________________
નવમું વંદન દ્વાર
( 98 )
શ્રાદ્ધદિનકૃત્ય અરિહંતો મોક્ષમાર્ગના ઉપદેશક છે અરિહંત ભગવાન જેમ “સવિ જીવ કરું શાસન રસી” એ ભાવનાથી આપણા હિતની ચિંતા કરનારા હોવાથી ઉપકારી છે, તેમ મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા હોવાથી પણ ઉપકારી છે. જગતના જીવો અર્થ (ધન) અને કામમાં (વિષયસુખોમાં) મશગૂલ છે. અર્થ અને કામમાં જ સુખબુદ્ધિ હોવાથી તેને મેળવવાનો, ભોગવવાનો અને રક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે. બીજાઓને પણ તેવી જ સલાહ આપે છે. પણ અરિહંત પરમાત્માએ જગત ઉપર મોક્ષનો ઉપદેશ આપીને નવો પ્રકાશ કર્યો. અર્થ અને કામથી મળતું સુખ ક્ષણિક છે, દુઃખ સ્વરૂપ છે, દુઃખ ફલક છે, અને દુઃખાનુબંધી છે. માટે તે સુખનો ત્યાગ કરવો જોઇએ. સુખ માટે અર્થ અને કામની જરૂર જ નથી. આત્મામાં જ સુખ રહેલું છે. પણ કર્મરૂપ વાદળથી આવરાઈ ગયેલું છે. કર્મોનો નાશ થતાં આત્માનો મોક્ષ થાય છે, અને આત્મસુખનો અનુભવ થાય છે. કર્મોનો નાશ સમ્યગ્દર્શનાદિ ધર્મથી થાય છે. માટે ધર્મકરવો જોઇએ. અરિહંતો જગતના જીવોને આ પ્રમાણે મોક્ષના (સમ્યગ્દર્શનાદિય માર્ગનો ઉપદેશ આપીને ઉપકાર કરે છે.
પ્રશ્ન:- અરિહંતો પોતાનું કંઇ આપણને આપતા નથી તો તેમનો ઉપકાર કેવી રીતે ? અરિહંતોએ ધર્મ બતાવ્યો, પણ ધર્મ કરવાની મહેનત તો આપણે જ કરવાની છે. આથી અરિહંતનો ઉપકાર કેવી રીતે?
ઉત્તર: તમે કોઇ બસમાં મુસાફરી કરી. ઉતરતી વખતે બસમાં તમારો દાગીનો રહી ગયો. તમને તેની ખબર પણ ન પડી. પણ કંડક્ટરને તેની ખબર પડી અને તમને દૂરથી બૂમ પાડીને બોલાવીને તમારો દાગીનો બતાવ્યો, તો તે ઉપકારી ખરો કે નહીં? અહીં ડક્ટરે પોતાની કોઇ વસ્તુ તમને આપી નથી. તમારી જ ભૂલાઇ ગયેલી વસ્તુ તમને બતાવી છે, છતાં તે ઉપકારી છે. તેમ અરિહંતો આપણને પોતાનું કંઇ આપતાં ન હોવા છતાં મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા હોવાથી ઉપકારી છે. ભૂલા પડેલા મુસાફરને માર્ગ બતાવનાર ઉપકારી ખરો કે નહીં?
વૈદ્યો માત્ર દવા બતાવે છે. દવા લાવવી, દવાનું સેવન કરવું, પથ્યનું પાલન કરવું ઇત્યાદિ દર્દી જ કરે છે. છતાં વૈદ્ય તેનો ઉપકારી છે. કારણકે જો વૈદ્ય દવા અને પથ્ય વગેરેન જણાવ્યું હોત તો દર્દી શું કરત? બસ, તે રીતે આપણે જ ધર્મ કરવાનો હોવા છતાં ધર્મ બતાવનાર અરિહંત આપણા ઉપકારી છે. જેમ સારા વૈદ્યના કહેવા પ્રમાણે ચાલવાથી શરીરનો રોગ દૂરથાય, તેમ અરિહંતના કહેવા પ્રમાણે ચાલવાથી = અરિહંતની આજ્ઞાને માનવાથી અને પાળવાથી કર્મરૂપ રોગ દૂર થાય.
એક અનુભવી વેપારી, બિન અનુભવી વેપારીને વેપારની રીત શિખવાડે અને તેને વેપારની લાઇનમાં હોંશિયાર બનાવી દે, તો તેને અનુભવી વેપારીએ પોતાનું કંઇ આપ્યું ન હોવા છતાં, તેણે અનુભવીનો ઉપકાર માનવો જોઇએ કે નહિ? માનવો જ જોઇએ. સજ્જન માણસ પોતાને જેનાથી લાભ થયો હોય તેનો ઉપકાર માને, પછી ભલે તેણે પોતાનું કંઇ જ ન આપ્યું હોય. એક સજ્જન આંધળાને કે ભૂલેલાને માર્ગ ઉપર ચડાવી દે છે. અહીં સજ્જને પોતાનું કંઇ જ આપ્યું ન હોવા છતાં માર્ગ ઉપર ચડેલા માણસે તેનો ઉપકાર અવશ્ય માનવો જોઇએ. અરે કંઈ આપ્યું ન હોય, બલ્લું લીધું હોય છતાં જો તેનાથી લાભ થયો હોય તો એનો ઉપકાર માનવો જોઇએ. આથી જ શિક્ષક ફી લઇને ભણાવવા છતાં વિદ્યાર્થીએ તેનો ઉપકાર માનવો જોઇએ.
બધાં સુખોનું મૂળ અરિહંત છે અરિહંતના ઉપદેશપ્રમાણે વર્તવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી મોક્ષનમળે, ત્યાંસુધી પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા સંસાર સુખ પણ પ્રાપ્ત થાય છે. અરિહંતના ઉપદેશને માનનાર અને શક્ય પાળનાર કદી દુર્ગતિમાં ન જાય, સુગતિમાં જ થાય. સુગતિમાં પણ ઉચ્ચપ્રકારના સુખોને પામે. આથી અરિહંત જેમ મોક્ષસુખનું મૂળ છે, તેમ