________________
શ્રાદ્ધદિનકૃત્ય
( 99)
નવમું વંદન દ્વારા સંસારસુખનું પણ મૂળ છે. સંસારમાં જે કોઇપણ જીવ જે કંઇ સુખ પામે છે તે ધર્મનો પ્રભાવ છે. ધર્મ વિના કદી સુખ ન મળે. અધર્મી આત્માઓને પણ જે સુખ મળે છે, તે પણ જાણતાં કે અજાણતાં થઇ ગયેલા ધર્મથી મળે છે. ધર્મ બતાવનાર અરિહંતો છે. સર્વ પ્રથમ અરિહંત જ ધર્મ બતાવે છે. આથી સર્વ પ્રકારના સુખનું મૂળ અરિહંત જ છે.
ઉપકારના ખ્યાલ વિના સાચી પ્રીતિ-ભક્તિ નહિ આ રીતે અરિહંત આપણા ઉપકારી હોવા છતાં આપણને જ્યાં સુધી અરિહંત ઉપકારી ન લાગે ત્યાં સુધી તેમના ઉપર પ્રેમ પણ ન થાય. અરિહંત ઉપર સાચો પ્રેમ ત્યારે જ થાય કે જ્યારે અરિહંત મારા ઉપકારી છે એમ લાગે. મારા બધાં સુખોનું મૂળ કારણ અરિહંત પરમાત્મા છે એવી શ્રદ્ધા થાય તો અરિહંત ઉપકારી લાગે. અરિહંત ઉપકારી લાગે એટલે અરિહંત ઉપર પ્રેમ થયા વિના રહે નહિ. અરિહંત પર પ્રેમ થાય એટલે તેમની ભક્તિ કરવાના ભાવ થયા વિના રહે નહિ. જેમ કામી આત્માને સ્ત્રી ઉપર પ્રેમ છે, તો તેના દર્શનથી આનંદ થાય છે, અને તેને આભૂષણો વગેરે આપે છે. તેમ અરિહંતના પ્રેમીને અરિહંતના દર્શનથી આનંદ થાય અને ભક્તિ કરે. ભક્તિ પણ દિલથી કરે, વેઠ ઉતારવાની જેમ ન કરે. જ્યાં પ્રેમ છે ત્યાં ભક્તિ દિલથી થાય છે. પ્રીતિ વિના ભક્તિ થાય, પણ
સ્વાર્થ માટે કે દેખાવ માટે હોય. પ્રીતિ વિના થતી ભક્તિ કોઇ ભૌતિકસ્વાર્થ સિદ્ધ કરવા હોય, અથવા હું કેવો પ્રભુભક્ત છું એ દેખાડવા માટે થાય. નામના કે પ્રસિદ્ધિ મેળવવા થાય. આવી ભક્તિથી કદાચ બીજા પ્રભાવિત બને, પણ પોતે પ્રભાવિત ન બને. આવી ભક્તિ જોઇને કદાચ બીજા પ્રસન્ન બને, પણ પોતે પ્રસન્ન ન બને. ભક્તિથી ભક્ત પ્રસન્ન ન બને તો એ ભક્તિનો કોઈ અર્થ નથી. કારણકે ભક્તિનું ફળ મળતું નથી. ભક્તિનું તાત્કાલિક ફળ મનની પ્રસન્નતા છે. આથી જ કહ્યું છે કે- મન પ્રસન્નતાનેતિપૂર્ચમાને વિનેશ્વરે =“ભગવાનની પૂજા કરતાં મન પ્રસન્નતાને અનુભવે છે.” પરમાત્માની હાર્દિક પૂજાથી બીજાઓ પ્રસન્ન બને કે ન બને, પણ પૂજક અવશ્ય પ્રસન્ન બને. જ્યાં પ્રેમ છે, ત્યાં ભક્તિ છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભક્તિ દિલથી થાય છે એ સમજવા મૂળદેવનો પ્રસંગ છે.
મૂળદેવનો પ્રસંગ એક વેશ્યાને મૂળદેવ ઉપર પ્રેમ હતો. એક વખત એક શેઠ તે વેશ્યા પાસે આવ્યો, અને વેશ્યાને પોતાની કરવા પ્રયત્ન કરવા લાગ્યો. પણ વેશ્યા કોઇરીતે મૂળદેવને છોડતી ન હતી. આથી શેઠે વેશ્યાની અઝાને પ્રલોભન આપીને, વેશ્યા પોતાની બને અને મૂળદેવને છોડી દે એવું કરવા કહ્યું. અક્કાએ વેશ્યાને મૂળદેવને છોડીને શેઠને વળગવા કહ્યું. પણ વેશ્યાએ તે માન્યું નહિ. છતાં અકા વારંવાર આ માટે તેના કાન ભંભેરવા લાગી. વેશ્યાએ અઝાને કહ્યું – “હે માતા ! હું કેવળ ધન ઉપર જ રાગવાળી નથી, કિંતુ ગુણ (આંતરિકપ્રેમ) ઉપર મારો રાગ વધારે છે. અક્કાએ ઘણું સમજાવ્યા છતાં મૂળદેવને તો નહિ. અકાતેના ઉપરકોપ પામી. તેથી વેશ્યા મૂળદેવને માટે ચંદન માગતી, ત્યારે અક્કા તેને સુકું કાર્ડ આપતી, પુષ્પની માળાને બદલે નિર્માલ્ય આપતી, શેરડીના બદલે તેનું પૂછડીયું આપતી. મદિરાને બદલે પાણી આપતી. વેશ્યાએ અક્કાને પૂછ્યું : આમ કેમ કરે છે. અક્કાએ કહ્યું: આ તારો પ્રિય મૂળદેવ જેવો નિરસ છે, તેવી જ આ વસ્તુઓ પણ તેને લાયક છે. તેથી હું તેને છોડી દે. વેશ્યાએ અક્કાને કહ્યું કે તું ગમે તેટલું કહે પણ હું મૂળદેવને છોડીશ નહિ. કારણકે તેને મારા ઉપર જેટલો પ્રેમ છે, તેટલો પ્રેમ શેઠને નથી. અક્કાને વેશ્યાની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. આથી વેશ્યાએ અક્કાને ખાતરી થાય એ માટે બંનેના પ્રેમની પરીક્ષા કરી બતાવી. બંને પ્રેમી પાસે વેશ્યાએ શેરડી મંગાવી. શેઠે શેરડીનો ભારો મોકલી આપ્યો. અક્કાએ કહ્યું : જો, શેઠની કેટલી બધી ઉદારતા છે, તારા માત્ર એક વચનથી આટલી બધી શેરડી મોકલી આપી. વેશ્યાએ