________________
પંદરમું ભોજન દ્વાર
(248)
શ્રાદ્ધદિનકૃત્ય. તેની ચેષ્ટા જણાવી. દેવે આપેલા વરદાનની જેમ તેના વડે પણ તે કૂબડી દાસીને સારી બનાવેલી દેખીને દેવદત્તા અત્યંત આશ્ચર્ય પામી. ત્યાર પછી દેવદત્તાએ કહ્યું કે, આવા ઉપકારીને તારી આંગળી છેદીને પણ તે ચતુરને લાવ. ત્યાર પછી સારી રીતે પ્રાર્થના કરીને મધુર અને ચતુર પુરુષોચિત મધુર વચનોથી પ્રાર્થના કરીને દાસીએ તે ધૂર્તરાજને તે વેશ્યાના ઘર તરફ ચલાવ્યો. તેણે બતાવેલ માર્ગે પ્રવેશ કરાવ્યો અને ત્યાર પછી રાધાને ત્યાં જેમ માધવ તેમ દેવદત્તાના સ્થાનમાં તેને બેસાડ્યો. કાન્તિ અને લાવણ્યથી શોભાયમાન તે વામનને દેખીને તેને ગુરૂ દેવતા સરખા માનતી તેણે આસન પર બેસાડ્યો. ત્યાર પછી માહો માંહે તુલ્ય ચતુરાઇવાળા બંનેના હૃદયની એક્તા સ્વરૂપ વાતોચીતોવાળી સુંદર ગોષ્ઠી પ્રવર્તી, તેટલામાં ત્યાં પ્રવીણ બુદ્ધિવાળો એક વીણા વગાડનાર આવ્યો, એટલે દેવદત્તાએ તેની પાસે અતિકૌતુક્શી વીણા વગડાવી. પ્રગટ ગ્રામ અને શ્રુતિ-સ્વરવાળી વીણા તે વગાડતો હતો, ત્યારે દેવદત્તા પણ મસ્તક ધૂણાવતી તેની પ્રશંસા કરવા લાગી. લગાર હાસ્યકરતાં મૂલદેવે પણ કહ્યું કે, ઉજ્જયિનીના લોકો ખરેખર બહુનિપુણ અને ગુણ-અવગુણના તફાવતને સમજનાર છે! શંકાવાળી તેણે કહ્યું કે, શું આમાં કંઈ ખામી છે? ‘ચતુરોની ચતુર પ્રશંસામાં ઉપહાસની શંકા પ્રગટે છે.' તેણે કહ્યું કે તમારા સરખાને ખામી શું છે, એમ કહેવું તે નવાઇની વાત છે. પરંતુ આ વીણા ગર્ભવાળી અને વળી વાંસ પણ શલ્યવાળો છે. કેવી રીતે જાણ્યું? એમ પૂછાએલા તેણે વીણા ગ્રહણ કરીને વાંસમાંથી પત્થરનો ટુકડો ખેંચીને કેશ બતાવ્યો. તે વીણાને બરાબર સરખી તૈયાર કરીને શ્રોતાના કાનમાં અમૃતનાં છાંટણાં ફેંક્યો હોય તેમ પોતે વગાડવા લાગ્યો. ત્યારે દેવદત્તાએ તેને કહ્યું: હકલાનિધિ ! તમો સામાન્ય નથી, નરરૂપ પામેલા તમો સાક્ષાત્ સરસ્વતી છો.” વીણાવાળો તેના પગમાં પડીને કહેવા લાગ્યો: હે સ્વામી! હું આપની પાસે વીણા વગાડવાનું શિખીશ, માટે મારા પર કૃપા કરો. મૂલદેવે કહ્યું હું બરાબર જાણતો નથી, પરંતુ જેઓ સારી રીતે વીણાવાદના જાણે છે, તેમને જાણું છું. ત્યારે દેવદત્તાએ તેને પૂછ્યું કે ‘તેઓનું નામ શું છે? અને ક્યાં રહે છે?' તેણે કહ્યું: પૂર્વમાં પાટલિપુત્રપાન છે. તેમાં મહાગુણવાળા વિકમસેન નામના કલાચાર્ય છે. હંમેશાં તેમની પાસે રહેનારો મૂળદેવ નામનો સેવક છે. આ સમયે વિશ્વભૂતિ નામના નાટ્યાચાર્ય આવ્યા ત્યારે દેવદત્તાએ તેને કહ્યું કે, સાક્ષાત્ આ ભરત જ છે. મૂલદેવે પણ કહ્યું: બરાબર આ એવા જ હશે. તમારા સરખીને તેણે કળાઓ ભણાવી જણાય છે. ત્યાર પછી વિશ્વભૂતિએ ભરત-નાટ્ય વાતો ચલાવીત્યારે તેને તે ઘમંડી જણાયો. માત્ર બાહ્ય અર્થ જાણનારા તેવા જ પ્રકારના હોય છે. મૂલદેવે આ પોતાને પોતે વિદ્વાન માને છે, પરંતુ તાંબા ઉપર સુવર્ણરસ ઢોળ્યો હોય, તેના સરખા તેને હું અંદરનાં દર્શન કરાવું. સ્વચ્છંદપણે વાક્યાતુરી કરતા ભરત સંબંધી તેના વ્યાખ્યાનમાં પૂર્વાપરના દોષો ગ્રહણ ક્ય. ત્યાર પછી વિશ્વભૂતિ કોપથી વગર સંબંધનું બોલવા લાગ્યો. “ચતુરક પંડિતોવડે પૂછાએલા ઉપાધ્યાયોક્રોધથી પોતાની અજ્ઞાનતા છૂપાવે છે.” “નાટ્યવિષયમાં તમે સ્ત્રીઓના નાટ્યાચાર્યો, પણ બીજે નહિ એ પ્રમાણે મૂલદેવે હાસ્યર્યું, એટલે તે મૌન થઇ ગયો. વિકસિત નેત્રવાળીદેવદત્તા પણ હર્ષથી વામન તરફ નજર કરતી ઉપાધ્યાયજીના પરાભવને દૂર કરવા માટે બોલી કે, હાલતો તમો થોડા સમયમાં જવાની ઇચ્છાવાળા છો, તો આ પ્રશ્નના વિષયમાં શાંતિથી વિચાર કરીને આ વિજ્ઞાનશાલી પુરુષને જવાબ આપજો. એટલે તેણે કહ્યું: હદેવદત્તા! નાટક ભજવવાનો સમય થયો છે, એટલે અત્યારે અમો જઈએ છીએ અને તે પણ તૈયાર થા.' એમ કહીને વિશ્વભૂતિ ગયો. દેવદત્તાએ દાસીને આજ્ઞા કરી કે, 'અમને બંનેને સ્નાન કરવા માટે સારી રીતે કળાપૂર્વક અંગ-મદન કરનાર કોઈકને બોલાવી લાવ.' ત્યારે આ ધૂર્તરાજે કહ્યું છે સુંદર નેત્રવાળી! અંગમર્દકને નબોલાવો, જો તું અનુમતિ આપેતો તારું મર્દન હું કરીશ, શું આ પણતમે જાણો છો? ત્યારે તેણે કહ્યું. હું જાણતો નથી. પણ તેના જાણકાર પાસે રહેલો છું. દેવદત્તાની આજ્ઞાથી પકાવેલાં તેલો આવી ગયાં, એટલે માયાવી વામને અભંગ કરવાનું કાર્ય શરૂ કર્યું. કોમળ, મધ્યમ અને સખત સ્થાનને યોગ્ય હાથથી