________________
નવમું વંદન દ્વાર
(100)
શ્રાદ્ધદિનકૃત્ય, અક્કાને કહ્યું: શું હું ભેસ છું, કે જેથી આ ભારો ચાવું. મૂળદેવ જાતે બજારમાં ગયો અને જાતે તપાસીને શેરડીનો મધુર રસથી ભરપૂર એક સાંઠો ખરીદ્યો. પછી તેને છોલીને તેના નાના નાના ટુકડા બનાવ્યા. પછી ટુકડાઓને ડીસમાં મૂકી ઉપર એલચી વગેરે સ્વાદિષ્ટ, રુચિકર પદાર્થો ભભરાવ્યા. પછી દરેક ટુક્કા ઉપર સળી પરોવી. ઉપર સ્વચ્છ અને સુંદર રૂમાલ પાથરીને એડીસ દાસી દ્વારા વેશ્યાને મોકલી. આ જોઇને વેશ્યાએ અક્કાને કહ્યું: જો, મૂળદેવને મારા ઉપર કેટલો પ્રેમ છે? શેરડી ખાતાં મારા હાથ પણ ન બગડે એ માટે ટુકડાઓ ઉપર સળીઓ પરોવી છે. આવી ભક્તિ કોણ કરાવે છે? અંદર રહેલો પ્રેમ કરાવે છે. શેઠે ખર્ચ ઘણો ર્યો પણ એકે ય શેરડી મને કામ લાગે તેવી નમોકલાવી. આનાથી સિદ્ધ થાય છે કે શેઠ કરતાં મૂળદેવને મારા ઉપર પ્રેમ અધિક છે.
સંપૂર્ણ પૂજા જાતે કરવી જોઈએ આ રીતે જેને અરિહંત પ્રત્યે પ્રેમ છે, તે જિનની ભક્તિ દિલથી કરે. અરિહંત પ્રત્યે પ્રેમ જાગે એટલે અરિહંતની ભક્તિ જાતે કરવાનું મન થાય છે. આજે જિનભક્તિ કરનારાઓમાં ઘણા માત્ર કેશરપૂજા કરીને પૂજા ર્યાનો સંતોષ માની લે છે. કેવળ કેશરપૂજા કરી લેવાથી અષ્ટપ્રકારી પૂજા ન થાય. અરિહંત પ્રત્યે જેને પ્રેમ થાય,. તેને જલપૂજાથી આરંભી સંપૂર્ણ પૂજા જાતે જ કરવાનું દિલ થયા વિના રહે નહિ. વધારે સમય ન હોય તો, ભલે એક જ મૂર્તિની પૂજા થાય, પણ જો જલ-પ્રક્ષાલથી પ્રારંભી અંગરચના સુધીની પૂજા જાતે જ કરવામાં આવે તો ભાવ કોઇ જુદો જ આવે છે. ઉતાવળે ઉતાવળે ગમે તેમ, ઘણા ભગવાનની પૂજા કરવા કરતાં, શાંતિથી વિધિપૂર્વક એક જ ભગવાનની પૂજાથી વધારે લાભ થાય તથા જલ પ્રક્ષાલનથી માંડી અંગરચના સુધી જાતે જિનપૂજા કરવાથી અહો! ભગવાન મારા સ્વામી છે! હું તેમનો સેવક છું! અરિહંત મારા પરમ ઉપકારી છે, એવો ભાવ જાગે છે. આ રીતે દરેક શ્રાવક જાતે પૂજા કરે તો આજે પૂજારીથી થઇ રહેલી આશાતનાઓના પાપથી બચી જવાય. આજે શ્રાવકોએ ભગવાન પૂજારીને ભળાવી દીધા છે. આજે પૂજારીને ભગવાન ભળાવી દેવાથી કેટલી બધી આશાતના થાય છે.
જ્યાં આ રીતે ભગવાનની આશાતના થતી હોય, ત્યાં સંઘનો અભ્યદય થાય શી રીતે ? ઘણા બૂમ પાડે છે કેસંઘનો અભ્યય થતો નથી. પણ ક્યાંથી થાય? આ રીતે ભગવાનની આશાતનાથી અભ્યદય ન થાય. આથી અભ્યદય ઈચ્છનારા શ્રાવકોએ પૂજારીથી થતી આશાતનાઓ દૂર કરવી જોઇએ. એનો એક જ રસ્તો છે કે દરેક ભગવાનની જાતે જ પૂજા કરવી જોઇએ. પૂજારીને ભગવાનને હાથ પણ ન લગાડવા દેવો જોઇએ. પૂજારી મંદિરનું પરચુરણ કામ કરે એ બરોબર છે. ભગવાનની પૂજા કરવી એ પૂજારીનું કામ નથી. ભગવાનની પૂજા કરવી એ શ્રાવકનું કામ છે. કોઇ વસ્તુ લાવવી, લઇ જવી, કોઇ વસ્તુ આઘી પાછી મૂકવી, મંદિર સાફ રાખવું, પૂજાની સામગ્રી સંભાળવી વગેરે કામ પૂજારી કરે એ બરોબર છે. પણ પૂજા પૂજારી કરે એ ઠીક નથી. જો દરેક શ્રાવક એક એક પ્રતિમાની સંપૂર્ણ પૂજા જાતે કરવા માટે તો મંદિરમાં પ્રતિમાઓ ખૂટે. પછી મંદિરમાં પ્રતિમાઓ ઘણી છે, કોઇ પૂજા કરનાર નથી, એવી બૂમ ન આવે. મને એમ થાય છે કે આટલા બધા શ્રાવકો છે, વ્યાખ્યાન સાંભળનારા પણ ઘણા છે, ભગવાનની અષ્ટ પ્રકારી પૂજા જાતે કરવી જોઇએ, એવું વારંવાર સાંભળે પણ છે, છતાં અષ્ટપ્રકારી પૂજા કેમ જાતે નથી કરતા? આનાં અનેક કારણો હોઇ શકે છે, પણ મુખ્ય કારણ ભગવાન પ્રત્યે જોઇએ તેટલો પ્રેમ નથી, એ
એક સંત પાસે બે ભક્તો દરરોજ સત્સંગ કરવા માટે આવતા હતા. સંતને એકવાર વિચાર આવ્યો કે, આ બેમાં મારા પ્રત્યે કોને વધારે પ્રેમ છે તે જોઉં. આથી સંતે તે બંનેને કહ્યું : આજે મારે શેરડી ખાવી છે. એક ભક્ત નોકર દ્વારા શેરડીના સાંઠા મોકલી આપ્યા. બીજા ભક્ત બજારમાં જાતે જ બધા સાઠાઓને તપાસીને તેમાંથી