________________
પંદરમું ભોજન દ્વાર
( 250)
શ્રાદ્ધદિનકૃત્ય. કર્યું. પછી ભૂલદેવ પણ રાજાના ચરણ કમળમાં પડ્યો. રાજાએ પણ તેને પ્રસાદ આપવાપૂર્વક ગૌરવથી પૂજ્યો. એ પ્રમાણે તેના પર અનુરાગવાળી દેવદત્તા પણ પુરુરવા સાથે ઉવર્શીની માફક તેની સાથે વિષય-સુખ અનુભવવા લાગી. હવે મૂલદેવ પણ ધૂતકીડા કર્યા વગર રહી શકતો નથી. ‘ભવિતવ્યતાના યોગે ગુણીઓને પણ કોઈ દોષ વળગેલો હોય છે.” દેવદત્તાએ પણ માગણી કરી કે, 'ધૂત ધિક્કારવા યોગ્ય છે, માટે તેનો તમે ત્યાગ કરો. મૂલદેવે તેનો ત્યાગ નર્યો, કારણ કે સ્વભાવ એ ત્યાગ કરવો મુશ્કેલ છે.
તે નગરીમાં ધન વડે કુબેર સરખો અચલ નામનો સાર્થવાહ જાણે સાક્ષાત્ કામદેવ હોય તેવા રૂપવાળો હતો. તે મૂળદેવની પહેલાં દેવદત્તામાં અનુરાગવાળો અને પગારથી તેનો સ્વીકાર કરી તેની સાથે નિરંતર ભોગ ભોગવતો હતો. તે મૂલદેવ પર મોટી ઈર્ષ્યા કરતો હતો, અને ઉપદ્રવ કરવાની ઈચ્છાથી તેના વાંક ખોળતો હતો. તે શંકા સાથે ભૂલદેવ પણ કંઇક બાનાથી તેના ઘરે ગયો. “અવિહડ રાગીઓનો રાગ ઘણે ભાગે પરવશતા કરાવનાર થાય છે. માતાએ દેવદત્તાને કહ્યું કે, હે પુત્રી ! નિર્ધન, જુગારી અને ધૂર્ત મૂલદેવનો તું ત્યાગ કર. દરરોજ વિવિધ દ્રવ્ય આપનાર આ અચલ ઉપર કુબેરપુત્ર પર જેમ રંભા તેમ તું નિશ્ચલ રતિવાળી બન. ત્યારે દેવદત્તાએ પ્રત્યુત્તર આપ્યોકે, “હે માતાજી! હુંએકાન્તથી ધનની અનુરાગિણી નથી, પણ ગુણરાગિણી છું.' ત્યારે કોપથી માતાએ કહ્યું : આ જુગારીમાં વળી ગુણો કેવી રીતે રહી શકે? એટલે દેવદત્તાએ માતાને કહ્યું: આ ધીર, ઉદાર, પ્રિય વાણી બોલનાર વિદ્યા અને કળા જાણનાર, ગુણાનુરાગી, પોતે ગુણવાળો, વિશેષ સમજનારો અને શરણ કરવા યોગ્ય છે. ખરેખર આનો ત્યાગ મારાથી થઇ શકશે નહિ. ત્યાર પછી પટવાળી કુટ્ટિનીએ વૈરી સરખી ઇચ્છા મુજબ વર્તનારી પુત્રીને ધૂર્તની સાથેની પ્રીતિ છોડાવવા માટે ઉપાયો શરૂ ક્ય. દેવદત્તા જ્યારે માતા પાસે પુષ્પમાળા માગે, ત્યારે તે વાસી પુષ્પોની કરમાયેલી માળા આપે, શરબત માગે ત્યારે પાણી આપે, શેરડીના ટુકડા માગે ત્યારે વાંસના નિરસ ટુકડા આપે, સુખડ માગે ત્યારે કદંબનો કટકો આપે. કપટી કુટ્ટિનીએ કોપ કરતાં કહ્યું: “હે પુત્ર! તું કોપન કરીશ; કારણકે જેવો યક્ષ હોય તેના અનુસારે જ બલિ અપાય. જેમલતા કાંટાળા વૃક્ષને વળગે, તેમ આને શા માટે વળગીને રહી છે? માટે અપાત્ર એવા મૂલદેવ પતિનો સર્વથા તું ત્યાગ કર.' ત્યારે દેવદત્તાએ કહ્યું કે, હું માતા! તું મુંઝાય છે શા માટે? પરીક્ષા કર્યા વગર પુરુષને પાવકે અપાવકેમ કહી શકાય?' ત્યારે તિરસ્કારપૂર્વક માતાએ કહ્યું: તો પછી પરીક્ષા કરો.” હર્ષ પામેલી દેવદત્તાએ પોતાની દાસીને આજ્ઞા કરી અચલને આ પ્રમાણે કહેવરાવ્યું કે, દેવદત્તાને આજે શેરડી ખાવાની અભિલાષા થઈ છે, તો તમારે શેરડી મોકલી આપવી. દાસીએ જઈને સાર્થવાહને કહ્યું, એટલે પોતાને ધન્ય માનતા તેણે હર્ષથી શેરડીના સાંઠાનાં ગાડાં ભરીને તરત મોકલી આપ્યાં. હર્ષ પામેલી કુટ્ટિનીએ પુત્રીને કહ્યું: હે પુત્રિ! ચિંતામણિ જેવા અચલ સ્વામીના અચિત્ય ઔદાર્ય તરફ તું નજરકર.' ખેદ પામેલી દેવદત્તાએ માતાને કહ્યું કે, “શું હું હાથણી છું? કે મૂળ અને આગળનાં પાંદડા સાથે આખીને આખી શેરડી ખાવા માટે ફેંકી ! હવે તમે ભૂલદેવને આ ખાવા માટે કહેવરાવો, એટલે હે માતાજી! બેના વિવેમાં કેટલું અંતર છે, તે ખબર પડશે.' દાસીએ મૂલદેવને કહ્યું, એટલે ચતુર એવા તેણે પાંચ છ શેરડી લઈ ને મૂલ અને અગ્રભાગ કાપીને તરત છોલી નાખી, તેના પર્વોની ગાંઠ કઠણ હોવાથી તેનો ત્યાગ કર્યો અને બબે આંગળના ટૂકડાવાળી અમૃત-કંડિકા સરખી ગંડેરી તૈયાર કરી. (તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસર) ચતુર્થાત વસ્તુથી સંસ્કાર આપી, કપૂર વડે સુગંધી બનાવી, શૂલમાં પરોવી, વર્ધમાન-શકોરાના સંપુટમાં ગોઠવીને તેને મોકલાવી. દેવદત્તાએ પણ તેને જોઈને કુટ્ટણીને કહ્યું: ‘સુવર્ણ અને પિત્તળ માફક ધૂર્તરાજ અને અચલનો આંતરો જોઇ લે.” કુટ્ટણી વિચારવા લાગી: “અહો! મહામોહના અંધકારમાં અટવાતી મૃગલી જેમઝાંઝવાના જળ તરફ દોડે તેમ આ પુત્રી પણ ધૂર્ત તરફ દોડી રહી છે! અતિઉષ્ણ જળ સિંચવાથી જેમ મહાસર્પ, તેમ તેવો કોઇ ઉપાય કરવો, જેથી