________________
પાંચમું ચૈત્યવંદન દ્વાર
66 )
શ્રાદ્ધદિનકૃત્ય સુકવવાની દોરી પણ શુદ્ધ હોવી જોઈએ. તેને પણ વારંવાર ધોવી જોઈએ. પવનથી ઊડીને જમીન ઉપર પડી ગયેલાં અંગલુછણાં વપરાય નહીં.
ધોવા માટેનાં જંગલૂછણાને પણ થાળમાં જ મૂકવા જોઈએ. જંગલુછણાં ધોવા માટેનું સ્થાન પણ પવિત્ર અને અલગ હોવું જોઈએ. ત્યાં જંગલૂછણાં ધોતાં પહેલાં એ જમીનને સારી રીતે ધોઈને સાફ કરવી જોઈએ.
સુકાયેલાં અંગલૂછણાને થાળમાં જ ભેગાં કરવાં જોઈએ. એની ગડી પણ એને થાળમાં રાખીને કરવી જોઈએ.
પૂજા માટે પુષ્પો કેવાં જોઈએ? (૧) પુષ્પો તાજાં તે જ દિવસે ચૂટેલાં હોવા જોઇએ. (૨) પુષ્પો બગીચા વગેરેમાંથી જાતે લાવવાં, અગર પોતાના વિશ્વાસુ માણસ પાસે મંગાવવા. સ્નાન કરી
પૂજાનાં વસ્ત્રો પહેરી આઠ પડો મુખકોશ બાંધીને પુષ્પોનાં ઝાડ પાસે જાય. પછી મોરપીંછીથી પુષ્પોને પૂજે, જેથી કુંથુઆ વગેરે જીવો ઉડી જાય કે ખસી જાય. પછી પુષ્પો ચૂંટીને ચંગેરીમાં (છાબડીમાં)
રાખે. (૩) લાવતી વખતે પુષ્પોને પવિત્ર વસ્ત્ર વગેરેથી ઢાંકવા. જેથી તેમાં કોઇ અપવિત્ર વસ્તુ ન પડે. (૪) લાવતી વખતે પુષ્પોને છાતી જેટલા ઉપર રાખવાં, અર્થાત્ છાતીથી નીચે ન રાખવાં. (૫) માળી પાસેથી કે ફૂલો વેચવાવાળા પાસેથી વેચાતાં ફૂલો લેનારે ફૂલો વાસી છે કે નહિ વગેરે બાબતની
ચોક્કસાઈ કરી લેવી જોઇએ, અન્યથા ગમે તેવાં પુષ્પોથી જિનપૂજા કરવાથી આશાતના થવાનો સંભવ
ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાં ૧૮૫ મા વ્યાખ્યાનમાં પુષ્પો લાવવાનો વિધિ નીચે પ્રમાણે બતાવ્યો છે.
પુષ્પાદિ લાવવાનો વિધિ पुष्पादि-सर्वसामग्री, मेलनीयाच॑नक्षणे । अन्तर्दयापरस्तीर्थ-नाथभक्तिभराञ्चितः ॥
શ્રી તીર્થકરની ભક્તિના ભારથી શોભિત એવા શ્રાવકે અંતરમાં દયાના પરિણામ પૂર્વક જિનપૂજાના અવસરે પુષ્પાદિક સર્વસામગ્રી મેળવવી.”
શાસ્ત્રમાં કહ્યું છે કે જે પુષ્પ, પત્રકે ફળ હાથમાંથી પડી ગયેલું, પૃથ્વી પર પડેલું, પગે ચંપાયેલું, માથા ઉપર ધરેલું, ખરાબ પડામાં લીધેલું, નાભિની નીચે રાખેલું, દુષ્ટ લોકોએ અડકેલું, ઘણા જળથી હણાયેલું અને કીડાએ દૂષિત કરેલું હોય તેવું પુષ્પ શ્રાવકોએ જિનપૂજા માટે વાપરવું નહિ. આ ઉપરાંત એક પુષ્પના બે ભાગ કરવા નહિ. પુષ્પની કળી પણ છેદવી નહિ, કારણકે કળી છેદવાથી કે ભાંગવાથી હત્યાનું પાપ લાગે છે.
___ आमसूत्रतन्तुभिः शिथीलग्रन्थिना गुन्थनीयो हारः ।। કાચા સૂત્રના તંતુઓથી ઢીલી ગાંઠથી હાર બનાવવો. પંચપરમેષ્ઠિના ગુણનું સ્મરણ કરતાં એકસોને આઠ પુષ્પનો હાર ગૂંથવો અથવા તૈયાર કરાવવો, અથવા જિનેશ્વર ભગવંતના ૧૦૦૮ લક્ષણની સંખ્યા સંભારીને એક હજારને આઠ પુષ્પનો હાર કરવો અથવા વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકર, ત્રણ ચોવીશીના બોતેર તીર્થકર, વિહરમાન વીશ તીર્થકર, ઉત્કૃષ્ટ કાળે વિચરતા એકસોને સીત્તેર તીર્થકર, પાંચ ભરત ને પાંચ ઐરાવત એ દશ