________________
249 )
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર મસળતા મૂળદેવે તેના અંગમાં એવી રીતે મર્દન કર્યું, જેથી અપૂર્વ સુખનો અનુભવ થયો. આણે સર્વ વિષયમાં કળાની ચતુરાઇ મેળવી છે, આટલી કળા બીજા કોઇનામાં ન હોઇ શકે, આ સામાન્ય માનવી જણાતો નથી. તેની કળાથી પ્રભાવિત થયેલી દેવદત્તા પગમાં પડીને કહેવા લાગી કે, ગુણો વડે તમે કોઇ ઉત્તમ પુરષ છો એમ ખાત્રી થઈ છે, પરંતુ કપટ કરીને વંચક તરીકે આત્માને કેમ છૂપાવો છો? કૃપા કરો અને આત્માને પ્રગટ કરીને દર્શન આપો, વારંવાર મુંઝવણમાં કેમ નાખો છો ? દેવતાઓ પણ ભક્તવર્ગના આગ્રહથી સાક્ષાત્ થઈ દર્શન આપે છે. મુખમાંથી ગુલિકા બહાર કાઢીને રૂપ બદલીને તેણે તે જ ક્ષણે નટ માફક પોતાનું રૂપ પ્રગટ કર્યું. કામદેવ સરખા લાવણ્ય-પૂર્ણ સુંદર અંગવાળા તેને દેખીને વિસ્મય પામેલી તેણે કહ્યું કે, મારા ઉપર સુંદર કૃપા કરી. સ્નાન કરવા યોગ્ય વસ્ત્ર તેને આપીને અનુરાગવાળી દેવદત્તાએ પ્રીતિ પૂર્વક પોતાના હાથે તેનું અત્યંગ ક્યું. પિછાતક-સુગંધી પદાર્થથી મસ્તક ચોળવા પૂર્વક નવશેકા પાણીની ધારાવડે બંનેએ સ્નાન કર્યું. દેવદત્તાએ આપેલાં બે રેશમી વસ્ત્રો તેણે પહેર્યા અને બંનેએ સુગંધયુક્ત સ્વાદિષ્ટ ભોજન સાથે કર્યું. મિત્ર બનેલા તેઓનો એકાંતમાં કલાનાં રહસ્યોની માંહોમાંહે કથા કરવામાં સુખમય સમય પસાર થયો. ત્યાર પછી તે કહેવા લાગી કે, હે નાથ! લોકોત્તર ગુણો વડે તમે મારું હૃદય હરણ કર્યું છે, તો પણ હું આપની પાસે પ્રાર્થના કરું છું કે, હે સુંદર! જેવી રીતે આપે મારા હૃદયમાં સ્થાન ક્યું છે, તેવી રીતે હંમેશા આ ઘરે પધારવાની પણ કૃપા કરવી.’ મૂલદેવે પણ તેને કહ્યું કે, 'નિર્ધન, વિદેશી અમારા સરખા પર તમારે આ પ્રમાણે મમત્વભાવ કરવો યોગ્ય નથી. વળી વેશ્યાઓને જો ગુણોના પક્ષપાતના કારણે નિર્ધન ઉપર અનુરાગ થાય, તો કમાણી વગર તમારું આખું કુટુંબ સદાય.” દેવદત્તાએ પ્રત્યુત્તર આપ્યો કે, કેસરી જેવા તમારા સરખાને પરદેશ જેવું શું છે? ‘ગુણી જનોને સર્વ સ્વદેશ છે. જે મૂMઓ ધનથી અમને ઈચ્છે છે, તેઓ અમારા માટે બહાર છે. માટે હે ગુણમંદિર! તમારા વગર મારા અંતરમાં કોઇ પ્રવેશ મેળવી શકે નહીં. હે સોભાગી! સર્વથા તમારે આ મારું વચન સ્વીકારવું,’ એ પ્રમાણે મૂલદેવને વિનંતિ કરતાં તેણે પણ વચનથી સ્વીકાર ક્યું. ત્યાર પછી સ્નેહપૂર્વક વિવિધ વિનોદ વડે તેઓ ક્રીડા કરી રહ્યા હતા, ત્યારે રાજદ્વારપાળે આવીને કહ્યું કે, ચાલો, હવે નૃત્ય કરવાનો સમય થઇ ગયો છે. મૂલદેવને છૂપાવેષમાં રાજસભામાં સાથે લઇ રાજા પાસે રંભા માફક હાવ-ભાવ વગેરે વડે ઉજ્જવલકરણવાળું નૃત્ય શરૂ કર્યું. ઈન્દ્રના દુંદુભિ વગાડનાર જેવા તેના ધ્વનિનો વિસ્તાર કરવામાં ચતુર મૂળદેવે પણ નિપુણતાથી દુંદુભિ વગાડી. રાજા તેના શાસ્ત્રીય હાવ-ભાવવાળા કરણયુક્ત નૃત્યથી પ્રભાવિત થયો એટલે પ્રસાદ માગવા કહ્યું, ત્યારે તેને થાપણ તરીકે અનામત રખાવ્યું. પછી ભૂલદેવ સાથે સંગીત અને નૃત્ય કર્યું. તુષ્ટ થએલા રાજાએ તેને પણ પહેરેલ આભૂષણ આપ્યું. પાટલિપુત્રના રાજાના દ્વારપાળ વિમલસિંહે ખુશ થઈને એમ કહ્યું કે, પાટલિપુત્રમાં બુદ્ધિશાળી ભૂલદેવનો આલાપ્રર્ષ છે, અથવા તેની પાસેથી ચોરેલ છે. ત્રીજા કોઈનો પણ નથી. તેથી આને મૂલદેવ પછી કલાવાલાઓમાં પ્રથમ પ્રમાણપત્ર આપવું અને નર્તન કરનારીઓમાંઆને પ્રમાણપત્રની પતાકા આપવી. ત્યાર પછી તે પ્રમાણે રાજા આપવા લાગ્યા ત્યારે દેવદત્તાએ કહ્યું: ‘આ મારા ગુરુ છે, તેથી તેની અનુજ્ઞાથી સ્વીકારીશ.” રાજાએ પણ તેને કહ્યું કે, મહાભાગ્યશાળી! તું તેને રજા આપ. પૂર્વે પણ કહ્યું કે, દેવ જે આજ્ઞા કરે, તેમ કર. આ સમયે જાણે બીજો દેવગાંધર્વ હોય તેવી રીતે સર્વના મનને હરણ કરતાં ધૂર્તરાજે સ્વયં વીણા વગાડી. ત્યાર પછી વિમલસિંહે કહ્યું: હે દેવ! નક્કી આ છૂપાવેલા રૂપવાલા મૂલદેવ જ છે, આવી કળા બીજામાં ન સંભવે. વિજ્ઞાનના અતિશયવાળા આ પ્રશ્યને મૂલદેવ સિવાય બીજો કોઇ પામી શકે તેમ નથી. માટે હે દેવ! સર્વથા આ તે જ છે.' રાજાએ કહ્યું: જો એમ છે, તો તું પ્રગટ થા. રત્ન જેવા મૂલદેવનાં દર્શન કરવા હું ઘણો આતુર છું. મૂલદેવે પણ મુખમાંથી ગુટિકા બહાર કાઢી એટલે તે જ વખતે મેઘમાંથી બહાર નીકળેલા ચંદ્ર માફક કાંતિવાળો પ્રગટ થયો. હવે બરાબરતુંકળાવાળો છે.' એમ જણાયું એમ બોલતાંવિમલસિંહે ધૂર્તસિંહને આલિંગન