________________
શ્રાદ્ધદિનકૃત્ય
(97)
નવમું વંદન દ્વાર સુધી જ રાખે કે જ્યાં સુધી પોતાને કોઈ જાતનો વાંધો ન આવે. પોતાને આપત્તિ આવતાં પુત્રના ભોગે આપત્તિથી બચી શકાય તેમ હોય તો પુત્રનો પણ ભોગ આપી દે.
સ્વાર્થ વિશે વાંદરીનું દષ્ટાંત એક વખત બાદશાહ અકબર અને તેનો પ્રધાન બિરબલ, એ બંને વાર્તા વિનોદ કરી રહ્યા હતા. તેમાં અકબરે બિરબલને પૂછ્યું : આ જગતમાં સસ્થી અધિક વહાલી વસ્તુ કઈ? બિરબલે કહ્યું: નેકનામદાર! સૌથી અધિક વહાલી વસ્તુ પ્રાણ છે. જીવ પોતાના પ્રાણ માટે બધું છોડવા તૈયાર થાય છે. એટલામાં અકબરની એક બેગમ બાળકને પ્યાર સાથે ચુંબન કરતી અને લાડ લડાવતી લડાવતી ત્યાં આવી. આ જોઇ અકબરે કહ્યું: બીજા માટે ભલે તમારો જવાબ સાચો હોય, પણ માતા માટે નહીં. માતાને સૌથી અધિક વહાલી વસ્તુ પુત્ર છે. માતા પુત્ર માટે ઘણું સહન કરે છે. તેના દુઃખે દુ:ખી અને સુખે સુખી રહે છે. માતા હરઘડી પુત્રની ચિંતા કરે છે. પોતે કષ્ટ વેઠીને પણ પુત્રનું રક્ષણ કરે છે. બિરબલે આ બધું ઠંડા કલેજે સાંભળ્યા કર્યું. અકબર બોલતો બંધ થયો. એટલે કહ્યું : એ તો પ્રાણ ઉપર આફત આવે ત્યારે ખબર પડે. કટોકટીના પ્રસંગમાં માતા પણ પુત્રને નબચાવે. અકબરે કહ્યું: તમે કહો છો તે અનુભવમાં દેખાતું નથી. બિરબલે કહ્યું : થોડા વખતમાં હું તમને તે બતાવીશ. પછી બિરબલે બે માસના બચ્ચા સાથે વાંદરીને મંગાવીને બગીચામાં રખાવી. બગીચામાં વીસ હાથનો ખાડો ખોદીને વાંદરીને બચ્ચા સહિત તેમાં નાખી. પછી રાજાને બોલાવીને તે ખાડામાં પાણી ભરવા માંડ્યું. વાંદરી બચ્ચાને છાતી સરખું વળગાડી પોતાનો બચાવ શોધવા લાગી. કૂદીને ખાડામાંથી બહાર નીકળવા પ્રયત્ન કર્યો, પણ ખાડો ઊંડો અને પહોળો હોવાથી કૂદાય તેમ હતું નહિ. ખાડામાં ધસમસ કરતું પાણી આવ્યું જ જતું હતું. થોડીવારમાં પેટ સુધી પાણી આવી ગયું. આથી બચ્ચાને બચાવવા ખભા ઉપર લઇ લીધું. થોડીવારમાં પાણી ખભા સુધી આવી ગયું. આથી બચ્ચાને માથા ઉપર લઈ લીધું. માથા સુધી પાણી આવી ગયું. હવે બચ્ચાને બચાવી શકાય તેમ નથી પોતાના પ્રાણ પણ જોખમમાં છે. આથી બચ્ચાને પગતળે રાખી પોતે તેના ઉપર ઊભી રહી. આ રીતે તેણે પોતાના પ્રાણને બચાવવાનો પ્રયત્ન ર્યો. પછી તુરંત બંનેને પાણીમાંથી કાઢી મુક્ત કરી દીધા. બિરબલે કહ્યું: નામદાર! પ્રાણનું જોખમ આવે છે ત્યારે છોકરાં, સ્ત્રી વગેરે કોઈ કોઈનું રહેતું નથી. આમ જીવો બીજા ઉપર વાત્સલ્ય ત્યાં સુધી જ રાખે કે, જ્યાં સુધી પોતાનો સ્વાર્થ હોય. જ્યારે ભગવાન કોઇ જાતના સ્વાર્થ વિના, બીજા જીવો ઉપર વાત્સલ્યભાવ રાખે છે. આથી જ પોતે કષ્ટ વેઠીને પણ ભવ્યજીવોનું હિત કરે છે. શ્રી મુનિસુવ્રતસ્વામીએ અને પ્રતિબોધ પમાડવા એક રાતમાં સાઠ (૬૦) યોજનાનો વિહાર કર્યો. ભગવાન શ્રી મહાવીર, લોકોની ના કહેવા છતાં, ચંડકૌશિક સપને પ્રતિબોધ કરવા ગયા. સર્પના વંશો સહન કરીને પણ તેને પ્રતિબોધ પમાડ્યો.
(૩) ભગવાન પ્રાર્થના વિના બીજાનું હિત કરે છે. જગતના જીવો સ્વાર્થમાં તત્પર હોવાથી એમને બીજાના હિતની પડી હોતી નથી, એથી બીજાનું હિત કરતા નથી. વિનયપૂર્વક પ્રાર્થના કરવામાં આવે તો કદાચ કોઇક ધન વગેરે આપીને બીજાનું થોડું હિત કરે છે. જ્યારે ભગવાન તો પ્રાર્થના વિના દયાધર્મનો ઉપદેશ આપીને સર્વજીવોનું હિત કરે છે. આથી જ શકસ્તવ સૂત્રમાં ભગવાનનું ‘લોગહિઆણ' (લોકોનું = સર્વ જીવોનું હિત કરનાર) એવું વિશેષણ છે.
(૪) સંસારમાં મનુષ્યો પિતાદિના સંબંધથી બંધુબને છે. જ્યારે ભગવાનનો સંબંધ વિનાજબંધુનું કાર્ય કરવાથી બધુ બને છે. દુ:ખમાંથી બચાવે તે બંધુ છે. ભગવાન દુઃખથી સર્વથા મુક્ત કરનારા હોવાથી સાચા બંધુ