________________
શ્રાદ્ધદિનકૃત્ય
( 59 )
પાંચમું ચૈત્યવંદન દ્વાર
(૫) ચૈત્યવંદન દ્વાર तसाइजीवरहीए, भूमीभागे विसुद्धए । फासुएणं तु नीरेणं, इयरेण गलिएण उ ॥२३॥ दारं ५॥ काऊणं विहिणा ण्हाणं, सेयवत्थनियंसणो । मुहकोसंतु काऊणं, गिहबिंबाणि पमज्जए ॥२४॥ પાંચમું “ચૈત્યવંદન” દ્વાર કહે છે–
ત્રસાદિ જીવોથી રહિત અને વિશુદ્ધભૂમિમાં, પ્રાસુક પાણીથી, તેના અભાવમાં સચિત્ત પણ ગાળેલા પાણીથી, વિધિપૂર્વક સ્નાન કરીને પવિત્ર અને શ્વેત બે વસ્ત્રો પહેરીને, મુખકોશ કરીને, ગૃહમંદિરમાં મોરપીંછીથી બિંબોનું પ્રમાર્જન કરે.
ત્રસાદ જીવોથી રહિત = કીડીના નગરા અને પંચવર્ણી નીલકૂલ વગેરે જીવોથી અસંસક્ત. વિશુદ્ધ = ઊંચાણ, નીચાણ અને પોલાણ આદિ દોષોથી અદૂષિત. વિધિપૂર્વક = પરિમિત પાણીનો ઉપયોગ, ઉડતા જીવો પાણીમાં ન પડે તેનો ઉપયોગ વગેરે વિધિથી. મુખકોશ કરીને = વસ્ત્રના છેડાના આઠ પડ કરીને તેનાથી મુખ અને નાકના ધાસનો વિરોધ કરીને.
પૂજા સંબંધી વિવેચન
(૧) પૂજા માટે સ્નાનનો વિધિ (૧) સ્થળ - જ્યાં કીડીઓ, નીલકૂલ, શેવાલ, કુંથુઆ વગેરે જીવો ન હોય, જ્યાં ભૂમિ વિષમ ન હોય,
અર્થાત્ ખાડા-ટેકરાવાળી ન હોય, જ્યાં જમીનમાં પોલાણ નહોય, જ્યાં પાણી સૂર્યના તાપથી જલદી
સુકાઈ જાય, એવા સ્થળ ઉપર સ્નાન કરવું જોઈએ. (૨) પાણીનું સ્વરૂપ - અચિત્તકે સચિત્ત ગાળેલા પાણીથી સ્નાન કરવું જોઈએ. (૩) પાણીનું માપ - પરિમિત પાણીથી સ્નાન કરવું જોઈએ. (૪) યતના - ઉડતા જીવો પાણીમાં પડીને મરીન જાય તેની કાળજી રાખવી. ગરમ પાણીમાં ઠંડુ પાણી ન
નાખવું. તેમ કરવાથી ઠંડા પાણીના જીવોની હિંસા થાય, કારણ કે ગરમપાણી ઠંડા પાણીનું શસ્ત્ર છે. (૫) સ્નાન ક્યાં પછી શુદ્ધ વસ્ત્રથી શરીર લૂછવું. શરીરની શુદ્ધિ માટે સ્નાન કરવામાં આવે છે. હવે જો
શરીરને લૂછવાનું વસ્ત્ર અશુદ્ધ હોય, અત્યંત મેલું હોય તો તેનાથી શરીર લુછતાં શરીર પણ મેલું થાય. ઘણા સ્થળે મંદિરોમાં અંગ લુછવાનાં સામુદાયિક વસ્ત્રો રાખેલાં હોય છે. પણ તે અતિશય મેલાં રહેતાં
હોય છે. આ બરોબર નથી. (૬) પૂજાનાં કપડાં સિવાયના સૂકા વસ્ત્રથી સ્નાનથી ભીંજાયેલું વસ્ત્ર બદલવું. (૭) પછી પૂજાનાં કપડાં પહેરવાં.
૧. અહીં સ્નાન વિધિમાં જેવું સ્થળ બતાવ્યું છે તેવા સ્થળમાં સ્નાન કરનારા બહુ જ થોડા હશે. કારણકે આજે શહેરોમાં જમીનની તંગીના કારણે એવાં સ્થળો મળવા દુર્લભ છે. કદાચ મળે તો પણ તેવા જ સ્થળમાં સ્નાન