્થમાં ન જવું. દુરંત કષાયોનો વિરોધ કરવો. સ્થૂલપ્રાણાતિપાતાદિ આવ્યવોનો ત્યાગ કરવો. મધ-મદિરા વગેરેનો પરિભોગ ન કરવો. ઇત્યાદિ પ્રતિષિદ્ધનું કરવામાં પ્રતિક્રમણ કરવું જોઈએ. કર્તવ્યનકરવું:- શાસ્ત્રમાં શ્રાવકે નવકાર ગણતા ઊઠવું ઇત્યાદિ જે કરવાનું કહ્યું છે તે નકરવામાં પ્રતિક્રમણ કરવું જોઈએ. Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (319) ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર અશ્રદ્ધાઃ- જિને કહેલા પદાર્થોની શ્રદ્ધા ન કરી હોય તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ. | વિપરીત પ્રરૂપણા - વસ્તુ એકાંતે નિત્ય છે, અથવા એકાંતે અનિત્ય છે, એકાંતે દ્રવ્ય જે વસ્તુ છે અથવા એકાંતે પર્યાયો જ વસ્તુ છે ઈત્યાદિ વિપરીત પ્રરૂપણામાં પ્રતિક્રમણ કરવું જોઈએ. (૨૩૭) आइन्नं अणवजं च, गीयत्थाणं सुसंमयं । दीसइ अणुओगंमि, तथा वायगभासिए ॥२३८॥ પૂર્વોક્ત અર્થને વિશેષથી સૂત્રકાર જ કહે છે– નિરવઘ (=પાપરહિત) જે આચરેલું હોય તે ગીતાર્થોને સારી રીતે સંમત હોય છે. તથા અનુયોગ દ્વારમાં અને વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજના વચનમાં શ્રાવકને પ્રતિક્રમણ હોય એ દેખાય છે. વિવેચન અહીં “નિરવદ્ય જે આચરેલું હોય તે ગીતાર્થોને સારી રીતે સંમત હોય છે એમ કહીને ગ્રંથકાર એમ કહેવા માગે છે કે વ્રતરહિત શ્રાવક પ્રતિમણ કરે તે નિરવદ્ય આચરણા છે. આથી તે ગીતાર્થોને સંમત છે. ગીતાર્થો તેનો નિષેધનકરે. પૂર્વના ગીતાર્થોએ તેનો નિષેધ કર્યો નથી એથી જીતવ્યવહારથી પણ “વ્રતરહિત શ્રાવક પ્રતિક્રમણ કરે એ સિદ્ધ થાય છે. આગમ, મૃત; આજ્ઞા, ધારણા અને જીત એ પાંચ પ્રકારનો વ્યવહાર છે. અહીં વ્યવહાર એટલે મુમુક્ષુઓની મોક્ષ પ્રાપ્તિ માટે થતી પ્રવૃત્તિ – નિવૃત્તિ. આગમઃ - આગમ એટલે જ્ઞાન. વિશિષ્ટ જ્ઞાનને ધારણ કરનારા મહાપુરુષો જે વ્યવહાર કરે તે આગમ વ્યવહાર કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર, દશપૂર્વધર અને નવપૂર્વધર જે વ્યવહાર કરે તે આગમ વ્યવહાર. શ્રુત - શ્રુત એટલે વિશિષ્ટ પ્રકારનું શ્રુતજ્ઞાન, નિશીથસૂત્રથી આરંભી નવપૂર્વથી કંઈકન્યૂન સુધીનું શ્રુતજ્ઞાન ધરાવનાર જે વ્યવહાર કરે તે મૃત વ્યવહાર આજ્ઞા - દૂર દેશમાં રહેલા બે ગીતાર્થ આચાર્યો પરસ્પર સંદેશા દ્વારા આલોચના વગેરે લે અને આપે, પણ સંદેશો લઈ જનાર વગેરે ન સમજે તે રીતે સાંકેતિક શબ્દોમાં આલોચના લે અને આપે તે આશા વ્યવહાર. ધારણા - ગુરુએ કરેલ આલોચનાદિ વ્યવહારને ધારી રાખનાર શિષ્ય ગુરુના સ્વર્ગવાસ પછી જે આલોચનાદિ વ્યવહાર કરે તે ધારણા વ્યવહાર. જીત - આગમમાં ન કહ્યું હોય પણ અશઠ ઘણા ગીતાર્થોએ આચર્યું હોય તે જીત વ્યવહાર શ્રાવકોનું પ્રતિક્રમણ અાઠ ઘણા ગીતાર્થોની આચરણારૂપ હોવાથી જીત વ્યવહારથી પણ સિદ્ધ થાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે તે હવે પછીની ગાથામાં ગ્રંથકાર સ્વયં કહેશે. વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજનું વચન આ પ્રમાણે છે – “શ્રાવક સમ્યગ્દર્શનથી યુક્ત, પ્રવચન પ્રત્યે ભક્તિમાન, છ પ્રકારના આવશ્યમાં તત્પર અને સ્થાનોમાં તત્પર (શ્રદ્ધાળુ) હોય.” (૨૩૮) समणेण सावएण य, अवस्स कायव्वयं हवइ जम्हा । अंतो अहोनिसिस्स, तम्हा आवस्सयं नाम ॥२३९॥ સમકતના ૬૭ બોલમાં ‘આત્મા છે ઈત્યાદિ છ સ્થાનો. Page #339 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર (320) શ્રાદ્ધદિનકૃત્ય અનુયોગ દ્વારમાં જે કહ્યું છે તેને બતાવતા ગ્રંથકાર કહે છે સાધુએ અને શ્રાવકે દિવસના અને રાત્રિના અંતે (=બે સંધ્યાએ) અવશ્ય કરવું જોઈએ માટે તેનું આવશ્યક નામ છે. ગાથામાં રહેલા શબ્દથી સાધ્વી અને શ્રાવિકાનું સૂચન કર્યું છે. વિવેચન અનુયોગદ્વારમાં નીચેના પાઠથી પણ શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છેजणं समणो वा समणी वा सावओ वा साविया वा तच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाए तदट्ठोवउत्ते तदप्पियकरणे तब्भावणभाविए एगग्गमणे अविमणे जिणवयणधम्माणुरत्तमणे उभयकालं आवस्सयं करेइ से तं તો રિયં માવાવસ્મયું “સાધુ કે સાધ્વી અથવા શ્રાવક કે શ્રાવિકા તેમાં જ ચિત્તવાળા થઈને, તેમાં જ મનવાળા થઈ, તેમાં જ શુભપરિણામરૂપ લેશ્યાવાળા થઈને, તેમાં જ ક્રિયા કરવાના અધ્યવસાયવાળા થઈને, તેમાં જ તીવ્ર અધ્યવસાયવાળા થઈને, તેના અર્થમાં ઉપયોગ રાખીને, તેમાં શરીર-રજોહરણ–મુહપત્તિ વગેરે ઉપકરણોનો વિધિપૂર્વક ઉપયોગ કરીને, તેની ફરી ફરી કરવારૂપ ભાવનાથી ભાવિત થઈને, આ રીતે તેમાં એકાગ્ર મનવાળા, થઈને, મનને બીજે ક્યાંય ક્યાં વિના, જિનવચનરૂપ ધર્મમાં અનુરક્ત મનવાળા થઈને, બે કાળ અવશ્ય કરે તે લોકોત્તર આવશ્યક છે.” (૨૩૯) *आवस्सयं १ अवस्सकरणिज्जं, २ धुव ३ निग्गहो ४ विसोही ५ य । अज्झयणछक्क ६ वग्गो ७ नाओ ८ आराहणा ९ मग्गो १० ॥२४०॥ અનુયોગદ્વારમાં કહેલા આવશ્યકનાં જ પર્યાય નામોને કહે છે - આવશ્યક, અવશ્યકરણીય, ધ્રુવ, નિગ્રહ, વિશુદ્ધિ, અધ્યયનપર્ક, વર્ગ, ન્યાય, આરાધના, માર્ગ – આ દસ પર્યાય નામો છે. તેમાં આવશ્યક એ પ્રથમ પર્યાય નામનું (ટીકામાં આવેલી) બે ગાથાઓથી વ્યાખ્યાન કરવામાં આવે છે. અવશ્ય કરવું જોઈએ તે કારણથી આ આવશ્યક કહેવાય છે. આસોળ સાવUi૦ = એ (૨૩૯મી) ગાથાનો જ નિચોડ અર્થ જ કહ્યો છે. અથવા આ અનુષ્ઠાન મર્યાદાથી કે અભિવિધિથી ગુણોનો આશ્રયે છે માટે આશ્રય કહેવાય છે. અથવા આ અનુષ્ઠાન આત્માને બધી બાજુથી જ્ઞાનાદિ ગુણોને વશ કરી શકે તેવા આત્માને કરે છે, માટે આવશ્યક કહેવાય છે. અથવા ગુણશૂન્ય આત્માને બધી બાજુ ગુણોથી વસાવે છે, અર્થાત્ આત્માને ગુણોની નજીક કરે છે, માટે આવાસિક કહેવાય છે. અથવા જેવી રીતે વાસ અને ધૂપ વગેરે વસ્ત્રને વાસિત કરે છે તેવી રીતે આ અનુષ્ઠાન આત્માને ચારે બાજુથી ગુણોથી વાસિત=ભાવિત કરે છે માટે આવશ્યક કહેવાય છે. આ પ્રમાણે આવશ્યક એવા પહેલા પર્યાય નામનું વ્યાખ્યાનર્યું. એ રીતે બીજા પણ પર્યાયનામો જાણવા. તે આ પ્રમાણે – મુમુક્ષુઓ વડે જે અવશ્ય કરાય તે અવશ્યકરણીય તથા અર્થથી ધ્રુવ શાશ્વત હોવાથી ધ્રુવ નામ છે. એનાથી ઈદ્રિય-કષાય વગેરે ભાવશત્રુઓનો નિગ્રહ કરાય છે માટે નિગ્રહ. કેટલાકો અહીંધ્રુવ અને નિગ્રહ એ બે પર્યાયનામના બદલે ધ્રુવનિગ્રહ એવું એક જ પર્યાયનામ કહે છે. કર્મ પ્રવાહથી અનાદિકાળથી છે. આથી કર્મ ધ્રુવ ચિત્તવાળા = સામાન્ય ઉપયોગવાળા. મનવાળા = વિશેષ ઉપયોગવાળા. તીવ્ર અધ્યવસાયવાળા = પ્રારંભકાલથી આરંભી પ્રતિક્ષણ વધતા પ્રયત્નવિશેષરૂ૫ અધ્યવસાયવાળ * અહીં પ્રાકૃત બાવક્ષય શબ્દની સંસ્કૃતમાં જુદી જુદી છાયા કરીને જુદો જુદો અર્થ કર્યો છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય | 321) ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર ( નિત્ય) છે. ધ્રુવ એવા કર્મોનો આનાથી નિગ્રહ કરાય છે. માટે ધ્રુવનિગ્રહ કર્મથી મલિન બનેલા આત્માની વિશુદ્ધિનું કારણ હોવાથી વિશુદ્ધિ. સામાયિક વગેરે છ અધ્યયન રૂપ હોવાથી અધ્યયનપર્ક. એનાથી રાગાદિદોષોનો દૂરથી પરિહાર કરાય છે માટે વર્ગ. બીજાઓ તો છ અધ્યયનના સમૂહરૂપ હોવાથી “અધ્યયન વગ” એવું પણ એક જ પર્યાય નામ કહે છે. ઇષ્ટ અર્થની સિદ્ધિને સમ્યગૂ ઉપાય હોવાથી ન્યાય, અથવા જીવ અને કર્મના સંબંધને દૂર કરવાથીન્યાય. મોક્ષની આરાધનાનો હેતુ હોવાથી આરાધના. મોક્ષનગરમાં પહોંચાડનાર હોવાથી માર્ગ કહેવાય છે. (૨૪૦) तं तु पोसहसालाए, घरे वा जिणमंदिरे । साहूणं पायमूलंमि, करेई जह संभवं ॥२४१ ॥ પ્રતિકમણ કરવાનાં સ્થાનોને બતાવતા સૂત્રકાર કહે છે-- પ્રતિક્રમણ યથાસંભવ પૌષધશાળામાં, ઘરે, જિનમંદિરમાં ( જિનમંદિરની પાસે આવેલા રંગમંડપમાં કે ઉપાશ્રયમાં), અથવા સાધુઓની પાસે ( સાધુઓ જ્યાં રહ્યા હોય ત્યાં) કરે. પ્રતિકમણ દેવસિક વગેરે પાંચ છે. તેનો વિસ્તાર વૃત્તિમાંથી જાણી લેવો. છ આવશ્યક સંબંધી વિવેચન અહીં પ્રતિક્રમણ કરવું એટલે છ આવશ્યક કરવા. તે છે આવશ્યક આ પ્રમાણે છે – સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ છ આવશ્યકનો અર્થ વગેરે આ પ્રમાણે છે (૧) સામાયિક - સામાયિક શબ્દનો અર્થ આ પ્રમાણે છે – (સમસ્ય ગાય: = સમય, સમાય જીવ સામાયિE=) સમ એટલે સમતા. તેનો આય = લાભ તે સામાયિક. અથવા (સમય: પ્રયોગનમચ=) સમતાના લાભ માટે જે ક્રિયા કરાય તેને પણ સામાયિક કહેવાય. ટુંકમાં સામાયિક એટલે સમતા. હર્ષ-શોક, રાગ-દ્વેષ, હાસ્ય-રુદન વગેરે વિકારો વિષમતા છે. હર્ષ આદિને આધીન ન બનવું તે સમતા છે. અનુકૂળતા-પ્રતિકૂળતા, સફલતા-નિષ્કલતા, પ્રશંસા-નિંદા, સંપત્તિ-વિપત્તિ, લાભ-હાનિ, જય-પરાજય, માન-અપમાન, ઉત્કર્ષઅપકર્ષ, જશ-અપજશ, સુખ-દુ:ખ આ બધા પ્રસંગોમાં રાગ-દ્વેષકે હર્ષ-શોકને આધીન ન બનતાં સમભાવમાં રહેવું એ સમતા. જીવનમાં સમતા અનિવાર્ય છે. સમતા વિનાનું જીવન દુઃખમય બની રહે છે. સંસારી જીવો અનુકૂળ પ્રસંગમાં રાગ કરીને અને પ્રતિકૂળ પ્રસંગમાં દ્વેષ કરીને સમતાને ગુમાવી દે છે. માન અને પ્રશંસા વગેરેમાં હર્ષ પામીને તથા અપમાન નિંદા વગેરેમાં ક્રોધ કે શોક વગેરે કરીને સમતાનો ભંગ કરી નાખે છે. જીવનમાં સમતાનો અભ્યાસ થાય એ માટે સામાયિક કરવાનું છે. આથી જ જ્યારે સામાયિકની પ્રતિજ્ઞા કરવામાં આવે છે ત્યારે કરેમિ મતે સમાફિયં એમ બોલવામાં આવે છે. રામ મતે સામાફિયં એટલે હે ભગવંત! હું મારા આત્માને સમભાવવાળો કરું છું. અર્થાત્ જ્યાં સુધી મારે સામાયિકનો નિયમ છે, ત્યાં સુધી હુઅનુકૂળ-પ્રતિકૂળ વગેરે પ્રસંગોમાં સમભાવમાં રહીશ. મોક્ષનો મુખ્ય ઉપાય સમતા જ છે. આપણે એટલું સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે દરેક ધર્મક્રિયાનું ધ્યેય સમતા કેળવવાનું છે. જીવ જ્યાં સુધી મોક્ષને ન પામે ત્યાં સુધી દુ:ખથી સર્વથા મુક્ત બની જતો નથી. સર્વકર્મનાક્ષય વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. જીવ જ્યાં સુધી ઉચ્ચકક્ષાની સમતાવાળોન બને ત્યાં સુધી સર્વકર્મનો ક્ષય કરી શક્તો નથી. આથી મોક્ષનો મુખ્ય ઉપાય ઉચ્ચકક્ષાની સમતા જ છે. જીવ ગમે તેટલી ધર્મક્રિયાઓ કરે, પણ જો સમતાને ન સાધી શકે તો મોક્ષને પામી શકે Page #341 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર 322) શ્રાદ્ધદિનકૃત્ય નહિ. માટે ભગવાન પાસે સમાવિમુત્તમ રિંતુ એમ કહીને સર્વોત્કૃષ્ટ ભાવસમાધિની માગણી કરવામાં આવી છે. ૩ત્તમ એટલે સર્વોત્કૃષ્ટ દ્રવ્યસમાધિને દૂર કરવા વર શબ્દ છે. સમાવિરપુત્તમ કિંતુ એટલે સર્વોત્કૃષ્ટ ભાવસમાધિને આપો. અહીં ભાવસમાધિ એટલે સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર. સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રથી જ ઉત્કૃષ્ટ ભાવ સમાધિ આવે. (આવશ્યક સૂત્ર હારિ. ટીકા) સામાયિકનો મહિમા બતાવતાં એક મહાપુરુષે કહ્યું છે કે – सामायिकं गुणानामाधारः खमिव सर्वभावानाम् । नहि सामायिकहीनाश्चरणादिगुणान्विता येन ॥१॥ . तस्माजगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् । शारीरमानसानेकदुःखनाशस्य मोक्षस्य ॥२॥ . જેવી રીતે આકાશ સર્વ વસ્તુઓનો આધાર છે, તે રીતે સામાયિક સર્વગુણોનો આધાર છે. કારણ કે સામાયિકથી રહિત જીવો ચારિત્ર વગેરે ગુણોથી યુક્ત બની શકતા નથી. આથી જ ભગવાને સામાયિકને જ શારીરિક અને માનસિક સર્વદુઃખોથી રહિત એવા મોક્ષનો અનુપમ ઉપાય કહેલ છે, અર્થાત્ સમતા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી.” સર્વધર્મક્રિયાઓ સમતાની વૃદ્ધિ માટે છે પ્રશ્ન :- જો મોક્ષનો મુખ્ય ઉપાય સમતા જ છે તો ચારિત્રનાં અનુષ્ઠાનો, દેશવિરતિનાં બાર વ્રતો વગેરે અનુષ્ઠાનો તથા સમ્યગ્દર્શનનાં જિનપૂજા વગેરે અનુષ્ઠાનો કરવાનો ઉપદેશ શા માટે આપવામાં આવ્યો છે? ઉત્તર:- એ બધાં અનુષ્ઠાનો સમતાની વૃદ્ધિ માટે છે. આથીજ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે ઉપાય સમલૈવેકા, મુરઃ ક્રિયામ: તત્તત્વમેવેન, તચાવ પ્રસિદ્ધયે ! (અધ્યાત્મસાર-૨૬૨) મુક્તિનો ઉપાય એક સમતા જ છે. તેને પુરુષના ભેદથી સર્વવિરતિ વગેરેની જે જે ક્રિયાઓ ભગવાને કહી છે, તે તે બધી ક્રિયાઓ સમતાની જ પ્રકૃષ્ટ સિદ્ધિ માટે છે.” આનો ભાવાર્થ એ થયો કે કોઈપણ ધર્મક્રિયા સમતાની વૃદ્ધિ માટે કરવાની છે. આથી જ દરેક ધર્મક્રિયા કરતી વખતે સમતા રાખવી જોઈએ. જે જીવ સંસારના કામોમાં સમતાન રાખી શકે તો પણ કમમાં કમ ધર્મક્રિયાઓ કરતી વખતે સમતા રાખે તો પણ એની સમતામાં વૃદ્ધિ થાય છે. સમતા વિનાની ધર્મક્રિયા નિષ્ફળ છે. આથી જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે सन्त्यज्य समतामेकां स्याद् यत् कष्टमनुष्ठितम् । तदीप्सितकरं नैव, बीजमुप्तमिवोषरे । જે કંઈ કષ્ટ અનુભવ્યું હોય, તેમાં જો સમતાન રાખી હોય, (અગર સમતાનું લક્ષ્ય પણ ન હોય) તો તે કષ્ટ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ નિષ્ફળ બને છે.” આ જ વાતને ગુજરાતી દુહામાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જણાવી છે. તે આ પ્રમાણે – સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યનાં કામા છાર ઉપર તે લિંપણું, જિમઝાંખર ચિવામ | “જે જીવ સમતા વિના પુણ્યનાં કામ-ધર્મક્રિયાઓ કરે છે તે છાર-રાખ ઉપર લિંપણ કરવા જેવું અથવા ઝાંખરવાળા ડાઘવાળા પટ ઉપર ચિત્ર દોરવા જેવું કરે છે.” Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (323) ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર આનો ભાવાર્થ એ છે કે જેમછાર-રાખ ઉપર લીંપણ ન કરી શકાય અને ડાઘવાળા પટ ઉપરકે વસ્ત્ર વગેરે ઉપર ચિત્ર દોરી શકાય, તેમ સમતા વિના કરેલાં પુણ્યનાં કામો યથાર્થ ફળ આપનારા બનતા નથી. કારવાળી જમીન પોચી હોય એથી તેના ઉપર લીંપણ કરી શકાય નહિ, કઠણ જમીન ઉપર જ લીંપણ કરી શકાય. ડાઘવાળા વસ્ત્ર ઉપર ચિત્ર થઈ શકે નહિ. સ્વચ્છ વસ્ત્ર વગેરે વસ્તુ ઉપર ચિત્ર થઈ શકે તેમ સમતાથી જ કરેલાં પુણ્યનાં કામો યથાર્થ ફળ આપનારાં બને છે. આથી જ છે આવશ્યકમાં સૌથી પહેલું આવશ્યક સામાયિક છે. મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજે સમતાનું મહત્ત્વ બતાવતાં કહ્યું છે કેज्ञान-ध्यान-तपः-शील-सम्यक्त्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधुर्यं प्राप्नोति शमान्वितः ॥६-५ ।। “આ કેવું આશ્ચર્ય! સમતાથી અલંકૃત મુનિ જે ગુણો મેળવે છે તે ગુણો જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યકત્વથી સહિત પણ સાધુ સમતા વિના મેળવી શકતો નથી.' આથી આપણે ધર્મમાં અને જીવનમાં સમતા લાવવા સમતાનો અભ્યાસ કરવો જોઈએ. એ માટે સામાયિક ઉત્તમ ઉપાય છે. આવશ્યક (પ્રતિકમણ) કરવાથી ઓછામાં ઓછું બે ઘડી સુધી સમતાનો અભ્યાસ થાય છે. પ્રશ્ન:- ક્યા સૂત્રથી સામાયિક આવશ્યક કરવામાં આવે છે? - ઉત્તર:- નવકાર અને કરેમિ ભંતે" સૂત્રથી સામાયિક આવશ્યક કરવામાં આવે છે. . • ચતુર્વિશતિ સ્તવનો મહિમા . (૨) ચતુર્વિશતિસ્તવઃ- ચતુર્વિશતિસ્તવમાં ચતુર્વિશતિ અને સ્તવ એ બે શબ્દો છે. તેમાં ચતુર્વિશતિ એટલે ચોવીસ તીર્થકરો. સ્તવ એટલે સ્તુતિ. ચતુર્વિશતિસ્તવ એટલે ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવી. તીર્થકરોની ભાવપૂર્વક કરેલી સ્તુતિથી અનેક ભવોનાં પાપોનો નાશ થાય છે. આ વિષે ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે त्वत्संस्तवेन भवसन्तति सन्निबद्धं, पापं क्षणात् क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्तलोकमलिनीलमशेषमाशु, सूर्यांशुभिन्नमिव शार्वरमन्धकारम् ।। જેમ જગત ઉપર ઘેરાયેલ રાત્રિનો ભ્રમર સમાન કાળો અંધકાર સૂર્યના કિરણોથી જલદી સંપૂર્ણ નાશ પામે છે, તેમણે પ્રભુ! જીવોનાં અનેક ભાવોમાં બંધાયેલાં પાપો આપનાસ્તવનથી ક્ષણવારમાં નાશ પામે છે.” ભગવાનની (=ભગવાનમાં રહેલા ગુણોની) સ્તુતિથી જેમ પાપોનો નાશ થાય છે તેમ ગુણોની પ્રાપ્તિ થાય છે, કારણકે ગુણીના ગુણોની પ્રશંસા કરવાથી ગુણોની પ્રાપ્તિ થાય એવો નિયમ છે. ભગવાનમાં બધા જીવો કરતાં અધિક અને ઉત્તમગુણો રહેલાં છે. આથી ગુણો મેળવવા માટે પણ ભગવાનની સ્તુતિ કરવી જરૂરી છે. ભાવથી ભગવાનની સ્તુતિ કરનાર ભગવાન બની જાય છે. આ વિષે ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે – नात्यद्भुतं भुवनभूषण भूतनाथ !, भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टवन्तः ।। तुल्या भवन्ति भवतो ननु तेन किंवा, भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥ ત્રણ ભુવનના આભૂષણ એવા હે જીવોના નાથ ! આપનામાં વિદ્યમાન (સત્ય) ગુણો વડે આપની સ્તુતિ કરનારા જીવો આપના જેવા થાય છે (=વીતરાગ-સર્વજ્ઞ બને છે) તે અતિ આશ્ચર્ય નથી. અથવા જે સ્વામી આ લોકમાં પોતાના આશ્રિત (સેવક)ને લક્ષ્મી વડે પોતાના તુલ્યન કરે તેવા Page #343 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર (324) શ્રાદ્ધદિનકૃત્ય સ્વામીથી શું? અર્થાત્ તેવા સ્વામીનો કોઈ અર્થ નથી. ભગવાન આપણા ઉપકારી છે. ઉપકારીના ગુણોની સ્તુતિ કરવાથી ઉપકારી પ્રત્યે યત્કિંચિત્ કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. આથી કૃતજ્ઞતા ગુણનું પાલન કરવા માટે પણ ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. પ્રશ્નઃ છ આવશ્યમાં ચતુર્વિશતિસ્તવ (ભગવાનની સ્તુતિ) કેવી રીતે કરવામાં આવે છે? ઉત્તર: છ આવશ્યમાં ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ) સૂત્ર બોલવામાં આવે છે. એ સૂત્રમાં ચોવીસ ભગવાનના નામકીર્તન પૂર્વક ગુણોની સ્તુતિ કરવામાં આવી છે. આથી જ તે સૂત્રનું ચતુર્વિશતિસ્તવ એવું સાર્થકનામ છે. કાયોત્સર્ગમાં ચતુર્વિશતિસ્તવ સૂત્રને મનમાં ચિંતવીને અને કાયોત્સર્ગ સિવાય પ્રગટબોલીને ચતુર્વિશતિસ્તવ આવશ્યક કરવામાં આવે છે. ભગવાનના નામનું કીર્તન પણ મહાલાભદાયી છે. આ વિષે કલ્યાણ મંદિરમાં કહ્યું છે કે— आस्तामचिन्त्यमहिमा ! जिन ! संस्तवस्ते, नामापि पाति भवतो भवतो जगन्ति । तीव्रातपोपहतपान्थजनान्निदाघे, प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि ॥ જેમ ઉનાળામાં અત્યંત તાપથી તપેલા મુસાફરોને પદ્મ સરોવર તો ખુશ કરે છે ઠંડક આપે છે, કિંતુ એ સરોવરનો ઠંડો પવન પણ ખુશ કરે છે ઠંડક આપે છે. તેવી રીતે હે પ્રભુ! આપના અચિંત્યમહિમાવાળા સ્તવનની વાત દૂર રહી, આપના નામનું કીર્તન પણ લોકોનું સંસારથી રક્ષણ કરે છે. રાયપસેણિય શાસ્ત્ર (સૂ. ૧૦) માં કહ્યું છે કે – “વીતરાગ અને સર્વજ્ઞ એવા અરિહંત ભગવાનના નામનોત્રનું શ્રવણ પણ મહાફલદાયી છે.” પ્રશ્ન : નામ તો માત્ર શબ્દરૂપ પુગલોનો સમૂહ છે. આથી તેનું શ્રવણ વગેરે માફલદાયી કેવી રીતે બને? ઉત્તરઃ નામ દ્વારા નામવાળી વ્યક્તિના ગુણોનું સ્મરણ થાય છે. એથી ગુણો પ્રત્યે બહુમાન થાય છે. ગુણો પ્રત્યે થતો બહુમાન મહાફળદાયી છે. આ પ્રમાણે નામ ગુણો પ્રત્યે બહુમાન કરાવનાર હોવાથી તેનું શ્રવણ વગેરે મહાફલદાયી છે. કોઈ તમને પૂછે કે કાલે ભોજનમાં શું બનાવ્યું હતું? તમે કહો કે રસગુલ્લા બનાવ્યા હતા. અહીં રસગુલ્લાં શબ્દ બોલતાં જ રસગુલ્લાનો આકાર, રંગ, સ્વાદ વગેરે તમારી આંખ સામે આવે છે. પછી તમે રસગુલ્લાનું વર્ણન કરો તો કદાચ રસલોલુપીના મોઢામાં પાણી આવી જાય એવું બને. આનાથી સિદ્ધ થાય છે કે વસ્તુનો અને વસ્તુના નામનો સંબંધ છે. નામ અને નામીનો કથંચિ અભેદ છે. આથી અરિહંતના નામનું શ્રવણ વગેરે મહાફલદાયી છે. (૩) વંદન: વંદનીય આચાર્ય વગેરેને વંદન કરવું તે વંદન આવશ્યક છે. વંદન કરવું એટલે નમવું. પ્રશ્નઃ છે આવશ્યકમાં વંદન કેવી રીતે કરવામાં આવે છે? ઉત્તરઃ છ આવશ્યકમાં સુગુરુવંદનસૂત્ર (વાંદણા) બોલીને વંદન કરવામાં આવે છે. કુલ ચાર વખત વંદન થાય છે. વાંદણા બે વાર કેમ આપવામાં આવે છે? પ્રશ્નઃ દરેક વખતે વાંદણાં બે વાર કેમ બોલવામાં આવે છે? ઉત્તર : જેમ દૂત નમસ્કાર કરીને રાજાને કાર્ય જણાવે અને વિદાયની અનુજ્ઞા મળ્યા બાદ ફરી નમસ્કાર જ અન્વર્થ નામને નામગોત્ર કહેવામાં આવે છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (325) ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર કરીને જાય, તેમ અહીં બે વાર વંદન કરવા માટે વાંદણા બે વાર બોલવામાં આવે છે. સંપૂર્ણ પ્રતિક્રમણમાં બબ્બે વાંદણાં રૂપ ગુરુવંદન ચાર વખત કરવામાં આવે છે. તે આ પ્રમાણે – . પહેલું વંદન પહેલીવાર મુપત્તિનું પડિલેહણ કર્યા પછી કરાય છે. આ વંદન અતિચારની આલોચના માટે છે. બીજું વંદનવંદિત્તસૂત્ર બોલ્યા પછી કરાય છે. આવંદન અપરાધ ખમાવવા માટે છે. ત્રીજું વંદન અભુદ્ધિઓ સૂત્ર બોલ્યા પછી કરાય છે. આ વંદન કાયોત્સર્ગ કરવા માટે છે. ચોથું વંદન બીજીવાર મુસ્પત્તિનું પડિલેહણ કર્યા પછી કરાય છે. આ વંદન પ્રત્યાખ્યાન કરવા માટે છે. (૪) પ્રતિકમણઃ પ્રતિમણ એટલે પાછા ફરવું. શુભભાવમાંથી અશુભભાવમાં ગયેલો આત્મા ફરી શુભભાવમાં પાછો ફરે તે પ્રતિકમણ. આ વિષે કહ્યું છે કે स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥ પોતાના સ્થાનથી( શુભભાવથી) પ્રમાદના કારણે પરસ્થાનમાં (=અશુભભાવમાં) ગયેલો આત્મા ફરી પોતાના સ્થાનમાં ( શુભભાવમાં) પાછો ફરે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે.” ટૂંકમાં, પાપથી પાછા ફરવું તે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ શબ્દનો આ પ્રમાણે શબ્દાર્થ છે. ભાવાર્થ તો પ્રતિક્રમણ એટલે મિચ્છામિ દુક્કડ' આપવું એવો છે. પ્રતિક્રમણ એટલે થઈ ગયેલા પાપોનું હદયથી મિચ્છામિ દુક્કડં આપવું. થઈ ગયેલા પાપનું હદયથી મિચ્છા મિ દુક્કડ આપવાથી એ પાપોનો નાશ થાય છે. મિચ્છા મિ દુક્કડે એટલે મારું દુષ્કૃત્યપાપ મિથ્યા નિષ્ફળ થાઓ. પ્રતિક્રમણ આવશ્યક કરતી વખતે દિવસ દરમ્યાન થઈ ગયેલા પાપોને યાદ કરીને ગુરુ સમક્ષ એ પાપોને જણાવીને હૃદયથી મિચ્છા મિ દુક્કડ આપવામાં આવે છે. પાપભીરુ જીવ કેવો હોય? આવું પ્રતિક્રમણ કરવાની ભાવનાથાય એ માટે હૃદયમાં પાપભય ગુણ ઉત્પન્ન થવો જોઈએ. પાપભય ગુણ ઉત્પન્નત્યારે જ થાય કે જ્યારે પાપથી જ દુ:ખ એ સિદ્ધાંત હૃદયમાં નિશ્ચિત થાય. પાપથી દુ:ખ આવે એમ બોલવું એ જુદી વાત છે અને એમ હૃદયમાં નિશ્ચિત થવું એ જુદી વાત છે. જે મહાનુભાવના હૃદયમાં પાપથી જ દુ:ખ એ સિદ્ધાંત નિશ્ચિત થઈ જાય તેના આત્મામાં પાપભય નામનો ગુણ ઉત્પન્ન થાય છે. જેના હૃદયમાં પાપભય ગુણ ઉત્પન્ન થાય એ જીવની ભાવના સર્વ પાપોથી મુક્ત થવાની હોય. આમ છતાં તે સર્વ પાપોથી મુક્ત ન બની શકે એવું બને. સર્વ પાપોથી મુક્ત બનવાની ભાવનાવાળો જીવ સર્વ પાપોથી મુક્ત ન બની શકે તો જેમ બને તેમ ઓછાં પાપો થાય તેવી ભાવનાવાળો હોય. એટલે આવો જીવ બહુજ ઓછાં પાપો કરે, એ ઓછાં પણ પાપો દિલ વિના દુભાતા દિલથી કરે, રસથી ન કરે, આના કારણે તેને પાપનો બંધ બહુ જ અલ્પ થાય. આથી જ શ્રાવકના વંદિત્ત સૂત્રમાં કહ્યું છે કેसम्मद्दिट्टी जीवो, जइवि हु पावं समायरे किंचि । अप्पो सि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ॥३६॥ જો કે સમ્યગ્દષ્ટિ જીવ પાપ વિના નિર્વાહન થવાથી અલ્પ નિર્વાહ પૂરતું પાપ કરે તો પણ તેને પાપકર્મનો બંધ અલ્પ થાય, કારણ કે તે પાપ નિદયપણે કરતો નથી.” પ્રશ્ન: જેમ થોડું પણ ઝેર મારે જ, તેમ અલ્પ પણ પાપકર્મોનો બંધ નુકશાન ન કરે? પ્રવચનસારોદ્ધારમાં અભુઠિઓ કહ્યા પછી કરાતા ત્રીજા વંદનને “અલિઆવણ” વંદન જણાવ્યું છે. અદ્ધિઆવણ એટલે આશ્રય. આચાર્ય ભગવંત આદિ સર્વ શ્રીસંઘને ખમાવવા પૂર્વક તેઓનો આશ્રય (શરણું) કરવા માટે છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર (126) શ્રાદ્ધદિનકૃત્ય ઉત્તરઃ સમ્યગ્દષ્ટિ જીવ એથોડા પણ પાપકર્મોના બંધનો પ્રતિક્રમણ આદિથી નાશ કરી નાખે છે. આથી તેને એ અલ્પ પાપકર્મોનો બંધ નુકસાન કરતો નથી. આ વિષે વંદિતુ સૂત્રમાં કહ્યું છે કે तंपि हु सपडिक्कमणं, सप्परियावं सउत्तरगुणं च । खिप्पं उवसामेई, वाहिव्व सुसिक्खिओ विज्जो ॥३७॥ સમ્યગ્દષ્ટિ જીવ પોતે કરેલા અલ્પ પણ પાપનું પશ્ચાત્તાપ પૂર્વક ગુરુની સમક્ષ પ્રતિકમણ કરીને અને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્ત કરીને પાપનો ક્ષય કરી નાખે છે.” ભોગવ્યા વિના જ કર્મોનો ક્ષય થઈ શકે પ્રશ્ન: બંધાયેલાં પાપર્મોનો ભોગવ્યા વિના ક્ષય થઈ શકે? ઉત્તર: હા, જેવી રીતે સુશિક્ષિત વૈદ્ય ઔષધ દ્વારા રોગનો ક્ષય કરે છે તેમ પાપભીરુ જીવ પ્રતિક્રમણ આદિથી પાપકર્મોનો ક્ષય કરી નાખે છે. આ વિષે પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે કેजहा विसं कुट्ठगयं, मंतमूलविसारया । विज्झा हणंति मंतेहिं, तो तं हवइ निव्विसं ॥३८॥ .. एवं अट्ठविहं कम्मं, रागदोससमजियं । आलोयंतो य निंदतो, खिप्पं हणइ सुसावओ ॥३९॥ .. જેમ શરીરમાં વ્યાપેલા ઝેરને મંત્ર-મૂળીયાંવગેરે ઉપાયોને જાણનારા વૈદ્ય મંત્ર વગેરેથી ઝેરનો નાશ કરે છે, તેથી તે મનુષ્ય ઝેરથી રહિત થાય છે, તેમ અહીં રાગ-દ્વેષથી બાંધેલાં જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારના કર્મોને આલોચના કરતો અને નિંદા કરતો સુશ્રાવક તત્કાલ નાશ કરે છે. વિષની શુદ્ધિ અંગે વૈદ્યનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે– પોતાના ઉપર ચઢાઈ કરવા આવતા શત્રુનો નાશ કરવા રાજાએ વૈદ્ય પાસે ઝેર મંગાવ્યું. જવના દાણા જેટલું ઝેર લઈને વૈદ્ય રાજા પાસે હાજર થયો. “વૈદ્યરાજ! મારે આખી શત્રુસેનાનો સંહાર કરવો છે, અને તમે આટલું અમસ્તું ઝેર લઈને આવ્યા?'' રાજા ગુસ્સે થઈ ગયો. રાજ' શાંત થાઓ. આ આટલું અમતું ઝેર નથી. તે સહસ્ત્રઘાતી ઝેર છે.” એમ કહી વૈદ્યરાજે તેની સાબિતી માટે મરેલા હાથીના રૂંવાડા ઉપર તે ઝેર મૂક્યું. જોતજોતામાં તે ઝેર હાથીના આખા શરીરમાં પ્રસરી ગયું. વૈદ્યરાજે કહ્યું- “રાજઆ હાથીને જે ખાશે અથવા તો તેનો સ્પર્શ કરશે તેને આ ઝેર ચડશે અને તે મરી જશે.” રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો– “વૈદ્યરાજ ! આ રીતે ઝેર ઉતારવા માટેનું પણ કોઈ ઔષધ-દવા છે કે નહિ?” “છે, રાજ! જેવી રીતે ઝેર ચડાવવાની દવા છે તેવી રીતે ઝેર ઉતારવાની પણ દવા છે.” એમ કહી વૈદ્યરાજે જવના દાણાપ્રમાણ બીજી દવા હાથીનારૂંવાડા ઉપર મૂકી અને આંખના પલકારામાં બધું ઝેર ઉતરી ગયું. એ જ રીતે પ્રતિક્રમણથી પાપનો નાશ થાય છે. જેમ કોઈ જીવ અજીર્ણ થાય તેટલું વધારે ભોજન કરી લે, પણ ભોજન ર્યા પછી ચેતી જાય, સાંજના ખાવાનું છોડી દે અને હિંગાષ્ટક વગેરે પાચક ઔષધિ લઈલે તો તેને અજીર્ણનું દુ:ખ સહન ન કરવું પડે, તેમ જે જીવ Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર પાપ બાંધ્યા પછી ચેતી જાય અને પ્રતિક્રમણ આદિથી પાપનો ક્ષય કરી નાખે તો તેને પાપનું ફળ ભોગવવું ન પડે. પ્રતિક્રમણથી ઘણાં પાપોનો પણ નાશ થાય 327 પ્રશ્ન ઃ થોડાં પાપો કર્યા હોય તો પ્રતિક્રમણ આદિથી પાપોનો ક્ષય થઈ શકે. પણ ઘણાં પાપો કર્યા હોય તો પ્રતિક્રમણ આદિથી ક્ષય થઈ શકે ? ઉત્તર : હા, ગમે તેટલાં ઘણાં પાપો કર્યા હોય તો પણ જો હૃદયના પશ્ચાત્તાપ પૂર્વક પ્રતિક્રમણ કરવામાં આવે તો એ બધાં પાપોનો નાશ થઈ જાય. આ વિષે ‘વંદિત્તુ’ સૂત્રમાં કહ્યું છે કે आवस्सएण एएण सावओ जईवि बहुरओ होइ । दुक्खाणमंतकिरियं काही अचिरेण काले ॥४१॥ ‘શ્રાવક ઘણાં પાપકર્મોવાળો હોય, અર્થાત્ ઘણા પાપકર્મો કરતો હોય તો પણ પ્રતિક્રમણ કરવાથી અલ્પકાળમાં જ દુઃખોનો વિનાશ કરશે.’’ આનાથી એ નક્કી થયું કે રોજ ઘણાં પાપો કરનાર જીવ પણ જો રોજ ભાવપૂર્વક હૃદયના પશ્ચાત્તાપ સાથે પ્રતિક્રમણ કરે તો તેનાં રોજનાં પાપોનો નાશ થઈ જાય. પ્રતિક્રમણથી ભવાંતર સંચિત પાપોનો પણ નાશ થાય પ્રતિક્રમણથી રોજનાં પાપોનો નાશ થાય એટલું જ નહિ, પણ જો પ્રતિક્રમણ ઉપયોગપૂર્વક ઉલ્લાસથી કરવામાં આવે તો ભવાંતરમાં સંચિત પાપોનો પણ નાશ થાય. પ્રતિક્રમણમાં ઉલ્લાસ આવે એ માટે પ્રતિક્રમણના સૂત્રોનો અર્થ સમજવો જોઈએ. પ્રતિક્રમણના એક એક સૂત્રમાં ખૂબ જ ભાવ ભરેલો છે. બધાં જ સૂત્રોના સંપૂર્ણ અર્થ ન સમજી શકાય તો નાનાસૂત્રોનાં અર્થો સમજવા જોઈએ. મોટા સૂત્રોમાં પણ અમુક અમુક ગાથાના કે અમુક શબ્દોના અર્થો સમજી લીધા હોય તો તે ગાથા કે શબ્દ બોલતી વખતે ઉપયોગપૂર્વક અર્થની વિચારણા કરી શકાય. એથી શ્રેષ્ઠ ભાવોલ્લાસ જાગે, જેમકે નમસ્કાર મહામંત્ર સૂત્રનો અર્થ સરળ છે. લોગસ્સ સૂત્રમાં ચોવીસ ભગવાનના નામ આવે છે. એટલે એ સૂત્રનો અર્થ પણ સહેલો છે. સવ્વસ્સવિ દેવસિસ.... એ સૂત્રનો અર્થ પણ સરળ છે. બીજા સૂત્રોમાં પણ ‘વંદે’ વગેરે પદોનો અર્થ સરળ છે. આમ સૂત્રોના અર્થને સમજીને ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવામાં આવે તો ઉત્તમ ભાવોલ્લાસ આવે. તથા વાંદણાં, ખમાસમણાં, મુહપત્તિની પડિલેહણા વગેરેનો વિધિ સમજીને વિધિપૂર્વક કરવામાં આવે તો પણ પ્રતિક્રમણમાં ભાવોલ્લાસ આવે. સૂત્રો બોલવાની મુદ્રાઓ જાણીને તે તે સૂત્ર તે તે મુદ્રાપૂર્વક બોલવાથી પણ ભાવોલ્લાસ જાગે. એ ભાવોલ્લાસથી ભવાંતર સંચિત પાપોનો પણ નાશ થાય. સૂત્રોના જ્ઞાન વિના પણ પ્રતિક્રમણથી લાભ થાય પ્રશ્ન ઃ પ્રતિક્રમણના સૂત્રોનું જ્ઞાન ન હોય તો પણ પ્રતિક્રમણથી પાપકર્મોનો નાશ થાય ? ઉત્તર : હા. કોઈને સર્પ કરડ્યો હોય ત્યારે કુશળ મંત્રવાદી મંત્ર બોલીને સર્પના ઝેરનો નાશ કરે છે. અહીં 'જેને સર્પ કરડયો છે તે મંત્રના અર્થને જાણતો ન હોવા છતાં મંત્રનો જ તેવો પ્રભાવ હોવાથી મંત્રાક્ષરોના ઉચ્ચારણમાત્રથી સર્પના ઝેરનો નાશ થાય છે. પ્રતિક્રમણ સૂત્રો પાપરૂપી સર્પનું દુ:ખરૂપ ઝેર ઉતારવા મંત્રતુલ્ય છે. ગણધરરચિત પ્રતિક્રમણ સૂત્રોનો તેવો પ્રભાવ હોવાથી જ તેના અર્થો વગેરેને નહિ જાણનારા પણ જો શ્રદ્ધાપૂર્વક એ સૂત્રોનું સ્વયં ઉચ્ચારણ કે શ્રવણ કરે તો તેનાં પાપકર્મો નાશ પામે છે. દર્દીને દવાનું જ્ઞાન ન હોવા છતાં વૈદ્ય ઉપર ભરોસો રાખીને દવા લે છે તો તેનો રોગ દૂર થાય છે. તેમ અરિહંતો આપણા વૈદ્ય છે. પાપરૂપી રોગના નાશ માટે અરિહંતોએ પ્રતિક્રમણરૂપી ઔષધ બતાવ્યું છે. શ્રદ્ધા પૂર્વક Page #347 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર જે કોઈ એનું સેવન કરે તેનો પાપરૂપી રોગ અવશ્ય નાશ પામે. અહીં એ સમજી લેવાની જરૂર છે કે જેનામાં સૂત્રોના અર્થો સમજવાની શક્તિ હોય તેણે સૂત્રોના અર્થોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણકે સૂત્રોના અર્થોના ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવાથી વધારે ઉલ્લાસ આવે છે, અને એથી ઘણાં પાપકર્મો ખપે. પણ કોઈ જીવમાં સૂત્રોના અર્થો સમજવાની શક્તિ ન હોય અથવા સંયોગો ન હોય તો તેણે સૂત્રોના અર્થોને સમજ્યા વિના પ્રતિક્રમણથી શો લાભ થાય ? ઇત્યાદિ વિચારીને પ્રતિક્રમણ કરવામાં આળસુ ન બનવું જોઈએ. કોઈપણ ધર્મક્રિયામાં સમજ કરતાંય શ્રદ્ધા વધારે મહત્ત્વની છે. આ શાસનમાં અનેક જીવો ઓછી બુદ્ધિના કારણે વિશેષ સમજ ન હોવા છતાં શ્રદ્ધાના બળે આત્મકલ્યાણ સાધી ગયા. 328 શ્રાદ્ધદિનકૃત્ય પ્રતિક્રમણના લાભને સમજનાર શ્રાવક ગમે તેવું કામ આવે કે ગમે તેવી વિક્ટ પરિસ્થિતિ સર્જાય તો પણ પ્રતિક્રમણ કરવાનું ચૂકે નહિ. આ વિષે મહણસિંહનું દૃષ્ટાંત છે. મહણસિંહનું દૃષ્ટાંત દિલ્હીમાં ફિરોજશાહ બાદશાહ રાજ્ય કરતો હતો. દિલ્હીમાં જ મહણસિંહ શ્રાવક રહેતો હતો. તે એક પ્રતિષ્ઠિત અને રાજમાન્ય શાહુકાર હતો. એકવાર બાદશાહને બહારગામ જવાનું થયું. બાદશાહે રસાલામાં મહણસિંહને પણ સાથે લીધો હતો. રસાલો ધારેલા સ્થાન પર જઈ રહ્યો હતો. રસ્તામાં સૂર્યાસ્તનો સમય થઈ ગયો. આથી મહણસિંહે પોતાના ઘોડાને એક બાજુ લઈ લીધો. રસાલો તો આગળ વધી ગયો. પછી મહણસિંહે પોતાની પાસે રાખેલાં પ્રતિક્રમણનાં ઉપકરણો કાઢ્યાં. ચરવળાથી ભૂમિનું પ્રમાર્જન કરીને કટાસણું પાથરીને પ્રતિક્રમણ કરવા લાગ્યો. પ્રતિક્રમણ પૂરું થયા પછી તે બાદશાહની સાથે થઈ જવા ઝડપથી આગળ વધ્યો. બીજે ગામ પહોંચીને બાદશાહે જોયું તો મહણસિંહ ન દેખાયો. પૂછપરછ કરવાથી મહણસિંહ ક્યાં છે તેની ખબર ન પડી. આથી બાદશાહે તુરત તેને શોધી લાવવાની માણસોને આજ્ઞા કરી. તેવામાં તે આવી પહોંચ્યો. બાદશાહે પૂછ્યું : મહણસિંહ ! તમે ક્યાં હતા ? તમને શોધવા હમણાં જ હું માણસો મોકલતો હતો તેવામાં તમે આવી ગયા. મહણસિંહે કહ્યું : જહાંપનાહ ! મારી કાળજી રાખવા બદલ આપનો આભાર. સૂર્યાસ્તનો સમય થાય ત્યારે હું જ્યાં હોઉં ત્યાં પ્રતિક્રમણ કરવું એવો મારે નિયમ છે. વર્ષોથી હું આ નિયમનું પાલન કરું છું. આથી હું પ્રતિક્રમણ કરવા રસ્તામાં રોકાયો હતો. બાદશાહ : તમને એકલા જોઈને આપણા શત્રુઓ મારી નાખે તેવું પણ બને. આથી તમારે આવું સાહસ ન કરવું જોઈએ. મહણસિંહ : જહાંપનાહ ! ધર્મ કરતાં મૃત્યુ આવે તો સારું જ ગણાય. ધર્મ કરતાં મૃત્યુ પામેલો આત્મા સદ્ગતિમાં જાય. મહણસિંહની ધર્મશ્રદ્ધાથી ખુશ થઈને બાદશાહે સુભટોને આજ્ઞા કરી કે મહણસિંહ પ્રતિક્રમણ કરે ત્યારે તમારે તેમની ચારે બાજુ ખડે પગે ઊભા રહીને તેમનું રક્ષણ કરવું. થોડા દિવસો પછી બાદશાહ રસાલા સહિત દિલ્હી પાછો આવ્યો. એકવાર બાદશાહને મહણસિંહના નિયમની કસોટી કરવાનો તુક્કો સૂઝ્યો. આથી કોઈ ખોટો ગુનો બતાવીને તેને જેલમાં પૂરી દીધો. હાથ-પગમાં બેડી બંધાવી દીધી. મહણસિંહને જેલની ચિંતા ન હતી. પણ હાથ-પગ બંધાયેલા હોવાથી પ્રતિક્રમણ કેવી રીતે કરવું તેની ચિંતા હતી. જેલના રક્ષકને બે સોનામહોર આપવાનું કહ્યું. આથી તે કોઈ ન જાણે તે રીતે પ્રતિક્રમણના સમય સુધી બેડીઓ છોડી નાખતો હતો. આ રીતે એક મહિના સુધી પ્રતિક્રમણ કર્યું. આ વાત બાદશાહે જાણી. Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર બાદશાહ મહણસિંહની આવી ધર્મશ્રદ્ધા જાણીને ખૂબ જ પ્રભાવિત થયો. મહણસિંહને જેલમાંથી મુક્ત કરીને તેનું સન્માન કર્યું. 329 નિષ્પાપ જીવન જીવનારા સાધુઓ પણ જો દરરોજ પ્રતિક્રમણ કરે છે તો રાત–દિવસ અનેક પાપો કરનારા શ્રાવકે પ્રતિક્રમણ કેમ ન કરવું જોઈએ ? અર્થાત્ અવશ્ય કરવું જોઈએ. સામાયિક આદિછ આવશ્યકરૂપ પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે – દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક. તેમાં દૈવસિક અને રાત્રિક એ બંને પ્રતિક્રમણ દરરોજ કરવાના હોય છે. દૈવસિક પ્રતિક્રમણ સાંજે અને રાત્રિક પ્રતિક્રમણ સવારે કરવામાં આવે છે. સાંજે સૂર્ય અર્ધો અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર બોલાય તે રીતે દૈવસિક પ્રતિક્રમણ શરૂ કરવું જોઈએ. રાત્રિક પ્રતિક્રમણ સવારે સૂર્યોદયથી લગભગ ૧૫ મિનિટ પહેલાં પ્રતિક્રમણ પૂર્ણ થઈ જાય તે રીતે શરૂ કરવું. અપવાદથી તો દૈવસિક પ્રતિક્રમણ દિવસના ત્રીજા પ્રહરથી અર્ધરાત્રિ સુધી કરાય છે. રાત્રિક પ્રતિક્રમણ મધ્યરાત્રિથી પ્રારંભી મધ્યાહ્ન સુધી કરાય છે. પાક્ષિક પ્રતિક્રમણ દર ચૌદસના સાંજે કરવામાં આવે છે. ચાતુર્માસિક પ્રતિક્રમણ કાર્તિક, ફાગણ અને અષાઢ એ ત્રણ માસની ચૌદસની સાંજે કરવામાં આવે છે. સાંવત્સરિક પ્રતિક્રમણ ભાદરવા સુદ ચોથના બપોર પછી કરવામાં આવે છે.. પ્રશ્ન ઃ કયા સૂત્રો બોલીને પ્રતિક્રમણ આવશ્યક કરવામાં આવે છે ? ઉત્તર : ઈરિયાવહિયા, સવ્વસ્સવિ, ઈચ્છામિ ઠામિ., સાત લાખ, અઢાર પાપસ્થાનક અને વંદિત્તુ સૂત્ર બોલીને પ્રતિક્રમણ આવશ્યક કરવામાં આવે છે. કાયોત્સર્ગનો અર્થ (૫) કાયોત્સર્ગ : કાયોત્સર્ગમાં કાયા અને ઉત્સર્ગ એમ બે શબ્દો છે. ઉત્સર્ગ એટલે ત્યાગ. કાયાનો ત્યાગ તે કાયોત્સર્ગ. આ કાયોત્સર્ગ શબ્દનો માત્ર શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે :– કાયાને જરા પણ હલાવ્યા વિના કોઈપણ એકસ્થળે સ્થિર રાખીને મૌનપૂર્વક મનમાં શુભ ધ્યાન ધરવું એ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ કરવાનાં કારણો અને લાભો પ્રતિક્રમણ દ્વારા જે પાપોનો ક્ષય ન થયો હોય તે પાપોનો ક્ષય કરવા, વિશેષ આરાધના કરવા, શરીરની મમતા ઘટાડવા અને કર્મ નિર્જરા માટે કાયોત્સર્ગ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. જીવને કાયા, કંચન, કામિની, કુટુંબ વગેરે અનેક વસ્તુઓ ઉપર મમતા છે. તે બધામાં કાયા ઉપર અધિક મમતા છે, આથી જ અવસર આવતાં કાયાના રક્ષણ માટે ધન વગેરે બધું છોડવા તૈયાર થાય છે. જે ધન મેળવવા માટે ઘણી મહેનત કરી હોય, ભૂખ– તરસ અને ઠંડી–ગરમી વગેરે તકલીફો સહન કરી હોય તે ધનને પણ કાયાના રક્ષણ માટે જીવ છોડી દે છે. આમ કાયા ઉપર સર્વાધિક મમતા હોવાથી એ મમતા દૂર થાય – ઘટે, એ માટે અરિહંત પરમાત્માએ કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે. કાયોત્સર્ગથી શરીરની મમતા ઘટવા સાથે કર્મનિર્જરા પણ ઘણી થાય છે. આ વિષે કહ્યું છે કે– 中 સવારના પ્રતિક્રમણનો સમય શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં આ પ્રમાણે જણાવેલ છે— ‘આચાર્ય પ્રતિક્રમણ કરવાનો વખત થાય ત્યારે ઊંઘ ત્યજી દે અને પ્રતિક્રમણ એ રીતે કરે છે કે જેથી દસ વસ્ત્રની પડિલેહણાં પૂર્ણ થતાં જ સૂર્યોદય થાય.’’ આ પાઠના આધારે અહીં સૂર્યોદયથી લગભગ ૧૫ મિનિટ પહેલાં પ્રતિક્રમણ પૂર્ણ થઈ જાય તે રીતે શરૂ કરવું એમ લખ્યું છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય काउस्सग्गे जह सुट्ठिअस्स भज्जति अंगमंगाई । इय भिंदंति सुविहिआ, अट्ठविहं कम्मसंघायं ॥ ‘કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઊભા રહેલાનાં શારીરિક અંગો અને ઉપાંગો જેમ જેમ ભાંગે-દુ: ખે તેમ તેમ સુવિહિત આત્માઓ ચિત્તનો નિરોધ કરીને આઠ પ્રકારના કર્મસમૂહનો નાશ કરે છે.’’ ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર 330 કાયોત્સર્ગ તપ સ્વરૂપ છે. કારણકે તપના બાહ્ય અને અત્યંતર એ બંને પ્રકારના તપમાં કાયોત્સર્ગ આવે છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વેયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન એમ અત્યંતર તપના છ ભેદો છે. તેમાં કાયોત્સર્ગનો સ્પષ્ટ ઉલ્લેખ છે. બાહ્ય તપમાં કાયોત્સર્ગનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા છતાં તાત્પર્યથી આવી જાય છે. કારણકે બાહ્ય તપના છ પ્રકારોમાં કાયક્લેશ અને સંલીનતા એ ભેદ છે. કાયોત્સર્ગથી કાયક્લેશ અને સંલીનતા થાય છે. તથા કાયોત્સર્ગમાં ધ્યાન ધરવાનું હોય છે. ધ્યાન એ અત્યંતર તપ છે. આ રીતે પણ કાયોત્સર્ગ અત્યંતર તપ સ્વરૂપ પણ છે. આમ અનેક રીતે કાયોત્સર્ગ તપ સ્વરૂપ છે. તપ નિર્જરાનું સાધન છે. આથી કાયોત્સર્ગ નિર્જરાનું સાધન છે એ સિદ્ધ થાય છે. આ પ્રમાણે કાર્યોત્સર્ગથી અનેક લાભો થાય છે. આમ છતાં આપણે એટલું સમજી લેવું જોઈએ કે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરવાથી જ યથાર્થ લાભ થાય, ગમે તેમ કરવાથી નહિ. કાયોત્સર્ગ વિધિપૂર્વક થાય એ માટે કાયોત્સર્ગના દોષોનો ત્યાગ કરવો જોઈએ. કાયોત્સર્ગના દોષોનું વર્ણન પૂર્વે ૩૪-૩૫મી ગાથામાં આવી ગયું છે. પ્રશ્ન ઃ છ આવશ્યકમાં કાયોત્સર્ગ આવશ્યકની આરાધના ક્યારે થાય છે ? ઉત્તર : જ્યારે જ્યારે કાયોત્સર્ગ હોય ત્યારે ત્યારે કાયોત્સર્ગ આવશ્યકની આરાધના થાય છે. કાયોત્સર્ગમાં આગારો કાયોત્સર્ગમાં કાયાને અત્યંત સ્થિર રાખવાની હોય છે, સૂક્ષ્મ પણ કાયા ન હાલવી જોઈએ. આમ છતાં શરીરના કેટલાક વેગો એવા હોય છે કે જેમને રોકી ન શકાય અને એ વેગોના કારણે શરીર સૂક્ષ્મ પણ હાલી જાય. કુદરતી વેગોના કારણે શરીર સૂક્ષ્મ હાલે છતાં કાયોત્સર્ગનો ભંગ ન થાય એટલા માટે કેટલાક આગારો-છૂટ રાખવામાં આવેલ છે. એ આગારો ‘અન્નત્ય’ સૂત્રમાં જણાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે– ૧.ઊંચો શ્વાસ, ૨.નીચો શ્વાસ, ૩.ખાંસી, ૪.છીંક, પ.બગાસું, ૬.ઓડકાર, ૭. અધોવાયુ, ૮.ભમરી-ચકરી, ૯. ઊલટી, ૧૦.સૂક્ષ્મ કાયકંપ, ૧૧.સૂક્ષ્મ ગ્લેમ સંચાર, ૧૨.સૂક્ષ્મ દૃષ્ટિ સંચાર આ બાર કારણોથી શરીર હાલે તો પણ કાયોત્સર્ગ ન ભાંગે. તદુપરાંત નીચેના ચાર કારણોથી પણ કાયોત્સર્ગ ન ભાંગે તે આ પ્રમાણે– : (૧) અગ્નિ ઃ શરીર ઉપર વીજળીનો પ્રકાશ (=અગ્નિકાયના જીવો) વગેરે લાગે તો ત્યાંથી ખસીને પ્રકાશ વિનાના સ્થળે જવામાં કે કામળી ઓઢવામાં કાયોત્સર્ગનો ભંગ ન થાય. અથવા આગ લાગે તો ખસવામાં કાયોત્સર્ગનો ભંગ ન થાય. (૨) આડ: બિલાડી, ઉંદર વગેરે પંચેંદ્રિય પ્રાણીની આડ પડતી હોય, એટલે કે ક્રિયા કરનાર અને સ્થાપનાચાર્યજી એ બેની વચ્ચેથી કોઈ પંચેન્દ્રિય પ્રાણી પસાર થવાની તૈયારીમાં હોય, તો એ આડને રોકવા ખસવામાં કાયોત્સર્ગનો ભંગ થતો નથી. (૩) ભય : રાજા કે ચોર વગેરેનો ભય ઉપસ્થિત થાય. તો ત્યાંથી જવામાં કાયોત્સર્ગ ન ભાંગે. (૪) સર્પદંશ : પોતાને કે અન્યસાધુને સર્પ કરડે ત્યારે તેનો ઉપચાર કરવામાં કાયોત્સર્ગનો ભંગ ન થાય. Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (331) ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર પ્રશ્નઃ અન્નત્ય સૂત્રમાં ‘નમો અરિહંતાણં કહીને કાયોત્સર્ગને ન પારું ત્યાં સુધી મારે કાયોત્સર્ગમાં રહેવું એવી પ્રતિજ્ઞા-જણાવેલી છે. આથી જ્યારે ઉપર કહ્યાં તે કારણો માટે કામળી ઓઢવાનો કે ખસવાનો પ્રસંગ આવે ત્યારે ‘નમો અરિહંતાણં' બોલીને કાયોત્સર્ગ પારી લે તો પ્રતિજ્ઞાનો ભંગ ન થાય. આથી ‘અગ્નિ' વગેરે આગારો રાખવાની જરૂર નથી. ઉત્તર : અન્નત્યસૂત્રમાં કહેલી એ પ્રતિજ્ઞાનો અર્થ એ છે કે જ્યારે જેટલા લોગસ્સ કેનવકારનો કાયોત્સર્ગ કરવાનો હોય ત્યારે તેટલા લોગસ્સ કે નવકાર ગણ્યા પછી જ “નમો અરિહંતાણં' કહીને કાયોત્સર્ગ પારી શકાય. માટે અપૂર્ણકાઉસ્સગે ‘નમો અરિહંતાણં' કહીને પારવામાં આવે તો કાયોત્સર્ગનો ભંગ થાય. આથીજ આગારીની જરૂર છે. એ આગારોથી અપૂર્ણ કાઉસ્સગે પણ “નમો અરિહંતાણં' કહીને પારવામાં આવે તો પણ કાયોત્સર્ગનો ભંગ ન થાય. પ્રશ્ન: કયા સૂત્રો બોલીને કાયોત્સર્ગ આવશ્યક કરવામાં આવે છે? ઉત્તર : ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, તસ્ય ઉત્તરી, અન્નત્ય, અરિહંત ચેઈયાણ, વેયાવચ્ચગરાણ, ઈત્યાદિસૂત્રો બોલીને કાયોત્સર્ગ આવશ્યક કરવામાં આવે છે. (૬) પ્રત્યાખ્યાન આત્માનું અહિત કરે તેવી વસ્તુનો કે તેવા કાર્યનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી તે પ્રત્યાખ્યાન. પ્રસ્તુતમાં તપ કરવાની (આહારના ત્યાગની) અમુક મર્યાદામાં પ્રતિજ્ઞા લેવી તે પ્રત્યાખ્યાન. નવકારશીથી માંડી ઉપવાસ સુધીમાં તપના અનેક પ્રકારો છે. તેમાંથી પોતાની શક્તિ-સંયોગો પ્રમાણે કોઈ પણ પ્રકારનો તપ અવશ્ય કરવો જોઈએ. છ આવશ્યકથી થતા લાભો સામાયિક કરવાથી જીવને સાવઘયોગથી (પાપની પ્રવૃત્તિથી) વિરતિ થાય છે. ચતુર્વિશતિસ્તવથી જીવ દર્શનવિશુદ્ધિ પામે છે. વંદનથી જીવ નીચગોત્ર કર્મનો ક્ષય કરે છે અને ઉચ્ચગવ્ય કર્મ બાંધે છે. કોઈ આજ્ઞા ખંડિત નકરે તેવું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને યશ વગેરે શુભ કર્મને બાંધે છે. પ્રતિક્રમણથી જીવ વ્રતોનાં છિદ્રોને ઢાંકે છે, એથી આશ્રવને રોકનારો થાય છે, શુદ્ધચારિત્રવાન અને અષ્ટપ્રવચનમાતામાં ઉપયોગવાળો બનીને સમાધિપૂર્વક સંયમમાર્ગમાં વિચરે. કાયોત્સર્ગકરવાથી જીવ અતીત અને વર્તમાનકાળના અતિચારોની શુદ્ધિ કરે છે. પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયેલો જીવ માથા ઉપરથી ભાર ઉતરતાં ભારવાહકની જેમ હળવા હદયવાળો બને છે. આવો તે પ્રશસ્ત ધ્યાનને પામીને સુખપૂર્વક વિચરે છે. પ્રત્યાખ્યાનથી જીવ આશ્રવદ્ગારોનો વિરોધ કરે છે, તથા ઈચ્છાનિરોધને પામે છે. આવો જીવ સર્વપદાર્થોમાં તૃષ્ણારહિત અને શાંત થઈને વિચરે છે. (ઉત્તરા. ૨૯/૮ થી) (અહીં ૨૪૧મી ગાથા પૂર્ણ થઈ.) (૨૪૧) आवस्सयं करेमाणो, अट्टम न चिंतए । उवउत्तो सुत्तत्थे, अइयारेसु तहेव य ॥२४२॥ આવશ્યક કરવામાં બાકીના વિધિને કહે છે. છ એ પ્રકારના આવશ્યકને કરતો શ્રાવક આર્તધ્યાન ન કરે. અતિશય અલ્પ આર્તધ્યાનનો ત્યાગ અશક્ય હેવાથી તેનું પણ મિચ્છા મિ દુક્કડું આપે. સૂત્ર-અર્થમાં ઉપયોગવાળો બને, અને તે જ પ્રમાણે અતિચારોમાંઅતિચાર સ્થાનોમાં વિશેષથી સારી રીતે ઉપયોગવાળો બને. (૨૪૨) Page #351 -------------------------------------------------------------------------- ________________ એકવીશમું ઉચિતયોગ (સ્વાધ્યાય) દ્વાર છે? 332 (૨૧) ઉચિતયોગ (સ્વાધ્યાય) દ્વાર आवस्सयं तु काऊणं, सज्झायं च तहेव य । तओ य पुच्छे सुत्तत्थे, गुरुणो गुणसायरे ॥ २४३ ॥ दारं २१ ।। હવે યતિવિશ્રામણ દ્વારનું ઉલ્લંઘન કરીને આવશ્યક દ્વાર પછી સ્વાધ્યાય (ઉચિતયોગ) દ્વારનું વિવરણ કરતા સૂત્રકાર કહે છે– પ્રશ્ન : શા માટે યતિવિશ્રામણ દ્વારનું ઉલ્લંઘન કરીને સ્વાધ્યાય દ્વારનું વિવરણ કરવામાં આવે શ્રાદ્ધદિનકૃત્ય ઉત્તર : સ્વાધ્યાય અનેક ગુણોનું કારણ છે. તે આ પ્રમાણે - સ્વાધ્યાયથી શુભ ધ્યાન થાય છે, સર્વ પરમાર્થોને જાણી શકાય છે, સ્વાધ્યાયમાં વર્તતો જીવ ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે. ‘‘કોઈ પણ યોગમાં (મોક્ષસાધક અનુષ્ઠાનમાં) રહેલો જીવ પ્રત્યેક સમયે અસંખ્યભવોમાં બાંધેલાં કર્મોને ખપાવે છે, પણ સ્વાધ્યાયરૂપ યોગમાં વિશેષ કર્મો ખપાવે છે.’’ અઢાર હજાર શીલાંગરથનું સ્વરૂપ. આપ્રમાણે સ્વાધ્યાય અનેક ગુણોનું કારણ હોવાથી સ્વાધ્યાયની પ્રધાનતા પ્રસિદ્ધ કરવા માટે ચતિવિશ્રામણા દ્વારનું ઉલ્લંઘન કરીને સ્વાધ્યાયદ્વારનું વિવરણ કરવામાં આવે છે— આવશ્યક કર્યા પછી જ પોતાની બુદ્ધિ પ્રમાણે પૂર્વે ભણેલા કર્મગ્રન્થ આદિના પરાવર્તનરૂપ સ્વાધ્યાયને, અથવા શીલાંગરથને ગણવારૂપ સ્વાધ્યાયને અથવા નમસ્કારાવલિકાને ગણવારૂપ સ્વાધ્યાયને કરે. ત્યાર બાદ પાઠ કરતાં જે સૂત્ર અને અર્થ ન સમજાયા હોય તે જ્ઞાનાદિગુણસમૂહરૂપ મણિ માટે સમુદ્ર સમાન ગુરુને પૂછે. વિવેચન શીલાંગરથ આ ગાથા ઉપરથી જાણવો. करणे ३ जोए ३ सन्ना ४ इंदिअ ६ भूमाइ १० समणधम्मो अ १० ॥ सिलांगरहसहस्साणं, अट्ठारसगस्स णिप्पत्ती ॥१॥ અર્થ :- કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ યોગથી ગુણતાં નવ થયા. તે નવને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ (છત્રીસ) થયા. તેને ચક્ષુ, સ્પર્શ, શ્રોત્ર, રસ અને ઘ્રાણ એ પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં ૧૮૦ (એકસો એંશી) થયા. તેને પૃથ્વીકાય, અખાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અજીવકાય એ દસ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ (અઢારસો) થયા. તેને ૧. ક્ષાંતિ, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. મુક્તિ (નિર્લોભતા), ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ (પવિત્રતા), ૯. અકિંચનતા (પરિગ્રહત્યાગ) અને ૧૦. બ્રહ્મચર્ય. એ દસ પ્રકારના સાધુધર્મ સાથે ગુણતાં ૧૮૦૦૦ (અઢાર હજાર) થાય. એ રીતે શીલાંગરથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી. Page #352 -------------------------------------------------------------------------- ________________ અઢાર હજાર શીલાંગરથનું સ્વરૂપ. શ્રાદ્ધદિનકૃત્ય. ISIाम NARAYYYYAYaaaad ॥ श्रीशीलांगरथ ॥१॥ . जे नो करंति मणसा, निजियाहारसन्नासोइंदी ॥ पुढवीकायारंभ, खंतिजुआ ते मुणी वंदे ॥१॥ खंतीअज्जवमद्दव, मुत्तीतवसंजमे य बोधव्वे ॥ सच्चं सोयं अकिंचणं च, बंभं च जइधम्मो ॥२॥ जोए, करणे सन्ना, इंदिय भूमाइ समणधम्मो य । सीलंगसहस्साणं, अठारससहस्सनिप्फत्ती ॥३॥ करणाइ तिण्णि जोगा, मणमाइणिओहवन्तिकरणाई । आहाराईसन्ना चउ, सोआइ इंदिया पंच ॥४॥ 333 m4 > ADDODA Kowances-20 इदिय// तेइंदिया दिय जेनोकरंति | जेनोकरावंति जेनोअणुमोयंति ६००० ६००० । ६००० मणसा वचसा तणुणा २००० २००० २००० निज्जिय निज्जिय निजिय | निज्जिय आहारसन्ना भयसन्ना मेहुणसन्ना | परिग्गहसन्ना ५०० ५०० ५०० ।। ५०० चक्खिंदी | घाणिंदी | रसणिंदी १०० १०० १०० १०० reपुढवी आउकायारंभ तेउकायारंभं | वाउकायारंभंवणस्सईकायारंभ कायारंभ १० १० ] १० । १०BAL (खंतिजुआ ते समद्दवा ते सअज्जवा | समुत्तिणो | तवजुआ ते ७ मुणीवंदे १ मुणीवंदे २ | ते मुणीवंदे ३ | तें मुणीवंदे ४] मुणीवंदे ५ / "आरंभ-१७// आरंभ-१०॥ संसंजमा ।। सच्चजुआ तेमुणीवदे-६॥ तमुणीवदे-७ यजुआ चउरिदिय पचिकि सादिक १०/ आरभ-१० आरभ-१० 1 सोइंदी फासिंदी अजिवारंभ-१० BSNA अकिंचणार नासोयतेमुणिवंदे- ९आAN ॥ 10/6:4S Him SAR Pati । भेऽवीश 6थितयो (पाध्याय) द्वार । । SAPNA Page #353 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું ઉચિતયોગ (સ્વાધ્યાય) દ્વાર (334) શ્રાદ્ધદિનકૃત્ય હવે શીલાંગરનો પાઠ આ રીતે છે – "जे नो करंति मणसा, निजिअ आहार सण्ण सोइंदी । पुढविकायारंभ, खंतिजुआ ते मुणी वंदे ॥१॥ એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુધર્મ રથનો પાઠ આ રીતે છે– न हणेइ सयं साहू मणसा आहार सन्न संवुडओ । सोइंदिअ संवरणो, पुढविजीए खंतिसंपन्नो ॥१॥ એ પ્રમાણે સામાચારીરથ, સમણારથ, નિયમરથ, આલોચનાર, તપોરથ, સંસારરથ, ધર્મરથ, સંયમરથ, વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા. વધુ લંબાણ થવાના ભયથી તે પાઠો અહીં લખ્યા નથી. નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફળ નવકારનીવલકગણનામાં તો પાંચ પદ આશ્રયીને એક પૂર્વનુપૂર્વી, એક પથાનુપૂર્વી અને બાકીના એક્સો ને અઢાર (૧૧૮) અનાનુપૂર્વીઓ આવે છે. નવપદ આશ્રયીને અનાનુપૂર્વી (૩,૬૨,૮૭૮) ત્રણ લાખ, બાંસઠા હજાર, આઠસો અઠ્યોતેર થાય છે. અનાનુપૂર્વી વગેરે ગણવાનો વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યશ્રી જિનકીર્તિસૂરિત સટીક પરમેષ્ઠિસ્તવથી જાણવું. આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, વ્યંતર, વૈરી, ગ્રહ, મહારોગ વગેરેનો શીઘ્ર નાશ થાય એ એનું આ લોમાં પણ પ્રત્યક્ષ ફળ છે. પરલોક સંબંધી એનું ફળ તો અનંત કર્મક્ષય વગેરે છે. કેમકે જે પાપકર્મની નિર્જરા છ માસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે તે જ પાપની નિર્જરા નવકારની અનાનુપૂર્વ ગણવાથી અર્ધક્ષણમાં થાય છે. શીલાગરથ વગેરેના ગણવાથી પણ મન-વચન-કાયાની એકગ્રતા થાય છે અને તેથી વિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે “ભંગિક શ્રુત ગણનારો પુરુષ ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે.” (૨૪૩) છે આહાર આદિ સંજ્ઞા અને શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોને જિતનાર જે મુનિઓ પૃથ્વીકાય વગેરેનો આરંભ મનથી પણ નથી કરતા. તે શાંતિ વગેરે દશવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદન કરું છું. આહાર વગેરે સંજ્ઞાઓનો અને શ્રોત્ર આદિ ઇન્દ્રિયોનો સંવર કરનાર, પૃથ્વીકાય વગેરે આરંભને વર્જનાર તથા ક્ષાંતિ આદિ દશવિધ ધર્મને પાળનાર એવા સાધુ મનવડે પણ હિંસા ન કરે. Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (335) વીશમ્ યતિવિશ્રામણા દ્વાર (૨૦) યતિવિશ્રામણા દ્વાર विस्सामणं च काऊणं, पुच्छित्ता सेसकिच्चयं । गंतुं निययगेहंमि, करेइ धम्मदेसणं ॥२४४ ॥ दारं २०॥ હવેબ્લોકના પૂર્વાર્ધથીયતિવિશ્રામણા નામના વીસમાં દ્વારનું વ્યાખ્યાન કરવાપૂર્વક ઉત્તરાર્ધથી બાવીસમા ધર્મદેશના દ્વારની પ્રસ્તાવના કરતા સૂત્રકાર કહે છે પ્રતિક્રમણ ર્યા પછી સાધુઓની વિશ્રામણા ( પગ દબાવવા વગેરે સેવા) કરે. પછી બીજા કામ માટે “આપને બીજું કામ છે?” એમ ગુરુ વગેરેને પૂછે. પછી પોતાના ઘરે જઈને ધમદશના કરે. ઉત્સર્ગથી સાધુઓએ વિશ્રામણા કરાવવી ન જોઈએ. અપવાદપદે વિશ્રામણા કરાવવી પડે તો સાધુઓની પાસે કરાવે. સાધુઓની પાસે થઈ શકે તેમ ન હોય તો તેવા પ્રકારના શ્રાવક વગેરેની પાસેથી પણ વિશ્રામણા કરાવે. સુબાહુનાદરાંતના અનુસારેશ્રાવકના પણ ફલની યોજના કરવી, અસુબાહુની જેમ શ્રાવકને પણ વિશ્રામણાનું ઉત્તમ ફળ મળે. સુબાહુનું દષ્ટાંત ભરતેશ્વરચરિત્ર વગેરે બીજા સ્થળેથી જાણી લેવું. જોકે મહર્ષિભગવંતો વિશ્રામણા કરાવતા નથી, તો પણ પરિણામની વિશુદ્ધિથી (=સેવા કરવાના શુદ્ધ પરિણામથી) વિશ્રામણાનો લાભ આપો એમ વિનંતી કરતા શ્રાવકને કર્મનિર્જરારૂપ લાભ અને વિનય પણ થાય છે. ગ્લાનસેવા સંબંધી વિવેચન જૈન શાસનમાં આત્મકલ્યાણ માટે અનેક યોગો બતાવેલા છે. તેમાં સેવા (વૈયાવચ્ચ) ગુણનો પણ સમાવેશ થાય છે. કર્મનિર્જરા માટે તપ અનિવાર્ય છે. તપના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. બાહ્યતપથી અત્યંતર તપ અધિક શ્રેષ્ઠ છે. અત્યંતર તપમાં પણ સ્વાધ્યાય શ્રેષ્ઠ છે. સ્વાધ્યાયથી પણ વેયાવચ્ચ શ્રેષ્ઠ છે. અત્યંતર તપમાં સ્વાધ્યાય તપ શ્રેષ્ઠ છે એ વાત સંઘમાં થોડી પ્રસિદ્ધ છે, પણ સ્વાધ્યાયથી પણ વેયાવચ્ચ શ્રેષ્ઠ છે, એ વાત જોઈએ તેટલી પ્રસિદ્ધ નથી. આચાર્ય વગેરે ગુણીની સેવા કરવી તે વેયાવચ્ચ છે. વૈયાવચ્ચ (સેવા) અદ્ભુત ગુણ છે, તેમાં પણ ગ્લાન સાધુની સેવા કરવી એ આત્મકલ્યાણનું અત્યંત શ્રેષ્ઠ સાધન છે. ગ્લાન સાધુની સેવા કરવાની ભાવના થાય, અને થયેલી ભાવના અધિક પ્રબળ બને, એ માટે નીચે મુજબ વિચારણા કરવી જોઈએ. સેવા કરી છતાં લાભ ન થયો સંસારની ચારગતિમાં પરિભ્રમણ કરતાં મેં ધન માટે અનેકની સેવા કરી, ક્યારેક ગરીબ થઈને શ્રીમંતની ધન માટે સેવા કરી, ક્યારેક નોકર થઈને શેઠની સેવા કરી, ક્યારેક રાજાની સેવા કરી, જ્યારે જેનાથી ધન મળવાની આશા બંધાઈ, ત્યારે તેની સેવા કરી, જેનું મોટું પણ જોવું ન ગમે, એવા પણ માણસની લાચાર બનીને ધન માટે સેવા કરી. મોહના કારણે પણ અનેકની સેવા કરી. ક્યારેક સાસુ-સસરાની સેવા કરી. ક્યારેક પુત્રની સેવા કરી. પુત્રની સેવામાં ઉજાગરા ક્ય, ભૂખ-તરસ વગેરે કષ્ટો સહન ક્ય. બીજી પણ અનેક તકલીફો વેઠી. આવી અનેકવિધ સેવા જીવનપર્યત કરી. આમ મેંધન અને મોહ આદિથી અનંતવાર સેવા કરી પણ કોઈ લાભ ન થયો. ઉપરથી કર્મબંધ થવાથી નુકસાન થયું. પણ હવે ગ્લાન સાધુની એવી સેવા કરું કે, જેથી મારા આત્માનો આ સંસારથી જલદી નિસ્તાર થઈ જાય. બીમારની સેવા કરતાં શું વિચારવું? આપણે બીમારની સેવા કરીએ, ત્યારે સંભવ છે કે સેવા બરોબર કરવા છતાં બીમારને ઓછું આવી Page #355 -------------------------------------------------------------------------- ________________ વીશમેં યતિવિશ્રામણા દ્વારા 336 ) શ્રાદ્ધદિનકૃત્ય જાય. સેવા બરોબર કરવા છતાં તમે સેવા બરોબર કરતા નથી એમ ઠપકો આપે. આપણી ભૂલ ન હોવા છતાં ભૂલ બતાવે. ઘણું સંભળાવે. કંઈ કહેવું હોય, ત્યારે શાંતિથી કહેવાના બદલે ઉગ્રતાથી કહે, ન કહેવા જેવું કહે. આપણું અપમાન કરે. વાતવાતમાં આવેશમાં આવી જાય. આવું બને ત્યારે પણ આપણને બીમાર પ્રત્યે જરા, ય અણગમો ન થાય અને સેવાની ભાવના પડી ન જાય, એ માટે વિચારવું જોઈએ કે, મેં સંસારમાં કેટકેટલાનું નસાંભળવા જેવું સાંભળ્યું છે. અનેકવાર નોકર થઈને શેઠનો વિના ભૂલે ઠપકો સાંભળ્યો. ગુલામ થઈને માલિકના કડવાં વેણ સાંભળ્યાં, અરે! માલિકના હાથનો મેથીપાક પણ ચાખ્યો. પુત્રવધૂ થઈને સાસુનું ન સાંભળવા જેવું સાંભળ્યું. પત્ની થઈને પતિના પ્રકોપને સહન કર્યો. ગરીબ થઈને ધન આદિ ખાતર શ્રીમંતની ગાળો પણ હસતા મોઢે સહી. પણ એનાથી જરાય લાભ ન થયો, બલકે કર્મબંધ થયો, જ્યારે આ મહાત્માનું સહન કરવાથી અશુભ કર્મોની નિર્જરા થાય. આ માનવભવ અશુભ કર્મોને ખપાવવા માટે જ છે. કર્મનિર્જરાની તક આપીને આ મહાત્મા મારા ઉપર ઉપકાર કરે છે. આમ વિચારવાથી બીમાર પ્રત્યે અણગમો ન થાય, અને સેવાની ભાવના પડે નહિ, બીમારની સેવામાં જુગુપ્સા ન કરવી બીમાર મુનિની સેવા કરવામાં જ્યારે તેમના પડકે શરીર અશુચિથી ખરડાયેલ હોય ત્યારે તે સાફ કરવામાં જરાય જુગુપ્સાન થવી જોઈએ. જેને આવા સમયે જુગુપ્સા થાય તે સેવા કરી શકે નહિ. ક્યારેક તો ગ્લાનના મળમાં અતિશય દુર્ગધ આવે એવું પણ બને. દુર્ગધ મારતો ઝાડો પરઠવવા વગેરેમાં જેને જરાય જુગુપ્સા ન થાય તે ધન્ય છે. આવા સમયે જુગુપ્સા ન થાય એ માટે એ વિચારવું જોઈએ કે, સંસારમાં પરિભ્રમણ કરતાં હું ભંગીના ભાવમાં પણ અનેક્વાર ઉત્પન્ન થયો. ત્યાં જીવન પર્યત બીજાઓનું મેલું સાફ કર્યું. દુર્ગધથી ભરેલું મેલું સાફ કર્યું, છતાં જરાય લાભ ન થયો. બલકે કર્મબંધ થયો. અરે હું વિઝામાં જ કીડારૂપે અનંતવાર ઉત્પન્ન થયો. ત્યાં હું વિઝા ખાઈને જીવ્યો. ત્યાં જુગુપ્સા ન કરી, તો અત્યારે આ મહાત્માના મળ પરઠવવા આદિમાં હું શા માટે જુગુપ્સા કરું ? આવા માત્માની સેવા મારા આત્માને પવિત્ર બનાવનારી છે. મંદિષેણ મુનિને યાદ કરો. બીમાર ગમે તેમ બોલે છતાં ક્ષમા રાખવી અને મળની જુગુપ્સા ન કરવી, એ બંને વિષયમાં નંદિણમુનિનું દષ્ટાંત ખૂબ જ પ્રેરક છે. બીમાર મુનિએ ગરમ થઈને નંદિષેણ મુનિને ઘણું કહ્યું. છતાં નંદિષેણ મુનિ જરા ય ગરમ ન થયા. પોતાની ભૂલ ન હોવા છતાં મિચ્છા મિ દુક્ર આપ્યું. આપણી ભૂલ ન હોય છતાં આપણને કહે ત્યારે ક્ષમા રાખવી બહુ કઠિન છે. પોતાની ભૂલ હોય ત્યારે પણ ગુરુ જરાક ઠપકો આપે તો પણ જે સહન ન કરી શકે અને એથી ગુરુ પ્રત્યે મનમાં રોષવાળા બને, તે વગર ભૂલે બીમાર ગરમ થઈને કહે તે કેવી રીતે સાંભળી શકે ? ક્ષમા કેવી રીતે રાખી શકે? પોતાના ખભા ઉપર બેઠેલા મુનિએ દુર્ગધવાળા ઝાડાથી પોતાનાં વસ્ત્રો અને શરીર ખરડી નાખ્યાં, તો પણ નંદિષેણમુનિને જરાય જુગુપ્સા ન થઈ. ઈન્દ્ર સભામાં દેવોની સમક્ષ નંદિષણના વેયાવચ્ચ ગુણની પ્રશંસા એમ ને એમ નથી કરી. વેયાવચ્ચની ભાવના થાય અને વધે એ માટે દરેક શ્રાવકે નંદિષેણ મુનિને સતત આંખ સામે રાખવા જોઈએ. જુગુપ્સા ન થવા વિષે પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજાનો પણ એક પ્રસંગ મારા સાંભળવામાં આવ્યો છે. તેઓ એકવાર પોતાના ગુરુની સેવા માટે ગુરુની તદ્દન નજીક બેઠેલા હતા. આ વખતે તેમના ગુરુને (પૂ. ઉપાધ્યાય શ્રી વીર વિજયજી મહારાજને) ઓચિંતી ઝાડાની હાજત થઈ. સંથારામાંથી ઊઠીને આગળ જઈ શકાય તેવી પણ શક્યતા ન રહી. આથી પૂ. શ્રીદાનસૂરિજી મહારાજે પોતાના બે હાથ મૂકીને તેમાં ઝાડો લઈ લીધો. કેવી ગુરુ ભક્તિ! કેવો જુગુપ્સા ઉપર વિજય! હવે વર્તમાન વિદ્યમાન મહાત્માઓના પ્રસંગો ય વિચારીએ. Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (337) વીશમ્ યતિવિશ્રામણા દ્વાર એક વૃદ્ધમુનિને મળસૂકાઈને ગાંઠાવાળો બની ગયો. કોઈ પણ હિસાબે સ્પંડિલ થાય નહિ. એથી સેવાકારક મુનિવરે મળદ્વારમાં આંગળી નાખીને મળના ગાંઠા બહાર કાઢ્યા ને બીમારને શાતા ઉપજાવી. એક બીમાર મુનિને એકવાર એક સેકન્ડ પણ રોકી ન શકાય, એવી ઝાડાની શંકા થઈ. જમીન પર જ એમણે શંકા ટાળી. ઢીલો મળ હોવા છતાં સેવાભાવી મુનિરાજે બે હાથે જરાય જુગુપ્સા કર્યા વિના એ મળને ટબમાં ભેગો કરીને પરઠવી દીધો. વર્તમાન કાળમાંય આવા સેવાવ્રતધારી મુનિવરો જોવા મળે છે. સેવ્યની સેવાથી થતા લાભો સેવા લાયક ગુણી મહાત્માઓની સેવા કરવાથી નીચે મુજબ લાભ થાય છે. (૧) ગુણોની પ્રાપ્તિ થાય. સામાન્યથી નિયમ છે કે, જે વસ્તુમાં જે હોય તે વસ્તુનું સેવન કરનારને તે મળે છે. જેમ કે ચંદ્રમાં શીતલતા ગુણ છે, તો એનું સેવન કરનારને શીતલતા મળે છે. સૂર્યમાં ગરમી છે, તો તેનું સેવન કરનારને ગરમી મળે છે. ગુલાબના પુષ્પમાં સુવાસ છે, તો તેની પાસે જનારને સુવાસ મળે છે. ઉદ્યાનમાં ફરતા માણસને ઠંડી હવા મળે છે. કોયલ પાસે જનારને મીઠા શબ્દો સાંભળવા મળે છે. એ પ્રમાણે ગુણી મહાત્માની સેવા કરનારને ગુણોની પ્રાપ્તિ થાય છે. (૨) સમાધિ મળે. સામાન્યથી નિયમ છે કે, યાકૂ વિતીર્યત દ્વાનં તાદ્યતે || “આપણે બીજાને જેવું આપીએ તેવું આપણને મળે”. વેયાવચ્ચ કરવાથી સેવ્યને સમાધિ મળે છે. આથી સેવકને પણ સમાધિની પ્રાપ્તિ થાય છે. અહીં સમાધિ એટલે માત્ર મૃત્યુ સમયે જ સમાધિ રહે એવું નથી. સંપૂર્ણ જીવનમાં સમાધિ રહે. એથી પ્રતિકૂળતા, અપમાન વગેરેના પ્રસંગો પ્રાપ્ત થવા છતાં આત્મા દ્વેષ-ક્રોધને આધીન ન બને. આમાં પહેલી વાત તો એ છે કે, વૈયાવચ્ચના શુભ પરિણામથી અસમાધિ થાય તેવા પ્રસંગોને ઉત્પન્ન કરનારાં અશુભ કર્મોનો ક્ષય થઈ જાય. એથી અસમાધિ થાય તેવા પ્રસંગો જ ઉપસ્થિત ન થાય. બીજી વાત એ છે કે કદાચ અસમાધિ થાય તેવા પ્રસંગોને ઉત્પન્ન કરનારાં અશુભ કર્મોનો ક્ષય ન થયો હોય, એથી અસમાધિ થાય તેવા પ્રસંગો ઉપસ્થિત થાય, તો પણ આત્મામાં અસમાધિ ન થાય. સમાધિની મહત્તા જીવનમાં સમાધિ અત્યંત આવશ્યક છે. કારણ કે જ્યાં સમાધિ છે, ત્યાં શાંતિ છે, સુખ છે. જ્યાં અસમાધિ છે, ત્યાં અશાંતિ છે, દુઃખ છે. માટે જ આપણે દરરોજ ભગવાન પાસે “સમાવિરમુત્તમ દિતુ” એમ બોલીને ભગવાન પાસે સમાધિની માગણી કરીએ છીએ. આવી સમાધિની પ્રાપ્તિ સાધુસેવાથી થાય છે. માટે શ્રાવકે સાધુસેવા અવશ્ય કરવી જોઇએ. ભગવાન પાસે “સમાવિરમુત્તમ દિત” એમ માત્ર બોલ્યા કરે અને ભગવાને બતાવેલા સમાધિના ઉપાયો તરફ દુર્લક્ષ રાખે, તો એ માગણીનો કોઈ અર્થ નથી. સમાધિનું (=સમતાનું) વિશેષ વર્ણન ૧લ્મા દ્વારમાં કરવામાં આવ્યું છે. (૩) વૈયાવચ્ચથી શાતા મળે છે. કારણ કે વૈયાવચ્ચથી શાતા વેદનીય કર્મ બંધાય છે. એ કર્મનો ઉદય થાય ત્યારે શાતા મળે છે. આ રીતે જોઈએ તોવેયાવચ્ચથીકેવો ઉત્તમ લાભ થાય છે કે, જેથી વર્તમાનજીવનમાં સમાધિ મળે અને પરલોકમાં શાતા મળે. (૪) વેયાવચ્ચ કરતાં ઉત્કૃષ્ટ પરિણામ થઈ જાય તો તીર્થકર પદની પ્રાપ્તિ થાય. આ વિષે રેવતી શ્રાવિકાનું દદાંત પૂર્વે યતિપૃચ્છા નામના બારમા દ્વારમાં જણાવ્યું છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ વીશમું યતિવિશ્રામણા દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય (૫) વેયાવચ્ચ ગુણને શાસ્ત્રમાં અપ્રતિપાતી કહ્યો છે. વેયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે, એનો અર્થ એ છે કે વેયાવચ્ચથી બંધાયેલા પુણ્યનો કોઈ પણ રીતે નાશ થતો નથી. જેમ કે દાનાદિ ધર્મ કર્યા પછી પાછળથી પશ્ચાત્તાપ થાય તો તેનું ફળ ન પણ મળે. મમ્મણ શેઠને પૂર્વભવમાં સિંહ કેશરિયા લાડુ વહોરાવ્યા પછી પશ્ચાત્તાપ થયો તો તેનું ફળ જતું રહ્યું. વેયાવચ્ચમાં આમ ન બને. તેનું ફળ અવશ્ય મળે. પશ્ચાત્તાપ કરવાથી પણ તેના ફળનો નાશ ન થાય. આ અપેક્ષાથી વેયાવચ્ચગુણ અપ્રતિપાતી છે એમ જણાય છે. (વિશેષ ખુલાસો બહુશ્રુતો પાસેથી જાણી લેવો.) 338 (૬) વેયાવચ્ચથી શાસનની પ્રભાવના થાય. ગ્લાનસાધુની સુંદર રીતે સેવા થતી જોઈને ભદ્રિક ગૃહસ્થોને જૈનશાસન પ્રત્યે આકર્ષણ થાય. (૭) ગ્લાનસેવાથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. આ વિષે આગમમાં કહ્યું છે કે – गोयमा ! जे गिलाणं पडिअरइ से मं दंसणेणं पडिवज्जइ । जे मंदंसणेणं पडिवज्जइ से गिलाणं पडिअरइ । आणाकरणसारं खु अरिहंताणं दंसणं । “ હે ગૌતમ ! જે ગ્લાનસાધુની સેવા કરે છે તે શ્રદ્ધાથી મારો સ્વીકાર કરે છે, મને માને છે. જે (હૃદયથી) મારો સ્વીકાર કરે છે તે (અવશ્ય) ગ્લાનસાધુની સેવા કરે છે. જિનદર્શનનો સાર એ છે કે, જિનાજ્ઞા પાળવી. 19 ગ્લાન સાધુની સેવા કરવામાં આવે, । જ જિનાજ્ઞાનું પાલન થાય. જે જીવ છતી શક્તિએ અને છતા સંયોગે ગ્લાનસાધુની ઉપેક્ષા કરે છે તે ધર્મક્રિયાઓ કરતો હોવા છતાં ભગવાનને માનતો નથી એમ અવશ્ય કહી શકાય. ભગવાનને માનવા એટલે શું ? ભગવાનને માનવા એટલે યથાશક્તિ ભગવાનની આજ્ઞા પાળવી. ‘“ગ્લાનસાધુની તક્લીફ વેઠીને પણ સેવા કરવી’’ એવી જિનાજ્ઞા છે. આથી જે સાધુ ૐ શ્રાવક છતી શક્તિએ અને છતા સંયોગે પણ ગ્લાનસાધુની ઉપેક્ષા કરે છે તે ભગવાનને માને છે એમ કેમ કહી શકાય? કેવા જીવો સાધુસેવા કરે અને કેવી રીતે કરે એ જણાવતાં ઉપદેશ માલામાં કહ્યું છે કે – पुण्णेहिं चोइया पुरक्कडेहिं सिरिभायणं भवित्ता । गुरुमागमेसिभद्दा देवयमिव पज्जुवासंति ॥ १०१ ॥ પૂર્વભવના પુણ્યના પ્રભાવથી પ્રેરાયેલા, આ લોકમાં રાજ્ય આદિ સંપત્તિ તેમજ ચારિત્ર વગેરે પ્રકારની લક્ષ્મીના ભાજન બનીને પરલોકમાં નજીકના કાળમાં જેમની મુક્તિ થવાની છે, તેવા ‘‘આગમેસિભદ્દા’’ આત્માઓ દેવતાની જેમ ગુરુની-સાધુની સેવા કરે છે’’ સાધુ સેવાનાં દૃષ્ટાંતો (૧) સંપ્રતિના પૂર્વભવના ભિખારી જીવના પ્રસંગને યાદ કરવા જેવો છે : ભિખારીની દીક્ષા થયા પછી તુરત સાધુઓએ તેને ભોજન કરાવ્યું. મિષ્ટાન્ન વગેરે આહાર મળવાથી તેણે ભૂખથી વધારે ખાધું. એક તો ઘણા વખતથી આહાર ન મળવાથી હોજરી મંદ પડી ગઈ હતી, તેમાં વળી મિષ્ટાન્ન વગેરે ભારે ખોરાક ખાધો.આમ હોજરીની મંદતા, પચવામાં ભારે ખોરાકનું ભોજન, અને અધિક ભોજન : આ ત્રણ કારણોથી થોડી જ વારમાં તેના પેટમાં શૂળ ઉપડ્યું. પેટમાં અસહ્ય વેદના થવા માંડી. સાધુઓ અને શ્રાવકો એક તરફ વેદનાની શાંતિ માટે બાહ્ય ઉપચારો કરવા લાગ્યા, તો બીજી તરફ તેને સમાધિ રહે, તે માટે આરાધના કરાવવા લાગ્યા. ભિખારી આ બધું જોઈને દુ:ખ ભૂલીને વિચારવા લાગ્યો: થોડી વાર પહેલાં મારી સામે પણ કોઈ જોતું ન હતું. અત્યારે Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય વીશમું યતિવિશ્રામણા દ્વાર આ સાધુઓ અને મોટા મોટા શેઠિયાઓ મારી સેવા કરે છે. આ પ્રભાવ દીક્ષાનો છે. ખાવા માટે દીક્ષા લીધી, તો પણ પ્રત્યક્ષ આટલો લાભ થયો, તો આત્મા માટે દીક્ષા લેવાય તો કેટલો બધો લાભ થાય? આવી ઉત્તમ દીક્ષા આપનારા ગુરુ મારા મહાન ઉપકારી છે. હું એમના ઉપકારનો બદલો ક્યારે વાળી શકીશ. મારી સેવા કરનારા આ સાધુઓ અને અપેક્ષાએ શ્રાવકો પણ મારા ઉપકારી છે. આવા આવા શુભ વિચાર કરતો તે મૃત્યુ પામ્યો. મનુષ્યભવમાં આવીને સંપ્રતિ નામે મહાન રાજા થયો. તેમણે કરેલી શાસનપ્રભાવના સુપ્રસિદ્ધ છે. 339 (૨) ભરત અને બાહુબલિએ પૂર્વભવમાં કરેલી પાંચ સો સાધુઓની વેયાવચ્ચ અને વિશ્રામણા પણ સુપ્રસિદ્ધ છે. (૩) નયસારના જીવે ભૂલા પડેલા સાધુઓની સેવા કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું. (૪) શ્રી નેમિનાથ ભગવાને પહેલા ભવમાં મૂર્છા પામેલા સાધુની સેવા કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું. તે પ્રસંગ આ પ્રમાણે છે: ધન રાજા અને ધનવતી રાણી એક દિવસ ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં જઈ રહ્યા હતા. રસ્તામાં કોઈ મુનિને મૂર્છિત પડેલા જોયા. આથી તે બંને ત્યાં ગયા. બહુમાન પૂર્વક ઉપચારો કરીને મુનિને સ્વસ્થ કર્યા. તે મુનિની દેશના સાંભળીને ધન સમ્યગ્દર્શનને પામ્યો. પછી મુનિને ઘરે લઈ જઈને બંનેએ ખીર વહોરાવી. સાધુને માસકલ્પ સુધી ત્યાં રાખીને બંને ધર્મમાં દૃઢ બન્યા. (૫) આદિનાથ પ્રભુનો જીવ નવમા ભવે જીવાનંદ વૈદ્ય હતો. તેને પાંચ મિત્રો હતા. તે છએ ભેગા મળીને એકવાર કોઢથી ઘેરાયેલા મુનિની સેવા કરીને મુનિને નિરોગી કર્યા. આ પુણ્યથી છએ મિત્રો દેવ થયા. (૬) વૈતરણી વૈધે આદરથી સાધુસેવા કરીને આત્મકલ્યાણ સાધ્યું. વેયાવચ્ચ સમ્યગ્દર્શનનું લક્ષણ છે જે આત્મા હજી દેશવિરતિ કે સર્વવિરતિ નથી પામ્યો, માત્ર સમ્યગ્દર્શનને જ પામ્યો છે, તે આત્માને પણ સાધુની સેવા કરવાની પ્રબલ ભાવના હોય છે. સમ્યક્ત્વનાં ત્રણ લિંગો (સમ્યક્ત્વને જાણવાનાં ચિહ્નો) કહ્યાં છે. તે આ પ્રમાણે : શુશ્રુષા, ધર્મરાગ અને દેવગુરુની વેયાવચ્ચનો નિયમ. શુશ્રૂષા— તત્ત્વ શ્રવણની ઉત્કટ ઈચ્છા. ધર્મરાગ ચારિત્રને પામવાની પ્રબળ અભિલાષા. દેવ-ગુરુ વેયાવચ્ચનો નિયમ એટલે દેવ-ગુરુની વેયાવચ્ચ મારે અવશ્ય કરવી, એવો નિર્ણયાત્મક હાર્દિક ભાવ. જો સમ્યગ્દષ્ટિ આત્મા પણ ગુરુની–સાધુની વૈયાવચ્ચ કરવાના આગ્રહવાળો હોય, તો દેશવિરતિ શ્રાવકે તો સાધુની વેયાવચ્ચ કરવામાં અધિક આગ્રહવાળા બનવું જોઈએ. આ પ્રમાણે વિશ્રામણા કર્યા પછી સંયમયાત્રા સુખપૂર્વક થાય છે ને ? વગેરે અન્ય કાર્યને પૂછે. પછી સામાયિક પારીને પોતાના ઘરે જઈને ધર્મદેશના કરે. (૨૪૪) Page #359 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર 340 (૨૨) ગૃહગમન (=પરિવાર ધર્મદેશના) દ્વાર भज्जा पुत्ता य नत्तू य, धीया सुण्हा य बंधवा । મિન્ના મિત્તા ય પેસા ય, આરંભેસુ પસત્તયા ।।૨૪।। વાર ૨૨॥ जओ सव्वन्नुपन्नत्तं, धम्मं न सुणंति ते पुणो । શ્રાદ્ધદિનકૃત્ય તેજું ધમ્મોવડ્યું તુ, વેડું ન ઘરમાળો ॥૨૪૬ ॥ જેમની આગળ ધર્મદેશના કરે તેમને બતાવવા માટે બે ગાથાઓને કહે છે- પત્ની, પુત્રો, પૌત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ, બંધુઓ, પગે ચાલનારા સૈનિકો, નોકરો – આ બધા જીવો કારણસર કે નિષ્કારણ પૃથ્વીકાય આદિની હિંસામાં તત્પર બનેલા હોય, અર્થાત્ બધા સ્થળે અયતના કરનારા હોય, અને અતિશય પ્રમાદવાળા હોવાથી સમય મળવા છતાં જીવદયા પ્રધાન ધર્મને ક્ષણવાર પણ સાંભળતા ન હોય, તેથી ઘરે આવેલો શ્રાવક તેમની સમક્ષ, જેનું સમ્યગ્દર્શન મૂલ છે એવી દેશવિરતિ આદિનું પ્રતિપાદન કરવારૂપ ધર્મોપદેશ અને યતનાનો ઉપદેશ આપે. વિવેચન (૧) આજે સગવડો વધી જવાના કારણે ઘરોમાં બિનજરૂરી જીવહિંસા વધી ગઈ છે. જેમકે – પંખો, નળ, લાઈટ વગેરે જરૂર ન હોવા છતાં ચાલુ રહેતા હોય એવું બને છે. આનાથી નિરર્થક જીવહિંસા થાય છે. પંખો, નળ, લાઈટ જીવહિંસાનાં સાધનો છે. આથી શ્રાવકે એ સાધનો વિના ન ચાલતું હોય તો પણ એ સાધનોનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી તો જરા પણ ઉપયોગ ન કરવો જોઈએ. પંખાથી વાયુકાયના જીવોની હિંસા તો થાય છે, વધારામાં ક્યારેક ચકલી વગેરે પંચેન્દ્રિય જીવોની પણ હિંસા થઈ જવાની ઘણી શક્યતા છે. પંચેંદ્રિય જીવોની હિંસાથી બચવા શ્રાવકે પંખાની જાળી રાખવી જોઈએ. લાઈટથી તેઉકાયના જીવોની હિંસા તો થાય જ છે, વધારામાં ઉડતા ઝીણા જીવો પણ ઘણા મરી જવાની ઘણી સંભાવના છે. માટે લાઈટ બોક્ષવાળી હોવી જોઈએ. (૨) ચૂલો સળગાવતાં પહેલાં પુંજણીથી ચૂલાનું પ્રમાર્જન કરવું જોઈએ. નહિ તો ક્યારેક ચૂલાની આજુબાજુ ભરાયેલા વાંદા વગેરે જીવો ચૂલાની આગથી બળીને મરી જાય. (૩) શ્રાવકે ઘરમાં પૂંજણી, પીંછી, ચરવળો વગેરે વસાવવા જોઈએ. જેથી અવસરે તેનાથી જીવોની જયણા કરી શકાય. (૨૪૫-૨૪૬) सव्वन्नुणा पणीयं तु, जइ धम्मं नावगाहए । इह लोए परलोए य, तेसिं दोसेण लिप्पए ॥ २४७॥ તેમને ઉપદેશ ન આપે તો શો દોષ થાય એવી આશંકા કરીને કહે છે–– શ્રાવક શક્તિ હોવા છતાં તેમને સર્વજ્ઞે કહેલો ધર્મ ન જણાવે તો આ લોકમાં અને પરલોકમાં તેમના દોષોથી લેપાય–તેમના દોષોનો ભાગીદાર બને છે. આ લોકમાં ચોરી આદિ કરે, તેથી વધ–બંધન આદિ દોષો થાય, પરલોકમાં દુર્ગતિગમન આદિ દોષો Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (341) બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર થાય. (૨૪૭) जेणं लोगट्ठिई एसा, जो चोरभत्तदायगो । लिंपइ सो तस्स दोसेणं, एवं धम्मे वियाणह ॥२४८॥ પ્રશ્નઃ બીજાએ કરેલા ગુણ-દોષનો (=સારા-ખોટાંકામનો) બીજો કોઈ ભાગીદાર બને છે? જેથી તમે આ કહો છો. ઉત્તર : હા, તે જ પ્રમાણે ગ્રન્થકાર કહે છે-- કારણ કે લોકસ્થિતિ આ છે કે ચોરના ચોરી આદિના કારણે થયેલા દોષથી ચોરને ભોજન આપનાર લેપાય છે = રાજપુરુષોથી દંડાય છે. (લોક) નીતિ આ પ્રમાણે છે – “ચોરી કરનાર, બીજા પાસે ચોરી કરાવનાર, ચોરીની સલાહ-સૂચના આપવા આદિથી ચોરીની મંત્રણા કરનાર, ચોરીનો ભેદ જાણનાર, ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેનાર, ચોરને ભોજન આપનાર, ચોરને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચોર કહ્યા છે.” વિવેચન શ્રાદ્ધવિધિની ટીકામાં અન્ય સ્થળનો આધાર લઈને કહ્યું છે કે – “દેશનું કરેલું પાપ રાજાના શિરે, રાજાનું કરેલું પાપ પુરોહિતના શિરે, સ્ત્રીનું કરેલું પાપ પતિના શિરે, શિષ્યનું કરેલું પાપ ગુરુના શિરે ચોંટે છે.” (૨૪૮) तम्हा विनायतत्तेणं, सड्डेणं तु दिणे दिणे । दव्वओ भावओ चेव, कायव्व मणुसासणं ॥२४९॥ ઉપસંહાર કહે છે - તેથી તત્ત્વના જાણકાર શ્રાવકે દરરોજ પરિવારની દ્રવ્યથી અને ભાવથી સુસ્થિતિ અને સ્થિતિનો વિચાર કરવો જોઈએ. અર્થાત્ તેમની સારી–ખરાબ સ્થિતિને લક્ષમાં રાખીને ઉચિત કરવું જોઈએ. (૨૪૯) दव्वओ वत्थमाईणि, भावओ धम्मदेसणं । सुद्धं धम्मं जिणुद्दिट्ट, वक्खमाणो न बज्झए ॥२५०॥ તે જ વિષયને કહે છે - શ્રાવક દ્રવ્યથી પુત્ર, સ્ત્રી, પુત્રી આદિને યથાયોગ્ય વસ્ત્ર વગેરે આપે. કારણ કે “ગૃહસ્થ પોષણ કરવા લાયકનું પોષણ કરનારો હોય એવું વચન છે. ભાવથી તેમને જ ધર્મદશના આપે. આમ છતાં તે જીવો પ્રતિબોધ ન પામે તો સ્વશક્તિ પ્રમાણે જિનોક્ત શુદ્ધધર્મને કહેતો શ્રાવક તેમણે કરેલા કર્મથી લપાતો નથીeતેમણે કરેલા પાપનો ભાગીદાર બનતો નથી. કારણકે તે જિનાજ્ઞાનો આરાધક છે. વિવેચન પોષ્યનું પોષણ કરવું. પોષ્ય એટલે પોષણ કરવા યોગ્ય. માતા-પિતા, આશ્રિત સ્વજનો અને તેવા નોકર વગેરે પોષણ કરવા યોગ્યનું પોષણ કરવું. તેમાં પણ માતા-પિતા, સતી પત્ની અને બલાહીન (નાના) Page #361 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (342) શ્રાદ્ધદિનકૃત્ય. પુત્રો એ ત્રણનું તો અવશ્ય પોષણ કરવું. કારણ કે આ પ્રમાણે કહ્યું છે – “વૃદ્ધ માતા-પિતા, સતી પત્ની અને નાના પુત્રો એ ત્રણ તો સો અકાર્ય કરીને પણ પોષવા લાયક છે, એમ મનુએ કહ્યું છે.” વૈભવની પ્રાપ્તિ થાય તો બીજાઓનું પણ પોષણ કરવું. આ વિષે પણ કહ્યું છે કે – “હે પિતા! દરિદ્ર એવો મિત્ર, પુત્રરહિત બહેન, પોતાની જ્ઞાતિનો વૃદ્ધ અને ધનરહિત કુલીન માણસ આચારગૃહસ્થધર્મમાં લક્ષ્મીથી યુક્ત તમારા ઘરમાં નિવાસ કરો. શુભભાવથી હિતોપદેશ આપવામાં હિતોપદેશ સાંભળનારને લાભન થાય તો પણ હિતોપદેશ આપનારને અવશ્ય લાભ થાય. આ વિષે તત્ત્વાર્થાધિગમ સૂત્રની સંબંધકારિકામાં કહ્યું છે કે – “હિતકર વચનના શ્રવણથી સાંભળનાર બધાને લાભ થાય જ એવો નિયમ નથી. પણ અનુગ્રહ બુદ્ધિથી કહેનારને ઉપદેશકને તો અવશ્ય લાભ થાય. આથી પોતાના શ્રમનો વિચાર કર્યા વિના સદા કલ્યાણકારી (મોક્ષમાર્ગનો) ઉપદેશ આપવો જોઈએ. કલ્યાણકારી ઉપદેશ આપનાર સ્વ-૫ર એમ ઉભય ઉપર અનુગ્રહ કરે છે.” (૨૫૦) भो भो सुणेह तुब्भे, धम्मस्स य कारणं जिणुद्दिढे । पढमं ठाणनिवेसो, जिणभवणं जत्थ साहम्मी ॥२५१॥ તે જ દેશના વિધિને કહે છે - હે ભવ્યો! તમે જિનેશ્વરોએ કહેલા ધર્મપ્રાભિના કારણને સાંભળો. ધર્મપ્રાપ્તિનું પહેલું કારણ એ છે કે જ્યાં જિનમંદિર હોય અને સાધર્મિકો રહેતા હોય તેવા સ્થાનમાં રહેવું. (૨૫૧) साहम्मिया य दुविहा, दव्वे भावे य हुंति नायव्वा । भावे जिणधम्मविऊ, भवभीया निच्चमुजुत्ता ॥२५२॥ ભેદ બતાવવા દ્વારા સાધર્મિકોને જ કહે છે-- સાધર્મિકોદ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારના જાણવા. તેમાં જાતિ, કુલ અને (વેપાર વગેરે) ક્રિયાથી સમાન આચારવાળા દ્રવ્ય સાધર્મિક છે. જિનધર્મના જાણનાર, ભવભીરુ અને ધર્મમાં નિત્ય ઉદ્યત ભાવ સાધર્મિક પ્રશ્નઃ ગાથામાં ભાવ સાધર્મિક કોને કહેવાય તે જણાવ્યું, પણ દ્રવ્ય સાધર્મિક કોને કહેવાય છે કેમ ન જણાવ્યું ? ઉત્તર : દ્રવ્ય સાધર્મિકો પ્રસિદ્ધ હોવાથી ગાથામાં જણાવ્યું નથી. (૨૫૨) શ્રાવક ક્યાં રહે? तेसिं मज्झट्ठियाणं तु, मंदा सड्डा न जायई । ता तत्थ उ उवसियव्वं, जत्थ गुणधारिणो सड्ढा ॥२५३॥ આવા પ્રકારના સાધર્મિકોની મધ્યમાં રહેનારાઓને ધર્મહાનિ ન થાય, એમ બતાવવા પૂર્વક ત્યાં જ રહેવાના ઉપદેશને કહે છે - સાધર્મિકોની મધ્યમાં રહેનારાઓની ધર્મશ્રદ્ધા મંદ થતી નથી. તેથી જ્યાં ગુણવાન શ્રાવકો રહેતા હોય ત્યાં રહેવું જોઈએ. Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 343 વિવેચન બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર આ વિષે શ્રાવકપ્રજ્ઞપ્તિ ગ્રન્થમાં કહ્યું છે કે निवसेज्ज तत्थ सद्धो, साहूणं जत्थ होइ संपाओ । चेइयहराइ जम्मि य, तयण्णसाहम्मिया चेव ॥३३९॥ ‘જયાં સાધુઓનું આગમન થતું હોય, જ્યાં જિનમંદિરો હોય, જ્યાં સાધર્મિકો હોય ત્યાં શ્રાવક વસે.’’ પ્રશ્ન : આવા સ્થાનમાં રહેવાથી શો લાભ થાય ? ઉત્તર : ગુણોની વૃદ્ધિ થાય. સાધુઓના આગમન આદિની મહત્તા બતાવવા કહ્યું છે કેसाहूण वंदणेणं, नासति पावं असंकिया भावा । फासुयदाणे निज्जर, उवग्गहो नाणमाईणं ॥३४०॥ મિત્ત્તત્તળમાં, સમ્મતળવિશુદ્ધિૐ હૈં। વિવાદ્ વિદિળા, પન્નત્ત વીયરોહિઁ ॥૩૪૬॥ साहम्मियथिरकरणे, वच्छल्लं सासणस्स सारो त्ति । मग्गसहायत्तणओ, तहा अणासो य धम्माओ ॥३४२ ॥ (શ્રા.પ્ર.) ‘‘સાધુઓને વંદન કરવાથી ગુણ બહુમાન દ્વારા પાપ નાશ પામે છે, તેમની પાસે ધર્મશ્રવણ કરવાથી જીવાદિતત્ત્વોમાં શંકા રહેતી નથી. તેમને નિર્દોષ દાન કરવાથી નિર્જરા થાય છે. કારણ કે દાનથી સાધુઓના જ્ઞાનાદિનું પોષણ થાય છે. (૩૪૦) વિધિપૂર્વક કરેલા ચૈત્યવંદન, જિનપૂજન આદિથી મિથ્યાત્વનો નાશ થાય છે, અને સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે, એમ અરિહંતોએ કહ્યું છે. (૩૪૧) સાધર્મિક સાથે રહેવાથી સાધર્મિક સ્થિર કરે, સાધર્મિક વાત્સલ્ય કરે, સાધર્મિક વાત્સલ્ય શાસનનો સાર છે. પ્રશંસા આદિ દ્વારા સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગમાં સહાય કરવાથી સાધર્મિક જિનધર્મથી ભ્રષ્ટ બને નહિ. (૨૫૩) जूआरवेस नडनट्ट भट्ट तह कुकम्मकारीणं । संवासं वज्जिज्जा, घरहट्टाणं च मित्ती य ॥ २५४ ॥ સત્સંગ પણ કુસંગના ત્યાગથી જ સફલ બને છે. એથી કુસંગના ત્યાગ માટે કહે છે—— જુગારીઓ, વેશ્યાઓ, નાટક કરનારાઓ, નૃત્ય કરનારાઓ, ચારણો તથા કુકર્મ કરનારા માછીમારો અને શિકારીઓ– આ બધાની સાથે સંવાસનો ત્યાગ કરે, એટલે કે એમની પડોશમાં ન રહે અને તેમની સાથે મૈત્રી ન રાખે. સત્સંગ સંબંધી વિવેચન સુસંગ-કુસંગનો પ્રભાવ સુસંગ ખરાબને પણ સારો બનાવે, અને કુસંગ સારાને પણ ખરાબ બનાવે. દૂધમાં તેજાબ નાખવામાં આવે તો ફાટી જાય, પણ જો દહીંનું મેળવણ નાખવામાં આવે તો દહીં બની જાય. હલકું પણ ઘાસ ગાયના પેટમાં જાય છે તો દૂધ બની જાય છે. જીવાડનારું દૂધ પણ જો સર્પના મુખમાં જાય તો મારનાર ઝેર બની જાય છે. પથ્થર જો સારા કારીગરના હાથમાં જાય તો મૂર્તિરૂપે બનીને અનેકને પૂજ્ય બને છે. સારો પણ પથ્થર જો અણઘડ કારીગરના હાથમાં જાય તો વિનાશ પામે છે. એ રીતે સારાનો સંગ ખરાબને પણ સારો બનાવે અને ખરાબનો સંગ સારાને પણ ખરાબ બનાવે. Page #363 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર 344 શ્રાદ્ધદિનકૃત્ય વીતરાગ અવસ્થા ન આવે ત્યાં સુધી સત્સંગ જરૂરી આથી જીવ વીતરાગ ન બને ત્યાં સુધી તેને સત્સંગની=સારા આલંબનોની જરૂર છે. આત્માના ગુણોને પ્રગટાવવા અને પ્રગટેલા આત્મગુણોનું રક્ષણ કરવું બહુ મુશ્કેલ છે. કારણ કે આંતરશત્રુઓ તક મળતાં ઊંચે ચઢેલાને પણ નીચે પાડે છે. જેણે આંતર શત્રુઓ ઉપર થોડો વિજય મેળવ્યો છે, એવો આત્મા પણ જો ગફલતમાં રહે તો આંતર શત્રુઓ તેને ઘેરીને નીચે પટકાવી દે છે. પાંજરામાં પૂરાયેલો સિંહ સામાન્ય માણસના પણ આક્રમણને લાચારીથી સહન કરી લે છે, પણ જો તેને તક મળી જાય તો તે ભલભલાને પણ ચીરી નાખે. પણ સિંહ મરી જાય પછી તેનાથી કોઈને ગભરાવાનું રહેતું નથી. અહીં આંતરશત્રુઓ ઉપર થોડો વિજય એ પાંજરામાં પૂરેલા સિંહ સમાન છે. સંપૂર્ણ વિજય (આંતરશત્રુઓનો સર્વથા નાશ) એ મરેલા સિંહ સમાન છે. એટલે જ્યાં સુધી આંતર શત્રુઓ ઉપર સંપૂર્ણ વિજય ન થાય ત્યાં સુધી સાધકે આંતરશત્રુઓને આક્રમણની તક ન મળી જાય એ માટે સાવધ રહેવું જોઈએ. એ માટે કુસંગનો ત્યાગ કરીને સત્સંગ કરવો જોઈએ. વૃક્ષ જ્યારે નાનું હોય છે ત્યારે તેને હવા–પાણીની જરૂર રહે છે. સૂર્યના પ્રકાશની અપેક્ષા રહે છે. પશુઓ વગેરે તેને પાડી ન નાખે એ માટે વાડની પણ જરૂર રહે છે. હવા આદિની સહાયથી વૃક્ષ મોટું બની જાય છે, મજબૂત બની જાય છે, જમીનમાં ઊંડે સુધી મૂળિયાં ફેલાવી દે છે, પછી તેને વાડની જરૂર રહેતી નથી. આ જ બાબત આધ્યાત્મિક ક્ષેત્ર માટે છે. વીતરાગ દશાને પામેલો જીવ જમીનમાં ઊંડે સુધી ફેલાયેલાં મૂળિયાંવાળા મોટા વૃક્ષ સમાન છે. પણ એ પહેલાં તેને કુસંગના ત્યાગની અને સત્સંગના સેવનની જરૂર રહે છે. અયોગ્ય જીવ સત્સંગથી પણ ન સુધરે, યોગ્ય જીવ કુસંગથી પણ ન બગડે. પ્રશ્ન : ઘણા જીવો સુસંગ પામવા છતાં સારા બનતા નથી અને કોઈ જીવો કુસંગ પામવા છતાં બગડતા નથી. આનું શું કારણ ? ઉત્તર : સુસંગ પામવા છતાં ન સુધરે તો તેમાં સુસંગની ખામી ન ગણાય, કિન્તુ જીવની યોગ્યતાની ખામી ગણાય. સુસંગનો સ્વભાવ તો પોતાના સંગમાં આવનારને સારો બનાવવાનો છે. કેટલાક જીવો એટલા બધા અયોગ્ય હોય છે કે તેમના ઉપર સુસંગની જરાય અસર ન થાય. જેમ કે અગ્નિમાં કઠણ પણ મગને સીઝી નાખવાની = નરમ બનાવી દેવાની તાકાત છે, પણ કોયડા મગનો દાણો જરા પણ સીઝતો નથી = નરમ બનતો નથી. અહીં અગ્નિની ખામી ન ગણાય, કિન્તુ મગની ખામી ગણાય. તેવી રીતે જીવ કુસંગ પામવા છતાં બગડે નહિ તો તેમાં તે જીવની ઉત્તમતા ગણાય. બાકી કુસંગનો સ્વભાવ તો બગાડવાનો જ છે. સૂર્યના કિરણોથી બરફ તપતો નથી, તેમાં બરફની વિશેષતા ગણાય. સૂર્યનો સ્વભાવ તો તપાવવાનો જ છે. એટલે જે સુસંગથી સુધરે નહિ તેનામાં લાયકાતની ખામી ગણાય, અને જે કુસંગથી બગડે નહિ તેની લાયકાતની વિશેષતા ગણાય. આથી જ એક કવિએ કહ્યું છે કે સંગત પા સુધરે નહિ, તાકા બડા અભાગ, પા કુસંગ બિગડે નહિ, તાકા બડા સુભાગ. જે જીવ સુસંગ પામીને સુધરતો નથી, તે જીવ અભાગીયો છે, અને જે જીવ કુસંગ પામીને બગડતો નથી તે જીવ ભાગ્યશાળી છે. ભગવાન મહાવીર સ્વામીનો સંગ અનેક જીવોને થયો. તેમાં સૌથી પહેલો સંગ ગોશાળાને થયો. છતાં * ત્યગત્યનીસ્તમ, હિમ વેö ન શીતતા=સૂર્યના કિરણોથી તપેલો બરફ પોતાના શરીરનો ત્યાગ કરે છે, પણ શીતલતાને છોડતો નથી. Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય. (345) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર તે બિચારો સુધર્યોનહિ. અરિહંત ભગવાનની આશાતનાકરીને અનેક દુ:ખ પામ્યો. અહીં ભગવાનમાં સુધારવાની ખામી ન ગણાય, કિન્તુ ગોશાળામાં ખામી ગણાય. શ્રી સ્થૂલભદ્ર મહારાજ વેશ્યાને ત્યાં ચિત્રશાળામાં રહેવા છતાં અને પસનો પૌષ્ટિક આહાર કરવા છતાં વિકાર ન પામ્યા, તેમાં સ્થૂલભદ્ર મહારાજની લાયકાતની વિશેષતા ગણાય. બાકી વેશ્યાનો અને ષસના આહાર આદિનો સ્વભાવ તો વિકાર ઉત્પન્ન કરવાનો જ ગણાય.* દૂધપાકથી શરીરમાં પુષ્ટિ આવે, પણ જે યોગ્ય હોય જેનામાં પચાવવાની તાકાત હોય તેને જ આવે. અયોગ્યને પચાવવાની તાકાત ન હોય તેને દૂધપાકથી શક્તિ તો ન આવે, પણ શક્તિમાં ઘટાડો થાય એવું પણ બને. પચાવવાની તાકાત ન હોય તે જીવને દૂધપાકથી શક્તિ ન આવે તેથી દૂધપાકથી શક્તિ ન આવે (=દૂધપાકમાં પુષ્ટિનો ગુણ નથી) એમ તો ન જ કહેવાય. તેમ પ્રસ્તુતમાં અયોગ્ય અવિવેકી જીવને શુભ નિમિત્તથી શુભ ભાવને બદલે અશુભ ભાવ આવે એથી શુભ નિમિત્તોથી શુભ ભાવ ન આવે તેમ ન જ કહેવાય. ઈચ્છા કરતાં ય સોબત વધારે બળવાન છે માણસ કેવો બને છે એ વિષે કવિએ કહ્યું છે કેयादृशैः संनिविशते, यादृशांश्चोपसेवते । यादृगिच्छेच्च भवितुं, तादृग् भवति पुरुषः ॥१॥ પુરુષના મનમાં જેવા થવાની ઈચ્છા હોય, જેવાની સાથે રહે, જેવાની સેવા કરે, જેવાની સાથે ઉઠવા-બેસવાનું રાખે, તેવો પુરુષ થાય છે.' આમાં બે વાત કહી છે. એક વાત એ કહી છે કે માણસ પોતાને જેવા બનવાની ઇચ્છા હોય તેવો બને છે. બીજી વાત એ કહી છે કે માણસ જેવી સોબત કરે છે, તેવો બને છે. આ બેમાં બીજી વાત અધિક મહત્ત્વની છે. કારણ કે સોબતમાં માણસની ઇચ્છાને બદલવાની તાકાત છે. સારા બનવાની ઇચ્છાવાળો પણ માણસ જો ખરાબ સોબતમાં ફસાઈ જાય તો તેની સારા બનવાની ઇચ્છા નાશ પામે છે અને તે ખરાબ બની જાય છે. - ઈલાતિપુત્ર સારો હતો, વિરાગી હતો. તેને અધિક સારા બનવું હતું. આથી જ તે સત્સંગ કરતો હતો, પણ મોઘેલા મા-બાપે તેને ખરાબ મિત્રોની સોબત કરાવી. સોબતના પ્રભાવથી તે નટ બની ગયો. તેની કથા આ ગ્રન્થમાં પૃ. ૩૯૦ ઉપર છે. સંતના સંગમાં હિંસકને પણ અહિંસક, લુચ્ચાને પણ શાહુકાર, મહાન ડાકુને પણ સાધુ વ્યભિચારીને પણ સદાચારી અને પતિતને પણ પાવન કરવાની તાકાત છે. દુર્ગતિના પંથે પ્રયાણ કરવાની તૈયારીવાળાને પણ સદ્ગતિના પંથે વાળવાનું અદ્ભુત સામર્થ્ય સંતના સંગમાં રહેલું છે. જે જગતમાં બે પ્રકારના પદાર્થો હોય છે. (૧) ભાવુક (૨) અભાવુક બીજાના સંગથી બીજા જેવો બની જાય તે ભાવુક, બીજાના સંગથી બીજા જેવો ન બને તે અભાવુક. જેમકે પાણી. પાણી ઠંડીના યોગથી ઠંડું બની જાય, ગરમીના યોગથી ગરમ બની જાય. એટલે પાણી ભાવુક દ્રવ્ય છે. બરફ અભાવુક દ્રવ્ય છે. બરફ બરફ રૂપે હોય ત્યાં સુધી ગમે તેટલો સૂર્યનો તાપ પડે તો પણ ગરમ ન બને. તેમ જીવો પણ ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. મોટા ભાગના જીવોનો ભાવુક્યાં સમાવેશ થાય છે, એટલે તેમને બીજાના સંગની અસર થાય છે. પણ કેટલાક જીવો અભાવુક હોય છે. સારા જીવો અભાવુક હોય તો તેમને ખરાબ સોબતની કે વાતાવરણની અસર થતી નથી. ખરાબ જીવો અભાવુક હોય તો તેમને સારી સોબતની કે સારા વાતાવરણની અસર થતી નથી. Page #365 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય આ વિષે અર્જુનમાળી, ચિલાતિપુત્ર, વાલ્મીકિ, અંગુલિમાલ વગેરે અનેક દૃષ્ટાંતો છે. તેમાં અહીં આપણે અંગુલિમાલનો પ્રસંગ જોઈએ. 346 અંગુલિમાલનું દૃષ્ટાંત જ્યારે શ્રેણિક રાજા જૈન ધર્મ પામ્યો ન હતો અને ગૌતમબુદ્ધનો ભક્ત હતો ત્યારનો આ પ્રસંગ છે. મગધ દેશની રાજગૃહી નગરીના આસપાસના દેશમાં એક મહાન ડાકુ હતો. તે જંગલમાં મળતા મુસાફરોની સંપત્તિ લૂંટી લેતો હતો. જે વધારે સામનો કરે તે મુસાફરોની સંપત્તિ લૂંટીને હાથની આંગળી કાપી લેતો હતો. અનેક આંગળીઓની માળા બનાવીને ડોકમાં પહેરતો હતો. આથી તેની અંગુલિમાલ તરીકે પ્રસિદ્ધિ બની. એકવાર ગૌતમબુદ્ધ એ પ્રદેશ તરફ જતા હતા. ગોવાળીયાઓએ તેમને કહ્યું : આ રસ્તે ડાકુ છે. માટે તમે બીજા રસ્તે જાઓ. ગૌતમબુદ્ધે વિચાર્યું : લોકો બહારના ડાકુથી ભય પામે છે. પણ અંદરના ક્રોધાદિ ડાકુથી ભય પામતા નથી. મને બહારના ડાકુઓનો જરાય ભય નથી. આમ વિચારી ગૌતમબુદ્ધ આગળ ચાલ્યા. ગૌતમબુદ્ધને આગળ જતા જોઈને વૃક્ષ નીચે બેઠેલા અંગુલિમાલે બૂમ પાડી : એય ! કોણ છે ? થોભી જા. બુદ્ધે ચાલતાં ચાલતાં જ શાંતિથી કહ્યું : હું તો થોભેલો છું, પણ તું થોભી જા. તારે જ થોભવાની જરૂર છે. અંગુલિમાલ આ સાંભળીને વિચારમાં પડ્યો. આજ સુધી આ રીતે ઉત્તર આપનાર કોઈ મને મળ્યો નથી. આ મુસાફર વિચિત્ર લાગે છે. પોતે ચાલ્યો જાય છે, છતાં થોભેલો છું એમ કહે છે, અને હું બેઠેલો છું છતાં મને થોભી જા એમ કહે છે. તેણે બુદ્ધ પાસે આવીને તેના કહેવાનો ભાવ પૂછ્યો. બુદ્ધે કહ્યું : મારો કહેવાનો આશય એ છે કે હું મારા આત્મામાં સ્થિર છું. હું મારા આત્માના શુભ ભાવોમાં રહેલો છું. તને પણ એ જ કહી રહ્યો છું. તું હિંસા આદિ બાહ્ય ભાવોથી હટીને તારા આત્મામાં સ્થિર થા. ઉપદેશની જોરદાર અસર થવાથી તે જ વખતે તે ગૌતમબુદ્ધનો શિષ્ય બની ગયો. એક તરફ અંગુલિમાલ ગૌતમબુદ્ધનો શિષ્ય બની ગયો તો બીજી તરફ પ્રસેનજિત (શ્રેણિક) રાજાએ આકાશ પાતાળ એક કરીને તેને પકડવાનો નિર્ણય કર્યો. તે મોટું સૈન્ય લઈને તેને પકડવા ચાલ્યો. જતાં પહેલાં ગૌતમબુદ્ધને વંદન કરવા અને માંગલિક સાંભળવા ગયો. ગૌતમબુદ્ધે પ્રસેનજિતને અણધાર્યો આવેલો જોઈને પૂછ્યું : આજે ક્યાં જવું છે ? પ્રસેનજિતે કહ્યું : અંગુલિમાલ ડાકુને પકડવા માટે જઈ રહ્યો છું. તે વર્ષોથી મુસાફરોને હેરાન કરે છે. પ્રજા એનાથી ત્રાસી ગઈ છે. ગૌતમબુદ્ધે વચ્ચે જ કહ્યું : પણ આટલું મોટું લશ્કર સાથે કેમ છે? પ્રસેનજિતે કહ્યું : બહુ જ જોરાવર ડાકુ છે, કદાચ આટલું સૈન્ય પણ નાનું પડશે. બુદ્ધે બીજો પ્રશ્ન કર્યો : તે પકડાઈ જશે તો તમે શું કરશો ? ફાંસીએ ચઢાવી દઈશ. ગૌરવથી રાજાએ જવાબ આપ્યો. પણ જો તે સાધુ થાય તો ? એવાઓ કદી સાધુ થતા હશે ? આપ પણ કેવી વાત કરો છો ? અહીં રહેલા સાધુઓમાં અંગુલિમાલને બેઠેલો બતાવું તો ? તો હું તેને પગે પડીશ. ગૌતમબુદ્ધે સાધુઓ તરફ નજર કરીને અંગુલિમાલ તરફ આંગળી કરતાં કહ્યું : આ રહ્યો તે અંગુલિમાલ. પ્રસેનજિત તો આભો બનીને તેને ફાટી આંખે જોઈ જ રહ્યો. પછી તેણે ડાકુમાંથી સાધુ બનેલા અંગુલિમાલને ભાવભરી વંદના કરી. આ છે સંતસમાગમનો મહિમા. આથી જ કહ્યું છે કે— साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । कालेन फलते तीर्थं, सद्यः साधुसमागमः ॥ ‘સાધુઓનું માત્ર દર્શન પણ પુણ્ય સ્વરૂપ છે-દર્શન કરનારને પવિત્ર બનાવે છે. આથી સાધુઓ (જંગમ) તીર્થ સ્વરૂપ છે. (મંદિર વગેરે સ્થાવર) તીર્થ લાંબા કાળે ફળે છે. જ્યારે સાધુ મહાત્માઓનો Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર 19 સંગ બહુ જલદી ફળે છે.’ પ્રદેશી રાજા મહાન હિંસક અને નાસ્તિક હતો. એથી તેનું જીવન પાપમય હતું. આવો જીવ મરીને પ્રાય: નરક ગતિમાં જાય. આમ છતાં પ્રદેશીરાજાને કેશી ગણધરનો સમાગમ થયો, આથી તેનું જીવન સુધરી ગયું, અને તે મરીને સ્વર્ગમાં ગયો. મહાન લુંટારો વાલીયો સંતસમાગમથી વાલ્મિકી ઋષિ બની ગયો. વંકચુલ ચોર હોવા છતાં સાધુઓના દર્શનમાત્રથી ધર્મરુચિવાળો થઈ ગયો અને સાધુએ આપેલા ચાર નિયમોનું અખંડ પાલન કરીને દેવલોકમાં ગયો. 347 નિયમિત સત્સંગથી માણસ ધીમે ધીમે સારો બને છે ઉક્ત દષ્ટાંતોમાં સંતસમાગમથી તાત્કાલિક અસર થઈ. પણ બધા જીવોને આ રીતે તાત્કાલિક અસર ન પણ થાય. બહુ જ અધિક યોગ્યતાવાળા આત્માઓને સંતસમાગમ તાત્કાલિક ફળે. પણ તેવા જીવો બહુ ઓછા હોય. મોટા ભાગના જીવોને ધીમે ધીમે તેની અસર થાય છે. યોગ્ય બધા જ જીવોને જ્યારથી સંતસમાગમ થાય ત્યારથી જ તેની અસર તો થવા માંડે છે. પણ તે એટલી બધી સૂક્ષ્મ હોય છે, જેથી તુરત બહાર દેખાતી નથી. ધીમે ધીમે વધતી તે અસર જ્યારે અધિક સ્થૂલ બને છે, ત્યારે બહાર દેખાય છે. જેમ માટીના કોરા કોડિયામાં એક એક પાણીનું ટીપું નાખતા રહીયે તો પ્રારંભમાં તો કોડિયામાં જરાય પાણી દેખાતું નથી, પણ થોડીવાર પછી તેમાં પાણી દેખાય છે. તેમ સતત સંતસમાગમ કરવાથી સમય જતાં તેની સારી અસર દેખાય છે. એટલે અતિશય ખરાબ માણસ પણ જો સતત સંતસમાગમમાં રહે તો લાંબાકાળે પણ તે પ્રાય: સારો બની જાય. એક દિવસ સંતસમાગમ કરે, બે દિવસ ન કરે, વળી બે ચાર દિવસ કરે, બે ચાર દિવસ ન કરે આમ કરવાથી તેની અસર ન થાય. સંતસમાગમ સતત દરરોજ કરવો જોઈએ. થોડો સમય પણ રોજ સંતસમાગમ કરવો જોઈએ. નિત્ય સત્સંગ કરવાથી પત્થર જેવું કઠણ હૃદય પણ ધીમે ધીમે કોમળ બનતું જાય છે, અને છેલ્લે માખણ જેવું મુલાયમ થઈ જાય છે. ગામડામાં ગામની બહાર કુવો હોય છે. તેના કાંઠે ઊભા રહીને પાણી ખેંચવાની જગ્યા હોય છે. ગામડાના લોકો તેને થાળું કહે છે. આ થાળા ઉપર ઊભા રહીને દોરડા વડે લોકો પાણી ભરે છે. તે દોરડું કાંઠાના પત્થર સાથે રોજ ઘસાય છે. આથી સમય જતાં તે કઠણ પણ પથ્થરમાં આંકા પડી જાય છે. જેમ અહીં કઠણ પણ પથ્થરમાં દરરોજ જરાજરા ઘસારો થવાથી આંકા પડી જાય છે, તેમ જે સાધક દરરોજ સત્સંગ કરે છે તેના જીવનમાં ગુણોના આંકા પડે છે. કુસંગથી માણસ ધીમે ધીમે ખરાબ બનતો જાય છે આ રીતે જેમ સત્સંગથી ખરાબ પણ માણસ સારો બની જાય છે, તેમ કુસંગથી સારો પણ માણસ ધીમે ધીમે ખરાબ બનતો જાય છે. પ્રારંભમાં એની ખબર પડતી નથી. પણ પછી જ્યારે તેનું ખરાબ પરિણામ બહાર દેખાય છે, ત્યારે ખબર પડે છે. માટે આપણું મન મક્કમ હોય તો સોબત શું કરે એવું કહેનારાઓ પણ દુષ્ટ સહવાસથી બગડી ગયા અને ખરાબ ફળ મળ્યા પછી પસ્તાવું પડ્યું હોય એવાં તો ઘણાં દષ્ટાંતો બની ચૂક્યાં છે, અને વર્તમાનમાં પણ બન્યા કરે છે. આ વિષે એક પ્રસંગ જોઈએ. ચિત્રકારનો પ્રસંગ એક ચિત્રકારને રાજાએ ઇશુનું ચિત્ર આલેખવા આજ્ઞા કરી. ચિત્રકાર ઇશુના પ્રતીક તરીકે કયા માણસને લેવો તેની શોધ માટે શહેરમાં ઘણું ફર્યો. દૂર દૂરના ગામડાઓમાં પણ તે જોઈ વળ્યો. ઘણું ફર્યા પછી એક ગામડામાં Page #367 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદશના) દ્વાર (348) શ્રાદ્ધદિનકૃત્ય એક ગરીબ કઠીઆરાના પુત્રની નિર્દોષ મુખાકૃતિમાં એને ઈશુની મૂર્તિનાં દર્શન થયાં. ૧૪ વર્ષના એ પુત્રમાં એણે ઇશુના મુખની પ્રસન્નતા, શાંતિ અને સૌંદર્ય નિહાળ્યાં. એની આંખોમાં ઇશુના જેવી કરુણા જોઈ. જાણે કે આ સુકુમાર ચહેરામાં સાક્ષાત્ ઇશુ છુપાયા હોય તેવું લાગ્યું. ચિત્રકારે તેને ઇશુના પ્રતીક બનવાની વિનંતી કરી. તે માટે મહેનતાણું લેવા માટે કહ્યું કઠિયારાના પુત્રે તેની વિનંતીનો સ્વીકાર કર્યો. પણ મહેનતાણું લેવાની ના કહી. તે છોકરાને બે ચાર દિવસ પોતાના ઘરે રાખીને તેણે ઇશુનું સુંદર ચિત્ર આલેખ્યું. રાજાએ ખુશ થઈને ચિત્રકારને સારું ઇનામ આપ્યું. આ વાતને વર્ષો વીતી ગયાં. રાજા વૃદ્ધ બન્યો. હવે રાજાએ મનને ધર્મ તરફ વાળ્યું. એક વાર તેને ઇશુના જીવનના બધા જ પ્રસંગો આલેખવાનો વિચાર આવ્યો. આથી તેણે પેલા ચિત્રકારને બોલાવીને પોતાની ભાવનાપ્રમાણે કરવાકહ્યું. ચિત્રકારે ઘણાં ચિત્રો દોર્યા. હવે તેને ઇશુને શૂલી પર ચઢાવવા માટે સૈનિકોને ઓળખાવી દેનાર દગાખોર શિષ્ય જુડાશને આલેખવા માટે તેવા પ્રતિકની જરૂર પડી. એ માટે તે શોધમાં નીકળી પડ્યો. “મુખ મૈલા તન ઉજળા” જેવો દુર્જન શોધવો હતો. ઘણી મહેનતે એક વેશ્યાગૃહમાંથી તેને તેવું પ્રતીક મળી ગયું. તેણે સાંભળ્યું તેમ તે માણસ દુરાચારી, વ્યસની અને જુગારી હતો. બે વખત જેલમાં પણ જઈ આવ્યો હતો. ચિત્રકારે તેને પોતાની ભાવના કહી. તેણે પ્રથમથીજ ચિત્ર માટે પૈસા માગી લીધા. કામ થયા પછી ખૂબ રકઝક કરીને ધાર્યા કરતાં વધારે મહેનતાણું તેણે લીધું ચિત્ર પૂરું થયું. આબેહુબ જુડાશ ચિતરાયો. તેદુર્જન માણસે એ ચિત્ર જોયું. હસીને તેણે કહ્યું: ચિત્રકાર તું જાણે છે કે તેં જે ઈશુને આ ચિત્રમાં દોર્યો છે, તે પણ મારી જ બાળપણાની છબી છે. તે દિવસે મારા મૂર્ખ બાપે તેના પૈસા નહોતા લીધા. આજે તે પણ આપી દે. નહિ તો આ ચિત્ર ફાડી નાખીશ. જે માણસ બાલ્યાવસ્થામાં ઇશુનું પ્રતીક હતો તે યુવાન થયા પછી જુડાશનું પ્રતીક બની ગયો. આ કોનો પ્રભાવી કહેવું પડશે કે આ પ્રભાવ કુસંગનો હતો. કુસંગે તેને આવો બનાવી દીધો હતો. આમ કુસંગથી સારો પણ માણસ ધીમે ધીમે ખરાબ બનતો જાય છે. સો દવા અને એક હવા બરાબર છે | ડૉક્ટરો કહે છે કે દવા કરો અને સારી હવામાં રહો. સો દવા અને એક હવા બરાબર છે. સારી હવામાં રહીને દવા કરવાથી દવા જલદી અને અધિક લાભ કરે છે. ક્યારેક તો દવા વિના માત્ર સારી હવાથી શરીર સારું બની જાય છે. આથી દવાથી પણ હવાનું મહત્ત્વ વધારે છે. આવાત અધ્યાત્મમાં બરોબર ઘટે છે. ધાર્મિક ક્રિયાઓ દવા છે, તો સત્સંગ સારી હવા છે. ધાર્મિક ક્રિયાઓ સાથે સત્સંગ કરવાથી જલદી લાભ થાય છે. ધર્મીને પણ કુસંગનો નિષેધ ધાર્મિક ક્રિયા કરનારાઓ પણ કુસંગમાં પડી જાય તો ધર્મભાવના ગુમાવી દે એ સુસંભવ છે. આથી જ શાસ્ત્રોમાં ધાર્મિક ગૃહસ્થોને પણ કુસંગનો નિષેધ કરવામાં આવ્યો છે. જુગાર, દારૂ વગેરે વ્યસનવાળા, હિંસક, ચોર, માંસ વગેરે અભક્ષ્યનું ભક્ષણ કરનારા, કેવળ વર્તમાન જીવનની જ ચિંતા કરનારા વગેરે પ્રકારના લોકોની પડોશમાં રહેવું, તેમની સાથે લેવડ-દેવડ વગેરે વ્યવહાર કરવો, તેમનો પરિચય કરવો વગેરે રીતે સંસર્ગ કરવાનો ધર્મને નિષેધ છે. ધર્મી આત્માએ આવા લોકોના સહવાસનો ત્યાગ કરી ધાર્મિક આચાર-વિચારવાળા લોકો સાથે સહવાસ કરવો જોઈએ. વેપાર વગેરે વ્યવસાય પણ તેવા જ લોકો સાથે કરવો જોઈએ. દુકાન વગેરેમાં નોકરો પણ તેવા જ રાખવા જોઈએ. નોકરી કરનારે નોકરી તેવા જ લોકો પાસે કરવી જોઈએ. Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્યા (349) બાવીશમંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર કુસંગ કરવો પડે તો સાવધગિરિ રાખવી ન છૂટકે ધાર્મિક આચાર-વિચારથી રહિત લોકો પાસે રહેવું પડે, તેવા લોકો સાથે વ્યવહાર કરવો પડે, તેવા લોકો પાસે નોકરી કરવી પડે, તો પોતાના ધાર્મિક આચાર-વિચારમાં ખામીન આવે તે માટે બહુજ સાવધગિરિ રાખવી જોઈએ. એટલું જ નહિ, પણ જો શક્તિ હોય અને સામો માણસ યોગ્ય હોય તો તેને ધાર્મિક આચારવિચારવાળો બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અભયકુમારને ધર્મના આચાર-વિચારોથી રહિત આન્દ્રકુમાર સાથે મૈત્રી હતી. પણ અભયકુમારે તેને ધર્મ પમાડી દીધો. તેવી રીતે ઘોર હિંસક સુલસ સાથે મૈત્રી કરીને તેને પણ ધર્મ પાડી દીધો. સામો માણસ અયોગ્ય હોય કે પોતાનામાં તાકાત ન હોય એથી પોતાનાથી બીજાને ધર્મન પમાડી શકાય તો પણ ખરાબ અસર પોતાના ઉપર ન થઈ જાય તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. વૈજ્ઞાનિક જમાનાના કુસંગો સારા બનવાની ઇચ્છાવાળાએ જેમ સદા સત્સંગ કરવો જોઈએ, તેમ કુસંગનો સદંતરત્યાગ કરવો જોઈએ. એક તરફ સુસંગ થતો હોય અને બીજી તરફ કુસંગ પણ થતો હોય તો સત્સંગની અસર ન થાય, બલ્વે સત્સંગની થયેલી થોડી ઘણી અસર પણ ચાલી જાય, અને કુસંગની ઘણી અસર થવાથી જીવન બરબાદ બની જાય. માટે જ પ્રસ્તુત (૨૫૪મી) ગાથાની અવતરણિકામાં કહ્યું કે “સત્સંગ પણ કુસંગના ત્યાગથી જ સફલ બને છે.” - જેમ ખરાબ માણસની સોબત કુસંગ છે, તેમ જેનાથી મન બગડે તેવા સિનેમા વગેરે સાધનો પણ કુસંગ છે. ૧. નાટક-સિનેમા, ૨. હોટલ-લોજ, ૩. વરલી-મટકાનો જુગાર, ૪. ક્લબ, ૫. નોવેલ ક્યા, ૬. રેડીયોટ્રાંઝીસ્ટર, ૭. ટી.વી. એ સાત આજના વૈજ્ઞાનિક જમાનાના કુસંગો છે. આ સાતમાંથી નાટક-સિનેમા, હોટલલોજ, વરલી-મટકાનો જુગાર અને ક્લબ એ ચાર બહારના કુસંગો છે. નોવેલથા, રેડીયો-ટ્રાંઝીસ્ટર અને ટી.વી.-વિડિયો એ ત્રણ ઘરના કુસંગો છે. આ ત્રણ ઘરના કુસંગો એટલા માટે છે કે ઘરમાં રહીને પણ એ ત્રણનો ઉપયોગ કરી શકાય છે. આ સાત કુસંગો દુર્વિચારોનું કાતિલ ઝેર ફેલાવે છે. અલબત્ત આ ઝેર અત્યંત ધીમું હોય છે. એટલે તુરત એની ખબર પડતી નથી. ધીમે ધીમે ફેલાતું એ ઝેર જ્યારે પૂરજોશમાં ફેલાય છે અને એનાથી જીવનમાં કંઈ અવનવું બની જાય છે, ત્યારે જ તેની ખબર પડે છે. આઝેર ધીમું ફેલાતું હોવાથી જ વધારે ખતરનાક છે. આ કુસંગો તેની અસર નીચે આવનારના મનમાં અવ્યક્તરૂપે દુર્વિચારોનું બીજ વાવે છે. આ કુસંગો આપણા મનમાં વિચારોનું બીજ વાવે છે તેની આપણને તે વખતે જરાય ખબર પડતી નથી. પછી જ્યારે તેમાંથી કાલાંતરે અંકુર ફુટે છે, સમય જતાં તેનું અશુભ ફળ પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે જ આપણને તેની ખબર પડે છે. સારા વિચારોથી માણસ સારો બને છે. ખરાબ વિચારોથી માણસ ખરાબ બને છે. સત્સંગથી માણસના મનમાં સારા વિચારોનું બીજ રોપાય છે. આજે સીનેમા વગેરેથી લોકોના માનસનું એટલું બધું પરિવર્તન થઈ ગયું છે કે જેથી અમારું માનસ આ કુસંગોથી બગડી ગયું છે, એવું પણ ભાન રહ્યું નથી. ગાંડા બનેલા માણસને હું ગાંડો છું એવી ખબર જ ન હોય. એને કોઈ ગાંડો કહે તો એ ગાંડો કહેનારને જ ગાંડો કહે અને મારવા પણ દોડે. એકવાર એક ગાંડા માણસોની હોસ્પીટલમાં આગ લાગી. આ જોઈને ગાંડાઓ આનંદમાં આવી નાચવા લાગ્યા. વાહ! કેવો પ્રકાશ! જીંદગીમાં પહેલી જ વાર આવો પ્રકાશ જોયો. આમ બોલીને તેઓ નાચવા લાગ્યા. મેનેજરે બંબાવાળાને બોલાવ્યા. બંબાવાળાઓએ આવીને ગાંડાઓને બહાર કાઢીને આગ ઓલવવાનો પ્રયત્ન શરૂ કર્યો. આ વખતે ગાંડાઓએ કહ્યું : અરે! અમારા પ્રકાશને કેમ બુઝાવો છો ? અમારે દીવાળી આવી છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (350) શ્રાદ્ધદિનકૃત્ય તમે ગાંડા બની ગયા છો કે શું ? આજે સિનેમા વગેરેના કુસંગની અસર નીચે આવેલા માણસો સિનેમા વગેરેને કુસંગ કહેનારાઓને જ ગાંડા ગણે છે. એ લોકો કહે છે કે સિનેમા વગેરે તો મનોરંજનનાં સાધનો છે, એમાંથી માણસને ઘણી જાણકારી મળે છે. આ સાધનોથી દૂર રહેનારો માણસ કૂપમંડુક (Fકૂવાનો દેડકો) બને છે. એને દુનિયાની કોઈ જાણકારી હોતી નથી. આવું આવું કહીને તે લોકો સિનેમા વગેરેનું સમર્થન કરે છે. પણ સમજુ માણસો તો સિનેમા વગેરેને આજના વૈજ્ઞાનિક જમાનાના કુસંગો જ માને છે. સત્સંગની નિષ્ફળતાનું કારણ આજે સત્સંગ કરનારા થોડા છે. આજે સત્સંગ કરનારાઓ ઉપર પણ સત્સંગની જેવી અસર થવી જોઈએ તેવી અસર ન થવાનું કારણ આજના કુસંગો છે. સત્સંગ કરનારાઓ પણ આવો કુસંગ કરતા રહે છે. એકવાર એક પાયલોટ રણ ઉપર થઈને નાનું વિમાન ઉડાડી રહ્યો હતો. એ વિમાનની ઝ૫ કલાકના દોઢસો માઈલની હતી. આ વખતે અચાનક જોરદાર પવન ફૂંકાયો. વિમાન આગળ જવા મથતું હતું. પણ વંટોળીયો એને પાછું પાડતો હતો. એન્જનો ચાલુ હતા, પંખા ફરતા હતા, દોઢસો માઈલની ઝડપ હતી, છતાં વિમાન એની એ જ જગ્યાએ સ્થિર હતું. આ ઘટના સંતસમાગમની નિષ્ફળતાને સમજાવે છે. સાધુ સંતો ઉપદેશવગેરેથી ગૃહસ્થોને આગળ લાવવા પ્રયત્ન કરે છે. પણ દુનિયાના કુસંગરૂપ વાયરાના કારણે એની ધારી અસર થતી નથી. સત્સંગ એને આગળ ધકેલે છે, તો કુસંગનો વાયરો તેને પાછો પાડે છે. આજે સારા સાધુઓ છે, સારા ઉપદેશકો છે. ઘણા લોકો તેમનો સંગ કરે છે અને ઉપદેશ સાંભળે છે. છતાં તેની વિશેષ અસર થતી નથી. કારણ કે સત્સંગ કરતાં કુસંગ વધારે થાય છે. આ વિષે બૌદ્ધધર્મના ધમ્મપદ ગ્રન્થમાં કહ્યું છે કેન મને પાપ મિત્તે ન મને પુરાધરે મને મિત્તે ઇચ્છાને મને ય પુસુિત્તમે II (૬ પંડિતવષ્ય ગા.૩) પાપી મિત્રોની સોબતનકરવી, અધમ પુરુષોનો સમાગમન રાખવો, કલ્યાણકાર મિત્રોની સોબત કરવી અને ઉત્તમ પુરુષોનો સમાગમ રાખવો.” સુસંગના પ્રકારો સુસંગના અનેક પ્રકારો છે. પણ તેમાં છ મુખ્ય છે. તે આ પ્રમાણે :- ગુરુ (સાધુ-સંતો, સાધર્મિક, સ્વજન, પાડોશી, મિત્ર અને પુસ્તક. અહીં એટલું ખ્યાલ રાખવું કે આ છ સુ હોય તો સુસંગ છે, કુ હોય તો કુસંગ છે. ગુરુનો માત્ર વેષ પહેર્યો હોય, ગુરુના ગુણો ન હોય તો તે કુગુરુ છે. માત્ર બારથી ધર્મક્રિયા કરતો હોય, અથવા ધર્મી કહેવાતો હોય, પણ તેનામાં ધર્મભાવના ન હોય, ધર્મથી વિરુદ્ધ વર્તન હોય તો તે સાધર્મિક પણ કુસાધર્મિક છે. સ્વજનો, પાડોશી અને મિત્ર પણ સારા આચાર-વિચારવાળા ન હોય તો તેમનો સંગ સુસંગ નબને. સારા આચાર-વિચારવાળા સ્વજનો, પાડોશી અને મિત્રનો સંગ સુસંગ છે. પુસ્તકો પણ ઉત્તમ પુરુષોનાં લખેલાં હોય તો સુસંગ છે, ગમે તે પુસ્તકો નહિ. આ છે જેમને “સુ મળી જાય તેમનું જીવન સુધરી જાય અને જેમને ' મળી જાય તેમનું જીવન બગડી જાય. (અહીં ૨૫૪મી ગાથા પૂર્ણ થઈ.) (૨૫૪) Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય. (35) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર कुतित्थियाण संसग्गी, कुतित्थगमणं च वजणिजंतु । भट्ठायारेहिं समं, संथवणं तहय आलावो ॥२५५॥ તથા કુતીર્થિકોનો સંસર્ગ, કુતીર્થોમાં જવું, ભ્રષ્ટાચારીઓ સાથે પરિચય અને આલાપ – આ બધાનો ત્યાગ કરવો. (૧) કુતીર્થિકોનો સંસર્ગઃ કુ એટલે અસાર. તીર્થ એટલે પ્રવચન. કુ પ્રવચનને જે માને તે કુતીર્થિકો. જિન પ્રવચન સિવાય અન્ય પ્રવચનો સંસાર સાગરથી પાર ઉતારી શક્તા ન હોવાથી અસાર છે. તથા એ પ્રવચન એકાંતવાદ રૂપ છે. જિનપ્રવચન અનેકાંતવાદરૂપ છે. તે કુતીર્થિકો કિયાવાદી વગેરે ૩૬૩ છે. તેમનો સંસર્ગ એટલે તેમની સાથે એક સ્થળે રહેવું, તેમની સાથે બોલવું વગેરે રીતે તેમની સાથે સંબંધ રાખવો. (કુતીર્થિકોના સંસર્ગનો સમત્વ વગેરેની રક્ષા માટે ત્યાગ કરવો જોઈએ.) (૨) કુતીર્થોમાં જવું:- કુતીર્થિકોએ સ્વીકારેલાં મંદિરોમાં કુતૂહલ આદિથી જવું. કુતીર્થોમાં જવાથી મિથ્યાત્વમાં સ્થિરતા વગેરે દોષોનો સંભવ હોવાથી કુતીમાં ન જ જવું જોઈએ. કહ્યું છે કે – “જેવી રીતે ઉચ્ચકુલની વધૂઓને વેશ્યાઘરોમાં જવું એ વિરુદ્ધ છે. તેમ શ્રાવક-શ્રાવિકાઓને કુતીર્થોમાં જવું એ વિરુદ્ધ જાણ. (૧) વેશ્યાના ઘરે જવામાં નારીઓના સતીપણાને લોક ક્યાંથી કહે? તે રીતે કુતીર્થમાં જવામાં શ્રાવકનું સમ્યકત્વ કેવી રીતે રહે? (૨) ધર્મમાં કુલ તે સુથાવક પણ અહીં આવ્યો, તેથી શિવ વગેરેએ જે ધર્મ કહ્યો છે તે ધર્મ મુખ્ય છે = સાચો છે. કુતીર્થમાં જનાર શ્રાવક આ રીતે તેના ભક્તોને સ્થિર કરે, તેમના મિથ્યાત્વને વધારે, તેમના સુંદર પ્રબોધિબીજનો નાશ કરે.” (૩-૪) (૩) ભ્રષ્ટાચારીઓની સાથે પરિચય અને આલાપ - જેમનો જ્ઞાનાદિ પાંચ પ્રકારનો આચાર ભ્રષ્ટ થયો છે = નાશ પામ્યો છે તે ભ્રષ્ટાચારીઓ. શાસ્ત્રમાં પ્રસિદ્ધ પાર્થસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ એ પાંચ ભ્રષ્ટાચારીઓ જાણવા. એમનું સ્વરૂપ પૂર્વે ગુરુવંદનના અવસરે કરેલા વિચારમાંથી જાણી લેવું. તેમની સાથે પરિચયન કરવો અને સુખ વગેરે પુછવારૂપ આલાપનોત્યાગ કરવો. કારણ કે તેમની સાથેનો પરિચય અને આલાપ અપકીર્તિ આદિનું કારણ છે. કહ્યું છે કે- “પાસત્થા વગેરેને વંદન કરનારને કીર્તિ કે કર્મ નિર્જરા થતી નથી, કેવળ કાયક્લેશ અને કર્મબંધ જ થાય છે.” તથા – “અવિરત-અસંયતની જ્યાં વસતિ હોય ત્યાં ગમનાગમન ન કરવું. કારણ કે ત્યાં ગમનાગમન કરવાથી તેમની સાથે આલાપ થાય. આલાપથી પ્રેમ થાય. પ્રેમથી દાક્ષિણ્યતા આવે. દાક્ષિણ્યતા આવતાં ઉચિત કાર્યનો સ્વીકાર થાય. ઉચિતકાર્યના સ્વીકારથી તેમનો વારંવાર પરિચય વગેરે કરે. તેમનો વારંવાર પરિચય કરવાથી સમત્વ દૂષિત થાય. સમ્યત્વમાં દૂષણ થવાથી જિનોક્ત ધર્મનાશ પામે. જિનવરના ધર્મ વિના અપાર સંસાર માસમુદ્રને તરવાનું શક્ય નથી. તેથી પાસત્થા આદિની વસતિમાં જવાનો નિષેધ છે.” (૨૫૫) जेसिं संसग्गिदोसेणं, संमत्तंपि विणस्सए । विणढे खलु सम्मत्ते, अणुट्ठाणं निरत्थयं ॥२५६ ॥ કેટલાક મિથ્યાદષ્ટિઓ બોધિબીજને પામ્યા હોય, અર્થાતુ સમ્યકત્વને પામવાની યોગ્યતાવાળા બન્યા હોય, શ્રાવકને આ રીતે તીર્થમાં જતો જોઈને તેમના બોધિબીજનો સમ્યત્વને પામવાની યોગ્યતાનો નાશ થાય. Page #371 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય પાસત્થા આદિના પરિચયથી જિનપ્રણીતતત્ત્વોની શ્રદ્ધરૂપ સમ્યક્ત્વ પણ નાશ પામે. જો સમ્યક્ત્વ પણ નાશ પામે તો પછી દેશવિરતિ વગેરે નાશ પામે તેમાં તો શું કહેવું ? સમ્યક્ત્વનો વિનાશ થતાં તપ, નિયમ અને આવશ્યક વગેરે અનુષ્ઠાન બીજના અભાવમાં ખેતીની ક્રિયા કરવાની જેમ નિષ્ફળ જ બને. 352 આ પ્રમાણે સર્વ પ્રકારથી વિશુદ્ધ સમ્યક્ત્વવાળા જીવનું વિશેષ કાર્ય દ્વારા લિંગ વગેરે બતાવાય છે. તે આ પ્રમાણે સર્વત્ર ઉચિત કરવું, ગુણાનુરાગ, જિનવચનમાં પ્રીતિ, ગુણહીન જીવો પ્રત્યે માધ્યસ્થ્યભાવ - આ સમ્યક્દષ્ટિ જીવનાં લિંગો છે.’’ આ પ્રમાણે અનુપમ સુખનું (=મોક્ષસુખનું) સાધન એવા અનુપમ સમ્યક્ત્વને પામીને હવે કહેવાશે તે ઉત્તરગુણોની રક્ષા માટે હમણાં જ કહેલા જુગારી વગેરેના કુસંગનો પ્રયત્નથી ત્યાગ કરવો. (૨૫૬) पाणिवहस्सय विरई, अलिअस्स विवज्जणं अदिन्नस्स । बंभव्वयस्स धरणं, कायव्वं पव्वदियहेसु ।। २५७ । परिगहपरिमाणं चिय, निसिभत्तविवज्जणं च कायव्वं । दिसिवयपरिमाणं तह, भोगुवभोगस्स परिमाणं ॥ २५८ ॥ અવિરતસમ્યગ્દષ્ટિ મૃત્યુ પામીને ચારે ગતિમાં જનારો હોય, આથી અણુવ્રત આદિના ઉપદેશ માટે કહે છે* પ્રાણિવધની વિરતિ કરવી, અસત્યનો અને ચોરીનો ત્યાગ કરવો, પર્વદિવસોમાં બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું, પરિગ્રહનું પરિમાણ કરવું, રાત્રિભોજનનો ત્યાગ કરવો, દિશાવ્રતનું પરિમાણ કરવું, ભોગોપભોગનું પરિમાણ કરવું. આ વ્રતોની વ્યાખ્યા વૃત્તિમાં પ્રતિક્રમણસૂત્રના વ્યાખ્યાનમાં જણાવી છે તે પ્રમાણે જાણવી. (૨૫૭– ૨૫૮) कम्मओ य वज्जिज्जा, खरकम्माईणि पावजणगाणि । इंगालाईणि तहा, भोयणओ वक्खमाणाणि ॥ २५९॥ मज्जं महुं नवनीयं, जावज्जीवं तु वज्जणिज्जाणि । सेसेसु वि परिमाणं, कायव्वं विविहदव्वेसु ॥२६० ॥ દરરોજ ઉપયોગી હોવાથી ગ્રન્થકાર જ ભોગ-ઉપભોગ વ્રતનું કંઈક વિવરણ કરતાં કહે છે– ભોગ–ઉપભોગ પરિમાણવ્રતમાં શ્રાવક કર્મથી પાપજનક અંગાર કર્મવગેરે કઠોર ધંધાનો ત્યાગ કરે. ભોજનથી મદિરા, મધ અને માખણનો જાવજ્રીવ ત્યાગ કરવો. બીજા પણ વિવિધ દ્રવ્યોનું પરિમાણ કરવું. મદિરા વગેરેનું સ્વરૂપ પૂર્વે પ્રતિક્રમણ સૂત્રના વ્યાખ્યાનમાં (વૃત્તિમાં) જણાવ્યું છે. દોષો તો કહેવાય છે. * સમ્યગ્દર્શન પામ્યા પહેલાં નરગતિ વગેરેનું આયુષ્ય બાંધી દીધું હોય એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ મૃત્યુ પામીને ચારે ગતિમાં જાય. દેશવિરતિજીવ નિયમા દેવલોકમાં જાય. આથી જે શ્રાવકે નરગતિ આદિમાં ન જવું હોય તેણે સમ્યગ્દર્શન પામ્યા પછી અણુવ્રત આદિનો સ્વીકાર કરવો જોઈએ. આથી અહીં સમ્યગ્દર્શનના રક્ષણનો ઉપદેશ આપીને હવે અણુવ્રત આદિનો ઉપદેશ આપે છે. - વાંચવામાં સરળતા રહે એ દૃષ્ટિએ વવશ્વમાળાળિ પદ અનુવાદમાં લીધું નથી. Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્યા (353) બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર તેમાં મદિરાના દોષો આ પ્રમાણે છે-- ૧. શરીર વિરૂપ બને છે, અર્થાત્ શરીરનું તેજ ઘટે છે, અંગો શિથિલ બને છે, ઇન્દ્રિયોની શક્તિ ઘટે છે. ૨.અનેક વ્યાધિઓની પીડા થાય છે. ૩. સ્વજનો પરાભવ કરે. ૪. જે કાળે જે કામ કરવાનું હોય તે કાળે તે કામ ન થઈ શકે. ૫. બીજાઓને પોતાના પ્રત્યે અને પોતાને બીજાઓ પ્રત્યે વિશેષથી દ્વેષ થાય. ૬. જ્ઞાનનો નાશ થાય. ૭. સ્મૃતિ–મતિ ક્ષીણ થાય. ૮. સપુરુષોનો વિયોગ થાય. ૯. કઠોરતા આવે. ૧૦. નીચ માણસોની સેવા કરવાનું થાય. ૧૧ થી ૧૬. કુલ, બળ, સમતા, ધર્મ, ભોગસુખો અને ધન આ છ ની હાનિ થાય. હે ભવ્યજીવો! મદિરાપાનના આ સોળ દોષો કષ્ટ કરનારા અને હાનિ કરનારા છે. (૧) મધના દોષો આ પ્રમાણે છે - માખીઓના મુખમાંથી વમન કરાયેલા, લાખો જીવોના નાશથી થયેલા અને નરકને લાવનારા મધનું ભક્ષણ બુદ્ધિશાળી પુરુષો કેવી રીતે કરે ? (૨) માખણના દોષો આ પ્રમાણે છે - અંતર્મુહુર્ત પછી જેમાં ઘણા જીવો ઉત્પન્ન થાય છે તેવા માખણનું ભક્ષણ વિવેકીઓ કેવી રીતે કરે ? (૩) . મદિરા, મધ અને માખણના ઉપલક્ષણથી માંસનો પણ ત્યાગ કરવો જોઈએ. માંસના દોષો આ પ્રમાણે છે - હિંસાનું મૂળ, અપવિત્ર, રૌદ્રધ્યાનનું પૂર્ણ સ્થાન, ધૃણાજનક લોહીથી વ્યાસ, કૃમિઓનું ઘર, દુધના પૂરથી યુક્ત, વિર્ય-લોહીથી ઉત્પન્ન થયેલ, અતિશય મલિન, સજ્જનોથી સદા નિંદાયેલ, માંસનું કોણ ભક્ષણ કરે ? જે રાક્ષસ સમાન હોય અને સદા આત્માનો દ્રોહી હોય તે નરકમાં જવા માટે માંસભક્ષણ કરે. (૪) આ પ્રમાણે મદિરા વગેરેનો જીવન પર્યત ત્યાગ કરવો જોઈએ. બાકીના ( બાવીસ અભક્ષ્ય સિવાયના) સચિત્ત વગેરે વિવિધ દ્રવ્યોનું પરિમાણ કરવું જોઈએ. (૨૫૯-૨૬૦) अच्चित्तं दन्तवणं, मेयफलाणं च तोलियाणं च । गणिमफलाणं च तहा, उच्छुलट्ठीण पत्ताणं ॥२६१॥ अब्भंगे उव्वलणे खलि-प्पमाणंच होइ कायव्वं । आहरणविलेवणगंधमल्लवत्थासणाणं च ॥२६२॥ विगईणं परिमाणं, दव्वाणं तह सचित्तइयराणं । सयणीयजाणवाहण, एवमाई विभासा उ ॥२६३॥ (પરિમાણ કરવા માટે) કેટલાંક દ્રવ્યોને જ ત્રણ ગાથાઓથી કહે છે- અચિત્ત દાતણ, માપીને જેની લેવડ–દેવડ થઈ શકે તેવી વસ્તુઓ, જોખીને લેવડ–દેવડ થઈ શકે તેવી વસ્તુઓ, ગણીને લેવડ–દેવડ થઈ શકે તેવી વસ્તુઓ, શેરડીના સાંઠા, નાગરવેલવગેરેના પાન, અભંગ, ઉપલેપન, * ધર્મરત્ન પ્રકરણની ૧૬મી ગાથાની ટીકામાં કહ્યું છે કે – “મદિરા, માંસ, મધ અને છાશમાંથી જુદા કરેલા માખણમાં તુરત જ તે તે વર્ણના અતિ સૂક્ષ્મ જીવો ઉપજે છે અને મરે છે.” * મેચનાળું અને નળકતામાં એ સ્થળે ફળના ઉપલક્ષણથી મેય અને ગણિમ બધી વસ્તુઓ સમજવી જોઈએ. * શરીરને સ્વચ્છ કરવા માટે શરીર પર જે લગાડવામાં આવે તે ઉપલેપન. Page #373 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (35) શ્રાદ્ધદિનકૃત્ય ખલી*, આભૂષણ, વિલેપન, સુગંધી પદાર્થ, પુષ્પમાળા-પુષ્પ, વસ્ત્ર, અશન, વિગઈ, સચિત્ત-અચિત્ત દ્રવ્યો, શયન, યાન, વાહન વગેરે વસ્તુઓનું પરિમાણ કરવું. અહીં વિસ્તારથી વ્યાખ્યા સ્વયં જાણી લેવી. વિવેચન અહીં પરિમાણનું જે વર્ણન કર્યું છે તે લગભગ બધું પરિમાણ ચૌદ નિયમો ધારવાથી આવી જાય છે. તે ચૌદ નિયમો આ પ્રમાણે છે ચૌદ નિયમની વિગત ક્ષત્તિ-દ્રવ્ય-વિડુિં-વળદ-તવોત-વત્થ-વસુકેતુ | વાર-સયા-વિસેવા-વંમ-તિસિ--મત્તેI? | (૧) સચિનઃ સચિત્ત દ્રવ્યોની સંખ્યાનો નિયમ. (૨) દ્રવ્યઃ જુદા જુદા નામવાળી અને સ્વાદવાળી ચીજોની સંખ્યાનો નિયમ. (૩) વિગઈ ઘી, ગોળ, દૂધ, દહીં, તેલ અને કડા એ છ વિગઈઓમાંથી અમુક વિગઈઓનો (મૂળથી કે કાચીનો) ત્યાગ. ઓછામાં ઓછી એક વિગઈનો (મૂળથી કે કાચીનો) ત્યાગ કરવો જોઈએ. (૪) ઉપનિહ: જોડા, ચંપલ, મોજા, પાવડી વગેરે (પગમાં પહેરવાનાં સાધનો)ની સંખ્યા ધારવી. (૫) તાંબૂલઃ સોપારી, વરિયાળી વગેરે મુખવાસના માપ (અમુક ગ્રામથી વધારે નહિવાપરવા)નો કે સંખ્યાનો નિયમ કરવો. (૬) વસ્ત્રો વાપરવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરવી. (૭) કુસુમ તેલ, અત્તર, ફૂલની વેણી, ફૂલનો હાર વગેરે સુંઘવાની વસ્તુઓના માપનો કે સંખ્યાનો નિયમ કરવો. (૮) વાહનઃ બેસવાના વાહનોની સંખ્યાનો નિયમ કરવો. (૯) શયન: ગાદી, તકિયા, ખુરશી, ટેબલ, પલંગ, પથારી વગેરે બેસવા-સૂવાના સાધનોની સંખ્યાનો નિયમ. સ્મરણ ન રહે એ માટે કે ઔચિત્યભંગ ન થાય વગેરે કારણે ઘરની બહાર છૂટ રાખી શકાય. (૧૦) વિલેપન : સાબુ, તેલ, અળતો, મેંદી, પાઉડર વગેરે શરીરે લગાડવાની વસ્તુઓના માપનો કે સંખ્યાનો નિયમ. (૧૧) અબ્રહ્મ અબ્રહ્મનો દિવસે સર્વથા ત્યાગ ને રાત્રિએ સર્વથા કે અમુક વખતથી વધારે ત્યાગ. (૧૨) દિક્ષરિમાણ દશે દિશામાં જવાની મર્યાદા કરવી. (૧૩) સ્નાન ઃ સ્નાનની સંખ્યાનો નિયમ. ધર્મકાર્યમાં તથા અસ્પૃશ્યનો સ્પર્શ થાય કે સ્મશાને જવું પડે વગેરે કારણે છૂટ રાખી શકાય. (૧૪) ભક્તઃ વાપરવાના આહાર – પાણીનું વજન ધારવું. પૃથ્વીકાય? માટી, ખારો, ચાક આદિનું પરિમાણ કરવું. અષ્કાયઃ પીવાના તથા વાપરવાના પાણીનું વજન ધારવું. * શરીરમાં તેલ વગેરેની ચિકાશ દૂર કરવા માટે ઘસવામાં આવતા તેવા ચૂણે ખલી કહેવાય છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (355) બાવીશમું ગૃષ્ણમન (પરિવાર ધર્મદેશના) દ્વાર તેઉકાય ચુલા, દીવા વગેરેનું પરિમાણ કરવું. વાયુકાય ? પંખા, હીંડોળા વગેરેનું પરિમાણ કરવું. વનસ્પતિકાય? લીલા શાક વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. અસિઃ સોય, કાતર, સુડી છરી આદિની સંખ્યાનું પરિમાણ કરવું. મસિઃ ફાઉન્ટન પેન, નડીયો, બોલપેન, પેનસીલ વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. કૃષિ : હળ, કુહાડો, પાવડા વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. નોટઃ સચિત્ત વગેરે નામથી અને પરિમાણથી એમ બંને રીતે ધારવામાં આવે તો વધારે સારું. જેમકે બે સચિત્ત વસ્તુઓથી વધારે ત્યાગ એમ પરિમાણ કર્યું, પણ સાથે સાથે જે બે સચિત્ત વસ્તુઓ વાપરવાની હોય તેના નામ સાથે પરિમાણ કરવું. જેમ કે કેરી અને કાડી સિવાય સચિત્તનો ત્યાગ. ભક્તમાં વજન ધારવા કરતાં અમુક વખતથી વધારે વખત કંઈ પણ ખાવું નહિ એમ ધારવામાં વધારે સારું રહે. ચૌદ નિયમોમાં સચિત્ત દ્રવ્યોના ત્યાગનો અથવા સંખ્યાનો નિયમ કરવામાં આવે છે. આથી સચિત્તઅચિત્ત-મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ શ્રાદ્ધવિધિ ગુજરાતી ભાષાંતરમાંથી અહીં જણાવવામાં આવે છે સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ પ્રાય: સર્વ ધાન્ય, ધાણા, જીરું, અજમો, વરીયાળી, સુવા, રાઈ, ખસખસ, આદિ સર્વ જાતિના દાણા, સર્વ જાતિનાં ફળ-પત્રો, બનાવેલા નહિ, કિંતુ ખાણમાં ઉત્પન્ન થયેલા હોય તેવા લૂણ, ખારી (ધુળીઓ ખારો), પાપડખાર, રાતો સિંધવ, સંચળ વગેરે ક્ષારો, માટી, ખડી, રમચી, લીલાં દાતણ એ બધાં વ્યવહારથી સચિત્ત જાણવાં. 'પાણીમાં પલાળેલા ચણા અને ઘઉં વગેરે કણ, તથા મગ, અડદ, ચણા આદિની દાળ પણ જો પાણીમાં પલાળી હોય તો મિશ્ર જાણવાં, કેમકે કેટલીકવાર પલાળેલી દાળ વગેરેમાં થોડા વખત પછી ફણગા ફૂટે છે. તેમજ પહેલાં લૂણ દીધા વિના કે બાફ પ્રમુખ દીધા વિના કે રેતી વગર સેકેલા ચણા-ઘઉં-જુવાર વગેરે ધાન્ય; ખાર વગેરે દીધા વિનાના ફક્ત શેકેલા તલ, ઓળા (પોપટા - લીલા ચણા), પોંક, સેકેલી ફળી, પાપડી, મરચારાઈનો વઘાર વગેરેથી માત્ર સંસ્કારેલાં ચીભડાં વગેરે, તથા સચિત્ત બીજ જેમાં હોય, એવાં સર્વજાતિનાં પાકેલાં ફળ, એ બધાં મિશ્ર જાણવાં. - જે દિવસે તલપાપડી કરી હોય, તે દિવસે મિશ્ર જાણવી. પણ રોટલી, રોટલા, પુરી વગેરેમાં જો તલપાપડી નાખી હોય, તો તે તલપાપડી બે ઘડી પછી અચિત્ત સમજવી. વળી દક્ષિણ દેશ માળવા વગેરે દેશોમાં ઘણો ગોળ નાંખીને તલપાપડી બનાવે છે તેથી તેને અચિત્ત ગણવાનો વ્યવહાર છે. વૃક્ષથી તત્કાલ લીધેલા ગુંદ, લાખ, છાલ વગેરે, તથા નાળિયેર, લીંબુ, જાંબુ, આંબા, નારંગી, દાડમ, શેલડીવગેરેનો તત્કાળનો કાઢેલો રસકે પાણી; તત્કાળકાઢેલું તલવગેરેનું તેલ; તત્કાળ ભાંગેલ નાળિયેર, સીંગોડાં, સોપારી વગેરે ફળ; બીજ તત્કાળ કાઢી નાંખેલાં પાકેલાં ફળ, બહુ મસળીને કણીયા રહિત કરેલ જીરું, અજમો વગેરે બે ઘડી વાર સુધી મિશ્ર જાણવાં, ત્યાર પછી અચિત્ત થાય એવો વ્યવહાર છે. બીજા પણ કેટલાક પદાર્થ પ્રબળ અગ્નિના યોગ વિના જે અચિત્ત કરેલા હોય, તે પણ બે ઘડી સુધી મિશ્ર અને ત્યાર પછી અચિત્ત થાય એવો વ્યવહાર છે. જેમકે (સાકર વગેરે નાખીને) અચિત્ત કરેલ પાણી વગેરે. * કેટલાક સ્થળોએ ગામડાંઓમાં પશુઓને શણગારવા જે લાલ માટીનો ઉપયોગ થાય છે તે. Page #375 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (356) શ્રિાદ્ધદિનકૃત્ય તથા કાચાં ફળ, કાચાં ધાન્ય, ઘણું ઝીણું વાટેલું પણ મીઠું વગેરે પ્રાયે અગ્નિ વગેરે પ્રબળ શસ્ત્ર વિના અચિત્ત નથી થતાં, જે માટે ભગવતી સૂત્રના એકવીસમા શતકે ત્રીજા ઉદેશમાં કહેલ છે કે વજય શિલા ઉપરવજયવાટવાના પથ્થરથી પૃથ્વીકાયનો ખંડ (કાચી માટી વગેરેનો કટકો) બળવંત પુરુષ એકવીસ વાર જોરથી વાટે તો પણ કેટલાક જીવ ચંપાણા પણ નથી.' વળી સો યોજનથી આવેલ હરડે, ખારેક, કીસમીસ (દ્રાક્ષ), ખજુર, મરી, પીપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખરોટ, તીમજા, જળદાળું પીસ્તાં, ચણકબાબા (કબાબચીની), ફટિક જેવો ઉજ્જવળ સિંધવવગેરે . સાજીખાર, બીડલવણ બનાવટથી બનાવેલ હરકોઈ જાતિનો ખાર, કુંભારે મર્દન કરેલી માટી વગેરે, એલચી, લવંગ, જાવંત્રી, સુકેલી મોથ, કોંકણ દેશનાં પાકેલાં કેળાં, ઉકાળેલ સીંગોડા અને સોપારી વગેરે સર્વ અચિત્ત સમજવાં એવો વ્યવહાર છે. બૃહત્કલ્પસૂત્રમાં પણ કહેલ છે કે – जोयणसयं तु गतुं, अणहारेणं तु भंडसंकंती । वायागणिधूमेण य, विद्धत्थं होइ लोणाई ॥१॥ ... લૂણ (સિંધાલુણ) વગેરે સચિત્ત વસ્તુઓ જ્યાં ઉત્પન્ન થઈ હોય, ત્યાંથી એકસો યોજન ઉપરાંત જમીન ઉલ્લંઘન કરી જાય ત્યારે પોતાની મેળે અચિત્ત બની જાય છે.” પ્રશ્નઃ કોઈ પ્રબળ અગ્નિ આદિના શસ્ત્ર વિના માત્ર સો યોજન ઉપરાંત ગમન કરવાથી જ સચિત્ત વસ્તુઓ અચિત્ત કેમ થઈ શકે? ઉત્તર : જે જે જીવો જે સ્થાનકે ઉપજેલા છે, તે તે જીવો તે દેશમાં જ જીવે છે, ત્યાંના હવાપાણી બદલાવાથી તેઓ વિનાશ પામે છે. વળી માર્ગમાં આવતાં આહારનો અભાવ થવાથી અચિત્ત થાય છે. તેના ઉત્પત્તિ સ્થાનકે તેમને જેવી પુષ્ટિ મળે છે તેવી પુષ્ટિ માર્ગમાં મળતી નથી. તેથી અચિત્ત થાય છે. વળી એક સ્થાનકેથી બીજે સ્થાનકેનાંખતાં, પછાડતાં, અથડાવા-પછડાવાથી ખરેખર અચિત્ત થાય છે. અથવા એકવખારથી બીજી વખારમાં નાખતાં, ઉથલપાથલ થવાથી અચિત્ત થાય છે. વળી સો યોજન ઉપરથી આવતાં વચમાં ઘણા ઘણા પવનથી, તાપથી તથા ધૂમાડા વગેરેથી અચિત્ત થાય છે. ‘લવણાદિ એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે. તેથી હરતાલ, મણસીલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડાં એ વસ્તુ પણ સો યોજન ઉપરાંતથી આવી હોય, તો અચિત્ત થાય છે એમ જાણવું, પણ તેમાં કેટલીક અનાચીર્ણ છે. પીપર, હરડે વગેરે આચાર્ણ અને ખજુર, દ્રાક્ષ વગેરે અનાચાર્ણ છે. સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા (અચિત્ત થવા)નાં કારણ आरुहणे ओरूहणे, निसिअण गोणाइणं च गाउन्हा । भूमाहारच्छेए, उवक्कमेणं च परिणामो ॥१॥ ગાડાં ઉપર કે પોઠીયાની પીઠ ઉપર વારંવાર ચડાવવાથી, ઉતારવાથી અથવા તે કરીયાણાં ઉપર બીજા ભાર થવાથી કે તેના ઉપર બીજા માણસોના ચડવા-બેસવાથી તેમ જ તે પોઠીયાના શરીરના બાફથી અથવા તેઓના આહારનો વિચ્છેદ થવાથી તે કરીયાણા રૂપ વસ્તુઓનું પરિણામ (બદલાવું) થાય છે. જ્યારે જેને કાંઈપણ ઉપક્સ (શસ્ત્ર) લાગે ત્યારે પરિણામાંતર થાય છે. તે શસ્ત્ર ત્રણ પ્રકારનાં હોય છે. (૧) સ્વકાયશસ્ત્ર. (૨) પરકાયશસ્ત્ર. (૩) ઉભયકાયશસ્ત્ર. Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (357) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર સ્વકાયશસ્ત્ર જેમકે – ખારૂ પાણી મીઠા પાણીનું શસ્ત્ર, કાળી માટી તે પીળી માટીનું શસ્ત્ર. પરકાંયશસ્ત્રઃ જેમકે – પાણીનું શસ્ત્ર અગ્નિ અને અગ્નિનું શસ્ત્ર પાણી. ઉભયકાયશસ્ત્ર જેમકે – માટીમાં મળેલ પાણી નિર્મળ જળનું શસ્ત્ર. એવી રીતે સચિત્તને અચિત્ત થવાનાં કારણ જાણવાં. વળી પણ કહેલ છે કેउप्पल पउमाई पुण, उन्हें दिनाणं जाम न धरंति, मोग्गारग जुहिआओ, उन्हेंच्छूढा चिरं हुति ॥१॥ मगदंति अ पुप्फाइं उदयेच्छूढाइं जाम न धरंति, उप्पल पउमाइ पुण, उदयेच्छूढा चिरं हुंति ॥२॥ ઉત્પલ મળ ઉદક યોનિજ હોવાથી એક પ્રહર માત્ર પણ આતપ (તડકા)ને સહન કરી શકતાં નથી, કિન્તુ એક પ્રહરની અંદર જ અચિત્ત થઈ જાય છે (કરમાય છે). મોગરો, મચકુંદ, જુઈનાં ફૂલ ઉષ્ણુયોનિજ હોવાથી આતપમાં ઘણી વાર રહી શકે છે સચિત્ત રહે છે. મોગરાનાં ફૂલ પાણીમાં નાખ્યા હોય, તો પ્રહર માત્ર પણ રહેતાં નથી, કરમાઈ જાય છે. ઉત્પલકમલ (નીલકમલ) અને પામળ (ચંદ્રવિકાસી) પાણીમાં નાંખ્યા હોય તો ઘણા વખત સુધી સચિત્ત રહે છે, કરમાતાં નથી. पत्ताणं पुप्फाणं सरडुफलाणं तहेव हरिआणं । बिडंमि मिलाणंमि नायव्वं जीवविप्पजढं ॥ પત્રોનું, પુષ્પોનું, સહુફળોનું (જેની કાતલી, ગોટલી, છાલ, કઠણ બંધાણી ન હોય એવાં ફળોનું) અને વત્થલા પ્રમુખ સર્વ ભાજીઓનું અથવા સામાન્યથી સર્વ વનસ્પતિઓનું દીઠું (મૂળ નાલ, અર્થાત્ ડાળમાંથી ઊગતો ફણસલો અને વચલી દાંડી વગેરે) કરમાઈ એટલે જાણવું કે હવે આ પત્ર વગેરે વનસ્પતિ અચિત્ત થઈ. વળી શાલી પ્રમુખ ધાન્ય માટે તો ભગવતીસૂત્રના છઠ્ઠા શતકે પાંચમા ઉદ્દેશામાં સચિત્ત-અચિત્તનાવિભાગ બતાવતાં એમ કહેલ છે કે| (ભગવંતને શ્રી ગૌતમે પૂછ્યું કે – “હે ભગવન્! શાલિ, કમોદના ચોખા, કલમશાલિ ચોખા, વ્રીહિ એટલે સામાન્યથી સર્વ જાતિના ચોખા, ઘઉં, જવ એટલે નાના જવ, જવજવ એટલે મોટા જવ, એ ધાન્યને કોઠારમાં ભરી રાખ્યાં હોય, કોઠીમાં ભરી રાખ્યાં હોય, માંચા ઉપર બાંધી રાખ્યાં હોય, માળા બાંધીને તેમાં ભરી રાખ્યા હોય, કોઠીમાં નાંખીને કોઠીનાં મુખ લીંપી દીધાં હોય, ચોતરફથી લીંપી લીધેલ હોય, ઢાંકણાંથી મજબૂત કીધેલાં હોય, મોહોર કરી મૂક્યાં હોય, કે ઉપર નિશાન કીધાં હોય, એવાં સંચય કરી રાખેલાં ધાન્યની યોનિ (ઉગવાની શક્તિ) કેટલા વખત સુધી રહે છે ? (ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે, “હે ગૌતમ! જઘન્યથી (ઓછામાં ઓછી) અંતર્મુહર્ત (કંઈક ન્યૂન બે ઘડી) સુધી યોનિ રહે, અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી કોઈમાં યોનિ રહે છે. ત્યાર પછી યોનિ કરમાઈ જાય છે, નાશ પામે છે, બીજ અબીજરૂપ બની જાય છે.” પ્રશ્નઃ “હે ભગવન્! વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, ચણા, એટલાં ધાન્યને પૂર્વોક્ત રીતે રાખી મૂક્યાં હોય, તો કેટલો કાળ તેઓની યોનિ રહે છે ?' ઉત્તરઃ જઘન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી રહે છે. ત્યાર પછી પૂર્વોક્તવત્ અચિત્ત થઈ જાય છે. પ્રશ્ન: હે ભગવન્! અળસી, કસુંબો, કોદરા, કાગ, બંટી, રાલો, કોડુસગ, શણ, સરસવ, મૂળાનાં Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય. બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (358) બીજ એ વગેરે ધાન્યની યોનિ કેટલાં વર્ષ રહે છે? ઉત્તર : હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહર્ત અને વધારેમાં વધારે રહે તો સાત વર્ષ સુધી યોનિ સચિત્ત રહે છે. ત્યાર પછી બીજ અબીજરૂપ થાય છે. (આ વિષયમાં પૂર્વાચાર્યોએ પણ ઉપર પ્રમાણે જ અર્થની ત્રણ ગાથાઓ બનાવેલી છે.) કપાસના બીજ (કપાસીયા) ત્રણ વર્ષ સુધી સચિત્ત રહે છે. એ માટે બૃહત્કલ્પના ભાષ્યમાં લખેલ છે કે–સેતુ તિવારસા નિણંતિ=સેતુ ત્રિવર્ણાતીત વિધ્વસ્તયોનિવમેવ પ્રદી, તે / લેડુ: સ તિ તવૃત્તી || કપાસીયા ત્રણ વર્ષના થયા પછી અચિત્ત થાય છે. ત્યાર પછી ગ્રહણ કરાય. આટો મિશ્ર અને સચિત્ત ક્યાં સુધી “નહિ ચાળેલો આટો શ્રાવણ અને ભાદરવા માસમાં પાંચ દિવસ સુધી, આસો અને કાર્તિમાં ચાર દિવસ સુધી, માગસર અને પોષમાં ત્રણ દિવસ સુધી, મહા અને ફાગણમાં પાંચ પહોર સુધી, ચૈત્ર અને વૈશાખમાં ચાર પ્રહર સુધી, જેઠ ને અષાઢમાં ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે. ત્યાર પછી અચિત્ત ગણાય છે અને ચાળેલો આટો તો બે ઘડી પછી અચિત્ત થઈ જાય છે.” પ્રશ્નઃ અચિત્ત થયેલ આટો અચિત્ત ભોજન કરનારને કેટલા દિવસ સુધી કહ્યું ? ઉત્તર: એમાં દિવસનો કાંઈ નિયમ નથી, પણ સિદ્ધાંતોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આશ્રયી નીચે મુજબ વ્યવહાર બતાવેલ છે. “દ્રવ્યથી નવા-જૂનાં ધાન્ય, ક્ષેત્રથી સારાં-નરસાં ક્ષેત્રમાં ઊગેલાં ધાન્ય, કાળથી વર્ષા, શીત, ઉષ્ણકાળમાં ઉત્પન્ન થયેલાં ધાન્ય, ભાવથી વસ્તુના તે તે પરિણામથી પક્ષ-માસાદિની અવધિ, જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, આદિમાં ફેરફાર થાય નહીં અને ઈયળ વગેરે જીવો પડે નહીં ત્યાં સુધી છે. આ અવધિના પહેલાં પણ જો વર્ણાદિનો ફેરફાર થાય તો ન કહ્યું અને અવધિ પૂરી થયા છતાં વર્ણાદિ ન ફર્યા હોય તો પણ કહ્યું નહિ પકવાન્ન આશ્રયી કાળ નિયમ “સર્વ જાતિનાં પક્વાન્ન વર્ષાઋતુ (ચોમાસા)માં બનાવ્યાથી પંદર દિવસ સુધી, શીતઋતુ (શિયાળા)માં એક મહિનો અને ઉષ્ણકાળ (ઉનાળા)માં વીસ દિવસ સુધી કલ્પે એવો વ્યવહાર છે.” આ ગાથા કયા ગ્રંથની છે એનો નિશ્ચય ન થવાથી કેટલાક આચાર્ય તો એમ કહે છે કે જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય નહીં ત્યાં સુધી કલ્પનીય છે. બાકી દિવસનો કાંઈ પણ નિયમ નથી. (૨૬૧ થી ૨૬૩) एवं उवभोगवयं, संखेवेणं तु साहियं तुम्हा । ता कुणह इत्थ माणं, जइ इच्छह सासयं ठाणं ॥२६४॥ ઉપસંહાર કરવા પૂર્વક ઉપદેશને કહે છે-- આ પ્રમાણે ભોગ-ઉપભોગ વ્રત સંક્ષેપથી તમને કહ્યું. તેથી જો તમે શાશ્વત સ્થાનને (મોક્ષને) ઇચ્છો છો તો ભોગ-ઉપભોગમાં પરિમાણ કરો. (૨૬૪) इत्थिकहा भत्तकहा, देसकहा रायजणवइकहा य । नडनट्टमल्लमुट्ठिय, संगामाइ न वत्तव्वा ॥२६५॥ Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય. (359) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર ચાર પ્રકારનું અનર્થદંડ હવે અનર્થદંડવત કહેવામાં આવે છે. અનર્થદંડ પ્રમાદાચરણ, પાપધ્યાન, હિંસક પ્રદાન અને પાપોપદેશ એમ ચાર પ્રકારે છે. તેમાં જલક્રીડા કરવી, હીંચકામાં બેસીને હીંચકવું, કુડા આદિ પ્રાણીઓને લડાવવા, વાસણો ઉઘાડાં રાખવાં, જુગાર રમવો, વિકથા કરવી વગેરે અનેક પ્રકારનો પ્રસાદ છે. તેમાં જલક્રીડા કરવામાં અપ્લાય અને પોરા વગેરે જીવોની હિંસા થાય. હીંચકવામાં વાયુકાયની હિંસા અને પડી જવા વગેરેથી પોતાનો ઉપઘાત વગેરે થાય. પ્રાણીઓને લડાવવામાં તે જીવોનો ઉપઘાત થાય અને ત્રસ વગેરે જીવોની હિંસા થાય. વાસણોને ઉઘાડાં રાખવાથી તેમાં માખી અને ઉંદર વગેરે જીવો પડે. જુગાર ઘણા દોષોનું કારણ છે. તે આ પ્રમાણે – જુગાર કુલને કલંક લગાડે છે, સત્યનો પ્રતિપક્ષી છે, (અર્થાત્ જુગારી જુઠું બોલે છે,) ગુરુ પ્રત્યેની લજ્જાને અને અફસોસને દૂર કરે છે, ધર્મમાં વિદન કરે છે, ધનનો નાશ કરે છે. જુગાર રમનાર દાન અને ભોગથી રહિત બને છે, પુત્ર, પત્ની, પિતા અને માતાને છેતરે છે, દેવ-ગુરુને ગણકારતો નથી, કાર્ય–અકાર્યને જોતો નથી, જુગાર શરીરને સંતાપે છે અને કુગતિનો માર્ગ છે. આવો જુગાર કોણ રમે ? વિકથાઓને તો ગાથાથી જ બતાવતા ગ્રંથકાર કહે છે-- સ્ત્રીકથા, ભક્તકથા, દશકથા, રાજસ્થા, જાનપદકથા, નટ, નર્તક, મલ, મુષ્ટિક અને સંગ્રામ વગેરેની કથા ન કરવી. સ્ત્રીકથા સ્ત્રીની કથા તે સ્ત્રીથા. સ્ત્રીકથા જાતિ, કુલ, રૂપ અને નેપથ્ય એમ ચાર પ્રકારની છે. તેમાં બ્રાહ્મણી વગેરેમાંથી કોઈ એક સ્ત્રીની પ્રશંસા કે નિંદા કરવી તે જાતિકથા છે. જેમકે – “જે બ્રાહ્મણીઓ પતિના અભાવમાં મરી ગયેલીઓની જેમ જીવે છે તે બ્રાહ્મણીઓને ધિક્કાર થાઓ. લાખો પતિ કરવા છતાં નિંદિત નહિ બનનારી “શૂદ્રીઓને હું લોકમાં ધન્ય માનું છું.” એ રીતે ઉગ્ર વગેરે કુલમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓમાંથી કોઈ એકની પ્રશંસા વગેરે કરવું તે કુલકથા છે. જેમકે – “અહો! ચૌલુક્ય પુત્રીઓનું સાહસ જગતમાં સર્વથી અધિક છે. કેમકે ચૌલુક્યપુત્રીઓ પતિનું મૃત્યુ થતાં પ્રેમરહિત હોવા છતાં અગ્નિમાં પ્રવેશ કરે છે.” તથા આંધ્રદેશ વગેરેની સ્ત્રીઓમાંથી કોઈ એક સ્ત્રીના રૂપની પ્રશંસા વગેરે કરવું તે રૂપ કથા છે. જેમકે – “ચંદ્ર જેવા મુખવાળી, કમળ જેવાં નેત્રોવાળી, સુંદરસ્વરવાળી, પુષ્ટ-દઢ સ્તનવાળી, દેવોને પણ દુર્લભ એવી તે લાટદેશની સ્ત્રી આને કેમ માન્ય નથી?" પ્રદેશ વગેરેની સ્ત્રીઓમાંથી કોઈ એક સ્ત્રીના ચોળી વગેરે વેશની પ્રશંસા વગેરે કરવું તેનેપથ્યથા છે. જેમકે – શરીરરૂપી વેલડી ઘણાં વસ્ત્રોથી ઢંકાયેલી હોવાના કારણે જેમનું યૌવન સદા યુવાનોની આંખોમાં આનંદ માટે થતું નથી તે ઉત્તરદેશની નારીઓને ધિક્કાર થાઓ. સ્ત્રીસ્થાના આ દોષો છે –“સ્વપરના મોહની ઉદીરણા થાય. શાસનની અપભ્રાજના થાય. સૂત્ર-અર્થની ઘણી હાનિ થાય, બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ ન થાય, પ્રસંગ દોષ થાય, અર્થાત્ સ્ત્રીસંગ કરનારો થાય. તથા સાધુ દીક્ષા છોડી દે.” ભક્તકથાઃ ભક્ત એટલે ભાત વગેરે ભોજન. ભોજનની ક્યા તે ભક્ત કથા. તે આવાહ વગેરે ભેદથી ચાર પ્રકારની છે. પૂર્વઋષિઓએ કહ્યું છે કે – “ભક્તકથા પણ આવાહ, નિર્વાહ, આરંભ અને નિષ્ઠાન એમ ચાર પ્રકારની છે. રસોઈમાં શાક અને ઘી વગેરે આટલાં દ્રવ્યોનો ઉપયોગ થાય છે એ આવાહ ક્યા છે. રસોઈમાં દશ કે પાંચ આટલાં શાકના ભેદો (અથવા પક્વાન્ન વગેરેના ભેદો) છે એ નિર્વાહ કથા છે. આ રસોઈમાં બકરા, તેતર, પાડા અને જંગલી પશુઓ વગેરેનો વધ કરાય છે એ આરંભ કથા છે. આ રસોઈમાં સો, પાંચસો કે લાખ * શુદ્ધી એટલે ચોથા શૂદ્રવર્ણની સ્ત્રીઓ. Page #379 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર રૂપિયાનો ખર્ચ થયો એ નિષ્ઠાન ક્થા છે.’’ દેશકથા : દેશ એટલે રાષ્ટ્ર. દેશની થા તે દેશકથા. દેશથા પણ છંદસ્, વિધિ, વિકલ્પ અને નેપથ્ય એમ ચાર પ્રકારની છે. ઋષિઓએ કહ્યું છે કે – “છંદસ્ એટલે ગમ્ય-અગમ્યનો વિભાગ. જેમકે લાટ દેશના લોકોમાં મામાની દીકરી ગમ્ય છે= એની સાથે લગ્ન કરી શકાય છે. ગોલ વગેરે અન્ય દેશોમાં તે બહેન ગણાય છે, એથી અગમ્ય છે. આ દેશ છંદસ્ વિકથા છે. વિધિ એટલે વિરચના. ભોજન, મણિ, ભૂમિકા (=માળ) વગેરેની રચના. અથવા જે દેશમાં જે વાનગી પહેલાં ખવાય તેની વિધિ. અથવા ચોરીમાં પ્રવેશ વગેરે વિવાહ વિધિ. ટુંકમાં તે તે દેશમાં ભોજન અને વિવાહ વગેરેનો જે જે પ્રકાર હોય જે જે ક્રમ હોય વગેરેની ક્થા કરવી તે વિધિથા છે. ધાન્યની ઉત્પત્તિ એ દેશવિકલ્પ વિધિ છે. જેમકે – ક્યારા, કૂવા, નીક, નદી, નહેર, ડાંગરના રોપા વગેરેની ક્યા દેશવિકલ્પ ક્થા છે. તથા ઘર અને મંદિરના ભેદો, ગામ અને નગર વગેરેની સ્થાપના (=નિર્માણ) વગેરેની ક્યા પણ દેશવિકલ્પ થા છે. નેપથ્યકથા આ છે – નેપથ્ય એટલે વેશ. સ્ત્રી-પુરુષોનો વેશ સ્વાભાવિક અને વૈક્રિય એમ બે પ્રકારનો હોય છે. વૈક્રિય એટલે વિભૂષા માટે ખાસ બનાવેલો હોય તે. જેમકે મસ્તકમાં રહેલા વાળ (વીગ) વગેરે. કેટલાકને વાળ સ્વાભાવિક હોય છે, તો કોઈકના વાળ બનાવેલા હોય છે. સ્ત્રી-પુરુષના વેશની થા તે દેશ–નેપથ્ય કથા છે.’’ 360 શ્રાદ્ધદિનકૃત્ય રાજકથા : રાજાની કથા તે રાજક્થા. આ કથા પણ રાજનિર્ગમ આદિ ચાર પ્રકારની છે. ઋષિઓએ કહ્યું છે કે – ‘‘નિર્ગમ, અતિગમન, બલ, કોશ–કોષ્ઠાગાર એમ ચાર પ્રકારની રાજકથા છે. આજે આવા પ્રકારની ઋદ્ધિવાળો રાજા વિભૂતિથી નગરમાંથી નીકળે છે. હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલો રાજા ઉદયાચલ પર્વત ઉપર રહેલા સૂર્યની જેમ શોભે છે. આ રાજનિર્ગમ ક્થા છે. ઈન્દ્ર અમરાપુરીમાં જાય તેમ રાજા નગરમાં પ્રવેશ કરે છે. આ અતિગમન થા છે. રાજાના આટલા અશ્વો, હાથીઓ, રથો અને પાયદળ છે. આ બલ કથા છે. કોશ એટલે રાજાનો ધનભંડાર. કોષ્ઠાગાર એટલે ધાન્યના કોઠારો. રાજાનો આટલા ક્રોડ કોશ છે. રાજાના આટલા કોઠારો છે. આ કોશ-કોષ્ઠાગાર ક્થા છે.’’ જાનપદકથા : જનપદ એટલે દેશ. જનપદમાં થયેલા લોકો જાનપદ કહેવાય. દેશના લોકોની ક્થા તે જાનપદ કથા.* તે આ પ્રમાણે – ‘‘અહીં જેવા રૂપાળા, તેજસ્વી, ધનવાન અને દાનવીર લોકો રહે છે, તેવા બીજાઓ સ્વર્ગમાં પણ નથી.’’ નટકથા : નાટક કરનારાઓની કથા તે નટકથા. જેમકે – ‘“ઉપાધ્યાય, રૂપાળો, ભરતમુનિ પ્રણીત નાટ્ય શાસ્ત્રમાં કુશળ અને યોગ્યને શિખવાડતો આ નાટકકર્તા જાણે સાક્ષાત્ કામદેવ હોય તેવો જણાય છે.’’ નર્તકકથા : નૃત્ય કરનારા નટની ક્થા તે નર્તકકથા. જેમકે રંગભૂમિમાં ભૂમિ ઉપર નૃત્ય કરતો અને ક્ષણવારમાં આકાશમાં કૂદતો – ઉછળતો આ નટ આકાશમાં રહેલા ચંદ્રની જેવો શોભે છે. મલકથા : બે બાહુઓથી યુદ્ધ કરનારા મલ્લ કહેવાય છે. તેમની કથા તે મલકથા. જેમકે – જેવી રીતે હાથી સૂંઢથી બીજા હાથીની સાથે યુદ્ધ કરે તે રીતે ઊંચાખભાવાળો અને પહોળી છાતીવાળો મલ્લ લાંબી ભુજાઓથી બીજા મલ્લની સાથે યુદ્ધ કરે છે.’’ મુષ્ટિકથા : મુઠ્ઠીઓથી જેઓ પ્રહાર કરે તે મુષ્ટિક કહેવાય છે. મુષ્ટિકો મલ્લવિશેષ જ છે. તેમની કથા તે મુષ્ટિથા. જેમકે – ‘જેની કાયારૂપી લાઠી દઢ અને પુષ્ટ છે, જેણે શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યાં છે, અને જેની મુઠ્ઠી * યજ્ઞા ઈત્યાદિ બીજો અર્થ શ્રાવકોને વાંચવામાં કઠીનતા થાય એ દૃષ્ટિએ અનુવાદમાં લીધો નથી. Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (364) બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર કઠણ છે તેવો મુષ્ટિક જેવી રીતે ઈન્દ્ર વજથી પર્વત ઉપર પ્રહાર કરે તે રીતે મુઠ્ઠીથી બીજા ઉપર પ્રહાર કરે છે.” સંગ્રામકથા સંગ્રામ એટલે યુદ્ધ. સંગ્રામની કથાતેસંગ્રામકથા. જેમકે – “બખતર પહેરીને બૂહરચનામાં ગોઠવાયેલા આ સુભટો પટ્ટિસ વગેરે હથિયારોથી બીજાના બલવાન સૈન્યનો મુરના ઘાતોથી ઢેફાની જેમ ચૂરો કરે છે.” વિકથા વિષે વિભાષણનું દષ્ટાંત વિકથા કરનારાઓ આ રીતે (સ્ત્રી વગેરેની) પ્રશંસા કરે છે. નિંદાથી વિભાષણની જેમ બોલે છે. તે આ પ્રમાણે- ધરણી પ્રતિષ્ઠિત નગરમાં શત્રુમદન નામનો રાજા હતો. વિભાષણ નામનો સાર્થવાહહતો. માલવદેશનો સમરસિંહ નામનો રાજા શત્રુમદનને જીતવા માટે આવ્યો. તે સાંભળીને શત્રુમદન રાજા તેને જીતવા માટે તેની સામે ચાલ્યો. આ વખતે વિભાષણે કહ્યું: આપણો રાજા નિર્બળ છે, માલવદેશનો રાજા બળવાન અને ઘણા સૈન્યવાળો છે. આથી આપણો રાજા તેનાથી પરાજય પામશે. આ સાંભળીને નગરના લોકો જુદી જુદી દિશામાં ભાગી ગયા. શત્રુમદન રાજા શત્રુને જીતીને નગરમાં પાછો આવ્યો. તેણે નગરીને વસતિ રહિત જોઈ. નમસ્કાર કરવા માટે આવેલા લોકોની પાસેથી નગરી વસતિ રહિત થવાનું મૂળ કારણ જાણીને વિભાષણની જીભને છેદી. તે મરીને નરકમાં ગયો. આ પ્રમાણે સર્વ કથાઓમાં નિંદા દ્વારા વિકથાપણું જાણવું. મૂળગાથામાં રહેલા પતિ શબ્દથી આ પ્રમાણે જાણવું- પુત્રજન્મ, પુત્રનું નામ કરવું, પુત્રનું મુંડન કરવું, પુત્રને પાઠશાળામાં દાખલ કરવો, પુત્રના વિવાહનો ઉત્સવ, પર્વત, નગર, મહેલ, ઉદ્યાન, વાવ, કૂવો, પરબ, સરોવર, નદી અને સમુદ્રની કથાઓ પણ નિપ્રયોજન ન કહેવી. આ કથાઓ કરવામાં સ્વ-પરના આત્મામાં અવશ્ય રાગ-દ્વેષ થાય, તેમાં રહેલા સાવધની અનુમોદના થાય, પોતે જે કહ્યું હોય તેનાથી બીજી રીતે કહેનારાઓની સાથે વિરોધ થાય, એથી ધર્મની અને ધનની હાનિ થાય. . ઈત્યાદિ પ્રમાદ આચરણ છે. આ પ્રમાદાચરણથી મને વિદ્યાધરપણાની પ્રાપ્તિ થાઓ, મને રાજ્ય મળો, વૈરીઓનો નાશ થાઓ, આવી ચિંતાદિરા પાપધ્યાન થવાનો સંભવ છે. આથી પાપધ્યાનનો પણ નિષેધ જ છે. (૨૬૫). आउहअग्गिदाणं, विसदाणं संजुयाहिगरणं च । खित्ताणि कसह गोणे, दमह एमाइ उवएसं ॥२६६॥ હિંસપ્રદાન અને પાપોપદેશને કહેવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે - શસ્ત્ર, અગ્નિ અને વિષનું દાન અને સંયુક્તાધિકરણ હિંસમ્પ્રદાનરૂપ અનર્થદંડ છે. ખેતરોને ખેડો, બળદોનું દમન કરો વગેરે પાપોપદેશ છે. વિવેચન જેનાથી આત્મા દુર્ગતિનો અધિકારી બને તે અધિકરણ છે. ખાંડણિયો, સાંબેલું વગેરે સાધનો અધિકરણ છે. તેવાં સાધનો જોડેલાં રાખવાં તે સંયુક્તાધિકરણ. જેમકે – ખાંડણિયા સાથે સાંબેલું, હળ સાથે કોશ, ગાડા સાથે ધોંસરી જોડીને રાખવાથી કોઈ બીજો લઈ જાય કે માગે ત્યારે આપવું પડે. માટે ભિન્ન ભિન્ન સ્થળે રાખવાં, જેથી બીજાઓ માગી શકે નહિ કે માગે તો સુખેથી નિષેધ કરી શકાય. બીજા ગ્રન્થોમાં સંયુક્તાધિકરણને હિંસક પ્રદાનરૂપ અનર્થદંડનો અતિચાર કહેલ છે. પ્રસ્તુતમાં કારણમાં કાર્યના ઉપચારથી સંયુક્તાધિકરણને હિંસપ્રદાન કહેલ છે. (૨૬૬) Page #381 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર 362 શ્રાદ્ધદિનકૃત્ય अन्नं चिय सावज्जं, पढमं सड्ढेण नेव कायव्वं । द पट्ट, आरंभे सयललोओ वि ॥ २६७॥ વળી શ્રાવકે પર્વ નજીક આવે ત્યારે પોતાના ઘરને લેપવું–ધોળવું વગેરે બીજું પણ તેવું સાવદ્ય કાર્ય પહેલાં ન કરવું જોઈએ કે જેથી જોઈને સઘળો લોક આરંભમાં પ્રવર્તે. (૨૬૭) सव्वत्थवि जयणाए, पयट्टियव्वं तु दुक्खभीएहिं । गिहवासे वि वसंता, जयणाजुत्ता दिवं जंति ॥ २६८ ॥ જીવનપર્યંત કરવાના શ્રાવકધર્મનો ઉપદેશ કહ્યો. હવે દરરોજ ઉપયોગી એવી યતનાનો ઉપદેશ કહે છે ગર્ભવાસાદિ વેદનાથી ભય પામેલા શ્રાવકોએ દ્રવ્ય-ક્ષેત્રાદિ બધાય સ્થળોમાં યતનાથી જ પ્રવૃત્તિ કરવી જોઈએ. કહ્યું છે કે – ‘શ્રાવકે ત્રસજીવોની રક્ષા માટે પાણી પરિશુદ્ધ (=ગાળેલું) વાપરવું, કાષ્ઠ-અનાજ વગેરે પણ શુદ્ધ હોય તેવાં જ ગ્રહણ કરવાં, અને તેનો પણ વિધિથી (=તેમાં જીવોને જોઈને જીવો હોય તો દૂર કરીને) પરિભોગ કરવો.’' (પ્રત્યા. આવ. ચૂર્ણિ) = યતનાથી થતા લાભને કહે છે - ઘણા આરંભનું કારણ એવા ગૃહવાસમાં પણ રહેલા યતનાયુક્ત શ્રાવકો સ્વર્ગમાં જાય છે. કહ્યું છે કે – શ્રમણપણાની વિરાધના ન કરનાર સાધુ અને (શ્રાવકપણાની વિરાધના ન કરનાર) શ્રાવક પણ જઘન્યથી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય એમ ત્રણલોકને જોનારા જિનેશ્વરોએ કહ્યું છે.'' વિવેચન જયણા વિષે ઉપદેશપદમાં કહ્યું છે કે – જયણા એ ધર્મને જન્મ આપનારી છે. (જયણાનું પાલન કરનારા જીવમાં દયાના ભાવદ્વારા અહિંસા ધર્મ પ્રગટે છે.) જયણા ધર્મનું પાલન કરનારી છે. (જયણા વિના અહિંસાધર્મનું રક્ષણ ન થાય.) જયણા ધર્મની વૃદ્ધિ કરનારી છે. (જેમ જેમ જયણા વધે તેમ તેમ અહિંસા ધર્મ વધે.) આમ જયણા એકાંતે સુખ લાવનારી છે. (૨૬૮) सुटु वि तवं कुणतो, जयणविहूणो न पावए सिद्धिं । सुड्डोव्व लहइ दुक्खं, किं पुण जीवो तवविहुणो ॥ २६९ ॥ હમણાં જે કહ્યું તેનાથી ઉલટું કહે છે– સારી રીતે (=ઉગ્ર) પણ તપ કરનાર જો જયણાથી રહિત હોય તો મોક્ષને ન પામે, અને સુસઢની જેમ દુ:ખને પામે છે. તો પછી યતનાથી રહિત જે જીવ તપથી રહિત હોય તેના માટે તો શું કહેવું ? સુસઢની કથા સુસઢ નાનો યુવાન જિનવાણી સાંભળીને ભવદુ:ખોથી ભય પામ્યો અને મોક્ષની અભિલાષાવાળો બન્યો. આથી તેણે દીક્ષા લીધી. ભક્તિયુક્ત તે છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધમાસખમણ, માસખમણ, વગેરે તપ કરતો ગુરુની પાસે રહે છે. સમય જતાં તે સંયમમાં શિથિલ બન્યો. ગુરુની શિખામણને માનતો નથી. Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (363) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર તપ કરે છે, પણ સંયમ તરફ લક્ષ આપતો નથી. ગુરુએ તેને કહ્યું: હે વત્સ ! આ સંસારમાં સુવિશુદ્ધ જયણા રહિત તપ શરણભૂત થતો નથી. આંધળાની આગળ નૃત્ય અને બહેરાની આગળ સંગીતની જેમ જયણા રહિત તપ નિરર્થક છે. તું જે દુષ્કર તપ કરી રહ્યો છે તે જો યતનાપૂર્વક આલોચનાપૂર્વક અને ગુવજ્ઞાપૂર્વક કરે તો સફલ બને. ગુરુએ આ પ્રમાણે કહ્યું એટલે તેણે ગુરુની પાસે આલોચના લઈને શુદ્ધિ કરી. હવે યતનાપૂર્વક તપ કરવા લાગ્યો. ફરી પણ સમય જતાં સંયમમાં શિથિલ બની ગયો. ત્યાં સુધી શિથિલ બની ગયો કે કાચા પાણીનો પણ ઉપયોગ કરવા લાગ્યો. સ્વાધ્યાયમાં અને આવશ્યક ક્રિયાઓમાં પણ શિથિલ બની ગયો. ગુરુએ શુદ્ધિ માટે આપેલા પ્રાયશ્ચિત્તને કરતો નથી. ગુરુમને પ્રાયશ્ચિત્તમાંછમાસથી અધિકતોનહિ આપે એમ બોલતો તેમાસખમણથી પ્રારંભી છમાસ સુધીનો તપ જાતે કરે છે. આથી ગુરુએ તેને ગચ્છમાંથી કાઢી મૂક્યો. ઘણા કાળ સુધી દુષ્કર તપર્યો. અંતે મરીને તે પહેલા દેવલોકમાં સામાનિક દેવ થયો. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહક્ષેત્રમાં વાસુદેવ થશે. ત્યાંથી સાતમી નરકમાં જશે. ત્યાંથી નીકળીને હાથી થશે. મરીને અનંતકાયમાં ઉત્પન્ન થશે. અતિદુષ્કર તપ કરવા છતાં યતનાનું પાલન ન કરવાથી તે આ રીતે ભવસમુદ્રમાં ભ્રમણ કરશે. તેણે જે દુષ્કર તપ કર્યો તેનાથી આઠમા ભાગનો પણ તપજયણાયુક્ત કરનારાઓ મોક્ષમાં જાય. જો તેણે કાચા પાણીનો ઉપયોગ નર્યો હોત તો જિનાજ્ઞાથી યુક્ત તે મોક્ષમાં જાત. લૌકિક સાધુઓ આતાપનાદિ પૂર્વક માસખમણથી છમાસી સુધીના જે તપ કરે છે તે જૈન દીક્ષાના પહેલા દિવસે જયણાયુક્ત તપ કરનારા સાધુના લાખમા ભાગને પણ યોગ્ય નથી. કારણ કે તે તપ ક્ષમા, ઇન્દ્રિયનિગ્રહ અને યતનાથી રહિત છે. જેઓ દીક્ષા લઈને પણ (શક્ય પણ) યતના કરતા નથી તેઓ જિનાજ્ઞાના ભંજક છે અને ગૃહસ્થોથી પણ અધિક છે, અર્થાત્ ગૃહસ્થોથી પણ ઉતરતી કક્ષાના છે. માટે ધર્મ કરવાની ઈચ્છાવાળાએ યતના કરવી જોઈએ. (૨૬૯) एसो सावगधम्मो, संखेवेणं तु साहिओ तुम्ह । इण्डिं सुणेह तुब्भे, अभिग्गहा जे उ सड्डाणं ॥२७॥ આ શ્રાવકધર્મ સંક્ષેપથી તમને કહ્યો. હવે શ્રાવકોના અભિગ્રહોને તમે સાંભળો. (૨૭૦) 'चिइवंदणं तिकालं, पच्चक्खाणं अपुव्वपढणं च । गाहद्धगाहसुणणं, गुणणं नवकारमाईणं ॥२७१॥ . विस्सामणं जईणं, ओसहदाणं गिलाण पडियरणं । लोयदिणे घयदाणं, दायव्वमभिग्गहजुएहिं ॥२७२॥ હવે શ્રાવકધર્મના ઉપદેશનું સમર્થન કરતા સૂત્રકાર વિશેષ અભિગ્રહોને જ બે ગાથાઓથી કહે (૧) સૂર્યોદય-મધ્યાહ્ન-સૂર્યાસ્ત એ ત્રણ સંધ્યારૂપ ત્રિકાલ દ્રવ્ય-ભાવપૂજા રૂપ ચૈત્યવંદન કરવું. (૨) નવકારશી વગેરે પચ્ચશ્માણ કરવું. (૩) પૂર્વે ભણેલું ભૂલ્યા વિના નવું ભણવું. (૪) ઘણું ન સાંભળી શકાય તો ગાથાકે અર્ધગાથા જેટલું પણ સાંભળવું. કારણ કે શ્રવણ અધિક વિશિષ્ટ * ફલનું પણ કારણ છે. કહ્યું છે કે – સાંભળીને કલ્યાણ માર્ગ જાણે છે, અને સાંભળીને પાપ માર્ગ Page #383 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (364) શ્રાદ્ધદિનકૃત્ય પણ જાણે છે. બંને માર્ગ સાંભળીને જાણે છે. આ બંનેમાં જે કલ્યાણકારી હોય તેનું આચરણ કરો. (૫) જેટલા નવકાર ગણવાનો નિયમ લીધો હોય તેટલા નવકાર ગણવા. (૬) શેષ સ્વાધ્યાય કરવો, અર્થાત્ આગાથામાં નવું ભણવું વગેરે જે સ્વાધ્યાય કરવાનું કહ્યું છે તે સિવાયનો સ્વાધ્યાય કરવો. (૭) સાધુઓની વિશ્રામણા ( પગ દબાવવા વગેરે સેવા) કરવી. (૮) સાધુઓને ઔષધ આપવું. (૯) ગ્લાન સાધુ વગેરેના શરીર નિરાબાધ વગેરે પૂછવું, અર્થાત્ શરીરમાં કોઈ તકલીફ છે કે નહિ ઇત્યાદિ પૂછવું. (૧૦) લોચના દિવસે થી વહોરાવવું. શ્રાવકોએ આવા નિયમોથી યુક્ત બનવું જોઈએ. (૧૧) શ્રાવકની દર્શન પ્રતિમા વગેરે એક એક માસની પ્રતિમાઓના અભિગ્રહો લેવા જોઈએ. પ્રતિમાઓનું વિશેષ સ્વરૂપ દશાશ્રુતસ્કંધ (અને પંચાશક) વગેરે ગ્રંથોમાંથી જાણી લેવું. (૨૭૧-૨૭૨) " पहसंतगिलाणेसु, आगमगाहीसु तहय कयलोए । उत्तरपारणगंमि य, दिन्नं सुबहुप्फलं होइ ॥२७३॥ પૂર્વગાથામાં લોચના દિવસે ઘી વહોરાવવું એમ કહ્યું છે. આ વચન બીજે ક્યાંય કહ્યું છે કે નહિ એવી શંકા કોઈને થાય. આ શંકાને દૂર કરવા માટે પૂર્વાચાર્યે રચેલી, પ્રસ્તુત અર્થને સિદ્ધ કરનારી અને વિશેષ અર્થનું પ્રતિપાદન કરનારી ગાથાને કહે છે- વિહારથી થાકેલાને, બીમારને, આગમભણનારને, લોચ કરેલાને, તપના ઉત્તરપારણામાં તપસ્વીને આપેલું દાન અતિશય ઘણા ફળવાળું થાય છે. (૨૭૩) संखेवेणं एए, अभिग्गहा साहिया मए तुम्हा । इण्डिं सुणेह तुब्भे, जं दुल्लहं इत्थ संसारे ॥२७४॥ હવે અભિગ્રહોનો ઉપસંહાર કરતા અને સ્વજનોને જ ધર્મમાં સ્થિર કરવા માટે મનુષ્યભવ આદિ ધર્મસામગ્રીની દુર્લભતાની પ્રસ્તાવના કરતા સૂત્રકાર કહે છે મેં આ અભિગ્રહો સંક્ષેપથી તમને કહ્યા. હવે આ સંસારમાં જે દુર્લભ છે તેને તમે સાંભળો. (૨૭૪) अणोरपारम्मि भवोअहिंमि, उबुड्डनिबुड्डकुणंतएहिं । दुक्खेण पत्तं इह माणुसत्तं, तुब्भेहिं रोरेण निहाणभूयं ॥२७५॥ આ જ વિષયને આઠ ગાથાઓથી વિચારતા સૂત્રકાર કહે છે અપાર ભવસમુદ્રમાં ઉન્મજ્જન અને નિમન કરતા તમોએ જન્મથી જ દરિદ્રતાથી હેરાન થયેલા ગરીબને નિધાનની પ્રાપ્તિ થાય તેમ આ મનુષ્યભવને દુ:ખથી પ્રાપ્ત કર્યો છે. અપાર એટલે જેનો પાર ન પામી શકાય તેવો. જીવનો ઘણી લાખો યોનિઓમાં પરિભ્રમણ કરવાનો સ્વભાવ હોવાથી ભવ અપાર છે. ભવ એટલે ચારગતિવાળો સંસાર. ભવ ઘણા જન્મ-જરા-મરણાદિ રૂપ પાણીથી પૂર્ણ Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (365) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદશના) દ્વાર હોવાથી સમુદ્ર જેવો છે. ઉન્મજ્જન એટલે ઉપર આવવું. કંઈક કર્મલઘુતા થાય ત્યારે ત્રસપણા આદિની પ્રાપ્તિ થવાથી ઉપર આવે નિમજ્જન ડૂબી જવું. તેવા પ્રકારની કર્મગુરતા થાય ત્યારે સ્થાવરપણા આદિની પ્રામિ થવાથી વિશિષ્ટ ચૈતન્યરૂપ જીવત્વ નહિ દેખાવાથી ડૂબી જાય છે. દુ:ખથી એટલે નરક-તિર્યંચ આદિ ભવોમાં અસાતાનો અનુભવ કરીને. અથવા દુ:ખથી એટલે ભોજન આદિ દશ દષ્ટાંતોની ઘટનાની જેમ અતિકથી. આ મનુષ્યભવ એટલે અત્યારે પોતાને પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે તે મનુષ્યભવ. (૨૭૫) तत्तो देसं कुलं जाई, रूवं आरोग्गसंपया । विन्नाणं तह य संमत्तं, दुल्लहं भवचारए ॥२७६॥ ભવરૂપ કેદખાનામાં મનુષ્યભવ પ્રાપ્ત થયા પછી પણ દેશ, કુલ, જાતિ, રૂપ, આરોગ્યસંપત્તિ, વિજ્ઞાન અને સભ્યત્વ. આ બધું દુર્લભ છે. ભવ ઘણા દુ:ખના આગમનનું કારણ હોવાથી કેદખાના જેવો છે. દેશઃ સાડા પચીસ આર્યદેશોમાંથી મગધ વગેરે કોઈ એક દેશ. કારણ કે આર્યદેશમાં જ ઉત્પન્ન થયેલો જીવ ધર્મની સાધના કરવાને યોગ્ય છે. કુલ: કુલ એટલે પિતા સંબંધી ઈક્વાકુ વગેરે સુકુલ. કારણકે પ્રાય: સુકુળમાં ઉત્પન્ન થયેલો જીવ સદાચારી હોય. જાતિ જાતિ એટલે વિશુદ્ધ માતૃપક્ષ. તેમાં ઉત્પન્ન થયેલો જીવ પ્રાય: કસ્ટમાં પણ વિકારને ધારણ કરતો નથી. 1. રૂ૫ રૂપ એટલે પાંચેય ઇન્દ્રિયોની પરિપૂર્ણતા. દેશાદિ સામગ્રીથી યુક્ત હોય તો પણ જો હીન અંગવાળો હોય તો તેવા પ્રકારના ધર્મને યોગ્ય ન થાય. આરોગ્યસંપત્તિઃ પાંચેય ઇન્દ્રિયોથી પરિપૂર્ણ પણ જીવ જો તાવ વગેરે રોગોથી પરાભવ પામેલો હોય તો વિશિષ્ટ ધર્મ કરવા માટે સમર્થ થતો નથી. વિજ્ઞાન વિજ્ઞાન એટલે હેય-ઉપાદેયની વિચારણા કરી શકે તેવી બુદ્ધિ. આરોગ્યવાળો પણ જીવ વિજ્ઞાન વિના કૃત્ય અને અકૃત્યનો વિવેક કરવામાં કુશળ બનતો નથી. સમ્યકત્વઃ સમ્યત્વ એટલે જિનેશ્વરે કહેલા તત્ત્વો ઉપર શ્રદ્ધા. વિજ્ઞાન સુધીના ગુણોથી યુક્ત પણ અનાદિ મિથ્યાવાસનાથી વાસિત અંત:કરણવાળા કોઈક જીવને સમ્યત્વે દુર્લભ છે. (૨૭૬) पुणो चारित्तसंपत्तो, सुयसायरपारओ । નદોવફ્ટથમરૂ, કેસો સુદનાસો ર૭૭ છે. सुद्धधम्मस्स दायारो, सूरी माया पिया भवे । તુનો સો દુ નીવા, વુર્હતા અન્નવે ર૭૮ . Page #385 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (366) શ્રાદ્ધદિનકૃત્ય, પુન: ચારિત્રસંપન્ન, ધૃતસાગરપારગ, યથોપદિર ધર્મનાદેશક, દુ:ખનાશક અને શુદ્ધધર્મનાદાતાઆચાર્ય માતા-પિતા જેવા છે. ભવસમુદ્રમાં ડૂબતા જીવોને આવા ગુરુ કુર્લભ જ છે. પુનઃ મનુષ્યભવ વગેરે સંપૂર્ણ સામગ્રીની પ્રાપ્તિ થવા છતાં સદ્ગરનો યોગ ન થવાના કારણે કુશાસ્ત્રોના શ્રવણથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળા પ્રાય: ઘણા જીવો અજ્ઞાનતાથી ભરેલાં ઘણાં કષ્ટો કરીને સહન કરીને પાપાનુબંધિપુણ્યના પ્રભાવથી સાંસારિક સુખલવને મેળવે છે. પણ પછી મિથ્યાત્વ વગેરેથી કર્મસમૂહને એકઠો કરીને ફરી તે જ પ્રમાણે ભવસમુદ્રમાં અનેકવાર નિમજન-ઉન્મજ્જન કરે છે. આથી અહીં પુન: શબ્દ વિશેષથી સદ્ગુરુની દુર્લભતાને બતાવે છે. ચારિત્રસંપન્નઃ ચારિત્રસંપન્ન એટલે ચરણ-કરણની ક્રિયાથી યુક્ત. મૃતસાગરપારગઃ શ્રત એટલે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય વગેરે શ્રત. તે શ્રત સામાયિકથી આરંભી લોકબિંદુસાર સુધી છે. આ શ્રત પાંચમો આરો વગેરે દોષના કારણે ક્યારેક કેટલુંક પણ હોય, અર્થાત્ ક્યારેક સંપૂર્ણશ્રત ન હોય. અર્થથી તો શ્રત આવું છે – “સર્વનદીઓની જેટલી રેતી છે, સર્વસમુદ્રોનું જેટલું પાણી છે, તેનાથી પણ એક સૂત્રનો અર્થ અધિક છે.” આથી અર્થથી શ્રુત ઘણું હોવાથી અને ઉત્સર્ગ–અપવાદ આદિથી અતિગંભીર હોવાથી સાગર સમાન છે. ગુરુશ્રુતસાગરને પાર પામનારા હોવા જોઈએ, અર્થાસમયાનુસારી સૂત્રાર્થના ધારક હોવા જોઈએ. યથોપદિષ્ટ ધર્મનાદેશક તીર્થકર-ગણધર વગેરેએ જે રીતે ધર્મનો ઉપદેશ આપ્યો છે તે રીતે મૃતચારિત્ર રૂપ ધર્મનો ઉપદેશ આપનારા હોય. દુઃખનાશકઃ ગુરુ યથોપદિષ્ટ ધર્મનાદેશક હોય એથી જ સ્વ–પરના દુ:ખનો નાશ કરનારા હોય. કારણ કે સ્થવિરકલ્પી ગુરુનું સ્વ-પરનું તારકપણું પ્રસિદ્ધ છે. શુદ્ધધર્મના દાતાઃ ગુરુ અસદ્ગહનો ત્યાગ કરીને *અધ્યાપન અને શિક્ષણ આદિથી નિર્દોષ એવા શ્રુતચારિત્રરૂપ ધર્મને આપનારા હોય. માતા-પિતા જેવાઃ આવા ગુરુ સર્વસુખોનું કારણ હોવાથી માતા-પિતા જેવા છે. અહીંગુરુને માતાપિતા જેવા કહ્યા તે લોકમાં પ્રાય: માતા-પિતા સિવાય બીજો કોઈ પુત્રનો હિતકર્તા નથી એ જણાવવા માટે કહ્યા છે, પણ ગુરુના ઉપકારની સમાનતા બતાવવા માટે નહિ. કારણ કે ભયંકર ભવરૂપ કૂવાની ગુફામાંથી ઉદ્ધાર કરવાનું સામર્થ્ય ગુરુ સિવાય બીજા કોઈમાં નથી. દુર્લભઃ આવા ગુરુદુર્લભ છે. હુંડાઅવસર્પિણી અને ભસ્મકગ્રહનો ઉદયવગેરે દોષના કારણે સુચારિત્રવાળા ગુરુ અલ્પજ હોય છે. કહ્યું છે કે – “પાંચમા આરામાં ભરતક્ષેત્રમાં સાધુઓ કલહ કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિને ઉત્પન્ન કરનારા અને અશાંતિને કરનારા થશે. આ રીતે માત્ર માથું મુંડાવનારા ઘણા થશે. સાચા સાધુઓ અલ્પ થશે.” સુચારિત્રવાળા ગુરુઓમાં પણ સ્વાર્થમાં નિષ્ણાત હોય અને અનેકગુરૂપ મણિઓને ધારણ કરવા માટે * અહીં અધ્યાપન શબ્દથી ગ્રહણ શિક્ષા ( થિએરીકલજ્ઞાન) અને શિક્ષણ શબ્દથી આસેવન શિક્ષા (=પ્રેક્ટીક્લજ્ઞાન) જણાવી છે. * ગુરુનો માતા-પિતાથી પણ અધિક ઉપકાર છે. આ વિષે પ્રશમરતિમાં કહ્યું છે કે- “નરકરૂપ ગુફામાં ડુબતા-પડતા જીવનું રક્ષણ કરવા માટે પિતા, માતા, પ્રિયપત્ની, પુત્રસમૂહ, મિત્ર, સ્વામી, મદથી મસ્ત બનતા હાથીઓ, રથો, અશ્વો અને પરિવાર સમર્થ નથી, ધર્મ અને અધર્મને પ્રકટ કરવામાં તત્પર ગુરુ સિવાય બીજો કોઈ રક્ષણ કરવા સમર્થ નથી.' Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (367) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર સાગર સમાન ગુરુ તો અતિશય દુર્લભ છે. (૨૭૭-૨૭૮) ता एयं दुल्लहं लहिउं, सव्वसुक्खाण दायगं । सुइंजे उ न कुव्वंति, ते (उ) अंधाओ पाणिणो ॥२७९॥ મનુષ્યભવ આદિની પ્રાપ્તિ થયા પછી દુર્લભ પણ ગુણયુક્ત ગુરુને પામીને આળસ વગેરે કુહેતુઓથી ઉપહતચિત્તવાળા થયેલા જેઓ સર્વ સુખોને આપનારું આગમશ્રવણ કરતા નથી તે જીવો આંધળા જ છે. આગમશ્રવણ આ લોક સંબંધી અને પરલોક સંબંધી સઘળા અનર્થોને દૂર કરીને સર્વ સુખોની પ્રાપ્તિ કરાવે છે. આવું આગમશ્રવણ નહિ કરનારા જીવો હિત-અહિતનો વિવેક કરવા માટે જ્ઞાનરૂપ ચહ્યું ન હોવાથી આંધળા જ છે. કહ્યું છે કે – “જિનવચનરૂપ ચક્ષુથી રહિત લોકો સુદેવ-કુદેવને, સુગુરુ-ગુરુને, સુધર્મકુધર્મને ગુણી-નિર્ગુણીને, કૃત્ય-અકૃત્યને, હિત-અહિતને સૂક્ષ્મદષ્ટિથી જોઈ શકતા નથી.” ધર્મશ્રવણમાં અંતરાય કરનારા તેર દોષોનું વિવેચન અહીં આગમનું શ્રવણ ન કરવામાં કારણ તરીકે આળસ વગેરે કુહેતુઓને જણાવ્યા છે. શાસ્ત્રકારોએ સુગુરુના યોગને અતિશય દુર્લભ કહ્યો છે. અતિશય દુર્લભ પણ સુગુરુનો યોગ થયા પછી પણ જિનવાણીનું શ્રવણ દુર્લભ છે. દુર્લભ પણ સુગુરુનો યોગ થવા છતાં જીવો આળસ આદિ તેર દોષોથી જિનવાણીનું શ્રવણ કરી શક્તા નથી. તે તેર દોષો આ પ્રમાણે છે : આળસ, સ્નેહ, અવજ્ઞા, માન, ક્રોધ, પ્રમાદ, લોભ, ભય, શોક, અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતૂહલ, અને રમણ. (૧) આળસ આળસ એટલે શક્તિ અને સંયોગો હોવા છતાં જરૂરી કામ માટે ઉત્સાહન થવો. ગુરુનો યોગ થવા છતાં આળસના કારણે ગુરુનાં દર્શન આદિ માટે ન આવે. ગુરુનો યોગ હોય ત્યારે જિનવાણી શ્રવણ કરવા આવનારા જીવો ઓછા હોય છે, તેમાં પણ નિયમિત આવનારા તો અતિશય અલ્પ હોય છે. આળસના કારણે બેસી રહે, પડ્યા રહે, હોતી હૈ ચલતી હૈ કરે. એથી આળસુ જીવનો ઘણો સમય નકામો જાય. જો કે જીવોને જિનવાણી શ્રવણની ઇચ્છા જ થતી નથી. આમ છતાં કોઈ જીવને જિનવાણી શ્રવણની ઇચ્છા થાય તો પણ જો તે આળસુ હોય તો હોતી હૈ ચલતી હૈ કરીને સમયને પસાર કરી નાખે. ત્યાં સુધીમાં વ્યાખ્યાન પૂર્ણ થઈ જાય. આથી કેટલાક જીવો વ્યાખ્યાન ઉઠાડવા માટે આવે છે. વિશેષ કોઈ કામ નહોવા છતાં જીવ વ્યાખ્યાનમાં ન આવે તેનું શું કારણ? કહો કે આળસ. આળસના કારણે ઘર વગેરેમાં બેસી રહે, પણ વ્યાખ્યાનમાં ન આવે. આવા જીવો પાછા વળી “ટાઈમ ઈઝ મની” એમ બોલે. આવા જીવો જો ટાઈમ ઈઝ મની બોલતા હોય તો સમજવું કે બોલતા નથી, પણ બકે છે. આજે લોકો સમયાભાવની બૂમો પાડે છે તે તદ્દન ખોટી છે. આજે આળસ વધી છે. જો માણસ ધારે તો આજે કામ-ધંધો કરવા છતાં જિનવાણી શ્રવણ કરી શકે. આજે પુસ્તકોનો પ્રચાર ઘણો વધી ગયો છે. પહેલાં પુસ્તકોનો આટલો પ્રચાર ન હતો. આથી આજે અનુકૂળતા પ્રમાણે જિનવાણીનું શ્રવણ કરી શકાય તેવા અનેક પુસ્તકો ઉપલબ્ધ થાય છે. પૂર્વે પુસ્તકોનો આજના જેટલો પ્રચાર ન હોવાના કારણે ગુરુમુખેથી જિનવાણીનું શ્રવણ થઈ શક્યું હતું. ગુરુનો યોગ હોય ત્યારે પણ જો વ્યાખ્યાનના સમયે ન જઈ શકે તો જિનવાણીનું શ્રવણ થઈ શક્યું નહતું. પણ આજે ગુરુનો યોગ ન હોય તો પણ પુસ્તકના માધ્યમથી જિનવાણીનું શ્રવણ કરી શકે છે. ગુરુનો યોગ હોય ત્યારે પણ વ્યાખ્યાનના સમયે જિનવાણી શ્રવણ કરવા જઈ શકાય તેમ ન હોય તો પોતાની અનુકૂળતા પ્રમાણે બીજા કોઈ સમયે પુસ્તકના માધ્યમથી જિનવાણીનું શ્રવણ કરી શકાય Page #387 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (368) શ્રાદ્ધદિનકૃત્ય છે. આજે માણસ ધારે તો મુસાફરીમાં પણ વૈરાગ્યવાહક પુસ્તકોનું વાંચન કરી શકે છે. માણસ જો મુસાફરીમાં પોતાની સાથે એકાદ ધાર્મિક પુસ્તક રાખે તો બસ વગેરેમાં પુસ્તકનું વાંચન કરી શકે. આ ક્યારે બને ? મારો સમય નકામો ન જવો જોઈએ એવો નિર્ણય થાય તો જ આ બને. પેથડશાહમંત્રી રાજસભામાં બગીમાં બેસીને જતા હતા. આ દરમિયાન તેઓ બગીમાં બેઠા બેઠા ઉપદેશમાળાની એક ગાથા ગોખી લેતા હતા. જીવનની અનિત્યતાને વિચારીને આળસને દૂર કરીને દરરોજ થોડો સમય પણ જિનવાણીનું શ્રવણ કરવું એવો નિર્ણય કરવો જોઈએ. (૨) સ્નેહઃ સ્નેહના કારણે પણ જીવ જિનવાણીનું શ્રવણ ન કરી શકે. આળસને દૂર કરીને જિનવાણીનું શ્રવણ કરવા જવાની તૈયારી કરે તેટલામાં મહેમાનો આવે તો અટકી જાય. એવા પણ જીવો હોય છે કે દરરોજ વ્યાખ્યાનમાં આવતા હોય. પણ મહેમાન આવે તો જેટલા દિવસ મહેમાન રહે તેટલા દિવસ વ્યાખ્યાનમાં ન આવે. નહિ તો એમ થવું જોઈએ કે આ મહેમાનોને પણ વ્યાખ્યાનમાં સાથે લઈ જઉં. કદાચ મહેમાન વ્યાખ્યાનમાં આવે તેવા ન હોય તો પણ એમની ખાતર પોતાના લાભને શા માટે જતો કરવો જોઈએ? સ્નેહ આગળ આત્મા ગૌણ બની જાય છે. એક તરફ ગુરુનો પ્રવેશ હોય અને બીજી તરફ ગુરુપ્રવેશના સમયે જ સ્નેહી આવવાના હોય તો ક્યાં જવાનું મન થાય? ગુરુના પ્રવેશમાં કે સ્નેહીના સામે? સ્નેહાધીન જીવોનું મન સ્નેહી તરફ ઝુકે. સ્નેહાધીન જીવો બાળકોને રમાડવા, મહેમાનોને ફરવા લઈ જવા વગેરે અનેક રીતે સ્નેહને પોષે છે, અને આત્માને શોષે છે. (૩) અવજ્ઞા અવજ્ઞા એટલે આદરનો અભાવ.ગુરુપ્રત્યે અને ધર્મ પ્રત્યે આદરનોય એથી જિનવાણીનું શ્રવણ ન કરે. અજ્ઞાનતાના કારણે જીવ એમ વિચારે કે સાધુઓ સમાજને ભારભૂત છે. સાધુઓ વસ્ત્ર–પાત્રઆહાર–પાણી અને મકાન વગેરે જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ સમાજ પાસેથી લે છે; અને સમાજ માટે કંઈ કરતા નથી. સાધુઓવગર મહેનતે ખાય છે. આ વિચારોથી અને બીજા પણ તેવા અયોગ્ય વિચારોથી સાધુઓ પ્રત્યે અવજ્ઞાભાવ પેદા થાય. એથી સાધુઓ પાસે આવવાનું મન જ ન થાય. જ્યાં સાધુ પાસે આવવાનું મન જ ન થાય ત્યાં જિનવાણીનું શ્રવણ કેવી રીતે થાય? આવા જીવોને સાધુઓ સમાજ ઉપર ઘણો ઉપકાર કરે છે એ વાત સમજાય તો જ સાધુઓ પ્રત્યે આદર ભાવ થાય. કેટલાક જીવો માટે એવું પણ બને કે કોઈ એકાદ બે કે તેથી પણ વધારે સાધુઓની અયોગ્યતા જોવામાં આવી હોય કે પોતાને જે કડવો અનુભવ થયો હોય એથી સાધુસંસ્થા પ્રત્યે અનાદર થઈ જાય. તેમણે એ વિચારવું જોઈએ કે બજારમાં દશ શાહુકાર હોય તો બે ચોર પણ હોય. દશ વૈદ્યો હોય તેમાં કોઈ વૈદ્ય લુચ્ચો પણ હોય. તેથી બધા વેપારીઓ ચોર અને બધા વૈદ્યો લુચ્ચા છે એમ ન મનાય. એમણે એ સમજવાની જરૂર છે કે અયોગ્યના આદરમાં જેટલું નુકશાન થાય તેનાથી અધિક નુક્શાન યોગ્યનો આદર ન કરવામાં થાય. માટે ચકાસણી કરીને યોગ્યનો આદર કરવામાં જ કલ્યાણ રહેલું છે. અજ્ઞાનતાના કારણે કેટલાક ધર્મ માટે પણ વિચારે કે ધર્મથી વર્તમાન જીવનમાં કોઈ લાભ થતો નથી. ધર્મ નહિ કરનારા પણ મજેથી જીવે છે. લોકોમાં અનેક નાસ્તિકો આસ્તિકોથી વધારે સારી રીતે વર્તમાન જીવન જીવે છે. આ વિચારથી અને બીજા પણ તેવા અયોગ્ય વિચારોથી ધર્મ પ્રત્યે અવજ્ઞાભાવ પેદા થાય. એથી ધર્મને જાણવાનું મન જ ન થાય. જેને ધર્મજિજ્ઞાસા જ ન હોય તે જીવ જિનવાણીનું શ્રવણ કેવી રીતે કરે ? આજે જિનવાણીનું શ્રવણ નહિ થવામાં મુખ્ય કારણ ધર્મજિજ્ઞાસાનો અભાવ છે. ધર્મ જિજ્ઞાસાના અભાવનું કારણ ધર્મ પ્રત્યે અવજ્ઞા ( આદરનો અભાવ) છે. ધર્મ પ્રત્યે અવજ્ઞાનું કારણ ધર્મ નિરુપયોગી છે એવી માન્યતા છે. આવા જીવોને ધર્મનો હેતુ બરોબર સમજાય તો જ ધર્મ પ્રત્યે આદર થાય. ધર્મનો હેતુ બરોબર સમજવામાં આવે Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (369) બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર તો ખ્યાલ આવે કે ધર્મ વર્તમાન જીવનમાં પણ ઘણો જ ઉપયોગી છે. જેના જીવનમાં તાત્વિક ધર્મ આવે છે તેનું વર્તમાન જીવન પણ ઘણું જ સુખી બની જાય છે. (૪) માનઃ માન કષાયને આધીન બનેલ જીવ માન-સન્માનની ઇચ્છાવાળો હોય છે. સંપત્તિ આદિથી અભિમાની બનેલા જીવને એમ થાય કે લોકો મને શેઠ કહે છે. લોમાં મારી પ્રસિદ્ધિ અને નામના છે. હું સાધુ પાસે જાઉં તો મારે હાથ જોડવા પડે, નમવું પડે. આથી ત્યાં મારું મહત્ત્વ ન જળવાય. આવા વિચારોથી તેમને સાધુપાસે આવવાનું મન ન થાય. આવા પ્રાય: વ્યાખ્યાન સાંભળવા ન આવે, પણ પોતાની મહત્તા બતાવવા આવે. આથી આવા જીવો જિનવાણીનું ભાવથી શ્રવણ કરી શકે નહિ. આવા જીવો સાધુ પાસે આવે ને આવકાર ન મળે તો ખોટું લાગી જાય એ સંભવિત છે. બહુ અભિમાની જીવતો સાધુ પાસે આવેતોયસ્વપ્રશંસાની પિપાસાવાળો થઈને આવે. તમે ગામના નાક છો, ગામ તમારાથી ઉજળું છે, તમે ઉદાર છો, વગેરે પ્રશંસા ન થાય તો બહુ અભિમાની જીવ સાધુઓ પાસે આવતો બંધ થઈ જાય. આવા જીવો ધારે તો શાસનની આરાધના સાથે પ્રભાવના પણ કરી શકે. પણ એ ક્યારે બને? અભિમાન જાય અને નમ્રતા આવે તો. અભિમાની જીવ ધર્મસ્થાનોમાં પણ હું'ને સાથે લઈ જાય. સાધુ પાસે પણ માનને સાથે લઈ જનાર શેઠ... આ વિષે એક શેઠનો પ્રસંગ જાણવા જેવો છે. એક શેઠ ગામમાં શ્રીમંત તરીકે પ્રસિદ્ધ હતા. ગામમાં આબાલ-વૃદ્ધ બધા લોકો તેમને શેઠ શબ્દથી બોલાવતા હતા, અને માન આપતા હતા. એ શેઠમાં ઉદારતા વગેરે ગુણો હતા. પણ અભિમાન ઘણું હતું. એક વખત તે એક સંત પાસે ગયા. સંત પાસે ઘણા માણસો બેઠા હતા. શેઠ મોડા આવવા છતાં બધાની આગળ જઈને બેઠા. સતે તેનો જરાય આદર ન કર્યો. તેની સામું પણ જોયું નહિ. તો પછી બોલાવવાની વાત જ ક્યાં રહી? આથી શેઠને થયું કે સંત મને ઓળખતા નહિ હોય. નહિ તો મને બોલાવ્યા વિના ન રહે. શેઠે સંતને પૂછ્યું : મહાત્માજી! મને ઓળખો છો ? મહાત્માજીએ કહ્યું હું તને બરોબર ઓળખું છું. - સંતે તને એમ કહીને તુંકારો કર્યો એટલે શેઠને ખોટું લાગી ગયું. પણ પછી વિચાર આવ્યો કે સંત મને ઓળખતા હશે, પણ બરોબર નહિ ઓળખતા હોય. નહી તો મને તું ન કહે. આ ગામમાં કોઈ મને તુંકારાથી બોલાવતા નથી. બધા જ શેઠ' કહીને બોલાવે છે. અને “આપ' એવા બહુમાન સૂચક શબ્દનો પ્રયોગ કરે છે. પોતાની પૂરી ઓળખાણ કરાવવાના ઇરાદાથી શેઠે સંતને કહ્યું: મહાત્માજી ! આપ મને ઓળખો છો તો કહો કે હું કોણ છું? સંતે કહ્યું: પૂરેપૂરી ઓળખાણ આપું કે અધૂરી? શેઠે કહ્યું: પૂરેપૂરી ઓળખાણ આપો. સતે કહ્યું : જેનું જાહેરમાં નામ લેતાં પણ શરમ આવે તેવી મલિનમાં મલિન ચીજમાંથી ઉત્પન્ન થયેલો તું. હવે બીજી ઓળખાણ આપું. જેને જોઈને તું નાક મરડે છે, મોઢું બગાડે છે, તે લોહી-માંસ અને મલ-મૂત્રનો કોથળો ઉપાડીને ફરનારો તું. જ્યાં ગીધડા અને કાગડા ફરે છે, જે અપવિત્ર છે તે મસાણમાં એક દિવસ કુંકાઈ જનારો તું. બોલ, હવે વધારે ઓળખાણ જોઈએ છે? સાધુઓને ગૃહસ્થોની આનાથી વધારે કઈ ઓળખાણ જોઈએ? આ સાંભળી શેઠિયો ચૂપ થઈ ગયો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેનો ગર્વ ઊતરી ગયો. આ દષ્ટાંત સાધુ અને ગૃહસ્થ બંનેને બોધપ્રદ છે. આ દષ્ટાંત ગૃહસ્થોને એ બોધપાઠ આપે છે કે સાધુ પાસે નમ્ર બનીને જવું જોઈએ. નમ્ર બનીને સાધુ પાસે જનાર શેઠ શેઠાઈ મૂકીને જાય. શ્રીમંત ગૃહસ્થ પણ સાધુ પાસેથી સ્વપ્રશંસાની આશા ન રાખવી જોઈએ. સાધુ ગૃહસ્થમાં ઉદારતા વગેરે ગુણોને જોઈને અવસરે તેની ઉચિત Page #389 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય રીતે પ્રશંસા કરે એ જુદી વાત છે. પણ ગૃહસ્થે પોતાનામાં ખરેખર ગુણ હોય તો પણ પ્રશંસાની કે માન-સન્માનની આશા નહિ રાખવી જોઈએ. આ દષ્ટાંત સાધુને એ બોધ આપે છે કે સાધુએ ગૃહસ્થની ખુશામત = ખોટી પ્રશંસા ન કરવી જોઈએ. = 370 જેમ સંપત્તિથી અભિમાનવાળા બનેલા જીવો ધર્મસ્થાનોમાં ન આવે તેમ વિદ્યાના અભિમાનવાળા જીવો પણ ધર્મસ્થાનોમાં ન આવે. (૫) ક્રોધ : ક્રોધના કારણે જીવ જિનવાણીનું શ્રવણ ન કરે. ઘર વગેરેમાં કોઈ સાથે બોલાચાલી થઈ ગઈ હોય કે ઝગડો થયો હોય તો ક્રોધના કારણે વ્યાખ્યાનમાં આવવાનો ઉત્સાહ ન થાય. ઉપાશ્રયમાં કોઈ સાથે બોલાચાલી થઈ ગઈ હોય તો પણ ધર્મસ્થાનમાં ન આવે. આ વિષે એક પ્રસંગ છે : કલ્યાણમલ નામના એક શેઠ હતા. તે તપગચ્છના આગેવાન હતા. સહસ્રમલ નામનો એક રાજમાન્ય મંત્રી હતો. આ બંને શ્રાવકો હોવા છતાં કોઈ કારણે બંને વચ્ચે ઘણી દુશ્મનાવટ થઈ. શેઠ કલ્યાણમલ ધર્મપ્રેમી હતા. હંમેશા બંને વખત પ્રતિક્રમણ કરતા હતા. દરરોજ નિયમિત વ્યાખ્યાનનું શ્રવણ કરતા હતા. પક્ષીએ પૌષધ કરતા હતા. બહુમૂલ્ય વસ્ત્રો પહેરતા હતા, પણ માથે પાઘડી રાખતા ન હતા. તેમણે રાજસભામાં પ્રતિજ્ઞા કરી હતી કે સહસ્રમલને મારીશ ત્યારે જ પાઘડી પહેરીશ. આ પ્રતિજ્ઞાને પચીસ વર્ષો વીતી ગયા. હવે મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ ત્યાં ચાતુર્માસ પધાર્યા. મંત્રી સહસ્રમલ તેમને વંદન કરવા દરરોજ આવતા હતા. પણ સમય ચોક્કસ ન હતો. સમય મળે તેમ આવતા હતા. એકવાર રાતે વંદન માટે આવ્યા. ઉપાધ્યાયજીએ તેમને કહ્યું : શેઠ મહાક્રોધી છે. તેમણે તમને મારવાની પ્રતિજ્ઞા કરી છે. માટે રાતે એક્લા જવા – આવવાનું ન રાખવું... પ્રતિક્રમણ પછી સામાયિક લઈને અંધારામાં બેઠેલા શેઠે આ સાંભળ્યું. તેમને ઉપાધ્યાયજી ઉપર ઘણો ગુસ્સો આવ્યો. હવે તેમણે ઉપાશ્રયમાં આવવાનું છોડી દીધું. પ્રતિક્રમણ અને પૌષધ વગેરે ધર્મક્રિયા ઘરે કરવા લાગ્યા. સંવત્સરીના દિવસે ઉપાધ્યાયજીએ વિચાર્યું કે શેઠ ક્રોધી ભલે છે, પણ શુદ્ધ સમ્યક્ત્વધારી છે. કારણ કે બીજા ગચ્છના આગેવાનોએ તેમને પોતાના સ્થાનમાં પર્યુષણમાં આવવા કહ્યું છતાં ‘“તમે ઉત્સૂત્ર ભાષી છો’’ એમ કહીને ન ગયા. તો મારે તેમને ખમાવવા જ જોઈએ. અન્યથા મારું પ્રતિક્રમણ શુદ્ધ ન થાય. આમ વિચારીને ચૈત્યપરિપાટી કર્યા પછી સાધુની સાથે શેઠના ઘરે ગયા. શેઠ ઘરના બીજા માળે પોતાના કુટુંબ સાથે પૌષધ લઈને રહ્યા હતા. ઉપાધ્યાયજીએ તેમને સમતાનો ઉપદેશ આપ્યો. ખમતખામણાનો પરમાર્થ સમજાવ્યો. આથી શેઠનો ક્રોધ શમી ગયો. બંનેએ પરસ્પર ક્ષમાપના કરી. સૌ વાજતે ગાજતે ઉપાશ્રયે આવ્યા. સંવત્સરી પ્રતિક્રમણમાં ફરી મહોપાધ્યાયજીએ સંઘની સાથે શેઠને ખમાવ્યા. શેઠે મંત્રીને ખમાવ્યો. સૌનું મન શુદ્ધ થયું. બંને બીજા દિવસે એક સાથે બેસીને જમ્યા. આમ બંનેએ પચીસ વર્ષનું જુનું વેર વોસિરાવી દીધું. જેમ અહીં શેઠે ક્રોધથી ઉપાશ્રયમાં આવવાનું છોડી દીધું, અને એથી જિનવાણીનું શ્રવણ બંધ કર્યું, તેમ બીજા જીવો પણ ક્રોધથી જિનવાણીનું શ્રવણ બંધ કરે એવું બને. (૬) પ્રમાદ : પ્રમાદના મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિથા એમ પાંચ પ્રકાર છે. મદ્ય એટલે દારૂ. દારૂના કેફવાળાને શુદ્ધિ જ હોતી નથી. આથી તે જિનવાણીનું શ્રવણ કરવા કેવી રીતે આવે ? દારૂના વ્યસની માણસો દારૂનો નશો ન હોય ત્યારે પણ પ્રાય: ધર્મસ્થાનમાં ન આવે. વિષય એટલે પાંચ ઇંદ્રિયોના વિષયસુખો. વિષય સુખોમાં આસક્તિવાળો જીવ જિનવાણીનું શ્રવણ ન કરે. વિષયસુખોમાં આસક્તિવાળા જીવને પ્રાય: ધર્મસ્થાનોમાં આવવાનું મન ન થાય. કષાયના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પ્રકાર છે. ક્રોંધ આદિના કારણે જિનવાણીનું શ્રવણ ન થાય એનું વર્ણન પૂર્વે આવી ગયું છે. લોભનું વર્ણન હવે આવશે. નિદ્રાના કારણે Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (37) બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદશના) દ્વાર પણ જિનવાણીનું શ્રવણનથાય. વિસ્થા એટલેનકામી પંચાત. નકામી પંચાત કરનારાઓને નકામી પંચાત કરવામાં જ રસ આવે, જિનવાણીનું શ્રવણ કરવામાં રસ ન આવે. સંખ્યાબંધ માણસો એવા જોવા મળશે કે વ્યાખ્યાન ચાલતું હોય એ દરમ્યાન જ ઘરમાં બજારમાં કે દુકાનમાં બીજાઓ સાથે પારકી પંચાત કરતા હોય છે. એમને દુકાનનું, ઘરનું કે બજાર વગેરેનું કોઈ કામ હોતું નથી. એટલે તેઓ ધારે તો સારી રીતે જિનવાણીનું શ્રવણ કરી શકે. પણ પારકી પંચાતનો રસ એવો છે કે જિનવાણીનું શ્રવણ ન કરવા દે. વ્યાખ્યાનમાં જવા માટે નીકળે અને રસ્તામાં કોઈ વાતોડિયો મળી જાય તો વાતો કરીને વ્યાખ્યાનમાં મોડું કરે. આજે માણસોમાં નિરર્થક બોલવાનું બહુ વધી ગયું છે. આજે મોટા ભાગના માણસો જેટલું બોલે છે તેમાં પાંચ ટકા જરૂરી હોય છે, પંચાણું ટકા બિનજરૂરી બોલે છે. (૭) લોભઃ લોભના કારણે ધન કમાવવામાંથી ઊંચો ન આવે એથી જિનવાણીનું શ્રવણ કરવાની ફરસદ ન મળે. ધનત્યાગનો ઉપદેશ ન ગમે એથી પણ વ્યાખ્યાનમાં ન આવે. એ વિચારે કે બસ, સાધુઓને તો આમાં પૈસા ખર્ચે અને તેમાં પૈસા ખચ એમ એક જ ધંધો છે. જિનમંદિર બંધાવો, જિનપ્રતિમા ભરાવો, ગ્રન્થો છપાવો, સાધુ-સાધ્વીની ભક્તિ કરો, સાધર્મિક્વાત્સલ્ય કરો, આમ પૈસા ખર્ચવાની જ વાત કરે છે. કેટલી મહેનતથી પૈસો આવે છે ? લોહીનું પાણી કરીએ ત્યારે પૈસો આવે છે. સાધુઓને તો માત્ર બોલવું છે. કમાવા જેવાનું હોય તો ખબર પડે કે ધન કેમ આવે છે? આવા માણસોને ખબર પડી જાય કે આજે વ્યાખ્યાનમાં ટીપ આવવાની છે તો વ્યાખ્યાનમાં ન આવે. કારણ કે બીજાઓ દીપમાં લખાવે અને પોતે ન લખાવે તો પોતાની ન્યૂનતા દેખાય. આવા માણસો ઉદાર માણસની ઉદારતાની સાચી પ્રશંસા પણ ન કરી શકે. બીજાઓ કરે તે પણ એનાથી ન ખમાય. કારણ કે પોતે હલકો પડે. (૮) ભય સાધુઓ “પાપોથી નરક મળે” વગેરે કહીને આપણને ભયભીત બનાવે છે. એથી આપણે સંસારસુખને મજેથી ભોગવી શકીએ નહિ. નરક તો મળશે ત્યારે મળશે, પણ આનાથી તો વર્તમાનમાં પણ મળેલાં સુખોને મજેથી ભોગવી શકાય નહિ. આવા આવા વિચારોથી તે જિનવાણીનું શ્રવણ ન કરે. અથવા ઉપાશ્રયમાં આવવાથી ભૌતિક નુકશાન થાય તેમ હોય તો ન આવે. સત્ત્વશાલી જીવ તો ભયમાં પણ જિનવાણીનું શ્રવણ કરવા જાય. સુદર્શન શેઠ પ્રાણોનું જોખમ હોવા છતાં જિનવાણી શ્રવણ કરવા ગયા હતા. કેટલાક માટે એવું પણ બને કે વ્યાખ્યાન સાંભળતા હોય એ દરમ્યાન ઘરમાં આગ લાગી છે વગેરે સમાચાર મળે તો વ્યાખ્યાન છોડીને ચાલતા થાય. આમ ભય જિનવાણીના શ્રવણમાં અંતરાય કરનાર છે. (૯) શોક શોક એટલે અનુગ્રહ કરનાર પુત્ર આદિના વિયોગથી વારંવાર તેના વિયોગના વિચારો દ્વારા માનસિક ચિંતા. ચોરી થવાથી કે વેપારમાં ખોટ વગેરે દ્વારા ધન ચાલ્યું ગયું હોય, પ્રિય પત્ની આદિનું મૃત્યુ થયું હોય, વગેરે પ્રસંગે શોકથી મૂઢની જેમ પડ્યો રહે, એથી જિનવાણીનું શ્રવણ કરવામાં ઉત્સાહન થાય. કદાચ જિનવાણીનું શ્રવણ કરવા આવે તો પણ ઇષ્ટવિયોગના અને સ્વજનમૃત્યુ વગેરેના વિચારમાં પડીને જિનવાણીનું એકચિત્તે શ્રવણ ન કરે. આવા પ્રસંગે ધર્મ વિશેષ કરવો જોઈએ, તેના બદલે અજ્ઞાન જીવી રોજ જે ધર્મ કરતા હોય તેને પણ મૂકી દે. કેટલાક અજ્ઞાન જીવો સૂતકના બહાને પણ આવા પ્રસંગે ધર્મ બંધ કરી દે છે. - (૧૦) અજ્ઞાનઃ ધર્મનું મહત્ત્વ નથી, ધર્મ વર્તમાન જીવનમાં ઉપયોગી નથી, વગેરે અજ્ઞાનતાના કારણે જીવ જિનવાણીનું શ્રવણ ન કરે. જિનવાણીનું શ્રવણ ન કરવા દેનારા તેર દોષોમાં મોટામાં મોટો દોષ અજ્ઞાનતા છે. મોટા ભાગના માણસોને ધર્મનું મહત્ત્વ સમજાયું નથી. ધર્મ વર્તમાન જીવનમાં પણ ઘણો ઉપયોગી છે એ Page #391 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (372) શ્રાદ્ધદિનકૃત્ય વાત સમજાણી નથી. ધર્મક્રિયા કરનારાઓમાં પણ મોટા ભાગના જીવોને ધર્મનું વાસ્તવિક મહત્ત્વ સમજાયું નથી. એથી જ મોટા ભાગના જીવો કુલસંસ્કાર વગેરેથી થોડી ધર્મક્રિયા કરી લે છે, પણ ધર્મને ઊંડાણથી સમજવા પ્રયત્ન કરતા નથી. આ સર્વ સામાન્ય નિયમ છે કે જે વસ્તુનું મહત્ત્વ સમજાય, જે વસ્તુ ઉપયોગી લાગે, તેને મેળવવાની ઇચ્છા થાય જ. ઇચ્છા થવા છતાં ન મેળવી શકાય એ અલગ વાત છે, પણ મેળવવાની ઇચ્છા તો થાય જ. જે વસ્તુને મેળવવાની ઇચ્છા થાય તે વસ્તુ કેવી રીતે મળે, તેનો કેવી રીતે ઉપયોગ થાય, વગેરે જાણવાનું પણ મન થાય છે. લોકોને ટી.વી. અને મોટર વગેરેનું મહત્ત્વ સમજાયું છે તો તેને મેળવવાની ઇચ્છા છે. ટી.વી. અને મોટર વગેરે મેળવવાની ઇચ્છા કોને નથી ? બધા જ માણસોટી.વી. અને મોટર વગેરે મેળવી શકતા નથી એ વાત અલગ છે, પણ મેળવવાની ઇચ્છા તો બધાને જ છે. એ જ પ્રમાણે જો ધર્મનું મહત્ત્વ સમજાય તો ધર્મ મેળવવાનું મન થાય. ધર્મ મેળવવાનું મન થાય તો ધર્મ આપનારાઓ પાસે જવાનું મન થાય. ધર્મ કોણ આપે? સાધુઓ. આથી તે સાધુઓ પાસે આવે, અને ધર્મને સમજવાનો પ્રયત્ન કરે. જિનવાણીના શ્રવણ વિના ધર્મ ન સમજાય. આમ ધર્મનું મહત્ત્વ સમજાતા જિનવાણીનું શ્રવણ થાય. પણ લોકોને ધર્મનું મહત્ત્વ સમજાતું નથી. આ જ અજ્ઞાનતા છે. કેટલાક જીવો લઘુશ્મ થાય, એથી (સામાન્યથી) વિશેષ જ્ઞાન વિના ધર્મક્રિયા કરે, એમ કરતાં ગુરુ પાસે આવતા થાય, અને એથી ધર્મનું વાસ્તવિક મહત્ત્વ સમજાય. પછી દરરોજ ભાવથી જિનવાણીનું શ્રવણ કરે. જીવોને અજ્ઞાનતાના કારણે ધર્મનું મહત્ત્વ સમજાતું નથી. આથી જ મહાપુરુષોએ કહ્યું કે અજ્ઞાન વસ્તુ માષ્ટમ્ = “ખરેખર અજ્ઞાનતા મોટું કષ્ટ છે.” બધા જીવોનાં બધાં દુ:ખોનું મૂળ અજ્ઞાનતા છે. (૧૧) વ્યાક્ષેપઃ વ્યાપ એટલે સંસારનાં કાર્યોમાં વ્યગ્રતા. ઘણા માણસો વેપાર વગેરેમાં એટલા બધાવ્યગ્ર બની જાય છે કે જેથી તેને ધર્મકરવાની ફુરસદ મળતી નથી. કોઈ પૂછે કે મહાનુભાવ!તમે વ્યાખ્યાનમાં કેમ આવતા નથી? તો જવાબ મળે કે ધંધો જ એવો છે કે એમાં જરાય સમય મળતો નથી. બહેનો પણ ઘરનાં કામોમાં એટલી બધી ગુંથાયેલી રહે છે કે જેથી જિનવાણીનું શ્રવણ કરવાની ફુરસદ મળતી નથી. વ્યાખ્યાન સાંભળવા માટે ઘરમાંથી નીકળે અને એ સમયે ઘરવાળા કહેકે શાક લાવવાનું છે, તો શાક લેવા ઉપડી જાય. આથી વ્યાખ્યાનમાં મોડો આવે અથવા વળી બીજું કામ આવી જાય તો ન પણ આવે. વ્યાખ્યાનમાં આવે ત્યારે પણ કહીને આવે કે કોઈ આવેતો, અથવા કંઈ કામ પડેતો, મને બોલાવવા આવજો. આ પ્રમાણે સંસારનાં કાર્યોમાં વ્યગ્રતા જિનવાણીના શ્રવણમાં અંતરાય કરે છે. માટે સંસારનાં કાર્યોમાં વ્યગ્રતા ઘટાડવી જોઈએ. એ માટે ધનનો લોભ ઓછો કરવો જોઈએ, તથા જીવનમાં મોજશોખોને ઓછા કરવા જોઈએ. આગળ વધીને સગવડો અને જીવન જરૂરિયાતોને પણ જેમ બને તેમ ઓછી કરવી જોઈએ. આમ થાય તો ઘણાં કામો ઓછાં થઈ જાય, અને જિનવાણીનું શ્રવણ કરવાની ફુરસદ મળે. (૧૨) કુતૂહલ કુતૂહલ એટલે જગતનું નવું નવું જાણવાની, સાંભળવાની, અને જોવાની ઇચ્છા. કુતૂહલવૃત્તિવાળા જીવો જિનવાણીનું શ્રવણ કરવા પ્રાય: આવે નહિ. કુતૂહલવૃત્તિ જિનવાણી શ્રવણમાં અંતરાય કરે છે. વ્યાખ્યાન ચાલુ હોય ત્યારે બહારનો કોઈ મોટો અવાજ આવે, કોઈ મોટી વ્યક્તિ આવે, કોઈ અજાણી વ્યક્તિ આવે, તો તુરત શ્રોતાઓનું ચિત્ત એ તરફ જાય. એથી મુખ ગુરુ તરફથી ખસીને એ તરફ જાય. આમાં ગુરુનો પણ અનાદર થાય. નવું નવું બિનજરૂરી જાણવાની ઇચ્છા વધી. એથી છાપાઓ, નોવેલો અને તેવાં બીજાં માસિકો વગેરે દ્વારા દુનિયાનું જાણવાનું વધ્યું. એના કારણે ધર્મને જાણવાનું બંધ થઈ ગયું કે ઘટી ગયું. તેવી રીતે બિનજરૂરી નવું નવું સાંભળવાની વૃત્તિ વધી. એથી નિંદા વધી. ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે રેડિયો દ્વારા પ્રસારિત Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (373) બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર થતા એના પરિણામને સાંભળવા માણસોની ભીડ જામે છે. નવું નવું જોવાની વૃત્તિના કારણે આજે માણસોની મુસાફરી ઘણી વધી ગઈ. દુનિયામાં જોવા લાયક સ્થળોને જોવા માટે ભીડ જામે છે. આજે ટી.વી. જોવાનું વધ્યું છે એનું કારણ કુતૂહલવૃત્તિ છે. આથી જ ટી.વી. ના સમયે વ્યાખ્યાનમાં શ્રોતાઓની સંખ્યા ઘણી ઓછી હોય છે. જેને દુનિયાનું જ જાણવાની સાંભળવાની અને જોવાની વૃત્તિ છે તેને જિનવાણીનું શ્રવણ કરવાની ઇચ્છા પ્રાય: ન થાય. મહાપુરુષો કહે છે કે તમે દુનિયાનું ગમે તેટલું જાણી લેશો, સાંભળી લેશો, અને જોઈ લેશો, પણ આત્માને નહિ જાણો ત્યાં સુધી તમે દુ:ખથી મુક્ત નહિ બની શકો, અને શાશ્વત સુખને નહિ પામી શકો. આપણા બધાં દુ:ખોનું મૂળ આત્માની અજ્ઞાનતા છે. આ વિષે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ કહે છે કે – “આત્મજ્ઞાનવ ટુ માત્મજ્ઞાનેન હન્યતે = આત્માની અજ્ઞાનતાથી થયેલ દુઃખનો આત્માના જ્ઞાનથી નાશ કરી શકાય છે.” આત્માની અજ્ઞાનતા આપણા બધાં દુ:ખોનું મૂળ છે. આત્માના જ્ઞાનથી સઘળાં દુ:ખો નાશ પામે છે. આથી દુ:ખોને દૂર કરવા આત્માને જાણવો–ઓળખવો જોઈએ. આત્માનું જ્ઞાન એટલે પોતાનું જ જ્ઞાન. આ કેવું આશ્ચર્ય! મોહાધીન જીવો બીજું ઘણું ઘણું જાણે છે, પણ પોતાને જ જાણતા નથી. મોહમૂઢ જીવો દુનિયાનું જાણવા પ્રયત્ન કરે છે, પણ પોતાને જ જાણવા–ઓળખવા પ્રયત્ન કરતા નથી. જે જાણ્યા વિના ચાલી શકે તેને જાણવા પ્રયત્ન કરે છે, પણ જેને જાણ્યા વિના ન ચાલે તેને જાણવા પ્રયત્ન કરતા નથી. જીવો નાશવંતને જાણે છે, અનાશવંતને જાણતા નથી, જે કિંમતી નથી તેને જાણે છે, જે કિંમતી છે તેને જાણતા નથી. જીવો ધન, ઇન્દ્રિયસુખ વગેરેને જાણે છે, આત્માને અને આત્મસુખને જાણતા નથી. ધન વગેરે નાશવંત છે. એથી જ તેની ખાસ કિંમત નથી. આત્મા જ શાશ્વત અને કિંમતી છે. જે આત્માને જાણે છે તે બધું જ જાણે છે આત્માને જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. માટે આત્માને જાણનાર બધું જ જાણે છે. જે બધું જાણતો હોવા છતાં આત્માને જાણતો નથી તે કશું જ જાણતો નથી. આથી તે જ બધું જાણે છે કે જે આત્માને જાણે છે. દુનિયાનું બધું જાણતા હોવા છતાં આત્માને નહિ જાણનારા જીવોની સામે લાલબત્તી ધરીને પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરિજી મ. કહે છે કે જરા થોભો, તમે દુનિયાનું ગમે તેટલું જાણી લેશો પણ તમને પોતાને નહિ જાણો ત્યાં સુધી તમારાં દુઃખો સર્વથા દૂર નહિ થાય. (૧૩) રમણઃ રમણ એટલે રમત. પત્તાની રમત, ક્રિકેટની મેચ, ફૂટબોલવગેરે રમતના રસિયાજીવોને જિનવાણી શ્રવણમાં રસ ન આવે. અત્યારે વ્યાખ્યાન ચાલે છે એવી ખબર હોય છતાં પત્તાની રમત રમતા હોય એવું ઘણા જૈનો માટે સંભવે છે. રમત પ્રિય જીવોકુકડા અને કુતરા વગેરેને લડાવીને આનંદ માને છે. ઘોડાઓની રેસ જોવા જાય છે. બોલીંગ (મલ્લયુદ્ધ) જુએ છે. શોખ ખાતર શિકાર વગેરે કરે છે. બાળક, પોપટ, થાન વગેરેને રમાડીને ખુશ થાય છે. આ પ્રમાણે જિનવાણીનું શ્રવણ અતિશય દુર્લભ છે. જિનવાણીનું શ્રવણ થયા પછી જિનવચનનો બોધ કઠીન છે. જિનવચનનો બોધ થયા પછી પણ જિનવચનની શ્રદ્ધાબોધિ અતિશય દુર્લભ છે. આ પ્રમાણે બોધિની દુર્લભતાને વિચારીને બોધિને પ્રગટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. (અહીં ૨૭૯મી ગાથા પૂર્ણ થઈ.)(૨૭૯) ... हा ते अन्नाणमोहंधा, लभृणं रयणायरं । ___ कायखंडं तु गिन्हन्ति, न सुगंति जे जिणागमं ॥२८०॥ Page #393 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (374 ) શ્રાદ્ધદિનકૃત્ય આ જ અર્થને દષ્ટાંત સહિત વિચારે છે–– હા! અજ્ઞાનતા અને મોહથી આંધળા જીવો ગુરુનો યોગ પામીને પણ જિનાગમને સાંભળતા નથી. તે જીવો સમુદ્રને પણ પામીને કાચના ટુકડાને જ લે છે. અહીં ‘હા’ શબ્દનો પ્રયોગ ઘણું હારી જવાના કારણે મહાખેદને પ્રદર્શિત કરવા માટે છે. અજ્ઞાનતા એટલે હિત-અહિતનો વિવેક કરવામાં જ્ઞાનનો અભાવ. મોહ એટલે પુત્ર-પત્ની વગેરે ઉપર ગાઢ રાગ. આ બેથી જીવોનાં વિવેકરૂપ નેત્રો ઢંકાઈ જવાથી આંધળા જેવા બની જાય છે. (૨૮૦) दुल्लहं सुइंच लम॑णं, सद्दति न जे पुणो । अमयं ते पमुत्तूणं, विसं घुटंति पाणिणो ॥२८१॥ દુર્લભ પણ શ્રુતિને (=ધર્મશ્રવણને) પણ મેળવીને જેઓ શ્રદ્ધા કરતા નથી તે જીવો અમૃતને મૂકીને વિષને પીવે છે. શ્રદ્ધાઃ “જો મેરુ ચલિત થાય, અગ્નિ ઠંડો બને, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, કમળ પર્વતના અગ્રભાગે શિલા ઉપર વિકસે, તો પણ કેવલજ્ઞાનથી જોયેલું અસત્ય ન હોય.' આવી સ્વબુદ્ધિથી શ્રદ્ધા કરવી જોઈએ. અમૃતને મૂકીને શ્રદ્ધા નહિ કરનારા જીવો તિક્ત-કટુ વગેરે અશુભ રસવાળું દ્રવ્ય દૂર રહો, કિંતુ અમૃતને પણ મૂકીને વિષને પીવે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – “સમ્યકત્વની પ્રાપ્તિ થતાં નરકગતિ અને તિર્યંચગતિનાં દ્વારા બંધ થઈ જાય છે. તથાદેવમનુષ્યમોક્ષ સંબંધી સુખો સ્વાધીન થાય છે.” (ઉપ.મા. ૨૭૦)“વિશુદ્ધ સમ્યત્વવાળા જીવો કલ્યાણની પરંપરાને પામે છે. સમ્યગ્દર્શનરૂપ રત્નની કિંમત દેવલોકમાં પણ થઈ શકતી નથી, અર્થાત્ સમ્યગ્દર્શન દેવલોકની સઘળી સમૃદ્ધિથી પણ અધિક મૂલ્યવાન છે.” આ રીતે સમ્યકત્વ પરમસુખનું કારણ હોવાથી અમૃત સમાન છે. માટે અહીં અમૃતને મૂકીને એટલે અમૃત જેવા સમ્યત્વને છોડીને એવો અર્થ છે. વિષને પીવે છે - “મિથ્યાત્વથી મોહિત મનવાળો પુરુષ સાધુદ્દેષ રૂપ પાપથી તુમિણિ નગરીના દત્ત રાજાની જેમ આ લોમાં જ ભયંકર કષ્ટને પામે છે. આ રીતે મિથ્યાત્વ ભયંકર દુ:ખજનક હોવાથી વિષ જેવું છે. આથી વિષને પીવે છે એટલે વિષ જેવા મિથ્યાત્વને સેવે છે. વિવેચન તુરુમિણિ નગરીના દત્ત રાજાનું દષ્ટાંત તુરમિણિ નામની નગરીમાં જિતશત્રુ નામનો રાજા હતો. તેને અશ્વોને શિક્ષા આપવામાં ચતુર, છર્મ કરાવનાર બીજો એક બ્રાહ્મણ પુરોહિત હતો. જિનધર્મમાં પ્રતિબોધ પામી જિનેશ્વર ભગવંતની પ્રવ્રજ્યા સ્વીકારી વિશેષ પ્રકારના શ્રતના પારગામી બની કાલકસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તે કાલકસૂરિને રુદ્રા નામની બહેન હતી અને તેને દત્તનામનો ખરાબ બુદ્ધિવાળો પુત્ર હતો. તે હંમેશાં ઘેતક્રીડા રમનાર, મદિરાપાન કરવામાં તૃષ્ણાવાળો બાલિશ હતો. તેના પિતા ન હોવાથી વનણાથી માફક નિરંકુશ અને શંકારહિત હતો. જિતશત્રુ રાજા સાથે એક મનવાળોતે દરરોજ રાજાની સેવા કરવા લાગ્યો, રાજાએ કોઈ વખત તેને મોટા અધિકારપદે સ્થાપનર્યો. અધિકાર મળતાં તેણે રાજાને જ ગાદીભ્રષ્ટ કર્યો અને જિતશત્રુ રાજાને દૂર ભગાડીને પોતે જ તેનું રાજ્ય અંગીકાર કર્યું. Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 375) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર ત્યાર પછી મનુષ્યમેધક, સ્ત્રીમેધ, અશ્વમેધ અને ગોમેધવગેરે ઘણા અને મોટા યજ્ઞો તે પાપિષ્ટ ચિત્તવાળા રાજાએ ઘણું ધનખરચવા-પૂર્વક આરંભ્યા. કાલકસૂરિ ભગવંતકોઈ સમયે વિહાર કરતા કરતા સુવિહિત વિહારની ચર્યાનુસાર તુરુમિણિ નગરીમાં આવી પહોંચ્યા. બહારના ઉદ્યાનમાં સુખપૂર્વક સ્થિરતા કરી. તેમના આગમનના સમાચાર સાંભળીને રુદ્રામાતા પોતાના પુત્ર-રાજાને કહે છે કે, “હે વત્સ! તારા મામા કાલકસૂરિ અહીં પધાર્યા છે, તો ભક્તિપૂર્ણ હૃદયવાળી હું ભાઈને વંદન કરવા જાઉં છું, તો હે વત્સ! તું પણ જલદી તેમના ચરણમાં નમસ્કાર માતાના મોટા આગ્રહથી પ્રેરાયેલો તે દુષ્ટાત્મા ત્યાં જવા નીકળ્યો. મિથ્યાદષ્ટિ એવો તે દ્રવ્યથી વંદન કરી આગળ બેઠો. અતિધીઠ્ઠો અને અહંકારી તે રાજા વિશુદ્ધ સુંદર ધર્મદેશના સમયે પૂછે છે કે, “મને યજ્ઞનું ફળ કહો.” ગુરુએ વિચાર્યું કે – “કપાઈ ગયેલી નાસિકાવાળાને આરીસો બતાવીએ, તો કોપ પામે છે, તેમ સન્માર્ગની સાચી ધર્મદેશના ઘણે ભાગે પુરુષોને કોપ પમાડનારી થાય છે.” - ત્યાર પછી ગુરુએ કહ્યું કે, 'તું પૂછે છે, તો તે રાજા ! ધર્મના મર્મને હું કહું છું, તે સાંભળ. પોતાના આત્માની જેમ બીજા આત્મા વિષે પણ પીડાનો ત્યાગ કરવો, તે મહાધર્મ છે.” કહેલું છે કે – “જેમ આપણા આત્માને સુખ વહાલું અને દુઃખ અળખામણું છે, તેમ સર્વ જીવોને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે. એમ વિચારતા આત્માએ પોતાને અનિષ્ટ દુખ આપનાર એવી બીજા જીવની હિંસા ન કરવી.” બુદ્ધિશાળી મનુષ્યો અહીં લંગડાપણું, કોઢરોગ, ઠંડાપણું વગેરે હિંસાનાં અશુભ ફલ દેખી નિરપરાધી જીવોની હિંસા મનથી પણ સર્વથા ત્યાગ કરે. ધર્મનું ફળ હોય તો સ્વર્ગ કે મોક્ષ છે. તેમાં સંદેહ નથી.’ ફરી પણ દત્તરાજા પૂછે છે કે, “આપ મને યજ્ઞનું ફળ કહો.' ગુરુએ કહ્યું કે, “તું પાપનું ફળ અને સ્વરૂપ પૂછે છે, તો હું કહું છું કે, હિંસા અને જૂઠ વગેરે પાપના માર્ગ છે અને આ યજ્ઞ પણ પાપ જ છે. તેમ જ કહેવું છે કે- “જો જીવને પ્રાણનો લાભ થતો હોય, જીવિત બચી શકતું હોય, તો રાજ્યનો પણ ત્યાગ કરે છે. જીવનો વધ કરવાથી ઉત્પન્ન થયેલું પાપ, સર્વ પૃથ્વીનું દાન કરે તો પણ શાન્ત થતું નથી. વનમાં રહેલા નિરપરાધી વાયુ, જળ અને તૃણનું ભક્ષણ કરનારા મૃગલાઓના માંસની લોલુપતાવાળો જીવવનના જીવોને મારનાર ધાન કરતાંલગાર પણ ઓછો નથી. તમને માવતણખલાકે અણિયાલા ઘાસના અગ્રભાગથી ભોંક્વામાં આવે, તો તમારા અંગમાં તમે ખરેખર પીડા પામો છો અને દુભાવ છો, તો પછી અપરાધ વગરના પ્રાણીઓને તીક્ષ્ણ હથિયારોથી કેમ મારી નાખો છો ? દૂર કર્મીઓ પોતાના આત્માને ક્ષણિક સંતોષ પમાડવા માટે પ્રાણીઓના સમગ્ર જીવનનો અંત આણે છે. તું મારી જા.” માત્ર એટલા શબ્દ કહેવાથી પ્રાણી દુઃખી થાય છે, તો પછી ભયંકર હથિયારો વડે તેને મારી નાખવામાં આવે, તો તેને કેટલું દુઃખ થાય? શાસ્ત્રોમાં સંભળાય છે કે, “જીવોનો ઘાત કરવા રૂપ રૌદ્રધ્યાન કરનારા એવા સુભૂમ અને બ્રહ્મદત્ત બંને ચકવર્તીઓ સાતમી નરકે ગયા. નરક વગેરે ભયંકર દુર્ગતિનાં દુ:ખનાં ભયંકર ફળ સાંભળીને ફરી પણ રાજાએ યજ્ઞનું ફળ કહેવાનું જણાવ્યું. ‘સત્ય બોલવાથી પોતાના પ્રાણોનો અંત આવવાનો છે,’ એમ પ્રત્યક્ષ દેખવા છતાં, સંકટ જાણ્યું છે છતાં પણ ગુરુ તે રાજાને સ્પષ્ટ કહે છે કે, “યજ્ઞમાં પશુ હિંસાથી નરકફળ થવાનું છે.” (૨૫) આ સાંભળીને અતિશય શ્રેષના આવેશથી પરાધીન થયેલા ચિત્તવાળો તે દત્તરાજા કહેવા લાગ્યો કે – “વેદમાં વિધાન કરેલી કજેમાં મુખ્યતયા મનુષ્યને હોમવામાં આવે તે મનુષ્યમેધ યજ્ઞ Page #395 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદશના) દ્વાર (376) શ્રાદ્ધદિનકૃત્ય હિંસા મારા માટે પાપનું કારણ થતી નથી. જે માટે કહેવું છે કે બ્રહ્માએ પોતાની મેળેજ યજ્ઞો માટે આ પશુઓને બનાવેલા છે, તેથી તેની સર્વ આબાદી થાય છે, માટે યજ્ઞમાં વધ કરાય છે, તે અવધ છે. ઔષધિઓ, પશુઓ, વૃક્ષો, તિર્યંચો તથા પક્ષીઓ યજ્ઞ માટે મૃત્યુ પામે, તો તેઓ ફરી ઉન્નતિ પ્રાપ્ત કરે છે. વળી મનુસ્મૃતિમાં કહેવું છે કે, “મધુપર્ક, યજ્ઞ તથા પિતૃદેવત–શ્રાદ્ધકર્મમાં પશુઓ હણવાં, પરંતુ બીજા સ્થાને નહીં. આવા પ્રકારના પ્રયોજનવાળાં કાર્યોમાં વેદતત્ત્વનો જાણકાર બ્રાહ્મણ પશુની હિંસા કરે, તો પોતાને અને પશુને ઉત્તમગતિ પ્રાપ્ત કરાવે.” હવે અહીં કાલકાચાર્યતેને કહે છે કે – “હેદત્ત! હિંસા આત્માના સંક્લેશ પરિણામથી થાય છે. વેદવાક્યથી પાપનું રક્ષણ કરવું શક્ય નથી.” કહેલું છે કે – “જે દૂરકર્મ કરનારાઓએ હિંસાનો ઉપદેશ કરનાર શાસ્ત્રોની રચના કરી છે, તે નાસ્તિકોથી પણ અધિક નાસ્તિક તેઓ ક્યાંક નરમાં જ જશે. જે પ્રગટ નાસ્તિક ચાર્વાક બિચારો સારો છે, પરંતુ વેદનાં વચનને આગળ કરીને તાપસના વેષમાં છુપાયેલ જૈમિની રાક્ષસ સારો નથી. દેવોને ભેટ ધરવાના બાનાથી, અથવા યજ્ઞના બાનાથી નિર્દય બની જેઓ પ્રાણીઓનો ઘાત કરે છે, તેઓ ઘોર દુ:ખવાળી દુર્ગતિમાં જાય છે. સમતા, શીલ, યા મૂળવાળા જગતનું હિત કરનાર એવા ધર્મનો ત્યાગ કરીને અહો! હિંસા પણ ધર્મ માટે થાય છે એમ બુદ્ધિ વગરના જ બોલે છે. વળી અશુચિ આરોગનાર ગાયનો સ્પર્શ કરવાથી પાપ દૂર થાય છે, સંજ્ઞા-જ્ઞાન વગરના વૃક્ષો વંદન કરવા લાયક છે, બોકડાનો વધ કરવાથી બોકડો અને વધ કરનાર સ્વર્ગ પ્રાપ્ત કરે છે, બ્રાહ્મણને ખવરાવેલ ભોજન પિતૃઓને પહોંચે છે. કપટ કરનારા આમ દેવો-વિપ્ર અગ્નિમાં ઘી હવન કરીને દેવોને પ્રસન્ન કરે છે, આવા સમૃદ્ધ કે નકામા કે શોભન શ્રુતિનાં વચનોનું નાટક કોણ જાણે છે? વળી યજ્ઞોમાં વધ કરાતા કે હોમાતા પશુના ચિત્તની ઉલ્ટેક્ષા કરતા તેના વિવેચકોએ કહ્યું છે કે – “મને સ્વર્ગના ભોગો ભોગવવાની તૃષ્ણા નથી, કે મેં તમારી પાસે મને સ્વર્ગમાં મોકલવાની પ્રાર્થના કરી નથી. હું તો હંમેશા તૃણનું ભક્ષણ કરી સંતોષ માનનારો છું. તો આ પ્રમાણે પારકાને તમારે યજ્ઞમાં હોમવો કે વધ કરવો યુક્ત નથી. જો યજ્ઞમાં તમારાથી હણાએલા પ્રાણીઓ નક્કી સ્વર્ગે જ જાય છે, તો તમે તમારા માતા-પિતા, પુત્ર કે બધુઓનો વધ-હવન-યજ્ઞ કેમ નથી કરતા ?' ત્યાર પછી દત્ત રાજા કોપાયમાન થયો અને કહેવા લાગ્યો કે, “હે મામા! ખોટું ન બોલો. ઘણા યજ્ઞકરાવનાર એવા મને વૈકુંઠ-સ્વર્ગમાં વાસ મળશે.’ એટલે ગુરુ મહારાજે તેને કહ્યું કે, 'પશુ, પુરુષો, સ્ત્રીઓને યજ્ઞોમાં મારી નંખાવીને સાત રાત્રિની અંદર મરીને તું નરકમાં જનારો છે. તેનું શું પ્રમાણ?' ત્યારે ગુરુએ કહ્યું કે, હે રાજા ! આજથી સાતમા દિવસે તારા મુખમાં વિષ્ટા પ્રવેશ કરશે.” એટલે આચાર્યને મારી નાખવાની ઇચ્છાવાળો તે તેમને પૂછે છે કે, “તમે કયા દિવસે મૃત્યુ પામશો ?' ગુરુએ કહ્યું કે, હજુ મારે ઘણાં વર્ષો સુધી સાધુપણાના પર્યાયનું પાલન કરવાનું છે. એટલે રાજાએ તે કાલકાચાર્યને પોતાના વિશ્વાસુ એવા અધિકારીને સોંપ્યા અને વિચાર્યું કે, 'હું નહીં મરીશ, તો તેના મસ્તકને સાતમા દિવસે છેદી નાખીશ.” ત્યાર પછી પોતે અતિ મજબૂત કરેલા દ્વારવાળા અંત:પુરમાં કમાડ બંધ કરીને પ્રવેશ કર્યો અને પોતાના નિવાસ-સ્થાનની ફરતે ચારે બાજુ હાથી, ઘોડા અને સૈનિકોનો પહેરો રખાવ્યો, પોતાની કાળ મર્યાદાની રાહ જોતો હતો. આગલા જિતશત્રુ રાજાએ પોતાના પક્ષે વશ કરેલા રાજાઓકે, જેઓ દત્તરાજાથી કંટાળી ગયા હતા, તે સામંતાદિકો વિચાર કરવા લાગ્યા કે, પહેલાના રાજાને ફરી રાજ્યગાદી પર સ્થાપન કરવો. ઉતાવળા Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (377) બાવીશમંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર ચિત્તવૃત્તિવાળાને દિવસનો ખ્યાલ ન રહ્યો, એટલે દત્ત આઠમાને બદલે સાતમા દિવસે બહાર નીકળીને કાલકાચાર્યને શિક્ષા કરવા માટે પોતે જલદી બહાર નીકળ્યો. રાજમાર્ગો પુષ્પાદિકથી સુશોભિત બનાવ્યા હતા. સૈનિકો રક્ષણ કરતા હતા. એક માળીને જંગલ જવાની ઉતાવળ થઈ અને માર્ગ વચ્ચે જ વિષ્ટા કરી, તેના ઉપર પુષ્પો ઢાંકી દીધાં, સામંત, મંત્રી-મંડલ આદિ ઘણા પરિવાર સાથે તે રાજમાર્ગેથી જતો હતો. મનમાં આચાર્યને મારવાના પરિણામ ચાલતા હતા, મન આકુલવ્યાકુલ થયું હતું, તે સમયે ઢાંકેલી વિઝા ઘોડેસ્વારના ઘોડાની ખરીથી ઉછળી અને દત્તરાજાના મુખમાં એકદમ આવી પડી. તે ચમક્યો અને વિચારવા લાગ્યો કે, તેણે કહ્યું તે પ્રમાણે પ્રમાણ-સહિત બન્યું. તો શું આજે હું મૃત્યુ પામીશ? એમ સામતાદિને કંઈ પણ કહ્યા વગર એકદમ પાછો વળ્યો. એટલે ચિત્તમાં ક્ષોભ પામેલા સામતાદિકે જાણ્યું કે, આણે અમારી મંત્રણા નક્કી જાણી લીધી છે, તો આજે તે રાજકુલમાં પ્રવેશ ન કરે તે પહેલા તેને પકડી લઈએ. એ પ્રમાણે ગ્રહણ ક્ય, લડવા લાગ્યો, જ્યારે તે પલાયન થવા લાગ્યો, ત્યારે તેઓએ પૂર્વના જિતશત્રુ રાજાને લાવીને ત્યાં રાજ્ય બેસાડ્યો. તેઓએ તુરુમિણિ દત્તનું રાજાને પ્રથમ ભેંટણું ક્યું. તેણે પણ તે દત્તને ખરાબ હાલતમાં મારી નાખવાની આજ્ઞા કરી. એટલે હાથ-પગમાં બેડી જકડીને જેમાં દુષ્ટ પુષ્ટ શરીરવાળા શ્વાનો રહેલા છે, જેના તળિયા નીચે અગ્નિની ભયંકર જ્વાળા સળગી રહેલી છે, એવી કુંભમાં શ્વાનોએ તેના શરીરના ટૂડે ટૂકડા કરી નાખ્યા અને તે કુંભીપાકમાં અગ્નિથી શેકાઈને મૃત્યુ પામ્યો, નરકમાં ઉત્પન્ન થયેલો તે તીવ્ર વેદનાઓ સહન કરવા લાગ્યો. શ્રી કાલક આચાર્ય લાંબા કાળ સુધી સાધુ-પર્યાય પાલન કરીને દેવલોક પામ્યા. સંકટમાં પણ યથાર્થવાદીપણાનો ત્યાગ ન કર્યો. (અહીં દત્તરાજાની કથા ઉપદેશમાળા ગ્રંથના ગુજરાતી અનુવાદમાંથી અક્ષરશ: સાભાર ઉદ્ધત કરી છે.) (૨૮૧) दुल्लहं सद्धं च लभ्रूणं, उजमन्ति न जे पुणो । - ઘમૅનિક્યૉ , ઑહિં ગપ્પા હુ વંચિગ ર૮રા જે જીવો દુર્લભ શ્રદ્ધાને પણ મેળવીને જિનોક્ત દેશવિરતિ-સર્વવિરતિરૂપ ધર્મમાં ઉદ્યમ કરતા નથી તેમણે પોતાના આત્માને જ છેતર્યો છે. અહીં ભાવના આ પ્રમાણે છે – ઘણા ભાગ્યસમૂહથી પ્રાપ્ત કરી શકાય તેવી દુર્લભ સર્વ સામગ્રી હોવા છતાં જેઓ વિષમ વિષ સમાન વિષયસુખનો અંશ મેળવવાની ઇચ્છાવાળા બનીને ક્રિયા કરવામાં આળસુ છે તેમણે અનંત મોક્ષસુખ રૂપ અમૃતનો આસ્વાદ લેવામાં વિમુખ હોવાથી પોતાના આત્માને જ છેતર્યો છે. કહ્યું છે કે- “જે મનુષ્ય માનવભવને ઇન્દ્રિયોના વિષય સુખમાં પસાર કરે છે તે લોઢું મેળવવા માટે સમુદ્રમાં નાવને ભાંગે છે, દોરો મેળવવા માટે વૈડૂર્યમણિને તોડે છે, ભસ્મ મેળવવા માટે સારા ચંદનને બાળે છે.” (૨૮૨) .. जिणधम्मो हु लोगंमि, अपुव्वो कप्पपायवो । सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥२८३॥ Page #397 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદશના) દ્વાર (378 શ્રાદ્ધદિનકૃત્ય આ પ્રમાણે ધર્મમાં સ્વજનોને સ્થિર કરીને હવે ઉપમાઓથી ધર્મની જ સ્તુતિ-પ્રશંસા કરતા ગ્રંથકાર ચાર ગાથાઓને કહે છે - જીવોને જિનધર્મ જ અપૂર્વ કલ્પવૃક્ષ છે. કારણ કે એ સ્વર્ગ–મોક્ષનાં સુખરૂપ ફળને આપે છે. આ વિષે કહ્યું છે કે – ““ધર્મરૂપકલ્પવૃક્ષ કલ્પનામાં પણ ન આવે તેવા મનુષ્ય-દેવ-મોક્ષસુખીરૂપ ફળોને આપે છે, શાશ્વત છે, પરાધીન નથી = સ્વાધીન છે. આથી આ ધર્મરૂપ કલ્પવૃક્ષ અપૂર્વ છે.” (૨૮૩) अहवा चिंतामणि एसो, सव्वत्थ सुखदायगो । निहाणं सव्वसुक्खाणं, धम्मो सव्वन्नुदेसिओ ॥२८४॥ અથવા સર્વજ્ઞકથિત આ ધર્મ અપૂર્વચિંતામણિ છે. કારણ કે આ લોકમાં અને પરલોમાં એમ સર્વસ્થળે સુખ આપે છે. કહ્યું છે કે – ધર્મરૂપ ચિંતામણિ જેઓ વંદન કરવાના સ્વભાવવાળા દેવ સમુદાયને વંદન કરવા યોગ્ય છે એવા ઉત્તમમુનિઓને પણ સર્વકાળ સેવવા યોગ્ય છે, તથા સદા આ લોક સંબંધી અને પરલોક સંબંધી સુખ આપે છે, તેથી આ ધર્મરૂપ ચિંતામણિ નવો છેકઅપૂર્વ છે. તથા આ ધર્મક્ષય ન પામે તેવાં સર્વ સુખોના સમૂહને ઉત્પન્ન કરનાર હોવાથી સર્વસુખોનું અપૂર્વ નિધાન છે. કહ્યું છે કે – “જીવોનો ઉત્તમકુળમાં જે જન્મ થાય છે, જીવોને જે આ નિરોગી શરીર મળે છે, ચંદ્ર કિરણોના જેવો શ્વેત ઘણો યશ ચારે બાજુ જે ફેલાય છે, કૃણવાસુદેવની જેમ સંપૂર્ણ પૃથ્વીની લક્ષ્મી જે પ્રાપ્ત થાય છે, જે મોક્ષસુખ અને સ્વર્ગસુખ મળે છે, તે ખરેખર સદાય ક્ષય ન પામનારા ધર્મરૂપ સુનિધાનનો વિલાસ છે.” (૨૮૪) धम्मो बंधू सुमित्तो य, धम्मो य परमो गुरू। . मुक्खमग्गे पयट्टाणं, धम्मो परमसंदणो ॥२८५॥ ધર્મ સદા હિતકરનાર હોવાથી અપૂર્વ બંધુ છે. કહ્યું છે કે – “ધર્મ કૃત્રિમતાથી રહિત છે, અર્થાત્ ધર્મ ઉપજાવી કાઢેલો નથી, સત્ય છે, સર્વલોકોને અનુકૂળ છે, સદાય ઈષ્ટ વસ્તુને કરવાનું ઘર છે. આથી જિનેશ્વરોએ કહેલા આ ધર્મને તેના જાણકારો નવીન અપૂર્વ બંધુ કહે છે.” તથા ધર્મસર્વઆપત્તિસમૂહને દૂર કરનાર હોવાથી અને સર્વસંપત્તિઓને મેળવી આપનાર હોવાથી અપૂર્વ સુમિત્ર છે. કહ્યું છે કે – “ધર્મ આપત્તિસમૂહનું વિદારણ કરીને સંપત્તિને મેળવી આપવા માટે સદા સજ્જ રહે છે, પરલોકમાં પણ જીવની સાથે આવે છે. તેથી ધર્મ જ નવીન સુમિત્ર છે.” તથા સારી રીતે ઉપાસના કરાયેલો ધર્મ અન્ય જન્મમાં પણ પ્રત્યેક બુદ્ધ વગેરેને જાતિસ્મરણ આદિથી તત્ત્વોનો બોધ ઉત્પન્ન કરનાર હોવાથી પરમગુરુ છે. કહ્યું છે કે – “સમ્ય ઉપાસના કરાયેલો ધર્મ જીવોને અન્યભવમાં પણ સ્પષ્ટ અને સુંદર બોધ કરાવે છે, જેથી ધર્મ ખરેખર ! પરમગુરુ છે. સંભળાય છે કે પૂર્વે જેમણે દેદીપ્યમાનધર્મર્યો છે તેવાકરસંવગેરે મુનિઓબળદ વગેરેને જોઈને જ જલદી સોધને પામ્યા.” તથા મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલા જીવો માટે ધર્મ શ્રેષ્ઠ રથ છે. કારણ કે જલદી મુક્તિપુરીમાં પહોંચાડે Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (379) બાવીશમું ગૃષ્ણમન (પરિવાર ધર્મદેશના) દ્વાર છે. કહ્યું છે કે – “ધર્મરૂ૫ રથ ક્યાંય ભાંગી જવાના સ્વભાવવાળો નથી, એક જ કાષ્ઠવાળો છે, ખેંચ્યા વિના જ ઈષ્ટભૂમિ ઉપર ચાલે છે, બધીય તરફ શલ્યોથી રહિત છે, તેથી આ ધર્મ રથ નવીન છે.” (૨૮૫) धम्मो पत्थयणं दिव्वं, धम्मो रयणसंचओ। सत्थाहो मुक्खमग्गस्स, धम्मो सट्ट निसेविओ ॥२८६॥ ધર્મ દિવ્ય (શ્રેષ્ઠ) ભાતું છે. કારણ કે તે ક્યારેય ખૂટતું નથી. કહ્યું છે કે – ધર્મરૂપ ભાતું દરરોજ ભોજન કરી શકાય તેવું છે, અત્યંત પવિત્ર, સર્વ દોષોને દૂર કરનાર, ઓછું ન થાય તેવું, અતિશય અમૂલ્ય અને અવિનાશી છે, આથી ધર્મરૂપ ભાતું દિવ્ય છે. તથા ધર્મ દિવ્યરત્નનો ભંડાર છે. કારણ કે તે રાજા વગેરે પરને આધીન નથી. કહ્યું છે કે – “ધર્મરૂપ રત્ન ભંડારરાજા, ભાગીદાર અને ચોર વગેરેને આધીન નથી, ઓછો થતો નથી, ઈચ્છિત કરે છે, પરલોકમાં જીવ સાથે જાય છે, તેથી આ ધર્મરૂપ રત્નભંડાર દિવ્ય છે.” તથા સારી રીતે સેવાયેલો આ ધર્મરૂપ સાર્થવાહ દિવ્ય છે. કહ્યું છે કે – “ધર્મરૂપ સાર્થવાહ લોભથી રહિત છે, અતિશય ભયંકર અને જેનો અંત ન જોઈ શકાય તેવા સંસારરૂપ જંગલમાંથી બહાર કાઢીને સન્સિદ્ધિપુરીમાં લઈ જાય છે, તેથી ખરેખર આ ધર્મરૂપ સાર્થવાહ દિવ્ય છે.' (૨૮૬) जिणधम्माउ य लोगंमि, सारो अन्नो न विज्जए । - વિકૅતા વિમાડ઼યા, નમો સુબ્યક્તિ સાથે ર૮૭છે. આ પ્રમાણે અનેક ઉપમાઓથી ધર્મની સ્તુતિ કરીને દાંત બતાવવા દ્વારા ધર્મની સર્વશ્રેષ્ઠતા જણાવવા માટે પાંચ ગાથાઓને કહે છે - લોકમાં જિનધર્મથી અન્ય અતિશય કિંમતી પણ પદાર્થસમૂહ શ્રેષ્ઠ નથી. કારણ કે જૈન શાસનમાં આ (હવેની ગાથાઓમાં કહેવાશે તે) દષ્ટાંતો સંભળાય છે. (૨૮૭) अयाईओ जहा लोए, सुवन्नं उत्तमं भवे । ओसहीणं तु सव्वाणं, जहा धन्नसुओसही ॥२८८॥ ધન્ના સંથારો ય, નહી રાસંઘનો . उत्तमो होइ देहीणं, तहा धम्मो जिणाहिओ ॥२८९॥ જેવી રીતે લોકમાં લોઢું વગેરે સર્વ ધાતુઓથી સુવર્ણ વિષને દૂર કરવું વગેરે અનેક ગુણોથી યુક્ત હોવાથી | ઉત્તમ છે, જેવી રીતે દષ્ટિગંધ અને અગ્નિસ્તંભ વગેરે કરનારી સર્વ ઔષધિઓમાં સર્વ પુરુષાર્થોને સાધવા માટે સમર્થ એવું ધાન્ય જ મનુષ્ય શરીરનું પાલન કરનાર હોવાથી ઉત્તમ ઔષધિ છે, જેવી રીતે ગણિમ–ધરિમ વગેરે સર્વધાન્યોના સંચયથી (=ઢગલાથી) રત્નસંચય અતિશય ઘણી કિંમત આદિના કારણે ઉત્તમ છે, તેવી રીતે જિનકથિત ધર્મ સર્વોત્તમ છે.* (૨૮૮-૨૮૯) * અહીં દિન પદનો અર્થ ગુજરાતી અનુવાદમાં લીધો નથી.' Page #399 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (180) શ્રાદ્ધદિનકૃત્ય गोसीसं चन्दणाणं च, वणाणं नंदणं वणं । मुणिणं जिणनाहोत्ति, जहा णं होइ उत्तमो ॥२९०॥ तहा सव्वाण धम्माणं, मज्झे होइ सुउत्तमो । धम्मो जिणेहिं पन्नत्तो, अहिंसाए विभूसिओ ॥२९१॥ જેવી રીતે સર્વચંદનોમાં ગોશીષ ચંદન (દિવ્યચંદન) સુગંધ આદિ ગુણોના કારણે ઉત્તમ છે, સર્વ વનોમાં નંદનવન સદા ફળો થતા હોવાના કારણે ઉત્તમ છે, સર્વ મુનિઓમાં અરિહંત ચોવીશ અતિશય આદિ ગુણોના, કારણે ઉત્તમ છે, તેવી રીતે સર્વધર્મોમાં અહિંસાથી વિભૂષિત એવો જિનકથિત ધર્મ આ લોક-પરલોકનાં સુખોને લાવનાર હોવાથી અતિશય ઉત્તમ છે. ધર્મનું “અહિંસાથી વિભૂષિત” એવું વિશેષણ જિનકથિત ધર્મ સર્વ ધર્મોથી ઉત્તમ કેમ છે એ જણાવવા માટે છે. અહીં ભાવના આ છે – “જિનકથિત ધર્મ વિના અન્ય કોઈ ધર્મમાં ધર્મનું મૂળ એવી અહિંસા સારી રીતે જણાતી નથી અને પળાતી નથી. આથી જિનકથિત ધર્મ જ સર્વોત્તમ ધર્મ છે.” અહીં યથા ( જેવી રીતે) અને ૩ત્તમ ( શ્રેષ્ઠ) એ બે શબ્દનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખ શુદ્ધધર્મમાં અતિશય આદર જણાવનાર હોવાથી દુર નથી. કહ્યું છે કે – “અનુવાદ, આદર, વિસા, ભૂશાર્થ, વિનિયોગ, હેતુ, ઈર્ષ્યા, અલ્પતા, સંભ્રમ, વિસ્મય, ગણના અને સ્મરણમાં પુનરુક્તિ દોષ નથી.” અનુવાદ: અનુવાદ એટલે કોઈ શબ્દની વ્યાખ્યા. જેમકે – બાર મહિનાનો વર્ષ થાય. અહીં બાર મહિના અને વર્ષ એક જ છે. છતાં પુનરુક્તિ ન ગણાય. આદરઃ ભાઈ! તમે આવ્યા તે સારું થયું. ભાઈ! તમારા વિના આ કાર્ય કોણ કરત? અહીં ભાઈ શબ્દનો બે વાર પ્રયોગ આદર બતાવવા માટે છે. વિસા કિયા, ગુણ, દ્રવ્ય કે જાતિ દ્વારા એકી સાથે ઘણી વસ્તુઓનો સંબંધ કરવામાં આવે તે વીસા. જેમકેકિયા- ગુરુએ ધર્મ પમાડવા ગામડે ગામડે વિહાર કર્યો. ગુણ- આ દેશમાં ગામે ગામ મનોહર છે. દ્રવ્ય- ઘરે ઘરે ઘોડા છે. જાતિ. જે જે યોદ્ધા છે તે દરેક ક્ષત્રિય છે. ભૂષાર્થ: ભુશાર્થ એટલે અધિક-ઘણું. જેમકે- જેવા જેવું ઘણું ઘણું જોઈ લીધું. વાતવાતમાં માની બને વિનિયોગ: વિનિયોગ એટલે લેવડ–દેવડ લેવડ–દેવડ કરવામાં કોઈ વસ્તુ અનેકવાર લેવાય છે અને અનેકવાર અપાય છે, અથવા એક જ વાત ફરી ફરી કહેવાય છે. હેતુ કોઈ કાર્યના અનેક હેતુઓ હોય છે. તો એ બધા હેતુઓ બતાવવામાં પુનરુક્તિ ન ગણાય. ઈષ્યઃ ઈષ્યથી એક જ વાતને વારંવાર કહે છે. જેમકે- તું ખોટો છે, તું ખોટો છે. અલ્પતા જેમકે- થોડું થોડું આપ, ધીમે ધીમે ચાલ. Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય સંભ્રમ : વિસ્મય : ગણના 381 બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર જેમકે – અરે ! સાપ સાપ. જેમકે – અહો ! કેટલું સુંદર ! કેટલું સુંદર ! ગણતરી એકવાર કરી લીધી હોય તો પણ ચોક્કસ કરવા માટે બીજી−ત્રીજી વાર ગણવામાં દોષ નથી. સ્મરણ ભૂલી ન જાય એ માટે વારંવાર પાઠ કરાય છે. (૨૯૦-૨૯૧) तापमायं महासत्तुं, उज्जमेण वियारिडं । कायव्वो अप्पमत्तेहिं, धम्मे तुब्भेहिं उज्जमो ॥ २९२॥ જિનધર્મ ઉત્તમ છે એમ બતાવીને હવે ઉપદેશને કહે છે—— જિનધર્મની ઉત્તમતા જાણ્યા પછી પ્રમાદ રૂપ મહાશત્રુને ખડ્ગ સમાન જીવવીર્યોધારૂપ ઉદ્યમવડે વિદારીને (=ફાડી નાખીને) તમારે અપ્રમત્ત બનીને ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ. પ્રમાદ – મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિથા એમ પાંચ પ્રકારનો છે, અથવા અજ્ઞાન અને સંશય વગેરે આઠ પ્રકારનો છે. આ પ્રમાદ અનંતદુ:ખ ઉત્પન્ન કરનાર હોવાથી મહાશત્રુ છે. કહ્યું છે કે- “ફક્ત આ શત્રુ અનાદિથી છે, અને સદાય જીવની સાથે રહેલો છે. તે ‘પ્રમાદ’ એવા નામથી પ્રસિદ્ધ છે. એની કુંઠિત (બુઠ્ઠી) નહીં થયેલી ઉત્કૃષ્ટ શઠતાને જાણો. (૧) આ લોક જે વિસ્તારથી વિથા કરે છે, કુટ વિષયોમાં જે તૃપ્ત થાય છે, અત્યંત પ્રમત્તની જેમ જે ચેષ્ટા કરે છે, ગુણ-દોષના ભેદને જે જાણતો નથી, સ્વહિતનો ઉપદેશ આપવા છતાં જે ક્રોધ કરે છે, હિતને જાણતો હોવા છતાં હિતમાં જે આળસ કરે છે, તે બધું દુષ્ટાત્મા પ્રમાદરૂપ કુશત્રુનો વિલાસ છે. (૨–૩) આ પ્રમાણે જાણીને પુરુષાર્થને ફોરવીને દુય પણ આ શત્રુને જીતો. કારણ કે ઉપેક્ષા કરાયેલા રોગો અને શત્રુઓ ક્યારેય સુખ માટે થતા નથી.’’ (૪) તથા અપ્રમાદી અને પ્રમાદી જીવને અતિશય અલ્પકાળથી જ મહાન કર્મપરિણામરૂપ વિપાક થાય છે, અર્થાત્ અલ્પ કાળ પણ જો અપ્રમાદી બને તો તેને શુભ બંધ દ્વારા ઘણો લાભ થાય છે, અને અલ્પ કાળ પણ જો પ્રમાદી બને તો તેને અશુભ કર્મબંધ દ્વારા ઘણું નુકશાન થાય છે. અહીં પમાય વિયારિૐ = પ્રમાદને વિદારીને એમ કહેવાથી અપ્રમાદ કહેવાઈ જ ગયો છે. છતાં અહીં અબમત્તેહિં = ‘‘અપ્રમત્ત બનીને’” એમ કહ્યું તે ઉપદેશનો અવસર હોવાથી પુનરુક્તિ નથી. વિવેચન ઉપદેશમાં એક જ વાત વારંવાર કહેવામાં દોષ નથી. આ વિષે કહ્યું છે કેસાાય-જ્ઞાળ-તવ-ગોસહેવુ, વÇ-થુરૂ-પયાળેસુ । संतगुणकित्तणेसु य न हुंति पुणरुत्तदोसा ॥१॥ સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, દાન, પરમાં રહેલા સત્ય ગુણોનું કીર્તનઆ બધામાં વારંવાર કરવા છતાં પુનરુક્તિનો દોષ લાગતો નથી.’’(૨૯૨) जिणाणं पूयजत्ताए, साहूणं पज्जुवासणे । आवस्सयंमि सज्झाए, उज्जमेह दिणे दिणे ॥ २९३॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (382) શ્રાદ્ધદિનકૃત્ય ધર્મમાં ઉદ્યમ કરવાનું કહ્યું. જિનપૂજા વગેરે ધર્મ છે. આથી તેને જ ઉદ્દેશીને ઉપદેશ આપતા સૂત્રકાર કહે છે જિનપૂજા, યાત્રા, સાધુસેવા, આવશ્યક અને સ્વાધ્યાયમાં દરરોજ ઉદ્યમ કરો. જિનપૂજા: જિનપૂજા એટલે દરરોજ ત્રણ સંધ્યાએ અતિશય સુગંધી ચૂર્ણ (=વાસક્ષેપ) આદિથી જિનમૂર્તિની પૂજા કરવી. કહ્યું છે કે કેટલાક પુણ્યવાન મનુષ્યો જેમના ચરણો પૂજ્ય છે એવા જિનેશ્વરની સુગંધી પદાર્થોથી, સુંદર વિલેપનોથી, સુંદર પુષ્પોથી, ધૂપોથી, અખંડ અક્ષતોથી, દીપકોથી, ઉત્તમ ભોજનદ્રવ્યોથી, શ્રેષ્ઠ આભૂષણોથી, વિવિધ વસ્ત્રોથી, વિવિધ ફળોથી, વિવિધ વર્ણવાળા અને સુવર્ણના પૂર્ણકળશોથી, સ્તોત્રોથી અને સ્તવનો વગેરેથી સુખને લાવનારી પૂજાને કરે છે.' યાત્રા યાત્રા અષ્ટાહ્નિકા, રથયાત્રા અને તીર્થયાત્રા એમ ત્રણ પ્રકારની છે. અષ્ટાબ્લિકા યાત્રા અટાહ્નિકા યાત્રા એટલે આઠ દિવસનો મહોત્સવ. આ યાત્રાના છ ભેદો છે. તેમાં એક અષ્ટાહ્નિકા યાત્રા ચૈત્રમાં અને બીજી આસોમાં થાય છે. આ બંને શાશ્વતી યાત્રાઓ છે. સઘળી ય દેવો અને વિદ્યાધરો આબેયાત્રાઓ નંદીશ્વરદ્વીપમાં અથવા પોતપોતાના સ્થાને કરે છે. ત્રણ ચોમાસીની ત્રણ અને પર્યુષણની એક એમ ચાર અષ્ટાહ્નિકા યાત્રા અશાયતી છે. રથયાત્રાઃ જેમાં જિનમૂર્તિ પધરાવી હોય તેવો રથ નગરમાં કોઈ ક્યાંય અટકાવે નહિ તે રીતે શૃંગાટક* ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ વગેરે માર્ગોમાં શાસનની પરમપ્રભાવના થાય તે રીતે ફરે તે રથયાત્રા. આ રથ યાત્રા થતી હોય ત્યારે સર્વ સંઘ સમુદાય રથની સાથે ચાલી રહ્યો હોય, રથમાં પધરાવેલા પ્રભુજી ઉપર શ્વેત છત્ર ધારણ કરાયેલું હોય, પ્રતિમાજીની બંને બાજુ ચામરો વીંજાતા હોય, રથમાં ધજાઓ હોય, આ રીતે એ રથ શોભતો હોય. આકાશમાં પડઘા પડે તે રીતે ઢોલ અને વાજિંત્રો વગાડાતા હોય. દિશાના મધ્યભાગો બહેરા બની ગયા હોય તે રીતે સુંદર મંગલ ગીતો ગવાતા હોય. વિવિધ પુરુષો વગેરે મનોહર નૃત્ય કરી રહ્યા હોય. સેંકડો સ્તુતિપાઠક લોકો ઊંચેથી જિનધર્મના મંગલ ગીતો ગાતા હોય. આ રીતે રથનું પરિભ્રમણ થાય તે રથયાત્રા. તીર્થયાત્રા જો કે નિશ્ચયનયથી જ્ઞાનાદિયુક્ત આત્મા જ તીર્થ કહેવાય છે. તો પણ વ્યવહારનયથી તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ ઘણા ભવ્યજીવોને શુભ ભાવોની પ્રાપ્તિ કરાવનારી હોવાથી ભવસમુદ્રથીતારવાના કારણે તીર્થકહેવાય છે. તેથી સઘળાસ્વજનો અને સર્વસાધર્મિકોની સાથે ક્રમશ: દરેક ગામમાં અને દરેક શહેરમાં વિશિષ્ટ ચૈત્યપરિપાટી કરવા પૂર્વક દર્શનશુદ્ધિ માટે શત્રુંજય આદિ તીર્થોમાં યાત્રા માટે જવું તે તીર્થયાત્રા. સાધુસેવા જ્ઞાન-દર્શન આદિથી મુક્તિપદને સાધનારા સાધુઓની સેવા કરવી, અર્થાતેમનો અભ્યત્થાન વગેરે આઠ પ્રકારનો વિનય કરવો. તે આ પ્રમાણે : ૧. જોતાં જ ઊભા થવું. ૨. આવતા હોય ત્યારે સન્મુખ જવું. ૩. બે હાથ જોડીને મસ્તકે અંજલિ કરવી. ૪. જાતે આસન આપીને બેસવા વિનંતી કરવી. ૫. તેમના બેઠા પછી બેસવું. ૬. ભક્તિથી વંદન કરવું. ૭. શરીરસેવા કરવી. ૮. જાય ત્યારે વળાવવા જવું. આવશ્યક સામાયિક વગેરે છ અધ્યયનરૂપ આવશ્યક ( પ્રતિક્રમણ) સવાર-સાંજ કરવું. * શૃંગાટક વગેરે શબ્દોનો અર્થ આ પ્રમાણે છે – શૃંગાટક = જ્યાં ચાર રસ્તા ભેગા થાય તેવું સ્થાન – ચોક, ત્રિક = જ્યાં ત્રણ રસ્તા ભેગા થાય તેવું સ્થાન. ચતુષ્ક = જ્યાં ચાર રસ્તા ભેગા થાય તેવું સ્થાન–ચોકડી. ચત્ર = ચોરો. ચતુર્મુખ = જ્યાં ચાર દરવાજાવાળાં ઘરો હોય તેવું સ્થાન મહાપથ = મોટો માર્ગ Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (383) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર સ્વાધ્યાયઃ વાચના વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો. જિનપૂજા વગેરે કરવામાં દરરોજ પ્રયત્ન કરો. કારણ કે આવું ઋષિવચન છે – જે જે રાત્રિ પસાર થાય છે તે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની તે રાત્રિઓ નિષ્ફળ જાય છે.” (૨૩) अलद्धपुव्वं तु लहे वि एयं, सामग्गियं दुल्लहियं च लोए । मुत्तूण संसार असारनेह, करेह ता उज्जमणंच तुब्भे ॥२९४॥ ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે ભવભ્રમણનું દર્શન કરવામાં આવે તો સમજાય છે કે પૂર્વોક્ત મનુષ્યભવ વગેરે સામગ્રી ઉક્ત રીતે દુર્લભ છે, અને પૂર્વે ક્યારેય પ્રાપ્ત થઈ જ નથી. લોકમાં પૂર્વે ક્યારેય પ્રાપ્ત ન થઈ હોય તેવી દુર્લભ પણ મનુષ્યભવ વગેરે સામગ્રીને પામીને સંસારના અસાર સ્નેહને મૂકીને તમે ધર્મમાં ઉદ્યમ જ કરો = સ્વશક્તિ પ્રમાણે ધર્મનું આચરણ જ કરો. અહીં સ્નેહ એટલે વિષયોનો રાગ. આ સ્નેહ અનિત્ય છે અને પરિણામે દુ:ખ આપનાર છે ઇત્યાદિ કારણોથી અસાર છે = અપ્રધાન છે, અર્થાત્ તાત્ત્વિક નથી. (૨૯૪) काऊणं सयणवग्गस्स, उत्तमं धम्मदेसणं । सिज्जा ठाणं तु गंतूणं, करे अन्नं तओ इमं ॥२९५॥ ધર્મદેશના દ્વારનો ઉપસંહાર કરતા સૂત્રકાર ઉત્તર ગ્રંથના સંબંધ માટે કહે છેસ્વજનવર્ગને ઉત્તમ ધર્મદશનાકરીને શાસ્થાને જઈને પછી બીજું આ (=હવે કહેવાશે તે) કરે. (૨૫) Page #403 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમું વિધિશયન દ્વાર (384) શ્રાદ્ધદિનકૃત્ય, (૨૩) વિધિશયન દ્વારા सुमरित्ता भुवणनाहे, गच्छिज्जा चउसरणयं । खामेइ जंतुणो सव्वे, दुक्खे जे के वि ठाविया ॥२९६ ॥ दारं २३॥ ધર્મદશના દ્વાર કહ્યું. હવે ત્રેવીસમા વિધિશયન” દ્વારનું વિવરણ કરતા સૂત્રકાર કહે છે– [૧] શયન કરવાના સ્થાને જઈને શ્રાવક ચૈત્યવંદન કરે. કહ્યું છે કે – “સાધુઓને અહોરાત્રમાં સાતવાર અને *શ્રાવકોને ત્રણ, પાંચ કે સાતવાર ચૈત્યવંદન કરવાનું હોય છે.' સાધુઓને સાત વાર ચૈત્યવંદન, આ પ્રમાણે છે – ૧. સવારના પ્રતિક્રમણમાં (વિશાલ લોચન). ૨. જિનમંદિરમાં. ૩. ભોજન કર્યા પહેલાં (પચ્ચશ્માણ પારવામાં). ૪. સંવરણમાં = ભોજન પછી. ૫. સાંજના પ્રતિક્રમણમાં (નમોડસ્તુ વર્ધમાનાય). ૬. સૂતાં પહેલાં પોરિસિમાં (ચક્કસાય). ૭. જાગ્યા પછી (જગચિંતામણીથી જયવીયરાય સુધી) એમ સાતવાર સાધુઓને ચૈત્યવંદન કરવાનું હોય છે. [૨] પછી ચાર શરણનો સ્વીકાર કરે. તે આ પ્રમાણે – (૧) જેઓનો રાગ-દ્વેષાદિ દુર્ગુણો(દોષો)નો સમૂહનાશ પામ્યો છે, જે સર્વજ્ઞો છે, તેમજ ત્રણેયજગતના જીવોથી જે પૂજાયેલા છે, તથા યથાસ્થિત વસ્તુતત્ત્વને જણાવનારા છે, વળી જેઓ શરણ કરવા યોગ્ય છે, તે શ્રી અરિહંતોનું મને શરણ થાઓ. (૨) ધ્યાનરૂપી અગ્નિથી જેઓએ કર્મોને મૂળથી બાળી નાખ્યાં છે, જેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે અને જેઓ અનંતસુખ તથા અનંતબળ (વીર્ય)થી શોભે છે, તે શ્રી સિદ્ધભગવંતોનું મને શરણ થાઓ. (૩) જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નોથી યુક્ત, સ્વ-પરના તારક અને જગભૂજ્ય એવા શ્રી સાધુભગવંતોનું મને શરણ થાઓ. (૪) સંસારનાં દુઃખોનો નાશ કરનાર અને મોક્ષસુખને પ્રગટ કરનાર એવા શ્રી જિનેશ્વરોએ કહેલા ધર્મનું મને હંમેશાને માટે શરણ થાઓ. [3] પછી જે કોઈ જીવોને શારીરિક – માનસિક દુઃખમાં મૂક્યા હોય = જોડ્યા હોય તે એકેન્દ્રિયબેઇંદ્રિય–તેઇંદ્રિય-ચઉરિંદ્રિય-પંચેદ્રિયરૂપ સર્વ જીવોને ખમાવે. (૨૯૬) * શ્રાવકોના ચૈત્યવંદનની સંખ્યા આ પ્રમાણે છે – બે વાર પ્રતિમણમાં (વિશાલ લોચન + નમોડસ્તુ વર્ધમાનાય) બે, નિદ્રા પહેલાં (સંથારા પોરિસિમાં ચક્કસાયનું) એક, જાગ્યા પછી (જગચિંતામણિનું) એક, જિનપૂજાના ત્રણ એમ સાત થાય. એક વખત સાંજનું પ્રતિક્રમણ ન કરે અને નિદ્રા પહેલાંનું ચૈત્યવંદન ન કરે તેને (સવારના પ્રતિક્રમણમાં વિશાલલોચન અને જગચિંતામણિ એ બે ચૈત્યવંદન થવાથી) પાંચ, અથવા બે પ્રતિક્રમણ ન કરે અને નિદ્રા પહેલાં અને જાગ્યા પછી ચૈત્યવંદન કરે તો પાંચ, કેવળ જિનપૂજાના ત્રણ ચૈત્યવંદન કરે તેને ત્રણ થાય. Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 385) ત્રેવીસમું વિધિશયન દ્વાર खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएसु, वे मज्झ न केणइ ॥२९७॥ જીવોને કેવી રીતે ખમાવે તે કહે છે અનંતભવોમાં પણ અજ્ઞાન અને મોહથી મૂઢ થયેલા મેંસર્વ કોઈ જીવોને જે પીડા કરી હોય તેને, વર્તમાનમાં તે અજ્ઞાન–મોહ ટળી જવાથી ખમાવું છું. સર્વ જીવો મારા તે દુષ્ટ વર્તનોની ક્ષમા કરો. કારણ કે મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે, કોઈની પણ સાથે મારે વૈર નથી. આ રીતે સર્વ જીવોને ખમાવે. (૨૯૭) आहारं उवहिं देहं, पुग्विं दुच्चिन्नयाणि य । अपच्छिमंमि ऊसासे, सव्वं तिविहेण वोसिरे ॥२९८ ॥ શૂલ અને વિશુચિકા વગેરેથીન કલ્પેલા મરણની સંભાવના છે, અને એવા સંયોગોમાં તત્કાલ આહાર આદિનો ત્યાગ કરવાનું અશક્ય છે. આથી હમણાં જ તેનો ત્યાગ કરવા માટે કહે છે આહાર, ઉપધિ, શરીર, પૂર્વે કરેલાં દુષ્ટ આચરણો – આ બધાને છેલ્લા શ્વાસોચ્છાસે વિવિધ વોસિરાવું છું એમ કહીને વોસિરાવે. (૨૯૮) जे मे जाणंति जिणा, अवराहा जेसुजेसु ठाणेसु। . ते हं आलोएउं, उवढिओ सव्वभावेणं ॥२९९॥ ક્ષમાપના પછી જિન સમક્ષ આલોચના કરતા સૂત્રકાર બે ગાથાઓને કહે છે જે જે સ્થાનોમાં મારા જે અપરાધોને જિનેશ્વરો જાણે છે તે બધા અપરાધોની શુદ્ધિ માટે ઉદ્યત થયેલો હું સર્વભાવથી ( મન-વચન-કાયાથી) આલોચના કરું છું. (૨૯) ___ छउमत्थो मूढमणो, कित्तियमित्तं च संभरइ जीवो । " iાન સંપરમિન, મિચ્છામિ દુધઉં તસ્ય મારૂ૦૦ | છવસ્થ અને મૂઢ મનવાળો જીવ કેટલુંક માત્ર યાદ કરે છે, અર્થાત્ જીવને થોડું ક જ યાદ રહે છે. આથી જે પાપો મને યાદ આવે છે અને જે પાપ યાદ આવતાં નથી મારા તે બધાં પાપ મિથ્યા થાઓ. (૩૦૦) पाणिवहमुसादत्तं, मेहुणदिणलाभऽणत्थदंडं च । अंगीकयं च मुत्तुं, सव्वं उवभोगपरिभोगं ॥३०१॥ घरमज्झं मुत्तूणं, दिसिगमणं मुत्तु मसगजूयाई । वयकाएहिं न करे, न कारवे गंठिसहिएणं ॥३०२॥ હવે સ્વીકારેલા ભોગ-ઉપભોગ વગેરેને છોડીને નવકાર ગણાય ત્યાં સુધી સર્વપાપસ્થાનોનો ત્યાગ કરવા માટે કહે છે મચ્છર અને જુ વગેરેની હિંસાનો નિદ્રાધીન દશામાં પણ સંભવ હોવાથી તે ત્રસ જીવોને છોડીને રાતે શયનવસરે અન્ય સર્વત્ર-સ્થાવરજીવોની હિંસા, સર્વપ્રકારના જુઠ-ચોરી–મૈથુન, (રાખેલા પરિગ્રહ ઉપરાંત) Page #405 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમું વિધિશયન દ્વારા (386) શ્રાદ્ધદિનકૃત્ય તે દિવસે થયેલી કમાણી વગેરે સર્વ પરિગ્રહ, અનર્થદંડમાં કલહ વગેરે, ભોગ-ઉપભોગમાં પલંગ અને પથારી જે સ્વીકાર્યું હોય તે સિવાયની સઘળી ભોગ-ઉપભોગની વસ્તુઓ, દિશાપરિમાણમાં જ્યાં સુવાનું હોય તે ઘરનો મધ્યભાગ વગેરે છોડીને બીજા સ્થળે જવું-આવવું, આ બધાં પાપોનો નવકારગણીને ગાંઠ છોડું નહિ ત્યાં સુધી વચનથી અને કાયાથી હું જાતે કરું નહિ અને બીજા પાસે કરાવું નહિ એ ભાંગાથી ત્યાગ કરું છું એમ હિંસાદિ પાપોનો ત્યાગ કરવો. મનથી પાપોને છોડવાનું શક્ય ન હોવાથી અહીંમનથી’ એ ભાંગાથી ત્યાગ કરાતો નથી. તથા અનુમોદનાનો ત્યાગ પણ અશક્ય હોવાથી “ન અનુમો' એ ભાંગાથી ત્યાગ કરાતો નથી. (૩૦૧-૩૦૨) तहा कोहं च माणंच, मायं लोभं तहेव य । पिजं दोसं च वजेमि, अभक्खाणं तहेव य ॥३०३॥ अरइरईपेसुन्नं, परपरिवायं तहेव य । मायामोसंच मिच्छत्तं, पावठाणाणि वजिमो ॥३०४॥ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અભ્યાખ્યાન, અરતિ, રતિ, પશૂન્ય, પરંપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વ- એ પાપસ્થાનોનો હું ત્યાગ કરું છું એમ બોલીને સર્વ પાપસ્થાનોનો ત્યાગ કરવો. કોધ એટલે મત્સર. માન એટલેગર્વ. માયા એટલે કુટિલતા. લોભ એટલે મૂછ. આ ક્રોધાદિનો ઉદયનિરોધથી (=ઉદયમાં ન આવવા દેવાથી) અને ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવાથી ત્યાગ કરું છું. એમનું ભેદો વગેરે સ્વરૂપ કર્મચંદ વગેરેની ગાથાઓથી જાણી લેવું. આ કષાયોમાં આગળના અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયોનો ઉદય તો છે જ નહિ. આથી બાકીના કષાયોનો ઉદય પણ ન થવા દેવો. રાગ અવ્યક્ત માત્રા-લોભના ઉદયરૂપ છે. દ્વેષ અવ્યક્ત કોધ-માનના ઉદયરૂપ છે. અભ્યાખ્યાન એટલે ખોટા દોષોનો આરોપ મૂક્યો. રતિ એટલે ઇષ્ટવસ્તુમાં પ્રીતિ. અરતિ એટલે અનિટ વસ્તુમાં અપ્રીતિ. “શૂન્ય એટલે દ્રોહ કરીને પરદોષોને પ્રગટ કરવા. પરંપરિવાદ એટલે મુખરપણાથી પરનિંદા કરવી. માયા પૂર્વક મૃષા બોલવું તે માયામૃષાવાદ. મિથ્યાત્વ એટલે તત્ત્વો પ્રત્યે શ્રદ્ધાનો અભાવ. (૩૦૩-૩૦૪) Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (387) ચોવીશમું અબ્રહ્મ ત્યાગ દ્વાર (૨૪) અબ્રહ્મવિરતિ દ્વારા अहो मोहो महामल्लो, जेणं अम्हारिसा वि हु । जाणंता वि अणिच्चत्तं, विरमंति न खणंपि हु ॥३०५॥ दारं २४॥ હવે “અબ્રહ્મવિરતિ’ દ્વાર છે. કારણ કે શ્રાવકે પ્રાય: બ્રહ્મચારી રહેવું જોઈએ. બ્રહ્મચર્યમોહની જુગુપ્સાથી જ પાળી શકાય. આથી મોહ જુગુપ્સાને જ કહે છે – અહો! મોહ મામલ્લ છે. જેથી કરીને અમારા જેવા પણ સર્વ ભાવોની અનિત્યતાને જાણતા હોવા છતાં ઘરવાસથી કે વિષયસુખથી ક્ષણવાર પણ નિવૃત્ત થતા નથી. અહીં “અહો' એ શબ્દ વિસ્મયપૂર્વક ખેદના અર્થમાં છે. મોહ એટલે મૂઢતા કે વેદમોહનીય. મહામલ એટલે જેની તુલનામાં બીજો કોઈ મલ્લ ન આવી શકે તેવો મલ્લ. મોહ અતિશય દુર્જ હોવાથી મહામલ છે. કહ્યું ઈંદ્રભૂતિને કષ્ટથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, સ્થૂલભદ્ર મુનિ વિકારને (=અહંભાવને) પામ્યા, ભરતરાજાએ લડાઈમાં પ્રતિજ્ઞાને ખંડિત કરીને ભાઈ ઉપર ચક મૂક્યું, રામે પણ લક્ષ્મણના શબને છ મહિના સુધી ખભા ઉપર ધારણ ક્યું, આ પ્રમાણે મોહ પૃથ્વી ઉપર વિવિધ સ્વરૂપવાળો થાય છે, માટે તે મોહરાજાને નમસ્કાર થાઓ.” તથા “કૃશ, કાણો, લંગડો, કાનથી રહિત, પુછડી વિનાનો, ભૂખથી ક્ષીણ થયેલો, વૃદ્ધ, ગળામાં ઘડાના કાંઠાવાળો, પરૂથી ભિના થયેલા અને કૃમિસમૂહથી ઢંકાયેલા ચાંદાઓથી મલિન શરીરવાળો - આવો પણ કૂતરો કૂતરીની પાછળ જાય છે. કામદેવ હણાયેલાને પણ હણે જ છે.” સર્વભાવોની અનિત્યતા આ પ્રમાણે છે – અહો! જીવોની સંપત્તિ ચંપક પુષ્પના રંગ-કલર જેવી છે, રતિ મત્ત સ્ત્રીના કટાક્ષ જેવી છે, સમતા કમળદળના અગ્રભાગે રહેલા જલબિંદુના જેવી છે, પ્રેમ વિજળીના દંડ જેવો છે, લાવણ્ય હાથીના કર્ણતાલક જેવું છે, શરીર કલ્પાંતકાલના પવનથી ભમતી દીપકની કાંતિ ( તેજ) જેવું છે, યૌવન પર્વતની નદીના વેગ સમાન છે.” (૩૦૫) जेण भवरुक्खकुसुमफलाइं, एयाई डिभरूवाई। भजा नियलमलोहं, बंधणपासं बंधुजणो ॥३०६॥ ગૃહવાસથી અનિવૃત્તિની જ હેતુ દ્વારા નિંદા કરતા સૂત્રકાર કહે છે-- ભવરૂપ વૃક્ષના પુષ્પ-લ સમાન આ બાળકો છે, લોઢા વિનાની બેડી સમાન પત્ની છે, બાંધવાના દોરડા સમાન બંધુજન છે, આથી ગૃહવાસથી નિવૃત્તિ થઈ શક્તી નથી. (૩૦૬) વિપુત્ત-મા-મફળ-માયા-મના સિ.. - ते उ तडट्ठियण्हाया, भुंजइ इक्कल्लओ दुक्खं ॥३०७॥ * હાથીના કાન આમ તેમ ર્યા કરતા હોય છે, અર્થાત્ સ્થિર રહેતા નથી. Page #407 -------------------------------------------------------------------------- ________________ ચોવીશમું અબ્રહ્મ ત્યાગ દ્વાર વળી બીજું– પ્રિયપુત્ર, બંધુ, બહેન, માતા અને પત્ની માટે તું પાપો કરે છે, પણ તે બધા નાહીને કાંઠે ઊભા રહી જાય છે, અર્થાત્ પાપનું ફળ ભોગવવા સાથે આવતા નથી, અને તેમના માટે કરેલાં પાપોથી થનારા દુ:ખને તું એકલો જ ભોગવે છે. 388 શ્રાદ્ધદિનકૃત્ય एयारिसंपि जाणतो, मग्गं सव्वन्नुदेसियं । न विरजामि बंधूसु, अहो निल्लज्जया मम ॥ ३०८ ॥ ગૃહવાસના સ્વરૂપને વિચારીને પોતાની જુગુપ્સા કરવા માટે કહે છે—— સર્વજ્ઞકથિત આવા પણ માર્ગને હું જાણતો હોવા છતાં બંધુઓ પ્રત્યે વિરાગ પામતો નથી. અહો ! મારું નિર્લજપણું! (૩૦૮) निम्ममत्त सुखग्गेणं, छिंदिउं मोहपासयं । खंतो दंतो जियाणंगो, मुणिमग्गं पविमो ॥ ३०९॥ ‘ક્યારે હું આ પ્રમાણે કરીશ’' એમ કહે છે—— ક્ષાન્ત–દાંત બનીને, કામદેવને જીતીને નિર્મમત્વરૂપ તીક્ષ્ણ તલવારથી મોહરૂપ બંધનને છેદીને હું ક્યારે મુનિમાર્ગને (=દીક્ષાને) સ્વીકારીશ ? (૩૦૯) Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્યા 389) પચ્ચીસમુંસ્ત્રીશરીરસ્વરૂપ ચિંતન દ્વાર (૨૫) સ્ત્રી શરીરસ્વરૂપચિંતન દ્વાર इत्थी नाम मणुस्साणं, सग्गनिव्वाणअग्गला । सव्वदुक्खसमूहस्स, एसा खाणी अणिट्ठिया ॥३१०॥दारं २५॥ वाहीणं च महावाही, विसाणं च महाविसं । अविवेगनरनाहस्स, रायहाणी वियाहिया ॥३११॥ अणत्थाणं महाठाणं, मूलं दुच्चरियाण उ । आवासो असुइत्तस्स, जओ एयं वियाहियं ॥३१२॥ વિશેષથી બ્રહ્મચર્યવ્રતમાં સ્થિરતા થાય એ માટે પચીસમા “સ્ત્રીશરીરસ્વરૂપચિંતન” દ્વારનું વ્યાખ્યાન કરતા સૂત્રકાર કહે છે— સ્ત્રી મનુષ્યોના સ્વર્ગ-મોક્ષ માટે આગળિયા સમાન છે, સર્વદુ:ખસમૂહની અણગમતી ખાણ છે, વ્યાધિઓમાં મહાવ્યાધિ છે, ઝેરોમાં મહાર છે, અવિવેકરૂપ રાજાની રાજધાની કહેવાય છે, અનર્થોનું મહાસ્થાન છે, દુષ્ટ આચરણોનું મૂળ છે, અશુચિનું ઘર છે, કારણ કે આ ( નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. (૩૧૦-૩૧૧-૩૧૨) असुइमुत्तमलप्पवाहरूवयं, वंतपित्तवसमजपुप्फसं । मेयमंसबहुहडकरंडयं, चंममित्तपच्छाइय जुवइअङ्गयं ॥३१३॥ શરીરના સ્વરૂપને જ કહે છે સ્ત્રીનું શરીર વિઝા-મૂત્ર–મેલના સતત પ્રવાહ સ્વરૂપ છે, ઊલટી, પિત્ત, ચરબી, મજ્જા અને *ગુફસથી ભરેલું છે, મેદ, માંસ અને ઘણાં હાડકાંનો કરંડિયો છે. સ્ત્રીનું શરીર અંદરથી આવા સ્વરૂપવાળું હોવા છતાં બહારથી માત્ર ચામડીથી ઢંકાયેલું છે. તેથી અવિવેકી જીવોને મનોહર લાગે છે. કહ્યું છે કે – “જે મુખ લેગ્મનું ઘર છે તેને પણ ચંદ્રની ઉપમા આપી છે. માંસની ગાંઠરૂપ બે સ્તનોને સુવર્ણકળશની ઉપમા આપી છે. વિઝા અને મૂત્રનો આધાર એવા નિતંબને (કુલાને) શ્રેષ્ઠ હાથીના મસ્તકની સ્પર્ધા કરનાર છે એવી ઉપમા અપાય છે. અતિશયસિંઘ સ્ત્રીશરીરને વિશિષ્ટ કવિલોકોએ મોટું સ્વરૂપ આપી દીધું છે= મહત્ત્વ આપી દીધું છે.' આ પ્રમાણે કુવિકલ્પોથી વિહ્વળ ચિત્તવાળો પુરુષ અંધ પુરુષથી પણ અધિક છે. કારણકે – “જગતમાં અંધપુરુષ આગળ રહેલી જોવા યોગ્ય બીજી વસ્તુને જોતો નથી, પણ રાગાંધ પુરુષ તો જે છે તેને જોતો નથી અને જે નથી તેને જુએ છે. કારણકે અશુચિનો ઢગલો એવા પ્રિયતમાનાં અંગોમાં મોગરાનું પુષ્પ, કમળ, પૂર્ણચંદ્ર, કળશ, શોભતી લતા અને પલ્લવની ઉપમા આપીને હર્ષ પામે છે.” આ પ્રમાણે સ્ત્રી શરીરના યથાર્થ સ્વરૂપને વિચારે. (૩૧૩) * પુછુસ એ ડાબી બાજુના પેટની અંદર લોહીના ફીણમાંથી થતો વિકાર વિરોષ છે. શબ્દકોશમાં “હદયની નીચે પેટની અંદર માંસપિંડના આકારનો પદાર્થ” એવો અર્થ છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ પચ્ચીશમું સ્ત્રીશરીરસ્વરૂપ ચિંતન દ્વાર 390 मंसं इमं मुत्तपुरीसमीसं, सिंघाणखेलाइ य निज्झतं । एयं अणिच्वं किमियाण वासं, पासं नराणं मइबाहिराणं ॥ ३९४ ॥ શ્રાદ્ધદિનકૃત્ય વળી બીજું—— સ્ત્રીનું આ શરીર મળ–મૂત્રથી ભરેલું છે, શ્લેષ્મ, કફ અને થુંક વગેરે અશુચિનું ઝરણું છે, અનિત્યક્ષણવિનશ્વર છે, રસધાતુમાં ઉત્પન્ન થતા ગંડૂપદ વગેરે અનેક પ્રકારના કૃમિ જીવોનું સ્થાન છે, આવું પણ શરીર બુદ્ધિરહિત પુરુષો માટે બંધનરૂપ છે. કારણ કે આ લોકમાં અને પરલોકમાં બંધનનું કારણ છે. (૩૧૪) पासेणं पंजरेण य, बज्झंति चउप्पया य पक्खी य । इह जुवइ पंजरेणं, बद्धा पुरिसा किलिस्संति ॥ ३१५ ॥ આ જ અર્થને વિચારતા સૂત્રકાર કહે છે—— ચતુષ્પદો=પશુઓ દોરડા વગેરે પાસથી બંધાય છે, પક્ષીઓ પાંજરાથી બંધાય છે. અહીં (=અધ્યાત્મમાં) યુવતિરૂપ પાંજરાથી બંધાયેલા પુરુષો ક્લેશ પામે છે. (૩૧૫) सीयं च उण्हं च सहंति मूढा, इत्थीसु सत्ता अविवेयवंता । इलाइपुत्तुव्व चयंति जाई, जीयं च नासंति य रावणुव्व ॥ ३९६ ॥ ક્લેશને જ દૃષ્ટાંત દ્વારા પ્રગટ કરતા સૂત્રકાર કહે છે—— સ્ત્રીઓમાં આસક્ત થયેલા મૂઢ અને અવિવેકી પુરુષો ઠંડી-ગરમીને સહન કરે છે, ઈલાપુત્રની જેમ જાતિને છોડે છે, રાવણની જેમ પ્રાણનો નાશ કરે છે. ઈલાપુત્રનું દૃષ્ટાંત ઈલાવર્ધન નગરમાં જિતશત્રુ નામનો રાજા હતો. ઈલ નામનો શેઠ હતો. તેની ધારણી નામની પત્ની હતી. તેમને ઈલાદેવીની આરાધનાથી એક પુત્ર થયો. ઈલાદેવીએ આપ્યો હોવાથી તે પુત્રનું ઈલાપુત્ર એવું નામ રાખવામાં આવ્યું. સમય જતાં તે સર્વકળાઓમાં નિપુણ બન્યો. યુવાન બનેલો તે સદા ધાર્મિક વાંચન વગેરે આધ્યાત્મિક ક્રિયાઓમાં સમય પસાર કરતો હતો. રંગ-રાગ ઉપર તેને અણગમો હતો. તેને લગ્ન કરવાની જરાય ભાવના ન હતી. યૌવન અવસ્થામાં આવવા છતાં તેને યુવતિઓ તરફ જરાય આકર્ષણ ન હતું. તે યુવતિઓ તરફ નજર પણ કરતો ન હતો. મા–બાપે તેને પરણવા માટે ઘણું સમજાવ્યું, પણ તે એકનો બે ન થયો. તેની એક જ વાત હતી કે ભોગો એ કાદવ છે. મારે કાદવથી લેપાવું નથી. મારે ભોગી નથી બનવું, મારે યોગી બનવું છે. મોહાંધ મા-બાપે પુત્ર પરણે એ માટે દુરાચારી ખરાબ ચાલ ચલ–ગતવાળા યુવાનોની સોબત કરાવી. મિત્રો ખરાબ હોવા છતાં તેની પાસે તો ‘‘અમે સારા-ધર્મરુચિવાળા છીએ’’ એવો દેખાવ કરીને તેના મિત્રો બન્યા હતા. કારણ કે તેમને ખાત્રી હતી કે ઈલાપુત્ર ખરાબમિત્રોની સોબત કરતો નથી. મિત્રોએ ધીમે ધીમે ઈલાપુત્રને ધાર્મિક પ્રવૃતિઓ ઓછી કરાવીને બાહ્ય પ્રવૃત્તિઓ તરફ વાળવા માંડ્યો. એક વાર મિત્રો તેને ઉદ્યાનમાં ફરવાના બહાને બહાર લઈ ગયા. ઉદ્યાનમાં નટકન્યા અદ્ભુત નૃત્ય કરી રહી હતી. મિત્રો નૃત્ય જોવા માટે ઊભા રહ્યા. મિત્રોની સાથે ઈલાપુત્રને પણ ત્યાં ઊભા રહેવું પડ્યું. તેની દૃષ્ટિ નટકન્યા ઉપર પડી. નટકન્યાને જોતાં જ તે તેના ઉપર મોહિત થઈ ગયો. તેની સાથે પરણવાનો નિર્ણય કરી Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 39 ) પચ્ચીસમું સ્ત્રી શરીરસ્વરૂપ ચિંતન દ્વાર લીધો. હવે તેને નટકન્યા વિના ચેન પડતું નથી. રાત-દિવસ નટકન્યા જ યાદ આવે છે. ખાવાનું ભાવતું નથી. ઊંઘ આવતી નથી. કોઈની સાથે વાત કરવામાં ઉત્સાહ થતો નથી. મિત્રોએ તેને ઉદાસીનતાનું કારણ પૂછ્યું. તેણે સત્ય હકીક્ત કહી. મિત્રોએ તેના મા-બાપને આ વાત કહી. મા-બાપને આ જાણીને દુ:ખ થયું. માબાપે તેને અન્ય કુલીન સારી કન્યા પરણાવવા માટે ઘણું સમજાવ્યો. પણ ઈલાપુને નટકન્યાને જ પરણવાનો આગ્રહ રાખ્યો. મા-બાપને થયું કે આના આવા અનુચિત આગ્રહ માટે અમે જ જવાબદાર છીએ. કારણકે અમે જ તેને ખરાબ મિત્રોની સોબતકરાવી. ઈલાપુત્ર પોતાના નિર્ણયમાં મક્કમ છે. આથી જો તેને અમેનટકન્યાને પરણવાનો નિષેધ કરીશું તો એ જાતે જ તેને પરણશે અથવા આપઘાતકરશે. આમ વિચારીને પિતાએનછૂટકે નટને બોલાવીને પ્રસ્તાવ મૂક્યો. નટ પોતાની કન્યા ઈલાપુત્રને આપે તો તેને શેઠ પાસેથી ઘણું ધન મળતું હતું. છતાં તે પોતાની કન્યા તેને આપવા ઇચ્છતો ન હતો. કારણ કે તેને પોતાના વ્યવસાયનો ગૌરવ હતો. આથી તેણે કન્યા આપવાની ના પાડી. શેઠે ઘણો આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું: મારી કન્યા તમારા પુત્રને એક શરતે આપું. ઈલાપુત્ર અમારી નટમંડળીમાં આવે, અમારી સાથે ભોજનાદિ કરે, અમારી સાથે જ રહીને નૃત્યકળાનો અભ્યાસ કરે. પછી મને જણાશે કે તે નૃત્યકળામાં કુશળ બની ગયો છે, નૃત્યકળાથી ધન મેળવી શકે છે, ત્યારે હું તેને મારી કન્યા આપીશ. શેઠે એ શરત ન સ્વીકારી. ફરી ઈલાપુત્રને બીજી કોઈ સારી કન્યા સાથે પરણવા માટે સમજાવ્યો. ઘણી કાકલૂદીઓ કરી. પણ ઈલાપુત્ર તે શરતથી પણ નટકન્યાને જ પરણવાનો આગ્રહ રાખ્યો. મા-બાપને રડતાં મૂકીને ઈલાપુત્ર નટમંડળીમાં ગયો. નૃત્યકળાઓ શીખવા માંડી. થોડા જ સમયમાં તે નૃત્યકળામાં પ્રવીણ બની ગયો. તેની કુશળતા જોઈને નટ પ્રસન્ન બન્યો. નટે ઈલાપુત્રને કહ્યું: હવે તું તારી નૃત્યકળા બતાવીને ધન પ્રાપ્ત કર, જેથી તેને મહોત્સવ પૂર્વક મારી કન્યા પરણાવું. ઈલાપુત્ર નટમંડળીને લઈને બેન્નાતટનગરમાં આવ્યો. ત્યાંના રાજાને નમસ્કાર કરીને કહ્યું કે અમે આપને અમારી નૃત્યકળા દેખાડવા ઇચ્છીએ છીએ. રાજાએ કહ્યું: તમે મને નૃત્યકળાથી ખુશ કરશો તો હું તમને ઘણું ધન આપીશ. નૃત્યનો સમય નક્કી કરીને રાજાએ નગરમાં જાહેરાત કરાવી દીધી. સમય થયા પહેલાં જ લોકો નૃત્યસ્થળે આવવા લાગ્યા. થોડા જ વખતમાં નૃત્યસ્થળ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયું. સમય થતાં રાજા પણ પોતાની રાણી વગેરેની સાથે ત્યાં આવી ગયો. ઈલાપુને નૃત્ય શરૂ કર્યા. એક એકથી ચઢિયાતાં નૃત્યો કરીને લોકોને ખુશ કરી દીધા. નૃત્યમાં તાલ મુજબ પટહ (ઢોલ) વગાડવાનું કામ નટકન્યા કરતી હતી. નટકન્યાના પટવાદનથી પણ બધા લોકો ખુશ થયા. રાજા નટકન્યાનું રૂપ જોઈને તેના ઉપર મોહિત થયો. રાજા નટકન્યાને ઈલાપુત્રની પત્ની સમજે છે. આથી તેને વિચાર આવ્યો કે જો આ નટ મરી જાય તો આ નટડી મને મળે. નટ મરી જાય એવા આશયથી રાજાએ નટને કહ્યું: જો તું વાંસ ઉપર ચઢીને નૃત્ય કરી બતાવે તો હું તને ખરો નર્તક કહું. ઈલાપુર તેમ કરવા તૈયાર થયો. તે વાંસ ઉપર ચઢીને વાંસના ઉપર ગોઠવેલા એક પાટિયા ઉપર આવ્યો. ત્યાં કોઈ જાતના આધાર વિના નૃત્ય કરવા લાગ્યો. નટકન્યાએ ઢોલ વગાડવા સાથે કર્ણપ્રિય મધુર ગીત ગાવા માંડ્યું. વાતાવરણ આલ્હાદક બની ગયું. કોઈ જાતના આધાર વિના અદ્ધર રહીને નૃત્ય કરતો જોઈને લોકોને થયું કે નટ હમણાં જ નીચે ગબડશે, હમણાં પડશે, હમણાં પટકાશે, એમ લોકોના શ્વાસ પણ થંભી જતા હતા. લોકોના મુખમાંથી ચીચીયારી પડી જતી હતી. તેનું અદ્ભુત નૃત્ય જોઈને સર્વ પ્રેક્ષકો આશ્ચર્યમુગ્ધ બની ગયા. પણ નટીમાં મુગ્ધ રાજા નટ ઉપર ખુશ ન થયો. રાજાને એમ હતું કે વાંસ ઉપર નૃત્ય કરતાં કરતાં આ નટ નીચે પડીને મૃત્યુ પામશે. પણ રાજાની Page #411 -------------------------------------------------------------------------- ________________ પચ્ચીશમું સ્ત્રીશરીરસ્વરૂપ ચિંતન દ્વાર આ ધારણા નિષ્ફળ બની. ન આથી રાજાએ બીજી આજ્ઞા કરી કે વાંસ ઉપર ચઢીને વાંસનો પણ આધાર લીધા વિના નૃત્ય કરી બતાવ. ઈલાપુત્ર તેમ પણ નૃત્ય કરવા તૈયાર થયો. તેણે વાંસ ઉપર ચઢીને આકાશમાં અદ્ધર રહીને નૃત્ય કરવા માંડ્યું. કદી નહી જોયેલા જીવસટોસટીના નૃત્યો જોઈને લોકો તો આભા બની ગયા. ખુશ થયેલા લોકો તાળીયો પાડીને વાહવાહ પોકારવા લાગ્યા. પણ રાજા ન તો ખુશ થયો અને ન તો દાન આપ્યું. રાજાએ ફરી બીજા દિવસે નૃત્ય કરવાનું કહ્યું. ઈલાપુત્રે બીજા દિવસે પણ તે જ પ્રમાણે અદ્ભુત નૃત્યો કરી બતાવ્યાં. રાજાએ ફરી ત્રીજા દિવસે આવવાનું કહ્યું. ઈલાપુત્રે ત્રીજા દિવસે પણ પૂર્વની જેમ જ આશ્ચર્યકારક નૃત્યો કર્યાં. રાજાએ કહ્યું : ફરી આવતી કાલે નૃત્યો કરી બતાવીશ તો તને ઘણું દ્રવ્ય આપીશ. ઘણું દ્રવ્ય મળવાની આશાથી ઈલાપુત્રે ચોથા દિવસે પણ નૃત્ય કરવાનું સ્વીકાર્યું. 392 શ્રાદ્ધદિનકૃત્ય ચોથા દિવસે ઈલાપુત્ર વાંસ ઉપર ચડ્યો. તેને વિચાર આવ્યો કે રાજા ત્રણ ત્રણ દિવસથી આમ કેમ કરે છે ? જીવસટોસટીના નૃત્યો કરવા છતાં પ્રસન્ન કેમ થતો નથી ? આ વખતે તેની નજર રાજા સામે પડી. રાજાને જોઈને જ એ ઠરી ગયો. કારણકે રાજા ઢોલ વગાડતી નટડી તરફ કામુક્તાથી એકીટસે જોઈ રહ્યો હતો. રાજાની નેત્ર વગેરેની ચેષ્ટાઓને જોઈને તે રાજાના મનોભાવને પામી ગયો. તે સમજી ગયો કે રાજાનું મન મારી પ્રિયામાં આસક્ત થયું છે, આથી મને મારી નાખવા આમ કરે છે. આથી તેને ભોગવાસના ઉપર તિરસ્કાર થયો. રાજાને ધિક્કારવા સાથે તેણે પોતાની જાતને પણ ધિક્કારી. કુલીન એવા મેં આ નટકન્યામાં પાગલ બનીને મારા કુળને કલંક લાગે તેવું કર્યું, માતા–પિતાને તરછોડ્યા, એને મેળવવા મેં કેવાં દુ:ખો વેઠયાં ? કેવું જીવન જીવ્યું? ખરેખર ! ભોગવાસના ભયંકર છે. આવા વિચારથી તેને વૈરાગ્ય થયો. આ વખતે તેની નજર પાસેના મકાન ઉપર પડી. તેણે જોયું કે વિવિધ વસ્ત્ર અને શણગારોથી વિભૂષિત એક રૂપવતી નવયૌવના એક મુનિરાજને મોદકો વહોરાવવાની વિનંતી કરી રહી છે. મુનિ નીચી દૃષ્ટિ કરીને ઊભા છે. યુવતિના શરીર સામે દિષ્ટ પણ કરતા નથી. યુવત મોદકો વહોરવાનો આગ્રહ કરે છે અને મુનિ ન લેવાનો આગ્રહ કરે છે. આ દશ્યને જોઈને ઈલાપુત્ર વિચારમાં પડી ગયો. આ મુનિ પોતાની સામે ઊભેલી રૂપવતી યુવત સમક્ષ દિષ્ટ પણ કરતા નથી, જ્યારે હું આ નટડીમાં પાગલ બન્યો છું. યુવતિ મોદકો વહોરવા માટે આટલો આગ્રહ કરે છે છતાં મુનિ લેતા નથી. ધન્ય છે એમને અને ધિક્કાર છે મને. આમ સ્વનિંદા અને મુનિની પ્રશંસા કરતા કરતાં ઈલાપુત્ર શુભધ્યાનમાં ચઢી ગયો. શુભધ્યાનમાંથી શુક્લધ્યાન આવ્યું, ઘાતી કર્મોનો ક્ષય થયો અને કેવલજ્ઞાન પ્રગટ્યું. કેવલજ્ઞાન થતાં દેવોએ તેમને મુનિવેષ આપ્યો. પછી દિવ્યસુવર્ણ કમલ ઉપર બેસીને પોતાનો પૂર્વભવ કહ્યો. તે આ પ્રમાણે– હું પૂર્વે વસંતપુરમાં બ્રાહ્મણ હતો. વૈરાગ્ય પામીને બ્રાહ્મણીની સાથે જિનદીક્ષા લીધી. આમ છતાં બંનેને પરસ્પર સ્નેહરાગ હતો. તથા બ્રાહ્મણીએ જાતિમદ કર્યો. સ્નેહરાગની અને જાતિમદની ગુરુની પાસે આલોચના કર્યા વિના મરીને સ્વર્ગમાં ગયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવીને હું આ ઈલાપુત્ર થયો. બ્રાહ્મણી પણ ત્યાંથી ચ્યવીને પૂર્વે કરેલા જાતિમદના કારણે લંખની આ પુત્રી થઈ. પૂર્વભવના સ્નેહના સંસ્કારના કારણે હું તેના પ્રત્યે ગાઢ અનુરાગવાળો થયો. આ સાંભળીને વૈરાગ્ય પામેલા રાજા, રાણી અને નટપુત્રીએ દીક્ષા લીધી. શુભ ધ્યાનથી જલદી ઘાતી કર્મો ખપાવીને કેવલજ્ઞાન પ્રામ કર્યું. આયુષ્ય પૂર્ણ થતાં બધા મોક્ષમાં ગયા. રાવણની કથા તો શ્રી રામચંદ્રજીના ચરિત્રમાંથી જાણી લેવી. (૩૧૬) Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (393) છવીસમું સ્ત્રીસંગનિવૃત્તિ બહુમાન દ્વાર . (૨૬) સ્ત્રીસંગનિવૃત્ત બહુમાન દ્વાર ता ते सुधन्ना सुकयत्थजम्मा, ते पूयणिजा ससुरासुराणं । मुत्तूण गेहं तु दुहाण वासं, बालत्तणे जे उ वयं पवन्ना ॥३१७॥ दारं २६ ॥ હવે “સ્ત્રીસંગથી નિવૃત્ત થયેલાઓ ઉપર બહુમાન” એવા છવીસમા દ્વારનું વિવરણ કરતા સૂત્રકાર કહે તેથી તે મનુષ્યો સુધન્ય છે, તેઓનો જન્મ સુસફલ છે, તેઓ સુર-અસુર વગેરે દેવોને પૂજ્ય છે, કે જેઓએ દુ:ખનું સ્થાન એવા ઘરને છોડીને બાલ્યાવસ્થામાં દીક્ષાનો સ્વીકાર કર્યો છે. (૩૧૭) वेरग्गतिक्खखग्गेणं, छिंदिउं मोहबंधणं । निक्खंता जे महासत्ता, अदिपियसंगमा ॥३१८ ॥ ते धन्ना ताण नमों, दासोहं ताण संजमधराणं । अद्धच्छिपिच्छरीओ जाण, न हियए खुडुक्कंति ॥३१९॥ તથા–- . જે પરાક્રમી મનુષ્યોએ પ્રિયાના સંગને અનુભવ્યા વિના જ વૈરાગ્યરૂપતીક્ષ્ણ તલવારથી મોહના બંધનને છેદીને દીક્ષા લીધી છે, અને તેથી જ વિકૃતદષ્ટિથી જોનારી સ્ત્રીઓ જેમના હૃદયમાં શલ્યની જેમ ખૂંચતી નથી, તે મનુષ્યો ધન્ય છે, સંયમધારી તેમને નમસ્કાર થાઓ, તેમનો હું દાસ છું. (૩૧૮-૩૧૯) ता किं च तं हुज दिणं मुहुत्तं, जहिं पमुत्तूण गिहत्थभावं । निव्वाणसुक्खाण निहाणभूयं, अणवजपव्वज पवजिमोऽहं ॥३२०॥ આ પ્રમાણે બ્રહ્મચારીઓની સ્તુતિ કરીને પોતાની આશંસા માટે કહે છે – તેથી તે દિવસ અને તે મુહૂર્ત ક્યારે આવે કે જ્યારે હું ગૃહસ્થાવસ્થાને મૂકીને મોક્ષસુખોનું નિધાનરૂપ નિષ્પાપ દીક્ષાને સ્વીકારું. (૩૨૦) पुव्वुत्तं सव्वं काऊणं, ठावित्ता चित्तमंदिरे । भयवं परमिट्ठित्ति, तओ निदं तु गच्छई ॥३२१॥ ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે – પૂર્વોક્ત ચૈત્યવંદન અને ચાર શરણ સ્વીકાર વગેરે બધું કરીને, ચિત્તરૂપમંદિરમાં પરમેષ્ઠી ભગવાનને સ્થાપીને, પછી નિદ્રા કરે, અર્થાત્ નવકાર ગણીને સુવે. (૩૨૧) -ક8 Page #413 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીશમું બાધકદોષ વિપક્ષ ચિંતન દ્વાર 394 (૨૭) બાધકોષોવિપક્ષ ચિંતન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य । અહો તુવવો ય સંસારો, નથ હ્રીમંતિ ખંતુળો ॥૩૨૨ | વારં ૨૭॥ હવે ‘આત્મબાધક દોષોના વિપક્ષ શુભભાવોની વિચારણારૂપ' સતાવીસમા દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે— જન્મ, જરા, રોગો અને મરણો દુ:ખનું કારણ હોવાથી દુ:ખરૂપ છે. અહો ! જીવો જેમાં દુ:ખી થાય છે તે ચતુર્ગતિમાં ભ્રમરૂપ સંસાર દુ:ખરૂપ છે. જન્મ વગેરેનું દુ:ખ આ પ્રમાણે છે— (શ્રી મહાવીર ભગવાન કહે છે કે) ‘‘હે ગૌતમ ! તપાવેલી અગ્નિ જેવી લાલચોળ સોયો એકી સાથે આખા શરીરમાં ભોંકવાથી જે દુઃખ થાય, તેથી આઠ ગણું દુ: ખ ગર્ભાવાસમાંથાય. (૧) ગર્ભમાંથી નીકળતાં માતાની યોનિરૂપયંત્રમાં પીલાતાં ગર્ભવાસથી લાખગણું કે ક્રોડાકોડગણું દુઃખ થાય.’’(૨) જરા એટલે વૃદ્ધાવસ્થા. તે પણ દુ:ખરૂપ છે. તે આ પ્રમાણે— ‘વૃદ્ધાવસ્થામાં શરીર સંકોચાઈ જાય છે, અર્થાત્ ક્ષીણ થઈ જાય છે, ચાલી શકાતું નથી, દાંત પડી જાય છે, આંખે દેખાતું નથી કે ઝાંખું દેખાય છે, રૂપ ઓસરી જાય છે, મોઢામાંથી લાળ પડે છે, સંબંધીઓ કહ્યા પ્રમાણે કરતા નથી, પત્ની સેવા કરતી નથી, વૃદ્ધાવસ્થાથી પરાભવ પામેલા પુરુષની પુત્ર પણ અવજ્ઞા કરે છે. વૃદ્ધાવસ્થાના આવા કષ્ટને ધિક્કાર થાઓ.’’ અહીં કથા આ પ્રમાણે છે— વૃદ્ધાવસ્થાથી પરાભવ પામતા વૃદ્ધની કથા કૌશાંબી નગરીમાં ધનવાન ધન નામનો સાર્થવાહ હતો. તેને ઘણા પુત્રો હતા. તેણે એકલાએ વિવિધ ઉપાયોથી ઘણું ધન મેળવ્યું. તે ધનનો તેણે સર્વ દુ:ખી બંધુઓ, સ્વજનો, પુત્ર અને પત્ની આદિ માટે ઉપયોગ કર્યો. પછી તે કાલપરિપાકના કારણે વૃદ્ધ બન્યો. આથી તેણે કુટુંબઆદિના પાલન માટે સમર્થ અને કળાઓમાં કુશળ એવા પુત્રો ઉપર સર્વચિંતાનો ભાર નાખ્યો. પિતાએ અમને આવી ઉચ્ચ અવસ્થાએ પહોંચાડ્યા છે અને સર્વને માન્ય કર્યા છે એમ પિતાના ઉપકારનું સ્મરણ કરીને કુલીનપુત્ર તરીકે પોતે કોઈક કાર્યોમાં વ્યગ્ર હોવાના કારણે તે અસમર્થ વૃદ્ધની પોતાની પત્નીઓ દ્વારા સેવા કરાવતા હતા. તેમની સ્ત્રીઓ પણ તેનું ઉર્તન, સ્નાન, ભોજન આદિ સર્વ કામ સમયસર પૂર્ણપણે કરતી હતી. સ્ત્રીઓ સમય જતાં સેવા કરવામાં ધીમે ધીમે શિથિલ બનવા લાગી. વૃદ્ધે સેવા બરોબર ન થવાથી અને વૃદ્ધાવસ્થાના કારણે ચિત્તાભિમાનથી અતિશય દુ:ખસાગરમાં ડૂબીને પુત્રો આગળ સ્ત્રીઓ મારી સેવા બરોબર કરતી નથી એમ ફરિયાદ કરી. પોતાના પતિઓથી ખેદ પમાડાતી સ્ત્રીઓએ અતિશય સેવાને છોડી દીધી. બધી સ્ત્રીઓએ વિચારીને એકમત થઈને પોતાના પતિઓને કહ્યું : અમારાથી તેની સેવા બરોબર કરાતી હોવા છતાં વૃદ્ધાવસ્થાના કારણે વિપરીતપણું થવાથી સત્ય હકીકતને છુપાવે છે. જો તમને પણ અમારા ઉપર વિશ્વાસ ન હોય તો બીજા વિશ્વસનીય માણસો દ્વારા અમારી સેવાને જુઓ. તેમણે સેવા કેવી થાય છે તે જોવા એક વિશ્વસનીય માણસને મૂક્યો. બધી ય સ્ત્રીઓ તે અવસરે સર્વ કાર્યો સમયસર Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (395) સત્તાવીસમું બાંધકદોષ વિપક્ષ ચિંતન દ્વાર બરોબર કરવા લાગી. પુત્રોએ હવે પિતાને પૂછ્યું: હવે સેવા બરોબર થાય છે ને? પૂર્વકાળથી સ્નેહ રહિત બનેલા પિતાએ કહ્યું: સ્ત્રીઓ મારું કંઈ બરોબર કરતી નથી. પુત્રોએ વિશ્વાસુ માણસના વચનથી સત્ય હકીકત જાણીને નિર્ણય કર્યો કે સેવા બરોબર થતી હોવા છતાં પિતાજી વૃદ્ધાવસ્થાના કારણે વારંવાર રડે છે. આથી પુત્રોએ પણ તેનો અનાદર કર્યો. વાત નીકળે ત્યારે બીજાઓને પણ પિતાજીનો તો રડવાનો સ્વભાવ છે એમ કહેતા હતા. તેથી પુત્રોથી અનાદર કરાયેલા, પુત્રવધૂઓથી પરાભવ પમાડાયેલા અને પરિજનોથી પણ વગોવાયેલા તેની વચનમાત્રથી પણ કોઈ પણ સેવા કરતું નથી. આ રીતે સ્વજન વર્ગ સુખી હોવા છતાં તે આયુષ્યની શેષ અવસ્થાને દુ:ખથી અને ઘણા કષ્ટથી અનુભવે છે. આ પ્રમાણે વૃદ્ધાવસ્થાથી પરાભવ પામેલ શરીરવાળા અને તૃણને વાળવામાં પણ અસમર્થ એવા બીજા પણ વૃદ્ધો પોતાના કાર્યમાં નાના માણસથી પણ પરાભવને પામે છે. તથા રોગો દુ:ખ છે. જેમકે – વાત અને પિત્ત આદિથી થનારા ફૂલ અને દાહ વગેરે રોગોથી તથા કડવા અને તીક્ષ્ણ વગેરે ઔષધોથી જીવો નિત્ય પીડાય છે. જેમણે સુકૃતો ક્ય નથી તેવા જીવોને મરણો ભયજનક હોવાથી દુ:ખરૂપ છે, અથવા દુ:ખનો અનુબંધ કરનારાં છે. જેમકે- આયુષ્યનેસમેટતો, બધાં બંધનોને શિથિલ કરતો, દેહરૂપ સ્થાનને મૂક્તોજીવઘણું કરુણ અશુભ ધ્યાન કરે છે. (૧) જે પ્રમાણે મારું આ બળ છે તે પ્રમાણે મેં એક પણ શુભ આચરણ સારી રીતે કર્યું નથી. તેથી મંદપુષ્યવાળા મને મરણના સમયે સહાય કોણ કરે? (૨) તથા – જેમણે પાપકર્મો ક્યાં છે અને એથી મરણ પછી નરકની તીવ્ર વેદના છે તે જીવો રાતે સુખપૂર્વક કેવી રીતે સુવે ? ગાથામાં રહેલા વ શબ્દથી દેવગતિ પણ દુ:ખરૂપ છે એમ સમજવું. જેમકે – લાંબા કાળે પણ જેને દુઃખ આવે છે તેને સુખી કેમ કહેવાય ? અને જે સુખ મરણના અંતે સંસારનો અનુબંધ કરનારું હોય તેને સુખ કેમ કહેવાય ? આ પ્રમાણે સંસાર દુ:ખરૂપ છે. (૩૨૨) इक्खूण जंताणि विवजयामि, कुंताई सिल्लाइं वणिजयं च । कलहं च झंझं च चएमि निच्चं, सव्वाण पावाणमिमं खु मूलं ॥३२३॥ આ પ્રમાણે સંસારનું સ્વરૂપ વિચારીને હવે સંસારના હેતુ કર્મોનો (કનાં કારણોનો) ત્યાગ કરવા માટે કહે છે– શેરડી (વગેરે) પીલવાના યંત્રો, ભાલો વગેરે અને બરછી વગેરે શસ્ત્રો, વેપાર, અંગારકર્મવગેરે મંદાનના ધંધા, જેલનું રક્ષણ કરવું વગેરે કઠોર વ્યવસાય, આ બધાનો ત્યાગ કરું છું. આ બધાનો પૂર્વે નિષેધ કર્યો હોવા છતાં ફરી અહીં નિષેધનું ચિંતન અતિશય ત્યાગ કરવા યોગ્ય છે એમ જણાવવા માટે છે. કલહ અને ઝંઝાનો નિત્ય ત્યાગ કરું છું. કારણ કે કલહ વગેરે કરવું એ જ સર્વ પાપોનું = આ લોક સંબંધી અને પરલોક સંબંધી દુ:ખોનું મૂલ કારણ છે. કલહ એટલે ઊંચા સ્વરથી ઝગડવું. ઝંઝા : કોઈએ અપરાધ કર્યો હોય તેથી આખોય દિવસ તેના પ્રત્યે ક્યાયથી કલુષિત થઈને જે કંઈ કહેવું તે ઝંઝા. Page #415 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસમુંબાઈકદોષવિપક્ષ ચિંતન દ્વાર 396 શ્રાદ્ધદિનકૃત્ય અહીં નિશીથ સૂત્રમાં કહેલાં બે દષ્ટાંતો છે. તે આ પ્રમાણે– સાધુ સમુદાયમાં કષાયો ઉત્પન્ન થાય ત્યારે ઉપશમન કરવું. અન્યથા મહાન અનર્થ થાય. બે કાંચડાનું દષ્ટાંત જેમકે – એક મોટા જંગલમાં ઘણી વનરાજીથી શોભતું સરોવર હતું. ત્યાં ઘણા જલચર પ્રાણીઓ અને પક્ષીઓ બેઠા હતા. એ જંગલમાં એક મોટું હાથીઓનું ટોળું રહે છે. એકવાર ઉનાળામાં હાથીનું ટોળું વૃક્ષની શીતલ છાયામાં બેઠું હતું. આ વખતે બે કાચંડા (=કાકીડા) લડવા લાગ્યા. તેમને લડતા જોઈને વન દેવતાએ. બધાને સ્વભાષામાં ઘોષણા કરી કે- “હે હાથીઓ હે જલવાસીઓ! સાંભળો. હે વસ-સ્થાવર જીવો! આ બધાય તમે મારું વચન સાંભળો. જ્યાં બે કાચંડા લડે છે ત્યાં વિનાશની સંભાવના છે.” માટે તમે લડતા એવા તેમની ઉપેક્ષા ન કરો. આ પ્રમાણે કહેવા છતાં જલચર વગેરે પ્રાણીઓએ વિચાર્યું – લડતા આ કાચંડા અમને શું કરશે ? આમ વિચારીને બધાએ વનદેવતાના વચનની અવગણના કરી. લડાઈમાં એક કાચંડો હારી ગયો. આથી ઊંચું મુખ કરીને સૂતેલા હાથીના સૂંઢમાં આ બિલ છે એમ સમજીને પ્રવેશ્યો. બીજો પણ તેની પાછળ તેમાં પ્રવેશ્યો. ત્યાં પણ બંને યુદ્ધ કરવા લાગ્યા. આથી હાથી વ્યાકુળ થઈ ગયો. આથી હાથીએ વનને ભાંગી નાખ્યું. તેમાં રહેલા ઘણા જીવોને મારી નાખ્યા. પાણીને વલોવીને જલચર જીવોનો ઘાત કર્યો. તળાવની પાળ ભાંગી નાખી. આથી તળાવ નાશ પામ્યું. બધા જલચર જીવો નાશ પામ્યા. વળી બીજું પ્રબળ અધિકરણ (ઝગડો) ઉત્પન્ન થાય ત્યારે પાસે રહેલા સાધુઓએ બંનેને છૂટા પાડીને ઉપશાંત કરવા જોઈએ. ગુરુએ તે બંનેને કહેવું કે હે આર્યો! ઉપશાંત થાઓ, ઉપશાંત થાઓ. ઉપશાંત નહિ થયેલાને સંયમ ક્યાંથી હોય ? અને સ્વાધ્યાય પણ ક્યાંથી હોય ? માટે ઉપશાંત થઈને સ્વાધ્યાય કરો. આ પ્રમાણે દ્રમની જેમ શાકપત્રોથી સુવર્ણરસનો ત્યાગ ન કરો. આ વિષે દષ્ટાંત આ પ્રમાણે છે દ્રમકનું દષ્ટાંત ધન મેળવવાની ચિંતામાં પડેલા દ્રમકને એક પરિવ્રાજકે પૂછ્યું : આમ તું ચિંતામાં કેમ પડ્યો છે? તેણે કહ્યું હું દરિદ્રતાથી પરાભવ પામ્યો છું. પરિવ્રાજકે કહ્યું: હું તને ધનવાન કરું છું. હું તને જ્યાં લઈ જઉં ત્યાં તું આવ અને તને જે કરવાનું કહ્યું કે તારે કરવું. પછી ભાતું સાથે લઈને તે બંનેએ ગહન ઝાડીમાં પ્રવેશ કર્યો. પરિવ્રાજકે તેને કહ્યું: ઠંડી, ગરમી, પવન અને પરિશ્રમને ગણવું નહિ, અર્થાત્ એ બધું સહન કરવું, સુધાતૃષાને સહન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, અચિત્ત કંદમૂલ-પત્ર-પુષ્પ ફલનો આહાર કરવો, જરા પણ ક્રોધ ન કરવો, આ બધાનું પાલન કરવા પૂર્વક શમીવૃક્ષના પર્ણપુટોથી સુવર્ણરસને લેવો. દ્રમકે આ વિધિથી સુવર્ણ રસ લઈને તુંબડું ભર્યું. પછી બંને ચાલ્યા. માર્ગમાં પરિવ્રાજક દ્રમકને કહ્યું: તું મારા પ્રભાવથી ધનવાન થઈશ. વારંવાર આ પ્રમાણે કહેવાથી ગુસ્સે થયેલા દ્રમકે કહ્યું: જો તારા પ્રભાવથી – મહેરબાનીથી ઐશ્વર્યા છે તો મારે તે ઐશ્વર્યનું પ્રયોજન નથી. આમ કહીને શાકપત્રોથી સુવર્ણરસનો ત્યાગ કરવા લાગ્યો. સુવર્ણરસનો ત્યાગ કરતા તેને પરિવ્રાજકે કહ્યું: શાકપત્રોથી સુવર્ણરસનો ત્યાગ ન કર, નહિ તો પાછળથી શોક કરીશ. આ દષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે – એ પ્રમાણે ગુરુ પણ કષાય કરનારા સાધુઓને કહે કે તમે કલહ ન કરો. નહિ તો પાછળથી પરિતાપ પામશો. અહીં શમીપત્ર સમાન અનુષ્ઠાનો છે. સંયમ રૂપ સુવર્ણસ છે. શાક્ષત્રસમાન ક્ષાયો છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય સત્તાવીશમું બાધકદોષ વિપક્ષ ચિંતન દ્વાર કષાયોથી સવયો ઇત્યાદિ શાસ્ત્રવચન પ્રમાણે સંયમનો નાશ થયે છતે તમે શોક કરશો. સવયોળ ઇત્યાદિ શાસ્ત્રવચન આ પ્રમાણે છે— फरुसवणेण दिणतव - महिक्खिन्तो य हणइ मासतवं । 397 સિતવં સવમાળો, દારૂ ઢળતો ય સામાં || (૩૧.મા.૧૩૪) ‘કઠોર વચન બોલનાર કઠોરવચનથી એક ઉપવાસથી થતા પુણ્ય વગેરેનો નાશ કરે છે. ક્રોધ કરીને જાતિ-કુળ આદિના મર્મ વગેરેને પ્રગટ કરતો જીવ એક માસખમણથી થતા પુણ્ય વગેરેનો નાશ કરે છે. ‘‘તારું આવું અશુભ થાઓ.’’ એમ શાપ આપતો જીવ એક વર્ષના તપથી થતા પુણ્ય વગેરેનો નારા કરે છે, પરનો ઘાત કરતો જીવ સંયમનો નાશ કરે છે.’’ (૩૨૩) किं मे कडं किंच मे किच्चसेसं, किं सक्कणिज्जं न समायरामि । किं मे परो पासइ किं च अप्पा, किं वाहं खलियं न विवज्जयामि ॥ ३२४॥ સંસારના હેતુઓને અટકાવીને હવે મોક્ષને યાદ કરવા માટે કહે છે—— મેં આજે દેવપૂજા વગેરે કયું કાર્ય કર્યું ? જીર્ણોદ્ધાર વગેરે કયું કાર્ય મારે કરવાનું બાકી છે ? શક્ય હોય તેવું તપ અને પઠન વગેરે શું કરતો નથી ? મારા નિષ્ઠુરભાષણ વગેરે કયા દોષને અન્ય સાધર્મિક વગેરે જુએ છે ? = જાણે છે ? ક્યાંક (=ક્યારેક) સંવેગને પામેલો મારો આત્મા શું (=કયા દોષને) જુએ છે ? અથવા હું કયા પ્રમાદજનિત અતિચારસમૂહનો ત્યાગ કરતો નથી? ‘‘જિનેશ્વરોએ પ્રમાદ આઠ પ્રકારનો કહ્યો છે. અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ (=ભૂલી જવું વગેરે), ધર્મમાં અનાદર અને યોગોનું દુષ્પ્રણિધાન. આ આઠ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. આત્મનિરીક્ષણ સંબંધી વિવેચન આવા પ્રકારની વિચારણાને ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં ધર્મજાગરિકા કહી છે. ધર્મ જાગરિકાના આ સ્વરૂપથી સમજી શકાય છે કે ધર્મજાગરિકા એટલે આત્મનિરીક્ષણ. દરેક શ્રાવકે આ પ્રમાણે દરરોજ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આત્મનિરીક્ષણનો અચિંત્યપ્રભાવ છે. આથી જ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્ર સૂરિ મહારાજાએ યોગશતક નામના ગ્રંથમાં આ વિષે બહુ ભાર મૂક્યો છે. આજે કેટલાકો કેવળ નિશ્ચય નિશ્ચયનો જાપ જપીને ધર્મક્રિયાઓ પ્રત્યે તિરસ્કાર ભાવવાળા બન્યા છે. જ્યારે કેટલાકો કેવળ ધર્મક્રિયાઓને જ મહત્ત્વ આપીને નિશ્ચય તરફ બેદરકાર રહે છે. આથી તેમને ધર્મક્રિયાથી જે ફળ મળવું જોઈએ તે ફળ મળતું નથી. ધર્મક્રિયાનું ફળ મેળવવા ધર્મક્રિયા કરતાં કરતાં નિશ્ચય તરફ લક્ષ્ય રાખતા રહેવું જોઈએ. નિશ્ચય એટલે સાધ્ય. વ્યવહાર એટલે નિશ્ચયને સિદ્ધ કરવાનો ઉપાય. રાગાદિ દોષોનો સર્વથા નાશ એ નિશ્ચય છે. ધર્મક્રિયા એ વ્યવહાર છે. આથી દોષો ઘટે એ ધર્મક્રિયાનું ફળ છે. દરેક ધર્મીએ પોતાની ક્ક્ષા મુજબ ધર્મક્રિયાઓ કરતાં કરતાં એ ક્રિયાઓથી મારા રાગાદિ દોષો કેટલા ઘટ્યા એ તપાસતા રહેવું જોઈએ. એ માટે દરરોજ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આજે ધર્મક્રિયા કરનારાઓમાં આત્મનિરીક્ષણ કરીને ધર્મક્રિયાથી મારા દોષો ઘટ્યા કે નહિ એની તપાસ કરનારા કેટલા ? હું આટલા વર્ષોથી અમુક અમુક ક્રિયાઓ કરું છું. એ Page #417 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસમું બાધકદોષ વિપક્ષ ચિંતન દ્વાર (398) શ્રાદ્ધદિનકૃત્ય ક્રિયાઓથી દોષો ઘટે એમ શાસ્ત્રો કહે છે, તો મારામાં એ ક્રિયાથી ક્યા ક્યા દોષો કેટલા કેટલા અંશે ઘટ્યા છે આવી તપાસ કરનારા કેટલા ? આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગશત ગ્રંથમાંના પેરામેનિફળ ઢોસાવેલ્વા એ શબ્દોથી આજ વિષયનો નિર્દેશ કર્યો છે. સાધકે દોષોની અપેક્ષાએ અતિનિપુણ આત્મ પ્રેક્ષણ કરવું જોઈએ. અર્થાત્ મારામાં ક્યા ક્યા દોષ આદિ છે ? રાગ વધારે છે? દ્રેષ વધારે છે? ક્રોધ વધારે છે? માન વધારે છે ? માયા વધારે છે? લોભવધારે છે? એમ સાધકે પ્રતિદિન અતિનિપુણ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. દોષોનું નિરીક્ષણ કરવાથી જ દોષોનો વિનાશ થાય છે. દોષોના નિરીક્ષણ વિના દોષોનો વિનાશ પ્રકાશ વિના અંધકારના પ્રતિકારની જેમ અશક્ય છે. દોષોનું નિરીક્ષણ પણ કેવળ પોતાના મનના આધારે જ નથી કરવાનું, કિંતુ બીજા લોકોની સ્વજનસંબંધી કે આડોસી પાડોસી આદિની દૃષ્ટિએ પણ કરવાનું છે. એટલે કે અન્ય (શિષ્ટ) લોકો ઉપર મારી કેવી છાપ છે? અન્ય (શિષ્ટ) લોકોનો મારા સ્વભાવ માટે કેવો અભિપ્રાય છે ? તે પણ વિચારવું. અહંકાર આદિ દોષોને વશ બનીને આપણે દોષોનું નિરીક્ષણ કરવા ઉત્સાહિત થતા જ નથી. પુરુષાર્થ ફોરવીને દોષનિરીક્ષણ કરવામાં આવે તો પણ અહંકાર આદિ દોષોથી મન દોષોને છુપાવી દે છે. આથી દોષો જોવા પ્રયત્ન કરવા છતા આપણને દોષોનદેખાય એમ પણ બને. આપણને ક્યાં અનુભવ નથી થતો કે આપણામાં કોધાદિ દોષો હોવા છતાં આપણને દેખાતા નથી અને સાત્તિ આદિ ગુણો દેખાય છે. આથી પોતાની વૃત્તિ વાણી અને વર્તનના આધારે પોતાના દોષોનું નિરીક્ષણ ક્ય પછી પણ (શિષ્ટ) લોકો મને કેવા સ્વભાવનો કહે છે તે જોવું. શું આપણે નથી જોતા કે ઘણા લોકો પોતાને શાંત ઉદાર સમજતા હોય છે, પણ અન્ય (શિષ્ટ) લોકોની દષ્ટિએ તેઓ ક્રોધી અને કૃપણ હોય છે, અને એ હકીકત સત્ય હોય છે. પોતાને સરળ અને નમ્ર બતાવતા લોકો અન્યની દષ્ટિએ મહામાયાવી અને અતિ અભિમાનીતરીકે પ્રસિદ્ધ હોય છે. આથી સાધકે પોતાનાદોષોનું સ્વદષ્ટિએ નિરીક્ષણ કરીને પરદષ્ટિએ પણ નિરીક્ષણ કરવું જરૂરી છે. આથી જ પૂ. હરિભદ્રસૂરિ મહારાજે દોષોનું નિરીક્ષણ અતિ નિપુણ કરવું” એમ કહ્યું. સ્વ અને પર એમ ઉભયની દષ્ટિએ દોષોનું નિરીક્ષણ એ જ અતિનિપુણ નિરીક્ષણ આજે આ પ્રમાણે આત્મનિરીક્ષણ કરનારા કેટલા? પોતાને આત્મવાદી કહેનારા અને એનો ગર્વ લેનારાઓમાં પણ આત્મનિરીક્ષણ કરનારા વિરલા જ હોય છે. ખરેખર! જેટલા આત્મવાદીઓ છે તેટલા બધા જો આ પ્રમાણે આત્મનિરીક્ષણ કરવા માટે તો આ સંસાર સ્વર્ગસમો બની જાય. આત્મવાદી ગણાતાઓ પણ શરીર વગેરેનું જ નિરીક્ષણ કર્યા કરે છે આત્મવાદી ગણાતા લોકોમાં પણ મોટાભાગના લોકો હંમેશા શરીરનું વિષય સુખનાં સાધનોનું અને વિષયસુખનું નિરીક્ષણ ક્ય કરે છે. ચોવીસે કલાક શરીરની, વિષયસુખના સાધનોની કે વિષયસુખની જ ચિંતા કરે છે. શરીર ઉપર જરાય દુ:ખ ન પડે, શરીરમાં રોગ ન આવે, આવેલાં રોગો કેમ દૂર થાય, વિષયસુખનાં સાધનો કેવી રીતે મેળવવા, ક્યાંથી મેળવવા, વિષય સુખો કેવી રીતે ભોગવવા વગેરે વિચારણા સતત ચાલુ હોય છે. શરીરમાં જરા દોષ-રોગ દેખાય કે તુરત પોતાના લાગતા વળગતાને ફરિયાદ કરશે અને વૈદ્ય-ડૉક્ટરને બતાવીને દોષ દૂર કરવા અનેક પ્રયત્ન કરે છે. પણ આત્મામાં કેવા કેવા અને કેટલા કેટલા દોષો ભરેલા છે, Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (399) સત્તાવીસમુંબાધકદોષવિપક્ષ ચિંતન દ્વાર તથા એના યોગે કેવી કેવી વિટંબણા ઊભી થઈ છે અને થયા કરે છે તથા ભવિષ્યમાં ઊભી થશે એનો વિચાર કરતા નથી. તાવ આવ્યો તો તુરત ડૉક્ટર બોલાવશે. કદાચ આર્થિક શક્તિ નહીં હોય તો ડૉક્ટર પાસે જશે અને તાવની ફરિયાદ કરશે. પણ અંતરમાં ક્રોધ ઉત્પન્ન થયો તો કોઈને નહિ કહે અને કોઈની પાસે નહિ જાય. શરીરના રક્ષણ માટે પ્રથમથી જ શરીરના સ્પેશિયલ ડૉક્ટર રાખશે, પણ આત્માના રક્ષણ માટે આત્માના ડૉક્ટરો રાખનારા કેટલા? દરરોજ આરીસામાં જોઈને શરીરમાં ડાઘ-દૂષણ હોય તો દૂર કરનારા કેટલા અને દરરોજ આત્માના આરોસામાં દૂષણો જોઈને તેને દૂર કરવા પ્રયત્ન કરનારા કેટલા? શરીરના દોષોને દૂર કરવા મુંબઈ, કલકત્તા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં અનેક લોકો દૂર દૂરથી આવે છે પણ આત્માના દોષોને દૂર કરવા જનારા લોકો કેટલા ? અંગોને સ્વચ્છ રાખવા અનેક સાધનો વસાવે છે, અને ઉપયોગ કરે છે. દાંતને સ્વચ્છ રાખવા બ્રશ, ટુથ પાવડર, દાતણ વગેરેનો ઉપયોગ કરે છે. આંખમાં દવાનાં ટીપાં નાખી આંખ સ્વચ્છ રાખે છે. પાણી, સાબુથી શરીરનો મેલ દૂર કરે છે. તેમ આત્માને સ્વચ્છ કરવા સાધનો રાખનારા કેટલા? ઘરમાં ધર્મના ઉપકરણો કેટલાં? ઉપાશ્રયમાં કેટલાં? દંડાસણ-કામળી–પંજણી વગેરે પૌષધની સામગ્રી કેટલી અને કેવી ? દંડાસણ મેલું અને ઘસાઈ ગયેલી દસીઓવાળું હોય... શરીર કે વિષયસુખનાં સાધનો બગડે તો દુઃખ થાય છે. જ્યાં સુધી સારાં ન થાય ત્યાં સુધી બેચેની રહે છે, અને સારાં થતાં સુખ થાય છે. પણ આત્મા વધારે બગડે તો દુ:ખ થતું નથી. આત્મા બગડે છે તેનું દુ:ખ ન હોય તેને સુધારવાની ચિંતા પણ ન હોય એ સ્વાભાવિક છે. આત્મવાદી કહેવડાવવું અને આત્મવાદી બનવું એમાં ભેદ છે. સાચા આત્મવાદીને આત્માની આત્માના ગુણોની ચિંતા ન હોય એ બનવા જોગ નથી. સાચો આત્મવાદી આસ્તિક છે અને બનાવટી આત્મવાદી નાસ્તિક છે. આત્માની ચિંતા કરે તે સાચો આત્મવાદી અને આસ્તિક છે. હું આત્માને માનું છું એમ કહે અને આત્માની ચિંતા ન કરે તે આસ્તિક નથી, કિંતુ નાસ્તિક છે. બહારના દોષોને કાઢવાની જેટલી ચિંતા છે, તેટલી આત્માના દોષોને કાઢવાની નથી રોગ, દરિદ્રતા, અપકીર્તિ આદિ દૂર કરવા અને આરોગ્ય, સંપત્તિ, કીર્તિ મેળવવા જેટલી ચિંતા અને પ્રયત્ન થાય છે, તેટલી ચિંતા અને પ્રયત્ન જો અંતરના દોષોને દૂર કરવા અને ગુણોને મેળવવા કરવામાં આવે તો જીવનનું પુનિત પ્રભાત પ્રગટ્યા વિના રહે નહિ. આ ત્યારે જ બને કે જ્યારે જેમ રોગ આદિ ઉપર અણગમો છે અને ભૌતિક સુખ પ્રત્યે પ્રેમ છે, તેમ દોષો પ્રત્યે અણગમો અને ગુણો પ્રત્યે પ્રેમ પ્રગટે. જે વસ્તુ પ્રત્યે અણગમો હોય તેને દૂર કરવાનો અને જે વસ્તુ પ્રત્યે પ્રેમ હોય તેને મેળવવાનો, તેનું રક્ષણ કરવાનો શક્ય પ્રયત્ન અવશ્ય થાય છે. એ માટે જેની સલાહ લેવા જેવી લાગે તેની સલાહ લે અને કહે તેમ કરે. દર્દ ગમતું નથી તો દર્દ થાય કે તુરત તેને દૂર કરવાનો પ્રયત્ન થાય છે. દર્દી પોતાની બધી હકીક્ત વૈદ્ય, ડૉક્ટરને કહી દે છે. ગુમ હકીક્ત પણ કહી નાખે છે. જાહેરમાં કહેવાય તેમ ન હોય તો એકાંતમાં લઈ જઈને પણ કહે. પણ કહ્યા વિના ન રહે. કેટલાક દર્દીઓ તો એવા પણ હોય છે કે ડૉક્ટરને ઘણું ઘણું કહેવાનું હોય એ બધું એકી સાથે યાદ ન આવે એટલે ડૉક્ટરની પાસે જતાં પહેલાં બધું યાદ કરીને તેની નોંધ કરી લે) પછી ડૉક્ટર જેમ કહે તેમ વર્તવા તૈયાર રહે છે. ખોરાક લીધા વિના કેમ જીવી શકાય એવું કહેનારા પણ ડૉક્ટર કહે તો, કેવળ મગના પાણી ઉપર દિવસો સુધી રહે છે. બસ, તેમ દોષો પ્રત્યે તિરસ્કાર પ્રગટે તો તેના ડૉક્ટરો મહાપુરુષો પાસે જવાનું મન થાય અને તે કહે તેમ કરવા શક્ય પ્રયત્ન થાય. - આ એક સામાન્ય નિયમ છે કે જેને જે વસ્તુ ઉપર અણગમો પેદા થાય તેને તે વસ્તુ દૂર કરવાનું મન Page #419 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસમું બાધકદોષવિપક્ષ ચિંતન દ્વાર (400) શ્રાદ્ધદિનકૃત્ય. થયા વિના રહે નહિ. દૂર કરવાનું મન થયા પછી શક્ય પ્રયત્ન પણ થાય. આથી દોષોને દૂર કરવાનું મન થયા પછી પોતાના દોષોનું નિરીક્ષણ થાય અને દોષો કોને કહેવાય ક્યા ક્યા કારણોથી દોષો પેદા થાય વગેરે જાણવાન પ્રયત્ન થાય. પણ આજે દોષો પ્રત્યે અણગમો હોય અને એથી તેને દૂર કરવાનો કીમીયો બતાવનારા મહાપુરુષો પાસે જતા હોય, તેવા મનુષ્યો બહુ જ અલ્પ સંખ્યામાં છે. મોટા ભાગના મનુષ્યો તો પોતાનાથી ઉચ્ચ જીવન ગાળનારા મહાપુરુષો જગતમાં વિદ્યમાન છે તે પણ માનતા નથી, પોતાની જાતને જ મહાપુરુષ-મોટાપુરુષ માને છે, એટલે તેઓ બીજા કોની પાસે જાય ? ધર્મકિયા કરનારાઓમાંથી ગુરુ પાસે આવનારા થોડા આવી પરિસ્થિતિનું શું કારણ ? ધર્મક્રિયા નહિ કરનારાઓની જ આવી પરિસ્થિતિ છે એવું નથી, ધર્મ ક્રિયા કરનારાઓમાં પણ ઘણાઓની આવી પરિસ્થિતિ છે. આજે ધર્મક્રિયા કરનારા ઘણા ઓછા છે. ધર્મક્રિયા કરનારાઓમાંથી પણ ગુરુ પાસે આવનારા ઓછા છે. ગુરુ પાસે આવનારાઓમાંથી પણ દોષોને સમજવા અને દૂર કરવા આવનારા બહુ ઓછા છે. દોષો સમજવા ગુરુ પાસે આવનારા કેટલા? ધર્મક્રિયાઓ કરવા છતાં નિશ્ચય તરફ લક્ષ્ય નથી એનું આ પરિણામ છે. નહિતો ધર્મક્રિયા કરનારને પોતાના દોષોની અને તેને દૂર કરવાના ઉપાયની જિજ્ઞાસા ન થાય ? આજે ગુરુ પાસે આવનારા જ ઓછા છે. તેમાં પણ પોતાના દોષોને દૂર કરવાના ઉપાયની જિજ્ઞાસાથી ગુરુ પાસે આવનારા ઘણા જ ઓછા છે. પરિણામે આજે બાહ્ય ધર્મક્રિયાઓ ઘણી થવા છતાં, એથી જે પરિણામ આવવું જોઈએ તે આવતું નથી. ધૂમધામે ધમાધમ ચાલી ધર્મક્રિયા કરનારા નિશ્ચયના લક્ષ્યથી રહિત હોય અને ધર્મક્રિયા કરાવનારા ગુરુઓ પણ નિશ્ચયના લક્ષ્યથી રહિત હોય તો બહારથી આડંબર ભલે થાય, પણ અંદરની દષ્ટિએ પોલ જ હોય. ધર્મક્રિયા કરનારા અને ધર્મક્રિયા કરાવનારા નિશ્ચયના લક્ષ્યથી રહિત હોય તો કેવી પરિસ્થિતિ થાય તેનું વર્ણન પરમોપકારી પ.પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સવાસો ગાથાના સ્તવનની ઢાળમાં કરતાં કહ્યું છે કે – વિષય રસમાં ગૃહિ માચિયા, નાચિયા ગુરુ મદપૂર રે! ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે IIછે. ગૃહસ્થ વિષયરસમાં આસક્ત હોય, સાધુઓ-કુગુરુઓ મદથી ભરેલા હોય તો એ બંને મળીને જે ધર્મ થાય તેમાં બહારથી ધૂમધામ થાય, પણ જ્ઞાન માર્ગ દૂર રહી જાય. અર્થાત્ અશુદ્ધ કિયા ફાલે-કૂલે અને શુદ્ધ ક્રિયા દૂર થાય. વિષયરસમાં આસક્ત ગૃહસ્થ ધર્મ કરે તો વિષયસુખ માટે કરે. પરલોકમાં સ્વર્ગનાં સુખો મળે અને વર્તમાનમાં લોકમાં આપણી વાહ વાહ થાય વગેરે આશયથી કરે. માનપાનના ભૂખ્યા ગુરુ ગૃહસ્થના આત્માની ચિંતા કરવાને બદલે પોતાની વાહવાહ કેમ થાય એની ચિંતા કરે. એથી ગૃહસ્થો પાસે શાસનોન્નતિના બહાને મોટા આડંબરથી પોતાના સામૈયા વગેરે કરાવે. આનાથીગૃહસ્થ-સાધુબંનેની વાહવાહથાય. પરિણામે આત્મલક્ષ્ય ક્યાંય અટવાઈ જાય. આનો અર્થ એ થયો કે ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે... ધૂમ એટલે માનભૂખ્યા સાધુઓ. ધામ એટલે વિષયરસમાં આસક્ત ગૃહસ્થો. એ બંનેની ધમાધમ એટલે આડંબરપૂર્વક ગુરુ પ્રવેશ, પ્રતિષ્ઠા વગેરે ક્રિયા. સાધુઓ શરીરની અનુકૂળતા, સારાં ખાન-પાન, સારાં વસ્ત્રપાત્ર, સારી વસતિ, ભક્તગણની વૃદ્ધિ, લોકમાં વાહવાહ, લાઈટમાં આવવું વગેરે લક્ષ્યવાળા બની જાય અને ગૃહસ્થો વર્તમાન જીવનમાં Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (401) સત્તાવીસમું બાંધકદોષવિપક્ષ ચિંતન દ્વાર ધન, કીર્તિ અને પરભવમાં સ્વર્ગસુખો મેળવવાના લક્ષ્યવાળા બની જાય તો ધર્મ કેવી રીતે રહે? દરેક ધર્મી ગૃહસ્થોએ કે સાધુઓએ પોતે જે કંઈ ધર્મપ્રવૃતિ કરે છે તે ક્યા આશયથી કરે છે તે તપાસવું જોઈએ. આમાં પોતે જ પોતાનો નિર્ણય કરી શકે, બીજાઓ ન કરી શકે. કારણ કે અંતરમાં મલીન આશય હોય, પણ બહારથી શાસન ઉન્નતિ, શાસન પ્રભાવના માટે આ કરીએ છીએ એમ કહે. એટલે બીજાઓ તો આનો આશય સારો છે એમ જ કહે. બહારથી આ ધર્મપ્રવૃત્તિ અને શાસન પ્રભાવના વગેરે માટે કરીએ છીએ એમ કહે. પણ અંતરમાં મલિન આશય હોય એવું પણ બને. અંદરનો મલિન આશય તો પોતે જ જાણી શકે છે, જ્ઞાની જાણી શકે. નિશ્ચય દષ્ટિ એટલે ધર્મના ફળ તરફ દષ્ટિ. ધર્મનું મુખ્ય ફળ દોષોની હાનિ અને ગુણોની વૃદ્ધિ છે. આમ તો મોક્ષનો ભાવ એ નિશ્ચય દષ્ટિ છે. પણ મોક્ષ દોષોનો વિનાશ અને ગુણોના પ્રગટીકરણ વિના ન થાય. દોષોનો વિનાશ એકદમ ન થઈ જાય. જેમ જેમ શુદ્ધ ધર્મનાં અનુષ્ઠાનો થતાં જાય તેમ તેમ દોષોની હાનિ-દોષોમાં ઘટાડો થતો જાય. દોષોની હાનિ થાય એટલે ગુણોની વૃદ્ધિ થયા વિના રહે નહિ. ધીમે ધીમે દોષોની હાનિ થતાં એક સમય એવો આવી જાય કે દોષોનો સર્વથા વિનાશ થઈ જાય. આથી વર્તમાનમાં આપણે ધર્મના અનુષ્ઠાનો કરતાં કરતાં આપણા દોષો ઘટે છે કે નહિ એ તપાસતા રહેવું જોઈએ. ધર્મનાં અનંતર ફળો આચાર્યશ્રી હરિભદ્ર સૂરિ મહારાજે ધર્મબિંદુ નામના ગ્રંથમાં ધર્મના ફળનું વર્ણન કરતાં જણાવ્યું છે કે ધર્મના ફળ બે પ્રકારે છે. એક અનંતર ફળ અને બીજું પરંપર ફળ. અનંતર ફળ એટલે તુરત ફળ મળે. પરંપર ફળ એટલે કાલાંતરે મળે. અનંતર ફળ વર્તમાન ભવમાં જ અવશ્ય મળે. સૂર્યોદય થાય અને પ્રકાશ ન થાય એવું બને જ નહિ. તેમ શુદ્ધ ધર્મ થાય અને ફળ મળે નહિ એવું બને જ નહિ. રાગ વગેરે દોષોની હાનિ, ઉદારતા વગેરે ગુણોની વૃદ્ધિ અને લોકપ્રેમનું સંપાદન એ ધર્મનાં અનંતર-તુરત મળનારાં ફળો છે. જો શુદ્ધબુદ્ધિથી ધર્મનાં અનુષ્ઠાન કરવામાં આવે તો જેમ જેમ ધર્મ થતો જાય તેમ તેમ રાગ વગેરે દોષો ઘટતા જાય અને ઉદારતા વગેરે ગુણો વધતા જાય. ઉદાર માણસ પ્રાય: શિષ્ટ લોકના પ્રેમને પ્રાપ્ત કરીને લોકપ્રિય બની જાય. આ ફળો અવશ્ય મળી જાય એવા છે. આથી દરેક ધર્મીએ આ ફળો મને મળે છે કે નહિ તે તપાસવું જોઈએ. જો એ ફળો ન મળતાં હોય તો કેમ નથી મળતાં એની તપાસ કરવી જોઈએ. દર્દી જેમ જેમ દવા કરતો જાય તેમ તેમ એનાથી દર્દ મટે છે કે નહિ, એ તપાસતો જાય. તપાસતાં ખબર પડે કે દર્દ મટતું નથી તો તરત ચોકે. દર્દ કેમ મટતું નથી એ વિચારે. તેમાં દવા બરોબર છે કે નહિ તે વિચારે. દવાનો આધાર વૈદ્ય –ડૉક્ટર ઉપર રહે છે. વૈદ્ય-ડૉક્ટર સારા હોય તો દવા બરોબર આપે. વિચારતાં એમ લાગે કે દવા બરોબર છે તો એ વિચારે કે હું દવા બરોબર લઉં છું કે નહિ ? પથ્ય બરોબર પાળું છું કે નહિ? આ બધું વિચારે. એમ ધર્મીઆત્મા પણ ભાવ દર્દી છે. એને રાગાદિ દોષોનું દર્દ છે. ધર્મના અનુષ્ઠાનો રાગાદિ દોષો રૂપ દર્દને દૂર કરવાની દવા છે. આથી ધર્મીએ દવા કરતાં કરતાં રાગાદિ દોષો રૂપ દઈ ઘટે છે કે નહિ તે તપાસતા રહેવું જોઈએ. નિશ્ચયના લક્ષ્ય રહિત જીવોની દશા આજે નિશ્ચયના લક્ષ્યથી રહિત ધર્મનાં અનુષ્ઠાન કરનારાઓની આનાથી વિપરીત દશા છે. તેવા જીવો જેમ જેમ ધર્મ કરતા જાય તેમ તેમ આત્મા તરફ નજર કરવાને બદલે તિજોરી તરફ નજર કરતા જાય. આટલા વર્ષોથી હું ધર્મકરું છું તો એનાથી તિજોરીમાં કેટલો વધારો થયો એ જોયા કરે. ધર્મથી સંસારમાં કેટલી અનુકૂળતાઓ Page #421 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસમું બાધકદોષ વિપક્ષ ચિંતન દ્વાર (402) શ્રાદ્ધદિનકૃત્ય વધી એ જોયા કરે. સંસારની વાડી લીલીછમ બને એ માટે અનેક દેવ-દેવીઓની સાધના કરે. જેટલી ભક્તિ તીર્થંકર પરમાત્માની ન કરે, તેટલી ભક્તિ સંસારની વાડી લીલીછમ રાખવા પોતાને જે દેવ-દેવી ઉપર શ્રદ્ધા હોય તેની કરે. એવાઓ અરિહંત પરમાત્માની પૂજા પાંચ મિનિટમાં પતાવી દે, અને પોતે માનેલા દેવ-દેવીઓની પૂજા વધારે સમય કરે. અરિહંતની માળા જપે કે ન પણ જપે, પણ પોતે માનેલા દેવ-દેવીઓની માળા લાકો સુધી જપે. આવા તીર્થંકર પરમાત્માની ભક્તિ કરે તો પણ રાગ વગેરે દોષો ઘટાડવા માટે નહિ, કિંતુ વધારવા માટે કરે. એમનો ધર્મક્રિયારૂપ વ્યવહાર અશુદ્ધ છે. વ્યવહાર શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારનો છે. જેના યોગે રાગાદિ દોષો ઘટે તે ધર્મક્યિા શુદ્ધ વ્યવહાર છે. જેના યોગે રાગાદિ દોષો ન ઘટે કે વધે તે અશુદ્ધ વ્યવહાર છે. જ્ઞાનીઓએ શુદ્ધ વ્યવહારની મહત્તા બતાવી છે, અશુદ્ધ વ્યવહારની નહિ. હું દુઃખી રાગાદિ દોષોથી છું એવો નિર્ણય થવો જોઈએ રાગાદિ દોષો ઘટાડવાના આશયથી ધર્મકરનારાની ધર્મક્રિયા શુદ્ધ વ્યવહાર છે. રાગાદિ દોષો ઘટાડવાના આશયથી ધર્મક્રિયા તો જ થઈ શકે કે, જો રાગાદિ દોષો પ્રત્યે તિરસ્કાર જાગે. રાગાદિ દોષો પ્રત્યે તિરસ્કાર તો જ આવે કે જો રાગાદિ દોષોથી દુ:ખ વધે છે એ વાત હૈયામાં જચી જાય. રાગાદિ દોષો દુઃખનું મૂળ છે એ વાત હૈયામાં જગ્યા વિના નિશ્ચય ક્યાંથી આવે ? રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષોથી અશુભ કર્મબંધ થાય છે. પછી જ્યારે બંધાયેલાં અશુભ કર્મોનો ઉદય થાય છે, ત્યારે દુ:ખ આવે છે. આથી જો રાગાદિ દોષોનો સર્વથા ક્ષય થઈ જાય અને એથી કર્મબંધ અટકી જાય તો એક પણ દુ:ખ ન રહે. માટે મારે હવે મારા રાગાદિ દોષોનો ક્ષય કરવો છે. રાગાદિ દોષોનો ક્ષય કરવાનો ઉપાય ધર્મ છે. આથી મારે હવે રાગાદિ દોષોના ક્ષય માટે ધર્મ કરવો છે. આવા ભાવથી થતી ધર્મક્રિયા શુદ્ધ વ્યવહાર છે. આવો ભાવ આવ્યા વિના નિશ્ચયનું લક્ષ્ય ન આવે. નિશ્ચયના લક્ષ વિનાની ધર્મક્રિયા અશુદ્ધ વ્યવહાર છે. (અહીં ૩૨૪મી ગાથા પૂર્ણ થઈ.) (૩૨૪). * * * * Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 403 અઠ્ઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર (૨૮) ધર્માચાર્ય સ્મરણ દ્વાર जीवे नो वहई जो उ, बायरे सुहुमे तहा । अलियं च भासए नेव, अदत्तं नेव गिन्हए || ३२५ ।। दारं २८ ।। અઠ્ઠાવીસમા ધર્માચાર્યે સ્મરણ’ દ્વારને કહે છે— આચાર્ય સૂક્ષ્મ અને બાદર જીવોને હણતા નથી, અસત્ય બોલતા નથી, અદત્ત ગ્રહણ કરતા નથી. વધ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી ચાર પ્રકારે છે. દ્રવ્યથી : છ જીવનિકાયનો વધ. (પૃથ્વી-અપ્−તેઉ-વાયુ-વનસ્પતિ-ત્રસકાય) ક્ષેત્રથી : સર્વ (=ચૌદરાજ) લોકમાં. કાળથી : દિવસે કે રાતે. ભાવથી : રાગ કે દ્વેષથી. તથા મનથી, વચનથી, કાયાથી, કરવું, કરાવવું અને અનુમોદવું એ નવ ભાંગાથી. આ પ્રમાણે સર્વજીવોના સર્વ પ્રકારના વધના નિષેધથી પ્રથમ મહાવ્રતના ધારક એ અર્થ થયો. અસત્યના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) સદ્ભાવનિષેધ - જે હોય તેનો નિષેધ કરવો. જેમકે- આત્મા નથી ઇત્યાદિ. (૨) અસહ્ભાવ-ઉદ્ભાવના - જે વસ્તુ જેવા સ્વરૂપે ન હોય તેવા સ્વરૂપે પ્રગટ કરવી. જેમકે- આત્મા અંગુઠાના પર્વ જેટલો છે, અથવા આત્મા શ્યામાક જાતિના સંકુલ જેટલો છે, અથવા આત્મા સંપૂર્ણ વિશ્વવ્યાપી છે. (૩) અર્થાન્તરોક્તિ - જે ન હોય તેને કહેવું. જેમકે ગાયને અશ્વ છે એમ કહેવું. (૪) ગર્હ - પરના દોષોને પ્રગટ કરવા. અસત્ય દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી ચાર પ્રકારે છે. દ્રવ્યથી* - સર્વ દ્રવ્યોમાં. ક્ષેત્રથી - લોક–અલોકમાં. કાળથી - દિવસે કે રાતે. ભાવથી - માયા-લોભરૂપ રાગથી અને ક્રોધ-માનરૂપ દ્વેષથી. માયાથી બિમારી આદિનું બહાનું બતાવીને કરવા યોગ્ય કાર્યમાં ન પ્રવર્તવું. લોભથી મિષ્ટાન્નની પ્રાપ્તિ થતાં અન્ય આહારને શુદ્ધ હોય તો પણ અનેષણીય છે એમ કહેવું. ક્રોધથી ‘“તું દાસ છે’’ ઇત્યાદિ કહેવું. માનથી બહુશ્રુત ન હોવા છતાં હું બહુશ્રુત છું ઇત્યાદિ કહેવું. ભય અને હાસ્ય વગેરેનો પણ આ બેમાં જ સમાવેશ થઈ જાય છે. આ અસત્ય પણ ત્રિવિધ ત્રિવિધથી છે. · અદત્ત ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે– * કોઈ પણ દ્રવ્ય સંબંધી અસત્ય બોલવાની સંભાવના છે. માટે દ્રવ્યથી સર્વ દ્રવ્યો સંબંધી અસત્ય છે. * અલોક સંબંધી ખોટી પ્રરૂપણા કરવી એ અલોક સંબંધી અસત્ય છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર (404) શ્રાદ્ધદિનકૃત્ય સ્વામી અદત્ત - સ્વામીએ જેની અનુજ્ઞા ન આપી હોય તે. જીવ અદત્ત - સચિત્ત વસ્તુને ખાવી. તીર્થકર અદત્ત - અષણીય (દોષિત) વગેરેનો ઉપભોગ કરવો. ગુરુ અદત્ત - ગુરુને ન જણાવેલ (ન બતાવેલા) આહાર આદિનો પરિભોગ કરવો. (૩૨૫) बंभं तु धारए जो उ, नवगुत्तीसणाहयं । परिग्गहं विवज्जेइ, असमंजसकारयं ॥३२६॥ આચાર્ય નવગુમિથી સહિત બ્રહ્મચર્યને ધારણ કરે છે, અને અયોગ્ય કરાવનાર પરિગ્રહનો ત્યાગ કરે બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે. કહ્યું છે કે – “મન-વચન-કાયાથી ન કરવું, નકરાવવું અને ન અનુમોદવું એમ (૩*૩=૯) નવ પ્રકારે દેવતા સંબંધી અને તે જ રીતે નવ પ્રકારે મનુષ્ય સંબંધી કામરતિસુખથી = મૈથુનથી નિવૃત્તિ એમ બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે.” (પ્ર. ૨. ગા. ૧૭૭) મથુન દ્રવ્ય આદિથી ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે - દ્રવ્યથી - રૂપોમાં તથા રૂપસહગતમાં. રૂપ એટલે નિર્જીવ પ્રતિમાઓ અથવા જેને આભૂષણાદિથી શણગારેલાં ન હોય તેવા ચિત્રો. રૂપસહગત એટલે સજીવ સ્ત્રી-પુરુષના શરીરો, અથવા આભૂષણાદિથી શોભાવાળાં ચિત્રો. ક્ષેત્રથી - ઊર્ધ્વ, અધો અને તિથ્ય એ ત્રણેય લોકમાં. કાલથી અને ભાવથી ભાંગા પૂર્વવત્ જાણવા. બ્રહ્મચર્યની નવગુમિઓ આ પ્રમાણે છે(૧) વસતિ - ગુમિના પાલનમાં તત્પર બ્રહ્મચારીએ સ્ત્રી-પશુ-નપુંસકોથી સંસક્ત વસતિમાં ન રહેવું. કારણ કે ત્યાં રહેવામાં બ્રહ્મચર્યમાં બાધા થવાનો સંભવ છે. (૨) કથા-એકલા બ્રહ્મચારીએ કેવળ સ્ત્રીઓને *ધર્મદશનારૂપ કથા ન કહેવી જોઈએ. અથવા જાતિસ્થા વગેરે સ્ત્રીકથા ન કરવી જોઈએ. જાતિકથા વગેરે પૂર્વે ૨૬૫મી ગાથામાં કહેવાઈ ગઈ છે. (૩) નિષઘા - સ્ત્રીની સાથે એક આસન ઉપર ન બેસે. સ્ત્રીના ઉઠી ગયા પછી પણ એક મુહૂર્ત સુધી તે આસન ઉપર ન બેસે. (પુરુષના ઉઠી ગયા પછી સ્ત્રી ત્રણ પ્રહર સુધી તે આસન ઉપર ન બેસે. ધર્મસંગ્રહ ભાગ-૨ નવગુમિના વર્ણનમાં) કારણ કે સ્ત્રીથી ઉપભોગ કરાયેલું આસન ચિત્તવિકારનો હેતુ છે. કહ્યું છે કે- “સ્ત્રીનાં સ્થાન, શયન અને આસનમાં તેના સ્પર્શદોષથી કામ સાધુના મનને સ્પર્શદોષથી કોઢરોગની જેમ દૂષિત કરે છે.” (૪) ઇંદ્રિય - સ્ત્રીની ચહ્યું અને નાક વગેરે મનોહર ઇંદ્રિયોને ન જુએ. કારણ કે તેનું દર્શન મહોદયનું કારણ છે. કહ્યું છે કે- ‘‘ચિત્રમાં પણ આલેખેલી સ્ત્રી મનુષ્યોના મનને મોહ પમાડે છે, તો પછી સાક્ષાત્ * અહીં શબ્દાર્થ આ પ્રમાણે છે – ધર્મદશનારૂપ જે વાક્યપ્રબંધ, તે વાક્ય પ્રબંધરૂપ જે કથા. કથા વાક્યપ્રબંધ સ્વરૂપ છે. વાક્યપ્રબંધ ધર્મદશનારૂપ છે. વાક્ય પ્રબંધ એટલે વાક્યોની રચના. Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્યા (405) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર હાસ્યથી, હાસ્યવાળામુખથી અને વિલાસથી ભટકતી આંખથી સ્ત્રી મોહ પમાડે તેમાં શું કહેવું?” આથી જ દશવૈકાલિક (૮-૫૫)માં કહ્યું છે કે- “ચિત્રામણમાં ચિતરેલી સ્ત્રીને મુનિઓએ જોવી નહિ, તેમજ અલંકારવાળી કે અલંકાર વિનાની સચેતન સ્ત્રીને પણ જુવે નહિ. કદાચ જોવામાં આવે તો જેમ સૂર્ય જોઈને દષ્ટિ ખેંચી લે તેમ સ્ત્રીને જોઈને પોતાની દષ્ટિ પાછી ખેંચી લેવી.” (5) કુવ્યંતર - ભીંતના આંતરે રહેલી, મોહાસક્ત સ્ત્રીઓના શબ્દ વગેરેના અવાજને સાંભળે નહિ. કારણ કે તેનાથી મોહ ઉત્પન્ન થાય. (6) પૂર્વીડિત- પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં સ્ત્રીભોગના અનુભવરૂપકે જુગાર આદિ રૂપ જે ક્રિયા કરી હોય તેનું સ્મરણ ન કરવું. (7) પ્રણીત આહાર - સ્નિગ્ધભોજન ન કરવું. કારણ કે તે શુક્રધાતુની વૃદ્ધિનું કારણ છે. (8) અતિમાત્ર આહાર - પ્રમાણથી અધિક પાન-ભોજન આદિ આહાર ન વાપરે. કારણ કે અધિક ભોજનથી બ્રહ્મચર્યમાં દોષ લાગવાનો પ્રસંગ આવે. આહારનું પ્રમાણ આ પ્રમાણે છે - “સાધુ પેટનો અર્ધો ભાગ ભોજનથી ભરે. બાકીના અર્ધા ભાગના ત્રણ ભાગ કલ્પીને બે ભાગ પાણી માટે રાખે અને એક ભાગ વાયુના સંચાર માટે ઊણોદરી કરે, અર્થાત્ ઉદરના છ ભાગ કરીને ત્રણ ભાગ આહારથી અને બે ભાગ પાણીથી ભરે અને એક=છઠ્ઠો ભાગ ખાલી રાખે–ઊણોદરી કરે.” (9) વિભૂષા - શરીરની અને ઉપકરણોની વિભૂષા ન કરવી. કારણ કે તે પણ સ્વ-પરના ચિત્તવિકારનું કારણ છે. પરિગ્રહ - વિવેક રહિત જીવોથી જે સ્વીકારાય તે પરિગ્રહ પરિગ્રહ સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારનો છે. વિવેક રહિત જીવો ધર્મોપકરણોને છોડીને બંને પ્રકારના પરિગ્રહનો સ્વીકાર કરે છે. અહીં સાધુઓની સર્વ ઉપધિનું પ્રમાણ અને ઉપાધિ રાખવાનું કારણ આગમથી જાણી લેવું. આથી ધર્મોપકરણ સિવાય બીજું બધું પરિગ્રહ છે. પરિગ્રહ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે - દ્રવ્યથી-સર્વદ્રવ્યોમાં. ક્ષેત્રથી-સર્વલોકમાં. કાળથી અને ભાવથી ભાંગા પૂર્વવત્ જાણવા. અયોગ્ય કરાવનાર - ચાંદી, સુવર્ણ, વગેરે પરિગ્રહ છેદ અને ભેદ વગેરે અયોગ્ય કરાવનાર છે. (ઉપદેશમાળા ૫૦મી ગાથામાં કહ્યું છે કે - “છેદન, ભેદન, વ્યસન, આયાસ, ક્લેશ, ભય, વિવાદ, મરણ, ધર્મભ્રંશ અને અરતિ આ સર્વ અનર્થો ધનથી થાય છે.” છેદન - કાન વગેરે કપાય. ભેદન = તલવાર વગેરેથી ભેદાવું. અથવા સ્વજન આદિની સાથે ચિત્તામાં ભેદ પડવો. વ્યસન = ક્ટ. આયાસ મહેનત. ક્લેશ દ્રવ્યોપાર્જનમાં પોતાથી શરીરને કરાતો ક્લેશ. ભય ચોરી આદિનો ભય. વિવાદ કલહ મરણ = બીજાઓ ધન માટે ઘાત કરે, કે પોતે ધન જવાથી હાર્ટ એટેક આદિથી મૃત્યુ પામે. ધર્મભ્રંશ = ધન મેળવવા આદિ માટે ધર્મનો નાશ થાય. અરતિ ચિત્તમાં ઉગ થાય. (326) हिरन्नं च सुवन्नं च, कंसं संखं पवालयं / धणं धन्नं कलत्तं च, जो विवज्जेइ सव्वहा // 327 // Page #425 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર 406 શ્રાદ્ધદિનકૃત્ય ચાંદી વગેરે કેટલાક પરિગ્રહોને નામ લઈને કહે છે– ચાંદી, સુવર્ણ, કાંસુ, શંખ, પ્રવાલ, ધન, ધાન્ય અને પત્નીનો આચાર્ય સર્વથા ત્યાગ કરે છે. સર્વથા – મન–વચન—કાયા એ ત્રણ યોગથી, કરવું-કરાવવું–અનુમોદવું એ ત્રણ કરણથી, ભૂતભવિષ્ય-વર્તમાન એ ત્રણ કાળથી. (૩૨૭) राईभोयणाओ य, जो विरत्तो महायसो । મંનિહી મંત્વયં નો ૩, ન ી વાવિ ૫રૂ૨૮।। છઠ્ઠા મૂલગુણને કહે છે ક્ષેત્રથી - કાળથી - મહાયશસ્વી આચાર્ય રાત્રિભોજનથી નિવૃત્ત થયેલા છે, અને ક્યારેય સંનિધિનો સંચય કરતા નથી. મહાયશસ્વી એટલે સુસાધુપણાથી જેમની કીર્તિ પ્રસિદ્ધ થઈ છે તેવા. રાત્રિભોજન ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે દ્રવ્યથી - અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ ચાર પ્રકારના આહારમાં, અને લીમડાના પાન વગેરે અનાહારમાં. અઢી દ્વીપ–સમુદ્રપ્રમાણ ક્ષેત્રમાં. દિવસે લીધેલું (રાતે પોતાની પાસે રાખીને) દિવસે વાપર્યું, દિવસે લીધેલું રાતે વાપર્યું, રાતે લીધેલું દિવસે વાપર્યું, રાતે લીધેલું રાતે વાપર્યું. ભાવથી - તીખા, કડવા, તૂરા, ખાટા, મીઠા, અને ખારા રસોમાં. પ્રશ્ન - દિવસે લીધેલું (રાતે પોતાની પાસે રાખીને) દિવસે વાપર્યું એમાં રાત્રિ ન હોવાથી એ ભાંગો છોડવો યોગ્ય નથી. ઉત્તર - આ પ્રશ્નનો પરિહાર સૂત્રથી જ બતાવે છે – જે મોદક અને ખંજૂર વગેરેના સંનિધિને દુર્ભિક્ષ વગેરે કાળમાં પણ ધારણ કરતા નથી, તે મોદક વગેરેને સાધુ રાતે પોતાની પાસે રાખે તેનેં સંનિધિ કહેવામાં આવે છે. આ વિષે ઋષિવચન (દ.વૈ.અ.૬ ગા. ૧૮-૧૯) આ પ્રમાણે છે – જ્ઞાતપુત્ર શ્રી વર્ધમાન સ્વામીના વચનમાં આસક્ત સાધુઓ ગોમૂત્ર આદિથી પકાવેલ પ્રાસુક લૂણ તથા સમુદ્ર આદિનું અપ્રાસુક મીઠું, તેલ, ઘી અને દ્રવ (ઢીલો) ગોળ વગેરે રાતે પોતાની પાસે રાખવાને ઇચ્છતા નથી. આ જે સંનિધિ રાખવી તે લોભનો મહિમા છે. આથી તીર્થંકરો અને ગણધરો કહે છે કે કોઈ થોડી પણ સંનિધિ સેવે તો તેને ગૃહસ્થી માનવો, પણ ભાવસાધુ કહેવો નહિ. કેમકે દુર્ગતિનું નિમિત્ત બને તેવી ક્રિયા કરે છે.’’ (૩૨૮) न किन किणावेई, न हणे न हणावइ । उज्जुत्तो संजमे जो उ, सव्वारंभविवज्जओ ॥ ३२९ ॥ મૂલગુણો કહ્યા. હવે ઉત્તરગુણોને કહેવાનો અવસર છે. ઉત્તરગુણો પિંડવિશુદ્ધિ (=આહાર વિશુદ્ધિ) વગેરે છે. તેમાં પણ પિંડ (=આહાર) સર્વ ગુણોનો આધાર એવા દેહનું પરિપાલન કરનાર Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય, (407) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર હોવાથી પિંડની જ પ્રધાનતા હોવાથી નવાકોટી દ્વારા પિંડવિશુદ્ધિને કહે છે - આચાર્યસ્વયં ચોખા-મગ વગેરે ખરીદ કરે નહિ, હણે નહિ(સચિત્તનું અચિત્તનકર), અગ્નિથી ભાતદાળ વગેરે પકાવે નહિ, એમ આ ત્રણ બીજા પાસે પણ કરાવે નહિ, અને બીજાઓ સ્વયં આ ત્રણ કરતા હોય તો તેની અનુમોદના ન કરે. આ પ્રમાણે પિંડની વિશુદ્ધિ કહી. એકના ગ્રહણથી તેની જાતિવાળાનું ગ્રહણ થઈ જાય એ ન્યાયથી શય્યાશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ અને પાત્રશુદ્ધિ પણ કહેવાઈ ગઈ. આ વિષે આગમ (દશ વૈ. અ. ૬ ગા. ૪૮) આ પ્રમાણે છે – “આહાર, ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર આચારે અકલ્પનીય દોષવાળાં પોતાના ઉપભોગ માટે ઈચ્છવાં નહિ, પણ તે નિર્દોષ હોય તો ગ્રહણ કરવાં.” અશન-પાન વગેરે પિંડની શુદ્ધિને નહિ સાચવતો ( નિષ્કારણ દોષ લગાડતો) સાધુચરિત્ર રહિત છે એમાં સંશય નથી, અને ચારિત્રના અભાવે તેણે લીધેલી દીક્ષા સર્વથા નિરર્થક છે.” (યતિ.ચ. ૨૧૦). આ પ્રમાણે ઉપાશ્રય, વસ્ત્ર અને પાત્ર વિષે પણ જાણવું. (૩૨૯મી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ-). મૂલ-ઉત્તરગુણોને કહીને અન્ય પ્રકારથી મૂલ-ઉત્તરગુણોને જ કહે છે આચાર્ય સંયમમાં પ્રયત્નશીલ છે અને સર્વ આરંભનો ત્યાગ કરનારા છે. સંયમ સત્તર પ્રકારનો છે. તે પૂર્વે કહી દીધો છે. આરંભના ભેદો આ પ્રમાણે છે – “યોગ-૩,કરણ-૩, સંરંભાદિ-૩, કષાય-૪. આચારના સંયોગથી ૧૦૮ ભેદો થાય છે. ઉપયોગવાળો જીવ કોધથી મનથી સરંભ કરે નહિ, આ એક ભાગો થયો. આ રીતે માનથી, માયાથી અને લોભથી ઉમેરતાં કુલ ચાર ભાંગા થાય. આ ચાર ભાંગા કરવાથી થયા. કરાવવાથી અને અનુમોદનાથી ચાર ચાર ભાગા ઉમેરતાં કુલ ૧૨ ભાંગા થયા. આ બાર ભાંગા મનથી થયા. એ રીતે વચનથી અને કાયાથી બાર બાર ભાંગા ઉમેરતાં કુલ ૩૬ ભાંગા થયા. આ ૩૬ ભાગા સંરંભથી થયા. સમારંભથી અને આરંભથી પણ ૩૬ ભાંગા થાય. આમ કુલ ૧૦૮ ભાંગા થાય. પ્રાણાતિપાતનો માનસિક સંકલ્પ કરવો તે સંરંભ, પરિતાપ ( પીડા) ઉપજાવવો એ સમારંભ, ઉપદ્રવ કરવો, અર્થાત્ જીવોનો વિનાશ કરવો એ આરંભ છે. આ વ્યાખ્યા સર્વ શુદ્ધ નયોને સંમત છે.” આ પ્રમાણે આચાર્ય સર્વ આરંભનો ત્યાગ કરનારા છે. (૩૨૯) वाउव्व अपडिबद्धो, गयणं व निरासओ। अहिव्व परघरे वासी, भारंडो वापमत्तओ ॥३३०॥ नीरनाहुव्व गंभीरो, मेरुव्व निप्पकंपओ । सीहो वा निब्भओ जो उ, सत्तभयविवजिओ ॥३३१॥ Page #427 -------------------------------------------------------------------------- ________________ અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર (408) શ્રાદ્ધદિનકૃત્ય હવે ઉપમા દ્વારા આચાર્યના ગુણોને કહે છે - આચાર્યવાયુની જેમ અપ્રતિબદ્ધ હોય, આકાશની જેમ આશ્રય રહિત હોય, સર્પની જેમ અન્યના ઘરમાં રહેનારા હોય, ભારંઇ પક્ષીની જેમ અપ્રમત્ત હોય, સમુદ્રની જેમ ગંભીર હોય, મેરુની જેમ નિષ્ણકંપ હોય, સિંહની જેમ નિર્ભય હોય, સાત ભયોથી રહિત હોય. આચાર્યનવકલ્પની મર્યાદાથી વિહાર કરનારા હોવાથી વાયુની જેમ અપ્રતિબદ્ધ હોય. આવા પણ આચાર્ય કોઈની નિશ્રામાં રહેલા હોય એ સંભવે. આથી અહીં કહે છે કે કુલ આદિની નિશ્રાથી રહિત હોવાથી આકાશની જેમ આશ્રયથી રહિત હોય. આશ્રયથી રહિત હોવા છતાં કોઈ અશુદ્ધ વસતિનું સેવન કરે. આથી અહીં કહે છે. કે સર્પની જેમ અન્યના ઘરમાં રહેનારા હોય. કારણ કે મૂલ-ઉત્તર દોષોથી વિશુદ્ધ વસતિનું સેવન કરનારા હોય. તેમાં પણ બધા ય આચાર્યો અપ્રમત્ત ન હોય. આથી અહીં કહે છે કે ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત હોય. કારણ કે સમિતિ-ગુમિ આદિમાં સતત ઉપયોગવાળા હોય. અપ્રમત્ત હોવા છતાં કોઈક ગંભીરતાથી રહિત હોય. માટે અહીં કહે છે કે – સમુદ્રની જેમ ગંભીર હોય, અર્થાત્ પરવાદીઓ તેમનું અંતર જાણી શક્તા ન હોવાથી અને બીજા જીવોએ કરેલી આલોચનારૂપ જલ બહાર નીકળતું ન હોવાથી અગાધ હૃદયવાળા હોય. ગંભીરપણ સઘળાય નિષ્ણકંપ ન હોય. આથી અહીં કહે છે કે – મેરુની જેમ નિષ્પકંપ હોય. કારણ કે પરીષહ-ઉપસર્ગો આવે ત્યારે ધર્મધ્યાનથી ચલિત ન થાય. આ પ્રમાણે નિષ્પકંપ કેમ હોય એ જણાવવા કહે છે કે સિંહની જેમ નિર્ભય હોય. આ જ અર્થને વિશેષથી કહે છે કે સાત ભયોથી રહિત હોય. સાત ભયો આ પ્રમાણે છે૧. આ લોકભય- પોતે જે ગતિમાં હોય તે ગતિવાળા જીવથી ભય તે આલોક ભય. જેમકે- મનુષ્યને મનુષ્યથી. ૨. પરલોકભય- પોતે જે ગતિમાં હોય તેનાથી બીજી ગતિના જીવથી ભય. જેમકે મનુષ્ય દેવથી ભય પામે. ૩. આદાન ભય. પોતાનું ધન કોઈ લઈ લેશે એમ ચોર વગેરેથી ભય. ૪. અકસ્માદ્ભય- (કારણ વિના પણ ભય પામે) ઘરમાં રાત્રિ વગેરેના સમયે ભય પામે. ૫. આજીવિકાભય- મારી આજીવિકા કેમ થશે એવો ભય. ૬. મરણભય • મૃત્યુનો ભય. ૭. અકીર્તિભય- અપકીર્તિ થવાનો ભય. (૩૩૦-૩૩૧) छत्तीसगुणगणोवेओ, धम्माहम्मवियाणओ। अहम्मा नियत्तावेइ, धम्ममग्गंमि लायइ ॥३३२॥ સર્વગુણના સંગ્રહ માટે કહે છે – આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય. છત્રીસ ગુણોનો વિસ્તાર “સૂરિ ગુણષર્વિશિકા” ગ્રંથથી જાણી લેવો. હવે આચાર્યના જ સર્વગુણોમાં મુખ્ય ગુણને કહે છે - આચાર્યધર્મ-અધર્મના વિશેષથી જાણકાર હોય. વિશેષથી જાણકાર હોય એટલે કે શપરિજ્ઞાથી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી જાણકાર હોય. (આનો તાત્પર્યાર્થ Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (409) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર એ છે કે આચાર્ય માત્ર જાણકાર ન હોય, કિંતુ જ્ઞાન પ્રમાણે આચરણ કરનારા પણ હોય.) અહીં આચાર્યના “ધર્મ-અધર્મના વિશેષથી જાણકાર હોય' એ ગુણનો ઉલ્લેખ કરવાનું કારણ જણાવે છે- આચાર્ય બીજાઓને અધર્મથી નિવૃત્ત કરે = પાછા હટાવે અને ધર્મમાં લાવે–જોડે. (૩૩૨) एयारिसो महाभागो, दुल्लहो सूरी भवन्नवे । बुड्डंतं तारए जो उ, अप्पणावि तरेइ य ॥३३३॥ આવા આચાર્ય દુર્લભ છે એ જણાવવા પૂર્વક સ્વ-પરને ઉપકાર કરે છે એ વિષયને કહે છે આવા (૨૩૨૫મી ગાથાથી જેમનું વર્ણન શરૂ કર્યું છે તેવા) મહાપ્રભાવવંત આચાર્ય દુર્લભ છે. આવા આચાર્ય ભવસમુદ્રમાં ડૂબતા જીવને તારે છે અને પોતાને પણ તારે છે. આ અર્થથી સૂચિત શ્રીકેશી ગણધર અને પ્રદેશ રાજાનો ગુરુપરંપરાથી આવેલો પ્રસંગ આ પ્રમાણે છે પ્રદેશ રાજાની કથા આમલકકલ્પા નગરીમાં શ્રીવીર સમવસર્યા. દેશના પૂર્ણ થયા પછી સર્વ દિશાઓને પ્રકાશિત કરતા કોઈ દેવે વિમાનથી આવીને નૃત્ય કર્યું. ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને પૂછ્યું : આ દેવ કોણ છે? આણે પૂર્વે ક્યું સુકૃત કર્યું છે? પ્રભુએ કહ્યું: આ સૌધર્મદેવલોકમાં સૂર્યાભ વિમાનમાં સૂર્યાભ નામનો દેવ છે. હવે એનું સુકૃત સાંભળ – આ પૂર્વભવમાં શ્વેતાંબિકા નગરીમાં નાસ્તિક પ્રદેશ નામનો રાજા હતો. તેની સૂર્યકાંતા પત્ની હતી અને સૂર્યકાંત પુત્ર હતો. એનો ચિત્ર નામનો મંત્રી એક વાર રાજ્યકાર્ય માટે શ્રાવસ્તી નગરીમાં ગયો. ત્યાં ઉદ્યાનમાં પાર્થજિનની પરંપરાનાકેશ આચાર્યની પાસે ધર્મનો સ્વીકાર કર્યો. પ્રદેશ રાજાને પ્રતિબોધ પમાડવા માટે પોતાની નગરીમાં પધારવા માટે વિનંતી કરી. આચાર્ય ભગવંત આમલકકલ્પા નગરીમાં પધાર્યા ત્યારે અશ્વો ખેલાવવાના બહાને મંત્રી રાજાને ઉદ્યાનમાં લઈ ગયો. થાકેલો રાજા વૃક્ષ નીચે બેઠો. આ સમયે તેણે સભાની વચ્ચે ઉપદેશ કરી રહેલા શ્રી કેશિકુમાર શ્રમણને જોયા. - ' એમને જોતાં જ પ્રદેશીને વિચાર આવ્યો કે આ વળી કોણ જડ મુંડિયો બેઠો છે ? એ શું ખાતો હશે? શું પીતો હશે? કે શરીરે આવો અલમસ્ત અને દેખાવડો લાગે છે ? વળી લોકોને તે એવું શું આપે છે કે જેથી આવડી મોટી માનવમેદની અહીં એકત્ર થઈ છે ?' તેણે કહ્યું: ‘ચિત્ર ! જો તો ખરો કે આ બધું શું ચાલી રહ્યું છે? પેલો મોટો જડ બરાડા પાડીને જડ લોકોને શું સમજાવી રહ્યો છે ? આવા નફકરા લોકોને લીધે આપણે આવી ઉદ્યાનભૂમિમાં પણ સારી રીતે હરીફરી શક્તા નથી ! માત્ર વિસામો અને શાંતિ મેળવવા અહીં આવ્યા, તો એ મોટા બરાડા પાડીને આપણું માથું પકવી રહ્યો છે !' ચિને કહ્યું: “હે સ્વામી! એ કેશિકુમાર શ્રમણ પાર્થાપત્ય છે, જાતિવંત છે, ચાર જ્ઞાનના ધારક છે અને તેઓ અન્નભક્ષી છે.” - રાજા કહે છે : “ચિત્ર ! તું શું કહે છે? શું એ પરમાવધિથી અધોવર્તિ અવધિજ્ઞાન થયેલું છે એટલે વિશાળ અવધિજ્ઞાનના ધારક છે ? શું એ અન્નજીવી છે?' • ચિત્રે કહ્યું: ‘હા સ્વામી ! એમ જ છે.' Page #429 -------------------------------------------------------------------------- ________________ 410 ) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય રાજા કહે છે : ‘ત્યારે શું એ પુરુષ પાસે જવા જેવું છે?' ચિવે કહ્યું: ‘હા મહારાજ ! એમની પાસે જવા જેવું છે.' પછી રાજા અને ચિત્ર કેશિકુમારની સામે જઈને ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું કે – હે ભતે ! તમે શું પરમાવધિજ્ઞાન ધરાવો છો ? તમે શું અન્નજીવી છો ?' આચાર્યે કહ્યું: ‘દાણચોરો દાણમાંથી છટકી જવા માટે કોઈને ખરો રસ્તો પૂછતા નથી, પણ આડાઅવળા માર્ગે ચાલે છે, તેમ હે રાજન્ ! વિનયના માર્ગથી છટકી જવાને લીધે તને પ્રશ્ન પૂછતા પણ આવડતો નથી, વારુ, મને જોઈને તને એવો વિચાર થયેલો ખરો કે આ મોટો જડ બીજા જડ લોકોને શું સમજાવી રહ્યો છે? અને મારાં ઉદ્યાનમાં મોટા બરાડા પાડીને મને શાંતિ લેવા દેતો નથી ?' રાજાએ કહ્યું: “એ વાત સાચી છે. પણ તમે આ શાથી જાણ્યું ? તમને એવું ક્યું જ્ઞાન થયેલું છે કે જેથી તમે મારા મનનો વિચાર જાણી લીધો?' આચાર્યે કહ્યું: ‘રાજ! અમારા શ્રમણનિગ્રંથોના શાસ્ત્રમાં પાંચ પ્રકારનાં જ્ઞાન કહેલાં છે – મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ. તેમાં મને પ્રથમનાં ચાર જ્ઞાન થયેલાં છે, તેના લીધે તારાં મનનો સંકલ્પ હું જાણી શકું છું.” રાજાએ પૂછ્યું : 'હે ભગવંત ! હું અહીં બેસું ?' આચાર્યે કહ્યું: ‘આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે, તેથી અહીં બેસવું કે ન બેસવું એ તારી ઇચ્છા પર છે.” પછી રાજા અને ચિત્ર સારથિ તેમની પાસે બેઠા. રાજાએ આચાર્યને પૂછ્યું કે હે ભંતે! તમારા શ્રમણ નિગ્રંથોમાં એવી સમજ છે કે, “જીવ જૂદો છે અને શરીર જૂદું છે, એ વાત સાચી ?' કેશિકુમારે કહ્યું કે હા, અમારી સમજ એવી છે.” રાજાએ કહ્યું: “જીવ અને શરીર જૂદા નથી, પણ એક જ છે, એવા નિર્ણય પર હું શાથી આવ્યો, તે સાંભળો. મારો દાદો આ નગરીનો જ રાજા હતો. તે ઘણો અધાર્મિક હતો અને પ્રજાની બરાબર સારસંભાળ પણ કરતો ન હતો. તો તમારા મત પ્રમાણે તો મરણ પામીને કોઈનરકમાં જ ગયેલો હોવો જોઈએ. મારા દાદાનો હું વહાલો પૌત્ર છું. તેને મારા પર ઘણું હેત હતું. હવે તમારા કહેવા પ્રમાણે જીવ અને શરીર જુદા હોય અને તે મરીને નરકમાં ગયો હોય તો મને અહીં આવીને એટલું તો જણાવે ને કે “તું કોઈપણ પ્રકારનો અધર્મ કરીશ નહીં, કારણ કે તેનાં ફળ રૂપે નરકમાં જવું પડે છે અને ભયંકર દુઃખો ભોગવવા પડે છે. પણ તે હજી સુધી કોઈવાર મને કહેવા આવ્યો નથી, માટે જીવ અને શરીર એક જ છે અને પરલોક નથી, એવી મારી માન્યતા બરાબર આચાર્યે કહ્યું: હે પ્રદેશી! તારે સૂર્યકાંતા નામે રાણી છે. એ રૂડી-રૂપાળી રાણી સાથે કોઈ રૂડો રૂપાળો પુરુષ માનવીય કામસુખનો અનુભવ કરતો હોય તો એ કામુક પુરુષને તું શું દંડ કરે ?' રાજાએ કહ્યું: “હે ભંતે! હું એ પુરુષનો હાથ કાપી નાખું, પગ છેદી નાખ્યું અને તેને શૂળીએ ચડાવી દઉં, અથવા એક જ ઘાએ તેનો જાન લઉં.” આચાર્ય: હરાજ! એ કામુક પુરુષ તને એમ કહે કે “હે સ્વામી! ઘડીક થોભી જાઓ, હું મારા કુટુંબીઓ Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્યા ( 411 ) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર તથા મિત્રોને એમ કહી આવું કે કામવૃત્તિને વશ થઈ હું સૂર્યકાંતાના સંગમાં પડ્યો તેથી મરણની શિક્ષા પામ્યો છું. માટે તમે ભૂલ-ચૂકે પાપાચરણમાં ન પડશો. તો એ પુરુષનું એવું કાકલુદી ભરેલું વચન સાંભળીને તું એને સજા કરતો થોડી વાર થોભી જાય ખરો ?' રાજા : હે ભતે! એમ તો ન બને. એ કામુક મારો અપરાધી છે, એટલે જરાયે ઢીલ કર્યા વિના હું તેને શૂળીએ ચડાવી દઉં. આચાર્ય - હે રાજન્ ! તારા દાદાની હાલત પણ આવી જ છે. તે પરતંત્રપણે નરકમાં દુ:ખો ભોગવી રહ્યો છે, એટલે તેને કહેવા શી રીતે આવી શકે ? નારકીમાં આવેલો તાજો અપરાધી મનુષ્યલોકમાં આવવા તો ઇચ્છે છે, પણ તે ચાર કારણે અહીં આવી શકતો નથી. પ્રથમ તો નરકની ભયંકર વેદના તેને વિહલ કરી નાંખે છે, એટલે તે કિંકર્તવ્યવિમૂઢ બની જાય છે. બીજું નરકના કઠોર સંત્રીઓપરમાધામીઓ તેને ઘડીકે છૂટો મૂક્તા નથી. ત્રીજું, તેનું વેદનીય કર્મ પુરું ભોગવાયેલું હોતું નથી. અને ચોથું, તેનું આયુષ્ય પૂરું થયેલું હોતું નથી, એટલે તે મનુષ્યલોકમાં આવી શક્તો નથી. મરીને નરકમાં પડેલો પ્રાણી અહીં આવી શક્તો નથી, તેનું કારણ તેની પરતંત્રતા છે, નહિ કે નરક ગતિનો અભાવ. રાજા – જીવ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી એ મારી માન્યતા દઢીભૂત કરનારો બીજો દાખલો સાંભળો. આ જ નગરીમાં મારી એક દાદી હતી. તે ઘણી ધાર્મિક હતી અને શ્રમણોપાસિકા હતી. વળી તે જીવ-અજીવ વિગેરે તત્ત્વોને જાણનારી હતી અને સંયમ તથા તપ વડે પોતાના આત્માને ભાવિત કરતી હતી. મારી આ દાદી મરણ પામી અને તમારા કહેવા પ્રમાણે એ સ્વર્ગમાં ગયેલી હોવી જોઈએ. એ દાદીનો હું ઘણો વહાલો પૌત્ર હતો. તે મને જોઈને ઓછી ઓછી થઈ જતી હતી. તેણે સ્વર્ગમાંથી આવીને મને એમ કહેવું જોઈતું હતું કે “હે પૌત્ર! તું પણ મારા જેવો ધાર્મિક થજે, જેથી તને સ્વર્ગનાં સુખો પ્રાપ્ત થશે.’ પણ તે હજી સુધી મને એવું કહેવા આવી નથી, એટલે નરકની જેમ સ્વર્ગની વાત પણ મારા માન્યામાં આવતી નથી. તેથી જીવ અને શરીર જૂદાં નહિ પણ એક જ છે, એવી મારી માન્યતા દઢ થયેલી છે. આચાર્ય - હે રાજન્ ! માની લે કે તું દેવમંદિરમાં જવા માટે નાહેલો છે, ભીનાં કપડાં પહેરેલાં છે, તારા હાથમાં કળશ અને ધૂપદાન રહેલું છે, અને તું દેવમંદિરમાં જવા માટે પગલાં ઉપાડે છે, ત્યાં પાયખાનામાં બેઠેલો કોઈ પુરુષ તને એમ કહે કે તમે અહીં પાયખાનામાં આવો, બેસો, ઊભા રહો અને ઘડીક શરીર લાંબુ કરો. તો હે રાજન્ ! તું એ વાતને સાંભળે ખરો ? - રાજા – હે ભંતે! હું એ વાતને બિલકુલ સાંભળું નહિ. પાયખાનું ઘણું ગંદું હોય છે, એવી ગંદી જગામાં કેવી રીતે જઈ શકું? આચાર્ય – હે રાજન્ ! એ જ પ્રમાણે દેવ થયેલી તારી દાદી અહીં આવી તને પોતાનાં સુખો કહેવાને ઇચ્છે, તો પણ આવી શકે નહિ. સ્વર્ગમાં તાજો ઉત્પન્ન થયેલો દેવ મનુષ્યલોકમાં આવવા તો ઇચ્છે છે, પણ ચાર કારણોને લીધે તે અહીં આવી શક્તો નથી, એતો એ દેવ સ્વર્ગમાં દિવ્ય કામસુખોમાં ખૂબ મશગુલ બની જાય છે અને માનવી સુખોમાં તેની રુચિ રહેતી નથી. બીજું, એ દેવનો મનુષ્ય સાથેનો સંબંધ તૂટી ગયેલો હોય છે અને દેવદેવીઓ સાથેનો નવો પ્રેમસંબંધ તેમાં સંક્રમેલો હોય છે. ત્રીજું, દિવ્ય સુખોમાં પડેલો એ દેવ અબઘડી જાઉં છું, અબઘડી જાઉં છું, એમ વિચારે છે. ત્યાં તો કેટલોય કાળ વહી જાય છે અને મનુષ્યલોકના અલ્પાયુષી સંબંધીઓ મરી ગયેલા હોય છે, કારણ કે દેવની ઘડી એટલે આપણા હજારો વર્ષ. ચોથું, મનુષ્યલોકની દુર્ગંધ Page #431 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય ઘણી હોય છે. તે ઉપર ચારસો પાંચસો યોજન સુધી ફેલાય છે, તેને દેવ સહી શકતો નથી, એટલે સ્વર્ગમાં ગયેલો પ્રાણી અહીં આવી શકતો નથી. આ પરથી તું સમજી શક્યો હોઈશ કે તારી દાદી દેવરૂપે અહીં આવી શકી નહિ, તેનું કારણ સ્વર્ગનાં મોજશોખ તરફની અભિરુચિ છે, નહિ કે સ્વર્ગગતિનો અભાવ. રાજા – જીવ અને શરીર જુદા નથી તે માટે એક બીજો પૂરાવો પણ સાંભળો. હું રાજસભામાં સિંહાસન પર બેઠો હતો, મંત્રી વિગેરે પરિવાર બાજુમાં બેઠા હતા, તે વખતે કોટવાળ એક ચોરને પકડી લાવ્યો, મેં તે ચોરને જીવતો ને જીવતો લોઢાની કુંભીમાં પૂરી દીધો ને તેના પર લોઢાનું સજ્જડ ઢાંકણું ઢાંકી દીધું, તેને લોઢા અને સીસાનું રેણ કરાવી દીધું અને તેના પર મારા વિશ્વાસુ સૈનિકો મૂકી તેના પર બરાબર દેખરેખ રાખી થોડા દિવસ પછી તે કુંભીને ખોલાવીને જોયું, તો પેલા પુરુષને મરેલો જોયો. જો જીવ અને શરીર જૂદા હોય તો એ પુરુષનો જીવ કુંભીમાંથી બહાર શી રીતે જાય ? કુંભીને કોઈ પણ સ્થળે તલમાત્ર જેટલું ચે કાણું ન હતું. જો એવું કાણું હોય તો એમ માનત કે એ રસ્તે જીવ બહાર નીકળી ગયો, પણ કુંભી ક્યાંયથી કાણી ન હતી. માટે જીવ અને શરીર બંને એક જ છે અને શરીર અક્રિય થતા જીવ પણ અક્રિય થાય છે, એમ મારું માનવું બરાબર છે. આચાર્ય – હે રાજન્ ! એમ સમજ કે શિખરના ઘાટની ઘુમ્મટવાળી એક મોટી ઓરડી હોય, જે ચારે કોર લીંપેલી હોય, જેનાં બારણાં સજ્જડ વાસેલાં હોય અને જેમાં જરા જેટલીયે હવા પણ પેસી ન શકે તેવી હોય, તેમાં કોઈ પુરુષ ભેરી અને એને વગાડવાનો દંડો લઈને પેસે, પેસીને એનાં બારણાં બંધ કરે, પછી તે ભેરીને મોટેથી વગાડે તો એ ભેરીનો અવાજ બહાર નીકળે ખરો ? રાજા - હા, ભંતે ! નીકળે ખરો. આચાર્ય – એ ઓરડીને ક્યાંય કાણું છે ? 412 રાજા – ના ભંતે ! એ ઓરડીમાં ક્યાંય કાણું નથી. આચાર્ય – હે રાજન્ ! જે પ્રમાણે એ વગર કાણાની ઓરડીમાંથી અવાજ બહાર નીકળી શકે છે તેમ વગર કાણાની કુંભીમાંથી જીવ પણ બહાર નીકળી શકે છે. અર્થાત્ ધાતુ, પથ્થર, ભીંત, પહાડ વગેરેને ભેદીને જવાનું સામર્થ્ય જીવમાં રહેલું છે, માટે તેને ગમે ત્યાં પૂરવામાં આવે તો પણ તે બહાર નીકળી શકવાનો. રાજા – હે ભંતે ! જીવ અને શરીર જૂદા નથી, એવી મારી ધારણાને ટેકો આપતો બીજો પણ પૂરાવો સાંભળો. મારા કોટવાલોએ પકડી લાવેલા એક ચોરને મેં મારી નાંખ્યો અને તેને લોઢાની કુંભીમાં પૂર્યો. તેના ઉપર મજબૂત ઢાંકણું બેસાડ્યું અને તેને રેણ કરાવી, તેના પર પાકી ચોકી બેસાડી દીધી. પછી વખત જતાં એ કુંભી ઉઘાડીને જોયું તો તેમાં કીડા ખદબદતા હતા. તે કુંભીમાં ક્યાંય પેસવાનું સ્થાન નહોતું, છતાં તેમાં એટલા બધા કીડા ક્યાંથી આવી ગયા ? એટલે હું તો એમ જ સમજું છું કે જીવ અને શરીર એક જ છે અને તે બધા શરીરમાંથી જ નીપજ્યા હોવા જોઈએ. આચાર્ય – હે રાજન્ ! તેં કોઈ વાર ધમેલું લોઢું જોયું છે ? અથવા કોઈ વાર લોઢું ધમાવેલું છે ખરું? રાજા હા, ભંતે ! મેં ધમેલું લોઢું જોયું છે અને જાતે ધમાવેલું પણ છે. આચાર્ય – એ લોઢું અગ્નિમય લાલચોળ થઈ ગયું હોય છે, એ વાત સાચી ? – હા, ભંતે ! એ વાત સાચી છે. - રાજા આચાર્ય – હે રાજન્ ! એ નક્કર લોઢામાં અગ્નિ શી રીતે પેઠો ? તેમાં જરા જેટલું ય કાણું ન હોવા – - Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય 13) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર છતાં જેમ તેમાં અગ્નિ પેસી શક્યો, તેમ જીવ પણ અતિશીવ્ર ગતિવાળો હોવાથી સર્વત્ર પેસી શકે છે. એટલે કુંભમાં તેં જે જીવ જોયા, તે બહારથી પેઠેલા છે. રાજા – હે તે! એકવાર મેં એક જીવતા ચોરને તોળાવ્યો, પછી તેને મારી નાખીને ફરીવાર તોળ્યો, તો તેના વજનમાં જરા પણ ફરક ન પડ્યો, જો જીવ અને શરીર જુદા હોય, તો જીવ નીકળી જતાં તેનાં શરીરમાંથી કંઈક વજન તો ઓછું થવું જોઈએ ને ? પણ તેમ બનતું ન દેખાયું, એટલે જીવ અને શરીર એક જ છે, એમ હું માનું છું. આચાર્ય – હે રાજ! તેં પહેલાં કોઈવાર ચામડાની મશમાં પવન ભરેલો છે ખરો ? અથવા ભરાવેલો છે ખરો? ચામડાની ખાલી મશક અને પવન ભરેલી મશક એ બંનેનાં વજનમાં કંઈ ફેર પડે છે ખરો ? રાજા – ના, ભંતે ! કંઈ ફેર પડતો નથી. આચાર્ય – હે રાજ! પવન ભરેલી અને ખાલી ચામડાની મશકનાં વજનમાં કંઈ ફેર પડતો નથી, તેથી એમ કહેવાશે ખરું કે એ મશકમાં પવન જ ન હતો? આમ કહેવું એ વાસ્તવિકતાથી વિરુદ્ધ હોઈ અપ્રમાણિક છે.. હે રાજન્ ! વજન કે ગુરુત્વ એ પુદ્ગલનો–જડનો ધર્મ છે અને તે વ્યક્ત થવા માટે સ્પર્શની અપેક્ષા રહે છે. એટલે કે એક વસ્તુનો જ્યાં સુધી સ્પર્શ થાય નહિ કે તેને કોઈ રીતે પકડી શકાય નહીં ત્યાં સુધી તેનું વજન થઈ શકતું નથી. તો પછી જે પદાર્થ પુદ્ગલથી સર્વથા ભિન્ન છે અને જેનો સ્પર્શ જ થઈ શકતો નથી, કે જેને કોઈપણ રીતે પકડી શકાતો નથી, તેનું વજન શી રીતે થઈ શકે ? - રાજા – હે ભંતે! એક વાર મેં દેહાંતદંડથી શિક્ષા પામેલા એક ચોરના શરીરના બારીક ટુકડા કરાવીને જોયું કે તેમાં આત્મા ક્યાં રહેલો છે ? પણ મને તેમાંના કોઈ ટુકડામાં આત્મા દેખાયો નહિ, તેથી જીવ અને શરીર જુદા નથી, એવી મારી ધારણા પુષ્ટ થઈ. - આચાર્ય – હે રાજન્ ! અરણીના લાકડામાં અગ્નિ રહેલો છે, એ વાત જગપ્રસિદ્ધ છે, પણ તે જોવા માટે તેના નાના નાના ટુકડા કરવામાં આવે ને પછી તપાસવામાં આવે કે અગ્નિ ક્યાં છે, તો શું એ દેખાય ખરો? એ વખતે અગ્નિદેખાય નહિ તો શું એમ કહી શકાય કે તેમાં અગ્નિનથી? જો કોઈ એવુંથન કરેતો અવિશ્વસનીય જ ગણાય. તે રીતે શરીરના ટુકડામાં આત્મા ન દેખાયો, માટે તે નથી, એમ માનવું એ પણ ખોટું જ ગણાય. રાજા – હે ભતે ! જીવ અને શરીર એક જ છે, એમ હું એકલો જ માનતો નથી, પણ મારા દાદા અને મારા પિતા પણ એમ જ સમજતા આવ્યા હતા, એટલે મારી એ સમજ કુલપરંપરાની છે, તેથી એ સમજ હું કેમ છોડી શકું? આચાર્ય – હે રાજ! જો તારી એ સમજને તું નહિ છોડે તો પેલો લોઢાનો ભારો ન છોડનાર કદાગ્રહી પુરુષની પેઠે તારે પસ્તાવું પડશે. રાજા – એ લોઢાનો ભારો ન છોડનાર કદાગ્રહી પુરુષ કોણ હતો ? અને તેને કેમ પસ્તાવું પડ્યું? 'આચાર્ય – હે રાજન્ ! અર્થના કામી કેટલાક પુરુષો સાથે ઘણું ભાતુ લઈને ચાલતાં ચાલતાં એક મોટી અટવામાં આવી ચડ્યા, ત્યાં એક સ્થળે તેમણે ઘણાં લોઢાથી ભરેલી ખાણ જોઈ. આથી તે પરસ્પર કહેવા લાગ્યા કે આ લોઢું આપણને ઘણું ઉપયોગી છે. માટે તેના ભારા બાંધી સાથે લઈ જવું સારું છે. પછી તેઓ એના ભારા Page #433 -------------------------------------------------------------------------- ________________ 414) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય બાંધી અટવીમાં આગળ ચાલ્યા, ત્યાં એક સીસાની ખાણ જોવામાં આવી. સીસું લોઢા કરતાં વધારે કિંમતી, એટલે બધાએ લોઢાના ભારાને છોડી નાખી સીસું બાંધી લીધું, પણ એક જણે પોતાનો લોઢાનો ભાર ન છોડ્યો. સાથીઓએ તેને ઘણું સમજાવ્યું, ત્યારે તેણે કહ્યું કે આ ભારો હું ઘણે દૂરથી ઉપાડી લાવ્યો છું અને તેને ઘણો મજબૂત બાંધેલો છે, માટે તેને મૂકીને સીસાનો ભારો બાંધવા હું ઇચ્છતો નથી.’ હવે સથવારો અટવીમાં આગળ વધ્યો, ત્યાં અનુક્રમે ત્રાંબાની, રૂપાની, સોનાની, રત્નની તથા હીરાની ખાણો જોવામાં આવી. એટલે તેઓ ઓછા મૂલ્યવાળી વસ્તુઓના ભારા છોડતા ગયાને વિશેષ મૂલ્યવાળી વસ્તુઓના ભારા બાંધતા ગયા. એમ કરતાં તેઓ પોતાના નગરમાં પહોંચ્યા. ત્યાં તેમણે એ બહુમૂલ્ય હીરા વેચ્યા. આથી તેઓ ઘણા ધનવાન થઈ ગયા અને સુખેથી રહેવા લાગ્યા. પેલા કદાગ્રહી પુરુષે પોતાનો લોઢાનો ભાર વેચ્યો, ત્યારે , બહુ થોડા પૈસા મળ્યા. આથી તે ખેદ પામીને વિચાર કરવા લાગ્યો કે મેં પણ મારા સાથીઓની જેમ લોઢાનો ભારો છોડી વધારે સારી વસ્તુઓ લીધી હોત તો હું પણ તેમના જેવો વૈભવ મેળવી શક્ત.' આ રીતે હે રાજન જો તું તારો કદાગ્રહ છોડીશ નહિ તો આ લોઢાનો ભારો ઉચકી લાવનારની જેમ ખૂબ પસ્તાઈશ. શ્રી કેશકુમાર શ્રમણના આવા ઉપદેશથી પ્રદેશ રાજાને ખાતરી થઈ ગઈ કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને તે પોતે કરેલા પુણ્ય-પાપનો બદલો અવશ્ય ભોગવે છે, એટલે તેણે આચાર્યશ્રી પાસે ધર્મનું શ્રવણ કરી સમ્યત્વમૂલ શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યા અને તેમનું વિધિપૂર્વક પાલન કરવા લાગ્યો. હવે તેનું વલણ પૂરેપૂરું આધ્યાત્મિક થતાં તે ભોગથી વિમુખ થયો. આ વસ્તુ તેની રાણી સૂર્યકાંતાને પસંદ ન પડી, એટલે તેને ઝેર આપ્યું, છતાં તેણે છેવટ સુધી મનની સમાધિ બરાબર જાળવી રાખી અને મૃત્યુ બાદ સૂર્યાભ નામનો દેવા થયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં અવતરીને મોક્ષે જશે. આ પ્રમાણે પ્રદેશી રાજાને કેશિગણધરની જેમ ગુરુ દુર્લભ છે. (આ ક્યા પ્રસ્તુત અવચૂરિમાં સંક્ષેપમાં હોવાથી આત્મતત્ત્વ વિચાર પુસ્તકમાંથી સાભાર ઉધૂત કરવામાં આવી છે.) (અહીં૩૩૩મી ગાથા પૂર્ણ થઈ.) (૩૩૩) कइयाहं सो पुणो सूरी, लद्धणं गुणसायरो । निक्खमामि निरारंभो, तस्स पायाण अंतिए ॥३३४॥ આ પ્રમાણે આવા ધર્માચાર્યની પ્રાપ્તિ પૂર્વક ઉત્તમ શ્રાવકના ઉત્તમ મનોરથને પ્રગટ કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે ક્યારે હું ગુણસાગર ધર્માચાર્યને પામીને આરંભ રહિત બનીને તેના ચરણોમાં દીક્ષા લઈશ? ક્યારે એટલે ક્યા સારા વર્ષે? ક્યા સારા માસે? ક્યા સારા પક્ષે? કયા સારા દિવસે? ક્યા સારા મુહૂર્તે? ઈત્યાદિ કાળે. ગુણસાગર એ સ્થળે ગુણો આર્યદેશમાં ઉત્પન્ન થયેલા સુકુળમાં ઉત્પન્ન થયેલા વગેરે પૂર્વોક્ત ગુણો સમજવા. આરંભ એટલે જીવહિંસા, અથવા જીવહિંસાથી થનાર કર્મબંધ. પ્રશ્નઃ કાલાદિ દોષના કારણે સર્વગુણસંપન્ન ધર્માચાર્ય ન મળે તો શું કરવું? ઉત્તરઃ સર્વગુણ સંપન્ન ધર્માચાર્ય ન મળે તો જઘન્યથી પણ ગીતાર્થતા, ક્રિયાકરણ, સ્મારણા આદિ ગુણોમાં તત્પર હોવા જોઈએ. આગમમાં કહ્યું છે કે – “કાલાદિ દોષના કારણે અહીં કહેલા ગુણોમાંથી Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય અઠ્ઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર એક વગેરે ગુણોથી રહિત હોય તો પણ જે ગીતાર્થ હોય અને સારણા આદિ કરવામાં પ્રયત્નશીલ હોય તે ગુરુ છે- તેને ગુરુ તરીકે સ્વીકારવા,’’ (૩૩૪) 415 एयं पयदिणकिच्चं समासओ देसियं तु सड्डाणं । वित्थरओ नायव्वं, जह भणियं पुव्वसूरीहिं ॥ ३३५॥ હવે પ્રસ્તુત શાસ્ત્રના વિષયનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે-ભાવશ્રાવકોનું આ પ્રતિદિન નૃત્ય સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી તો શ્રીભદ્રબાહુસ્વામી અને શ્રી હરિભદ્રસૂરિ વગેરે આચાર્યોએ ‘‘આવશ્યક સૂત્ર’’ વગેરે ગ્રંથોમાં જે રીતે કહ્યું છે તે રીતે જાણવું. આ પ્રતિદિન કૃત્ય એટલે પૂર્વે ‘‘નવકાર ગણતાં ઊઠવું’’ ઇત્યાદિથી આરંભી અહીં સુધી જે કહ્યું તે પ્રતિદિન પ્રતિદિન નૃત્ય એટલે નિત્ય કરવા યોગ્ય. (૩૩૫) નૃત્ય. ताणं सुलद्धं खलु माणुसंत्तं, जाई कुलं धम्मरहस्ससारं । अप्पेण अप्पं पडिलेहइत्ता, समं पयट्टंति जे मुक्खमग्गे ॥ ३३६ ॥ હવે જેઓ પ્રસ્તુત શાસ્ત્રના શ્રવણ આદિથી ભાવિતમતિવાળા થઈને અંતર્મુખ બને છે, તેમની સ્તુતિ કરતા સૂત્રકાર કહે છે– વડે. જે લઘુકર્મી જીવો આત્મા વડે આત્માને વિચારીને અશઠપણે મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તેમનો મનુષ્યભવ સફલ છે. કારણ કે તેમને મનુષ્યભવનું ફળ મળે છે. એ પ્રમાણે તેમનાં જ જાતિ-કુલ પણ સફળ છે. કારણ કે તેમના જાતિ–કુલ વિદ્વાનોને પ્રશંસા કરવા યોગ્ય બને છે. તેમનું જ શ્રુતધર્મના સારરૂપ ચારિત્ર સફળ છે. કારણ કે તેમનું ચારિત્ર વિશિષ્ટ કર્મક્ષયનું કારણ છે. અહીં ‘આત્મા વડે’ એટલે વિષય-કષાયના અંધાપાથી રહિત આત્મા વડે, અર્થાત્ પરમાર્થદર્શી અંતરાત્મા ‘આત્માને વિચારીને’ એટલે વિષય-કષાયરૂપ વિષના વેગથી વિહ્વલ બનેલો ઇંદ્રિયાત્મા આ લોકમાં અને પરલોકમાં મહાદુ:ખનું ભાજન બને છે એમ વિચારીને. જેમકે – ‘‘હરણ, પતંગ, સર્પ, મત્સ્ય અને મત્ત હાથી એક એક વિષયથી નાશ પામ્યા, તો પછી જેનો આત્મા સંયમથી રહિત છે અને જે પાંચેય ઇંદ્રિયોની આધીનતાથી પીડિત છે તે જીવનું તો શું કહેવું ?’’ (પ્ર.ર. ૪૭) ક્રોધથી પ્રેમીઓની સાથે પ્રેમ રહેતો નથી. માનથી ગુણીઓનો વિનય થઈ શકતો નથી. માયાથી લોકોને વિશ્વાસ રહેતો નથી. લોભથી સઘળા ગુણો પલાયન થઈ જાય છે.’' (પ્ર.૨. ૨૫) પરલોકમાં તો ‘‘આ પ્રમાણે વિષય-કષાયોથી પ્રતિ સમય અશુભકર્મ સમૂહને બાંધીને દુર્ગતિમાં ગયેલો આ આત્મા છેદન અને ભેદન વગેરે ઘણું સહન કરે છે.’’ મોક્ષમાર્ગ- અક્ષુદ્રતા વગેરે ગુણો મોક્ષમાર્ગ છે. કહ્યું છે કે – ‘‘અક્ષુદ્રતા (=કૃપણતાનો અભાવ), દયા, કુશળતા, ક્ષમા, ઇંદ્રિયનિગ્રહ, ન્યાયનું નિર્દોષ અનુસરણ, શ્રુતમાં અને શીલમાં પ્રયત્ન, સાધર્મિકવાત્સલ્ય, સદા સાધુધર્મમાં આદરભાવ ઇત્યાદિ કુશલોમાં ઉઘમને મુક્તિમાર્ગ તરીકે માનેલો છે.’’ (૩૩૬) Page #435 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર सुसावया सासणभत्तिमंता । एवं विहाणेण पयट्टमाणा, अणेगजम्मंतरसंचिअं अघं, खवित्तु गच्छंति गई सुउत्तमं ॥ ३३७ ॥ આ રીતે પ્રવૃત્તિ કરતા શાસન ઉપર ભક્તિમંત સુશ્રાવકો અનેક અન્ય ભવોમાં એકઠા કરેલા પાપને ખપાવીને અતિશય ઉત્તમ ગતિમાં જાય છે. 416 અતિશય ઉત્તમગતિ - દેવલોકમાં ઇંદ્રપણું કે સામાનિકપણું વગેરેની પ્રાપ્તિ થાય, બોધિ સુલભ બને અને સાત–આઠ ભવો કરીને મુક્તિપદની પ્રાપ્તિ થાય તેવી અતિશય ઉત્તમ ગતિમાં જાય છે. (૩૩૭) अन्नाणेणं पमाएणं, मूढयाए तहेव य । નંમે વિથં િિષ, આગમસ્સ વિરુદ્ધુય રૂરૂ૮૫ तं पुत्तदुच्चरियं व, मज्झ सोहिंतु सूरिणो । दयं उवरि काऊणं, जं जं इत्थ असुद्धयं ॥ ३३९॥ હવે સૂત્રકાર સ્વશાસ્ત્ર-પરશાસ્ત્રના સૂક્ષ્મ બોધથી નિર્મલમતિવાળા હોવા છતાં છંદ્મસ્થની ભૂલ થવાનો સંભવ હોવાથી તેને દૂર કરવા માટે અને પોતાના અભિમાનને દૂર કરવા માટે બે ગાથાઓને કહે છે શ્રાદ્ધદિનકૃત્ય અહીં મેં અજ્ઞાનતાથી, પ્રમાદથી અને મૂઢતાથી જે કંઈ (=અલ્પ પણ) આગમની વિરુદ્ધ રચ્યું હોય, અર્થાત્ જે જે અશુદ્ધ રચ્યું હોય, તે બધું આચાર્યો મારા ઉપર દયા કરીને પુત્રના દુષ્ચરિત્રની જેમ શુદ્ધ કરો, અર્થાત્ જે રીતે પ્રિયપુત્રે કરેલી કોઈક વસ્તુને* થોડા દોષથી દોષવાળી પણ જોઈને માતા–પિતા તે વસ્તુને સુધારે છે તેવી રીતે આચાર્યો મારા ઉપર કૃપા કરીને મારી અશુદ્ધિઓને સુધારો. * = અજ્ઞાનતાથી = કોઈક પદાર્થ સૂક્ષ્મ હોવાથી અને તેવા પ્રકારના આમ્નાયનો (=ગુરુપરંપરાથી આવતા શબ્દાર્થોનો) અભાવ હોવાથી સમ્યક્ બોધ ન થવાથી. પ્રમાઠથી = અન્યમાં ચિત્ત જવું વગેરે પ્રમાથી. મૂઢતાથી = મતિભ્રમથી થતા ચિત્તમોહથી. રચ્યું હોય = સૂત્રરૂપે ગુંથ્થું હોય. આગમની વિરુદ્ધ = આગમને ન અનુસરે તેવું. (૩૩૮-૩૩૯) किंची गुरूवएसेणं, किंचि सुत्ता वियाहियं । सड्डाणं दिणकिच्वं तु, मएणं मंदबुद्धिणा ॥ ३४० ॥ આ સૂત્ર રચના જે રીતે કરી તે રીતે પ્રગટ કરતા સૂત્રકાર કહે છે- મંદબુદ્ધિ એવા મારા વડે શ્રાવકોનું દિનનૃત્ય કંઈક ગુરુના ઉપદેશથી અને કંઈક સૂત્રના આધારે રચાયું છે. (૩૪૦) નાત એટલે । સમૂહ. શ્રાવકોને સમજવામાં સરળતા રહે એ દૃષ્ટિએ નાત શબ્દનો અનુવાદ કર્યો નથી. Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય (417) અઠાવીશમું ધર્માચાર્ય સ્મરણ દ્વાર पढंतमाणाण मुणतयाणं, भव्वाण सड्डाण दिणस्स किच्चं । तिलोगनाहाण जिणाण सासणे, भवेउ ताणं तु सुनिच्चलं मणं ॥३४१॥ આ ગ્રંથના અધ્યયન આદિમાં આરાંસા દ્વારા તાત્કાલિક ફલને કહે છે – દિનકૃત્યને ભણનારા અને જાણનારા તે ભવ્ય શ્રાવકોનું મન ત્રિલોકના નાથ એવા જિનેશ્વરોના શાસનમાં અતિશય નિશ્ચલ થાઓ. (૩૪૧) काऊण सड्डाण दिणस्स किच्चं, जं किंचि पुन्नं मइ अज्जियंति । तेणं तु भव्वाण भवुब्भवाण, तिक्खाण दुक्खाण भवेउ नासो ॥३४२॥ હવે સૂત્રકાર પરમાણિક, સ્વાર્થને ગૌણ કરનારા અને પરોપકાર કરવામાં જ તત્પર છે એ કારણથી, અથવા મહાપુરુષોનું પરોપકાર કરણ એ જ સ્વોપકાર કરણ છે એ કારણથી, સ્વપુણ્યથી પરોપકાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે શ્રાવકોના દિનકૃત્યને કરીને મારા વડે જે કંઈ પુણ્ય મેળવાયું છે તેનાથી ભવ્યજીવોના સંસારમાં ઉત્પન્ન થતાં તીક્ષ્ણ દુઃખોનો નાશ થાઓ. (૩૪૨) अयाणमाणेण जिणुत्तमाणं, मयं महत्थं मइविन्भमेणं । जं मे विरुद्धं इह तस्स, वुत्तं तं मज्झ मिच्छा मिह दुक्कडंति ॥३४३॥ સંપૂર્ણગ્રંથનો ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે – જિનેશ્વરના મહાન અર્થવાળા સિદ્ધાંતને નહિ જાણતા મેં મંતિભ્રમથી અહીં જિનેશ્વરોના સિદ્ધાંતથી વિરુદ્ધ જે કહ્યું હોય તેનું અહીં મારે મિચ્છા મિ દુક્કડ થાઓ. (૩૪૩) આ પ્રમાણે શ્રી દિનકૃત્યના વિવરણમાં વિધિશયન વગેરે છ દ્વારોના વર્ણનનો પ્રસ્તાવ પૂર્ણ થયો. તેન: સમામિ થતાં દિનકૃત્યની અવચૂર્ણિ પૂર્ણ થઈ. ભાવાનુવાદકારની પ્રશસ્તિ શ્રી દેવેન્દ્રસૂરિ વિરચિત અને અજ્ઞાત શ્રુતસ્થવિર મહર્ષિકૃત અવચૂર્ણિ સહિત શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્યશ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજે કરેલો વિવેચન સહિત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. પ્રારંભ સમય પ્રારંભ સ્થળ વિ.સં. ૨૦૫૬ મહા સુદ ૧૩ આરાધના ભવન, વિરાર (મહારાષ્ટ્ર) સમાપ્તિ સમય સમાપ્તિ સ્થળ: વિ.સં. ૨૦૫૬ ચૈત્ર સુદ ૧૫ રત્નત્રયી આરાધના હોલ ચંદાવરકર લેન, બોરીવલી (મુંબઈ) Page #437 -------------------------------------------------------------------------- ________________ (418) શ્રાદ્ધદિનકૃત્ય श्राद्धदिनकृत्यस्य अकारादि अनुक्रमः २६७ o wm G ३ ० Mm ३३८ ३८ . अगरकप्पूरमीसं तु..................... ६९ अच्चित्तं दन्तवणं........ २६१ अडप्पयारपूयाए.. अणंतकायं बहुबीयवत्y. २२४ अणत्थाणं महाठाणं.. ... ३१२ अणेगजमंतरसंचियाण.. १२ अणोरपारम्मि भवोअहिं.. २७५ अत्थवंतेण सुद्धेणं..... ७४ अन्नं च जीवाईणं.... ९३ अन्नं चिय सावजं.. अन्नन्नदेसाण समागयाणं.. अन्नहा एरिसी रिद्धी.... अन्नाणमोहमिच्छत्त... अन्नाणेणं पमाएणं. अन्नेसिं भव्वसत्ताणं. अन्नो वि पाविही एवं.. १८३ अन्नहा अफलं होइ... १६२ अप्पा उद्धरिओ च्चिअ... अब्बभे पुण विरई..... अब्भंगे उव्वलणे खलि... २६२ अयाईओ जहा लोए,..... २८८ अयाणमाणेण जिणुत्तमाणं.. ३४३ अरइरईपेसुन्नं............ ३०४ अलद्धपुव्वं तु भवोयहिंमि. अलद्धपुव्वं तु लहे वि एयं. अलुद्धो जो उ दव्वंमि. १४१ अवंतीसुकुमालो य.... अविरुद्धो ववहारो... असणं पाणगं चेव. असुइमुत्तमलप्पवाहरूवयं.. अह धम्मदेसणत्थं च........ .... ८० अह धम्मदेसणत्थं............. १४६ अह न सक्कइ काउं............... अहवा चिंतामणि एसो........... अहवा नरयाउयं तेण... अहो एयस्स इत्थेव.. अहो धन्नो उ एसो उ.. अहो मोहो महामल्लो.. ........... अहो भत्ती अहो रागो. आइन्नं अणवजं च... .......... आउहअग्गिदाणं. आवस्सयं १ अवस्सकरणिज्ज.. २४० आवस्सयं करेमाणो. आवस्सयं तु काऊणं............. आसणेण निमंतित्ता. .......... .१७३ आहारं उवहिं देहं.. २९८ इक्वं च दो तिन्नि व पंच सत्त.. इक्कमि चेव जम्मंमि. १६८ इक्खूण जंताणि विवज्जयामि...... .. इत्थिकहा भत्तकहा.. इत्थी नाम मणुस्साणं.. ३१० इय जिन्नुद्धारो जिणवरेहि...... इय सो महाणुभावो... इहयं चेव जम्मंमि..... इहलोगंमि तिदंडी.. इहलोगंमि सुकित्ती. इहेव जमंमि सुकित्तिभोगा. उरगाईण वि मंता.. उसन्नावि य तत्थेव.. ....... उस्सग्गेणं तु सड्डो उ.. उ.................... एएण पुन्नवंतेणं.... एएवि साहुणो लोए. एवं पयदिणकिच्चं.. ..... ३३५ एयारिसंपि जाणतो.. ....... ३२३ २६५ ०१ ....................... १९४ २२६ १७७ ४४ १५४ ३०८ Page #438 -------------------------------------------------------------------------- ________________ श्राद्बहिनइत्य एयारिसंमि दष्वे... एयारिसो महाभागो. एवं उवभोगवयं.. एवं जो जिणदव्वं तु.. एवं सं तु खित्तं तु.. एवं नाऊण जे दव्वं. एवं पसंसं पकुणंतयाणं. एयं मे अत्थसारं तु.. एवं विहाणेण पयट्टमाणा. एवंविहाहिं वग्गूहिं. एवंविहाहिं वग्गूहिं. एवं विही इमो सव्वो. एसो सावगधम्मो. काहं सो पुणो सूरी. कत्थ एयारिसो साहू..:. कत्थ मरुत्थलीसु कप्पपायवो.. कप्पहुमुव्व चिंतामणिव्व.. कप्पूरमीसियं काउं.. कम्मओ य वज्जिज्जा. कलाकलावे कुसला कुलीणा. काऊणं उत्तमंगंपि. काऊ विहिणा हाणं. काउणं सयणवग्गस्स. काऊण य सामाइयं.. काउण वत्थदेसेण.. काऊ सड्डाण दिणस्स किच्चं ... काएण अत्थि जइ.. कायकंडूयणं वज्जे. किंची गुरूवएसेणं... किं मे कडं किंच मे किच्चसेसं. किण्हसप्पं करग्गेणं.. कुतित्थियाण संसग्गी. कुमित्तसंगमाओय.. कुसीलाणं तु संसग्गी. कुसुमेहिं पंचवन्नेहिं.. १३० ३३३ २६४ १३६ १७६ १४५ ४५ १८५ ३३७ २२० ४८ ७७ २७० ३३४ १८८ १८७ १०८ ६२ २५९ १०६ ५० २४ २९५ २३२ ३१ ३४२ ७९ ५८ ३४० ३२४ २१८ २५५ १६९ १६५ ६७ 419 कुसुमेहिं पंचवन्नेहिं.. कूडं माणं तुलं चेव.. केवलिजोगे पुच्छा.. कोऽहं पुणो कंमि कुलंमि जाओ... खवियं नीयागोयं.. खामेमि सव्वजीवे.. गंधोदएण न्हवणं.. गंधोदएण न्हावित्ता.. गासच्छायणमित्तं.. गोसीसं चन्दणाणं च.. घरमज्झं मुत्तू . घोडगलयमाईए. घोडगलया य खंभे कुडे.. घूसिणकप्पूरमीसं तु. चंदुव्व सोमयाए .. चलं जीयं धणं धन्नं. चिइवंदणं तिकालं.. चेइयदव्वं विभज्ज. चेइयदव्वं गिण्हित्तु.. चेइयदव्वविणासे.. चेइयदव्वं साहारणं. छउमत्थो मूढमणो. छत्तीसगुणगणोवेओ.. छहं तिहीण मज्झमि.. माई पयत्था. जओ पूयापभावेणं... जओ सव्वन्नुपन्नत्तं.. जओ सुपत्तदाणेणं... जइ न कस्सवि धारेइ.. जइवि न आहाकम्म.. जइविस्सामण २० मुचिओ. त्यगुणपडिवत्ती.. जम्मं दुक्खं जरा दुक्खं.. जलणाइभए सव्वं.. जावइयं चेव कालं तु... ६८ १५८ १२० १९ १०२ २९७ ६० २५ १२१ २९० ३०२ ३३ ३४ ५९ १०७ २१६ २७१ १२९ १३२ १२७ १२६ ३०० ३३२ २१ ९२ २७ २४६ १७९ ७८ १४७ ५ ४६ ३२२ १३ २३३ Page #439 -------------------------------------------------------------------------- ________________ जिणधम्माउ य लोगंमि. जिणधम्मो हु लोगंमि... जिणपवयणवुढिकरं.. जिणपवयणवुड्डिकरं.. जिणपवयणवुड्ढिकरं.. जिणभवणाई जे उद्धरंति. जिणाणं पूयजत्ताए. वे नो वहई जो उ... जूआरवेस नडनट्ट भट्ट.. जेणं लोगट्टिई एसा.. जेण भवरुक्खकुसुमफलाई.. पुणो जिणदव्वं तु. जेमे जाणंति जिणा.. जेसिं संसग्गिदोसेणं. जो किर पहणइ.. जोगं अईयभावं... जो देइ उवस्सयं मुणिवराण.. जो समो सव्वभूएमु.. जो होइ निसिद्धप्पा. ठाणे ठाणे तओ तत्थ. ढोइत्ता अग्गकूरं तु. तं अत्थं तं च सामत्थं. तु पोसहसालाए.. तं तु सव्वं निरूवित्ता.. तं नाणं तं च विन्नाणं.. तं पुत्तदुच्चरियं व.. तओ तेसु नियत्तेसु.. तओ परमभत्तीए.. तओ पोसहसालाए.. तओ भोयणवेलाए.. तओ य कहिए कज्जे. तओ वियालवेलाए. तगराए इब्भसुओ.. तज्जोणियाण जीवाणं.. ततं च विततं चेव.. २८७ २८३ १४२ १४३ १४४ १०० २९३ ३२५ २५४ २४८ ३०६ १३७ २९९ २५६ २०४ १२८ १९८ २३५ ५५ ७६ १७२ २०५ २४१ ९८ ९९ ३३९ १९९ १९० २३१ १७१ २१४ २३० ११९ २२८ ७५ 420 तत्तोदेसं कुलं जाई.. तन्हा छुहाभिभूओ. तप्पणईणं तम्हा.. तम्हा उ नायतत्तेणं. तम्हा जे सीलसंजुत्ता. तम्हा सव्वपयत्तेणं.. तम्हा विनायतत्तेणं. तम्हा सव्वपयत्तेणं. तसाइजीवरहीए. तह चेहरगमणं ७... तहा कोहं च माणं च.. तहा सव्वाण धम्माणं. ता एयं दुल्लहं लहिउं.. ता किं च तं हुज्ज दिणं मुहुत्तं. ता ते सुधन्ना सुकयत्थजम्मा. ता धन्नो सुकयत्थोहं.. अन्नं तु नो थि.. ताणं सुद्धं खलु माणुसत्तं.. ता पमायं महासत्तुं.. ता सोम ! तं वियाणतो.. तित्थयरत्तं संमत्त... तिन्नि वा कड्ढइ जाव.. ते धन्ना ताण नमो... तेण पडिच्छीच्छा लोए. तेसिं मज्झट्ठियाणं तुः थेरीकुरुनरिंदो य. दप्पणभद्दासणवद्धमाण. दव्वओ वत्थमाईणि.. दाणाण दाणं वसही पहाणं. दारिद्दकुलुप्पत्तिं.. दुभिगंधमलस्सावी.. दुल्लहं सद्धं च लद्धू... दुलहं सुइं चलद्धूणं... दुल्हो माणुस जम्मो. देवद्रव्येण या वृद्धि શ્રાદ્ધદિનકૃત્ય २७६ ११७ १५ ९६ १७० २०२ २४९ १६४. २३. ३ ३०३ २९१. २७९ ३२० ३१७ १८९ ११ ३३६ २९२ २१९ ८२ १५० ३१९ १३१ २५३ २८ ६६ २५० १९१ ११८ १४९ २८२ २८१ २१५ १३३ Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધદિનકૃત્ય. 421 ८४ २३७ ___७० ............. ३४१ ७१ २१२ ११५ २५८ २७३ ३०१ ६३ २५७ ३१५ ३०७ १३८ १८६ २७७ ३२९ ५७ . ..... देवहरयंमि देवा.. १२४ देवा वि देवलोएसु.. १९३ देविंददाणविंदेहिं. देवं गुरुं च वंदित्ता...... ....... २२५ देसं खित्तं तु जाणित्ता........ १७४ धन्ना एयस्स रिद्धिओ.. धनाणं संचयाओ य... २८९ धनेणं सालिभद्देणं.. १८२ धम्म व सो न याणेइ. धम्मखिंसं कुणताणं.. धम्माधम्मं तहा किच्चं. धम्मो पत्थयणं दिव्वं. धम्मो बंधू सुमित्तो य. २८५ न कयावि पुनरहियाणं. न किणे न किणावेई, न तं चौरा विलुपंति.. न पक्खओ न पुरओ.. नवकाराओ अन्नो.. नवकारेण विबोहो १. नासन्ने नाइदूरंमि... ...... निट्ठीवणाइकरणं ..... १२३ निदं विकहं वजिजा. निम्ममत्त सुखग्गेण.... निसाविराममि विबुद्धएणं. निसिं जे नहि वजंति. प ति ..................... निसीहियं च काऊणं. निस्सकडे वा ठाइ... ..... १५१ निस्सामित्ता य सिद्धतं. नीयागोयं खवे कम्म.. नीरनाहुव्व गंभीरो...... ३३१ नेव दारं पिहावेइ...... २२१ नेव पल्हत्थियं कुज्जा........... नो माया नो पिया भज्जा......... पंचगनमणपुव्वं च........ ३० पच्चक्खाणं तु जं तंमि... पच्चक्खाणं तु काऊणं. पडिसिद्धाणं करणे. पढंतमाणाण मुणतयाणं. पणिहाणं च काऊणं. पमायमइरामत्तो. .... पमायमित्तदोसेणं.. परिगहपरिमाणं चिय. पहसंतगिलाणेसु.... पाणिवहमुसादत्तं.... पाणिवहस्स य विरई.. पासेणं पंजरेण य...... पियपुत्त-भाय-भइणी-माया-. पुत्ता य हुंति से भत्ता. पुणो चारित्तसंपत्तो.. पुणो निसीहियं काउं. पुणोवि चिंतए तत्थ.. पुप्फतंबोलमाईणि.... पुप्फेहिं गंधेहिं सुगंधिएहिं........ पुव्वुत्तं सव्वं काऊणं... पेससुण्हाइवग्गस्स..... प्रभास्वं ब्रह्महत्या च... प्रभास्वे मा मतिं कुर्यात्.. बंधित्ता कासवओ. ........ बंभंतु धारए जो उ. जो उ................................... ....... बाहगदोसविवक्खे २. भक्खेइ जो उविक्खेइ. भज्जा पुत्ता य नत्तू य.. भुत्तूण वरे भोए........ भो भो सुणेह तुब्भे......... मंताणं मंतो परमो इमुत्ति. मंमाणुवेहिं न वइज्ज वक्वं. मंसं इमं मुत्तपुरीसमीसं... मजं महुं नवनीय...... मणगुत्तो वयगुत्तो.... मणुयत्ते संपत्ता.. my W १३५ ...... ८९ १३४ ........ ३०९ १४८ ३२६ : २४५ १०९ २५१ 1. ३१४ ८८ १४० २६० ५२ .... ..... १०५ Page #441 -------------------------------------------------------------------------- ________________ 422 શ્રાદ્ધદિનકૃત્ય १४ ३२८ ...... २६८ २१० २३४ २५२ मणेणं तह वायाए.. १८४ महाणुभावेण गुणायरेणं. २०१ महोकहा उ सव्वा उ................. मुत्तुंपि बारसंग............... मुत्तूण जं किंचिवि देवकजं........... राईभोयणाओय. राया देसो नगरं भवणं. १९७ रुसऊ वा परो मा वा. २११ लक्खं विसं च लोहं च इंगाल-....... १५६ लहंति सुक्खं तु अणुन्नतुलं............. १९५ वंदित्ता थुइथुत्तेहिं.................... वजे रसकेसवाणिजं. १५७ वज्जाउहस्स रामेणं.. ..... २०८ वत्थं पत्तं च पुत्थं च............ वत्थगंधेहिं पवरेहिं.... वत्थन्नपाणासणखाइमेहिं. २०७ वत्थेहिं देवंगदुगुल्लएहिं... वन्नगंधोवमेहिं च. वरं वाही वरं मच्चू. ववहारसुद्धी धम्मस्स. १५९ वाउव्व अपडिबद्धो. वायंति सत्थं तह चिंतयंति..... ति.............. १९६ वाहीणं च महावाही.. ........... ३११ ३११ विगईणं परिमाणं.. २६३ विणओवयार १ माणस्स भंजणा.. विवायं कलह चेव..... विसं हालाहलं भुत्तं................ विसिट्ठवन्ननासेणं..... विस्सामणं च काऊणं.............. २४४ विस्सामणं जईणं.... २७२ विहिणा तत्थ वंदित्ता. वीरं नमिऊण तिलोयभाणु... वेरग्गतिक्खखग्गेण........ ........ ३९८ संकासगंधिलावइ........ संकासो विव भित्तूणं. संखकुंदोवमेहिं च.... संखेवेणं एए............. संथरणंमि असुद्धं...... संमत्तमाइयाणं........... संसया जायए मिच्छं. समणेण सावएण य.. सम्मं वियारियव्वं. सव्वत्थवि जयणाए.. सव्वन्नुणा पणीयं तु.. ... २४७ सव्वेहिं पि जिणेहिं. २२२ सारणा वारणा चेव... सावज्जजोगपरिवजणट्ठा........ साहम्मिया य दुविहा.. साहम्मियाण वच्छल्लं.. २०० साहम्मियाण वच्छल्लं.. ......... २०९ साहुसाहूणिमाईणं..... सिज्जाट्ठाणं पमुत्तूणं.. सिझंति केइ तेण वि. सीयं च उण्हं च सहति मूढा. ३१६ सीसो कंपिय मूई.. सुकुमालेण वत्थेणं... सुट्ठ वि तवं कुणतो.. ..................... सुद्धधम्मस्स दायारो. २७८ सुद्धणं चेव अत्थेणं. १६० सुद्धेणं चेव देहेणं... सुबाहू १ भद्दनंदीय.. १८० सुमरित्ता भुवणनाहे.. हे..... सुवन्नजुत्तेहिं सुगंधएहिं. ७३ सुहभावपवित्तीए. सेहाणं मंदसद्धाणं.. हा ते अन्नाणमोहंधा. हिरन्नं च सुवन्नं च............. Y My ३३० . . . ..... ६१ २६९ ८३ २०३ १६१ १६७ ३२ १२ १५५ ........... Page #442 -------------------------------------------------------------------------- _