________________
પાંચમું ચૈત્યવંદન દ્વાર
60.
શ્રાદ્ધદિનકૃત્ય.
કરવું એવી કાળજીવાળા વિરલા હોય. પૂર્વે શ્રાવકો વાડામાં કે ફળિયામાં ખુલ્લી જગ્યામાં સ્નાન કરતા હતા, જેથી તે પાણી જલદી સૂકાઈ જતું હતું અને નીલ-ફૂલ થતી ન હતી. આજે કોઈ કોઈ શ્રાવક ઘરે પરાતમાં પરિમિત પાણીથી સ્નાન કરીને પાણીને બહાર જયણાપૂર્વક પરઠવે છે.
૨. શ્રાવકે કોઈ પણ કામમાં ગાળ્યા વિનાનું પાણી નહિ વાપરવું જોઈએ. દરેક કામમાં ગળેલા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ ન બને તો પણ કમમાં કમ જિનપૂજા માટે સ્નાન કરવામાં તો અવશ્ય ગાળેલું પાણી વાપરવું જોઈએ.
૩. સ્નાનમાં પાણી શરીરશુદ્ધિ થાય તેટલું જ વાપરવું જોઈએ. પણ આજે મોટાભાગે સ્નાનમાં પાણીનું માપ જ રહ્યું નથી, કારણ કે નળની સગવડ થઇ ગઇ છે. દુનિયા ભલે ગમે તેમ વર્તે, પણ શ્રાવકે પોતાના ધર્મપ્રમાણે વર્તવું જોઈએ. શ્રાવકનું વર્તન દુનિયાથી અલગ હોય. એટલે લોકો પાણીનો ભલે ગમે તેમ દુરુપયોગ કરે, પણ શ્રાવકે પાણીનો સ્નાન વગેરે દરેક કાર્યમાં જરાય દુરુપયોગ ન કરવો જોઇએ. વીતરાગદેવે પાણીને જીવસ્વરૂપ કહ્યું છે. પાણીના એકટીપામાં અસંખ્ય જીવો છે. પાણીના એક બિંદુમાં રહેલા જીવો જો સરસવ જેટલું શરીર ધારણ કરે તો એક લાખ યોજનના વિસ્તારવાળા આખા જંબુદ્વીપમાં ન માય. આનાથી પાણીના એક બિંદુમાં કેટલા બધા અસંખ્ય જીવો છે તેનો આછો ખ્યાલ આવી જાય છે. આજના વૈજ્ઞાનિકોએ પણ એક પાણીના બિંદુમાં અગણિત જીવો છે, એમ સિદ્ધ કરી આપ્યું છે. પણ એમાં ઘણો તફાવત છે. વૈજ્ઞાનિકોએ પાણીના એક બિંદુમાં અપકાય સિવાયના બીજા ત્રસ જીવો અગણિત છે, એમ સિદ્ધ કરી આપ્યું છે. જ્યારે તીર્થકરોએ તો ખુદ પાણીના એક બિંદુમાં અગણિત જીવો જણાવ્યા છે. આથી શ્રાવકે પાણીનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઇએ. શ્રાવકે ઘીથી પણ પાણીની કિંમત અધિક સમજવી જોઇએ. કારણ કે ઘી અચિત્ત છે, જ્યારે પાણી સચિત્ત છે. જેટલી કાળજીથી ઘીનો ઉપયોગ થાય તેનાથી અધિક કાળજીથી પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
પૂજામાં કેવાં વસ્ત્રોન વપરાય સાંધેલાં, બળેલાં, ફાટેલાં, બીજાએ પહેરેલાં, મલિન થયેલાં, પસીનાથી દુર્ગંધવાળાં થયેલાં, જેનાથી ઝાડો-પેશાબ, મૈથુન, ભોજન વગેરે કર્યું હોય તેવાં વસ્ત્રો પૂજામાં નવપરાય.
પૂજાનાં વસ્ત્રોની શુદ્ધિ માટે રાખવાની કાળજી (૧) ચાલુ વાપરવાનાં કપડાં અને પૂજાનાં કપડાં અલગ રાખવા. બંને ભેગાન રાખવા. ચાલુ વાપરવાના કપડાં ધોયેલાં સ્વચ્છ હોય તો ભેગા રાખવામાં બાધ જણાતો નથી. (૨) પૂજાનાં કપડાં ભૂમિ ઉપર કે મલિન વસ્તુ ઉપર ન મૂકવાં. (૩) પૂજાનાં કપડાં પહેર્યા પછી પૂજા સિવાય બીજા કોઈ કામ ન કરવા જોઈએ. પૂજા થઈ ગયા પછી તુરત પૂજાનાંપડાં બદલી નાખવા જોઈએ. પૂજાનાંપડાં પહેરીને વ્યાખ્યાન સાંભળવું, બહુ સમય બીજાની સાથે વાતો કરવી, વગેરે ઉચિત નથી. (૪) પૂજાનાં કપડાંથી શરીરનો પસીનો, ભીનાં હાથ, કેસરની વાટકી વગેરે નલૂછવું. (૫) પૂજાના કપડામાં ફૂલ, બદામ, ચોખા, ફળ વગેરે કંઈ લેવું નહિ.
કયા રંગનાં વસ્ત્રો વાપરવાં પૂજામાં મુખ્યતયા અતિશય ઉત્તમ સફેદ વસ્ત્રો વાપરવાં જોઈએ. પૂજામાં રંગ કરતાંય ઉત્તમતાની મહત્તા છે. જે વસ્ત્રો ઉત્તમ હોય તે વસ્ત્રો વાપરવાં જોઈએ. એટલે પીળાં-રાતાં વગેરે પણ જો ઉત્તમ હોય તો વાપરવામાં
ફાટી ગયા પછી સાંધેલા કે બેટડા જોડીને સાંધેલા એમ બંને પ્રકારે સાંધેલાં કપડાં પૂજામાં ન વપરાય.