________________
ચોથું યોગ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
(૫૫) ભોરિંગણી (ભોયરીંગણી)– જ્વરઘ્ન, પડખાનું શૂળ–દમ-ખાંસી અને હૃદયરોગને નાશ કરનાર. (૫૬) મલયાગરૂ- તૃષા, દાહ તથા જ્વરનાશક, અને રક્તપિત્તનાશક. (૫૭) મજીઠ- શૂળ, અર્શ, રક્ત અતિસાર અને પિત્તનાશક. (૫૮) મરેઠી- ગળાનો સોજો, મ્હોં આવવું અને ઉધરસ મટાડનાર. (૫૯) રાખ (સર્વ જાતની)– દાંત સાફ કરવા માટે. (૬૦) રોહની છાલ- વાતહર, પૌષ્ટિક અને શોધક. (૬૧) લીમડાંનું પંચાંગ- પૌષ્ટિક, પિત્તશામક, જ્વરઘ્ન, ઊલટી શમાવનાર, શીતળ, તૃષાહર અને મુંઝવણનાશક. (૬૨) વખમો - પેટનો દુ:ખાવો તથા આફરો મટાડનાર, ભેદક અને વાતહર. (૬૩) *વડગુંઠા- ગ્રાહી, અતિસાર અને કોલેરામાં ઉપયોગી. (૬૪) વજ- ગ્રાહી, ગળાનો શોષ-કફ અને મળાવરોધ દૂર કરનાર. (૬૫) સુરોખાર- મૂત્રલ, સ્વેદલ અને શીતળ. (૬૬) સાજીખાર- વાયુહર, દીપન અને પાચન. (૬૭) સુખડ- શીતળ અને પિત્તશામક. (૬૮) હળદર- અપચો મટાડનાર, કફઘ્ન અને પૌષ્ટિક. (૬૯) હીમજ- તૃષા અને મુંઝવણ દૂર કરનાર તથા રેચક. (૭૦) હરડેની છાલઆયુ:વર્ધક, સારક, શોધક અને રસાયણ. (૭૧) હીરાબોળ- રક્તાતિસાર, કફઘ્ન, ઉષ્ણ અને આર્તવમાં ઉપયોગી.
58
રોગનું યથાયોગ્ય નિદાન થયા પછી આવશ્યકતાનુસાર ઉપર લખેલ અણાહારી ચીજોનાં ઉપયોગથી બે લાભ થાય છે. એક તો અનેક અભક્ષ્ય ઔષધોથી બચી શકાય છે અને બીજું તપશ્ચર્યા કે અંગીકાર કરેલા વ્રતનિયમાદિનું પાલન કરી શકાય છે.
* સ્ટારની નિશાનીવાળી વસ્તુઓ અણાહારી તરીકે ઉપયોગ કરતાં પહેલાં ગીતાર્થ ગુરુની અનુમતિ મેળવવી જરૂરી છે. આ નોંધ શ્રી ‘જૈન સત્ય પ્રકાશ – વર્ષ ૧૧ અંક ૧ માંથી લીધી છે.
પચ્ચક્ખાણનાં પાંચ ઉચ્ચારસ્થાનો
પચ્ચક્ખાણનાં ઉચ્ચારસ્થાનો પાંચ છે. પહેલા સ્થાનમાંનમુક્કારસહિઅં આદિ પાંચ કાળ પચ્ચક્ખાણો તથા ‘અંગુટ્ઠસહિઅં’ આદિ આઠ સંકેત પચ્ચક્ખાણો આવે છે. આ નમુક્કારસહિઅં આદિ કે અંગુટ્ઠસહિઅં આદિ પહેલા ઉચ્ચારસ્થાનનાં પચ્ચક્ખાણો પ્રાય: ચારેય પ્રકારના આહારના ત્યાગ રૂપ હોય છે. આ પહેલું ઉચ્ચારસ્થાન જાણવું. બીજા ઉચ્ચારસ્થાનમાં વિગઈ, નિર્વિંગઈ અને આયંબિલનાં પચ્ચક્ખાણો આવે છે, તેમાં વિગઈનું પચ્ચક્ખાણ ભક્ષ્ય છ વિગઈઓ પૈકી એકેયનો ત્યાગ ન કર્યો હોય, તો પણ પ્રાય: અભક્ષ્ય ચાર મહાવિગઈઓનો ત્યાગ કરવાથી પણ સર્વેને કરી શકાય છે. ત્રીજા ઉચ્ચારસ્થાનમાં એકાસણું-બિઆસણું–એકલઠાણું એ પચ્ચક્ખાણો તિવિહાર કે ચોવિહારપૂર્વક અપાય છે, એટલે કે – એકાસણું વિગેરે કર્યા પછી પાણી સિવાય ત્રણ આહારનો કે પાણી સાથે ચારેય આહારનો ત્યાગ કરવાના પચ્ચક્ખાણ સાથે થઇ શકે છે. ચોથા ઉચ્ચારસ્થાનમાં ‘પાળH’ વિગેરે પાઠથી સચિત્ત પાણીનો ત્યાગ કરવા રૂપ પચ્ચક્ખાણ આપી શકાય છે. પાંચમા ઉચ્ચારસ્થાનમાં પહેલેથી નિશ્ચિત કરેલા ‘સચિત્ત દ્રવ્યો વિગેરેના સંક્ષેપ રૂપ’ ચૌદ નિયમને અંગે દેશાવગાસિક વ્રતનું પચ્ચક્ખાણ અપાય છે. આ પાંચ ઉચ્ચારસ્થાનો જેમાં ભોજન કરવાનું હોય તે પચ્ચક્ખાણને અંગે જાણવાં. ઉપવાસ કે ષષ્ઠભક્ત વિગેરે તપ કરનારને તો ઉચ્ચારસ્થાન ચાર હોય છે. તેમાં પહેલા સ્થાનમાં અભક્તાર્થ (ઉપવાસ) ના પાઠનો ઉચ્ચાર, બીજા સ્થાનમાં (તિવિહાર ઉપવાસવાળાને) પાણહાર (સાથે પોરિસી આદિ) પચ્ચક્ખાણના પાઠનો ઉચ્ચાર, ત્રીજા સ્થાનમાં સચિત્ત પાણીના ત્યાગ રૂપ ‘પાળસ્સ’ વિગેરે પાઠનો ઉચ્ચાર અને ચોથા સ્થાનમાં દેશાવગાસિક વ્રત (ચૌદ નિયમ) ના પચ્ચક્ખાણનો ઉચ્ચાર કરવામાં આવે છે. (અહીં ૨૨મી ગાથા પૂર્ણ થઈ.) (૨૨)
પચ્ચક્ખાણભાષ્યની ગા. ૮ માં તો ઉપવાસના પચ્ચક્ખાણવાળાને પણ સાંજના પાણહાર (ચોવિહાર) ના પચ્ચક્ખાણ સાથે પાંચ ઉચ્ચારસ્થાનો કહ્યાં છે.