________________
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર આંસુઓરૂપ જલપૂરથી પ્રક્ષાલન કરતો તે હૃદયમાં વિચારે છે કે, ‘‘મેં આવું રૂપ પૂર્વે ક્યાંક જોયું છે.’’ આ પ્રમાણે વિચારતો તે જાતિસ્મરણજ્ઞાન પામ્યો. પછી શ્રી ઋષભદેવને જાણીને અને નમીને ‘મેં ભવસમુદ્રને તરવા માટે આ વહાણ પ્રાપ્ત કર્યું એમ વિચાર્યું. આ અવસરે કોઈક ઈશ્વરસથી ભરેલા ઘડા ભેટ આપવા માટે લઈ આવ્યો. તેથી કુમારે ભગવાનને કહ્યું : હે પ્રભુ ! આ નિર્દોષ રસને ગ્રહણ કરો. મારા ઉપર અનુગ્રહ કરો. ભગવાન જેટલામાં ઈશ્વરસને ગ્રહણ કરે છે તેટલામાં પંચ દિવ્ય પ્રગટ થયા. તે આ પ્રમાણે–
247
સાડાબાર ક્રોડ ઉત્તમ સુવર્ણ–રત્નોની, સુગંધી જલની, પંચવર્ષી પુષ્પોની અને વસ્ત્રોની વૃષ્ટિ થઈ. આકાશમાં દેવદુંદુભિ વાગી, આ ભરતમાં આ પ્રથમ દાન છે, આ સુદાન છે અને મહાદાન છે એવી ઘોષણા થઈ. તેથી સોમપ્રભ રાજા વગેરે લોકો કૃતપુણ્ય અને ધન્ય એવા શ્રેયાંસની પ્રશંસા કરે છે. એક હજાર વર્ષ પછી શ્રી ઋષભ જિનેશ્વરને ઘાતિર્મોનો ક્ષય થતાં લોકાલોકમાં પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી શ્રેયાંસકુમારે ધર્મ સાંભળીને નિષ્પાપ પ્રવ્રજ્યાને સ્વીકારી. ઘોરતપ કરીને સુપાત્રદાનના પ્રભાવથી સિદ્ધિસુખને પ્રામ કર્યું. કહ્યું છે કે – સુપાત્રદાનના પ્રભાવથી ભવન ધનથી ભરાઈ ગયું. ભવન યશથી ભરાઈ ગયું. ભગવાન રસથી ભરાઈ ગયા. આત્મા નિરુપમ સુખથી ભરાઈ ગયો. સુપાત્રદાન બહુમૂલ્ય અને મહાફળવાળું છે.’’ આ પ્રમાણે શ્રેયાંસકુમારે આત્માનો નિસ્તાર કર્યો. દાનના આ ભવસંબંધી ફળમાં શ્રેયાંસની કથા પૂર્ણ થઈ. હવે મૂલદેવની કથા આ પ્રમાણે છે. *
મૂલદેવની સ્થા
ગૌડદેશમાં પાટિલપુત્ર નામનું નગર હતું. ત્યાં અનેક કલાઓના આશ્રયસ્થાન સાહસિક બુદ્ધિના મૂલ સમાન મૂલદેવ નામનો રાજપુત્ર હતો. ધૂર્તવિદ્યા–શિરોમણિ, કૃપણો અને અનાથોનો બંધુ, ફૂટ ચેષ્ટા કરનારમાં કૃષ્ણ સરખો, રૂપ અને લાવણ્યમાં કામદેવ સમાન, તે ચોર સાથે ચોર, સાધુ સાથે સાધુ, વાંકા સાથે વાંકો, સરળ સાથે સરળ, ગામડીયા સાથે ગામડીયો, ચતુર સાથે ચતુર, જાર સાથે જાર, ભટ સાથે ભટ, જુગારી સાથે જુગારી, વાતોડીયા સાથે વાતોડીયો, સ્ફટિકરત્ન માફક તરત જ બીજાના સ્વરૂપને પકડી લેતો હતો. ત્યાં આગળ આશ્ચર્યકારી કુતૂહલોથી લોકોને વિસ્મય પમાડતો તે મહાબુદ્ધિશાળી વિદ્યાધરની માફક ઈચ્છા પ્રમાણે ફરતો હતો. જુગાર રમવાના વ્યસનના આસક્તિદોષથી પિતાથી અપમાન પામેલો તે દેવતાઈ નગરીની શોભા જિતનારી ઉજ્જયિની નગરીમાં ગયો. ગુટિકાના પ્રયોગથી તે કૂબડો અને વામન બનીને નગર–લોકોને આશ્ચર્ય પમાડતો હતો. કલાઓથી ત્યાં તે ખ્યાતિ પામ્યો. તે નગરીમાં રૂપ, લાવણ્ય અને લા–વિજ્ઞાનની કુશળતા વડે રતિને શરમાવનારી દેવદત્તા નામની ઉત્તમ ગણિકા હતી. કળાવાળાઓના જે ગુણ હોય, તેમાં તે નિષ્ણાત બની હતી, ચતુર એવી તેને રંજન કરનાર બીજો સમોવડીયો કોઈ પણ ન હતો. તેથી કરી તેના ઘર પાસે મૂળદેવે તેને ક્ષોભ પમાડવા માટે પ્રાત:કાળમાં સાક્ષાત્ દેવ-ગાંધર્વ તુંબરૂ માફક તેણે ગાવાનું શરૂ કર્યું. દેવદત્તાએ પણ સાંભળીને ‘આ મધુર સ્વર કોનો છે ?’ એમ વિસ્મય પામીને બહાર તપાસ કરાવી. બહાર તપાસ કરીને આવેલી દાસીએ કહ્યું – હે દેવી ! દેખાવમાં વામન પણ પૂર્ણ ગુણોવાળો હોવાથી અવામન એવો કોઈક ગાયન ગાય છે. ત્યાર પછી દેવદત્તાએ માધવી નામની કૂબડી દાસીને તેને બોલાવવા માટે મોકલી. ‘ઘણે ભાગે વેશ્યાઓ કલાપ્રિય હોય છે.’ તેણે તેની પાસે જઈને કહ્યું – હે ભાગ્યશાળી કલાભંડાર ! મારી સ્વામિની તમને ગૌરવથી બોલાવે છે. મૂલદેવે તેને કહ્યું – ‘હે કુઞ્જિકા ! હું નહીં આવીશ, કુટ્ટિનીને આધીન એવા વેશ્યાના ઘરમાં સ્વાધીનતાવાળો કોણ પ્રવેશ કરે ? પાછી ફરતી તે દાસીને વિનોદ કરવાની ઈચ્છાથી કલા-કૌશલના યોગથી નીચે અફાળીને કમળના નાળ માફક તે કૂબડીને સારી સીધી બનાવી. નવીન શરીર મેળવીને આનંદ પામેલી તે દાસીએ દેવદત્તા પાસે પહોંચીને
* અહીં ટીકામાં ક્થા અત્યંત સંક્ષિમ હોવાથી યોગશાસ્ત્રના ગુજરાતી અનુવાદમાંથી અક્ષરશ: સાભાર ઉદ્ધૃત કરવામાં આવી છે.