________________
શ્રાદ્ધદિનકૃત્ય
(57)
ચોથું યોગ દ્વાર ગ્રાહી, પીડોપશામક, ઊંઘ લાવનાર તથા પરસેવો વાળનાર. (૩) અફીણ સાથે કેસર - કોલેરાને શાન્ત કરનાર, (૪) આસંધ (ઘોડા આસન)- ગ્રાહી, દમ, ઉધરસમાં લાભકારક અને પૌષ્ટિક. (૫) એળીઓ- રેચક, ઋતુ લાવનાર તથા જ્વરનાશક. (૬) આકડાનું પંચાંગ - વાતહર, કફન્ન, વામક અને પરસેવો લાવનાર. (૭) અંબર- વાયુહર, તરસ, મુંઝવણતથા પગનીગોડ શાન્તકરનાર અને પૌષ્ટિક. (૮) અતિવિષની કળી-જ્વરઘ્ન, કટુ, પૌષ્ટિક અને ગ્રાહી. (૯) ઈન્દ્રવરણાનું મૂળ-રેચક, અજીર્ણ-આમદોષ અને પિત્તનાશક. (૧૦) ઉપલેટનું લાકડું વાતહર, તૃષા-ઊલટીશામક તથા ઉષ્ણ. (૧૧) કરેણની જડ-જ્વરઘ્ન તથા મસ્તકશૂળને શાન્ત કરનાર (૧૨) કરીઆતું- જ્વરઘ્ન, સારક અને અરુચિ મટાડનાર. (૧૩) કસ્તુરી-અંગનું ખેંચાણ-આંચકી-વાયુતૃષા-ઊલટી તથા શોષનો નાશ કરનાર. (૧૪) કડુ - સારક, પાચક અને જ્વરઘ્ન. (૧૫) *કુંઆર - અપચો મટાડનાર, રેચક, ગુલ્મઘ્ન, પિત્તનાશક અને બરોલને શમાવનાર. (૧૬) *કેસર - કંઠરોગ-મસ્તકશૂળ અને ઊલટીને મટાડનાર, શીતળ, સ્તંભક અને પૌષ્ટિક (૧૭) કુંદર - ઉષ્ણ, કફઘ્ન, રક્ત-અતિસારશામક, જ્વરઘ્ન અને સ્વદલ. (૧૮) કાથો - દાંતમાંથી નીકળતા લોહીને અટકાવનાર, સ્તંભન અને શીતળ. (૧૯) કેરડાના મૂળ- રૂચિકારક, શૂળષ્મ અને વાતહર, (૨૦) ખારો- પેટનો દુઃખાવો શમાવનાર. (૨૧) ખેરસાર - કફઘ્ન, દાંતને હિતકારી તથા ખાંસી મટાડનાર. (૨૨) ખેરના ઝાડનાં મૂળ તથા છાલ રક્તશોધક. (૨૩) ગુગળવાતપ્ન તથા સોજો ઉતારનાર, (૨૪) ગળો-જ્વરઘ્ન, શીતળ, પિત્તશામક, મૂત્રલ, તૃષા-દાહ તથા ભ્રમનાશક, (૨૫) ગૌમૂત્ર-મૂત્રલ, સારક, મળાવરોધ તથા પેટના રોગને મટાડનાર, રેચક તથા ચામડીને હિતકારી. (૨૬) ચિત્રકનાં મૂળ- ઉષ્ણ, પેટના દર્દને શમાવનાર, દીપન, પાચક અને વાતહર, (૨૭) ચીમેડ-વાતહર, પૌષ્ટિક અને નેત્રને હિતકારી, (૨૮) ચીડ- (તેલીઆ દેવદારનું કાષ્ટ) – મૂત્રશોધક, મળાવરોધ-આફરો-હેડકી અને મૂચ્છમટાડનાર, વાયુહર, દીપન અને પાચક. (૨૯) સુનો શીળસ અને અજીર્ણમાંહિતકર. (૩૦) *ચોપચીનીતૃષાહર, મુંઝવણ હરનાર, પૌષ્ટિક અને વાતોપશામક. (૩૧) જરદો (તમાકુનો ભૂકો) – કફઘ્ન, વાતાનુલોમન અને વાતહર, (૩૨) જવખાર મૂત્રલ, ઉષ્ણ, દીપન અને પાચન. (૩૩) ઝેરી ગોટલી- જ્વરઘ્ન અને તૃષા ઉપશામક. (૩૪) *ઝેરી કોપરું-પૌષ્ટિક, જ્વરઘ્ન, અપચો-ઝાડા અને ચૂંકને મટાડનાર. (૩૫) ટંકણખારમૂત્રલ, ઋતુ લાવનાર તથાણ લાવનાર. (૩૬) ડાભનું મૂળ- બસ્તીશૂળ, ઊલટી અને વાયુહરનાર, રક્તસ્તંભક અને તૃમિકારક. (૩૭) તગર- ઊલટીશામક. (૩૮) તમાકુ (કોઇ મેળવણી વિનાની ખાવાની કે સુંઘવાની) – સ્નાયુની શિથિલતા અને હીસ્ટ્રીયા શમાવનાર તથા બંધાયેલા દાંત છોડનાર. (૩૯) ત્રિફળા-સારક, પિત્તશામક અને દાહ-તૃષા તથા મુંઝવણને શમાવનાર. (૪૦) થોરનું મૂળ- ઊંઘ દૂર કરનાર અને ગુલ્મશોધક. (૪૧) દાડમની છાલ- ખાંસી, કફ અને પિત્તને શમાવનાર તથા ગ્રાહી. (૪૨) ધમાસો- મૂત્રલ અને ઉલ્ટી, ખાંસી, તાવ, દાહ તથા હેડકીને રોકનાર. (૪૩) નિર્મળી- મૂત્રલ, શૂળ અને ગોળાને શમાવનાર તથા રુચિકર. (૪૪) નઈકંદ- વમન કરનાર અને સર્પનું ઝેર ઉતારનાર. (૪૫) પાનની જડ- વાતહર, ઉષ્ણ, રુચિકારક અને મોળ મટાડનાર. (૪૬) jઆડનાં બીજ- જ્વરનાશક અને ચામડીના રોગ મટાડનાર. (૪૭) ફટકડી - ગ્રાહી અને રક્તશોધક (૪૮) બુચકણ (મુચકણ-પીસ્તાનાં ફૂલ)- પિત્તની ઊલટી મટાડનાર, વાયુથી થતો માથાનો દુખાવો
શમાવનાર અને તૃષાશામક. (૪૯) બેડાની છાલ-ખાંસી અને કફનાશક તથા શીતળ. (૫૦) બોરડીની છાલ' શ્રમનાશક, શોષનાશક, શામક અને ગ્રાહી. (૫૧) બોરડીનું મૂળ- જ્વરઘ્ન અને કફ-પિત્તનાશક. (૧૨)
બાવળની છાલ રક્ત અતિસાર-અતિસાર અને ખાંસી મટાડનાર, (૫૩) બીઓ (મરકસનું લાડું)રક્તપિત્તનાશક, રક્તસ્તંભક અને ગ્રાહી. (૫૪) બોળ (એળીયાની જાત)- સારક, આર્તવ અને શોધક.